________________
રહ્યું છે ? ભોજન કર્યું અને પાચન થઈ રહ્યું છે એ તો સ્વયંચાલિત ક્રિયા છે. તેમાં કશું કરવું નથી પડતું. પરંતુ ધ્યાન આપીએ તો પાચન પણ સારું થવા લાગશે. નાભિને જુઓ, તો પાચનની ક્રિયા સુધરવા લાગશે. આપણી અંતઃસ્રાવી ગ્રંથિઓને જોઈશું તો તે પોતાનું કામ ફરીથી સમ્યક્ રીતે કરવા લાગશે. આપણને પ્રભાવિત કરનારી ત્રણ મુખ્ય ગ્રંથિઓ છે – એડ્રીનલ, પિચ્યુટરી અને થાઈરોઈડ, આપણી આ ત્રણ ગ્રંથિઓ શક્તિ-સ્રોત છે. તે આપણને સૌથી વધુ પ્રભાવિત કરે છે. આ ગ્રંથિઓને જુઓ, તેમની ક્રિયા બિલકુલ સરસ થઈ જશે. જોવાની શક્તિ બહુ મોટી શક્તિ છે. જો જોવાની શક્તિ ઉપર ધ્યાન આપવામાં આવ્યું હોત તો આપણો ત્રણ સ્તર ઉપર જીવનનો જે પ્રવાહ ચાલી રહ્યો છે તે સંતુલિત બની ગયો હોત. ત્રણ સ્તર છે એક શારીરિક (ફિજિકલ) સ્તર, બીજો ચૈતસિક (સાઈકિક) સ્તર અને ત્રીજો આધ્યાત્મિક (સ્પિરિચ્યુઅલ) સ્તર. આ સ્તરો ઉપર આપણા જીવનનો જે પ્રવાહ વહી રહ્યો છે તે પ્રવાહને સંતુલિત કરી શકાય છે. જીવનનો પ્રવાહ ચાલે છે, તેમાં અનેક સ્થિતિઓ આવે છે. આપણે એક સ્થૂળ ઉદાહરણ લઈએ. કેટલાંક પક્ષીઓ એવાં હોય છે કે જે ઇંડાંનું સેવન કરે છે અને કેટલાંક પક્ષી એવાં છે કે જે સેવન કરતાં નથી. માત્ર ઇંડાંની સામે જઈને બેસી રહે છે, જોયા કરે છે અને ઠંડાં પાકી જાય છે. માછલીઓ શું શેક કરે છે ? નથી કરતી. માત્ર દર્શન અને સ્પર્શન. કેટલાંક પક્ષી સ્પર્શ કરે છે, ઈંડાં ઉપર બેસી જાય છે. કેટલાંક પક્ષી માત્ર જુએ છે અને જોવા માત્રથી જ ઇંડાં પાકી જાય છે.
જોવાની શક્તિ ઉપર વિશ્વાસ કરીએ
સમસ્યા એ છે કે જોવાની શક્તિ ઉપર હજી ભરોસો નથી, વિશ્વાસ પેદા થયો નથી. જો આપણો વિશ્વાસ દૃઢ થઈ જાય, આત્મ સંકલ્પથી જોઈએ તો સમગ્ર ક્રિયા બદલાઈ જશે. સાધક ચૈતન્ય કેન્દ્રો ઉપર ધ્યાન કરે છે, શરીરપ્રેક્ષાનો પ્રયોગ કરે છે, એ ન તો કોઈ જાપ છે, ન કોઈ ધ્વનિ છે, ન કોઈ મંત્ર છે. માત્ર દર્શન છે. જ્યારે આપણે જોવાનું શરૂ કરીએ છીએ ત્યારે ત્યાંના તમામ અવયવો સક્રિય બની જાય છે. આ જોવાની શક્તિ છે. આપણે એ સચ્ચાઈ ઉપર વિશ્વાસ મૂકીએ કે જોવાની શક્તિ એક વિચિત્ર શક્તિ છે.
મહાવીરનું
સત્યસાર
US
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org