________________
હૃદયરોગ : કારણ અને નિવારણ
અત્યંત પ્રાચીનકાળથી રોગ અને આરોગ્ય વિશે વિચાર કરવામાં આવી રહ્યો છે. જેવી રીતે રોગનું કારણ શરીરની અંદર પણ હોય છે અને બહાર પણ હોય છે તેવી જ રીતે આરોગ્યનું કારણ પણ શરીરની અંદર અને બહાર હોય છે. જો આપણે ભીતરનાં કારણોને બરાબર સમજી લઈએ, તેમને માટે એક ચોક્કસ પ્રકારના દૃષ્ટિકોણનું નિર્માણ કરીએ તો સ્મસ્યાનું ઠીકઠીક સમાધાન થાય છે.
જ્યાં માણસના શરીરમાં જીવનશક્તિ હોય છે ત્યાં તેના વ્યવહારમાં રોગપ્રતિરોધક શક્તિ પણ હોય છે.
જીવનનો મૂળ આધાર પ્રાણશક્તિ છે. તેના દ્વારા જીવનનું સંચાલન થાય છે. જ્યાં સુધી પ્રાણશક્તિ હોય છે ત્યાં સુધી પ્રાણી જીવે છે. જ્યારે પ્રાણશક્તિ સમાપ્ત થાય છે ત્યારે કારણ ઉપલબ્ધ થતાં જ પ્રાણી મૃત્યુ પામે છે અને કારણ ન મળે તો પણ મૃત્યુ પામે છે. મૃત્યુ સહેતુક અને અહેતુક અને પ્રકારનાં હોઈ શકે છે. આપણા બે મુખ્ય પ્રાણ છે : પ્રાણ-પ્રાણ અને અપાન માણ. તેમની વિકૃતિ રોગ પેદા કરે છે અને તેમની સ્વસ્થતા આરોગ્ય જાળવે છે. આરોગ્ય માટે પ્રાણ એટલો બધો મહત્ત્વપૂર્ણ છે, છતાં તેને કોઈ યંત્ર દ્વારા પકડી શકાયો નથી અને પકડી શકાય તેમ પણ નથી. પ્રાણ સૂક્ષ્મ છે.
અવયવનો રોગ પકડી શકાય છે. કોઈ અવયવમાં કોઈ વિકૃતિ પેદા ' થાય તો તેને માણસ પકડી શકે છે. તેથી વર્તમાનમાં જે આવયવિક - રોગ છે તેના વિશે વિચાર થાય છે, તેમની ચિકિત્સા થાય છે. - - હૃદયનો રોગ, કીડનીનો રોગ, લીવરનો રોગ - આ રીતે અવયવની આ સાથે રોગ જોડાયેલો છે.
વાત પ્રહાર કરી દીધા
" નામ
!
!
દિ
ક ર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org