________________
ફફડવા લાગશે, તેનું શરીર ધ્રૂજવા લાગશે, તેની વાણી ખોરંભાશે. ભાષા ઉપર ભાવનો આટલો બધો પ્રભાવ હોય છે. એક વ્યક્તિએ શક્તિશાળી શબ્દોનું ઉચ્ચારણ કર્યું, તેનો ધ્વનિ ભાવનાઓને પ્રભાવિત કરશે, મનને પ્રભાવિત કરશે. એના જ આધારે ધ્વનિચિકિત્સાનો વિકાસ થયો. ધ્વનિ દ્વારા ચિકિત્સા કરવામાં આવે છે. આજે પ્રકંપન (વાઈબ્રેશન) વિશે ઘણાં સંશોધનો ચાલી રહ્યાં છે. કેવા પ્રકારની ભાષા, કેવા પ્રકારનો શબ્દ અને કેવું ઉચ્ચારણ આપણા કયા તંત્રને પ્રભાવિત કરે છે ? મસ્તિષ્કમાં ક્યાંક ગરબડ થઈ જાય તો એક શબ્દનું દસ મિનિટ સુધી ઉચ્ચારણ કરો. મસ્તિષ્ક એકદમ સંતુલિત અને વ્યવસ્થિત થઈ જશે. કોઈ શબ્દનું ઉચ્ચારણ હૃદયને પ્રભાવિત કરે છે તો કોઈ શબ્દનું ઉચ્ચારણ લીવર અને નાડીતંત્રને પ્રભાવિત કરે છે. આ પ્રભાવની સૂક્ષ્મ મીમાંસા કરવામાં આવે તો નિષ્કર્ષ મળશે કે ભાષાનો ભાવ, મન અને શરીરની ક્રિયાઓ સાથે ઊંડો સંબંધ છે.
શરીર, ઈન્દ્રિય, શ્વાસ, પ્રાણ, મન, ભાવ અને ભાષા આરોગ્યના સંદર્ભમાં આ સાત તત્ત્વો વિશે વિચાર કરવો આવશ્યક છે. આ સમગ્રતાનો દૃષ્ટિકોણ છે. મહાવીરે સમગ્રતાની દૃષ્ટિનું પ્રતિપાદન કર્યું હતું. મહાવીર દ્વારા પ્રતિપાદિત અનેકાન્તનો અર્થ છે – કોઈ એક માટે આગ્રહી ન બનો. વસ્તુતત્ત્વને સમગ્રરૂપે જુઓ. સમગ્રતાથી આ સાતેય તત્ત્વો વિષે વિચાર કરતાં આરોગ્યના સંદર્ભમાં જે ચિંતનધારા વિકસિત થશે, તે ‘અસ્તિત્વ અને આરોગ્ય’ બંનેનું રહસ્યસૂત્ર ઉપલબ્ધ કરાવનારી હશે.
Jain Educationa International
મધ્યમ સિવા
For Personal and Private Use Only
www.jainelibrary.org