________________
માનસિક દુઃખનું સંવેદન થવા લાગે છે. આપણાં ધ્વનિનાં પ્રકંપનો જો બહુ સારાં હોય, ભયમુક્ત હોય તો આપણને સુખનું સંવેદન થશે. જો સ્વયંનાં ધ્વનિ-પ્રકંપનો સારાં ન હોય તો દુઃખનું સંવેદન શરૂ થઈ જશે. આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ વાત છે. સંવેદનનાં સાધન | સંવેદનનાં ચાર સાધનો છે – શરીર, મન, વાણી અને કર્મ. શરીર, મન અને વાણી આ એક ભૂમિકા છે. તે શરીરનાં પ્રકંપનો સાથે સંબંધિત છે. બીજી ભૂમિકા કર્મની છે, કર્મનાં પ્રકંપનોની છે. કર્મ એક કારણ છે. તે સાત વેદનીય કર્મના અનુભવનું સાધન બને છે તો અસાત વેદનીય કર્મના અનુભવનું પણ સાધન બને છે. કર્મ શાસ્ત્રીય દૃષ્ટિએ મીમાંસા કરીએ તો સાત વેદનીય કર્મ માત્ર સુખનું સાધન નથી બનતું અને અસાત વેદનીય કર્મ માત્ર દુઃખનું નિમિત્ત નથી બનતું. તેમની સાથે સમવાય હોય છે. જ્યાં સાત વેદનીયનો વિપાક થાય છે, સુખનો અનુભવ થવાનો હોય છે ત્યાં તે કર્મ પોતાની સાથે નો-કર્મને રાખશે, કારણ કે પુદ્ગલને ગ્રહણ કરવા એ સાત વેદનીયનું કાર્ય નથી. બહારથી પુદ્ગલને ગ્રહણ કર્યા વગર સુખદુઃખનું સંવેદન થઈ શકતું નથી. તે સહયોગી કર્મની સંજ્ઞા છે – નો-કર્મ. સુખના સંવેદનમાં શુભ નામકર્મનો યોગ રહે છે. તે વેદનીય કર્મનું સાથી બને છે. તેના નિમિત્તે ઈષ્ટ પુગલોનું ગ્રહણ થાય છે. તે ઈષ્ટ પુદ્ગલો સુખના સંવેદનામાં નિમિત્ત બને છે. અસાત વેદનીય કર્મ વિપાકના સમયે અશુભ નામકર્મનો યોગ રહે છે. તેનાથી અનિષ્ટ પુગલોનું ગ્રહણ થાય છે અને તે દુઃખના સંવેદનમાં નિમિત્તભૂત બને છે. વેદનીય કર્મ માત્ર નામકર્મને જ નહિ, મોહનીય કર્મને પણ સાથે લે છે. આ સહયોગી વગર સુખદુઃખના અનુભવોની સ્થિતિનું પૂર્ણ નિર્માણ થતું નથી.
કર્મ સીધું ફળ આપતું નથી. તે પહેલાં વિપર્યય પેદા કરે છે. મોહનીય કર્મનું એ કામ છે કે તે પહેલાં દૃષ્ટિકોણોને વિપર્યસ્ત કરે
છે. દૃષ્ટિકોણનો વિપર્યય થતાં જ રોગની પૂર્વભૂમિકા તૈયાર થઈ હૈ જાય છે. મનોકાયિક બીમારીઓ મિથ્યા દૃષ્ટિકોણના કારણે જ થાય
છે. કેટલીક બીમારીઓ મિથ્યા ચારિત્ર્યના કારણે પેદા થાય છે.
આચાર, વિચાર અને વ્યવહારની વિપરિતતા વગર બીમારીને પેદા કોલ કરી છે કે મહાલીનું આરોષણાd કરવા મા આવી છે
ક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org