SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ રંગીન શ્વાસ લેવાનું શીખીએ પતંજલિએ કહ્યું કે - ઇન્દ્રિયો ઉપર ધ્યાન કરો તો બાહ્યસુખ મળવા લાગશે. જીભ ઉપર ધ્યાન કરો અને કોઈ સ્વાદની કલ્પના કરો. કલ્પિત સ્વાદ ભલે દ્રાક્ષનો હોય, સંતરાનો હોય - તે સ્વાદ મળવા લાગશે. મીઠાઈ ખાધા વગર મીઠાઈનો સ્વાદ આવવા લાગશે. બાહ્ય વિષયો લીધા વગર જ તેમનો સ્વાદ આવવા લાગશે. દેવતાઓ મનોભક્ષી હોય છે. તેઓ પદાર્થને ખાતા નથી. તેઓ તમામ રસોનો આસ્વાદ લે છે. માત્ર માનસિક સંકલ્પ દ્વારા એવો સ્વાદ આવવા લાગશે. દેવતાઓ એમ જ કરે છે. ભોજન વગર તેમનું શરીર પણ ચાલતું નથી. તેઓ એવા પુદ્ગલોને એકત્ર કરે છે. જો આપણે માનસિક પુગલો એકત્ર કરી શકીએ, શ્વાસની સાથે વર્ણ, ગંધ વગેરે પુદ્ગલો લઈ શકીએ તો એવો આહાર થઈ શકે છે. તેના દ્વારા જીવન ચાલી શકે છે. જો આપણે રંગીન શ્વાસ લેવાનું શીખી જઈએ તો અનેક અપેક્ષાઓની પૂર્તિ થઈ શકે છે. શ્વાસમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે તે અગાઉ પ્રતિપાદિત કરી દેવામાં આવ્યું છે. ભગવતી આગમમાં તેનું લાંબુ પ્રકરણ છે. શ્વાસ-માર્ગણામાં કહેવામાં આવ્યું છે કે શ્વાસમાં કાળો રંગ પણ છે, નીલો અને પીળો રંગ પણ છે, તમામ રંગો વિદ્યમાન છે. લોહીના દબાણ ઉપર નિયંત્રણ કરવામાં નીલા રંગનો પ્રયોગ થાય છે. લીવર-યકૃતને સ્વસ્થ કરવા માટે પીળા રંગનો પ્રયોગ થાય છે. આ પ્રયોગ દ્વારા લીવરમાં સુધારો થવા લાગે છે. શરીરના પ્રત્યેક અવયવનો પોતપોતાનો રંગ હોય છે. તે રંગ જ્યારે અસંતુલિત થઈ જાય છે ત્યારે તે અવયવ રોગગ્રસ્ત બની જાય છે. તે રંગની પૂર્તિ દ્વારા તે અવયવ ફરીથી શક્તિશાળી બની જાય છે. રંગોનું સમ્યફ જ્ઞાન આરોગ્યને પ્રગટ કરવામાં મુખ્ય ભૂમિકા | ભજવે છે. શ્વાસ અને આરોગ્યનો સંબંધ એટલો ગાઢ છે કે આજે તેના તરફ વિશેષ ધ્યાન આપવું આવશ્યક બન્યું છે. મહાવીરે એકેન્દ્રિય જીવોથી માંડીને પંચેન્દ્રિય જીવોના શ્વાસ વિષયક અનેક રહસ્યપૂર્ણ માહિતી આપી છે. પૃથ્વીકાય વગેરે સ્થાવર જીવોના શ્વાસનો ક્રમ શો હોય છે ? તેમની શ્વાસપ્રક્રિયાનું સૂક્ષ્મતમ અધ્યયન આગમોમાં રાજી મહાતીન , | માલિત વીમા કે, ન Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy