________________
અનિદ્રા અને કાયોત્સર્ગ
અનિદ્રાનો રોગ આજે અત્યત વ્યાપક બન્યો છે. નિદ્રા નથી આવતી, ભારે મૂંઝવણ રહે છે. કાયોત્સર્ગ નિદ્રાની સર્વોત્તમ ગોળી (ટેબલેટ) છે. જે લોકોએ યોગ્ય રીતે કાયોત્સર્ગ સાધ્યો હશે તેમને
ક્યારેય અનિદ્રાની બીમારી પજવશે નહિ. થાક પણ એક મોટી સમસ્યા છે. ઘણી બધી બીમારીઓ થાકને કારણે પેદા થાય છે. ખૂબ માનસિક શ્રમ કરવાથી મસ્તિષ્ક થાકી જાય છે. ખૂબ શારીરિક શ્રમ કરવાથી શરીર થાકી જાય છે. હૃદય પાસેથી વધુ કામ લેવામાં આવે તો હૃદય થાકી જાય છે. કીડની પાસેથી વધુ કામ લેવામાં આવે તો કિડની થાકી જાય છે. લીવર પાસેથી વધુ કામ લેવામાં આવે તો લીવર થાકી જાય છે. શારીરિક અથવા આંગિક જે થાક પેદા થાય છે તે થાક બીમારી પેદા કરે છે. કાયોત્સર્ગ થાકને મટાડવાનો બહુ સરસ ઉપાય છે. જો તમને થાક લાગ્યો હોય તો પાંચ મિનિટ માટે કાયોત્સર્ગમાં ચાલ્યા જાવ, થાક એકદમ મટી જશે. ખેંચાણ અને શિથિલીકરણ
યોગાસનની પદ્ધતિમાં વિધાન કરવામાં આવ્યું કે આસન કરો. આસનનું કામ છે ખેંચાણ પેદા કરવું, તનાવ પેદા કરવો. માંસપેશીઓને તનાવ આપવાનું પણ ખૂબ જરૂરી છે. માંસપેશીઓને તનાવ આપો અને તનાવ પછી તેમને ઢીલી છોડી દો. આરોગ્યનું એ ખૂબ મહત્ત્વપૂર્ણ સૂત્ર છે કે ખેંચાણ આપો અને શિથિલીકરણ કરો. એવું વિધાન છે કે સર્વાગ આસન કરો, ત્યાર પછી વિપરીત આસન મસ્યાસન કરો. તેની વચ્ચે એક મિનિટનો કાયોત્સર્ગ કરો. ભુજગાસન કે કોઈ અન્ય આસન કરો ત્યારે વચ્ચે એક મિનિટનો કાયોત્સર્ગ કરો. દરેક આસન પછી એક મિનિટનો કાયોત્સર્ગ કરો. જો માત્ર તનાવ જ તનાવ આપતા રહેશો તો આસન પણ નુકસાન કરશે. આપણું હૃદય પણ નિરંતર ચાલતું નથી. હૃદય ખૂબ સારો કાયોત્સર્ગ કરે છે. ' તે એક ક્ષણ ચાલે છે અને એક ક્ષણ પછી કાયોત્સર્ગમાં ચાલ્યું જાય છે. આમ કરે છે તેથી જ તે ચોવીસે કલાક ધબકી શકે છે. જો કાયોત્સર્ગ ન કરે તો તે આટલું બધું કામ કરી શકે નહિ.
આરોગ્યનું મહત્ત્વપૂર્ણ સૂત્ર છે - ખેંચાણ અને શિથિલીકરણ. આ કાયોત્સર્ગ વિશ્રામ આપનારો છે. તે શરીર અને મન બંનેને વિશ્રામ છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org