________________
રોગ માટે આસનોની સૂચિ નિશ્ચિત છે અને તેનો ઉપયોગ પણ કરવામાં આવે છે, કરાવવામાં આવે છે. આ દૃષ્ટિએ આ આસનોનું અત્યંત ગંભીર અધ્યયન કરવું જોઈએ. માત્ર જૂના ગ્રંથોના આધારે જ નહિ વર્તમાન શરીરશાસ્ત્ર અને શરીર ક્રિયાશાસ્ત્રના સંદર્ભમાં એ જોવું જોઈએ કે તેમનું ફંક્શન શું છે? તેમની ક્રિયાઓ શી છે? તેનું પરિણામ શું છે આ તમામના આધારે પ્રાચીન અને અર્વાચીન બંને તથ્યોનું વિશ્લેષણ કરીએ તો આજે પણ નવાં નવાં આસનોનો વિકાસ કરી શકાય. આરોગ્ય, સાધના અને આસન
આપણી સામે બે પાસાં છે – આરોગ્યનું પાસું અને સાધનાનું પાસું. એટલું નિશ્ચિત છે કે આરોગ્યનું પાસું નબળું હશે તો સાધનાનું પાસું પણ શક્તિશાળી નહિ બને. આરોગ્ય અને સાધના વચ્ચે ગાઢ સંબંધ છે. આરોગ્ય સમ્યક ન હોય તો સાધના ક્યાંથી થશે ? ઘણા લોકો એવા છે કે જેઓ એક મિનિટમાં ચાલીસ શ્વાસ લે છે. તેઓ લાંબા શ્વાસ લઈ શકતા નથી. તેમનાં ફેફસાં એટલાં નબળાં હોય છે કે લાંબા શ્વાસ લેવાની તાકાત તેમનામાં નથી હોતી. આવા સંજોગોમાં સાધના શી રીતે થાય ? ઘણા લોકો એવા હોય છે કે જેઓ ધ્યાન કરવા બેસે છે અને બગાસા ઉપર બગાસા ખાય છે. અથવા ઓડકારો અને ઓડકારો જ લેવા. તેઓ શી રીતે ધ્યાન કરી શકશે ? સાધના કેવી રીતે થશે?આરોગ્ય એ સાધનાનું મહત્ત્વપૂર્ણ પાસું છે. આરોગ્યને સાધનાથી સર્વથા અલગ કરી શકાતું નથી. આરોગ્ય માટે શરીરરચનાનું જ્ઞાન જરૂરી છે. શરીરનાં તમામ તંત્રોનું જ્ઞાન હોવું જોઈએ. નાડીતંત્ર અને અંતઃસ્ત્રાવી ગ્રંથિતંત્રનાં કાર્યોનું જ્ઞાન હોવું જોઈએ. તેમનું કાર્ય કેવી રીતે સમ્યક બની શકે તેની માહિતી પણ હોવી જોઈએ.
આપણા શરીરમાં કેટલીક ગ્રંથિઓ ખૂબ મહત્ત્વની છે. જો એડ્રીનલ ગ્લેન્ડ બરાબર કામ ન કરતી હોય તો કેટલીક વિકૃતિઓ પેદા થશે. જો થાઈરોઈડ ગ્લેન્ડ બરાબર નહિ હોય તો આરોગ્યની ! તે સમસ્યા જટિલ બની જશે. જો કીડની બરાબર કામ નહિ કરતી હોય છે તો માણસ રોગી બની જશે.
આપણે આસનો દ્વારા અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને સ્વસ્થ રાખી છે શકીએ છીએ. પાચનતંત્રને સ્વસ્થ રાખી શકીએ છીએ. કરોડરજ્જુને સમાન .
મહાતીર્થ આરાધ્યાસ : Ek
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org