SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાનું વિધાન છે. સામાન્ય સ્વાથ્ય માટે પણ તેનું વિધાન છે. સૂતાં-સૂતાં ગરદન ઊંચી કરીને નાભિનું દર્શન કરો. તેનાથી બંને - ગ્રંથિઓ વચ્ચે સંતુલન સ્થપાય છે. નાભિનું અન્ય પણ ઘણું મહત્ત્વ છે કારણ કે તે તૈજસ શક્તિનું કેન્દ્ર અને અગ્નિતત્ત્વનું સ્થાન છે. પાંચ તત્ત્વો માનવામાં આવ્યાં છે – પૃથ્વી તત્ત્વ, અગ્નિ તત્ત્વ, જળ તત્ત્વ, વાયુ તત્ત્વ અને આકાશ તત્ત્વ. નાભિ અગ્નિ તત્ત્વનું સ્થાન છે. પાંચ પ્રાણમાં તે સમાનપ્રાણનું સ્થાન છે. સમાનપ્રાણ સઘળી ક્રિયા કરનારો છે. - પાચનતંત્ર દ્વારા પાચન થાય છે. આ સંદર્ભમાં એમ જણાવવામાં આવ્યું કે આહાર પર્યાપ્તિ દ્વારા ખુલરસીકરણ થાય છે. ખુલરસીકરણને વર્તમાન ભાષામાં ચયાપચયની ક્રિયા તરીકે ઓળખી શકાય છે. ખલને કાઢી નાંખવો, અલગ કરવો અને રસને આત્મસાત કરી લેવો એ છે ખલરસીકરણની ક્રિયા, ચયાપચયની ક્રિયા – જે આહાર પર્યાપ્તિ દ્વારા થાય છે. આ બંને પર્યાપ્તિઓ આપણી જીવનશક્તિઓ છે. જીવનનો મૂળભૂત આહાર * જીવનનો મૂળ આધાર છે – આહાર પર્યાપ્તિ અને શરીર પર્યાપ્તિ. કઈ વ્યક્તિ કેટલું જીવશે તેનો આધાર આહાર પર્યાપ્તિ ઉપર છે. થાઈરોઈડ અને આહાર પર્યાપ્તિ વચ્ચે ઊંડો સંબંધ છે. જેટલી આહાર પર્યાપ્તિ હશે એટલું જ વ્યક્તિ જીવશે. આહાર પર્યાપ્તિ પોતાનું કામ કરવાનું બંધ કરી દે તો માણસ મૃત્યુ પામે. કોશિકા માટે ચયાપચયની ક્રિયા નિર્ધારિત છે, સંખ્યા નિર્ધારિત છે. જ્યાં સુધી કોશિકામાં પુનર્જનનની ક્રિયા થતી રહેશે ત્યાં સુધી કોશિકા જીવતી રહેશે, પુનર્જનનની ક્રિયા બંધ થતાં જ કોશિકા મૃત્યુ પામશે. તેનો સંબંધ આહાર પર્યાપ્તિ સાથે છે. એક પારિભાષિક શબ્દ છે ઓજ આહાર. મૂળભૂત આહાર છે ઓજ આહાર. એક આહાર હોય છે કવલ આહાર. આપણે જે ભોજન કરીએ છીએ તે કવલ દ્વારા કરીએ છીએ. બીજો એક આહાર હોય છે – રોમ આહાર, જેને આપણે નું લોહી દ્વારા, શરીરની ત્વચા દ્વારા ગ્રહણ કરીએ છીએ. ઓજ આહાર મૂળ આહાર છે. જ્યારે આપણો જન્મ થાય છે ત્યારે જીવનની છે પ્રારંભિક ક્ષણોમાં જે આહાર ગ્રહણ કરીએ છીએ તે ઓજ આહારી આરોગ્યશાસ્ત્ર - ૩૩ ગામ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy