SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ કાયક્લેશનો અર્થ આસનના સંદર્ભમાં કાયકલેશ શબ્દોનો પ્રયોગ જોવા મળે છે. પ્રશ્ન એ છે કે કાયકલેશનો અર્થ શો છે ? આ શબ્દનો અર્થ પણ સમ્યક રૂપે પકડાયો નથી. આપણે કાયક્લેશ શબ્દનો અર્થ શરીરને કષ્ટ આપવું એવો સમજીએ છીએ. હકીકતમાં તેનો અર્થ શરીરને કષ્ટ આપવાનો નથી. તેનો ખરો અર્થ છે – શરીરને અવરોધવું, શરીરને સાધી લેવું. શરીરને એટલું બધું સાધી લેવું કે દસ દિવસ સુધી ઊભા રહેવાનું આવે તો પણ કોઈ મુશ્કેલીનો અનુભવ ન થાય. દસ દિવસ સુધી સૂતાં સૂતાં કાયોત્સર્ગ કરવાનો હોય તો પણ કોઈ મુશ્કેલીનો અનુભવ ન થાય. અનેક દિવસો સુધી એક જ આસનમાં બેસી રહીએ તો પણ કોઈ મુશ્કેલી ન નડે. શરીરને એટલું બધું સાધી લેવું, સ્નાયુઓને એટલા બધા લચીલા બનાવી દેવા, સ્નાયુતંત્ર સાથે જોડાયેલી માંસપેશિઓ અને પેશિઓ વચ્ચે એટલું સંતુલન સાધી લેવું કે શરીર ક્યાંય કશો અવરોધ ઊભો ન કરે. અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને આસન આસનની સાથે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને પણ ગાઢ સંબંધ છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું કાર્ય જેટલું સારું હોય છે, તેટલો માણસ સ્વસ્થ રહે છે. આપણી સમક્ષ માત્ર શારીરિક આરોગ્યનો જ પ્રશ્ન નથી, માનસિક અને ભાવાત્મક આરોગ્યનો પ્રશ્ન પણ છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું સંતુલન બરાબર જળવાય તો મન પણ સ્વસ્થ રહે છે, ભાવનાઓ પણ સ્વસ્થ રહે છે અને શરીર તો સ્વસ્થ રહે જ છે. એક ગ્રંથિ છે – થાઈરોઈડ. ત્યાંથી બોલવા-ચાલવાની સમગ્ર ક્રિયા થાય છે. ચયાપચયની ક્રિયા થાય છે. આરોગ્ય સાથે આ ગ્રંથિને વિશેષ સંબંધ છે. અનેક લોકો થાઈરોઈડની સમસ્યાથી ઘેરાયેલા રહે છે. અનેક લોકો આ ભોગવે છે. કોઈ વ્યક્તિની થાઈરોઈડ ગ્લેન્ડ વધુ પડતી એક્ટિવ હોય છે તો કોઈ વ્યક્તિની થાઈરોઈડ ગ્લેન્ડ વધુI પડતી અન-એક્ટિવ હોય છે. જો સર્વાંગાસનનો વિધિવત પ્રયોગ કરવામાં આવે તો આ સમસ્યાનો ઉકેલ મળી શકે છે. પ્રેક્ષાધ્યાનની શિબિરોમાં અનેક વ્યક્તિઓને આ પ્રયોગ કરાવવામાં આવ્યો. થાઈરોઈડની સમસ્યા દૂર થઈ ગઈ. થોડાંક વર્ષો પહેલાંની ઘટના છે. શા છે કે , આ શો ' . i k , , , ' ', ' : સામા છે, પણ મા મહાવીરનું આર્યાવશાઓ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy