SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ઔષધિ રૂપ છે. શરીરમાં પાંચ તત્ત્વો માનવામાં આવે છે. તેમાં પૃથ્વી તત્ત્વનો બીજમંત્ર છે – સં. લ ના ઉચ્ચારણથી પૃથ્વી તત્ત્વ સક્રિય બને છે. પૃથ્વી તત્ત્વનું સ્થાન અપાનનું સ્થાન છે, શક્તિકેન્દ્રનું સ્થાન છે. અપાનનો પ્રાણ સાથે જે સંબંધ છે, તેને કોઈ નિદાનિક સિદ્ધાંત અથવા ડાયગ્નોસિસ દ્વારા સમજાવી શકાતો નથી. પરંતુ પ્રાણ અને અપાનની ક્રિયાનો સંબંધ જાણ્યા પછી એમ લાગે છે કે લંનો જાપ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. કેટલાક લોકોએ હૃદયરોગની સમસ્યાના સંદર્ભમાં લ નો પ્રયોગ કર્યો અને તેનું અનુકૂળ પરિણામ પણ મેળવ્યું. તેનું મંત્ર સાથે પણ ઉચ્ચારણ કરવામાં આવે છે. લ ના પ્રયોગથી હૃદય-ક્ષેત્રમાં પ્રતિક્રિયા થાય છે અને આરોગ્ય પણ પ્રાપ્ત થાય છે. જૈન મંત્રશાસ્ત્રમાં ડ્રોં હ્રીં હૂં હોં હું છુઃ - આ મંત્રને ખૂબ શક્તિશાળી માનવામાં આવ્યો છે. એવા હૃદયરોગીઓને કે જેમનાં ફેફસાં કમજોર હતાં - આ મંત્રનો પ્રયોગ કરાવવામાં આવ્યો અને તેમને ખૂબ લાભ થયો. પ્રશ્ન ઉભવી શકે કે એ લાભ શી રીતે મળ્યો ? તેનાથી શક્તિનો સંચાર અને અવરોધનું નિવારણ થાય છે. ધ્વનિ-વિજ્ઞાન અને મંત્રવિજ્ઞાનને આધારે તેનાં પરિણામોની , મીમાંસા કરી શકાય છે. હૃદયરોગ માટે આ ઉપયોગી મંત્ર છે, તે અનેક લોકોના અનુભવોથી પ્રમાણિત હકીકત છે. મંત્ર અને રંગ રોગનો રંગ સાથે પણ સંબંધ હોય છે. ક્યો રંગ ક્યા અવયવને પુષ્ટ કરે છે, તેની ખબર હોય તો ઘણોબધો લાભ મેળવી શકાય. એવો ક્યો રંગ છે કે જે લીવરને શક્તિશાળી બનાવે છે ? એવો રંગ છે કે જે હૃદયને શક્તિશાળી બનાવે છે. પ્રત્યેક અવયવને પણ પોતાનો રંગ હોય છે. બહારથી અન્ય સહાયક રંગોને ગ્રહણ કરીને પણ આપણે તે અવયવને પુષ્ટ બનાવી શકીએ છીએ. અક્ષરોને પણ પોતપોતાનો રંગ હોય છે. હાં અને હીં નો પોતાનો રંગ છે. રંગોનું પણ પરસ્પર કોમ્બીનેશન હોય છે. કેવા પ્રકારના રંગ પરસ્પર મળીને તે કેવા પ્રકારની સ્થિતિ પેદા કરે છે તે સંશોધનનો વિષય છે, પરંતુ રંગ થકી આપણે પ્રભાવિત થઈએ છીએ એ તો સ્પષ્ટ છે. એ જ રીતે અનેક મંત્ર એવા છે કે જે આપણા આરોગ્યને પ્રભાવિત કરી રહ્યા છે. આપણે હ્રાં હ્રીં આ મંત્રનો જ સંદર્ભ લઈએ. પ્રત્યેક વ્યક્તિ એવો ' . મહારનું આરોગ્યશાસ્ત્ર + ૧૪૫, ક અને આ વાત હતી ni " માવજી આયHIબ જ કે . - S " . જો છે . કે ન કહો 600 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy