SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ઘણાં વર્ષો પહેલાંની વાત છે. જેઠાભાઈ ઝવેરી આવ્યા. તેઓ રોગથી પીડિત હતા. તેમના ગળામાં પટ્ટો બાંધેલો હતો. તેમણે કહ્યું કે હું સીધો બેસી શકતો નથી. ગળામાં પટ્ટો બાંધી રાખવો પડે છે. તેમને પ્રાણ-સંચારનો પ્રયોગ કરાવવામાં આવ્યો. પ્રાણ-સંચાર જોવાનો પ્રયોગ છે. પ્રયોગ શરૂ કર્યો. તેઓ પ્રબુદ્ધ વ્યક્તિ હતા. બીજા દિવસે જાતે જ પ્રાતઃકાળે સૂર્ય સામે બેસી ગયા અને પ્રયોગ કર્યો. કેટલાક દિવસો સુધી આ રીતે પ્રયોગ કર્યો અને અંતે પટ્ટો નીકળી ગયો. તેઓ સીધા બેસવા લાગ્યા. મેં પૂછ્યું કે આ શી રીતે બન્યું ? શું કોઈ દવા લીધી હતી ? તેમણે કહ્યું કે પ્રાણ-સંચારના પ્રયોગ દ્વારા આ દર્દ દૂર થયું. જે દવા હું લેતો હતો તે પણ હવે લેવી નથી પડતી. બીમારીને મટાડે છે શરીર એક પ્રબુદ્ધ માણસે કહ્યું કે, અમે દવા લઈએ છીએ, દવા એક વખત બીમારીને અટકાવે છે ખરી પરંતુ બીમારીને મટાડતી નથી. મેં કહ્યું કે, બીમારી આખરે મટશે શી રીતે ? શરીર જ બીમારીને મટાડે છે. પ્રાકૃતિક ચિકિત્સાનો તો એ મૂળ સિદ્ધાંત છે. મેડિકલ સાયન્સનું પણ એ જ મંતવ્ય છે કે ક્ષતિની પૂર્તિ કરવી, શરીરને સ્વસ્થ બનાવવું એ શરીરનું જ કામ છે. શરીરમાં એવી વ્યવસ્થા છે કે એક આંખ કામ ઓછું કરતી હશે તો બીજી આંખ તેને પૂર્ણ સહયોગ આપવા લાગશે. એક કીડની ઓછું કામ કરશે તો બીજી કીડની સમગ્ર જવાબદારી નિભાવવા લાગશે અને જીવનભર કામ ચલાવશે. કોઈ પણ અવયવ કામ ઓછું કરે છે ત્યારે બીજા અવયવો તેને પૂર્ણ સહયોગ આપે છે. એ પણ સ્વાભાવિક વ્યવસ્થા છે કે જે અવયવમાં ઊણપ હોય છે તેને બીજા અવયવો સહાય કરે છે. સમાજે આ શીખવાની વાત છે કે એક અવયવની ઊણપ થતાં શરીરનો બીજો અવયવ કેવી રીતે તેને સહયોગ આપે છે. સામાજિક પ્રાણી કદાચ આવું કરતું નથી. આ એક બોધ પાઠ છે કે સહયોગ કર્યા વગર બીજી આ વ્યક્તિ સ્વસ્થ કઈ રીતે રહી શકે ? શરીર પણ સ્વસ્થ ન રહી ન શકે - જો બીજા અવયવો સહયોગ ન આપે તો. મસ્તિષ્કની આ એક કોશિકા ઓછું કામ કરતી હશે તો બીજી કોશિકા સક્રિય વરસ મહાવીરનું આરોગ્યશાસ્ત્ર ૧ ૧0૮ . , , AL 2 ) ; મારી ને કે હું મારા દા 5 ઇંદ કે * * * * * * * * * * Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy