________________
સ્પર્શ કરે છે તો તે કઈ રીતે કરે છે ? શું એક પરમાણુ બીજા પરમાણુને આંશિકરૂપે સ્પર્શ કરે છે કે સર્વાત્મના સ્પર્શ કરે છે? જવાબ મળ્યો કે સર્વાત્મના સ્પર્શ કરે છે, આંશિકરૂપે સ્પર્શ કરતો નથી. આવાં અનેક પ્રશ્નો છે જેમના જવાબમાં ભગવાન મહાવીરે કહ્યું કે રોગ થાય છે તે સમગ્ર શરીરને થાય છે. તે એક અવયવને સ્પર્શતો નથી, સમગ્ર શરીરને સ્પર્શે છે. તે અભિવ્યક્ત એક અવયવ દ્વારા થાય છે. ઘુંટણનું દર્દ હોય કે માથાનું દર્દ પરંતુ તે માત્ર ઘુંટણનો કે માથાનો રોગ હોતો નથી. સમગ્ર શરીર ઉપર તે રોગ થયો હોય છે. દુઃખી કોણ?
આ સંદર્ભમાં ત્રીજો સિદ્ધાંત છે. મહાવીરને પૂછવામાં આવ્યું કે, દુઃખી દુઃખથી સ્પષ્ટ થાય કે અદુઃખી દુઃખથી સ્પષ્ટ ? મહાવીરે કહ્યું, જે દુઃખી છે તે દુઃખથી સ્પષ્ટ થાય છે, જે દુઃખી નથી તે ક્યારેય દુઃખથી પૃષ્ટ થતો નથી. આ સૂત્રને મેડિકલ સાયન્સની ભાષામાં અથવા વર્તમાન રોગ પદ્ધતિની ભાષામાં આ રીતે રજૂ કરી શકાય . જેની રોગપ્રતિકારક શક્તિ પ્રબળ હોય તે વ્યક્તિ દુઃખથી પીડિત નથી થતી. જેની રોગનિરોધક શક્તિ ઘટી ગઈ હોય, જેનો રેજિસ્ટેન્સ પાવર ઓછો થઈ ગયો હોય, જેની ઈમ્યુનિટી સિસ્ટમ નબળી પડી ગઈ હોય તે રોગથી પીડિત થાય છે. જેની રોગપ્રતિકારક શક્તિ વિશિષ્ટ અને ઈમ્યુનિટી સિસ્ટમ શક્તિશાળી હોય છે તેની ચારે તરફ કીટાણું, જીવાણુ ચક્કર લગાવે છે છતાં તે રોગથી સ્પષ્ટ થતો નથી. કઈ વ્યક્તિ : કયો રોગ?
આ ત્રણ દૃષ્ટિકોણ દ્વારા આપણે મહાવીરના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરીએ. અનેકાન્તનો સિદ્ધાંત છે કે અવયવને અવયવીથી જુદો (અલગ) ન સમજો. જો અલગ સમજશો તો અલગ એકમ બની જશે. કોઈ પણ અવયવ સ્વતંત્ર એકમ નથી. અવયવ અને અવયવી બંને જોડાયેલાં છે. રોગની મીમાંસા કરતી વખતે માત્ર ઘુંટણના દર્દીને ન જુઓ, માત્ર માથાના દર્દીને ન જુઓ, માત્ર કોઈ એક અવયવ વિશેષના દર્દને ન જુઓ. એ જુઓ કે એની પાછળ શું છે છે. આવી સ્થિતિમાં આપણી સમક્ષ બે રૂપ આવે છે. પહેલું રૂપ એ છે કરી
મહાવીરનું આમેયણાય 19 ટ કા
આ મહાન સાતિયાસ
A *
જ પડી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org