SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ઊભી થાય છે ત્યારે ચયાપચયની ક્રિયામાં પણ ગરબડ થાય છે અને માણસ બીમાર પડે છે. થાઈરોઈડનું હાઈપ હોય કે હાઈપર તે બંને ક્રિયાઓ આરોગ્ય માટે ગરબડ ઊભી કરે છે. આહાર પર્યાપ્તિ એક વિધાન કરવામાં આવ્યું કે કંઠ ઉપર સવા કલાક ધ્યાન કરો. આ વિધાન એટલા માટે કરવામાં આવ્યું કે થાઈરોક્સિનનું નિર્માણ અથવા થાઈરોઈડનો જે સ્ત્રાવ છે તે બરાબર થાય, ચયાપચયની ક્રિયા બરાબર ચાલે. થાઈરોઈડનો સંબંધ માત્ર આપણી ચયાપચયની ક્રિયા સાથે જ નથી, વૃત્તિઓની સાથે પણ વિશેષ છે. થાઈરોઈડની ક્રિયા બરાબર ન હોય તો ભય, ડિપ્રેશન વગેરે અનેક માનસિક અવસાદની ક્રિયાઓ શરૂ થઈ જાય છે. આહાર પર્યાપ્તિની પણ સમ્યક વ્યવસ્થા ચાલવી જોઈએ, તેમાં કોઈ અવરોધ ઊભો ન થવો જોઈએ. તેમાં ખરાબ ભાવોથી પણ અવરોધ આવે છે. ખરાબ ચિંતનથી પણ અવરોધ આવે છે અને આહારના અસંયમથી પણ અવરોધ આવે છે. મહાવીરના આરોગ્ય વિજ્ઞાન વિશે વિચાર કરીએ તો આપણે સૌ પ્રથમ ધ્યાન એ આપવું પડશે કે આપણી આહાર પર્યાપ્તિનું કાર્ય સુચારુરૂપે ચાલી રહ્યું છે કે નહિ, તેમાં કોઈ અડચણ તો પેદા કરી રહ્યું નથી ને ? શરીર પર્યાપ્તિ બીજો પ્રશ્ન શરીર પર્યાપ્તિનો છે. શરીર પર્યાપ્તિમાં પણ માણસ અવરોધ પેદા કરે છે. સામાન્ય લૌકિક ભાષામાં પણ કહેવાય છે કે નાભિ ખસી ગઈ. ધરણ થઈ ગઈ, નાભિ ખસી ગઈ. કોઈ માને કે ન માને પરંતુ એ વાત સાચી છે કે નાભિ ખસી જવાથી સઘળી સ્થિતિ ખોરંભાઈ જાય છે. નાભિને યોગ્ય સ્થાને સ્થાપિત કરવામાં આવે તો વ્યક્તિ એકદમ સ્વસ્થ બની જાય છે. આ પ્રાયોગિક વાત છે, અનુભવની વાત છે. આ વાત સ્પષ્ટ છે, ભલે પછી તે વિજ્ઞાન દ્વારા સંમત હોય કે ન હોય. આપણે નથી માનતા દ કે વિજ્ઞાન જ અંતિમ સત્ય છે અથવા બીજું બધું અસત્ય છે. જે - કાંઈ પ્રત્યક્ષ થઈ રહ્યું છે તેને શા માટે સારું ન માનવું ? ભલે કોઈ . શાસ્ત્ર માને કે ન માને, પ્રત્યક્ષ એ જ સૌથી મોટું પ્રમાણ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy