SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ રંગ-વૈજ્ઞાનિક ત્યાં આવ્યો. તેણે ઊંડું અધ્યયન કર્યું અને કારણ સમજાઈ ગયું. તેણે કહ્યું કે વિદ્યાર્થીઓ ઉશૃંખલ બને તે સ્વાભાવિક વાત છે. કારણ કે આ વિદ્યાલયની દીવાલો, ખંડો બધું જ ઘેરા લાલ રંગથી રંગેલું છે. બારીઓ ઉપર લગાડેલા પદડા પણ ઘેરા લાલ રંગના છે. જ્યાં આટલો બધો ઘેરો લાલ રંગ હોય ત્યાં સક્રિયતા અધિક થાય જ. જ્યાં અત્યધિક સક્રિયતા અને ઉષ્મા હોય, ત્યાં ઉદંડતા સ્વાભાવિક બને છે. રંગ-વૈજ્ઞાનિકે સલાહ આપી કે તમે આ લાલ પદડા હટાવી દો. વર્ગ ખંડોના રંગમાં પણ પરિવર્તન કરો. લાલ રંગને બદલે નીલા રંગનો પ્રયોગ કરો. અધ્યાપકોએ આ સલાહને ક્રિયાન્વિત સ્વરૂપ આપ્યું. ધીમે ધીમે ઉદંડતાની સમસ્યા સમાપ્ત થઈ ગઈ. તમામ વિદ્યાર્થીઓ સહજ રીતે શાંત બનતા ગયા. આપણે તેનું વિશ્લેષણ કરીએ કે પ્રકૃત્તિ ઉપર, સ્વભાવ ઉપર રંગની કેવી અસર પડે છે. લાલ રંગ હતો ત્યારે સૌ ઉદંડ બની ગયા. નીલો રંગ આવ્યો ત્યારે સૌ શાંત થઈ ગયા. ક્રોધ, માન, માયા, લોભ આ તમામ રંગો સાથે જોડાયેલાં છે, તેથી કોઈ પણ વ્યક્તિ આરોગ્ય અને રોગ વિશે વિચાર કરે અને જો રંગો વિશે વિચાર ન કરે, લેશ્યા વિશે વિચાર ન કરે તો કદાચ તે પૂર્ણ સ્વસ્થ બની શકશે નહિ. આરોગ્ય માટે એ જાણવું અત્યંત જરૂરી છે કે કયો રંગ પ્રભાવિત કરી રહ્યો છે. મુંબઈની એક ઘટના છે. એક માણસ ખૂબ બીમાર રહેતો હતો, નિરંતર તાવથી પીડિત રહેતો હતો. ઘણા બધા ઉપચાર કરાવ્યા. એલોપથી, હોમિયોપેથી બધી જ દવાઓ કરી છતાં તે સ્વસ્થ થયો નહિ. આખરે કલકત્તાના વિખ્યાત રત્ન-રમિચિકિત્સકને બોલાવ્યા. રત્નચિકિત્સકે સમગ્ર શરીરને જોયું અને બીમારીનું કારણ પકડાઈ ગયું. ચિકિત્સકે કહ્યું કે તમારા હાથમાં આ જે વીંટી છે તે જ સતત તાવનું કારણ છે. તમે તેને હાથમાં ન રાખશો. એ માણસે તરત જ વીંટી કાઢીને મૂકી દીધી. ચિકિત્સકે I કહ્યું કે આ વીંટીમાં જે રત્ન જડેલું છે તેમાં અનેક રશિમઓ (કિરણો), સંચિત છે. તે કિરણોનું વિકિરણ પણ પ્રભાવિત કરી શકે છે તેથી આ વીંટીને કોઈ અલગ રૂમમાં મૂકી દો. તાવથી પીડિત વ્યક્તિએ આ તે પ્રમાણે કર્યું. પરિણામ એ આવ્યું કે જે તાવ વર્ષોથી પીડા આપી રહ્યો હતો તે સાંજ સુધી પણ રહી શક્યો નહિ ! પ્રધાdો આપણામાં જ - - ઇક એ જ .. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy