________________
અનુપ્રેક્ષા અને આરોગ્ય
પ્રેક્ષા અને અનુપ્રેક્ષા આ બંને શબ્દો જોડાયેલા છે. જુઓ, ચિંતન કરો, સૂચના આપો અને જેવા ઇચ્છો તેવા બનો – એ અનુપ્રેક્ષાનો સિદ્ધાંત છે. અનુપ્રેક્ષાનો વિકાસ માત્ર આરોગ્યની દૃષ્ટિએ જ નથી થયો, તેનો પ્રથમ ઉદેશ છે - ભાવાત્મક પરિવર્તન, વ્યક્તિત્વનિર્માણ. આપણે આપણી જાતને બદલી શકીએ એ પરિવર્તનનો સિદ્ધાંત છે. જ્યારે આપણે ભાવનાઓને બદલી શકીએ છીએ ત્યારે અન્ય સમસ્યાઓમાં પણ પરિવર્તન લાવી શકીએ છીએ. તેના દ્વારા આરોગ્ય સ્વતઃ ફલિત થાય છે. પરિવર્તનનું સૂત્ર
ઉત્તરાધ્યયન સૂત્રમાં પરિવર્તનનું એક મહત્ત્વપૂર્ણ સૂત્ર મળે છે. પ્રશ્ન પૂછવામાં આવ્યો, “ભંતે ! અનુપ્રેક્ષા દ્વારા જીવ શું પ્રાપ્ત કરે છે ?” મહાવીરે ઉત્તર આપ્યો કે અનુપ્રેક્ષા દ્વારા જીવને અનેક ઉપલબ્ધિઓ થાય છે –
D જે કર્મ ખૂબ પ્રગાઢ સ્વરૂપે બંધાયેલું હોય તે શિથિલ બંધનમાં પરિણમે છે.
pજે દીર્ઘકાલીન સ્થિતિવાળું છે, તે અલ્પકાલિક સ્થિતિવાળું બની જાય છે.
જે કર્મનો વિપાક તીવ્ર થવાનો હોય તે મંદ બની જાય છે..! ર વિપાકનું મંદીકરણ અથવા પ્રદેશોદયીકરણ થઈ જાય છે. કર્મનો :
વિપાક થશે તો ખૂબ ધીમો, તેની ખબર પણ નહિ પડે. વિપાકોદયને આ પ્રદેશોદયમાં બદલવો એનો અર્થ છે – કર્મ પરિપાકની ખબર ન ન પડવી. તે આપોઆપ મુક્ત થઈ જાય છે.
આ વાતની જાણ મહાવીરનું આયણી ન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org