________________
જરૂરી છે. ઉમાસ્વાતિએ કહ્યું, “ભાવો જીવસ્ય સતત્ત્વ' - ભાવ જીવનું સ્વરૂપ છે. આત્મા અજ્ઞેય છે, અમૂર્ત છે, અગમ્ય અને અદૃશ્ય છે. ભાવ જીવનું એક સ્વરૂપ બને છે. માણસ છે. માણસનું શરીર છે. ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયોની સાથે અન્ય પણ ઘણું બધું જોડાયેલું છે. આ સ્વરૂપ શા માટે બન્યું? કેવી રીતે બન્યું ? તેનો આધાર ભાવ છે. તેથી ઉમાસ્વાતિએ કહ્યું – જીવનું સ્વરૂપ ભાવ છે. એક ભાવ એ છે કે જે ઔદયિક ભાવ તરીકે ઓળખાય છે, કર્મના ઉદયથી – વિપાકથી પેદા થતો ભાવ છે. બીજો ભાવ એ છે કે જે કર્મના શોધન દ્વારા – કર્મના વિલય થકી પેદા થતો ભાવ છે. એક ભાવ એ છે કે જે સ્વભાવતઃ જ ચાલતો રહે છે. જેનું નામ છે પરિણામિક ભાવ. ભાવને આ ત્રણ વિભાગોમાં વિભક્ત કરી શકાય છે. ભાવનો સ્ત્રોત
ભાવને સમજવા માટે ભાવની પરિભાષા સુધી જવું અને પરિભાષા સુધી પહોંચવા માટે મૂળ સ્રોત સુધી પહોંચવું આવશ્યક છે.
આપણા શરીરની અંદર ઘણાં બધાં સૂક્ષ્મસંસ્થાન છે. મૂળ છે આત્મા. આત્માનું એક વલય કષાય છે. કષાય આત્મામાંથી સ્પંદન આવે છે. તે કષાયનાં સ્પંદનો અધ્યવસાયને પ્રભાવિત કરે છે. અધ્યવસાયનાં સ્પંદનો વેશ્યાને પ્રભાવિત કરે છે. વેશ્યાનાં સ્પંદનો સ્થળશરીરમાં આવીને ભાવનું નિર્માણ કરે છે. આ ભાવના નિર્માણની આટલી મોટી શૃંખલા છે, પ્રક્રિયા છે. આત્મા, આત્માનું એક વલય, જેનું નામ છે કષાય. કષાય વલયની પાછળ એક સંસ્થાન છે – ચૈતન્યનું સંસ્થાન. જેનું નામ છે અધ્યવસાય, સૂક્ષ્મચેતના. મનોવિજ્ઞાનમાં અનકોન્ટિાયસની વાત કહેવામાં આવી, તેનાથી પણ વધુ સૂક્ષ્મ છે અધ્યવસાયનું જગત. પ્રત્યેક અધ્યવસાયના અસંખ્ય ભાગ છે, તેમનામાં આટલું તારતમ્ય છે. તે અધ્યવસાય સ્પંદિત થાય છે, તેમનું સ્પંદન એક નવી સૃષ્ટિ રચે છે લેશ્યાની. જ્યારે તે વેશ્યાનાં સ્પંદનો સૂક્ષ્મજગતમાં આવે છે, ચિત્તની સાથે તેમનો સંયોગ થાય છે ત્યારે ભાવતંત્રનું નિર્માણ થાય છે.
આ .
આ મહાપીનું આરો યtra
રેરા અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org