________________
આહારની વિષમતા
હૃદયરોગનું એક કારણ આહારની વિષમતા છે. ભોજન માટે કેલરીનો ભાગ નિર્ધારિત છે. આ જે કેલરીનો સિદ્ધાંત છે તેનો પણ સદુપયોગ ઓછો થાય છે અને દુરપયોગ વધુ થાય છે. વધુ કેલરીવાળું ભોજન કદાચ આવશ્યક નથી હોતું. શરીર ચલાવવા માટે, જીવનયાત્રા ચલાવવા માટે જેટલું આવશ્યક હોય તેના કરતાં વધારે ખાવામાં આવે છે, વારંવાર ખાવામાં આવે છે. પરિણામે પાચનતંત્રને વધુ શ્રમ કરવો પડે છે. શરીરની ઊર્જા ભોજનના પાચનમાં જ વધુ વપરાઈ જાય છે. હૃદયરોગ આહાર-અસંયમનું એક પરિણામ છે.
સંતુલનની ચેતના
એક પ્રશ્ન છે કે શું હૃદયરોગનાં કારણોને દૂર કરી શકાય ખરાં ? ભાવનાત્મક પ્રતિક્રિયા ઉપર નિયંત્રણ કરી શકાય છે. નિયંત્રણનો ઉપાય ધ્યાન છે. આધ્યાત્મિક સાધના દ્વારા ચેતનાની એવી સ્થિતિનું નિર્માણ કરી શકાય છે કે જે સમતા અથવા સંતુલનની ચેતના છે. સંતુલનની ચેતના જાગે છે ત્યારે ભય ઓછો થઈ જાય છે અને અભયની સ્થિતિ પેદા થાય છે. અન્યાય ભાવાત્મક પ્રતિક્રિયાઓ પણ નિયંત્રિત થઈ જાય છે. એકાએક સમાચાર મળે કે તમારો જે સારો દીકરો હતો તે મૃત્યુ પામ્યો છે. તો એવા સમાચાર સાંભળતાં જ કોઈ વ્યક્તિ વેદના અનુભવે છે, ગાંડપણ અને વિક્ષેપની સ્થિતિમાં પહોંચી જાય છે. કોઈ વ્યક્તિ એવી પણ હોય છે કે જે એવા સમાચાર સાંભળ્યા પછી પણ સંતુલિત રહી શકે છે. તેને પૂછવામાં આવે કે તમારો પુત્ર મૃત્યુ પામ્યો તેથી તમને કેવી અનુભૂતિ થઈ? ત્યારે તે વ્યક્તિ સ્વાભાવિક રીતે કહે છે કે, તેની સાથે એટલી જ લેણ-દેણ (યોગ) હતી. દીકરો સારો હતો પરંતુ સંયોગ એટલો જ હતો. આ
અનુભૂતિ અને ચિંતન વચ્ચે તફાવત કયા કારણે આવે છે ? આ આ તફાવત ચેતનાની અવસ્થાને કારણે આવે છે. સમતાની ચેતનાના | સ્તરે જીવતી વ્યક્તિ આવા વજપાતને પણ સહન કરી લે છે.
ના
મહાઈleનું આરોગ્યશાસ્ત્ર + ૧૪૧
૧ )
ગક એકમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org