________________
છે. પાંચ વર્ષ સુધી જો પૂર્ણ જાગરૂકતા રહે તો શિશુનું આરોગ્ય ખૂબ સારું રહી શકે છે. શિશુઆરોગ્યનું પરિણામ એ આવે છે કે માતાપિતાને ઝાઝી ચિંતા કરવી પડતી નથી. જો શિશુ બીમાર પડે છે તો અનેક સમસ્યાઓ પેદા થઈ જાય છે. એ જ આપો કે જે હિતકર હોય
શિશુને કેટલીક બીમારીઓ અસાવધાનીને કારણે પણ થાય છે. અમે જોયું કે એક વર્ષના બાળકને બાયપાસ સર્જરી કરાવવી પડી. પાંચ-દસ વર્ષના બાળકને પણ બાયપાસ સર્જરી કરાવવામાં આવી. તેનાં અનેક કારણો હોઈ શકે છે, પરંતુ માતા-પિતાની અસાવધાની કદાચ સૌથી મોટું કારણ બને છે. નાનાં-નાનાં બાળકો ટી.વી.ની નજીક જઈને બેસે છે. કલાકો સુધી ટી.વી. જોયા કરે છે. તેમની આંખો નબળી પડે છે. બેત્રણ વર્ષની ઉંમરમાં જ ચમા શરીરના અવયવ સમાન બની રહે છે. જો માતા-પિતા જાગરૂક રહે તો તેની આ આદત નિયંત્રિત થઈ શકે છે. નાનું બાળક મીઠું (ગળ્યું) ખાવાનું શોખીન હોય છે. તે ખૂબ ખાય છે, ઘણી ચીજો ખાય છે. પાનપરાગ અને ચુટકી જેવી હાનિકારક વસ્તુઓ પણ માતા-પિતા બાળકોને ખવડાવી દે છે. એવી ચીજો લાંબા સમય સુધી મોઢામાં રહે તો બાળકના દાંત ખરાબ થશે, તેના દાંતમાં કીડા પડી જશે, તેનાં આંતરડાં પણ ખરાબ થઈ જશે. પાચનતંત્રની વિકૃતિ થકી અનેક બીમારીઓને નિમંત્રણ મળી જશે. એ પણ એક જટિલ પ્રશ્ન છે કે બાળક કોઈ ચીજ જોઈ લે તો પછી તે માગ્યા વગર રહેતું નથી, ખાધા વગર રહેતું નથી. તેનામાં એ વિવેક નથી કે શું ખાવું જોઈએ, કેટલી વખત ખાવું જોઈએ. માતા-પિતાની જવાબદારી છે કે તેઓ શિશુમાં આ વિવેક પેદા કરે. તેને પ્રેમ અને મૃદુતાથી સમજાવે. એવું ન કરવું જોઈએ કે બાળક રડતું હોય, કકળાટ કરતું હોય ત્યારે એને એવી ચીજ આપીને ચૂપ કે શાંત કરી દેવું, કે જે તેના આરોગ્ય માટે હાનિકારક હોય. એમ વિચારવું જોઈએ કે બાળક માટે શું હિતકર છે ' છે. જે હિતકર હોય તે જ આપો. હિતકર આહાર જ શિશુના - આરોગ્યને સુરક્ષિત રાખી શકે છે. આ દૃષ્ટિએ નિરંતર સજગ રહીને 1 જ શિશુના આરોગ્યને જાળવી શકાય છે. છે સી મહાવીરનું ભોયણાય * ૫૩ ટકા છે અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org