SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ બીમારી અને આરોગ્ય બંનેની સાથે રંગોને ગાઢ સંબંધ છે. ભગવાન મહાવીરે લેયા સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું. તેમાં છ રંગોના આધારે છ વેશ્યાઓની વાત કરી. આ તો માત્ર સંકેત છે. જો વિસ્તારમાં જઈએ તો અનેક રંગ બની જાય છે. તેમનું વિશ્લેષણ પણ લેશ્યાના આધારે જ કરી શકાય છે અને એવો નિષ્કર્ષ કાઢી શકાય કે કયો રંગ કેવો પ્રભાવ પાડે છે. રંગ, ભાવ અને આભામંડળ લેશ્યાના સંદર્ભમાં રંગ, ભાવ અને આભામંડળ – આ ત્રણેય વિશે વિચાર કરીએ. લશ્યાની વર્ગણા અથવા પુગલ છે. તેમનો પોતાનો રંગ હોય છે. તે રંગો આપણી ભાવધારાને પ્રભાવિત કરે છે. લશ્યાનો એક અર્થ થઈ ગયો રંગ. લેશ્યાનો એક અર્થ છે. ભાવધારા. રંગ અને ભાવધારા બંનેને ગાઢ સંબંધ છે, વ્યાપક સંબંધ છે. અમુક પ્રકારના રંગ આવે તો અમુક પ્રકારના ભાવ પેદા થશે અને અમુક પ્રકારના ભાવ પેદા થશે ત્યારે અમુક પ્રકારનો રંગ થઈ જશે. જેવો રંગ તેવો ભાવ અને જેવો ભાવ તેવો રંગ. બોલચાલની ભાષામાં કહી શકાય કે અમુક વ્યક્તિનો ભાવ બદલાયો અને રંગ બદલાઈ ગયો. આ રંગો ભાવને પણ પ્રભાવિત કરે છે અને તૈજસ શરીરનાં કિરણોને પણ પ્રભાવિત કરે છે. શરીરમાંથી જે ઊર્જા નીકળે છે તે ઈલેક્ટ્રોમેગ્નેટિક ફીલ્ડ બનાવે છે, તે રંગો સાથે સંબંધિત છે. આપણું શરીર વિદ્યુત શરીર છે. તેનાથી નિરંતર શરીરાકાર આકૃતિઓ નીકળતી રહે છે. તેની સાથે રંગતુલ્ય કિરણોનો યોગ થાય છે. આપણા શરીરની ચારે તરફ રંગનું મંડળ બની જાય છે, પ્રભામંડળ બની જાય છે. શ્રેષ્ઠ મહાપુરુષોનાં ચિત્રોને જ્યાં પ્રદર્શિત કરવામાં આવે છે ત્યાં તેમના માથાની પાછળ પ્રભાનું મંડળ દર્શાવવામાં આવે છે. તેને ભામંડળ કહી શકાય છે. એક શરીરની ચારે તરફ કિરણોનું વલય હોય છે, તેને આભામંડળ કહેવામાં આવે છે. ભામંડળ માટે હેલો અને આભામંડળ માટે ઓરા શબ્દનો પ્રયોગ કરવામાં | માં આવે છે. આ ભામંડળ અને આભામંડળ એવાં જ હોય છે કે જેવી કે , લેક્ષા હોય છે. - જે વ્યક્તિનો ભાવ નિર્મળ અને પવિત્ર હોય છે તેનું ભામંડળ 5. અને આભામંડળ અત્યંત શક્તિશાળી બની જાય છે. જે વ્યક્તિનો કરાય', કોટ". - મહારનું ટાયllણી . Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy