SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ અમદાવાદમાં પ્રેક્ષાધ્યાનની શિબિર ચાલી રહી હતી. એક મહિલાએ કહ્યું કે, મહારાજ ! થાઈરોઈડનો સ્રાવ સંતુલિત અને નિયમિત નથી. મેં ઘણી બધી ચિકિત્સા કરાવી પરંતુ કોઈ ઉકેલ મળ્યો નથી. તે મહિલાને શિબિરમાં કેટલાક પ્રયોગો કરાવવામાં આવ્યાં. મહિલાએ આરોગ્યનો અનુભવ કર્યો. તેણે કહ્યું કે, થાઈરોક્સિનના સ્ત્રાવને સંતુલિત કરવાની ચાવી મારા હાથમાં આવી ગઈ છે. તેણે આ પ્રયોગ દ્વારા ઘણો બધો લાભ મેળવ્યો. રક્તાભિસરણ અને આસન આરોગ્યનું એક બહુ મોટું કારણ રક્તાભિસરણ (રૂધિરાભિસરણ) છે. જો આપણા શરીરમાં લોહીનો સંચાર બરાબર થતો હોય તો કોઈ અવયવમાં દર્દકે પીડા થશે નહિ. જેટલો રક્તસંચાર ઓછો તેટલી પીડા વધુ હશે. જેટલો રક્તસંચાર સંતુલિત હશે તેટલો પીડાનો અભાવ હશે. એમ પણ કહી શકાય કે લોહીના સંચારની અલ્પતા એટલે પીડા. જ્યાં રક્ત જામી જતું હોય છે, આગળ સરકી શકતું નથી ત્યાં પીડા પેદા થાય છે. યોગ્ય રક્તાભિસરણમાં આસનનો બહુ મોટો ઉપયોગ છે. રક્તસંચારની જે પ્રણાલી છે, તેને આસન સમ્યક્ બનાવે છે. તે રક્તનું શુદ્ધીકરણ પણ કરે છે. આસન અને જૈન આગમ હઠયોગમાં આસનનું ખૂબ વર્ણન છે. શરીરશાસ્ત્રમાં પણ આસનનું વિવેચન કરવામાં આવ્યું છે. બૌદ્ધ સાધનાપદ્ધતિમાં આસનનો નિષેધ પણ કરવામાં આવે છે. વિપશ્યનાની શિબિરોમાં આસનનો નિષેધ કરવામાં આવે છે. પ્રેક્ષાધ્યાનની શિબિરમાં સૌ પ્રથમ આસનના પ્રયોગો કરાવવામાં આવે છે. ડૉ. નથમલ ટાટિયા કે જેઓ બૌદ્ધ દર્શનના લબ્ધપ્રતિષ્ઠ વિદ્વાન છે, તેમણે કહ્યું કે પ્રેક્ષાધ્યાનમાં આસનોનો જે પ્રયોગ ચાલી રહ્યો છે તે હઠ યોગમાંથી Tલેવામાં આવ્યો છે. મેં કહ્યું કે, જ્યાંથી પણ સારી ચીજ મળતી હોય - ત્યાંથી આપણે લઈ શકીએ છીએ, પરંતુ જૈન આગમ સાહિત્યમાં - એક જગાએ નહિ, અનેક જગાએ આસનોનું વિસ્તારથી વર્ણન થયેલું જોવા મળે છે. ધ્યાન કરવું હોય તો કયા આસનમાં કરવું? - પ્રતિમાની સાધના કરવી હોય તો કયા આસનમાં કરવી ? મુનિએ મહાવીરનું આયેગ્યામ * E3 છે 1 , કલમ કરી રહી આ મઠ્ઠાવી માયા ન E3 ક 5 . Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy