SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ શરીરને ઢીલું છોડી દો.' સૂઈ જવાનો બીજો પ્રકાર અધોમુખશયન છે. તે પેટ માટે ખૂબ ઉપયોગી આસન છે. સૂઈ જવાનો એક બીજો પ્રકાર પાર્શ્વશયનનો છે. ઘણા લોકો એ વાત જાણે છે કે ભોજન પછી ડાબા પડખે સૂવું જોઈએ. તે વખતે સૂર્યસ્વર ચાલે છે, ડાબો ભાગ સક્રિય બને છે. તેના કારણે પાચનમાં ઘણી સુવિધા રહે છે. જ્યારે જમણા પડખે સૂઈએ છીએ ત્યારે જમણો સ્વર ચાલે છે. તેનાથી મનની પ્રસન્નતા વધે છે. જે લોકોને લોહીનું દબાણ ઊંચું હોય, જેઓ હાઈબ્લડપ્રેશરથી પીડિત હોય તેમના માટે ડાબા સ્વરનો પ્રયોગ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. તેઓ જમણા પડખે સૂઈ જાય તો લોહીના ઊંચા દબાણમાં સંતુલન પેદા થશે. જેમને લોહીના નીચા દબાણ (લોબ્લડપ્રેશર)ની સમસ્યા હોય તેઓ ડાબા પડખે સૂઈ જાય તો ડાબો સ્વર ચાલશે, પેરાસિમ્પથેટિક નર્વસ સિસ્ટમ વિશેષ સક્રિય બનશે, લોહીનું નીચું દબાણ સંતુલિત બની જશે. પ્રત્યેક આસનની સાથે અધ્યાત્મ અને આરોગ્યનો સંબંધ જોડાયેલો છે. એક આસન છે લગણ્ડશયન. પ્રાકૃત ભાષાનો શબ્દ છે લગÎશયન. તેની બે પ્રક્રિયાઓ હોય છે. એક પ્રક્રિયા એ છે કે માથું જમીન ઉપર અડેલું રહે, પગ જમીનને અડેલા રહે અને બાકીનું સમગ્ર શરીર જમીનથી ઉપર રહે. માત્ર પગની એડી અને માથું ભૂમિ ઉપર તથા બાકીનું સમગ્ર શરીર ભૂમિથી ઉપર રહે છે. બીજી પ્રક્રિયા એ છે કે માત્ર પીઠનો ભાગ ભૂમિને અડે, પગ અને માથાનો ભાગ ઉપર રહે. તેને નૌકાસન અથવા શલભાસન કહેવામાં આવે છે. પેટ અને પીઠની બીમારીઓ દૂર કરવાનું આ મહત્ત્વનું સાધન છે. આસન : અધ્યયનનો આધાર સ્થાનાંગ, બૃહત્કલ્પભાષ્ય, ઉત્તરાધ્યયન, મૂલા૨ાધના, યોગશાસ્ત્ર વગેરેમાં આ પ્રકારનાં ઘણાં બધાં આસનોનું વિસ્તૃત વિવરણ મળે છે. આપણે કોઈપણ મુદ્રામાં બેસીએ તો તે આસન બની જશે. એમ માનવામાં આવે છે કે ચોર્યાસી લાખ આસનો છે. તેમનો સંક્ષેપ કરવામાં આવ્યો તો ચોર્યાસી આસનો બન્યાં. તેમનું જે અધ્યયન કરવામાં આવ્યું તે મોટે ભાગે પશુ-પક્ષીઓનાં અધ્યયનના આધારે કરવામાં આવ્યું. એક આસન છે મયુરાસન. મયુર કેવી રીતે બેસે છે ? મયુરની જે બેસવાની વિધિ છે તેના અધ્યયનના આધારે મહાવીરનું આàગ્યશાસ્ત્ર * ૯.૩ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy