________________
રેસ્ટનો સૌથી સારો પ્રયોગ છે – કાયોત્સર્ગ, પ્રવૃત્તિનું અલ્પીકરણ. આ અવસ્થામાં ઓક્સિજનનો વપરાશ ઓછો થશે. શારીરિક ક્રિયા પણ આપોઆપ સમ્યક્ થવા લાગશે. આપણી રોગ-પ્રતિરોધક શક્તિ વધશે, ઈમ્યુનિટી સિસ્ટમ પણ સક્રિય બની જશે. પ્રાણની સક્રિયતા પણ વધી જશે.
પ્રાણ અને અપાન
પ્રાણની સક્રિયતા કાયોત્સર્ગની એક મહત્ત્વની પરિણતિ છે. યોગના પ્રાચીન શબ્દો છે – પ્રાણ અને અપાન. આજે આ બંને વિશે શોધ થવી જોઈએ. પ્રાણ સાથે અપાનને ગાઢ સંબંધ છે. નાભિથી માંડીને ગુદા સુધી અપાન પ્રાણનાં સ્થાન છે. અપાનની જેટલી શુદ્ધિ જળવાય છે તેટલો માણસ સ્વસ્થ રહે છે. અપાનની જેટલી અશુદ્ધિ રહે છે એટલી બેચેની, ઉદાસી, નિષેધાત્મક ભાવનાઓ, હૃદયને કમજોર કરનારી ચેતના જાગૃત થાય છે. અપાનની શુદ્ધિ પ્રાણને પણ શક્તિ આપે છે. પ્રાણનું એક સ્થાન નાસાગ્ર માનવામાં આવે છે. પ્રેક્ષાધ્યાનની ભાષામાં તેને પ્રાણ કેન્દ્ર કહેવામાં આવે છે. પ્રાણ નામની જે પ્રાણધારા છે તેનું એક સ્થાન હૃદય છે. નાભિ પણ તેનું સ્થાન છે અને પગનો અંગૂઠો પણ તેનું સ્થાન છે. આ બધાં પ્રાણનાં સ્થાન છે. જ્યારે પ્રાણ અને અપાનનો યોગ થાય છે ત્યારે અનેક સ્થિતિઓ પેદા થાય છે. અપાન વિકૃત થઈને પ્રાણને પણ વિકૃત કરી
છે. આપણે પ્રત્યક્ષ અનુભવ કરીએ છીએ કેબજિયાતની અવસ્થામાં માનસિક સ્થિતિ કેવી બને છે. ખરાબ વિચારો આવે છે, નિદ્રા પણ પૂરી આવતી નથી, વ્યક્તિ અવસાદ અને તનાવથી ઘેરાઈ જાય છે. કામમાં પણ બિલકુલ મન લાગતું નથી, કોઈ દવા લેવામાં આવે, રેચન થાય અને પેટ બિલકુલ સાફ થઈ જાય તો મન પણ પ્રસન્ન થઈ જશે અને ઉલ્લાસનો સંચાર થવા લાગશે. મંત્રનો પ્રયોગ
અપાન શુદ્ધિનો પ્રાણધારા સાથે ગાઢ સંબંધ છે. તેથી યોગમાં હૃદયરોગના નિવારણ માટે મંત્રનું નિર્માણ પણ કરવામાં આવ્યું. તે બીજ મંત્ર છે – “લં'. તેના ઉચ્ચારણથી હૃદયરોગ મટે છે. લ.... - લં.... લે એવો લયબદ્ધ જાપ હૃદયરોગની સમસ્યા માટે મહાન રાણા ર
મહાવીરનું આરોગ્યશાસ્ત્ર + ૧૪૪ છે. પણ
કરે ૬ કી
ર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org