________________
કામના હોય તેણે એ વાત પર ધ્યાન આપવું જ પડશે કે આર્તધ્યાન કેટલું થાય છે, રૌદ્રધ્યાન કેટલું થાય છે? જો આર્ત અને રૌદ્રધ્યાન થતું હોય તો આપણી ભાવનાઓ પ્રભાવિત થશે. ભાવના મનને પ્રભાવિત કરશે. મન શરીરને પ્રભાવિત કરશે અને કોઈક ને કોઈક જટિલ મનોકાયિક બીમારી પેદા થઈ જશે. ભાવધારાની પવિત્રતા અને વેશ્યાની વિશુદ્ધિ જ જટિલ સમસ્યાઓમાંથી મુક્તિ અપાવી શકે છે. રંગનું સંતુલન
લેશ્યાના રંગો સહજ-સ્વાભાવિક હોય છે. વિટામિન્સ બે પ્રકારનાં હોય છે. એક એ છે કે જે સિન્વેટિક અથવા રાસાયણિક મિશ્રણમાંથી બને છે. બીજાં વિટામિન્સ એ છે કે જે ફળોમાં, શાકભાજીમાં નૈસર્ગિક રૂપે હોય છે. બીમારીઓના સંદર્ભમાં રંગની વસ્તુઓનો નિષેધ તથા વિધાન કરવામાં આવ્યાં છે. એક મુનિના શરીરમાં શ્વેત ચકામાં પડી ગયાં. ચિકિત્સકે કહ્યું કે તમે શ્વેત રંગનો કોઈ પદાર્થ ન ખાશો. જો એવો પદાર્થ ખાવો આવશ્યક જ હોય તો તેની સાથે બીજો એવો કોઈ પદાર્થ ભેળવશો નહિ કે જેથી તેનો રંગ બદલાઈ જાય. જેમ કે દહીં ખાવું હોય તો તેમાં શેકેલું જીરું ભેળવવામાં આવે તો પછી દહીં શ્વેત રહેશે નહિ. જો અમુક પ્રકારની બીમારી હોય તો લીલા રંગની વસ્તુઓ વધારે ખાવી જોઈએ. અમુક પ્રકારની બીમારી હોય તો લાલ અથવા શ્વેત રંગની વસ્તુઓ વધુ ખાવી જોઈએ. શરીરમાં કોઈ રંગવિશેષની ઊણપ પણ બીમારીનું એક કારણ બની જાય છે. રંગનું સંતુલન થતાં જ આરોગ્ય પ્રાપ્ત થઈ જાય છે. મંત્રસાધક માટે એવું વિધાન છે કે અમુક પ્રકારની સાધના કરવી હોય તો વસ્ત્ર લાલ હોવું જોઈએ, માળા પણ લાલ હોવી જોઈએ. કષાય-શમન અથવા વીતરાગતાની સાધના કરવી હોય તો
શ્વેત વસ્ત્રો અને માળાનો પ્રયોગ ઉત્તમ છે. : આ વેશ્યા ચિકિત્સા : ચાર વિધિઓ
- આરોગ્ય, મંત્રવિદ્યા, સાધના વગેરેની સાથે લેશ્યાનો પ્રશ્ન કે જોડાયેલો છે. તેથી જ્યારે આપણે આરોગ્ય વિશે વિચાર કરીએ ત્યારે લેશ્યાના સિદ્ધાંતને ચોક્કસ નજર સમક્ષ રાખવો જોઈએ. જ્યારે
રાણા
,
ધરે
છે
અને દર છે
?
માવજી આયોજન 115,
ર
રીતે કરે છે કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org