SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થૂળ શરીર, જેનું નામ છે ઔદારિક શરીર. સૂક્ષ્મ શરીર, જેનું નામ છે તૈજસ શરીર અને સૂક્ષ્મતર શરીર, જેનું નામ છે કર્મ શરીર અથવા ” કાર્પણ શરીર. આ ત્રણેયનો આરોગ્ય સાથે ઊંડો સંબંધ છે. અનેક યંત્રોનો વિકાસ થઈ જવા છતાંય સૂક્ષ્મ અને સૂક્ષ્મતર શરીરને હજી પકડી શકાતું નથી. સૂક્ષ્મદર્શક યંત્રો દ્વારા સ્થૂળ શરીરનાં રહસ્યો તો જાણી શકાય છે, પરંતુ તેને પ્રભાવિત કરનારાં જે શરીર છે તે કોઈપણ યંત્રની પકડમાં હજી સુધી આવ્યાં નથી. જૈન દૃષ્ટિએ વિચારીએ તો કહી શકાય કે આ સ્થૂળ શરીર એ સૂક્ષ્મ શરીરનું પ્રતિબિંબ છે. એટલે કે કર્મ શરીરનાં જેટલાં સ્પંદનો છે તે પ્રતિબિંબિત થઈને આ સ્થૂળ શરીરમાં પોતાના પ્રતિનિધિઓનું નિર્માણ કરે છે, કોઈ અંગને નિર્મિત કરે છે. એમ માનવું જોઈએ કે આ સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીરનું સંવાદી અંગ છે. ઉદાહરણ દ્વારા આ બાબત સમજીએ. કર્મ શરીરમાં જ્ઞાનનો એકમ છે. તે એકમને એક સંવાદી અંગ મળ્યું છે મસ્તિષ્કમાં. સંવેદનાનું એક ચોક્કસ સ્થાન છે, જ્યાંથી સંવેદના પોતાનું કામ કરે છે. એક એકમ વેદનીય કર્મનો છે. વેદનાનું જે સંવેદન આપણું હોય છે તેનું પ્રતિબિંબ પણ આ શરીરમાં નિર્મિત થયેલું છે. જ્ઞાન: સંવાદી અંગ - જ્ઞાનનાં સંવાદી અંગ પાંચ ઇન્દ્રિયો છે. તેમના દ્વારા આપણી ચેતના પ્રગટ થાય છે. તેનાથી આગળ વધીએ તો ઈન્દ્રિય ચેતના અને અતીન્દ્રિય ચેતનાની વચ્ચે એક ચેતના છે – પ્રાતિભચેતના અને વિશિષ્ટ ઇન્દ્રિય ક્ષમતાની ચેતના. તેનું નામ છે સંભિન્નસ્રોતોલબ્ધિ. એક એવી શક્તિ આપણી ભીતરમાં છે જેનો વિકાસ અભ્યાસ દ્વારા કરીએ તો આંગળી થકી જોઈ પણ શકાય છે, સાંભળી પણ શકાય છે અને સ્પર્શી પણ શકાય છે. તમામ ઈન્દ્રિયોનું કામ એક આંગળી દ્વારા કરી શકાય છે. આપણી આંખ જુએ છે એનું તાત્પર્ય એ છે કે આંખની કોશિકાઓને આપણે એટલી વિકસિત કરી દીધી, તેમનામાં એ શક્તિ પેદા થઈ ગઈ કે તે પારદર્શી બની ગઈ. જેવી રીતે આંખની શક્તિનો વિકાસ કર્યો, એવી રીતે શરીરના કોઈ પણ અવયવનો વિકાસ કરી શકાય છે. આ સઘળી વાત સંભિસ્રોતોલબ્ધિના માધ્યમ દ્વારા સમજાવવામાં આવી છે. ના દર છ મહાપીરનું આયEામ = 31 મારા પર . Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy