________________
તેનું કારણ લેયાનું પરિવર્તન છે. લેશ્યા બદલાય છે તો ભાવ પણ બદલાય છે. કોઈ નિમિત્તે રંગ બદલાય છે અને રંગ બદલાતાં જ હિંસાની વાત મનમાંથી નીકળી જાય છે, ચોરીની વાત મનમાંથી નીકળી જાય છે. એ જોઈને આશ્ચર્ય થાય છે કે પહેલી ક્ષણે જે ક્રૂર હત્યારો હતો તે બીજી ક્ષણે સાધુ બની ગયો. અંગુલીમાલ અને અર્જુનમાળીનું જીવન આ સચ્ચાઈનું સ્વયંભૂ સાક્ષી છે. અર્જુનમાળી દરરોજ સાત વ્યક્તિઓની હત્યા કરતો હતો. છ પુરુષ અને એક
સ્ત્રી દરરોજ તેના હાથે મૃત્યુ પામતાં હતાં. એક નિમિત્ત મળ્યું અને તેનો હિંસાનો ભાવ બદલાઈ ગયો. તે ભગવાન મહાવીર પાસે જઈને દીક્ષિત થઈ ગયો. પ્રશ્ન ઉદભવી શકે કે મહાવીરે એવા માણસને એવી વ્યક્તિને શી રીતે મુનિ બનાવ્યો ? એ તો કેટલો બધો ક્રૂર હત્યારો હતો ! જે છ મહિનાથી સતત સાત-સાત વ્યક્તિઓની હત્યા કરી રહ્યો હતો તેને મહાવીરે શી રીતે દીક્ષિત કરી દીધો મહાવીર વ્યક્તિના રંગને, વેશ્યા, ભાવધારા અને આભામંડળને સાક્ષાત જોઈ લેતા હતા. તેથી તેમને દીક્ષિત કરવામાં કોઈ મુશ્કેલી ન પડી. યોગના ક્ષેત્રમાં એમ માનવામાં આવે છે કે આચાર્ય કોઈ વ્યક્તિને શિષ્ય બનાવે ત્યારે ઔપચારિક રૂપે એવી જાણકારી મેળવી લે છે કે તે વ્યક્તિની ચાલચલગત કેવી છે ? તેનો વ્યવહાર કેવો છે ? તેની પ્રકૃતિ કેવી છે ? આ વ્યાવહારિક કસોટી છે. આ કસોટી પછી આચાર્ય એ જુએ છે કે તે વ્યક્તિનું આભામંડળ કેવું છે. આભામંડળ જોઈને યોગ્યતા અને અયોગ્યતાનો નિર્ણય કરે છે. જેનું આભામંડળ સારું માલૂમ પડે છે તેને દીક્ષિત કરે છે. જેનું આભામંડળ સારું નથી જણાતું તેનો અસ્વીકાર કરી દે છે. દીક્ષાની એક મહત્ત્વપૂર્ણ કસોટી આભામંડળ છે. કેવો છે ભાવ?
મહત્ત્વનો પ્રશ્ન છે એ કે વ્યક્તિનો ભાવ કેવો છે?ભાવધારાના આધારે લેશ્યા અને આભામંડળનો નિશ્ચય કરી શકાય છે. કોઈ માણસ ખૂબ ઈર્ષ્યાળુ હોય તો એમ માની લેવું જોઈએ કે તેની અંદર આ નીલ લશ્યાના પરમાણુ વિશેષ સંચિત છે. તે પરમાણુ તેને ઈર્ષ્યાળુ ન બનાવી રહ્યા છે. કોઈ માણસ ખૂબ કપટી હોય, નિરંતર માયામાં એ રચ્યોપચ્યો રહેતો હોય તો એમ માનવું જોઈએ કે તેની અંદર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org