________________
આપણું જગત શબ્દ, વર્ણ, રસ, ગંધ અને સ્પર્શથી સંયુકત છે. પ્રત્યેક પદાર્થ વર્ણ, રસ વગેરેથી સંયુકત છે. ધ્વનિચિકિત્સા, રસચિકિત્સા, ગંધચિકિત્સા, સ્પર્શચિકિત્સા અને રંગચિકિત્સા - ચિકિત્સાની આ પ્રાચીન પદ્ધતિઓ છે. ધ્વનિચિકિત્સામાં મંત્રનો પ્રયોગ કરવામાં આવે છે. ગંધચિકિત્સાનો સંબંધ પુષ્પચિકિત્સા સાથે છે. રસચિકિત્સા મીઠા અને કડવા વગેરે રસો દ્વારા કરવામાં આવે છે. સ્પર્શચિકિત્સા હાથની ઊર્જ તથા વિદ્યુતીય સંપ્રેષણ દ્વારા કરવામાં આવે છે. વર્ણચિકિત્સાનો સંબંધ સૂર્ય-કિરણ-ચિકિત્સા અથવા રંગચિકિત્સા સાથે છે. વ્યક્તિના આભામંડળમાં માત્ર વર્ણ જ નથી હોતો, ગંધ, રસ અને સ્પર્શ પણ હોય છે. વર્ણ વગેરે તમામ તત્ત્વો બરાબર હોય તો આભામંડળ આરોગ્યનું કારણ બની જાય છે. વિકૃત આભામંડળ રોગ પેદા કરનારું બને છે. રોગ અને આરોગ્ય બંને આભામંડળની પ્રતિકૃતિઓ છે. ભગવાન મહાવીરની વાણીમાં લેશ્યા અથવા આભામંડળ એવું દર્પણ છે કે જેમાં પ્રતિબિંબને પણ જોઈ શકાય છે અને બિંબની ગતિવિધિઓને પણ જોઈ શકાય છે.
અધ્યાત્મ સાધના કેન્દ્ર - દિલ્હી (ઈ. સ. ૧૯૯૪)માં પૂજ્ય ગુરુદેવ શ્રી તુલસીએ મહાવીરના અર્થશાસ્ત્ર વિશે પ્રવચનશ્રેણીનો સંકેત કર્યો અને જૈન વિશ્વભારતી, લાડ (ઈ. સ. ૧૯૯૬)માં મહાવીરના આરોગ્યશાસ્ત્ર વિશે પ્રવચન આપવાનો નિર્દેશ કર્યો. 'છમાં દર રવિવારે એક પ્રવચન થતું હતું. કુલ સોળ પ્રવચનો થયાં અને તેમાંથી પ્રસ્તુત ગ્રંથ આકાર પામ્યો.
પ્રસ્તુત ગ્રંથના સંપાદનમાં મુનિ દુલહરાજ અને મુનિ ધનંજયકુમારે ' તથા તેની ગુજરાતી આવૃત્તિ માટે અનુવાદ અને સંપાદન કાર્યમાં શ્રી ન રોહિત શાહે નિષ્ઠાપૂર્વક પરિશ્રમ કર્યો છે.
આ ૧૪, જૂન ૧૯૯૭ ન તેરાપંથ ભવન, ગંગાશહેર.
g આચાર્ય મહાપ્રજ્ઞા
આ
એક એવી થી જી .
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org