________________
ઇન્દ્રિયસંયમ અને આરોગ્ય
રોગનું એક કારણ – “ઈદિયત્વ વિકોવણયાએ એનો અર્થ છે કામવિકાર. તેનો વ્યાપક અર્થ ઇન્દ્રિયોના વિષયોનું વિકોપન ન કરો, તેમને ઉત્તેજિત ન કરો એવો થશે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ વગેરેનું વિકોપન ન કરો. આ ઇન્દ્રિય-વિષયોનો અતિભોગવિકોપન રોગોનું કારણ બને છે. તેથી ઈન્દ્રિયસંયમ અપેક્ષિત છે. ઇન્દ્રિયસંયમ આરોગ્યનો મૂળ મંત્ર છે. આ સંયમની સાધના માટે મસ્તિષ્કીય નિયંત્રણની વિધિઓ તથા પદ્ધતિઓ જાણવી ખૂબ આવશ્યક છે.
ઊઠવું, બેસવું, સૂવું, ઊભા થવું, શ્વાસ લેવો વગેરે નાની ક્રિયાઓ છે પરંતુ તેમાં જેટલી જાગરૂકતા અને સંયમ હશે તેટલી જ એ ક્રિયાઓ આપણી જીવનશૈલીને નિખારશે અને ત્યારે આપણું જીવન પ્રસન્નતાભર્યું રહેશે.
સ્વસ્થ મસ્તિષ્ક એ સ્વસ્થ જીવનનું પ્રતીક છે. સ્વસ્થ મસ્તિષ્કનું ઘટક તત્ત્વ સંયમ છે. તેના આધારે કહી શકાય કે જીવનશૈલીનું મુખ્ય તત્ત્વ સંયમ છે. સંયમપ્રધાન જીવનશૈલી આરોગ્યની અણમોલ મૂડી છે.
.38
.
એક તો જ છે,
અહાગન પાન
સેથRાન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org