________________
બની જશે. કોઈ ઘરમાં બે નોકર હોય છે. એક બહાર જાય છે ત્યારે બીજો નોકર બંનેનું કામ સંભાળી લે છે. પરંતુ કદાચ સમાજમાં એવું થતું નથી. એક વ્યક્તિ નબળી હોય છે તો તેની જવાબદારીને કોઈ બીજું સંભાળી લે એવું બનતું નથી, પરંતુ શરીરમાં આ બધી પ્રક્રિયા ચાલે છે.
વાસ્તવમાં બીમારીને કોણ મટાડે છે ? શરીર જ મટાડે છે. આપણા શરીરમાં પેદા થનારાં રસાયણો જ શરીરને દુરસ્ત કરે છે. તે માટે માત્ર એક અપેક્ષા છે કે આપણે જોવાનું શીખી લઈએ. આ જોવાની કલા આવડી જાય તો ઘણાં પરિવર્તનો આવી શકે તેમ છે. મહાવીરની ધ્યાન કરવાની પદ્ધતિ એ કોઈ જપ કરવાની પદ્ધતિ નથી. પસહાયક બની શકે છે, પરંતુ તે ધ્યાનની પદ્ધતિ નથી કે ન તો કોઈ બીજો પ્રયોગ કરવાની પદ્ધતિ છે, પરંતુ તે માત્ર જોવાની પદ્ધતિ છે - ઉપરને જુઓ, મધ્યને જુઓ અને નીચેને જુઓ. શરીરને ત્રણ ભાગોમાં વિભક્ત કરી દેવામાં આવ્યું - શરીરના ઉપરના ભાગને જુઓ, શરીરના મધ્ય ભાગને જુઓ અને શરીરના અધોભાગને જુઓ. તમામ શક્તિઓ
ક્યાં છુપાયેલી છે? શરીરમાં જ છુપાયેલી છે. શરીરને જોવાનું છે. તેને આંખ ખોલીને જેટલું સારું જોઈ શકાય છે, તેનાથી વધુ સારું આંખનો સંયમ કરીને જોઈ શકાય છે. વિચારને જુઓ
આપણે જોવા દ્વારા ચાર સમસ્યાઓનું સમાધાન કરીએ. અનિદ્રા રોગનું સમાધાન અને પાચનતંત્રની સમસ્યાનું સમાધાન – એ શારીરિક છે. ત્રીજું છે સારું મન. મન પ્રત્યે આપણી જાગરૂકતા વધે, અનિષ્ટ ચિંતન ન થાય, કારણ કે જયારે જયારે વ્યક્તિ કોઈ બીજા પ્રત્યે અનિષ્ટ ચિંતન કરે છે ત્યારે ત્યારે સામેની વ્યક્તિ પ્રભાવિત થાય કે નહિ, પરંતુ ચિંતન કરનાર વ્યક્તિ તો નિશ્ચિત રૂપે | પ્રભાવિત થાય જ છે. આપણા વ્યાખ્યાકારોએ તેનું ખૂબ સુંદર વર્ણન
કર્યું છે કે અનિષ્ટ ચિંતનને કારણે કેવા પ્રકારના અનિષ્ટ પુદ્ગલોનું િવિકિરણ થાય છે, તે આપણા શરીરને કેવી રીતે પ્રભાવિત કરે છે. - મનને પણ જોવાનું શીખીએ. તે પણ એક તંત્ર છે. જે ચિંતન આવી રહ્યું છે તેને પણ જુઓ, કેવા પ્રકારનો વિચાર આવી રહ્યો છે તેની
મહાવીરનું આ યRI # ૧nt , , , ,
a pી
હા જી ડી જ
(25-30 ટકા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org