________________
જ્યાં સુધી અનુપ્રેક્ષાનો સિદ્ધાંત હૃદયંગમ નહિ થાય ત્યાં સુધી માત્ર ઉચ્ચારણ સાર્થક નહિ થાય. તમે જે થવા ઇચ્છતા હો તે ત્યારે જ શક્ય છે કે જ્યારે ઉદેશ નિશ્ચિત હોય, તેના ઉપર તમે એકાગ્ર થઈ રહ્યા હોવ. સૂચના અથવા આદેશની ભાષા ભાવના થકી અનુપ્રાણિત હોય, શબ્દો નીકળી રહ્યા હોય અને સાથે સાથે ભાવનાનાં કિરણો પણ નીકળી રહ્યાં હોય. આ સમગ્ર પ્રક્રિયા ચાલે તો ક્રોધને જીતવાનું સ્વપ્ન સફળ બની જાય. માન (અભિમાન)ને મૃદુતા દ્વારા જીતો - વિરોધી ભાવના છે – મૃદુતા. તે અહ-વિલયનું અમોઘ સૂત્ર છે. તેની સિદ્ધિ માટે અનુપ્રેક્ષાની એ જ પ્રક્રિયા અપનાવવી પડશે, વિરોધી ભાવનાને આત્મસાત કરવી પડશે. અનુપ્રેક્ષાની સમગ્ર પ્રક્રિયા વગર આ ભાવનાઓ સફળ થઈ શકતી નથી. અનુપ્રેક્ષા અને આરોગ્ય
અનુપ્રેક્ષા ભાવનાત્મક પરિવર્તનનો પ્રયોગ છે. તેની સાથે આરોગ્યનો પ્રશ્ન પણ જોડાયેલો છે. ક્રોધને કારણે કેટલી બધી બીમારીઓ પેદા થાય છે !માત્ર માનસિક અને ભાવાત્મક જ નહિ, શારીરિક બીમારીઓ પણ પેદા થાય છે. ક્રોધનું પ્રથમ પરિણામ એ આવે છે કે રક્ત ઝેરીલું બની જાય છે. જો તે સમયે ક્રોધી વ્યક્તિનું રક્ત કાઢવામાં આવે અને તે રક્ત અન્ય કોઈને આપવામાં આવે તો શક્ય છે કે તે વ્યક્તિ કમોતે મરી જાય. એવી ઘટનાઓ ઉપલબ્ધ થાય છે કે માતા ભયંકર ક્રોધાવિષ્ટ હતી. તેણે એવી જ અવસ્થામાં બાળકને સ્તનપાન કરાવ્યું અને પરિણામ એ આવ્યું કે બાળક મૃત્યુ પામ્યો. ક્રોધને કારણે એટલું બધું ઝેર પેદા થાય છે. હાર્ટ એટેક માટે તો ક્રોધ ખૂબ જ સહાયક છે. હૃદયરોગનો મિત્ર છે ક્રોધ. તે માત્ર ભાવાત્મક જ નહિ, અનેક શારીરિક બીમારીઓનો જનક પણ છે.
અહંકારની સાથે પણ અનેક શારીરિક બીમારીઓ જોડાયેલી છે. જે વ્યક્તિ વધુ અહંકાર કરે છે તેની સિમ્પથેટિક નર્વસ સિસ્ટમ ખૂબ સક્રિય બની જાય છે. હૃદયરોગ, પૈષ્ટિક, અલ્સર વગેરે અનેક | બીમારીઓની સંભાવના વધી જાય છે. માયાની સાથે પણ અનેક ક બીમારીઓનો અનુબંધ છે. જે વ્યક્તિ કપટી હોય તે એમ વિચારીને
મનમાં ખૂબ રાજી થાય છે કે મેં એવી જાળ બિછાવી કે જેથી હું બચી A ગયો. તે બહારથી સંતુષ્ટ થાય છે પરંતુ ભીતરમાં કોણ જાણે કેટલીય કરી છે. આ મહાપીરનું આટેમ્પશાવ
. જી
આ છે;
}
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org