________________
જેવી પરિસ્થિતિઓ પેદા થશે અને જેવો અપાનપ્રાણ ઠીક થશે કે તરત જ તમામ પરિસ્થિતિઓ પણ સુધરી જશે.
બિહેવિયર સાયકોલોજી (વ્યવહાર વિજ્ઞાન)નો પ્રશ્ન હોય કે શારીરિક ચિકિત્સાનો પ્રશ્ન હોય, તેમાં પ્રાણનું સંતુલન અપેક્ષિત છે. તે આ તમામની સમ્યફ સક્રિયતાનું કારણ બને છે. તમે કાર ચલાવવા ઈચ્છો છો પરંતુ જો કારમાં પેટ્રોલ નહિ હોય તો તમે ધક્કા મારીને ક્યાં સુધી ચલાવશો?તમે ગમે તેટલો પરિશ્રમ કરો પરંતુ ઈધણ વગર કાર ચાલશે નહિ. પ્રાણ આપણું જીવન છે. આપણું જીવન તેના દ્વારા સંચાલિત છે. હૃદયરોગ શા માટે થાય છે ? તેનાં અનેક કારણો છે, પરંતુ પ્રાણ નામનો જે પ્રાણ છે તે યોગ્ય કામ કરતો હશે તો હૃદયને મજબૂતી મળશે, તે કમજોર નહિ બને. જો તે પ્રાણ બરાબર કામ નહિ કરતો હોય તો ઉચાટની સ્થિતિ પેદા થશે. નેપાળના એક ભાઈએ કહ્યું, “મહારાજ! હૃદયની બાયપાસ સર્જરી કરાવી લીધી, છતાં ઉદાસી, બેચેની અને સુસ્તી યથાવત છે. પરિસ્થિતિ એવી છે કે હું અગિયાર વાગ્યા પહેલાં ઊઠી જ નથી શકતો. એમ લાગે છે કે જીવનમાં કોઈ | સક્રિયતા નથી, પ્રસન્નતા નથી. અત્યંત પરેશાનીભર્યું જીવન હું જીવી રહ્યો છું.” મેં કહ્યું, “તમે માત્ર દવાના ભરોસે ન રહો, સાથેસાથે કેટલાક પ્રયોગો પણ કરો. દીર્ઘશ્વાસપ્રેક્ષા અને કાયોત્સર્ગ કરો.” ભાઈએ એ પ્રયોગો કર્યા. તે ખૂબ પ્રબુદ્ધ અને સંપન્ન હતા. ત્રીજા દિવસે તેમણે કહ્યું, “મહારાજ ! આજે અનેક મહિના પછી સવારે સાત વાગે હું ઊઠી શક્યો ! આ ત્રણ દિવસોના પ્રયોગ થકી મને પચીસ ટકા જેટલો ફાયદો અનુભવાય છે. મારી પ્રસન્નતા વધી છે, માનસિક વ્યગ્રતા ઘટી છે.”
આવું થઈ શકે ખરું? જે ફાયદો મહિનાઓ સુધી દવાઓ લેવા છતાં ન થયો તે માત્ર ત્રણ દિવસના પ્રયોગથી કઈ રીતે શક્ય બન્યો? કારણ એ જ છે - જ્યારે પ્રાણ પર્યાપ્ત રહેશે, શ્વાસની ક્રિયા સમ્યક્ રહેશે ત્યારે હૃદયને પર્યાપ્ત ઓક્સિજન મળશે, તેની સક્રિયતા અને સ્વસ્થતા ટકી રહેશે. રાજસ્થાનના એક રાજનીતિજ્ઞ બાયપાસ સર્જરી કરાવવા માટે અમેરિકા ગયા. બાયપાસ સર્જરી થઈ ગઈ. ડૉક્ટરે કહ્યું, “તમે ખૂબ સારી રીતે શ્વાસ લીધો. શું તમે લાંબા શ્વાસ લેવાનું જાણો છો ?” રાજનેતાએ કહ્યું, “હું પ્રેક્ષાધ્યાનનો અભ્યાસી
કાકી " મહાવીરનું આરોગ્યશાસ્ત્ર + ૫ વાત છે.
મહાવીરનું આયai
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org