________________
વ્યાધિ, આધિ અને ઉપાધિ
પ્રેક્ષાધ્યાનમાં ત્રણ શબ્દોનો પ્રયોગ થાય છે ઃ વ્યાધિ - શરીરની બીમારી, આધિ - મનની બીમારી અને ઉપાધિ ભાવનાત્મક બીમારી. જો આપણે ઉપાધિને બાજુએ રાખીને આધિ અને વ્યાધિ સાથે આરોગ્યની વિચારણા કરીએ તો સમસ્યાનું સમાધાન મળી શકે નહિ. એક ભાઈએ કહ્યું કે, ‘મહારાજ ! દરેક જગાએ ટેસ્ટ કરાવી લીધા, સૂક્ષ્મ સાધનો દ્વારા નિદાન કરાવી લીધું. ડૉક્ટરો કહે છે કે કોઈ બીમારી નથી, આરોગ્ય સારું છે. પરંતુ સાચી વાત એ છે કે હું બીમારી ભોગવી રહ્યો છું. હું મુસીબતમાં છું, દુઃખ ભોગવી રહ્યો છું.’ આપણે આ બંને સમસ્યાઓનો વિચાર કરીએ. એક તરફ ડૉક્ટરનો, નિદાનકેન્દ્રોનાં સાધનોનો મત છે કે કોઈ જ બીમારી નથી, જ્યારે બીજી તરફ રોગી એમ કહે છે કે ખૂબ કષ્ટ અનુભવી રહ્યો છું. આ વિરોધાભાસ ક્યાં છે ? શું આપણે એમ માનીશું કે ડૉક્ટર ખોટું કહી રહ્યા છે અથવા તો નિદાનનાં સાધનો ખોટી માહિતી આપી રહ્યાં છે ? ના, તેમને ખોટાં તો માની શકાય તેમ નથી. જો માની લઈએ તો ચિકિત્સાની સમગ્ર પદ્ધતિ ખોટી ઠરશે. શું આપણે બીમારીને ખોટી માનીશું ? કોને સાચું માનવું ? કોને ખોટું માનવું ? આ એક અંતર્વંદ્વ અને વિરોધાભાસની સ્થિતિ છે. તેનું સમાધાન ભાવજગતમાં શોધી શકાય છે.
ભાવ અને આભામંડળ
વાસ્તવમાં તે બીમારી ન તો શરીરમાં ઊતરી છે કે ન તો મન ઉપર ઊતરી છે. ન તો તે સોમેટિક છે અને ન તો તે સાયકોસોમેટિક છે. તે કાયિક પણ નથી, મનોકાયિક પણ નથી. તે બીમારી છે ભાવાત્મક. ભાવજગતમાં બીમારી ઊતરી ગઈ. તેનું એક સાક્ષ્ય વર્તમાન મેડિકલ સાયન્સનું અનુસંધાન હોઈ શકે છે. તેનાં અનુસંધાનો દ્વારા એ સ્પષ્ટ થયું છે કે જે બીમારી થવાની છે, તેની સૂચના આભામંડળ દ્વારા મળે છે. આભામંડળ એવી સૂચના આપી દે છે કે છ અથવા ત્રણ મહિના પછી અમુક બીમારી આવવાની છે. આપણું આભામંડળ આપણી ભાવનાઓનું પ્રતિનિધિત્વ કરે છે. મહાવીરનું આોગ્યશાસ્ત્ર * ક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org