SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ આરોગ્ય માટે સૌથી પ્રથમ આવશ્યકતા ચિત્તની સ્વસ્થતાની છે. આપણું ચૈતન્ય એક સૂર્ય છે. ચૈતન્યની તુલના સૂર્ય સાથે કરવામાં આવી છે. ચિત્ત તે સૂર્યનું એક કિરણ છે. અખંડ ચૈતન્યનના એક કિરણનું નામ ચિત્ત છે. બીજું તત્ત્વ છે આપણું મન. મન ચિત્તના સાહચર્યથી કાર્ય કરનારું એક તંત્ર છે. ચિત્ત છે ચૈતન્યમય અને મન છે પૌગલિક. મનનું ચૈતન્ય, જે આપણને પ્રતીત થાય છે, તે ચિત્તના સાહચર્ય દ્વારા થાય છે, ચિત્તના પ્રભાવથી થાય છે. મન પોતે ચેતન નથી, અચતેન છે. એક પ્રશ્ન છે સંચાલકનો. ચિત્તનો સંચાલક કોણ છે? મનનો સંચાલક કોણ છે? ચિત્ત સંચાલિત થાય છે સૂક્ષ્મ શરીર દ્વારા, મન સંચાલિત થાય છે ચિત્ત દ્વારા. ચિત્ત મનનું સંચાલક છે. ચિત્તના પોતાના ઉત્પાદ છે. ચિત્ત ભાવને ઉત્પન્ન કરે છે, મનને ઉત્પન્ન કરે છે. ભાવ અને મન આ બંને ચિત્તનાં ઉત્પાદ છે. સૂક્ષ્મ શરીરમાંથી કેટલાંક સ્પંદનો આવે છે. તે સ્પંદનો ચિત્ત સુધી પહોંચે છે. ચિત્ત આપણા મસ્તિષ્ક સાથે કાર્ય કરનાર ચેતના છે. જ્યારે આ સ્પંદનો આવે છે. ચિત્ત ભાવોનું નિર્માણ કરે છે અને તે ભાવોની ક્રિયાને સંચાલિત કરવા માટે એક તંત્રનું નિર્માણ કરે છે. એ તંત્ર છે મન. ચિત્તનાં બે ઉત્પાદ થયાં – એક ભાવ અને બીજું મન. આ બંને તેના દ્વારા નિષ્પન્ન થયેલાં તત્ત્વો છે. ચિત્ત અનેક છે ભગવાન મહાવીરે કહ્યું, માણસ અનેક ચિત્તવાળો છે. ચિત્ત પણ એક નથી અનેક છે. અનેક ચિત્તની વ્યાખ્યા કરીએ તો ચાર પ્રકારનાં ચિત્ત જોવા મળે છે. આ આવરણ ચિત્ત O અંતરાય ચિત્ત I મિથ્યાદર્શન ચિત્ત 1 મોહ ચિત્ત આ ચાર પ્રકારનાં ચિત્ત છે. તેના અન્ય પણ સેંકડો પ્રકાર - થાય છે. પરંતુ પ્રસ્તુત પ્રસંગે આ ચાર ચિત્તોની ચર્ચા અપેક્ષિત છે. તેમના પ્રતિપક્ષમાં નીચે પ્રમાણેનાં ચાર ચિત્ત છે – આ અનાવરણ ચિત્ત . 1 નિર્વિઘ્ન ચિત્ત Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy