Book Title: Dhyey Siddhi
Author(s): Gokulbhai C Shah
Publisher: Sahajatmaswarup Paramguru Trust
Catalog link: https://jainqq.org/explore/023251/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ધ્યેય-સિદ્ધિ • વીસ દોહણ શું સાધન બાકી રહયું ? . ૭ ક્ષમાપના • છ પદનો પત્ર દુર્લભ એવો મનુષ્યદેહ ત્રણ મંત્રની માળા પ્રવચનકાર : બા. બ્ર. શ્રી ગોકુળભાઈ (હિંમતભાઈ) સી. શાહ Page #2 -------------------------------------------------------------------------- ________________ છો ચોવીસમા તીર્થકર શ્રી મહાવીર સ્વામી ભગવાન Page #3 --------------------------------------------------------------------------  Page #4 -------------------------------------------------------------------------- ________________ Shree Kundkund Acharya WWW.AtmaDharma.com અપ્રમત્ત યોગીશ્વર શ્રી કુંદકુંદાચાર્યદેવ Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજય ૧૦૮ શ્રી સુનીલસાગરજી મહારાજ Page #7 --------------------------------------------------------------------------  Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્રજી જન્મ : કાર્તિકી પૂર્ણિમા, વિ. સં. - ૧૯૨૪ દેહવિલય - ચૈત્ર વદ ૫, વિ. સં. - ૧૯૫૭ Page #9 --------------------------------------------------------------------------  Page #10 -------------------------------------------------------------------------- ________________ ધ્યેય-સિદ્ધિ -: પ્રવચનકાર :બા.બ્ર. શ્રી ગોકુળભાઈ (હિંમતભાઈ) સી. શાહ અમદાવાદ -: પ્રકાશક : સહજત્મસ્વરૂપ પરમગુર ટ્રસ્ટ C/o. શ્રી નરેશભાઈ સી. શાહ (ટ્રસ્ટી), પ્રકાશભાઈ સી. શાહ (ટ્રસ્ટી) 11, અશ્વમેઘ સોસાયટી નં. 7, આસોપાલવ પાર્ટી પ્લોટ પાસે, સેટેલાઈટ, અમદાવાદ - 380 015. ફોન : 079-267601718 મોબાઈલઃ 0-98250 27072 Page #11 -------------------------------------------------------------------------- ________________ મૂલ્ય : આત્મકલ્યાણ આવૃત્તિ : પ્રથમ પ્રત : 1500 પ્રકાશન વર્ષ : તા. 10-09-2018, ભાદરવા સુદ એકમ, સં. 2074, મહાવીરજંયતિ (પર્યુષણ પર્વ) પ્રાપ્તિસ્થાન : (૧) ગોકુળભાઈ (હિંમતભાઈ) સી. શાહ, મો. 094275 08868 (૨) નરેશભાઈ સી. શાહ, અમદાવાદ. મો. 98250 27072 ધારિણીબેન, 982, ટોલનગર નાકા, મહાવીર ટાવરની પાછળ, પાલડી, અમદાવાદ. મો. 094286 12205 શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર, સુખીપુરા, પાલડી, અમદાવાદ. ફોન : 079-26631396 હેલી શાહ, અમદાવાદ. મો. 76229 40482 દીપ્તિબેન, ઘાટકોપર, મુંબઈ. ફોન : 022-25062071, 098218 30778 ડૉ. મિહિરભાઈ, ઘાટકોપર, મુંબઈ. મો. 093240 37173 વિજયભાઈ, ઘાટકોપર, મુંબઈ. મો. 098203 34245 હસમુખભાઈ સંઘવી, સાયન, મુંબઈ. મો. 093245 24082 જાગૃતિબેન દીપકભાઈ મોટાણી, પાર્લા, મુંબઈ. મો. 093200 67052 (૧૧) અમિતભાઈ, પાર્લા, મુંબઈ. મો. 098197 74772 (૧૦) (૧૨) શીતલબેન, કાંદીવલી, મુંબઈ. મો. 097570 36306 (૧૩) હેનલબેન, કાંદીવલી, મુંબઈ. મો. 98196 94126 (૧૪) ધીરેશભાઈ ધુલિયા, રાજકોટ. મો. 098795 87950 (૧૫) હિરેનભાઈ શાહ, મોરબી. ફોન : 98245 15736 (૧૬) – ડૉ. મનિષભાઈ, જામનગર. મો. 094262 24221 ક્રિષ્નાબેન, ચેન્નઈ. મો. 098409 99033 (૧૭) ભ (૪) & & & 66 @ @ 8 કમ્પોઝીંગ એન્ડ પ્રિન્ટીંગ : દિપકમલ ગ્રાફિક્સ, અમદાવાદ. મો. 73836 92340 Page #12 -------------------------------------------------------------------------- ________________ નમઃ સિદ્ધવ્ય: ધ્ધ-સિદ્ધિ - સહજ અવલોકન આ સગ્રંથમાં સિદ્ધઅવસ્થા પ્રગટ કરવામાં કેવા દોષોનો નાશ થઈ અને કેવા ગુણો પ્રગટવા જોઈએ તેનું સંક્ષિપ્તમાં પણ અતિ સચોટ વર્ણન કરવામાં આવ્યું છે. આત્મામાં અનંતગુણો છે અને તે જ્યાં સુધી સમ્યગદર્શન થાય નહીં ત્યાં સુધી તે ગુણોથી વિપરીત એવા દોષો પણ ઓછા-વત્તા અંશે થયા કરવાના. સૌથી મોટામાં મોટો દોષ તે મિથ્યાત્વનોભ્રાંતિનો-અજ્ઞાનનો છે. અઢાર પાપસ્થાનકમાં મોટામાં મોટું પાપ મિથ્યાત્વનું છે. સંક્ષેપમાં, રાગ-દ્વેષ-મોહભાવ એ મોટામાં મોટા દોષો છે અને સમ્યગદર્શન-સમ્યકજ્ઞાન-સમ્યફચારિત્રા એ મોટામાં મોટા ગુણો છે. જ્યાં સુધી કષાયની મંદતા, જ્ઞાનગર્ભિત વૈરાગ્ય, તત્ત્વનો સૂક્ષ્મ હેય-ૉય-ઉપાદેયપૂર્વકનો વિવેક, અંતર્મુખ ઉપયોગ દ્વારા, સ્વસંવેદનતા દ્વારા, સ્વસ્વરૂપમાં અભેદતા ન થાય ત્યાં સુધી મોક્ષમાર્ગની પરમાર્થ દષ્ટિપૂર્વકની પ્રાપ્તિ થતી નથી અને એકેય દોષનો નાશ થતો નથી. આ જીવે અનંતકાળમાં અનેક વખત મહાવ્રતો પાળ્યા, શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, તપશ્ચર્યાઓ કરી, કષાયોની મંદતા કરી, દુ:ખગર્ભિત વૈરાગ્ય સેવ્યો, ધ્યાન કર્યું, હઠસમાધિઓ કરી, સુધારરસના પાન કર્યા, સાચા દેવ-ગુરુ-શાસની બાહ્ય ભક્તિ કરી, પણ ગુરુગમ વગર અને સાચા સ્વરૂપના લક્ષ વગર કરેલા હોવાથી લક્ષ વગરના બાણની જેમ વ્યર્થ ગયા. આત્મજ્ઞાની નિગ્રંથ ગુરુની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદ પ્રાપ્તિનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. નિશ્ચય ઉપાય સ્વસ્વરૂપમાં નિર્વિકલ્પપણે ઉપયોગની સ્થિરતા છે. વ્યવહારસે દેવ જિન,નિહચર્સે આપ; એહિ બચનસેં સમજ લે, જિનપ્રવચનકી છાપ. – શ્રીમદ્ રાજચંદ્રજી હવે પરમાત્મા પાસે ક્ષમા માંગીને પોતાના દોષોની બૂલાત કરવાની છે કે મેં જિનવચનોનો યથાર્થ મર્મ સમજીને લક્ષ કર્યો નથી. એ યથાર્થ લક્ષ કરાવનાર એવા રત્નત્રયધારી નિગ્રંથ મુનિની આજ્ઞાનો સર્વપ્રકારે સ્વીકાર કરીને લક્ષ કર્યો નહીં. તત્ત્વોનો સાચો હેય-ૉય-ઉપાદેયપૂર્વક વિવેક કર્યો નહીં. વીતરાગના કહેલા દયા-શાંતિ-ક્ષમા, સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્રને યથાર્થ શ્રદ્ધા કરીને ઓળખ્યા નહીં. મિથ્યાશ્રદ્ધા-મિથ્યાજ્ઞાન અને મિથ્યાઆચરણ સેવીને મેં મોટામાં મોટી ભૂલ કરી એનું મૂળ કારણ સ્વચ્છંદતા છે. દેવમૂઢતા, ગુરુમૂઢતા અને ધર્મમૂઢતા તથા છ અનાયતન – અસદેવ-અસતગુરુ અને અસતધર્મ તથા તેમના માનનારાઓનો સંગ કર્યો, તેમની પ્રશંસા કરી, અનુમોદના કરી, આગતા-સ્વાગતા કરી એ સમ્યકત્વના અતિચારોનું સેવન કર્યું. Page #13 -------------------------------------------------------------------------- ________________ હવે હું વીતરાગી દેવ, વીતરાગી ગુરુ અને વીતરાગી ધર્મનું સેવન કરી વીતરાગભાવ પ્રગટ કરું એ જ અત્યંતર અભિલાષા છે. જિનવચનના એક અક્ષરની અશ્રદ્ધા ન કરું. કેમ કે, તે જ મિથ્યાત્વનું મૂળ છે. જિન પરમાત્માના કહેલા નવતત્ત્વોની યથાર્થ શ્રદ્ધા કરું અને હું માત્ર આત્મા જ છું, અનુત્પન્ન હોવાને લીધે શાશ્વત છું. માટે કોઈપણ પ્રકારનો શ્રદ્ધામાં, જ્ઞાનમાં કે આચરણમાં ભય ન રાખું. અજ્ઞાનભાવથી રાગ-દ્વેષ-મોહમય ભાવો દ્વારા હું બંધનમાં આવીને અનાદિકાળથી ચાર ગતિમાં રખડ્યો છું. હવે સમ્યકજ્ઞાન પ્રગટ કરીને હું સ્વ-પરનો માત્ર જ્ઞાતા-દષ્ટા જ છું – આવું ભાન નિત્ય રહે એ પ્રમાણે પ્રયત્નશીલ રહીશ. વિભાવભાવો માત્ર આસવ-બંધનું જ કારણ છે. સ્વભાવભાવ વગર કોઈ પણ આત્માનું કલ્યાણ થઈ ન શકે એવી દટતા કરીને, સ્વભાવનું અવલંબન લઈને ઉપયોગની સ્વરૂપમાં સ્થિરતા કરું એ જ નિશ્ચયથી સાચી અને એક જ સાધના મોક્ષનું કારણ છે અને મોક્ષમાર્ગ છે. એના માટે વારંવાર શ્વાસ-શ્વાસે મંત્રજાપ દ્વારા હું પરમગુરુ પરમાત્મા જેવો જ સહજાન્મસ્વરૂપી આત્મા છું, સોડહં - જે પરમાત્મા તે જ હું, જે હું તે જ પરમાત્મા એમ નિઃશંકપણે જાણીને હે સાધકજનો, સવિકલ્પતાને છોડીને નિર્વિકલ્પ થાઓ. અંતર્મુખતા વગર નિર્વિકલ્પતા નહીં આવી શકે. શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે, હે આર્યજનો ! અંતર્મુખ થઈ, સ્થિર થઈ તે આત્મામાં જ રહો, તો અનંત અપાર આનંદ અનુભવશો. એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ, પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત. વારંવાર સવિકલ્પ અવસ્થામાં હું આત્મા જ છું એ પ્રકારની ભાવના દ્વારા અંતર્મુખ બની નિર્વિકલ્પ થવાનો અભ્યાસ કરવાનો છે. થાકી જઈશું તો કામ નહીં થઈ શકે. દટ શ્રદ્ધાનું બળ રાખીને સત્ય પુરુષાર્થ કરવાથી કાર્યની સિદ્ધિ થઈ શકે. માટે વારંવાર “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે” એ લક્ષ રહેવો જોઈએ. આત્મભાવનાનું ભાવન એ ધર્મધ્યાન અને શુક્લધ્યાનનો સાચો પુરુષાર્થ છે. પરમાત્માનો અને સદ્ગુરુનો યથાર્થ નિર્ણય કરી વ્યવહારથી તેઓ પરમગુરુ અને નિશ્ચયથી મારો શુદ્ધ આત્મા જ પરમગુરુ છે એવી શ્રદ્ધા કરવી. સ્વભાવના આશ્રયે જ પરમાત્મપદ પ્રાપ્ત થઈ શકે. વ્યવહાર-નિશ્ચયનો યથાર્થ નિર્ણય કરી ભેદમાંથી અભેદતાને સાધવી એ જ દષ્ટિ કર્તવ્ય છે. બાકી બધો ચારે અનુયોગોનો વિસ્તાર છે. જે સાચું સમજ્યા તે અભેદ દષ્ટિ દ્વારા સ્વરૂપમાં સમાઈ ગયા. સાચા માર્ગ છીએ કે નહીં એની ખાતરી ત્યારે થઈ શકે કે પરદ્રવ્યો. અને પરભાવોમાંથી અહંપણું અને મમત્વપણાનો ત્યાગ થાય, પરમાં ઈષ્ટ-અનિષ્ટબુદ્ધિનો Page #14 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ થાય. કેમ કે, હકીકતમાં કોઈ પરદ્રવ્ય આત્માનું ઈષ્ટ કે અનિષ્ટ કરી શકે નહીં. કોઈ એક દ્રવ્ય કોઈ બીજા પરદ્રવ્યનું કંઈ કરી શકે નહીં. કેમ કે, દરેક દ્રવ્યના સ્વરૂપકિલ્લા અભેદ છે. કોઈ દ્રવ્યનો બીજા કોઈ દ્રવ્યને સ્પર્શ નથી અને એકબીજાનો એકબીજામાં. પ્રવેશ નથી. માટે પરમાં ઈષ્ટ-અનિષ્ટની માન્યતા છૂટી જાય છે. દરેક દ્રવ્યનું બીજા દ્રવ્યો સાથે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી જુદાપણું હોઈને કોઈ પર દ્વારા કોઈ પરનું કર્તાભોક્તાપણું બની શકે નહીં. માટે, એ પ્રકારની માન્યતાનો ત્યાગ થવો જોઈએ. સહજાનંદજી વર્ણીજીએ કહ્યું છે, હું ખુદકા હી કર્તા ભોક્તા, પરમેં મેરા કુછ કામ નહીં, પરકા ન પ્રવેશ ન કાર્ય યહાં, મેં સહજાનંદ સ્વરૂપી હૂં. તીર્થંકર પરમાત્માનો બોધ છે કે “સર્વસંગ મહાસવરૂપ છે.” શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે, લોકોને યમ અંતકાળે દુઃખ લાગે છે, પણ અમને તો સંગ મહાદુ:ખદાયક લાગે છે. માટે પ્રથમ બિનજરૂરી અને લૌકિકતાયુક્ત સંગને ઘટાડવાનો ઉપયોગની જાગૃતિપૂર્વક અભ્યાસ થશે તો જ ક્રમે ક્રમે ઉપયોગની અસંગતા સાધી શકાશે. આ જીવ જેટલા કર્મો બાંધે છે, પાપો કરે છે તે ઉપયોગને બહાર અનેક વિકલ્પોમાં ભમાવવાથી બાંધે છે. સત્સંગ દ્વારા પદાર્થના નિર્ણયને દૃઢ કરો અને અસંગતામાં રહીને કાર્યની સિદ્ધિ કરો. ઉપયોગની અસંગતા વગર સર્વ સાધના સંસારના કારણરૂપ બને છે. પરથી ખસ, સ્વમાં વસ, આટલું કર તો બસ. ગોકુળ હું પરમાં નહીં, પરમાં છે નહીં હું, હું માં હું ને ધ્યાવતાં, હું માં હું મળી જાય. પરમાં હું ને શોધતાં, પરિભ્રમણ વધી જાય, ‘ગોકુળ’ હું ને હું માં ધ્યાવતાં, પરિભ્રમણ ટળી જાય. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ આનંદ આનંદ આનંદ બા.બ્ર. શ્રી ગોકુળભાઈના સ્વરૂપવંદન Page #15 -------------------------------------------------------------------------- ________________ અર્પણ વિમોચનકર્તા પરમ પૂજ્ય ૧૦૮ આચાર્ય શ્રી સુનીલસાગરજી મહારાજને તથા સર્વ મુમુક્ષુઓને સાદર સમર્પણ. Page #16 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક વાંચતા પહેલાં આટલું અવશ્ય વાંચો જ્ઞાન-વૈરાગ્ય-ભક્તિ-ત્યાગ-પરોપકાર દરેકનો જેમના જીવનમાં અદ્ભુત સમન્વય જોવા મળે છે એવા બા.બ્ર. પૂજ્યશ્રી ગોકુળભાઈનું સાધનાજીવન આત્મકલ્યાણ ઇચ્છતા દરેક સાધક માટે પરમ પ્રેરણારૂપ છે. તેઓશ્રી એક નીડર અને નિષ્ણાંત વક્તા છે. તેમનું ચારિત્રનું બળ પણ અતિ સરાહનીય છે. નિશ્ચય અને વ્યવહાર, અધ્યાત્મ અને સિદ્ધાંત, પરમકૃપાળુદેવ તથા આચાર્યશ્રી વિદ્યાસાગરજીનું જબરજસ્ત બેલેન્સ એ તેમના સ્વાધ્યાયની એક વિશેષતા છે. તત્ત્વની ઘણી સ્પષ્ટતા, નિર્ભયતા, ચારિત્રની દઢતા, દેહાધ્યાસનો ઘણો અભાવ, સાચું ક્ષત્રિયપણું તેઓશ્રીના જીવનમાં જોવા મળે છે. જેમ ડૉક્ટર સુગર કોટેડકડવી દવા આપે છે, તેમ તેઓશ્રી હાસ્યયુક્ત નિર્દોષ આનંદરૂપી સુગર કોટેશનમાં વૈરાગ્યરૂપી કડવી દવા આપવાના નિષ્ણાંત ડૉક્ટર છે. વળી, એટલા સુંદર ઘરેલું દૃષ્ટાંત આપે છે કે જે તે સિદ્ધાંત દરેકને ફીટ બેસી જાય. જેમ કે, આપણે ચાલતા હોઈએ અને ઠેસ વાગી, તો પડતી વખતે એવો પ્રયત્ન કરીએ છીએ કે જેનાથી ઓછામાં ઓછું વાગે; તેવી જ રીતે સાધનામાંથી પીછેહઠ કરાવે એવા અમુક નિમિત્તો આવે તો ઓછામાં ઓછું નુક્સાન થાય તેનું ધ્યાન રાખવું. આ અને આવા અનેક સુંદર દષ્ટાંતો આપણને આ ગ્રંથમાં જોવા મળશે. સ્વરૂપનો જે આશ્રય, રત્નત્રયની અભેદતા તે જ સાધના, માત્ર પોતાની સાધના, બહારમાં કંઈ પણ બને - બધું પરમાં છે, કોણ શું કરે છે તે ન જોવું, જેને જે કરવું હોય તે કરે, સદ્ગુરુનો જે સ્વીકાર, કુગુરુનો વિનમ્રતા સહિત પણ મક્કમપણે અસ્વીકાર, ચતુર્થ-પંચમ ગુણસ્થાનવર્તી જ્ઞાની પુરુષનો જેમ છે તેમ સ્વીકાર, પરમકૃપાળુદેવ પ્રત્યે અત્યંત ભક્તિ છતાં અતિશયોક્તિથી દૂર, વીતરાગમાર્ગની અનાદિ પરિપાટી, આ.શ્રી કુંદકુંદદેવ તથા આ.શ્રી વિદ્યાસાગરજી વગેરે આચાર્યો પ્રત્યે અનહદ પ્રેમયુક્ત ભક્તિભાવ વગેરે અનેક મુદ્દા તેઓશ્રીના આ ગ્રંથમાં આપણને જોવા મળે છે. આ “ધ્યય-સિદ્ધિ' નામનો ગ્રંથ એડીટીંગ અને પ્રૂફ ચેકીંગ દરમ્યાન ત્રણથી ચાર વખત વાંચવાનો બન્યો છે. જે દરમ્યાન સતત મેં તેમની હાજરી અનુભવી છે. જેનાથી મારા ભાવોમાં અત્યંત ઉલ્લસિત પરિણતિ અને પ્રેરણા પ્રાપ્ત થયા છે. જે કોઈ સાધક-મુમુક્ષુ-આત્માર્થી જીવોને પ્રેક્ટીકલી સાધના કરવી હોય અને આ જ ભવમાં સમ્યગદર્શનરૂપી ધ્યેય સિદ્ધ કરવા માટે ખૂબ પ્રેરણાદાયક છે. વીતરાગ ભગવાન પ્રણિત મોક્ષમાર્ગને સામાન્ય ભાષામાં ઉતારવાની તેમની એક ચમત્કૃતિ છે. વીતરાગદર્શન પ્રત્યેની તેમની સ્પષ્ટ સમજણ અને ગજબની આસ્થા વાંચનારને ખ્યાલ આવ્યા વગર નહીં રહે. Page #17 -------------------------------------------------------------------------- ________________ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ શ્રી વચનામૃતજીમાં ઠેર ઠેર વૈરાગ્ય, ઉપશમ, ચિત્તસ્થિરતા, સત્સંગ, ભક્તિ, વીતરાગતાનું માહાત્મ આવે તેવા ગ્રંથો વાંચવાની ભલામણ કરી છે. પત્રાંક - ૩૮૨ માં કહ્યું છે, જે વડે વૈરાગ્યની વૃદ્ધિ થાય તે વાંચન વિશેષ કરીને રાખવું. જેથી મતમતાંતરની વૃદ્ધિ થાય તેવું વાંચન લેવું નહીં.” પત્રાંક - ૩૮૧ માં કહ્યું છે, “માયા એટલે જગત, લોકનું જેમાં વધારે વર્ણન કર્યું છે એવા પુસ્તકો વાંચવા કરતાં જેમાં સપુરુષના ચરિત્રો અથવા વૈરાગ્યકથા વિશેષ કરીને રહી છે, તેવા પુસ્તકોનો ભાવ રાખજો.” પત્રાંક - ૩૭૫ માં કહ્યું છે, “જિનાગમ છે તે ઉપશમસ્વરૂપ છે.” આ ઉપશમસ્વરૂપ જિનાગમમાં શું કહ્યું છે? તે પત્રાંક - ૩૯૭ માં બહુ સરસ કહ્યું છે, “તે પુરુષના (જ્ઞાનીપુરુષના) ગુણગ્રામ કરવા, તે પ્રસંગમાં ઉજમાળ થવું અને તેની આજ્ઞામાં સરળપરિણામે પરમ ઉપયોગદષ્ટિએ વર્તવું, એ અનંતસંસારને નાશ કરનારું તીર્થકર કહે છે; અને તે વાક્ય જિનાગમને વિષે છે.” આ જિનાગમ કેવી રીતે વાંચવાં? કેટલા પ્રેમથી વાંચવાં? તે પત્રાંક - ૩૯૫ માં કહ્યું છે, “તે સપુરુષ દ્વારા શ્રવણપ્રાપ્ત થયો છે જે ધર્મ તેમાં સર્વ જે બીજા પદાર્થો પ્રત્યે પ્રેમ રહ્યો છે તેથી ઉદાસીન થઈ એક લક્ષપણે, એક ધ્યાનપણે, એક લયપણે, એક સ્મરણપણે, એક શ્રેણીપણે, એક ઉપયોગપણે, એક પરિણામપણે સર્વ વૃત્તિમાં રહેલો જે કામ્યપ્રેમ તે મટાડી, શ્રતધર્મ કરવાનો ઉપદેશ કર્યો છે.” પરમકૃપાળુદેવ તથા અન્ય જ્ઞાની ભગવંતોના વચનો જેમાં ગર્ભિતપણે આવી જાય છે અને ઠાંસી ઠાંસીને જેમાં ગુરુગમભરી છે એવો આ ગ્રંથ દરેક જિજ્ઞાસુ જીવોને વાંચવા-સમજવા - અભ્યાસવા - નિદિધ્યાસવાની વિનંતી. મારા સાધનાજીવનના તેઓશ્રી આદર્શ છે. હું તેમના પ્રત્યે હૃદયથી મારો અહોભાવ વ્યક્ત કરું છું. સપુરુષ ચરણરજ રીના શાહ Page #18 -------------------------------------------------------------------------- ________________ ઋણ સ્વીકારી સર્વ પ્રકારના મુમુક્ષુને ઉપયોગી આ પુસ્તકને છપાવવાની તમામ જવાબદારી સ્વીકારીને, સર્વાગ સહયોગ તથા કિંમતી સમય ફાળવીને પુસ્તકને આંતર-બાહ્ય સૌંદર્ય આપવામાં અત્યંત મહત્ત્વનું યોગદાન આપનાર કુ. રીનાબેન એ. શાહ તથા શ્રી મિતેશભાઈ એ. શાહનું ટ્રસ્ટ ખૂબ આત્મીય ભાવે ત્રણ સ્વીકારે છે. પુસ્તકનું ઘણી સૂક્ષ્મતાથી પ્રૂફરીડિંગ કરીને પુસ્તકને સુંદર આંતરિક ઓપ આપવા બદલ કુ. રીનાબેન શાહ તથા શ્રી મિતેશભાઈ શાહનો આભાર વ્યક્ત કરીએ છીએ. કેસેટના આધારે લખાણ લખીને અમૂલ્ય સમય ફાળવવા બદલ નીચેના મુમુક્ષુ બહેનોનો ટ્રસ્ટ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે - (૧) શ્રી ધારિણીબેન (અમદાવાદ), (૨) શ્રી દીપ્તિબેન (મોરબી), (૩) શ્રી હેમલબેન (મુંબઈ), (૪) ડૉ. ફાલ્ગનીબેન (મુંબઈ), (૫) શ્રી શીતલબેન (મુંબઈ), (૬) શ્રી બેલાબેન કાપડિયા (મુંબઈ), (૭) શ્રી કુંતલબેન (અમદાવાદ). પુસ્તકના પ્રકાશનમાં આર્થિક સહયોગ આપનારા દાનવીર મહાનુભાવોના હણનો રવીકાર કરીએ છીએ. પુરસ્કનું સુંદર પ્રિન્ટીંગ કરી આપવા બદલ દિપકમલ ગ્રાફિક્સ, અમદાવાદને સાભાર ધન્યવાદ પાઠવીએ છીએ. ભવિષ્યમાં પણ આ જ રીતે સહકાર આપશો તેવી અપેક્ષા રાખીએ છીએ. - નામ: શ્રી Page #19 -------------------------------------------------------------------------- ________________ - સહજાત્મસ્વરૂપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થયેલ સતુશાસ્ત્રો - (૧) સ્વરૂપસંબોધન (આચાર્ય શ્રી અકલંકદેવ) (૨) દર્શનપાહુડ (આચાર્ય શ્રી કુંદકુંદદેવ) (૩) મરણ મહોત્સવ (શ્રી રત્નકરંડ શ્રાવકાચારનાં આધારે) (૪) ધ્યાનદીપિકા (કેશરસૂરિશ્વરજી મ.સા.) (૫) સહજાનંદ ડાયરી - ૧૯૫૬ (સહજાનંદ વર્ણજી) સહજાનંદ ડાયરી - ૧૯૫૭ (સહજાનંદ વર્ણજી) (૭) સહજાનંદ ડાયરી - ૧૯૫૮ (સહજાનંદ વર્ણાજી) (૮) સહજાનંદ ડાયરી - ૧૯૬૦ (સહજાનંદ વર્ણજી) (૯) જિનાગમસાર (૧૦૧ શાસ્ત્રોનું સંકલન) (૧૦) અપૂર્વ અવસરની અપૂર્વ ભાવના (શ્રીમદ્ રાજચંદ્રજી) (૧૧) ધ્યેય-સિદ્ધિ (E) Page #20 -------------------------------------------------------------------------- ________________ નીચેના વિષયોના સ્વાધ્યાયની Audio તથા Video CD ઉપલબ્ધ છે. (૧) સમાધિશતક (૨) આનંદઘન ચોવીસી (૩) રત્નકદંડ શ્રાવકાચાર (૪) . સમાધિભક્તિ (૫) પદ્મનંદિ પંચવિંશતિ (૬) નિયમસાર (૦) (૧૯) આઠ દૃષ્ટિની સજ્ઝાય (૨૦) યોગસાર (આ. શ્રી યોગીન્દ્વદેવ) (૨૧) તત્ત્વજ્ઞાનતરંગિણી (૨૨) પાહુડ દોહા (૧૧) સમયસાર (૨૩) આત્માનુશાસન (૧૨) યોગસાર પ્રાકૃત (આ. શ્રી અમિતગતિ) (૨૪) મોક્ષમાર્ગપ્રકાશક (૧૩) આત્મસિદ્ધિશાસ્ત્ર (૧૪) અપૂર્વ અવસર (૧૫) સમાધિમરણ (૧૬) સમ્યગ્દર્શન (૧૭) શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત (૧૮) દસલક્ષણ ધર્મ પરમાત્મપ્રકાશ (૮) કાર્તિકેયાનુપ્રેક્ષા (૯) અષ્ટપાહુડ (૧૦) પંચાસ્તિકાય નોંધ ઃ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત દરેક સત્શાસ્ત્રો તથા સ્વાધ્યાયની Audio તથા Video અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ છે. Website : www.sanatanjaindharma.org Email : webmaster@sanatanjaindharma.org Page #21 -------------------------------------------------------------------------- ________________ વાંચકોની સરળતા માટે જે મૂળ વચનો સમજાવવામાં આવ્યા છે, તે Bold માં છે. જે રેફરન્સ છે તે Italic માં છે. જે રેફરન્સને પણ સમજાવવામાં આવ્યા છે તે Bold - Italic માં છે. જે રેફરન્સ પેરેગ્રાફની અંદ૨ લીધા છે તે અવતરણચિહ્નમાં છે. પુનરાવર્તિત થતાં મૂળ વચનો પણ Bold માં છે. અમુક પારિભાષિક શબ્દો - જેમ કે, ઉપયોગ એટલે ચિત્ત, પર એટલે અન્ય એમ સમજવું. જ્યાં ‘પરમકૃપાળુદેવ’ લખ્યું હોય ત્યાં ‘શ્રીમદ્ રાજચંદ્રજી’ સમજવું. Page #22 -------------------------------------------------------------------------- ________________ ધ્યેય સિદ્ધિ અનુક્રમણિકા S ક્રમ વિષય ૧. ભક્તિના વીસ દોહરા ગાથા - ૧ ગાથા - ૨ ગાથા - ૩ ગાથા - ૪ ગાથા - ૫ ૨૦ ર ગાથા - ૬ ૩૬ ગાથા - ૭ ૪૦ ४७ ગાથા - ૮ ગાથા - ૯ ગાથા - ૧૦ ૫૩ ૬૧ ગાથા - ૧૧ ૬૭ ગાથા - ૧૨ ગાથા - ૧૩ ગાથા - ૧૪ ગાથા - ૧૫ ગાથા - ૧૬ ગાથા - ૧૭ ૫ ગાથા - ૧૮ ૧૦૪ ગાથા - ૧૯ ૧૧૧ ગાથા - ૨૦ ૧૨૦ Page #23 -------------------------------------------------------------------------- ________________ ક્રમ વિષય ૨. શું સાધન બાકી રહ્યું? (યમનિયમ) ગાથા - ૧ ૧ ૨૪ ( ૧૩૧ ગાથા - ૨ ૧૩૭ ગાથા - ૩ ૧૫૨ ગાથા - ૪ ૧૬૮ ગાથા - ૫ ૧૮૨ ગાથા - ૬ ૧૯૮ ૨૧૧ ૨૨૬ ગાથા - ૭ ગાથા - ૮ ૩. ક્ષમાપના ૪. છ પદનો પત્ર ૫. ત્રણ મંત્રની માળા ૬. દુર્લભ એવો મનુષ્યદેહ ૨૬૩ ४०७ ૬૧૧ ૬૪૨ Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદગુરુ ભક્તિ રહસ્ય - વીસ દોહરા રાળજ, ભાદરવા સુદ ૮, ૧૯૪૭ હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ દયાળ; હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. ૧ શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ? ૨ નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહી; આપ તણો વિશ્વાસ દઢ, ને પરમાદર નાહીં. ૩ જોગ નથી સત્સંગનો, નથી સસેવા જોગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. ૪ હું પામર શું કરી શકું?' એવો નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક: ૫ અચિંત્ય તુજ માહાભ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ. ૬ અચળરૂપ આસક્તિ નહિ, નહીં વિરહનો તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. ૭ ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દઢ ભાન; સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન. ૮ કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદા ધર્મ તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. ૯ સેવાને પ્રતિકૂળ છે, તે બંધન નથી ત્યાગ; દેહેંદ્રિય માને નહીં, કરે બાહા પર રાગ. ૧૦ Page #25 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા તુજ વિયોગ સ્કુરતો નથી, વચનનયનયમ નહીં; નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહીં. ૧૧ અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાહીં, નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ. ૧૨ એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય; નહીં એક સગુણ પણ, મુખ બતાવું શુંય? “ કેવળ કરુણામૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. ૧૪ અનંતકાળથી આથડ્યો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન. ૧૫ સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક. ૧૬ સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સતુ સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય? ૧૭ પ્રભુપ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્ગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય? ૧૮ અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય? ૧૯ પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; સદગુરુ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરી દે જ. ૨૦ Page #26 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા ૐ નમઃ સિધ્ધેભ્યઃ શ્રી સદ્ગુરુ ભક્તિ રહસ્ય - વીસ દોહરા ગાથા - ૧ હૈ પ્રભુ હૈ પ્રભુ ! શું કહું, દીનાનાથ દયાળ; હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. 3 ભક્ત ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ ! આપને હું શું વિનંતી કરું ? તમે તો દીનનાથ છો, દયાળુ છો. હું તો અનાદિ કાળથી અનંત પ્રકારના દોષોનું ભાજન છું. મારામાં અનંતા દોષો રહ્યા છે. તો, હે કરુણાળુ પ્રભુ ! મારા એ દોષોનો નાશ થાય એવી હું ખરા હે હૃદયથી આપને પ્રાર્થના કરું છું. કેમ કે, જ્યાં સુધી દોષ હોય ત્યાં સુધી આત્માનું કલ્યાણ થઈ શકે નહીં. કોઈ પણ જીવમાં જે કોઈ દોષો હોય – ક્રોધ હોય, માન હોય, માયા હોય, લોભ હોય, રાગ હોય, દ્વેષ હોય, મોહ હોય વગેરે અનંત દોષો પ્રભુનું શરણ લેવાથી, પ્રભુનો આશ્રય કરવાથી, પ્રભુની આજ્ઞા માનવાથી વિલય થઈ જાય છે. દરેક જીવને શાંતિ જોઈએ છે, આનંદ જોઈએ છે, પરંતુ શાંતિ અને આનંદની પ્રાપ્તિ થતી નથી. કેમ કે, પોતામાં રહેલા જં દોષો છે, એ દોષો તેણે કાઢ્યા નથી. દોષો કાઢ્યા વગર જીવ ગમે તે પ્રકારની ગમે તેટલી સાધના કરે પણ શાંતિ મળતી નથી. પગમાં વાગેલો કાંટો જેમ ખૂંચે તેમ જીવને દોષ ખૂંચવા જોઈએ. કોઈ જાણે કે ન જાણે અથવા જીવ પોતે પણ ભલે જાણે કે ન જાણે, માને કે ન માને પણ જ્યાં સુધી પોતામાં દોષ છે ત્યાં સુધી જીવ પોતાનું સાચું કલ્યાણ સાધી શકતો નથી. સૌથી મોટો દોષ તો એ છે કે જીવ પોતે પોતાને ભૂલી ગયો છે. પરમકૃપાળુદેવે પત્રાંક - ૧૦૮ માં કહ્યું છે, તારે દોષે તને બંધન છે, એ સંતની પહેલી શિક્ષા છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું, પોતે પોતાને ભૂલી જવું. જીવે અન્ય પદાર્થોને પોતાના માન્યા છે અને પોતે પોતાને શરીરરૂપે માન્યો છે, મનુષ્યરૂપે માન્યો છે, અમુક નાત કે જાતનો માન્યો છે - આ મોટો દોષ છે. આત્મા સિવાય અન્યમાં પોતાપણું કરવું એ અનંત કાળના પરિભ્રમણનું કારણ છે. પરમકૃપાળુદેવે પત્રાંક - ૨૦૦ માં કહ્યું છે, જીવ પોતાને ભૂલી ગયો છે અને તેથી સત્સુખનો તેને વિયોગ છે. નિજમાં નિજ બુદ્ધિ કરવાથી પરિભ્રમણદશા ટળે છે અને પરમાં નિજબુદ્ધિ કરવાથી પરિભ્રમણદશાની વૃદ્ધિ થાય છે. નિજ કો નિજ, પર કો ૫૨ જાન, ફિર દુઃખ કા નહીં લેશ નિદાન. Page #27 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા અનંત દોષમાંનો મૂળ દોષ તો આત્માની ભ્રાંતિ, મિથ્યાત્વ, અજ્ઞાન તે છે. એ દોષ ભગવાનની ભક્તિ, સદ્ગુરુની આજ્ઞા માનવાથી ક્રમે ક્રમે નાશ પામે છે. જીવ અહંકારને કારણે પ્રભુને માનતો નથી, પ્રભુની ભક્તિ કરતો નથી, પ્રભુને પ્રાર્થના કરતો નથી, નમ્ર બનતો નથી, વિનયી બનતો નથી, આજ્ઞાંકિત બનતો નથી; એટલે તેના દરેક દોષો દિવસે દિવસે વધતા જાય છે. જેને દોષો ખટકે છે તેના દોષો ક્રમે કરીને અટકે છે. પોતાના દોષો કાઢવા ભક્ત પ્રભુને રોજ પ્રાર્થના કરે છે કે, હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ દયાળ; હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. અનંતનું' શબ્દમાં બે ભાવ રહ્યા છે. એક તો અનંત કાળથી હું દોષિત છું. આ જીવે આ ભવમાં જ દોષ કર્યા છે એવું નથી, અનંત કાળથી દોષ કરતો કરતો આવ્યો છે. બીજું આત્મામાં અનંત ગુણો છે અને આત્માના જેટલા ગુણો છે, તે ગુણોથી વિરુદ્ધ એટલા જ દોષો છે. માટે આત્મામાં અનંત દોષો રહ્યા છે. જો આત્મામાં એક પણ ગુણ પ્રગટ્યો નથી તો એ ગુણોથી વિરુદ્ધ બધાય દોષો રહ્યા છે. ક્ષમા નથી તો ક્રોધ છે, સરળતા નથી તો માયા છે, નમ્રતા નથી તો માન છે અને સંતોષ નથી તો લોભ છે. એવી રીતે અનંત ગુણના વિરોધી અનંત દોષો છે. જીવને ખ્યાલ પણ નથી આવતો કે માસમાં કેટલા દોષ છે. એટલે અહીં અનંત શબ્દ વાપર્યો છે કે હે પ્રભુ! મારામાં અનંત દોષ છે. પ્રભુ પાસે જવાથી, ખુલાસો કરવાથી હળવે હળવે દોષો નીકળી જાય છે. જે દોષને છુપાવે છે તેના દોષો વધતા જાય છે. જે ભગવાનને અર્પણ થઈ જાય છે, ભગવાનની આજ્ઞામાં રહે છે. દરરોજ સાચા હૃદયથી ભગવાનની ભક્તિ કરે છે તેને કશું માંગવું પડતું નથી, માગ્યા વગર જ બધું મળી જાય છે. પરમાત્મા અને આત્માની એકતા થવી તે પરાભક્તિ છે. ગંગાસતી જણાવે છે, ભક્તિ કરવી હોય તેણે રાંક થઈને રહેવું ને મેલવું અંતર કેરું માન રે; ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળી, જેને મહારાજ થયા મેરબાન રે. શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં વ્રતમાન રે. હરિને પ્રાપ્ત કરવા માટે ભક્તિ એ પ્રેમદા છે. આ ભક્તિમાર્ગના દોહરા છે. તેમાં ભક્તિ દ્વારા, પ્રાર્થના દ્વારા ભક્ત પોતાના બધા દોષોનું ક્રમે ક્રમે વર્ણન કરે છે અને કહે છે કે હે Page #28 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા ૫ પ્રભુ ! હું તો અનંત દોષનું ભાજન એટલે પાત્ર છું અને તમારી કરુણાને પાત્ર છું. મારા ઉપર કરુણા કરો. માટે જેના ઉપર ગુરુની, ભગવાનની સાચી કરુણા થાય છે એ જીવના દોષો વહેલા કે મોડા નાબૂદ થયા વગર રહેતા નથી. દરેકે અંતરસંશોધન કરીને નિરંતર પોતાના દોષોને તપાસવા. તેટલા પકડાય એટલા પકડવા અને કાઢવા. શરૂઆતમાં થોડા નીકળે તો બાકીના પણ ધીમે ધીમે નીકળી જશે. આજ દિન સુધી જીવે પોતાના દોષોને છાવર્યા છે, પોષ્યા છે, સંતાડ્યા છે; એટલે એનું પતન થયું છે. આપણું પતન બીજા કોઈ દ્વારા થયું નથી, આપણું પતન આપણા દોષો દ્વારા જ થયું છે. દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય ? જો પોતે પોતાના દોષ જુએ નહીં અને તેને કાઢવાનો પુરુષાર્થ કરે નહીં તો એ દોષ કેવી રીતે જાય ? કેવી રીતે જીવ ભવસાગરથી તરી શકે ? માટે, ભગવાનને રોજ નિષ્કામ ભાવથી, સાચા હૃદયથી પ્રાર્થના કરો. સાચા હૃદયની પ્રાર્થનાને અંદરનો ભગવાન જરૂર સાંભળે છે. જોકે, બહારના ભગવાન તો પૂર્ણ વીતરાગ છે, પણ તેમને જોવાથી તારા અંદરમાં વીતરાગતાની વૃદ્ધિ થશે, ક્રમે ક્રમે બધા દોષ સહજપણે નાબૂદ થશે. ભગવાનને કોઈ દોષ કાઢવાની જરૂર જ પડતી નથી કારણ કે ભગવાન સંપૂર્ણપણે દોષોથી રહિત છે. એવા ભગવાનને ભાવપૂર્વક પ્રાર્થના કરવાથી દોષો નાબૂદ થઈ જાય છે. દ૨૨ોજ ભગવાનના દર્શન કરવા આપણે શા માટે જઈએ છીએ? કારણ કે ભગવાનની નિર્દોષતા આપણા ધ્યાનમાં આવે. ભગવાનમાં કોઈ જ દોષ નથી અને આપણામાં કેટલા દોષ છે ! તે ભગવાનની સાથે સરખામણી કરવાથી ખ્યાલ આવી જાય છે. ભગવાન પદ્માસન, ખડ્ગાસન કે અર્ધ પદ્માસનમાં નાસાગ્ર દૃષ્ટિ રાખી, સ્થિરપણે, વીતરાગપણે, સ્વરૂપસ્થપણે બેઠા છે. મૌનપણામાં પણ ભગવાનનો ઘણો બોધ ભક્તને મળી જાય છે. દૃષ્ટિવાળો ભક્ત હોય તો તે ભગવાનને જોઈને મૌન થઈ જાય છે, શાંત થઈ જાય છે, અંતર્મુખ થઈ જાય છે અને સ્વરૂપમાં એકાગ્ર થઈ જાય છે. સ્વરૂપમાં એકાગ્ર થતા સર્વપ્રકારના દોષો ક્રમે ક્રમે નાબૂદ થઈ જાય છે. પરમકૃપાળુદેવે કહ્યું છે, શુભ શીતલતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહી; જિનભક્તિ ગ્રહો, તરુ કલ્પ અહો, ભજીને ભગવંત ભવંત લહો. નિજ આત્મસ્વરૂપ મુદા પ્રગટે, મનતાપ ઉતાપ તમામ મટે; અતિ નિર્જરતા વણદામ ગ્રહો, ભજીને ભગવંત ભવંત લહો. શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ – ૧૫ - - Page #29 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા એક પણ પૈસો ખર્ચવો પડતો નથી, બહારમાં કોઈપણ દોડધામ કરવી પડતી નથી. કોઈની પાસે કરગરવું પડતું નથી કે બીજા કોઈ મોટા તપ કરવા પડતા નથી. બસ, એક ભગવાનની નિષ્કામ ભક્તિ કરો. કંઈ માંગવાની જરૂર નથી. સકામ ભક્તિમાં માંગણી હોય છે, નિષ્કામ ભક્તિમાં કંઈ માંગણી હોતી નથી. નરસિંહ મહેતાની, ગોપીઓની ભગવાન પ્રત્યે નિષ્કામ ભક્તિ હતી. પૂર્વે ઘણા ભક્તો થઈ ગયા તે બધા સાચા ભક્તો હતા, ભગવાન પાસે તેમણે કંઈ માંગણી કરી નથી, છતાં ભગવાને એમને વગર માંગ્યે ઘણું આપી દીધું છે. નિષ્કામ ભક્તિનું ફળ એમને મળી ગયું છે. જ્યારે આપણે મંદિરમાં જઈએ તો કંઈ માંગણી લઈને જઈએ છીએ. ભગવાનને પ્રાર્થના કરીએ તો ભૌતિક સુખ કે ભૌતિક પદાર્થ માંગીએ છીએ. તો એ ભગવાનની સાચી ભક્તિ કહેવાતી નથી, એ બધી સકામ ભક્તિ છે. સકામ ભક્તિનું ફળ સંસાર છે, નિષ્કામ ભક્તિનું ફળ પરંપરાએ મોક્ષ છે. ભગવાનની ભક્તિ કરે તો શું થાય? પરમકૃપાળુદેવ કહે છે, સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે; શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવંત ભવંત લો. – શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૧૫ ભગવાનનો ભક્ત સદા માટે સમભાવી હોય, સમતાવાન હોય, ક્ષમાવાન હોય. જેણે જિંદગીમાં સમતાભાવ રાખ્યો છે, બીજાની ભૂલોને માફ કરી છે, કોઈના પ્રત્યે અંદરમાં કિંચિત માત્ર પણ શલ્ય રાખ્યું નથી એવા જીવની જડ ગતિ એટલે એકેન્દ્રિય ગતિ અને મંદગતિ એટલે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરીન્દ્રિય, પંચેન્દ્રિય, સંજ્ઞી, અસંજ્ઞી બધી ગતિ ટળીને, મનુષ્યભવમાં સાચા દેવ - ગુરુ - ધર્મના યોગમાં તેનો જન્મ થાય છે. એવું મહાન પુણ્ય તે ભક્તિવાળો જીવ બાંધે છે. આ કાળમાં ભક્તિ તે સર્વોત્કૃષ્ટ માર્ગ છે. પરમકૃપાળુદેવે કહ્યું છે, ભક્તિથી અહંકાર મટે, સ્વચ્છેદ ટળે અને સહેજે સીધા મોક્ષમાર્ગે ચાલ્યા જવાય એવો ભક્તિમાર્ગ સર્વોત્કૃષ્ટ છે અને તે જો સદ્ગુરુના ચરણ-કમળમાં રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ પમાડી દે એવો પદાર્થ છે. જેવી ભક્તિ નરસિંહ મહેતા, મીરાંબાઈની શ્રીકૃષ્ણ પ્રત્યે, ગૌતમસ્વામીની મહાવીર ભગવાન પ્રત્યે, હનુમાનની શ્રીરામ પ્રત્યે, લઘુરાજસ્વામીની પરમકૃપાળુદેવ પ્રત્યે હતી, તેવી નિષ્કામ ભક્તિ આ કાળમાં ઓછી જોવા મળે છે. આ કાળમાંય ભક્તિ થાય છે, નથી થતી એમ નથી, પણ બહુ અલ્પ જીવોને. અંદરમાં જ્યાં સ્વાર્થવૃત્તિ છૂટી જાય છે અને માત્ર ગુણગ્રાહી દૃષ્ટિથી, સ્વરૂપ દૃષ્ટિથી સરુની તેમજ ભગવાનની ઓળખાણ થાય છે તથા તેમની ભક્તિ કરે છે, તે ભક્તિ જીવને સર્વ પ્રકારની મોક્ષયુક્ત સામગ્રી પ્રાપ્ત કરાવે છે. એ જીવ અલ્પ સમયમાં પોતાનું કાર્ય પૂર્ણ કરી લે છે. પરમકૃપાળુદેવ કહે છે, Page #30 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા કરશો ક્ષય કેવળ રાગ કથા, ધરશો શુભ તત્ત્વસ્વરૂપ યથા; નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો, ભજીને ભગવંત ભવંત લો. – શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૧૫ બસ, આ જગતના પદાર્થો પ્રત્યેનો જે રાગ છે એ બધોય રાગ પરમાત્મામાં ટ્રાન્સફર કરો. જેવો દેહ, સ્ત્રી, પુત્રોમાં, જગતના પદાર્થોમાં રાગ છે એવો પ્રેમ ભગવાનમાં કરો, તો તમારો સંપૂર્ણ રાગ નાશ થઈ તમે વીતરાગ બનશો. વીતરાગી થવા ભગવાનમાં રાગ કરો. એ ભગવાનમાં કરેલો રાગ વીતરાગતામાં ટ્રાન્સફર થઈ જાય છે અને સંસારી પદાર્થમાં કરેલો રાગ એ આર્તધ્યાન, રૌદ્રધ્યાનમાં ટ્રાન્સફર થાય છે. પરમકૃપાળુદેવે કહ્યું છે કે રાગ કરવો નહીં અને કરવો તો પુરુષમાં કરવો. આમ તો ક્યાંય કરવા જેવો નથી, પણ એવી દશા સંસારી જીવોની નથી હોતી કે રાગ કર્યા વગર રહી શકે. માટે એમણે બતાવ્યું કે પહેલાં તમે સગુરુમાં રાગ કરો, પછી એ રાગ વીતરાગતામાં ટ્રાન્સફર થઈ જશે. જૂઠાભાઈએ પરમકૃપાળુદેવને લખ્યું હતું કે મને તમારું એક ક્ષણ વિસ્મરણ થતું નથી. તમારા પ્રત્યે બહુ રાગ રહે છે. તમે બહુ સાંભરી આવો છો. હવે હું તમારાથી એક મિનિટ પણ અળગો રહી શકું એમ નથી. ત્યારે પરમકૃપાળુદેવે કહ્યું હતું કે તમે મારા પ્રત્યે રાગ કરો કે ન કરો એ તમારે જોવાનું છે, પણ મને તમારા પ્રત્યે જરીયે રાગ નથી. મને કોઈના પણ પ્રત્યે રાગ કરવાની કોઈ ભાવના થતી નથી. હવે આવું હોય? ભક્ત ભગવાનમાં રાગ કરે અને ભગવાન ભક્તને કહે કે મને તમારામાં જરાય રાગ નથી. જુઓ ! એ વીતરાગ છે અને વીતરાગ રહે તો જ ભક્તનું કલ્યાણ છે. ભક્ત ભગવાનમાં રાગ કરે એમાં તેનું કલ્યાણ છે, પણ ભગવાન વીતરાગ રહે એમાં ભગવાનનું તો કલ્યાણ થઈ ગયું છે, પણ એમાં ભક્તનું પણ કલ્યાણ સમાયેલું છે. તો, આ પ્રમાણે ભક્ત ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન! હું અનાદિકાળથી અનેક પ્રકારના દોષો કરતો કરતો આ મનુષ્યભવમાં આવ્યો છું, હવે મારા ઉપર તમે કરુણા કરો, હું કરુણાનું પાત્ર છું. કેમ કે, હું તમારા શરણે આવ્યો છું. પાત્ર જીવ જ શરણે જાય છે. અહંકારી જીવ ભગવાનના શરણે જતો નથી. તો આ દોહરામાં પોતામાં દોષો હોવાની વાત કહી છે. હવે, ધીમે ધીમે પોતાના દોષોનું વર્ણન કરશે. આગળ બીજા દોહરામાં અન્ય દોષો બતાવે છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૨ શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજરૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ ? ભક્તિના વીસ દોહરા શુદ્ધ ભાવ મુજમાં નથી એ પહેલો દોષ છે. અજ્ઞાની જીવોના ભાવ અશુદ્ધ છે. અશુદ્ધ ભાવ એટલે શુભાશુભ ભાવ. શુદ્ધ ભાવ એટલે સમ્યક્ જ્ઞાન-દર્શન-ચારિત્રમય શુદ્ધોપયોગ. અશુભ ઉપયોગમાં પાપમય પરિણામ હોય છે, માટે પાપ બંધાય છે. શુભ ઉપયોગમાં પુણ્યમય પરિણામ હોય છે માટે પુણ્ય બંધાય છે. આ બન્ને ઉપયોગ પરનો આશ્રય કરવાથી થાય છે અને શુદ્ધ ઉપયોગ પોતાના સ્વરૂપનો આશ્રય કરવાથી થાય છે. ભગવાનની, ગુરુની આજ્ઞા માની જે સર્વ પ્રકારના ૫૨દ્રવ્યનો આશ્રય છોડીને માત્ર પોતાના સ્વદ્રવ્યનો, સ્વરૂપનો આશ્રય કરે છે તેનો ઉપયોગ શુદ્ધ થાય છે. એવો શુદ્ઘ ઉપયોગ મારામાં નથી એમ ભક્ત પ્રભુ પાસે પ્રાર્થના કરે છે. દોષ કાઢવા અને તેનો પ્રતિપક્ષી ગુણ પ્રગટ કરવા ભક્ત ભગવાનને પ્રાર્થના કરીને પોકાર કરે છે કે હે ભગવાન ! મારામાં શુદ્ધ ભાવ નથી. સાધક જીવો ચોવીસ કલાક અનેક પ્રકારની સાધના કરે છે. સ્વાધ્યાય કરે છે, તપ કરે છે, ભક્તિ કરે છે, ત્યાગ કરે છે, જાપ કરે છે, સામાયિક કરે છે, પ્રતિક્રમણ કરે છે, ધર્મની અનેક ક્રિયા કરે છે; પરંતુ ઉપયોગને બહિર્મુખ રાખીને કરે છે. અંતર્મુખ ઉપયોગથી એ ક્રિયાઓ થતી નથી. એટલે એ બધાય ભાવો, સાધનો બંધના કારણ થાય છે, મુક્તિના કારણ થતા નથી. કારણ કે, શુદ્ધભાવ વગર મુક્તિ નથી. અનાદિ કાળથી અનંત વાર આપણે શુભાશુભ ભાવ કર્યા છતાં પરિભ્રમણનો અંત આવ્યો નહીં. પરમકૃપાળુદેવે કહ્યું છે, વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. · શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા – ૯૦ — શુભ અને અશુભ બન્ને ભાવ છેદવાના છે, પણ પહેલાં આપણે અશુભ ભાવને કાઢીને શુભ ભાવ લાવવાનો છે. ભક્તિ, સત્સંગ, પરમાત્માની પ્રાર્થના, સ્વાધ્યાય, ત્યાગ, તપ, જપ વગેરે કોઈ પણ પ્રકા૨ની ધર્મની ક્રિયા દ્વારા આપણે પહેલાં અશુભ ભાવને કાઢવાના છે. કોઈને પણ અશુભ ભાવમાંથી સીધેસીધો શુદ્ધ ભાવ થતો નથી. તો પહેલાં અશુભને કાઢી શુભભાવમાં આવવું અને અંદરમાં સમજવું કે આ પણ મારો સ્વભાવ-ભાવ નથી, આ પણ આસવ-બંધનું Page #32 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા કારણ છે. ભલે પુણ્યનો બંધ થાય છે, તેનાથી ગતિ સારી મળે છે, બધી અનુકૂળતા મળે છે અને દેવ-ગુરુ-ધર્મનો યોગ પણ એનાથી પ્રાપ્ત થાય છે. એ જરૂરી છે, પણ મોક્ષનું કારણ નથી. મોક્ષનું કારણ તો એક માત્ર શુદ્ધ ભાવ, શુદ્ધોપયોગ જ છે. તો ભક્ત ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન! મારામાં શુદ્ધ ભાવ નથી. ભક્ત પોતાના દોષોની નોંધ કરે છે, ભગવાન પાસે તે પ્રગટ કરી પોતે અંદરમાં જાગૃત થાય છે કે મારામાં જે શુદ્ધ ભાવ નથી તે શુદ્ધ ભાવ પ્રગટ થયા વગર મારા આત્માનું સાચું કલ્યાણ નથી. ભગવાને જેવો શુદ્ધ ઉપયોગ પ્રગટ કરીને મોક્ષની પ્રાપ્તિ કરી એવો શુદ્ધ ઉપયોગ હું પ્રગટ કરીશ ત્યારે જ મને મોક્ષની પ્રાપ્તિ થશે. ભગવાને ધ્યાનમાં પોતાના સ્વરૂપનો આશ્રય કરીને શુદ્ધ ઉપયોગ પ્રગટ કર્યો છે અને વર્તમાનમાં પણ અખંડપણે પોતે પોતાના સ્વરૂપમાં લીન છે. સ્વરૂપના આશ્રયમાં જ એમનો ઉપયોગ અખંડપણે લીન રહ્યો છે. એક સમય પણ ઉપયોગ એમનો બહિર્મુખ થતો નથી. પરમકૃપાળુદેવે કહ્યું છે, કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિવણ. –શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર -ગાથા - ૧૧૩ દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૪૨ આવી દેહાતીત દશા એટલે જ શુદ્ધોપયોગ. ભક્તનું એવું લક્ષ હોય છે કે મારે શુદ્ધ ભાવ પ્રગટ કરવો છે. ભલે અત્યારે એક અંશ પણ પ્રગટ થયો નથી પણ મારે સંપૂર્ણ શુદ્ધોપયોગ પ્રગટ કરવો છે. આ પ્રકારની ભાવનાથી તે ભક્તિ કરે છે. એટલે પહેલા જ દોષમાં કહે છે કે શુદ્ધ ભાવ મુજમાં નથી. એટલે કે સમ્યક દર્શન-જ્ઞાન-ચારિત્રમય ભાવ મારામાં નથી અને એ ભાવ વગર મોક્ષ થતો નથી. શ્રી ઉમાસ્વામી આચાર્યએ કહ્યું છે, . सम्यग्दर्शनज्ञानचारित्राणिमोक्षमार्गः । – શ્રી તત્ત્વાર્થસૂત્ર - અ.- ૧ - સૂત્ર - ૧ સમ્યગદર્શન એટલે આત્માની અનુભવાત્મક શ્રદ્ધા, સમ્યફજ્ઞાન એટલે આત્માનું જ્ઞાન અને સમ્યફચારિત્ર એટલે આત્મસ્વરૂપમાં રમણતા. આ ત્રણની એકતાને શુદ્ધોપયોગ કહેવાય છે. પરમકૃપાળુદેવે કહ્યું છે, Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ભક્તિના વીસ દોહરા તે ત્રણે અભેદ પરિણામથી રે, જયારે વર્તે તે આત્મારૂપ, મૂળ. તેહ મારગ જિનનો પામિયો રે, કિવા પામ્યો તે નિજસ્વરૂપ. મૂળ. ૯ – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૭૧૫ - “મૂળમાર્ગ રહસ્ય શેની વાત ચાલે છે? શુદ્ધ ભાવ મુજમાં નથી. ભક્ત ભગવાનને પ્રાર્થના, વિનંતી કરે છે અને પોતાનું બળ વધારવા પોતાને કહે છે, “હે જીવ! હવે તું શુદ્ધ ઉપયોગ પ્રગટ કરવાનો લક્ષ રાખીને સાધના કર. આ જ સાધના સાચી છે. અનાદિ કાળમાં અનંત વાર બધું કર્યું, પણ આ શુદ્ધોપયોગ પ્રગટ થાય તેવી સાધના તેં કરી નથી. પરમકૃપાળુદેવે કહ્યું છે, વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો. અબ કયૌન બિચારત છે મન મેં, કછુ ઔર રહા ઉન સાધન સેં? બિન સદ્દગુરુ કોય ન ભેદ લહે, મુખ આગલ હૈ, કહ બાત કહે? – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૬૫ - શું સાધન બાકી રહ્યું?” શુદ્ધ ભાવ મુજમાં નથી' એવી કોઈ દિવસ પ્રાર્થના કરી છે? બીજી બધીય વાતો કરી પણ આવી પ્રાર્થના ક્યારેય કરી? જુઓ, પ્રાર્થનાની પદ્ધતિ પણ પરમકૃપાળુદેવે આપણને શિખવાડી કે ભગવાનને આવી પ્રાર્થના કરો. ભગવાન પાસે જાય ત્યારે જીવ ઘણી માંગણી કરે છે, પણ આ પ્રકારના ભાવ કરવા એ બહુ ઉત્તમ વસ્તુ છે. કેમ કે, નિષ્કામ ભક્તિ છે. એક ભિખારી હતો. તે મંદિરની બહાર પાથરણું પાથરીને બેસે અને ભીખ માંગે. જે કોઈ આવે તેને પોતાની પાસે રહેલા વાડકામાં કંઈ નાંખવાનું કહે. તે સમયે એક શેઠ નીકળ્યા. તેમને કહે કે શેઠજી આમાં કંઈક નાખો ને. ત્યારે શેઠે કહ્યું કે તું રોજ માંગ માંગ કરે છે ! દરરોજ તને હું શું આપું? તારે કોઈ બીજો ધંધો નથી? રોજ બેઠો બેઠો માંગે છે! ત્યારે ભિખારીએ કહ્યું કે “સાહેબ! તમે અંદર માંગો છો ને હું બહાર માંગું છું, તમે મોટી માંગણી કરો છો ને હું નાની માંગણી કરું છું, તમે કરોડો માંગો છો ને હું રૂપિયા માંગુ છું, આપણે બંને ભિખારી જ છીએ! એક જ કુળના છીએ !” ભીખ માંગવાની નથી, પણ નિષ્કામ ભાવથી ‘ભાવ વ્યક્ત કરવાના છે. હે ભગવાન! તમે મારામાં શુદ્ધ ભાવ પ્રગટ કરી દો એવું નથી કહેવાનું, પણ ભગવાનને કહેવાનું છે કે આ ભાવ મારામાં નથી. બસ એ લક્ષમાં રાખીને આ ભાવ વધે એવી અંતરંગ સાધના કરવાની છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા. નથી સર્વ તુજ રૂપ. હે ભગવાન! જેવું તારું સ્વરૂપ છે એવું પ્રાણી માત્રનું સ્વરૂપ છે એ દૃષ્ટિ હજી મારામાં આવી નથી. તો એવી દૃષ્ટિ લાવવાની છે. પરમકૃપાળુદેવે કહ્યું છે, રે ! આત્મ તારો ! આત્મ તારો ! શીધ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદષ્ટિ ઘો આ વચનને હૃદયે લખો. – શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૬૭ સર્વ આત્મામાં સમદષ્ટિ હોવી તે સાચા ભક્તની નિશાની છે. પ્રાણીમાત્રમાં ભગવાનના દર્શન કરવા. સર્વ જીવ છે સિદ્ધ સમ. બધાય આત્મા સિદ્ધ ભગવાન જેવા છે. ભલે તેમને એ દશા પ્રગટ નથી થઈ, પણ શક્તિમાં સિદ્ધપણું પડ્યું છે. દિવાસળીના ગંધકમાં અગ્નિ પડ્યો છે, ભલે પ્રગટ્યો નથી, પણ છે જ. એમ દરેકમાં સિદ્ધ થવાની શક્તિ તો પડેલી જ છે. જો એ શક્તિ ના હોય તો કોઈ સિદ્ધ થઈ જ ન શકે. બસ એ શક્તિને વ્યક્ત કરવાની છે. માટે દરેકમાં ભગવાનના દર્શન કરો. એક ભક્ત હતો. તે જંગલમાં જતો હતો. તેને ભૂખ લાગી. એટલે તે જમવા બેઠો. તેની ઘરવાળીએ રોટલો, ઘીની એક ડબ્બી અને થોડો ગોળ આપ્યો હતો. જ્યાં તેણે એ રોટલામાં ઘી લગાડવાની શરૂઆત કરી ત્યાં જ એક કૂતરો આવીને તે રોટલો ખેંચી ગયો. ત્યારે ભક્ત બોલ્યા કે ઊભા રહો વિઠોબા, ઊભા રહો વિઠોબા, આ કોરો રોટલો તમને નહીં ભાવે, તમને ઉપર ઘી લગાડી દઉં. જુઓ! તેમણે કૂતરામાં ભગવાન ભાળ્યા. એ શક્તિ અપેક્ષાએ ભગવાન છે, ભલે શરીર કૂતરાનું છે. એ તો તેણે એવા કર્મ બાંધ્યા હતા તેથી એ ગતિ મળી, પણ અંદર રહેલો આત્મા કંઈ કૂતરો થોડો છે? આત્મા તો ભગવાન છે. તો, નથી સર્વ તુજ રૂપ. હજી મારામાં એવી દૃષ્ટિ આવી નથી કે બધાયની અંદરમાં તું રહેલો છે તે જોઈ શકું. જ્યારે બધાયમાં ભગવાન ભાળશો ત્યારે કોઈ પ્રત્યે તમને રાગ-દ્વેષ નહીં થાય. શ્રી યોગીન્દુદેવ આચાર્યએ કહ્યું છે, કોણ કોની મૈત્રી કરે, કોની સાથે ક્લેશ; જ્યાં દેખું ત્યાં સર્વ જીવ, શુદ્ધ બુદ્ધ જ્ઞાનેશ. - શ્રી યોગસાર હું કોની જોડે મિત્રતા કરું અને કોની જોડે દ્વેષ રાખું? જયાં દેખું ત્યાં બધા જીવો શુદ્ધ, બુદ્ધ, જ્ઞાન સ્વરૂપી આત્મા છે. એક સમાન આત્મા છે. કોઈના ઉદય ના જુઓ, કોઈની દશા ના જુઓ, બધાય એક સમાન ભગવાન જેવા આત્મા છે. આવી વિશાળ દૃષ્ટિથી જગતના Page #35 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા જીવોને જોશો તો આપણી અંદરમાં સાચો સમતાભાવ આવશે. બધા જીવો પ્રત્યે નિષ્કામ પ્રેમ આવશે, પરમ સમતા આવશે અને ત્યારે સાચી શાંતિની પ્રાપ્તિ થશે. પ્રયોગ કરો, માત્ર સાંભળવાનું નથી. આજથી હું કોઈ જીવને કોઈ પણ પ્રકારે દુભાવીશ નહીં, ભલે એ મને દુશ્મન માનતો હોય, તો પણ હું એને દુશ્મન નહીં, આત્મા માનું છું. કોઈ જીવ અનુકૂળ વર્તે, પ્રતિકૂળ વર્તે, ગમે તેવું વર્તન કરે, પણ હું તેને આત્મા તરીકે જોઈશ. ભલે એ કસાઈ હોય પણ તે આત્મા તો છે. ભલે તે વર્તમાનમાં મહા દોષ કરી રહ્યો છે, પણ છે તો આત્મા. તેનામાં પણ મોક્ષપ્રાપ્તિની યોગ્યતા તો છે. એમ કોઈ જીવ ગમે તે પ્રકારે દોષી હોય તો દોષ નથી જોવાના. અનાદિકાળથી દોષ જોઈને, રાગદ્વેષ કરીને પરિભ્રમણ તો ઘણા કર્યા. કયા ભવમાં આપણે રાગદ્વેષ નથી કર્યા ? બધા ભવમાં કર્યા છે, પણ આ ભવમાં નહીં, કોઈ પૂછે કે, ‘પણ સાહેબ ! આ મારું લોહી પી ગયો છે.’ તો જ્ઞાની કહે છે, ‘ભલે એ લોહી પી ગયો હોય, તું એને પ્રેમ આપ. જગતના દરેક જીવોને પ્રેમથી જીતી શકાય છે, બળથી નહીં. બળથી જીતવા જશો તો નુક્સાન થશે. માટે દરેકને આત્મા તરીકે જુઓ.' કોઈ તમારા કર્મનો ઉદય હશે અને તમે તેને આધીન થઈને વર્તશો તો તમારું બગડશે. પણ તમારું બીજા કોઈ બગાડી શકે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. કોઈ તમને નુક્સાન કરતું નથી, એ ફક્ત નિમિત્ત થાય છે. તમારા કર્મનો ઉદય હોય ત્યારે કોઈ જીવ નિમિત્ત થાય એટલું જ. હવે તમે નિમિત્તને બટકા ભરશો તો કામ નહીં થાય. જેમ ટપાલી રોજ તમને ટપાલ આપવા આવતો હોય તો એ કોઈક દિવસ લાખ રૂપિયાનો ડ્રાફ્ટ લાવે, તો તમને આનંદ થાય અને કહો કે લે ભાઈ ! આ ૫૧ રૂપિયા બક્ષિસ, પણ બીજા દિવસે કુટુંબનું કોઈ ગુજરી ગયું તેનો મેલો લઈને આવ્યો તો તમે તેને કહો કે હે ભાઈ ! તું આવા સમાચાર લઈને ક્યાં આવ્યો ? તો એ કહેશે કે તમે લખનારને કહો ! હું તો પોસ્ટમેન છું, મારે તો માત્ર ડિલીવરી કરવાની છે. એ પ્રમાણે જ્યારે કર્મોની ડિલીવરી થાય છે ત્યારે એ જીવો એમાં નિમિત્ત બને છે. ત્યારે આપણે શું એના ઉપર ગુસ્સો કરવાનો ? રાગ દ્વેષ કરવાના ? ૧૨ નથી સર્વ તુજ રૂપ. દરેક જીવમાં પ૨માત્મ તત્ત્વ એકસરખું રહેલું છે. કોઈ નાનું પણ નથી અને કોઈ મોટું પણ નથી. આમ, આત્મદૃષ્ટિથી આખું જગત જુઓ. ગુરુ આપણને આ જ્ઞાનચક્ષુ આપે છે. ચર્મચક્ષુ ઉપર આ જ્ઞાનચક્ષુ આપીને ગુરુ કહે છે કે હવે તમે જગતને જુઓ. તો બધા આત્મા તમને તમારા જેવા જ દેખાશે. હે ભગવાન ! મારામાં આ દૃષ્ટિનો વિકાસ થયો નથી કે હું બધામાં આત્મદૃષ્ટિ કરી શકું! આમ, પોતાના દોષોને કાઢવા માટે પોતાના દોષોનું વર્ણન કરે છે. આપણે પચ્ચીસ પચ્ચીસ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ભક્તિના વીસ દોહરા. વર્ષથી ૨૦ દોહરા બોલીએ, પણ આમાંનો એકે દોષ કાઢીએ નહીં અને ઉપરથી આ ૩૬ દોષમાં બીજા પ દોષ ઉમેરીએ તો આ દોહરા બોલવાનો અર્થ શો? આ ભક્તિનો અર્થ શું રહ્યો ? એ રૂઢિ પ્રમાણે ભક્તિ કરી ગયો, કે મેં નિત્યક્રમની આજ્ઞા લીધી છે એટલા માટે મારે આ આજ્ઞાભક્તિનો ક્રમ કરવાનો છે. પણ શેના માટે આ ક્રમ કરવો છે? બસ બોલી જવું એટલે બોલી જવું! છ પદનો પત્ર બોલી ગયા, આત્મસિદ્ધિ બોલી ગયા, અપૂર્વ અવસર બોલી ગયા, પણ શેના માટે બોલવાનું છે? એનું પ્રયોજન શું છે? એમાં પારમાર્થિક હેતુ શું છે? દરેક સાધના પાછળનો પારમાર્થિક હેતુ આપણે ચૂકી જઈએ તો એ બધી સાધના રૂઢિગત બની જાય છે. નથી લઘુતા કે દીનતા. લઘુતા એટલે નમ્રતા અને દીનતા એટલે વિનયપણું. હે પ્રભુ! હજી હું અક્કડ અને અભિમાની છું. મારામાં નમ્રતાનો હજી સાચો અંશ પ્રગટ થયો નથી. જ્યાં જઉં ત્યાં હું કાંઈક છું, I am something, એમ જીવ બતાવે છે, એ લઘુતા નથી. માટે લઘુ બનો. ગિરનારની પરિક્રમામાં એકઝીણા બાવાની મઢી છે. ત્યાં ઘોર જંગલમાં એ મઢી આવેલ છે. હું બે - ત્રણ વખત એ પરિક્રમામાં જઈ આવ્યો છું અને ત્યાં ગિરનારમાં પહેલા હું ઘણો રહેલો છું. ત્યાં ત્રણ ચાર બાપુ હતા. એ બધા ચલમ પીતા. મેં એક બાપુને પૂછયું કે આ જગ્યાનું નામ ઝીણા બાવાની મઢી કેમ પડ્યું? એનું નામ ઝીણો હતું કે શું ? એમણે મને પૂછ્યું કે સાહેબ! તમને ખબર નથી?' મેં કીધું કે “ના, એટલે તો પૂછું છું. એટલે એમણે કહ્યું કે એક વખત બે મહાત્માઓ વચ્ચે વિવાદ થયો હતો. તેમાં એક કહે કે હું લઘુ છું, બીજા કહે કે હું લઘુ છું. એક મહાત્માએ બીજા મહાત્માને કહ્યું કે તું કેટલો લઘુ છે તે મને બતાવ. તો એ મહાત્માએ કહ્યું કે આ ચલમમાં બહાર મોટો ભાગ હોય છે તેમાંથી ઘુસીને ચલમની પાછળ રહેલ નાના કાણાંમાંથી હું નીકળી શકું એટલો લઘુ હું છું. ચલમમાંથી નીકળી શકે તેવી યોગશક્તિ તેમણે પ્રગટ કરી હતી. તો બીજા મહાત્મા કહે કે હું એટલો લઉં છું કે તમને દેખાઈશ જ નહીં. એમ કહીને બેઠા બેઠા જ અદૃશ્ય થઈ ગયા. એટલે આ બંને મહાત્માના ઝીણાપણાના કારણે આ મઢીનું નામ ઝીણા બાવાની મઢી પડ્યું છે. લઘુતા એ ભક્તિનો એક પ્રકાર છે. ભક્ત હંમેશાં લઘુ બની જાય છે. નવધા ભક્તિમાં એક લઘુતા ભક્તિ છે. શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન; લઘુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાણ. – શ્રી બનારસીદાસજી કૃત શ્રી સમયસાર નાટક Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ભક્તિના વીસ દોહરા ભગવાનનો ભક્ત હંમેશાં નમ્ર હોય છે. બધાને માન આપે છે. બીજાને માન આપે એ નમ્ર બને છે અને બીજાની સામે માન રાખે તે અહંકારી બને છે. અહંકારી જીવનું ક્યારેય કલ્યાણ ન થાય. દરેક જગ્યાએ નમ્ર બનતા શીખો અને બને તેટલું મૌન રહેતા શીખવું. બોલવામાં અનેક પ્રકારના દોષો આવી જાય છે, અસત્ય આવી જાય છે, અહંકાર આવી જાય છે અને બહુ બોલનારો ક્યારેક ન બોલવાનું બોલીને પાછળથી પસ્તાય છે. દ્રૌપદી “આંધળાના આંધળા હોય” આટલું જ બોલી ગઈને? દ્રૌપદી બધી રીતે સારાં હતાં, પણ બોલવામાં એક વાર વિવેક ચૂકી ગયા, એમાં આખી મહાભારતની રચના થઈ. તો, અહીં લઘુતા ગુણની માંગણી ભક્ત ભગવાનની પ્રાર્થનામાં કરી છે. ગુણો માગ્યા છે. દોષો કાઢવાની ભાવના કરી છે. જેણે આ ભાવના કરી છે એ ધીમે ધીમે દોષો કાઢ્યા વગર રહેતો નથી. કેમકે, તેને તે દોષો આંખમાં કણી પડી હોય ને ખટક ખટક થાય તેમ ખટકે છે. વિનય છે એ સમ્યગદર્શન, સમ્યકજ્ઞાન, સમ્યફચારિત્ર, સમ્યક્તપને ખેંચીને લાવે છે; મોક્ષને પણ ખેંચીને લાવે છે. રે જીવ! માન ન કીજિયે, માને વિનય ન આવે રે; વિનય વિના વિદ્યા નહીં, તો કિમ સમકિત પાવે રે. રે જીવ માન ન કીજિયે. છિયું વ્રઝર ઝમૃગદર્શન થતું ન9) બાયુ અત્મિક ગુણોની પ્રાપ્રિનું મૂળ કારણ વિનય છે. દરેક પ્રકારની વિદ્યાની વૃદ્ધિ વિનય દ્વારા થાય છે. એ ગુણોની જ્યાં સુધી આપણામાં કચાશ છે ત્યાં સુધી આપણે સમ્યફ પ્રકારે વિદ્યાને પ્રગટ ન કરી શકીએ. શું કહું પરમ સ્વરૂપ? હે પ્રભુ! આ જે પરમ સ્વરૂપ આપે પ્રગટ કર્યું છે અને પરમાત્મા બન્યા છો તેનું વર્ણન હું શું કરી શકું? તો આ પરમ સ્વરૂપ પ્રત્યે જ્યારે આપણી દષ્ટિ થાય કે આપણું સ્વરૂપ કેવું પરમ, ઉત્કૃષ્ટ છે. ત્યારે આપણને ખ્યાલ આવે છે કે હું જેની શોધ બહારમાં કરું છું તે તો અંદરમાં જ પડેલું છે. જે કંઈ તમારે જોઈએ છીએ તે બધુંય તમારા આત્મામાં જ છે. તમારે શાંતિ, મોક્ષ જે કંઈ જોઈએ છે એ બધુંય તમારા સ્વરૂપમાં રહેલું છે. એ સ્વરૂપનું વર્ણન વાણી દ્વારા કરી શકાતું નથી, કોઈને કહી શકાતું નથી. ભગવાન પણ કહી શકે તેમ નથી. પરમકૃપાળુદેવે “અપૂર્વ અવસર' માં કહ્યું છે, Page #38 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા. ૧૫ જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો . અપૂર્વ. ૨૦ – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક – ૭૩૮ - ‘અપૂર્વ અવસર હે પ્રભુ! આ પરમ સ્વરૂપનું હું શું વર્ણન કરું? એવું સ્વરૂપ આપે પ્રાપ્ત કર્યું છે અને મારે પણ તે પ્રાપ્ત કરવું છે. આ પ્રકારની અંતરંગ ભાવના ભક્ત પ્રાર્થના દ્વારા ભાવી રહ્યો છે. આ પરમાર્થ ભક્તિ છે, સાચી ભક્તિ છે. જગતના જીવો કરે છે તે બધી વ્યવહાર ભક્તિ છે. જે જે આત્મજ્ઞાની પુરુષોએ ભજનોની, સ્તવનોની, પદોની રચના કરી છે તેની પાછળ પરમાર્થ હેતુ રહેલો હોય છે. જ્યારે જગતના અજ્ઞાની જીવો કાવ્યશક્તિ હોવાના કારણે ભજનો તો ખૂબ રચે છે, પરંતુ તેમાં પરમાર્થદષ્ટિ હોતી નથી. જ્ઞાનીના પદો અને અજ્ઞાનીના પદોમાં આ પ્રકારનો તફાવત તો રહેવાનો. જ્ઞાની પુરુષોના પદો કે ભજનો ઓછા ગવાતા જોવા મળે છે. તેમાં પણ સમજીને ગાનારા તો બહુ જ થોડા જોવા મળે છે. જ્ઞાની પુરુષોના બોધ, લખાણ કે પદમાં જ્ઞાનદષ્ટિ રહેલી હોય છે, તેમજ તેમાં સિદ્ધાંત સમાયેલો હોય છે. એમાં ઘણાં સૂક્ષ્મ રહસ્યો વણી લીધેલા હોય છે. અજ્ઞાની જીવોની રચનામાં એ વણાટ હોતો નથી. કેમકે, તેને સ્વરૂપનું ભાન પ્રગટ થયું નથી. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૬. ભક્તિના વીસ દોહરા ગાથા - ૩ નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં, આપ તણો વિશ્વાસ દઢ, ને પરમાદર નાહીં. આ દોહરામાં બહિર્મુખતાનો ત્યાગ કરી અંતર્મુખ થવાની પ્રવૃત્તિઓ બતાવી તે સમકિત પ્રાપ્ત કરવાનો માર્ગ છે. જે જે દોષો જીવમાં છે તે કાઢીને અંતર્મુખ થવાની પ્રેરણા આપી છે. એટલે સમતિ પ્રાપ્ત કરવાના એક પછી એક દઢ સાધન બતાવ્યા છે. પહેલા શુદ્ધ ભાવ, પછી લઘુતા અને પછી દીનતા વિષે કહ્યું અને હવે કહે છે કે હું ગુરુની આજ્ઞામાં રહું, આરાધું એવું અચળપણું મારા અંતરમાં પ્રગટે એવી પ્રાર્થના સાધક કરે છે. આ દોહરામાં આજ્ઞાનું માહાસ્ય બતાવ્યું છે. ગુરુદેવનો સત્સંગ ખૂબ કર્યો, સેવા ખૂબ કરી, એમના સાન્નિધ્યમાં પણ જીવ ખૂબ રહ્યો પણ જો એમની આજ્ઞા ઉપર પગ મૂકીને ચાલે તો એ જીવનું કલ્યાણ થઈ શકે નહીં. ગુરુદેવની આજ્ઞા શું છે? તો કાયમ માટે રાગ-દ્વેષ છોડીને સમભાવમાં રહો. જો કે, સાચી સમતા આત્માના આશ્રયે આવે છે. આજ્ઞાનું પાલન થયા વગર કોઈ પણ જીવ સાચું આત્મકલ્યાણ સાધી શકતો નથી. જુદા જુદા જીવોને જે કંઈ જુદા જુદા દોષો પ્રવર્તી રહ્યા છે તે દોષો કાઢવા માટે જે જે આજ્ઞા આપી હોય, તે તે આજ્ઞા તે તે જીવો માટે મહત્ત્વની છે. ગુરુદેવની નાની કે મોટી જે આજ્ઞા હોય તે બધી આત્મકલ્યાણ માટે છે. જે કંઈ દોષો છે તેને કાઢવા માટે જ તેમની આજ્ઞા હોય છે. મુખ્ય આજ્ઞા તમારા ઉપયોગ દ્વારા તમારા સ્વરૂપમાં સ્થિર થાવ, સ્વરૂપસ્થ થાવ તે જ હોય છે. પણ પાત્રતા વગર એ સ્વરૂપસ્થપણું આંવતું નથી. એટલે પાત્ર થવા દરેક જીવને જુદી જુદી આજ્ઞાઓ આપી હોય છે. માટે એ આજ્ઞા અનુસાર જીવે રહેવું જોઈએ. તેમાં અચળપણે એટલે એક ક્ષણ માત્ર પણ પ્રમાદ કર્યા વગર વર્તાતું નથી એવું ભક્ત ભગવાનને કહે છે. નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહી; આજ્ઞામાં એવી અચળતા રહેવી જોઈએ કે ગમે તેવી પરિસ્થિતિમાં પણ એ ચલાયમાન ન થાય. શ્રદ્ધા મેરુ પર્વત જેવી અચળ હોવી જોઈએ. ગમે તે થાય, ગમે તેવા સંજોગો આવે, ગમે તેવા બનાવો બને, તો પણ જ્ઞાનીએ જે માર્ગ સમજાવ્યો છે તે જ માર્ગ સાચો છે એવી અડા Page #40 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા. શ્રદ્ધા રહેવી જોઈએ. અચળપણે આજ્ઞા આરાધવા માટે હે પ્રભુ! તારામાં મને જે વિશ્વાસ અને બહુમાન હોવા જોઈએ તે નથી. સદ્ગુરુ કહે છે તે વાત મારા આત્માને હિતકારી છે એવું દૃઢપણે અંતરમાં લાગવું જોઈએ. બાપાને માનીએ અને તેમની આજ્ઞા ન માનીએ તો એ બાપાને માન્યા કહેવાય નહીં. તેમ ગુરુદેવને માનીએ અને તેમની આજ્ઞા ન માનીએ તો એ ગુરુદેવને માન્યા કહેવાય નહીં. કલ્યાણ તો આજ્ઞાના આરાધનથી છે. आणाए धम्मो आणाए तवो । – શ્રી આચારાંગ સૂત્ર આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ. આજ્ઞા ચાહે નાની હોય કે મોટી, પણ માહાસ્ય આવવું જોઈએ. કોઈને એક આજ્ઞા આપી હોય, તો કોઈને બીજી. દરેક આજ્ઞા દરેક જીવ માટે હિતકારી હોય છે. સાચું સુખ સપુરુષના કહેવા પ્રમાણે ચાલવામાં છે. તેમના વચનો પ્રવચન રૂપે હોય કે લેખન રૂપે હોય, તેના પ્રત્યે બહુમાન થવું જોઈએ. અંતરમાં દઢ વિશ્વાસ થવો જોઈએ કે મારું હિત આમાં જ છે. આવી દઢ શ્રદ્ધા આવે તો આજ્ઞાનું આરાધન થઈ શકે. તેમનું જ્ઞાન, તેમની દશાનું ભાન થઈને પરમ આદરભાવ પ્રગટે અને પોતાનામાંથી દોષો જઈને વિનય આદિ ગુણો પ્રગટે. આપ તણો વિશ્વાસ દૃઢ, દઢ વિશ્વાસ એટલે ભગવાન અને સદ્ગુરુદેવ કહે છે એ જ મોક્ષનો માર્ગ છે અને એનાથી જ મારું કલ્યાણ છે. બીજા શું કહે છે એવું જે જોવા જાય છે તે ગુરુની કે ભગવાનની આજ્ઞાનું આરાધન ન કરી શકે. જીવ બધે ફરે છે પણ કોઈની આજ્ઞાનું આરાધન કરતો નથી. અનેક સંતોના સત્સંગ ભલે સાંભળે, પણ કોઈની આજ્ઞા ન આરાધે તો એ જીવ આત્મકલ્યાણ ન સાધી શકે. ગમે તેટલું તપ, ત્યાગ કે ભક્તિ કરે અથવા હજારો શાસ્ત્રો વાંચે, પણ આજ્ઞાનું આરાધન ન કરે તો એ પણ આત્મકલ્યાણ સાધી શકે નહીં. ને પરમાદર નાહીં. પરમ આદરભાવ એટલે ભગવાન અને સદ્ગુરુ પ્રત્યે ઉત્કૃષ્ટ આદરભાવ. આજ્ઞા એ સ્વચ્છેદ તોડવાનું બળવાન હથિયાર છે. આજ્ઞાનું આરાધન ના થાય તો Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ભક્તિના વીસ દોહરા સ્વછંદ વધારે પુષ્ટ થાય. પોતાની કલ્પના પ્રમાણે ચાલે અને જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ન ચાલે એ સ્વછંદ છે. આજ્ઞા એ સ્વચ્છેદ ઉપરનો બળવાન અંકુશ છે. આજ્ઞાથી સ્વચ્છંદનો નાશ થાય છે. કલ્યાણ સાધવા માટે આજ્ઞાનું આરાધન જરૂરી છે. જેટલા જીવોએ અત્યાર સુધી આત્માની સાચી આરાધના કરીને આત્મકલ્યાણ સાધ્યું છે, તે બધાય આજ્ઞાના પ્રતાપે સાધી શક્યા છે. એટલે ત્રણે કાળમાં, ત્રણે લોકમાં તમામ જીવ માટે આજ્ઞાનું આરાધન એ જ આત્મકલ્યાણનું બળવાન અને પરમ સાધન છે. અચળ એટલે જીવનપર્યત ન ખસે તેવી દઢ અચળતા, એક ક્ષણ પણ પ્રમાદ નહીં. જો કોઈ એમ કહે કે આટલી બધી આજ્ઞા તો માનીએ છીએ તેમાં એક નહીં માનીએ તો શું વાંધો? તો ભગવાન કહે છે કે એક પણ આજ્ઞાનો અનાદર થાય એ સમગ્ર મોક્ષમાર્ગનો અનાદર છે. મેરુ પર્વત જેવી અડગ શ્રદ્ધા આજ્ઞાને આરાધવાની થવી જોઈએ. કૃપાળુદેવને માને પણ કૃપાળુદેવનું ન માને તે આજ્ઞાંકિત ન કહેવાય. ગુરુને માને પણ ગુરુનું ન માને તે મોક્ષમાર્ગમાં ન ચાલે. ગુરુને સાંભળે, સાથે રહે, સેવા કરે પણ ગુરુની આજ્ઞા ઉપર પગ મૂકીને ચાલે તો એ જીવ પણ આત્મકલ્યાણ ન સાધી શકે. મોક્ષમાર્ગમાં આજ્ઞાનું દરેક જ્ઞાનીએ ખૂબ માહાભ્ય ગાયું છે અને તે વાસ્તવિક છે. આપણામાં આજ્ઞાંકિત થવાની પાત્રતા આવે એવી પ્રાર્થના ભક્ત પ્રભુને કરી છે. આપ તણો વિશ્વાસદઢ એટલે સાચા દેવ, ગુરુ અને ધર્મનો દઢ વિશ્વાસ જોઈએ. વીતરાગ દેવ, નિગ્રંથ ગુરુ અને તેમના દ્વારા પ્રરૂપાયેલો રત્નત્રયી ધર્મ, દશ લક્ષણ ધર્મ, વસ્તુ સ્વભાવમય ધર્મ કે અહિંસામય ધર્મમાં દઢતા જોઈએ. એ બધાનો વિશ્વાસ રાખો તો તમે તમારા આત્માનો સાચો વિશ્વાસ કરી શકશો. ને પરમાદર નાહીં. જેવો આદર જોઈએ એવો ઉત્કૃષ્ટ આદરભાવ આવતો નથી. તે પ્રભુ ! મારામાં આટલી ન્યૂનતા છે. આદરભાવ આવે પણ પરમ આદરભાવ ન આવે તો પણ કામ થતું નથી. શ્વાસની અને આંખની પટપટાવાની ક્રિયા સિવાય બધી ક્રિયા ગુરુની આજ્ઞા પ્રમાણે જ થવી જોઈએ. ભગવાને સાધુને એવો બોધ આપ્યો છે. આ બે ક્રિયા જીવના હાથમાં નથી, તેથી તે બે ક્રિયાની છૂટ આપી છે. કારણ જીવ શ્વાસોચ્છવાસ રોકી ન શકે અને આંખની પટપટાવાની ક્રિયા સહજ છે. બાકી બધી ક્રિયા દરેક સાધુએ ગુરુની આજ્ઞા પ્રમાણે કરવી જોઈએ. આજ્ઞાનો આટલો બધો અંકુશ જીવ પર મૂક્યો છે. જેમ હાથી અંકુશ હોય તો સીધા માર્ગે જાય છે તેમ આજ્ઞા એ અંકુશનું કામ કરે છે. આજ્ઞા જીવને સ્વચ્છેદે ચાલવા દેતી નથી, એનો Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ભક્તિના વીસ દોહરા. સ્વચ્છેદ તોડી નાખે છે. હજારો શાસ્ત્રો ન વાંચો તો વાંધો નહીં, પણ એક આજ્ઞાનું આરાધન કરો તો તેનાથી પણ જીવનું કામ થઈ જાય છે. મોક્ષમાર્ગમાં આજ્ઞાનું માહાલ્ય સમજાવ્યું છે. આજ્ઞાનું પાલન એ સમકિતનું કારણ થાય છે. આજ્ઞાનું પાલન એ જીવને મોક્ષમાર્ગનો સાચો અધિકારી બનાવે છે. માટે આજ્ઞાનું માહાસ્ય આપણે આપણા જીવનમાં સમજવું જોઈએ અને તેના પ્રત્યે પરમ આદરભાવ આવવો જોઈએ. વીતરાગ દેવ, નિગ્રંથ ગુરુ અને તેમના દ્વારા પ્રરૂપાયેલા ધર્મ પ્રમાણે અને એમના લખાયેલા સન્શાસ્ત્રો પ્રત્યે પરમ આદરભાવ આવવો જોઈએ. કેમકે, આ બધા સમકિત પ્રાપ્ત કરવામાં બાહ્ય નિમિત્તો છે, ઉત્તમ નિમિત્તો છે. તો આ વીસ દોહરામાં એક પછી એક જે ગુણો બતાવ્યા છે તેમાં જીવને બહિરાત્મપણાનો ત્યાગ કરી અંતરાત્મા થઈને પરમાત્મા પ્રત્યે લીન થવાનો ઉપયોગ તેમજ સમકિતની પ્રાપ્તિનો ઉપાય વર્ણવવામાં આવ્યો છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ભક્તિના વીસ દોહરા ગાથા - ૪ ) જોગ નથી સત્સંગનો, નથી સસેવા જોગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. સત્સંગનો યોગ થવો એ તો ત્રણે કાળમાં દુર્લભ છે. ઉત્તમ જ્ઞાનીનો પ્રત્યક્ષ સત્સંગ અને બોધ એ ત્રણે કાળમાં પરમ દુર્લભ છે અને એ સત્સંગમાં જે આજ્ઞા મળી હોય તેનું આરાધન થવું તે તો તેના કરતાં પણ વધારે દુર્લભ છે. સપુરુષની કંઈ સેવા મળે તો ઉલ્લાસભાવ રહે અને તેવી સેવા ન મળે ત્યારે સેવા કરવાની ભાવના થવી જોઈએ, એ પણ થતી નથી. પુરુષની સેવા એ પણ મહાન આત્મકલ્યાણનું એક બાહ્ય નિમિત્ત સાધન છે, જેને વૈયાવૃત્ય કહે છે. જોગ નથી સત્સંગનો, સત્યનો રંગ ચડાવે તેનું નામ સત્સંગ. જેના સાન્નિધ્યમાં રહેવાથી, જેનો બોધ પ્રાપ્ત કરવાથી આપણને સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રની સાચી આરાધના પ્રાપ્ત થાય એવો સત્સંગનો જોગ મળવો દુર્લભ છે. કહેવાતા સત્સંગ તો ઘણી જગ્યાએ ઘણા ચાલે છે, પણ જેમાં સિદ્ધાંતબોધની યથાર્થતા હોય અને આપણા આત્માને ઉપકારી થાય એવો બોધ અને સત્સંગ મળવો એ તો પરમ દુર્લભ છે. | એક ઘડી આધી ઘડી, આધી મેં પુનિ આધ; તુલસી સંગત સાધુ કી, કટે કોટિ અપરાધ. સત્સંગ જેવું આત્મકલ્યાણ કરવાનું બીજું કોઈ બળવાન સાધન બહારમાં નથી. માટે ગમે તેટલું દૂર જવાનું હોય તો પણ સત્સંગનો મોકો મળતો હોય તો સત્સંગનો લાભ લઈ લેવો. કેમ કે, આ પડતો કાળ છે, પંચમકાળ છે, ધીઠું હુંડાવસર્પિણી કાળ છે, એટલે આ કાળમાં આત્મજ્ઞાની મહાપુરુષોનો સત્સંગ મળવો એ તો પરમ પરમ દુર્લભ છે. આત્મધર્મ કરવા માટે જે પુરુષાર્થ થવો જોઈએ તે પણ કરી શકતો નથી. જોગ નથી એટલે એવી યોગ્યતા પણ નથી કે એવું નિમિત્ત પણ મળતું નથી. મહાપુરુષોનો સંપર્ક થવો એ પણ આ કાળમાં બહુ દુર્લભ છે. મળે તો જીવોની પ્રવૃત્તિ એટલી બધી છે કે તે ફર્સ્ટ પ્રેફરન્સ બાહ્ય પ્રવૃત્તિઓને આપે છે. બધાય અગત્યના લૌકિક કાર્ય પત્યા પછી પોતાના અનુકૂળ સમયે સત્સંગ મળે અને તે પણ પાછા કોઈ Page #44 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા ૨૧ બહુ પાછળ પડે ત્યારે જીવોને એમ થાય કે લાવ ત્યારે એક આંટો મારી આવું. આવા જીવ કલ્યાણ સાધી શકતા નથી. પરમકૃપાળુદેવે મોક્ષમાળાના શિક્ષાપાઠ-૨૪ માં સત્સંગનો પાઠ મૂક્યો છે અને શ્રી વચનામૃત પત્રાંક - ૬૦૯ માં પણ સત્સંગનું માહાત્મ્ય ખૂબ સમજાવ્યું છે. વળી, એ સત્સંગ ફળીભૂત કેમ નથી થતો એના ચાર કારણ બતાવ્યા છે : (૧) સ્વચ્છંદ (૨) મિથ્યા આગ્રહ (૩) ઈન્દ્રિયવિષયની લોલુપતા (૪) પ્રમાદ - આ બધા કારણો હોય તો પણ મળેલો સત્સંગ ફળીભૂત થતો નથી, લાભદાયી થતો નથી. સત્સંગના બોધ દ્વારા દોષો કાઢે તો જીવનું કલ્યાણ થાય. તો આવો સત્સંગ ત્રણે કાળમાં દુર્લભ છે. તેમાં આ કાળમાં તો પરમ ૫૨મ દુર્લભ છે, મળી જાય તો મહાભાગ્ય, ઓળખાણ થાય તો મહા મહા ભાગ્ય અને એ પ્રમાણે આરાધન થાય તો તેનાથી પણ મહા મહા ભાગ્ય. જોગ નથી સત્સંગનો. જેને જોઈએ છે એને મળતો નથી અને જેને મળે છે એને સમય નથી, આવું છે. બહુ અઘરું છે. મહાન પુણ્યનો ઉદય હોય ત્યારે સાચા દેવ-ગુરુ-ધર્મનો, સત્સંગનો યોગ થાય અને એમાં ઘણી પાત્રતા હોય તો એમાં વિશ્વાસ અને શ્રદ્ધા થાય અને એના કરતાં પણ વધારે યોગ્યતા હોય તો એ સત્સંગના બોધ અને આજ્ઞા પ્રમાણે આપણે ચાલી શકીએ, ઉત્તરોત્તર બધું દુર્લભ છે. પ્રભુ ! સત્સંગ માત્ર મળવાથી કંઈ ફળતો નથી. મળવાથી કંઈ કામ થતું નથી, પણ પુરુષાર્થ કરવાથી સત્સંગ ફળે છે. પૂર્વે અનંતવાર કેવળજ્ઞાની પરમાત્મા મળ્યા, એમના સત્સંગ પણ મળ્યા અને મહાજ્ઞાની પુરુષોના પણ સત્સંગ મળ્યા, પણ આપણી એટલે કે ઉપાદાનની યોગ્યતા જ ન હતી. એટલે એ સત્સંગ પણ બધા નિષ્ફળ ગયા. મળવું તે ઉત્તમ છે, પણ માત્ર મળવાથી કાર્યની સિદ્ધિ થઈ જતી નથી. જમવા માત્રથી શરીરની પુષ્ટિ ન થાય, પણ ખાધેલું હજમ કરવાની યોગ્યતા શરીરમાં હોય તો શરીર અને સાતેય ધાતુ પુષ્ટ થાય. માટે માત્ર સાંભળવાથી કલ્યાણ ન થાય. સાંભળે છે તો ઘણા, પણ સાંભળીને તેમાંથી આત્મકલ્યાણ સાધનારા એક ટકો પણ નથી નીકળતા. એવી આ કાળમાં સ્થિતિ છે. નથી સત્સંવા જોગ; એવા સત્પુરુષોની અથવા વીતરાગ ભગવાનની કે એમના ધર્મની સેવા કરવાનો પણ મને લાભ મળતો નથી. એવો યોગ કે સમય મળતો નથી. કોઈ જીવને સવારે સેવા-પૂજા કરવાનું કહીએ તો તે કહે કે સાહેબ ! સવારમાં તો એટલી દોડધામ હોય છે કે વાત ના પૂછો. ન્હાયો, ના ન્હાયો કે ચા પાણી પીધા કે ના પીધા, આ છાપુ વાંચ્યું, ના વાંચ્યું અને ટીવીમાં આ થોડા સમાચાર સાંભળ્યા, ના સાંભળ્યા અને હું નીકળી જાઉં છું. ખરેખર તો આમાંથી કંઈ ન કરે તો ચાલે એવું છે, પણ જીવને પરમાર્થમાર્ગમાં, આત્મકલ્યાણ થવામાં Page #45 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા અગત્યનું કાર્ય શું છે તેના પ્રત્યે રુચિ અંદરમાં નથી તેમજ એવી એની પાત્રતા કે યોગ્યતા નથી. અડધો કલાક એને સ્વાધ્યાય કરવાનું કહીએ તો કહે કે સાહેબ ! મરવાનોય સમય નથી ! બીજા બધામાં આ જીવને સમય મળે છે – ઊંધવા માટે ૮ કલાક મળે છે. કમાવા માટે ૮ કલાક મળે છે. સંસારની પ્રવૃત્તિમાં, પાંચ ઈન્દ્રિયના વિષયભોગોમાં અને વિકથા કરવામાં સમય મળે છે. ટીવીની મેચ જોવા માટે, છાપા વાંચવા માટે સમય મળે છે, પણ ધર્મ માટે જીવને સમય મળતો નથી ! તો તેને કેવો આપણે સમજવો ? હીનભાગી.' સોનાની વખારમાં જઈને સોનાની જરૂર હોવા છતાં સોનું લીધા વિના બહાર નીકળે અને જરૂર પડે ત્યારે ૮૦૦0 ના ભાવનું સોનું ખરીદવા નીકળે એ કેવું કહેવાય ? અરે ભાઈ ! તું વખારમાં તો હતો ! ખરેખર તો સત્પુરુષની આજ્ઞામાં સર્વ પ્રકારે રહેવાય એવી અર્પણતા મારામાં નથી. total, unconditional, surrender આવી અર્પણતા નથી. ૨૨ ચિત્તપ્રસશે પૂજનફલ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટરહિત થઈ આતમ અરપણા રે, આનંદધન પદ રેહ. ઋષભ. – શ્રી આનંદઘનજી કૃત ઋષભજિન સ્તવન બિનશરતી શરણાગતિ જીવ કરતો નથી. Take and Give, આપો અને લો, લો અને આપો. એવી એની અંદરમાં ભાવના રહેલી છે. ઘણી વખત કોઈ જીવ પૂછે કે સાહેબ ! હું તમને માનું તો મને સમકિત થશે ? થાય તો હું માનું ને તમારી સાથે રહું, ના થાય તો મારો સમય શું કામ બગાડું ? આવી રીતે જીવ શરતથી દેવ-ગુરુ-ધર્મનો સંપર્ક રાખે તો કોઈ લાભ થતો નથી. કોઈ પણ પ્રકારના ફળની આશા વગર નિષ્કામભાવથી સેવા-ભક્તિ હોવી જોઈએ. પણ આ કાળના જીવોમાં એ મળવી બહુ દુર્લભ છે. ક્યાંક ભક્તિવાળા જીવો જોવા મળે છે, પરંતુ ત્યાં પણ લાલચ આપેલી હોય છે કે તમે અહીં આ પ્રમાણે કરશો તો કામ થશે, બીજે જશો તો નહીં થાય. આવી લાલચના કારણે જીવ એને વળગી રહેતો હોય છે, પરંતુ તેનાથી પરમાર્થ સાધ્ય થતો નથી. કારણ કે બંને ખોટા છે એટલે શું ફાયદો થાય ? તનસે, મનસે, ધનસે સબસે, ગુરુદેવકી આન સ્વ-આત્મ બસે; તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાહિ પ્રેમ ઘનો. ― - શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૬૫ - ‘શું સાધન બાકી રહ્યું ?’ સહેજે સહેજે આ ગુણ આવે છે ત્યારે આ પ્રકારની પ્રક્રિયાઓ બને છે. હનુમાનજીને કોઈ પુસ્તક વાંચીને બોધ નહોતો થયો કે રામને વળગી રહેવાથી તારું કલ્યાણ થશે, સ્વયં Page #46 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા ૨૩ તેમની યોગ્યતા હતી. શબરીએ કાંઈ પુસ્તકો નહોતા વાંચ્યા કે તું રામની આવી ભક્તિ કરીશ અને આવી રાહ જોઈશ તો તારું કામ થશે. સહેજે સહેજે એને શ્રદ્ધા હતી, વિશ્વાસ હતો, અર્પણતા હતી. એના માટે ભગવાન સર્વસ્વ હતા. બસ, મારું કામ એક જ કે ચોવીસ કલાક મારે તમારી સ્તુતિ કરવી અને તમને મળવાના ભાવ કરી, જમાડવાના ભાવ કરી હું મારા સ્થાને બેસું. હે પ્રભુ! તમને જ્યારે મને મળવાનો ભાવ થાય ત્યારે પધારજો . ના આવો તોય વાંધો નથી. ગોપીઓને શ્રીકૃષ્ણ વિરહભક્તિમાં પકવ્યા છે. એમ જ્ઞાની મળે કે ના મળે, પણ એને મળવાની ભાવના તમારી અંદરમાં રહે એ જ એમનો મેળાપ છે. તમારી અંદરમાં એ ભાવ રહેવો જોઈએ. ઓધવજી કૃષ્ણની પાસે રહેવા છતાં દૂર હતા અને ગોપીઓ દૂર હોવા છતાં કૃષ્ણ એમની પાસે હતા. વિરહમાં પણ જે સ્મરણમાં હોય છે તે પાસે હોય છે અને નજીકમાં પણ જેનું વિસ્મરણ હોય છે તે દૂર હોય છે. કેવળ અર્પણતા નથી, કેવળ એટલે સંપૂર્ણ ભાવથી, સાચા હૃદયથી અર્પણતા કરવી એ ભક્તિમાર્ગની પરાકાષ્ઠા છે. જ્ઞાનમાર્ગમાં અક્કડતા આવી જતી હોવાથી અર્પણતા થઈ શકતી નથી. તેના અંદરમાં તો અહંકાર હોય છે કે બધું મારા સ્વરૂપના આશ્રયે જ પ્રાપ્ત થાય છે, પછી અર્પણતા શું? મારે તો આત્માને જ અર્પણ થવાનું છે, બીજા કોને થવાનું છે? અરે બાપુ! એ વાત માત્ર શુષ્ક જ્ઞાન કે બાહ્ય જ્ઞાન છે. જેની પાત્રતા નથી એ જીવોને અર્પણતા શું ચીજ છે તેનું સાચું ભાન આવી શકતું નથી. અર્પણતા એ મહાન ભક્તિ છે. અર્પણતામાં પરમાત્માનું મિલન છે, અર્પણતા એ પરાભક્તિનું ચિહ્ન છે, અર્પણતા એ મારા-તારાનો ભેદ મટાડનારું છે, હું અને તું જુદા છીએ એવો ભેદ અર્પણતાવાળામાં રહેતો નથી. નથી આશ્રય અનુયોગ. પરમાત્મા પ્રત્યે એકતા થવાથી અને તે આશ્રયભાવનો અનુયોગ વિચારવાથી પણ શુદ્ધ સ્વરૂપને પામી શકાય છે એમ અહીં કહે છે. યોગીશ્વર શ્રી આનંદઘનજી શ્રી સુમતિનાથ ભગવાનના સ્તવનમાં કહે છે કે, બહિરાતમ તજી અંતર આતમા રૂપ થઈ થિર ભાવ સુજ્ઞાની; પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અર્પણ-દાવ, સુજ્ઞાની. Page #47 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા આતમ-અર્પણ વસ્તુ વિચારતાં, ભરમ ટળે મતિદોષ, સુજ્ઞાની; પરમ પદારથ સંપત્તિ સંપજે, આનંદધન રસ પોષ, સુજ્ઞાની. સુમતિચરણકજ આતમઅરપણા, દ૨પણ જિમ અવિકાર, સુજ્ઞાની. આત્માની અર્પણતા એ જ મોક્ષમાર્ગનો સાચો દાવ છે, મોકો છે. અર્પણતામાં ‘હું’ પણાનો ત્યાગ છે, અભિમાનનો ત્યાગ છે. સમકિતમાં ‘હું’ પણું જ આડું આવે છે. અર્પણતામાં જે સત્પુરુષે કહ્યું તે જ ખરું છે, માટે હું એને જ અનુસરું. મારે મારું, પોતાનું સત્પુરુષથી જુદું કંઈ કરવાનું કે કહેવાનું છે જ નહીં, એમ માત્ર આશ્રયપણે જે રહે છે તે જીવ સમકિત પ્રાપ્ત કરે છે. ૨૪ અનુયોગનો બીજો અર્થ એ છે કે ભગવાને ચાર અનુયોગ કહ્યા છે - પ્રથમાનુયોગ, કરણાનુયોગ, દ્રવ્યાનુયોગ, ચરણાનુયોગ. એ ભગવાને કહેલા અનુયોગોનો પણ હું આશ્રય કરતાં નથી. એક તો સાક્ષાત્ ભગવાનન્હેં આશ્રય કરવો તે અનુયોગ છે. ગુરુર્તો તથા તેમના બતાવેલા માર્ગનો આશ્રય કરવો તે અનુયોગ છે અને એક અનુયોગ એ છે કે ભગવાનના કહેલા વચનો ચાર અનુયોગમાં વહેંચાયેલા છે તેનો આશ્રય કરવાથી પણ આપણને માર્ગ શું છે એ સમજણમાં આવે છે. કેમ કે, પુરુષ સાચા છે. એમનો કહેલો માર્ગ સાચો છે અને એની શ્રદ્ધા કરવાથી જીવને ક્રમે ક્રમે આગળ વધવાની અનુકૂળતા મળે છે. એની યોગ્યતા આવે છે અને પોતે પોતાનું કાર્ય એને અનુરૂપ કરી લે છે. પરમકૃપાળુદેવે પત્રાંક - ૯૫૪માં કહ્યું છે, ગુણપ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ; પ્રાપ્તિ શ્રી સદ્ગુરુ વડે, જિન દર્શન અનુયોગ. એક પછી એક ગુણોનું વર્ણન કર્યું છે અને તે ગુણોના વિરોધી દોષો મારામાં છે, એ દોષોને મારે કાઢવાના છે. અર્પણતાનો ગુણ મારામાં નથી, સત્સંગ કરું છું પણ સત્સંગની આજ્ઞા આરાધવાની યોગ્યતા મારામાં નથી. જેવો જોઈએ તેવો બળવાન સત્સંગ પણ હજી મારાથી થતો નથી. એટલો બધો હું પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થયો છું કે મને નિવૃત્તિનું ભાન પણ રહ્યું નથી. આત્મકલ્યાણ માટેનું બળવાન સાધન સત્સંગ છે. પરમકૃપાળુદેવે સત્સંગનું માહાત્મ્ય ખૂબ ખૂબ ગાયું છે. દરેક મહાપુરુષોએ ગાયું છે. યોગ્યતાવાળા જીવોને એક જ વાર સત્સંગ થયો હોય ને આત્મકલ્યાણ સાધ્યું હોય એવા ઘણા દાખલાઓ આગમમાં છે. એક જ વખત સત્સંગ મળ્યો હોય પછી જિંદગીમાં ક્યારેય સત્સંગ ન મળ્યો હોય, પણ એ સત્સંગને એણે ધારણાજ્ઞાનમાં દઢ કરીને એને અનુરૂપ જીવન જીવ્યો હોય, પુરુષાર્થ કર્યો હોય અને તે પ્રમાણે ગુણોની વૃદ્ધિ કરીને આત્મકલ્યાણ સાધ્યાના ઘણા દાખલા છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા ૨૫ ચિલાતીપુત્રનો દાખલો આવે છે કે તેના હાથમાં એક મનુષ્યનું માથું છે અને બીજા હાથમાં લોહીથી ખરડાયેલી તલવાર છે અને દોડતો દોડતો જંગલમાં જતો હોય છે. રાજાના સૈનિકો તેની પાછળ પડ્યા છે. કેમકે તેણે કોઈનું ખૂન કર્યું છે. ત્યાં જંગલમાં એક સ્થળે તેણે એક મુનિને જોયા, જે ધ્યાનમાં પરમ શાંત મુદ્રામાં બેઠા હતા. એમને જોઈ તેને થયું કે આ મહાશાંત છે. બસ ! મારે આવી શાંતિ જોઈએ છે. તેથી તેણે મહામુનિને વિનંતી કરી કે પ્રભુ ! તમારા જેવી શાંતિ મને પ્રાપ્ત કરાવો. હું બહુ અશાંત છું. મુનિએ તેના તરફ દૃષ્ટિ કરીને જોયું તો તેમને બધો ખ્યાલ આવી ગયો કે આ માણસ શું કરીને આવ્યો છે ? કેમકે, લોહીવાળી તલવાર અને મનુષ્યનું માથું તો હાથમાં જ હતા. પછી મુનિએ ફક્ત ત્રણ શબ્દો જ કહ્યા કે ઉપશમ, સંવર, વિવેક. તે કલ્યાણનો મુખ્ય માર્ગ છે. ઉપશમ એટલે ઉદયમાં આવેલા કષાય, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ આદિ ભાવોને ઉપશમાવવા, શાંત કરવા. સંવર એટલે જે કર્મો આવી રહ્યા છે તેને શુદ્ધ ભાવ દ્વારા આત્માના સ્વરૂપના આશ્રય દ્વારા રોકવા. અને વિવેક એટલે સ્વ અને ૫૨નો વિવેક ક૨વો કે હું કોણ છું અને ૫૨ શું છે ? જગતના અનંતા પદાર્થો જે ચેતન અને અચેતન છે તે ૫૨ છે અને મારું સ્વરૂપ સ્વ છે. આ વિવેક કરીને પર સાથે મારે કોઈ નિસ્બત નથી, લેવાદેવા નથી, લાગતુંવળગતું નથી, એ માત્ર સંયોગમાં રહેલા પદાર્થો છે. બસ, એમાંથી ઉપયોગને ખસેડી હું મારા સ્વરૂપમાં સ્થિર કરું, આ વિવેક છે. બસ આટલો ધર્મ છે કે ઉપયોગને પરમાંથી ખસેડી આત્મામાં લગાડવાનો પ્રયત્ન કરવો. પેલાને વધારે સત્સંગ સાંભળવાનો સમય તો હતો નહીં. આટલો સત્સંગ સાંભળ્યો અને પાછો જંગલમાં ભાગ્યો. એની પાછળ રાજાના સૈનિકો તો પડેલા જ હતા. તે ગાઢ જંગલમાં જતો રહ્યો. પેલા સૈનિકો તેને શોધી ન શક્યા એટલે પાછા ગયા. ત્રણ દિવસ સુધી વિચારમાં ને વિચારમાં ઊભો રહ્યો. શરીર લોહીથી ખરડાયેલું હોવાને કારણે આજુબાજુના કીડી-મંકોડાઓ એના શરીર પર ચઢી ગયા અને શરીર ફોલી ખાધું, છતાં તેને તેનો ખ્યાલ ન આવ્યો અને ત્યાં જ ભેદજ્ઞાન-વિવેકશાન કરી, આત્મજ્ઞાન પ્રગટ કરી, દેહ છોડી તે સ્વર્ગમાં ગયો અને ત્યાંથી એકાદ ભવ કરીને મોક્ષે જશે. આ એક જ વખતનો સત્સંગ તેણે બ્લોટીંગ પેપરની જેમ ચુસી લીધો. પાત્ર જીવોને બહુ વધારે સત્સંગની જરૂર નથી. પ્રયોજનભૂત વાત સાંભળી પ્રયોગમાં લાગીને પોતાનું કાર્ય પોતાની અંદરમાં પોતા દ્વારા પુરુષાર્થથી સિદ્ધ કરી લે છે. જે જોઈએ તે તેને મળી ગયું. ગમે ત્યાં જશો તો વાત તો આની આ જ બધે મળવાની છે. તમે સત્સંગમાં જાવ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ભક્તિના વીસ દોહરા તો નવતત્ત્વની વાત જ વિસ્તારથી મળવાની છે. આત્મા અને અનાત્માની વાત, આત્મા કેમ બંધાયો અને કેમ મુક્ત થાય – આ જ વાત કોઈપણ સત્સંગમાં હશે. ખોટી વાતોના અનેક પ્રકાર હશે. એક આત્માની જ વાતને બે-ચા૨-પાંચ વાર સાંભળીને હવે પ્રયોગ કરો. જે સ્થળ અનુકૂળ હોય ત્યાં જઈ તેનો તમે પ્રયોગ કરો, વારંવાર પ્રયોગ કરો. અનાદિ કાળના અજ્ઞાનના કુસંસ્કારો પડેલા છે, તેને સાંફ કરતા થોડી વાર લાગશે, પણ એ ધોવાઈ જશે. સાચી વસ્તુ આવે તો ખોટી વસ્તુ લાંબો સમય ટકી શકે નહીં. હીરો મળે તો કોઈ કાચને સંગ્રહે નહીં. ભલે અત્યાર સુધી તેણે કાચને હીરો માનીને સંગ્રહ કર્યો હોય, પણ સાચો હીરો હાથમાં આવે અને ઓળખાણ થાય તો તે કાચને ફેંકી દે છે. તેમ જેને સાચો સત્સંગ મળ્યો, આત્માનો બોધ મળ્યો, આસવ-બંધના કારણો સમજમાં આવ્યા તેને આસ્રવ-બંધના કારણથી નિવર્તવાનો પુરુષાર્થ ચોવીસ કલાક રહેવાનો. ગમે ત્યાં કાર્ય તો આ એક જ કરવાનું છે કે જેનાથી આસ્રવ અને બંધ થાય છે તેવા કારણોનો ત્યાગ કરવો, એવા સંયોગનો ત્યાગ કરવો અને ઉપયોગને બહારથી વાળી, અંતર્મુખ કરી, અંદરમાં સ્થિર કરવાનો પ્રયત્ન કરવો. બળ ખૂટે ત્યારે સત્સંગ સાંભળવો કે કોઈ સત્શાસ્ત્રનું વાંચન કરવું. વારંવાર પુરુષાર્થ કરવાથી આત્માનું બળ વધતું જાય છે અને જીવ ક્રમે કરીને કાર્યને સિદ્ધ કર્યા વગર રહેતો નથી. બસ “જ્ઞાનસ્ય તમ્ વિરતિ:” જ્ઞાનનું ફળ વીતરાગતા છે. ઉપયોગ દ્વારા સ્વરૂપમાં સ્થિરતા થવી તે છે. વારંવાર વાંચન કર્યું, વિચાર કર્યો, સાંભળ્યું, ચિંતવન કર્યું, મનન કર્યું, દઢ કર્યું તો હવે તેનું ફળ આવવું જોઈએ. હવે અંદરની વીતરાગતા વધવી જોઈએ. નાની નાની બાબતોમાં જે આપણે કટ કટ કરતા, ઉશ્કેરાઈ જતા, આકુળવ્યાકુળ થઈ જતા કે અશાંત થઈ જતા તે બધું હવે બંધ થઈ જવું જોઈએ. સમજવું જોઈએ કે આ બધા કર્મના ઉદય છે એટલે એવા નિમિત્તો મળે છે અને એ નિમિત્તના કારણે આવું વર્તન થાય છે. જો તે સમયે હું શાંતિ ન રાખું તો પાછા નવા કર્મ બાંધું છું. મારું કર્તવ્ય છે કે મારા બાંધેલા આવ્યા છે તેને મારે સમતાભાવે ખપાવવાના છે. જે કોઈ સાચો સાધક હોય એને કોઈ ફરિયાદ જ નથી હોતી કે આણે આમ કર્યું માટે મારે આમ કરવું પડ્યું, આણે આમ ન કર્યું હોત તો હું આમ ન કરત. અરે ભાઈ ! જેને જે કરવું હોય તે કરે. તારો ઉદય હતો તેમાં તે નિમિત્ત થયા. હવે તારે છૂટવું છે કે પાછું બંધાવું છે ? છૂટવું હોય તો હવે ફરિયાદ બંધ કર અને તારા સમતાભાવની વૃદ્ધિ કર. બીજાના દોષો પ્રત્યે દૃષ્ટિ મૂકીશ નહીં. તારા દોષ જો અને આ નિમિત્તે એ દોષોને કાઢવાનો તને મોકો મળ્યો છે. તો તારા દોષો કાઢ. આ પ્રેક્ટીકલ સાધના છે. ડગલે ને પગલે જ્યાં જશો ત્યાં બધે તમારી ચકાસણી Page #50 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા ૨૭ અને પરીક્ષા થવાની. કોઈપણ સ્થળ બાકાત નથી. તો ગમે ત્યાં જાવ, પણ તમે પ્રાપ્ત થયેલ બોધને અંદ૨માં મજબૂતપણે પકડી રાખો અને એ પ્રમાણે ચાલો, ભલે ગમે તેવા કર્મના ઉદય હોય. મહાપુરુષોને આપણા કરતાંય બળવાન કર્મો આવ્યા છે, તેને સમતાભાવ રાખીને ખપાવી દીધા છે, અબંધદશામાં વર્તીને નવા બાંધ્યા નથી અને જૂનાને સમતાભાવે ભોગવી લીધા છે. દરેકને કર્મ તો ભોગવવા જ પડશે ને ! આપણે કઈ વાડીના મૂળા કે - હું કંઈ ન ભોગવું. સાહેબ! મારે કોઈ કર્મનો ઉદય ન આવવો જોઈએ, હું આટલો ધર્મ કરું છું ને મારે આવે ? અરે ભાઈ ! તીર્થંકરને આવ્યા તો તું કંઈ વાડીનો મૂળો છો કે તને ન આવે ? આવવાના જ. આવવાથી ગભરાવાનું નથી, પણ એનો સમતાભાવે, સામનો કેવી રીતે કરવો એ શીખવાનું છે. જે કર્મો આવે તેને સમતાભાવે કેમ ખપાવવા, જેથી નવા બંધાય નહીં અને જૂના ખપી જાય, ખરી જાય અને જીવ કર્મથી મુક્ત થાય. આવો બધો બોધ આપણને ક્યાં મળે ? સત્સંગમાં, જ્ઞાનીના વચનોમાં. વારંવાર એને વાંચવાથી આપણને પ્રેરણા મળતી જાય અને આપણું બળ વધતું જાય. બસ એ પ્રયોગ કરો. દરેકને પરીક્ષાકેન્દ્ર જુદા જુદા હોય છે. કોઈને ઘરમાં હોય છે, તો કોઈને બહારમાં હોય છે. ઘરમાંય જુદા જુદા પ્રકારે પરીક્ષા લેનાર ઘણા આવશે. તમારે નણંદ હશે તો એ આવશે, દેરાણી, જેઠાણી હશે તો એ આવશે, સાસુ હશે તો એ આવશે, બીજા કાકા, કાકીજી, ફૈબા, ફુઆજી જે કોઈ હશે એ બધાય આવશે, પણ તમારી જાગૃતિ હશે તો તમે તમારા આત્માનું રક્ષણ કરી શકશો. આત્માનું રક્ષણ કરવું એ જ સાચી સાધના છે અને આત્માનું રક્ષણ પરમ સમતાભાવથી જ થાય. પરમકૃપાળુદેવે અશરણ ભાવનામાં મૂક્યું છે કે આ જીવનું શરણ એક માત્ર વીતરાગભાવ છે. આ જીવને બીજું કોઈ શરણ છે નહીં. બસ આ દૃઢ રાખવું અને ભૂલી જવાય ત્યાં વળી પાછા સત્સંગ સાંભળીને, આપેલા બોધને યાદ રાખીને પાછા જાગૃત થઈ જવું. ૧૦૦ વખત પડશો, ૧૦૧ મી વખત નહીં પડો, બાજી જીતી જશો. પડવાથી ગભરાવાનું નથી. પણ હવે મારે ઊભા થઈને પડવું નથી એવું બળ લાવવાનું છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ભક્તિના વીસ દોહરા ગાથા - ૫) હું પામર શું કરી શકું?” એવો નથી વિવેક ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. જીવ નીચેની ભૂમિકામાં હોય છે ત્યારે નિમિત્તાધીન હોય છે. જીવ નિર્બળ છે અને કર્મ બળવાન છે એટલે અજ્ઞાની જીવો કર્મને વશ થઈને વર્તે છે. હે પ્રભુહું વિષય - કષાયને આધીન છું. માટે પામર એવો હું શું કરવા સમર્થ છું? પરમકૃપાળુદેવે કહ્યું કે એક તણખલાના બે કટકા કરવાની પણ અમારી શક્તિ નથી. તો, હું તો શું કરી શકું? હું પામર પરમાં શું કરી શકું? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કોઈ પણ કાર્ય કે ક્રિયા કરી શકે નહીં. પરમાં કરવા હું પામર છું અને સ્વમાં કરવા હું સમર્થ છું. પણ નીચેની ભૂમિકામાં જીવ હોય છે ત્યારે જીવ કર્માધીન, નિમિત્તાધીન હોય છે; ત્યારે એને પોતાનું પામરપણું સમજાય છે કે અત્યારે હું પામર છું. કેમકે, હજી મારી જે આત્મિક શક્તિઓ પ્રગટ થવી જોઈએ અને આત્માનું જે બળ ઉપડવું જોઈએ, તે મારી નિર્બળતાને કારણે ઉપડતું નથી અને તેમાં નિમિત્ત તરીકે કર્મનો ઉદય છે. સિદ્ધાંતમાં તો કોઈ પર બીજા પરનું કાંઈ કરી શકે નહીં. એટલે બધાય પરપદાર્થો બીજા પરમાં કરવા માટે પામર છે, આવું પોતાનું પામરપણું સમજાય તેને વ્યવહાર વિવેક કહેવાય છે. વિવેક એટલે સ્વ અને પરનો ભેદ થવો. સ્વની ઓળખાણ થવી એનું નામ વિવેક છે. જાનો ને ચેતનનો વિવેક થવો – એ વિવેક મારામાં હજી પ્રગટ થયો નથી. હજી મારામાં સારું શું અને ખોટું શું એ જાણવાની યોગ્યતા આવી નથી. જ્ઞાની પુરુષો તે જાણે છે. આવો એને સાચો વિચાર જાગે તો સતપુરુષાર્થ આવે. પરંતુ જીવ વિવેકશૂન્ય છે એટલે હિત શું અને અહિત શું એનો વિવેક જગતના અજ્ઞાની જીવોને નથી. તેને ૨૪ કલાક “હું પરમાં આમ કરી નાખું', “મેં આમ કરી નાખ્યું, “બીજાએ પરનું આમ કર્યું એવું પરનું કર્તુત્વપણું અજ્ઞાનતાના કારણે આવે છે. આમ, પરમાં કરવા માટે જીવો પામર છે. પરની કોઈ ક્રિયા આ આત્મા કરી શકતો નથી. આવો વિવેક હજી જીવમાં આવ્યો નથી. એટલે જીવ પરનો કર્તા - ભોક્તા બને છે. જ્યારે જ્ઞાનીઓનો બોધ સાંભળે, સમજે, શ્રદ્ધે ત્યારે તેને કંઈક અંશે વિવેક જાગૃત થતો જાય. જોકે, સાચો વિવેક તો આત્મજ્ઞાન થયા પછી આવે છે. હિતમાં પ્રવૃત્તિ અને અહિતની નિવૃત્તિ - આવા સત્પરુષાર્થનું નામ વિવેક છે. જેમાં જીવ કરી શકે છે તેમાં પુરુષાર્થ નથી કરતો અને જેમાં કંઈ કરી શકતો નથી ત્યાં પોતાની બધી શક્તિ લગાડે છે. પરની કંઈક ક્રિયા કરવાની કે આવું Page #52 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા ૨૯ પાછું કરવાનો પ્રયત્ન અજ્ઞાની જીવ કરે છે અને માને છે કે પરનું કંઈક ભલું કર્યું, મેં આ બધાનું કલ્યાણ કર્યું, મેં આ બધાની સેવા કરી, હું ના હોત તો આ બધું ચાલત જ નહીં! દરેક દ્રવ્યની ક્રિયા, પરિણમન તું ના હોય તોય થવાનું છે અને હોય તોય થવાનું છે. એવો વિવેક, સાચું જ્ઞાન જગતના જીવોને અજ્ઞાન અવસ્થામાં આવી શકતું નથી. જેમ જેમ સત્સંગ સાંભળતો જાય, જ્ઞાનીના વચન વાંચતો જાય, વિચારતો જાય તેમ તેમ તેના વિવેકચક્ષુ ખૂલતા જાય છે. પહેલાં જે ચર્મચક્ષુ દ્વારા જીવ જોતો હતો તે હવે જ્ઞાનચક્ષુ દ્વારા જોવા લાગે છે. તો વિવેક રહેવો જોઈએ કે અત્યારે મારી શક્તિ નથી. જે કામ પોતાનાથી થાય એમ ન હોય તો તેમાં અન્યની સહાય વ્યવહારથી લેવી પડે. મોક્ષ પોતાની મેળે પ્રાપ્ત થાય એવો નથી અને તેમાં સદ્ગુરુની, જ્ઞાનીની, સપુરુષની સહાયની જરૂર છે. સંસારમાં જીવ અનાદિ કાળથી ગોથા ખાય છે, મનુષ્યભવમાં આવ્યો છે તો ગુરુ કે ભગવાનનું એવું શરણ લે કે છેક મરણ સુધી છોડે નહીં. એવું પકડી રાખે તો એનું જીવન સફળ થાય. સાચા પુરુષનું શરણું લીધું હોય તો તેને કશી ચિંતા રહેતી નથી. શરણે રહેવાથી સમાધિમરણની ભાવના થાય છે, સમાધિમરણ થાય છે. ગમે તેવી વ્યાધિ, કર્મના ઉદય, સંકટો, વિપરીતતા, અશાતાના ઉદય આવે તો પણ જે સત્પરુષનો આશ્રિત છે તે ધીરજને છોડતો નથી. મોટા પુરુષનું જે શરણું લે છે તે નિર્બળ હોય તોય બળવાન થઈ જાય છે. જ્ઞાનીઓનું શરણું છેક કેવળજ્ઞાન થાય ત્યાં સુધી કામ આવે છે. માટે જ્ઞાનીઓનું શરણું લેવાનું કહ્યું છે. ગણધર ભગવંતો પણ શા માટે તીર્થકર ભગવાનના શરણે જાય છે? તેમને પણ કેવળજ્ઞાન લેવા માટે શરણની જરૂર છે. તો એવા મહાપુરુષોને જો શરણની જરૂર હોય તો આપણને કેમ ના હોય? આવો શરણભાવ મારામાં આવ્યો નથી. ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છેક. હું પામર શું કરી શકું? મોકો જોયા વગર કામ કરવા જાય તો નિષ્ફળ જાય. મોકો મળે ત્યારે કામ કરવાનું ચૂકે નહીં. પરમાં તો કંઈ થાય તેમ નથી અને સ્વમાં તો કંઈ કરવાનું નથી, સ્વ તો પૂર્ણ છે. હવે પર્યાયની જે અશુદ્ધિ છે તેને ટાળવાની છે. કામ તો આટલું જ કરવાનું છે. દ્રવ્ય તો શુદ્ધ જ છે એટલે તેમાં કંઈ કરવાનું નથી અને પરમાં કંઈ કરી શકતો નથી. ફક્ત પર્યાયની અશુદ્ધિ ટાળવાની છે. પર્યાયની અશુદ્ધિ પરનું અવલંબન લેવાથી, આશ્રય લેવાથી થઈ છે તે સ્વનો આશ્રય કરવાથી ટળે છે. પરમાં નિજબુદ્ધિ કરે તો પરિભ્રમણદશાની વૃદ્ધિ થાય છે અને નિજમાં નિજબુદ્ધિ થાય તો પરિભ્રમણદશા ટળે છે. તો દરેક કાર્ય વિવેકપૂર્વક કરવું જોઈએ. ધીરજ નથી જીવને, ઉતાવળ કરવા જાય છે. પણ ઉતાવળથી કોઈ કામ થતું નથી, કામ કામની રીતે થાય છે, ધીરજ રાખવાથી થાય છે. ધીરજ Page #53 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા એટલે પુરુષાર્થ મોળો પાડવો એમ નહીં, પણ પુરુષાર્થ પૂર્ણ કરવા છતાંય કાર્ય ન થાય તો તેમાં ધીરજ રાખવી. ધીરજ એ પ્રમાદ નથી, ધીરજ એ અવસ૨નો મોકો જોવા માટેની યોગ્યતા છે માટે ધીરજ રાખીને કરવું જોઈએ. ઉતાવળ રાખવાથી કામ કંઈ વહેલું થઈ જાય એવું નથી. ધીરજ રાખવાથી મોડું થાય એવું પણ નથી. ભગવાન અને ગુરુના ચરણ અને શરણ ધીરજપૂર્વક પકડી રાખવાના છે. ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. ક્યાં સુધી ધીરજ રાખવાની છે ? છેક મરણ થાય ત્યાં સુધી. ત્યાં સુધી ભગવાનના અને સદ્ગુરુના ચરણ અને શરણ પકડી રાખવાના છે. આવો વિવેક આવવો જોઈએ. આવો દૃઢ યથાર્થ નિર્ણય થવો જોઈએ કે આપણું બળ ચાલતું નથી, તો સહાયની જરૂર છે. મોક્ષમાર્ગના ઉત્કૃષ્ટ ભોમિયા જ્ઞાની છે. તો તેમના ચરણે રહેવાથી, એમના શરણે જવાથી આપણને પણ સાચા મોક્ષમાર્ગનો ખ્યાલ આવે છે, એની શ્રદ્ધા અને એનું સાચું જ્ઞાન થાય છે તેમજ આજ્ઞા પ્રમાણે એ બાજુનો સાચો પુરુષાર્થ ચાલે છે. 30 આત્મા તો અનંત શક્તિવાળો છે. આત્મા કંઈ પામર નથી, પણ વર્તમાનમાં યોગ્યતા ઓછી છે. શક્તિ તો પડેલી છે પણ વર્તમાનમાં એ વ્યક્ત ન થઈ હોવાથી નિર્બળતા છે. થઈ શકે એવી છે, ક્રમે ક્રમે થાય એવી છે. ક્યારે ? તો કે ધીરજ રાખે તો અને ચરણનું શરણ રાખે તો. ક્યાં સુધી ? મરણ સુધીની છેક. મરણ સુધી ભગવાનના ચરણનું શરણ છોડે નહીં તો એનું સમાધિમરણ થાય. એક વા૨ જો સમાધિમરણ થાય તો અનંતકાળના અનંતવારના અસમાધિમરણ ટળી જાય. સાચા પુરુષનું, ભગવાનનું, વીતરાગનું શરણ છે તેને ચિંતા શેની ? ભગવાનનું શરણ લઈને સમાધિમરણની ભાવના કરવાની છે. કર્મોના ઉદય છે તો વ્યાધિઓ પણ આવશે, સંકટો પણ આવશે, પણ જો ધીરજ રાખે તો બધાય સંકટમાંથી પાર થઈ શકે તેમ છે. ધીરજ રાખવી પડે, ઉતાવળે આંબા પાકે નહીં. ઉતાવળા સો બહાવરા, ધીરા સો ગંભીર. તો, ભગવાનનું શરણું ક્યાં સુધી લેવાનું ? કેવળજ્ઞાન થાય ત્યાં સુધી. શરણું એટલે ભક્તિમાર્ગ. આત્માનું શુદ્ધ સ્વરૂપ અને પરમાત્માનું શુદ્ધ સ્વરૂપ આ બન્ને સમાન છે - આ પ્રકારના ભાવ અંદ૨માં પ્રગટે, એ બે વચ્ચેનો ભેદ મટી જાય એ પરાભક્તિ છે. આત્માના શુદ્ધ ભાવનો અને પરમાત્માના શુદ્ધ સ્વભાવનો – એ બે વચ્ચેનો ભેદ મટી જાય એ પરાભક્તિ છે. 1 હું પામર શું કરી શકું ? એવો નથી વિવેક. આવો વિવેક આવવો જોઈએ કે હું પરમાં કાંઈ કરી શકર્તા નથી. ર્તા પરનું કર્તૃત્વપણું, ભકિતૃત્વબુદ્ધિ છાડું. પરના કઈ ક્રિયા હુ કર શકુ છું, પરને જીવાડી શકું છું, પરને મારી શકું છું, પરને સુખી કરી શકું છું, પરને હું દુઃખી કરી શકું છું અથવા પરથી હું સુખી થાઉં છું કે પરથી હું દુઃખી થાઉં છું, પરથી હું જીવું છું, ૫૨ મને મારે Page #54 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા ૩૧ છે - આ બધી અજ્ઞાનતા કાઢી નાખવી તેનું નામ વિવેક. આવા વિવેકપૂર્વક જે જીવો જીવન જીવે છે તેને શાંતિ રહે છે. આઠે પહોર આનંદ રે. ગમે તેવી ઉથલપાથલો થઈ જાય તો પણ વિચલિત થતા નથી. ઘરમાં, દેહમાં, કુટુંબમાં કે દુનિયામાં આવો વિવેક જેને જાગૃત છે તેને શાંતિ છે. જીવમાં અશાંતિ દેખાય છે તે બતાવે છે કે આ જીવ ક્યાંક તત્ત્વદષ્ટિ ચૂક્યો છે. જ્યારે પણ આપણને અશાંતિ થાય છે ત્યારે તે બીજાના કારણે નથી થઈ. કોઈપણ બનાવની તત્ત્વથી ખતવણી ક૨વામાં આપણે ચૂક્યા છીએ. સાચી ખતવણી કરી નથી, પણ ઊંધી ખતવણી કરી છે. એટલે આપણને અશાંતિ આવી છે. જીવ ક્યારેય પણ પોતાનો દોષ જોતો નથી, પોતાના દોષો બીજા પર નાખીને પોતે અઢાર દોષોથી રહિત નિર્દોષ હોય એમ છૂટી જાય છે. અશાંતિ આવી તો પ્રભુ તારો કંઈક દોષ છે ! કર્મનો ઉદય આવ્યો તો એ કર્મનો દોષ નથી, બીજા કોઈ નિમિત્ત આવ્યા એટલે નિમિત્તનો દોષ નથી. તારો દોષ એ છે કે એ બનાવમાં તેં જે તત્ત્વની ખતવણી કરી છે એ સિદ્ધાંતથી વિપરીત કરી છે. એટલે એના વિકલ્પ દ્વારા તને અંદરમાં અશાંતિ આવી છે. અને જ્યાં સુધી એમ કરીશું ત્યાં સુધી અશાંતિ આવશે. ભલે તું હજારો શાસ્ત્રો ભણેલો હોય કે ગમે તેટલો તપસ્વી, ત્યાગી કે ક્રિયાકાંડી હોય કે ગમે તેટલી ભક્તિ કે ધ્યાન કરનારો હોય. સિદ્ધાંતથી વિરુદ્ધ વિકલ્પ કર્યા તો અશાંતિ થવાની અને સિદ્ધાંત સમજીને ખતવણી કરે તો શાંતિ થશે. આનું નામ વિવેક કહેવાય. કહીએ છીએ ને કે ભાઈ ! વિવેક રાખતા શીખો. કેમ રહેતા શીખવું એનું નામ વિવેક. તો મોક્ષમાર્ગમાં પરમાર્થદષ્ટિથી જોતાં શીખો, એનું નામ વિવેક છે. વ્યવહાર દૃષ્ટિથી તો આખું જગત જુએ છે, પણ પ૨માર્થ દૃષ્ટિથી બધા બનાવોની ખતવણી કરો, એનું નામ વિવેક. હું પામર શું કરી શકું ? પ્રશ્નાર્થ છે. હું શું કરી શકું ? ક૨વાના ભાવ ગમે તેટલા હોય તોય કરી શકે એમ નથી. પમાડવાના ભાવ ગમે તેટલા હોય તોય કોઈ કોઈને પમાડી શકે નહીં. એ પામવાના હોય, એની યોગ્યતા હોય તો પામે. યોગ્યતા ના હોય તો ના પણ પામે. આ જીવને તો એનુંય ટેન્શન કે હું કોઈને પણ પમાડી ના શક્યો. પણ ઉપાદાનની યોગ્યતા ન હોય તો કોઈપણ જીવ પામી ન શકે તેવો વિવેક રહેવો જોઈએ. વિવેક એટલે તત્ત્વની સાચી ખતવણી. દરેક બનાવમાં તત્ત્વ શું છે એ સમજો. પરમકૃપાળુદેવે કહ્યું છે, તત્ત્વ રૂપથી એ ઓળખે, તે જન પહોંચે શાશ્વત સુખે; શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ. - શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૨ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ભક્તિના વીસ દોહરા ભગવાનને તત્ત્વરૂપથી ઓળખો. ગુરુને તત્ત્વરૂપથી ઓળખો. દરેક બનાવની ખતવણી તત્ત્વથી કરો. તો એને સાચા શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. પરમકૃપાળુદેવે કહ્યું છે, હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરહરું? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં. – શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૬૭ હું પામર શું કરી શકું? કાંઈ ના કરી શકું. નિર્બળતામાં પણ ના કરી શકું અને પરમાર્થથી પણ ના કરી શકું. વ્યવહારથી ભલે એમ કહેવાય કે આણે આ કર્યું, પણ નિર્બળ માણસ વ્યવહારથી પણ બહારમાં કાંઈ કરી શકતો નથી. કેમકે એ કર્મને આધીન છે. એટલે જેવા કેવા કર્મ આવે તેને આધીન થઈ તેવા તેવા ભાવે પરિણમી જાય છે. જગત જીવ બેંકધીના, અચરિજ કછુઆ ન લીના. આપ સ્વભાવ મેં રે, અબધૂ સદા મગન મેં રહેના. . જગતના જીવો કર્મને આધીન થઈને ચાલે છે. તેમાં અચરજની વાત નથી. અજ્ઞાની જીવો આત્માને આધીન થઈને વર્તે એ આશ્ચર્યની વાત કહેવાય. જગતના જીવોની કોઈપણ વાતનું આશ્ચર્યના કરવું, પણ પોતાના સ્વભાવમાં મગ્ન, સ્થિર થઈને રહેવું - જો શાંતિ જોઈતી હોય તો. બીજાઓને જોઈને અનુકંપા આવે અને પોતાની શાંતિ હણી નાખે એ મૂર્ખા. આ જીવ બીજા માટે એમ વિચારે છે કે આ જીવ આટલા વર્ષોથી સાધના કરે છે પણ એને સમકિતની પ્રાપ્તિ ન થઈ. પણ ભગવાન કહે છે કે તું તારી ચિંતા કર ને બાપુ! બીજાના વિકલ્પ શું કરવા કરે છે? તારા વિકલ્પ કરવાથી બીજાને થોડું આત્મજ્ઞાન થઈ જવાનું છે? ઊંઘ ના આવે ! ઘણી વખત રાતના સૂતા સૂતા બીજાના એટલા બધા વિકલ્પો કરે કે ઊંઘની ગોળી ખાવા છતાંય ઊંઘે નહીં, એવા ટેન્શનમાં હોય. અરે ! પણ તારે શું ટેન્શન છે? મૂકને, તને ક્યાં જવાબદારી સોંપી છે? હવે એને એમ છે કે આ ઘરની ને બીજાની બધી જવાબદારી મારા માથે જ છે. એટલે મારે તો ટેન્શન લઈને ફરવું જોઈએ ! જીવ પોતાનું ટેન્શન શું છે એ જાણતો નથી અને બીજાના ટેન્શનમાં અડધો થઈ જાય છે. ઘણા મને કહેતા હોય છે કે બહુ જ વિકલ્પ આવ્યા, ઊંધ જ ન Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ભક્તિના વીસ દોહરા આવી, ઘડીકમાં આમના આવ્યા, ને ઘડીકમાં પેલાના આવ્યા. ઓહો ! આ વિકલ્પોની પાછળ શાંતિથી ખાય નહીં, પીવે નહીં, બોલે નહીં, ચાલે નહીં, ઊંધે નહીં! કાજી કયું દુબલે? તો કહે સારે ગાંવ કી ફિકર ! વિવેક નથી. મેજીસ્ટ્રેટ હોય છે એમને ચુકાદો આપી દીધા પછી કાંઈ વિકલ્પ જ નહીં. “આને ફાંસી આપી દો. બસ પતી ગયું. પછી એને કંઈ નથી કે આને ફાંસી આપશું તો શું થશે ને એ બિચારો કઈ રીતે ભોગવશે? એના ઘરવાળાનું શું થશે? સબ સબ કી સમ્હાલો, મેં મેરી ફોડતા હું. સામેવાળા જીવને એની કંઈ ફિકર નથી ને આને એની ફિકર થાય! ધીરજપૂર્વક ભગવાનના ચરણનું શરણ, રાખો. તમારું કાર્ય અવશ્ય થશે. જેણે જેણે ભગવાનનું શરણું લીધું છે ને ધીરજ રાખી છે તે બધાયના કાર્ય થયા છે, થાય છે અને થશે. ચરણ એટલે આજ્ઞા. ચરણ એટલે ચારિત્ર. શરણ એટલે Unconditional Surrender પછી ધીરજ રાખો. કૂકર ગેસ ઉપર મૂકી દીધું, બધું બરાબર છે, ઢાંકણું પણ બરાબર બંધ કર્યું છે, વસ્તુ પણ બરાબર છે, પાણી પણ બરાબર છે, ગેસ પણ ચાલે છે, હવે ધીરજ રાખો, સીટી વાગશે. હવે બે બે મિનિટે ધીરજ તોડે કે હજી સીટી ન વાગી, હજી ન વાગી ! અરે, પણ એનો સમય થશે ત્યારે એ વાગશે, એક સેકન્ડ વહેલી પણ નહીં વાગે કે એક સેકન્ડ મોડી પણ નહીં વાગે. એ એના સમયે જ વાગશે.' ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છે. ભગવાનના ચરણના શરણમાં રહીને મરીએ ત્યાં સુધી ધીરજ રાખવાની છે. તો સમાધિમરણ થશે, મનુષ્યભવ સફળ થશે. સાચી શ્રદ્ધા રાખો, અંધશ્રદ્ધા નહીં. સાચા પુરુષના શરણે છો તો અવશ્ય કલ્યાણ થાય, થાય ને થાય જ. પારસમણિ લોખંડને અડે તો સોનું થાય, થાય ને થાય જ. પારસમણિ ઔર સંતમે, બડો અંતરો જાન; વો લોહા કંચન કરે, વો કરે આપ સમાન. એક ગામમાં વાળંદ રહેતો હતો. એ ગામમાં એક સપુરુષ આવ્યા હતા. આ વાળંદ સેવાભાવી હોવાથી દુકાન બંધ કરીને દરરોજ તેમની સેવા કરવા જાય. તેમના પગ દબાવે, માલિશ કરે અને એમના માટે ફળફળાદિ લઈ જાય. એ એનો રોજનો નિયમ થઈ ગયો હતો. ત્રણ-ચાર વર્ષ સુધી એણે સંતની નિષ્કામ સેવા કરી અને કોઈ વસ્તુ એણે એમની પાસે માંગી નહીં. એક વખત સંતને ત્યાંથી જવાનું થયું. સંતને થયું કે આ માણસે ખૂબ સેવા કરી છે, તો Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ભક્તિના વીસ દોહરા મારી પાસે એક પારસમણિ છે એ એને આપી દઉં. મારે કંઈ કામનો નથી ને એને બિચારાને કામમાં આવશે. આથી તે સંતે વાળંદને બોલાવીને કહ્યું કે આ પારસમણિ તને હું આપું છું. એટલે હવે તારે તારી દુકાન ચલાવવાની જરૂર નથી. તું જેટલા લોખંડને અડાડીશ એ બધું સોનું થઈ જશે, એનાથી ઘણું સોનું ભેગું કરી શકીશ. આખી દુનિયામાં કોઈની પાસે નહીં હોય એટલું સોનું તારી પાસે થશે. તું એને સાચવીને રાખજે અને સદુપયોગ કરજે. વાળંદ તો રાજી રાજી થઈ ગયો. તેને થયું કે બાપજીએ મને ન્યાલ કરી દીધો. પછી તે પારસમણિ લઈને ઘરે ગયો. પછી એને એમ થયું કે આ સાચો હશે કે ખોટો? લાવ ત્યારે અખતરો તો કરું. મારી પાસે લોખંડની કાતર, અસ્તરો એ બધું તો પડ્યું છે. એમ વિચારી એણે એ મણિ કાતરને અડાડ્યો તો કાતર સોનાની થઈ ગઈ, અસ્તરો હતો એય સોનાનો થઈ ગયો. વાળ કાપવાનું મશીન પણ સોનાનું થઈ ગયું. હવે તો એ વિચારોને ચકડોળે ચડ્યો. ગમે તેમ તોય એ વાળંદ હતો. તેને થયું કે ગામમાં ઘણા સમયથી વાળંદોની હરીફાઈ ચાલે છે. એટલે હવે આ બધાની દુકાન બંધ કરાવી દઉં. એટલે બીજા દિવસે એણે દુકાન ઉપર મોટું બોર્ડ માર્યું કે જૂના ભાવમાં સોનાની ખુરશી ઉપર સોનાના અસ્તરાથી અને સોનાના મશીનથી વાળ, દાઢી કરવામાં આવે છે. એટલે બધી ઘરાકી આ બાજુ વળવા લાગી. બધાએ સોનાના અસ્તરા જોયા, કાચની ફ્રેમ પણ સોનાની, બધુંય સોનાનું થઈ ગયું હતું. ધીમે ધીમે બીજા બધા વાળંદની દુકાન બંધ થવા લાગી એટલે આ રાજી થાય, કે હવે આટલા વર્ષે મોકો મળ્યો. હવે એકેય દુકાન ચાલવા ન દઉં ! આમ, બધાય હજામની દુકાન બંધ થઈ ગઈ. એટલે બધાય હજામોને પોતાને ત્યાં નોકરીએ રાખ્યા. થોડા સમય પછી પેલા સંત ફરીથી તે ગામમાં આવ્યા. થોડા દિવસ ગયા છતાં પેલો હજામ દેખાયો નહીં એટલે સંતને થયું કે આ પારસમણિ આપ્યા પછી પેલો હજામ કેમ ના આવ્યો? એ તો કમાવામાં પડી ગયો હતો. આટલી ધમાકેદાર દુકાન ચાલે, લાઈન લાગે પછી એ ક્યાંથી સંત પાસે જાય ! આથી સંતે તે હજામને સમાચાર મોકલ્યા કે તમને સંત યાદ કરે છે. હજામને થયું કે અઠવાડિયા પછી જઈ આવીશ. અઠવાડિયા પછી પણ એ ના ગયો ત્યારે સંતે બે-ત્રણ માણસ મોકલ્યા. ત્યારે તેને એમ થયું કે બાપજીના કારણે તો હું આટલો ઊંચો આવ્યો છું, તો મારે મળવા તો જવું પડે. એટલે ગયો. સંતને કહે કે બાપજી, આપની કૃપાથી તો બહુ સુખી થયો છું. વિરોધ પક્ષવાળા બધા મટી ગયા અને હરીફાઈવાળા હતા એ બધાયને નોકરીએ રાખી લીધા છે. ગામ અને પરગામ વાળા બધા વાળ કપાવવા અહીં જ આવે છે! સંતે કહ્યું કે તે શું કર્યું એ Page #58 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા. ૩૫ તો કહે? હજાએ કહ્યું કે સાહેબ! અસ્તરા, મશીનો ને ખુરશીઓ બધુંય સોનાનું કરી નાખ્યું છે ને એ જ જૂના ભાવથી કાપું છું. સંત કહે કે અરે ! પણ તને પારસમણિ આપ્યો તોય હજી તું હજામત જ કરે છે? પારસમણિ તો હજામત બંધ કરવા આપ્યો હતો! હવે પારસમણિ આપ્યા પછી વાળ કાપવાના હોય? એ તો ગમે તેટલા લોઢાને અડાડે તો સોનું થઈ જાય. હવે તારે દુકાન ચલાવવાની શી જરૂર હતી? અનધિકારી જીવના હાથમાં મોટી વસ્તુ જાય છે તો એની એને સાચી કિંમત સમજાતી નથી. એવી રીતે અનધિકારી જીવોના હાથમાં ખરો ધર્મ જાય તો પણ ગુરુનો કે ધર્મનો કે ભગવાનનો લાભ ઉઠાવી શકતા નથી. જે ભગવાનનું સાચું શરણું લે અને તેમની આજ્ઞા પ્રમાણે જીવન જીવે તો તેનું સમાધિમરણ થાય અને એક વાર સમાધિમરણ થાય તો અનંત કાળના અસમાધિમરણ ટળી જાય. ***** Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ગાથા - ૬ અચિંત્ય તુજ માહાત્મ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ. ભક્તિના વીસ દોહરા ભક્ત કહે છે કે ભલે હું આવો પામર છું પણ હે પ્રભુ ! તમારી શક્તિ અને પ્રભાવ તો અલૌકિક છે. ત્રણે કાળમાં દુર્લભ એવા આત્મજ્ઞાની નિગ્રંથ ગુરુની પ્રાપ્તિ થઈ છે, તેનો વિચાર આવતા સાધકને ઉલ્લાસ થાય છે કે અહો ! અનાદિ કાળમાં જેનો યોગ હું શોધતો હતો એ યોગ મને વર્તમાનમાં પ્રાપ્ત થઈ ગયો. જેને સત્પુરુષ મળ્યા એને સંસાર રૂપી વનને પાર કરવાનો ચોખ્ખો ધોરીમાર્ગ મળ્યો. આથી મુમુક્ષુની બધી મૂંઝવણ ટળી જાય છે અને અંદરમાં પ્રફુલ્લિતતા આવે છે. કોઈ માણસ પોતાના ગામ જવા જંગલમાંથી પસાર થતો હોય અને અંધારું થઈ જાય, રસ્તો ભૂલી જાય અને ચારે બાજુ ભટકે એટલે એને થાય કે હવે મારે બચવું હોય તો કોઈ ઝાડ ઉપર ચઢી જઉં, નહીં તો આ જંગલમાં હિંસક પશુઓ મારો નાશ કરી નાખશે. એમ વિચારી ઝાડ ઉપર ચઢી જાય છે. વીજળીનો ઝબકારો થતા તેને બહાર એક સડક દેખાઈ. તેને થયું કે ઓહો ! રસ્તો તો આ જ છે. હવે રાતે મારે ચાલવું નથી, પણ રસ્તો મળી ગયો છે. હવે મારે ચાલવાનું જ છે. તેમ જ્ઞાનીપુરુષ મળ્યા પછી સાધકને રસ્તો તો મળી જાય છે, બસ હવે એને ચાલવાનું જ છે. એટલે તેને પ્રફુલ્લિતતા આવે છે. નિગ્રંથ રત્નત્રયધારી મુનિઓનો યોગ થયો એ મહાપુણ્યથી થયો છે. એનું માહાત્મ્ય અપાર છે. ગમે તે ગતિ થાય પણ જો એનું શરણ સાચું છે તો અવશ્ય જીવ મોક્ષે પહોંચી જાય છે. આવા કાળમાં પરમકૃપાળુદેવ જેવા જ્ઞાની મળ્યા એ આપણું અહોભાગ્ય કહેવાય. હવે એમનું એક પણ વચન જો જીવ ખરા હૃદયથી આરાધે તો એનું અવશ્ય કલ્યાણ થાય. એક વચનની, એક આજ્ઞાની પણ સમ્યક્ આરાધના થાય તો યાવત્ મોક્ષ થાય એમ આગમવચન છે. પુરુષાર્થ જોઈએ. પ્રમાદ કરે તો કાર્ય ન થાય. સત્પુરુષ મળ્યા પછી જીવનો પુરુષાર્થ વધી જાય. એની લૌકિક પ્રવૃત્તિઓ અને લૌકિક કાર્યો ઘણા અંશે ઘટી જાય. આત્માના લક્ષ સહિત સત્પુરુષ ઉપર પ્રેમ વધતો જાય. જેટલા જેટલા અંશે પ્રેમ વધે તેટલા તેટલા અંશે બોધનું પરિણમન થાય. પરમકૃપાળુદેવે શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત પત્રાંક-૨૦૦ માં લખ્યું છે કે સત્પુરુષની ભક્તિ અને એમના પ્રત્યેની શ્રદ્ધા દૃઢ થાય ત્યારે બોધનું પરિણમન થાય. જેને જેના પ્રત્યેની શ્રદ્ધા હોય એનો બોધ જ એને પરિણમન પામે. ભલે કેવળજ્ઞાની પુરુષ હોય પણ એના પ્રત્યે એને શ્રદ્ધા ના Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ભક્તિના વીસ દોહરા. હોય તો એમના બોધનું પરિણમન ના થાય. તો, આવું સત્પરુષનું માહાભ્ય આવવું જોઈએ તે આવ્યું નથી. અચિંત્ય તુજ માહાભ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; ભગવાનના સ્વરૂપનું માહાભ્ય, પોતાના સ્વરૂપનું માહાભ્ય, સદ્ગુરુના સ્વરૂપનું અને બોધનું માહાત્મ અચિંત્ય છે. અચિંત્ય એટલે ચિંતવનમાં આવી શકે તેમ નથી. સત્પરુષનું, એમની દશાનું, એમના બોધનું, એમના ચારિત્રનું, એમના સમગ્ર વ્યક્તિત્વનું માહાત્મ તથા તેમના પ્રત્યે પ્રફુલ્લિત ભાવ, આનંદ આવવો જોઈએ. જેમ સંસારમાં સારા સમાચાર મળે તો આપણામાં પ્રફુલ્લિતતા આવી જાય, તેવી રીતે પુરુષના બોધથી પ્રફુલ્લિતતા આવવી જોઈએ. એવું સપુરુષનું માહાસ્ય મને હજી લાગ્યું નથી. તેથી પરમ પ્રેમનો એક અંશ પણ મારામાં નથી. અંશન એકે સ્નેહનો, ભગવાન પ્રત્યે અને ગુરુ પ્રત્યે જે નિષ્કામ પ્રેમ અને સ્નેહ આવવો જોઈએ એનો એક અંશ પણ હજી મને આવ્યો નથી. લગ્નના ગીત ગાય ત્યારે કેવો ઉલ્લાસ આવે! એકનો એક દીકરો હોય, એના લગ્ન થાય, અને ગાણા ગવાતા હોય ત્યારે એ વરરાજાની માને ગાવાનો કેટલો ઉત્સાહ હોય! ગળું બેસી જાય, કોઈ કહે કે માસી! રહેવા દો, તો એ કહે કે તને ખબર ના પડે. મારે તો આ પહેલો ને છેલ્લો પ્રસંગ છે. આજનો લ્હાવો લીજિયે રે, કાલ કોણે દીઠી છે? આવી પ્રફુલ્લિતા, આવો ઉત્સાહ પરમાર્થ ભક્તિમાં, પરમાર્થમાર્ગમાં, સાચા દેવગુરુ-ધર્મમાં આવવો જોઈએ. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે, સબ આગમભેદ સુઉર બસે; વહ કેવલકો બીજ ગ્લાનિ કહે, નિજકો અનુભૌ બતલાઈ દિયે. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૬૫ જૈસી પ્રીતિ હરામ કી, ઐસી હર પર હોય; ચલ્યો જાયે વૈકુંઠ મેં, પલ્લો ન પકડે કોઈ પ્રીતિ અનંતી પર થકી, જે તોડે હો તે જોડે એહ; પરમ પુરુષથી રાગતા, એકત્વતા હો દાખી ગુણગેહ. ઋષભ. Page #61 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા પ્રભુજીને અવલંબતાં, નિજ પ્રભુતા હો પ્રગટે ગુણરાશ; દેવચંદ્રની સેવના, આપે મુજ હો અવિચળ સુખવાસ. ઋષભ. – શ્રી દેવચંદ્રજી કૃત ઋષભજિન સ્તવન સંસારના પદાર્થો પ્રત્યે જે સ્નેહ છે એ પલટાઈને ભગવાન પ્રત્યે થઈ જાય તો કામ થઈ જાય. તબ કારજ સિદ્ધ બને આપનો, રસ અમૃત પાવહિ પ્રેમ ઘનો. જેમ અગ્નિનો એક તણખો લાખો મણ રૂને બાળી નાખે, તેમ એક અંશ પણ સાચો સ્નેહ આવે તો એ ઘણા કર્મોનો નાશ કરી નાંખે. અનાદિ કાળના કર્મોનો બોજો આપણા માથે છે. ઘણું કામ કરવાનું છે. માટે સત્પરુષ અને પરમાત્મા ઉપર ખૂબ “ભાવ” આવવો જોઈએ. એનો પ્રભાવ આવવો જોઈએ. બધુંય બળ આમાં લગાડવું પડશે. સિંહનો શિકાર કરવા નીકળે અને સસલાથી ગભરાય તો શું કામ થાય? એમ સંસારના બંધનો તોડવા બળ, હિંમત, પુરુષાર્થ જોઈએ તે નથી. ન મળે પરમ પ્રભાવ. એક અંશ પણ સાચો સ્નેહ પરમાત્મા પ્રત્યે આવે, તો અનાદિ કાળમાં જે કામ નથી થયું તે આ ભવમાં મુહૂર્ત માત્રમાં થઈ જાય. એક અંશ એટલે બાકર બચ્ચા લાખ, લાખે બિચારા, સિંહણ બચ્ચું એક, એકે હજારા. બકરાના લાખ બચ્ચા હોય તો પણ સિંહ પાસે કંઈ કામ ન આવે, પણ એક સિંહનું બચ્ચું હજાર બકરાને ભગાડી દે. તેમ પરમાત્મા પ્રત્યે જેને એક અંશ પણ સ્નેહ આવ્યો તે હજારો વર્ષોના કે અનેક ભવોના કર્મોને બાળીને ભૂકો કરી નાખે. આટલી પરમાત્માના સ્નેહમાં શક્તિ રહેલી છે. આ ભક્તિમાર્ગ છે. પરમકૃપાળુદેવે લખ્યું છે કે ભગવાન મુક્તિ આપવામાં કૃપણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે. ભક્તિ આવે તો મુક્તિ આવે જ. કારણ કે મુક્તિ એ ભક્તિની દાસી છે. આવું ભગવાનનું માહાસ્ય આવવું જોઈએ અથવા પોતાના શુદ્ધાત્માનું માહાસ્ય આવવું જોઈએ. જેનું ચિંતન ના થઈ શકે એવો અચિંત્ય ચિંતામણિ તે આત્મા છે. આત્મા કે પરમાત્મા ચિંતવનમાં આવી શકે એવા નથી. એ બાવન અક્ષરથી બહાર છે. એ શબ્દાતીત છે, અક્ષરાતીત છે, વિકલ્પાતીત છે, મનાતીત છે, સર્વાતીત છે. દષ્ટિ જાગવી જોઈએ, પાત્રતા આવવી જોઈએ. અંદરમાં પરમાત્મા પ્રત્યે તીવ્ર ભાવ આવવો જોઈએ. તો જગતના જીવો માટે જે અઘરું કામ છે તે એના માટે સહેલું થાય છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ભક્તિના વીસ દોહરા મૂંગા વાચા પામતા,પંગુ ગિરિ ચડી જાય; ગુરુકૃપાબળ ઓર છે, અંધ દેખતા થાય. એટલે કે અજ્ઞાની જ્ઞાની થાય. પ્રફુલ્લિતતા આવવી જોઈએ. સંસારના સુખોમાં પ્રફુલ્લિતતા આવે છે, સંસારની અનુકૂળતાઓમાં પ્રફુલ્લિતતા આવે છે એવી પરમાર્થમાર્ગમાં અને પારમાર્થિક દેવ, ગુરુ, ધર્મમાં પ્રફુલ્લિતતા આવે તો એના માટે બહુ સહેલું છે. ધીરજ પણ જોઈએ. એક ભક્ત કહ્યું છે કે ચમચીથી સમુદ્ર ઉલેચવો હોય તો જેટલી ધીરજ જોઈએ, એટલી ધીરજ આ માર્ગમાં જોઈએ. વિશ્વાસ પણ જોઈએ કે મારું કામ થશે જ. એક ચમચી તો હું ઓછી કરું છું. અંશ ન એકે સ્નેહનો. હે પરમાત્મા! તમારા પ્રત્યે એક અંશ પણ સાચો સ્નેહ નથી. જે દેખાય છે એ બધો બનાવટી છે, આડંબર છે, લોકોને દેખાડવા માટે છે, પણ હૃદયના સાચા ભાવથી જો આવી જાય તો કામ થઈ જાય. ન મળે પરમ પ્રભાવ. પ્રભાવ આવવો જોઈએ. ભગવાન પ્રત્યે પ્રભાવ આવે તો કામ થઈ ગયું. “થશે કે નહીં થાય? આમ કરીશ તો આમ થશે કે આમ?” એ વિકલ્પવાળાનું કામ નથી, અહીં તો કોનું કામ છે? સોપી મેં તો તારા ચરણમાં, થાવાનું હોય તે થાય; વ્હાલા મારા હૈયામાં રહેજે, ભૂલું ત્યાં તું ટોકતો રહેજે. આત્મા, પરમાત્મા પ્રત્યે એક અંશ પણ સ્નેહ આવે તોય ઘણું છે. સાચા પ્રેમ, સ્નેહની જાતનો એક અંશ પણ હોય તો પણ અનંતા કર્મ બાળીને ભસ્મ કરી નાખે એટલી એની શક્તિ હોય છે. હિંમત જોઈએ. સંસારના બંધનો તોડવા બળ, હિંમત અને પુરુષાર્થ જોઈએ, એ મારામાં નથી. એ બળ હે પ્રભુ! તું મને આપ. જયારે હાથીને મગર પાણીમાં ખેંચે છે ત્યારે જુએ છે કે મેં ઘણું બળ કર્યું, પણ હજી મારું બળ ચાલતું નથી અને મને મગર ખેંચી જાય છે, પછી એણે ભગવાનને પોકાર કર્યો એટલે એનામાં બળ આવ્યું. નિર્બળ કે બળ રામ. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ભક્તિના વીસ દોહરા ગાથા - ૭ ) અચળરૂપ આસક્તિ નહિ, નહીં વિરહનો તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવા માટે જે સતત ઇચ્છાઓ થવી જોઈએ, ભાવનાઓ થવી જોઈએ, રટણ લાગવું જોઈએ એવી આસક્તિ આત્માને પ્રાપ્ત કરવાની નથી. જગતના પદાર્થોમાં જેવી આસક્તિ છે, ક્ષણિક સુખ અને ક્ષણિક પદાર્થોમાં જેવી આસક્તિ છે એવી આસક્તિ જો પરમાત્માને પ્રાપ્ત કરવાની થાય તો જીવનું કામ થઈ જાય. એ માટે સતત ઝંખના જોઈએ. “સાહેબ ! તમે સંભળાવો તો સાંભળીએ, એ પણ અમને સમય હોય તો!” તો એ આસક્તિ નથી. તન, મન, ધન, સમય બધાયનો જે કંઈ ભોગ આપવો પડે એ આપીને પણ આત્માને પ્રાપ્ત કરવાની અંદરમાં તીવ્ર તાલાવેલી જોઈએ. તેવી અચળરૂપ આસક્તિ પ્રભુ પ્રત્યે મને જાગી નથી. જોકે, સંસારના સુખોમાં એવી આસક્તિ છે. કહ્યું છે, જૈસી પ્રીતિ હરામ કી, ઐસી હર પર હોય; ચલ્યો જાય વૈકુંઠ મેં પલ્લો ન પકડે કોઈ વીસ દોહરામાં જ આગળ આવે છે કે, પ્રભુ પ્રભુ લય લાગી નહીં, લય લાગવી જોઈએ, ધૂન લાગવી જોઈએ. પરમાત્મા અને પોતાના આત્મા પ્રત્યે જે આસક્તિ હોય એવી ક્યાંય ન હોય, એનું નામ સાચો મુમુક્ષુ કહેવાય. “સર્વ પ્રકારની મોહાસક્તિથી મુંઝાઈને એક માત્ર મોક્ષને વિષે યત્ન કરવો તેને અમે મુમુક્ષુ કહીએ છીએ.” જુઓ ! સર્વ પ્રકારની મોહાસક્તિથી જીવ મુંઝાયો નથી. જીવે બંનેમાં આસક્તિ રાખી છે – મોક્ષમાર્ગમાં અને સંસારના પદાર્થોમાં. જ્યારે પરમકૃપાળુદેવ તો કહે છે કે ક્ષણે-ક્ષણે, કાર્યોકાર્યો, પ્રસંગે-પ્રસંગે, અનન્ય પ્રેમે મોક્ષમાર્ગમાં પ્રવર્તવું તેને અમે તીવ્ર મુમુક્ષુ કહીએ છીએ. આ તીવ્ર મુમુક્ષુતાની નિશાની છે. ક્ષણે-ક્ષણે, કાર્યો-કાર્ય, પ્રસંગે-પ્રસંગે આત્માને પ્રાપ્ત કરવાની તાલાવેલી, આત્માના સ્વરૂપમાં રમણતા કરવાની તાલાવેલી લાગવી જોઈએ. આના સિવાય કોઈ પદાર્થની આસક્તિ નહીં, એ આવે તો પણ ઠીક છે અને જાય તો પણ ઠીક છે. આવું કરે ત્યારે માર્ગની પ્રાપ્તિ થાય છે. જેમ મેળામાં કે ભીડમાં બાળક તેની માથી વિખૂટું પડી ગયું હોય Page #64 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા ૪૧ તો તે કહે મારે મારી મા જોઈએ, બસ મારી માને લાવો, મારી માને ભેગી કરી આપો, “પણ તું બિસ્કીટ તો ખા.” “નહીં મારી મા.” “તને રમકડા અપાવું.” “નહીં મારી મા.” તમે જે પ્રશ્ન કરશો, જે વાત કરશો તે બધામાં તેનો એક જ જવાબ હશે, “મારી મા.” જુઓ ! એને મા સિવાય કશું જોઈતું નથી, ભગવાન આપો તોય નહીં ને જગતનો કિંમતીમાં કિંમતી પદાર્થ આપો તો પણ નહીં. એવી રીતે અહીં મુમુક્ષુ છે તેને પરમાત્મા અને પોતાના આત્મા સિવાય બીજું કંઈ જોઈતું નથી. આવી તીવ્ર ઝંખના, તાલાવેલી આત્માને પ્રાપ્ત કરવાની લાગે તો સમકિતની પ્રાપ્તિ થાય. ઊંઘમાં પણ એને આત્મા સાંભરે, સપનામાં પણ આત્માદેખાય. સંસારી જીવોને સંસારની વ્યક્તિ કે વસ્તુના સ્વપ્ન આવે છે. જુઓ ! જેને જેની ઝંખના છે એને સપના એના આવે છે, એનું ચિંતવન મનને થાય છે, એનું વિસ્મરણ થતું નથી. સાધુ થયા તો પણ આવી આસક્તિ આપણને એકેય ભવમાં આવી નથી. શાસ્ત્રોમાં આસક્તિ આવી, બાહ્ય સાધનોમાં પણ થોડી આસક્તિ આવી, પણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની તીવ્ર આસક્તિ, ઝંખના, જે આવવી જોઈએ તે ના આવી. એ વગર કામ થાય એવું પણ નથી. જેને જેની રૂચિ હોય તે જ્યાં જાય ત્યાં એ જ વાત કરે. ક્રિકેટની રુચિવાળો કોઈ હોય તો એ જ્યાં હશે ત્યાં ક્રિકેટની જ વાતો કરશે. ટ્રેનમાં એ બેઠો હોય અને બાજુમાં બેઠેલો એને ઓળખતો પણ ન હોય તો પણ કહે કે આ વખતે તેંદુલકરે નિવૃત્તિ લઈ લીધી. અરે ! ક્રિકેટરોની વાતમાં જ રસ, મેચોમાં જ રસ. તેમ ફિલ્મક્ષેત્રવાળાને એક્ટરો અને એટ્રેસનું જ માહાભ્ય, એની જ વાત, સપના પણ એના અને એમનું આખું જીવનચરિત્ર વાંચી જશે. કઈ કઈ ફિલ્મમાં ક્યા કયા એક્ટર અને એક્સેસ હતા એ બધુંય એને મોઢે હશે – આ આસક્તિ છે. એવી રીતે જેને પરમાત્માને મળવાની ને આત્માને પ્રાપ્ત કરવાની તીવ્ર ઝંખના છે તેને એમાં આસક્તિ હોય છે. તેથી વારંવાર તેની જ વાતો કરશે, તેની જ વાતો સાંભળશે, તેની જ વાતોનું ચિંતવન કરશે, મનન કરશે, તેની જ ભાવના અને તેનું જ ધ્યાન કરશે. અચળ રૂપનો એક અર્થ એમ પણ થાય કે આત્માનું સ્વરૂપ ચલાયમાન ન થાય તેવું છે. ત્રણેય કાળ એકસરખું રહે એવું અચલરૂપ છે, નિગોદમાં જાય તો પણ તેનું સ્વરૂપ તો અચળ જ છે. સિદ્ધલોકમાં જાય તો પણ એનું સ્વરૂપ અચળ જ છે. આવી ત્રિકાળી, ધ્રુવ, જ્ઞાયક સત્તા - સ્વરૂપ સત્તા - શુદ્ધ ચૈતન્ય સત્તા અને પ્રાપ્ત કરવાની આસક્તિ, ઝંખના હજી જાગી નથી, ધર્મ કરવાની ઝંખના બહારમાં થોડીક જાગી છે તે ઠીક છે. થોડી ભક્તિ કરી, થોડી માળાઓ ફેરવી, Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ભક્તિના વીસ દોહરા થોડા તપ ત્યાગ કર્યા, થોડી સામાયિક પ્રતિક્રમણ કર્યા, જાપ કર્યા, સ્વાધ્યાય, સત્સંગ કર્યા - ઘણુંય બધું કર્યું પણ આત્માને પ્રાપ્ત કરવાની તીવ્ર ઝંખના, આસક્તિ હજી લાગી નથી. નીચી ગતિમાં જવું ના પડે અને ઊંચી ગતિ મળે એવા ડરથી આ જીવ ધર્મ કરે છે, પણ ધર્મ એ આત્માનો સ્વભાવ છે. માટે ધર્મ તે જ અનુકૂળ જે સ્વભાવની સિદ્ધિ કરે, આ સ્વભાવ પ્રત્યે જીવને આસક્તિ આવી નહીં. અનાદિ કાળમાં એક એક યોનિમાં અનંતી વાર જીવ જન્મ્યો અને મર્યો, ચોરાશી લાખ યોનિમાં કોઈ યોનિ એવી નથી કે એકેક યોનિમાં જીવ અનંત વાર જન્મ્યો ના હોય ને મર્યો ના હોય પણ એક ભવમાં એને આવા અચલ સ્વરૂપની આસક્તિ આવી નહીં. આ ભવમાં પણ કોઈને સ્ત્રીની, કોઈને પૈસાની, કોઈને બાહ્ય સુખની, કોઈને માન-પૂજા-કીર્તિની, કોઈને સંસારી પદાર્થોની આસક્તિ છે. આમ, જગતના જીવોને અનેક પ્રકારની આસક્તિ છે કારણ કે એમની એવી જ યોગ્યતા છે. સાચું સમજ્યા નથી, તેથી એ આસક્તિ રહેવાની. સતત ઇચ્છા, લગની અને રટણ લાગવા જોઈએ એ નથી. “ઠીક છે સાહેબ, આ તો સવારમાં તમે અડધો કલાક નિત્યક્રમનો નિયમ આપ્યો છે તો કરી લઉં છું, અને તે પણ ગગડાવી જઉં છું! આત્મસિદ્ધિ તો મારે દસ-બાર મિનિટમાં પૂરી થઈ જાય. રોજ કરું એટલે દસ-બાર મિનિટમાં થઈ જાય !” રૂઢિ પ્રમાણેની સાધના જીવ ઘણી કરે છે, ભાવભાસન વગરની સાધના અને ક્રિયાઓ ખૂબ કરે છે. શાંતિપૂર્વક, ધીરજપૂર્વક, સમજણપૂર્વક કરતો નથી. જેમાં આત્માનું કલ્યાણ રહ્યું છે એવી સ્વરૂપની સાધના, ભેદવિજ્ઞાનની સાધના, સ્વરૂપના આશ્રયની સાધના એના પ્રત્યે હજી જેવી જોઈએ એવી આસક્તિ જાગી નથી. આસક્તિ જાગે તો બીજા કરોડો કામ મૂકીને જેમાં આસક્તિ છે એ કામ કરી લે છે. તેમાં કોઈ બહાના હોતા જ નથી કે સાહેબ ! શું થાય ? આ છોકરાઓનું ને ઘરનું મારે ધ્યાન રાખવું પડે છે. ધંધાની અને આવા બીજા ઘણા કામોની જવાબદારી મારા માથે છે. મારે કરવું તો ઘણું છે, એ પણ તમે કહો છો એમ જ, પણ આ બધામાં હું ફસાયેલો છું ! અરે ભાઈ! તને કોણે ફસાવ્યો છે? કોઈએ ફસાવ્યો નથી. તારી જાતે જ ફસાયો છું. તારો ઉપયોગ અચળ રૂપમાં કેમ ના ફસાયો ને આમાં ફસાયો? બસ, જેની ઝંખના હતી તેમાં ફસાયો, આત્માની ઝંખના હોત તો આત્મામાં ફસાત. ખરેખર તો જીવનો પોતાનો વાંક છે, પણ તે અહીં નિમિત્તોનો વાંક કાઢે છે કે જો મને આ કાળમાં પરમકૃપાળુદેવ જેવા કે કુંદકુંદાચાર્ય જેવા મળી જાય તો હું કામ કાઢી લઉં. મહાવીરસ્વામી ભગવાન જેવા તીર્થકરનોયોગ થાય તો હું કામ કાઢી લઉં, પણ આવા મહાપુરુષો Page #66 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા ૪૩ આ કાળમાં ક્યાં છે ભાઈ ! એમની રાહ જોવામાં તારો અમૂલ્ય મનુષ્યભવ જતો રહેશે અને જ્યારે બીજો મનુષ્યભવ કરોડો, અબજો વર્ષે આવશે ત્યારે પાછું આવું ને આવું જ રહેવાનું. કારણ કે પૂર્વે અનંતી વા૨ પ્રબળ નિમિત્ત મળ્યા તોય કામ ના કર્યું તો અત્યારે તું શું કામ કરીશ? વળી, તારું પુણ્ય પણ એવું નથી કે તને પરમકૃપાળુદેવ જેવા મળી જાય. જ્યાં છે ત્યાંથી આગળ વધ એટલે આગળની ભૂમિકાવાળા પુરુષો તને મળતા જશે. પરમકૃપાળુદેવ પત્રાંક-૨૪૧ માં જણાવે છે, જેને લાગી છે તેને જ લાગી છે અને તેણે જ જાણી છે; તે જ “પિયુ પિયુ” પોકારે છે. એ બ્રાહ્મી વેદના કહી કેમ જાય ? કે જ્યાં વાણીનો પ્રવેશ નથી. વધારે શું કહેવું ? લાગી છે તેને જ લાગી છે. તેના જ ચરણસંગથી લાગે છે; અને લાગે છે ત્યારે જ છૂટકો હોય છે. એ વિના બીજો સુગમ મોક્ષમાર્ગ છે જ નહીં. તથાપિ કોઈ પ્રયત્ન કરતું નથી ! મોહ બળવાન છે ! સત્સંગ સાંભળો છો, સરસ વાતાવરણ છે, એકાંત છે, શાંતિ છે, બીજા કોઈ કામ કરવાના નથી, પણ જો પેટમાં ગરબડ હોય તો તમે બધુંય મૂકીને પહેલા એ કામ પતાવી આવશો. કેમ કે, લાગી છે તેમ આત્માને પ્રાપ્ત કરવાની ઝંખના લાગે તો બધાય કાર્યોને સાપેક્ષપણે ગૌણ કરીને એ પોતાનું કાર્ય કરી લે છે. તો, સાધક જીવ આ દોહરામાં પ્રભુને પ્રાર્થના કરે છે કે હજુ મને આત્માને પ્રાપ્ત કરવાની અચળ આસક્તિ થઈ નથી. એવી આસક્તિ થાય એ માટે હે પ્રભુ ! હું આપને પ્રાર્થના કરું છું. મારામાં એવી યોગ્યતા આવે એવું મને બળ આપો. નહીં વિરહનો તાપ; કૃપાળુદેવે પ્રભુશ્રીને લખ્યું હતું કે વિરહમાં પણ કલ્યાણ છે. કેમકે, વિરહમાં સત્પુરુષ વિશેષ સાંભરે છે અને એમના પ્રત્યેનો પ્રેમ વર્ધમાન થાય તો ઘણો હિતકારી છે. એવો વિરહાગ્નિ લાગવો જોઈએ. જેનો સતત મેળાપ છે, તેનો વિરહ નથી, તેનું સ્મરણ નથી, તેનું વિસ્મરણ થાય છે અને વિરહમાં સ્મરણ થાય છે. તો, સત્પુરુષને અને આત્માને પ્રાપ્ત કરવાનો તીવ્ર વિરહ રહેવો જોઈએ. વિરહ વેદાવો જોઈએ. વિરહમાં પણ કલ્યાણ છે. ગૌતમસ્વામીને મહાવીરસ્વામીનો વિરહ પડ્યો તો એ વિરહ કેવળજ્ઞાનનું કારણ થયો. તેઓ વિરહમાં ને વિરહમાં બોલ્યા કે હે મહાવીર ! તમે મને સાથે તો ન લીધો, પરંતુ સંભાર્યોયે નહીં. આમ કરવું તમને છાજતું નહોતું. પછી ઉપયોગ તરત જ પાછો ફર્યો કે ઓહો ! એ તો વીતરાગ, સર્વજ્ઞ ભગવાન ! Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ભક્તિના વીસ દોહરા એમને મારામાં એક અંશ રાગ પણ ક્યાંથી હોય? કોઈ જગતના પદાર્થમાંય રાગ ક્યાંથી હોય! ભલે હું ગણધર છું, પણ ભગવાનની અપેક્ષાએ તો હું ગણધર નથી, હું જે છું તે છું. આમ કરતાં એમનો ઉપયોગ સવળો થઈ ગયો કે તું ભગવાન પ્રત્યે ખોટો મોહ રાખે છે. ભગવાને તને પણ કહેલું કે જ્યાં સુધી મારામાં રાગ છે ત્યાં સુધી તારું સંપૂર્ણ કલ્યાણ નહીં થાય. હે ગૌતમ ! રાગનો આ કિનારો પણ તું છોડ. ભગવાનનો એ બોધ એમને યાદ આવ્યો અને એમનો ઉપયોગ કર્યો ને સ્વરૂપ સન્મુખ થયો, એટલે કેવળજ્ઞાન પ્રગટ થયું. વિરહમાં પણ કલ્યાણ થાય છે. આપણને ઘણી વખત સત્પરુષો મળ્યા છે, એમનો બોધ મળ્યો છે. હવે જ્યારે વિરહ થયો ત્યારે એમના બોધને સંભારીને તે તે ગુણો પ્રગટ કરવાનો પુરુષાર્થ કરીએ તો અવશ્ય આત્માનું કલ્યાણ થયા વગર રહે નહીં. એ વિરહ જ સાચો છે. વિરહમાં સપુરુષ આપણને સતત સાંભરે, સતત એમનો બોધ સાંભરે, એમની આજ્ઞા સાંભરે. એમનું સમગ્ર વ્યક્તિત્વ આપણી નજર સામે તરે અને આપણો ઉપયોગ એનાથી રંગાય તો એ ઉપયોગ રીબાઉન્ડ થઈને પાછો આત્મા બાજુ વળીને કામ કરી નાંખે છે, એટલે વિરહમાં પણ કલ્યાણ જ છે. એવું નથી કે મિલનમાં જ કલ્યાણ છે, પણ વિરહનો તાપ લાગવો જોઈએ. જેમ વરસાદ પડ્યા પછી તાપ પડે છે ત્યારે જમીનની અંદર જે બીજ વાવ્યા છે તે ફૂટીને અંકુર થઈને બહાર નીકળે છે. એવો તાપ લાગવો જોઈએ. સતી સ્ત્રીને તેનો પતિ મરી જાય ત્યારે તેના વિરહમાં જે તાપ લાગે છે તેના કારણે એ પણ ચિતામાં બળીને મરી જાય છે. વિરહો નહીં રે ખમાય, રાજ તારો વિરહો નહીં રે ખમાય. આમ, ભગવાનની ભક્તિ, પ્રાર્થના કરતા સાધક કહે છે કે હજી મને તમારો, સદ્ગુરુનો, સપુરુષનો જે વિયોગ છે એનો જે વિરહ સાલવો જોઈએ, વિરહનો જે તાપ લાગવો જોઈએ, એ હજી લાગતો નથી, તો મારું કલ્યાણ કેવી રીતે થાય? કથા અલભ્ય તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. હે પ્રભુ! તારા પ્રેમની કથા અલભ્ય છે. સપુરુષોને સર્વ જીવ પ્રત્યે અત્યંત કરુણાભાવ હોય છે. અલૌકિક પ્રીતિ હોય છે, સત્પરુષની પ્રીતિ લૌકિક હોતી નથી. ઘણા તીર્થકરો અને મહાપુરુષો થઈ ગયા. તેમણે સહુને તારું અને સહુને પાર ઉતારું આવી નિષ્કારણ કરુણાથી તીર્થંકર નામકર્મ બાંધ્યું હતું. Page #68 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા ૪૫ સર્વે જીવ કરું શાસન રસી, ઐસી ભાવ દયા મન ઉલસી. તો જે તીર્થંકરો થઈ ગયા, મહાજ્ઞાની પુરુષો થઈ ગયા, તેમણે પરમ પ્રેમથી પોતાને તથા પરને તારવાનો ખૂબ પુરુષાર્થ કર્યો છે. પોતે તર્યા છે અને બીજાને તારે છે, તિજ્ઞાણે, તારયાણ. જે પોતે તરે તે બીજાને તારે, જે પોતે જ તરી નથી શકતો તે બીજાને તારવામાં નિમિત્ત થઈ શક્તો નથી. જેમ કાષ્ઠ સ્વરૂપ ગુરુ પોતે તરે છે અને બીજાને તારે છે. એટલે કે નિમિત્ત થાય છે. નિરંતર અપ્રમત્ત દશામાં સાધના કરી, પુરુષાર્થ કરી, અનેક પ્રકારના પરિષહો - ઉપસર્ગો – કષ્ટોને સહન કરી પોતે મોક્ષે ગયા છે અને કેટલાય જીવોને એ મોક્ષે જવામાં નિમિત્તભૂત થયા છે, તારનાર પણ થયા છે. તેમની કથા પણ સાંભળવી, વિચારવી કે મળવી આ કાળમાં દુર્લભ છે. એવો પડતો કાળ આવી ગયો છે અને એના માટે અંદરમાં જે ખેદ થવો જોઈએ એ ખેદ પણ અમને થતો નથી. હે પ્રભુ! તારો સર્વ જીવ ઉપરનો પ્રેમ કેવો હોય છે! તેની કથા પણ સાંભળવા મળતી નથી. જગતના જીવોને જ્યાં ત્યાં સ્વાર્થવૃત્તિ હોય છે અને સત્પરુષોની નિઃસ્વાર્થવૃત્તિ હોય છે. ભક્તોની નિષ્કામ ભક્તિ હોય છે. સામે જે પુરુષ મળ્યા છે એ નિઃસ્વાર્થ હોય છે. એમણે તો પોતાનું કામ સાધીને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરી લીધો છે. હવે જગતની કોઈ વસ્તુનો કે માનપૂજાનો કોઈ સ્વાર્થ એમને નથી. પુરુષોનો આવો જે પ્રેમ પૂર્વકાળે મળતો હતો તે આ કાળમાં મળવો દુર્લભ થઈ ગયો છે. ચોથા આરામાં ઠેરઠેર જ્ઞાની પુરુષો, સાધુ મહાત્માઓ, રત્નત્રયધારી મુનિઓ, સમ્યક દૃષ્ટિ શ્રાવકો, કેવળજ્ઞાનીઓ વિચરતા હતા. નિર્મલ ગુણ મણિ રોહણ ભૂધરા, મુનિજન માનસ હંસ; જિનેસર. ધન્ય તે નગરી, ધન્ય વેલા ઘડી, માતપિતા કુલ વંશ. જિનેસર. – શ્રી આનંદઘનજી કૃત શ્રી ધર્મનાથજિન સ્તવન હજારો મુનિઓ આવા રત્નત્રયધારી આચાર્ય સાથે રહેતા હોય છે. પ્રાયે તેમને કોઈ ફરિયાદ હોતી નથી. આચાર્યને કોઈ બોજો પણ હોતો નથી. સ્વયં અનુશાસન સહજપણે ચાલતું હોય છે અને હજારો જીવો એમના નિમિત્તે કલ્યાણ સાધી જતા હોય છે. કોઈ મુનિને કંઈ શિક્ષા આપવી પડે એવું બને જ નહીં, જેથી ગુરુને તેમના નિમિત્તે કોઈ ક્લેશ ના થાય. કોઈ વિકલ્પ આવે એવું એમનું આચરણ હોય જ નહીં. એવા સંયોગ અને નિમિત્તો આ કાળમાં પ્રાપ્ત થવા Page #69 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા પરમ દુર્લભ છે. એક એક સંઘમાં પહેલા હજારો મુનિઓ રહેતા, બધાય સ્વયં અનુશાસનમાં રહેતા, સહજ સાધના કરતા તેમજ અન્ય મુનિઓ કે શ્રાવકો સાથે કોઈ વિખવાદ થતા જ નહીં. મોટા ભાગે મૌનપણે એમની સાધના ચાલે અને તે પણ ગુરુની આજ્ઞા પ્રમાણે. બીજી કોઈ કડાકૂટમાં પડે નહીં. કંઈ પણ કરવું હોય તો ગુરુને પૂછીને જ થાય. કંઈ પણ તમારે એમને આપવું હોય તો ડાયરેક્ટ ના લે. એ કહે કે અમારા ગુરુને આપો. પછી એ અમને મળી જશે. અમને આપવા યોગ્ય હશે તો અમારા ગુરુ અમને આપશે. કોઈની પાસે કોઈ વસ્તુ માંગવાની જ નહીં ને કોઈ આપે તો લેવાની નહીં. વળી, કોઈનો સંપર્ક નહીં. કોઈપણ વાત કરવી હોય કે પૂછવી હોય તો એમ કહે કે તમે અમારા ગુરુમહારાજ પાસે જાવું, આ અમારું કામ નહીં. ચોથા આરાના જીવો ઘણા ભાગ્યશાળી હતા. તેમને ઠેર ઠેર આવા નિમિત્તો મળતા. વર્તમાનમાં એવા રત્નત્રયધારી મુનિઓના ને કેવળજ્ઞાનીઓના નિમિત્તા પ્રાપ્ત થવા દુર્લભ છે. એ સાહેબ ભરતક્ષેત્રમાં હું અવતર્યો, એ સાહેબ એટલું ઓછું પુન; એ સાહેબ જ્ઞાની વિરહ પડ્યો આકરો, એ સાહેબ જ્ઞાન રહ્યું અતિ ન્યૂન. એક વાર મલો ને મોરા સાહેબ. સાહેબ શ્રી સીમંધર સાહેબા. એ સાહેબ જેમ શુદ્ધાશુદ્ધ વસ્તુ છે, સાહેબ રવિ કરે તે પ્રકાશ; સાહેબ તેમજ જ્ઞાની મત્સ્ય ઉકે, તે તો આપે સમકિત વાસ. એક વાર મલો ને મોરા સાહેબા, સાહેબ શ્રી સીમંધર સાહેબા. –શ્રી જ્ઞાનવિમલસૂરિ કૃત સીમંધરજિન સ્તવન જેમ સૂર્યનો પ્રકાશ થાય ને અંધકાર જતો રહે તેમ જ્ઞાની પુરુષો મળે ત્યારે એ સમકિતનું દાન કરે છે, આત્મજ્ઞાનનો પ્રકાશ કરે છે. એવા મહાપુરુષોના પ્રેમની કથા અલભ્ય છે, તેનો મારા મનમાં ખેદ નથી. બસ આત્માને પ્રાપ્ત કરવાની, સપુરુષને પ્રાપ્ત કરવાની, ભગવાનને પ્રાપ્ત કરવાની, તીવ્ર તાલાવેલી, ઝંખના લાગવી જોઈએ. આ ભક્તિમાર્ગ છે, એટલે ભક્ત ભગવાનને અહીં પ્રાર્થના કરે છે, પોકાર કરે છે કે હે પ્રભુ! આવી સ્થિતિ મારી હજુ થઈ નથી. આત્માને પ્રાપ્ત કરવા માટેની જે સ્થિતિ થવી જોઈએ એવી સ્થિતિ મારી નથી. હું તો બસ તમારી સમક્ષ ફક્ત ભાવ કરું છું. Page #70 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા ૪૭. ગાથા - ૮ જ ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દેઢ ભાન; સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન. આ દોહરામાં સુંદર વાત કરી છે કે આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવું હોય તો તેનું મુખ્ય સાધન ભક્તિ છે. આત્માને લક્ષમાં રાખી જે કંઈ સાધના કરીએ એ બધી ભક્તિ જ છે. એવું નથી કે ભક્તિના પદો ગાઈએ એ જ ભક્તિ છે. આત્માના હિતને લક્ષમાં રાખીને તમે સ્વાધ્યાય કરો એ પણ ભક્તિ જ છે. જ્ઞાનીઓના બોધનો વિચાર કરો તો એ પણ ભક્તિ જ છે. ધ્યાનની અંદર ભગવાનના દર્શન કરો કે સત્પરુષના દર્શન કરો તો એ પણ ભક્તિ જ છે. શ્રી બનારસીદાસજી કહે છે, શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન; લઘુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાણ. – શ્રી સમયસાર નાટક આ નવધા ભક્તિ છે. આવો ભક્તિનો રંગ હે પ્રભુ! મને ક્યારે લાગશે? આ દેહ તે હું નથી, હું માત્ર આત્મા છું એમ સમજાય તો જ્યાં પરમાં પ્રીતિ થઈ છે એ ત્યાંથી ફરીને આત્મસ્વરૂપ પ્રત્યે અથવા સપુરુષ પ્રત્યે લક્ષ થાય, બહુમાન-ભક્તિ થાય એ ભક્તિમાર્ગ છે. જેવી પ્રીતિ સંસારના પદાર્થોમાં છે એવી મોક્ષના સાધનોમાં પ્રીતિ થાય એ ભક્તિ છે. ભગવાનના અને સપુરુષોના ગુણોમાં અનુરાગ થવો એનું નામ ભક્તિ છે. સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, દરિસણ શુદ્ધતા તેહ પામે; જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી, કર્મ ઝીંપી વસે મુક્તિધામે. –દેવચંદ્રજી કૃત મહાવીરજિન સ્વતન મોક્ષમાર્ગશ્ય નેતા ભેત્તાર કર્મભૂભુતામ્ / જ્ઞાતારું વિશ્વ તત્ત્વનામ્ વંદે તળુણ લબ્ધયે / –શ્રી તત્ત્વાર્થસૂત્રનું મંગલાચરણ તમારા ગુણોની પ્રાપ્તિને લક્ષમાં રાખી તથા એવા ભાવ કરીને હું આપને વંદન કરું છું કે તમારા જેવા ગુણો મારામાં પણ પ્રગટે. એનું નામ ગુણાનુરાગ. સ્વામીગુણ ઓળખી સ્વામીને Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ભક્તિના વીસ દોહરા જે ભજે એટલે ગુણોની ભક્તિ, દશાની ભક્તિ અને સ્વરૂપની ભક્તિ. સ્વરૂપભક્તિ, એકતાભક્તિ એ પરાભક્તિ છે. સદ્દગુરુનું શુદ્ધ સ્વરૂપ, ભગવાનનું શુદ્ધ સ્વરૂપ અને પોતાનું શુદ્ધ સ્વરૂપ ત્રણેય એક જ છે. આવો અનુભવ થાય તે પરાભક્તિ. આત્મા અને પરમાત્માનું એકરૂપે થઈ જવું તે પરાભક્તિ છે. આજ્ઞાભક્તિ જ્ઞાનીઓએ જે આજ્ઞા આપી હોય તેને સર્વાર્પણપણે આરાધવી તે આજ્ઞાભક્તિ. જયાં સુધી જીવ જ્ઞાનીની આજ્ઞામાં છે ત્યાં સુધી તે અંકુશમાં રહે છે. (૧) શ્રવણ ભક્તિ - સન્દુરુષનો બોધ શ્રવણ કરવો તે શ્રવણ ભક્તિ છે. (૨) કીર્તન ભક્તિ - ભગવાન પાસે કીર્તન કરી, ભગવાનના ગુણોમાં અનુરાગ કરવો એ કીર્તન ભક્તિ છે. . (૩) ચિંતવન ભક્તિ - ભગવાનના ગુણોનું ચિંતવન કરવું, ભગવાનની દશાનું ચિંતવન કરવું તે ચિંતવન ભક્તિ છે. (૪) સેવન ભક્તિ - ઉત્તમ ભાવોથી અને ઉત્તમ દ્રવ્યોથી ભગવાનની પૂજા કરવી તે સેવન ભક્તિ છે. વંદન ભક્તિ - ભગવાનને દ્રવ્યથી અને ભાવથી વંદન કરવા તે વંદન ભક્તિ છે. દ્રવ્યથી એટલે અષ્ટાંગ કે પંચાંગ નમસ્કાર તે દ્રવ્યવંદન અને અંદરમાં જે ભાવ કરીએ છીએ તે ભાવવંદન છે. (૬) ધ્યાન ભક્તિ - પરમાત્માનું હૃદયમાં ધ્યાન કરી અને પરમાત્માની મૂર્તિમાં ઉપયોગને એકાગ્ર કરીએ છીએ તે ધ્યાન ભક્તિ છે. લઘુતા ભક્તિ - ભગવાન પાસે કે પુરુષો પાસે લઘુ થઈ જઈએ, લઘુતા ધારણ કરીએ તે લઘુતા ભક્તિ છે. સમતા ભક્તિ - જગતના તમામ જીવોમાં એક સ્વરૂપ જુએ છે કે બધા ભગવાન છે એવી રીતે બધાયને આત્મા તરીકે જોઈને રાગ-દ્વેષનો ત્યાગ કરવો તે સમતા ભક્તિ (૯) એકતા ભક્તિ - ભગવાનનું શુદ્ધ સ્વરૂપ – સદ્ગુરુનું શુદ્ધ સ્વરૂપ અને પોતાનું શુદ્ધ સ્વરૂપ ત્રણેય એક જ છે આવો અનુભવ થાય તે પરાભક્તિ - એકતા ભક્તિ છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા ૪૯ એનાથી આત્માના જ્ઞાન-દર્શન-આનંદ-ચારિત્ર-સુખ બધું પ્રગટે છે. એટલે જ પરમકૃપાળુદેવે કહ્યું છે કે, ભગવાન મુક્તિ આપવામાં પણ નથી પણ ભક્તિ આપવામાં કૃપણ છે. ભક્તિ એટલે આત્મસ્વરૂપની પ્રાપ્તિ. આવી ભક્તિ દુર્લભ છે. બાકી બીજી જે છે તે બહારની ભક્તિ છે. જે અલગ અલગ સંગીતના સાધનો વગાડીને કરવામાં આવે છે, તે વ્યવહાર ભક્તિ છે. ભૂમિકા અનુસાર સારી છે, પણ એ વિશેષ કાર્યકારી નથી. ઉપર જે બતાવી તે નવધા ભક્તિ આત્માને ઘણી લાભકારક થાય છે. પરમાર્થમાર્ગ પ્રત્યે, ગુરુ પ્રત્યે, ભગવાન પ્રત્યે યથાર્થ પ્રેમ પ્રગટે તે સાચી ભક્તિ છે. શબરીબાઈએ ભલે ગાણા ન ગાયા પણ ભગવાનનું સતત સ્મરણ કર્યું છે. એમનું રામ સાથે મિલન, તેમને જમાડવા એ પણ ભક્તિ છે. સંત દેખ દૌડ આઈ, જગત દેખ રોઈ; પ્રેમ આંસુ ડાર ડાર, અમરવેલ બોઈ. અબ તો મેરે રામ નામ દૂસરા ન કોઈ. મારગ મેં તારણ મિલે, સંત રામ દોઈ; સંત સદા શિશ ઉપર, રામ હૃદય હોઈ. અબ તો મેરે રામ નામ દૂસરા ન કોઈ. અબ તો બાત ફેલ ગઈ, જાને સબ કોઈ; દાસ મીરા લાલ ગિરધર હોને કો સો હોઈ. અબ તો મેરે રામ નામ દૂસરા ન કોઈ. ભક્તિ પામવાની આવી તાલાવેલી લાગવી જોઈએ. એવી ભક્તિ હે પ્રભુ! મારામાં નથી. ભજનકીર્તનમાં એકાગ્રતા આવવી જોઈએ, તન્મયતા આવવી જોઈએ, ભાવભાસન થવું જોઈએ તે હજી થતું નથી. ભક્તિ સાંભળતા કે ગાતા ય ડાફોળિયા મારતો હોય, કેટલાય વિકલ્પો કરતો હોય ! મનુષ્યભવ પામ્યા છીએ તે આપણે શું કરવા પામ્યા છીએ? શું કરવાનું છે? દઢ નિર્ણય થાય. તો જગતના તમામ કાર્યો સાપેક્ષપણે ગૌણ કરીને આત્માની સાધનામાં વધારે સમય લગાડીને જીવ કલ્યાણ કરી લે. પોતાનું ધર્મકર્તવ્ય શું છે તેની જીવને સમજણ નથી એટલે બીજી વસ્તુઓમાં સમય પસાર કરી નાખે છે. બીજા કાર્યોમાં સમય પસાર થઈ જાય છે અને આત્માના હિતનું કાર્ય રહી જાય છે. સત્સંગ મળતો હોય, એવા એકાંત સ્થળમાં જવા મળતું હોય તો ત્યાં બે દિવસમાં જીવ કંટાળી જાય! “બહુ રહ્યા હવે. હવે મારે આ કામ આવ્યું છે ને પેલું કામ આવ્યું છે, ફોન આવ્યો છે ને હવે મારે જવું પડશે.” એ બે દિવસમાં તો ઊંચોનીચો થઈ જાય. અરે ! ઝાટકો લાગવો જોઈએ કે મને માંડ અહીં Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ભક્તિના વીસ દોહરા સાધનાનો મોકો મળ્યો છે, હવે મારે ક્યાં જવાનું આવ્યું પાછું! એમ દુઃખ થવું જોઈએ, પણ આ જીવને એવું દુઃખ થતું નથી. નહીં ભજન દેઢ ભાન; આત્માના ભાનપૂર્વક, નિષ્કામ ભાવપૂર્વક જે ભજનભક્તિ થવા જોઈએ તે પણ થતા નથી. ભગવાનના મંદિરમાં જઈને ભક્તિ કરું છું તો છેલ્લે કંઈક માંગીને બહાર નીકળું છું. ભગવાન પાસે કંઈ માંગવાનું હોય જ નહીં. ભગવાનની ભક્તિ કરી અને જે ભાવ કર્યા, તે ભાવથી જે પુણ્ય બંધાયું તેના અનુસાર જે મળવાનું હશે તે મળશે. ભગવાન કંઈ આપવાના નથી. નિષ્કામભાવથી ભક્તિભજન કરવાનું ફળ મહાન છે. સકામ ભાવથી ભક્તિભજન કરવાનું ફળ અલ્પ છે. સમજ નહીં નિજ ધર્મની, આત્માનો સાચો ધર્મ શું છે એની સાચી સમજણ પણ પ્રભુ મારામાં નથી. આત્મધર્મ શું છે? આત્મધર્મ કોને કહેવાય? હું આત્મા છું અને મારો ધર્મ આ છે એની પણ મને હજુ ખબર નથી. આ તો બધાય ધર્મ કરે છે તો આપણેય ધર્મ કરો. કોઈ કહે કે બાપા, એક બીડી પીવડાવો, તમને ધર્મ થશે. અરે ! પણ બીડી પીવડાવવામાં ધર્મન થાય. એક આ પીવડાવો તો તમને ધર્મ થશે એમ કહે. અરે ! અમનેય કરમ થાય ને તને ય થાય. આ માંગવામાં ને ચા આપવામાં અને બીડી માંગવામાં ને બીડી આપવામાં કરમ થાય, ધરમ ન થાય. ભગવાન પાસે જઈને માગે કે અમને સુખી કરો, તમને ય ધર્મ થશે ! અરે બાપુ! એમને તો ધર્મ પૂરો થઈ ગયો. હવે એમને ક્યાં કરવાનો? ભગવાનને તો હવે ધર્મ કરવાનો છે નહીં, પણ આ અજ્ઞાની જીવ ભગવાનને આશીર્વાદ આપે છે કે તમનેય ધર્મ થશે !! ભગવાનના આશીર્વાદ લેવાના હોય કે આપવાના હોય? તમે તો પ્રભુ! બધાના તારણહાર છો, કરુણાના સાગર છો એમ ભગવાનને કહે. અરે! ભગવાનમાં હવે કરુણા રહી જ નથી, સંપૂર્ણ વીતરાગતા પ્રગટ થઈ ગઈ છે. ભગવાનમાં કરુણા છે એ ભગવાનની સ્થિતિ નીચી બતાવવા બરાબર છે. ભગવાનને હવે કરુણા નથી, પૂર્ણ વીતરાગતા છે. કરુણા છે ત્યાં રાગ છે. રાગ છે ત્યાં વીતરાગતા પૂર્ણ નથી. વ્યવહારથી ભક્તિમાં કહેવું એ ઠીક છે, પણ પછી નિશ્ચયથી પણ માની લે ભગવાન કરુણાના સાગર છે, તો હજી તેણે ભગવાનના સ્વરૂપને યથાર્થ જાણ્યું નથી. કંઈ માંગવાનું જ ન હોય. શું માંગવાનું છે? તારે શું જોઈએ છે સુખી થવા? Page #74 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા ૫૧ જગતનો કોઈ પદાર્થ કિંચિત્ માત્ર તારે કામ આવે એવો નથી. અને કદાચ ભગવાન આપશે તો તું હેરાન થઈશ. કદાચ ભગવાને તારે ત્યાં ૫૦ કરોડનો ઢગલો કર્યો તો હવે તને શાંતિ મળશે કે અશાંતિ ? અશાંતિ મળવાની છે. હવે એ ૫૦ કરોડને કેમ સાચવવા, કેમ વધારવા ને એનું કેમ જતન કરવું એ જ ભાંજગડમાં પડશે. આ ૯૯ ના ચક્કરમાં પડ્યો પાછો. ભગવાનની સાચી ભક્તિ જેને પ્રાપ્ત થાય એનું બધું નાશ થઈ જાય ને એ સર્વસંગપરિત્યાગ કરીને નીકળી જાય. એ જ ભગવાનની ખરી કરુણા છે. પણ અજ્ઞાની જીવ કહે છે કે પહેલા અમારે કંઈ નહોતું, પણ આ પાંચ વર્ષમાં તો ભગવાનની ખૂબ કૃપા થઈ. પહેલા નહોતી પણ હવે કૃપા થઈ !! આત્માનો શુદ્ધ સ્વભાવયુક્ત ધર્મ કેવો છે? વત્યુ સહાવો ધમ્મો । એની સમજણ પણ પ્રભુ મારામાં નથી. નહિ શુભ દેશે સ્થાન. અશુભનો ત્યાગ કરીને શુભભાવને સ્થાન આપવાની પણ મારી યોગ્યતા નથી; એટલો હું અશુભ ભાવમાં, અશુભ પ્રવૃત્તિમાં ૨૪ કલાક વહી રહ્યો છું. મોટાભાગે સંસારી અસંયમી જીવોને, અજ્ઞાની જીવોને તો અશુભ ઉપયોગની મુખ્યતા હોય છે, શુભ ઉપયોગની મુખ્યતા હોતી નથી. આ કાળમાં શુદ્ધ ભાવ પ્રગટે કે ન પ્રગટે - એ આગળની દશા છે, પણ શુભ ભાવમાં જીવ વધારે ટકી રહે તો ય ઘણું છે. દરેક જીવ આત્મા પ્રાપ્ત કરે એવી તેની યોગ્યતા છે નહીં. ચોથા આરામાં પણ નહોતી, તો અત્યારે ક્યાંથી હોય ? એટલે અશુભને ઘટાડીને શુભ ભાવની વૃદ્ધિ કરે, શુભ પ્રવૃત્તિની વૃદ્ધિ કરે, શુભ ઉપયોગની વૃદ્ધિ કરે તોય ઘણું છે, જેથી પંચેન્દ્રિય સંજ્ઞીપણું કે મનુષ્યભવ તો ટકી રહે. બીજા ભવમાં મનુષ્યભવ મળે તો આત્મજ્ઞાન પ્રાપ્ત થવાનો એને મોકો ઊભો રહ્યો. જે શુભને પણ સ્થાન નહીં આપે અને અશુભમાં જ રહેશે તેને બીજા જન્મમાં પંચેન્દ્રિય સંજ્ઞીપણું પ્રાપ્ત કરવું અઘરું થઈ જાય છે. તે એકેન્દ્રિય, બે ઈન્દ્રિય આદિ ગતિમાં ચાલ્યો જાય છે. આ કાળના મોટાભાગના જીવો તિર્યંચ ગતિમાં કે નરકમાં જાય એવા એમના પરિણામ છે. એવી સ્થિતિ આ કાળની છે. માટે, શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો; નહિ એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભગવંત લહો. · શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૧૫ - Page #75 -------------------------------------------------------------------------- ________________ પર ભક્તિના વીસ દોહરા નવકારમંત્રના જાપ દ્વારા મનની શુદ્ધિ કરો. ભગવાનની ભક્તિ દ્વારા મનની શુદ્ધિ કરો. એ શુદ્ધ થયેલું મન આત્મામાં સ્થિર થશે તો આત્મજ્ઞાન પ્રગટ કરાવવામાં કારણભૂત થશે. માટે શુભ ભાવ દ્વારા પહેલા મનની શુદ્ધિ કરો અને અશુદ્ધિ ટાળો. મન શુદ્ધ થાય એના માટે બળવાનમાં બળવાન કોઈ સાધન હોય તો નવકારમંત્રના એકાગ્ર ચિત્તથી જાપ અને ચિંતવન છે. કેમકે, જગતની અંદર સર્વોત્કૃષ્ટ પદ પંચપરમેષ્ઠિ ભગવાનનું છે. એમને નિષ્કામભાવથી દ્રવ્યથી અને ભાવથી નમસ્કાર કરીએ તો પણ બધાય પાપોનો નાશ થાય છે. એસો પંચ નમુક્કારો, સવ્વ પાવ પણાસણો; મંગલાણં ચ સવૅસિં, પઢમં હવઈ મંગલમ્. સર્વ મંગલોમાં આ ઉત્તમ મંગલ છે. પંચપરમેષ્ઠિ ભગવાનને નમસ્કાર - વંદન કરવા, એમનું સ્મરણ - ચિંતવન કરવું, એમનો આશ્રય કરવો અને એમની આજ્ઞા પ્રમાણે ચાલવું તે સર્વોત્કૃષ્ટ પુણ્યનું કારણ થાય છે. કંઈ ન આવડે અને આટલું કરો તો તેમાં ૧૪ પૂર્વનો સાર આવી જાય છે. ૧૪ પૂર્વધારીઓ પણ દેહ છોડતી વખતે નવકારમંત્રમાં ફક્ત “નમો અરિહંતાણ માં ઉપયોગ રાખી દેહ છોડતા હોય છે. જેને હજી ભવ બાકી છે અને ઉપયોગ પોતાના આત્મામાં સ્થિર નથી થયો એવા શ્રતધારીઓ પણ “નમો અરિહંતાણં' કહીને દેહ છોડે છે. ઘણા મહાપુરુષોના જીવનચરિત્ર વાંચ્યા, તેમાં એમ હોય છે કે છેલ્લે તેમણે “ૐ નમ: સિદ્ધભ્યાઃ” બોલતાં દેહ છોડ્યો. કોઈએ ‘ૐ નમો અરિહંતાણં' અથવા “નમો સિદ્ધાણં' અથવા “નમો લોએ સવ્વ સાહૂણં' - આવા ભાવની અંદર દેહ છોડ્યો અને એમની ગતિ ઉત્તમ થઈ. ક્રમે ક્રમે એ મોક્ષના અધિકારી બન્યા. નવકારમંત્રના જાપ કરવા તે ભક્તિ છે. કોઈ પણ પ્રકારની માંગણી કર્યા વગર જાપ કરો. એમના સ્વરૂપને ઓળખીને જાપ કરો. અરિહંત પરમાત્માનું સ્વરૂપ શું હોય? સિદ્ધ ભગવાનનું સ્વરૂપ શું હોય? આચાર્ય - ઉપાધ્યાય અને સાધુ ભગવાનનું સ્વરૂપ શું હોય? એ બધું વિચાર કરીને વંદે તદ્દગુણ લબ્ધયે. એક નવકાર મંત્રથી જીવ તરી જાય છે. કેમકે, સમસ્ત શ્રત એની અંદરમાં સમાવેશ પામેલું છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા. ૫૩ ગાથા - ૯ કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદાધર્મ તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. કળિકાળને લીધે પણ ધર્મની પ્રાપ્તિ થવી દુર્લભ થઈ પડી છે. કદાચ સત્સંગ દ્વારા ધર્મની સમજણ મળે તો પણ સાધના કરવી એ બહુ દુર્લભ છે. જેવી રીતે ક્ષેત્રનો પ્રભાવ હોય છે એવી રીતે કાળનો પણ પ્રભાવ હોય છે. એટલે આ કાળમાં જે નિમિત્તો મળે છે તે ધર્મથી વિપરીત હોય છે. પરંતુ નિવૃત્તિના સ્થળે પુરુષનો યોગ થાય તો કાળ કંઈ નડી શકે નહીં. નબળા જીવોને કાળ નડે છે. જે બળવાન જીવો છે તેને કાળ નડતો નથી. જેને ધર્મ કરવો જ છે, આત્માનું કલ્યાણ સાધવું જ છે તેને કાળ નડતો નથી. પણ જે જીવો પરિપક્વ થયા નથી, થોડા નબળા છે તે ધર્મ કરવા કદાચ જાય તો તેમને નડતરરૂપ થાય એવો આ કાળ છે. કેમકે આ કાળમાં આત્માનું પતન કરાવે એવા નિમિત્તો ઠેર ઠેર છે. પરમકૃપાળુદેવે પત્રાંક - ૩૯૮ માં લખ્યું છે, શાસ્ત્રોને વિશે આ કાળને અનુક્રમે ક્ષીણપણા યોગ્ય કહ્યો છે; અને તે પ્રકારે અનુક્રમે થયા કરે છે. અવસર્પિણીકાળનો આ પાંચમો આરો ચાલી રહ્યો છે. એટલે ધીમે ધીમે દરેક ઉત્તમ વસ્તુનો ક્ષય થાય છે અને છઠ્ઠા આરામાં તો સંપૂર્ણ ધર્મનો ક્ષય છે. આગળ કહે છે, જે કાળમાં અત્યંત દુર્લભપણે પરમાર્થની પ્રાપ્તિ થાય તે કાળ દુષમ કહેવા યોગ્ય છે; જો કે, સર્વ કાળને વિષે પરમાર્થપ્રાપ્તિ જેનાથી થાય છે, એવા સત્પરુષોનો જોગ યોગ્ય દુર્લભ જ છે, તથાપિ આવા કાળને વિષે તો અત્યંત દુર્લભ હોય છે. જીવોની પરમાર્થવૃત્તિ ક્ષીણ પરિણામને પામતી જતી હોવાથી તે પ્રત્યે જ્ઞાનીપુરુષોના ઉપદેશનું બળ ઓછું થાય છે, અને તેથી પરંપરાએ તે ઉપદેશ પણ ક્ષીણપણાને પામે છે, એટલે પરમાર્થ માર્ગ અનુક્રમે વ્યવચ્છેદ થવા જોગ કાળ આવે છે. જીવોની પરમાર્થવૃત્તિ ક્ષીણપણાને પામે છે એટલે આત્મકલ્યાણ કરવાની ભાવના પણ તેમને પ્રગટ થવી દુર્લભ છે. આત્મકલ્યાણ કરવું એ તો બહુ દુર્લભ છે, પણ આત્મકલ્યાણ કરવાની ભાવના થવી એ પણ દુર્લભ છે. એટલે જ્ઞાની પુરુષોના ઉપદેશનું બળ પણ ઓછું થાય છે. ઉપદેશ પણ અસર કરે એવા જીવો આ કાળમાં બહુ ઓછા છે. સાંભળનારા ઘણા છે, પણ Page #77 -------------------------------------------------------------------------- ________________ પ૪ ભક્તિના વીસ દોહરા ઉપદેશ દ્વારા આત્મકલ્યાણ થાય એવા જીવોની સંખ્યા બહુ અલ્પ છે. એટલે પરંપરાએ ઉપદેશ પણ પરિક્ષીણપણાને પામે છે. એટલે પરમાર્થ માર્ગ ક્રમે કરીને વ્યવચ્છેદ થતો જાય એવો આ કાળ છે. એ જ પત્રમાં હજી આગળ કહે છે, આ કાળને વિષે અને તેમાં પણ હમણાં લગભગના સેંકડાથી મનુષ્યની પરમાર્થવૃત્તિ બહુ ક્ષીણપણાને પામી છે અને એ વાત પ્રત્યક્ષ છે. સહજાનંદસ્વામીના વખત સુધી મનુષ્યોમાં જે સરળવૃત્તિ હતી, તે અને આજની સરળવૃત્તિ એમાં મોટો તફાવત થઈ ગયો છે. જુઓ ! તે વખતની વાત એટલે કે સવાસો વર્ષ પહેલાની વાત છે. એટલે આ સો-બસો વર્ષમાં તો બહુ ક્ષણપણું થઈ ગયું. જીવોમાં સરળતા પણ રહી નથી કે જેથી ધર્મ પામવાને પાત્ર થાય. પરમકૃપાળુદેવે શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં મતાર્થીના લક્ષણમાં કહ્યું છે, નહીં કષાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ્ય; સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. સરળપણું જતું રહ્યું છે. લોકો કપટી થઈ ગયા છે. અંદરમાં કંઈને બહાર કંઈ; કરવાનું કંઈ, ચાલવાનું કંઈ ને બોલવાનું કંઈ. એવા જીવો વર્તમાનમાં વિશેષ જોવા મળે છે. આગળ કહે છે, ત્યાં સુધી મનુષ્યોની વૃત્તિને વિષે કંઈ કંઈ આજ્ઞાંકિતપણું, પરમાર્થની ઇચ્છા, અને તે સંબંધી નિશ્ચયમાં દઢતા એ જેવાં હતાં તેવાં આજે નથી, તેથી તો આજે ઘણું ક્ષીણપણું થયું છે. જે પહેલાનાં જીવોમાં આજ્ઞાંકિતપણું હતું એવા આજ્ઞાંકિત જીવો અત્યારે દેખાતા નથી. બહુ જ ઓછી સંખ્યામાં દેખાય છે. અને આજ્ઞા વગર ધર્મનું પરિણામ પામે નહીં. આજ્ઞાંકિત થયા વિના જ્ઞાનીઓનો બોધ પરિણામ પામતો નથી. બીજું, પરમાર્થની ઇચ્છા એ પણ પ્રાય લુપ્ત થઈ ગઈ છે. તમે બહુ પાછળ પડી ત્યારે એમ કહે કે તમે કહો છો એટલે કરું છું! અંદરમાં જીવને ઇચ્છા થતી નથી. પરમાર્થની ઇચ્છા જ લુપ્ત થઈ ગઈ છે. બહુ બહુ તો બહારથી થોડો બાહ્ય ધર્મ કરે. અને તે સંબંધી નિશ્ચયમાં દઢતા એ પહેલાં જેવાં હતાં તેવા આજે નથી. આજથી બસો-ત્રણસો વર્ષ પહેલાં જે પરમાર્થ માર્ગ આરાધવાની નિશ્ચયતા અને દઢતા હતી એ આજે નથી. કંઈક નિમિત્તો કે વિપરીત ઉદય આવે તો ધર્મ છોડી દે. “સાહેબ ! શું કરું હવે? એટલા બધા મહેમાનો આવે, ગમે ત્યારે ગમે ત્યાં જવાનું થાય ને બીજા પ્રસંગો પણ આવે. તો અમારે ઘરનું સંભાળવું કે ધર્મ કરવો? કેટલી જવાબદારીઓ આવે એટલે ધર્મ છૂટી જાય છે!' ભગવાન Page #78 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા ૫૫ કહે છે કે આ તો રોજનું થયું. કોઈ દિવસ કંઈ નિમિત્ત આવે ને કોઈ દિવસ કંઈ નિમિત્ત આવે. સંસારમાં છીએ એટલે એ બધા પ્રસંગો તો આવવાના જ. એમાં રહીને પણ જેણે દઢ નિર્ણય કર્યો છે કે મારે આત્માનું કામ કરી જ લેવું છે, એ ગમે તેવા નિમિત્તોની વચ્ચે પણ આત્માની સાધના કરી લે છે. સાતમી નરકનો નારકી એટલી બધી પ્રતિકૂળતા અને દુઃખની વચ્ચે પણ આત્માની પ્રાપ્તિ કરી લે છે. કારણ કે, આત્મકલ્યાણ કરવાનો તેનો નિર્ણય અને ઇચ્છા દઢ છે. તે કોઈ ફરિયાદ કરતો નથી. આપણને ઘણી ફરિયાદો હોય છે ! જેને આત્માનું કલ્યાણ કરવું છે તે ગમે ત્યાંથી કરી લે છે. સમય નીકળી શકે તેમ છે. કામ કરતાં કરતાં પણ ધર્મ થાય છે. જોકે, નિવૃત્તિના સમયે જરા ઊંચી ક્વોલીટીનો ધર્મ થાય અને પ્રવૃત્તિમાં સામાન્ય પ્રકારનો ધર્મ થાય. પણ ધર્મ ન થાય એવું કંઈ છે નહીં. જોકે, હજુ આ કાળમાં પરમાર્થવૃત્તિ કેવળ વ્યવચ્છેદપ્રાપ્ત થઈ નથી, આ સવાસો વર્ષ પહેલાંની વાત છે. અત્યારની વાત નથી. અત્યારે તો લગભગ વ્યવચ્છેદ જેવી થઈ ગઈ છે. તેમ સત્પુરુષરહિત ભૂમિ થઈ નથી, તોપણ કાળ તે કરતાં વધારે વિષમ છે, બહુ વિષમ છે એમ જાણીએ છીએ. જ્ઞાનીઓ મળ્યા હોય ત્યારે આખું વાતાવરણ ચોથા આરા જેવું હોય છે. બીજાને ભલે દુષ્કાળ હોય, પણ જેને જ્ઞાનીઓ મળ્યા હોય કે જે જ્ઞાનીઓની સમીપ હોય તેને દુષ્કાળ ન હોય. પોતાનો દૃઢ નિર્ણય જોઈએ અને તેને અનુરૂપ દૃઢ પુરુષાર્થ જોઈએ. પુરુષાર્થ વગર કંઈ થાય નહીં. અને દઢ નિર્ણય વગર પણ કંઈ થાય નહીં. નિમિત્તો તો કાયમ રહેવાના. હવે એ ફરિયાદ કરીશું તો ક્યારેય ધર્મ નહીં થાય. જ્યારે જ્ઞાનીઓનો યોગ હોય ત્યારે તેમના બોધનો લાભ મળે, એટલે જે અંદ૨માં ઊંચો-નીચો થઈ ગયો હોય તે પાછો ઠરી જાય. પાછું એને પોષણ મળી જાય, પણ જ્યારે જ્ઞાનીઓનો યોગ ન મળે અને ચારે બાજુ વિપરીત વાતાવરણમાં રહેવાનું હોય તો જીવને પોતાનું બળ ન હોય તો ટકી ન શકે. પોતાનું બળ પણ અંદ૨માં જોઈએ છે. આવા વિપરીત કાળમાં પણ જો જીવ સત્પુરુષની આજ્ઞા અનુસાર ભક્તિ કરવાનો નિયમ કરે, વ્રત-ત્યાગ દ્વારા મર્યાદા કરે ને તેને દૃઢ રીતે વળગી રહે તો ધર્મસાધના બની શકે. સાથે સાથે ચરણાનુયોગનું આચરણ પણ આત્મકલ્યાણ કરવામાં જરૂરી છે. અને જે મર્યાદા કે નિયમો કર્યા હોય તેને દઢપણે વળગી રહે તો ધર્મસાધના બની શકે. દૃઢપણે આપણે વળગી રહેતા નથી. જ્યારે કંઈક સારા નિમિત્તો આવે એટલે જોરમાં આવી જઈએ છીએ કે બસ હવે તો આ જ કરવું છે ને આ જ કરીશ અને પછી પાછા ઘરે જાય અને થોડા દિવસ થાય એટલે પાછા ઢીલા Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ભક્તિના વીસ દોહરા થઈ જાય છે. પોતાનું બળ ન હોય તો જીવ ટકી ન શકે. પોતે બળવાન થવું જોઈએ. સારા નિમિત્તો કંઈ કાયમ આપણને રહેવાના નથી. એવું કંઈ પુણ્ય લઈને આવ્યા નથી કે ૨૪ કલાક આપણે સમવસરણમાં કે જ્ઞાનીઓ પાસે જ રહીએ. પોતાની શક્તિ પણ પ્રગટ કરવી જોઈએ. પોતાનું બળ પણ વધારવું જોઈએ. નહિ મર્યાદાધર્મ; મર્યાદા એટલે આજ્ઞાનું આરાધન. આજ્ઞાના આરાધન રૂપ ધર્મ જીવને બચાવી શકે. જે જીવ આજ્ઞા તો લે પણ એ પ્રમાણે ધર્મ ન કરે તો બચી શકે નહિ. સત્પુરુષની જે કંઈ આજ્ઞા થઈ હોય તેમાં લક્ષ રાખે કે મને આ આજ્ઞા મળેલી છે, એટલે મારે આ આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનું નથી, પછી ગમે તે થાય. તો એ જીવ પાપ કરતો અટકે છે, પાપથી બચે છે. સત્પુરુષની આજ્ઞારૂપ અંકુશ છે, છતાં તે અંકુશમાં વર્તાતું નથી. જેમ અંકુશથી હાથી પણ વશમાં આવીને બરાબર ચાલે છે. ગાડીને પણ બ્રેકનો અંકુશ છે, તો તે પણ ઊંધા માર્ગે જતી હોય તો અટકાવી શકાય છે, એમ જે જીવ આજ્ઞારૂપી અંકુશમાં છે એ ઊંધા માર્ગે ચાલતો હોય તો અટકી જાય છે. છતાં તે અંકુશમાં વર્તાતું નથી. જ્ઞાનીપુરુષે નિયમિત ધર્મઆરાધના કરવાનું કહ્યું છે, તે થતું નથી. જે નિત્યક્રમ આપ્યો હોય - કલાક-બે કલાક-ચાર પાંચ કલાકનો - તે પણ થતો નથી. કાળ તો નિમિત્ત છે પણ જીવનો અનિશ્ચય મુખ્ય છે. જ્યારે જ્ઞાનીની વાણી સાંભળે છે ત્યારે પાછો તૈયાર થઈ જાય છે, પણ જ્યાં એ નિમિત્ત જાય છે ત્યાં પાછો ઢીલો પડી જાય છે. તે માટે વ્યાકુળતા-મુંઝવણ થવી જોઈએ એ પણ થતી નથી. તોય નહીં વ્યાકુળતા, તો પણ જીવને અંદ૨માં જે વ્યાકુળતા – મુંઝવણ થવી જોઈએ તે થતી નથી. ‘મારા કેવા ભારે કર્મ છે !’ છેવટે દોષનો ટોપલો કર્મ ઉપર નાખીએ છીએ. કર્મ બિચારું કંઈ બોલવાનું નથી અને આપણો રસ્તો સાફ થઈ જાય છે ! ‘શું થાય સાહેબ ! મારે તો ઘણુંય કરવું છે. રોજ પ્રયત્ન કરું છું, પણ હવે એવા ભારે કર્મનો ઉદય આવ્યો છે કે મારાથી થતું નથી!' ઠીક છે ભાઈ, કર્મનો ઉદય થોડોક સમય હોય, પણ કાયમ માટે કર્મના જ ઉદય હોય ?' મનુષ્યભવમાં આવ્યા છીએ તો એવા કર્મ બાંધીને નથી આવ્યા કે આપણાથી ન થાય. તિર્યંચો પણ કામ કરી લે છે, દેવગતિના દેવો આટલા અનુકૂળ વાતાવરણમાં પણ કામ કરી લે છે અને નરક ગતિના જીવો આટલા પ્રતિકૂળ ઉદયમાં પણ કામ કરી લે છે. પોતાનો બચાવ ખોટો કરે છે. એટલે પોતે જ પોતાને છેતરે છે ! Page #80 -------------------------------------------------------------------------- ________________ પ૭ ભક્તિના વીસ દોહરા. સમય તો કાલ પૂરો થઈ જશે અને અહીંથી ખાલી હાથે જાવ તોય સારું છે. કર્મના પોટલાં વધારે બાંધીને કઈ ગતિમાં જશો? અને ત્યાં પરવશપણે ભોગવવું પડશે ત્યારે કેવી રીતે ભોગવશો? અત્યારે શું તકલીફ છે? કેટલો પુણ્યનો ઉદય હશે ત્યારે તો મનુષ્યભવમાં આવ્યા છીએ. પછી જૈન ધર્મ મળ્યો અને એમાંય જ્ઞાનીઓનો અને તેમના વચનોનો યોગ થયો, ઘર સારું મળ્યું, બુદ્ધિ સારી મળી, હવે કેટલું જોઈએ છે? શેની રાહ જુઓ છો? બધુંય મળ્યું છે. શું નથી મળ્યું? “લેતા જઈએ હરિનું નામ, કરતાં જઈએ ઘરનું કામ.' ઘરનું કામ કરતાં કરતાં પણ હરિનું નામ લઈ શકાય છે. નથી લેવાતું એવું તો છે નહીં, પણ યોગ્યતાની ન્યૂનતા છે એટલે જાગૃતિ રહેતી નથી. થોડી વાર નામ લીધું ને પછી કામમાં એકાગ્ર થઈ ગયા એટલે પેલું નામ છૂટી ગયું અને “આ મારે કરવાનું છે' એ ભાવ પણ છૂટી ગયા. મુંઝવણ થવી જોઈએ કે હવે શું કરવું? મારા કેવા ભારે કર્મ છે ! પરમકૃપાળુદેવે કહ્યું છે કે આ કાળમાં ભારે કર્મી જીવો અવતરે છે. આ પંચમકાળમાં અને તે પણ ધીઠું હુંડાવસર્પિણી કાળમાં આવનારા જીવો ભારેકર્મી છે. તેથી ધર્મની જિજ્ઞાસા ઘટતી જાય છે. આપણે બહુ પાછળ પડીએ ત્યારે કહે કે હા, સાહેબ! તમે કહ્યું છે એ પ્રમાણે કરીશું. પણ પાછો ભૂલી જાય. પાછો આવે તો કહે કે ના, સાહેબ ! એ પ્રમાણે કરવું છે. આવી રીતે પચીસ વખત મળે અને પચીસ વખત જાય પણ એનો ધર્મ એમ ને એમ રહે! આવા જીવો છે. હવે કંઈ મારીને ધર્મ થોડો કરાવાય છે? નિમિત્ત મળે ત્યારે જાગૃત થઈ જવું જોઈએ. આવા કાળમાં આપણને ઉત્તમ નિમિત્ત મળ્યા છે. તો એ નિમિત્તના સહવાસમાં રહી કામ કરી લેવું જોઈએ. આટલું તો બળ આપણને મળ્યું છે, ઉત્તમ નિમિત્તો મળ્યા છે અને આવી અનુકૂળતામાં અને નિમિત્તોની વચમાં પણ કામ નહીં કરીએ તો ક્યારે કરીશું? સમય તો ધીમે ધીમે ચાલ્યો જાય છે. કાળ પૂરો થઈ જશે અને જીવ ખાલી હાથે જશે અને કર્મના પોટલા બાંધીને જશે. ત્યાં તમને કોણ છોડાવવા આવશે ? જેના નિમિત્તે તમે તમારા આત્માનું ચૂકી જાવ છો એ કોઈ તમને આવતા ભવમાં છોડાવવા આવવાના નથી. આ ભવમાં જ નથી છોડાવવા આવતા તો આવતા ભવમાં તો શું છોડાવશે? કોણ ઓળખવાનું છે તમને? અહીંથી ક્યાં પહોંચ્યા કોને ખબર છે? ઘડીકમાં જીવ હતો ન હતો થઈ જાય છે. અને આ જીવનું છે કોણ આ ત્રણ કાળ, ત્રણ લોકમાં? એકાકી છે. કર્મ બાંધે છે ય એકલો, ભોગવે છે ય એકલો, ચાર ગતિમાં રખડે છે ય એકલો અને દુઃખી થાય છે ય એકલો. ગમે તેના નિમિત્તે પાપ કરતો Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ભક્તિના વીસ દોહરા હોય એ નિમિત્ત કંઈ તમારા બાંધેલા કર્મ ભોગવવા આવવાના નથી. તમારે જ ભોગવવા પડશે. તમે ઘરવાળાના નિમિત્તે કર્યા, બહારવાળાના નિમિત્તે કર્યા, સગાવહાલાનાં નિમિત્તે કર્યા - ગમે તેના નિમિત્તે પાપ કર્યા પણ એ નિમિત્તો કંઈ તમારી સાથે કર્મ ભોગવવા આવવાના નથી, તમારે એકલાને ભોગવવાના છે. તમારી આટલી ઉત્તમ બુદ્ધિ હોવા છતાં આવો વિવેક તમે ચૂકી જાવ છો અને પોતાના વિવેક અને નિર્ણય વગર તો આ કામ થવાનું નથી. બીજા ગમે તેટલું કહે પણ તમે જાગૃત નહીં થાવ અને વિવેક નહીં રાખો તો આ કામ જે કરવાનું છે એ તમે નહીં કરી શકો. પરમકૃપાળુદેવે કહ્યું છે કે ભારેકર્મી જીવો આ કાળમાં અવતરે છે, જેથી ધર્મની જિજ્ઞાસા ઘટતી જાય, લોકોમાં “વાહવાહ' કહેવડાવવા બધું કરે. મારી “વાહવાહી થવી જીઈએ. અમને બધાને ઘરવાળાએ બહુ રાખ્યા. કોઈ ચાર આઈટમ કહે તો આ આઠ આઈટમ બનાવે. વાહવાહ કહેવડાવવા. બહારમાં પોતાની વાહવાહ કહેવડાવવા માટે તન-મન-ધન-આત્મા બધુંય અર્પણ કરી દે. એની વાહવાહ થતી હોય તો બધું અર્પણ કરવા આ જીવ તૈયાર છે! એને વાહ વાહ જ કહેવડાવવી છે!! મોટો ભા થવું છે. લોકો એના વખાણ કરે. બસ, તમારે કોઈની પાસે કામ કઢાવવું હોય તો પોઝીટીવ એપ્રોચ રાખીને એના વિરોધીઓ કે એનાં સગાં-વહાલાંની વચ્ચે એના વખાણ કરો કે અમારી વહુતો ઓહોહો... આખી અમારી પોળમાં -સોસાયટીમાં આના જેવી કહ્યાગરી, ડાહી ને આજ્ઞાંકિત કોઈ નથી. હું પાણી માંગુ તો મને દૂધ આપે. બે જીવોની વચ્ચે વખાણ કર્યા એટલે એ રાજી. પછી એ પોતાના આત્માનું પણ ચૂકી જશે. પરમાર્થ – આત્માનું હિત શાથી થાય એ સૂઝતું નથી. આત્માનું હિત તો વીતરાગતાની વૃદ્ધિથી થાય. જેટલા અંશે રાગ-દ્વેષ ઘટે એટલા અંશે આત્માનું હિત થાય. અમુક શાસ્ત્ર વાંચવા માત્રથી આત્મહિત થાય એવું નથી. અમુક ભક્તિ કરી એટલે આત્માનું હિત થાય એવું નથી. એ બધા પુણ્યબંધના કારણો છે, આત્મહિતના કારણ નથી. આત્માનું હિત તો વીતરાગતાની વૃદ્ધિ પ્રમાણે છે. | નિરંકુશતા વધતી જાય છે. જીવ કોઈના ય અંકુશમાં રહેવા તૈયાર નથી, એવા આ કળિકાળના જીવો છે. કોઈનો અંકુશ માથે ન જોઈએ ! હવે જેના માથે અંકુશ ન હોય એનું શું થાય? ગાડી નવી હોય, રોડ સારો હોય, High class દોડતી હોય અને કિંમતી હોય, પણ બ્રેક ન હોય તો શું થાય? એ થોડા સમયમાં ભંગારમાં જવાની. ગાડી તો જશે, પણ તમનેય લેતી જશે. તમનેય ભંગાર કરી નાખશે ને એ ય ભંગાર થવાની ! એમ આપણા માથે જો અંકુશ ન Page #82 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા હોય તો સમજજો કે આપણે પણ ભંગારમાં એટલે અધોગતિમાં જવાના. માટે હંમેશાં અંકુશમાં રહેવું જોઈએ. અંકુશમાં એટલે આજ્ઞામાં. ૫૯ દેવ-ગુરુ-ધર્મની આજ્ઞા પ્રમાણે રહીએ તો આપણું કલ્યાણ થાય. જીવ કહે છે કે દેવગુરુ-ધર્મ મારા માથા ઉ૫૨, પણ મારે જે કરવાનું છે એમાં કંઈ ફેરફાર થશે નહીં ! ‘પંચ કહે એ માથા ઉપર, પણ મારી ખીલી ફરે નહીં !' તો આત્માનું કલ્યાણ થાય નહીં. નિરંકુશ રહેવું નથી. આત્માનું કલ્યાણ કરવું હોય તો માથે ગુરુનો અંકુશ જરૂરી છે અને એ અંકુશ પ્રમાણે ચાલવું જોઈએ. આપણે ગુરુને માથે રાખીએ ખરા, પણ અંકુશ પ્રમાણે ન રહીએ કે ન ચાલીએ કે ન વર્તીએ તો કલ્યાણ થાય નહીં. ભલે ને તીર્થંકર જેવા ગુરુ કર્યા હોય, પણ એમની આજ્ઞા પ્રમાણે ન ચાલીએ અને આપણી કલ્પના પ્રમાણે ચાલીએ તો એ પણ આપણું કલ્યાણ કરી શકે નહીં. જે મા-બાપનું કહ્યું ન માને એ ભગવાનનું કહેલું શું વિચારે ? આ પ્રત્યક્ષ મા-બાપ ઘરમાં છે એનું કહેલું જો ન માને તો પછી ભગવાને જે કહ્યું છે એનો શું વિચાર કરે ? ઘણા જીવો તો ભગવાનને પણ માનતા નથી. કહે છે કે કોણે જોયા છે ભગવાન ? તમે તો ચોપડી વાંચીને ભગવાન – ભગવાન કહો છો, પણ હોય તો બતાવો ! ભગવાન નામની કોઈ વસ્તુ જ નથી એવું પણ માનનારા આ કાળમાં ઘણા છે. શાસ્ત્રમાં લખ્યું હોય તો કહે કે એ તો કલ્પનાથી એમણે લખ્યું છે. જ્ઞાનીઓના વચનને પણ કાલ્પનિક માને તો આત્માનું કલ્યાણ ક્યાં સાધી શકવાના છે? શાસ્ત્રોને કલ્પના માને અને પોતાની કલ્પનાએ, સ્વચ્છંદે બધું પ્રવર્તન કરે ! કોઈ એમ પણ કહે કે શાસ્ત્રમાં કહ્યું છે એ બધું સાચું છે, પણ ચાલે પોતાની કલ્પનાએ, પોતાના સ્વચ્છંદે . તો પણ આત્મકલ્યાણ થાય નહીં. બીજા કામ આડે પરમાર્થ માટે અવકાશ જ નથી. જગતના બધા કામ કરવાનો સમય જીવને મળે છે, પણ આત્મકલ્યાણ કરવાનો સમય મળતો નથી. હવે એને શું કહેવું ! છાપું વાંચવાનો ટાઈમ મળે છે, ટી.વી. જોવાનો ટાઈમ મળે છે, ગપ્પા મારવાનો ટાઈમ મળે છે, બહાર ફરવા જવાનો ટાઈમ મળે છે, હોટલમાં મોજશોખ કરવાનો ટાઈમ મળે છે, ફ્રેન્ડ આવે તો એની સાથે ચાર-ચાર કલાક, છ-છ કલાક પસાર કરવાનો ટાઈમ મળે છે, આઠ કલાક ઊંધવાનો ટાઈમ મળે છે, પૈસા કમાવાનાય આઠ કલાક મળે છે. છેલ્લે કંઈક વધ્યો ઘટ્યો ટાઈમ રહે તો સાહેબ હું એકાદું પાનું પુસ્તકનું વાંચી લઉં ! આ તમે બહુ પાછળ પડ્યા છો એટલે, નહીંતર તો એ ય ન થાય ! તમે જુઓ છો ને મારી સ્થિતિ ? તમે મારા ઘરે આવી ગયા છો. કેટલા કામ હોય છે મારે ! કારણ કે ઘરમાં હું એકલો છું. ‘હશે ભાઈ ! ત્યારે આવતા ભવમાં Page #83 -------------------------------------------------------------------------- ________________ So ભક્તિના વીસ દોહરા કરજે. મરવાનો ય ટાઈમ નથી એમ કહે છે. તો પછી નિગોદમાં જઈશ એટલે એકલો મરવાનો જ ટાઈમ કાઢવાનો છે. એક શ્વાસમાં અઢાર વાર જન્મ અને અઢાર વાર કરવાનું. એટલો બધો ટાઈમ એના માટે જ કાઢવાનો.' જીવ સ્વવશપણે કંઈ કરવા તૈયાર નથી. પરવશપણે બધું કરવું પડે છે. એમાં એનું કંઈ ચાલતું નથી. માટે, ગમે તેમ કરીને પોતાનું કામ કાઢી લે એ ડાહ્યા અને વિચક્ષણ કહેવાય. શ્રી દોલતરામજી કહે છે, લાખ બાત કી બાત, યહૈ નિશ્ચય ઉર લાઓ; તોરિ સકલ જગદંદ-ફંદ નિત આતમ ધ્યાઓ. – શ્રી છહ ઢાળા લાખો કરોડોની એક જ વાત છે કે આ વસ્તુ નિશ્ચયમાં લાવો ને દઢ કરો કે જગતના બધાય પ્રપંચોને, ઉદયોને, નિમિત્તોને છોડીને પણ આત્માનું કલ્યાણ કરવું છે. બધા પ્રકારની ફરિયાદો બંધ કરો. તમે ફરિયાદો કરો છો તે જ્ઞાનીઓ સાંભળી લે છે, પણ અંદરમાં સમજે છે કે આને હવે ફરિયાદ કરવાની કાયમની ટેવ પડી ગઈ છે. બચાવનો ઉપાય કરવા એ બહાના કાઢવાનો જ છે અને કાઢે જ છે. ક્યાં સુધી બહાના કાઢશો? કેટલા બહાના કાઢશો? અને બહાના કાઢવાથી પણ કંઈ લાભ હોય તો બતાવો. * * * * * Page #84 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા 'ગાથા - ૧૦ ) સેવાને પ્રતિકૂળ છે, તે બંધન નથી ત્યાગ; દેહેંદ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. સપુરુષે જે જે આજ્ઞાઓ આપી છે તેની આરાધના એટલે ઉપાસના જીવ કરતો નથી અથવા થતી નથી. શેના કારણે થતી નથી? આળસ, ઊંઘ, પ્રમાદ, વિકથા, વિષયો, આરંભ, પરિગ્રહો – આ બધા નિમિત્તો એવા છે કે જીવને મોક્ષમાર્ગમાં સાચો પુરુષાર્થ કરવા દેતા નથી. આના કારણે ઉપાસના થતી નથી. સમય મળ્યો તો વિકથા કરે અથવા ટી.વી. જોવા બેસી જાય અને કહે કે સાહેબ! શું થાય હવે, આખો દહાડો કામ કરીએ તો કલાક તો જોઈએ કે નહીં! પણ જ્ઞાની કહે છે કે ટી.વી. નહોતા ત્યારે પણ બધા જીવતા હતા કે નહોતા જીવતા? શું કરું સાહેબ! તમારી સામે જ ફોન આવ્યો, હવે મારે વાત કરવી કે ન કરવી? આખા દિવસમાં જીવને આવા કેટલાય ફોન આવે ને કેટલાય ફોન કરવાના હોય. એના માટે સમય મળે, પણ પોતાના કલ્યાણ માટે સમય ન મળે ! મુમુક્ષુ ટી.વી. બહુ સમય લે છે.. સાહેબ : ટી.વી. સમય લે છે કે તમે ટી.વી.ને સમય આપો છો? મુમુક્ષુ ટી.વી. ચાલુ કરીએ નહીં પણ ચાલુ હોય એટલે બેસી જઈએ. સાહેબ એનો વાયર પાછળથી કાઢી નાખો. રસ્તા બધાય છે. શું કરવા આપણે બેસીએ? અંદરમાં ગમે છે એટલે બેસીએ છીએ. હજી આપણો અનિશ્ચય છે, અજાગૃતિ છે, પ્રમાદ છે. એટલે આ થાય છે. ભલભલા સાધકો પણ કહે છે કે સાહેબ ! હું સમાચાર માટે જ ટી.વી. રાખું છું. બસ એક સમાચાર જોઈ લઉં એટલે પતી જાય. પણ એ સમાચાર પૂરા થઈને બીજા કંઈક પ્રોગ્રામ આવતા હોય તો એ પણ જોવા બેસી જાય ! એમાં કલાકોના કલાકો નીકળી જાય. મનુષ્યભવનો એક સમય કેટલો કિંમતી છે એનું એને વિસ્મરણ થઈ જાય છે અને જિંદગી આખી આમ ને આમ પર કાર્યો, પર વસ્તુ અને પર ભાવોમાં વહી જાય છે. આત્માનું કલ્યાણ કરવું હોય તેણે ક્યાંય અટકવાનું ન હોય. ગમે તેટલા કામ હોય, ઉદય હોય, નિમિત્ત હોય એ બધાયને આઘાપાછા કરીને એ પોતાનું કામ કરી લે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા ધારો કે, તમારે અહીંથી મુંબઈ ૧૦ વાગ્યાની ટ્રેનમાં જવાનું છે અને તે જ સમયે તમને બધા મળવા આવ્યા, ટી.વી.માં ય સરસ કાર્યક્રમ ચાલે છે અને બીજા ઘણા અગત્યના કામ બાકી છે, પણ તમે પોણા દશ વાગ્યે સ્ટેશન પહોંચો કે ન પહોંચો ? પહોંચવું જ પડે. ન પહોંચો તો શું થાય ? ગાડી ઉપડી જાય. એક દશ વાગ્યાની ગાડી ઉપડી જાય તેની ફિકરમાં ય તમે બધા કામ છોડો છો, પણ મોક્ષની ગાડી ઉપડી જશે એની ફિકરમાં તમે સંસારના કામ છોડતા નથી ! તો હવે તમને મુમુક્ષુ કહેવા કે શું કહેવા ? ૬૨ આળસ, ઊંઘ, પ્રમાદ, વિકથા આદિ આપણને પુરુષાર્થ કરવા દેતા નથી. ઈન્દ્રિયોના ભોગો માટે બધુંય પ્રવર્તન થાય છે. ટી.વી. છે એ પાંચ ઈન્દ્રિયોના વિષયમાં આવી ગયું કે નહીં? એ નેત્ર ઈન્દ્રિયનો વિષય છે અને ફિલ્મના ગાયન સાંભળો કે લગ્નનાં ગાણા સાંભળો એ બધા કર્ણેન્દ્રિયના વિષય છે. અને ભોજન આદિ ક્રિયાઓમાં જે સમય કાઢો છો તે રસના ઈન્દ્રિયનો વિષય છે. ઠંડી-ગરમીનો સ્પર્શ તે સ્પર્શેન્દ્રિયનો વિષય છે. આ દરેક ઈન્દ્રિયને આધીન થઈને અજ્ઞાની જીવ વર્તે છે: ખાવું - પીવું - હરવું – ફરવું - ન્હાવું – ધોવું – ઊંઘવું - જોવું - સાંભળવું વગેરે દેહ ને ઈન્દ્રિયના કાર્યોમાંથી આત્માને પોતાનું હિત કરવાનો અવકાશ જ મળતો નથી. કેટલું માર્મિક લખ્યું છે બ્રહ્મચારીજીએ ! કે ખાવા-પીવામાં જ બધો ટાઈમ જતો રહે છે. આ બનાવો ને પેલું બનાવો ને તે પણ પાછું ચાર ચાર બનાવો. વળી, મહેમાન આવે એટલે પાછો ચ્હા ને નાસ્તો બનાવો ને એ વધે એટલે પાછું આપણે ખાવાનું, ભૂખ ના હોય તો પાછું રાત્રે ખાય. હરવા-ફરવા, નાટક-સિનેમા, ન્હાવું-ધોવું વગેરેમાં કેટલો સમય જાય છે તે જુઓ ! શરી૨ પ૨ બે ડબલા પાણી નાખીને બહાર નીકળી જાવ. પણ આ તો જાણે ભેંસ પાણીમાં પડી હોય એમ ચાર કલાકે નીકળે નહીં. ઊંઘવામાં ય ઘણો સમય જતો રહે છે. મનુષ્યભવમાં એના માટે આવ્યા છીએ ? ઠીક છે કે કોઈ વખત તબિયત સારી ન હોય, અશક્તિ હોય, એવા કોઈ ખાસ કારણો હોય, ઉજાગરા થયા હોય તો સૂવાની જરૂર પડે, પણ રોજની ટેવ ખોટી છે. જોવું-સૂંઘવું-સાંભળવું – આ બધા બાહ્ય કાર્યોમાં જ મોટાભાગના મનુષ્યોનો સમય વ્યતીત થઈ જાય છે, કેમકે એમાં રુચિ છે પણ ધર્મમાં એને રુચિ નથી. જેને ધર્મમાં રુચિ છે એ આઠ-દશ કલાક એમાં કાઢે છે. જેને આત્માના હિતમાં રુચિ છે તે આઠ-દશ કલાક ગમે તેમ કરીને આત્મા માટે કાઢી શકે છે. ફર્સ્ટ પ્રાયોરીટી કોને આપવી એ જીવની યોગ્યતાને આધીન છે. આ બધા કાર્યોમાંથી આત્માને પોતાનું હિત કરવાનો અવકાશ જ મળતો નથી. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૬૩ ભક્તિના વીસ દોહરા દેહને રાજા બનાવી દીધો છે અને આત્માને નોકર બનાવી દીધો છે ! મોટાભાગના જીવોની આ સ્થિતિ છે. સાધકોની પણ આ સ્થિતિ છે કે દેહ રાજા ને આત્મા નોકર. આત્માને રાજા બનાવવાનો હોય ને દેહને નોકર બનાવવાનો હોય, એના બદલે ઊંધું ચાલે છે. દેહેન્દ્રિય માને નહીં... આત્મા સુખી છે કે દુઃખી તે વિચારવાનો પણ વખત જીવને નથી. ટાઈમ મળે તો વિચારે ને? એ દુઃખમાં એટલો બધો ગળાડૂબ છે કે એને ખ્યાલ જ નથી કે આત્માનું સુખ શેમાં છે? અને આત્માની શાંતિ શેમાં છે? શું કરવાથી પોતે સુખી? શું કરવાથી પોતે દુઃખી? પોતે શું? ક્યાંથી છે આપ? એનો માગો શીધ્ર જવાપ. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૧૦૭ આત્મા સુખી છે કે દુઃખી તેનો તો વિચાર કરો. આપણને તો સુખી લાગે છે. ગમે તે વ્યક્તિ મળે અને એને પૂછીએ કે કેમછો ભાઈ? તો કહે કે સુખી છું – શાંતિ છે બધી. છોકરાઓ બધા લાઈનસર છે, ઘરવાળા કમાય છે, નોકરચાકરો કામ કરે છે, દેહની તંદુરસ્તી પણ સારી છે, અને હમણાં બધી બહારની જે પ્રવૃત્તિઓ કરીએ છીએ એ ય સરસ ચાલે છે, સુખી છીએ !! એને પૂછીએ કે આત્માનું સુખ છે? તો કહે ના, એ તો આજે જ વાત સાંભળી ! આત્મા શબ્દ જ આજે સાંભળ્યો. આત્મા શું છે ને આ સુખ શું વળી ? એ તમે બધા ભેદ પાડો છો એટલે તમને બધા વિકલ્પો થાય છે. અમને તો કોઈ વિકલ્પ જ નથી ! નિર્વિકલ્પ જ છીએ !! જીવ એટલો બધો વ્યસ્ત છે કે આત્મા સુખી છે કે દુઃખી તે વિચારવાનો પણ વખત નથી. એમ કહે છે મૃત્યુ પછી પોતાની શી ગતિ થશે એનું એને કંઈ જ ભાન નથી. જગતના જીવોની આવી સ્થિતિ છે ! મૃત્યુ પછી આ જીવ કઈ ગતિમાં જશે? ક્યાં ખોવાઈ જશે? ચૌદ રાજલોકમાં ક્યાં ફેંકાઈ જશે? અનાદિકાળથી અનંતકાળ તો નિગોદમાં કાઢ્યો ! ઓ હો હો...! ભૂલી ગયો બધું ! હજી ફરી ત્યાં જવાની તૈયારીઓ ચાલી રહી છે અને તેને ત્યાં જ ફાવે એવું છે. હવે એ સિદ્ધલોકમાં જાય તો તેને ફાવે એવુંય નથી. વળી, એના બધા મિત્રો ત્યાં જ છે. એનું અનંતકાળનું આખું સર્કલ ત્યાં જ છે. એટલે તેને ત્યાં જ ફાવે એવું છે. શું ગતિ થશે એ તો વિચારો પ્રભુ! કાલે આ ભવ છોડીને જવાનું થશે. ક્યાં સુધી રહેશો? જેમ તમે મોરબીથી અહીં આવ્યા છો તો ક્યાં સુધી રહેશો? ગમે તેટલા ફોન કરો તો બે દહાડા વધારે રજા આપે, પણ પછી શું? આખરે મોરબી જવું પડે છે. એમ કદાચ કોઈ સારા કર્મ બાંધ્યા હોય તો એકાદો ભવ સુધરે, પણ અંતે ચોર્યાશી માંહી. Page #87 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસંદોહરા ભક્તિ કરી અમરાપુરી પામ્યા, અંતે ચોર્યાશી માંહી રે. મૃત્યુ પછી પોતાની શી ગતિ થશે એ ચિંતનમાં લો. આ ચિંતનનો વિષય છે. આત્મા સુખી છે કે દુઃખી એનો વારંવાર વિચાર કરવો. મૃત્યુ પછી પોતાની શી ગતિ થશે એ સંભાળ લેવાતી નથી, આત્માર્થે કંઈ પુરુષાર્થ થતો નથી. આત્માનું હિત થાય એ પ્રકારની સાધના કે પુરુષાર્થ બનતો નથી. પણ આત્માનું અહિત થાય એવા કાર્યો જીવ નિરંતર કરે છે. કરે બાહ્ય પર રાગ... ૬૪ દેહ અને ઈન્દ્રિયોથી પ્રાપ્ત થતા બાહ્ય પદાર્થોમાં રાગ કરીને જીવ કર્મબંધ કરી રહ્યો છે. દેહ અને ઈન્દ્રિયોથી પ્રાપ્ત થતા જગતના બાહ્ય પદાર્થો જે અનુકૂળ છે તેમાં સુખબુદ્ધિ કરી છે, એટલે તેમાં રાગ થાય છે. જગતના સર્વ જીવોને ઈન્દ્રિયોના સુખમાં જ રાગ છે. હવે આપણે એક ને એ બાજુ નવ્વાણું. આ બાજુ આપણે એકલા કહીએ છીએ કે આત્મામાં સુખ છે અને પેલી બાજુ નવ્વાણું કહે છે કે દેહ અને ઈન્દ્રિયોમાં સુખ છે. હવે એ નવ્વાણું સાચા કે તમે એકલા સાચા ? અને પેલા નવ્વાણું બધી ઊંચી ડીગ્રીઓવાળા છે, ભણેલાગણેલા છે પાછા ! દેહ અને ઈન્દ્રિયોથી પ્રાપ્ત થતા બાહ્ય પદાર્થો છે. તેમાં રાગ કરીને જીવ કર્મનો બંધ કરી રહ્યો છે. જેટલો રાગ થાય છે એ બધોય આત્માનું અહિત કરનારો છે. પ્રશસ્ત રાગ પણ જો આત્માને ભમાવનારો છે તો આ તો બધા અપ્રશસ્ત રાગ છે. ક્યાંય રાગ થયો તો સમજવું કે આ કર્મબંધનું કારણ છે. દેહમાં રાગ થાય, ઘરવાળામાં રાગ થાય, કુટુંબીજનોમાં રાગ થાય, પૈસામાં રાગ થાય, બાહ્ય સુખમાં રાગ થાય એ બધું કર્મબંધનું કારણ છે. તે બાહ્ય પ્રવૃત્તિથી નિવર્તીને આત્માના હિતમાં જોડાવા અહીં બોધ કર્યો છે. પરમકૃપાળુદેવ કહે છે, અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા ! અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં, વિચિત્રતા !! ઉઘાડ ન્યાય - નેત્ર ને નિહાળ રે ! નિહાળ તું; નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું. આ બધી બાહ્ય પ્રવૃત્તિને બાળી નાખ પ્રભુ ! ના બળે તો થોડો આઘો તો ખસ. બધાને છોડીને આત્માના હિતમાં જોડાવા માટે અહીં બોધ કર્યો છે કે દેહેંદ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. Page #88 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા. ૬૫ બધેય રાગ થાય છે પણ આત્મામાં રાગ થતો નથી. એટલે બહિરાત્મા મટી અંતરાત્મા થવા આ વીસ દોહરામાં સમજાવ્યું છે. બહિરાત્મપણું છોડી અને અંતરાત્મપણું પ્રગટ કરવા માટે આ વીસ દોહરાઓમાં બોધ આપ્યો છે. આ બધાય દોષોનું જે વર્ણન કર્યું છે તે આત્માના હિત માટે કરવામાં આવ્યું છે. મનને આત્માર્થમાં જોડવાના સાધન જેવા કે અલ્પ આહાર, અલ્પ વિહાર, અલ્પ નિદ્રા, નિયમિત વાચા, નિયમિત કાયા અને અનુકૂળ સ્થાન ઈત્યાદિ છે. મન અને વૃત્તિને આત્મામાં લગાડવા માટે આ બધા સાધનો બતાવ્યા છે. જેમ કે, અલ્પ આહાર કરવો. ગમે તેટલું રસાત્મક ભોજન હોય, ભાવતું ભોજન હોય તો પણ વધારે ખાશો તો પેટ વધારે ભરાઈ જશે, હવાની પણ જગ્યા નહીં રહે અને તમને આકુળ-વ્યાકુળ બનાવશે. તમારી સાધના છૂટી જશે. વળી, આપણે તો કોઈ મહેમાન કે કોઈ મુમુક્ષુ આવે તો તેમને ઠાંસી ઠાંસીને ખવડાવીએ. “સાહેબ! આટલું તો લો. સાહેબ ! અમે રોજ ક્યાં ખવડાવીએ છીએ?” “અરે બાપુ ! સાહેબના આત્મા ઉપર તો દયા કરો.” “ના સાહેબ ! છેક ક્યાંથી લાવ્યા છીએ ! કેટલા ભાવથી લાવ્યા છીએ ! અને તમે ના પાડો છો !” હવે એને આત્માના હિતૈષી કહેવા કે શું કહેવું? જુઓ ! અજ્ઞાની જીવોનો રાગ પણ આત્માને નુક્સાનકારક છે. એમને ભાવ થાય એ બરાબર છે, પણ આપણે સાધક છીએ. માટે આપણે જાગૃત રહેવું. અમારા આગ્રહથી એમને શું બાધા આવશે એ વિચારશક્તિ અજ્ઞાની જીવોની કુંઠિત થઈ જાય છે. ' અલ્પ વિહાર - બહુ પ્રવૃત્તિ કરીને શરીરને થકવી દઈએ તો પણ એ શરીર સાધનામાં સહકાર નહીં આપે. એટલે શરીરને બહુ થાક કે પરિશ્રમ લાગે એવા કામ લાંબા સમય સુધી કરવા નહીં. એને પણ થોડું સાધનામાં લગાડવાનું છે એટલે અલ્પ વિહાર કરવો. અલ્પ નિદ્રા - ચોવીસ કલાકમાં આપણી નિદ્રા છ કલાક હોવી જોઈએ તેના બદલે દશ કલાક નિદ્રા કરીએ છીએ. તો, ચાર કલાક તો બચે એવા છે. પણ જીવ કહે છે કે સાહેબ ! શું કરું ? બહુ કામ કરું છું એટલે થાકી જઉં છું. થાકી જાય તો પણ એક બે કલાકની સળંગ ઊંઘ આવી જાય પછી કંઈ જરૂર પડતી જ નથી. ફ્રેશ થઈ જવાય. સાચા મુનિઓ અંતર્મુહૂર્તથી વધારે સળંગ ઊંઘ લે નહીં. પચીસ કિલોમીટર વિહાર કરે છતાંય એમની ઊંઘ અલ્પ હોય છે. એમને પણ શરીરનો પરિશ્રમ તો થાય છે. આપણે ઘરમાં કરીએ છીએ, એ ચાલીને કરે છે. સાધનામાંય પરિશ્રમ તો થાય જ છે, છતાંય એમની ઊંઘ ઓછી હોય છે. સાધક જીવ દરેક કાર્યમાં જાગૃત રહી પોતાનો કિંમતી સમય આત્મસાધના સિવાય બીજા કોઈ કાર્યમાં ન વેડફાઈ જાય તેની ખૂબ જાગૃતિ રાખે છે. એટલે ગમે ત્યાં એમનો સમય જતો રહ્યો - એ બધું સાધકને ન હોય. Page #89 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા ‘ઑપરેશનમાં નહીં જઈએં તો વેવાઈને ખોટું લાગશે. એ પણ નહીં આવે’ ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ.' આપણે નહીં જઈએ તો એ નહીં આવે એમાં શું ખોટું છે ? જીવને ડર લાગે છે કે નહીં, મારા છોકરાનાં લગ્નમાં નહીં આવે તો ? અરે! પણ તારો છોકરો પરણ્યા વગરનો નહિ રહે.’ ૬૬ નિયમિત વાચા - એટલે બહુ બોલવાનું પણ રાખવું નહીં. પ્રયોજનભૂત જેટલું જ બોલવું. બોલવું પડે એટલું જ બોલવું. એક અક્ષરથી પતતું હોય તો બે અક્ષરનો ઉપયોગ કરવો નહીં. જેટલું તમે વધારે બોલશો એટલું સામેવાળા પણ તમારી સાથે વધારે બોલશે અને એમાં ને એમાં તમારો સમય જતો રહેશે. વળી, જેટલું તમે બોલશો એટલા કર્મ બાંધશો અને સામેવાળાનું સાંભળીને વિકલ્પ કરશો તો પણ કર્મ બાંધશો. એટલે બને તેટલું વધારે મૌન રહેવાય એ પ્રકારનું લક્ષ રાખીને જીવન જીવવું. નિયમિત કાયા – એટલે કાયાનો પણ સદુપયોગ કરતા શીખવું. કાયાનો વધારે સમય સાધનામાં જાય એ પ્રકારે જીવન જીવવું. કાયાને કમાન જેવી રાખો એમ કહ્યું છે. સાધનામાં વિઘ્ન ન કરે એવી રીતે કાયાને કેળવો. કેમ કે, કાયા પાસેથી પણ આપણે સાધનાનું કામ લેવું છે. તો કાયા પણ તંદુરસ્ત રહે એ પ્રકારનું ખાવા-પીવા-હરવા-ફરવાનું કાર્ય કરો. ખાવાપીવામાં પણ ભૂલ ખાશો તો કાયા સપોર્ટ નહીં આપે. શરીરનો થોડો શ્રમ નહીં કરો તો પણ કાયા શાતાશીલીયાવાળી થઈ જશે. એટલે થોડી કસરત દ્વારા પણ કાયાને એવી કસો કે તમે એક આસને દોઢ કલાક-બે કલાક સુધી બેસી શકો તો પણ એનો સહકાર તમને મળ્યા કરે. - અનુકૂળ સ્થાન – એટલે સાધનાને અનુકૂળ સ્થાન. આ બધા પણ મન અને ઉપયોગને આત્મામાં જોડવાના સાધનમાં નિમિત્ત છે. તેથી મન આત્માને આધીન થાય અને દેહ ને ઈન્દ્રિયોને આત્માર્થે પ્રવર્તાવી શકાય. અત્યારે ઊલટું થાય છે કે આત્મા મનને આધીન થાય છે ! દેહ અને ઈન્દ્રિયોને આત્માર્થે પ્રવર્તાવવા એટલે કે તેમનો ઉપયોગ આત્મહિત માટે કરવો. એટલે અહીં પ્રભુને વિનંતી કરે છે કે આ કાર્ય પણ મારાથી બની શકતું નથી. આત્મામાં ઉપયોગ સ્થિર ન રહે એ ઠીક છે કારણ કે હજી આપણી નબળાઈ છે પણ જે ઊંધા માર્ગે ચાલી રહ્યા છીએ તેના બદલે સીધા માર્ગે ચાલવાનો પુરુષાર્થ તો કરી શકાય. પરંતુ એના માટે જાગૃતિ જોઈએ. જાગૃતિ વગર આ કાર્ય થાય નહીં. તેમજ દૃઢ નિશ્ચય જોઈએ. ગમે તેમ થાય, પણ આ ભવમાં મારે આત્માનું હિત કરીને જ જવું છે - આવો દૃઢ નિર્ણય જેને હોય અને એવી જાગૃતિપૂર્વક જીવન જીવે એ જ જીવ ઉત્તમ પ્રકારની સાધના કરી શકે. Page #90 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા ગાથા - ૧૧ તુજ વિયોગ સ્ફુરતો નથી, વચન નયન યમ નાહીં; નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહીં. ૬૭ હે ભગવાન ! હું દેહ અને ઈન્દ્રિયોને વશ છું. ત્યાં હવે સત્પુરુષ સિવાય કોઈ બચાવે તેમ નથી. જગતના જીવો તો મને ઈન્દ્રિયોને વધારે પરાધીન થવાય એવા કામમાં પ્રવર્તાવવાના છે. એક સત્પુરુષ જ આ બધા દોષોથી આ કાળમાં બચાવી શકે એમ છે. જો હું એમની આજ્ઞા પ્રમાણે ચાલુ તો બચી શકું એમ છું, પરંતુ તેમનો મને વિયોગ છે. સત્પુરુષનો યોગ તો કાયમ કોઈને રહેતો નથી. કેમ કે, એ તો અપ્રતિબદ્ધવિહારી હોય છે અને એમાં પણ તેઓ મોટે ભાગે પોતાના આત્માની સાધનામાં રહેતા હોય છે. એટલે એમનો યોગ કાંઈ વધારે સમય રહે એવું તો બનતું નથી. જેવી રીતે સંસારની અપેક્ષાએ કોઈ પ્રિયજન હોય, કુટુંબીજન હોય, હિતસ્વી હોય અને તેમનો વિયોગ થાય તો ઘડી-ઘડી સાંભરે. ઘરમાં, કુટુંબમાં, સગાવહાલામાં કોઈ મરી જાય તો આપણને ઘડી-ઘડી સાંભરે, પણ સત્પુરુષનો વિયોગ હોય તો એ આપણને ઘડીઘડી સાંભરતો નથી અને કહીએ કે શું કરીએ ? આ કાળ જ એવો છે કે એમાં આમ જ હોય! પછી કહે કે મહાવિદેહક્ષેત્રમાં જન્મ્યો હોત તો તેમને મળ્યો હોત. ‘તો ત્યાં જા ભાઈ. ત્યાં હોઈશ તો તું બીજું જ કરવાનો છે.' વળી, કહે કે અહીંથી દેવલોકમાં જઈશ અને પછી સીધો ભગવાનના સમવસરણમાં જઈશ. અરે ! એક વખત જા તો ખરો, પછી ખબર પડે કે જાય છે કે નહીં. અરે ત્યાં તો દસ-દસ હજાર વર્ષના નાટકના શૉ હોય ! આપણે અહીં બે-પાંચ કલાકના હોય, ત્યાં દસ હજાર વર્ષનો શૉ હોય. એટલે જો અહીંથી સ્વર્ગમાં ગયો તો બધી દેવીઓ કહેશે કે ચાલો સ્વામીજી ! તમે આવ્યા છો તો તમારી સાથે આપણે નાટક જોવા જવાનું છે. જેમ અહીં ઘરવાળાને લઈને જાય છે ને એવી રીતે ત્યાં પણ જાય. અહીં એમ થાય કે આ ગયા ને મને કેમ યાદ નથી કરતા ? પણ શું યાદ કરે? એ નવરા પડે તો યાદ કરે ને ! આવું છે પ્રભુ ! વચન અને નયન દ્વારા વૃત્તિ બહાર ફરતી હોવાથી આત્માનું સ્મરણ પણ થતું નથી. વચન દ્વારા પણ ઉપયોગ બહિર્મુખ રહે છે અને નયનો દ્વારા પણ ઉપયોગ બહિર્મુખ રહે છે. આથી વૃત્તિઓ બહાર જ ફરતી હોવાથી આત્માનું, પરમાત્માનું સ્મરણ પણ થતું નથી. વિયોગ હોય છતાંય ચિત્ત જ્યાં લાગ્યું હોય તેનું જ રટણ રહે અને નજર સામે તેની જ મૂર્તિ દેખાય. શ્રી Page #91 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ભક્તિના વીસ દોહરા લઘુરાજ સ્વામી અને બીજા મુમુક્ષુઓને વિયોગમાં પણ પરિપક્વતા આવી છે. એવું નથી કે સંયોગમાં હોય તો જ પરિપક્વતા આવે. એક વખત સત્પુરુષનો સમાગમ કે મેળાપ થયો હોય અને આખી જિંદગી ના થાય તો પણ એક વખતના સમાગમમાં જે બોધ સાંભળ્યો હોય તેનું વારંવાર ચિંતવન કરવાથી પણ એનું કાર્ય થઈ જાય છે. શાસ્ત્રમાં જીવોના ઉદાહરણ છે કે એક જ વખત બોધ સાંભળેલા જીવો પણ આત્માનું કલ્યાણ સાધીને મુક્તિ પામ્યા છે. વિયોગમાં નજર સામે ભગવાનની જ મૂર્તિ દેખાય, સદ્ગુરુની જ મૂર્તિ દેખાય, એમની પાસેથી સ્વપ્નમાં પણ બોધ મળે. એવું નથી કે પ્રત્યક્ષમાં જ બોધ મળે છે. જેની દૃઢ સૂરણા છે તેને તો સ્વપ્નમાં પણ બોધ મળી જાય છે. દઢ ઝૂરણા જોઈએ. સત્પુરુષનું દરેક પ્રવર્તન યાદ આવે. એ રીતે એમનો બોધ યાદ આવે, એમની ચેષ્ટાઓ યાદ આવે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો ! — શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૪૯૩ - ‘છ પદનો પત્ર' વારંવાર સદ્ગુરુના આત્માની ચેષ્ટાઓ યાદ આવે કે ગમે તેવા વિપરીત ઉદય અથવા નિમિત્તોમાં પણ એમનો આત્માનો ઉપયોગ ક્યાં લાગતો હતો ? એમના ઉપયોગનું આકર્ષણ ક્યાં થતું હતું ? સત્પુરુષને આત્મા સિવાય જગતના કોઈ પદાર્થનું માહાત્મ્ય હોય નહીં. પરમાત્મા અને આત્મા અથવા સન્દેવ-ગુરુ-ધર્મનું જ માહાત્મ્ય હોય. પરંતુ જીવ આમ તેમ બધે જોયા કરે, નકામું બડ-બડ બોલ્યા કરે તો ભગવાન શી રીતે સાંભરે ? વેર પણ વચનથી થાય છે અને પ્રીતિ પણ વચનથી થાય છે. વેર કરવાથી પણ ભવ ઊભા થાય અને વચન બોલવાથી પણ ભવ ઊભા થાય. નયન પણ બાહ્ય વસ્તુ પ્રત્યે રાગ-દ્વેષ કરાવી ઘણા કર્મો બંધાવે છે. તેથી વચનનો અને નયનનો સંયમ કરવો જોઈએ. આપણે ચારે બાજુ ડાફોળિયા મારીએ છીએ. ધારો કે, કોઈ ફ્રુટની લારી ઉપર નજર ગઈ, ફ્રુટ તો લેવાનું નથી, પણ ‘મોસંબી સરસ છે’ એમ વિચારીને કર્મ બાંધશે. ગાડી જુએ તો કહે, ‘આવી ગાડી મેં જોઈ નથી.’ એમ જે વસ્તુ જુએ તેના વિકલ્પો કરે અને પાછા તેને ખરીદવાના પણ વિકલ્પ થાય, એને ભોગવવાના પણ વિકલ્પ થાય, એને રાખવાના પણ વિકલ્પ થાય. સમયે સમયે જે પરિણામ થાય એ પરિણામ અનુસાર બંધ પડે છે. અહીં બેઠા-બેઠા તમે મોસંબીના વિકલ્પ કરો Page #92 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા તો બંધ તો તે અશુભ કર્મનો પડવાનો જ. સત્સંગના નિમિત્તનો શુભ કર્મનો બંધ થોડો પડે? માટે પરિણામ એ જ બંધ અને પરિણામ એ જ મોક્ષ. એટલે આ બધાય નિમિત્તોમાં આપણા પરિણામ કેવા રહે છે તે જોવું - ચાહે ઘરમાં હોય કે બહાર હોય. સામાયિકમાં બેઠા અને આપણા કોઈ પરિચિત આપણને ખાસ મળવા આવે ત્યારે આપણને થાય કે આ વહેલા આવ્યા હોત તો સામાયિક ના લેત! હવે આ વિકલ્પ આવ્યા એટલે કર્મ કેવા બંધાય? સામાયિકના બંધાય કે આ વિકલ્પના બંધાય? પછી જલ્દી જલ્દી સામાયિક પૂરું કરવા ઘડિયાળ હલાવે! પણ ઘડિયાળ હલાવવાથી કંઈ થોડી સેકન્ડ ઓછી થઈ જવાની છે? પહેલાના જમાનામાં રેત ખરે એવી ઘડિયાળ હતી, તો તેને પણ હલાવે. પણ એમ કાંઈ એમાં રેત વધારે ના જાય. ઉતાવળ કરે અને એના જ વિકલ્પો કરે કે આ કેમ આવ્યા હશે ? શું વાત કરવાની હશે? જો વાતની ખબર હોય તો વિચારે કે મારે એમને આમ કહેવાનું છે અને પાછા જતા તો નહીં રહે ને ? એમને ઉતાવળ તો નહીં હોય ને ? આખી સામાયિક એમનામાં ને એમનામાં જાય. એક વખત એક શેઠ સામાયિક કરતા હતા. તે વખતે એક મહારાજ સાહેબ વહોરવા પધાર્યા. તેમણે પૂછ્યું કે શેઠ નથી? તો વહુ કહે કે ઢેડવાડે ગયા છે. શેઠ બેઠા બેઠા સાંભળે કે હું સામાયિક કરું છું અને વહુને ખબર પણ છે છતાં કહે છે કે ઢેડવાડે ગયા છે! આ સામાયિક પૂરી થવા દે પછી એને રીમાન્ડ ઉપર લઉં! આર્તધ્યાન કરીને સામાયિક પૂરી કરી, પછી ઊભા થઈને વહુને કીધું કે તમને ખબર છે કે હું અંદર સામાયિક કરું છું તો તમે મહારાજ સાહેબને આમ કેમ કીધું? વહુએ કહ્યું કે મને ખબર છે કે તમે સામાયિકમાં નહોતા, પણ ઢેડવાડે ઉઘરાણી કરવાના વિચારો કરતા હતા. જુઓ ! આપણા-બધાય માટે આવું જ છે. આપણે પણ સામાયિકમાં આર્તધ્યાન કરતા રહીએ છીએ. વચન અને નયન દ્વારા આપણે વધારે કર્મ બાંધીએ છીએ અને આ કાળમાં તો કાન દ્વારા પણ. તમે એક રૂમમાં બેઠા છો અને ટી.વી. બીજા રૂમમાં ચાલે છે. જો કે તે તમને દેખાતું તો નથી, પણ કાન વડે ફિલ્મના સંગીતનો અવાજ સંભળાય છે. એ ગમે છે તો કાનથી પણ કર્મ બાંધશો. પાંચેય ઈન્દ્રિય દ્વારા જે જે વિકલ્પો આવે છે એનાથી કર્મ બંધાય છે અને તેને અનુરૂપ જીવના ભવ ઊભા થાય છે. તો નયન પણ બાહ્ય વસ્તુ પ્રત્યે રાગ-દ્વેષ કરાવી ઘણા કર્મ બંધાવે છે. તેથી આત્માનું કલ્યાણ સાધવું હોય તો વચનનો અને નયનનો સંયમ કરવો જોઈએ. પાંચેય ઈન્દ્રિયનો સંયમ કરવો જોઈએ. પાંચે ઈન્દ્રિયો ઉન્મત્તતાથી પ્રવર્તે તો જીવને અધોગતિમાં ફેંકી Page #93 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા દે. સત્પુરુષના વિયોગમાં તેમનું શરણ લઈને વચન તથા નયનને સ્મરણ, કીર્તન, દર્શન આદિમાં રોકવા. સત્પુરુષનો જ્યારે વિયોગ હોય ત્યારે તેમનું શરણ ગ્રહણ કરી, તેમના વચનોને સ્મૃતિમાં લાવી, બંધ આંખે એમના દર્શન કરી એમનું સ્મરણ કરવું. ભગવાનના ગુણોનું કીર્તન કરવું અને એવા ઉત્તમ વીતરાગી પુરુષોના દર્શનમાં ઉપયોગને રોકવો. ૭૦ પ્રીતિ અનંતી પર થકી, જે તોડે હો તે જોડે એહ. - શ્રી દેવચંદ્રજી મહારાજ કૃત ઋષભજિન સ્તવન જૈસી પ્રીતિ હરામ કી, ઐસી હર પર હોય, ચલો જાય વૈકુંઠ મે, પલ્લો ન પકડે કોઈ. ઉપયોગને બીજામાં જતો રોકી, આત્માની સાધનામાં લગાડી ગુપચુપ આત્માનું હિત કરી લેવું. કોઈને કહેવાની જરૂર નથી, બતાવવાની જરૂર નથી, દેખાડવાની જરૂર નથી. તમે તમારું કામ ગુપચુપ કરી લો. લોકપ્રસંગ ઘટાડી આત્માર્થમાં લાગ્યા રહેવું. આ મુદ્દો અગત્યનો છે. આ વચનને પહેલા ચોપડીમાં લખો અને પછી હૃદયમાં લખો. લોકપ્રસંગ ઘટાડી આત્માર્થમાં લાગી રહેવું એટલે લોકોનો પરિચય ઘટાડવો. લોકોની સાથે વધારે સમય આપણો ના બગડી જાય એનું ધ્યાન રાખવું. કોઈ આવી ગયું અને કામ પતી ગયું તો એને રવાના કરવો. એટલે વારંવાર તમે એને વહેલો રવાના કરશો તો પછી કારણ વગર આવતો બંધ થઈ જશે. ‘જરા બેસો, મારે રસોડામાં કામ છે, પછી આવું છું' એમ કહી એને અડધો કલાક બેસાડી રાખો એટલે ઓટોમેટીક જતા રહે. એમાં કહેવું નહીં પડે. સ્કીમ રાખો તો બધું કામ થશે. વેપારીઓ માલ વેચે છે તો શું કરે છે ? એક સાબુની ભૂકી સાથે ડોલ ફ્રી. પણ એ ભૂકી કેવી હોય ? મીઠાવાળી. છોકરાને આઠ આના વાપરવા નથી આપતા અને તને ડોલ મફત આપી દેશે ? તોય લોકો લાખોની સંખ્યામાં છેતરાય છે. જે જ્ઞાનીઓના ભક્ત નથી, ભગવાનના સાચા ભક્ત નથી એ જીવો આસક્તિપૂર્વક સંસારના કાર્યોમાં, ખટપટમાં લાગેલા હોય છે. ચોવીસ કલાક તેમને સંસારની ખટપટ હોય છે. જ્ઞાનીઓના ભક્તને એવી ખટપટ ના હોય કે જેથી એ આત્માનું હિત ચૂકી જાય. આપણે કોના ભક્ત છીએ? પરમકૃપાળુદેવના. તો પરમકૃપાળુદેવે તો એમ કહ્યું છે કે એક ક્ષણનો પણ પ્રમાદ કરશો નહીં. સંસારની ખટપટોમાં ડૂબેલા જીવો સાથે હું તન્મય થઈ જાઉં છું અને આત્માનું હિત ચૂકી જાઉં છું. તેમ ન કરતાં તે પ્રત્યે ઉદાસભાવ, ઉપેક્ષાભાવ રહેવો જોઈએ. તેમજ ગૃહકુટુંબ આદિના કાર્યો ઘણા આનંદ સાથે કરું છું. ઘર ને કુટુંબના બધા કામ આનંદથી કરે. બહારગામ ગયા હોય Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭૧ ભક્તિના વીસ દોહરા અને ફોન આવે કે આ લેતા આવજો, તો આનંદથી લઈ આવે. બે આઈટમ વધારે લાવે, લાંબે જઈને બે ધક્કા ખાઈને પણ લઈ આવે. એમાં આનંદ આવે અને સંત કહે કે આ બે પાના જરા વધારે વાંચજો, તો કહે કે સાહેબ! આજે તો જરાય ટાઈમ નથી! બધે ટાઈમ મળે એને. બધાય ટાઈમનું કટીંગ સાધનામાં આવે. કુટુંબ ને ગૃહ આદિના કાર્યો ઘણા આનંદ સાથે કરું છું, પરંતુ તેમાં મારાપણું કરવાથી આત્માને બંધન થવાથી દુઃખમાં લઈ જશે, એમ સમજી ત્યાં પણ ઉદાસ રહેવું જોઈએ. જ્ઞાની ગૃહવાસને ભાલા સમાન અને કુટુંબના કાર્યોને કાળ સમાન એટલે મૃત્યુ સમાન જાણે છે. શ્રી બનારસીદાસજીએ કહ્યું છે, જાલસૌ જગબિલાસ, ભાલસૌ ભુવનવાસ, કાલસૌ કુટુંબમાજ, લોકલાજ લારસી; સીઠસૌ સુજસુ જાને, બીઠસૌ બખત માને, ઐસી જાકી રીતિ તાહી, બંદત બનારસી. – શ્રી સમયસાર નાટક - બંધદ્વાર - ૧૯ જ્ઞાની પુરુષો ગૃહવાસને ભાલા સમાન જાણે છે. ભાલા ભોંકાય ત્યારે કેવું દુઃખ થાય? એવું દુઃખ સમ્યક્દષ્ટિને ઘરના કાર્યો કરવામાં આવે છે. તે કુટુંબના કાર્યોને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે. મૃત્યુ વખતે જે વેદના થાય એવી વેદના કુટુંબના કાર્યો કરતી વખતે એમને થાય છે. એવી વેદના હે પ્રભુ ! મને થતી નથી. અજ્ઞાની જીવ નકામી વાતોમાં વખત કાઢી નાખે છે. ઘણી વખત જૂના સંબંધી વાતચીત કરવા આવ્યા હોય તે બે-બે, ચાર-ચાર કલાક કાઢી નાંખે. આપણે કહીએ કે હજી મારે ઘરનું કામ બાકી છે, તો કહે કે એ તો રોજનું છે, થશે. ફરી ક્યારે મળીશું? “મૂકને બાપુ! તારો સમય શું કરવા બગાડે છે? બ્રહ્મચારીજી કહેતા કે આ અરીસામાં જોઈને કલાક ખોટી થાય. તેઓ તો કલાક લખે છે, પણ ખરેખર તો કલાકો ખોટી થાય છે. અરીસા પાછળ અજ્ઞાની જીવોના બે-ત્રણ કલાક તો જતા હશે. ઘરના કાર્યોમાં જરૂર પૂરતો વખત આપી દેહ પાસે ભક્તિ, ધર્મધ્યાન વગેરે કામ કરાવવું. ઘરના કામમાં જરૂર પૂરતો વખત આપો. ઠીક છે, કરવું પડે છે. જવાબદારી લઈને બેઠા છીએ એટલે કરવું પડે. આત્માર્થે બને તેટલું ખોટી થવું. આત્માના હિતમાં બને તેટલો સમય વધારે આપવો. **** Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૨. ભક્તિના વીસ દોહરા ( ગાથા - ૧૨ અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નહીં, નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ. જીવને અજ્ઞાનતાના કારણે પરમાં હું પણું થાય છે. “આ દેહ તે હું, “આ ગામ મારું છે', “આ નામ મારું છે', “આ બધા સગાસંબંધી મારાં છે' - આવું અજ્ઞાન અવસ્થામાં થાય છે. જીવને પરપદાર્થો બહુ યાદ આવે છે. ભગવાન યાદ આવતા નથી. ભગવાનની યાદ આવે તો તેમનું માહાસ્ય આવે; એના બદલે ‘મારું નામ થાય', “મારી પૂજા થાય', “મારી કીર્તિ ફેલાય', હું કેમ બહારમાં બધામાં વખણાઉં', “હું કેમ સારો દેખાઉં” આવો એને અહંભાવ આવે છે. અજ્ઞાની જીવ છે એટલે જન્મતાની સાથે જ આ અહંભાવનો અભ્યાસ શરૂ થઈ જાય છે. પોતાનું સ્વરૂપ વિસારી, જ્યાં જન્મ્યો, જેવી પરિસ્થિતિમાં આવ્યો ત્યાં બધે તેને મારાપણું થઈ જાય છે. જે જે સંયોગો મળે છે એ સંયોગોમાં તેને એકત્વબુદ્ધિ થાય છે, પરમાં મારાપણું થાય છે. અહંભાવ અને મમત્વભાવ મિથ્યાત્વની નિશાની છે. તેનાથી જીવને અનંત સંસારની વૃદ્ધિ થાય છે. પરમકૃપાળુદેવે છ પદના પત્રમાં લખ્યું છે કે, અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ.. મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે, તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યફદર્શનને પ્રાપ્ત થાય; સમ્યક્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૪૯૩ - “છપદનો પત્ર એટલે જેમાં અહ-મમત્વપણું થાય છે, તેના કારણે જીવને નિરંતર સંકલ્પ-વિકલ્પ ચાલે છે. આ જે વિપરીત સમજણ અને શ્રદ્ધા છે એ જ મિથ્યાત્વ છે. પરમાં કર્તાપણું, પરમાં ભોક્તાપણું, પરમાં અહંપણું અને પરમાં મમત્વપણું જો અંતરમાંથી નાશ પામી જાય તો જીવને સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય. બોલવામાં તો ખ્યાલ છે, પણ સ્વસંવેદનમાં ખ્યાલ નથી કે “હું દેહાદિ સ્વરૂપ નથી પણ શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું.” જેમ સ્વપ્નની સૃષ્ટિમાં ગૂંચવાઈ જવાય તેમ મોહરૂપી નિદ્રાથી ઉત્પન્ન થયેલ આ સંસારરૂપ સ્વપ્નમાં એકાકાર થઈને દુઃખી થઈ રહ્યો છું. દેહાદિથી હું ભિન્ન આત્મસ્વરૂપ છું - આ વાત મનાય, જ્ઞાનીપુરુષોનો બોધ જો અંદરમાં પરિણામ પામે તો જીવને સમ્યગ્દર્શન પ્રગટે. “હું દેહાદિસ્વરૂપ નથી અને દેહ, Page #96 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા ૭૩ સ્ત્રી, પુત્ર આદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું.” એવું તેને ભાન થવું જોઈએ. અજ્ઞાની જીવ સંસારરૂપી સ્વપ્નમાં એકાકાર છે. “આ મારું ઘર”, “આ મારું ગામ', “આ મારો દેહ', “આ મારું કુટુંબ” – આ સ્વપ્ન છે, અજ્ઞાનભાવનું સપનું છે. એના કારણે જીવ દુઃખી થઈ રહ્યો છે. પરંતુ ત્યાં લક્ષ ફરે કે હું આ નહીં, હું તો શાશ્વત છું. હાલ માનું છું તે અવસ્થા તો થોડા કાળ માટે છે, તો જીવ જાગૃત થાય. હું શાશ્વત આત્મા છું. આ દેહ નાશવંત છે. હાલ જેને હું માનું છું તે થોડા કાળ માટેની અવસ્થા છે. આ બધા સંયોગો છે એ તો થોડા સમય માટે છે. દેહના, કુટુંબના કે જે કાંઈ ચેતન-અચેતન પદાર્થના સંયોગો છે તે ફક્ત થોડા સમય માટે જ છે. આવું જીવને અંદરમાં ખ્યાલ આવે તો તે જાગૃત થઈ જાય અને પોતાના આત્માનું કાર્ય કરી લે. પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું એ જ મોહ છે. પરમકૃપાળુદેવે “અંતિમ સંદેશ'માં કહ્યું છે, ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૫૪ - ૨/૨ ‘વાણિયો નહીં', “હું બ્રાહ્મણ નહીં', “સ્ત્રી નહીં', “પુરુષ નહીં', “ઘરડો નહીં', જુવાન નહીં', “મનુષ્ય નહીં એ ઉપર જો વિચાર કરે તો તેની ભૂલ પોતાને સમજાય કે આ બધાયથી જુદો, આ બધાયને જાણનાર, દેખનાર એવો હું આત્મા છું. આ દેહ દેખાય છે તે હું નહીં. દેહ તો કર્મ ભોગવવા માટે મળ્યો છે, એના બદલે આપણે એમ માનીએ છે કે આ દેહ તે જ હું છું અને દેહ જ મારો છે. આ અહ-મમત્વપણું દેહમાં થાય છે. સત્પષ રાત-દિવસ આત્માના પુરુષાર્થમાં રહે છે, તો આપણે કેટલો પુરુષાર્થ કરવો જોઈએ? એમનાથી ઓછો કે એમનાથી વધારે ? આપણે તો વધારે કરવો જોઈએ. સત્પરુષે બોધ કહ્યો હોય અને આજ્ઞા આપી હોય તે નિરંતર વિચારવી. વારંવાર સ્મૃતિમાં લાવવી, એના ઉપર ચિંતન-મનન કરવું. જે કાંઈ આજ્ઞા આપી હોય તે આજ્ઞા પ્રમાણે ચાલવાનો પુરુષાર્થ કરવો અને આજ્ઞાને હૃદયની અંદરમાં કોતરી દેવી. - વેદના આવે, સંજોગો વિપરીત હોય તો પણ ધર્મ ભૂલાય નહીં. તો તે સ્વધર્મ સંચય કર્યો કહેવાય. સ્વધર્મ સંચય એટલે આત્મધર્મનો સંચય. આપણે શું સંચય કરીએ છીએ? પૈસા, જગતના પદાર્થો વગેરે. તો સંચય શું કરવાનું છે? સ્વધર્મ સ્વધર્મ એટલે શું? સમ્યગુદર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યફચારિત્ર. એનો સંચય કરવાનો છે. હવે એના બદલે બાકી બધું સંચય Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ભક્તિના વીસ દોહરા કર્યું અને આને છોડી દીધું. ઊંધું કર્યું. “અહંભાવથી રહિત નહીં એટલે પરમાં હું પણું અને મમત્વપણું એ મારો ભાવ હજી છૂટતો નથી તેમજ સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રમાં જે દઢતા કરવી જોઈએ, એની પ્રાપ્તિનો જે પુરુષાર્થ કરવો જોઈએ તે હજુ મારાથી થતો નથી. મન, વચન અને કાયાથી ધર્મ આરાધવાનો છે. જે જ્ઞાનીઓનો બોધ છે, જે તત્ત્વનું સ્વરૂપ છે તેનું ચિતવન કરવું. વાણી દ્વારા પણ એ ધર્મની વાતો વારંવાર બોલવી અને કાયા દ્વારા પણ તેનું આરાધન કરવું. ‘ત્રણે યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર.” ત્રણે યોગને ધર્મમાં રોકવાના છે તેના બદલે મન-વચન-કાયા દ્વારા સંસારની વૃદ્ધિ થાય એવા કાર્યોમાં, એવા ભાવોમાં, એવા આચરણમાં પ્રવર્તે છે. એટલે આ ધર્મ મન-વચન-કાયા દ્વારા પોતે કરવો અને બીજાની પાસે કરાવવો અને કોઈ કરતું હોય તો તેને સારો જાણવો, તેની અનુમોદના કરવી. હે પ્રભુ! આ કાર્ય મારાથી થતું નથી. પણ જે કોઈ કરે છે તેની હું અનુમોદના કરું છે. નવ કોટીથી – મનથી, વચનથી, કાયાથી, કૃત, કારિત અનુમોદનથી ધર્મ કરવો. એવી રીતે ધર્મભાવનાની વૃદ્ધિ થાય છે. બીજી વાતો કરવા કરતાં ધર્મની, સત્સંગની વાત કરીએ તો લાભ થાય. ચોવીસ કલાકમાં આપણે બીજી વાતો કેટલી કરીએ છીએ તે જુઓ ! એ આપણી અજાગૃતિ છે, અજ્ઞાન છે, પ્રમાદ છે. સત્સંગની વાતો કરીએ. જ્યાં જઈએ ત્યાં આ કાર્ય કરવાનું. કોઈ પૂછે કે સાહેબ! વેવાઈના ઘરે જઈએ તો એ તો આત્માનું નામ પણ નથી સાંભળે એવા! તો શું કરવું? અમુક સગાં-સંબંધીના ત્યાં જઈએ તો એમને સત્સંગની વાત ગમે જ નહીં. તો પછી શું કરવું હવે? તો એમના ઘરે જવાનું બંધ કરવું. આપણે એમની વાત સાંભળવી એવું થોડું છે? આત્માનો લાભ કરવો હોય તો ગમે ત્યાંથી પણ આત્માનું હિત થાય એ પ્રકારની જાગૃતિ રાખવી જોઈએ અને લાગે કે આ નથી થાય એવું તો મૌન રહીને ખસી જવું. કોઈ બીજી વાતો કરતું હોય તો કરવા દેવી, પણ આપણે અંદરમાં નવકારમંત્રના જાપ કરવા. બીજું શું થાય? ચોથા આરામાં ઘણા સપુરુષો વિચરતા હતા, તેથી તેમનો બોધ પામવો સુલભ હતો. ચોથા આરામાં તો જ્ઞાનીઓનો યોગ ઘણો થતો અને ભગવાન પણ સાક્ષાત્ વિચરતા. રત્નત્રયધારી મુનિઓ પણ હતા અને સમ્યક્દષ્ટિઓની સંખ્યા પણ ઘણી હતી. એટલે એમનો બોધ ઠેર ઠેર આપણને પ્રાપ્ત થાય. આ કાળમાં તો મહાપુણ્ય હોય તેને ક્વચિત્ મળે. આ હુંડાવસર્પિણી કાળનો પંચમકાળ છે, જે ધી છે. અનંત ચોવીસી જાય ત્યારે આવો કાળ આવે છે. આ કાળમાં જ્ઞાનીઓ કે એમનો બોધ પ્રાપ્ત થવો એ પરમ દુર્લભ છે. મહાપુણ્યનો ઉદય હોય તો આવો યોગ મળે. વર્તમાનમાં ઠેર ઠેર વિકથા અને અનેક પ્રકારના પ્રમાદ થાય એવા નિમિત્તો મળે છે અને Page #98 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા ૭૫ આપણે પણ એમાં વહી જઈએ છીએ. આપણને પણ પાછું ગમે છે. એટલે સામેવાળી વ્યક્તિ આપણને પા કલાક માટે કોઈ વાત કરે તો આપણે અડધો કલાક કરીએ. જ્ઞાનીઓની જે આજ્ઞા થઈ હોય, જે બોધ પ્રાપ્ત થયો હોય, આપણા આત્માના હિત માટે જે વાત કરી હોય તેને અત્યંત દુર્લભ સમજીને આરાધના કરવી. આ વસ્તુ અત્યંત દુર્લભ છે. આત્મહિત પ્રાપ્ત થાય એવો બોધ અત્યંત દુર્લભ છે. આત્માનું પતન થઈ જાય એવો બોધ તો ઠેર ઠેર આપણને મળે છે. પાંચ ઈન્દ્રિયના વિષયોના, કષાયોના, આરંભના-પરિગ્રહના, કર્મના આસ્રવ થાય, બંધ થાય એવા બોધ તો ઠેર ઠેર મળે, પણ આત્માનું હિત થાય એવો બોધ મળવો પરમ દુર્લભ છે. આપણને એમ થાય કે પૈસો દુર્લભ છે, બંગલો દુર્લભ છે, પણ એ બધું તો સુલભ છે. અનંતવાર મળ્યું છે. રત્નત્રયયુક્ત ભાવ થવા એ દુર્લભ છે. રત્નત્રયની પ્રાપ્તિ થવી એ દુર્લભ છે. વિવેક નથી એટલે જીવને સાંસારિક પદાર્થો દુર્લભ દેખાય છે. સાંસારિક સુખ દુર્લભ દેખાય છે. જ્યારે સાચા જ્ઞાનચક્ષુ જ્ઞાની પાસેથી મળે ત્યારે ખ્યાલ આવે છે કે દુર્લભ તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની સાધના કરવી તે છે. નિરંતર તેનો લક્ષ રાખી, જ્ઞાનીઓના બોધને સાંભળીને આત્માનું પોષણ કરવું. એક વૃદ્ધ શેઠ હતા. તેમને ચાર છોકરાઓ હતા. એક વખત તેમની વહુઓની પરીક્ષા કરવાનું તેમણે વિચાર્યું. દરેક વહુને બોલાવીને ડાંગરના પાંચ-પાંચ દાણા આપ્યા અને કહ્યું કે હું જ્યારે માંગું ત્યારે પાછા આપજો. તેમાં સૌથી મોટી વહુ હતી તેણે વિચાર્યું કે ડોસાનું મગજ ખસી ગયું છે. કોઈ દાગીનો કે કિંમતી ચીજ આપવાના બદલે આવા દાણા આપ્યા. પાંચ દાણાનું શું કરીએ ? એમ વિચારીને એણે તે ફેંકી દીધા. બીજીએ વિચાર્યું કે દાણા તો ખાવા માટે હોય, ફેંકી દેવા યોગ્ય નથી. એમ વિચારીને ખાઈ ગઈ. ત્રીજીએ વિચાર્યું કે સસરાજીએ દાણા આપ્યા તે નકામા તો નહીં હોય. કોઈક વખત કામ આવશે એમ વિચારીને દાબડીમાં સાચવીને સંઘરી રાખ્યા. ચોથી સૌથી નાની વહુ હતી તે બહુ વિચક્ષણ હતી. તેણે તે પાંચ દાણા પોતાના પિય૨ મોકલી તેને વવરાવ્યા. તેમાંથી જે દાણા થયા તેનાથી બીજા વર્ષે ફરીથી ખેતી કરાવી. એમ દર વર્ષે કરાવ્યું. તેથી ઘણા ગાડા ભરાય એટલી ડાંગર થઈ. પાંચ વર્ષ પછી શેઠે ફરીથી બધાને બોલાવીને દાણાનું શું કર્યું એમ પૂછ્યું. એક વહુએ કહ્યું કે મેં તો ફેંકી દીધા હતા. બીજી વહુએ કહ્યું કે હું તો ખાઈ ગઈ હતી. ત્રીજીએ સંઘરેલા દાણા લાવીને બતાવ્યા કે જુઓ આ રહ્યા. ચોથી વહુએ કહ્યું કે તે દાણા લાવવા તો ઘણા ગાડા જોઈશે. પછી તે મુજબ પોતાના પિયરથી ગાડા ભરીને દાણા મંગાવ્યા. આથી શેઠે તેને ઘરની તિજોરી સોંપી. જેણે દાબડીમાં Page #99 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા દાણા સાચવી રાખ્યા હતા તેને ઘરની બીજી દેખરેખ સોંપી કે આ સાચવી તો રાખશે. જે ખાઈ ગઈ હતી એને રસોડાનું કામ સોંપ્યું કારણ કે આ ખાવામાં હોંશિયાર છે એટલે બધાને ખવડાવશે. જેણે દાણા ફેંકી દીધા હતા તેને સાફ-સફાઈ કરવાનું સોંપ્યું કે આ સાફ-સફાઈ સારી કરશે. આ ચાર વહુમાંથી આપણો નંબર ક્યાં લાગે એવો છે? પહેલા-બીજામાં નંબર લાગે એવો છે. આપણે પાછળ થોડા હોઈએ? આપણે તો પહેલા જ રહેવાના ને! આ પરથી સમજવાનું કે પુરુષ પાસેથી આત્માની વાત મળી હોય તેને વિસારી ના મૂકતા સંઘરવી અને જેટલો બને તેટલો પુરુષાર્થ કરી આત્મધર્મ રૂપી ધર્મવૃક્ષને વર્ધમાન કરવું અને પુરુષાર્થ દ્વારા આત્માની આરાધના કરવી. આ કાળમાં એવા જીવોની સંખ્યા બહુ જ અલ્પ છે. સાંભળનારા ઘણા છે. એક કાનેથી સાંભળે અને બીજા કાનેથી કાઢી નાંખે. આપણે પૂછીએ કે તમે સત્સંગમાં ગયા હતા તો શું સાંભળ્યું? તો કહે કે સાહેબ ! ખબર નથી, યાદ નથી આવતું અને કોઈએ પચીસ વર્ષ પહેલાં કોઈ અપશબ્દો કીધા હોય એ કાનો માત્ર સહિત યાદ છે. જુઓ! એટલે જેને જેમાં રસ છે તેને એ વાતની સ્મૃતિ રહે છે. જેને જેમાં રસ નથી તેને એ વાતની સ્મૃતિ પણ રહેતી નથી, ભૂલી જાય છે. હંમેશાં ભૂલવા જેવા તો જગતના પદાર્થો અને જગતના સુખ છે. એને આપણે વારંવાર યાદ કરીએ છીએ અને જે જ્ઞાનીઓનો બોધ મળ્યો તે ભૂલી જઈએ છીએ. એ જ આપણી અયોગ્યતાની નિશાની છે. પ્રથમ સમકિત થાય પછી સ્વધર્મ સંચય થઈ શકે. જ્યાં સુધી સમ્યગુદર્શન ના થાય ત્યાં સુધી આત્મધર્મ ક્યાં પ્રગટ્યો છે કે એનો સંચય કરે ? તમે ઇચ્છો કે મારે પૈસા ભેગા કરવા છે, પણ તું પહેલા કમાય તો ખરો, પછી ભેગા કર. પૈસા કમાયા વગર ભેગા કરવાના એવું તો ક્યાં થવાનું છે? વાપરવાની વાત તો પછી છે. સપુરુષ દ્વારા મળેલી આજ્ઞા આરાધે તો તે સમતિ થવાનું બળવાન કારણ છે. શાસ્ત્રમાં ધર્મ ચાર પ્રકારે કહ્યો છે :(૧) અહિંસા ધર્મ (૨) સ્વરૂપચિંતવન ધર્મ (૩) રત્નત્રય (સમ્યકજ્ઞાન-દર્શન-ચારિત્રરૂ૫) ધર્મ અને (૪) દસ લક્ષણ ધર્મ. આ પ્રમાણે સમજીને ધર્મ આરાધે તો આત્માનું સ્વરૂપ સમજાય અને આત્માના ગુણો દયા, શાંતિ, સમતા, ક્ષમા આદિ પ્રગટ થાય. જો જીવ ધર્મનું સ્વરૂપ સમજીને ધર્મને આરાધે તો તેને આત્માનું સ્વરૂપ સમજાય. બાકી તું ગમે તેટલા વર્ષથી ધર્મ કરતો હોય, પણ ધર્મના સાચા સ્વરૂપને જો સમજ્યો ન હોય તો તું સાચું આચરણ તો ક્યાંથી કરી શકવાનો? ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન, બ્રહ્મચર્ય – આ બધા આત્માના ધર્મ છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા ૭૭ આત્માના લક્ષપૂર્વક સ્વરૂપનો આશ્રય કરે તો ધર્મ પ્રગટ થાય. ધર્મ પ્રગટ થાય તો સાચી શાંતિ મળે. એ ગુણો આત્મામાં પ્રગટ થાય તો ધર્મ કર્યો કહેવાય. ધર્મનું વ્યાખ્યાન કરવું તે ધર્મ નથી. ધર્મ તો આત્માનો સ્વભાવ છે, આત્માના ગુણો છે. ‘સ્વભાવની સિદ્ધિ કરે તે જ ધર્મ અનુકૂળ.’ દસ લક્ષણરૂપ ધર્મ, રત્નત્રયરૂપ ધર્મ, અહિંસામય ધર્મ અને સ્વરૂપના ચિંતવન દ્વારા ધ્યાનમાં એકાગ્રતા થવી તે ધર્મ છે. એ રીતે આત્મધર્મની વૃદ્ધિ થતાં સંસારની વાસના દૂર થાય ત્યારે સંસારના પદાર્થોથી જીવ નિવર્તે. નહીં તો બહારમાં ધર્મ કરે, પણ વ્યક્ત-અવ્યક્તપણે અંદરમાં જે સંસારની વાસનાઓ છે તે સતાયા કરે છે, એ દૂર થતી નથી. કાલ્પનિક ધર્મ દ્વારા સંસારની વાસનાઓ દૂર થાય નહીં. વાસ્તવિક ધર્મ દ્વારા સંસારની વાસનાઓ દૂર થાય. જીવને આ સંસારની વાસનાઓ બહુ સતાવે છે. એટલે પાંચ ઈન્દ્રિયોના વિષયોના સુખ માટે જીવ બહા૨માં ઝાવાં મારે છે. તેને એમ છે કે દુનિયામાં કોઈને બહારનું સુખ નથી એવું બધું સુખ હું મેળવી લઉં, પરંતુ જ્ઞાની ન મળે ત્યાં સુધી ખરો ધર્મ શું છે તે સમજાતું નથી. એટલે અનાદિકાળથી જીવે સાચો ધર્મ આરાધ્યો નથી, કાલ્પનિક ધર્મની જ આરાધના કરી છે. જુઓ ! આખી દુનિયામાં બહા૨માં ધર્મ કરનારા ઘણા છે, પણ સાચા ધર્મની આરાધના કરનારા ત્રણે કાળમાં વિરલા જીવો હોય છે. ધરમ ધરમ કરતો જગ સહુ ફિરે, ધર્મ ન જાણે હો મર્મ; જિનેસ. ધર્મ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે હો કર્મ. જિનેસર. — · શ્રી આનંદઘનજી કૃત શ્રી ધર્મનાથજિન સ્તવન સાચો ધર્મ હોય ત્યાં જ સાચી આત્મશાંતિ હોય, ત્યાં જ પરિતૃપ્તપણું હોય, ત્યાં જ કૃતકૃત્યપણું હોય, ત્યાં જ કર્મની સંવર, નિર્જરા અને મોક્ષમાર્ગ હોય. લૌકિક ધર્મને આરાધવાથી ધર્મના નામે અનેક પ્રકારની જીવની માન્યતાઓ થઈ ગઈ છે. અજ્ઞાની ધર્મ આરાધવા જાય તો પણ તે સાચો ધર્મ આરાધી શકતો નથી, કેમ કે સાચા ધર્મનું સ્વરૂપ તેના લક્ષમાં જ નથી. જગતમાં ૯૯.૯૯% જીવોની આ સ્થિતિ છે કે અજ્ઞાનના કા૨ણે સાચા ધર્મનું સ્વરૂપ સમજ્યા નથી અને ધર્મની આરાધના કરે છે. એટલે તેમને ધર્મમાં શાંતિ મળતી નથી, આનંદ આવતો નથી. નહીં તો ખરો આનંદ અને શાંતિ સાચા ધર્મના સેવનમાં છે જ. એ ના મળે તો માનવું કે આપણે કાલ્પનિક ધર્મ આરાધીએ છીએ, પણ વાસ્તવિક ધર્મની આરાધના કરતા નથી અને વાસ્તવિક ધર્મનો બોધ તો આત્મજ્ઞાની પુરુષો પાસેથી જ મળે. ઠેર ઠેર અજ્ઞાનીઓને સાંભળવાથી કે અજ્ઞાનીઓને મળવાથી એ વાસ્તવિક ધર્મનો પ્રકાશ કરી શકે નહીં, કેમ કે એ પોતે જ Page #101 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા અજ્ઞાનમાં અથડાઈ રહ્યા છે. તેમની પાસે શું તત્ત્વ છે ? તમે કોઈ રસ્તો જાણતા ના હોય અને તમને કોઈ રસ્તો પૂછવા આવે તો તમે શું બતાવશો? લૌકિક રીતે અનેક માન્યતા થઈ ગઈ હોય છે. જપ, તપ વગેરે ઘણું કરે અને માને કે હું ધર્મ કરું છું, પરંતુ ત્યાં વાસના સંસારની હોય તેથી સંસારની જ વૃદ્ધિ કરે. એ જપ, તપ, ભક્તિ, સ્વાધ્યાય, સત્સંગ, ત્યાગ બધું કરે, પણ વાસ્તવિક ધર્મનું સ્વરૂપ શું છે એનો એને ખ્યાલ નથી. ૭૮ - જપ, તપ ઔર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહીં સંતકી, પાઈ કૃપા અનૂપ. પાયાકી એ બાત હૈ, નિજ છંદન કો છોડ; પિછે લાગ સત્પુરુષ કે, તો સબ બંધન તોડ. - શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૫૮ સંસારની વાસનાઓ અનાદિકાળની ચાલી આવે છે અને જીવની સુખ વિષેની કલ્પના પણ કાલ્પનિક સુખમાં જ છે. ભ્રાંતિના કારણે, અજ્ઞાનના કારણે, મિથ્યાત્વના કારણે એને એ જ સાચું સુખ લાગે છે. એટલે જ્યાં સુધી જ્ઞાનીઓનો યોગ ન થાય, જ્ઞાનીઓની વાત સાંભળે નહીં, જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણે ચાલે નહીં ત્યાં સુધી તો એ સાચા ધર્મને પ્રાપ્ત કરવાનો અધિકારી નથી. ભગવાન પાસે જાય તોય કહે કે ભગવાન! જરા આટલું ધ્યાન રાખજો. પ્રભુ! માંગતો નથી, પણ આ તો તમને વાત કહું છું. ત્યારે ભગવાન કહે છે કે હું બધુંય જાણું છું. ત્રણ લોકનો નાથ છું. બધાયના હૃદયની વાત જાણું છું. તને નથી ખબર ? તો કહે કે સાહેબ, તમે જાણો છો, પણ આટલા બધાનું જાણતા હોય એટલે મારું કદાચ ભૂલી જાઓ તો ? આટલા બધામાં તમે કોનું યાદ રાખો ? તમને કેવળજ્ઞાન છે એ વાત સાચી, પણ તમે કેટલાનું યાદ રાખો? ત્યારે ભગવાન કહે છે કે તને કેવળજ્ઞાનના સ્વરૂપની જ ખબર નથી. આમ, ભૌતિક સુખ અને ભૌતિક પદાર્થોની વાંછા જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી તે જીવ સાચા ધર્મની આરાધના કરવાનો અધિકારી બની શકતો નથી. લૌકિક વિચારો ત્યાગીને સત્પુરુષની વાત પર લક્ષ આપે તો આત્માનો લક્ષ થાય. જીવને લોકસંજ્ઞા બહુ છે. લોકો શું કહેશે ? લોકો આમ કરે છે અને હું એકલો કંઈ અલગ કરું તો પછી કેમ ચાલે ? આ બધાય કરે છે, હું કાંઈ એકલો થોડો કરું છું ? બસ, જીવ લોકોની સંજ્ઞા અને દૃષ્ટિ પ્રમાણે ચાલે છે, પણ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વાસ્તવિક ધર્મની સાધના-આરાધના કરતો નથી. ‘લોક મૂકે પોક.’તારે શું જોઈએ છે ? શું થવું છે ? તારે સંસારના પરિભ્રમણમાંથી Page #102 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા ૭૯ છૂટવું હોય તો જ્ઞાનીની વાત માન. તને કોની વાત બેસે છે ? લોકોની વાત બેસતી હોય તો સમજજે કે હજી મારી પાત્રતા થઈ નથી. લૌકિક વિચારોને ત્યાગો. ભૌતિક વિચારોને ત્યાગો. લૌકિક વિચા૨માં લૌકિકતા હોય, અલૌકિકતા ના હોય. પરમકૃપાળુદેવે શ્રી સોભાગભાઈને પત્રાંક - ૩૨૨ માં કહ્યું છે કે તમે અને અમે જો લૌકિક માર્ગે પ્રવર્તશું તો અલૌકિક માર્ગે કોણ પ્રવર્તશે ? લૌકિકમાર્ગ જુદો છે અને આત્મિક માર્ગ જુદો છે. ભૌતિકમાર્ગ જુદો છે અને આધ્યાત્મિકમાર્ગ જુદો છે. એ બંનેની તુલના થઈ શકે નહીં. સત્પુરુષની વાત ઉપર લક્ષ આપો તો આત્માનો લક્ષ થાય. જગતમાં ધર્મ ઘણા કરે છે, પરંતુ ત્યાં જ્ઞાન કેમ થતું નથી ? દરેક જુદા જુદા સંપ્રદાયવાળા પોતપોતાની માન્યતા અનુસાર ધર્મ કરે છે. મુસલમાન ભાઈઓ પાંચ વખત નમાજ પઢે છે. ઉપવાસ કરે છે ત્યારે થૂંક પણ ગળતા નથી. ધર્મ ઘણા કરે છે પણ ત્યાં આત્માનું જ્ઞાન કેમ થતું નથી ? આત્માની સાચી શાંતિ કેમ નથી મળતી ? આત્માનો સાચો આનંદ કેમ મળતો નથી ? ધર્મમાં તો આત્માનો આનંદ અને આત્માની શાંતિ છે; આકુળતા-વ્યાકુળતા નથી, અનાકુળતા છે. સુખાભાસ નથી, વાસ્તવિક સુખ છે. લોકો જે ધર્મ કરે છે તે ધર્મ નથી. તે તો ભીખ માંગવા આવે છે. ભિખારી તમને કહે છે કે બાપા ! બીડી પીવડાવો, તમને ધર્મ થશે. એક કપ ચ્હા પીવડાવો, તમને ધર્મ થશે. તો આ પીવડાવવામાં ધર્મ છે એમ ? બીડી પીવડાવવામાં ધર્મ છે એમ ? એ ધર્મનું સ્વરૂપ નથી.. આ બધા પૈસાવાળાઓએ ધર્મ કર્યો એટલે ભગવાને પૈસા આપ્યા એવું નથી પ્રભુ ! ધર્મમાં પૈસાનું સ્વરૂપ જ નથી. સંસારની કોઈ વાત જ નથી. ધર્મ એ તો આત્માનો સ્વભાવ છે. તેને કોઈની પાસે માંગવો પડતો નથી, સ્વયં પ્રગટ થાય છે. જ્યાં કોઈપણ પ્રકારની માંગણી છે ત્યાં ધર્મ નથી અને જ્યાં ધર્મ છે ત્યાં કોઈપણ પ્રકારની માંગણી નથી. જે સાચો ધર્મ કરે છે તેને કોઈ વસ્તુ જોઈતી નથી. કેમ કે કોઈ વસ્તુમાં શાંતિ, સુખ, આનંદ નથી અને કોઈ વસ્તુ આપણી થાય એવી નથી. ગમે તેટલી વસ્તુઓ હોય, એ બધી સંયોગમાં છે. એનો વિયોગ નિયમથી થવાનો. જેમ તમે બધા સત્સંગમાં પલાઠી વાળીને, શાંતિથી બેઠા છો. પણ એ થોડા સમય માટે છે, પછી નીકળી જવાના છો. તમને લાગે કે અહીં બહુ આનંદ છે, આવું ને આવું કાયમ મળે તો સારું ! આવું ને આવું કાયમ મળે તો પણ શાંતિ અને સુખ નથી. સાચું સુખ આત્મામાં છે અને આપણે બધા આત્મા છીએ એવો નિર્ણય પહેલા દૃઢ કરો. આત્મા સિવાય સાચું સુખ ક્યાંય નથી. જે બીજા સુખ છે, તે સુખાભાસ છે, એ ભ્રાંતિયુક્ત સુખ છે, કાલ્પનિક સુખ છે, વાસ્તવિક સુખ નથી. પાકો નિર્ણય કરો. આપણે લલચાઈ જઈએ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ભક્તિના વીસ દોહરા છીએ. દૈહિક સુખને આત્મિક સુખ માન્યું છે, એ ભ્રાંતિ છે. ઈન્દ્રિય સુખને આત્મિક સુખ માન્યું છે, એ ભ્રાંતિ છે. સાચું સમજો , સાચું શ્રદ્ધો અને સાચું આચરો. પોતે અત્યાર સુધી અનેક રીતે - ધર્મ કર્યો હશે, છતાં સંસારથી મુક્ત કેમ ના થયો? ધર્મનું ફળ તો મુક્તિ છે. સાચા ધર્મનું જો સેવન કરે તો તેને મુક્તિની પ્રસાદી અહીં જ મળ્યા વગર રહે નહીં. સંપૂર્ણ મુક્તિ ભલે ઉપર સિદ્ધશિલા પર છે, પણ મુક્તિનું સુખ અહીંથી શરૂ થઈ જાય છે. આ સંસારમાંથી મુક્તિ ના મળી તો કઈ ભૂલ રહી ગઈ ? એવો વિચાર કરે તો સત્પષનો જે બોધ થયો છે તે માન્ય કરે, કે ખરેખર એમણે જે કહ્યું છે તે મેં નથી કર્યું. સત્પરુષે કહેલું કરીએ અને આપણી મુક્તિ ના થાય એમ બને નહીં. અનાદિકાળથી આજ દિન સુધીમાં જેટલા જીવો મુક્ત થયા છે એ બધાય જીવોએ પુરુષોનું કહેલું માન્યું ત્યારે મુક્ત થયા છે અને જે જીવ સંસારમાં રખડી રહ્યા છે તે જીવોએ સપુરુષનું કહેલું ન માન્યું એટલે રખડી રહ્યા છે. જ્ઞાનીઓ કહે છે કે ચોખ્ખો થઈને આવ. હજી તારામાં મલિન વાસનાઓ પડી છે, એ લઈને આવીશ તો તારું કામ નહીં થાય. એ મલિન વાસનાઓ છોડીને ચોખ્ખો થઈને આવીશ તો જ તું તારું કામ કરી શકીશ. બે ભમરા હતા. એક ભમરો ગુલાબના બગીચામાં રહે. એનો ખોરાક ફૂલોનો રસ હતો અને એક ભમરો ઉકરડામાં રહે. એનો ખોરાક વિઝાનો હતો. પણ બન્ને ભમરા પાક્કા મિત્રો હતા. અમુક સમય થાય એટલે બંને મળે, વાતચીત કરે. બંને પોતપોતાના સુખની વાત કરે. એક કહે કે મારે ત્યાં બહુ સુખ છે, તો બીજો કહે મારે પણ બહુ સુખ છે. બન્નેએ નક્કી કર્યું કે એક મહિના પછી તારે મારા ઘરે આવવું અને બીજા મહિના પછી મારે તારે ત્યાં આવવું. એમાં આપણે બંને એકબીજાના સુખ જોઈએ, પછી આપણે નિર્ણય કરીએ કે કોનું સુખ સાચું છે ! ઉકરડાના ભમરાને પહેલી વખત ગુલાબના બગીચામાં જવાનું થયું. એને એમ થયું કે હું ત્યાં જઉં ને આખો દિવસ રહેવાનું અને મને કાંઈ ફાવે નહીંને ભાવે નહીં તો મારે શું કરવું? એટલે એને એમ થયું કે હું એક દિવસનો ખોરાક લઈને જાઉં. એટલે નાકમાં (મોઢામાં) વિષ્ટાનો ટુકડો દબાવીને ગુલાબના બગીચામાં ગયો. આખો દિવસ ત્યાં રહ્યો. હવે ગુલાબના બગીચાવાળો ભમરો પૂછે છે કે આવી સુગંધ ત્યાં આવે છે? પેલો ભમરો કહે કે બેય સરખું જ છે. ત્યાં હતી એ જ સુગંધ અહીં આવે છે અને અહીં જે સુગંધ છે એ જ ત્યાં આવે છે. એમાં ફેર નથી. પછી પેલા ભમરાને શંકા થઈ એટલે તેને પૂછ્યું કે તું કાંઈ નાસ્તો તો સાથે નથી લાવ્યો ને ? તો કહે કે, હા, એક દિવસનો તો લાવ્યો છું. પેલા ભમરાએ કહ્યું કે એને મૂકીને પછી તું અહીં આવ. આથી તેણે પેલી વિષ્ટા કાઢી નાંખી. પછી બેઠો તો થોડા સમય તો એને ભાવ્યું જ નહીં. Page #104 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા ૮૧ ખાખરાની ખિસકોલીને સાકરનો સ્વાદ શું ખબર પડે ? એ ભાવે જ નહીં. પેલો કહે કે મને કાંઈ ચેન નથી પડતું અહીં. મને હવે ત્યાં જ જવા દો. હું મારો ખોરાક લઈને આવ્યો હતો ત્યાં સુધી તો સારું હતું. હવે તમારી વસ્તુ મેં ચાખી અને સૂંઘી તો મને ચેન પડતું નથી. જેમ ગુલાબના બગીચામાં આવેલા ઉકરડાના જીવને ચેન પડ્યું નહીં, તેમ સંસારના સુખના ભમરાઓ જ્ઞાનીઓ પાસે જાય છે તો તેમને એમ થાય છે કે અહીં કદાચ સુખ નહીં મળે તો શું થશે ? એટલે વાસનાઓવાળું ચિત્ત લઈને જાય છે. પછી જ્ઞાની ગમે તેટલું સમજાવે પણ એને શું મજા આવે? અરે ! તું પહેલા તારી વાસનારૂપી વિષ્ટા કાઢી નાખ. તો તને ખબર પડે કે આ શું વસ્તુ છે ! એટલે ચોખ્ખા થઈને આવો એમ જ્ઞાની કહે છે. કામ-ધંધા, માન-પ્રતિષ્ઠા, ઘર-કુટુંબમાં પ્રતિબંધ થઈ ગયો છે. ચોવીસ કલાક એનો જ પરિચય અને એમાં જ જગતના જીવોનું જીવન વ્યતીત થઈ જાય છે. એટલે જ્યાં જાય ત્યાં બધાય વ્યસ્ત! તેઓ કોઈ ધર્મી જીવને નવરા જુએ એટલે એમ થાય કે આ તો નકામા છે. કાંઈ કામ ધંધો નહીં અને આત્મા આત્મા કરવાનું. આમણે તો આત્માની પત્તર ફાડી નાંખી !! અમારા એક સંબંધી હતા. તે ઘણા વર્ષો પહેલા ઈડર આવેલા. તે વખતે તેઓ મુંબઈની બ્રીજબન બીડી પીવે. સાબરકાંઠાના જેસીંગ બાપા અને તેમના ભક્તો પણ ત્યાં આવેલ. જેસીંગ બાપાએ એમના ભક્તોને કહેલું કે ઈડરમાં આવો તો ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય સિવાય સંસારની કોઈ વાત કરવી નહીં અને કરવી હોય તો જતું રહેવાનું. એટલે બધાય આખો દિવસ આ જ વાત કરે. પેલા સંબંધીને એમની જોડે ગપ્પા મારનારું કોઈ મળે નહીં. એટલે બે દિવસમાં તો એ અકળાઈ ગયા. મને કહે, ‘ગોકુળભાઈ! એક વાત કહું ?’ મેં કહ્યું, ‘શું છે ?’ તો મને કહે, આ કોણ છે ?’ મેં કહ્યું, ‘આ સાબરકાંઠાના ભગત છે - જેસીંગ બાપા. મહાન સંત છે.’ મને કહે, ‘તમને સાચી વાત કહું ? આમણે તો આત્માની પત્તર ફાડી નાંખી છે! આખો દહાડો આત્મા. આત્માને હેઠો નથી મૂકતા. હોય ઘડીક, અડધો કલાક, પા કલાક, બે કલાક. આ તો સવારના આવ્યા ત્યારથી મંડી પડ્યા છે !’ મેં કહ્યું, ‘તમને શું વાંધો છે ?’ ‘વાંધો કાંઈ નથી પણ મારી જોડે કોઈ વાત કરવા તૈયાર નથી !' હવે એમને આ દુઃખ! જીવને કામ-ધંધા પાછળ નવરાશ જ નથી મળતી. એટલો બધો એ સંસારમાં ગળાડૂબ છે કે એને ખરું સુખ આત્મામાં છે, હું આત્મા છું અને આ આત્માની આરાધના કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય – આ વાત એને બેસતી જ નથી. જગતમાં દરેક જીવોને માન અને પોતાની પ્રતિષ્ઠા જોઈએ છે. લોકોમાં મારું માન વધે, મને લોકો માનથી બોલાવે, હું પણ કાંઈક છું એમ માને તો Page #105 -------------------------------------------------------------------------- ________________ 29 ભક્તિના વીસ દોહરા એને ગમે. પરમકૃપાળુદેવે કહ્યું છે કે “જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત.” આ માન-પ્રતિષ્ઠાની આગ જીવની શાંતિને હણી નાખે છે. એક નાનું છોકરું હોય એને પણ જો માન ના આપ્યું હોય તો ખલાસ. તમને ઊંચા-નીચા કરી નાંખશે. એટલે માન-પ્રતિષ્ઠા અને ઘરકુટુંબમાં પ્રતિબંધ થઈ ગયો છે. આ ઘર-કુટુંબના પ્રતિબંધ એવા છે કે જીવને આત્માની સાધના કરવાનો સમય મળતો નથી અને એની રુચિ પણ થતી નથી. જ્ઞાનીઓનો બોધ છે કે આત્મા સિવાયની સર્વ પ્રકારની વાસના છોડવી જોઈએ અને આપણે માત્ર આત્માની જ વાસના છોડી, બાકી બધી વાસના રાખી છે ! બધેથી નિવર્તાવૈરાગ્ય પામે તો આત્મા શુદ્ધ થાય અને સમકિત પ્રગટે. આ બધી જંજાળોથી છૂટી અને અંદરમાં સાચા વૈરાગ્યની વૃદ્ધિ થાય તો આત્મા સમકિતને પ્રાપ્ત કરે અને શુદ્ધ થઈ શકે. Page #106 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વસિ દહિરા ગાથા - ૧૩ એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય; નહીં એક સદ્ગુણ પણ, મુખ બતાવું શુંય ? સંસારથી તરવા માટે જ્ઞાનીઓએ અનેક પ્રકારના સાધનો બતાવ્યા છે. નિશ્ચયથી તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. વ્યવહારથી બહારમાં અનેક છે, જે આગળની ગાથાઓમાં આવી ગયા. ગુરુનું વર્ણન પણ આવી ગયું, બીજા પણ અનેક વર્ણન આવી ગયા. જે સંસારથી તરવા માટેના સાધનો છે તેનો વિચાર કરી તેણે તરવું છે એણે એ સાધનોનું અવલંબન લેવું જોઈએ, આ૨ાધવું જોઈએ. સાધ્ય એક શુદ્ધ આત્મા છે. દેવ-ગુરુ-ધર્મ તે સાધન છે, સત્શાસ્ત્રો એ પણ સાધન છે, અનેક પ્રકારની સાધના પણ સત્તાધન છે અને ખરું સાધન તો આત્માનો આશ્રય છે કે જેના આધારે સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર પ્રાપ્ત થાય છે. જેવી રીતે છૂટવાના અનેક કારણો છે, તેવી રીતે બંધાવાના કારણો પણ અનેક છે. જે જે જીવો મોક્ષે ગયા છે તે બધા સદેવ-ગુરુ-શાસ્ત્ર અને સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રનો આશ્રય કરીને મોક્ષને પ્રાપ્ત થયા છે. તે સાધનોની મુખ્યતા આ મનુષ્યભવમાં રહેવી જોઈએ. તેના બદલે મારાથી તો એક પણ સાધન સાચું થયું નથી. એક પણ સાચા.સાધનનું અવલંબન મેં યથાર્થ રીતે કર્યું નથી ! આત્મામાં અનંત ગુણો છે. એના ઉ૫૨ કર્મોનું આવરણ લાગેલું છે. જ્યાં સુધી મિથ્યાત્વ ટળે નહીં અને સમ્યગ્દર્શન થાય નહીં, આત્મજ્ઞાન થાય નહીં, ત્યાં સુધી આત્માનો એકે ગુણ સાચો પ્રગટ્યો કહેવાય નહીં. અનાદિકાળથી આપણે ઘણી સાધના કરી, પણ આત્માના જે ગુણો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થવા જોઈએ તે પ્રગટ થયા નહીં. તો મુક્તિ ક્યાંથી થાય ? કારણ કે, ખરા ગુણ તો આ છે. વળી, ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન, બ્રહ્મચર્ય - આ બધા આત્માના ગુણો છે. તે સાચા ગુણોની હજી મને ઓળખાણ પણ થઈ નથી. હે પ્રભુ ! અજ્ઞાન અવસ્થામાં મેં બધી સાધના કરી, પણ એનાથી આત્માનો એકે સાચો ગુણ પ્રગટ થયો નથી. આરાધનાની વાત તો બહુ દૂર છે, પણ સાચા ગુણોની ઓળખાણ પણ થઈ નથી. મિથ્યાત્વ અવસ્થાના ગુણો પણ પરિભ્રમણના કારણો થાય છે. દાન તપ, ત્યાગ, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન વગેરે મિથ્યાત્વ સહિત હોય તો પરિભ્રમણના કારણ થાય છે. એથી પરમાર્થથી Page #107 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા તો એ પણ પાપરૂપ જ કહેવાય. આવી રીતે અનેક પ્રકારના અવગુણો હે પ્રભુ ! મારામાં છે. મારામાં હજી સાચી પાત્રતા આવી નથી. માટે હે ભગવાન ! હું તમારી સન્મુખ આવતાં પણ શરમાઉં છું, લજ્જાઉં છું. શું મોઢું લઈને હું તમારી સમક્ષ આવું ? એકે સાચો ગુણ પ્રગટ્યો નથી અને આપ તો સર્વગુણસંપન્ન છો. માટે આપની સન્મુખ આવતા પણ હું ધ્રુજું છું, શરમાઉં છું. ૮૪ હે પ્રભુ ! આટલા બધા સાધનો હોવા છતાં, આટલા વર્ષોથી સાધના કરતો હોવા છતાં હજી સાચો એકે ગુણ મારામાં પ્રગટ્યો નથી કેમ કે, સ્વચ્છંદથી સાધના કરી છે, સમજ્યા વગર સાધના કરી છે. એટલે એ સાધન પણ બંધનનું કારણ થયું છે, પણ મુક્તિનું કારણ થયું નથી. સાચા સદ્ગુણ વગર સાચી શાંતિ આવે નહીં. સાચા સદ્ગુણ પ્રગટ્યા વગર મોક્ષમાર્ગમાં આગળ વધાય નહીં. ‘એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય.’ એક સદ્ગુણ પણ પ્રગટ્યો નહીં તો હવે હું શું તમારી સામે મોઢું બતાવું ? પ્રભુ ! આટલા વર્ષોથી સાધના કરું છું, પણ સાધ્ય શુદ્ધ આત્મા છે અને તે આત્માના આશ્રયે સાચી સાધના થાય છે, એ લક્ષ હું વારંવાર ચૂકી જાઉં છું અને બાહ્ય સાધનામાં હું લાગી જાઉં છું, એટલે એ સાધના દ્વારા મને જે સાચી શાંતિ મળવી જોઈએ, પરિતૃપ્તપણું આવવું જોઈએ, તે આવતું નથી. હે પ્રભુ ! હું સાધનારહિત છું. તેથી તમારા શરણે આવ્યો છું. વીતરાગદેવ, નિગ્રંથગુરુ અને તેમનો બતાવેલો ધર્મ તથા સત્શાસ્ત્રો દ્વારા આપણને સાચી સાધનાનો લક્ષ થાય છેઃ માંડ આ મનુષ્યભવ મળ્યો છે અને હું સંસારની ખટપટો અને બાહ્ય વ્યવહાર સાધનામાં જ મારો સમય વ્યતીત કરી નાંખું છું. મૂળ સાધના જે છે તે અનાદિકાળથી મારા લક્ષમાં જ નથી આવી. હવે આપની કૃપાથી મને વીતરાગદેવ અને નિગ્રંથગુરુનો બોધ મળ્યો, અને સાચા ધર્મની સમજણ આવી. હવે લૌકિક રીતોને છોડી અલૌકિક રીતે અને અલૌકિક માર્ગે પ્રવર્તી તો જ મારું કલ્યાણ થાય તેમ છે. હે પ્રભુ ! તમને મોઢું બતાવવાને લાયક થાઉં એવા મારા આત્મામાં સદ્ગુણો પ્રગટ થાય, એ જ મારી આપને પ્રાર્થના અને વિનંતી છે. બીજું મારે કશું નથી જોઈતું. સંસારનો કોઈ પદાર્થ જોઈતો નથી, સંસારનું કોઈ સુખ જોઈતું નથી. બસ, તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું હવે હું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થાઉં એ મારી અભિલાષા છે. આ પ્રમાણેના ભાવ આ દોહરામાં વ્યક્ત કર્યા છે. ✰✰✰ Page #108 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા ૮૫ ગાથા - ૧૪ કેવળ કરુણા-મૂર્તિ છો, દીનબંધુ દીનનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. હે પ્રભુ! આપ તો કરુણાસાગર છો, કરુણાની મૂર્તિ છો. જગતના પાપી જીવો ઉપર પણ આપની કરુણા વર્તી રહી છે. દરેક જીવ પ્રત્યે આપનો કરુણાભાવ છે. એના કારણે હું તમારી સમક્ષ ઊભા રહેવાની હિંમત કરું છું. આપ સાક્ષાત્ કરુણારૂપ છો, દીનનાથ છો, અનાથોના નાથ છો. જે જીવો નમ્ર બની, વિનયી બની આપના શરણે આવે છે તેને તમે સર્વ પ્રકારની સહાય વિના વિલંબે કરો છો. માટે હે પ્રભુ ! હું આપની સમક્ષ આપની સહાય માંગવા પરમકૃપાળુદેવ “અશરણ ભાવના'માં કહે છે, માટે આવ્યો છું. સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાંહ્ય સ્વાશે. આપ આ નમ્ર જીવને, રાંક જીવને સહાય કરો કેમ કે હું આપના આધારે આવ્યો છું, સાચા હૃદયપૂર્વક શરણે આવ્યો છું. છૂટવાની સાચી ભાવના ને જિજ્ઞાસા લઈને આવ્યો છું. સંસારના તાપોથી ત્રસ્ત થયો છું. અનાદિકાળથી જન્મ-જરા-મરણના દુઃખોથી મને ગભરાટ છૂટ્યો છે. હવે મારે એમાંથી મુક્ત થવું છે. હે પ્રભુ! હું મહા પાપી અને અત્યંત નિરાધાર છું. આપના સિવાય હવે મારે બીજો કોઈ આધાર નથી. અન્ય કોઈનું શરણું લેવાથી હું સાચું શરણું પામી શકતો નથી. ચત્તારી શરણે પવન્જામિ, અરહંતે શરણે પવન્જામિ, સિદ્ધ શરણ પવન્જામિ, સાહુ શરણે પવનજામિ, કેવલિ પન્નત ધમ્મ શરણે પવન્જામિ. વ્યવહારથી આ ચાર શરણ જ સાચા છે. નિશ્ચયથી પોતાના આત્માનું જ શરણ સાચું છે. હે પ્રભુ! સંસારમાં આપના સિવાય હવે કોઈ મારું નથી. સંસારના બધાય સંબંધો સ્વાર્થના છે. ફક્ત આપની સાથેનો સંબંધ પરમાર્થનો છે. આપની પાસે હું સંસારના કોઈ સુખ કે પદાર્થ માંગતો નથી. આપની પાસે હું એટલું જ માંગું છું કે આ જન્મ-મરણના દુઃખોથી હું મુક્ત થાઉં. પ્રભુ મને બળ અને જ્ઞાન આપો. અનાદિકાળથી આ સંસારમાં રખડી રહ્યો છું. હવે એમાંથી બહાર કાઢવા માટે મારા ઉપર કૃપા કરો. આપની કૃપા વગર આ સંસારના કૂવામાંથી બહાર નીકળી શકાય એવું નથી, પરિભ્રમણથી છૂટી શકાય એવું નથી. ગ્રહો પ્રભુજી હાથ. મારો હાથ પકડી પ્રભુ ! આપના બોધરૂપી હાથ દ્વારા તમે મને તારો. એના સિવાય તરવાનો કોઈ બીજો ઉપાય નથી. આપના બોધનોઆધાર લઈ હું સાચો પુરુષાર્થ કરું. પરમકૃપાળુદેવ કહે છે, Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૬ વ્યવહારસે દેવ જિન, નિહચેસે હૈ આપ; એહિ બચનસે સમજલે, જિનપ્રવચનકી છાય. ભક્તિના વીસ દોહરા - આત્યંતર પરિણામ અવલોકન – હાથનોંધ – ૧/૧૪ હવે, આપનો યથાર્થ બોધ મને સૂક્ષ્મતાથી પ્રાપ્ત થાય અને તેના આધારે હું સૂક્ષ્મ ચિંતવન કર્યું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. હે પ્રભુ ! આપના બોધના આધાર સિવાય યથાર્થ તત્ત્વદષ્ટિ આવતી નથી. જે જીવો સત્પુરુષના, ભગવાનના બોધનું અવલંબન પકડી રાખે તે જીવો બધાય પાપોથી, વિષયોથી, વિકારોથી પાછા વળી જાય છે. જે જે પાપના આસ્રવ છે તે બધાયથી જીવ પાછો ફરતો જાય છે. અસંયમમાંથી સંયમમાં આગળ વધતો જાય છે, કેમ કે, તેને અંદરમાં માર્ગનો સ્પષ્ટ ખ્યાલ આવી ગયો છે. એટલે તે હવે ધીમે ધીમે આગળ વધતો જાય છે. ભગવાનનો – જ્ઞાનીઓનો બોધ જીવને મળવાથી તેની સમજણમાં મોક્ષમાર્ગ સ્પષ્ટ થઈ જાય છે. તેને ખ્યાલ આવી જાય છે કે આ જ પ્રકારની સાધનાથી મારી મુક્તિ છે. માટે જે માર્ગ સ્પષ્ટ થયો તેનો આધાર લઈ, પોતાની શક્તિ અને ભૂમિકા અનુસાર જીવ ક્રમે ક્રમે આગળ વધતો જાય છે. પહેલાં પુરુષાર્થ ઘણો કરતો, પણ ઊંધો માર્ગ પકડ્યો હતો. પણ હવે પુરુષાર્થ કરીને સાચા માર્ગે ચાલે છે. એટલે તેને ભવસાગરનો કિનારો નજીક આવતો જાય છે. પરમકૃપાળુદેવે કહ્યું છે, જે જે કારણ બંધનાં, તેહ બંધનો પંથ; તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૯૯ = હવે, જીવને વિચાર આવે છે કે હું જે કરું છું તે બંધનું કારણ છે કે મોક્ષનું કારણ છે ? મારે તો મોક્ષે જવું છે. તેથી બંધના કારણોનો નાશ કરતો જાય છે અને મોક્ષના કારણોનું જીવ સેવન કરતો જાય છે. બંધના કારણો - મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગને ક્રમે કરીને છોડતો જાય છે. સૌપ્રથમ મિથ્યાત્વને છોડવાનો પુરુષાર્થ ચાલે છે. નિશ્ચય-વ્યવહારના પડખાથી તે દેવ-ગુરુ-ધર્મની સાચી શ્રદ્ધા, નવ તત્ત્વની સાચી શ્રદ્ધા, છ પદની સાચી શ્રદ્ધા, હેય-જ્ઞેયઉપાદેયના વિવેક દ્વારા પોતાના સ્વરૂપ અનુસંધાનનો ઉગ્ર પુરુષાર્થ કરે છે. જેમ જેમ પાત્રતા Page #110 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા ૮૭ આવતી જાય છે, તેમ તેમ તેનું ભેદવિજ્ઞાન સૂક્ષ્મતાથી અને યથાર્થ થતું જાય છે અને એવો જીવ આત્મજ્ઞાન પ્રગટ કરી લે છે. પાત્ર બનીને જો જીવ સાધના કરે તો અવશ્ય સાધ્યની સિદ્ધિ થયા વગર રહે નહીં અને બંધના કારણોનો અભાવ કરવાનો પુરુષાર્થ તે જીવ કરતો જાય છે. બંધના પાંચેય કારણો તેના લક્ષમાં આવી ગયા છે. મિથ્યાત્વનો ત્યાગ કરવા માટે ભેદવિજ્ઞાન તેમજ તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા કરે છે. કષાયને મંદ પાડે છે, વિષયોની વૃત્તિઓને મોળી પાડે છે. ભેદવિજ્ઞાનમાં નડત૨રૂપ દુર્ગુણો તે છોડતો જાય છે. સત્પુરુષ વારંવાર કરુણા કરી તેને બોધ આપતાં જાય છે. જીવ વારંવાર બોધ સાંભળે છે એટલે તેનામાં જ્ઞાનની પરિપક્વતા આવતી જાય છે. તેનું જ્ઞાન દૃઢ થતું જાય છે. તેનું મનોબળ પણ દૃઢ થતું જાય છે અને તેનો સાચો પુરુષાર્થ ઉપડતો જાય છે. હવે સંસાર વધે એવાં કારણોનો રસ તેને અંદ૨માંથી ઉડી ગયો છે. એટલે પોતાનો કિંમતી સમય એ સાંસારિક કાર્યોમાં વેડફતો નથી અને આત્મકલ્યાણના સાધનોમાં વધારે સમય રોકતો જાય છે. સત્પુરુષના બોધનો એક પણ શબ્દ કે વાક્ય જો જીવ પકડી રાખે તો તેનો યાવત્ મોક્ષ થાય એમ શાસ્ત્રમાં કહ્યું છે અને પરમકૃપાળુદેવે પણ કહ્યું છે. જેમ પાણીમાં ડૂબતો માણસ એક દોરડું પકડી રાખે તો તે બચી જાય છે, તેવી રીતે જ્ઞાનીનો થોડો પણ બોધ જો જીવ પકડી રાખે તો તે સંસારસમુદ્રથી બચી જાય છે. જ્ઞાનીઓના વચનોમાં ઘણી તાકાત હોય છે. કેમ કે, અનુભવજ્ઞાનમાંથી સ્પર્શાઈને એમની વાણી આવી હોય છે. એટલે તેમાં હજારો શાસ્ત્રોનો નિચોડ હોય છે. તમે ઘણાં વર્ષો સુધી શાસ્ત્રોનો અભ્યાસ કરો અને જે કાર્ય સિદ્ધ ન કરી શકો તે કાર્ય અલ્પ સમયમાં સત્પુરુષના બોધ દ્વારા સિદ્ધ થઈ જાય છે. પરમકૃપાળુદેવે કહ્યું છે, પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. — શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૧ - સત્પુરુષ એ જીવતું-જાગતું આગમ છે. એમાંથી જે પ્રેરણા મળે છે તે પ્રેરણા હજારો વખત શાસ્ત્ર વાંચવાથી પણ મળતી નથી. શાસ્ત્રથી જે બોધ દૃઢ ના થાય તે પ્રત્યક્ષ સદ્ગુરુથી યોગ્ય જીવ દૃઢ કરી લે છે. સત્પુરુષ તો કરુણાના સાગર છે. ભગવાન પણ કરુણાના સાગર છે. એમને જગતના તમામ જીવો ઉ૫૨ કરુણા છે કે આ જીવો માંડ મનુષ્યભવમાં આવ્યા છે, તો એમનો મનુષ્યભવ કેવી રીતે સફળ થાય ? કારણ કે મનુષ્યભવ મોહનો ક્ષય કરીને મોક્ષની પ્રાપ્તિ કરવા માટે મળ્યો છે. જે જીવોની યોગ્યતા નથી હોતી તેમના પ્રત્યે સત્પુરુષ મધ્યસ્થ રહે Page #111 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ભક્તિના વીસ દોહરા છે. તેઓ સમજે છે કે હજી આની યોગ્યતાની પરિપક્વતાની વાર છે. તે જ્યારે થશે ત્યારે તેને કોઈપણ નિમિત્ત મળી જશે અને તેનું કલ્યાણ થશે. પણ જે જીવોની યોગ્યતા વિશેષ હોય છે તેમની ઉપર અનેક પ્રકારના પ્રત્યક્ષ અને પરોક્ષ ઉપકાર તેમના દ્વારા થયા કરતા હોય છે. પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. હે પ્રભુ! હવે હમે તમે મારો હાથ પકડો, તો હું તરી શકે એમ છું. તમારા વગર કોઈ મારો તારણહાર નથી. એક માત્ર જ્ઞાની અને પરમાત્મા આ બે જ જીવને તારવા માટે નિમિત્ત થઈ શકે તેમ છે. પરમકૃપાળુદેવે કહ્યું છે, - હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીનેં મલિન છું. હે પરમાત્મા ! તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નીરાગી પરમાત્મા ! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. – શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - પદ આ જ એક ઉપાય છે. બીજો કોઈ ઉપાય નથી. પરમાત્માનું, પરમાત્માના માર્ગે ચાલનાર સાચા આત્મજ્ઞાની નિગ્રંથ ભગવંતોનું અને તેમના દ્વારા પ્રરૂપેલા બોધનું - ધર્મનું અવલંબન જ જીવને સંસારના પરિભ્રમણમાંથી મુક્ત કરવામાં નિમિત્તભૂત થાય છે. માટે એવા નિમિત્તોનો સહવાસ વધારે રાખવો અને જે નિમિત્તામાં રહેવાથી આપણા ભાવમાં મલિનતા આવી જાય, ઢીલાશ આવી જાય, નિર્બળતા આવી જાય એવા અવલંબનોનો ત્યાગ કરવો. Page #112 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા ગાથા - ૧૫ અનંતકાળથી આથડ્યો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન. ૮૯ ઓહો ! અનંત કાળથી આથડ્યો ! આ જગતમાં આપણે ક્યારથી રખડી રહ્યા છીએ ? તો કે અનંતકાળથી (અનાદિ કાળથી). કોઈ આદિ જ નથી. જેનો કોઈ છેડો આવે એવો નથી, એટલા કાળથી આપણે રખડીએ છીએ. એ ચોર્યાશી લાખ યોનિમાં એક-એક ભવમાં અનંતવાર જન્મ્યા છીએ અને અનંતવાર મર્યા છીએ. ઓહોહો ! દેવલોકમાં પણ અનંતવાર જઈ આવ્યા, મનુષ્યભવ પણ અનંત વાર મળ્યો, એવી રીતે તિર્યંચ અને નરકના ભવ પણ અનંત વાર મળ્યા છે. તો પણ અનાદિ કાળથી એની એ જ સ્થિતિ છે. કોઈ વખત સારા ભવ મળે છે ત્યારે કર્મ બાંધીને નીચી ગતિમાં જાય છે. તે પછી અનેક યુગો જાય ત્યારે કોઈકવાર પાછો સારો ભવ મળે. મોટાભાગે તો જીવને બહુ જ હલકા અને દુઃખમય ભવો મળતા હોય છે. આ ભવ તો કાલે સમાપ્ત થઈ જશે. આ ભવ ભવોનો અંત કરવા માટે મળ્યો છે. ખોબામાં જેમ પાણી ભર્યું હોય અને ટપક ટપક થતું હોય, એ ખોબો ખલાસ થઈ જાય એવી રીતે આયુષ્ય કર્મના નિષેકો સમયે સમયે ખરતા જાય છે, સ્ટોક ઓછો થતો જાય છે, અને આ મનુષ્યભવ પૂર્ણ થઈ જશે. અનાદિકાળથી આવી સ્થિતિ ચાલી આવી છે. જે જે ભવમાં જન્મ્યો તે તે ભવમાં જીવ કર્મના ઉદયને આધીન થઈને જ વર્તો છે, આત્માનું આધીનપણું એણે કર્યું નથી. એટલે પરાધીનપણે વર્તો છે. સંસારમાં રખડી રખડીને દુ:ખી દુ:ખી થઈ રહ્યો છે. સ્વાધીનતામાં સુખ છે અને પરાધીનતામાં દુઃખ છે. અનાદિકાળથી આજદિન સુધીમાં અનાદિ મિથ્યાર્દષ્ટિ જીવ એક સમય પણ સ્વાધીનપણે થઈ વર્તો નથી. ઘણો ધર્મ કર્યો, પણ પરાધીનપણે કર્યો, સ્વાધીનપણે ના કર્યો. એટલે પરાધીનપણું એ જ સંસારના પરિભ્રમણનું કારણ છે અને પરાધીનપણે વર્તવું એ અજ્ઞાનનું ચિહ્ન છે. હું પરાધીનપણે સંસારમાં રખડી દુઃખી-દુઃખી થઈ રહ્યો છું, પરંતુ મને ‘સત્' નું ભાન થયું નથી. આત્માનું જે ભાન આજ દિન સુધી થવું જોઈએ તે થયું નથી. આત્માની વાતો ઘણી કરી, આત્માની વાતો ઘણી સાંભળી તો પણ આત્માનું સાચું ભાન થયું નથી. વાત કરવાથી કે સાંભળવાથી ભાન થતું નથી, એ તો બહારમાં ભાન થવાનું એક નિમિત્ત છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ CO ભક્તિના વીસ દોહરા સાચા સંતોની ઓળખાણ થવી, સદ્ગુરુની ઓળખાણ થવી, વીતરાગદેવની ઓળખાણ થવી એ વ્યવહાર સમકિત છે; જે પહેલા પ્રકારનું સમક્તિ છે. તેમનો આશ્રય કરવો, તેમની ભક્તિ કરવી, તેમની આજ્ઞા પ્રમાણે ચાલવું એ પહેલા પ્રકારનું સમકિત છે. એ પહેલા પ્રકારનું સમકિત બીજા પ્રકારના સમકિતનું કારણ થાય છે - જો જીવ સાચો મુમુક્ષુ થાય તો. અનંતકાળથી આ જીવે છૂટવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે, કરે છે અને કરી રહ્યો છે, પરંતુ તે જ્ઞાની પુરુષોની આજ્ઞા દ્વારા થવા જોઈએ તે થયા નથી. જો સાચા જ્ઞાનીની આજ્ઞાએ જીવ ચાલે તો તે જીવ અવશ્ય મુક્તિનો અધિકારી બની શકે. જીવે અનાદિકાળથી છૂટવાના ઘણાં પ્રયત્નો કર્યા છે: આ ભવમાં પણ કર્યા છે અને આગલા ભવોમાં પણ કર્યા છે, પણ એ બધા પોતાની કલ્પના અનુસાર અથવા અજ્ઞાનીની આજ્ઞા અનુસાર થયા, પણ જ્ઞાનીની આજ્ઞા અનુસાર ના થયા. જ્ઞાનીનો જોગ કદાચ થયો હોય તો પણ સંસારથી જે વૈરાગ્ય આવવો જોઈએ તે આવ્યો નહીં. જે પુરુષાર્થ કરવો જોઈએ તે કર્યો નહીં. એટલે તે જોગ પણ નિષ્ફળ ગયો. જેમ વરસાદ પડ્યો હોય, પણ ખેડૂત વાવેતર ના કરે તો એને વરસાદ પડ્યો એ કોઈ કામનો નથી, નિષ્ફળ છે. એમ જ્ઞાનીઓનો બોધ મળ્યો હોય, યોગ મળ્યો હોય પણ જો એને અનુરૂપ જીવે પુરુષાર્થ ના કર્યો હોય તો એ જોગ પણ નિષ્ફળ જાય છે. પરમકૃપાળુદેવે શ્રી સોભાગભાઈને કહ્યું હતું કે પૂર્વે મળેલો જ્ઞાનીનો યોગ જેમ નિષ્ફળ ગયો તેમ વર્તમાનમાં પણ તમે પ્રમાદ કરશો તો આ યોગ પણ નિષ્ફળ જશે. જ્ઞાનીઓનો યોગ તો અનંતકાળમાં ઘણી વાર થયો, પણ સંસાર પ્રત્યે જે વૈરાગ્ય આવવો જોઈએ એ વૈરાગ્યની દઢતા બહુ જ ઓછા જીવોની આ કાળમાં જોવામાં આવે છે. વૈરાગ્ય વગરની બધી સાધના નિષ્ફળ જાય છે. પરમકૃપાળુદેવે કહ્યું છે, વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભોમિયો છે. - શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - પર ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજભાન. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૭ મલિન વસ્ત્રોને લાગેલો મેલ જેમ સાબુ અને પાણી દૂર કરે છે, તેમ આત્મા ઉપરનો મેલ આત્મજ્ઞાન સહિત વૈરાગ્યથી દૂર થઈ જાય છે. સંસાર અને ભોગો પ્રત્યે જીવને અંદરમાં વૈરાગ્ય થવો જોઈએ. સંસારના સુખો પ્રત્યે તેને વૈરાગ્ય થવો જોઈએ. જગતના કોઈ પદાર્થ પ્રત્યે તેને રાગ કે આકર્ષણ અંદરમાંથી ના થવું જોઈએ. એવું જ્ઞાન હાજર રહેવું જોઈએ. કેમ કે, કોઈપણ Page #114 -------------------------------------------------------------------------- ________________ ૯૧ ભક્તિના વીસ દોહરા. પદાર્થ આત્માનું કિંચિત્માત્ર હિત કરવાનો નથી કે સુખ આપવાનો નથી. આવો અનંત જ્ઞાનીપુરુષોએ નિર્ણય કર્યો છે. પણ અજ્ઞાનતાના કારણે જીવ એ સુખ અને પદાર્થોમાં લલચાય છે. એટલે એનો જે વૈરાગ્ય પ્રદીપ્ત થવો જોઈએ એ પ્રદીપ્ત થતો નથી. હોજરી પ્રદીપ્ત થયા વગર ભોજન કરે તો તે ભોજન તેને નુક્સાનકારક થાય. એવી રીતે વૈરાગ્યની પ્રદીપ્તતા વગર આ બધી સાધના નિષ્ફળ જાય છે. વૈરાગ્યને પ્રદીપ્ત કરવા માટે વારંવાર બાર ભાવનાઓનું ચિંતવન કરવું. - અનિત્ય ભાવના - આ બધાય પદાર્થો અનિત્ય છે. કોઈ સંયોગો કાયમ રહેવાના નથી. એક માત્ર મારો આત્મા નિત્ય છે. એકત્વ ભાવના - અનાદિકાળનો હું એકાકી છું, ત્રિકાળ એકાકી છું, આ આત્માનું હિત કોઈ દ્વારા નથી. ફક્ત મારા સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્ર દ્વારા જ મારું હિત છે અને એ ભાવો મારા આત્માના આશ્રયે જ પ્રગટે છે. માટે મારા આત્માનો આશ્રય એ જ મારા પરિભ્રમણની મુક્તિનું કારણ છે, આવો એને અંદરમાં દઢ નિર્ણય થવો જોઈએ અને પછી એને અનુરૂપ પુરુષાર્થ થવો જોઈએ. જ્ઞાનીનો જોગ થયો પણ જો સંસાર પ્રત્યે વૈરાગ્ય ના આવે તોય કામ નથી થતું. એમના કહ્યા પ્રમાણે વર્તન ના થાય તો પણ કામ થતું નથી. સાંભળે બધું, પણ એ પ્રમાણે આચરણમાં ના આવે તો શું કામનું? એવું વર્તન પણ થવું જોઈએ. પરને પોતાનું માનવું એ અભિમાન છે. “આ હું છું”, “હું ગોકુળભાઈ છું”, “શરીર હું છું” આ અભિમાન છે. પૈસાને પોતાના માનવા, કુટુંબને પોતાનું માનવું, દેહને પોતાનો માનવો, જગતના સુખ અને પદાર્થોને પોતાના માનવા – આ બધા અભિમાન છે, અહંકાર છે. જ્ઞાનીઓ મળ્યા પછી એ અભિમાન છૂટી જાય છે. હું માત્ર આત્મા છું, આત્મા સિવાય હું કંઈ જ નથી અને આત્મા સિવાય કંઈ મારે નથી - આ પ્રકારનું દઢત્વ તેને આવી જાય છે. ઊંઘમાં પણ એ જ હોય અને જાગતા પણ એ જ હોય. ચોવીસ કલાક આત્માની જ ધૂન હોય. આત્મા સિવાય પરમાં પોતાપણાની માન્યતા થાય નહીં. આવું દઢત્વપણું પ્રથમ ચિંતન, મનન, શ્રવણ, વાંચન દ્વારા થવું જોઈએ અને પછી અનુભવ દ્વારા થાય. હું આટલું ભણેલો છું, હું આટલો પૈસાવાળો છું, હું મોટો રાજા-મહારાજા છું, હું મોટો અધિકારી છું, હું ડૉક્ટર છું, હું વકીલ છું, હું એન્જિનીયર છું, હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું - આ પ્રકારનું માનવું એ અભિમાન છે. જયારે સત્સંગમાં બેઠો હોય ત્યારે કહે કે હું આત્મા છું, પણ બહાર જાય એટલે એનો એ થઈ જાય પાછો ! હાથી પાણીમાં પડે એટલે ચોખ્ખો થઈ જાય, પણ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૨ ભક્તિના વીસ દોહરા બહાર નીકળીને ધૂળ ઉડાડીને પાછો મેલો થઈ જાય. એવી જ રીતે જીવ બહાર જાય એટલે અહંકાર કરે છે કે હું કોઈ સામાન્ય માણસ નથી. હું આટલું ભણેલો-ગણેલો છું, આટલો મારો હોદો છે, આટલો હું પૈસાવાળો છું, આટલો મારો મોભો છે. આ પ્રકારનો અહંકાર એને અનાદિકાળથી નિરંતર વર્યા કરે છે. એ અહંકાર સત્સંગ મળે તો ઢીલો થાય અને છૂટી જાય. બધાય દુઃખોની દવા સત્સંગ છે. પરમકૃપાળુદેવે કહ્યું છે, આત્માને સત્ય રંગ ચઢાવે તે સત્સંગ. – શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૨૪ વારંવાર આત્મજ્ઞાની પુરુષોના સત્સંગમાં રહેવું, એમના વચનોનો સંગ કરવો અને અજ્ઞાનીઓનો સંગ છોડવો, તો એ સત્સંગની અસર થઈ કહેવાય અને અનાદિકાળમાં જે કામ નથી થયું એ કામ આપણું થાય. પરને પોતાના માનવારૂપ અભિમાન મૂકાયું નથી. આપણને જ્ઞાની-સંતો ઘણા મળ્યા, પણ જે નિગ્રંથ ગુરુ મળવા જોઈએ અને તેમને ગુરુ તરીકે સ્વીકારવા જોઈએ તે સ્વીકાર્યા નહીં. અવિરતિ કે દેશવિરતિ જ્ઞાનીઓ મળ્યા તો એ આપણા પરમ ઉપકારી - શિક્ષાગુરુ છે. એમને પણ ગુરુની જેમ આરાધવા જોઈએ. જો કે તેઓ નિગ્રંથ ગુરુ નથી, છતાં એ પણ કોઈ કમ નથી. એટલે વર્તમાનમાં આપણા પુણ્યના ઉદય અનુસાર જે પણ યોગ થયો હોય તે યોગનો લાભ ઉઠાવી લેવો. તેમનું જેટલું બહુમાન થાય તેટલો એમનો બોધ અંતરમાં પરિણમન પામે. જો ગુરુ પ્રત્યક્ષ હોય તો તે ભગવાન કરતા પણ વિશેષ ઉપકારી છે. કેમ કે, વર્તમાનમાં જે કોઈ દોષો, ભૂલો હોય તે ટાળવા માટે તેઓ આપણી ઉપર ઉપકાર કરે છે. પરોક્ષ ગુરુ ગમે તેટલા મહાન હોય, તો પણ તેઓ પ્રત્યક્ષમાં ન ગણાય. પરમકૃપાળુદેવે કહ્યું છે, આ પૂર્વે થઈ ગયેલા અનંતજ્ઞાનીઓ જો કે મહાજ્ઞાની થઈ ગયા છે, પણ તેથી કંઈ જીવનો દોષ જાય નહીં; એટલે કે અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં; પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવી કઢાવી શકે. જેમ દૂરના ક્ષીરસમુદ્રથી અત્રેના તૃષાતુરની તૃષા છીપે નહીં, પણ એક મીઠા પાણીનો કળશો અત્રે હોય તો તેથી તૃષા છીપે. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૪૬૬ આ પૂર્વે ભલે મહાજ્ઞાની થઈ ગયા હોય કે કેવળજ્ઞાની થઈ ગયા હોય, પણ એ અત્યારે મળ્યા નથી. મળે તો ઉત્કૃષ્ટ છે, પણ એ ના હોય તો વર્તમાનમાં જે કોઈ દેશવિરતિ કે અવિરત જ્ઞાનીઓ મળે તો એ આપણને સાચો માર્ગ તો બતાવશે જ, ખોટો માર્ગ નહીં બતાવે. ચાલવું કે Page #116 -------------------------------------------------------------------------- ________________ ૯૩ ભક્તિના વીસ દોહરા ના ચાલવું એ તો જીવના હાથની વાત છે. માર્ગની પ્રરૂપણા સાચી મળવી, તત્ત્વનો યથાર્થ બોધ પ્રાપ્ત થવો એ આ કાળમાં ઘણું દુર્લભ છે. સત્સંગમાં સાચું તત્ત્વ મળવું એ આ કાળમાં ઘણું દુર્લભ છે. એટલી બધી તત્ત્વમાં ભેળસેળ થઈ ગઈ છે કે ઘણા જીવો પચાસ ટકા સાચું તત્ત્વ કહે, કોઈ સાંઈઠ ટકા કહે, કોઈ સિત્તેર ટકા કહે. એટલે સિત્તેર ટકાની સાથે બાકીનું જે ત્રીસ ટકા ભેળસેળવાળું આવ્યું એ આપણા માટે નુક્સાનકારક થઈ જાય છે. તત્ત્વની ખરેખરી સાચી વાત તો જ્ઞાનીઓ પાસેથી જ મળે. પંડિતો પાસે ના મળે અને બીજા કોઈ અજ્ઞાની શાસ્ત્રજ્ઞાની કે બીજા હોય તેની પાસેથી પણ મળી શકે નહીં. પરમકૃપાળુદેવે કહ્યું છે, તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું? નિર્દોષ નરનું કથન માનો, તેહ જેણે અનુભવ્યું; - શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૬૭ જ્ઞાની સંત મળ્યા પણ તેમની ગુરુ તરીકે આરાધના કરી નહીં. આ પૃથ્વી ઉપર અનંતા જ્ઞાનીઓ છે, થઈ ગયા છે અને થશે. એ બધાય આપણા માટે પૂજ્ય છે, વંદનીય છે, આરાધવા યોગ્ય છે. પરંતુ જે જ્ઞાનીસંતે બોધ આપીને જ્ઞાન પમાડ્યું તે આપણા ગુરુ છે. જેમના દ્વારા આપણને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય એ આપણા ગુરુ. આ પ્રકારની સમજણ રાખી, જે જીવો ગુરુનો આવો બોધ ગ્રહણ કરી, ગુરુ પ્રત્યે જેટલું બહુમાન લાવે તેટલો બોધ પરિણમન થઈ તેમનું કાર્ય થાય છે. આવા જ્ઞાની આપણને મળે, એમનો બોધ સાંભળીએ અને પછી જો એને અનુરૂપ પુરુષાર્થ કરીએ તો કામ થાય, જ્ઞાની અનંતવાર મળ્યા, પણ આપણું કામ ના થયું; કેમકે આપણે એને અનુરૂપ વર્યાં નહીં, પુરુષાર્થ કર્યો નહીં, શ્રદ્ધા દઢ કરી નહીં. એટલે બીજા ભવમાં એ બધું જતું રહ્યું. સત્સંગ સાંભળ્યો અને થોડી આરાધના કરી એટલે એકાદ ભવ સુધર્યો, પણ ચોર્યાશીનું પરિભ્રમણ છૂટ્યું નહીં. જે જ્ઞાનીસંતે બોધ આપી જ્ઞાન પમાડ્યું તે ગુરુ છે. સર્વાર્પણપણે આજ્ઞાઆરાધન પૂર્વક તેમની સેવા કરવી જોઈએ. એ રીતે ગુરુસેવા મેં કરી નથી. એમની સેવા સર્વાર્પણપણે એટલે ‘તનસે, મનસે, ધનસે, સબસે, ગુરુદેવ કી આન સ્વઆત્મ બસે; તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાવહિ પ્રેમ ઘનો. સર્વ પ્રકારની અર્પણતા સહિત, આજ્ઞાપૂર્વક, આરાધનાપૂર્વક એમની સેવા થવી જોઈએ. દિવસ હોય અને એ કહે કે રાત છે તો રાત. રાત હોય અને એ કહે કે દિવસ છે તો દિવસ. તમે જેમ પરીક્ષા કરો છો એમ ગુરુ પણ પરીક્ષા કરતા હોય Page #117 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા છે કે આનામાં કેટલું આજ્ઞાંકિતપણું છે? કેટલો સાચો વિનય છે? કેટલી અર્પણતા છે? કેટલી યોગ્યતા છે? એ રીતે ગુરુસેવા મેં કરી નથી. પરમાં “હું પણું એ એક અભિમાન છે અને બીજું અભિમાન બહારમાં હું કાંઈક છું એ છે. આઠ પ્રકારના મદ છે એ બધાય મદને છોડી, નમ્ર થઈ, વિનયી થઈ, આજ્ઞાંકિત થઈને જે આજ્ઞાનું આરાધન કરે છે એ જીવ અવશ્ય મનુષ્યભવ સફળ કરી અને પરંપરાએ મોક્ષને પ્રાપ્ત થાય છે. અનાદિકાળથી આ જ માર્ગ દરેક જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે અને ભવિષ્યમાં પણ સેવશે. પરમકૃપાળુદેવે કહ્યું છે, એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૩૬ ત્રણ કાળ, ત્રણ લોકમાં પરમાર્થનો માર્ગ તો સમ્યગદર્શન - જ્ઞાન -ચારિત્રરૂપી મોક્ષમાર્ગ એક જ છે અને આ પ્રકારની પ્રેરણા જે વ્યવહારમાર્ગ દ્વારા મળે એ વ્યવહાર પણ જ્ઞાનીઓને સમ્મત છે, સ્વીકાર છે. તો વ્યવહાર અને પરમાર્થ આ બન્ને સાથે રહેવા જોઈએ. વ્યવહારમાર્ગમાં જે કાંઈ નિમિત્તો મળે તેનું અવલંબન અને સત્પરુષે જે પરમાર્થમાર્ગ બતાવ્યો હોય તેને અનુરૂપ સાધના, સેવા, સમર્પણ ભાવપૂર્વક કરવા જોઈએ એવી રીતે ગુરુસેવા મેં કરી નથી. Page #118 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા. cu ગાથા - ૧૬ સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક; પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક. આત્મજ્ઞાની સંતપુરુષનો આશ્રય કર્યા વગર તથા તેમની આજ્ઞા વગર, જીવે પોતાની કલ્પના અનુસાર અથવા કુગુરુના અવલંબન દ્વારા અનેક પ્રકારના જપ, તપ, ત્યાગ, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન, સામાયિક, પ્રતિક્રમણ આદિ અનેક સાધનો કર્યા છે, વર્તમાનમાં પણ કરે છે, ભૂતકાળમાં પણ કરેલા છે. એ બધી ક્રિયાઓ અજ્ઞાનતાપૂર્વક થઈ એટલે જીવને તે સંસારપરિભ્રમણનું જ કારણ થઈ. સંસારનો પાર એ ક્રિયાઓ દ્વારા પણ આવ્યો નહીં. જે સાધનો સગુરુની આજ્ઞાથી થાય તો મોક્ષનું નિમિત્ત થાય, મોક્ષના કારણભૂત થાય. તે જ સાધનો જ્ઞાનીઓની આજ્ઞા વગર કર્યા, ગુરુઓની આજ્ઞા વગર કર્યા, તો તે જીવને સંસારનું કારણ થાય. કેમ કે, જે સાચો વિવેક આવવો જોઈએ, સ્વ અને પરનો ભેદ પડવો જોઈએ તેનો અંશ પણ આવ્યો નહીં. સાચો વિવેક, ભેદજ્ઞાન, સ્વપરનું જ્ઞાન જો સમજણમાં આવે તો એને ખ્યાલ આવે કે સાચું આત્મહિત શેમાં છે અને તે કેવી રીતે થાય ? જીવ પોતાની કલ્પના અનુસાર તો ઘણી સાધના ઘણા પ્રકારે કરે જ છે, પણ સાચું આત્મહિત શેમાં છે? તે કેવી રીતે થાય? એની સમજણ પડ્યા વગર જે સાધનો કરે છે એમાં સાચી શ્રદ્ધા નહીં હોવાના કારણે જે સાધનો મોક્ષનું કારણ થાય તે જ સાધનો અજ્ઞાનીને બંધનું કારણ થાય છે. હેય શું? શેય શું? ઉપાદેય શું? સત્ય શું? અસત્ય શું? હિત શું? અહિત શું? કર્તવ્ય શું? અકર્તવ્ય શું? એનો જો સાચો વિવેક ન આવે તો તે સાધનો પણ બંધનનું કારણ થાય છે. માટે કોઈ પણ ભવમાં સંતપુરુષનો એટલે જ્ઞાનીનો આશ્રય જરૂરી છે, જેને દેશનાલબ્ધિ કહેવામાં આવે છે. એ દેશનાલબ્ધિ મળ્યા પછી જીવ પ્રાયોગ્ય લબ્ધિ અને કરણલબ્ધિનો પુરુષાર્થ કરી વિવેક એટલે કે ભેદજ્ઞાન દ્વારા આત્મજ્ઞાન એટલે કે સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરી લે છે. માટે સ્વછંદથી કરેલી સાધના, પોતાની કલ્પના અનુસાર કરેલી સાધના, ભલે પુણ્ય બાંધે છે, પણ તે જીવને મોક્ષના હેતુભૂત થતી નથી. અનંતકાળમાં આપણે અનંતવાર અનેક પ્રકારની સાધના મુનિ અવસ્થામાં પણ કરી, પણ એ અવસ્થામાં પણ આત્મજ્ઞાનીઓના આશ્રય વગર કરી, એમની આજ્ઞા વગર કરી એટલે જીવ છેક નવ-નવ ગ્રેવયક સુધી અનંતવાર જઈને પાછો આવ્યો. અજ્ઞાનીનો આશ્રય પણ કામ આવતો નથી અને પોતાની કલ્પના અનુસાર સાધના કરે Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ભક્તિના વીસ દોહરા એ પણ કામ આવતું નથી. અનેક પ્રકારના સાધનો છે, પણ સાધ્ય તો શુદ્ધ આત્મા છે. જેમ લક્ષ વગરના બાણ નિષ્ફળ જાય તેમ શુદ્ધ આત્માના લક્ષ વગરની સાધના મોક્ષમાર્ગમાં નિષ્ફળ જાય છે. પરમકૃપાળુદેવે કહ્યું છે કે માત્ર એક સત્પરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી વત્યે જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. સપુરુષની આજ્ઞા પ્રમાણે સાધના કરે તો કાર્ય થાય જ, એવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. પારસમણિ લોઢાને અડે તો સોનું થાય જ. જયારે આશ્રય કરીને સાધના કરી ત્યારે કુગુરુ હતા, આશ્રય વગર સાધના કરી ત્યારે કલ્પનાઓ હતી અને સાચા સંતની નિશ્રા મળી ત્યારે તેમની આજ્ઞા અનુસાર આપણે સાધના ના કરી. આથી આપણું પરિભ્રમણ આજ દિન સુધી ચાલુ રહ્યું છે. તો એ ભૂલને કાઢીને આપણે સાચી સાધના કરીશું તો અવશ્ય આપણું કામ થયા વગર રહેશે નહીં. શ્રદ્ધામાં જીવ ડગી જાય છે. થશે કે નહીં થાય? આમ કરું કે આમ કરું? આ વધારે સારી છે કે પેલા વધારે સારા છે? એટલે આમાં મુંઝાઈ જાય છે અને જીવ કોઈની પણ આજ્ઞામાં રહીને વ્યવસ્થિત રીતે જે સાધના કરવી જોઈએ એ કરી શકતો નથી. દઢ નિર્ણય જોઈએ અને દઢ નિર્ણય અનુસાર પુરુષાર્થ જોઈએ. * * * Page #120 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા ( ગાથા - ૧૭ સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત્ સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય? આ જીવે અનેક પ્રકારના સાધનો એટલે કે સાધનાઓ કરી. કોઈએ કહ્યું કે આ પુસ્તક વાંચો તો એ વાંચ્યું, કોઈએ કહ્યું કે સામાયિક કરો તો સામાયિક કરી, કોઈએ કહ્યું કે આટલી ભક્તિ કરવી જોઈએ તો એ ભક્તિ પણ કરી, કોઈએ કહ્યું કે આટલી માળા ફેરવો તો એટલી માળાઓ પણ ફેરવી. આ જીવે જેટલાં જેટલાં સાધનો મળી આવ્યા એ બધાય કર્યો, પરંતુ એ બધાય સાધનો આત્માને સંસારથી મુક્ત કરાવવાના બદલે બંધન થવાના કારણ નીવડ્યા. સહુ સાધન બંધન થયાં. કેમ કે, સાધન સાચું નથી, એટલે શુભાશુભ ભાવ કરાવનારું છે. શુભાશુભ ભાવોથી સંસારની વૃદ્ધિ થાય છે અને શુદ્ધ ભાવથી, શુદ્ધોપયોગથી સંસારનો નાશ થાય છે. જીવે પોતાની સમજણ પ્રમાણે બધી સાધનાઓ કરી, પણ આત્માને મુક્ત કરવાનું સાચું સાધન શું છે તેના જાણવામાં આવ્યું નહીં, સમજવામાં આવ્યું નહીં, શ્રદ્ધવામાં આવ્યું નહીં અને આચરવામાં આવ્યું નહીં. પરમકૃપાળુદેવે કહ્યું છે, વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પય. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૬૪ શાસ્ત્રમાં જે માર્ગ કહ્યો છે તે પોતાની કલ્પના અનુસાર સાધ્યો, પણ મર્મતો સપુરુષના હૃદયમાં રહ્યો હોય છે. એ મર્મ સમજ્યા વગર ધર્મ કર્યો અને કર્મ બાંધ્યા. આમ, કર્મથી નિવૃત્ત થયો નહીં. જીવ જયારે ઉત્કૃષ્ટ ભાવથી પુરુષની ભક્તિમાં લાગે તો તેમના બોધનું સમ્યફ પ્રકારે પરિણમન થાય અને જીવમાં સાચો પુરુષાર્થ જાગે. પુરુષનો બોધ બધાયને મળે છે, પણ અમુકને જ કેમ અસર થાય છે? પુરુષ બધાને એકસરખો બોધ આપતા હોય, પણ એ બોધના આશ્રયે અમુક જીવ કામ કરી જાય છે અને અમુક જીવનું કામ નથી થતું. જેને સત્પરુષ પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા છે અને તેમની ભક્તિમાં લાગેલો છે તે જીવને એ બોધનું પરિણમન થાય છે. જેને સપુરુષ પ્રત્યે ઉત્કૃષ્ટ ભક્તિ નથી તેને એ વચનો કામ નથી આવતા. સત્પરુષે જે ધર્મ આચર્યો તેનું નામ ધર્મ. વત્યુ સહાવો ધમ્મો વસ્તુનો સ્વભાવ એ વસ્તુનો ધર્મ છે અને વસ્તુના આશ્રયે વસ્તુનો ધર્મ રહેલો છે. ઉપયોગને બધેથી હટાવીને અંતર્મુખ કરતો કરતો ક્યાંય અટક્યા Page #121 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા વગર છેક આત્માના અસ્તિત્વ સુધી પહોંચાડે ત્યારે તે ધર્મ પ્રાપ્ત કરવાનો અધિકારી બને છે. વિચારબળ, જિજ્ઞાસાબળ, ધૈર્યબળ, જ્ઞાનબળ, વૈરાગ્યબળ, ઉપશમનું બળ અને તત્ત્વાર્થના યથાર્થ નિર્ણયનું બળ – આ બધા બળ ભેગાં થાય છે ત્યારે તે કાર્ય કરી શકે છે. આમાં કોઈ પણ બળ ખૂટતું હોય તો તે તેના વીક પોઈન્ટના કારણે ત્યાં અટકી જાય છે. ૯૮ - આગળ વધેલા મુમુક્ષુને પણ ત્રણ કારણો નડે છે એમ પરમકૃપાળુદેવે કહ્યું છે, આ લોકની અલ્પ પણ સુખેચ્છા, પરમ દૈન્યતાની ઓછાઈ અને પદાર્થનો અનિર્ણય. · શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૫૪ એ પહેલાં જે કહ્યું કે સર્વ પ્રકારની મોહાસક્તિથી મુંઝાઈ એક ‘મોક્ષ’ ને વિષે જ યત્ન કરવો તેને અમે મુમુક્ષુ કહીએ છીએ. એમાં આપણો નંબર છે કે નહીં? એ જોઈ લો. મને હજુ કેમ સમ્યગ્દર્શન નથી થયું ? પણ પ્રભુ ! તું પહેલા પાત્રતા તો લાવ. જ્ઞાનીપુરુષ મળ્યા એટલે કામ નથી થઈ જતું, મળ્યા એટલે ફળ્યા એવું નથી બનતું. પણ જે કાર્ય સિદ્ધ કરવું છે તે કાર્ય માટેની પાત્રતા તો જોઈએ કે ના જોઈએ ? ‘પાત્ર વિના વસ્તુ ના રહે’તમારો દીકરો દસ વર્ષનો છે, એકનો એક છે, તમારી બધી મિલકત એને જ આપવાની છે, હકદાર તો એ જ છે, પણ દસ વર્ષના દીકરાને તમે બધી મિલકતની ચાવી સોંપી દેતા નથી. કારણ કે અત્યારે તે પાત્ર નથી અને આપી દો તો શું કરે ? નુક્સાન કરે, ઉડાવી નાંખે, સંપત્તિ ખોઈ નાંખે. માટે પહેલાં પાત્ર થવું પડે છે. આ લોકની અલ્પ પણ સુખેચ્છાઓ આગળ વધેલા મુમુક્ષુઓને પણ નડે છે. જીવ શાતાશીલિયો છે, ચારે બાજુ હજુ બાહ્ય સુખને જ શોધે છે. વારંવાર વાંચ્યું, સાંભળ્યું અને નિર્ણય કર્યો કે આત્મા સિવાય ક્યાંય સુખ નથી, છતાંય જીવ બાહ્ય સુખમાં જાણ્યે-અજાણ્યે, પ્રત્યક્ષ-પરોક્ષ ફાંફાં તો મારે છે. જ્યાં સુધી બાહ્ય સુખની ઇચ્છાઓ છે ત્યાં સુધી ઉપયોગને અંતર્મુખ કરીને સ્થિર કરવાની જીવની પાત્રતા નથી. આ ઇચ્છાને કાઢો, દૃઢ નિર્ણય કરો, પછી ભલે પુણ્યના ઉદયના કારણે સુખ મળે તો પણ તમે સુખમાં તદાકાર નહીં થાઓ. પુણ્યની ઇચ્છા નહીં કરો. આ એક અટકવાનું કારણ છે, આગળ વધેલા સાધકને પણ તે અટકાવી દે છે. પરમ વિનયની ઓછાઈ એટલે સત્પુરુષ પ્રત્યે દાસત્વભાવ આવવો જોઈએ, અનન્ય ભક્તિ થવી જોઈએ, પ્રેમાર્પણતા જોઈએ, વિવેક જોઈએ, વિનય જોઈએ, આજ્ઞાંકિતપણું જોઈએ, પરિપૂર્ણ શ્રદ્ધા જોઈએ. તે જેટલાં અંશે ખૂટે છે એટલા અંશે પાત્રતાની ન્યૂનતા છે. પદાર્થનો અનિર્ણય – જીવને જ્ઞાનીપુરુષ પાસેથી પદાર્થનો બોધ મળ્યો, પણ હજી તેને અંદરમાં નિર્ણય થયો નથી. પોતાના મૌલિક પુરુષાર્થ અને જ્ઞાન દ્વારા તેને દઢ કર્યો નથી. Page #122 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા એટલે મળી ગયા પછી પણ આ વસ્તુ નડે છે. જે ભક્તિથી સત્વરુષના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દષ્ટિગોચર થઈ, અન્ય સ્વચ્છેદ મટે અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે તે ભક્તિને અને તે સત્પરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર. સપુરુષના આત્માની ચેષ્ટા એટલે તેઓ ઉદયવશાત્ ગમે તે કાર્ય કરતાં હોય પણ એમનો ઉપયોગ કઈ બાજુ વળેલો રહે છે, ઢળેલો રહે છે તે. ઉદય વખતે પણ તેમના આત્માની ચેષ્ટા ઉપર આપણી દષ્ટિ જવી જોઈએ. તેઓ બીમાર હોય તો તે વખતે પણ એમનો ઉપયોગ દુઃખના વેદનમાં છે કે આત્મા બાજુ વળેલો છે? શાતાનો ઉદય હોય તો એમનો ઉપયોગ શાતા બાજુ વળેલો છે કે આત્મા બાજુ વળેલો છે? ખાતા હોય તો ખાતી વખતે પણ એમનો ઉપયોગ ખાવામાં વળેલો છે કે આત્મામાં વળેલો છે? એમ દરેક ક્રિયામાં એમનો ઉપયોગ ક્રિયામાં વળેલો છે કે આત્મા બાજુ વળેલો છે, એનું નિરીક્ષણ હોવું જોઈએ. તો જ એના દ્વારા આપણી એ પ્રકારની સાધના અંશે અંશે ચાલુ થાય. આ અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થાય તો પોતાનો સ્વછંદ મટે અને સહેજે આત્મબોધ થાય. તો જ્ઞાનીના આત્માના ઉપયોગ ઉપર ઉપયોગ રાખો. ભગવાનના ઉપયોગ ઉપર ઉપયોગ મૂકો. એમનો ઉપયોગ અત્યારે ક્યાં છે એ જોવું. જ્યારે એ જોશો ત્યારે ખ્યાલ આવશે કે તેમનો ઉપયોગ પોતાના આત્મામાં સ્થિર થયેલો છે. એ વિહારની ક્રિયા કરતાં હશે તો પણ એમનો ઉપયોગ આત્મામાં લાગેલો છે. એમની દિવ્યધ્વનિ ખરતી હશે તો એ વખતે પણ એમનો ઉપયોગ એમના આત્મામાં લાગેલો છે. આ અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થાય તો આપણા સ્વચ્છેદ અને અન્ય દોષો ધીમે ધીમે નાબૂદ થતા જાય. કેમ કે, તે-તે ગુણોને પ્રગટ કરવાનો આપણો પુરુષાર્થ જાગૃત થાય. જગતના કાર્યો કરવા છતાંય જ્ઞાનનો ઉપયોગ આત્મા બાજુ ઢળેલો રહે છે. એટલે એમને આગ્નવના કારણોમાં પણ સંવર થાય છે. પરમકૃપાળુદેવે કહ્યું છે, હોત આસવા પરિસવા, નહિ ઈનમેં સંદેહ; માત્ર દૃષ્ટિ કી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહિ. – શ્રીમદ્ રાજચંદ્ર - આત્યંતર પરિણામ અવલોકન હાથનોંધ - ૧/૧૪ જ્ઞાનીઓ બીજા કાર્ય કરવા છતાંય કોઈપણ કાર્યમાં તાદાત્મ થતાં નથી. બોધના કાર્યમાં પણ બોધમાં તાદાભ્ય થતા નથી. ભક્તિ વખતે પણ બાહ્ય ભક્તિમાં તાદાભ્ય થતા નથી. કોઈપણ શુભાશુભ કર્મ ઉદયમાં આવ્યા અને એ ભાવ ચાલતા હોય તો એ ભાવમાં તાદાભ્યતા નથી. જ્ઞાની શુભ ભાવમાં પણ હોય અને જ્ઞાની અશુભ ભાવમાં પણ હોય. નીચેની ભૂમિકામાં Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ભક્તિના વીસ દોહરા એટલે છઠ્ઠા ગુણસ્થાનક સુધી એ પ્રમાણે રહેવાનું. પાંચમા ગુણસ્થાનમાં રૌદ્રધ્યાન હોઈ શકે છે, છઠ્ઠા ગુણસ્થાનમાં પણ આર્તધ્યાન હોઈ શકે છે. એ અશુભભાવમાં પણ જ્ઞાની તાદાભ્ય થતા નથી. બહારમાં આગ્નવોના કારણો હોવા છતાં અંદરમાં સંવર ચાલે છે. સંવર એટલે આત્મામાં ઉપયોગ રહેવો. તેથી તેમને ગુણસ્થાનક અનુસાર અમુક પ્રકૃતિઓનો બંધ અટકી જાય છે. જેટલી ચારિત્રની નબળાઈ છે તેટલો બંધ થાય છે અને જેટલો પુરુષાર્થ છે તેટલી અબંધ દશા છે. બન્ને ચાલે છે. બંધ પણ ચાલે છે. અબંધતા પણ ચાલે છે. “સત્ સાધન સમજ્યો નહીં.' આત્માનો શુદ્ધ ઉપયોગ એ સસાધન છે. એના વગર સંવર, નિર્જરા અને મોક્ષમાર્ગ ચાલે નહીં. અનાદિકાળથી જીવ શુભાશુભ ભાવોમાં જ રમ્યો છે. આવા શુદ્ધોપયોગનો પુરુષાર્થ એના દ્વારા થયો નથી. પરમકૃપાળુદેવે કહ્યું છે, વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા – ૯૦ સાચું સસાધન સમજયો નહીં એટલે અંશ પણ સસાધન તેને પ્રાપ્ત થયું નહીં, તો બંધનો અભાવ કેવી રીતે થાય? બંધનનો નાશ કેવી રીતે થાય? જ્ઞાનીઓને સંસારની ભીડમાં જોવા એ પણ એક પ્રકારનો લહાવો છે. ત્યાગી અવસ્થામાં હોય તો એમાં તો બધા ઓળખી શકે, સમજી શકે અને તેમનો આશ્રય કરી શકે. પરમકૃપાળુદેવ સંસારની ભીડમાં હતા. વિપરીત ઉદય, વેપારધંધા, ઘર-કુટુંબ બધુંય અને છતાં અંદરમાં જળકમળવત્ નિર્લેપ હતા. આવી એમની આશ્ચર્યકારક દશા જોઈ તે વખતે એમના પ્રત્યે જેમને જેમને ભક્તિભાવ થયો એ કામ કરી ગયા. આવી નિર્લેપદશા! જળમાં જેમ કમળ રહે અને છતાં નિર્લેપ એમ ઉદયભાવે સંસારમાં રહ્યા પણ અંદરમાં નિર્લેપ. અજ્ઞાનીને એમ લાગે કે આપણે જે બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ એવી જ તેઓ (જ્ઞાની) પણ કરે છે. પણ બંનેમાં મોટો ફેર છે. જ્ઞાનીને અંતરમાં જ્ઞાન હાજર છે, જાગૃત છે એટલે કોઈપણ કાર્યમાં તાદાભ્યતા થતી નથી. જ્ઞાની જ્ઞાતા-દષ્ટાભાવે રહે છે, સાક્ષીભાવે રહે છે. એવો સાક્ષીભાવ અજ્ઞાનીને આવી શકતો નથી. એની નકલ પણ થઈ શકે નહીં. કોપી ના થઈ શકે કે ચલો તેઓ આમ બેસે છે તો હું પણ એમ બેસી જઉં, તો મારું કામ થઈ જાય. પણ એમ તારો ઉપયોગ નહીં લાગે. કેમ કે એને અનુરૂપ જે પાત્રતા જોઈએ એ પાત્રતા તે કેળવી નથી અને સાચું સસાધન તું હજી સમજ્યો નથી. માત્ર પલાઠી વાળીને બેસી જવાથી ને આંખ બંધ કરવાથી કાંઈ ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થઈ જતો નથી. Page #124 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા ૧૦૧ જેમ તમારું બાળક પલાઠી વાળીને તમારી સાથે ધ્યાનમાં બેસી જાય, પણ મનમાં વિચારે છે કે પપ્પા હમણાં ધ્યાનમાંથી ઊભા થશે એટલે મને ચોકલેટ આપશે. બાળક તોફાન ના કરે, મમ્મીને હેરાન ના કરે અને પોતાને સાધના કરવા દે એટલા માટે પપ્પા એને કહે કે તું મારી સાથે ધ્યાનમાં બેસીશ તો તને ચોકલેટ આપીશ. એટલે એ ચોકલેટ લેવાની લાલચે ધ્યાનમાં બેઠો છે, પણ એનું ધ્યાન કાંઈ આત્મામાં નથી. એનું ધ્યાન ચોકલેટમાં જ છે. એમ આપણું ધ્યાન સંસારના પદાર્થો અને સુખમાં જ છે પણ આત્મામાં નથી. કેમ કે એટલી પાત્રતા આપણે કેળવી નથી. અધિકારી થયા વગર વસ્તુની પ્રાપ્તિ થાય નહીં. માટે અધિકારી બનો. એના માટે જ પુરુષાર્થ છે. સાધના એ જ છે કે તમે અધિકા૨ી બનો - પાત્ર બનો. ભાવ વિશુદ્ધ રાખો, ક્યાંય અહમ્ - મમત્વપણું થતું હોય તો કાઢી નાખો. અહમ્ - મમત્વપણું ગયા વગર તો આત્મધ્યાન થાય નહીં અને ઉપયોગ શુદ્ધ થાય નહીં. પરમકૃપાળુદેવે કહ્યું છે, જે જે કારણ બંધનાં, તેહ બંધનો પંથ; તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર- ગાથા – ૯૯ બંધના કારણોમાં વર્તીએ અને મોક્ષ થાય એવું તો બનવાનું નથી. બંધના કારણ પાંચ છે - મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. આ કારણો હટ્યા વગર આપણે આત્માનું ધ્યાન કરી શકવાના નથી. ભેદજ્ઞાન થઈ શકવાનું નથી. તેમાં સૌથી પહેલાં મિથ્યાત્વને કાઢવાનું છે અને જો મિથ્યાત્વને કાઢવું હોય તો પરમાં એકત્વબુદ્ધિ, પરમાં અહમ્-મમત્વપણું છોડો. પહેલા બુદ્ધિપૂર્વક છોડો, પછી પ્રયોગ દ્વારા છોડો. જ્યારે પ્રયોગ કરો ત્યારે ઉપયોગ ક્યાંય જવો ના જોઈએ. હું માત્ર શુદ્ધ ચૈતન્ય, ત્રિકાળી, એકાકી, ચૈતન્ય સત્તાસ્વરૂપ છું. બાકી જે કાંઈ છે તે બધુંય સંયોગમાં છે. દેહ પણ આપણો નથી તો કુટુંબીજનો તો આપણા હોય જ ક્યાંથી ? આ જડ પદાર્થના સંયોગો તો આપણા હોય જ ક્યાંથી? એમ પરદ્રવ્ય કે પરભાવમાં ક્યાંય પણ અહમ્બુદ્ધિ – મમત્વબુદ્ધિ ના થાય, વારંવાર એની ભાવના - ચિંતવન દ્વારા દઢતા આવી જાય પછી વાંધો નથી. એક સાઈડ તમારી ક્લીયર થઈ ગઈ. હવે બીજી સાઈડ જે રહી તે એ કે જે કષાયો છે એને મોળા પાડો. અંદરમાં ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ એ જ્યાં સુધી અનંતાનુબંધી પ્રકારના છે ત્યાં સુધી એ પણ તમને આત્મજ્ઞાન થવામાં બાધક થશે. એટલે એ કષાય ઉપર ચોટ મારો. આ જ તો સાધના છે. આપણે એમ માનીએ કે હું પચ્ચીસ પુસ્તક વાંચી ગયો એટલે હવે મને આત્મજ્ઞાન થઈ જશે, તો Page #125 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા જ્ઞાનીઓ કહે છે :- નવ-નવ પૂર્વ સુધી ભણેલા ફેઈલ ગયા અને તારે પાંચ ચોપડી વાંચીને આત્મજ્ઞાન લઈ લેવું છે ! વગર શાસ્ત્ર વાંચ્ચે પણ આત્મજ્ઞાન થાય. પણ શાસ્ત્રજ્ઞાન માત્ર આત્મજ્ઞાનનું કારણ નથી. એટલે જે યોગ્યતા-પાત્રતા આત્મજ્ઞાન થવા માટે જોઈએ તે જોઈશે જ. એટલે વૈરાગ્યનું બળ વધારો. પરમકૃપાળુદેવે કહ્યું છે, વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભોમિયો છે. ૧૦૨ – શ્રી મોક્ષમાળા – શિક્ષાપાઠ - ૫૨ - વૈરાગ્ય વગર બધાય સાધન આત્મજ્ઞાન પ્રાપ્ત થવામાં નિષ્ફળ જવાના. ગમે તેટલા કષાય મંદ પાડ્યા હશે, તત્ત્વોનો અભ્યાસ હશે, પરમાત્માની ભક્તિ હશે, જપ-તપ કરતા હશો, ત્યાગ કરતાં હશો – બધુંય છે પણ વૈરાગ્ય નહીં હોય તો કોઈ સાધન કામ નહીં આવે. પરમકૃપાળુદેવે કહ્યું છે, વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન; તેમ જ આતમજ્ઞાનની, પ્રાપ્તિતણાં નિદાન. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર – ગાથા - ૬ એ આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય તો વૈરાગ્ય જોઈએ જ. એ બળ પણ ખૂબ ખૂટે છે. ભાવના વધારો. વારંવાર એકત્વ ભાવના, અકિંચન ભાવના, અન્યત્વ ભાવના, અશરણ ભાવના આ બધી ભાવનાઓ દ્વારા વૈરાગ્યને પ્રદીપ્ત કરો. જેમ ભૂખ નથી લાગતી તો કોઈપણ રીતે તેને પ્રદીપ્ત કરો છો. થોડા સમય પહેલાં ખાવાનું બંધ કરો, થોડું ચાલો, થોડી કસરત કરો, પેટમાં જગ્યા થાય એવું કંઈક કરો છો. ભૂખ પ્રદીપ્ત થયા વગર ખાશો તો હજમ નહીં થાય. આપણું વૈરાગ્ય બળ ખૂબ ખૂટે છે. સંસારમાં હજી સુખાભાસ, સુખબુદ્ધિ ચાલે છે. એટલે સાંસારિક પદાર્થોમાં આકર્ષણ થાય છે. હજુ આટલું કરી લઉં ! આરંભ, પરિગ્રહ, બાહ્ય સુખ એ બધું વધા૨વાનો કેમ ભાવ થાય છે ? કેમ એની પાછળ દોડવાનો ભાવ થાય છે ? કેમ એમાં હજી સુખબુદ્ધિ થાય છે ? આના વગર મને નહીં ચાલે એવું કેમ થાય છે ? આપણો કિંમતી સમય સંસારની જુદી જુદી પ્રવૃત્તિઓમાં વેડફાઈ જાય છે, જેને આપણે ઘટાડી શકીએ છીએ, પણ પ્રમાદના કારણે, અનિશ્ચયપણાના કારણે, બળવાન વૈરાગ્યના અભાવે આપણે ટૂંકાવતા નથી અને વધારતાં જ જઈએ છીએ અને માનીએ છીએ કે એ પણ કરીએ છીએ અને આ પણ કરીએ છીએ એમાં શું વાંધો છે !! Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ ભક્તિના વીસ દોહરા પ્રયત્ન કરે તો છૂટી શકાય એવું હોય, છતાં ઉદય માને છે. પરમકૃપાળુદેવે કહ્યું છે કે હોય મોહ અને માને ઉદય તો કર્મ ભૂલથાપ ખાય નહીં. પ્રયત્ન કરવા છતાંય ના છૂટાય તો ઉદય, પણ પ્રયત્ન કરીએ નહીં અને ઉદય ઉદય કરીએ કે શું થાય સાહેબ! મારે ઉદય છે ! તો, એ તો તું મરીશ ત્યાં સુધી બધા ઉદય રહેવાના છે. એમાં ક્યાં નવાઈની વાત છે ! આવું-પાછું તો કરવું પડે. તમારે અહીં મુંબઈથી અમદાવાદ આવવું હતું ત્યારે ઉદય-ઉદય કર્યું હોત તો નીકળી શકાત નહીં. બધાયને હડસેલો મારીને નીકળી ગયા તો આવી શકાયું. તમારે ત્યાં કામ તો હતું, છતાંય તમે દઢ નિર્ણય કરી અને આદું-પાછું કરીને નીકળી ગયા તો અવાયું. બસ, એવી રીતે મોક્ષમાર્ગમાં પણ આવું-પાછું કરશો તો પુરુષાર્થ ચાલશે. ઉદય-ઉદય કરશો તો ઉદય તો કોઈનો મોળો પડતો નથી. સંસારમાં બધાયના ઉદય ચાલુ જ છે. ઉદયમાં પણ કામ થઈ શકે છે. કર્મોનો ઉદય કર્મમાં છે, આત્મામાં નથી. “સહુ સાધન બંધન થયા.”બધી સાધનાઓ બંધનું કારણ થઈ, મુક્તિનું કારણ ના થઈ. બધાય ઉપાય કર્યા, કોઈ ઉપાય કામ ન આવ્યો. કેમ કે સાચું સાધન તો શુદ્ધોપયોગ અને સ્વરૂપના આશ્રયે ઉપયોગ રહે તે છે, એ ના કર્યું તો પછી બધાય પ્રકારના બંધનો જાય કેવી રીતે? Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ભક્તિના વીસ દોહરા ગાથા - ૧૮ પ્રભુપ્રભુલય લાગી નહીં, પડ્યો નસદ્ગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરીકે કોણ ઉપાય? છૂટવાની લય લાગવી જોઈએ. બાળકને કોઈ વસ્તુ જોઈતી હોય અને તમે ના આપતા હોય તો એ હઠ કરે છે. ક્યાં સુધી હઠ ચાલવાની? જયાં સુધી વસ્તુ મળે નહીં ત્યાં સુધી. હવે એ ચોકલેટ માંગતો હોય અને તમે કહો કે લે બેટા, આ મારો હાર તને આપી દઉં બસ, પણ એ હારથી નહીં માને. નવા કપડાં આપું, એ પણ નહીં જોઈએ. અરે પણ ચોકલેટ કરતાં આ બહુ કિંમતી છે. તમારી દષ્ટિમાં જે હોય તે, પણ એની દૃષ્ટિમાં તો ચોકલેટ એટલે ચોકલેટ. ચોકલેટ સિવાય દુનિયાની કોઈપણ ચીજ આપો તો તે એના કામની નથી, નકામી છે. આનું નામ ચોકલેટની લય કહેવાય. એવી રીતે આત્માને પ્રાપ્ત કરવાની રઢ લાગે તો પછી માર્ગ સરળ અને સહેલો છે. આ જ જોઈએ, બીજું કાંઈ નહીં. કોઈ નાના છોકરાને એની માતા મેળામાં ફરવા લઈ ગઈ. ત્યાં બધી વસ્તુ જોતાં જોતાં છોકરાની આંગળી છૂટી ગઈ અને એની મા આગળ નીકળી ગઈ. હવે એની માતાને જોઈ નહીં એટલે છોકરો રડવા માંડ્યો. એવો રડે, એવો રડે. બંધાય પૂછે કે તું કોણ છે? તો એ શું જવાબ આપશે? મારી માં. ક્યાં રહે છે? તો કહે મારી મા. ક્યાં જવું છે તારે? તો કહે મારી મા. હજાર પ્રશ્ન પૂછશો તો જવાબ એક જ. આનું નામ રઢ લાગી કહેવાય, લય લાગી કહેવાય. બસ, એ રીતે ખાતા આત્મા, પીતા આત્મા, બેસતા આત્મા, ચાલતા આત્મા, સૂતા આત્મા, ઉઠતા આત્મા - બધેય આત્માની રઢ લાગવી જોઈએ. એવી હજી લગની લાગી નથી. જીવ કહે છે કે સાહેબ! તમે કહો અને મળતો હોય તો આત્મા લઈ લઈએ. નહીં તો પછી આવતા ભવમાં, અહીં કયા ભવના તોટા છે !! હજી રઢ ક્યાં લાગી છે? રઢ લાગ્યા વગર કામ નહીં થાય. પરમકૃપાળુદેવે કહ્યું છે, જેને લાગી છે તેને જ લાગી છે અને તેણે જ જાણી છે; તે જ “પિયુ પિયુ” પોકારે છે, એ બ્રાહ્મી વેદના કહી કેમ જાય? કે જ્યાં વાણીનો પ્રવેશ નથી. વધારે શું કહેવું? લાગી છે તેને જ લાગી છે. તેના જ ચરણસંગથી લાગે છે; અને લાગે છે ત્યારે જ છૂટકો હોય છે. એ વિના બીજો સુગમ મોક્ષમાર્ગ છે જ નહીં. તથાપિ કોઈ પ્રયત્ન કરતું નથી ! મોહ બળવાન છે ! – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૪૧ Page #128 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા ૧૦૫ ગમે ત્યાં બેઠા હોય રઢ લાગવી જોઈએ. એક જ ધૂન, બીજું કાંઈ નહીં. બાળકને જેમ મારી મા, તેમ સાધકને માટે મારો આત્મા. ખાતા પણ આત્મા, પીતાં પણ આત્મા, હરતાફરતા પણ આત્મા. દરેક ક્રિયામાં આત્મા. એવી રઢ લાગવી જોઈએ કે આત્માનું શુદ્ધ સ્વરૂપ પામવા સિવાય બીજું કાંઈ ગમે નહીં. જ્યારે આપણને તો આત્મા સિવાય બધું ગમે છે. બધેય ગમે છે, પણ આત્મામાં ગમતું નથી. ભલે તને આત્મામાં ના ગમતું હોય, પણ તું ગમે ત્યાં જાય તો પણ તને આત્મા સિવાય ક્યાંય ગમવાનું તો નહીં. તું ગમે ત્યાં જાય એનો વાંધો નથી. ગમે તે ગમાડ, પણ સાચું ગમવું તો આત્મા સિવાય તને ક્યાંય થવાનું નથી. ઝૂરણા લાગવી જોઈએ. બસ, બીજું કાંઈ ન ગમે અને આત્મા પ્રાપ્ત કરવાનું જ ગમે એનું નામ વૈરાગ્ય. તેના કારણે બધાય કાર્યમાં તમારો વૈરાગ્ય નીતરતો રહેશે. બધાં કાર્ય કરશો પણ હવે અંદ૨માં રુચિ નથી. જેમ કોઈના ઘરે કોઈ સ્વજન ગુજરી ગયું હોય, તેમના નજીકના ઘરવાળા તેને ખવડાવે તો નહીં ખાય. પાણી પીવડાવો તો નહીં પીવે. ચ્હા પીવડાવો તો કહેશે કે નથી પીવી. તમે પરાણે આ પીવડાવો તો પીશે, પણ અંદ૨માં વૈરાગ્ય છે. જોકે, આ દુઃખગર્ભિત વૈરાગ્ય છે, મોહગર્ભિત વૈરાગ્ય છે. જ્યારે આત્મા સિવાય કંઈ ગમે નહીં એ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય. કષાયની મંદતા પણ સ્વયં થઈ જશે. આત્માની દષ્ટિ થઈ અને રઢ લાગી એટલે કષાય સ્વયં મંદ થઈ જશે, કરવા નહીં પડે. સહેજે સહેજે થઈ જશે. એક આત્માને પ્રાપ્ત કરવાની ઝૂરણા લાગવી જોઈએ. ‘જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું.' હવે મારે બીજું કાંઈ નથી જાણવું, એક જ જાણવું છે. હવે એને જુદું જુદું જાણવાની ઇચ્છા પણ ના થાય. કોઈ કહે કે ચાલો અમેરિકા ફરી આવીએ મારા ખર્ચે. તો તે કહેશે કે તમે જઈ આવો. મારે તો આત્મા જ અમેરિકા છે, આત્મા જ રશિયા છે, આત્મા જ આખું વિશ્વ છે. ચૌદ રાજલોક અને બધાય તીર્થો આત્માની અંદરમાં આવી ગયા. એક મરણિયો થાય તો સો ને ભારે પડે. કેસરિયા કરે એમ મરણિયો થાય ત્યારે મિથ્યાત્વ ખસે એવું છે. કેસરિયા કર્યા વગર આ મિથ્યાત્વ ખસે એવું નથી. હું રાતના નહીં ખાઉં, કંદમૂળ નહીં ખાઉં એ સામાન્ય છે. કારણ કે, જે મિથ્યાત્વરૂપી પાડો હજા૨ો પૂળા ખાઈ ગયો એ આટલા સાંઠા જેવા વ્રતથી થોડો માને ? એમાં પણ અઠવાડિયામાં બે દિવસની છૂટ ! એથી કાંઈ કામ થાય નહીં. આવી લય લાગવા માટે જેને આવી લય લાગી છે એનો સંગ કરવો પડે કે જેને આત્મા સિવાય કાંઈ ગમતું નથી. ચોવીસ કલાક બીજા કાર્યો કરવા છતાંય જેને અંદ૨માં આત્મસાધના છૂટતી નથી એમની ઉપાસના કરવી પડે.ગુરુકૃપા બળ ઓર હૈ, પંગુ ગિરિ ચઢી જાય. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ભક્તિના વીસ દોહરા પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રએ કહ્યું છે કે સદ્ગુરુની કૃપા એ જ સમ્યકત્વ છે. પણ કૃપા થાય ક્યારે ? એવી પાત્રતા આવે ત્યારે તમે કાંઈ કરોડના ઢગલા કરો એટલે કૃપા ના થઈ જાય. એ ગુરુકૃપા માટે સર્વ પ્રકારનો વિનય જરૂરી છે, નમ્રતા જરૂરી છે. પોતાના દોષો જણાશે નહીં ત્યાં સુધી તમે એ દોષોને કાઢી શકવાના નથી અને દોષો નહીં નીકળે ત્યાં સુધી આત્માનું કાર્ય પણ બની શકવાનું નથી. દીઠા નહીં નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય? શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત - પત્રાંક - ૧૦૫ “મહાવીરના બોધને પાત્ર કોણ?' માં કહ્યું છે કે જયારે સ્વદોષ દેખે ત્યારે ઉપયોગપૂર્વક છેદનાર. બીજાના દોષો દેખાય છે પણ પોતાના દોષો દેખાતા નથી. આપણી પાસે એવું બાયનોક્યુલર (દૂરબીન) છે કે બીજાનો રાઈના દાણા જેટલો દોષ હોય તો મેરુ પર્વત જેટલો અને પોતાનો મેરુ પર્વત જેટલો દોષ હોય તો રાઈના દાણા જેટલો દેખાય છે! ગુણવાન જીવોની પાસે રહો તો આપણને આપણા દોષો ખ્યાલમાં આવે કે આ દોષ તો આપણામાં છે. એવા ગુણો જેને પ્રગટ્યા હોય એના સંગમાં રહો તો ખ્યાલ આવે કે આ ગુણો હજી મારામાં નથી પ્રગટ્યા. જ્ઞાની પુરુષો જ્યારે દોષોનું વર્ણન કરે ત્યારે સમજવું કે એ દોષો આપણે કાઢવાના છે અને તેના પ્રતિપક્ષી ગુણો આપણે લાવવાના છે. ધારો કે જ્ઞાની ક્ષમાનું બહુ વર્ણન કરે ત્યારે સમજવું કે ક્રોધને ઘટાડવાનો છે. ક્ષમાનું વર્ણન કરે એટલે સમજી જવાનું કે હવે એનો પ્રતિપક્ષી જે દોષ છે તેને કાઢવાનો છે. જ્ઞાની પુરુષોનો અભિગમ વિધેયાત્મક હોય છે, નિષેધાત્મક હોતો નથી. દોષ જોયા પછી દોષ ખૂંચવા જોઈએ. જેમ પગમાં કાંટો વાગ્યો હોય અને પછી તૂટી ગયો હોય અને ખૂંચે તો તમે ગમે તેટલા અગત્યના કામો પણ મૂકીને પ્રથમ કાંટો કાઢશો. તેમ દોષ ખૂંચશે તો તમે કાઢશો. આજ દિન સુધી આપણે દોષને છાવર્યા છે, કાઢ્યા નથી. બીજાનો જ વાંક કાઢ્યો છે. “શું કરીએ સાહેબ? આ આવું કરે તો ગુસ્સો ના આવે? એમણે આમ કર્યું એટલે મને ગુસ્સો આવ્યો.” ભલે કોઈએ ગમે તેમ કર્યું, પણ બીજાના કોઈપણ પ્રકારના વર્તનથી તને ગુસ્સો આવ્યો એ અજ્ઞાનતાની નિશાની છે. બીજો ગમે તે કરે એમાં તને શું નુક્સાન થયું? તારા આત્માને શું નુક્સાન થયું? બસ, મારું કીધું થવું જોઈએ. મેં આમ કીધું ને આણે કેમ આમ ના કર્યું એટલે મને ગુસ્સો આવ્યો. આવો અભિગમ રાખીશ તો આખી જિંદગી સુધી તને ગુસ્સો જ આવવાનો છે. તારો ગુસ્સો ટાઢો પડવાનો નથી. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ - આ બધા કાંટાઓ છે - એ ખૂંચવા જોઈએ. પરંતુ પોતાનું નિરીક્ષણ કરે તો ખબર પડે કે મારામાં આ દોષો છે. પોતે એકાંતમાં બેસીને Page #130 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા ૧૦૭ નિરીક્ષણ કરતો નથી. નિરીક્ષણ કરીને લખી રાખવું કે મારી દૃષ્ટિમાં મારા આટલા દોષો આવ્યા, હવે મારે આને કાઢવાના છે. પછી ધીમે ધીમે બધાને કાઢો. આત્માનું કલ્યાણ કરવું છે તો દોષો રાખીને થોડું કલ્યાણ થવાનું છે? દોષોને કાઢીને કલ્યાણ થવાનું છે. પોતાના દોષ પોતે નથી જાણતો એમ થોડું છે? બધુંય ખબર છે. બીજા હજી ના જાણે, પણ પોતે તો જાણે છે કે આ દોષ મારામાં છે અને આને મેં છાપર્યો છે. જેટલા દોષ છાવરશો એટલા દોષ વધશે અને ગુણો ઉપર આવરણ આવશે. ભર નિદ્રા ભય, રૂંધી ઘેય ઘણો, સંતના શબ્દ સુણી કાં ન જાગે ? ન જાગતાં “નરસૈયા' લાજ છે અતિ ઘણી, જનમોજનમ તારી ખાંત ભાંજે. – ભક્તકવિ શ્રી નરસિંહ મહેતા છતાંય જાગ્યા ત્યારથી સવાર. આજ જાગો તો આજથી સવાર. અનાદિકાળથી ઊંઘતા તો છો, કાંઈ આજની ઊંઘ નથી. જ્ઞાનીપુરુષનો યોગ થયા પહેલાં પણ જો જીવ અવ્યક્તપણે પણ ભગવાન છે, આત્મા છે એમ માનતો હોય, તેણે સને સેવવાની જિજ્ઞાસા રાખી હોય, સાચી સાધના કરવાની ભાવના કરી હોય તો તેને મનુષ્યભવ મળે છે. જે કામ હું અધૂરું મૂકીને આવ્યો છું તે કામ મારે કરવાનું છે અને તે મનુષ્યભવ સિવાય થાય એવું છે જ નહીં. પૂર્ણ કાર્ય મનુષ્યભવમાં જ થશે. વારંવાર મનુષ્યપણાની ભાવના કરે તો તેને મનુષ્યભવ પાછો મળે છે અને અધૂરી રહેલી સાધના આગળ પૂરી થઈ જાય છે. જ્ઞાનીઓનો યોગ થાય છે. આ બધું પુણ્ય હોય તો થાય છે. આત્મા પ્રાપ્ત કરવાના લક્ષે જો ભાવના કરી છે તો તેને આત્મા પ્રાપ્ત કરવાના બાહ્ય સાધનો અને નિમિત્તો મળી જાય છે. દરેક બનાવમાંથી વૈરાગ્યને તારવવો. કોઈનું મરણ થાય તો આપણને વૈરાગ્ય તો થાય છે. અશાતાના ઉદય આવે છે તો એ વૈરાગ્ય માટે આવે છે. અશાતાના ઉદય એ સારા માટે છે. પૈસા જતા રહ્યા, એ પણ સારા માટે છે. માટે વૈરાગ્ય વધારો. જે કાંઈ પ્રતિકૂળતા આવે એ આપણા આત્માનું ઘડતર કરાવવા માટે આવે છે. એટલે પ્રતિકૂળતામાં પણ લાભ ઉઠાવો, પ્રતિકૂળતામાં શોક ન કરો કે આ બધાને તો સરસ છે અને મારે કેમ નથી ? તારે નથી એનું કારણ એ જ કે તે પહેલાં પુણ્યભાવ નહોતો કર્યા એટલે ના મળ્યું. તો હવે? હવે Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ભક્તિના વીસ દોહરા ' એ પ્રકારના ભાવ છોડી દે. જાગૃત હોય તો કોઈના લગ્ન થાય ત્યાં વૈરાગ્ય થાય. કોઈના લગ્નમાં જવાનું થાય ને જાન જતી જોઈએ તો વૈરાગ્ય થવો જોઈએ. કેવી રીતે વૈરાગ્ય થાય? કે આ જીવને જન્મટીપની સજા થઈ રહી છે અને પેલા મહારાજ ચાર વખત કહે છે કે સાવધાન – સાવધાન – સાવધાન પણ હજી આ સાવધાન થતો નથી. જો હું સાવધાન ના રહું તો મને પણ સજા થવાની છે. રાગના પ્રસંગને પણ વૈરાગ્યમાં ફે૨વે એનું નામ આત્માર્થી. જેને વિશેષ વૈરાગ્ય થાય છે એ એકાંતમાં જતા રહે છે. બધા સંગ ઓછા કરી નાખે છે. એક પરમાત્મા અને આત્મા એ બેનો સંગ અને બહુ બહુ તો આત્મકલ્યાણ કરનારા જે કોઈ મુમુક્ષુઓ હોય, સાધકો હોય એનો સંગ. પણ અજ્ઞાનભાવમાં ધારો કે એકાંતમાં ગયા તો પાછો ત્યાં પણ ક્યાંક તો રાગ કરવાનો કે આ ઝાડ ઊંચું નથી, આ ઝાડ વાંકું છે, આ ગુફામાં આમ છે, ભગવાને આવી સરસ ગુફા બનાવી પણ આ એક પથરો સીધો મૂક્યો હોત તો શું વાંધો હતો, બેસવા તો કામમાં આવત ! અરે ભાઈ ! જેમ છે તેમ છે, એમાં કાંઈ ફેરફાર કર્યા વગર બેસી જા ને. ભરતજીને હરણમાં રાગ થઈ ગયો, તો એક ભવ વધી ગયો. એટલે બીજા ભવમાં એ જડભરત થઈને મૌન રહ્યા. આત્માની પ્રાપ્તિ માટે જીવને જ્યારે તીવ્રભાવ થયા હોય તે વખતે જ્ઞાનીઓનો કે કોઈ ઉત્તમ નિમિત્તનો યોગ થઈ જાય અને એમનો બોધ જો જીવ ગ્રહણ કરે તો એનો વૈરાગ્ય વધે. જ્યારે ઘરમાં કોઈ ગુજરી ગયું હોય તે સમયે તમે જ્ઞાનીઓનો બોધ સાંભળો તો તમારો વૈરાગ્ય વધી જશે. તેઓ અનિત્ય ભાવના, અશરણ ભાવનાનું વર્ણન કરે ત્યારે એક તો વૈરાગ્ય તો હતો જ અને એમાં વૈરાગ્યની વાત કરે તો વૈરાગ્ય ઓર વધી જાય. એ વખતે કામ થઈ જાય. લોઢું લાલ થયું હોય અને એના ઉપર ઘણના ફટકા મારે તો ઘાટ ઘડાઈ જાય. પણ ઠરી ગયા પછી તમે સો ઘણના ફટકા મારો તોય ઘાટ ઘડાય નહીં. જ્ઞાનીઓનો બોધ મળ્યો હોય, યોગ થયો હોય તો સ્વચ્છંદ મૂકી દેવો જોઈએ. પરમકૃપાળુદેવે કહ્યું છે, રોકે જીવ સ્વચ્છંદ તો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. • શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૫ ― સ્વચ્છંદ છોડ્યા વગર કલ્યાણ થવાનું નથી. સ્વચ્છંદ એટલે પોતાની કલ્પના અનુસાર ચાલવું અને જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂકીને દોડવું. બધુંય મૂકી અને એક સદ્ગુરુના શરણે જઈ એમની આજ્ઞા પ્રમાણે ચાલવું. તેઓ તમને કહે કે તમે જે આ ધંધો કરો છો તેમાં જે ચોરી Page #132 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા ૧૦૯ કરો છો તે કાઢી નાંખો. તો જીવ કહે કે સાહેબ ! અમારા હાથમાં શું રહે ? અરે ! તારા હાથમાં કારખાનું રહે તોય બહુ છે અને જાય તોય વાંધો નથી. કારખાનું જતાય આત્મજ્ઞાન મળતું હોય તો પણ સસ્તું છે. એક બાજુ દુનિયા છોડવી પડતી હોય ને આત્મજ્ઞાન થતું હોય તો સસ્તુ શું ? દુનિયા કે આત્મજ્ઞાન ? દુનિયા સસ્તી છે. દુનિયા છોડતો નથી અને આત્મજ્ઞાન પ્રાપ્ત થવાની યોગ્યતા જીવ છોડી દે છે. એને મુમુક્ષુ કેમ કહેવાય ? પોતાના દોષો દૂર કરીને પાત્રતા લાવવી જોઈએ, પાત્રતા વધારવી જોઈએ. પાત્રતા વધ્યા વગર કામ થવાનું નથી. પછી ભલે ગમે તેટલો બોધ સાંભળો. આપણને એમ થાય છે કે હું મહાવિદેહમાં જન્મ્યો હોત તો ભગવાનની દિવ્યધ્વનિ સાંભળવા ચોવીસ કલાક સમવસરણમાં રહેત. પથારી પણ ત્યાં જ પાથરીને સૂઈ જાત. ભલે ભગવાન જતા રહે તો પણ એમાં ને એમાં જ રહેત. બાપુ ! એમ કાંઈ કામ ના થાય. ખ્યાલ આવે છે? દોષો દૂર કર્યા વગર પાત્રતા નહીં આવે. કોઈ આપણા દોષો જાણતા હોય કે ના જાણતા હોય પણ આપણી અંદરમાં જે દોષો છે એ હટ્યા વગર ગુણ નહીં આવે. બીજાના દોષ જોવામાં ખોટી થઈએ છીએ અને ઉપરથી આપણા દોષો વધારીએ છીએ. બીજાના દોષ જોવા જતા પણા દોષ વધે છે એનો જીવ ખ્યાલ રાખતો નથી. ‘પેલા ભાઈ આમ કરે છે, પેલા બહેન આમ કરે છે, પેલા તો આમ જાય છે.’.અરે ભાઈ ! મૂક ને ! તને ક્યાં બધાનો વહીવટ સોંપ્યો છે કે તું બધાની ફિકર કર્યા કરે છે! તું તારું કર ને પ્રભુ ! કુટેવ પડી ગઈ છે. એ કુટેવ કાઢ્યા વગર છૂટકો થાય નહીં. કોણ શું કરે છે એ તારે શું જોવાનું ? અને એનાથી તને શું લાભ થવાનો છે ? શું શાંતિ મળવાની છે ? બીજાના દોષો જોવા જતાં, બીજાની પ્રવૃત્તિઓ જોવા જતાં તારી સાધનામાં તને આવરણ આવે છે. ‘આણે આમ કરવું જોઈએ ને આણે આમ ના કરવું જોઈએ.’ મૂક ને ભાઈ, તને બધાનો ક્યાં ન્યાય સોંપ્યો છે ? તું ક્યાં ન્યાયાધીશ છે ? સત્સંગ મળ્યા પછી પોતાના દોષોને જોઈ, એ દોષોને કાઢવા માટે કમર કસવી જોઈએ, બળ વાપરવું જોઈએ, લય લાગવી જોઈએ. સદ્ગુરુની આજ્ઞાએ વર્તાય તો દોષ કેમ ના જાય ? અવશ્ય જાય અને દોષ જાય તો આત્મજ્ઞાન કેમ ન થાય ? દોષ ગયા વગર તો આત્મજ્ઞાન થવાનું નથી. ઘણી વાર જીવ કહે કે અમે આટલા વર્ષોથી સાધના કરીએ છીએ તો કેમ આત્મજ્ઞાન નથી થતું ? પણ બાપુ ! તું કાઢવાનું છે એ નથી કાઢતો. મોરબી જવું હોય તો અમદાવાદ છોડવું પડે. તમે કહો કે સાહેબ ! તમારો સત્સંગ સરસ ચાલે છે, પણ ઘરે તો જવું પડે એવું જ છે. તો બે વાતનો મેળ નહીં ખાય. હસવું અને લોટ ફાકવો એ બે સાથે નહીં થાય. તારે મોરબી જવું Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ભક્તિના વીસ દોહરા હશે તો અમદાવાદ છોડવું પડશે અને અમદાવાદમાં રહેવું હોય તો મોરબી છોડવું પડશે. એમ તું નક્કી કર કે તારે મોક્ષમાં જવું છે કે સંસારમાં રહેવું છે? મોક્ષમાં જવું હશે તો આ સંસારની આસક્તિ છોડવી પડશે અને સંસારમાં રહેવું હશે તો મોક્ષની ભાવના છોડવી પડશે. સંસાર અને મોક્ષ એ બંને સાથે મળે નહીં. તરવું હોય તો આ એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય છે નહીં. શોર્ટકટ કે લોન્ગકટકે એકે કટ નથી, આ એક જ કટછે. આવો મનુષ્યભવનો મહાદુર્લભ યોગ મળ્યો છે. પૂર્વે મળેલો મનુષ્યનો ભવ જેમ નિષ્ફળ ગયો તેમ આ ભવમાં પણ જો પ્રમાદ કરશો અને બીજા કાર્યોમાં અટકી જશો તો આ ભવ પણ નિષ્ફળ જશે. આ શાપ નથી, પણ વાસ્તવિકતા છે. જો આ ભવ તમારે વૃથા કાઢવો ના હોય તો સંસારના બધાય કાર્યોને સાપેક્ષપણે ગૌણ કરીને અને આત્માની સાધનાનો પુરુષાર્થ કરી લો. પરમકૃપાળુદેવે કહ્યું છે, જો ઈચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિનામ લઈ, છેદો નહિ આત્માર્થ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૩૦ ***** Page #134 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા ગાથા - ૧૯ અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ? ૧૧૧ અધમમાં અધમ, પતિતમાં પતિત આ જગતમાં કોઈ હોય તો તે અહંકાર છે. જ્યાં સુધી જીવમાં કોઈ પણ બાબતનો અહંકાર હોય ત્યાં સુધી જીવ મોક્ષમાર્ગમાં આગળ વધી શકે નહીં. જીવ પોતાના દોષોનો વિચાર કરે અને જો અભિમાન છોડે તો તે સાચો પુરુષાર્થ કરી શકે. અનાદિકાળથી જીવે બીજાના જ દોષો જોયા છે, પોતાના દોષો જોયા નથી અને અજ્ઞાનભાવથી ખોટો અહંકાર કર્યો. અહંકાર એટલે પરમાં અહંબુદ્ધિ. એ પણ અહંકાર છે અને આઠ પ્રકારના મદ કરવા એ પણ અહંકાર છે. જીવ પોતાનો અહંકાર છોડે તો તે મોક્ષમાર્ગમાં સાચો પુરુષાર્થ કરીને આગળ વધી શકે. પોતાના દોષો જ્યાં સુધી અંદરમાંથી કાઢે નહીં તો એ જીવ હકીકતમાં મોક્ષમાર્ગમાં આગળ વધી શકે નહીં. ભલે આપણા દોષ કોઈ ના જોઈ શકે અથવા આપણે પણ ના પકડી શકીએ, છતાં એ દોષો તેના પ્રતિપક્ષી ગુણોને આવરણરૂપ તો છે જ, ગુણોને પ્રગટ થવા દેતા નથી. સામાયિકમાં બેસી, ધ્યાનમાં બેસી પોતાના દોષોનું નિરીક્ષણ કરવું. એ દોષોની નોંધ કરવી અને એ દોષોને કાઢવાનો પુરુષાર્થ કરવો. થોડા સમય પછી ફરીને નિરીક્ષણ કરવું કે એ દોષો મા૨ા ઘટ્યા છે કે વધ્યા છે ? અહંકાર ઘટ્યો છે કે વધ્યો છે ? તો એ જીવ સાચો પુરુષાર્થ કરીને મોક્ષમાર્ગમાં આગળ વધી શકે. જગતમાં જે જે દોષો અત્યારે દેખાય છે એ બધાય મેં અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર કર્યા છે અને હજુ નહીં ચેતાય તો અનંતકાળ પરિભ્રમણ કરવું પડશે. વર્તમાનમાં મારામાં જુદા પ્રકારના દોષો છે. બીજા ભવોમાં જુદા પ્રકારના દોષો હતા, પણ કોઈ દોષ એવો નથી કે જે મેં ના કર્યો હોય અને હજુ જો નહીં સમજીએ, નહીં ચેતીએ, નહીં પાછા ફરીએ તો પાછું અનંતકાળનું પરિભ્રમણ ઊભું જ છે. દોષોમાં જીવ વર્તે અને કર્મો ના બંધાય એમ તો બનવાનું નથી. જાણીએ કે ના જાણીએ, માનીએ કે ના માનીએ, પણ દોષ તો દોષ જ છે. તો હવે સૌથી પહેલાં કયો પુરુષાર્થ કરવાનો છે ? અંદરમાં પડેલા દોષોને ધીમે-ધીમે બહાર કાઢી, ઘટાડવાના છે, એનો નાશ કરવાનો છે. જીવ બહા૨માં ગમે તેટલી સાધના કરે – શાસ્ત્રો વાંચે, ભક્તિ કરે, તપ કરે, ત્યાગ કરે, બીજી અનેક સાધના કરે, પણ જો અંદરમાં પડેલા દોષો પ્રત્યે દષ્ટિ ના જાય અને દોષો કાઢવાનો પ્રયત્ન ન કરે તો તે મોક્ષમાર્ગમાં આગળ વધી શકે નહીં. દીઠા નહીં નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય ? Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ભક્તિના વીસ દોહરા આમ, દોષોથી પાછા નહીં ફરાય તો અનંત પરિભ્રમણ કરવું પડશે. પરિભ્રમણનું કારણ દોષોમાં વર્તીએ છીએ તે છે. ટૂંકમાં, એ બધા દોષો રાગ, દ્વેષ અને અજ્ઞાનમયભાવો છે. એક આત્મા મારો છે છતાં પરમાં અહ-મમત્વ થઈ ગયું છે અને ગાઢ કર્મને લીધે આત્માની અનંત શક્તિઓ અવરાઈ ગઈ છે. અનાદિકાળથી આ આત્મા એકલો જ છે, વર્તમાનમાં પણ એકાકી છે, ભલે એના સંયોગમાં અનંતા પદાર્થો હોય, પણ એ બધા સંયોગમય છે. એ ચેતન કે અચેતન પદાર્થો આત્માના નથી, આત્મા સાથે એને નિશ્ચયથી કોઈ સંબંધ નથી, છતાંય પરવસ્તુમાં તેને અહ-મમત્વપણું થઈ ગયું છે. “આ હું છું અને આ મારું છે.” અનંત ચોર્યાશી અને અનંત દુઃખોનું મૂળ આ પરમાં અહમ્પણું-મમત્વપણું છે. બસ એના કારણે કર્મો બંધાય છે અને કર્મોના કારણે આત્માની જે અનંત શક્તિઓ છે એ અવરાઈ જાય છે, ઢંકાઈ જાય છે. અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય. પરમાં હું પણાની બુદ્ધિ, મમત્વ-પણાની બુદ્ધિ એનું નામ અહંકાર છે એ કાઢવાનું છે. પરમકૃપાળુદેવે કહ્યું છે, અનાદિસ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહં ભાવમમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની દેશના જ્ઞાની પુરુષોએ પ્રકાશી છે, તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે તો સહજમાત્રમાં તે જાગ્રત થઈ સમ્યફદર્શનને પ્રાપ્ત થાય. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૪૯૩ - “છ પદનો પત્ર આ અહ-મમત્વપણાને કારણે સમ્યગદર્શન અવરાઈ ગયું છે, અટકી રહ્યું છે. આપણને લાગે છે કે મારામાં અહ-મમત્વ નથી, પણ હકીકતમાં છે. એ અંદરમાં વારંવાર ચિંતન દ્વારા, મનન દ્વારા, અનુપ્રેક્ષણ દ્વારા આત્માને એકત્વપણે જોઈ, જ્યાં જ્યાં અહેવ-મમત્વ હોય ત્યાં ત્યાં વિચાર કરી, અંદરમાંથી તેને આત્માથી જુદું પાડી અને આત્માને એકાકી જુઓ, ચિંતવો, નીરખો. આત્માને એકાકી જુઓ અને બાકીના પદાર્થોને સંયોગરૂપ જુઓ. એ સંયોગી પદાર્થમાં જે જે મારા દેખાય છે તે પ્રભુ! તારા નથી, સંયોગમાં છે. અનંતા પદાર્થો અનંતવાર સંયોગમાં આવી ગયા અને હજી પરિભ્રમણ હશે ત્યાં સુધી આવવાના. સંયોગી પદાર્થમાં એકત્વબુદ્ધિ થવી એનું નામ અહંપણું છે અને એમાં મારાપણું માનવું એ મમત્વબુદ્ધિ છે. પરમાં હું પણું એ અહંપણું અને ‘પર મારું છે એમ માનવું એ મમત્વપણું. ગાઢ કર્મને લીધે આત્માની અનંત શક્તિઓ અવરાઈ ગઈ છે. આત્મામાં અનંત ગુણો છે. એ દરેક ગુણોની શક્તિઓ અલગ અલગ છે. તેના ઉપર આ ગાઢ કર્મના કારણે આવરણ Page #136 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા ૧૧૩ આવી ગયું છે. એ ગાઢ કર્મોને પહેલા ઘટાડવાના છે. ધીમે ધીમે, પણ સમજીને. સમય થોડો છે અને અનાદિકાળમાં કામ નથી કર્યું એ કામ કરવાનું છે. ખૂબ જાગૃતિપૂર્વક, ખૂબ એકાગ્રતાપૂર્વક, સમજણપૂર્વક, વિવેકથી, યથાર્થ શ્રદ્ધા રાખી અને ગમે તેટલું દુષ્કર હોય, કઠણ હોય છતાં પણ એ કર્યા વગ૨ છૂટકો થવાનો નથી. ગાઢ કર્મના લીધે આત્માની અનંત શક્તિઓ અવરાઈ ગઈ છે. જુઓ ! જીવ નિગોદમાં જતો રહે છે ત્યારે કેટલી શક્તિઓ અવરાઈ જાય છે ! ત્યાં જ્ઞાનના અક્ષરનો અનંતમો ભાગ ખુલ્લો છે. એટલું બધું આવરણ આવી ગયું છે. અત્યારે પણ જુઓ ! કેવળજ્ઞાનની શક્તિ કેટલી અવરાઈ ગઈ છે ! શ્રુતજ્ઞાન અને મતિજ્ઞાન કેટલું અલ્પ છે ! એ આવરણ પણ ખ્યાલમાં આવે છે. હવે એ આવરણને ખુલ્લું કરવાનું છે. બાંધ્યું છે પણ આપણે અને છોડવાનું છે પણ આપણે. વિભાવ કરીને બાંધ્યું છે અને આત્માની ભાવના દ્વારા એને છોડવાનું છે. મારે દોષે મને બંધન છે. મેં જે કર્મો બાંધ્યા છે કે જે બાંધું છું એ મારી ભૂલના કારણે બાંધું છું, બીજા કોઈના કારણે હું બાંધતો નથી. મારો દોષ એટલો કે મેં અન્યને પોતાનું માન્યું અને પોતાને ભૂલી ગયો. વાંક બીજાનો કાઢીએ છીએ કે આ હતા માટે હું બંધાણો, આ ના હોત તો હું ના બંધાત – એ બધું અજ્ઞાન છે. કોઈના કારણે આપણે બંધાણા નથી. આપણે આપણી ભૂલના કારણે બંધાણા છીએ. બીજા કોઈનો વાંક ક્યારેય કાઢવો નહીં. એ આપણી નબળાઈ છે, એટલે બીજા ઉપર દોષનો ટોપલો ઢોળી નાંખીએ છીએ અને કહીએ છીએ કે હું તો આટલો ધર્મ કરવા માગતો હતો, પણ આના કારણે હું ના કરી શક્યો. જ્યાં સુધી ૫૨ને પોતાનું માને ત્યાં સુધી આ બધા દોષો ચાલુ જ રહેવાના. માન્યતામાંથી - શ્રદ્ધામાંથી ઊંડાણમાંથી કાઢો. કોઈ પદાર્થ મારો છે અથવા બીજા પદાર્થમાં ‘હું’ પણાની માન્યતા છે એ ઊંઘમાં પણ ના થવી જોઈએ. તે સર્વકર્મબંધનનો કર્તા હું જ અનંતકાળથી અનંત દોષોનું ઘર બની રહ્યો છું. આ સર્વ કર્મબંધનનો કર્તા હું છું. બીજાના કા૨ણે કર્મ બાંધ્યા છે કે ભગવાને કર્મ ચોંટાડ્યા છે કે ભગવાન કર્મ લઈ લે છે એ બધી માન્યતાઓ ખોટી છે. હું જ અનંતકાળથી અનંત દોષોનું ઘર બની રહ્યો છું. અનંતકાળમાં અનંત પ્રકારના દોષો, અનંત પ્રકારના વિભાવો અજ્ઞાનતાના કારણે મેં કર્યા છે. હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. દેખાતા નથી, પણ અનંત દોષો છે. મિથ્યાત્વ છે ત્યાં સુધી અનંતગુણો છે તે અનંતદોષમય વર્તી રહ્યા છે. મિથ્યાત્વ હોવાના કારણે જે આત્માના અનંતગુણો છે તેનું વિપરીત વર્તન થવાના કારણે એ ગુણો દોષો રૂપે પ્રવર્તી રહ્યા છે. એટલે અનંતગુણોની જગ્યાએ અનંતદોષોનું ઘર Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ભક્તિના વીસ દોહરા અજ્ઞાનતાના કારણે હું બની રહ્યો છું. દોષો કરવા અને તેનું અભિમાન કરવું એ અધમાધમનું લક્ષણ છે. અધમાધમ અધિકો પતિત એક તો દોષ કરે અને પાછો અભિમાન કરે. અભિમાન એ મોટો દોષ છે. ગુણોનું અભિમાન કરે તો હજી ઠીક છે. જો કે, એ પણ સારું તો નથી. દોષો કરવા અને તેનું અભિમાન કરવું, ગુનો કરવો અને તેનું અભિમાન કરવું એ અધમાધમ જીવનું લક્ષણ છે. પોતાના દોષો તપાસવા. બીજા આપણને ગમે તેવું સર્ટિફિકેટ આપે એ મોક્ષમાર્ગમાં ચાલતું નથી. દુનિયાના જીવોના સર્ટિફિકેટના આધારે આપણો મોક્ષમાર્ગ ચાલતો નથી કે આપણામાં ગુણો પ્રગટ થતા નથી. વાસ્તવિકતા શું છે એ પોતે જુએ તો ખ્યાલ આવે. એ અભિમાન કાઢવાનું છે. દોષો કરવા અને તેનું અભિમાન કરવું એ તો ભયાનક વસ્તુ કહેવાય. એ બતાવે છે કે આ જીવ કેટલો નીચી ભૂમિકામાં ઉતરી ગયેલો અધમમાં અધમ જીવ છે. દોષોનો પશ્ચાત્તાપ થવો જોઈએ, ભૂલોનો પશ્ચાત્તાપ થવો જોઈએ. એને બદલે અભિમાન થાય એ ઘણું વિપરીત કહેવાય. એટલે એ કેવા જીવનું લક્ષણ છે? અધમમાં અધમ જીવનું આ લક્ષણ છે. હું મારું સ્વરૂપ ભૂલીને કર્મરૂપી દોષથી પ્રાપ્ત થયેલ કુળ, રૂપ, બળ, વિદ્યા, ધન, સંપત્તિ વગેરે બાહ્ય સામગ્રીમાં અભિમાન કર્યા કરું છું. આઠ પ્રકારના મદ છે. જીવ અજ્ઞાનતામાં પોતાનું સ્વરૂપ ભૂલી જાય છે. પૂર્વે કરેલ શુભ કર્મના ઉદયથી કાંઈક ઊંચું કુળ મળ્યું તો એ જીવ કુળનું અભિમાન કરે છે એટલે હવે એ નીચ કુળમાં જન્મે એવું કર્મ બાંધવાનો. કુળનું અભિમાન પણ કરવા જેવું નથી. કેમ કે, કુળ તો આ એક ભવ પૂરતું જ છે. પછી તિર્યંચમાં કે નરકમાં તો બધા નીચ કુળ જ છે. જીવ પોતાના સ્વરૂપને ભૂલી જાય છે. આત્માનું કોઈ કુળ, રૂપ, બળ, જાતિ છે નહીં. કોઈને ઉચ્ચ કુળ મળે છે, તો કોઈને નીચ કુળ મળે છે. એ બધા કર્મો છે. આત્મા તો બધાના સરખા છે. એકનો એક આત્મા અત્યારે ઉચ્ચ કુળમાં છે. એનો એ જ આત્મા પાછો નીચ કુળમાં જાય છે. નીચ કુળમાં અત્યારે આત્મા છે એ ઉચ્ચ કુળમાં પણ આવે છે. એટલે કુળનું પણ અભિમાન કરવા જેવું નથી. એવી રીતે રૂપનું પણ અભિમાન કરવા જેવું નથી. રૂપ શરીરનું છે, આત્માનું નથી. શરીરમાં અહંપણું કરવાથી રૂપનું અભિમાન થઈ જાય છે. જીવ પોતાના રૂપને વધારે રૂપવાન થાય એવું દેખાડવા માટે બહારમાં અનેક પ્રકારના પાપો કરીને કમ બાંધે છે અને એ રૂપનો અંદરમાં અહંકાર કરે છે. એવી રીતે શારીરિક બળ મળ્યું હોય તો એ બળનું પણ અભિમાન થાય છે. બીજા કરતાં પોતાને વધારે બળવાન માને છે. એટલે શરીરના બળના કારણે વાતવાતમાં બીજા જીવોને દબાવે છે. આ બધી બાહ્ય સામગ્રીઓ છે, એનું પણ અભિમાન Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ ભક્તિના વીસ દોહરા કરવા જેવું નથી. એક ભવ પૂરતું મળ્યું છે. કર્મનો ઉદય છે ત્યાં સુધી રહેવાનું છે, કર્મનો ઉદય મટ્યો એટલે નષ્ટ થઈ જાય છે. મોટા મોટા પહેલવાનો કે જે પોતાની છાતી ઉપર આખી ટ્રક ચલાવડાવે, હાથીનો પગ મૂકાવે એટલા બધા શારીરિક બળવાળા પણ જ્યારે તે પ્રકારના કર્મનો ઉદય સમાપ્ત થાય છે ત્યારે શરીર ઉપર બેઠેલી માખીને પણ ઉડાડી શકતા નથી. ક્યાં ગયું એ બળ? શ્રી કૃષ્ણમહારાજ હજારો સૈનિકોને એક સાથે જીતી લે એટલા બળવાન હતા. કારણ કે, વાસુદેવ હતા. પાટુ મારીને આખા મહેલના મહેલ તોડી નાખે એટલી એમની શક્તિ હતી. પણ જયારે દ્વારકામાં દ્વૈપાયન મુનિએ આગ લગાડી ત્યારે તેમનો મહેલ બળવા માંડ્યો. તેમના મા-બાપ અંદર હતા. તેમને લેવા માટે તેઓ ગયા. ત્યાં આકાશવાણી થઈ કે કોઈ બચશે નહીં. ફક્ત તમે બે ભાઈ બહાર નીકળી જાઓ. મા-બાપને રથમાં બેસાડીને લઈ જવાનો ખૂબ પ્રયત્ન કરે, પણ રથ ખસે જ નહીં. છતાં મા-બાપને સળગતા મહેલમાં મૂકીને નીકળી જવું પડ્યું. કોઈ બળ કામ આવ્યું નહીં. શુભ કર્મનો ઉદય હોય છે ત્યાં સુધી બધું સારું ચાલે છે, જ્યારે વિપરીત કર્મનો ઉદય આવે છે ત્યારે ભલભલાની સ્થિતિ ડાઉન થઈ જાય છે. તેવી રીતે અજ્ઞાની જીવોને વિદ્યાનો પણ મદ આવે છે. લૌકિક વિદ્યાઓ જેમ કે. કોઈ મોટા ડૉક્ટર થયા હોય, કોઈ બેરિસ્ટર થયા હોય, કોઈ પંડિત થયા હોય, અથવા કોઈ શાસ્ત્રોના જ્ઞાતા હોય કે કોઈ પણ ક્ષેત્રનું જ્ઞાન હોય - જો એ જ્ઞાનનો દુરુપયોગ થાય તો એ બધો મદ છે. જ્ઞાનનો અહંકાર થાય એ જ્ઞાનમદ છે. એ મદ પણ આત્માને પટકી દે છે. આઠ પ્રકારના મદમાંથી કોઈપણ પ્રકારનો મદ હોય તો તે આત્માને નીચેની ભૂમિકામાં લાવી દે છે અને મહાન અશુભ કર્મનો બંધ કરાવે છે. એવી રીતે પૈસાનો અહં તે ધનમદ છે. જીવની પાસે પૈસા આવે છે એટલે તે અંદરમાં પોતાને બહુ ઊંચો માને છે. ઊંચો ચઢી જાય છે, કોઈની સામે પણ જોતો નથી. બધાયને તુચ્છ દૃષ્ટિથી જુએ છે. એને એમ થાય છે કે આ જગતમાં મારા જેવું કોઈ ધનવાન નથી. એ પણ પુણ્યનો ઉદય હોય છે ત્યાં સુધી રહે છે, પછી જ્યારે પુણ્ય જતું રહે છે ત્યારે એ બધા રાજા-મહારાજાઓ પણ ભીખ માંગતા થઈ જાય છે. નળ સરખો રે રાજીઓ, જેની દમયંતી રાણી; અડધે વચ્ચે વનમાં ફર્યા, ન મળ્યા અન્નને પાણી. ભલભલાની આવી સ્થિતિ થઈ જાય છે. સત્તાનો પણ એક મદ હોય છે. સત્તાના મદવાળા પણ જ્યાં સુધી હાથમાં સત્તા છે ત્યાં સુધી પ્રજાને દુઃખી દુઃખી કરીને પૈસો ખેંચી લે છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ભક્તિના વીસ દોહરા પણ એને ખબર નથી કે એક નવો પૈસો પણ ખોટા માર્ગે હું લોકોનો લઈશ તો મારે તે વ્યાજસહિત ચૂકવવું પડશે. પૈસો આવે છે એ તો આડોઅવળો વપરાઈ જાય છે અને કર્મ બાંધી લે છે તે જીવને એકલાને નીચ ગતિમાં જઈને ભોગવવું પડે છે. ત્યારે તેને જોનારા રાડ નાખી જાય છે કે બિચારાને આટલું બધું દુઃખ કેમ? શું થાય? એવું જ કર્મ બાંધ્યું છે. જેણે જેવું બાંધ્યું છે તેણે તેવું ભોગવવું પડે છે. જ્યારે અશાતા કર્મનો ઉદય આવે છે ત્યારે ઈન્દ્ર, નરેન્દ્ર કે જિનેન્દ્ર પણ ફેરફાર કરી શકતા નથી, બચાવી શકતા નથી. કોઈ બચાવી શકે નહીં. માટે કર્મો બાંધતા પહેલાં વિચાર કરો. કારણ કે, બંધાઈ ગયા પછી ઉદયમાં આવે તો તેમાં કોઈ આદું-પાછું કરી શકે નહીં. એનું ફળ ભોગવવું જ પડે છે અને ભોગવતી વખતે જીવને ગમતું નથી, દુઃખ થાય છે, કષ્ટ થાય છે. ગમે તે થાય પણ ભોગવ્યા વગર છૂટકો થતો નથી. કોઈપણ પ્રકારનું ખોટું વર્તન કર્યું, ખોટું આચરણ કર્યું, ખોટા ભાવ કર્યા તો સમજવું કે મેં મારા આત્માનું મહા નુક્સાન થાય એવું પગલું ભર્યું છે. પોતે પોતાનો વૈરી, આ તે કેવી ખરી વાત !” કોઈ પણ પ્રકારના પોતાના દોષોને છાવરવા નહીં, પણ કાઢવાનો પ્રયત્ન કરવો. જો આત્માનું કલ્યાણ કરવું હોય તો જે કાંઈ દોષો થયા હોય તે દોષોને કાઢવાનો પ્રયત્ન કરવો. મુખ્ય મદ આઠ છે. એના પેટા વિભાગમાં તો અનેક પ્રકારના મદ છે. એ મદ જ્યાં સુધી જીવ કાઢે નહીં અને અભિમાન કર્યા કરે ત્યાં સુધી આત્માનું કલ્યાણ થઈ શકે નહીં. તેને ગમે તેવા જ્ઞાનીઓનો યોગ થાય તો પણ તે જીવ પાપથી છૂટી શકતો નથી, ભોગવવું જ પડે છે. ઉપદેશ સાંભળવા છતાં પણ જો હું મારા દોષ છોડતો નથી, તો આખા જગતમાં મારા જેવો કોઈ અધમ-પાપી નથી. વારંવાર, અનેકવાર ઉપદેશ સાંભળ્યા છતાં પણ જો જીવ દોષોને છોડે નહીં તો તેનું કલ્યાણ ક્યાંથી થઈ શકે? જેને સાંભળવા નથી મળ્યું, સમજવા નથી મળ્યું એ તો દોષ કરે. કેમ કે, અજ્ઞાન છે; પણ જેણે જ્ઞાનીઓનો બોધ સાંભળ્યો, વાંચ્યો, વારંવાર વાંચ્યો, વારંવાર સાંભળ્યો છતાં પણ જો તે પોતાના દોષને છોડે નહીં તો આખા જગતમાં તેના જેવો કોઈ અધમ-પાપી નથી. ઉપદેશ શેના માટે સાંભળવાનો છે? પોતાના જે દોષો થતા હોય તે ખ્યાલમાં આવે અને તે કાઢવાનો પુરુષાર્થ જાગે તેના માટે ઉપદેશ છે. જીવોને ઉપદેશ સાંભળવાની ટેવ પડી ગઈ છે. એટલે જેમ ત્રણ વાગે ઓ પીવાની ટેવ પડી ગઈ, તેમ ઉપદેશ સાંભળવાની કે વાંચવાની ટેવ પડી ગઈ છે. પણ જે ભૂલો છે તે સુધરે નહીં, તેના પ્રતિસ્પર્ધી ગુણો આવે નહીં તો તે ગુણ આવ્યા વગર તેનું જે ફળ મળવું જોઈએ તે મળે નહીં. આ બધું કાર્ય ઓટોમેટીક ચાલ્યા કરે છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા ૧૧૭ કોઈ કોઈને ફળ આપતું નથી. જીવ સ્વયં દોષ કરે છે અને દોષના કારણે કર્મ બંધાય છે અને કર્મનું ફળ તેને મળે છે. જગતમાં સારા કે નરસા બનાવો જોઈએ છીએ તે બધાય કર્મના ફળ છે. ધર્મધ્યાનના ચાર પ્રકાર છે :- (૧) આજ્ઞાવિચય (૨) અપાયવિચય (૩) વિપાકવિચય અને (૪) સંસ્થાનવિચય. સમાચાર પત્રો તથા ટી.વી. વગેરેમાં વિપાકવિચય ધર્મધ્યાનનો બોધ જોવા મળે છે. ક્રિકેટની મેચમાં એક ટીમ હારી ગઈ અને એક ટીમ જીતી ગઈ તો તે શું છે ? વિપાકવિચય ધર્મધ્યાન છે. અનેક જીવો બહારમાં સુખી કે દુ:ખી દેખાય છે તે શું છે? વિપાકવિચય ધર્મધ્યાન છે. : આજ્ઞાવિચય ઃ જિનેન્દ્ર ભગવાનની આજ્ઞા શું છે ? મારે કેવી રીતે રહેવું જોઈએ ? કેવી રીતે ચાલવું જોઈએ ? કેવી રીતે બોલવું જોઈએ ? કેવી રીતે જગતમાં વર્તવું જોઈએ ? જિનઆજ્ઞા શું છે ? બસ જિનઆજ્ઞાને આગળ રાખીને ચાલો. ઘરવાળા શું કહે છે કે દુનિયાવાળા શું કહે છે એની સામે નહીં જોવાનું. જિનભગવાન શું કહે છે એની સામે જોઈને ચાલો. આપણે બીજા બધાની સામે જોઈને ચાલીએ છીએ, પણ આત્મા સામે કે ૫૨માત્મા સામે જોઈને ચાલતા નથી. અનાદિકાળથી આ જ મોટી ભૂલ છે. આટલા બધા જ્ઞાનીઓનો બોધ સાંભળીએ છીએ છતાં પોતાના દોષોને છોડતા નથી. એટલે આખા જગતની અંદર મારા જેવો કોઈ અધમમાં અધમ અને પાપીમાં પાપી બીજો કોઈ જીવ નથી. કોઈની પાસે થોડા પૈસા હોય અને માને કે મારી પાસે પૂરતું છે, તો વધારે કમાવા પ્રયત્ન ન થઈ શકે. સંતોષ રાખતા શીખો કે મારી જરૂરિયાત જેટલું મળી રહે છે અને એટલામાં મારે ચલાવવાનું છે. તો વધારે ઝંઝટમાં મારા મનુષ્યભવનો કિંમતી સમય વેડફાઈ ના જાય. તેને મહિને બે-પાંચ હજાર મળે તો પણ ઘણું છે અને અસંતોષ હોય તો મહિને બે-પાંચ કરોડ મળે તો પણ ઓછા છે. આશા ઊંડી ખાણ છે, પૂરતાં વધતી જાય; ઉપાય તેનો એક જ કે સંતોષે પુરાય. આપણા ભાગ્યમાં જે હતું તે મળ્યું. એનાથી સંતોષ રાખવાનો. બીજાના બંગલા જોઈને આપણા ઝૂંપડાં બાળી નાંખવાના નથી. સૌને પોતાના ભાગ્ય પ્રમાણે મળે છે અને વધારે મળ્યું તો એમાં આત્માને શાંતિ નથી કે લાભ નથી. બસ સંસારમાં છીએ તો જીવનજરૂરિયાત પૂરતી વસ્તુઓ મળી રહે એટલે બહુ છે. પેટ ભરવાની ફિકર રાખીએ તો વાંધો નથી, પણ પટારા ભરવાની ફિકર રાખીએ તો મોટો વાંધો છે. એવા પણ થોડા હોય છે કે પોતાની પાસે થોડા પૈસા હોય અને માને કે મારી પાસે પૂરતું છે, બહુ છે. સાધુ મહારાજને આજનું જમવાનું મળી ગયું તો Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ભક્તિના વીસ દોહરા. કાલની ચિંતા કરતા નથી અને આપણે આખી જિંદગી જમીએ એટલું મળી ગયું છે તોય હજી ચિંતા થયા કરે છે કે મારી ઈકોતેરમી પેઢીવાળો દુઃખી થાય નહીં !! સિત્તેર પેઢીને તો વાંધો આવે એવો નથી. વ્યાજમાં ને વ્યાજમાં જ ચાલે એવું છે, પણ ઈકોતેરમી પેઢીવાળાને ખૂટી જાય એમ છે, કેમ કે મોંઘવારી વધતી જાય છે. હવે એમનું શું થશે !! “એમનું શું થશેએના વિચારમાં “મારું થશે? એ જીવ ભૂલી જાય છે. માટે સંતોષ રાખવો. તૃષ્ણાનો તો કોઈ અંત નથી, તમારો અંત આવી જશે. મારી પાસે કાંઈ નથી, ઘણું મેળવવું છે એમ વિચારીને મહેનત કર્યા કરે છે. આ બધાના હિસાબે તો મારી પાસે કાંઈ નથી. હજુ ઘણું મેળવવું છે. શહેરમાં રહેવા આવ્યા છીએ તો કરીને બતાવવું છે કે ગામડામાંથી શહેરમાં આવ્યા તો પહેલા આવા હતા અને હવે આવા થયા. એમ વિચારીને એ બળદની જેમ આખો દિવસ મહેનત કર્યા કરે છે. દોડમ દોડ... દોડમ દોડ... હવે કોઈ જીવ અઢાર-અઢાર કલાક મહેનત કરે તો પણ મળવાનું તો પુણ્યના ઉદય પ્રમાણે. ગમે તેટલું કરે - કાળી મજૂરી કરે, ચોરી કરે, જૂઠું બોલે, અનેક પ્રકારના પાપ કરે, હિંસા કરે, ધન મેળવવા માટે ગમે તે કરે તો પાપના પોટલા તો બાંધવાનો, પણ મળવાનું એનું પુણ્ય હશે એટલું જ. પણ સાચી સમજણ નથી, વિવેક નથી એટલે જીવો અજ્ઞાનતામાં ખોટા માર્ગે દોડી જાય છે. એટલા માટે સત્સંગની ખાસ જરૂર છે. તે પ્રમાણે પોતાના દોષો વિચારીને અભિમાન મૂકે તો આત્માના સન્મુખ વગેરે અનંત ગુણો મેળવવા પુરુષાર્થ કરી શકે. આત્માનો બોધ સાંભળીને આત્મામાં અનંત સુખ છે એ મારે મેળવવું છે એવી ભાવના જાગે તો તે સુખ માટે પુરુષાર્થ કરી શકે. જેવો પૈસા માટે પુરુષાર્થ કરો છો તેવો પુરુષાર્થ આત્માનું સુખ મેળવવા માટે કરો. સંસારનું સુખ પ્રારબ્ધ અનુસાર મળે છે અને આત્માનું સુખ પુરુષાર્થ પ્રમાણે મળે છે. મોક્ષમાર્ગમાં પુરુષાર્થ કરે તો પુરુષાર્થને અનુરૂપ ફળ મળ્યા વગર રહેતું નથી. જીવ અનાદિકાળથી ભિખારી જેવો છે! મોટો રાજા થાય તો પણ ભિખારી જેવો જ છે. પૈસાવાળો થાય તો પણ ભિખારી જેવો જ છે. જેટલા પૈસા વધારે એટલો ભિખારી મોટો. આ અબજો રૂપિયાની લોન લેવાવાળા પૈસાવાળા જ છે અને એ બેંકોને ડૂબાડનારા પણ પૈસાવાળા અને રાજકારણવાળા જ છે અને એ ના ડૂબે એના માટે કાયદો કરનારા પણ રાજકારણવાળા જ છે! કઈ નરકમાં જશે એ ખબર નથી ! આ રાજકારણવાળા કેટલા કાવાદાવા, ખટપટો કરે છે! પ્રપંચોમાં રાચે છે ! બોલવાનું કંઈ, કરવાનું કંઈ, ચાલવાનું કંઈ, અંદરમાં કંઈ, બહારમાં કંઈ અને એ માને કે હું હોંશિયાર છું. એ બધી હોંશિયારી એક દિવસ નીકળી જવાની છે. પુણ્યનો ઉદય છે ત્યાં સુધી ઠીક છે. કરી લે ભાઈ ! Page #142 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા પાપ છીપાયા ના છીપે, છીપે તો મહાભાગ; દાબી ડૂબી ના રહે, રૂઈ લપેટી આગ. પુણ્ય છીન જબ હોત હૈ, ઉદય હોત હૈ પાપ; દાઝે વન કી લાકરી, પ્રજલે આપોઆપ. ૧૧૯ — બૃહદ્ આલોચના જીવ અનાદિકાળથી ભિખારી જેવો છે, માટે હવે આત્મા પ્રાપ્ત કરવાની સામગ્રી મળી તો ચેતી જવું. અભિમાન મૂકીને પુરુષાર્થ ન કરે તો સાધનો મળ્યા છે તે વૃથા જાય. વળી, અભિમાન કરે કે અમે તો આટલો ધર્મ કરીએ છીએ, અમને તો જૈનધર્મ, જ્ઞાનીપુરુષ આ બધું મળ્યું છે અને જેવો જોઈએ તેવો પુરુષાર્થ ના કરે અને આળસમાં તેમજ પ્રમાદમાં સમય વીતાવી દે તો આ બધી મળેલી સામગ્રી, સાધનો, નિમિત્તો એ બધા નકામા જાય. જેમ ઊંચેથી પડેલો વધુ પછડાય તેમ સંસારમાં દીર્ઘકાળ રખડનાર વધારે પછડાય અને વધારે વાગે. બસ એવું આ સંસારમાં છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ભક્તિના વીસ દોહરા ( ગાથા - ૨૦) પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરી દે જ. બધાય દોષોને દૂર કરવાનો ઉપાય સદ્ગુરુનું શરણ છે. પરમકૃપાળુદેવ કહે છે, માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૮ માટે પરમાત્માને ફરી ફરી નમસ્કાર કરી અને વારંવાર એ જ માગું છું તે શું? કે સદ્ગુરુમાં દઢ શ્રદ્ધા. ભગવાનને વારંવાર નમસ્કાર કરીને તેમની પાસે એ જ પ્રાર્થના કરું છું કે મને સદેવ-ગુરુ-ધર્મમાં દઢ શ્રદ્ધા રહે. વીતરાગ દેવ, નિગ્રંથગુરુ અને તેમના દ્વારા પ્રરૂપાયેલો રત્નત્રય ધર્મ, વસ્તુ સ્વભાવમય ધર્મ, અહિંસામય ધર્મ અને દસ લક્ષણમય ધર્મ તેમજ તેમના દ્વારા રચાયેલા સતુશાસ્ત્રોમાં મને દઢ શ્રદ્ધા રહો. બીજો મનમંદિર આણુ નહીં, એ અમ કુલવટ રીત જિનેશ્વર. નિગ્રંથગુરુ, વીતરાગ ભગવાન સિવાય કોઈ દેવ-દેવીઓને વંદન-નમસ્કાર નહીં, કોઈની પૂજા કે આરતી નહીં. આનંદ કે કંદ જાકો, પૂજત સુરદ વૃંદ; ઐસો જિનરાજ છોડ, ઓર કો ન થ્થાઈએ. નિગ્રંથગુરુ એટલે આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વ વાણી પરમકૃત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. - શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૦ આવા સદેવ-ગુરુ-ધર્મમાં મારી દઢ શ્રદ્ધા રહો. વળી, સદ્ગુરુ-સંતમાં અને હે પ્રભુ! તારામાં ભેદ માનું નહીં. સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ. એ બધા તારા સ્વરૂપ છે. ભગવાન પહેલા સંત હતા, પછી સદગુરુ થયા, પછી ભગવાન થયા. માટે સંત અને સદ્ગુરુ એ ભગવાનનું જ સ્વરૂપ છે. સ્વરૂપને પ્રાપ્ત થયેલા પુરુષોમાં કોઈ ભેદ છે નહીં. અંતરંગદષ્ટિથી જોતાં કોઈ ભેદ નથી. બાહ્ય દૃષ્ટિમાં અથવા વ્યવહારથી બધા ભેદ છે. એ ભેદ હું માનું નહીં. સદ્દગુરુ એ તો સાક્ષાત્ જીવતા જાગતા “સમયસાર છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. ૧૨૧ - શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૧ - પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી, સ્વચ્છંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૬ હે પ્રભુ ! આત્મજ્ઞાની સદ્ગુરુ એ તારું રૂપ જ છે, એમ નિશંકપણે માનું. કેમ કે, એ બધા ‘સત્’ ની જાતના છે. આત્મજ્ઞાની સદ્ગુરુ એ પણ સત્ની જાત છે, પરમાત્મા એ પણ સત્ની જાત છે. એમ શંકા વગર હું માનું અને તેમને શરણે રહું. પરમકૃપાળુદેવ કહે છે કે, સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે; અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૫૪ સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ આવવી કઠણ છે, પણ આવે છે ત્યારે જ કામ થાય છે. તેને જ્ઞાનીઓએ પ૨મ ધર્મ કહ્યો છે. જે વ્યવહારથી છે અને તે નિશ્ચયધર્મનું કારણ બને છે અને એ બુદ્ધિ ૫૨મ દૈન્યત્વને સૂચવે છે એટલે પરમ વિનયને સૂચવે છે, દાસત્વપણું સૂચવે છે. પ્રભુશ્રી પરમકૃપાળુદેવને પત્રો લખતા ત્યારે પત્રના અંતે લખતાં - તમારી દાસીની દાસીની દાસીની દાસી. આવા પરમ દૈન્યત્વવાળા જીવને સત્પુરુષનો બોધ પરિણામ પામે છે અને આત્મકલ્યાણ સાધી લે છે. જેથી સર્વ પ્રાણી વિષે પોતાનું દાસત્વ મનાય છે અને પરમ જોગ્યતાની પ્રાપ્તિ હોય છે. — શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૫૪ હું બધાયનો દાસ છું. દાસત્વભાવથી અહંકાર નષ્ટ થઈ જાય છે. જુઓ ! શુષ્ક જ્ઞાનમાર્ગવાળા અક્કડ હોય છે. એમનામાં દાસત્વબુદ્ધિ આવવી બહુ કઠણ છે અને એ દાસત્વભાવ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી જ્ઞાનનું સમ્યક્ પ્રકારે પરિણમન થઈ શકે નહીં; જેથી સર્વ પ્રાણી વિષે દાસત્વ ભાવ – બધાયમાં આત્મબુદ્ધિ આવે નહીં. પરમકૃપાળુદેવે કહ્યું છે, સર્વાત્મમાં સમદષ્ટિ ઘો આ વચનને હૃદયે લખો. – શ્રી મોક્ષમાળા – શિક્ષાપાઠ - ૬૭ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ભક્તિના વીસ દોહરા તેનાથી જીવમાં સાચી યોગ્યતા આવે છે. સત્પુરુષ પ્રત્યે પરમેશ્વર બુદ્ધિ થઈ, પરમ ભક્તિભાવ, શરણભાવ જાગે ત્યારે સમકિત થાય છે. બ્રહ્મચારીજીએ વિવેચનમાં આ વાત મૂકી છે કે પુરુષ પ્રત્યે પરમેશ્વર બુદ્ધિ એટલે જેવા મંદિરમાં પરમેશ્વર છે એવા જ આ પ્રત્યક્ષ પરમેશ્વર છે. એવી પરમેશ્વર બુદ્ધિ સત્પુરુષમાં થાય અને એમના પ્રત્યે પરમ રતિભાવ જાગે, એમના પ્રત્યેનો શરણભાવ આવે ત્યારે જીવને એમના બોધનું નિમિત્ત પામીને સમતિ થાય છે. દાસત્વભાવ આવવો અઘરો તો છે, પણ આવ્યા વગર છૂટકો થવાનો નથી. ફરી ફરી વિચારવા જેવી અને સમજવા જેવી વાત છે. જીવ અનાદિકાળથી સ્વચ્છંદના કારણે આ દાસત્વભાવ લાવી શક્યો નથી. સત્પરુષ પ્રત્યે પરમેશ્વર બુદ્ધિ થઈ પરમ ભક્તિભાવ-શરણભાવ જાગે ત્યારે સમકિત થાય છે. એ આ કાળના જીવોને મોટા ભાગે દુર્લભ છે કેમ કે જીવોની યોગ્યતા એ પ્રકારની નથી. મોટા ભાગના જીવો સ્વચ્છંદમાં વર્તે છે અને માને છે કે હું કાંઈક જાણું છું, હું કાંઈક સમજું છું, મને બધું આવડે છે, હવે મારે ક્યાંય જવાની જરૂર નથી, હું મારી રીતે મારું કામ કરી લઈશ. ભાઈ ! અનાદિકાળથી તે આવો અહંકાર કર્યો છે, એનું નામ જ સ્વચ્છંદ છે. “સ્વચ્છંદના માથે શિંગડાં હોય નહીં.” પરમેશ્વરભાવ જાગવો એટલે ચોથા ગુણસ્થાનકવાળાને તેરમા ગુણસ્થાનકમાં બેસાડવો. સપુરુષ પ્રત્યે પરમેશ્વર બુદ્ધિ થઈ પરમ ભક્તિભાવ, શરણભાવ જાગે ત્યારે સમકિત થાય છે. બ્રહ્મચારીજીએ તેને સમકિત થવાનું કારણ બતાવ્યું છે. આને નોટમાં ઉતારી લેવા જેવું છે, હૃદયમાં લખી લેવા જેવું છે. અને આ વસ્તુ જયાં સુધી આપણામાં નહીં આવે ત્યાં સુધી આપણે સમકિતની આશા રાખવાની નહીં. ખ્યાલ આવે છે? પુરુષ પ્રત્યે પરમેશ્વર બુદ્ધિ થઈ, પરમ ભક્તિભાવ, શરણભાવ જાગે ત્યારે સમકિત થાય. સદ્દગુરુના ચરણની સેવાથી જ પરમાત્માની પ્રાપ્તિ થાય છે એમ દઢ શ્રદ્ધા થાય એટલું માગું છું. સદૂગુરુના ચરણોની સેવા કરીશ તો મને પરમાત્માની પ્રાપ્તિ થશે. સદ્ગુરુ સંત સ્વરૂપ તુજે, એ દઢતા કરી દે જ. સદ્દગુરુના ચરણની સેવાથી જ પરમાત્માની પ્રાપ્તિ થાય છે, એમ દઢ શ્રદ્ધા થાય એવું હું માગું છું. આ કાળના જીવોને આ પ્રકારે શ્રદ્ધા થવી એ દુર્લભ તો છે, પણ અશક્ય નથી. કેમ કે How and Why વાળા આ કાળમાં જીવો વધારે હોય છે. બુદ્ધિપ્રધાન કે જ્ઞાનપ્રધાન જીવો વધારે હોય છે અને ભક્તિપ્રધાન કે શ્રદ્ધાપ્રધાન જીવો આ કાળમાં બહુ ઓછા હોય છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા ૧૨૩ આટલી દઢતા માગું છું પ્રભુ ! વધારે દઢતા નહીં. સદ્ગુરુમાં પરમેશ્વર બુદ્ધિ થાય, આવી મારી દૃઢ શ્રદ્ધા થાય - આટલી હું ભાવના કરું છું. આમ, પરમાત્મા પ્રત્યે પ્રાર્થના કરીને માગ્યું કે સાચા સદ્ગુરુની પ્રાપ્તિ અને તેમના પ્રત્યે દૃઢ શ્રદ્ધા થાય એવી કૃપા કર. મંગલ મૂળ સદ્ગુરુ ચરણ, મુજ મન માંગુ સ્થિર; વિઘ્ન હવે હું નહીં ગણું, વસે હૃદયમાં વીર. મંગલમૂળ સદ્ગુરુ ચરણ – સર્વ પ્રકારના મંગળોનું મૂળ એ સદ્ગુરુનું ચરણ છે. મંગલ એટલે પાપને ગાળે અને પુણ્યને લાવે. મુજ મનમાં હો સ્થિર - આ મારા મનમાં સ્થિર વિચારભાવ રહે કે બધાય મંગલોનું મૂળ, બધાય આત્મહિતના કારણોનું મૂળ એ સદ્ગુરુનું ચરણ છે. વિઘ્ન હવે હું નહી ગણું – હવે મારે કોઈ વિઘ્ન નથી. મારું વિઘ્ન તો મારો અનિશ્ચય હતો. હવે મારો નિશ્ચય થયો. નિશ્ચય થયા પછી કોઈ વિઘ્ન હોતું નથી. વસે હૃદયમાં વી૨ – બસ મારા હૃદયમાં મહાવીર સ્વામી ભગવાન કાયમ માટે બિરાજમાન રહો આવી ભાવના કરી અને આ દોહરો અહીં સમાપ્ત થાય છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ શું સાધન બાકી રહ્યું ? શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત - પત્રાંક - ૨૬૫ ૐ સત્ (તોટક છંદ) રાળજ, ભાદરવા સુદ ૮, ૧૯૪૭ યમનિયમ સંજમ આપ કિયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો; વનવાસ લિયો મુખ મૌન રહ્યો, દૃઢ આસન પદ્મ લગાય દિયો. ૧ મન પૌન નિરોધ સ્વબોધ કિયો, હઠજોગ પ્રયોગ સુ તાર ભયો; જપ ભેદ જપે તપ ત્યૌહિ તપે, ઉરસંહિ ઉદાસી લહી સબપેં. ૨ સબ શાસ્ત્રનકે નય ધારિ હિયે, મત મંડન ખંડન ભેદ લિયે; વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો. ૩ અબ ક્યોં ન બિચારત હૈ મનસેં, કછુ ઔર રહા ઉન સાધનસેં ? બિન સદ્ગુરુ કોય ન ભેદ લહે, મુખ આગલ હૈ કહ બાત કહે ? ૪ કરુના હમ પાવત હે તુમકી, વહ બાત રહી સુગુરુ ગમકી; પલમેં પ્રગટે મુખ આગલસેં, જબ સદ્ગુરુચર્ન સુપ્રેમ બસેં. ૫ તનસેં, મનસે, ધનસે, સબસે, ગુરુદેવકી આન સ્વ-આત્મ બસેં; તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાહિ પ્રેમ ઘનો. ૬ વહ સત્ય સુધા દરશાવડિંગે, ચતુરાંગુલ હે દેગસે મિલહે; રસ દેવ નિરંજન કો પિવહી, ગહિ જોગ જુગોજુગ સો જીવહી. ૭ પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બસેં; વહ કેવલકો બીજ ગ્યાનિ કહે, નિજકો અનુભૌ બતલાઈ દિયે. ૮ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ શું સાધન બાકી રહ્યું ? અનાદિથી જીવે અનેક પ્રકારના સાધનો મોક્ષ માટે કર્યા, પણ તે બધાંય સાધનો સંસારના હેતુભૂત થયાં, મોક્ષના હેતુભૂત ન થયાં. પરમકૃપાળુદેવે આ પદ વિષે પત્રાંક – પ૩૪માં જણાવ્યું છે કે, બીજા આઠ ત્રોટક છંદ તે સાથે અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે, કે જેમાં આ જીવને શું આચરવું બાકી છે, અને જે જે પરમાર્થને નામે આચરણ કર્યા તે અત્યાર સુધી વૃથા થયા, ને તે આચરણને વિષે મિથ્યાગ્રહ છે તે નિવૃત્ત કરવાનો બોધ કહ્યો છે, તે પણ અનુપ્રેક્ષા કરતાં જીવને પુરુષાર્થ વિશેષનો હેતુ છે. ઘણા બાહ્ય આચરણો કર્યા. વ્રત, તપ, મૌન, ધ્યાન, ચિંતન, ભક્તિ, સામાયિક, પૂજા, તપ, ત્યાગ, વગેરે ઘણું કર્યું. છતાં શું આચરવાનું બાકી રહી ગયું કે જેના કારણે આ જીવનું પરિભ્રમણ સમાપ્ત ના થયું? સાધનાનું ધ્યેય પરિભ્રમણ સમાપ્ત થાય તે છે. તો એવું કર્યું આચરણ બાકી છે કે જે આચરવાથી પરિભ્રમણ સમાપ્ત થાય? જે જે પરમાર્થના નામે, આત્મકલ્યાણના નામે, મોક્ષમાર્ગના નામે આચરણ કર્યા તે અત્યાર સુધી વૃથા થયા, એટલે નકામા ગયા, મોક્ષના હેતુભૂત ના થયા. જ્યારે જ્ઞાની એનું એ જ આચરણ કરીને સંસારનું પરિભ્રમણ ટાળે છે. સમ્યગ્ગદર્શન સહિતનું આચરણ મોક્ષનું કારણ થાય છે અને મિથ્યાત્વ સહિતનું આચરણ સંસારનું કારણે થાય છે. મિથ્યાત્વ સહિતના આચરણોને વિષે મિથ્યા આગ્રહો છે તે નિવૃત્ત કરવાનો બોધ કર્યો છે. મિથ્યાષ્ટિ જીવ જે બાહ્ય આચરણ કરે છે તેના તેને મિથ્યા આગ્રહો છે. બાહ્ય મહાવ્રતો કંઈ મોક્ષનું કારણ નથી. મોક્ષનું કારણ તો રત્નત્રયની અભેદતા છે. તો આ બધા મિથ્યાઆગ્રહ, હઠાગ્રહ, કદાગ્રહ, મતાગ્રહ આ જીવને મોક્ષમાર્ગમાં વિધ્વરૂપ થાય છે. એટલે મિથ્યા આગ્રહ છોડો અને સત્ય આગ્રહ રાખો. અત્યાર સુધી આપણે મિથ્યાગ્રહ છોડ્યો નહીં અને જે જે કુળમાં જન્મ્યા, જે જે સંપ્રદાયમાં જન્મ્યા, જે જે પદ્ધતિથી ધર્મ કર્યો એનો જ આગ્રહ રાખ્યો અને સાચો ધર્મ અને સાચી પદ્ધતિ પ્રત્યે અનાદિકાળથી આપણી દૃષ્ટિ ગઈ નહીં. અનંતવાર આપણે સાધુ થયા. નવ રૈવેયકમાં અનંતવાર ગયા, એવા સાધુ પણ થયા. આગમને અનુરૂપ બહારમાં ઊંચા આચરણ પાળ્યાં, છતાં પરિભ્રમણનો અંત આવ્યો નહીં. એટલે એ રૂઢિ પ્રમાણેની સાધનાને હવે ત્યાગો અને વાસ્તવિક સાધનાને હવે અંગીકાર કરો. મિથ્યા આગ્રહને નિવૃત્ત કરો, છોડો એમ કહે છે. આની અનુપ્રેક્ષા કરશો, ચિંતવન કરશો, વારંવાર એને સમજવાની કોશિશ કરશો તો ક્યારેક Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શું સાધન બાકી રહ્યું ? સાચા પુરુષાર્થ પ્રત્યે દષ્ટિ જશે કે કયું કામ રહી ગયું છે ? અજ્ઞાનના કારણે સદ્વિવેક પામવો દુર્લભ છે. પુરુષાર્થ તો બધાય કરે છે, પણ સત્પુરુષાર્થ તે મોક્ષનું કારણ થાય. એટલે જ પરમકૃપાળુદેવે કહ્યું કે, જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ. ‘મૂળમાર્ગ’ માં પણ સાચો પુરુષાર્થ બતાવ્યો કે, · શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૩૦ તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ, મૂળ. તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજસ્વરૂપ. મૂળ. - - શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક – ૭૧૫ – · ‘મૂળમાર્ગ રહસ્ય’ જેમ લક્ષ વગરનું બાણ નિષ્ફળ જાય, તેમ લક્ષ વગરની સાધના પણ નિષ્ફળ જાય. આપણું લક્ષ, ધ્યેય મોક્ષનું છે, સ્વરૂપપ્રાપ્તિનું છે. જો સ્વરૂપદૃષ્ટિ ના થાય, સ્વરૂપ-અનુસંધાન ના થાય તો ગમે તેવા સાધનો હોય તે સંસારના હેતુભૂત થાય, મોક્ષના હેતુભૂત ના થાય. વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો. કયું સાધન સાચું ? તો કે જે સાધ્યની સિદ્ધિ કરે તે સાધન સાચું. સાધન ગમે તેટલું ઊંચું હોય, પણ સાધ્યની સિદ્ધિ ના થાય તે કાર્યભૂત કહેવાય નહીં. કૈવલ્યનું બીજ શું છે ? તે અહીં બતાવ્યું છે. વહ કેવલકો બીજ ગ્યાનિ કહે, નિજકો અનુભૌ બતલાઈ દિયે. આ પદમાં બે વસ્તુની મુખ્યતા છે કે એક તો શું સાધન કરવું બાકી રહ્યું ? અને બીજું કેવળજ્ઞાનનું બીજ સમ્યગ્દર્શન શું છે ? આત્મજ્ઞાન – સમ્યગ્દર્શન એ બીજ છે અને કેવળજ્ઞાન એ પૂનમ છે. તો, એ વાત આ પદમાં બતાવી છે કે આજ દિન સુધી આપણે કેવા કેવા સાધનો કર્યા ! અનંતવા૨ જિનદીક્ષા લીધી, અનંતવાર શાસ્ત્રનો અભ્યાસ કર્યો, અનેકવાર અનેક પ્રકારની અટપટી સાધના કરી; પણ એક સત્ સુણ્યું નથી, એક સત્ શ્રધ્યું નથી, એક સત્ અનુભવ્યું નથી. એ સુણ્ય, શ્રધ્યે, અનુભવ્યે છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે, એમ પરમકૃપાળુદેવે કહ્યું છે. તો, સત્ત્નું લક્ષ રાખીને સાધના કરવાની છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ શું સાધન બાકી રહ્યું ? ૧૨૭ નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નો’ય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા – ૧૩૧ — નિશ્ચયનયનો વિષય શુદ્ધ આત્મા છે તેને લક્ષમાં રાખવાનો છે અને તે શુદ્ધાત્મા હું છું એવું ભાન કરવા માટે આ બધી સાધના છે. એ ભાન થયા પછી જીવ ગમે તેટલો દોડે પણ એ સ્વરૂપદષ્ટિ ચૂકશે નહીં. ઉદયવશાત્ ગમે તે પ્રવૃત્તિ કરશે કે કરવી પડશે તો પણ તે તેનું લક્ષ ચૂકશે નહીં. સભ્યષ્ટિ લડાઈ લડતી વખતે, રાજ ચલાવતી વખતે કે ઉદયવશાત્ કોઈપણ કાર્ય કરે છે તે તાદાત્મ્યતાથી કરતા નથી, રસપૂર્વક કરતા નથી. હવે આ ઉદય કેવી રીતે છૂટે અને કેવી રીતે ઘરભેગા થઈએ એ લક્ષથી બાહ્ય ક્રિયાઓ કરતા હોય છે. જ્ઞાનીને મહાવ્રતો પણ નથી પાળવા કે ભક્તિ પણ નથી કરવી કે શાસ્ત્રો નથી વાંચવા – જો સ્વરૂપમાં સ્થિર થવાય તો. જ્યારે તે ના થઈ શકે ત્યારે વ્યવહારથી બાહ્ય સત્તાધનો સેવે છે કે જે નિશ્ચયનું કારણ થાય છે. તેને અંગીકાર કરે છે, પણ હેયના લક્ષે ઉપાદેય માનીને અંગીકાર કરે છે. બસ, તો દષ્ટિપૂર્વકની સાધના થવી જોઈએ. લક્ષપૂર્વકની સાધના થવી જોઈએ. હેતુભૂત સાધના થવી જોઈએ. પુસ્તક વાંચવા બેઠા તો વાંચી ગયા - બે કલાક, ચાર કલાક, છ કલાક; પણ એમાંથી સાર શું કાઢ્યો ? એનો મર્મ શું કાઢ્યો ? એમાંથી અર્થ શું નીકળ્યો ? મર્મ પ્રત્યે દષ્ટિ જશે તો સ્વરૂપદૃષ્ટિ થયા વગર રહેશે નહીં. માટે, મર્મ એટલે સાધનાનું રહસ્ય. કોઈ માણસ ઊંઘી ગયો અને જાગતો ન હોય તો તેને ગોદો મારીને કે બીજી કોઈ પણ રીતે તેના ઘરના સભ્યો જગાડે છે. તેમ અનાદિકાળથી મોહનિદ્રામાં સૂતેલાં આપણને જ્ઞાની જગાડે છે. જ્યાં જ્ઞાની સૂએ છે ત્યાં અજ્ઞાની જાગે છે અને જ્યાં અજ્ઞાની સૂએ છે ત્યાં જ્ઞાની જાગે છે. અજ્ઞાની જીવોને જગાડવા માટે આ યમનિયમનું પદ શ્રીમદ્જીએ લખ્યું છે. આંધળો માણસ દોડે તો કો’ક જગ્યાએ પડવાનો, તેમ આંધળી સાધના ગમે તેટલી બળવાન હોય, પણ તે કો'ક જગ્યાએ નીચે પડવાનો, ધ્યેય સુધી પહોંચી નહીં શકવાનો. પરમકૃપાળુદેવે કહ્યું છે, સમજ, પિછે સબ સરલ હૈ, બિન્દૂ સમજ મુશકીલ. યે મુશકલી ક્યા કહું ? – શ્રીમદ્ રાજચંદ્ર - આવ્યંતર પરિણામ અવલોકન – હાથનોંધ – ૧/૧૨ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શું સાધન બાકી રહ્યું ? સમજે તો સહજમાં મોક્ષ છે નહીં તો અનંત ઉપાય પણ નથી. જે સમજ્યા તે સમાઈ ગયા. * - શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૬૪૫ તો, સમજીને સ્વરૂપમાં સમાઈ જવું એ જ મોક્ષમાર્ગ છે. કાયાની વિસારી માયા. સ્વરૂપે સમાયા એવા. નિગ્રંથનો પંથ ભવઅંતનો ઉપાય છે. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૦૨ - “જડ-ચેતન વિવેક' કાયાની વિસારી માયા એટલે જેમણે દેહાધ્યાસ છોડ્યો અથવા છૂટ્યો તે સ્વરૂપમાં સમાયા. એવા બાહ્યાંતર નિગ્રંથ રત્નત્રયધારી મુનિ તે સાચા મોક્ષમાર્ગી છે. “નિગ્રંથનો પંથ ભવઅંતનો ઉપાય છે.” “અપૂર્વ અવસર' માં પણ એ જ ભાવના ભાવી છે કે, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો? સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરશું કવ મહપુરુષને પંથ જો. અપૂર્વ. ૧ – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૭૩૮ - ‘અપૂર્વ અવસર બહારમાં અને અંદરમાં બન્નેમાં નિગ્રંથપણું જોઈએ. જગતના જીવો તો સંસારની પ્રવૃત્તિઓમાં અને ભોગોની અંદરમાં ગળાડૂબ છે, બહારના પદાર્થોને ભેગા કરવામાં અને ભોગવવામાં જ પોતાનો કિંમતી સમય અને આખી જિંદગી વેડફી નાંખે છે અને ફળસ્વરૂપે અધોગતિમાં ચાલ્યા જાય છે. આપણી ભૂમિકા અનુસાર આપણે સાધના કરવાની છે. શ્રદ્ધામાં ૯૯.૯૯% પણ નહીં ચાલે, પૂરા ૧૦૦ ટકા જોઈએ. આચરણમાં ચાલશે. કારણ કે, ત્યાં પોતાની શક્તિ અનુસાર છે. પરમકૃપાળુદેવ આપણને અહીં જગાડે છે કે તમે અનંતવાર આટલી બધી સાધના કરી તો હજુ સુધી તમારા હાથમાં આત્મા કેમ ન આવ્યો? તમને આત્માનો અનુભવ કેમ ના થયો? તમને આત્માની શાંતિ કેમ ના થઈ? તમે કૃતકૃત્ય કેમ ના થયા? આટલી બધી સાધના આટલા Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ શું સાધન બાકી રહ્યું ? અનંતભવથી કરી, અનંતવાર મનુષ્યભવ મળ્યો, અનંતવાર જ્ઞાનીઓનો યોગ થયો, અનંતવાર આ જીવ મુનિ થયો, છતાં તે સાચી સાધના અને સાચા પુરુષાર્થથી કેમ વંચિત રહ્યો? એ તરફ તેની દૃષ્ટિ કે લક્ષ્ય કેમ ન ગયું? આ ભવમાં પણ આટલું બધું સમજીએ છીએ, આ યમનિયમનું પદ વાંચીએ છીએ, છતાં દૃષ્ટિ કેમ નથી થતી? વારંવાર એકાંતમાં બેસીને આત્માને જગાડવાનો છે. પૂછવાનું છે કે ભાઈ ! તારે હવે શું જોઈએ છે? તારે શું કરવું છે? અને જગતની કઈ વસ્તુ તને શું કામ આવે એવી છે? જગતના જીવો ગમે તેટલા ટાઈટલ આપે, ગમે તેટલા હાર પહેરાવે, ગમે તેટલી માન પૂજા કરે, ગમે તેટલું બહુમાન કરે, ગમે તેટલા ભૌતિક પદાર્થો અને ભૌતિક સુખ મળી જાય, એ તમને શું કામ આવે? જગતનો એક અણુ માત્ર પણ આત્માને કલ્યાણકારી નથી અને જગતના કોઈપણ ચેતન કે અચેતન પદાર્થો સાથે આ જીવને કાંઈ લાગતું વળગતું કે લેવા દેવા પણ નથી, છતાં મોહના ઉદયમાં આટલા બધા રાગ-દ્વેષ પરિણામ કેમ? આટલા બધા મમત્વના પરિણામ કેમ? આટલું બધું પરમાં અહંપણું કેમ? આટલું બધું પરમ કર્તુત્વપણું – ભોક્તત્વપણું કેમ? જગતના પદાર્થમાં આટલું બધું ઈષ્ટ - અનિષ્ટ માનવાપણું કેમ? અને તેના નિમિત્તે હર્ષ-શોક કેમ? આ બધું થવાનું કારણ પદાર્થનો અનર્ણય છે. એકવાર નિર્ણય કર્યો, પછી નિર્ણય ફરવો ના જોઈએ અને તે નિર્ણય જ્ઞાનીના બોધ અનુસાર કરો, તમારી મૌલિકતાથી કરો, તો તે નિર્ણય નહીં ફરે. અજ્ઞાનીઓ હજારો પ્રકારના બોધ આપશે અને જ્ઞાનીનો બોધ એક જ પ્રકારનો હશે. હજાર અજ્ઞાનીને સાંભળવા કરતાં એક જ્ઞાનીની આજ્ઞા માનીને ચાલવાથી કામ થાય છે અને તે આજ્ઞા પણ મોક્ષમાર્ગની હોય છે. તો, આજદિન સુધીની આપણી કઈ કઈ ભૂલો થઈ છે? એ ભૂલો કેમ ટળે? અને ભૂલો ટળે તો એનું ફળ શું આવે? એ આ પદમાં બતાવ્યું છે. બહુ જ ઉત્તમ મર્મવાળું આ પદ . નિત્યક્રમમાં આ પદ રોજ બોલીએ છીએ. જેમ હનુમાનજી આખો દરિયો ઓળંગી ગયા, પણ એ દરિયાની અંદરમાં શું હતું તે જોયું નહીં અને લંકામાં પણ જ્યાં સીતા માતાને રાખ્યા હતા તે જ જોયું. તેમ પ્રભુશ્રીને પરમકૃપાળુદેવે બોધ આપ્યો ત્યારે કહ્યું કે, “બેટ્ટો હોય એ બીજું જુએ.” આવી આત્મદષ્ટિ કરવાની છે અને આવી આત્મદષ્ટિ થાય તો જ સાધ્યની સિદ્ધિ થાય, નહીં તો ના થાય. જેમ બળદ ધીમો ચાલતો હોય તો ગાડું ચલાવનારો તેને આર મારે છે, એટલે બળદ પાછો તેજ ચાલતો થઈ જાય. તેમ પરમકૃપાળુદેવે આપણને અહીં આર ભોંકી છે કે તમે હવે જાગૃત થઈને ચાલો, નહીં તો મનુષ્યભવ થોડો બાકી છે તે પૂરો થઈ જશે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શું સાધન બાકી રહ્યું? હે જીવ ! આ ક્લેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા! જાગૃત થા !! નહીં તો રત્ન ચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ! હવે તારે સત્પરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. - શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૧૦૫ તો, આ પદ સાંભળીને પરિવર્તન લાવવાનું છે. બોલીએ છીએ ઘણી વખત, વાંચીએ છીએ ઘણી વખત, એના અર્થ પણ વિચારીએ છીએ ઘણી વખત; પણ પરિવર્તન નથી આવ્યું. તમે ઈડર આવવાનો નિર્ણય કર્યો, ટિકિટો લીધી, રજાઓ મૂકી, બધાને કહી દીધું કે હું આટલા દિવસ અહીં નથી, ઈડર જવાનો છું; છતાં ગાડીમાં ના બેસો તો? આ બધું કરેલું પાણીમાં એમ બધું કર્યું, પણ જો આત્મામાં ન આવો તો તમે ઘર ભેગા ના થાવ, મોક્ષે ન પહોંચાય, એટલે પરમકૃપાળુદેવે આ પદમાં બહુ સરસ રહસ્ય જણાવી આત્માને રૂઢિ પ્રમાણેની સાધનામાંથી બહાર કાઢ્યો છે અને વાસ્તવિક સાધનાની દૃષ્ટિ કરાવી છે. તેનો અત્યારે અહીં વિચાર કરીએ છીએ. આ તેની ભૂમિકા બાંધી. હવે, આપણે પદ ઉપર વિચાર કરીએ છીએ. Page #154 -------------------------------------------------------------------------- ________________ શું સાધન બાકી રહ્યું ? ગાથા - ૧ યમનિયમ સંજમ આપ કિયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો; વનવાસ લિયો મુખ મૌન રહ્યો, દંઢ આસન પદ્મ લગાય દિયો. ૧૩૧ યમનિયમ :- યમ એટલે મહાવ્રતો. તે આખા જીવન માટે હોય. જીવીએ ત્યાં સુધી મહાવ્રતો અંગીકાર કરવા તેને યમ કહેવાય. અણુવ્રત કે મહાવ્રત જીવનપર્યંત લઈએ તે યમ છે. નિયમ એટલે અમુક સમય પૂરતું જે વ્રત લઈએ, ત્યાગ કરીએ તે. જેમ કે, અમુક સમય માટે દિવ્રત લેવું કે અમુક દિશાઓમાં અમુક અંતર સુધી જઈશ અને હિન્દુસ્તાનની બહાર નહીં જાઉં. તેમાં પણ ચોમાસામાં હું ગુજરાતની બહાર નહીં જાઉં કે આ ઈડરથી બહાર નહીં જાઉં કે આટલા ક્ષેત્રથી બહાર નહીં જાઉં તે દેશવ્રત. આમ, આજીવન માટે લઈએ તે યમ અને અમુક સમય માટે લઈએ તે નિયમ કહેવાય. સંજમ :- સંજમ એટલે સંયમ. પ્રાણીસંયમ અને ઈન્દ્રિયસંયમ - એમ સંયમના બે પ્રકાર છે. પાંચ ઈન્દ્રિયો અને છઠ્ઠા મનનો નિગ્રહ કરવો એમ છ પ્રકારે ઈન્દ્રિયસંયમ છે અને છકાયના જીવોની રક્ષા કરવી એમ છ પ્રકારે પ્રાણીસંયમ છે. મુનિઓને સંપૂર્ણ છકાયની રક્ષા હોય છે. શ્રાવકો સ્થાવર જીવોની, એકેન્દ્રિય જીવોની રક્ષા કરી શકતા નથી અને તેમને સંકલ્પી હિંસાનો ત્યાગ હોય છે. તેઓ એકદેશ અહિંસાનું પાલન કરી શકે છે, મુનિ જેવું સંપૂર્ણ ના કરી શકે. કેમ કે, શ્રાવકોને વસ્ત્ર પહેરવા પડે, ધોવા પડે, પૈસા કમાવા પડે, અગ્નિ સળગાવવો પડે, વાસીદુ વાળવું પડે, ખાંડવું પડે, દળવું પડે, લાઈટ કરવી પડે, ગાડીઓનો ઉપયોગ કરવો પડે, આરંભ કરવો પડે, પરિગ્રહ રાખવો પડે, એટલે મુનિ જેવી અહિંસાનું પાલન શ્રાવક ના કરી શકે અને મુનિઓને તો પાંચ ઈન્દ્રિયના વિષયોનો પણ ત્યાગ હોય છે, છ કાય જીવોને પણ અભયદાન આપે છે. આવા સંયમનું પાલન આપણે અનંતવાર કર્યું. અનંતવાર જિનદીક્ષા, અનંતવાર મુનિપણું, અનંતવાર આચાર્ય, અનંતવાર શાસ્ત્રનો અભ્યાસ કર્યો, પણ એક સત્ સુણ્યું નહીં, શ્રધ્યું નહીં, આચર્યું નહીં. એ સુણ્યે, ધ્યે અને આચર્યે છૂટવાની વાર્તાનો આત્મામાંથી ભણકાર થશે. બીજા અનેક પ્રકારના નિયમો પણ પાપના ત્યાગના કે દોષોના ત્યાગના અનંતવાર કર્યા. યમનિયમ સંજમ આપ કિયો. આપ એટલે આપણી વાત છે. તમે કર્યો આપણે બધાએ કર્યો. આ ભવમાં પણ કર્યો છે, પૂર્વના ભવમાં પણ કર્યો છે. પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો; Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શું સાધન બાકી રહ્યું ? પુનિ એટલે ફરી ફરી, વારંવાર. આપણે ત્યાગ, વૈરાગ્ય અથાગ, બેહદ કર્યા. આપણા ત્યાગ વૈરાગ્યને જોઈને લોકો પણ મોમાં આંગળા નાંખી જાય, એવો વૈરાગ્ય ધારણ કર્યો. જે વૈરાગ્ય દુઃખગર્ભિત કે મોહગર્ભિત હોય છે તે પણ સંસારનો હેતુ થાય છે, મોક્ષનો હેતુ થતો નથી. કંઈક પ્રતિકૂળતા આવે તો જીવ ક્ષણિક વૈરાગી થઈ જાય છે. એવી વ્યક્તિએ ભલે આખી જિંદગી વૈરાગ્ય રાખ્યો તો પણ અજ્ઞાનીનો વૈરાગ્ય અજ્ઞાનમય હોય છે. એમાં ઘણા અંશે રાગાંશો અવ્યક્તપણે પણ રહેલા હોય છે. રાગનો ત્યાગ થાય એનું નામ વૈરાગ્ય. આ જીવને રાગ બહુ નડતરરૂપ છે. ચાહે દેહનો હોય, ચાહે કુટુંબનો હોય, ચાહે જગતના પદાર્થનો હોય. આ બધોય રાગદુઃખદાયક છે. અજ્ઞાનીને કોઈ પણ સંગમાં રાગ થઈ જાય છે. એટલે ભગવાનનું વચન છે કે, સર્વસંગ મહાગ્નવરૂપ શ્રી તીર્થકરે કહ્યો છે, તે સત્ય છે. – શ્રીમદ્ રાજચંદ્ર - આત્યંતર પરિણામ અવલોકન - હાથ નોંધ - ૧/૩૮ આ તીર્થકર ભગવાનનું વચન છે હોં ! આગમનું વચન છે. પરમકૃપાળુદેવે કહ્યું છે, પરિગ્રહ, આરંભ અને સંગ એ સહુ અનર્થના હેતુ છે. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૫૦૦ એટલે કે તે આત્માને અહિતકારી છે, હિતકારી નથી અને આખું જગત આની પાછળ દોડી રહ્યું છે. કહેવાતા મુમુક્ષુઓ પણ આની પાછળ દોડી રહ્યા છે. આરંભ અને પરિગ્રહ એ ઉપશમ અને વૈરાગ્યના કાળ છે, એમ પરમકૃપાળુદેવે પત્રાંક – ૫૦૬ માં લખ્યું છે. એટલે અનુપશમનાં મૂળ છે. ઉપશમ થવા દેતા નથી. કષાયને મંદ પડવા દેતા નથી. જીવને શાંત થવા દેતા નથી, અંતર્મુખ થવા દેતા નથી, સ્વસ્વરૂપસ્થ થવા દેતા નથી. તો, ત્યાગ વૈરાગ્ય કેટલા લીધો? અથાગ લહ્યો. એનો તાગ ન આવે એટલો કર્યો, ખૂબ કર્યા. અનાદિકાળમાં અનંતવાર આવા તપ, ત્યાગ અજ્ઞાનભાવમાં કર્યા. વૈરાગ્ય પણ લીધો મીઠા વગરનું ખાધું. આખી જિંદગી આયંબિલ કર્યા, આ બધું બહુ કર્યું, પણ રાગ-દ્વેષ બુદ્ધિ રાખીને. રાગના સ્વરૂપને જાણીને વૈરાગ્ય નથી થયો. સ્ત્રીને જોઈને રાગ થયો. તો રાગ થવાનું કારણ સ્ત્રી નથી, પોતાનું અજ્ઞાન છે, પણ એણે આરોપ મૂક્યો સ્ત્રી ઉપર. એ રીતે જીવે હંમેશાં પરપદાર્થો ઉપર આરોપ મૂક્યો અને પોતાનું અજ્ઞાન જોયું નહીં. કોઈ પદાર્થ તમને નડતો નથી, તમને નડે છે તમારું અજ્ઞાન, તમારો મોહ. Page #156 -------------------------------------------------------------------------- ________________ શું સાધન બાકી રહ્યું ? ૧૩૩ જે પદાર્થો તમને રાગ-દ્વેષમાં નિમિત્ત થાય છે, તે જ પદાર્થો તમને કેવળજ્ઞાનમાં ને આત્મકલ્યાણમાં પણ નિમિત્તભૂત થાય છે. ‘જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ.' માટે, દૃષ્ટિ સ્વચ્છ કરો, તો સૃષ્ટિ સ્વચ્છ લાગશે. બસ ભૂલ અંદરમાં પડી છે અને ભૂલને કાઢવા બહારમાં પ્રયત્નો કરીએ છીએ. જે આ પદમાં બતાવ્યા છે. સોય ઘરમાં ખોવાઈ છે અને શોધીએ છીએ બહાર, તેના જેવું છે. બધું છોડીને જંગલમાં પણ જતા રહ્યા, મૌનપણે રહ્યા - આવો વૈરાગ્ય હતો. પણ એ જંગલમાં પણ પાછું બીજું મંગલ વસાવે ! અજ્ઞાન છે એટલે કંઈ સાચી દિશામાં તો જવાનો નથી. ક્યાંક ને ક્યાંક એ આડો ફંટાવાનો જ છે. જ્યાં સુધી પરવસ્તુ, પરપદાર્થમાં આસક્તિ છે ત્યાં સુધી ત્યાગ નિષ્ફળ જાય છે. વસ્તુની આસક્તિ છૂટતી નથી, ત્યાં સુધી ત્યાગ નિષ્ફળ જાય છે. રાગ દૂર કર્યા વગર વૈરાગ્ય આવે નહીં અને વૈરાગ્ય વગર આત્માનું કલ્યાણ થાય નહીં. ‘શ્રી મોક્ષમાળા’ ના શિક્ષાપાઠ - ૫૨માં પરમકૃપાળુદેવે લખ્યું છે કે વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભોમિયો છે. માટે આસક્તિ તૂટે તો ત્યાગ સાચો કહેવાય. તમે ભલે મુંબઈ, અમદાવાદ કે બીજા ગામો છોડીને આવ્યા પણ ત્યાંની આસક્તિ છૂટી નથી. એટલે અહીં કલ્પનામાં તમે મુંબઈ, ચેન્નાઈ કે અમદાવાદ ઊભા કરશો ! આસક્તિ છૂટે તો તમે મુંબઈમાં હોવા છતાં મુંબઈમાં નથી અને આસક્તિ ના છૂટી તો તમે મુંબઈમાં ના હોવા છતાં મુંબઈમાં છો. માટે, આસક્તિ છૂટવી જોઈએ. જગતના જીવો બહા૨માં વખાણે તેવો ઉત્કૃષ્ટ વૈરાગ્ય અને ત્યાગ કર્યો, જંગલમાં બધું છોડીને જતો રહ્યો, મૌન થઈ ગયો, મુનિ થઈ ગયો, છતાં જ્ઞાન નહોતું એટલે ત્યાં પણ રાગ-દ્વેષ કર્યા. ગુફામાં બેસીને પણ સંકલ્પ-વિકલ્પ કર્યા, ગુફામાં બેસે એટલે થોડો નિર્વિકલ્પ થઈ ગયો ? એકાંતમાં જવાથી નિર્વિકલ્પ થોડું થવાય ? દશા વગર નિર્વિકલ્પપણું આવે નહીં, અને નિર્વિકલ્પતા આવ્યા વગર સંકલ્પ-વિકલ્પ જાય નહીં અને સંકલ્પ-વિકલ્પ હોય ત્યાં સુધી આત્માનું કલ્યાણ થાય નહીં. જુઓ ! શ્રીમદ્ભુએ બહુ ચોટ મારીને જગાડ્યા છે. અજ્ઞાની જીવનો વૈરાગ્ય ઉ૫૨ ઉપરનો છે. તેનો વૈરાગ્ય કાં તો દુઃખગર્ભિત કાં તો મોહગર્ભિત કાં તો પરિસ્થિતિને અનુરૂપ હોય છે, પણ જ્ઞાનગર્ભિત હોતો નથી. દેઢ આસન પદ્મ લગાય દિયો. આસનની સ્થિરતા પણ ઘણી કરી. ચોવીસ-ચોવીસ કલાક, અડતાલીસ-અડતાલીસ કલાક અથવા ઘણા સમય સુધી પદ્માસન, ખડ્ગાસન, અર્ધ પદ્માસન કે શવાસનમાં સ્થિર રહ્યો. એમ ઘણા આસન કર્યા. આસનસિદ્ધિ થઈ ગઈ, પણ આત્મસિદ્ધિ ના થઈ ! જુઓ ! Page #157 -------------------------------------------------------------------------- ________________ સાધન બાકી રહ્યું ? શ્રીમદ્જીએ કેટલા મર્મ બતાવ્યા છે ! ભગવાનની દિવ્યધ્વનિનો સાર સંક્ષેપમાં મૂક્યો છે. જો કે, આસનસ્થિરતા જરૂરી છે, તેના વગર પણ કાર્ય ન થાય; પણ અજ્ઞાનપૂર્વકની આસનસ્થિરતાથી પણ કલ્યાણ ના થાય. ધ્યાનમાં આસનસ્થિરતાની ઘણી અગત્યતા છે. આસન સ્થિર ના હોય તો જામેલું ધ્યાન પણ છૂટી જાય છે. માટે, આસનસ્થિરતાની જરૂર છે. અત્યારે શરીરનું સંહનન હીન છે, એટલે જીવો વિશેષ આસનસ્થિરતા કરી શકતા નથી. એટલે આ ક્ષેત્રમાં, આ કાળમાં કેવળજ્ઞાનનો પણ નિષેધ તેના કારણે છે. હીન સંહનનવાળાને એટલી સ્થિરતા હોતી નથી. કંઈક એવા ઉદય કે નિમિત્ત આવી જાય છે તો ચલાયમાન થઈ જાય છે. ઉપયોગ પણ ચલાયમાન થઈ જાય છે અને આસન પણ ચલાયમાન થઈ જાય છે. અમુક ભૂમિકા સુધી ઠીક છે, આગળની ભૂમિકા માટે બધાય સાધનો જરૂરી છે. પણ ૧૩૪ અજ્ઞાનસહિતના સાધનો, બંધનનું નિમિત્ત થાય છે અને એકનું એક સાધન જ્ઞાનસહિત હોય તો મુક્તિનું નિમિત્ત થાય છે. તો, સાધન સાચું તે કહેવાય કે જે સાધ્યની પ્રાપ્તિ કરાવે. સાધન નાનું હોય કે મોટું પણ સાધ્યની પ્રાપ્તિ ના થાય તો તે સાધન તમારા માટે કામનું ના થાય. કેમ કે, સાધનનો સદુપયોગ કેમ કરવો એ કળા આપણને ના આવડી. સાધનનો દોષ નથી, સાધકનો દોષ છે. સાધન તો શું કરે ? એ તો જડ છે. સાધન, સાધક અને સાધ્ય એ ત્રણની એકતા થાય તો સાધન કાર્યકારી કહેવાય, નહીં તો કાર્યકારી ના કહેવાય. અજ્ઞાની જીવ ક્યારેક બગલાની જેમ પદ્માસનમાં સ્થિર બેસી જાય કે જોનારને એમ લાગે કે શુક્લધ્યાનમાં છે, પણ હોય રૌદ્ર ધ્યાનમાં. બગલો સ્થિર છે, એ માછલાંને આવકારી રહ્યો છે, એનું ચિંતન માછલાંનું ચાલે છે કે પેલી બાજુ જે માછલાં ૨મે છે તે આ બાજુ આવી જાય, તો મારું કામ થઈ જાય. ભલે માછલું મળે કે ના મળે પણ એનું ધ્યેય, લક્ષ માછલાં મારવાનું છે. એમ કાર્ય બને કે ના બને પણ કાર્યની પાછળના ભાવો અશુદ્ધ હોવાના કારણે જીવ બંધાય છે. જીવ ક્રિયા કરીને જેટલું પાપ નથી બાંધતો એનાથી અનેકગણું પાપ ભાવ કરીને બાંધે છે. એટલે કંટ્રોલ ‘ભાવ’ ઉપર કરવાનો છે. મોક્ષની સમગ્ર બાજી ‘ભાવ’ ઉપર જ ચાલે છે. ભાવે જિનવર પૂજીએ, ભાવ દીજે દાન; ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળજ્ઞાન. બસ, ચારેય પ્રકારના ધ્યાનમાં ભાવ જ મુખ્ય છે. આર્તધ્યાન હોય, રૌદ્રધ્યાન હોય, ધર્મધ્યાન હોય કે શુક્લધ્યાન હોય આ બધા ભાવોના જ નામો છે. માટે કહ્યું છે કે જેના ભાવ બગડ્યા, તેના ભવ બગડ્યા ને જેના ભાવ સુધર્યા તેના ભવ સુધર્યા. માટે, સૌથી પહેલા Page #158 -------------------------------------------------------------------------- ________________ શું સાધન બાકી રહ્યું ? ૧૩૫ ભાવોની વિશુદ્ધિ કરવાની છે. તમે કેટલી ક્રિયાઓ કરો છો ? અને કેટલા કલાક કરો છો, ને મંદિરમાં કેટલા કલાક બેસો છો ? એ અગત્યનું નથી, પણ તમે ચોવીસ કલાકમાં કેટલા કલાક ભાવોની વિશુદ્ધિ કરી ? એ અગત્યનું છે. પરમકૃપાળુદેવે કહ્યું છે કે, પરિણામ એ જ બંધ. જેને ભાવની રમત રમતાં આવડે તે મોક્ષની બાજી જીતી જાય છે. ગમે તેવા ઉદયમાં કે નિમિત્તમાં ભાવોમાં સંક્લેશતા ન આવવા દેવી તે સાધના છે. ઉદય પ્રમાણે નિમિત્તો આવવાના, જગતમાં દરેક બનાવો બનવાના, દરેક દ્રવ્યનું પરિણમન જેમ થવાનું છે તેમ થવાનું. તેમાં જ્ઞાતા-દૃષ્ટા ભાવે જેટલા રહેશો એટલી તમે મોક્ષની બાજી જીતી જશો અને જેટલી તે બનાવ સાથે તાદાત્મ્યતા સાધી નાંખશો તેટલી મોક્ષની બાજી હારી જશો. એટલે આખું જગત ‘only for see, not to touch' છે. જગતમાં જે બનાવો બને છે તે સહેજે સહેજે જણાઈ જાય તો જણાઈ જાય, પણ જાણવાનો પ્રયત્ન કરવો નહીં. દ્રવ્યની યોગ્યતાને અનુરૂપ જેનું જે પરિણમન થવાનું હતું તે થયું. કોઈ પણ પરદ્રવ્યના પરિણમનથી આપણને લાભ કે નુક્સાન છે નહીં અને આપણે તેના નિમિત્તે કેટલા વિકલ્પ કરીએ છીએ ! જગતના સર્વ પદાર્થો, આત્મા સાથે લાગેલા દેહ, આઠ કર્મો એ બધા પરદ્રવ્ય છે અને તેના નિમિત્તથી થતાં પરભાવો પણ પર છે. દેહના નિમિત્તે આપણે કેટલા વિભાવો કરીએ છીએ ! અને બહારના પદાર્થોના નિમિત્તે પણ કેટલા વિભાવો કરીએ છીએ ! તે ભાવની શુદ્ધિ કહેવાય કે અશુદ્ધિ કહેવાય ? પરદ્રવ્યના નિમિત્તે આ સંકલ્પ-વિકલ્પ કરીએ છીએ તે અશુદ્ધિ છે. ભાવોની વિશુદ્ધિમાં તો કષાયની એકદમ મંદતા, ઉપશાંતતા હોય, જ્ઞાનની જાગૃતિ હોય. તો, મોક્ષની આખી બાજી મુખ્યપણે ભાવ ઉપર રહેલી છે. બે પ્રકારે ભાવ છે - અશુદ્ધ ભાવ, શુદ્ધ ભાવ. અશુદ્ધ ભાવ બે પ્રકારે છે - શુભ ભાવ અને અશુભ ભાવ. શુદ્ધ ભાવ તો માત્ર શુદ્ધોપયોગ રૂપ જ છે. રત્નત્રયના અભેદ પરિણામ તે શુદ્ધ ભાવ છે. વિવેકથી જીવીએ તો અશુભભાવથી બચીને શુભભાવમાં આવી શકાય છે. પણ, એ પણ અશુદ્ધ ભાવ તો છે જ, આસ્રવબંધ યુક્ત ભાવ તો છે જ. એ આત્માનું હિત કરનારા નથી, એનાથી આત્માને શાંતિ નથી, એના દ્વારા પણ આત્મામાં આકુળતાવ્યાકુળતા છે, ચાહે પ્રશસ્ત રાગ હોય, ચાહે અપ્રશસ્ત રાગ હોય. રાગની અપેક્ષાએ અપ્રશસ્ત કરતાં પ્રશસ્ત સારો છે, પણ શુદ્ધ ભાવની અપેક્ષાએ એ પણ આસ્રવબંધ યુક્ત હોવાથી ઉપાદેય નથી. આવો વિવેક સાધકને આવવો જોઈએ. તો ઘણા અંશે અશુભથી બચી શકાય, ભલે ગૃહસ્થ દશા હોય. તે જીવ ગમે ત્યાં હશે, અશુભથી બચશે. કોઈ અશુભ ભાવ લાંબો સમય Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શું સાધન બાકી રહ્યું ? થવા નહીં દે. કદાચ ઉદયવશાત્ આવી ગયો, તો તરત તેને રવાના કરી, સારા ભાવમાં આવી અને આત્માની દૃષ્ટિપૂર્વક એ પાછો અંતર્મુખ થઈને પોતાના ઘર ભેગો થવાનો. રાત-દિવસ તે એવો પ્રયત્ન કરતો રહેશે. આ રમત કેવળજ્ઞાન ના થાય ત્યાં સુધી ચાલવાની. ભગવાને પંચમ ગુણસ્થાનકમાં રૌદ્રધ્યાન અને ચોથા ગુણસ્થાનકમાં આર્તધ્યાન બતાવ્યું છે. તો તેનાથી નીચેની ભૂમિકાવાળાને આર્તધ્યાન-રૌદ્રધ્યાન હોય એમાં આશ્ચર્ય શું છે? જો કે, એમ ન થવું જોઈએ કે આમને પણ થાય છે તો આપણને થાય તેમાં શું આશ્ચર્ય પણ સમજવાનું છે કે જો જીવ અજાગૃત રહે છે તો કેવો લુંટાઈ જાય છે! જાગૃતિ એટલે ભાવોનું નિરીક્ષણ. પોતાના ઉપયોગનું નિરીક્ષણ નથી હોતું તે અજાગૃતિ છે, એનું નામ પ્રમાદ છે. અજાગૃતિ એટલે પ્રમાદ અને જાગૃતિ એટલે અપ્રમાદ. પરમકૃપાળુદેવે એક જ વાક્યમાં લખ્યું છે કે, પ્રમાદ પરમ રિપુ છે. પરમ એટલે ઉત્કૃષ્ટ અને રિપુ એટલે દુશ્મન, શત્રુ. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શત્રુ પ્રમાદ છે. પ્રમાદ એટલે આત્માનું વિસ્મરણ કરી, જગતના કોઈપણ કાર્યમાં તાદાભ્યતા સાધી લેવી. આત્માનું વિસ્મરણ થાય એ જ પ્રમાદ છે. આત્માનો આશ્રય છૂટી જાય એ જ પ્રમાદ છે અને પ્રમાદ એ જ હિંસા છે. રાગ એ જ હિંસા છે, દ્વેષ એ જ હિંસા છે, મોહએ જ હિંસા છે, વિભાવ માત્ર હિંસા છે. સ્થૂળ અહિંસા એ પણ નિશ્ચયથી હિંસાં છે. વ્યવહારથી સારી છે, ઠીક છે. તો, જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. બસ, સૂક્ષ્મ તત્ત્વને પકડો. જેમણે જેમણે તત્ત્વ પકડીને સાધના કરી તેમણે સાધ્યની સિદ્ધિ કરી લીધી. તત્ત્વરૂપથી એ ઓળખે, તે જન પહોચે શાશ્વત સુખે; શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ. – શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૨ તત્ત્વપૂર્વક સમજણપૂર્વક, ધ્યેયને લક્ષમાં રાખીને સાધના કરો. ભલે ભૂમિકા અનુસાર સાધના થશે, પણ જેણે ધ્યેય બાંધેલું છે તે ધ્યેયથી આડી-અવળી દિશામાં નહીં જાય. તે ભલે ધીમે ચાલે કે ઝડપથી ચાલે, ગમે તે રીતે ચાલે પણ ધ્યેયને અનુરૂપ દિશામાં જ ચાલશે તો તે કલ્યાણ સાધી શકશે. Page #160 -------------------------------------------------------------------------- ________________ શું સાધન બાકી રહ્યું ? ૧૩૭ ( ગાથા - ૨) મન પોન નિરોધ સ્વબોધ કિયો, હઠજોગ પ્રયોગ સુતાર ભયો; જ૫ ભેદ જપે તપ ત્યૌહિ તપે, ઉરસેહી ઉદાસી લહી સબપે. મનની વૃત્તિઓનો અનેક નિરોધ કર્યો, સ્થિરતા કરી. પૌન એટલે પવન, શ્વાસોચ્છવાસ. તેને રોકવાનો અભ્યાસ કર્યો. યોગ પદ્ધતિમાં આ પ્રકારે પુરુષાર્થ કરવામાં આવે છે, જે અજ્ઞાન અવસ્થામાં પણ થાય છે ને જ્ઞાન અવસ્થામાં પણ થાય છે. પણ તત્ત્વના બોધની યથાર્થતા નહીં હોવાના કારણે ઉપયોગને આત્મામાં સ્થિર કરીને મનની વૃત્તિઓનો જે નિરોધ કરવો જોઈએ તે થઈ શક્યો નહીં. શ્વાસોચ્છવાસ દ્વારા ધ્યાન કર્યું, શ્વાસને સ્થભિત કર્યો, શ્વાસને ધ્યાન દ્વારા બ્રહ્મપ્રમાં ચડાવી દીધો. કષાયની ઘણી મંદતા અને શાંતિ થઈ, છતાં આત્માની પ્રાપ્તિ ના થઈ. સિદ્ધાંતબોધની યથાર્થતા નહીં હોવાના કારણે, ગુરુગમ નહીં હોવાના કારણે આ બધી સાધના મોક્ષમાર્ગમાં નિષ્ફળ ગઈ. જીવ પોતાની કલ્પના દ્વારા કે માત્ર શાસ્ત્ર વાંચીને કે બીજાને સાંભળીને પુરુષાર્થ કરવા જાય છે. પણ, જપ, તપ ઔર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ. પાયાકી એ બાત હૈ, નિજ છંદનનો છોડ; પિછે લાગ સત્વરુપકે, તો સબ બંધન તોડ. રાજચંદ્ર - પત્રાંક - ૨૫૮ - ગાથા – ૫, ૬ તો, મનને ગમે તે બાજુ વાળ્યું, નિરોધ કર્યો, સ્થિરતા કરી; પણ એ મન નિર્વિકલ્પતામાં ન આવ્યું. વ્યક્ત કે અવ્યક્તપણે એ બીજા વિકલ્પોમાં જ રહ્યું. જયારે ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થાય છે ત્યારે દ્રવ્યમન નિષ્ક્રિય થઈ જાય છે. માત્ર ભાવમનની સ્વરૂપમાં સ્થિરતા થાય છે. ભાવમન એટલે ઉપયોગ. આ જીવે આટલી બધી સાધના કરી, પણ સમ્યફ પ્રકારે મનનો નિરોધ થયો નહીં. હઠયોગીઓ બ્રહ્મધમાં મનને સ્થિર કરીને ઘણા દિવસો, મહિનાઓ સુધી સમાધિમાં રહે છે. એટલી બધી કઠોર સાધના પણ દૃષ્ટિની યથાર્થતા વગર નિષ્ફળ ગઈ. શ્વાસોચ્છવાસને રોકવા એ કોઈ સામાન્ય વાત નથી. યોગની પ્રક્રિયા ઘણી ઊંચી છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ યોગના આઠ અંગ છે. એ બધા અજ્ઞાની પણ કરે છે અને જ્ઞાની પણ કરે છે, પરંતુ અજ્ઞાનીને સૂક્ષ્મ બોધ નહીં Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શું સાધન બાકી રહ્યું ? હોવાને કારણે તે ફળદાયી થતા નથી. મંદ કષાયને કારણે જીવ પુણ્ય ઘણું બાંધે છે, પણ જે ગ્રંથિભેદ થવો જોઈએ એ ગ્રંથિભેદ તત્ત્વની યથાર્થતા વગર, ગુરુગમ વગર અને પોતાની પાત્રતા વગર થતો નથી. પાત્રતા પણ એટલી જ જરૂરી છે. માત્ર ગુરુ મળી જાય એટલે કામ થઈ જાય એવું પણ નથી. અનંતવાર આપણને ગુરુ મળ્યા, પણ આપણી પાત્રતા નહોતી એટલે આપણું કામ ના થયું. પાત્ર વિના વસ્તુ ન રહે, રાત્રે આત્મિક જ્ઞાન. – શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૩૪ પાત્રતા ના હોય તેને ધ્યાન, સમાધિ કે આત્મસાધનાની ગમે તેટલી કિંમતી વસ્તુ મળે, છતાં, તેનો સમ્યપ્રકારે લાભ ઉઠાવીને તે કાર્ય કરી શકતો નથી. કેમ કે, તેની પાત્રતા નથી. પાત્રતા એટલે ઉપાદાનની યોગ્યતા મરિચીના ભવમાં મહાવીરસ્વામીના જીવને પાત્રતા નહોતી, તો ઋષભદેવ ભગવાન જેવું ઉત્કૃષ્ટ નિમિત્ત મળ્યું છતાં કામ થયું નહીં. નિમિત્ત ઊંચામાં ઊંચું હતું, કોઈ સામાન્ય નહોતું. તીર્થંકર ભગવાન, કેવળજ્ઞાની પરમાત્માનું નિમિત્ત હતું, છતાં એ નિમિત્ત ઉપાદાનમાં કાર્ય કરવામાં સફળ ના થયું, કેમ કે ઉપાદાનની પાત્રતા નહોતી. માટીમાં પાત્રતા હોય તો કુંભાર દ્વારા તેનો ઘડો ઘડાય. માટીમાં પાત્રતા ન હોય ને કુંભાર ગમે તેટલો નિષ્ણાંત હોય, પણ તેનો ઘડો થાય નહીં. એટલે આપણે આત્મજ્ઞાન કરવું છે તો આપણી પાત્રતા પણ જોઈશે, નહીં તો ગમે તેટલી ઊંચી સામગ્રી મળી હશે તો પણ પાત્રતાના અભાવે તે નિષ્ફળ જશે, કાર્યકારી નહીં થાય. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૩૮ આ બધી યોગ્યતા જરૂરી છે. ટૂંકમાં, પાત્રતા એટલે માર્ગાનુસારીપણું, આત્માર્થીપણું. તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુબોધ; તો પામે સમકિતને, વર્તે અંતરશોધ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૦૯ એવા જિજ્ઞાસુ, પાત્ર જીવને જો સદ્ગુરુનો બોધ થાય તો તે કાર્ય કરી શકે છે, ને કાર્ય કરી લે છે. પાંચ સમવાય કારણોમાં પુરુષાર્થની મુખ્યતા છે. બાકીના ચાર કારણો સાપેક્ષપણે Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ , શું સાધન બાકી રહ્યું ? એની સાથે રહેલા છે. તો, જીવ કલ્પનાથી ગમે તે પ્રકારની સાધના કરતો હોય, ધ્યાન કરતો હોય, શાસ્ત્રજ્ઞાન કરતો હોય, ત્યાગ કરતો હોય, તપ કરતો હોય, મંત્રના જાપ કરતો હોય કે ગમે તે કરતો હોય, તેનાથી પુણ્ય બાંધે, પણ તેની યોગ્યતા અને ગુરુગમ ના હોય તો કાર્ય થઈ શકે નહીં. બન્નેની જરૂર છે. પાવે નહિ ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત. ૨ – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક – ૨૫૮ યોગના આઠ અંગમાં છેલ્લા બે - ધ્યાન અને સમાધિ મિથ્યાષ્ટિ પણ કરે છે. મિથ્યાષ્ટિ હઠયોગી સાધુઓ ખાડામાં મહિનાઓ સુધી દટાઈ જાય છે અને ઉપયોગને બ્રહ્મરંધમાં ચડાવીને બેસી જાય છે. ઘણા સમય સુધી શ્વાસને રોકે છે. તો પણ તેમને આત્મજ્ઞાન પ્રાપ્ત થવામાં સફળતા મળતી નથી, ફળદાયી થતી નથી. આ જીવ અનંતવાર મુનિ થયો, અનંતવાર શાસ્ત્રઅભ્યાસ કર્યો, અનંતવાર દીક્ષા લીધી, અનંતવાર ગુરુ થયો, અનંતવાર શિષ્ય થયો, અનંતવાર શાસ્ત્રજ્ઞાની થયો. એમ અનેક પ્રકારની ક્રિયાઓ કરી. એ જ પદમાં આગળ આવે છે, વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો. ઓહોહો! અનાદિકાળમાં આવી અનંત પ્રકારની સાધના અજ્ઞાનદશામાં આ જીવે કરી છે. પાત્રતા હતી ત્યારે ગુરુનો યોગ ના થયો, ગુરુનો યોગ હતો ત્યારે પાત્રતા ના થઈ; એટલે કાર્ય થયું નહીં, અટકી રહ્યો. ભૂલ લક્ષમાં આવવી જોઈએ. પાત્ર હશો તો ગમે ત્યારે નિમિત્ત મળશે તો એક સેકંડમાં કાર્ય થઈ જશે. માટે આત્માર્થીપણાની પાત્રતા લાવો. કષાયની ઉપસંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ. દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ; મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. આવે જ્યાં એવી દશા, સદ્ગુરુબોધ સુહાય; તે બોધ સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૩૮ થી ૪૧ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શું સાધન બાકી રહ્યું ? આ ચાર ગાથા છે તે બહુ માર્મિક અને ચિંતન-મનન કરવા જેવી છે. આપણે જ્યાં જ્યાં ભૂલતા હોઈએ ત્યાં ત્યાંથી ભૂલ સુધારવાની છે. યોગ્યતા, પાત્રતા નહીં હોય તો કાર્ય નહીં થાય. ગમે તેટલી ઝંખના હશે, ગમે તેટલો પુરુષાર્થ કરીશું, તો પણ નહીં થાય. “સ્વબોધ કિયો' એટલે મન અને શ્વાસોચ્છવાસને રોકીને આત્માનો વિચાર કર્યો. પોતે કોણ છે? પોતાનું સાચું સ્વરૂપ શું છે? એ જાણવા એણે ધ્યાન પણ કર્યું. શાસ્ત્રોનો અભ્યાસ પણ કર્યો. એકાંત નિશ્ચયનયને પકડીને એકાંત આત્માની વાત “હું અજર-અમર-અવિનાશી શાશ્વત છું. સર્વથી સર્વ પ્રકારે ભિન્ન અને અસંગ છું” આવા પણ ચિતન ઘણા કર્યા. બીજાને બોધ પણ કર્યો. સ્વને પણ સંબોધન કર્યું. એમ, જીવે અનેક પ્રકારે અનેકવાર સ્વરૂપનો વિચાર કર્યો, પરંતુ ભૂલના કારણે કાર્યમાં સફળતા મળી નહીં. જે ભૂલ હતી તે ભૂલ તેને પકડાઈ નહીં. પેટ્રોલમાં જ્યારે કંઈક કચરો આવી જાય છે ત્યારે જીવ કલાકો સુધી મથે છે, પણ ગાડી ચાલુ થતી નથી, પણ બોનેટ ખોલીને અંદરમાં જુએ કે આમાં ક્યાં ભૂલ છે કે જેના કારણે ગાડી ચાલુ નથી થતી? ફિલ્ટરને સાફ કરીને પાછું ગોઠવી દીધું, અને ચાલુ કરી તો એક સેલ મારતાં ગાડી ચાલુ થઈ ગઈ. ફિલ્ટરમાં કચરો હતો એટલે ગાડીમાં ચાલુ થવાની પાત્રતા નહોતી. માટે પહેલાં પાત્રતા લાવો. જ્યારે એ જ મરિચીના જીવે પાત્રતા લાવી તો ઉપર આકાશમાંથી ચારણ ઋદ્ધિધારી મુનિઓએ આવીને તેને સંબોધ્યો ને એનું કામ થઈ ગયું. નિમિત્ત અને ઉપાદાન બનો સમન્વય થઈ ગયો. નહીં તો ઋષભદેવ ભગવાન કરતાં આ ઋદ્ધિધારી મુનિઓનું નિમિત્ત કાંઈ ઊંચું નહોતું. ભગવાન તો કેવળજ્ઞાની હતા, ને મુનિઓ તો છદ્મસ્થ હતા. પણ તે વખતે મરિચીમાં પાત્રતા નહોતી એટલે કામ ના થયું. એટલે પાત્રતાની પણ જરૂર છે અને નિમિત્તની પણ જરૂર છે. પાત્ર હશે તો અવિરતિ સમ્યક્દષ્ટિનો બોધ પણ તમને કાર્યકારી થશે અને પાત્રતા નહીં હોય તો કેવળજ્ઞાનીનો બોધ પણ કાર્યકારી નહીં થાય. તો, પરમકૃપાળુદેવે આપણને આ ભૂલ બતાવી છે કે, મન પીન નિરોધ સ્વબોધ કિયો, હઠજોગ પ્રયોગ સુતાર ભયો. આત્માનું જેવું ચિંતવન કરો તેવો આત્મા દેખાય. ધ્યાનમાં બેસો અને ચિંતવો કે હું હાથી જેવો મોટો છું, તો તમે તમને હાથી જેવા દેખાશો. ત્યારે તમને એમ લાગશે કે હું હાથી છું, તો આ રૂમમાંથી કેવી રીતે નીકળીશ ! જેવું ચિંતવન કરે છે તેને અનુરૂપ જીવની દશા અને સ્થિતિ થાય છે. જેવું ચિંતવો તેવું જણાય. એટલે કહેવાનો મતલબ એ છે કે આત્મસ્વરૂપનો નિર્ણય થવામાં જીવ અનાદિથી ભૂલ્યો છે. જેવું સ્વરૂપ છે તેને અનુરૂપ યથાર્થ શ્રદ્ધા જીવે કરી Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ શું સાધન બાકી રહ્યું ? નથી અને વિપરીત શ્રદ્ધા સહિત ચિંતવન અને બીજી અનેક સાધના કરી એટલે જીવ નિષ્ફળ ગયો. પરમકૃપાળુદેવે પત્રાંક - પ૬૮માં કહ્યું છે કે, આત્મસ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે. જુઓ! વીતરાગ દર્શન સિવાયના જે સંપ્રદાયો છે એમાં આત્માના સ્વરૂપના નિર્ણયમાં ભૂલ છે. જૈન સિવાયના પાંચ દર્શનવાળા કાંઈ પુરુષાર્થ અને સાધના નથી કરતાં, એવું નથી; ઘણી કરે છે, આપણા કરતાં પણ વધારે કરે છે. જૈનદર્શનમાં પણ જૈનાભાસો છે, તે તત્ત્વનું યથાર્થસ્વરૂપ નહીં સમજવાના કારણે અનેક પ્રકારની અયથાર્થ સાધના કરે છે. જૈનોના અનેક ભેદો છે – દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી એ મુખ્ય છે. બીસપંથી, તેરાપંથી એ પેટાભેદ છે. સ્થાનકવાસીમાં આઠ કોટિ, નવ કોટિ વગેરે ભેદ છે. શ્રીમદ્જી થયા તો તેમાં પણ અનેક ફાંટા પડ્યા. કાનજીસ્વામી થયા તો તેમાં પણ અનેક ફાંટા થઈ ગયા. આગળ કુંદકુંદાચાર્ય થઈ ગયા તો તેમાં અનેક ફાંટા થઈ ગયા. હેમચંદ્રાચાર્ય થયા તો એમાં પણ ઘણા ફાંટા પડી ગયા. દરેક પંથમાં આ બધું બન્યું છે, બને છે અને બનવાનું. પરમકૃપાળુદેવે કહ્યું છે, ગચ્છમતની જે કલ્પના, તે નહિ સવ્યવહાર; ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહિ સાર. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૩૩ એમાંથી બહાર નીકળવું અને બેલેન્સ રાખવું તથા તત્ત્વની યથાર્થતા પકડી રાખવી એ દરેક જીવો માટે શક્ય નથી, વિરલા જીવો માટે જ શક્ય છે. તો, આત્માનું જ્ઞાન સિદ્ધાંતબોધની અયથાર્થતાના કારણે ભૂલવાળું થયું, અવળું થયું. મિથ્યા હતું, છતાં તેણે માન્યું કે હું સાચા માગું છું. સ્વબોધ કિયો એટલે સ્વબોધ થયો. દરેકને એમ લાગે છે કે હું જ સાચો છું, બાકીના બધા ખોટા છે. જીવને એમ લાગે કે હું ખોટો છું, તો તે સાચું શોધવાનો પ્રયત્ન કરે અને ખોટું મૂકે, પણ એણે જે જે પકડ કરી છે તે છોડતો નથી અને સાચું પકડતો નથી. દરેક દર્શનવાળાની આવી સ્થિતિ છે. મુસલમાનને તમે કહો કે તમે નવકારમંત્ર ગણો તો એ નહીં ગણે. આ તીર્થંકર પરમાત્માને માનો તો એ નહીં માને, આ નિગ્રંથ ગુરુને માનો તો એ નહીં માને. હિંસા છોડો, બકરી ઈદના દિવસે બકરા કાપવાના બંધ કરો તો ધર્મથશે, પણ એ નહિમાને. અલ્લાહના નામે કાપશે. હવે અલ્લાહની થોડી એવી આજ્ઞા છે કે તમે એમને કાપીને, મારીને તહેવાર Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શું સાધન બાકી રહ્યું ? ઉજવો. પણ જેને જે પ્રકારનો બોધ શરૂઆતથી મળ્યો તે પકડ્યો ને લાંબા સમય સુધી એને ધારી રાખ્યો ને દઢ કર્યો. હવે એ પ્રકારની માન્યતા છોડીને સાચા તત્ત્વની માન્યતામાં આવવું એ એના માટે પરમ વિકટ કાર્ય છે. વળી, પંચમકાળ છે એટલે અનેક મતમતાંતરો આ પૃથ્વી ઉપર રહેલા છે. મત મદિરાકે પાનસે, મતવારા સમજૈન. – શ્રી સમયસાર નાટક ગ્રંથ સમાપ્તિ અને અંતિમ પ્રશસ્તિ ગચ્છના ભેદ બહુ નયળ નિહાળતા, તત્ત્વની વાત કરતાં ન લાજે; ઉદરભરણાદિનિજ કાજ કરતા થકા, મોહનડિયા કલિકાલ રાજે. –શ્રી આનંદઘનજી કૃત શ્રી અનંતનાથજિન સ્તવન દરેક જૈનને પણ એમ થાય છે કે અમે જે ધર્મ સેવીએ છીએ તે જ સાચો છે. શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી અને તેમના પણ પેટાભેદમાં પોતપોતાનો ધર્મ જ સાચો લાગે છે. વળી, ગુરુઓ પણ એમને પકડે કે જો જો, આમાંથી આઘાપાછા ન થતાં, નહીં તો પછી મારી જવાબદારી નહીં. એટલે બિચારો બાળી ભોળો જીવ એને જ પકડી રાખે. અમે સાચા છીએ અને બીજા ખોટા છે એ માન્યતાના કારણે ખોટાઓ પ્રત્યે તેમને દ્વેષભાવ રહેવાનો અને સાચા પ્રત્યે રાગ. એટલે રાગ-દ્વેષની પેદાશ વધી ગઈ અને વીતરાગતા અંદરમાંથી ખસી ગઈ. પરમકૃપાળુદેવે કહ્યું છે કે, તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસારમળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે. – શ્રી પુષ્પમાળા - ૧૫ એ જ સાચો ધર્મ છે. સંસારમળ એટલે કર્મમળ. કર્મમળનો નાશ તો રત્નત્રયના અભેદ પરિણામ સિવાય ના થાય અને રત્નત્રયના અભેદ પરિણામ આત્માના સ્વરૂપના આશ્રય વગર ના થાય અને આત્માનો આશ્રય યથાર્થ બોધ વગર ના થાય અને યથાર્થ બોધ આત્મજ્ઞાની વગર મળે નહીં. આ એનો ક્રમ છે. તો એ કમને બરાબર પકડવો અને સાપેક્ષપણે બધાનો સ્વીકાર કરવો. કોઈપણ જીવ સાદૂર્વાદ દૃષ્ટિ વગર આત્માનું કલ્યાણ સાધી શકે નહીં. સાચો સમભાવ સ્યાદ્વાદદષ્ટિવાળાને રહેવાનો. સ્યાદ્વાદષ્ટિ એટલે અપેક્ષાથી બધાનો સ્વીકાર અને બધાય ધર્મનો સ્વીકાર, બધી વ્યક્તિઓનો પણ સ્વીકાર અને બધા પ્રકારની સાધનાનો પણ અપેક્ષાથી Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩. શું સાધન બાકી રહ્યું ? સ્વીકાર. તો, ફક્ત એક જૈનદર્શન પાસે જ સ્યાદ્વાદ છે એટલે બાકીના બધાય દર્શનને એણે અપેક્ષાએ સ્વીકાર્યા છે. અન્ય દર્શનો પાસે સ્યાદ્વાદ નહીં હોવાને કારણે એ પોતાને એકાંત સત્ય માનીને બાકીનાને મિથ્યા માની તેમના પ્રત્યે વિપરીત થઈ ગયા, દૃષ્ટિથી વિમુખ થઈ ગયા, ‘ષાત્મક ભાવ આવી ગયા, ચૂકી ગયો. પરમકૃપાળુદેવનું એક વાક્ય છે કે, “સ્યાદ્વાદ દૃષ્ટિથી જોતાં કોઈ પણ મત અસત્ નથી.” ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વનાં, શ્રી નંદીસૂત્રે ભાખિયા છે, ભેદ જ્યાં સિદ્ધાંતના; પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યાં, એ જ ઠેકાણે ઠરો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૬૭ – ગાથા – ૭ સ્યાદ્વાદ એટલે અપેક્ષાથી સ્વીકાર. બૌદ્ધ કહે કે આત્મા અનિત્ય છે અને વેદાંત કહે છે કે આત્મા નિત્ય છે ને જૈન કહે છે કે તમે બંને, અપેક્ષાથી સાચા છો. આ સ્યાદ્વાદ. જીવ આ સ્યાદ્વાદના હથિયારનો સમ્યક્ પ્રકારે ઉપયોગ નથી કરી શકતો. તો તેનું મોક્ષમાર્ગમાં ડોકું ઉડી જાય છે. “સ્યાદ્વાદ સમજણ પણ ખરી.'બસ, અપેક્ષાથી સત્યનો સ્વીકાર. જેટલા અંશે જે સત્ય છે તેટલા અંશે તેનો સ્વીકાર, તો રાગ-દ્વેષ નહીં થાય. તમારા કષાયો ઉછળી નહીં આવે. બીજા દર્શનવાળા પ્રત્યે કે બીજી વ્યક્તિઓ પ્રત્યે ઘણી વખત આપણે જે ઉછળી જઈએ છીએ, તેનું કારણ આપણે સ્યાદ્વાદ દષ્ટિ ચૂકી ગયા છીએ. સ્યાદ્વાદમાં તત્ત્વનું બેલેન્સ છે. આ ગુરુગમ છે. અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજન' એ શ્લોકમાં જ્ઞાનાંજન એટલે સ્યાદ્વાદ. ગુરુ અંજન કરે છે. એટલે શિષ્યને પૂર્ણ સત્ય દેખાય છે અને અપૂર્ણ સત્યમાં કેટલું સારું છે ને કેટલું ખોટું છે એ પણ દેખાય છે. છતાં રાગ-દ્વેષ થતા નથી. આ, “જ્ઞાનાંજનશલાક્યા' અઘરું છે. પંચમકાળ છે એટલે દરેક સાધકોની યોગ્યતા એવી ના હોય કે એ સ્યાદ્વાદ દષ્ટિનો સદુપયોગ કરી શકે અને દરેકને તે મળવું પણ અઘરું છે. સ્યાદ્વાદ દષ્ટિનું બેલેન્સ જીવ ચૂકી જાય છે ત્યારે તેને રાગ-દ્વેષ થાય છે અને રાગ-દ્વેષ થાય છે ત્યારે એ મોક્ષમાર્ગમાંથી ખસી જાય છે. તો, “સ્વબોધ - કિયો' –આત્માએ આત્માનો બોધ પણ ઘણીવાર કર્યો, આત્માએ આત્માનું ચિંતન કર્યું, આત્માનું મનન કર્યું, આત્માની ભાવના ભાવી, આત્માની વાત સાંભળી, આત્માની વાત વિચારી, આત્માની વાત બીજાને કહી, “સ્વબોધ કિયો', તો પણ કામ થયું નહીં. ઉપયોગમાં માત્ર Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શું સાધન બાકી રહ્યું ? પોતાનું ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ પકડાય અને બીજા વિકલ્પ છૂટી જાય એના માટે આ બધું હતું, પણ તે બીજી જ ગડમથલમાં ને ગડમથલમાં રહ્યો અને ઉપયોગને જ્યાં સ્થિર કરવાનો હતો, કેન્દ્રિત કરવાનો હતો, લગાડવાનો હતો ત્યાં લગાડ્યો નહીં. એ પુરુષાર્થ એણે દૃઢ કર્યો નહીં. કેમ કે, માર્ગ અંતર્મુખતાનો છે, બહારનો નથી. હજારો શાસ્ત્રો વાંચો પણ બહિંદષ્ટિ છે અને એક પણ શાસ્ત્ર ન વાંચે, પણ સ્વસ્વરૂપદષ્ટિ કરે તો આત્મજ્ઞાન થઈ શકે છે. - શિવભૂતિ મુનિને કશું યાદ રહેતું નહીં. શાસ્ત્રનો કેટલોય બોધ સાંભળે, પોતે વાંચે, પણ કંઈ યાદ જ ન રહે, જ્ઞાનનો ક્ષયોપશમ જ નહીં. એટલે તેમના ગુરુએ તેમને “મા રુમ્ મા તુષ' આટલો જ મંત્ર આપેલો. આ મંત્ર ઉપર તેમને ખૂબ શ્રદ્ધા કે મારા ગુરુએ જે મંત્ર આપ્યો છે, તેનાથી જ મારું કામ થવાનું છે. ગુરુએ સમજાવેલો મંત્રનો અર્થ પણ ભૂલી ગયા હતા. તેઓ એક વખત એક રસ્તેથી પસાર થતા હતા ત્યારે એક બેનને ડાંગર છડતાં જોયા. એટલે તેમને પૂછ્યું કે આ શું કરો છો? એટલે તે બેને કહ્યું કે આ ફોતરા ને ચોખા જુદા કરું છું. એટલું સાંભળતાં જ તેમને ગુરનો બોધ યાદ આવી ગયો. ફોતરાં જેવો દેહ છે અને ચોખા જેવો આત્મા છે, જેમ ફોતરે નીકળી જાય ચોખા રહી જાય તેમ દેહાત્મબુદ્ધિ, દેહાધ્યાસને કર્મના જે સંયોગ છે તે નીકળી જાય અને એકલો આત્મા ઉપયોગમાં પકડાઈ રહે તો કલ્યાણ થાય. આ મંત્રને આધારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને કેવળજ્ઞાન લઈને મોક્ષે જતા રહ્યા. પ્રયોજનભૂત વાત તો એટલી જ છે કે પરમાંથી ઉપયોગને ખસેડીને સ્વમાં જવું, એના માધ્યમ તરીકે કોઈને મંત્ર હોય, કોઈને બોધ હોય કે કોઈને કંઈ હોય; કેમ કે,ધ્યાનના પ્રકાર અનેક છે, પણ બેયનો પ્રકાર એક જ છે. બાહ્ય ધ્યાનના પ્રકારો અનેક છે, પણ ધ્યેય તો માત્ર એક પોતાનો શુદ્ધ આત્મા છે. તો, સ્વબોધ પણ ઘણો કર્યો. અનાદિકાળમાં આવે અનંતવાર થયું, છતાં કાર્યની સિદ્ધિ થઈ નહીં. જેમ બળદ ચાલતો ન હોય ત્યારે તેનો માલિક તેને આર મારે, તેવી રીતે પરમકૃપાળુદેવે આપણને આર ઘોચીને જગાડ્યા છે કે રૂઢિમાં પડતા નહીં અને પ્રયોજનભૂત સાધના ચૂકતા નહીં. આવી સાધનાઓ તમે પૂર્વે અનેકવાર કરી છે, આ નવી નથી કરતા. અત્યારે જે કરો છો આના કરતાં અનેક બળવાન સાધના પૂર્વભવમાં આપણે બધાએ કરેલી છે. જેમ લક્ષ વગરનું બાણ નિષ્ફળ જાય તેમ લક્ષ વગરની સાધના પણ નિષ્ફળ જાય છે. તો આપણું લક્ષ શુદ્ધ આત્માને પ્રાપ્ત કરવું તે છે. તે જ આપણી સાધના છે. શુદ્ધ આત્મા એ આપણું સાધ્ય છે. જેને સાધ્ય કરવું છે તેનો આશ્રય ના લઈએ તો સાધ્યની સિદ્ધિ કેવી રીતે થવાની છે? શાસ્ત્રોનો કે બીજા અનેક પ્રકારના સાધનોનો આધાર લીધો, પણ લક્ષ સિદ્ધ ના થયું એ જ બતાવે છે કે, Page #168 -------------------------------------------------------------------------- ________________ સાધન બાકી રહ્યું ? વહ સાધન બાર અનંત કિયો. આત્માના આશ્રય વગરના બધાંય સાધનો અનંતવા૨ કર્યા, પણ કાર્ય ના થયું. હવે બીજા સાધન ના કરો અને એક આત્માનો આશ્રય કરી લો તો બધાંય સાધનો એમાં સમાવિષ્ટ થઈ જાય છે. શ્રીમદે એમના જ્ઞાનનો નિચોડ કાઢીને કેટલું ઊંડાણ આપ્યું છે ! કેટલાંય ભવોની સાધના અને કેટલાંય કેવળજ્ઞાનીનો બોધ એમણે સંગ્રહિત કરી, પોતાના અનુભવની સરાળ ઉપર ચડાવી આ અર્ક આપણને આપ્યો છે ! અને ચેતવ્યા છે કે જો જો, આવી ભૂલ આ ભવમાં ના કરતા અને ક્યાંય ભરાઈ ના જતા. કલ્યાણ માત્ર સ્વરૂપના આશ્રયે જ છે અને અંતર્મુખ ઉપયોગ કરશો તો સ્વરૂપનો આશ્રય થશે. બહારના જ્યાં સુધી સંકલ્પ-વિકલ્પો હશે ત્યાં સુધી તમે નિર્વિકલ્પ નહીં થાવ અને સ્વરૂપનું નિરીક્ષણ કરતાં કરતાં તમે નિર્વિકલ્પ થશો. માટે ઉપયોગને વારંવાર અંતર્મુખ કરો. પરમકૃપાળુદેવે ‘અંતિમ સંદેશ’ માં કહ્યું છે, ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર. ૧૪૫ શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૫૪-૨/૨ - ‘અંતિમ સંદેશ’ “ધર્મ’” એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોધનથી મળવાની નથી. અપૂર્વ અંતર્સંશોધનથી તે પ્રાપ્ત થાય છે. તે અંતસંશોધન કોઈક મહાભાગ્ય સદ્ગુરુ અનુગ્રહે પામે છે. શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૪૭ આત્મા એ અપૂર્વ વસ્તુ છે, તે અંતસંશોધન વગર પ્રાપ્ત નહીં થાય. તો, સ્વબોધમાં પણ ગુરુગમ નહીં હોવાના કારણે ભૂલ ચાલી આવી. જીવે પોતાની કલ્પના કરી એમ અહીં કહેલું છે. ત્યારપછી મન-વચન-કાયાની પ્રવૃત્તિને વશ કરવા ઉગ્ર કષ્ટ આપનારા અનેક ઉપાયો, હઠયોગના પ્રયોગો કર્યા. પણ ભલભલાના હાથમાં મન તો આવતું નથી. પરમકૃપાળુદેવે તો લખ્યું છે કે, ‘મનને જેમ ધારીએ છીએ તેમ વાળીએ છીએ, એટલે પ્રવૃત્તિમાં રહી શક્યા છીએ. જણાવવા જેવું તો અમારું મન છે કે જે અમારા સ્વરૂપ પ્રત્યે અખંડપણે સ્થિર થયું છે. નાગ જેમ મોરલી ઉપર સ્થિર થાય તેમ.' આ જ્ઞાન છે. જ્ઞાનની લગામ દ્વારા મનને કંટ્રોલ કરી, સ્થંભિત કરી ધારેલી દિશામાં વાળી શકાય છે. જેમ ઘોડાને લગામથી કંટ્રોલમાં કરી ધારેલી દિશામાં દોડાવી શકો છો, તેમ મનને જ્ઞાનીના બોધથી કંટ્રોલ કરી ધારેલી દિશામાં લઈ જઈ શકાય છે. - Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શું સાધન બાકી રહ્યું ? મનઃ એવં મનુષ્યાણાં કારણું બંધ મોક્ષયોઃ / બંધનું કારણ પણ મન છે અને મોક્ષનું કારણ પણ મન જ છે. આ મન ઉપર જ્ઞાનની લગામ નહીં હોય તો તે સમ્યફ પ્રકારે કંટ્રોલમાં ના આવે. કુંભે બાંધ્યું જળ રહે, જળ વિણ કુંભ ન હોય; જ્ઞાને બાંધ્યું મન રહે, ગુરુ વિણ જ્ઞાન ન હોય. આ મનના ઘોડા એવા છે કે સામાયિકમાં ૪૭ મિનિટ સારી ગઈ, પણ છેલ્લી એક મિનિટમાં સુડતાલીસ મિનિટની બધી કમાણી ધોઈ નાંખે. મનડું કિમ હી ન બાજે હો કુંથુજિન, મનડું કિમ હી ન બાજે; જિમ જિમ જતન કરીને રાખું, તિમતિમ અલગું ભાજે હો. કુંથુજિન. ૧ આગમ આગમધરને હાથે, નાવે કિણવિધ આકું; કિંહા કણે જો હઠ કરી હટકું તો, ચાલતણી પરે વાંકું હો. કુંજિન. ૪ મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એ વાત નહિ ખોટી; એમ કહે સાધ્યું તે નવિ માનું, એ કહી વાત છે મોટી હો. કુંથુજિન. ૮ મનડું દુરારાધ્ય તે વશ આપ્યું, આગમથી મતિ આણું, આનંદઘન પ્રભુ ! મારું આણો, તો સાચું કરી જાણે હો. કુંથુજિન. ૯ –શ્રીમાન્ આનંદઘનજી કૃત કુંથુજિન સ્તવન આનંદઘનજી કહે છે કે હે પ્રભુ! તમે તમારું મન તો સ્થિર કર્યું, હવે મારું મન સ્થિર કરો. આનંદઘનજી જેવાનું મનડું પણ કૂદકા મારતું હોય તો આપણા જેવાની તો વાત જ ક્યાં આવે! અઘરું છે. મનનો કંટ્રોલ જ્ઞાનની લગામ વગર આવતો નથી. જ્ઞાન એટલે સમ્યફજ્ઞાન; શાસ્ત્રજ્ઞાન નહીં કે ક્ષયોપશમ જ્ઞાન નહીં. મન-વચન-કાયાની પ્રવૃત્તિને વશ કરવા આવે અનેક ઉપાયો કર્યા. વાણીથી પણ મૌન રહ્યો, જિંદગી સુધી બોલ્યો નહીં, પણ અજ્ઞાનતાપૂર્વકનું મૌન તે રંધાયેલો કષાય છે. એના કરતાં બોલે તો કષાય નીકળી જાય. જ્યારે ઘણી વખત અંદરમાં ને અંદરમાં ન બોલાય ન કહેવાયને ન સહેવાય ન રહેવાય એવી સ્થિતિ થઈ જાય છે. એનો અર્થ એ નથી કે આપણે મૌનનો અભ્યાસ ના કરવો, પણ આવા દોષો ના આવે તેની જાગૃતિ રાખીને કરવો. મૌનમાં કોઈ જીવનું અહિત થાય, કોઈના પ્રત્યે દ્વેષ થાય, કોઈના પ્રત્યે મોહ Page #170 -------------------------------------------------------------------------- ________________ શું સાધન બાકી રહ્યું ? ૧૪૭ થાય, કોઈના પ્રત્યે અજ્ઞાનમય રાગ થાય કે કોઈપણ પ્રકારના વિપરીત ભાવ આવવા ના જોઈએ, તો મૌન લાભકારી થાય. એમાં અશુભ ભાવ તો ના જ આવવો જોઈએ, જો અશુભ ભાવ આવે તો મહાનુક્સાન છે. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા આ ચાર સંજ્ઞાઓનો ભાવ મૌનમાં પ્રાયે ન આવવો જોઈએ. તો જ તમારું મૌન સફળ થઈ શકે. આપણી વાણી હિત, મિત અને પ્રિય હોવી જોઈએ. મિત એટલે થોડી, પ્રમાણસર. દરેક મહાન પુરુષોના તમે જીવનચરિત્ર વાંચશો તો તેમાં તમને તેમનો મૌનનો પ્રયોગ જોવા મળશે. મહાપુરુષો ધ્યાનમાર્ગમાં આગળ વધતા હોય તેમને મૌન દ્વારા આત્માની શક્તિઓ કેન્દ્રિત થાય છે અને તેના કારણે તેમના ઉપયોગની સ્થિરતામાં વૃદ્ધિ થાય છે અને શુદ્ધિ થાય છે. ઉપયોગની શુદ્ધિ અને વૃદ્ધિ માટે મૌન પણ ઘણું સહાયક છે. બોલવાથી ઉપયોગની ચંચળતા આવે છે, શક્તિ ખર્ચાઈ જાય છે અને સ્થિરતામાં બાધકતા આવી જાય છે. રાગી જીવને એમ હોય કે જેટલું બોલે તેટલું સારું અને જ્ઞાનીને એમ હોય કે જેટલું ના બોલાય તેટલું સારું. જેમ બિલોરી કાચ ઉપર સૂર્યના કિરણોને કેન્દ્રિત કરવામાં આવે છે તો નીચેના કાગળને બાળી નાંખે છે, તેમ મૌન દ્વારા કેન્દ્રિત થયલી આત્માની શક્તિ કર્મના કચરાને બાળી નાંખે છે. મૌનથી ભાવોની શુદ્ધિ થાય છે, શાંતિ રહે છે, અસત્ય વચનોનો સ્વયં ત્યાગ થઈ જાય છે એમ ઘણા ફાયદા છે. વાણી પરનું આ સૂત્ર ખાસ અપનાવવા જેવું છે. ધીરે સે બોલો, પ્રેમ સે બોલો, આદર દેકર બોલો ઔર જરૂરત હોને પર બોલો. બોલવામાં પણ વિવેક જોઈએ. ગમે તેવી વાતો ગમે તેટલા સમય સુધી કર્યા જ કરીએ એ સાધકનું લક્ષણ નથી. સહજાનંદ વર્ણીજી પાસેથી અમે આ ઘણું શીખ્યા, ૨૪ કલાકમાં માંડ પા-અડધો કલાક કોઈની જોડે વાત કરતા હશે અને તે પણ પ્રયોજનભૂત અને સંક્ષેપમાં. કોઈપણ વાતને બે મિનિટમાં પૂરી કરી દે અને જે જવાબ આપવો હોય તે આપી દે. મોટા ભાગે મૌન રહીને લેખનકાર્ય ને ધ્યાનનું કાર્ય વધારે કરતા. એમની પાસેથી અમને ઘણી પ્રેરણા મળી કે મૌનનો પ્રયોગ નહીં કરો તો તમે સાધનામાં વૃદ્ધિ નહીં કરી શકો. કાયા દ્વારા શુભ કાર્ય કરો, અશુભ કાર્યનો બને તેટલો ત્યાગ કરો. ગૃહસ્થ દશામાં છીએ એટલે સંપૂર્ણ ત્યાગ ન થાય, પણ શક્ય હોય તેટલો કરવો. કાયાને પણ આત્માની સાધનામાં લગાડો, આસનની સ્થિરતામાં લગાડો, કાયાને સ્ટેચ્યુ કરી દેવાની. તો જ ધ્યાનની યોગ્યતા આવશે. કાયાની અસ્થિરતા પણ ધ્યાનમાં બાધક થાય છે, માટે તે પણ જરૂરી છે. અનેક પ્રકારની સાધના અત્યારે ઘણા કરે છે, પહેલાંય ઘણા કરનારા હતા. ચોથા આરામાં Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શું સાધન બાકી રહ્યું ? આપણા કરતાં પણ વધારે કરનારા હતા અને માર્ગની વિપરીતતા તો ઋષભદેવ ભગવાનના વખતથી જ શરૂ થઈ ગઈ હતી એટલે એવું નથી કે પહેલા બધા સારું અને સાચું કરતા હતા અને હવે ખોટું કરે છે. જ્યારે ભગવાન હતા ત્યારે પણ ભગવાનની આજ્ઞાથીને બોધથી વિપરીતપણે વર્તનારાની સંખ્યા ઘણી હતી અને ત્રણે કાળ ઘણી જ રહેવાની. એમાંથી માર્ગને શોધી, સાચા તત્ત્વને શોધી આપણે આપણું કામ કરી લેવાનું છે. ગચ્છ-મતની અને જે કંઈ પ્રશ્નો ચાલતા હોય એ બધી ભાંજગડમાંથી ખસી જઈ, મતને નહીં પણ સને પકડો. જ્યાં જે સારું દેખાય તેને ખેંચી લો. કોઈનો વિરોધ, નિષેધ નહીં. કોઈના પ્રત્યે દ્વેષ નહીં અને સાપેક્ષતાનો સ્વીકાર કરી કોઈની પાસેથી કાંઈક વસ્તુ શીખવા જેવી લાગે કે આમનામાં આ ગુણ વિશેષ છે તો એ ગુણોનું બ્લોટિંગ કરી લેવું, શાહીચૂસ કાગળ જેવા થઈ જાવ. અત્યાર સુધી ગુણોના બદલે બધાના દોષો ચૂસ્યા છે. હવે ગુણો ચૂસો, એમ કહે છે. ગુણપ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ; પ્રાપ્તિ શ્રી સદ્ગુરુ વડે, જિન દર્શન અનુયોગ. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૫૪-૧૬ - “અંતિમ સંદેશ” દૃષ્ટિને ફેરવવાની છે. માત્ર દૃષ્ટિ કી ભૂલ હૈ. ' – શ્રીમદ્ રાજચંદ્ર - આત્યંતર પરિણામ અવલોકન - હાથનોંધ ૧-૧૪ હઠજોગ પ્રયોગ સુતાર ભયો; જપ ભેદ જપે તપ ત્યોંહિ તપે. મંત્રજાપ પણ ખૂબ કર્યો. એમ કહેવાય છે કે આપણે અત્યાર સુધી એટલી માળાઓ ફેરવી છે કે એ માળાઓ ભેગી કરીએ તો મેરુ પર્વત ઢંકાઈ જાય અને તેના જપવાના ભેદો પણ અનેક પ્રકારના છે. અમુક સંખ્યામાં કરો, અમુક વખતે કરો, અમુક દ્રવ્ય સહિત કરો, એમ મંત્ર જપવાના અનેક પ્રકાર છે, પણ પરમકૃપાળુદેવ કહે છે. મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય; વીતરાગ વાણી વિના, અવર ને કોઈ ઉપાય. - શ્રીમદ્ રાજચંદ્ર - આંક – ૧૫ Page #172 -------------------------------------------------------------------------- ________________ શું સાધન બાકી રહ્યું ? ૧૪૯ એનો અર્થ એમ નથી કે મંત્રનો જાપ ના કરવો. કોઈપણ વસ્તુ એકાંતે ન લેવી, પણ એ મંત્ર આત્મહિતમાં નિમિત્ત થાય તે પ્રકારે ગણો, એમ કહે છે. તો અનેક જાતના મંત્રો છે, પણ જે મંત્ર પંચપરમેષ્ઠિ વાચક હોય અથવા સ્વરૂપ-અનુસંધાન કરનાર હોય તે મંત્ર આપણા માટે કાર્યકારી છે બસ. મંત્રના જાપથી મનની શુદ્ધિ થાય છે અને શુદ્ધ થયેલા મનથી આત્માને પકડી આત્મસમાધિમાં જઈ શકાશે. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો; નહિ એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લહો. – શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૧૫ - ગાથા - ૪ મંત્ર એકાક્ષરી હોય, બે અક્ષરવાળા હોય, ત્રણ, ચાર, પાંચ અક્ષરવાળા હોય - એમ મંત્રના ઘણા ભેદ છે. એકાક્ષરી મંત્ર “ૐ” માં બધાય મંત્રોનો સમાવેશ થઈ જાય છે.'ૐ' માં પંચપરમેષ્ઠી ભગવાનનો સમાવેશ થઈ જાય છે. “” માં શુદ્ધ આત્માનો પણ સમાવેશ થઈ જાય છે. “હરિ ૐ નમઃ” કે “ૐ નમઃ' એ પણ એક ઉત્તમ મંત્ર છે અને તેમાં કોઈ મત કે ગચ્છ નથી. જૈન દર્શનવાળા હોય કે અજૈન દર્શનવાળા હોય, દરેક દર્શનવાળા તેને માને છે. ૐ એટલે શુદ્ધ આત્મા. ૐ એટલે અ + ઉ + મૂ. એ” એટલે અરિહંત, અશરીરી (સિદ્ધ) અને આચાર્ય, “ઉ” એટલે ઉપાધ્યાય અને “” એટલે મુનિ. જે “અસિઆઉસા” નું ટૂંકું રૂપ છે. “અસિઆઉસા' એટલે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ એટલે કે પંચપરમેષ્ઠી ભગવાન. તો, મન ને બહાર ભમતું અટકાવવા માટે, કંટ્રોલમાં કરવા માટે, આ મંત્ર-જાપ પણ ઉપકારી છે. એકની એક શક્તિ છે, જો તેનો સદુપયોગ ના કરી શકીએ તો નુક્સાન કરે અને તેની તે જ શક્તિનો જો સદુપયોગ કરી શકીએ તો છેક ટોચે પહોંચાડી દે. જેમ, એ કે ૪૭ રાઈફલ ત્રાસવાદીઓના હાથમાં જાય તો ઘણાને મારી નાંખે છે અને મોટું નુક્સાન કરે છે અને મિલીટરીવાળાના હાથમાં જાય તો ઘણા જીવોનું રક્ષણ કરે છે. એમ મંત્ર માત્ર આત્મકલ્યાણના લક્ષે ગણવાનો છે અને આત્મસ્વરૂપનું અનુસંધાન કરાવનારા મંત્રો વધારે ઉપકારી થાય છે. - જપ ભેદ જપ તપ ત્યૌહિ તપે. એવી રીતે અજ્ઞાન અવસ્થામાં આપણે તપ પણ ઘણા કર્યા છે. બારે પ્રકારના તપ અજ્ઞાન અવસ્થામાં કર્યા છે. ધ્યાન એ અંતરંગ તપ છે. તો, અજ્ઞાન અવસ્થામાં ધ્યાન પણ ઘણું કર્યું છે અને બહારમાં ઉપવાસ, એકાસણાં, ઘણા દ્રવ્યોનો ત્યાગ, એક જ દ્રવ્ય, ઊણોદરી વગેરે ઘણા તપ કર્યા છે. તો એનાથી સામાન્ય પુણ્ય બાંધ્યું, પણ કમની નિર્જરા ના થઈ. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શું સાધન બાકી રહ્યું ? તપસા નિર્જરા ચ | – શ્રી તત્ત્વાર્થસૂત્ર - અધ્યાય - ૯ - સૂત્ર - ૩ તપશ્ચર્યા એ નિર્જરાનું કારણ છે. ઇચ્છા નિરોધઃ તપઃ / ઇચ્છાઓનો નિરોધ થાય તે જ તપ છે. ઉરસેહિ ઉદાસી લહી સબપે. - અંદરમાં ઉદાસીનતા આવી નહીં. રસપૂર્વક સમ્યપ્રકારે જે યથાર્થ આરાધના થવી જોઈએ તે કરી નહીં. સર્વ પદાર્થો પ્રત્યે વૈરાગ્ય પણ આ જીવે ધારણ કર્યો. જ્યારે અમુક બનાવો એવા બનતા હોય છે ત્યારે જીવને વૈરાગ્ય ઘણો આવી જાય છે. થોડો સમય જાય એટલે વૈરાગ્ય પાછો મંદ પડી જાય છે. ખાવામાં વૈરાગ્ય, પીવામાં વૈરાગ્ય, બોલવામાં વૈરાગ્ય, પહેરવામાં વૈરાગ્ય, ઓઢવામાં વૈરાગ્ય, ચાલવામાં વૈરાગ્ય, એમ ઘણા વૈરાગ્ય આવતા હોય છે, પણ એ નિમિત્ત અને ઉદયના કારણે આવે છે, આત્માના ઉપાદાનની યોગ્યતાને કારણે નથી આવતો. એટલે એ વૈરાગ્ય પણ પાછો નિમિત્ત ઓસરતાં ઓસરી જાય છે. ખરેખર તો, વૈરાગ્ય એ મોક્ષમાર્ગનો ઉત્કૃષ્ટ ભોમિયો છે. વૈરાગ્ય વગર પણ કંઈ કામ થતું નથી. વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન; તેમ જ આતમજ્ઞાનની, પ્રાપ્તિતણાં નિદાન. ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજભાન. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૬, ૭. બાર ભાવના એ વૈરાગ્યની માતા છે. માટે, વારંવાર બાર ભાવનાઓનું ચિંતવન, મનન કરવું તે સમ્યગદર્શનનું પણ કારણ છે. આત્મકલ્યાણના અનેક પ્રકારના સાધનોની વૃદ્ધિનું કારણ પણ છે. ધ્યાનનું કારણ પણ છે, ભાવોની વિશુદ્ધિનું કારણ પણ છે. એટલે તીર્થકરો પણ બાર ભાવના ભાવતા હતા અને મોટા મોટા જ્ઞાની પુરુષો પણ ભાવે છે. એટલે બાર ભાવનાઓની ભાવનાનું વારંવાર ચિંતવન કરવું. એટલે આપણો વૈરાગ્ય પ્રદીપ્ત રહે અને સાથે ઉપશમનું બળ વધારવું. વૈરાગ્ય અને ઉપશમ વગર તત્ત્વની યથાર્થ પરિણતિ પરિણમન નહીં થાય. વૈરાગ્ય અને ઉપશમ આ બન્ને જોઈશે અને તેને બાધક આરંભ, પરિગ્રહ, વિષયો અને કષાય Page #174 -------------------------------------------------------------------------- ________________ શું સાધન બાકી રહ્યું ? ૧૫૧ છે. એ તેના કાળ છે, દુશ્મનો છે. એટલે બને તેટલા તેનાથી છૂટવાનો પ્રયત્ન કરવો. નહીં તો જેટલા અલ્પ કરી શકાય તેટલા અલ્પ કરવા તો જ આત્માનું કલ્યાણ બની શકે, નહીં તો નહીં બની શકે. સંસારમાં કંઈ સાર નથી. એમ લાગવા છતાં હજુ આત્મા પ્રાપ્ત થયો નહીં. પરમકૃપાળુદેવે પત્રાંક - ૮૧૦માં કહ્યું છે, જે અનિત્ય છે, જે અસાર છે અને જે અશરણરૂપ છે તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે એ વાત રાત્રિદિવસ વિચારવા યોગ્ય છે. એટલે ઘણી વખત સંસાર અસાર લાગ્યો. ઘરને છોડીને ઈડર જતો રહ્યો, પણ કોઈનો ફોન આવ્યો કે તરત જ સંસાર પાછો સારરૂપ લાગવા લાગ્યો. ગમે ત્યાં જાવ હિન્દુસ્તાનના કોઈપણ છેડે કે દુનિયાના કોઈપણ છેડે, કાગડા બધે જ કાળા છે. સંસારમાં સાર હોત તો કોઈ જ્ઞાની તો લખત. કોઈ જ્ઞાનીએ લખ્યું નથી કે સંસારમાં સાર છે. સંસારનો કોઈ પદાર્થ તમને સાચા સુખ-શાંતિ આપે છે? થોડા દિવસ થાય એટલે જીવ દરેકની ચિંતા કરે કે આનું શું થયું હશે? ને આમનું શું થયું હશે ? અરે બાપુ ! જેનું જે થવું હશે તે થશે. તું ચિંતા કરીશ તો પણ તેમની જે યોગ્યતા ને ઉદય હશે તે પ્રમાણે થશે. તારું હિત કરવું હોય તો તું કરી લે. જગતના અભિપ્રાયથી જીવ અનંતવાર ભૂલ્યો છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રમાણે ચાલે તો જ જીવ મુક્ત થઈ શકે, નહીં તો નહીં. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શું સાધન બાકી રહ્યું ? ( ગાથા - ૩ સબ શાસ્ત્રનકે નય ધારિ હિયે, મત મંડન ખંડન ભેદ લિયે; વહ સાધન બાર અનંતકિયો, તદપિ કછુ હાથ હજુ નપર્યો. આ જીવે પૂર્વે અજ્ઞાન અવસ્થામાં કેવી કેવી બળવાન સાધના કરી, છતાં પણ તેને આત્માની પ્રાપ્તિ ન થઈ, આત્માનો સાક્ષાત્કાર ન થયો, પરિભ્રમણનો અંત ન આવ્યો અને જન્મ, જરા, મરણના દુઃખોનો પણ અંત ન આવ્યો. આત્મજ્ઞાન વગરની સર્વસાધના મોક્ષમાર્ગમાં નિષ્ફળ જાય છે. તેનાથી ફક્ત પુણ્ય બંધાય છે. શાસ્ત્રોનો અભ્યાસ પણ આ જીવે પૂર્વે અનાદિકાળમાં અનંત વાર કર્યો છે. નવ નવ પૂર્વ સુધી આ જીવ ભણ્યો છે. આ આપણી જ વાત છે હોં. જો હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં; એ પૂર્વ સર્વ કહ્યાં વિશેષ, જીવ કરવા નિર્મળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. નહિ ગ્રંથમાંથી જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિ કવિચાતુરી, નહિ મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિ ભાષા ઠરી; નહિ અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. - શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૬૭ - ગાથા - ૧, ૨ ચરણાનુયોગ, કરણાનુયોગ, દ્રવ્યાનુયોગ, ધર્મકથાનુયોગ - આ ચારે અનુયોગોનો આ જીવે અનંતવાર અભ્યાસ કર્યો છે. ચૌદ પૂર્વઅંશે ન્યૂન જાણ્યા હોય ત્યાં સુધી કર્યો છે, છતાં પણ પરિભ્રમણનો, દુઃખોનો અંત આવ્યો નથી. જન્મ-મરણના ચક્કરમાં આ જીવ અનાદિકાળથી અજ્ઞાનતાના કારણે ફસાયેલો છે. શાસ્ત્ર વાંચીને પણ જીવને અહંકાર આવે છે, શાસ્ત્ર સંભળાવીને પણ જીવને અહંકાર આવે છે, શાસ્ત્રના આધારે જીવ અનેક પ્રકારના ખંડન-મંડન પણ કરી છે નાંખે છે, કલુપતા આવી જાય છે. સ્યાદ્વાદ દષ્ટિ ચૂકી જાય છે, એટલે એકાંત વસ્તુને પકડી જીવ મૂળમાર્ગમાંથી ખસી જાય છે. નયના ચક્રમાં જેને ગુરુગમ નથી તે ફસાઈ જાય છે. નિશ્ચય અને વ્યવહાર એમ મુખ્ય બે નય છે. તેના ઘણા પેટા પ્રકાર છે. આ દરેક નયને પણ ધારણ Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ શું સાધન બાકી રહ્યું ? કર્યા. શાસ્ત્રજ્ઞાન પણ ખૂબ પ્રાપ્ત કર્યું. બોધ પણ ઘણાને આપ્યો ને ઘણાનો સાંભળ્યો, ઘણા પુસ્તકો પણ જીવે લખ્યા. અનાદિકાળમાં ઘણી ઘણી અટપટી સાધના જીવે કરી, પણ હજી આત્મા તેના હાથમાં આવ્યો નહીં. પંડિત ઔર મશાલચી, ઉનકી યહી રીત; ઓરન કો પ્રકાશ દે, આપ અંધેરે બીચ. પહેલાના જમાનામાં ઘાંયજાઓ મશાલ રાખીને લગ્નમાં જતા. મશાલના અજવાળામાં બધાય દેખાય, પણ ઘાંયજાનું મોટું ન દેખાય. એવી રીતે પંડિતોના બોધથી ઘણા જીવો જ્ઞાન પામી જાય, પણ પંડિતજી એમને એમ રહી જાય. સ્વરૂપના લક્ષ વગરની બધી સાધના સંસારના હેતુભૂત થાય છે, મોક્ષના હેતુભૂત થતી નથી. કેમ કે, આત્મા શાસ્ત્રમાં નથી. જ્યાં છે ત્યાં ઉપયોગ જાય અને ઉપયોગમાં આત્મા નજરાય તો આત્મા પ્રાપ્ત થાય. આત્માનું અસ્તિત્વ જ્યાં છે ત્યાં ઉપયોગની સ્થિરતા થાય તો આત્મા પ્રાપ્ત થાય. અસ્તિત્વના ભાસ વગર સમ્યક્ત્વ થઈ શકતું નથી. જેમ અભિમન્યુ એક કોઠામાં ફસાયો ને ખલાસ થઈ ગયો. એમ આ પંડિતો શાસ્ત્રમાં ને શાસ્ત્રમાં રહી જાય છે. શાસ્ત્રનો પરમાર્થ આશય તો સ્વરૂપસ્થ થવું તે છે. ખરેખર તો, શાસ્ત્ર આત્મજ્ઞાનનું કારણ થાય છે. જ્ઞાનીપુરુષો શાસ્ત્રનો નિષેધ નથી કરતા. શાસ્ત્રોનું જ્ઞાન ગુરુગમપૂર્વક હોય તો ઉપકારી થાય છે. સ્વચ્છંદપૂર્વક થાય, અનઅધિકારી જીવના હાથમાં જાય તો તેને નુક્સાન થાય છે અને આ કાળમાં અધિકારી જીવો ઘણી જ અલ્પ સંખ્યામાં હોય છે. એટલે શાસ્ત્રનો પણ જીવને અપચો થઈ જાય છે. તેને શાસ્ત્રનો અભિનિવેશ કહે છે. જે આશયથી જ્ઞાનીઓએ વચન લખ્યા છે તેનાથી વિપરીત આશય કાઢીને સમજવું કે સમજાવવું એ જીવને મૂળમાર્ગથી દૂર લઈ જાય છે. માટે, શાસ્ત્રજ્ઞાનથી નિવેડો નથી, પણ અનુભવજ્ઞાનથી નિવેડો છે. પરમકૃપાળુદેવે કહ્યું છે કે, શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, પણ મર્મ તો સત્વરુષના અંતરાત્મામાં રહ્યો છે. મર્મ જ્યાં સુધી ખ્યાલમાં ન આવે ત્યાં સુધી સાચો મોક્ષમાર્ગ પકડી શકાતો નથી. મર્મ ઉપર એક બહુ સરસ ઉદાહરણ છે. એક ગામની બહાર એક પાળિયો હતો. તેની બાજુમાં એક મંદિર હતું. તેની ઉપર એક શિલાલેખ લખ્યો હતો કે, માથું વાઢે એ માલ કાઢે. હજારો માણસો વાંચે, પણ કોઈ એનો મર્મ ઉકેલી ના શકે. શબ્દ તો બધા ઘણાંય વાંચી ગયા. પછી કોઈ એક વિચક્ષણ માણસ આવ્યો અને મંદિરના ઓટલા પર બેસી, આ પાળિયો વાંચીને તેના પર વિચાર કરવા લાગ્યો કે, માલ છે એ તો નક્કી વાત છે. કિંમતી ખજાનો છે, એ તો નક્કી વાત Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શું સાધન બાકી રહ્યું ? છે અને માથું વાઢે તો માલ મળે એ વાત પણ નક્કી છે. વાત તો એની ખોટી નથી. પણ કોનું માથું વાઢીએ તો માલ મળે? એ હવે આપણે વિચારવાનું છે. એટલે તેણે વિચાર કર્યો. કઈ કઈ માથાવાળી ચીજો છે. વિચારતાં વિચારતાં તેને બે વસ્તુ માથાવાળી દેખાઈ. એક તો પોતે અને બીજું મંદિર. તેને એમ થયું કે જો મારું માથું વાઢીને માલ મળતો હોય તો એ મારે શું કામનો ? એટલે એમ હોવું ના જોઈએ. કેમ કે, તેનો લખનાર તો બુદ્ધિશાળી છે. એટલે જો પોતાનું માથું વાઢીને માલ મળતો હોય તો કોણ લેવા તૈયાર થાય? હવે બીજું કળશવાળું એક મંદિર છે. કળશ એ મંદિરનું માથું કહેવાય. હવે આનું માથું વાઢું તો કંઈક ચમત્કાર થાય ને માલ મળી જાય તો જુદી વાત, બીજી તો કોઈ માથાવાળી વસ્તુ આટલામાં છે નહીં. એમ વિચારી તેણે મંદિર પર ચડીને કળશને તોડ્યો, તો અંદરથી રત્ન ભરેલી કુલડી નીકળી. લાખોની કિંમતનો માલ તેને સહજમાં મળી ગયો. ક્યારે? એનો મર્મ ઉકેલાયો ત્યારે. એમ શાસ્ત્રોનો મર્મ ઉકેલાય તો આત્મા હસ્તગત થવો સાવ સુલભ છે. એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, નહીં તો અનંત ઉપાય પણ નથી. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - પ૩૭ સમજ, પિછે સબ સરલ હૈ, બિન સમજ મુશકીલ; • – શ્રીમદ્ રાજચંદ્ર - આત્યંતર પરિણામ અવલોકન - હાથનોંધ - ૧-૧૨ સાચી સમજણ વગર, ગુરુગમ વગર, અજ્ઞાનીઓના કહેવાથી કે પોતાના વિકલ્પથી ઘણી સાધના કરે છે, ઘણા તપ, ત્યાગ કરે છે, ઘણી ધર્મની ક્રિયાઓ કરે છે, ઘણી ભક્તિ કરે છે, ઘણી સામાયિક કરે છે, ઘણા પ્રતિક્રમણ કરે છે. તમે જુઓ ! પૂનમ ઉપર અહીંથી આળોટતાં આળોટતાં છેક અંબાજી જાય છે. ઊભા થઈ પાછા પડે એ રીતે જાય છે. છતાં અંબાજી માતા પ્રસન્ન થયા નહીં! છતાંય એણે માન્યું કે મારો મોક્ષ થઈ ગયો, મારું કામ થઈ ગયું. આવી રીતે અજ્ઞાન અવસ્થામાં દરેક ધર્મમતવાળા - જૈન મતવાળા ને અજૈન મતવાળા બધાંય અજ્ઞાનથી પ્રયત્ન કરે છે; પણ તે જ્ઞાનથી પ્રયત્ન કરે, ગુરુગમપૂર્વક પ્રયત્ન કરે તો તેને સહજમાં આત્મા હાથમાં આવે, આત્મામાં ઉપયોગ સ્થિર થાય અને સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્રની પ્રાપ્તિ થાય. અઘરું છે છતાં સહજ છે. જો ઊંધો મથે તો અનંત ઉપાય નથી અને સીધો મથે તો સહજ પ્રયત્ન કરે તો, સહજમાં વસ્તુ હાથે આવે એવી છે. તમારી પાસે શક્તિ છે, પણ શક્તિને સદુપયોગમાં લગાડવી છે. તમે અહીં બેઠા છો. તમારા મકાનમાં તમારો રૂમ છે, અને એ રૂમમાં તમારું પ્રાઈવેટ કબાટ છે અને એ પ્રાઈવેટ કબાટમાં ચોરખાનામાં તમારો હીરાનો હાર Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ શું સાધન બાકી રહ્યું ? અને હીરાના દાગીના પડ્યા છે. તે આંખ બંધ કરો તો તમને છેક ત્યાંનું અહીં બેઠા બેઠા દેખાય છે. આટલા બધા અંતરને ભેદીને પણ તમને અહીં જ્ઞાનમાં પકડાય છે, પણ હું પ્રયત્ન કરું તો મને નહીં પકડાય. કેમ કે, મેં જોયો નથી, મૂક્યો નથી અને મને એ રૂમનો ખ્યાલ નથી કે ક્યાં છે ને શું છે. તમે મને જણાવો તો હું હજી જાણી શકું, પણ એમ ને એમ તો હું જાણી શકું નહીં. એવી રીતે આત્મા હાલ ચોવીસ કલાક હાજરાહજૂર છે, સાક્ષાત્ દેવ છે. તમે ઊંઘો છતાં એ જાગતો હોય છે. આત્મા કોઈ દિવસ એક સમય પણ સૂતો નથી. સૂતો નથી એટલે જાણવા જવાનું કામ બંધ થતું નથી. ઊંઘમાં પણ જાણે છે અને જાગતા પણ જાણે છે. તેને ત્રણ આવરણ છે – નોકર્મ, દ્રવ્યકર્મ અને ભાવકર્મ. નોકર્મ એટલે શરીર, દ્રવ્યકર્મ એટલે આઠકર્મ અથવા એકસો અડતાલીસ પ્રકૃતિના કર્મો અને ભાવકર્મ એટલે બધા વિભાવો. આ ત્રણ કબાટમાં આત્માનો હીરો પડ્યો છે. બહાર દેહનો કબાટ છે, તેની અંદર કર્મોનો કબાટ છે અને તેની અંદર વિભાવોનો કબાટ છે અને એ વિભાવોને વીંધીને તમે આગળ જાવ તો તમારા સદેવનું દર્શન થાય એવું છે. તો નોકર્મની અંદરમાં જ જીવને હુંપણું થઈ ગયું છે. આ શરીર એ જ હું અને શરીર એ મારું અને શરીરના વર્તમાનમાં જે કોઈ સગાં-વહાલાં, કુટુંબો કે જે હોય એ બધા મારા, બાકીના બધા બહારના, એમ અનેક પરદ્રવ્યો અને પરભાવોને જીવ સ્વપણે માને છે અને તે માન્યતા એ જ સંસાર છે. એ જ પરિભ્રમણનો હેતુ છે. જીવ પોતાને ભૂલી ગયો છે તેથી સસુખનો તેને વિયોગ છે. પરમકૃપાળુદેવે લખ્યું છે કે, તારે દોષે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું, પોતે પોતાને ભૂલી જવું. . – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૧૦૮ “અન્યને પોતાનું માનવું એ મોટો દોષ છે. પરમાં “હું'પણું કરવું એ મોટો દોષ છે. આપણે બીજો બધો ધર્મ કરીએ છીએ, પણ પરમાં હુંપણું છે તે છોડતા નથી અને જયાં સુધી પરમાં અહંપણું અને મમત્વપણું છૂટે નહીં ત્યાં સુધી આત્માના દર્શન, આત્માનો સાક્ષાત્કાર થાય નહીં. અનંતવાર સાધુ થયા ત્યારે હું સાધુ છું એમ માન્યું, પણ હું આત્મા છું એમ ના માન્યું. ખરેખર તો હું સાધુનથી, પણ હું આત્મા છું. પંડિતે હું મોટો પંડિત છું એમ માન્યું, પણ હું આત્મા છું એમ ના માન્યું. ક્રિયાકાંડીએ હું ક્રિયા કરનારો છું એમ માન્યું, પણ એ ક્રિયાનો હું જાણનારો છું, કરનારો નથી એવું એને અંદરમાં આવ્યું નહીં. એટલે પરમાં કર્તુત્વપણું, પરનું ભોıત્વપણું, પરમાં અહંપણું, પરમાં મમત્વપણું, પરમાં ઈષ્ટપણું, પરમાં અનિષ્ટપણું અનાદિકાળથી, આટલો Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શું સાધન બાકી રહ્યું ? ધર્મ કરતા હોવા છતાં પણ ચાલુ જ છે. મોટા ભાગના સાધકની આ વાત ચાલે છે. અજ્ઞાની સંસારી જીવની તો વાત જ નથી. એ તો બહુ છેટો છે. આ અહંપણું, મમત્વપણું ખસ્યા વગર આત્મદર્શન થઈ શકે નહીં. પરમાંથી જ્યાં સુધી જીવનો ઉપયોગ પાછો ફરે નહીં, ઉપયોગ સ્વમાં કેન્દ્રિત થાય નહીં, ત્યાં સુધી તેને કાર્યની સિદ્ધિ બની શકતી નથી, પછી તે ગમે તે હોય. સિદ્ધાંત બધા આત્માઓ માટે સરખો જ હોય છે. સિદ્ધાંતમાં કોઈનાત, જાતને કે ધર્મના વાડાઓ હોતા નથી. સિદ્ધાંત એ સિદ્ધાંત છે. તો આ અહંપણું, મમત્વપણું, ઘણા શાસ્ત્રો વાંચ્યા તો પણ નીકળ્યું નહીં. અનેક નયનું જ્ઞાન કર્યું, ત્યારે અનુયોગોના શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, નિશ્ચયનયનો અભ્યાસ કર્યો, વ્યવહારનયનો અભ્યાસ કર્યો અને નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની એ વાતને ઘણી પકડી, છતાં કામ થયું નહીં. તો, નિશ્ચયનય, શુદ્ધ નિશ્ચયનય કે કોઈ પણ નવનિલેપ કે પ્રમાણ ઉપાદેય નથી. ઉપાદેય તો શુદ્ધ આત્મા છે. પરમશુદ્ધ નિશ્ચયનયનો વિષય ત્રિકાલી શુદ્ધ ધ્રુવ આત્મા છે. તો નિશ્ચયનયનો સાચો આશ્રય ત્યારે થયો કહેવાય જ્યારે નિશ્ચય છૂટી જાય અને ઉપયોગ આત્મામાં જાય. હું આંગળી વડે તમને સામેની ધજા બતાવું કે પેલી ધજા છે. હવે તમે આંગળીને પકડી લો તો ધજા દેખાય નહીં. આંગળીને જ્યાં ચીંધી છે એના લક્ષ્ય પર તમે નજર કરશો તો પેલી ધજા છે એ તમને દેખાશે..પણ જીવ આંગળી જ છોડતો નથી. અરે! આંગળી નથી પકડવાની, પણ આંગળી જે દિશા બતાવે છે તે દિશાની ધજાને પકડવાની છે. એમ શાસ્ત્ર જે આત્માને બતાવવા માંગે છે તે આત્માને ઉપયોગમાં પકડ, તો આત્મા દેખાશે. આમ, શાસ્ત્રજ્ઞાનથી નિવેડો નથી, પણ સમ્યકજ્ઞાનથી નિવેડો છે. ક્ષયોપશમ જ્ઞાનથી નિવેડો નથી, પણ આત્મજ્ઞાનથી, સમ્યગુજ્ઞાનથી, સ્વસંવેદન જ્ઞાનથી નિવેડો છે. સ્વસંવેદન જ્ઞાન વગર કોઈ જીવ મુક્ત થઈ શકે નહીં. કોઈ જીવ સમ્યગદર્શનને પ્રાપ્ત કરી શકે નહીં અને સ્વસંવેદન સ્વરૂપના આશ્રય વગર થાય નહીં. પરના આશ્રયે સ્વસંવેદન થાય નહીં. આટલી વાત પકડીને તમે સાધના કરો તો ક્રમે કરીને તમે ધીમે ધીમે પણ પહોંચી જશો. ભલે ધીમું ચાલતા હશો પણ દિશા સાચી હશે તો લક્ષની પ્રાપ્તિ થશે. દિશા ઊંધી હશે ને તમે ગમે તેટલું દોડતા હશો તો પણ કાર્યની સિદ્ધિ નહીં થાય. વસ્તુ જયાં છે ત્યાં તમારો ઉપયોગ જશે તો વસ્તુ તમારા ઉપયોગમાં નજરાશે. જ્યાં વસ્તુ નથી ત્યાં ઉપયોગ તમે ગમે તેટલો લઈ જશો, પણ કાર્યની સિદ્ધિ નહીં થાય. ભગવાનની મૂર્તિ કે સાક્ષાત્ તીર્થકર બિરાજમાન છે. એમાં દષ્ટિ રાખો, એમના દેહને જુઓ, એમની દિવ્યધ્વનિ સાંભળો, એ બધાં બાહ્ય નિમિત્તો છે. એ બાહ્ય નિમિત્તોમાં ઉપયોગ રાખવાથી કામ ના થાય. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ શું સાધન બાકી રહ્યું ? એમણે જે ઈશારો કરીને બોધ આપ્યો છે તેને અનુરૂપ જો પ્રયોગ થાય તો કાર્યની સિદ્ધિ થાય. કેવળજ્ઞાની મળી ગયા એટલે આપણું કલ્યાણ થઈ ગયું એમ છે નહીં. કેવળજ્ઞાની કલ્યાણમાં નિમિત્ત છે, ક્યારે ? કલ્યાણ થાય તો. કલ્યાણ ન થાય તો નિમિત્ત પણ નથી. અનંતવાર આપણને કેવળજ્ઞાનીઓ મળ્યા છે અને બીજા મહાજ્ઞાનીઓ પણ મળ્યા છે છતાં આપણું કલ્યાણ થયું નહીં. કેમ કે, આપણે સ્વરૂપદષ્ટિ કરી નહીં, સ્વરૂપનો આશ્રય કર્યો નહીં અને પરનો આશ્રય છોડ્યો નહીં. અંદરમાં દઢ નિશ્ચય થવો જોઈએ કે, હું પર તણો નહિ, પર ન મારાં જ્ઞાન કેવળ એક હું; જે એમ ધ્યાને ધ્યાનકાળે, તેહ શુદ્ધાત્મા બને. ' – શ્રી પ્રવચનસાર - ગાથા - ૧૯૧ હું પર તણો નહીં અહાહા ! આટલા વાક્યમાં તો કુંદકુંદાચાર્ય ભગવાને ચૌદ પૂર્વનો સાર મૂકી દીધો છે. આ એક જ વાક્ય પર ચિંતન કરો. આ એક જ ગાથા બહુ થઈ ગઈ. આત્મા સિવાયના બધાય પરમાં છે. આખું જગત, જગતના અનંતા આત્માઓ, તમારા ઘરના આત્માઓ હોય કે બહારના આત્માઓ હોય કે બીજા ચેતન, અચેતન પદાર્થો હોય, કોઈપણ હોય એ બધાય પર છે. હું એમનો નહીં, એ મારા નહીં, એ સંયોગમાં છે, એની સાથે મારો એકત્વ સંબંધ નથી. સંયોગી વસ્તુમાં એકબુદ્ધિ કરવી એનું નામ મિથ્યાત્વ, એનું નામ અહપણું, મમત્વપણું. આ જ કાઢવાનું છે. આ પ્રેક્ટિકલ સાધના છે. આપણને અહંપણાની અનાદિકાળથી ટેવ પડેલી છે. એટલે ખાવાની ક્રિયા, પીવાની ક્રિયામાં, સૂવાની ક્રિયામાં, ચાલવાની ક્રિયામાં, દેહની ક્રિયામાં જ્યાં કહેશો ત્યાં તમને “હું'પણું આવી જશે. આ બધી ક્રિયાનો હું જ્ઞાતા છું, કર્તા નથી. દેહની જે કંઈ ક્રિયા થાય, મનની જે કંઈ ક્રિયા થાય, વાણીની જે કંઈ ક્રિયા થાય કે જગતના કોઈપણ પરદ્રવ્યની જે કંઈ ક્રિયા થાય એ મારી ક્રિયા નથી. મારી ક્રિયા માત્ર જાણવા જવાની છે. પરને જાણવા જોવાની ક્રિયા પણ વ્યવહારથી છે. હકીકતમાં તો મારી સાચી ક્રિયા તો મારા સ્વરૂપને જોવું, જાણવું અને મારા સ્વરૂપમાં સ્થિર રહેવું એ છે. આ નિશ્ચયથી મોક્ષમાર્ગ છે. આવો પુરુષાર્થ ઘણો સમય કરશો ત્યારે અનાદિનું અજ્ઞાન મંદ પડશે અને ક્રમે કરીને સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્રની સિદ્ધિ થશે, નહીં તો નહીં થાય. આ પ્રેક્ટિકલ સાધના છે. પુસ્તક વાંચીએ છીએ એ થિયરીકલ સાધના છે. પુસ્તકમાં તમે પાણીનું તળાવ દોર્યું તો એમાંથી પાણી પીવાય નહીં, તેનાથી તરસ જાય નહીં; સ્વપ્નમાં આવેલી વસ્તુઓ સ્વપ્ન વખતે સત્ય Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શું સાધન બાકી રહ્યું ? દેખાય, પણ આંખ ખૂલે ત્યારે? એ સત્ય અસત્ય થઈ ગયું. તો સત્ય દેખાતું'તું ત્યારે એ સત્ય હતું કે અસત્ય હતું? અસત્ય બસ. એમ સ્વપ્નરૂપ યોગે આ જીવ પોતે પોતાના નહીં એવા પરદ્રવ્યને સ્વપણે માને છે; એ માન્યતા એ જ સંસાર છે. એ જ પરિભ્રમણનો હેતુ છે. એ જ જન્મ, જરા, મરણનું કારણ છે. એની નિવૃત્તિ થઈ ત્યાં એ બધી સાધના કરી છૂટ્યો છે. સાધના દ્વારા આ જ નિવૃત્તિ કરવાની છે. કોઈ દ્રવ્યનું કોઈપણ પ્રકારનું પરિણમન તમે કરી શકતા નથી. દરેકના પરિણમન અલગ-અલગ છે અને તે દ્રવ્યની યોગ્યતાને અનુરૂપ થવાના. એમાં ભગવાન પણ કોઈ દ્રવ્યના પરિણમનમાં ફેરફાર કરી શકે નહીં. ગુરુ પણ ના કરી શકે, દુનિયાના કોઈ જીવ કરી શકે નહીં. તમારો દેહ પણ તમારા પરિણામ કરી શકે નહીં. કર્મના ઉદયમાં તમે ઉપયોગ દ્વારા જોડાવ તો તેને અનુરૂપ પરિણામ થાય, જોડાવો નહીં તો પરિણામ થાય નહીં. આમ ચિંતનમાં તમે લેશો તો તમારી સ્વરૂપદષ્ટિ જાગૃત થશે. તમને લાગશે કે હું તો, સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય; પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર -ગાથા - ૫૪ બધાયની અંદરમાં હું તો ન્યારો જ છું. ચારો એટલે જાણનાર, જોનાર; કરનાર કે ભોગવનાર નહીં. કર્તૃત્વ, ભોક્નત્વપણું નહીં. અહ-મમત્વપણું નહીં. માત્ર જાણનાર. તો ભગવાન ચૌદ રાજલોકને જાણે છે એ તો વ્યવહાર છે, હકીકતમાં તો ભગવાન અખંડપણે પોતાના સ્વરૂપને જાણે છે અને અનુભવી રહ્યા છે. શ્રી બનારસીદાસજી કહે છે, એક દેખિયે જાનિયે, રમિ રહિયે ઈક ઠૌર; સમલ વિમલ નવિચારિયે, યહૈ સિદ્ધિ નહિ ઔર. – શ્રી સમયસાર નાટક - જીવઢાર - ૨૦ એકને જુઓ, એકને જ જાણો અને એકમાં જ રમણતા કરો. આત્માને જ જુઓ. આત્માને જ જાણો અને આત્મામાં જ ઉપયોગ દ્વારા રમણતા કરો. આત્મા કર્મમળ સહિત છે કે કર્મમળ રહિત? એના પણ વિચારો મૂકી દો. એ તો જે છે તે છે. આ જ સિદ્ધિ છે, બીજી કોઈ સિદ્ધિ નથી. આત્માને તમે અત્યારે હાલ જોશો તો તમને એકેય બંધન નહીં દેખાય. કર્મોનું પણ નહીં ને શરીરનું પણ નહીં અને વિભાવોનું પણ બંધન દેખાશે નહીં. એ બધાયને વીંધી અંદરમાં જોશો તો તમને બીજી વચ્ચેની કોઈ વસ્તુ દેખાશે નહીં. બસ એવી દૃષ્ટિ અંતર્મુખ કરો કે માત્ર આત્મા જ દેખાય. આત્માના વિકલ્પ પણ નહીં. હું આત્મા છું એ વિકલ્પ પણ નહીં અને Page #182 -------------------------------------------------------------------------- ________________ શું સાધન બાકી રહ્યું ? ૧૫૯ નિર્વિકલ્પપણે આત્મા નજરાય એનું નામ ધર્મ છે, તેના બદલે જીવ બહારમાં અનેક પ્રકારના વિભાવો દ્વારા, શુભાશુભ ભાવો દ્વારા, શુભ ક્રિયાઓ દ્વારા ધર્મ કરે છે અને તેને તે મોક્ષમાર્ગ માને છે, તેનું નામ જ મિથ્યાત્વ છે. કરવાનો નિષેધ નથી, પણ મોક્ષમાર્ગ માને તેનો નિષેધ છે. ભૂમિકા નથી તો કરવું તો પડશે. જ્ઞાનીઓ પણ કરે છે, અજ્ઞાનીઓ પણ કરે છે. જ્ઞાનીઓ રત્નત્રયની અભેદતા, શુદ્ધ ઉપયોગ સિવાય કોઈને મોક્ષમાર્ગ માનતા નથી. જ્ઞાનીની આ દઢ પકડ છે. પછી તેને કોઈની સાથે કાંઈ વાદ-વિવાદ નહીં થાય, રાગ-દ્વેષ નહીં થાય, અપસેટ નહીં થાય કે આનંદિત પણ નહીં થાય. તો કોઈ અનુકૂળ વત્યું કે પ્રતિકૂળ વત્યું, એનું કાર્ય એનામાં થયું છે, તમારામાં કંઈ થયું નથી. તમે કેમ અપસેટ થયા? દર્પણની અંદરમાં તમારી મૂછનો વાળ ધોળો દેખાયો તો દર્પણને તમે ઉખાડશો કે વાળને ઉખાડશો? દર્પણ તો તમને દેખાડનારું છે. એમ આત્મા “સકલ યજ્ઞાયક તદપિ, નિજાનંદ રસલીન' એવો છે. તમારી અંતરંગ શાંતિ ક્યાંય નહીં હણાય. દુનિયામાં ગમે તેવા બનાવો બનશે, ઘરમાં બનશે, દેહમાં બનશે, પ્રતિકૂળતાઓ આવશે, અશાતાના ઉદય આવશે, શાતાના ઉદય આવશે, પાપના ઉદય આવશે, પુણ્યના ઉદય આવશે, દરેકમાં તમને શાંતિ રહેશે. ગમે તેવું બન્યું તો તેનાથી આત્માને શું લાભ કે નુક્સાન? કે ના બન્યું તો આત્માને શું લાભ કે નુક્સાન? “મેવાડ કી રાની કો લડકા હુઆ તો ભી આનંદઘન કો ક્યા? ઔર ન હુઆ તો ભી આનંદઘન કો ક્યા?' તેમ કોઈ આવ્યું કે ગયું, જે બન્યું તે બન્યું તમારે શું નિસ્બત છે? તમે તમારા ઘરમાં રહો. ઘરમાં ના રહો અને બહાર નીકળી ગયા તો પછી જેવા વિકલ્પ થશે તેને અનુરૂપ નુક્સાન ચાલુ. તળાવમાં એક કાચબો પાણી પર તરતો હતો. મોટું બહાર અને શરીર પાણીમાં એ રીતે તરે. તો ઉપરથી સમડી, કાગડા ને બીજા પક્ષીઓ તેને ચાંચ મારે. કાચબો અંદરમાં મુંઝાય કે આ બધા મને મારી નાંખશે. બહુ ચાંચ મારે છે. આઠ-દસ પક્ષીઓ વારાફરતી મારતા જ જાય. હવે કાચબા પાસે પાણીમાં ડૂબકી મારવાની એક કળા હોય છે. જો પાણીમાં ડૂબકી મારે તો ભલે ને પાંચસો પક્ષીઓ હોય તોય તેનું કંઈ નુક્સાન કરી શકવાના નથી. એક ડૂબકી મારી લે તો બસ. એમ બહારમાં ગમે તેવા ઉદય હોય - ઉપસર્ગ હોય, પરિષહ હોય, નિમિત્ત હોય, તમે ઉપયોગ દ્વારા તમારા સ્વરૂપમાં ડૂબકી મારી અને અંદરમાં દેઢ પકડ કરી નાંખો કે સર્વ અવસ્થાને વિષે ન્યારો સદા જણાય. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શું સાધન બાકી રહ્યું? અશુદ્ધ અવસ્થા હોય કે શુદ્ધ અવસ્થા, હું તો ન્યારો જ છું. શુદ્ધ અવસ્થા એટલે કેવળજ્ઞાનમાં પણ મારું સ્વરૂપ ન્યારું છે અને અશુદ્ધ અવસ્થા એટલે વિભાવોમાં પણ મારું સ્વરૂપ ન્યારું છે. ત્યારું છે એટલે ત્રિકાળ જેવું છે તેવું જ રહેવાનું છે. નિગોદમાં જાવ તોય એવું ને એવું, ચાર ગતિમાં ગમે ત્યાં રખડો તોય એવું ને એવું. આવી સ્વરૂપ દૃષ્ટિની પકડ કરશો તો બધાંય ધર્મનો ને બધાય શાસ્ત્રોનો સાર આટલો જ છે, બીજો કોઈ નથી. નહીં સમજ્યા માટે આ બધા શાસ્ત્રોનો વિસ્તાર કરવામાં આવ્યો છે. કોઈપણ શાસ્ત્રનો સાર એટલો જ છે કે પરમાંથી ઉપયોગ હટાવીને તમારા સ્વરૂપમાં ઉપયોગને સ્થિર કરો. આ સાધના છે. આત્માનો ઉપયોગ આત્માકાર થાય એ જ આત્માની સાધના છે. બીજી કોઈ સાધનાથી મોક્ષ નથી કે મોક્ષમાર્ગ પણ નથી. આ વસ્તુ તમે અત્યારે સાંભળો છો, પણ પાછું બીજે આડાઅવળા દોડો છો અને પાછું ભૂલી જાવ છો. એટલે એ બનાવોના નિમિત્તે સારા કે નરસા વિકલ્પો પણ કરી નાંખીએ છીએ. કેમ આવું થાય છે? કારણ કે, આ દષ્ટિ ચૂકી ગયા કે જગતના કોઈ દ્રવ્યનું પરિણમન ગમે તે પ્રકારે થાય તેનાથી મારે કંઈ લેવા-દેવા કે લાગતું-વળગતું નથી અને તેની યોગ્યતા પ્રમાણે થવાનું અને તેના પરિણમનમાં કોઈ ઈન્દ્ર, નરેન્દ્ર કે જિનેન્દ્ર ફેરફાર કરી શકવાના નથી. એમના પોતાનામાં ના કરી શકે તો તમારામાં તો ક્યાંથી કરી શકે? ઋષભદેવ ભગવાનને બાર મહિના આહાર ના મળ્યો, તો પોતે કાંઈ કરી શક્યા નહીં અને તેમના દીકરા પણ કાંઈ કરી શક્યા નહીં અને બીજા લોકો પણ કાંઈ કરી શક્યા નહીં. એ નહોતો મળવાનો તે નહોતો જ મળવાનો. એ અનાજનો કોળિયો અંદરમાં નહોતો જવાનો તે નહોતો જ જવાનો. ભગવાનને એના કોઈ વિકલ્પ ના થયા. ભગવાને જોયું કે એ અંતરાય કર્મનો ઉદય છે એ પૂરો થશે ત્યારે મળશે. ત્યાં સુધી મારે મારા સ્વરૂપની સાધનામાં લાગીને રહેવાનું છે બસ. આ જીવન જીવવાની કળા -આર્ટ ઓફ લિવિંગ, આર્ટ ઓફ મોક્ષ અને આર્ટ ઓફ સાધના. આ સાધનાની કળા છે. આ એક જ માસ્ટર કીથી બધાંય તાળાઓ ખૂલી જાય છે અને એ તમારી પાસે જ છે અને એ ચાવી લગાડવાના અધિકારી પણ તમે જ છો. તમારા વતી બીજા કોઈ ચાવી લગાડી શકે નહીં. એ તમારે જ લગાડવાની છે. હું તમને એમ કહ્યું કે ભાઈ ! આ સ્વીચ દબાવો તો પંખો ચાલુ થશે. બસ મેં એટલું કીધું, હવે તમારે પંખો ચાલુ કરવો હોય તો તમારે આ સ્વીચ દબાવવી પડશે. એ સ્વીચ એમ ને એમ ચાલુ થઈ જશે નહીં. જો કે, કોઈપણ સ્વીચ દબાવવી એ પાપ છે; પંખાની, ગીઝરની કે એરકન્ડીશનની એ પાપામ્રવની ક્રિયા છે. ઉપયોગને ફેરવતા શીખો. રોડ નહીં ફરે, ગાડીને ફેરવવી પડશે. જે દિશામાં જવું છે Page #184 -------------------------------------------------------------------------- ________________ શું સાધન બાકી રહ્યું? ૧૬૧ એ દિશામાં તમે રોડ ફેરવવો જશો તો તે નહીં ફરે, તમારી ગાડીને ફેરવી લો. એમ ઉદય, નિમિત્ત જે હશે તે હશે, તમારા ઉપયોગને ફેરવી લો. મહાપુરુષોએ મરણાંત ઉપસર્ગમાં પણ કેવળજ્ઞાન લઈને પોતાનું કાર્ય કર્યું છે અને ખૂબ અનુકૂળતામાં પણ, રાજગાદી પર બેઠા હતા તો પણ એ છોડીને પોતાનું કામ કર્યું છે. જેના હાથમાં તત્ત્વની યથાર્થતા આવી જાય છે, તે ઉદય જોઈને ઉદાસ થતા નથી. પરમકૃપાળુદેવે કહ્યું છે કે, ઉદય જોઈને ઉદાસ થશો નહીં. ઉદયમાં પણ જ્ઞાતાદષ્ટ ભાવે રહે ! પરમકૃપાળુદેવના બે લબ્ધિ વાક્યો ચૌદ પૂર્વના સાર રૂપ છે કે, બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૪૭ આટલું એક વાક્ય પકડી રાખો અને જ્યાં તમારો મૂડ અપસેટ થાય ત્યારે તેને લગાડીને પ્રયોગ કરો અને બીજું વાક્ય છે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. – શ્રીમદ્ રાજચંદ્ર-પત્રાંક - ૩૦૧ જે થયું તે બધુંય યોગ્ય જ. કેમ કે એ દ્રવ્યની યોગ્યતા અનુસાર તેનું પરિણમન થયું છે, જે યોગ્ય જ થયું છે. તમારા ઘરવાળા વીસ વર્ષની ઉંમરના હતા ને ગુજરી ગયા, તો યોગ્ય થયું કે અયોગ્ય? યોગ્ય થયું. છતાંય એંસી વર્ષના થાય તોય ભૂલે નહીં કે એ હોત તો મને જરા સગવડ કરી દેત ને, મારી ચાકરી કરી ને મને બધી તકલીફો પડે છે તે ના પડત. અલ્યા બાપુ! તારા ઉદયમાં હતું. એ હોય તો પણ તને તકલીફ હતી અને ના હોય તો પણ તને તકલીફ હતી. એ તકલીફ દૂર કરવી એ તારા હાથમાં છે. આ બધું તોફાન મોહનું છે. મોહ તોફાન કરાવે છે. કોઈ બનાવથી તમને નુક્સાન નથી. નુક્સાન તમને તમારા મોહભાવની ખતવણીથી છે. તો કોઈપણ બનાવની ખતવણી મોહયુક્ત નહીં કરો. તત્ત્વયુક્ત કરો. જો શાંતિ જોઈતી હોય અને મોક્ષમાર્ગમાં આગળ વધવું હોય તો આ સિવાય બીજો કોઈ માર્ગ નથી. અનાદિકાળથી આ જ માર્ગ છે અને અનંતકાળ સુધી આ જ માર્ગ રહેવાનો છે. વત્યુ સહાવો ધમ્મો! Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શું સાધન બાકી રહ્યું ? વસ્તુનો સ્વભાવ એ જ વસ્તુનો ધર્મ છે. ઘણી વાર શાસ્ત્રો વાંચીને પણ મિથ્યાત્વના કારણે જીવ ઉન્મત્ત બની જાય છે. સબ શાસ્ત્રન કે નય ધારિ હિયે. આઠ મદ છે. તેમાં જ્ઞાનનો પણ એક મદ છે અને તે અજ્ઞાની શાસ્ત્રજ્ઞાનીને હોય છે. જ્ઞાનીને પણ શાસ્ત્રજ્ઞાન હોય છે, મોટા મોટા આચાર્ય ભગવંતો અને ઉપાધ્યાય ભગવંતોને પણ શાસ્ત્રજ્ઞાન હોય છે; પણ જે આત્મજ્ઞાની છે તેમને મદ હોતો નથી. શાસ્ત્રજ્ઞાન તેમને પોતાની સાધનામાં ઉપકારી થાય છે અને જે આત્મજ્ઞાની કે આત્મજ્ઞાનીનો આશ્રયવાન સાધક નથી તેમને શાસ્ત્ર શસ્રરૂપે પરિણમે છે. જે શાસ્ત્રો મોક્ષના નિમિત્તભૂત થવાના હતા તે શસ્ત્રરૂપે પરિણમીને જીવનું પોતાનું અહિત કરી નાંખે છે. શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી. મર્મ તો સત્વરુષના અંતરાત્મામાં રહ્યો છે. - શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૫૮ આ મર્મ જ્યારે આપણને સત્પરષો સમજાવે છે અને તેની પ્રયોગાત્મક સાધના જ્યારે સાધક કરે છે ત્યારે તેના બધાય વિઘ્નો દૂર થઈ, અશાંતિ દૂર થઈ, શાંતિ પ્રાપ્ત કરી, સાચા મોક્ષમાર્ગમાં તે આગળ વધી જાય છે. બસ, પ્રયોગ કરવાનો છે. સાંભળવાથી કલ્યાણ નથી. પ્રયોગ કરીને તેને અનુરૂપ આચરણ થાય તો કલ્યાણ છે. વાંચી જવાથી કે સાંભળી જવાથી કે બોલી જવાથી કલ્યાણ નથી. માત્ર માની જવાથી પણ કલ્યાણ નથી. પરમકૃપાળુદેવે કહ્યું છે, જ્ઞાન તેનું નામ કે જે હર્ષ, શોક વખતે હાજર થાય; અર્થાત હર્ષ, શોક થાય નહીં. -શ્રીમદ્ રાજચંદ્ર - ઉપદેશ છાયા -૪, પૃ. - ૬૮૭ હાજર થાય તેનું નામ જ્ઞાન છે અને હાજર ના થાય તો જ્ઞાન શેનું? કોઈ વ્યક્તિ કહે કે મારા ઘરવાળા ગુજરી ગયા છે. હવે મારે શું કરવું? શાસ્ત્રમાં લખ્યું હોય તે પ્રમાણે મારે કરવું? હાજર સો હથિયાર તમારા ઘરે બંદૂક ભરેલી પડેલી છે અને અહીં સામેથી વાઘ આવ્યો તો તમે બંદૂક લેવા ઘરે દોડશો? અરે ! પથરો કે લાકડી જે મળે તે લઈને મારો. એ કદાચ જતો રહેશે. એમાં બંદૂક લાવવાની જરૂર નથી. તમે બંદૂક લેવા જશો તો પહેલા તમને પકડીને ખલાસ કરી નાંખશે. એટલે બનાવ બનતાં પહેલા જ્ઞાન હાજર રહેવું જોઈએ, એનું નામ જ્ઞાન કહેવાય. કોઈપણ બનાવ બને તેના પહેલાં જ્ઞાન હાજર થાય અને જ્ઞાનનું કાર્ય એક જ છે કે જે સારા કે નરસા Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ શું સાધન બાકી રહ્યું ? બનાવ બને છે. એમાં જ્ઞાતા-દાપણે રહેવું. જ્ઞાનનું કામ તો એક જ છે કે જે સારા કે નરસા બનાવો બનતા હોય તેના ઉદયમાં મારે જ્ઞાતા-દષ્ટાપણે રહેવું, આ જ્ઞાનનું કાર્ય છે. How to apply in our life ? બસ પ્રયોગ કરો. ધર્મ પ્રયોગની ચીજ છે. હજારો શાસ્ત્રો છે, તો કેટલા શાસ્ત્રો વાંચો તો તમારા આત્માનું કલ્યાણ થાય? માટે જ્ઞાની પુરુષો અનુભવથી જે કહે તે પ્રમાણે કરવું. શ્રી યશોવિજયજી મહારાજ કહે છે, શાસ્ત્ર ઘણાં મતિ થોડલી, મનમોહન મેરે. શિષ્ટ કહે તે પ્રમાણ; મનમોહન મેરે. – શ્રી આઠ દૃષ્ટિની સઝાય - બીજી તારા દૃષ્ટિ એક પંડિતજી વીસ વર્ષ સુધી કાશીમાં જઈને શાસ્ત્રો ભણ્યા અને ગામડામાં રહેતા હતા. વીસ વર્ષ પછી શાસ્ત્રોના ઢગલાઓ લઈ, ગાડાં ભરીને ગામમાં ગયા. ગામ લોકોએ સ્વાગત કર્યું કે અહો ! આપણા પંડિતજી તો વિશ્વમાં નામાંકિત થઈ ગયા છે ! ને વીસ વર્ષ સુધી શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે કે, આ પાંચ ગાડાં ભરીને તો શાસ્ત્રો લઈ આવ્યા છે. ઘરે જઈને કબાટોમાં બધા ગોઠવી દીધા. જે થોડા ઘણા ભણવાના બાકી હતા એ પણ લઈને આવ્યા હતા. એ જુદા કબાટમાં રાખ્યા છે કે હજી આ અહીં બેઠા બેઠા મારે ભણવાના બાકી છે. દરરોજ સવારે પંડિતજી લોટો લઈને જાય ને પછી નાહી ધોઈને પાછા શાસ્ત્રમાં લાગી જાય. એમાં એક વખત સવારમાં લોટો લઈને જતા હશે. ત્યાં એક ગણિકાનું ઘર આવ્યું. તેણે પંડિતજીને કહ્યું કે પંડિતજી ! તમે તો ખૂબ ભણીને આવ્યા છો તો મારા એક સવાલનો જવાબ તમે શાસ્ત્રના આધારે મને કહો તો મને શાંતિ મળે. મારો પ્રશ્ન છે – “પાપનો બાપ કોણ?' પંડિતજીને મનમાં થયું કે આટલા બધા શાસ્ત્રો ભણ્યો, પણ આ તો વાંચવામાં આવ્યું નથી. એમ વિચારી તેમણે ગણિકાને કહ્યું, હું બાકીના શાસ્ત્રો જોઈને કહીશ, કાં તો કાશી જઈને આવું પછી કહીશ, પણ આ જવાબ અત્યારે મારી પાસે નથી. એટલે ગણિકાએ કહ્યું કે મારી પાસે એનો જવાબ છે. પણ, આપ મારા ઘરે ભોજન કરો, તો હું કહું. પંડિતજીએ વિચાર્યું કે આ ગણિકા અને હું બ્રાહ્મણ, એના ઘરનું પાણી પણ પીવાય નહીં. એના ઘરના પડછાયામાં પણ ન જવાય. એટલે પંડિતજીએ ના પાડી. ત્યારે ગરિકાએ કહ્યું કે ભલે તમે મારા હાથનું બનાવેલું ના જમો. તમે તમારા હાથે બનાવજો. હું તમને શુદ્ધ સામગ્રી લાવી આપીશ, પણ મારા ઘરે જમશો તો સોનાની દસ લગડી તમને ઈનામ આપીશ. એટલે મહારાજને થયું કે જમવાનું તો ઠીક છે પણ દસ લગડી જવા દેવાય નહીં. એટલે તેમણે Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪_ શું સાધન બાકી રહ્યું ? કહ્યું કે સારું, હું મારા હાથે બનાવીશ. તારું અડેલું મારે કંઈ ચાલશે નહીં. એટલે ગણિકાએ કહ્યું, “કાંઈ વાંધો નહીં, મારા ઘરે જમો તો મારું મહાન પુણ્ય કે આવા મોટા પંડિતજી મારે ઘરે આહાર કરે છે તો મારે એથી વધારે શું જોઈએ? લ્યો, આ દસ લગડી. તમે જાતે તમારી રસોઈ બનાવો.” લગડી જોઈ એટલે મહારાજ તો ખુશ ખુશ થઈ ગયા. પછી પંડિતજીએ રસોઈ બનાવવાની શરૂ કરી. પંડિતજીએ લાડવાની તૈયારી કરી એટલે ગણિકાએ કહ્યું કે આ લાડવા ફક્ત મને વાળવા આપો તો બીજા દસ સોનામહોર આપું. તમારી સામે સાબુથી હાથ ધોઈને બનાવીશ. એમને એમ નહીં કરું. નાહી-ધોઈને વસ્ત્ર પણ શુદ્ધ પહેર્યા છે. એટલે પંડિતજીએ વિચાર કર્યો કે આમ પણ પ્રાયશ્ચિત્ત તો લેવાનું જ છે તો થોડું વધારે લઈ લઈશું, પણ દસ સોનામહોર વધારે મળતી હોય તો આ જવા દેવી નથી. એમ વિચારીને પંડિતજીએ તેને કહ્યું કે સારું, તું લાડવા વાળ. વાળવાનું તું રાખ. ગણિકાએ લાડવા વાળ્યા. જમવાનું તૈયાર થઈ ગયું. એટલે ગરિકાએ પંડિતજીને કહ્યું કે હવે તમે જમી લ્યો. પંડિતજી જમવા બેઠા. એટલે ગણિકાએ કહ્યું કે પંડિતતુ! હવે મારી ફક્ત એક ઈચ્છા છે કે મારા હાથે એક લાડવો તમારા મોંઢામાં મૂકું. મારી આ ઇચ્છા પૂરી કરશો તો બીજી દસ સોનામહોર આપીશ. એટલે પંડિતજીએ ખુશ થઈને હા પાડી. એટલે ગણિકાએ એક લાડવા હાથમાં લઈને મોઢામાં મૂક્યો ને પંડિતજીને જોરથી એક તમાચો માર્યો. પંડિતજી બોલ્યા કે અરે ! આ શું કરે છે? એટલે ગણિકાએ કહ્યું કે મારા પ્રશ્નનો જવાબ આપું છું કે પાપનો બાપ આ “લોભ' છે. અત્યારના પંડિતો પણ પરદેશ જાય ત્યારે ખાલી હાથે જાય ને આવતી વખતે પાંચ બેગ ભરીને આવતા હોય છે. કોઈ લેતું હોય, તો કોઈ લેવડાવતું હોય, કોઈ કરતું હોય તો કોઈ કરાવતું હોય; પણ બધાનો આશય એક જ છે – માન, પૂજા, કીર્તિ અને પૈસો. આ સિવાય વિદ્વાનોનો બીજો કોઈ આશય પ્રાયે નથી હોતો. અજ્ઞાનીને માન, પૂજા, કીર્તિ અને પૈસો જ જોઈએ છે. આની પાછળ આખો મનુષ્યભવ હારી જાય છે. તો આ શાસ્ત્ર વાંચીને પણ શું લાભ કર્યો ? એટલા માટે ગુરુગમપૂર્વક શાસ્ત્રજ્ઞાન કહ્યું છે. પહેલાના જમાનામાં ગુરુઓ શાસ્ત્રો ભણાવતા. આચાર્યશ્રી વિદ્યાસાગરજી મહારાજના સંઘમાં આ એક સરસ પરંપરા ચાલે છે. હજી ચાલુ છે. એ પોતે ભણાવે કાં તો એમના શિષ્યો બીજા શિષ્યોને ભણાવે, પણ બહારના કોઈ પંડિત એમને ત્યાં ભણાવવા નહીં આવે. તેઓશ્રી બધાને ના પાડી દે કે નહીં, મેં હી પઢાઉંગા ઔર મૈં જિતને કો પઢા સકુંગા ઉતને કો હી દીક્ષા દુંગા. એ સિવાય વધારે ને તો દીક્ષા Page #188 -------------------------------------------------------------------------- ________________ શું સાધન બાકી રહ્યું ? ૧૬૫ પણ ન આપું. જેમણે જેમણે તેમની પાસે દીક્ષા લીધી એ બધાંયને પહેલાં તેમણે જ ઘણા વખત સુધી ભણાવ્યા. પછી એમને બહાર મોકલ્યા. આ એક પરંપરા છે, આ જ પરંપરા કહેવાય. અનાદિની પરિપાટી છે. આ જૂની પરંપરાને તેમણે જીવિત કરી. નહીં તો તે પહેલાના થોડા સમયમાં શિષ્યને પંડિતો પાસે ભણવા મોકલતા અને પછી દીક્ષા આપતા. પાવે નહિ ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત. -શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૫૮ તો, શાસ્ત્ર અનધિકારી જીવના હાથમાં જાય છે તો તેને શસ્ત્રરૂપે પરિણમે છે. અનેક સાધનો અનંતવાર આપણે કર્યા છે. આ ભવમાં શાસ્ત્રજ્ઞાન, તપ-ત્યાગ કે બીજી કંઈ ધર્મની ક્રિયાઓ કરીએ એટલે રાજી-રાજી થઈ જઈએ છીએ, તે રાજી થવા જેવું નથી. શ્રી શ્રેયાંસજિન અંતરજામી, આતમરામી નામી રે; અધ્યાતમ મત પૂરણ પામી, સહજ મુગતિગતિ ગામી રે. શ્રી શ્રેયાંસ. ૧ નિજ સ્વરૂપ જે કિરિયા સાધે, તેહ અધ્યાત્મ લહીએ રે; જે કિરિયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાત્મ કહીએ રે. શ્રી શ્રેયાંસ. ૨ સયલ સંસારી ઈન્દ્રિયરામી, મુનિગણ આતમરામી રે; મુખ્યપણે જે આતમરામી, તે કેવલ નિષ્કામી રે. શ્રી શ્રેયાંસ. ૩ – શ્રી આનંદઘનજી કૃત શ્રી શ્રેયાંસજિન સ્તવન જે ક્રિયા કરવાથી નિજસ્વરૂપની પ્રાપ્તિ થાય તે અધ્યાત્મ સાધના કહેવાય. પરમકૃપાળુદેવે કહ્યું છે, નિજમાં નિજ બુદ્ધિ કરવાથી પરિભ્રમણ દશા ટળે છે અને પરમાં નિજબુદ્ધિ થવાથી પરિભ્રમણ દશાની વૃદ્ધિ થાય છે. નિશ્ચય અને વ્યવહારની અપેક્ષાએ ધર્મ શું છે? તે સમજણપૂર્વક શીખ્યો, તો ભણી રહ્યા પછી કાં તો મતોનું સ્થાપન કર્યું, કાં તો ખંડન કર્યું અને ખંડન-મંડનમાં પડી ગયો. અભ્યાસ કર્યો તો જીવ ક્યાં પડી ગયો? આત્માનું કલ્યાણ ચૂકીને ખંડન મંડનમાં પડી ગયો. એટલે એ ગયો. ખેલાસ. ખંડન મંડનમાં નહીં, પણ વસ્તુનું સાચું સ્વરૂપ સમજી, સ્વરૂપમાં સમાઈ જાઓ. સમજ્યા તે સમાઈ ગયા. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૬૪૫ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ શું સાધન બાકી રહ્યું ? બસ, મોટો પ્રચાર કરી નાખું ને પ્રસાર કરી નાખું ને આટલા ધર્મના સ્થાનકો આમ બનાવી નાખું ને આટલાને પમાડી દઉં. બાપુ ! શાંતિ રાખ ! પામીશ એટલે તું ઠરીને બેસી જઈશ, પછી તારે દોડાદોડ કરવી પડશે નહીં. તું ઠરીને બેસી જઈશ. ભગવાને સાડા બાર વર્ષ મૌનમાં જે પ્રભાવના કરી છે, તે તું આખી જિંદગી બોલીશ તો પણ નહીં થાય. અનંત ભવ કરીશ તો પણ નહીં થાય. મૌન એ મોટી પ્રભાવના છે. તો જીવે શાસ્ત્ર ભણીને શું કર્યું? ખંડનમંડનમાં પડી ગયો. આત્મહિત ચૂકી ગયો. બસ, તો આ “વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો.” આવા સાધન કેટલી વાર કર્યા? અનંતવાર. કોની વાત ચાલે છે? આપણી વાત ચાલે છે. બીજાની વાત નથી ચાલતી. અનાદિકાળમાં અનંતવાર શાસ્ત્રશ્રવણ, અનંતવાર જિનદીક્ષા અને અનંતવાર આચાર્યપણું કર્યું, એક સત્ સુપ્યું નહીં, એક સત્ શ્રધ્યું નહીં, એક સત્ અનુભવ્યું નથી. તે સુયે, શ્રધ્ધ, અનુભવ્યે જ છૂટવાની વાર્તાનો આત્મામાંથી ભણકાર થશે. બસ, ખંડન-મંડનમાં પડવાની જરૂર નથી. કેટલાનું ખંડન કરશો ને ક્યાં સુધી ખંડન કરશો? ખંડનથી થોડી આત્માની શાંતિ, આત્માની પ્રાપ્તિ થઈ જાય છે? મંડનથી પણ થતી નથી. એક ખંડન-મંડનના ને શાસ્ત્રના બધા વિકલ્પો છોડશો ત્યારે નિર્વિકલ્પ થશો. શાસ્ત્રો લેતાં તો શીખ્યા પણ શાસ્ત્રોને છોડતા શીખ્યા નથી. શાસ્ત્રો પણ ઉપાદેય નથી, હેય છે. ઉપાદેય તો એક માત્ર પોતાનો શુદ્ધ આત્મા જ છે. માટે શાસ્ત્રમાં અટકશો નહીં. જો આ હેય-ઉપાદેયનો વિવેક આવશે, તો તમે શાસ્ત્રમાં અટકશો નહીં, પણ એનો સમ્યફ પ્રકારે પ્રયોગ કરી એનો યથાર્થ લાભ ઉઠાવી લેશો. મહાવીરસ્વામી ભગવાન પૂર્વના મરીચિના ભવમાં આદિનાથ ભગવાનના શિષ્ય હતા. તેઓ ઘણા શાસ્ત્રો ભણેલાં. છતાં ભગવાનનો આશ્રય છોડી દીધો અને બીજા મતોનું મંડન કર્યું અને જિનમતથી વિમુખ થયા. આ બધા જે અત્યારે પંથ ચાલે છે તેના પ્રણેતા તેઓ જ હતા. એમને જયારે સત્ય સમજાયું ત્યારે એ બધું મૂકીને મોક્ષે જતા રહ્યા અને એ મતને પકડી રાખનારા રખડ્યા. માટે, આત્મજ્ઞાનમાં નિમિત્ત થાય એ અર્થે શાસ્ત્રજ્ઞાનનો ઉપયોગ કરવાનો છે. નવતત્ત્વની શ્રદ્ધા વિના સમ્યગદર્શન નથી અને નવતત્ત્વ જિન પરમાત્માની દિવ્યધ્વનિને ઝીલીને ગણધર ભગવંતો દ્વારા રચાયેલા આગમોમાં છે. એનું નિમિત્ત લઈને જીવ સાધના કરે તો સમ્યગદર્શન થાય છે. માટે હેય અને ઉપાદેયનો વિવેક આવવો જોઈએ. કયા સાધનને કેવી રીતે વાપરવું એનો વિવેક ના આવે તો તે સાધન તમને લાભના બદલે નુક્સાનકારક થાય. Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ શું સાધન બાકી રહ્યું ? આ બધા સાધનો જીવે અનાદિકાળથી અનેક ઉત્સર્પિણી ને અવસર્પિણી કાળમાં ભમતાં ભમતાં અનેક વખત કર્યા. છતાં તેને હજુ કંઈ ફળ મળ્યું નહીં, ફળ પ્રાપ્ત થયું નહીં. ધર્મના સાધનો કર્યા, પણ ધર્મ ના પામ્યો. ધર્મની ક્રિયાઓ કરી, પણ ધર્મની પ્રાપ્તિ ના થઈ. આ આપણી વાત ચાલે છે. બીજાની વાત નથી કરતા. અનાદિકાળથી આપણે આ ભૂલ ખાધેલી છે. આ ભવમાં આ ભૂલ ન થાય એનું ધ્યાન રાખવા માટે આ પદ છે. આપણા માટે છે. પરમકૃપાળુદેવે દરેક સાધકો માટે આ લખ્યું છે કે આવી ભૂલો તમે પૂર્વમાં ઘણી કરી છે, અત્યારે શાસ્ત્ર વાંચીને અભિમાન કરવા જેવું નથી, કે કોઈનું ખંડન-મંડન કરવાથી તમને લાભ થઈ જવાનો નથી, બીજું બધું પ્રયોજન મૂકી અને ઘર ભેગા થઈ જાવ બસ. કોણે શું કર્યું ને કોણે શું ના કર્યું ને કોણ ક્યાં જાય છે ને કોણ ક્યાં નથી જતો? આ બધા હિસાબ આપણે રાખવાની જરૂર નથી. જેને જ્યાં જવું હોય ત્યાં જાય, જેને જે કરવું હોય તે કરે. આપ સ્વભાવમે રે, અબધૂ સદા મગન મેં રહના; જગત જીવ હૈ કર્માધીના, અચરિજ કછુઆ ન લીના. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શું સાધન બાકી રહ્યું ? ગાથા - ૪ અબ ક્યોઁ ન બિચારત હૈ મનસે, કછુ ઔર રહા ઉન સાધનસેં ? બિન સદ્ગુરુ કોય ન ભેદ લહે, મુખ આગલ હૈં કહ બાત કહે ? જ્ઞાની ભગવંતો કહે છે કે હવે થોભો, બહુ દોડ્યા; ને વિચાર કરો કે આટલા બધા સાધનો અનંતકાળમાં અનંતવાર કર્યા છતાં નિષ્ફળ કેમ ગયા ? એવું શું કરવાનું બાકી રહી ગયું કે જેના કારણે આપણે આત્મજ્ઞાન પ્રાપ્ત ન કરી શક્યા. કંઈક સાધન રહી ગયું છે. અત્યાર સુધી જે સાધન કર્યા એ બધા તારી કલ્પના અનુસાર કર્યા, સ્વચ્છંદથી કર્યા કે કોઈ અજ્ઞાનીના કહેવાથી કર્યા, પણ જ્ઞાની ગુરુની આજ્ઞા પ્રમાણે કર્યા નહીં. એટલે આ તારું રખડવાનું આજ સુધી ચાલુ રહ્યું છે. સદ્ગુરુ વગર જ્ઞાન નથી. આત્મજ્ઞાની નિગ્રંથ ગુરુ મળે અને તેમની આજ્ઞા અનુસાર જીવ પુરુષાર્થ કરે તો તેને જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. તો, અનાદિકાળથી આપણે ઘણું મથ્યા, પણ કાંઈ એવી સિદ્ધિ થઈ નહીં. ગુરુ બિન જ્ઞાન ન ઊપજે, ગુરુ બિન મિલે ન ભેદ; ગુરુ બિન સંશય ના મિટે, જય જય જય ગુરુદેવ. આત્મજ્ઞાની પુરુષની આજ્ઞા આરાધ્યા વગર આત્મજ્ઞાન ઊપજતું નથી. જેમને પણ આત્મજ્ઞાન થયું છે તેમણે વર્તમાનમાં કે પૂર્વેમાં જ્ઞાનીઓની આજ્ઞા આરાધી છે, ગુરુની આજ્ઞા આરાધી છે. કોઈને પૂર્વ ભવમાં થયું હોય અને આ ભવમાં તેને જાતિસ્મરણ દ્વારા અનુસંધાન થઈ જાય. પ્રાયે વર્તમાન ભવમાં જો આત્મજ્ઞાનીનો યોગ થાય અને જીવ આજ્ઞાંકિતપણે શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રનો પુરુષાર્થ કરે તો અવશ્ય તેને કાર્યની સિદ્ધિ થઈ જાય છે અને ગુરુ વગર તમે ગમે તેટલા મથો તો પણ ક્યારે પણ કાર્ય નહીં થાય, ભલે તમે ગમે તેટલા ભણેલા હોવ, ગણેલા હોવ, શાસ્ત્રના અભ્યાસી હોવ, તપસ્વી હોવ, ત્યાગી હોવ, ક્રિયાઓ કરતા હોવ, અનેક પ્રકારની સાધના કરતા હોવ, પણ ઉપયોગને કેમ ઘર ભેગો કરવો એ કળા ગુરુ પાસેથી મળે છે. એક પહેલવાન હતો. તે બધાને કસરતના દાવ શિખવાડતો. તેમાં એક શિષ્ય જરા બળવાન અને હોંશિયાર હતો. એટલે ગુરુએ બધી કળાઓ તેને શિખવાડી. પછી શિષ્યએ ઘણા વર્ષો સુધી ઘણા પહેલવાનોને પછાડી નાંખ્યા. પછી એને અહંકાર આવ્યો અને ગુરુને કહ્યું કે હવે આપણે બે જ અજિત છીએ. આપણને બે ને કોઈ જીતી શકે તેમ નથી. હવે આપણા બન્નેમાં કોણ Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ શું સાધન બાકી રહ્યું ? જીતી જાય છે એ મારે જોવું છે. ગુરુ કહે કે ભાઈ તું જીતી જઈશ. મૂકને માથાકૂટ. શિષ્ય માન્યો નહીં. તેણે તો જીદ કરી. બંને અખાડામાં જાય છે. ગુરુએ બધા દાવ તેને શિખવાડેલા, પણ એક દાવ નહોતો શિખવાડેલો. એને ખ્યાલ હતો કે આ ગમે ત્યારે પણ મારી સામે મોરચો તો માંડવાનો જ છે. ઘણો સમય કુસ્તી ચાલી. પછી ગુરુએ જે દાવ નહોતો શિખવાડ્યો તે જ દાવ અજમાવીને એક સેકંડમાં પેલાને ચત્તો કરી નાખ્યો. જુઓ! ગુરુ વગરનું જ્ઞાન શુષ્ક થઈ જાય છે, આડા માર્ગે લઈ જાય છે, અહંકાર કરાવે છે અને જીવને વસ્તુની પ્રાપ્તિમાં કારણભૂત બનતું નથી. માટે ગુરુ મોક્ષમાર્ગમાં અવશ્વના છે. બહારમાં જે આચાર્ય, ઉપાધ્યાય, સાધુ ભગવાન છે તે વ્યવહાર ગુરુ છે અને નિશ્ચયગુરુ તો પોતાનો આત્મા છે. વ્યવહાર ગુરુ વગર નિશ્ચય ગુરુનું ભાન આવતું નથી. માટે વ્યવહાર ગુરુનો આશ્રય કરવો, એમની આજ્ઞાનું આરાધન કરવું તે જરૂરી છે. જેમને આત્માનું કલ્યાણ કરવું છે તેને માથે દશાવાળા આત્મજ્ઞાની ગુરુ હોવા જોઈએ. ગુરુ અજ્ઞાની હોય તો ગમે તેટલું તમે કરશો તો પણ એ તમને આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવી શકશે નહીં. કેમ કે, પોતે જે દશાથી વંચિત છે તે, બીજાને પમાડવામાં નિમિત્ત થઈ શકતા નથી. શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી. મર્મ તો સત્વરુષના અંતરાત્મામાં રહ્યો છે. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૫૮ જીવ ઘણી અટપટી સાધનાઓ, ઘણા પ્રકારની કરે છે. પણ ઉપયોગને સ્વરૂપમાં સ્થિર કેમ કરવો એ કળા એની પાસે નહીં હોવાના કારણે આટલી બધી ધર્મની ક્રિયાઓ કરવા છતાં પણ તેનું પરિભ્રમણ ઊભું રહે છે, પરિભ્રમણનો અંત આવતો નથી. ગમે તે સાધના કરો, પણ એનો મર્મ પકડો કે મારી આ સાધના હું શેના માટે કરું છું? હું ભગવાનની સેવા, પૂજા, ભક્તિ શેના માટે કરું છું? હું સામાયિક શેના માટે કરું છું? હું શાસ્ત્રજ્ઞાન શેના માટે કરું છું? ધર્મની અનેક પ્રકારની ક્રિયાઓ શેના માટે કરું છું? આટલી બધી તપશ્ચર્યા હું શેના માટે કરું છું? આટલું બધું કરવા છતાં, મને શાંતિ કેમ ના મળી ? કેમ કે, બાહ્ય દૃષ્ટિથી કરી, વાસ્તવિક દૃષ્ટિથી એ બધી સાધના ના થઈ. કોઈપણ સાધન કે સાધના કરો, પણ સાધ્ય શુદ્ધ આત્મા છે એ ચૂકી જશો તો એ સાધન બંધનનું કારણ થશે, મુક્તિનું કારણ નહીં થાય. સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત સાધન સમજયો નહીં, ત્યાં બંધન શું જાય? – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક – ૨૬૪ - “વીસ દોહરા' - ગાથા -૧૭ Page #193 -------------------------------------------------------------------------- ________________ શું સાધન બાકી રહ્યું ? જેણે સત્ સાધન પ્રાપ્ત કર્યું છે તે, સત્ સાધન બતાવી શકે છે. કોઈ કહે કે મારે ઈડરના ગઢ ઉપર આવવું છે, તો કયા રસ્તેથી આવું તો મારી ગાડી નિર્વિઘ્ને ઉપર પહોંચી જાય ? તો જે એ માર્ગે આવેલા છે તે કહી શકે કે ભાઈ ! પાછળની સાઈડમાંથી હનુમાનના મંદિરથી વળી જાવ ને ઈડરગઢનું પાટિયું માર્યું છે ત્યાંથી તમે ચડી જાવ તો ગઢ પહોંચી જશો, પરંતુ એ પાંચ વર્ષ પહેલા આવેલા અને અત્યારે વરસાદમાં રસ્તો તૂટી ગયો છે ? ચાલુ છે કે બંધ છે ? તો, વર્તમાનમાં શું સ્થિતિ છે ? એ પણ જોવાય છે. વર્તમાન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું પણ જાણવું જરૂરી છે. ૧૭૦ પહેલાના જમાનામાં લોકોના સંહનન ઉત્તમ હતા, નિમિત્ત ઉત્તમ હતા અને ભાવના સાત્ત્વિક હતી. લોકો શ્રદ્ધાળુ હતા, કષાય મંદ હતા, છૂટવાના કામી હતા. અત્યારના જીવોમાં આનાથી ઘણું વિપરીત જોવા મળે છે. તો જે જીવમાં જે કડી ખૂટે છે કે જેના કારણે તે સાધનામાં અટકી રહે છે, આગળ નથી જઈ શકતો, એ ગુરુના ધ્યાનમાં આવે છે ને એને જે ખટકે છે, નડે છે એ તેને કઢાવી નાંખે છે. દરેકને એક જ વસ્તુ નડતી નથી. કોઈને ક્રોધ નડતો હોય છે, કોઈને અભિમાન નડતું હોય છે, કોઈને માયા-કપટ નડતું હોય છે, કોઈને લોભ નડતો હોય છે, કોઈને તત્ત્વની શ્રદ્ધાની વિપરીતતા નડતી હોય છે. આવી અનેક પ્રકારની બાબતો અંદરમાં નડતરરૂપ હોવાના કારણે જીવ ઘણી સાધના કરતો હોવા છતાં પેલો જે દોષ છે તે નીકળે નહીં કે ઘટે નહીં ત્યાં સુધી તેનું કલ્યાણ થઈ શકતું નથી. કોઈમાં વાસનાઓ ખૂબ હોય છે, કોઈમાં આરંભ-પરિગ્રહનું મહત્ત્વ બહુ હોય છે. આમ, અનેક પ્રકારના જીવો છે. તો, અનેક પ્રકારની ભૂલોની વિચિત્રતાઓ પણ રહેલી છે. તો, એ ભૂલ કેમ કાઢવી અને સ્વરૂપદૃષ્ટિ કેમ કરવી આ બંને અગત્યનું છે. એ ભૂલ નીકળ્યા વગર સ્વરૂપષ્ટિ થાય નહીં. એ ભૂલ સહિત જીવ ગમે તેટલો પ્રયત્ન કરશે તો તે સ્વરૂપનો આશ્રય સમ્યક્ પ્રકારે કરી નહીં શકે. ગુરુ જોઈશે હંમેશાં. એક વાળ કાપતા શીખવું હોય તો પણ ઘાંયજાને ગુરુ કરવો પડે છે. તો તમે સારા વાળ કાપતા શીખી શકો. નહીં તો, વ્યવસ્થિત વાળ કાપતા નહીં શીખો. ગાડી ચલાવતા શીખવી હોય તો ટ્રેનિંગ ક્લાસમાં જવું પડે છે ને ગુરુ રાખીને એમની પાસે ગાડી શીખવી પડે છે. એમ ને એમ તમે ચલાવી તો તમે કોઈને ભટકાવી દેશો ને કાં તો કો'કને મારશો, નહીં તો મરશો. કાં તો ગાડીનું નુક્સાન કરશો. ટ્રેઈનર સ્ટીયરીંગ વ્હીલ ઉપર ધ્યાન રાખે છે, બ્રેક ઉપર તેનો પગ છે, શીખનાર સહેજ ચૂકે તો તરત જ બ્રેક મારે છે. જુઓ ! આ ગુરુ છે. એમ આપણું સ્ટીયરીંગ ઘણી વખત ઊંધી દિશામાં દોડી જતું હોય છે, પણ માથે ગુરુ હોય તો તરત કહે કે Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ શું સાધન બાકી રહ્યું? ભાઈ ! હવે આ બહુ કર્યું હવે, મૂકો. આરંભ-પરિગ્રહમાં આખી જિંદગી કાઢી, હવે મૂકો. દુનિયાની પંચાતો ઘણી કરી, હવે મૂકો. જ્યાં જ્યાંથી જીવ અટક્યો છે ત્યાં ત્યાંથી તેને કાઢીને સત્યમાર્ગમાં લગાડે છે. પાવે નહિ ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત. ૨ – શ્રીમદ્ રાજચંદ્ર – પત્રાંક - ૨૫૮ ગુરુગમ જોઈશે. જે માર્ગે જવું છે એ માર્ગના નિષ્ણાંત ગુરની નિશ્રામાં સમ્યફ પ્રકારે આપણે આગળ વધી શકીએ છીએ. તમે ડૉક્ટરને ગુરુ બનાવો અને કહો કે મને વાળ કાપતા શીખવો, તો નહીં શિખવાડી શકે. અરે! પણ આ તો મોટા એમ.ડી. ડૉક્ટર છે અને ઘાંયજો તો અંગૂઠાછાપ છે! બરાબર છે; પણ જેની પાસે જે વિદ્યા છે તેની પાસેથી જ તે વિદ્યા મળે છે, બધેથી મળતી નથી. કાપડની દુકાને કરિયાણું ના મળે. તો હવે મનથી કંઈક વિચારો, એમ પરમકૃપાળુદેવ કહે છે. અત્યાર સુધી વિચાર્યા વગર તમે મોક્ષમાર્ગમાં આત્મજ્ઞાન કરવા દોડમદોડ કરી છે, ઘણા સાધનો કર્યા, છતાંય સાધ્યની સિદ્ધિ કેમ ના થઈ? “કછુ ઔર રહા ઉન સાધનસેં'. આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવાનું ખરું સાધન ઉપયોગ છે. એ ઉપયોગ ચોવીસ કલાક આપણે જુદા જુદા વિકલ્પો, સંકલ્પો ને પ્રવૃત્તિઓમાં ભમાવીએ છીએ. સવારે ઉઠીને અને રાતના સૂઈએ છીએ ત્યાં સુધી અનેક પ્રકારના વિકલ્પો આપણને ચાલે છે. એ વિકલ્પોના કારણે આપણી અંતરંગ શાંતિ ડહોળાઈ જાય છે. નિર્વિકલ્પ સ્થિતિને ધક્કો વાગે છે. ગમે તેટલા વિકલ્પો કરશો તો પણ બહારમાં જેમ બનવાનું છે એમ બનવાનું છે, વિકલ્પો નહીં કરો તો પણ જેમ બનવાનું છે એમ બનવાનું છે. તમે કોઈ બનાવને ફેરવી શકવાના નથી. જે નથી બનવાનું તેને બનાવી શકવાના નથી, અને જે બનવાનું છે અને તમે અટકાવી શકવાના નથી. દાદા ભગવાને સરસ કહ્યું છે, બન્યું તે ન્યાય. અને બીજું એક એની જોડે એ પણ ઉમેરવાનું કે, ના બન્યું તે પણ જાય. એટલે કોઈ અન્યાય કરે એ પણ જાય છે. કેમ કે, એનામાં અજ્ઞાન છે એટલે અન્યાય કરવાનો. અન્યાયી ન્યાય કરે તો આશ્ચર્યકારક છે. અન્યાયી અન્યાય કરે તો એમાં કાંઈ આશ્ચર્ય નથી. એટલે Everything is OK. Page #195 -------------------------------------------------------------------------- ________________ શું સાધન બાકી રહ્યું ? જે થાય છે એ બધું બરાબર છે. તમે તમારા ઉપયોગમાં આત્માને પકડી રાખો તો તમને કોઈ નુક્સાન પહોંચાડી શકે એવું નથી. ગમે તેવા ઉદય હોય કે નિમિત્ત હોય પણ, જેમ જેમ ઉપયોગની કળા શીખીએ છીએ, તત્ત્વજ્ઞાનનો અભ્યાસ થાય છે, વસ્તુના સ્વરૂપનો નિર્ણય થાય છે, હેય-જ્ઞેય-ઉપાદેયનો વિવેક આવે છે તેમ તેમ એ જીવની શાંતિ વધતી જાય છે. કેમ કે, તેણે યથાર્થ માર્ગ પકડ્યો છે. તત્ત્વથી, સિદ્ધાંતથી વિરુદ્ધ ભાવો કે વર્તન થાય છે તો અશાંતિ થાય છે. ભલે એ કોઈ શુભ ભાવરૂપ હોય કે અશુભ ભાવરૂપ હોય, પણ બન્નેમાં અશાંતિ છે. ૧૭૨ એક વખત અમે એક મંદિરમાં પૂજા કરતા હતા, ભક્તિ કરતા હતા. ત્યાં એક બીજા ભાઈ પણ ભક્તિ કરવા, પૂજા કરવા આવ્યા અને અમારા કરતા ડબલ મોટેથી બોલવા માંડ્યા. એટલે અમારો અવાજ ઢંકાઈ ગયો ને એનો અવાજ બધા સાંભળે. એટલે મેં બધાને કહ્યું કે આપણે એને સાંભળો, આપણે તો ભક્તિ જ કરવી છે ને ! તો એ બોલે ને આપણે સાંભળીએ. એટલે અમે બધા બંધ થઈ ગયા. એટલે પેલા ભાઈને થયું કે મારા કારણે આ બધાએ આમ કર્યું. એટલે તેમણે અમને પૂછ્યું કે, તમે કેમ બંધ કર્યું ? મેં કહ્યું કે તમારી ભક્તિ એટલી બધી સરસ છે કે અમારી ભક્તિનો કોઈ ક્લાસ નથી. એટલે દરેકમાં પોઝીટીવ થિંકીંગ રાખો, નેગેટીવ થિંકીંગ નહીં. કાંઈપણ બન્યું છે તેમાં પોઝીટીવ થિંકીંગ રાખો તો સંઘર્ષ નહીં થાય. નેગેટીવ થિંકીંગમાં સંઘર્ષ બહુ થાય છે અને જ્યાં સંઘર્ષ થાય ત્યાં રાગ-દ્વેષ થવાના અને રાગ-દ્વેષ થવાના ત્યાં આત્માની શાંતિ હણાઈ જવાની. આ પ્રેક્ટીકલ સાધના છે. પુસ્તક વાંચીને સાધના કરીએ એ અલગ છે. આ જીવન જીવવાની પ્રેક્ટીકલ કળા છે. માટે, સંઘર્ષમાં ના ઉતરો. સંઘર્ષ હોય ત્યાંથી ખસી જાવ. જેને આત્માનું કલ્યાણ કરવું છે તેના માટે સંઘર્ષ મહાનુક્સાનકારક છે. બધી જગ્યાએ બધું ચાલે છે. અનેક પ્રકારની વિપરીતતાઓ ચાલે છે, કેટલી જગ્યાએ સંઘર્ષ કરશો ? માટે, આ મર્મ જ્યારે ગુરુના બોધ દ્વારા સાંભળીએ છીએ અને પછી આપણે તેને પ્રયોગમાં ઉતારીએ છીએ, ત્યારે આપણને જીવનમાં શાંતિનો અનુભવ થાય છે. અશાંતિ કેમ થતી હતી ? કે મનમાં જે હતું એને અનુરૂપ બહારમાં કાર્ય ના થયું કે બનાવ ના બન્યો, એની અશાંતિ હતી. જેમ બનવાનું હતું એમ બન્યું, એ સાચું સમજવાથી અશાંતિ હવે નીકળી ગઈ અને એમ બને તોય આત્માને કોઈ લાભ-નુક્સાન નથી અને એમ ના બન્યું તોય આત્માને કોઈ લાભ-નુક્સાન નથી. તો, હર સમયે જે જે તનાવ થાય છે, ત્યાં તમે ઉપયોગ જોડો છો, એટલે તમારી અંદરમાં તનાવ આવી જાય છે. એ તનાવ આવવાનું કારણ તમે ત્યાં આગળ તાદાત્મ્ય થઈ ગયા છો. તો, પરમાં તાદાત્મ્યતા વગર તનાવ નથી આવતો Page #196 -------------------------------------------------------------------------- ________________ શું સાધન બાકી રહ્યું ? ૧૭૩ અને સ્વમાં તાદાભ્યમાં તનાવ હોતો નથી. પરમાં તમે તદાકારતા કરી છે, તન્મયતા કરી છે એના કારણે આ બધા પરિણામો ઉપસ્થિત થયા છે અને તેનું મૂળ કારણ મોહ છે. મોહના કારણે આ બધું તોફાન ચાલે છે. કોઈ બનાવથી આત્માને લાભ-નુક્સાન નથી. મોહભાવથી આત્માને લાભ-નુક્સાન થાય છે. એ બનાવની ખતવણી મોહભાવથી આપણે કરીએ છીએ એટલે તમને નુક્સાન થાય છે, અશાંતિ થાય છે, આગ્નવ-બંધ થાય છે, અનેક પ્રકારના દુઃખો ભોગવીએ છીએ અને ભોગવવા પડે છે. તો, કછુ ઔર રહા ઉન સાધનસે એટલે કયું સાધન? તો કે કોઈપણ બનાવમાં ઉપયોગ દ્વારા તનાવ ન થાય. પરમકૃપાળુદેવે લખ્યું છે કે, ઉપયોગ એ જ સાધના છે. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૩૭ એક અશુદ્ધ ઉપયોગ છે અને એક શુદ્ધ ઉપયોગ છે. અશુદ્ધ ઉપયોગના બે પ્રકાર છે - એક શુભ ઉપયોગ અને બીજો અશુભ ઉપયોગ. શુદ્ધ ઉપયોગ એક જ પ્રકારનો છે - રત્નત્રયની અભેદતારૂપ. તો, ઉપયોગ દ્વારા કોઈ કાર્યની અંદર ભળી ન જાવ. ભલે ભક્તિ કરતા હોવ તો પણ ભળી ના જાવ. ભગવાનની સેવા કરતા હોય તો પણ ભળી ના જાવ, એના પણ જ્ઞાતા રહો. ભળી જશો તો શુભ ભાવ અને જ્ઞાતા રહેશો તો શુદ્ધ ભાવ. આ ભાવો પ્રગટ કરવાનો લક્ષ નિરંતર રાખવો જોઈએ. વીસ દોહરામાં આપણે બોલીએ છીએ કે, શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજરૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ? – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક – ૨૬૪ - “વીસ દોહરા' ગાથા - ૨ ઉપયોગને પર સાથે જોડી દીધો છે. એટલે શુદ્ધભાવ ક્યાંથી થાય? કર્મના ઉદયમાં કે બાહ્ય નિમિત્તોમાં ઉપયોગને જોડી દીધો છે. એટલે શુદ્ધભાવ તો હવે મટી ગયો. ઉપયોગનું પરમાં જોડાણ કર્યું એ જોડાણ ના કરવું અને એનું જોડાણ આત્મામાં કરવું - આ સાધન આપણું બાકી છે. ભક્તિ ઘણી કરી, ત્યાગ ઘણા કર્યા, તપ ઘણા કર્યા, શાસ્ત્રજ્ઞાન ઘણું કર્યું, ધર્મની બીજી ક્રિયાઓ ઘણી કરી, છતાં અબ ક્યોં ને બિચારવ છે મનસે કછુ ઔર રહા ઉન સાધનસે. કંઈક સાધન હજુ ખૂટે છે. નંબરવાળું તાળુ છે, પાંચ નંબર ભેગા થાય તો ખૂલે છે. એ તમે આખો દિવસ ફેરવો ને ચાર નંબર મળ્યા પણ એક નંબર ના મળ્યો તો એ તાળું ખુલતું Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શું સાધન બાકી રહ્યું ? નથી. એટલે તમને એ તો ખ્યાલ આવે છે કંઈક ખૂટે છે, આંકડો એકાદો ખોટો લાગે છે, એક છે કે બે છે એ તમે નક્કી નહીં કરી શકો, એ ગુરુ નક્કી કરશે કે એક ખૂટે છે કે બે. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રના આંકડા લાઈનમાં આવશે તો મોક્ષમાર્ગ ખુલશે, નહીં તો મોક્ષમાર્ગ ખુલશે નહીં. તો આટલી બધી ત્યાગ-તપસ્યાઓ કરીએ છીએ છતાંય કેમ નિષ્ફળ જાય છે ? આપણે અનંતવાર કરી, છતાં કેમ નિષ્ફળ ગઈ ? કેમ કે, આ ઉપયોગની રમત રમતાં આવડી નહીં. ઉપયોગને જ્યાં સ્થિર કરવાનો છે, લગાડવાનો છે ત્યાં લગાડ્યો નથી અને જ્યાં નથી લગાડવાનો ત્યાં આ જીવે લગાડ્યો છે બસ. તમે હજારો, લાખો વર્ષ સુધી મુનિ અવસ્થામાં સાધના કરી, પણ જો એ ઉપયોગ તમારા સ્વરૂપમાં નહીં લાગે તો તમે મોક્ષમાર્ગમાં એક ડગલું પણ આગળ વધી નહીં શકો અને તેના રીએક્શન રૂપે પછી અંદરમાં અનેક પ્રકારના કષાયો આવવાના: શુદ્ધોપયોગ નહીં હોય તો કોઈને કોઈ નિમિત્તથી, ઉદયથી કે બનાવથી અંદરના રુંધાયેલા કષાયો બહાર નીકળશે અને તેનું પતન કરી નાંખશે. એટલે આચાર્યશ્રી વિદ્યાસાગરજી મહારાજ કહે છે કે, જો મહારાજ હોતે હૈ, વો નારાજ નહીં હોતે; ઔર જો નારાજ હોતે હૈ વો મહારાજ નહીં હોતે. કોઈના ઉ૫૨ તમે નારાજ કેમ થયા ? એણે તમારું શું બગાડ્યું ? કોઈ જીવ કોઈનું ભલું કે બૂરું કરી શકતો નથી, સુધારી કે બગાડી શકતો નથી અને તમે આણે મારું કે બીજાનું બગાડ્યું એમ કેમ માન્યું ? જે કોઈ બગાડે છે એ પોતાનું બગાડે છે અને સુધારે તો પણ પોતાનું સુધારે છે. બીજાનું કોઈ બગાડી કે સુધારી શકતું નથી. આ દૃષ્ટિ નહીં હોવાના કારણે મતમતાંતરો, ખંડનમંડન, એકબીજા પ્રત્યેના દ્વેષભાવો, કષાયભાવો ઉત્પન્ન થાય છે અને પોતાની તપની, ત્યાગની, શાસ્ત્રજ્ઞાનની બધી સાધના ધોઈ નાંખે છે. ઉપયોગને સ્વરૂપમાં ઠારો, તો તમે ઠરશો. સંઘર્ષમાં રહેશો, અનાદર કરશો, રાગ-દ્વેષ કરશો, વિરોધ કરશો તો તમારું મન અશાંત રહેશે. આકુળવ્યાકુળ રહેશે. કોઈ સિદ્ધાંતની વિરુદ્ધ છે તો ખસી જાવ, પણ વિરોધ કરશો તો કેટલો કરશો ? કેટલાય દર્શન છે વિશ્વમાં, બધા કેટલાનો વિરોધ કરશો ? એના કરતાં સ્યાદ્વાદ દૃષ્ટિને આગળ રાખી, અપેક્ષાથી સ્વીકારતા શીખો. તો કોઈ દર્શનથી તમને નુક્સાન નહીં થાય. કોઈ વ્યક્તિથી તમને નુક્સાન નહીં થાય. કોઈ બનાવથી તમને નુક્સાન નહીં થાય, જો સ્યાદ્વાદનો સમ્યક્ પ્રકારે ઉપયોગ કરશો તો. તો, Everything is O.K. બધું બરાબર છે, અપેક્ષાથી સાચું છે. આ છયે દર્શનને જૈનદર્શને કેમ સ્વીકાર્યા ? અને છયે દર્શનવાળાએ બાકીના દર્શનોને કેમ ના Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ શું સાધન બાકી રહ્યું ? સ્વીકાર્યા? જૈનદર્શને બધાય દર્શનને સ્વીકાર્યા છે-સ્યાદ્વાદથી, અપેક્ષાથી અને બીજા દર્શનવાળા પાસે સ્યાદ્વાદ નથી એટલે એ કોઈને સ્વીકારી શક્યા નહીં. બસ, એ ભૂલ રહી ગઈ. “સ્યાદ્વાદ સમજણ પણ ખરી” આ સ્યાદ્વાદનો પ્રયોગ રહી ગયો. કછુ ઔર રહા ઉન સાધન સેં. કયું સાધન બાકી રહ્યું? સ્યાદ્વાદનો સમ્યફ પ્રયોગ જીવ કરી શક્યો નહીં. એટલે તેના ઉપયોગને એ ઘરની અંદરમાં વાળી શક્યો નહીં. જે દષ્ટિથી સત્ય છે એનો સ્વીકાર કરો અને જે દૃષ્ટિથી અસત્ય છે એમાં મધ્યસ્થ રહો અને સત્ય દષ્ટિને પકડી રાખો. બસ, આ સ્યાદ્વાદનું રહસ્ય છે. આ સ્યાદ્વાદ દષ્ટિ, સમતાવાન દૃષ્ટિ, જ્ઞાતા-દષ્ટાપણાની દૃષ્ટિ આપણી પાસે નથી, ગુરુ પાસેથી મળે છે. એટલે આપણું રક્ષણ થાય છે. જો સ્યાદ્વાદ દષ્ટિ નહીં હોય, સમતા નહીં હોય તો આત્માનું રક્ષણ નહીં થઈ શકે. તમને અંદરની શાંતિ નહીં મળે. ગમે તેટલો ધર્મ કરશો, તો પણ અંદરમાં આકુળતા-વ્યાકુળતા તો રહેવાની અને સાદ્વાદ દષ્ટિમાં ચોવીસ કલાક પ્રસન્નતા રહેવાની. કેમ કે, તમારો ઉપયોગ આત્માને અર્પણ થઈ ગયો છે એટલે તમારી શાંતિનો ભંગ થઈ શકવાનો નથી. ચિત્તપ્રસન્ન રે પૂજનફલ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટરહિત થઈ આતમ અરપણા રે, આનંદઘનપદ રેહ. ઋષભ. ૬ – શ્રી આનંદઘનજી કૃત ઋષભજિન સ્તવન ચિત્તની પ્રસન્નતા એટલે ચિત્તની નિર્મળતા. ચિત્તની નિર્મળતા એટલે રત્નત્રયની અભેદતા. એ પૂજાનું ફળ છે. આ તો આનંદઘનજી છે. બહુ ઊંડાણવાળી વસ્તુ મૂકી છે. જ્ઞાનસ્ય ફલ વિરતિ જ્ઞાનનું ફળ સર્વ વિભાવથી વિરામ પામવા રૂપ વિરતિ છે. આ વિરતિને પ્રગટ કરવા માટે બાહ્ય વિરતિ નિમિત્ત થાય છે. બાહ્ય ત્યાગ, તપ છે એ તેનું નિમિત્ત થાય છે. બાહ્ય ત્યાગ, તપ એ સાચી વિરતિ નથી, વ્યવહાર વિરતિ છે અને ઉપયોગ બધા વિભાવથી રહિત થઈને સ્વભાવમાં સ્થિર થયો – આ નિશ્ચય વિરતિ છે અને તેનું ફળ મોક્ષ છે. તો ગુરુ વગર ધર્મની સાધનાનો મર્મ પકડાતો નથી, અજ્ઞાન અવસ્થામાં અજ્ઞાનીઓ અનેક પ્રકારની અટપટી સાધના કરતા હોય છે, ભયંકર સાધના કરતા હોય છે, કષ્ટદાયક સાધના કરતા હોય છે. ત્યાગ કરતા હોય છે. શાસ્ત્રજ્ઞાન કરતા હોય છે. છતાં એમને અંદરમાં શાંતિ હોતી નથી. આગ્નવ-બંધ એમના અટકતા નથી. મિથ્યાષ્ટિ ગમે તે સાધના કરે એમાં આકુળતા-વ્યાકુળતા જ રહેવાની, Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શું સાધન બાકી રહ્યું ? આસવ-બંધ જ રહેવાનો અને એનું ફળ દુઃખ જ રહેવાનું. એ મોક્ષમાર્ગમાં આગળ વધી શકે નહીં. સમ્યગ્દર્શન વગર બધી સાધનાની આ સ્થિતિ છે, સમ્યગ્દર્શન એટલે સાચી શ્રદ્ધા. સ્વરૂપનું સમ્યક્ પ્રકારે અવલોકન થાય તેનું નામ સમ્યગ્દર્શન છે. સ્વરૂપનું સ્વસંવેદન જ્ઞાન થાય એનું નામ સમ્યજ્ઞાન છે અને એ બન્ને દ્વારા સ્વરૂપમાં ઉપયોગની સ્થિરતા થાય એનું નામ સમ્યક્ચારિત્ર છે અને એ ત્રણેની અભેદતા મોક્ષમાર્ગ છે. આ સિવાય ત્રણ કાળ, ત્રણ લોકમાં બીજો કોઈ મોક્ષમાર્ગ નથી. બીજી ધર્મની ક્રિયા કરો ને મોક્ષમાર્ગ માનો એનું નામ મિથ્યાત્વ છે. રત્નત્રયની અભેદતા વગર બીજી અનેક પ્રકારની સાધના કરીએ અને મોક્ષમાર્ગ માનીએ એનું નામ મિથ્યાત્વ છે, એનું નામ જ અજ્ઞાન છે. માટે સદ્ગુરુની જરૂર હંમેશા પડે છે. સદ્ગુરુ એટલે આત્મજ્ઞાનના નિષ્ણાંત. એક ભાઈની ગાડી રસ્તામાં બગડી અને બંધ પડી ગઈ. તેમણે ચાલુ કરવાનો થોડોક પ્રયત્ન કર્યો, પણ ગાડી ચાલુ ના થઈ. એટલે તેમણે એક મિકેનીકને બોલાવ્યો. મિકેનીકે જોયું તો એક વાયર નીકળી ગયો હતો. તે તેણે ફીટ કરી દીધો. આ કામ પેટે તેણે એક હજાર રૂપિયા માંગ્યા. એટલે પેલા માણસે કહ્યું કે એક વાયર ફીટ કરવાના આટલા બધા પૈસા ? મિકેનીકે કહ્યું કે મેં ફક્ત વાયર ફીટ નથી કર્યો, પણ ગાડી ન ચાલવાનું કારણ શોધ્યું છે. બસ એ કનેક્શન જોડવાના જ એક હજાર હતા. એમ ઉપયોગનું કનેક્શન જોડવા માટે જ ગુરુગમ છે. ગુરુ તો કનેક્શન કરવાના પૈસા પણ નથી લેતા કે કોઈ વસ્તુ પણ નથી લેતા. ગુરુગમ વગર કનેક્શન થતું નથી અને થાય તો ગુરુનું કે ભગવાનનું માહાત્મ્ય ન રહે, ધર્મનું માહાત્મ્ય પણ ન રહે. વર્ષ સાધન બાર અનંત કિયો યમ, નિયમ, સંયમ, ત્યાગ, વૈરાગ્ય આ બધા સાધનો આપણે અનંતવાર કર્યા તો પણ હાથમાં કંઈ આવ્યું નહીં, એનો અર્થ એ કે હજી કંઈક બાકી રહે છે. એ ખૂટતી કડી ઉમેરવા માટે ગુરુ જોઈશે. ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા ! ભોમિયા વગર ડુંગરાઓમાં, જંગલોમાં જશો તો ક્યાંક અટવાઈ જશો. જંગલમાં ભૂલી ગયા તો બહાર કોણ કાઢે ? ભોમિયો હશે તો કાઢશે અને તમે જેમ જેમ નીકળવા જશો તેમ તેમ વધારે ફસાતા જશો. કેમ કે, જંગલમાં હજારો કેડીઓ હોય છે એમાં કઈ કેડી મેઈન રોડ પર લઈ જાય છે, એ તમારા જ્ઞાનમાં નથી. ગમે તે કેડી પકડીને તમે ચાલશો તો મેઈન રોડ આવવાનો નથી. માટે, Page #200 -------------------------------------------------------------------------- ________________ શું સાધન બાકી રહ્યું ? અબ ક્યોં ન બિચારત હૈ મનસે; કછુ ઔર રહા ઉન સાધનસે ? બિન સદ્ગુરુ કોય ન ભેદ લહે, મુખ આગલ હૈં કહ બાત કહે ? તો, સદ્ગુરુની સહાય વિના પોતાની મેળે, સ્વચ્છંદથી કોઈને પણ ધર્મનું રહસ્ય પ્રાપ્ત થતું નથી. બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત; સેવે સદ્ગુરુકે ચરન, સો પાવે સાક્ષાત્. બૂઝી ચહત જો પ્યાસકો, હૈ બૂઝનકી રીત; પાવે નહિ ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત. એહી નહિ હૈ કલ્પના, એહી નહીં વિભંગ; કઈ નર પંચમકાળમેં, દેખી વસ્તુ અભંગ. નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ; સબસે ન્યારા અગમ હૈ, વો જ્ઞાનીકા દેશ. જપ, તપ ઔર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ. પાયાકી એ બાત હૈ, નિજ છંદનકો છોડ; પિછે લોગ સત્પુરુષકે, તો સબ બંધન તોડ. ૧૭૭ · શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૫૮ - ગાથા - ૧ થી ૬ પાયાની આ વાત છે કે ગુરુ આજ્ઞા વગરનું જે કાંઈ કરે છે એ બધો તારો સ્વચ્છંદ છે, મતિ-કલ્પના છે. માટે ગુરુગમથી કર. સ્વચ્છંદ, મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ; સમતિ તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૭, ૧૮ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શું સાધન બાકી રહ્યું ? ગુરુગમ હોય તો સહજમાં છે અને ગુરુગમ ના હોય તો અનંત ઉપાય કરે, મથે તો પણ કાર્યની સિદ્ધિ નથી. કેમ કે, અજ્ઞાની જીવો આત્માને મૂકીને પરમાં જ આત્માનું સંશોધન કરે છે અને પરમાં જ ધર્મ માને છે. પરદ્રવ્યના આશ્રયપૂર્વકની ક્રિયાઓ સંસારનો હેતુ થાય છે. સ્વને મૂકી અને પરને પકડે છે અને પરની ક્રિયામાં ધર્મ માને છે. આ જ અજ્ઞાન અને ભ્રાંતિ છે. પરમાંથી ખસવાનું છે એના બદલે ધર્મના નામે પરમાં વસતો જાય છે. બાહ્ય ત્યાગ કર્યો તેમાં ધર્મ માન્યો, તો બાહ્ય ત્યાગ કર્યો, વ્રત ધારણ કર્યું એ તો આસ્રવ છે, એ કંઈ મોક્ષમાર્ગ થોડો છે ? વ્રત છે એ પુણ્યાસ્રવ છે. હવે આમ્રવને ધર્મ માન્યો એટલે વિપરીત શ્રદ્ધા કરી, તેના કારણે મિથ્યાત્વ પણ ગાઢું કર્યું. જુઓ ! વ્રતનો નિષેધ નથી, પણ વ્રતમાં મોક્ષમાર્ગ માનવો એનો નિષેધ જ્ઞાનીઓ કરે છે. કોઈપણ વ્યવહારધર્મનો જ્ઞાનીઓ નિષેધ કરતા નથી, પણ એ વ્યવહારધર્મમાં નિશ્ચયધર્મ માનવો, મોક્ષમાર્ગ માનવો તેનો જ્ઞાનીઓ નિષેધ કરે છે. માટે, હેય, શેય, ઉપાદેયનો સાચો વિવેક લાવીને ધર્મ કરો. એની એ જ સાધના જ્ઞાનીની આજ્ઞા અનુસાર થાય તો મોક્ષનું કારણ થાય છે અને એ જ સાધના સ્વચ્છેદથી થાય તો બંધનું કારણ થાય છે. કેમ કે, એમાં હેય-શેય-ઉપાદેયનો વિવેક નહોતો અને જ્ઞાનીની આજ્ઞામાં હેય-શૈયઉપાદેયનો વિવેક છે. આ જ કરવા જેવું છે. હિંસા એ ધર્મ કે અધર્મ? પાપ કે પુણ્ય? અધર્મ છે, પાપ છે. છતાંય હિંસા એ પુણ્ય પણ છે. જુઓ ! આ ગુરુગમ છે. હિંસાથી પુણ્ય કેવી રીતે? તેનો શ્રી રત્નકરંડ શ્રાવકાચારમાં એક દાખલો આવે છે. એક ગુફામાં એક મુનિ ધ્યાનમાં બેઠા હતા. તે સમયે એક સિંહ ત્યાં આવ્યો. તે મુનિ ઉપર હુમલો કરવા જતો હતો ત્યાં જ એક સુવર આવી ગયું. મુનિને બચાવવા માટે તે સિંહ સાથે લડ્યું. લડાઈમાં બંને મરી ગયા, પણ સુવર સ્વર્ગમાં ગયું ને સિંહ નરકમાં ગયો. આમ તો, હિંસા કરે તો પાપ બંધાય અને નરકમાં જાય. પણ, સુવરમાં મુનિરક્ષાનો ભાવ હતો, તેના કારણે તેની હિંસા પણ અહિંસા થઈ ગઈ અને ભક્ષણનો ભાવ હોય તો હિંસાનો દોષ લાગે છે. કોઈએ કોઈને છરી મારી, પણ તે મર્યો નહીં અથવા કોઈએ કોઈને ગોળી મારી, પણ તે બચી ગયો. છતાં તેને હિંસાનો દોષ લાગી ગયો અને કોઈ માણસે રક્ષણ કર્યું, ભલે એનાથી રક્ષણ ના થયું ને મરી ગયો તો પણ તેને પુણ્યનો બંધ પડે છે. પરિણામ જોવાય છે. કોઈપણ કાર્યમાં તમારો આશય શું છે? પરિણામ શું છે? હેતુ શું છે? ભાવ શું છે? તેને અનુરૂપ બંધ પડે છે. પરિણામ અનુસાર મોક્ષ થાય છે. ડૉક્ટર ઑપરેશન કરવા માટે છરી ચલાવે અને દર્દી મરી જાય; ને કોઈ માણસ કોઈને મારી નાંખવા છરી ચલાવે ને બીજો માણસ મરી જાય, તો બંને Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ શું સાધન બાકી રહ્યું ? છરીથી મર્યા છે, પણ એકને બચાવવાનો ભાવ હતો ને મર્યો છે અને બીજાને મારવાનો ભાવ હતો ને મર્યો છે. ત્યાં બંનેના આશયમાં તફાવત પડ્યો. તો, પરિણામ પ્રમાણે બંધ-મોક્ષની વ્યવસ્થા છે. આ ગુરુગમ છે. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી અને એહ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૮ એકના એક સાધન ગુરુગમપૂર્વક થાય છે તો મોક્ષના કારણે થાય છે અને એના એ જ સાધન ને સાધના સ્વચ્છેદથી થાય તો આગ્નવ-બંધનું કારણ ને પરિભ્રમણનું કારણ થાય છે. સાધન એકનું એક છે. એક જ ચપ્પાથી રક્ષણ થાય છે ને ભક્ષણ પણ થાય છે. એક ઉપયોગથી ભક્ષણ પણ થાય છે અને એક ઉપયોગથી રક્ષણ પણ થાય છે. ઉપયોગ એક જ છે, એ અશુદ્ધ છે કે શુદ્ધ એટલું જ જોવાનું છે. તો, અજ્ઞાની અજ્ઞાન અવસ્થામાં જે અનેક પ્રકારની આરાધના, તપ, ત્યાગ, ધ્યાન, સ્વાધ્યાય, ચિંતન કરે છે, તેને ધર્મ માને છે અને મોક્ષનું કારણ માને છે. એના કારણે એ જીવ એ સાધન કરતો હોવા છતાં પણ મિથ્યાત્વને ગાઢું કરે છે અને સામાન્ય પુણ્ય બાંધે છે. જ્યારે તેને કોઈ જ્ઞાની મળે છે, અને તેમના ઉપર શ્રદ્ધા થાય છે, અર્પણતા થાય છે ત્યારે તેઓ કહે છે કે ધર્મ એ તો તારો સ્વભાવ છે. તારું મૂળ સ્વરૂપ જ ધર્મ છે. એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા – ૧૧૬ - વત્યુ સહાવો ધમ્મો વસ્તુનો સ્વભાવ એ જ વસ્તુનો ધર્મ છે. આત્માનો સ્વભાવ એ જ આત્માનો ધર્મ છે, નિશ્ચય ધર્મ છે. આત્માના અનંત ગુણો છે – દર્શન, જ્ઞાન, ચારિત્ર, આનંદ વગેરે. દરેકનો અલગ અલગ આશ્રય કરવાથી મોક્ષ નથી થતો. કેમ કે, એક એક ગુણ અલગ અલગ છે. પણ બધાંય ગુણોનો અભેદ આત્મા, અખંડ આત્માનો આશ્રય કરવાથી અવસ્થામાં રત્નત્રયની પર્યાય પ્રગટ થાય છે, તેનું નામ ધર્મ છે. નિશ્ચયધર્મમાં નિર્વિકલ્પતા છે, વ્યવહારધર્મમાં સવિકલ્પતા છે. સવિકલ્પ ધર્મ કરે એનો નિષેધ નથી, પણ તેમાં મોક્ષમાર્ગ માનવો તેનો જ્ઞાનીઓ નિષેધ કરે છે. જ્ઞાનીઓ પુણ્યનો નિષેધ નથી કરતા, પણ પુણ્યમાં મોક્ષમાર્ગ માનવો તેનો નિષેધ કરે છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શું સાધન બાકી રહ્યું ? જ્ઞાની પણ ભગવાનના દર્શન, ભક્તિ વગેરે કરે છે, પુણ્ય બાંધે છે; પણ તેને મોક્ષમાર્ગ માનતા નથી, પણ પોતે શુદ્ધ ઉપયોગમાં ટકી શકતા નથી એટલે અશુભથી બચવા માટે ભક્તિ કરે છે. જ્ઞાની કહે છે કે જો અમે અમારા સ્વરૂપમાં રહી શકીએ તો હે ભગવાન! મારે તમારી ભક્તિ પણ નથી કરવી. જુઓ ! આ તેમનો વિવેક છે અને વિવેક એ જ ધર્મનું મૂળ છે. વિવેક એ ધર્મનું મૂળ તત્ત્વ છે. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં. – શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૬૭ - ગાથા -૪ અજ્ઞાનથી સવિવેક પામવો દુર્લભ છે. એટલે અજ્ઞાનીને સાચો વિવેક આવતો નથી કે હોતો નથી. અજ્ઞાનીનો વિવેક પરમાર્થ દૃષ્ટિથી સાચો વિવેક હોતો નથી. મુમુક્ષુ: વિવેક આવે તો અજ્ઞાન જાય? સાહેબ : હા, પણ અજ્ઞાન જાય પછી સાચો વિવેક થાય. પહેલા યોગ્ય વિવેક, વિનય આવે પછી આત્મજ્ઞાન થાય અને આત્મજ્ઞાન થયા પછી સાચો વિનય અને વિવેક આવે. એકબીજા સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ જોડાયેલો છે. તું છો મોક્ષસ્વરૂપ. તારું સ્વરૂપ તારી પાસે જ છે. તમારો ધર્મ કોઈ બીજાની પાસે નથી. જેમ મગર અને વાંદરાની વાર્તામાં વાંદરો મગરને કહે છે કે મારું કાળજું તો હું ઝાડ પર ભૂલી ગયો છું. પણ કાળજું બહાર હોય કે પોતામાં જ હોય? તેમ આત્માને આપણે શાસ્ત્રોમાં, મંદિરોમાં પર્વતોમાં, ગુફાઓમાં શોધીએ છીએ. જ્યાં નથી ત્યાં શોધીએ છીએ ને જ્યાં છે ત્યાં શોધતા નથી, ત્યાં આપણો ઉપયોગ જતો નથી! જેમણે પોતે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે સદ્ગુરુ કોઈ પાત્ર જીવને એ સમજણ આપે છે તો, તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુબોધ; તો પામે સમકિતને, વર્તે અંતરશો. સિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૦૯ Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ શું સાધન બાકી રહ્યું ? જિજ્ઞાસુ એટલે આત્મજ્ઞાન પ્રાપ્ત થવાની યોગ્યતાવાળો. એટલે તેનામાં મુમુક્ષુના બધા લક્ષણો આવી જાય છે. હવે, આત્માને ઉપયોગ દ્વારા પકડવાનો છે. આત્મા અને ઉપયોગ વચ્ચે કોઈ અંતર નથી. બેઉ એક જ જગ્યાએ, એક ક્ષેત્રમાં રહેલા છે. એક ક્ષેત્રમાં રહ્યા હોવા છતાં અનાદિકાળથી આજ દિન સુધી આપણને આત્મા પ્રગટ્યો નહીં, આ એક મોટું આશ્ચર્ય છે. તો, સંગુરુનો જ્યારે બોધ પ્રાપ્ત થાય છે, તેને અનુરૂપ સાધના કરે છે અને પોતાની પાત્રતા પ્રગટ કરે તો, પલમેં પ્રગટે મુખ આગલસે, જબ સદ્ગુરુચર્ન સુપ્રેમ બસે. પાત્ર જીવને એક પળમાં પ્રગટ થઈ જાય છે. સમજે તો સહજમાં કાર્ય થઈ જાય છે. અજ્ઞાન ભાવથી જીવ મોક્ષમાર્ગમાં ભલે દોડે છે, પણ તે ઊલટો વધારે ને વધારે મોક્ષમાર્ગથી દૂર થતો જાય છે. એ કાર્ય સિદ્ધ કરી શકતો નથી. તો, ગુરુગમ અને આજ્ઞાંકિતપણું જોઈએ. જ્ઞાની દિવસ કહે તો દિવસ ને રાત કહે તો રાત. જેમ શિષ્ય ગુરને ચકાસે છે તેમ ગુરુ પણ શિષ્યને ચકાસતા હોય છે. એવું નથી કે શિષ્ય કરતાં ગુરુની ચકાસણી વધારે ઊંચી હોય છે. માટે, પહેલાં સાચું શિષ્યત્વ લાવવાનું છે. અત્યારે ગુરુ થવા બધાય તૈયાર છે, પણ શિષ્ય થવા કોઈ તૈયાર નથી. હવેનો સમય એવો આવશે કે શિષ્ય કરતાં ગુરુની સંખ્યા વધી જશે. કારણ કે, દરેકને ગુરુ થવું છે, મોટું થયું છે. હા, યોગ્યતા હશે તો સહજમાં થશો ને નહીં હોય તો ગમે તેટલું મથશો તો પણ નહીં થઈ શકો. યોગ્યતા વગર ન થાય. Page #205 -------------------------------------------------------------------------- ________________ શું સાધન બાકી રહ્યું? (ગાથા - ૫) કરુના હમ પાવત હૈ તુમકી, વહ બાત રહી સુગુરુ ગમકી; પલમેં પ્રગટે મુખ આગલસે, જબ સદ્ગુરુચર્ન સુપ્રેમ બસે. સદ્ગુરુ ભગવાન કહે છે કે મને તમારી કરુણા આવે છે કે તમે આટલા બધા પ્રયત્નો કરવા છતાં સ્વચ્છંદના કારણે વસ્તુને પ્રાપ્ત કરી શક્યા નથી અને હજી અનંતકાળ સુધી ગુરુગમ વગર કરવા જશો તો કાર્યનહીં થાય. આ કાર્ય ગુરુગમપૂર્વક થાય છે. વ્યવહારથી આત્મજ્ઞાની નિગ્રંથ મુનિ ગુરુ છે, નિશ્ચયથી પોતાનો આત્મા ગુરુ છે. બાહ્ય ગુરુ નિમિત્ત છે, એમની આજ્ઞા નિમિત્ત છે, એમનો બોધ નિમિત્ત છે. ઉપાદાનની યોગ્યતાથી જ્યારે ગુરુની આજ્ઞાને અનુરૂપ અંતર્મુખતાની સાધના કરે છે ત્યારે તેને કાર્યની સિદ્ધિ થાય છે. નિશ્ચયથી ગુરુ તો આત્મા જ છે. કેમકે, આત્માના અવલંબને જ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ગુરુ છે તે પોતાની હદને ઓળંગીને આગળ જઈ શકતા નથી. ભગવાન પણ પોતાની હદને ઓળંગીને આગળ જઈ શકે નહીં. પરમાં કોઈ કાર્ય ભગવાન પણ કરી શકે નહીં, ગુરુ પણ કરી શકે નહીં કે બીજું કોઈ પણ દ્રવ્ય કરી શકે નહીં. જ્યાં સુધી શક્ય છે ત્યાં સુધી એ નિમિત્ત થાય છે. વ્યવહારનયની સાપેક્ષતાથી નિશ્ચયનો બોધ જ્યાં સુધી આપવો હોય ત્યાં સુધી આપે છે. પછી કહે છે કે, . કર વિચાર તો પામ. નિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી અત્ર સમાય; ધરી મૌનતા એમ કહી, સહજસમાધિમાંય. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૧૭, ૧૧૮ તો, નિશ્ચયથી આત્માનો ગુરુ આત્મા જ છે, પણ એનું સાચું ભાન વ્યવહાર ગુરુ દ્વારા આવે છે. વ્યવહાર ગુરુ પણ ઉપકારી છે અને તેમની આજ્ઞા અનુસાર ચાલવું જરૂરી છે. જો પોતાના પુરુષાર્થ માત્રથી જીવનું કાર્ય થઈ જાય તો અનાદિકાળમાં અનંતવાર જીવ સાધુ થયો, શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કર્યું, બીજા પણ ધર્મના સાધનો કર્યા, છતાંય કેમ આત્મજ્ઞાનની પ્રાપ્તિ ના થઈ? શાસ્ત્રમાં ભલે ગમે તેટલી વાત લખી છે પણ આત્મા સ્વસંવેદનગમ્ય છે, શાસ્ત્રગમ્ય નથી. જયારે ઉપયોગમાં માત્ર આત્મા જ પકડાયેલો રહે અને બધા વિકલ્પો છૂટી જાય ત્યારે સ્વસંવેદન આવે છે. ગુરુની આજ્ઞા - બોધ અનુસાર જીવ આત્માનું ચિંતન કરે છે ત્યારે, Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ શું સાધન બાકી રહ્યું ? સદગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. ભાસ્ય નિજસ્વરૂપ તે, શુદ્ધ ચેતનારૂપ; અજર, અમર, અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા – ૧૧૯, ૧૨૦ જે નિમિત્ત અને ઉપાદાનનો સમ્યક્ પ્રકારે સમન્વય કરે છે તે મોક્ષની બાજી જીતી જાય છે. ઉપાદાનની યોગ્યતા વગર નિમિત્ત પણ કાંઈ નિમિત્ત બની શકતું નથી અને નિમિત્ત વગર ઉપાદાન સમ્યફ પ્રકારે સાધના કરી શકતું નથી. યોગ્યતા છે, શક્તિ છે પણ એ શક્તિને વ્યક્ત કરવાની સાધના ગુરુગમપૂર્વકની છે. કેમ કે, તત્ત્વના ભેદ બહુ સૂક્ષ્મ છે. યથાર્થ સમજણના અભાવે જીવ પરમાં ક્યાંક ને ક્યાંક હિત-અહિત બુદ્ધિ ધારી લે છે, અહ-મમત્વપણું ધારી લે છે, એનું કર્તા-ભોક્તાપણું ધારી લે છે. પરની કોઈ ક્રિયા મારા દ્વારા થાય છે, મારી કોઈ ક્રિયા બીજા દ્વારા થાય છે, એવી અંદરમાં ક્યાંક માન્યતા કરી બેસે. વળી, આ દેહ હશે તો ધર્મ થશે, એમ કહે છે, દેહ ના હોય તો ધર્મ થાય નહીં ! તો તો સિદ્ધ ભગવાન ધર્મ કરી શકે જ નહીં. દેહથી ધર્મ થતો નથી, દેહથી ધર્મ થાય છે એ વ્યવહાર છે અને આત્માથી આત્મધર્મ થાય છે એ નિશ્ચય છે. આત્માનો ઉપયોગ આત્માકાર થાય તો જ આત્માનો ધર્મ થાય. તો દેહની ક્રિયાને આત્માની ક્રિયા માનવી, મને કર્મ નડે છે એટલે હું કામ નથી કરી શકતો, અમુક પ્રકારના નિમિત્તો છે એટલે મારું કામ થતું નથી એ બધી બહાનાબાજી છે. સાતમી નરકનો નારકી જીવ એટલા પ્રતિકૂળ સંયોગોમાં પણ સમ્યગદર્શન પ્રાપ્ત કરી લે છે તો આપણે કેમ ના કરી શકીએ? હા, પાંચ સમવાય કારણોનો સહયોગ હોય છે, પણ મુખ્ય જીવની યોગ્યતા છે. માટે, છૂટવાની તીવ્ર તાલાવેલી જાગવી જોઈએ. એ નથી જાગી બસ, તીવ્ર તાલાવેલી જાગશે તો એ જગતના તમામ કાર્યોને સાપેક્ષતાથી ગૌણ કરીને મુખ્ય કાર્ય આત્મજ્ઞાનનું કરી લેશે. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સરુઆજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૩૫ જે સમજે તે થાય' એ ઉપાદાનની અપેક્ષાથી અને “સદ્ગઆજ્ઞા જિનદશા એ નિમિત્ત અપેક્ષાથી કથન છે. જે બંનેની યથાર્થ સાપેક્ષતા રાખે છે તે જ કાર્યને સિદ્ધ કરી શકે છે, બન્નેની Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શું સાધન બાકી રહ્યું ? સાપેક્ષતા જોઈએ. તો, આ સુગુરુગમની વાત છે. સુગુરુ એટલે આત્મજ્ઞાની ગુરુ, નિગ્રંથ ગુરુ - વ્યવહારથી. જો ગુરુગમ મળે તો સહજમાં છે, નહીં તો અનંત ઉપાય પણ નથી. ગુરુના શરણમાં ધીમે-ધીમે સાધકનું ઘડતર થાય છે. અનાદિની જે વિપરીત શ્રદ્ધા, માન્યતાઓ અને જાણકારપણું છે તે મટતું જાય છે, નીકળતું જાય છે અને તે સાચી વસ્તુ ગ્રહણ કરતો જાય છે. અનાદિકાળથી આ જીવે વિપરીત ગ્રહણ કરેલું છે એટલે મિથ્યાત્વ પણ અંદરમાં ગાઢું કરેલું હોય છે. એટલે તેને નીકળતાં થોડી વાર લાગે, કારણ કે ઘણા સમયથી પડ્યું છે, પણ સાચું તત્ત્વ મળ્યું છે, એની સાચી શ્રદ્ધા થઈ છે, સાચો પુરુષાર્થ થાય છે તો મિથ્યાત્વ પણ ક્રમે કરીને મોળું પડતું પડતું તૂટીને સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય છે. પત્રાંકે - પ૩૭માં પરમકૃપાળુદેવે એક વાત બહુ સરસ જણાવી છે અને સુંદર બોધ આપ્યો છે, મહાત્મા શ્રી તીર્થકરે નિગ્રંથને પ્રાપ્તપરિષહ સહન કરવાની ફરી ફરી ભલામણ આપી છે. મહાત્મા અથવા પરમાત્મા શ્રી તીર્થકરે નિગ્રંથને એટલે મુનિઓને પ્રાપ્ત પરિષહ એટલે ઉદયવશાત્ જે કાંઈ ઉપસર્ગ-પરિષહ આવે તેને સહન કરવાની એટલે સમભાવપૂર્વક સહન કરવાની ફરી ફરી ભલામણ કરી છે. તે પરિષદનું સ્વરૂપ પ્રતિપાદન કરતાં અજ્ઞાનપરિષહ અને દર્શનપરિષહ એવાબે પરિષહ પ્રતિપાદન કર્યા છે, જે મુનિને આત્મજ્ઞાન નથી તેમને આ બે પરિષહ મુખ્ય છે. અજ્ઞાનપરિષહ અને દર્શનપરિષહ. એટલે મિથ્યાદર્શન અને મિથ્યાજ્ઞાન. જેના કારણે આટલું બધું ચારિત્ર પાળે છે, તો પણ અંદરની આકુળતા શમતી નથી અને સમાધિમાં જીવ આવતો નથી. અનેક બળવાન સાધના કરે છે, પણ જ્યાં સુધી મિથ્યાદર્શન અને મિથ્યાજ્ઞાન છે ત્યાં સુધી મિથ્યાચારિત્ર ખસવાનું નથી. તો, આવા બે પરિષહ પ્રતિપાદન કર્યા છે. કે કોઈ ઉદયયોગનું બળવાનપણું હોય, પૂર્વે બાંધેલા કર્મોનો ઉદય બળવાન ચાલતો હોય, પૂર્વે લઈને આવ્યો છે ને! કે સાહેબ હું આટલા વર્ષથી સાધના કરું છું પણ બાપુ! તું ઘણા વર્ષોનું મિથ્યાત્વ લઈને આવ્યો છું, એનો ઉદય ચાલે છે અત્યારે; અને એ ઉદય તારા ઉપયોગને નિજ ઘરમાં ઘૂસવા દેતો નથી. ઉદય કહે છે કે પહેલાં મારો હિસાબ ચૂકતે કરો, પછી તમે તમારા ઘરમાં જાવ. અને સત્સંગ, સત્યરુષનોયોગથયા છતાં જીવને અજ્ઞાનનાં કારણો ટાળવાની હિંમત ન ચાલી શકતી હોય, મુંઝવણ આવી જતી હોય, તોપણ ધીરજ રાખવી; નબળો પડતો હોય, પુરુષાર્થ મંદ થઈ જાય, થાકી જાય, પાછો ફરી જાય કે ભાઈ મારું કામ નથી. મુંઝવણ Page #208 -------------------------------------------------------------------------- ________________ શું સાધન બાકી રહ્યું ? ૧૮૫ આવી જતી હોય. ઘણા પ્રયત્ન કરે પણ કાર્યની સિદ્ધિ ન થાય એટલે જીવને મુંઝવણ આવે, તો પણ ધીરજ રાખવી. ઉતાવળે આંબા પાકે નહીં. ધીરજનાં ફળ મીઠાં. ધીરજ રાખો, થશે. મુમુક્ષુ સાહેબ, ઘરમાં આવું બધું થાય છે. સાહેબ : હા, બધાયને છે. તમારે એકને નહિ, બધાયના પ્રશ્ન છે. ત્યારે તો પરમકૃપાળુદેવે લખ્યું છે. ધીરજ રાખો. પૂર્વે જે મોહનીયકર્મનો સંસાર બાંધીને આવ્યા છે તે પૂરો કરવો તો પડશે. હવે એમાં કેમ જીવન જીવવું એ જ કળા છે. એમાં સમભાવથી રહી અને ઉંદરની જેમ ફૂંક મારતા જાવ અને બટકું ભરતા જાવ. ધીમે ધીમે કાતરીને તમારું કામ કરી લો. બૂમો પાડશો તો કંઈ ઉદય ખસવાનો નથી ને નિમિત્ત પણ ખસવાનું નથી. એવા ઉદય અને નિમિત્તની વચ્ચે શાંતિ અને સમતા રાખી, જ્ઞાનીઓના બોધના સંસ્કારને દઢ કરતાં જાવ, તો બળ મળશે. આપણે તો કંઈ ઉદય નથી. સાતમી નરકના નારકીને ઉદય ઓછા છે? તિર્યંચગતિમાં ઉદય કંઈ ઓછા છે? તો પણ તિર્યંચગતિવાળા, નરકગતિવાળા સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી લે છે. તો ઉદય નડતો નથી. ઉદયમાં ઉપયોગ જોડાય ને જીવ નબળો થાય તો તેને નડતરરૂપ થાય છે. પરમકૃપાળુદેવને કાંઈ ઉદય ઓછો નહોતો. ઘર હતું, ધંધો હતો, સગા-વહાલાં, કુટુંબ બધું હતું. પોતે જ લખ્યું છે, ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે એક રંચ રે. ધન્ય. – શ્રીમદ્ રાજચંદ્ર - આત્યંતર પરિણામ અવલોકન - હાથનોંધ - ૧/૩૨ ઘટતું નથી, વધતું જાય છે. કેમ કે, પૂર્વે બાંધીને આવ્યા છે. તો હવે તેને સમજાવે ખમતાં શીખો અને જે ઉદયે આવે છે તે સારા માટે આવે છે કે એ ખરી જાય છે. ફરીને તમને હેરાન નહીં કરે. પોઝીટીવ થિંકીંગ રાખો. જો આવા નિમિત્ત ના મળ્યા હોત તો મારો આત્મા જાગત પણ નહીં. એટલે એ પણ સારા માટે છે. સંત તુકારામના પત્ની ખૂબ ક્રોધી હતા. કેટલાય અપશબ્દો બોલે ને કંઈક તોફાન કરે અને સંત તુકારામ શાંત.એક વખત બન્ને પતિ-પત્ની તેમના શેરડીના ખેતરમાંથી શેરડી ગાડામાં ભરીને નીકળ્યા. પત્ની આગળ નીકળી ગઈ અને ભગત ગાડી ચલાવતાં ચલાવતાં પાછળથી આવતા હતા. પછી ગામમાં પ્રવેશ કર્યો તે જ સમયે નિશાળ છૂટી. છોકરાંઓ તેમને ઘેરી વળ્યા અને કહે કે બાપા એક સાંઠો આપો ને. તો ભગત કહે, ખેંચી લો. છોકરાઓ ઘણા હતા. એકે Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શું સાધન બાકી રહ્યું ? ખેંચ્યો તો બીજાએ ખેંચ્યો ને બીજાએ ખેંચ્યો તો ત્રીજાએ ખેંચ્યો ને આખું ગાડું ખાલી કરી નાખ્યું. ફક્ત એક સાંઠો વધ્યો. એ લઈને ભગત ઘરે પહોંચ્યા. ખાલી ગાડું જોઈને પત્ની ગુસ્સે થઈ અને પૂછ્યું કે આ બધી શેરડી ક્યાં ગઈ ? ભગતે કહ્યું કે, વિઠોબાનો માલ વિઠોબાને ખવડાવી દીધો. પણ આ એક વધ્યો છે તે તું લઈ લે, પત્નીએ તે સાંઠો લઈને જોરથી ભગતની પીઠ પર માર્યો ને તેના બે ટુકડા થઈ ગયા. ભગતે કહ્યું કે તને મારા પ્રત્યે કેટલો પ્રેમ છે કે તેં તેના બે ભાગ કર્યા ! આપણે હોઈએ તો શું કરીએ ? છૂટાછેડા જ આપી દઈએ. કોઈપણ તકલીફ થાય. જે કર્મ ઉદયમાં આવ્યા છે તેને સમતાભાવે જ ખપાવવાના છે, તો જ નવા નહીં બંધાય અને ક્રમે ક્રમે છૂટી શકશો. પૂર્વે બાંધેલા કર્મના ઉદયને વેદતાં જો શોચ કરો છો તો પરિણામે તેવા તો નથી બંધાતા તેનો ખ્યાલ રાખશો. · શ્રી લઘુરાજ સ્વામી આ જ જીવન જીવવાની કળા છે. બાંધ્યું છે તો ઉદયમાં આવવાનું છે. દરેકને જેવું બાંધ્યું છે એવું આવવાનું છે અને જે કર્મ ખપાવવા માટે જ્ઞાનીઓ તપ કરી ઉદ્દીરણા કરે છે તે સ્વયં ઉદયમાં આવ્યું છે તો તેની નિર્જરા કરી, નવું ના બંધાય એવો સમભાવ રાખો. છૂટવાનું હથિયા૨ સમભાવ અને ભાવોની વિશુદ્ધિ જ છે. બીજું કોઈ છૂટવાનું હથિયાર નથી. જો એ ચૂકી ગયા ને નવા વિભાવ અને કષાય કર્યા તો પાછો એ જ વખતે દુઃખ, નવો બંધ અને ભાવિમાં દુ:ખ ચાલુ રહેશે. એ દુઃખથી છૂટવું હોય તો શાંતિથી, સમતાથી ભોગવી લો. હા, મોહ-રાગદ્વેષ વગર..ઉદયવશાત્ પ્રવૃત્તિ કરવી પડે છે. ઉદય પૂરો થાય તો તમે તમારું કામ ચાલુ કરો ને પૂરું કરો. ધીરજ રાખવી. , સત્સંગ, સત્પુરુષનો યોગ વિશેષ વિશેષ કરી આરાધવો. સત્સંગથી બળ મળ્યા કરે. ‘સત્સંગ એ કામ બાળવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે.' સત્સંગ એ કષાયોને ટાળવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે – બાહ્ય ઉપાય તરીકે, વ્યવહારથી. હજારો પ્રકારની આકુળતા - વ્યાકુળતાઓ સત્સંગમાં આવવાથી નષ્ટ થઈ જાય છે, ચાહે તે કોઈપણ પ્રકારની હોય. જો જીવ એકાગ્ર ચિત્તથી સાંભળે અને યથાર્થ ખતવણી કરે, શ્રદ્ધા કરે, માન્યતા કરે તો તેનું કાર્ય થતું જાય છે. નહીં તો સાંભળે છે બધાંય પણ એનો સ્વીકાર કરનારા બહુ વિરલા જીવો હોય છે. માટે, સત્સંગ, સત્પુરુષોનો યોગ વિશેષ વિશેષ કરીને આરાધવો એટલે વારંવાર આરાધવો. શક્ય હોય એટલો આરાધવો. આરાધવો એટલે એમણે જે બોધ આપ્યો હોય તે બોધ અનુસાર વર્તન કરવું. સાંભળ સાંભળ Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ શું સાધન બાકી રહ્યું ? કરવાની વાત નથી અહીં. તો અનુક્રમે અજ્ઞાનની નિવૃત્તિ થશે. ઉદય છે તો ક્રમે ક્રમે નિવૃત્તિ થશે. અજ્ઞાનનો આધાર જતો રહ્યો, એટલે અજ્ઞાન પાંગળું થઈ ગયું, તો હવે એ છૂટ્યા વગર રહેવાનું નથી. કેમ કે, નિશ્ચય જે ઉપાય છે અને જીવને નિવૃત્ત થવાની બુદ્ધિ છે, વ્યવહાર ઉપાય જ્ઞાનીની આજ્ઞાનું આરાધન છે અને નિશ્ચય ઉપાય પોતાના સ્વરૂપનો આશ્રય કરવો તે છે. જીવને બધા કર્મોથી અને સંસારના પરિભ્રમણથી નિવૃત્ત થવાની બુદ્ધિ છે, તો પછી તે અજ્ઞાન નિરાધાર થયું છતે શી રીતે રહી શકે? અત્યાર સુધી તો આધાર હતો, હવે નિરાધાર થઈ ગયું. જ્ઞાનીનો બોધ મળ્યો એટલે હવે અજ્ઞાનને પોષણ મળવાનું બંધ થઈ ગયું. એક માત્રપૂર્વકર્મયોગ સિવાય ત્યાં કોઈ તેને આધાર નથી. પૂર્વનું બાંધેલું કર્મ છે એ જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી રહેવાનું. અને એ પણ ક્રમે ક્રમે નીકળતું જાય છે. એ ય ક્યાં સુધી રહેવાનું? દસ મણ અનાજની કોઠી ભરી છે એ તમે રોજ ખાવા માંડો છો તો એક દિવસ ખાલી થવાની જ છે, ક્યાં સુધી રહેવાની છે? પૂર્વકર્મનો ઉદય છે એટલે ધીરજ રાખવી. ' તમે જશો ટ્રેનમાં, તો કરમ આવશે પ્લેનમાં. તમે એમ ના માનશો કે હવે મારે વાંધો નથી. કર્મના ઉદય ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તે પ્રકારે આવી શકે છે. તે વખતે એલર્ટ રહો. એવા ઉદયમાં સમતા, શાંતિ, ધીરજ રાખો અને તત્ત્વની સાચી વિચારણા, ચિંતન રાખો તો તમને બળ મળશે, નહીંતર નહીં મળે. તત્ત્વથી વિપરીત તમારી જો માન્યતા, શ્રદ્ધાન અને આચરણ હશે તો તમને આકુળતા-વ્યાકુળતા વધશે, ઘટશે નહીં. એટલે કેવી રીતે અજ્ઞાન નિરાધાર થયું તે કહે છે. એક માત્ર પૂર્વે કર્મનો યોગ છે તેના કારણે હજુ થોડું ચાલશે. ત્યાં તેને કોઈ આધાર નથી. તે તો જે જીવને સત્સંગ, સત્યરુષનો યોગ થયો છે અને પૂર્વકર્મનિવૃતિ પ્રત્યે પ્રયોજન છે, જેને જ્ઞાનીનો યોગ થયો છે, સત્સંગ મળ્યો અને જેનો અંદરમાં પૂર્વકર્મ નિવૃત્ત થાય એ પ્રયોજન છે, હેતુ છે, આશય છે તેને ક્રમે કરી ટળવા જ યોગ્ય છે. એ પણ ધીમે ધીમે ટળતું જાય છે. કર્મ, ઉદય, અજ્ઞાન બધું ટળતું જાય છે. એમ વિચારીને અજ્ઞાનથી થતું આકુળવ્યાકુળપણું તે મુમુક્ષુજીવે ધીરજથી સહન કરવું. આપણી કલ્પનાથી વિરુદ્ધ કંઈક બને છે ત્યારે આકુળવ્યાકુળ થઈ જઈએ છીએ. કોઈ કહે કે ઓહો! વિદ્યાસાગરજી મહારાજ કેવા સુખી કે સંસારની કોઈ માથાકૂટ જ નહીં. અરે બાપુ! એય લઈને આવ્યા છે પૂર્વનું. તું બાંધ તો બીજા ભવમાં તું પણ એવું લઈને આવીશ. તો તને પણ મળશે, કેમ નહીં મળે? હવે જે બાંધ્યું છે એ સમતાભાવે કેમ ખપાવવું એ શીખ. દરેકને એકસરખું બાંધેલું નથી હોતું ને સરખું ઉદયમાં પણ નથી આવતું. દરેકને અલગ-અલગ પ્રકાર હોય છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શું સાધન બાકી રહ્યું ? એ બધાંય પ્રકારને ખપાવવાનો પ્રકાર એક જ છે સમતા, શાંતિ, ધીરજ અને અનુકૂળતા. માટે આકુળ-વ્યાકુળ થવાથી કર્મ હટવાનું નથી અને નિરાકુળ રહેશો તો કર્મનો ઉદય વધવાનો કે બળવાન થવાનો નથી. તે સમજી મુમુક્ષુ જીવે ધીરજથી સહન કરવું. પરમકૃપાળુદેવે કહ્યું છે, અધીરજથી ખેદ કર્તવ્ય નથી._ ધીરજથી સહન કરવું. એ પ્રમાણે પરમાર્થ કહીને પરિષહ કહ્યો છે. પરમાર્થમાર્ગ બતાવીને પરિષહને કેમ સહન કરવો એ વાત બતાવી છે. અત્ર અમે સંક્ષેપમાં બેય પરિષહનું સ્વરૂપ લખ્યું છે. કયા બે પરિષહ? અજ્ઞાનપરિષહ અને દર્શનપરિષહ. મુમુક્ષુ આમાં ફક્ત અજ્ઞાનનું લખ્યું છે કે દર્શનનું પણ સાથે સાથે આવી ગયું છે? સાહેબ : બેય આવી ગયું. બન્ને સાથે જ આવે છે, ને સાથે જ જાય છે. મુમુક્ષુ: પણ ઉપાય એક જ છે? સાહેબ : હા, આ પરિષદનું સ્વરૂપ તત્ત્વથી જાણો, ઓળખો. આ પરિષહનું સ્વરૂપ જાણી સત્સંગ, સત્યરુષના યોગે, જે અજ્ઞાનથી મુઝવણ થાય છે તે નિવૃત્ત થશે એવો નિશ્ચય રાખી, મૂંઝવણ અજ્ઞાન અને મોહના કારણે થઈ છે. કોઈ બળવાન ઉપસર્ગ કે પરષિહ કે પ્રતિકૂળતા આવે ત્યારે જીવને અજ્ઞાનના કારણે મૂંઝવણ આવી જાય છે. જ્ઞાન મળશે, બોધ મળશે એટલે તે મૂંઝવણ નિવૃત્ત થશે, પણ એ બોધને તમે સમ્યક્ પ્રકારે ધારણ કરશો અને હાઉ ટુ એપ્લાય ઈન યોર લાઈફ, એ પ્રમાણે કરશો તો એ મૂંઝવણ નિવૃત્ત થશે. આપણે ડગી જઈએ છીએ. યથાઉદય જાણી, જેવો ઉદય છે એવું બનવાનું છે એમ જાણી, ધીરજ રાખવાનું ભગવાન તીર્થકરે કહ્યું છે. જયાં નિરૂપાયતા છે ત્યાં સહનશીલતા સુખદાયક છે. ઉપાય જ નથી, શું કરશો? ખૂબ વરસાદ પડ્યો, ચાલુ જ છે. લો, હવે તમે કંટાળી ગયા, પણ હવે તમારી પાસે શું ઉપાય છે? હવે બહાર ના નીકળો ને ઘરમાં રહો, બસ બીજું શું કરવાનું? બેઠા બેઠા સ્વાધ્યાય કરો, ભક્તિ કરો, ધ્યાન કરો. એકની એક વસ્તુ એકને સારી લાગતી હોય, બીજાને ખરાબ લાગતી હોય. કુંભારે નિંભાડા પકાવ્યા હશે તો વરસાદ એને ખરાબ લાગશે. તેને માટી ધોવાઈ જવાનો ડર રહેશે અને ખેડૂત રાજી થાય કે હાશ, મારે બાર મહિનાના રોટલા નીકળશે. સારું થયું કે મુશળધાર વરસાદ પડ્યો. તો વરસાદને શું કરવું? Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ શું સાધન બાકી રહ્યું ? પડવું કે ના પડવું ? શું કરવું ? એ તો ઉદય પ્રમાણે ચાલવાનું છે. એકનું એક વાદળ પાપીના ખેતરમાં વરસતું નથી ને પુણ્યશાળીના ખેતરમાં જ વરસે છે. હવે એ તો જાણતું પણ નથી, છતાં એ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. પુણ્યનો ઉદય હોય તો એના જેવા નિમિત્તો મળે, પાપનો ઉદય હોય તો એના જેવા નિમિત્તો મળે. એટલે આપણા જેવા ઉદય હશે એવું નિમિત્ત મળવાનું. આપણને થાય કે આવું નિમિત્ત ના મળ્યું હોત તો સારું, પણ હવે બાંધ્યું છે એ ઉદયમાં આવ્યું છે, તો મળવાનું. એમાં કેમ કામ કાઢી લેવું એ કળા શીખો. ગમે તેવા ઉદયની વચ્ચે પણ કાર્યની સિદ્ધિ કેમ કરવી એ દષ્ટિ જ્ઞાનીના બોધના આધારે શીખો અને એનો પ્રયોગ કરો. તો કોઈ તમને ઉદય નડશે નહીં. ઉ૫૨થી જે કર્મો તમે હજારો વર્ષ સુધી ભોગવીને ના ખપાવો તે બે ઘડીમાં તમે ખપાવી શકશો. અજ્ઞાની જે કો ખપાવે, લક્ષ કોટિ ભવો વડે; તે કર્મ જ્ઞાની ત્રિગુપ્ત બસ, ઉચ્છ્વાસ માત્રથી ક્ષય કરે. એટલે - શ્રી પ્રવચનસાર - ગાથા - ૨૩૮ ધીરજ રાખવાનું ભગવાન તીર્થંકરે કહ્યું છે; પણ તે ધીરજ એવા અર્થમાં કહી નથી કે સત્સંગ, સત્પુરુષના યોગે પ્રમાદ હેતુએ વિલંબ કરવો - જુઓ ! પ્રમાદ નહીં. પ્રમાદ હેતુએ વિલંબ ના કરવો. સત્સંગ, સત્પુરુષના યોગે બળવાન થઈ તેનો આશ્રય કરવો, તે ધીરજ છે, અને ઉદય છે, તે વાત પણ વિચારવાન જીવે સ્મૃતિમાં રાખવા યોગ્ય છે. જ્યારે જ્યારે તમને નિરાશા આવે ત્યારે આ ૫૩૭ મો પત્ર વાંચજો. એટલે પાછું બળ મળી જશે. કરુના હમ પાવત હે તુમકી, વહ બાત રહી સુગુરુ ગમ કી. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ; ગુરુ બિન સંશય ના મિટે, જય જય જય ગુરુદેવ. ગુરુ દીવો, ગુરુ દેવતા, ગુરુ વિણ ઘોર અંધાર; જે ગુરુવાણી વેગળા, રડવડિયા સંસાર. તનકર મનક વચનકર, દેત ન કાહુ દુ:ખ; કર્મરોગ પાતિક ઝરે, નિરખત સદ્ગુરુ મુખ. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શું સાધન બાકી રહ્યું ? દરખતસે ફળ ગિર પડ્યા, બૂઝી ન મનકી પ્યાસ; ગુરુ મેલી ગોવિંદ ભજે, મિટે ન ગર્ભાવાસ. ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય; બલિહારી ગુરુદેવકી, જિન ગોવિંદ દિયો બતાય. મહાપુરુષોએ ઠેર ઠેર ગુરુનું અને ગુરુગમનું માહાત્મ્ય બતાવ્યું છે. સુગુરુગમ એટલે સદ્ગુરુગમ. સદ્ગુરુના બોધમાં શ્રદ્ધા રાખી, શાંતિ અને ધીરજ રાખવી. ઉદય તો કોઈ ગુરુ આઘોપાછો કોઈનો કરી શકે નહીં, ભગવાન નથી કરી શક્યા ને ગુરુના ગુરુ પણ નથી કરી શક્યા, તો બીજા કોઈ કરી દે એવું બનવાનું નથી. એને સમભાવે કેમ ભોગવવો એ કળા ગુરુ શિખવાડે છે. આ ગુરુગમ છે બસ. ગુરુગમ એટલે સમભાવની ચાવી. જો ગુરુગમપૂર્વક વર્તીએ અને સમભાવ ના આવે તો સમજવું કે આપણે ખરેખર ગુરુગમપૂર્વક વર્ત્યા નથી. દરેક ધર્મની અંદરમાં ગુરુનું માહાત્મ્ય બતાવ્યું છે, વીતરાગ દર્શનમાં તો ખૂબ બતાવ્યું છે. સાચો ઉપાય સદ્ગુરુ જ બતાવી શકે, કુગુરુ કોઈ સાચો ઉપાય બતાવી શકશે નહીં. જે આત્મજ્ઞાની નથી એવા ગુરુઓ કોઈપણ દુઃખમાંથી મુક્ત થવાનો સાચો ઉપાય બતાવી શકે નહીં; કેમ કે, એમને માર્ગ પ્રાપ્ત થયો નથી. એક આંધળો બીજા આંધળાને રસ્તો બતાવી શકે નહીં; ભલે તે ગમે તેટલો ત્યાગી હોય કે પંડિત હોય કે ગમે તે હોય. દરેક જ્ઞાનીનો પડકાર છે કે તમે અમારી હદમાં ઘૂસી શકો એમ નથી. દરેક કૂતરાઓ એમની હદમાં જ બેસવાના. આગળ જાય તો પછી બીજો એવો ને એવો હશે, પણ ત્યાંથી એની હદ પૂરી થઈ એટલે તે પાછો ફરશે, પછી આગળ નહીં જાય અને હાથી છે એને કોઈ હદ નથી. એ તો બધાય મહોલ્લાઓમાંથી નીકળતો જાય છે, ઊભી શેરીએથી પણ નીકળે છે. બસ ધીરજ રાખો, શાંતિ રાખો અને જ્યારે કંઈપણ આકુળતા આવે ત્યારે યથાર્થ તત્ત્વને હાજર કરો. સાચા તત્ત્વને હાજર કરો કે આમ આવ્યું એનું કારણ શું ? અને આને કેમ વગર નુક્સાને પૂરું કરવું ? બસ આટલું તત્ત્વ તમે લગાડશો તો તમને એક જ પ્રેરણા મળશે કે હવે શાંતિ ને સમતા રાખ, ધીરજ રાખ. એનું નામ જ સામાયિક છે, એનું નામ જ સાધના છે. સમતા સર્વ ભૂતેષુ સંયમે શુભ ભાવના । આર્ત્ત - રૌદ્ર પરિત્યાગઃ તદ્ધિ સામાયિક વ્રતમ્ II સામાયિકની વ્યાખ્યા કરી છે, ‘સમતા સર્વ ભૂતેષુ.' પ્રાણીમાત્રમાં સમતાભાવ. આ મારા જેવા જ આત્માઓ છે. ‘સંયમે શુભભાવના' માં આગળ વધવાની શુભ ભાવના કરો ને Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૧ શું સાધન બાકી રહ્યું ? નિશ્ચય સંયમ તો ઉપયોગની સ્વરૂપમાં સ્થિરતા રહેવીતે છે. બહારમાં પાંચ ઈન્દ્રિયોના વિષયોનો સંયમ કરવો, મનનો સંયમ કરવો, મહાવ્રતોને અંગીકાર કરવા એ વ્યહાર સંયમ છે. “આર્તરૌદ્ર પરિત્યાગ:' આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો ત્યાગ કરવો. પરિત્યાગ એટલે ચારે બાજુથી ત્યાગ કરવો. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ઉત્પન્ન થવા દેવા નહીં, થાય તો તરત તેને નિવૃત્ત કરવાં. કોઈપણ પ્રકારનું ચિંતવન તમે તત્ત્વથી વિરુદ્ધ કર્યું તો અંદરમાં અશાંતિ થવાની. માટે દુનિયાના જે જીવો જે રીતે વર્તતા હોય તેને વર્તવા દો. તમે કોઈના ય માટે એમ ના કહો કે આણે આમ કેમ કર્યું ને આણે આમ કેમ ન કર્યું કે આણે આમ કરવું જોઈએ અને આનું આમ થાય તો સારું. આ જીવ આવો છે ને આ જીવ આવી છે. અનંતાનંત જીવ છે, કેટલાની આલોચના કરશો? સર્વ જીવનું ઇચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય. – શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૨ કોણ શું કરે છે ને કોણ શું નથી કરતું? કોણે શું કરવું? કોણે શું ના કરવું? એ કાંઈ આપણને ભગવાને બધાનો વહીવટ સોંપ્યો નથી. જેને જેમ ઉદય આવે તેમ કરશે. તમારી પાસે આવે તો સાચું તત્ત્વ તેને સમજાવો, ના આવે તો જય ભગવાન. બીજાના બનાવોના નિમિત્તે તમારી અંતરંગ શાંતિને હણો નહીં અને તે ત્યારે હણાય છે કે જયારે તમે એ બાહ્ય બનાવોમાં ઉપયોગ દ્વારા જોડાઓ છો. માટે એમાં જોડાઓ નહીં. સાક્ષીભાવે, જ્ઞાતા-દષ્ટાભાવે જુઓ. પરમકૃપાળુદેવનું આ એક વાક્ય યાદ રાખો કે, જગત ને, જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૧૬૫ બસ, મફતમાં જોવાની કળા શીખો અને કોઈની પાસે કાંઈ અપેક્ષા ના રાખો. તમારો ઉદય હશે તો જે મળવાનું હશે તે મળશે જ. પુણ્ય હશે તો ગમે ત્યાંથી મળી જશે. શાલિભદ્રનો ઉદય હતો તો સ્વર્ગમાંથી દરરોજ નવ્વાણું પેટીઓ આવતી. ઉદય હતો તો આવે અને ન ઉદય હોય તો તમારું ધન દાટેલું હશે એ પણ જતું રહે છે. વળી, એ રહે કે જાય એનાથી તમને લાભ કે નુક્સાન છે નહીં. બહારના પદાર્થના સંયોગ-વિયોગમાં તમને લાભ પણ નથી કે નુક્સાન પણ નથી, માટે એના નિમિત્તે હર્ષ-શોક કરવો નહીં. જે થાય એને થવા દો, જાય તો જવા દો, રહે તો રહેવા દો, ના થાય તો ના થવા દો, બન્યું તો બનવા દો, ના બન્યું તો ના બનવા દો. હર હાલતની અંદરમાં સાક્ષીભાવે રહેતા શીખો. પુણ્યના ઉદયમાં Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શું સાધન બાકી રહ્યું ? કે પાપના ઉદયમાં, અશુભના ઉદયમાં કે શુભના ઉદયમાં, અનુકૂળ નિમિત્તમાં કે પ્રતિકૂળ નિમિત્તમાં હું તો માત્ર જાણનાર દેખનાર છું. આ શરીરની ક્રિયાનો પણ હું જાણનાર દેખનાર છું. મારા સ્વરૂપનો પણ હું જાણનાર દેખનાર છું. આખું જગત Only for see, not to touch છે. ફરજ બજાવો બધી, પણ અંદરમાં મૂંઝવણ નહીં કરો કે આમ થયું તો શું થશે? ને આમ ના થયું તો શું થશે? તમારી દસ વાગ્યાની ટ્રેનની ટિકિટછે, તમે દસને પાંચે પહોંચ્યા અને તમે ગાડીને ઉપડતી જોઈ, હવે તમને ખેદ થાય કે ના થાય? ના થવો જોઈએ. બીજી ગાડીમાં બેસવું અથવા ઘરે પણ જઈને બીજે દિવસે નીકળવું. એમાં શું છે? ના જવાયું તો ના જવાયું. હવે એમાં બળતરા કરીને બીજો કલાક બગાડીને આધ્યાન, રૌદ્રધ્યાન કરશો તો ઉપરથી નુક્સાન કરશો પ્રભુ. એટલે કોઈપણ બનાવમાં કે નિમિત્તમાં આર્તધ્યાન, રૌદ્રધ્યાન ના થાય તેની જાગૃતિ રાખવી. બસ આ પ્રેક્ટીકલ ધર્મ છે. આ વાંચીએ છીએ, સાંભળીએ છીએ એ થિયરીકલ છે અને જે જે ઉદયમાં આવે એ પ્રમાણે સમભાવપૂર્વકનું વર્તન થાય તો એ પ્રેક્ટીકલ છે. પ્રેક્ટીકલથી કાર્ય થશે. થિયરીકલ મોટું મકાન બનાવો તો એમાં રહેવા નહીં જવાય, પણ અહીં એક નાનો રૂમ બનાવી દેશો તો એમાં રહેવાશે. માટે, વહ બાત રહી સુગુરુ ગમકી. તો જે જ્ઞાનીઓની આજ્ઞાને આરાધશે તે સહજમાં આત્મજ્ઞાન, સમકિતને પ્રાપ્ત કરશે. “શ્રી આત્માનુશાસન' માં દસ પ્રકારના સમ્યકત્વ બતાવ્યા છે. તેમાં એક આજ્ઞા સમ્યકત્વ છે. જિનઆજ્ઞા અનુસાર શ્રદ્ધા, જ્ઞાન કરવા અને પોતાની શક્તિ અનુસાર આચરણ કરવું, એ આજ્ઞા સમ્યક્ત્વ. આ સમ્યકત્વ પણ તમને પરંપરાએ મોક્ષનું કારણ થાય છે. પરમકૃપાળુદેવે પત્રાંક – ૭પ૬માં કહ્યું છે કે, આપ્તપુરુષના વચનની પ્રતીતિરૂપ, અજ્ઞાની અપૂર્વ રૂચિરૂપ, સ્વચ્છેદનિરોધપણે આપ્તપુરુષની ભક્તિરૂપ, એ પ્રથમ સમકિત કહ્યું છે. આ સમકિતના તમે અધિકારી છો. જ્ઞાની પુરુષના વચનોમાં જેને રુચિ છે, શ્રદ્ધા છે અને તેમની આજ્ઞા પ્રમાણે ચાલવાનો જેમનો અભિપ્રાય છે તે થોડા સમયમાં સમકિત પ્રાપ્ત કરી લે છે. આ સમકિત આવે તો પણ એ વધારેમાં વધારે પંદર ભવમાં મોક્ષે જાય, વમે નહીં તો. આપ્તપુરુષના વચનની પ્રતીતિ એટલે યથાર્થ બોધ અનુસાર નવ તત્ત્વની શ્રદ્ધા, છ પદની શ્રદ્ધા. આજ્ઞાની અપૂર્વ રુચિ એટલે જે જે આજ્ઞાઓ સત્પષે આપણને આપી છે તે આજ્ઞાને આરાધવાની અપૂર્વ તાલાવેલી, રુચિ હોવી જોઈએ, કે હવે મારે આ જ કરવું છે. તમને જ્ઞાની Page #216 -------------------------------------------------------------------------- ________________ શું સાધન બાકી રહ્યું ? ૧૯૩ કહે કે ભાઈ ! આ છોડી દો. આ નથી કરવાનું. તો તમે કહો કે સાહેબ ! મારે ઉદય છે ને આ થોડું કરવું પડે એમ છે. ત્યારે જ્ઞાની કંઈ બોલતા નથી, પણ તમારી યોગ્યતાને માપી લે છે. વાણિયો લાભ-નુક્સાનની ગણતરી બહુ કરે કે આમાં લાભ છે કે નુક્સાન ? એટલે એ ગણતરી અહીં મૂકી દો. આત્માની આરાધના કરશો એમાં લાભ જ છે અને બાકીના સંયોગોને છોડશો એમાં લાભ જ છે. તારા ભાગ્યમાં હશે એ ક્યાંય જવાનું નથી અને હશે તો પણ તમને એ આત્માની શાંતિ આપવાનું નથી. જગતનો કોઈ પદાર્થ તમને શાંતિ આપે એવું વસ્તુનું સ્વરૂપ છે જ નહીં અને તમારા આત્માને કોઈ પદાર્થની જરૂર પણ નથી અને એને કાંઈ કામ પણ આવતો નથી. દુનિયાનો એક અણુ-પરમાણુ પણ આ જીવને કામ આવતો નથી, કોઈ જીવ કામમાં આવતો નથી, છ દ્રવ્યમાંથી કોઈ દ્રવ્ય એને કામ આવતું નથી. એ તો સર્વથી સર્વ પ્રકારે ભિન્ન, અસંગ અને એકાકી છે, અકિંચન છે. એટલે વારંવાર અકિંચનપણાની ભાવના ભાવો. સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટે બાર ભાવનાઓમાં એકત્વભાવના બહુ ઉપકારી થાય છે. જ્યારે જ્યારે કંઈક ટેન્શન ઊભું થાય ત્યારે એકત્વનો વિચાર કરો કે હું તો એકાકી છું ને મારે આ બનાવ સાથે શું નિસ્બત છે ? દુનિયાની કોઈ વસ્તુ સાથે નિસ્બત નથી. હું તો માત્ર જ્ઞાન, દર્શન, આનંદ સ્વરૂપી સચ્ચિદાનંદ છું. સચ્ચિદાનંદ, સ્વરૂપોહમ્, સહજાત્મ સ્વરૂપોહમ્, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપોહમ્, સોહમ્, પરમાત્મ સ્વરૂપોહમ્. નિશ્ચયદૃષ્ટિ આવશે એટલે વ્યવહારદૃષ્ટિની બધી આકુળતા મટી જશે. નિશ્ચયદૃષ્ટિ આત્માના અભેદ સ્વરૂપને પકડાવે છે અને જ્યાં ઉપયોગ તમારો અભેદ થયો ત્યાં બધાય વિકલ્પો ને દુઃખ મટી ગયા અને એ જ સાધના છે. ઉપયોગને ભેદાભેદમાંથી અભેદ આત્મામાં એકાકાર કરવો. અભેદ એટલે શું ? તો હું સમ્યગ્દર્શન સ્વરૂપ છું કે સમ્યજ્ઞાન સ્વરૂપ છું કે સમ્યક્ચારિત્ર સ્વરૂપ છું એ પણ ભેદ નહીં. હું તો અનંતગુણોનો અભેદ આત્મા, દ્રવ્ય-ગુણ-પર્યાયનો પિંડ, ત્રણે કાળ એક છું. એમાં ઉપયોગ દ્વારા અભેદ થવું તે સાધના છે. જ્યાં ભેદ છે ત્યાં વ્યવહાર છે અને જ્યાં અભેદ છે ત્યાં નિશ્ચય છે. એટલે શુદ્ધ નય અભેદતાને બતાવે છે અને બાકીના બધા નય ભેદને બતાવે છે. શુદ્ધ નયની અપેક્ષાએ નિશ્ચયનય પણ વ્યવહાર થઈ જાય છે. તો આવી અભેદ દષ્ટિ થવી જોઈએ. અભેદમાં હું દર્શન સ્વરૂપી, જ્ઞાનસ્વરૂપી સચિદાનંદસ્વરૂપી આત્મા છું એ પણ વિકલ્પ નથી. એ પહેલી ભૂમિકામાં હતા, હવે અભેદની ભૂમિકામાં આવ્યો ત્યારે બધાય વિકલ્પો સમાઈ ગયા અને અભેદમાં, નિર્વિકલ્પપણામાં સ્વસંવેદન આવી ગયું. બસ, આ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શું સાધન બાકી રહ્યું ? સાધના છે. તો ભલે તમે આજ કરો, કાલ કરો, વહેલું કરો, ઓછું કરો, વધારે કરો, થાય તો કરો, ના થાય તો ના કરો, પણ શ્રદ્ધા આટલી દઢ રાખશો તો ગમે ત્યારે ઘર ભેગા થઈ જશો. પલમેં પ્રગટે મુખ આગલસે પલ મેં એટલે સમયમાં, એક સમયમાં ઉપયોગનો પલટો થઈ જાય તો કાર્ય થઈ જાય. અનંત કાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૮૩૯ કેટલા સમયમાં જાત્યાંતર થઈ ગયું? એક સમય માત્રમાં જાત્યાંતર કરી ભવનિવૃત્તિરૂપ થયું. એક સમય બસ, પણ એક સમય સાચો આવવા માટે અનંતા સમય સાધના કરી છે. બે માઈલ ઊંડી ખાણ ખોદવી એમાં ઘણો સમય લાગે, પણ અંદરમાંથી હીરો કાઢતાં વાર ન લાગે. ઘણા સમય સુધી બે માઈલ ખાણ ખોદી. બધા પથરા જ નીકળ્યા ને માટી જ નીકળી પણ જયારે છેલ્લો ફટકો કોદાળીનો માર્યો ને અંદરમાંથી ચકચકાટ મોટો હીરો નીકળ્યો, હવે હીરો કાઢતાં કેટલી વાર? ખાણ ખોદી એટલી વાર લાગે? એમ આ જે સાધના કરીએ તે ખાણ ખોદવા બરાબર છે અને ઉપયોગને સ્વસ્વરૂપસ્થ કરવો એ હીરો લેવા બરાબર છે. . જબ સદ્ગુરુચર્ન સુપ્રેમ બસે. સદ્ગુરુના ચરણ એટલે ચારિત્ર. એમના કહેલાં ચારિત્ર પ્રમાણે તમારો સુપ્રેમ એટલે સમ્યક્ પ્રકારનો પ્રેમ અંદરમાં વસે તો કાર્યની સિદ્ધિ સહજમાં છે અથવા સદ્ગુરુના ચરણમાં નિરંતર પ્રેમપૂર્વક રહેવાથી બોધ મળતો જાય છે અને તમારો પુરુષાર્થ વધતો જાય છે, તમારી યોગ્યતા વધતી જાય છે, પાત્રતા વધતી જાય છે અને અલ્પ સમયમાં કાર્યની સિદ્ધિ થઈ જાય છે. સુપ્રેમ એટલે આત્માનું શુદ્ધ સ્વરૂપ, પરમાત્મસ્વરૂપ પ્રત્યે એકતાર ભક્તિ. તે જાગે ત્યારે આત્માનું દર્શન થાય. શ્રીમાન્ આનંદઘનજી કહે છે, બીજો મનમંદિર આણું નહીં, એ અમ કુલવટ રીત. જિનેસર. – શ્રી આનંદઘનજી કૃત શ્રી ધર્મનાથજિન સ્તવન વગર જોઈતા કોઈના વિકલ્પો કરવા નહીં કે છોકરાઓનું શું થશે? ને ઘરવાળાનું શું થશે? ને આ ધંધાનું શું થશે? ને દુનિયામાં આ બધો પથારો પાથરીને બેઠા છીએ તેનું શું? અરે Page #218 -------------------------------------------------------------------------- ________________ શું સાધન બાકી રહ્યું ? ૧૯૫ એનું કંઈ થવાનું નથી. તારું શું થશે એની ચિંતા કર ! સૌ સૌના ભાગ્ય લઈને આવ્યા છે. એ ભાગ્ય અનુસાર એનું થવાનું હશે તે થશે. તું કોઈના ભાગ્યમાં ફેરફાર કરી શકવાનો નથી, મૂકને ! શું કરવા વિકલ્પ કરી સમય બગાડે છે ? એમાં તારી ઇચ્છા પ્રમાણે કંઈ ફેરફાર થવાનો નથી કે તારા બદલવાથી કોઈનું કંઈ બદલવાનું નથી. હવે તું ઉપયોગ દ્વારા બદલાઈ જા. સદ્ગુરુના ચરણમાં અનન્ય પ્રીતિ સ્થિરપણે ટકવી જોઈએ. જ્યાં સુધી સ્વાધ્યાયમાં બેઠો ત્યાં સુધી શાંતિ ને સ્થિરતા, પછી બહાર નીકળ્યો એટલે પાછી અશાંતિ ને અસ્થિરતા. બહારની જગ્યાઓને પણ સ્વાધ્યાયહોલ બનાવી દો. ખરો પ્રેક્ટીકલ સ્વાધ્યાયહોલ બહાર જ છે, સ્વાધ્યાયહોલમાં નથી, તે થિયરીકલ સ્વાધ્યાયહોલ છે અને બહાર પ્રેક્ટીકલ સ્વાધ્યાયહોલ છે. વૃત્તિ બીજે ન જતાં ગુરુચરણમાં જ વસે. આત્માથી વિશેષ કોઈ પ્રીતિનું સ્થાન સાધકને ના હોય. એટલે પરમકૃપાળુદેવે કહ્યું છે, આત્માથી સૌ હીન. જગત ઈષ્ટ નહીં આત્મથી. આત્માથી વિશેષ પ્રીતિ કોઈના ઉપર નહીં અને જેટલી પર પ્રત્યેની પ્રીતિ ઘટશે એટલી તમને શાંતિ મળશે, નહીં તો સ્વાધ્યાયહોલમાં બેઠા બેઠા પણ પ્રીતિ તમને નડશે. કેમ કે, ભલે તમે ક્ષેત્ર છોડીને આવ્યા છો, પણ પ્રીતિ છોડી નથી. તો તમને આકુળતા-વ્યાકુળતા, દુ:ખ થવાનું. Work while work and play while play, that is the way to be happy I say. માટે, ચિંતા છોડી દો કે હવે આનું શું થશે ? જે થવાનું હશે તે થશે. થયું તોય તમને શું વાંધો છે ને ના થયું તોય તમને શું વાંધો છે ? તારું શું થશે એનું ધ્યાન રાખ. તો, બીજા સર્વ પ્રત્યે સ્વાભાવિકપણે વૈરાગ્ય આવશે. આવો સાચો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય આવે તો રાગ ઘટે. સ્વરૂપમાં જ જો પ્રેમ, પ્રીતિ, ઇચ્છા હશે તો ઉપયોગ સ્વરૂપમાં સ્થિર રહેશે. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે, સબ આગમભેદ સુઉર બસે; અહીં પર એટલે પરમ, ઉત્કૃષ્ટ. ભગવાન પ્રત્યે ઉત્કૃષ્ટ પ્રેમ થશે તો દરેક શાસ્ત્રોનો મર્મ હૃદયગત થશે. શ્રી યશોવિજયજી મહારાજ કહે છે, મન મહિલાનું રે વાહલા ઉપરે, બીજાં કામ કરત; તેમ શ્રુતધર્મે રે મન દેઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત. ધન. ૬ – શ્રી આઠ દૃષ્ટિની સજ્જાય - છઠ્ઠી કાંતા દૃષ્ટિ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શું સાધન બાકી રહ્યું ? સદેવ-ગુરુ-ધર્મમાં જ લાગી રહે, વારંવાર આત્માની ભાવના ભાવી હોય ત્યારે આત્મા પ્રગટ જણાય. દીર્ઘ કાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધબીજની પ્રાપ્તિ હોય છે; અને એ બોધબીજ તે પ્રાયે નિશ્ચય સમ્યક્ત્વ હોય છે. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૩૩૦ વારંવાર આ જ કરવાનું છે. બીજા કાર્યમાં દોડાદોડ કરીએ છીએ એટલે પાછી આ અંદરની ધારા તૂટી જાય છે. જે અનુસંધાન હતું, સંધિ હતી એ બધી તૂટી જાય છે, ધોવાઈ જાય છે. એટલે બે-ચાર મહિના ઈડર જેવા એકાંત સ્થળે રહી દઢ સાધના કરી લો. ઘર ક્યાંય જવાનું નથી, મિલકત પણ ક્યાંય જવાની નથી અને તમારા કરતાં વિશેષ ઘણા છે. એ બધી કળા એમની પાસે તમારા કરતા વધારે છે. આપણને ચિંતા થાય કે હું નહીં હોઉં તો છોકરાઓનું શું થશે? સૂનું મૂકીને આવ્યો છું. અરે બાપુ! તારો આત્મા અનાદિકાળનો સૂનો છે, તેનું ધ્યાન રાખને ! અને જ્ઞાનીના બોધમાં જ, જ્ઞાનીના ચરણમાં વૃત્તિ લાગી રહે ત્યારે આત્મા પ્રગટ થાય. વૃત્તિને બહારમાં જતી રોકી આત્મામાં જોડવી એ જ પુરુષાર્થ છે. વૃત્તિ એટલે ઉપયોગ. પ્રીતિ અનંતી પર થકી, જે તોડે હો તે જોડે એહ; પરમપુરુષથી રાગતા, એકત્વતા હો દાખી ગુણ-ગેહ. ઋષભ. ૫ – શ્રી દેવચંદ્રજી કૃત ઋષભજિન સ્તવન વ્યવહારથી પરમપુરુષ એટલે કેવળજ્ઞાની તીર્થકર અને નિશ્ચયથી પોતાનો શુદ્ધ આત્મા. તો, વૃત્તિને બહાર જતી રોકીને આત્મામાં જોડવી એ જ પુરુષાર્થ છે. તે તો વિચારીને કરે ત્યારે થાય. કર વિચાર તો પામ. આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૨૯ આ દવા છે. જ્ઞાનીપુરુષનું શરણ હશે તો જ તે બની શકશે. તો જ તે બની શકશે. જ્ઞાનીપુરુષનું શરણ ના હોય અને કામ થાય એવું કોઈનું બન્યું નથી, બનતું નથી અને બની શકે એવી કોઈ શક્યતા પણ નથી. ચત્તારિ શરણમાં જ્ઞાનીનું જ શરણું છે, બીજું કોઈ વ્યવહારથી Page #220 -------------------------------------------------------------------------- ________________ શું સાધન બાકી રહ્યું ? ૧૯૭ શરણ છે નહીં. નિશ્ચયથી જ્ઞાનસ્વભાવી આત્માનું શરણ છે. ભક્તિ, પ્રેમ, સદ્ગુરુના આત્મસ્થિરતા રૂપ શુદ્ધ સ્વરૂપમાં શુદ્ધપણે જોડાય, તો તરત શુદ્ધ આત્માનો અનુભવ પ્રગટે. ભક્તિ અને પરપ્રેમ પ્રવાહ, ઉત્કૃષ્ટ પ્રેમ પ્રવાહ જ્યારે આત્મા બાજુ વળશે ત્યારે અંદરમાં ઉપયોગની સ્થિરતા થઈ અને શુદ્ધ આત્માનો અનુભવ થશે. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શું સાધન બાકી રહ્યું ? (ગાથા ૬) તનસે મનસે, ધનસે, સબસે ગુરુદેવની આન સ્વ-આત્મ બસે તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાવહિ પ્રેમ ઘનોં અજ્ઞાની જીવે અનેક જગ્યાએ પોતાનો પ્રેમ વેરી નાંખ્યો છે, ઢોળી દીધો છે. વધારે પ્રેમ મુખ્યપણે પોતાના શરીરમાં હોય છે. મનથી જગતના બધા પદાર્થો પર દોડાદોડ કરે છે. ત્યાં પ્રેમ રાખ્યો છે. એનાથી વધારે પ્રેમ ધનમાં છે. સ્ત્રી, પુત્ર, પૈસા, જગતના પદાર્થો સચિત્ત કે અચિત્ત, એના ઉપર પણ ઘણો પ્રેમ છે. સંસારની આવી અનેક વસ્તુઓમાં અજ્ઞાની જીવે પ્રેમ જોડેલો છે. એ અજ્ઞાન છે. એ બધાંય પ્રેમ કરતાં સર્વથી વધારે, અધિકપણે, પોતાની સર્વશક્તિથી સદ્ગરમાં પ્રેમ જોડાય તો કામ થાય. તમારા શરીર પર જેટલો પ્રેમ કરો છો એનાથી અનેકગણો વધારે પ્રેમ સદ્ગુરુ ઉપર કરો. જગતના પદાર્થ ઉપર જે તમને પ્રેમ આવે છે એના કરતાં અનેકગણો પ્રેમ મોક્ષમાર્ગમાં સદ્ગુરુ અને ભગવાન પ્રત્યે કરો તો કામ થાય. પ્રેમના કારણે આસક્તિ થાય છે, મોહ થાય છે અને જીવનો સ્વભાવ અનાસક્તતાનો છે. તે અનાસક્તપણું છૂટી જાય છે. તમે ગમે તેટલો પ્રેમ સદ્ગુરુ પ્રત્યે કરશો, સદ્ગુરુને તમારા ઉપર મોહ નહીં થાય. કેમ કે, સદ્ગુરુ જ્ઞાની છે. તેઓ વાત્સલ્ય રાખશે, પણ રાગ નહીં કરે અને સદ્ગુરુ તો નિઃસ્પૃહ હોય છે. તેમને જગતના કોઈપણ સુખ કે પદાર્થોની કોઈ ઇચ્છા નથી. ભક્તો કે શિષ્યો પાસેથી એમને કંઈ જોઈતું પણ નથી. જેને આત્માનો નિર્ણય થયો તેને આત્મા સિવાય બીજું કંઈ જોઈતું હોતું નથી. કેમ કે, કોઈ પદાર્થ આત્માને કામ આવતો નથી. કોઈ પદાર્થથી આત્માને સુખ કે શાંતિ મળતી નથી અને કોઈ પદાર્થ આત્માનો ક્યારેય થતો નથી. અનાદિકાળમાં અનંતવાર આપણે મોટા દેવ થયા, રાજા-મહારાજા થયા. ઘણી પ્રોપર્ટી, રાજ્યો અને સંપત્તિ હતી. એ બધી મૂકીને અહીં આવ્યા ત્યારે કંઈ આપણી સાથે આવ્યું નથી અને આ ભવનું છે એ આપણી સાથે આવવાનું નથી. આ વાત બધાંયને ખબર છે, છતાં મોહ કેટલો છે! આનું નામ જ અજ્ઞાન છે. તો જેટલો પ્રેમ તમને શરીર ઉપર કે કુટુંબ ઉપર કે પૈસા ઉપર આવે છે એના કરતાં અનેકગણો પ્રેમ સદ્ગુરુ ઉપર આવશે તો સદ્ગુરુના બોધ દ્વારા તમારું હૃદય ભીંજાઈ જશે અને હૃદય ભીંજાશે તો તમારી આત્મદષ્ટિ થશે અને આત્મદષ્ટિ થશે તો જગતની દૃષ્ટિનું વિસ્મરણ થશે. Page #222 -------------------------------------------------------------------------- ________________ શું સાધન બાકી રહ્યું ? ૧૯૯ બસ, આત્માની દૃષ્ટિ કરો. આપણે બધા આત્મા છીએ અને આપણું સ્વરૂપ પરમાત્મસ્વરૂપ છે. અત્યારે અજ્ઞાન અવસ્થામાં જીવ બહિરાત્મા છે. પછી જ્યારે જીવને જ્ઞાન થાય ત્યારે તે અંતરાત્મા થાય છે અને એ જ આત્મા જ્યારે સાધના કરે છે ત્યારે પરમાત્મા થાય છે. આ પરમાત્માની ત્રણ અવસ્થાઓ છે. ગુરુદેવ કી આન સ્વ-આત્મ બસેં. ગુરુદેવની આજ્ઞા આત્મામાં ઉતરી જાય અને પ્રેમપૂર્વક આજ્ઞાનું આરાધન થાય તો મોક્ષમાર્ગમાં જીવ આગળ વધી શકે. સદ્ગુરુને માત્ર મળવાથી લાભ નથી. સાંભળવાથી લાભ નથી. સદ્ગુરુની આજ્ઞા પ્રમાણે શ્રદ્ધા, જ્ઞાન અને આચરણનો પુરુષાર્થ કરવાથી લાભ થાય છે. સાંભળે છે તો લાખો માણસો, એમાંથી કલ્યાણ સાધનારા જીવો બહુ થોડા હોય છે. આજ્ઞા એ સ્વચ્છંદને તોડવાનું બળવાન અંકુશ, હથિયાર છે. ‘આણાએ ધમ્મો અને આણાએ તવો.’ સત્પુરુષની, ભગવાનની આજ્ઞા એ જ ધર્મ છે, એ જ તપ છે, એ જ ત્યાગ છે અને સર્વ પ્રકારની સાધના એમાં સમાઈ જાય છે. માટે, આજ્ઞાંકિત બનો, એમ અહીં કહે છે અને તે જ્યારે જીવ સ્વચ્છંદને છોડે ત્યારે જ બની શકે. સ્વચ્છંદ, મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. - શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૭ આજ્ઞાંકિત થવું સહેલું નથી. શિષ્યમાં ઘણી યોગ્યતા હોય ત્યારે તે સાચો આજ્ઞાંકિત બની શકે છે. પૂર્વના ઘણા દાખલા છે. હનુમાનજી રામના આજ્ઞાંકિત હતા. જે જે પૂર્વે મહાપુરુષો થઈ ગયા છે તેમણે પોતાના પૂર્વના મહાપુરુષોની આજ્ઞા આરાધી છે, આજ્ઞા પ્રમાણે ચાલ્યા છે. બધું હોય પણ આજ્ઞા પ્રમાણે ચાલવાનું ન હોય તો આત્માનું કલ્યાણ થઈ શકે નહીં. સદ્ગુરુઆજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય. · શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા – ૧૩૫ - આજ્ઞા એ આત્મકલ્યાણ થવામાં નિમિત્ત છે. એક વખત ઘંટીયા પહાડ ઉપર, સાબરકાંઠાના મહાન ભક્ત શ્રી જેસીંગબાપા અને તેમનું ભક્તમંડળ આવેલું. ઘણાં વર્ષ પહેલાંની વાત છે. તેમને ભક્તોની ચકાસણી કરવી હતી કે આ બધા આજ્ઞામાં ચાલે છે કે નહીં ? તો Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શું સાધન બાકી રહ્યું? સત્સંગ ભક્તિ પૂરા થયા અને કહ્યું કે તમે બધા અહીં ડુંગર ઉપરથી નીચે ભૂસકો મારો. જોવું હતું કે કોણ તૈયાર થાય છે? કારણ કે ભૂસકો મારે તો જાનને જોખમ. આટલા મોટા ડુંગર ઉપરથી ભૂસકો મારે તો શું થાય? પણ, બધાંય ઊભા થઈને કછોટો વાળીને દોડવા માંડ્યા. એટલે જેસીંગબાપા કહે કે ઊભા રહો. એટલે બધા ઊભા રહી ગયા. પછી બધાને કહ્યું કે બેસી જાવ. મેં જોઈ લીધું કે તમે આજ્ઞાંકિત છો. તો, આજ્ઞા એટલે પોતાના સ્વચ્છંદનો સંપૂર્ણપણે ત્યાગ કરી અનકંડીશનલ સરેન્ડર સ્વીકારવું. બાર્ટર સિસ્ટમ નહીં કે તમે આમ કરો તો હું આમ કરું. એ બધો વાણિયાઓનો વેપાર છે. માટે, શરત વગરની અર્પણતા તેનું નામ આજ્ઞાંકિતપણું કહેવાય છે. જ્યારે પોતાના આત્મામાં વાસ થશે ત્યારે આત્મા આવો આજ્ઞાંકિત બનશે. અનાદિકાળમાં અનંતવારસપુરુષો મળ્યા છે, ભગવાન પણ મળ્યા છે. પણ તે વખતે આજ્ઞાંકિતપણાની આપણી પાત્રતા નહોતી, એટલે આપણું કાર્યના થયું. પૂર્વના ભવમાં આપણને અનંતીવાર જ્ઞાનીઓ મળ્યા છે, અનંતવાર મનુષ્યભવ પણ મળ્યો છે, પણ એક ભવમાં સાચું આજ્ઞાંકિતપણું થયું નહીં. જો પુરુષ સાચા હોય અને જીવ આજ્ઞાંકિત હોય તો તેને આત્મજ્ઞાન થયા વગર રહે નહીં. ના થાય તો બેમાંથી એક ખોટો છે. માટે, ગમે ત્યારે પણ આજ્ઞાને આરાધ્યા વગર કલ્યાણ નથી. સપુરુષની આજ્ઞા એ જ ધર્મ છે, એ જ તપ છે અને એ જ સર્વસાધનાનો સાર છે. પગ દબાવવા એ સારું છે, પણ પર્યાપ્ત નથી. બીજી સેવા કરવી એ સારું છે, પણ પર્યાપ્ત નથી. એક આજ્ઞાનું આરાધન થાય એમાં સર્વ પ્રકારની સેવાઓનો સમાવેશ થઈ જાય છે. માટે પહેલાં જ્ઞાની થવાનો નહીં, પણ આજ્ઞાંકિત થવાનો પ્રયત્ન કરો. જ્ઞાન તો સહજમાં થશે. એવું આજ્ઞાંકિતપણું પાત્રતા વગર આવતું નથી. આજ્ઞાંકિત એટલે “વાળ્યો વળે જેમ તેમ.” જેમ સોનાને તમે જે દિશામાં વાળો તે દિશામાં વળી જાય, એવી રીતે શિષ્યને ગુરુ જેમ વાળે તેમ વળે. જેમ બોધે તેમ ચાલે, જેમ કહે તેમ શ્રદ્ધે અને એ પ્રમાણે આચરે. શ્રદ્ધ, માને અને આચરે, તો તેનું કાર્ય સિદ્ધ થઈ જાય. અનાદિકાળથી આપણી આ ભૂલ રહી ગઈ છે. જેમ હાથી અંકુશથી વશમાં રહે તેમ સાધક આજ્ઞારૂપી અંકુશથી વશમાં રહે છે. જુઓ! આવડો મોટો હાથી ધારે તો મહાવતને ફેંકીને પગની નીચે કચડી નાંખે, પણ અંકુશના કારણે એની બધી શક્તિ કેન્દ્રિત થઈ, આજ્ઞાંકિતપણે ધારેલી દિશામાં માલિકને લઈ જાય છે. તેમ આત્મા આજ્ઞાંક્તિ હશે તો આત્માને ધારેલી દિશાએ લઈ જઈ શકાય છે અને કાર્ય સિદ્ધ કરી શકાય છે. આમ, જીવ ક્રમે ક્રમે બહિરાત્મામાંથી પરમાત્મા બની જાય છે. માટે, આજ્ઞાંકિત Page #224 -------------------------------------------------------------------------- ________________ શું સાધન બાકી રહ્યું ? ૨૦૧ થાઓ. આ કાળમાં સ્વચ્છંદી જીવોની સંખ્યા ખૂબ મોટી હોય છે અને આજ્ઞાંકિત જીવોની સંખ્યા બહુ અલ્પ હોય છે. પૂર્વના કાળમાં આજ્ઞાંકિત જીવો વધારે હતા અને સ્વચ્છંદી ઓછા હતા. તો, તનમાં, ધનમાં, જગતના પદાર્થોમાં, શરીરમાં જ્યાં જ્યાં પ્રેમ કર્યો છે એ પ્રેમને સદ્ગુરુમાં લગાડવાનો છે. તમારા શરીર કરતાં પણ વધારે પ્રેમ સદ્ગુરુ ઉપર આવવો જોઈએ. ઘણી યોગ્યતા હોય ત્યારે તે શક્ય બને અથવા તન, મન, ધનની અર્પણતા કરી, ગુરુદેવના સાન્નિધ્યમાં આજ્ઞા પ્રમાણે ચાલે એ જીવનું કાર્ય થઈ જાય છે. બસ, અર્પણ થઈ જઈએ એટલે વાત પૂરી થઈ ગઈ. એક વખત શિવાજી મહારાજ તેમના ગુરુ સ્વામી રામદાસને કહે કે, હું રાજા છું તો આ લાખો જીવોનું પોષણ થાય છે. જો હું ના હોઉં તો આ બધાનું શું થાય ? એટલે ગુરુને થયું કે આનો આ અહંકાર છે તેને કાઢવો તો પડશે. પછી થોડા દિવસ ગયા પછી શિવાજીને કહ્યું કે ચાલો આપણે જંગલમાં ફ૨વા જવાનું છે. શિવાજી અને રામદાસ બન્ને સાથે જંગલમાં જાય છે. ત્રણ-ચાર કિલોમીટર જાય છે, પછી એક મોટી શિલા આવે છે. રામદાસે શિવાજીને કહ્યું કે, આ પથ્થરને થોડો ઊંચો કર. એટલે શિવાજીએ તેને ઊંચો કર્યો. તો તેની નીચે એક દેડકો, દેડકી અને તેનો પરિવાર ખાબોચિયામાં રહેતો હતો. એ બતાવીને રામદાસે શિવાજીને પ્રશ્ન કર્યો કે શિવા, આ બધાનું કોણ પૂરું કરે છે ? તો કહે ભગવાન. દુનિયાના જીવોનું કોણ પૂરું કરે છે ? તો કહે ભગવાન. તારું કોણ પૂરું કરે છે ? તો કહે ભગવાન. તો તું કોનું પૂરું કરે છે ? તો કહે કોઈનું નહીં. આમ, તેનો અહંકાર ઉતારી દીધો. જીવને કોઈ ને કોઈ પ્રકારનો મદ આવી જાય છે. કોઈને જ્ઞાનનો, કોઈને તપનો, કોઈને ત્યાગનો, કોઈને કુળનો, તો કોઈને જાતિનો. એ અભિમાનમાં જીવ મોક્ષમાર્ગની દિશા ભૂલી જાય છે. એ મદ કાઢવા જ્ઞાનીની આજ્ઞા જરૂરી છે. જ્ઞાનીની આજ્ઞા આરાધ્યા વિના કાર્યની સિદ્ધિ થઈ શકે નહીં. તબ કારજ સિદ્ધ બને અપનો. માટે, આજ્ઞાનું માહાત્મ્ય સમજો. આજ્ઞા એ અંકુશનું કામ કરે છે. તેનાથી મનને ધારેલી દિશામાં વાળી શકાય છે અને મનને ધારેલી દિશામાં વાળશો તો જ આત્મકલ્યાણ કરી શકશો, નહીં તો તમારું મન જ્યાં ત્યાં ભટક્યા જ કરશે. ચોવીસ કલાક જીવને કંઈક ને કંઈક સંકલ્પવિકલ્પ ચાલ્યા જ કરે છે. અજ્ઞાની જીવને સારા વિકલ્પો થોડા આવે છે, ખરાબ વિકલ્પો ઘણા Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શું સાધન બાકી રહ્યું ? આવે છે. સદ્ગુરુ તમારી પાસે કંઈ માંગતા નથી. એમને કંઈ મોહ નથી. એમને માન, પૂજા, કીર્તિ કંઈ જોઈતું નથી. એમને કોઈપણ જીવનું કલ્યાણ થાય એવી નિઃસ્પૃહતા માત્ર રહી છે. જે પૈસા લઈને બોધ આપે છે તે સાચા ગુરુ નથી. પોતાની પાસે જે કંઈ છે એમાંથી એ પૂરું કરે છે. બાકી, કોઈની પાસેથી કંઈ લેતા નથી. કોઈની ઇચ્છા પણ કરતા નથી, માંગતા પણ નથી. આડકતરી રીતે પણ નહીં ને સીધી રીતે પણ નહીં. ગુરુ લોભી, શિષ્ય લાલચી, દોનો ખેલે દાવ; દોનો બુડે બાપડે, બૈઠ પથ્થર કી નાવ. પથ્થરની નાવમાં બેસે તો ડૂબી જવાય. એટલા માટે વીતરાગ દર્શનમાં મુખ્યપણે નિગ્રંથ ગુરુની પ્રરૂપણા છે. જેમણે સર્વસંગપરિત્યાગ કર્યો છે તે નિગ્રંથ ગુરુ છે. જેમણે પાંચ મહાવ્રત અંગીકાર કર્યા છે, જેમને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું અનુસંધાન છે, જેમને અઠ્યાવીસ મૂળ ગુણોનું સમ્યક્ પ્રકારે પાલન છે અને જેઓ આત્મજ્ઞાન સહિત છે તે ગુરુ છે. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય. આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વ વાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૩૪, ૧૦ - ગુરુપદને યોગ્ય મુખ્યપણે રત્નત્રયધારી આચાર્યો અથવા મુનિઓ છે. નિથ એટલે જેની ગ્રંથિ છૂટી ગઈ છે. બાહ્ય ગ્રંથિ ૧૦ પ્રકારના બાહ્ય પરિગ્રહ છે; અત્યંતર ગ્રંથિ ૧૪ પ્રકારના અંતરંગ પરિગ્રહ છે. આ ચોવીસ પ્રકારના પરિગ્રહથી જે રહિત છે તે નિગ્રંથ છે અને એ નિગ્રંથનો પંથ તે ભવ અંતનો ઉપાય છે. કાયાનીવિસારી માયા, સ્વરૂપે સમાયા એવા; નિગ્રંથનો પંથ ભવઅંતનો ઉપાય છે. — શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૦૨ - ‘જડ-ચેતન વિવેક’ જે પૈસા રાખે તે નિગ્રંથ ગુરુ નથી. કોઈપણ પ્રકારના પરિગ્રહ, બાહ્ય કે અત્યંતર હોય તે ગુરુની ગાદીમાં આવી શકતા નથી. એ તમારા ઉપકારી થઈ શકે. સાચા માર્ગની પ્રરૂપણા Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ શું સાધન બાકી રહ્યું ? કરતા હોય, સાચા દેવ, ગુરુ, ધર્મ અને નવતત્ત્વની, આત્માની ઓળખાણ કરાવે તો એ તમારા ઉપકારી થઈ શકે. એમને શિક્ષાગુરુ કહી શકાય, પણ નિગ્રંથ ગુરુ તો અનાદિકાળની નિગ્રંથ પરિપાટી પ્રમાણે હોય. એનું મૉડેલ “અપૂર્વ અવસર છે. એવા ગુરુ જ્યાં જ્યાં વિચરે છે તે બધી તીર્થભૂમિ થઈ જાય છે, એમ શ્રી ભૂધરદાસજી કહે છે, વે ગુરુ ચરણ જહાં ધરૈ, જગમેં તીરથ તેહ; સો રજ મમ મસ્તક ચઢો, “ભૂધર” માંગે એહ. તે ગુરુ મેરે મન બસો, જે ભવજલધિ જિહાજ; આપ તિરહિં પર તારહીં, ઐસે શ્રી ઋષિરાજ. વ્યવહારથી સૌથી પહેલા નિગ્રંથ ગુરુ, પરમાત્મા કેવળજ્ઞાની તીર્થકર ભગવાન છે. બીજા નંબર પર છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકમાં વર્તતા રત્નત્રયધારી મુનિઓ છે અને ત્રીજા નંબર પર પંચમ ગુણસ્થાનકવર્તી શ્રાવક છે. આવા ગુરુમાં આપણો પ્રેમ પ્રવહે, એમને અર્પણતા થાય, એમની આજ્ઞા પ્રમાણે આપણે ચાલીએ, એમની નિશ્રામાં આપણે રહીએ, એમના બોધને આપણે અનુસરીએ તો અવશ્ય આપણા આત્માનું કલ્યાણ થાય, થાય ને થાય જ. ના કેમ થાય? એક બાજુ કેરોસીનવાળી દીવેટ છે, ને બીજી બાજુ અગ્નિ છે, બંને ભેગું થાય તો દીવો પ્રગટે, પ્રગટે ને પ્રગટે જ. ના પ્રગટે એવું બને નહીં. વર્તમાનમાં એવા ગુરુ ના મળે તો તેમની ભાવના ચોક્કસ રાખો. ત્યાં સુધી ચતુર્થ કે પંચમ ગુણસ્થાનવર્તી જ્ઞાનીપુરુષ અથવા શુભેચ્છાસંપન્ન ઉત્કૃષ્ટ સાધકો છે તેમના સંગમાં રહીને પણ આગળ વધો. તેમનો નિષેધ નથી, પણ નિગ્રંથ ગુરના ખાનામાં તેમને ન બેસાડો. કેમ કે, એ નિગ્રંથ ગુરુ નથી. તેમના થોડા તો લક્ષણ હોવા જોઈએ. પૈસા રાખતા હોય, બેફામ વર્તતા હોય, રાત્રે ખાતા હોય, ગમે તે ખાતા હોય, હોટલમાં પણ ખાતા હોય તો એમને ગુરુ તરીકે ના મનાય. આ વીતરાગદર્શન છે. કાંઈ સામાન્ય નથી. એક વખત સાબરકાંઠા જિલ્લાના ચિત્રોડા ગામમાં સત્સંગ અર્થે જવાનું થયેલ. જેસીંગબાપા પણ સાથે હતા. ત્યારે લગભગ ચાર-પાંચ હજાર માણસો હશે. મેં સાત વ્યસનની વાત સમજાવી હતી, જેથી તેમની ભૂમિકા ચોખ્ખી થાય. શ્રી બનારસદાસજી કહે છે, જુઆ, આમિષ, મદિરા, દારિ, આહટક, ચોરી, પરનારી; એહિ સપ્ત વ્યસન દુઃખદાઈ, દુરિત મૂલ દુર્ગતિ કે જાઈ – શ્રી સમયસાર નાટક - સાધ્યસાધક દ્વાર - ૨૭ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શું સાધન બાકી રહ્યું ?. જુગાર, માંસ, દારૂ, વ્યભિચાર, શિકાર, ચોરી, પરસ્ત્રીગમન - આ સાત વ્યસન છે. આ સાત વ્યસન સેવનારો જીવ નિયમથી અધોગતિમાં જાય છે. મેં કહ્યું કે જેમણે આ સેવન ન કરવું હોય તે ઊભા થઈને પ્રતિજ્ઞા લો. મેં તો ત્યાં સુધી કીધું હતું કે, જે સાધક હોય, મુમુક્ષુ હોય, ગુરુની આજ્ઞાંકિત હોય તેણે તો હોટલની આ પણ પીવી નહીં અને હોટલનું પાણી પણ ના પીવું. તો ૫૦૦ મુમુક્ષુઓ ઊભા થઈ ગયા, હાથમાં પાણી લીધું કે અમે આજથી કોઈપણ વ્યસન નહીં સેવીએ અને હોટલની આ તો શું, પાણી પણ નહીં પીએ. એ આ નિયમોને હજુ પાળે છે ! અને આપણે વાણિયા ફાઈવ સ્ટાર હોટલમાં ખાઈએ ! જુઓ! આ તો હોટલોમાં સત્સંગ પણ રાખે. કેટલું વિપરીત ચાલે છે! જો કે, એ બોધ લાગે નહીં. ભલે આપે, બોલે એ ઠીક છે. એ ક્ષયોપશમ છે. પણ, એનાથી કોઈ લાભ થાય નહીં. આચરણ તો આપણું ઉત્તમ પ્રકારનું હોવું જ જોઈએ. એક વખત લક્ષ્મીપુરા ગામમાં અમારો સત્સંગ હતો. તે વખતે જીતા બાપજી હતા. એમના ઘેર મારો ઉતારો રાખેલો. જમવાનો સમય થયો એટલે મને જમવા માટે બોલાવવા આવ્યા. પછી જમવા ઉઠ્યો. ત્યાં વચમાં મોટી પરસાળ હતી, એને પસાર કરી એમના રસોડાની આગળના ભાગમાં જવાતું હતું. ત્યાં દવા છાંટવાના ઘણા પીપ હતા. એટલે મેં પૂછ્યું કે આ શું છે? તો તેમણે કહ્યું કે જંતુનાશક દવાઓ છે. ખેતરોમાં જીવાત બહુ થાય છે એટલે આ છાંટીએ છીએ, જેથી અમારી ખેતીનું રક્ષણ થાય. મેં કીધું કે આમાં તો લાખોની સંખ્યામાં જીવો મરે. મેં કીધું કે હવે હું તમારે ત્યાં જમીશ નહીં. તો કહે, કેમ? હું છક થઈ ગયો. મેં કીધું કે તમે આટલી બધી હિંસા કરીને કમાણી કરી ને એમાંથી મારે ખાવાનું, તો હિંસાનો હું પણ ભાગીદાર થાઉં. એટલે હવે હું જમીશ નહીં. એ લોકોએ બહુ પ્રયત્ન કર્યો, પણ હું માન્યો નહીં. એટલે જીતા બાપજી બોલ્યા કે બાપજી ! તમે કહો એમ કરવા તૈયાર છીએ, પણ તમારે જમવું તો પડશે. અમારા ઘરે તમે આવ્યા ને તમે ભૂખ્યા રહો, આનું મોટું પાપ અમને લાગે. લાલજીબાપા, કસ્તુરભાઈવગેરે ઘણા ભક્તો હતા. કસ્તુરભાઈ સાત્ત્વિક માણસ, ખૂબ ભોળા, ભદ્રસ્વભાવના ને ભગવાનના માણસ હતા. મેં કીધું કે બધા આ પાણી હાથમાં લો કે અમે દવા છાંટવાનું બંધ કરીએ છીએ અને આ દવાઓ બધી ઢોળી નાંખો. એટલે તેમણે દવા ઢોળી નાંખી અને બધાએ તે વખતે પ્રતિજ્ઞા કરી કે હવે આ દવા ક્યારેય વાપરીશું નહીં. આજુબાજુના ગામડાઓમાં પણ આ વાત ફેલાઈ. હજારો ખેડૂતોએ તેનો ત્યાગ કરી નાંખ્યો. જુઓ ! આ આજ્ઞાંકિત કહેવાય. આપણે હોઈએ તો એવું કહીએ કે હવે નવી નહીં લાવું, પણ આટલી છાંટી લઉં. Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ શું સાધન બાકી રહ્યું ? નિઃસ્પૃહતા હોય તો બળવાનપણું રહેશે. સસ્પૃહતા હશે તો બળવાનપણું નહીં રહે. એટલા માટે પાંચ મહાવ્રતધારી ગુરુ, ચારિત્રધારી ગુરુ કીધા છે કે તે સંપૂર્ણપણે પાંચ પાપથી રહિત થયા છે, તો એ પાંચ પાપથી રહિત થવાનો ઉપદેશ આપી શકે અને તેમના ઉપદેશનું પાલન થઈ શકે. હવે, હું જ પાંચ પાપમાં બેઠો હોઉં અને હું જ પાંચ પાપના ત્યાગનો તમને ઉપદેશ આપવા જાઉં, તો એ લાગવાનો નથી. હું બીડી પીતો હોઉં ને તમને કહું કે બીડી છોડી દો, તો તમે કાંઈ થોડી છોડી દો? હું કહું કે મને તો ગેસ થાય છે એટલે પીઉં છું. તો કહે સાહેબ, તમારાથી ડબલ ગેસ અમને થાય છે. એટલે એ છોડવાના નથી. આચરણ કરાવવું હોય તો પહેલા પોતે આચરણ કરો, પછી જ બીજાને આચરણ કરાવી શકશો. તો, મોક્ષમાર્ગમાં ઉત્કૃષ્ટ આચરણ રત્નત્રયધારી મુનિઓનું હોય છે. અપ્રમત્ત યોગીશ્વર શ્રી કુંદકુંદાચાર્યદવ કહે છે, ચારિત્ર છે તે ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે; ને સામ્ય જીવનો મોહ, ક્ષોભ વિહીન નિજ પરિણામ છે. – શ્રી પ્રવચનસાર - ગાથા - ૭ જેસીંગબાપજીના ખેતરમાં પણ દવા છંટાતી હતી. એમને પણ મેં કહ્યું હતું કે આ બરાબર નથી. તમે આવું કરશો તો પછી આ લોકો ક્યારે અટકશે? એટલે તરત કહી દીધેલું કે આપણા ખેતરમાં દવા છાંટવાનું હવે બંધ કરી દો. એ દિવસ પછી બંધ થઈ ગયું. પછી તો ઘણા બધા એમની સાથે જોડાયા. જુઓ ! આનું નામ સરળતા કહેવાય. આનું નામ આજ્ઞાંકિતપણું કહેવાય. આવા જીવોને સગુરુનો બોધ થાય તો કામ કાઢી જાય. આપણે તો કહીએ કે સાહેબ! વિચાર કરીને કહીશ. થોડી તૈયારી કરું પછી. એટલે “અણીનો ચૂક્યો સો વરસ જીવે.” એ ક્યારેય કરી શકે નહીં. એ તો “એક ઘા ને બે કટકા', બીજો કોઈ વિચાર નહીં કે આનું આમ થશે તો શું થશે ને આમ નહીં થાય તો શું થશે? જેમ થવાનું હશે તેમ થશે, પણ આજથી મારે આ પાપ બંધ છે. આવી રીતે આખા સાબરકાંઠાના બધાય ગામડાઓમાં હું લગભગ ૨૦-૨૫ વર્ષ ફર્યો હોઈશ. મોટાભાગે હું બધે જ બાપજીની સાથે જ હોઉં. એટલે બાપજી ખાસ મને જ આગળ રાખે કે તમારે જ બધાને વ્યસન છોડાવવાના છે. મને પ્રેરણા કરે કે તમારે જ આ કામ કરવાનું છે. તમારે આત્માનો બોધ આપવાનો પણ, સાથે સાથે વ્યસન છોડાવીને બધાની ભૂમિકા ચોખ્ખી કરો. તો સાબરકાંઠાના લગભગ ચારથી પાંચ હજાર જીવોને આ વ્યસનથી છોડાવ્યા છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ શું સાધન બાકી રહ્યું ? એક વખત વાસણ ગામમાં સત્સંગ મેળાવડો હતો. દરબારોનું ગામ હતું. ત્યાં બાપજી ને અમે બધા સાથે ગયા. દરબારોએ જ આ મેળાવડો ગોઠવેલો હતા. અમે સ્ટેજ ઉપર ગયા. ત્યાં એક ભાઈએ એક ચિઠ્ઠી મારા ઉપર મોકલી કે આપ સંતો ગામમાં પધાર્યા છો અને આ ગામમાં વાર-તહેવારે જીવહત્યા બહુ થાય છે, માનતાઓ માનીને કરે છે. માતાજીનું કાંઈ માન્યું હોય અને પછી એ નિમિત્તે જીવોને વધેરે છે. આ હત્યા બંધ થાય તો જ આ ગામનું કલ્યાણ થાય, જીવોનું કલ્યાણ થાય અને તમારા નિમિત્તથી જ થાય. બાકી બીજું કોઈ કરી શકે તેમ નથી. વાંચીને મેં બાપજીને કીધું કે આવો કાગળ આવ્યો છે અને આપણે આમાં બળવાન થશું તો જ આ બધું બંધ થશે, નહીં તો નહીં થાય. તો તમારો ટેકો છે ને ? બાપજી કહે કે મારો સો એ સો ટકા ટેકો છે. તમે જે કહેશો એ કરવા બધા તૈયાર છીએ. ૨૦૬ પછી, પ્રવચનમાં જીવહિંસા ઉપર જ બોધ આપ્યો અને કહ્યું કે આ ગામમાં વારતહેવારે જીવોની હિંસા થાય છે, માનતાના નિમિત્તે, માતાજીને કે ભગવાનને જીવ વધેરો છો, તો જો આ હિંસા બંધ નહીં થાય ત્યાં સુધી અમે આ ગામમાંથી જવાના નથી. એ બંધ થશે પછી જ અમે જઈશું. કોઈને બોધ પણ નહીં આપીએ, મૌનપણે અમે ભગવાનની ભક્તિ ને પ્રાર્થના કરીશું. પછી બાપજીએ પણ કીધું કે હું પણ એમની સાથે જ છું. હવે જે દરબારે મેળાવડો ગોઠવ્યો હતો એ પણ આ હિંસાના કામમાં જોડાયેલા હતા. બાપજીએ કહ્યું તેમને કે તમે બધા નિર્ણય કરીને લેખિત આપો, તો જ અમારું આ કામ આગળ ચાલશે. પછી દરબારોની મિટીંગ થઈ અને નક્કી કર્યું કે આપણે ત્યાં સંતો આવ્યા છે ને એમને દુભવશું તો મોટું નુક્સાન થશે. વળી, આપણા મહેમાન છે, આપણે જ ખોલાવ્યા છે. એટલે આપણે એમનું માનવું જોઈએ. મેં પણ તેમને કીધું તમે માતાજીને કંઈ ના વધેરો અને નુક્સાન થાય તેની જવાબદારી મારી. આજથી તમે સુખડી ચડાવો. એ સુખડીના પૈસા હું આપીશ. પછી પંદર-વીસ દરબારોએ ભેગા થઈ કાગળ લખી સહી કરીને અમને આપ્યો કે આજથી અમારી જીવહિંસા બંધ. આજથી હવે ટોપરું કે સુખડી કે એવું કંઈ પણ ચડાવીશું, પણ કોઈ જીવોને અમે વધેરશું નહીં. જુઓ ! એક સંતપુરુષના મેળાવડાઓ થાય છે તો હજારો માણસોને એ નિમિત્તે સાત વ્યસન છોડવાનું થયું. આવું હિંસક આચરણ છે, વ્યસનોવાળું આચરણ છે તે જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી જીવ આત્માનું કલ્યાણ સાધી શકે નહીં. હજી એ બધા આ વાતને યાદ કરે છે. ગુરુદેવકી આન સ્વ-આત્મ બસે. Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ શું સાધન બાકી રહ્યું ? આજ્ઞાનું સ્થાપન આત્મામાં થવું જોઈએ, મનમાં નહીં. આવું આજ્ઞાનું માહાભ્ય છે. સર્વ સાધના આજ્ઞામાં સમાઈ જાય છે. - બ્રહ્મચારીજી વિષે શ્રી લઘુરાજ સ્વામીએ કહેલું કે, આ અમારો બ્રહ્મચારી છે એ ‘વાળ્યો વળે જેમ તેમ એવો આજ્ઞાંકિત છે. જેમ સોનાને જે બાજુ ઘાટ ઘડવો હોય, એ બાજુ ઘડાય છે એવો આ બ્રહ્મચારી છે કે અમે જેવો ઘાટ ઘડીએ છીએ એવો એ ઘડાતો જાય છે. આવું આજ્ઞાંકિતપણું આપણું જ્યારે આવે ત્યારે સદ્ગુરુનો એક બોધ, એક અક્ષર પણ આત્મકલ્યાણ માટે પૂરતો છે. લાંબા બોધની જરૂર પણ નથી. જે અધિકારી જીવો નથી એમને ઘણો બોધ જોઈએ. તેજીને ટકોરો અને કુંભારના હાથી (ગધેડા) ને ડફણાં. પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો અપૂર્વ. ૨૧ સંયમના હેતુથી યોગપ્રવર્તાના, સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન જો; તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો. અપૂર્વ. ૫ – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૭૩૮ - “અપૂર્વ અવસર’ જિનઆજ્ઞા કહો, ગુરુ આજ્ઞા કહો, બધું એક જ છે. દરેક મહાપુરુષોની આજ્ઞા સ્વરૂપસ્થ થવાની છે. સ્વરૂપમાં ઉપયોગ દ્વારા સ્થિર થાવ; એ નિશ્ચય આજ્ઞા છે અને એમાં જે બાધક કારણો છે તેનો ત્યાગ કરો એ વ્યવહાર આજ્ઞા છે. ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થાય ત્યારે એ નિશ્ચય આજ્ઞાંકિતપણું છે અને આપણા દોષને કાઢવા અને ગુણોને પ્રગટ કરવા માટે ગુરુએ જે જે આજ્ઞાઓ આપી હોય તે આજ્ઞાનું આરાધન કરવું એ વ્યવહાર આજ્ઞાંકિતપણું છે. વ્યવહારઆજ્ઞા એ નિશ્ચયઆજ્ઞાનું કારણ થાય તો એ વ્યવહારઆજ્ઞા સાચી અને જે વ્યવહારઆજ્ઞા નિશ્ચયઆજ્ઞાનું કારણ ના થાય તે વ્યવહાર-આજ્ઞા આપણા માટે સાચી નથી. મોટા મોટા બહારવટિયાઓ પણ આજ્ઞાના બળથી તરી ગયા છે. - અંજન સે તારે પ્રભુ, જય જય જય જિનદેવ. – શ્રી વિનયપાઠ આજ્ઞાંકિત થયો ત્યારે અંજન ચોરને પણ તાર્યો. તો આજ્ઞાનું માહાસ્ય સમજો. જો આજ્ઞાનું સાચું માહાભ્ય સમજાશે તો તમારો કોઈપણ દોષ લાંબા સમય સુધી ટકી નહીં શકે. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શું સાધન બાકી રહ્યું? આજ્ઞાનું આરાધન કરવાનો જેણે દઢ નિર્ણય કર્યો અને નક્કી કર્યું કે ભલે ડુંગર પરથી ભૂસકો મારીને મરી જઉં, પણ હવે આજ્ઞા પર પગ મૂકીને ચાલુ નહીં. અત્યાર સુધી ગુરુને માન્યા છે, પણ ગુરુની આજ્ઞા ઉપર પગ મૂકીને ચાલ્યા છીએ. આ ભૂલ આપણી અનાદિકાળથી થઈ રહી છે. એ ભૂલને આ ભવમાં સુધારવાની છે. ભૂલનો અભાવ કરશો તો ભવનો અભાવ થશે. આપણા કલ્યાણ માટે આજ્ઞા કરી છે. એમને કંઈ લેવું નથી આપણી પાસેથી પણ આપણા કલ્યાણમાં બાધક છે એ બાધક વસ્તુનો ત્યાગ કરવા માટેની આજ્ઞા છે, જેનાથી આપણું કલ્યાણ થાય છે. આપણને અત્યારે એ સમજાતું નથી. નાનું બાળક હોય અને છરી કે ચપ્પાથી રમતું હોય તો તેના મા-બાપ ધોલ મારીને પણ એના હાથમાંથી તે લઈ લે છે, રમવા દેતા નથી. કેમ કે એ બાળક છે. એ પોતાને પણ વગાડશે ને બીજાને પણ વગાડશે. તેમ જ્ઞાનીઓ તમને જે નુક્સાનકારક હોય છે તે કડક થઈને પણ છોડાવી દે છે કે આ નહીં છોડો તો તમે મારી સાથે નહીં. માટે, આજ્ઞા એ સ્વચ્છેદ તોડવાનું બળવાન હથિયાર છે અને સ્વચ્છંદ ખસ્યા વગર આત્મકલ્યાણ થઈ શકે નહીં. રોકે જીવ સ્વચ્છંદ તો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૫ એટલે કે જીવ પોતાની કલ્પના પ્રમાણે ચાલવાનું બંધ કરે, રોકે. જો સ્વચ્છંદ રોકે, આજ્ઞાંકિત થાય તો અવશ્ય મોક્ષને પ્રાપ્ત થાય. પૂર્વે અનંતા જીવ મોક્ષે ગયા છે તે બધા આજ્ઞાનું આરાધન કરીને ગયા છે, એમ જિન ભગવાને કહ્યું છે. આચાર્યશ્રી વિદ્યાસાગરજીના સંઘમાં જોઉં છું કે બાથરૂમ જવું હોય તો પણ તેમની આજ્ઞા લઈને જાય છે. જો કોઈ આજ્ઞાને ગૌણ કરી નાંખે તો આચાર્યશ્રી એને આજ્ઞા આપવાનું જ બંધ કરી દે. બીજી બધી ક્રિયા સાથે કરે, પણ આજ્ઞા ન આપે કે તમે આમ કરો કે આમ કરો. આચાર્યશ્રી ક્રોધ કષાય ના કરે, પણ આજ્ઞા આપવાનું બંધ કરી દે. કોઈ આચાર્યશ્રીને પૂછે કે સાહેબ! તમે કેમ આને આજ્ઞા આપતા નથી. તો કહે કે મારી આજ્ઞા માને એને હું આજ્ઞા આપું છું. આજ્ઞા ના માને એને હું આજ્ઞા આપતો નથી. બહુ વધારે સ્વચ્છેદ કરે તો તેને સંયમમાંથી છોડી દે. કપડાં પહેરાવી દે કે ભાઈ ! તમે કપડાં પહેરી લો ને પછી તમારે જે કરવું હોય તે કરજો. મારા સંઘમાં આ પ્રમાણે નહીં ચાલે. Page #232 -------------------------------------------------------------------------- ________________ શું સાધન બાકી રહ્યું ? ૨૦૯ બે-ત્રણ વખત એમણે પ્રયત્ન કર્યો કે શિષ્ય સુધરે તો ઠીક છે. ના સુધર્યા. એવા બે-ત્રણ હતા. એક તો ઓમસાગર હતા. ઓમસાગર કાનજીસ્વામીના ભક્ત હતા પહેલા. ઘણા વર્ષ સોનગઢમાં રહેલા. એ મુનિ થઈ ગયેલા. ક્ષત્રિય હતા પોતે. સારામાં સારું ચારિત્ર પાળતા. બધા મુનિઓમાં ઊંચામાં ઊંચું ચારિત્ર આમનું હતું પણ એક વખત જયોતિષમાં ચડી ગયા. એટલે આચાર્યશ્રીએ એમને કહ્યું કે ભાઈ, તમે આ બરાબર નથી કરતા, આ આપણું કામ નથી. આપણું કામ આત્માની સાધના કરવાનું છે. આ મંત્રતંત્ર અને બધી ખટપટમાં પડવાનું આપણું કામ નથી. એક-બે વખત કીધું છતાંય માન્યા નહીં અને એમને સમાચાર મળ્યા કે આ હજી ચાલુ જ છે. એટલે એમને એક વખત બોલાવ્યા અને બ્રહ્મચારીના કપડા તૈયાર રાખેલા અને કહ્યું કે, લો, ઓમસાગરજી, આ પહેરી લો અને હવે સંઘમાંથી નીકળી જાવ. તેમણે વસ્ત્રો પહેરી લીધા. ઘણું ભટક્યા. દેવલાલીમાં આશ્રમમાં મેનેજર થઈને રહ્યા. બીજીવાર પછી ફરીને મુનિ થયા. પછી પાછા ફરીને ગૃહસ્થ દશામાં આવ્યા. ઠેકાણું પડ્યું નહીં. દસ-પંદર વર્ષ ગયા પછી એ એક વખત મને જબલપુરમાં મળી ગયા. મને કહે કે ગોકુળભાઈ! તમારે મારી સાથે આવવું પડશે. એ પહેલા શ્રીમદૂને માનતા હતા, એટલે મિત્રતા ઘણી હતી. એટલે મને કહે કે તમારે મારી સાથે આવવું પડશે. હવે મને મારી ભૂલ ઉપર પસ્તાવો થાય છે. મેં આચાર્યશ્રીની આજ્ઞા માની નહીં અને મારી આ સ્થિતિ થઈ ગઈ. હવે મારે ફરીને મુનિ થવું છે અને આચાર્યશ્રી પાસે જ. બીજા કોઈ આચાર્ય મને પસંદ નથી. આમની ચર્યા મેં જોઈ છે એટલે આમનાથી કોઈ ઉત્કૃષ્ટ નથી. તો મારે હવે એમની સાથે જ રહેવું છે. તમે મારી સાથે આવો. મેં કીધું કે મારું કામ નહીં. હું આચાર્યને ઓળખું છું. હવે તમને કે નહીં, આ નક્કી વાત છે. મને કહે કે ના, ના. હું માફી માંગી લઈશ. ક્ષમા માંગી લઈશ અને જે પ્રાયશ્ચિત્ત આપશે એ લઈ લઈશ; પણ હવે મારે રહેવું જ છે. મેં કીધું કે હું સાથે આવું પણ કાંઈ બોલીશ નહીં. કેમ કે હું બોલું તો મારી પણ કિંમત જાય. પછી અમે બે આચાર્યશ્રી પાસે ગયા. સામાયિક પતાવીને આચાર્યશ્રી એકલા જ બેઠેલા. એમણે ખૂબ આજીજી કરી, ખૂબ કાલાવાલા કર્યા, ખૂબ માફી માંગી. પ્રાયશ્ચિત્ત માંગ્યું. બધુંય કર્યું, પણ આચાર્યશ્રીએ એક જ વાત કીધી કે હમકો સંઘ ચલાના હૈ. આપકી વજહ સે સંઘર્મ ગડબડ હો જાવે ઔર સંઘ શિથિલતામેં આ જાવે ઉસકા દોષ હમકો ભી હૈ. આપકો મુનિ બનના હૈતો કંઈ ઓર જગહ જાકે હો જાઓ. યહાં અબ આપકી જગહ નહીં હૈ. બસ આટલું શાંતિથી કહી દીધું. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શું સાધન બાકી રહ્યું ? આજ્ઞાનું માહાત્મ છે. આવું તો ઘણું મેં એમની પાસે જોયું છે. માત્ર આપણા હિત માટે તેમણે કરેલી આજ્ઞા ખરા પ્રેમથી આરાધવાની છે, ભયથી નહીં. કેમ કે, આપણા કલ્યાણ માટે, આપણા હિત માટે આજ્ઞા આપેલી છે. એટલે પ્રેમથી આરાધવાની છે. તેમની આજ્ઞાને સર્વસ્વ માની હૃદયમાં વિચારે, હર પળે તે આરાધવાનું લક્ષ રાખે, ક્ષણે ક્ષણે, કાર્યો કાર્ય, પ્રસંગે પ્રસંગે આજ્ઞાને આરાધવાનું લક્ષ રાખે, દઢપણે અંતરમાં ધારણ કરે ત્યારે કાર્યની સફળતા થાય. કાર્યની સફળતા એટલે અહીં તો આત્મજ્ઞાન અને મોક્ષની વાત છે. તો આત્મજ્ઞાનની સફળતા આજ્ઞાનું આરાધન કરવાથી થાય છે. પુરુષ જે અમૃતરસના સાગર છે, તેમની પ્રાપ્તિ થાય અને તેમનો પ્રેમ, કૃપાદૃષ્ટિ અવશ્ય પામે. સત્પરુષ આત્માના અતીન્દ્રિય આનંદના રસમાં ઓળઘોળ છે. તો એમની પાસેથી એની પ્રાપ્તિ થાય અને તેમનો પ્રેમ-કૃપાદૃષ્ટિ અવશ્ય પામે. મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ બની છે, એક જ્ઞાનીની અને એક જ્ઞાનીના સાચા આશ્રયવાનની. આજ્ઞા આરાધે ત્યારે જ્ઞાનીની કૃપા પમાય, આપવાથી કે પગ દબાવાથી નહીં. ***** Page #234 -------------------------------------------------------------------------- ________________ શું સાધન બાકી રહ્યું ? ગાથા - ૭ વહ સત્ય સુધા દરશાવહિંગે, ચતુરાંગુલ હે દેંગસે મિલહે; રસ દેવ નિરંજન કો પિવહી, ગહિ જોગ જુગોજગ સો જીવહી. ૨૧૧ ‘વહ’ એટલે સદ્ગુરુ. એ ‘સત્ય સુધા’ એટલે આત્માનો અતીન્દ્રિય આનંદ તમને બતાવશે. જેટલું વાણી દ્વારા કહી શકાશે એટલું તેઓ કહેશે. બાકી આત્માનો આનંદ તો માત્ર અનુભવગમ્ય છે, વાણીનો વિષય નથી. અનુભવ છે એ મનાતીત છે, વચનાતીત છે, દેહાતીત છે, સર્વાતીત છે. અનુભવ વાણીમાં આવી શકે નહીં, માત્ર સ્વસંવેદનગમ્ય છે. જેમ ગોળનું ગળપણ એ અનુભવનો વિષય છે. તેના ગળપણનું વર્ણન થઈ શકે નહીં. કોઈપણ પદાર્થના સ્વભાવનું વર્ણન થઈ શકે નહીં. છતાં, વક્તવ્યપણે જ્યાં સુધી કહી શકાય ત્યાં સુધી ભગવાન કે ગુરુ કહે છે. એને અવધારણ કરીને જે સત્શિષ્ય છે તે પોતાનું કામ કરી લે છે. ‘સત્ય સુખ’ એટલે અતીન્દ્રિય આનંદ એવો છે, એ જો પૂરો પ્રગટ થઈ જાય તો અનંત કાળ સુધી તમે એ સુખને, આનંદને ભોગવ્યા કરો તો પણ એનો સ્ટોક ખૂટે એવો નથી. એવો અનંત આનંદ પડ્યો છે, એવી અનંત શાંતિ છે. શાંતિ આત્મામાં જ છે. આનંદ પણ આત્મામાં જ છે. જ્ઞાન પણ આત્મામાં જ છે અને આપણે બધા આત્મા છીએ. આત્માનો ઉપયોગ આત્માકાર થાય તો આત્માની શાંતિ પ્રાપ્ત થાય. બાકી પુણ્યના ઉદયથી જગતમાં ગમે તેટલી અનુકૂળતા મળે એમાં શાંતિ નથી, એમાં આકુળતા છે. બાહ્ય સુખમાં આકુળતા છે અને આત્મિક સુખની અંદરમાં અનાકુળતા છે. જગતના અજ્ઞાની જીવો બાહ્ય સુખની પાછળ રાત-દિવસ દોડ્યા કરે છે. જેમ જેમ એ સુખ ભોગવતા જાય છે તેમ તેમ તેમની અશાંતિ અને દુઃખ પણ વધતા જાય છે. કેમ કે, ભ્રાંતિયુક્ત સુખ અને શાંતિ તેણે અનુભવી છે. ‘સદ્ગુરુની કૃપા એ જ સમ્યગ્દર્શન’ એમ પરમકૃપાળુદેવે કહ્યું છે. એવી કૃપાદૃષ્ટિ ક્યારે થાય ? તમે લાખ રૂપિયાનો ચેક આપો તો થાય ? નહીં. પગ દબાવો તો થાય ? નહીં. તમે પાત્ર થાવ અને આજ્ઞાંકિત થાવ તો થાય. સત્પુરુષને, સદ્ગુરુને બધાંય જીવો સરખા જ છે. કોઈના પ્રત્યે ભેદભાવ નથી, છતાં પણ જે જીવ આત્માર્થી છે, માર્ગાનુસારી છે, આજ્ઞાંકિત છે, વિનયવાન છે, અર્પણતાવાન છે, એના ઉપર તેમની વિશેષ કૃપાદૃષ્ટિ હોય છે. કેમ કે, યોગ્ય જીવ છે. તેને તેઓ સાચા સુખની ઓળખાણ કરાવે છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શું સાધન બાકી રહ્યું ? જગતના દરેક જીવને સુખ તો જોઈએ છે. પણ, સુખ કોને કહેવાય? સુખ ક્યાં છે? અને સુખ કેવી રીતે મળે ? એની વિધિનો ખ્યાલ ન હોવાના કારણે જીવ સુખ માટે ચારેબાજુ ભમ્યા કરે છે. કસ્તૂરી કુંડલ બસે, મૃગ ટૂંઢ બનમાંહી; ઐસે ઘટી ઘટી આત્મા, દુનિયા દેખત નાહીં. કસ્તૂરીમૃગની નાભિમાં કસ્તૂરી હોય છે અને જંગલમાં પવન આવે છે તો એની સુગંધ એને આવે છે અને એ સુગંધવાળી વસ્તુ મેળવવા આખું જંગલ ભમે છે, હવે એ તો એની નાભિમાં જ છે અને શોધે છે આખા જંગલમાં. પછી છેવટે થાકે છે, ત્યારે ટિયું વાળીને સૂઈ જાય છે તો સુગંધ વધતી જાય છે. નાભિની નજીક આવ્યું નાક, એટલે એની સુગંધ વધતી જાય છે. એટલે હવે એને ખ્યાલ આવે છે કે જે સુખ માટે, સુગંધ માટે આખું વન ભટક્યો, એ સુગંધ તો મારી નાભિની અંદર કસ્તૂરી છે એમાંથી આવે છે; એમ અજ્ઞાની જીવ જે આનંદ અને સુખ મેળવવા આખી દુનિયા ભમે, પાંચ ઈન્દ્રિયના વિષયો ભોગવ્યા, પદાર્થો ભેગા કર્યા, પણ એને સાચું સુખ અને શાંતિ ના મળ્યા. પછી એને સદ્ગુરુનો બોધ મળ્યો, અને એ જીવ જયારે અંતર્મુખ થયો, ધ્યાનસ્થ થયો ત્યારે તેને સાચી શાંતિ અને સુખનો અનુભવ થયો. ત્યારે તેને આશ્ચર્ય થાય છે કે અહો ! અત્યાર સુધી આ સુખ માટે પેલા હરણાની જેમ હું ચૌદ રાજલોક ભમ્યો, પણ સુખ તો મારી પાસે જ હતું. પરમકૃપાળુદેવ કહે છે, હે જીવ! તું ભ્રમા મા, તને હિત કહું છું. અંતરમાં સુખ છે. બહાર શોધવાથી મળશે નહીં. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે; સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કર. સમશ્રેણી રહેવી બહુ દુર્લભ છે; નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી ચલિત થઈ જશે; ન થવા અચળ ગંભીર ઉપયોગ રાખ. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૧૦૮ આત્મા સિવાય બહારમાં ક્યાંય સાચું સુખ નથી. લેશમાત્ર પણ નથી. છતાં અજ્ઞાની જીવ પાંચ ઈન્દ્રિયોના વિષયમાં ભોગવી આનંદ લેવા જાય છે અને ઉપરથી દુઃખ વધારે પામે છે. કારણ કે, તૃષ્ણા વધતી જાય છે અને તૃષ્ણા એ જદુઃખ છે. સંતોષ એ જ સુખ છે. તો તમારું સુખ તમારાથી એક ઈંચ પણ દૂર નથી, એક સે.મી. પણ દૂર નથી અને તમે બહાર ગમે તેટલું દોડશો તો ત્યાંથી મળવાનું નથી. Page #236 -------------------------------------------------------------------------- ________________ શું સાધન બાકી રહ્યું ? ૨૧૩ આ ઘડિયાળ છે એ અહીં પડી છે પણ મને વિસ્મરણ થઈ ગયું કે આ પાટ પર ઘડિયાળ પડી છે. હવે બીજી બધી ગુફાઓમાં ફરી વળું આ ઘડિયાળ શોધવા, તો મને મળે ? કેમ ના મળે? કેમ કે, એ ત્યાં નથી. જ્યાં છે ત્યાં શોધીએ તો મળે. ત્યાં શોધવું પણ નથી પડતું, નજર જાય તો મળી જાય. એમ સુખ આત્મામાં છે, બહાર શોધવાથી મળતું નથી. જેમ જેમ બહાર શોધવા જાય છે તેમ તેમ સુખ વધારે દૂર જતું જાય છે. સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લો; ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહો રાચી રહો ? – શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૬૭ - ગાથા - ૧ આ પાંચ ઈન્દ્રિયના વિષયો જેમ જેમ જીવ અજ્ઞાન અવસ્થામાં ભોગવતો જાય છે તેમ તેમ સાચું સુખ એનું ટળતું જાય છે, દૂર થતું જાય છે. વિષયાસક્ત જીવને આત્માના અતીન્દ્રિય આનંદની અનુભૂતિ થઈ શકતી નથી. કષાયાસક્ત જીવો છે એને પણ આત્માની અનુભૂતિ થઈ શકતી નથી. જેની અંદર તીવ્રપણે અનંતાનુબંધી યુક્ત ક્રોધ, માન, માયા, લોભ રહેલા છે; રાગ-દ્વેષ રહેલા છે એ જીવ પણ આત્માની શાંતિને પ્રાપ્ત કરી શકતો નથી, આત્માના સુખને પ્રાપ્ત કરી શકતો નથી. હવે આટલું દૂર નથી છતાં, અનાદિકાળથી એ સુખને આપણે પ્રાપ્ત કરી શક્યા નથી. કેમ કે, આપણે બહાર શોધીએ છીએ. જયાં છે ત્યાં આપણી દૃષ્ટિ જતી નથી. એ દૃષ્ટિ સર કરાવે છે. સુખની દૃષ્ટિ સર કરાવે છે કે ભાઈ ! ક્યાં ફાંફાં મારે છે? પુસ્તકમાં ક્યાં સુખ છે? મંદિરમાં પણ ક્યાં સુખ છે? અને મૂર્તિમાં પણ ક્યાં સુખ છે? દુનિયાના કોઈ છેડામાં ક્યાં સુખ છે? ૧૪ રાજલોકના તમામ પદાર્થો મળી જાય તો પણ એમાં ક્યાં સુખ છે? સુખ માત્ર તારા આત્મામાં જ છે અને તારા આત્મામાં તારો મૂળ ઉપયોગ સ્થિર થાય તો ત્યાંથી તને મળશે, બહારથી મળવાનું નથી. સુખી થવા માટે જે દોડાદોડ કરતા હતા કે અહીંથી અમેરિકા અને અમેરિકાવાળા હિમાલયની ગુફામાં ને હિમાલયની ગુફાવાળા વળી જર્મનીમાં, તે દોડ મટી ગઈ. ચારે બાજુ સુખ માટે લોકો દોડે છે અને ઉપરથી દુઃખ વધે છે, અશાંતિ વધે છે. અયથાર્થ પ્રયત્ન દુઃખનું કારણ છે, સુખનું કારણ નથી. યથાર્થ પ્રયત્ન થાય તો સુખ મળે. અનંત જ્ઞાનીઓનો એક જ અભિપ્રાય છે કે સુખ આત્મામાં છે. આત્મા સિવાય બહારમાં સુખ નથી અને એક અજ્ઞાનીના અનંત અભિપ્રાય છે કે સુખ બધે બહારમાં છે, આત્મામાં નથી. અજ્ઞાની અને જ્ઞાની વચ્ચે પૂર્વ પશ્ચિમ જેટલો તફાવત છે. હવે આટલું નક્કી કરો કે આત્મા સિવાય ક્યાંય સુખ નથી. માટે, બીજા પદાર્થોની પાછળ સુખ કે શાંતિ માટે દોડવું નહીં. તો તમારી બધી દોડ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શું સાધન બાકી રહ્યું ? મટી જશે. પછી તમે ઈડરની એકાદ ગુફા પકડીને બેસી જશો. જે છે તે અંદરમાં છે, બહાર કંઈ છે નહીં. તો બહાર દોડાદોડ કરવાથી ફાયદો શું છે? સમજે તો સહજમાં છે અને ઊંધું મથે તો અનંત ઉપાય પણ નથી. માટે, સાચું સમજો . પરમકૃપાળુદેવે કહ્યું છે, જે સમજ્યા તે સમાઈ ગયા. -- શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૬૪૫ સ્વરૂપને સમજશો તો સ્વરૂપમાં સમાઈ જશો અને સમાઈ જશો તો જ સમજવું કે હું સમજયો તે સાચું અને નહીં તો “જે સ્વરૂપ સમજયા વિના, પામ્યો દુઃખ અનંત.” સ્વરૂપ જ જે ના સમજયા, તે ભલે બહારમાં ગમે તેટલા પુણ્યના ઉદયવાળા હોય તો પણ દુઃખી છે, સુખી નથી. પુણ્યના ઉદયવાળા પણ અજ્ઞાન અવસ્થાના કારણે દુઃખી છે. શાતાના ઉદયવાળા પણ અજ્ઞાન અવસ્થામાં દુઃખી છે. આપણી સુખ-દુઃખની વ્યાખ્યા અલગ છે. બહારમાં બધી અનુકૂળતા હોય તેને સુખ અને બહારમાં પ્રતિકૂળતા હોય તેને દુઃખ કહીએ છીએ. જ્ઞાનીઓની વ્યાખ્યા એવી નથી. જ્ઞાની કહે છે કે જેને આત્મદષ્ટિ થઈ અને આત્માનો આશ્રય કર્યો તે સુખી અને જેણે આત્માનો આશ્રય છોડીને અન્યનો આશ્રય કર્યો તે દુઃખી. ચેતન જો નિજ ભાનમાં, કૌંઆપ સ્વભાવે; વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મપ્રભાવ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૭૮ કેટલા પૈસા ખર્ચવા પડે સુખ લેવા માટે? એક નવા પૈસાની પણ જરૂર નથી. જો પૈસાથી સુખ મળતું હોય તો આ બધા મુનિઓ દુઃખી થઈ જાય. કેમ કે, મુનિઓ બધું ત્યાગ કરીને બેઠા છે અને આ મુકેશ અંબાણી ને એ બધા સુખી થઈ જાય. પણ, વધારેમાં વધારે દુઃખી હોય તો આ પૈસાવાળા છે. પરમકૃપાળુદેવે અત્યંતર નોંધમાં લખ્યું છે કે, લાવ જોઉં તો ખરો કે જગતમાં કોણ કોણ સુખી છે? પછી તેમને એમ થયું કે આ દુનિયામાં અત્યારે મોટામાં મોટા સુખી હોય તો ચક્રવર્તી રાજા છે, જેને છ ખંડનું રાજય, ૯૬ હજાર રાણીઓ, હજારો દેવો જેના સેવક હોય છે. ચક્રવર્તીને ઉત્કૃષ્ટ પુણ્ય હોય છે. તો લાવે, આનું સુખ તો જોઉં કે કેવું છે? એમ કરીને તેના હૃદયમાં જ્ઞાનથી ઘૂસ્યા. જોયું તો બાપડો બહુ દુઃખી ! કોણ? ચક્રવર્તી. તેમ આ ધનવાનો પણ બહુ દુઃખી, કેમ કે તેની કાંકરામાં અધિક પ્રીતિ છે. આ તાતાવાળા હજી મોટા વિમાનો બનાવશે, Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ શું સાધન બાકી રહ્યું ? તોય એ દુઃખી છે. કોઈ સુખી નથી. ૨૪ કલાક પૈસા પાછળ, આબરુ પાછળ અને જગતના પદાર્થો પાછળ દોડે છે એ સુખી કે દુઃખી? એને એક મિનિટ ભગવાનનું નામ લેવાનો સમય મળતો નથી, આત્માનું ધ્યાન કરવાનો સમય મળતો નથી. આત્માનું કલ્યાણ કરવાનો સમય મળતો નથી. જ્ઞાનીઓ એને સુખી કહેતા નથી. હજારો દેવો સેવક હોય તો શું થઈ ગયું? એક શેઠના કારખાનામાં ૧૦૦૦ માણસ કામ કરે છે. એ દરેકને એકની જ આજ્ઞા આરાધવાની અને એક શેઠને હજારનું ધ્યાન રાખવાનું. તો સુખી કોણ ? એમ તમારે એક આત્માનું જ ધ્યાન રાખવાનું તો સુખી અને બીજા બધાનું ધ્યાન રાખશો તો દુઃખી છો. બીજા શું કરે છે? ક્યાં આવે છે? ક્યાં જાય છે? ક્યાં શું થાય છે? બધી પંચાત મૂકો. અનાદિકાળથી પંચાતો કરી, પણ શાંતિ મળી નહીં અને હજી પણ નહીં મળે, છે નહીં માટે. તો સાચો નિર્ણય કરો કે સુખ આત્મામાં છે. હું આત્મા છું અને મારો ઉપયોગ, મારું મન મારા આત્મામાં સ્થિર થાય તો જ મને સુખ અને શાંતિ મળે. આત્માથી બહાર હું ગમે ત્યાં ભટકીશ - ઉપયોગ દ્વારા, મન દ્વારા તો પણ મને સુખ કે શાંતિ મળવાની નથી. થોડો સમય થાય એટલે તમે અહીંથી દોડશો કે મારે ઘેર જવું છે. મારા વિના બધું અપસેટ થઈ ગયું હશે અને ધંધા અસ્તવ્યસ્ત થઈ ગયા હશે ને વ્યવહારો બધા નષ્ટ થઈ જશે ! હવે ઈડર છોડીને મુંબઈ કે ચેન્નાઈ જઈએ તો શાંતિ કે અશાંતિ? પાછો કહે પણ ખરો કે શું થાય સાહેબ? સંસારમાં બેઠા છીએ એટલે કરવું પડે ને ! પાછું ટાઢા પાણીની ડોલ નાખી દઈએ છીએ. જો કે, ઈડરમાં પણ શાંતિ નથી. શાંતિ આત્મામાં છે. ગુફામાં પણ શાંતિ નથી. ગુફામાં શાંતિ હોય તો સિંહ, વાઘ વધારે શાંતિમાં હોય. એ તો વધારે અશાંત છે. એ તો ગુફામાં જ રહે છે. તમે તો રૂમમાં રહો છો. એ તો ૨૪ કલાક ગુફામાં અને છતાંય એને શાંતિ નથી. જ્યાં જ્ઞાન છે ત્યાં શાંતિ છે. આત્મજ્ઞાન છે ત્યાં શાંતિ છે. આત્માનો ઉપયોગ આત્મામાં સ્થિર થાય ત્યાં શાંતિ છે. બહાર ગમે ત્યાં શાંતિ શોધશો, ક્યારેય મળવાની નથી, કેમ કે છે નહીં. અનાદિકાળથી આપણે બહાર ખૂબ શોધ્યું પણ, આપણને શાંતિ મળી નહીં અને હજુ પણ મળશે નહીં. જ્યારે પણ, જેને પણ શાંતિ મળશે, ત્યારે તેને તેના આત્મામાંથી જ મળશે, આત્માથી બહાર નહીં મળે. દેહમાં પણ શાંતિ નથી, આ દેહ તો જડ છે, નાશવંત છે અને આપણે તો અવિનાશી શાશ્વત છીએ. શાંતિ સ્વાધીન છે અને અશાંતિ પરાધીન છે. જેટલા જેટલા પરને આધીન થશો તેટલી અશાંતિ ને દુઃખ વધવાના અને જેટલા જેટલા સ્વરૂપને આધીન થઈને સ્વરૂપમાં સ્થિર થઈને રહેશો તેટલી તેટલી શાંતિ ને આનંદ વધવાના. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શું સાધન બાકી રહ્યું ? આ અનંત જ્ઞાનીઓએ અનુભવ કરીને કરેલો નિર્ણય છે હોં, એક જ્ઞાનીનો નહીં. એ ફક્ત “હા” પાડવાથી પણ કામ નહીં થાય. એ પ્રકારે વર્તન થશે અને દશા થશે તો લાભ થશે. દશા વગર લાભ મળતો નથી. જેમ દુનિયામાં ઓથેન્ટિક સર્ટિફિકેટ જોઈએ છે. તેવી રીતે મોક્ષમાર્ગમાં ઓથેન્ટીક સર્ટિફિકેટ જ્ઞાનીઓ પાસે હોય છે, અજ્ઞાનીઓ પાસે નથી હોતા. અજ્ઞાનીઓ તો અજ્ઞાનને પણ મોક્ષમાર્ગમાં ખતવી નાખશે. પહેલા ગુણસ્થાનકવાળાને ૧૧માં ગુણસ્થાનકમાં ખતવી નાંખશે. અજ્ઞાની છે, એને શું વાંધો છે? જેમ દારૂડિયો માણસ છે, એ તેની માતાને ‘મા’ પણ કહે છે અને ઘણીવાર એની માતાને પત્ની પણ કહી દે છે. એની પત્નીને પત્ની પણ કહે છે અને પત્નીને પછી માતા પણ કહે છે. હવે એ દારૂડિયો દારૂના વ્યસનમાં એની માતાને માતા કહે તો પણ ખોટું જ છે. કેમ કે, એ ભાનમાં નથી, હોંશમાં નથી, બેહોશીમાં બોલે છે. તેમ અજ્ઞાની જીવ બેહોશીમાં બોલે છે કે હું આત્મા છું. હોંશમાં બોલતો નથી. તો, આત્મજ્ઞાની ગુરુ તમને સાચું સુખ બતાવશે. બતાવી શકાય તેટલું બતાવી શકશે, પૂર્ણ નહીં બતાવી શકે. કેમ કે, એ અનુભવનો વિષય છે, વાણીનો વિષય નથી. પરમકૃપાળુદેવે કહ્યું છે, જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં; કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો; તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો . અપૂર્વ. ૨૦ – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૭૩૮ - “અપૂર્વ અવસર હવે, પંડાનું તમે આખું પુસ્તક વાંચી જાવ, કંઠસ્થ કરી લો, જ્યાં ત્યાં બધે સંભળાવવા પણ માંડ્યા. કોઈએ પ્રશ્ન કર્યો કે સાહેબ ! આટલું બધું વર્ણન કરો છો પણ પેડો કેવો હોય? હવે તેણે અનુભવ નથી કરેલો તો એ કહી શકશે નહીં કે આવો હોય અને જેણે એ પુસ્તક વાંચ્યું નથી અને ખાલી પેડો જ ખાધો છે એ ૫00 પાનાનું પુસ્તક નહીં વાંચે તો પણ તેને અનુભવ છે કે પેંડો આવો હોય છે, એમ આત્માના ગમે તેટલા શાસ્ત્રો વાંચે, બોધ આપે, સાંભળે પણ જેને આત્માના અતીન્દ્રિય આનંદની અનુભૂતિ નથી, તેના વિકલ્પો મટવાના નહીં. કેમ કે, અનુભૂતિ હોય તો નિર્વિકલ્પપણું આવે. અનુભૂતિ વગર નિર્વિકલ્પપણું આવતું નથી. આત્માનો આનંદ તમારાથી એક ઈંચ પણ દૂર નથી. તમે બધેથી ઉપયોગને ખસેડીને આત્મામાં લાવો તો હાલ અહીં બેઠા એ આનંદનો અંદરમાંથી અનુભવ થાય. જો કે, ઉપયોગ અને આત્મા કંઈ જુદા નથી, અભિન્નપણે રહ્યા છે. તો આત્મા અને આનંદ અભિન્ન હોવા છતાં Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ શું સાધન બાકી રહ્યું ? ભિન્ન પદાર્થમાં શોધવાથી એકત્રાવગાહ રહેલી અભિન્ન વસ્તુનો આનંદ આપણે પ્રાપ્ત કરી શકતા નથી, જેનું કારણ અજ્ઞાન છે અને મોહ છે. પોથી પઢી પઢી જગ મૂઆ, પંડિત ભયા ના કોઈ; ઢાઈ અક્ષર પ્રેમ કા, પઢે સો પંડિત હોઈ. પંડિતો પુસ્તકોની પાછળ પડે છે. ક્રિયાકાંડીઓ ક્રિયાકાંડની પાછળ દોડે છે. શુષ્કજ્ઞાનીઓ શાસ્ત્રની પાછળ દોડે છે. એમ અજ્ઞાન અવસ્થામાં જેણે ધર્મનું જે સાધન પકડ્યું તેની પાછળ દોડ્યા કરે છે અને સાચી સાધનાથી વિમુખ થઈ જાય છે. વારંવાર ઉપયોગને અંતર્મુખ કરી અને સ્વરૂપ અનુસંધાનનો ઉગ્ર પ્રયોગ કરશો તો ગમે ત્યારે આત્માના આનંદની અનુભૂતિ થશે. બીજેથી નહીં આવે, જ્યાં છે ત્યાંથી મળશે. “ચતુરાંગુલ હે દમસે મિલહે.” ચતુર એટલે જ્ઞાનીઓ વાણી દ્વારા, ઈશારા દ્વારા, મર્મ દ્વારા, ગમે તે સાધન દ્વારા જે અંગુલિનિર્દેશ કરે છે એનો આધાર લઈ, અંતર્મુખ ઉપયોગ દ્વારા જીવ પોતાના સ્વરૂપના આશ્રયનો, સ્વરૂપ અનુસંધાનનો ઉગ્ર પ્રયોગ કરે તો તેને સમ્યગદર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. દમસે મિલતે એટલે સમ્યગદર્શનની પ્રાપ્તિ કરાવે છે. સમ્યગદર્શન, સમ્યફજ્ઞાન, સમ્યકૂચારિત્ર દૂર નથી. અરે ! મોક્ષ પણ દૂર નથી. અહીં ગઢથી અહમદનગર દૂર છે, ઈડરનું ગામ દૂર છે. આગળ એક મંદિર છે એ બધા દૂર છે, અહીંનું મંદિર પણ દૂર છે પણ આત્મા તો એકદમ નજીક જ છે. એક વખત સંતાકૂકડીની રમતમાં એક છોકરો તેના ઘરમાં અનાજની કોઠીમાં સંતાઈ ગયો અને ઉપર નાનું માટલું મૂકી દીધું, એટલે કોઈને ખબર ના પડે કે અહીં છે. હવે બીજા છોકરાઓ એને શોધવા માટે આખું ગામ ફરી વળ્યા. છોકરો હાથ આવે નહીં. સાંજ પડી ગઈ. એના મા-બાપને ચિંતા થઈ કે આ છોકરો ગયો ક્યાં? તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી. રાત પડી. છોકરો કોઠીમાં ઊંઘી ગયો. મા-બાપ બિચારા નિરાશ થઈને બેઠા છે, ત્યાં છોકરો જાગ્યો. એને મૂંઝવણ થઈ એટલે રડવા માંડ્યો. એટલે મા-બાપને થયું કે આ રડવાનો અવાજ તો આપણા છોકરાનો જ છે. એટલે અવાજની દિશામાં કોઠી પાસે આવ્યા. માટલું ખસેડીને જોયું તો છોકરો અંદર હતો. “અલ્યા, તને શોધવા અમે ચારે બાજુ ફરી વળ્યા અને તું તો આ કોઠીમાંથી નીકળ્યો !” હવે, એક બાજુ આનંદ છે, તો બીજી બાજુ દુઃખ છે. મળ્યાનો આનંદ છે અને ખોટી જગ્યાએ શોધ્યું એનું દુઃખ છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શું સાધન બાકી રહ્યું ? એમ જયારે આત્માની અનુભૂતિ થશે ત્યારે એક બાજુ આનંદ પણ આવશે અને બીજી બાજુદુઃખ પણ થશે કે ઓહોહો! આ આત્માને પકડવા માટે મેં લાખો શાસ્ત્રો વાંચ્યા, જુદા જુદા તીર્થસ્થાનોમાં ભટક્યો, કેટલાંય ગુરુઓ મેં કર્યા, કેટલી ક્રિયાઓ કરી, કેટલું ધ્યાન કર્યું, કેટલી સામાયિક કરી, કેટલી માળાઓ ફેરવી ! પચાસ જોડી તો જોડાં ઘસી નાખ્યાં એટલી જાત્રાઓ કરી અને જ્યારે પછી ઈડરની ગુફામાં શાંત થઈને બેઠો ત્યારે અંદરમાંથી આ અનુભૂતિ આવી. ઓહોહો! પ્રભુ! તને શોધવા હું ક્યાં ક્યાં દોડ્યો ! અને તું તો અહીં હતો. મને ખબર જ ન હતી. નહીં તો પહેલેથી જ અહીં બેસી જાત ને. આ બધી દોડધામ કરત નહીં. પરમકૃપાળુદેવ ફરમાવે છે, ઉપયોગ લક્ષણે સનાતનસ્કુરિત એવા આત્માને દેહથી, તૈજસ અને કામણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દૃષ્ટિ સાધ્ય કરી, તે ચૈતન્યાત્મકસ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળો હોવાથી અબંધદશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતા અશાતારૂપ અનુભવ વેદ્યા વિના રહેવાનો નથી એમ નિશ્ચય કરી, જે શુભાશુભ પરિણામધારાની પરિણતિ વડે તે શાતા અશાતાનો સંબંધ કરે છે તે ધારા પ્રત્યે ઉદાસીન થઈ, દેહાદિથી ભિન્ન અને સ્વરૂપમર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામધારા છે તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી, પરમ શુદ્ધ ચૈતન્યસ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે તેથી ઉપરામ થઈ, જેમ ઉપશમિત થવાય, તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચલ થવાય, તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંતવના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય છે. મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૧૩ બધાંય મહાત્માઓની આ શિક્ષા છે કે ઉપયોગ લક્ષણે સનાતન સ્કુરિત અવો આ જીવ સ્ફરિત છે, પ્રગટ ઉપયોગ દ્વારા અને તમે ઉપયોગ દ્વારા પરને જાણો છો, તમે આ પુસ્તકને જાણું અથવા બીજું કંઈપણ જાણ્યું, પણ આત્માનો ઉપયોગ ના હોય તો કોણ જાણે? જાણનાર કોણ છે? આત્માનો ઉપયોગ. ઘટ પટ આદિ જાણ તું, તેથી તેને માન; જાણનાર તે માન નહિ, કહીએ કેવું જ્ઞાન? – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૫૫ Page #242 -------------------------------------------------------------------------- ________________ શું સાધન બાકી રહ્યું ? ૨૧૯ વસ્તુને માને છે, પણ વસ્તુને જાણી કોણે? એને તો માન. એને જીવ માનતો નથી. સનાતન સ્કુરિત એટલે ઉપયોગ ૨૪ કલાક અનાદિકાળથી અનંતકાળ સુધી પ્રગટછે, સ્કુરાયમાન છે. આ આત્મા દેહથી પણ જુદો છે. દેહ તે આત્મા નથી. દેહ તે આત્માનું સ્વરૂપ નથી. દેહતો જડ છે. આત્મા ચેતન છે. સુખ આત્મામાં છે, દેહમાં નથી. જડમાં ક્યાંથી સુખ હોય? છતાં આપણી દેહદૃષ્ટિ છે. હજી દેહને સંભાળવાનો આપણે ખૂબ પ્રયત્ન કરીએ છીએ. ઈડરમાં આઠ એકાસણાં કર્યા તો ઓહોહો ! આખી જિંદગી ગાયા કરશો કે મેં ઈડરમાં આઠ એકાસણાં કર્યા. અરે બાપુ! તું અનાહારી આત્મા છો એને યાદ કર ને ! તેજસ અને કામણ શરીરથી પણ જુદો છું. આ ૩ પેકીંગમાં આત્મા છે. બહાર દેહનું પેકીંગ છે. પછી અંદરનું પેકીંગ કાર્મણ શરીરનું એટલે કે આઠ કર્મોનું છે અને ત્રીજું પેકીંગ કર્મના નિમિત્તથી થતા વિભાવોનું છે અથવા તૈજસ શરીરનું છે. આ નોકર્મ, તેજસ શરીર, કાર્પણ શરીર અને પછી ભાવકર્મ એટલે કે વિભાવ - તેનાથી ભિન્ન અવલોકવાની દૃષ્ટિ સાધ્ય કરો કે આ દેહથી પણ હું જુદો છું, કર્મોથી પણ જુદો છું, વિભાવથી પણ જુદો છું. સર્વથી હું જુદો છું. સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન, અસંગ અને એકાકી. સર્વથી એટલે જગતના તમામ પદાર્થોથી. પહેલા આ દૃષ્ટિને સાધ્ય કરો. આ પ્રેક્ટીકલ સાધના કરો. આવી રીતે આત્માને એકાકી ધ્યાવો કે આ બધાયથી હું જુદો છું. હું તો ત્રણે કાળમાં એકાકી છું. બધાંય પદાર્થોને મારી સાથે સંયોગ સંબંધ છે, એકત્વ સંબંધ નથી. એ પદાર્થોના સંયોગ-વિયોગમાં હર્ષ-શોક થાય છે તે બતાવે છે કે તે હજી એમાંથી મમત્વબુદ્ધિ, એકત્વબુદ્ધિ ત્યાગી નથી. કોઈ ઈષ્ટ વસ્તુનો વિયોગ થઈ જાય અથવા અનિષ્ટ વસ્તુનો સંયોગ થઈ જાય, તો આપણને અંદરમાં અનેક પ્રકારના વિકલ્પો ઊભા થાય છે. એના હોવાથી ઈષ્ટ થયું અને આ ન હોવાથી અનિષ્ટ થયું, આવી કલ્પના કરી તે હર્ષ-શોક કર્યો, તે પરમાં તાદાભ્યતાની નિશાની છે. તો, પહેલા અવલોકવાની દૃષ્ટિ સાધ્ય કરો. પછી સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો. આત્મા ત્રણે કાળમાં એકાકી છે. એનું કોઈ નથી પ્રભુ! અનેક આત્માઓ છે, પણ એ બધા આપણાથી જુદા છે. તે સિવાયના અન્ય જડ છે, એ તો જુદા છે જ. આમ કરતા કરતા અકિંચન ભાવના, એકત્વભાવના તમારી દઢ થશે. તો તમને ખ્યાલ આવશે કે, સ્વરૂપના આશ્રયે જ કલ્યાણ છે, બીજાના આશ્રયે મારું કલ્યાણ નથી. વારંવાર એવી ભાવના કરતા સ્વરૂપનો આશ્રય કરવાનો ઉગ્ર પુરુષાર્થ તમારો ચાલુ થશે. આ ભેદવિજ્ઞાનની પ્રક્રિયા, પ્રેક્ટિકલી તમારી ચાલુ થશે. થિયરીકલ બહુ વાંચ્યું, બહુ સાંભળ્યું, બીજાને કહ્યું, હવે પ્રેક્ટિકલ આવ્યું. Page #243 -------------------------------------------------------------------------- ________________ શું સાધન બાકી રહ્યું ? તે ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળો હોવાથી અબંધદશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતા અશાતારૂપ અનુભવ વેદ્યા વિના રહેવાનો નથી. એમ નિશ્ચય કરી આત્મા ચૈતન્યાત્મક સ્વભાવી છે. એ નિરંતર વેદક સ્વભાવવાળો હોવાથી કંઈક ને કંઈક વેદવાનો, જાણવાનો, અનુભવવાનો. કાં તો ‘સ્વ’ ને જાણશે, કાં તો ‘પર’ ને જાણશે; કાં તો શાતાનો અનુભવ કરશે, કાં તો અશાતાનો અનુભવ કરશે; કાં તો આત્માના અતીન્દ્રિય આનંદનો અનુભવ ક૨શે. પણ, એક સમય એ અનુભવ કર્યા વગરનો રહેતો નથી. કેમ કે, એ એનો ગુણ છે. એ સમયે સમયે પરિણમન કરે છે. જેમ જ્ઞાન ગુણનું પરિણમન સમયે સમયે જાણવાજોવાનું ચાલે છે, તે રીતે આનંદ ગુણનું પણ પરિણમન સમયે સમયે ચાલે છે. એટલે કાં તો શાતાને, કાં તો અશાતાને, કાં તો પોતાના આત્માના અતીન્દ્રિય આનંદને અનુભવે છે, આ સુખ ગુણનું પરિણમન છે. વિભાવ પરિણમનમાં એ શાતા અને અશાતાને વેદે છે. આવો નિશ્ચય દઢ કરો. ૨૨૦ જે શુભાશુભ પરિણામધારાની પરિણતી વડે તે શાતા અશાતાનો સંબંધ કરે છે, તે ધારા પ્રત્યે ઉદાસીન થઈ, શુભાશુભ ધારાથી હવે ઉદાસીન થાવ. આ જે શાતા-અશાતાની સતત કર્મધારા ચાલે છે તેનો હું જ્ઞાતા-દષ્ટા છું, કર્તા નથી. કર્મના ઉદયના નિમિત્તથી છે, તે મારા સ્વભાવભાવની પર્યાય નથી. મારા સ્વભાવના આશ્રયે ઉત્પન્ન થયેલ નથી. મારાથી ભિન્ન છે. એ ધારા પ્રત્યે ઉદાસીન એટલે એ ધારાના માત્ર જ્ઞાતા-દષ્ટા રહો, કર્ના નહીં. હું માત્ર જોનાર૨. દેહાદિથી ભિન્ન અને સ્વરૂપમર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામધારા છે તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી, આત્મા તો ત્રણે કાળ સ્વરૂપ મર્યાદામાં જ છે અને સ્વરૂપ છોડીને બહાર જતો નથી. જે ચલ સ્વભાવરૂપ પરિણામધારા છે તે પરિણામની ધારા ચલાયમાન થતી જાય છે, બદલાતી જાય છે. તેનો વિયોગ જ્યારે જીવ ઉપયોગ દ્વારા સ્વભાવનો આશ્રય કરે ત્યારે થઈ જાય છે. એ જ સન્માર્ગ છે, સાચો માર્ગ છે. તેને ગ્રહણ કરવો. ૫૨મ શુદ્ધ ચૈતન્યસ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે. કર્મના ઉદયની સાથે આત્મા જોડાય છે, એટલે તેનામાં અનેક પ્રકારના કલંકિત પરિણામો, વિભાવ પરિણામો થાય છે, શુદ્ધ પરિણામ નથી થતા. કર્મના ઉદય સાથે ભળીને જ્યારે આત્મા પરિણમે છે ત્યારે તેની અંદરમાં કંઈક ને કંઈક વિભાવ, શુભાશુભ ભાવો થાય છે. અશુભ ભાવ તો સકલંક પરિણામ છે ને શુભ ભાવ પણ સકલંક પરિણામ છે. તેથી ઉપરામ થઈ, એટલે Page #244 -------------------------------------------------------------------------- ________________ શું સાધન બાકી રહ્યું ? ૨૨૧ તેથી પાછા વળી; જેમ ઉપમિત થવાય એટલે શાંત થવાય, ઉપયોગ દ્વારા સ્વરૂપમાં સ્થિર થવાય. તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, ઉપયોગમાં અને સ્વરૂપમાં હવે સ્થિર થાઓ. અત્યાર સુધી શાતા-અશાતાના ઉદયો અનુભવ્યા કરતા હતા એના કારણે અંદ૨માં અસ્થિર હતા. હવે સ્વરૂપમાં સ્થિર થાઓ; ઉપયોગને સ્થિર કરો કે અહોહો ! હું તો ત્રિકાળ એક સ્વરૂપે રહેવાવાળી શુદ્ધ ચેતના છું. માત્ર પરમાત્મા છું. કારણ પરમાત્મા છું. ત્રણે કાળ એવો ને એવો જ છું. એમાં લય થઈ, ઉપયોગ એના મય થઈ જાય એનું નામ ઉપરામ થવું છે. એનું નામ ઉપશમત થવું છે. એનું નામ ઉપયોગની સ્વરૂપમાં સ્થિરતા કહેવાય છે. અચલ થવાય. સ્થિર થયા પછી અચળ થવાય. ગમે તેવા ઉદયો, નિમિત્તો આવે તોય ચલાયમાન થાય નહીં. અચલ, સ્થિર થઈ જવું. તે જ લક્ષ, સાધનાનું આ જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંતવના હોવી જોઈએ અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય છે. આ સહજ પરિણામયુક્ત સ્વભાવ છે. સ્વભાવનું સહજ પરિણમન છે. બાકીનું વિભાવ પરિણમન છે. મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે. ત્રણે કાળના તમામ જ્ઞાનીઓની વારંવાર આ જ શિક્ષા છે, કે આ પ્રયોગ કરો તો ઘર ભેગા થશો. માટે, પ્રયોગવીર બનો. જેમ ભેંસને તમે ખાવા નાંખો તો પહેલાં બધું ખાઈ લે, પછી ઝાડના છાયા નીચે બેસીને વાગોળે. તેમ તમે સ્વાધ્યાયમાં ખોરાક ખાઈ લો અને પછી સામાયિકરૂપી છાયામાં બેસીને વાગોળો. તે સન્માર્ગને ગવેષતા, પ્રતીત કરવા ઇચ્છતા, તેને સંપ્રાપ્ત કરવા ઇચ્છતા એવા આત્માર્થી જનને આ મોક્ષમાર્ગનું જે સંશોધન કરે છે. સન્માર્ગ એટલે મોક્ષમાર્ગ પ્રતીત કરવા ઇચ્છે છે એટલે જે સાચી શ્રદ્ધા કરવા ઇચ્છે છે અને એ માર્ગને પ્રાપ્ત કરવા ઇચ્છે છે. આત્માને પ્રાપ્ત કરવા ઇચ્છે છે, તે આત્માર્થી જનને, પરમ વીતરાગસ્વરૂપદેવ – બીજા કોઈ દેવ-દેવીઓ નહીં, વીતરાગ સર્વજ્ઞ કેવળજ્ઞાની ભગવાન, સ્વરૂપનૈષ્ઠિક નિઃસ્પૃહ નિગ્રંથરૂપ ગુરુ એટલે છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકમાં વર્તતા, અપ્રમત્ત યોગીશ્વર અને આત્મજ્ઞાની સત્પુરુષો, પરમ દયામૂળ ધર્મવ્યવહાર શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૯ માં સ્વદયા તથા આઠ પ્રકારની દયા બતાવી છે. તે પરમ દયામય ધર્મ વ્યવહાર અને પરમશાંત રસ રહસ્યવાક્યમય સાસ્ત્ર એટલે જ્ઞાનીઓની વાણી. સન્માર્ગની સંપૂર્ણતા થતા સુધી એટલે મોક્ષ થાય ત્યાં સુધી પરમ ભક્તિ વડે ઉપાસવા યોગ્ય છે; પ૨મ ભક્તિ દ્વારા. આ દેવ, ગુરુ, ધર્મ, શાસ્ત્રની ઉપાસના ૫૨મ ભક્તિ વડે કરવાની છે, જે આત્માના કલ્યાણમાં પરમ કારણ છે. શ્રેષ્ઠ નિમિત્ત છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શું સાધન બાકી રહ્યું ? અહોહો ! કેટલું કહી દીધું આટલામાં તો ! હજારો શાસ્ત્રોનો સાર આપી દીધો છે. પરમકૃપાળુદેવે ‘યમનિયમ’ માં કહ્યું છે કે, રસ દેવ નિરંજન કો પિવહી. તે આત્મા રસરૂપ છે. આત્માના અતીન્દ્રિય આનંદનો રસ સમયે સમયે પ્રવહી રહ્યો છે. જ્ઞાનરસ, આનંદરસ, શાંતરસ - આ બધા રસ અંદ૨માંથી પ્રવહી રહ્યા છે. સમયે સમયે એનો પ્રવાહ ચાલુ છે. નિરંજનદેવ એટલે શુદ્ધ આત્મસ્વરૂપ. આત્માના અતીન્દ્રિય આનંદની અનુભૂતિ કરનારા એવા કોઈક વિરલા જીવો હોય છે. નિરંજનદેવ એટલે શુદ્ધ સ્વરૂપ આત્મા છે કે જેનો જોગ પામીને જીવ અજર અમર થઈ જાય છે. બસ, જેની આત્માની દ્રષ્ટિ થઈ, જેને આત્માનો અનુભવ થયો, તે બીજી માના પેટે અવતાર લેતા નથી. અજર, અમર અવિનાશી થઈ જાય છે. એના જન્મ, જરા મરણના ફેરા ટળી જાય છે. જે રત્નત્રયની અભેદ સાધના કરે છે તે અમર બની જાય છે. સમ્યગ્દર્શન કહે છે કે મને લેતા પહેલા વિચાર કરજો. મને લીધા પછી તમારે મોક્ષે નહીં જવું હોય તો પણ મારે તમને મોક્ષે પહોંચાડવા પડશે. એવી મારી દૃઢ પ્રતિજ્ઞા છે. સાદિ અનંત અનંત સમાધિસુખમાં, અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો. અપૂર્વ. ૧૯ – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક – ૭૩૮ - ‘અપૂર્વ અવસર’ એકવાર મોક્ષ થઈ ગયો, તે હવે ફરીને જન્મે નહીં. જે બીજ શેકાઈ ગયું તેને તમે ગમે તેટલું વાવો, ખાતર નાંખો, પાણી આપો, ગમે તેટલી ટ્રીટમેન્ટ કરો પણ હવે તેમાંથી વૃક્ષ ઊભું થાય નહીં; તેમ જેના અંદરમાં સંસારનું બીજ, મિથ્યાત્વ શેકાઈ ગયું, દર્શન મોહનીય અને ચારિત્રમોહનીય કર્મ શેકાઈ ગયું અને જેને અનંત જ્ઞાન, અનંત આનંદ તથા કેવળજ્ઞાન પ્રગટ થયું, તેને હવે ફરીને સંસારમાં આવવાનું રહે નહીં. નિરંજનદેવ એટલે શુદ્ધ સ્વરૂપી આત્મા છે કે જે દેવ-ગુરુને પામીને અજર-અમર થાય છે. તે પદમાં અનંતકાળ સ્થિતિ કરીને રહે છે. પછી અનંતકાળ સુધી આ આત્માના આનંદની અનુભૂતિ તેને રહ્યા કરે છે. ભગવાન ચોવીસ કલાક આત્માના અતીન્દ્રિય આનંદમાં છે. આપણા જેવા આનંદમાં નહીં, અતીન્દ્રિય આનંદમાં. આત્મા સચિત્તઆનંદમય છે. સત્ કહીએ શાશ્વત, ચિત્ત કહીએ ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાન, દર્શન સ્વરૂપ અને આનંદ સ્વરૂપ. આત્મા શાશ્વત જ્ઞાન, દર્શન અને આનંદ સ્વરૂપ છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ શું સાધન બાકી રહ્યું ? ૨૨૩ સમ્યક્દષ્ટિ જ્ઞાની અને જ્ઞાનીના આશ્રિત મોક્ષમાર્ગમાં જ રહે. અનુક્રમે આગળ વધી મોક્ષ પ્રાપ્ત કરે. પરમકૃપાળુદેવે કહ્યું છે કે મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ બે ની છે - એક જ્ઞાનીપુરુષની અને જ્ઞાનીપુરુષના સાચા આશ્રયવાનની. એ મોક્ષમાર્ગમાં રહે અને અનુક્રમે આગળ વધીને મોક્ષને પ્રાપ્ત કરે. જે મોક્ષમાર્ગમાં છે તે મોક્ષને પ્રાપ્ત કરવાનો છે. પરમકૃપાળુદેવે પત્રાંક - ૫૬૯માં કહ્યું છે, કોઈપણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદજાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી. તથારૂપ જોગને એટલે આત્મજ્ઞાનીઓના નિમિત્તને પામીને, જીવને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય એટલે કે ભેદજ્ઞાન દ્વારા અભેદ એવા આત્માની અનુભૂતિ થાય, તો તેને મોક્ષ વિશેષ દૂર નથી ને જેને આત્મજ્ઞાન થયું તેને હવે મોક્ષ દૂર નથી. તેને ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે, શ્રદ્ધા અપેક્ષાએ કેવળજ્ઞાન થયું છે અને પછી ક્રમે ક્રમે સંપૂર્ણ કેવળજ્ઞાનને પ્રાપ્ત થઈ જાય છે. સત્પુરુષ સાચા મળે, બોધ આપે પછી જીવ જો તે બોધ અને આજ્ઞા પ્રત્યે અપૂર્વ પ્રેમ આણી બળિયો થઈને આરાધે તો પાત્ર થાય અને આગળ દશા પ્રાપ્ત કરતાં સમકિત પામે. સાચા સત્પુરુષ મળે અને તત્ત્વનો બોધ આપે, આત્માનો બોધ આપે પછી જો જીવ તે બોધ અને આજ્ઞા પ્રત્યે અપૂર્વ પ્રેમ લાવે તો કામ થાય. અપૂર્વ પ્રેમ એટલે તેના જેવો જગતના કોઈ બીજા પદાર્થો પ્રત્યે કે કાર્ય પ્રત્યે નહીં. અપૂર્વ એટલે પૂર્વે ક્યારેય પ્રાપ્ત નથી થયો તેવો. તમે અહીંથી મુંબઈ ગયા. દોઢ કરોડની વસ્તી હશે. હવે તમે પહેલી જ વખત જાવ છો. તમને એમ થાય કે ક્યાં ઉતરીશું ? ક્યાં ખાઈશું? ક્યાં પીશું ? ક્યાં ફ૨શું ? કોણ મને ફે૨વશે? ને ક્યાં જઈશું ? આમ મુંઝાવ છો. હવે તેમાં એક ઘર ઓળખીતું હોય એ તમને લેવા આવે, તો તમે આખી મુંબઈમાં સહીસલામતીથી ફરશો, ખાશો, પીશો, રહેશો અને આનંદ કરશો. મુંઝાશો નહીં. એક ઓળખીતો નથી તો મૂંઝવણ અને એક ઓળખીતો મળે તો મૂંઝવણ દૂર. તેમ મોક્ષમાર્ગમાં એક જ્ઞાની મળી જાય છે એટલે મોક્ષના બધા વિકલ્પો દૂર થઈ જાય છે. મારો મોક્ષ એટલે નિજ શુદ્ધતા. મારી શુદ્ધ અવસ્થા થાય એ જ મારો મોક્ષ છે અને શુદ્ધ અવસ્થા મારા સ્વરૂપને આશ્રયે જ થાય છે અને સ્વરૂપનો આશ્રય ભેદવિજ્ઞાન દ્વારા અભેદ દૃષ્ટિ કરવાથી થાય છે. એટલે હવે તે ભેદજ્ઞાનનું બળ વધારતો જાય છે. भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये क्लि केचनः; यस्यैवा भावो बद्धाः, बद्धा ये क्लि केचन । Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શું સાધન બાકી રહ્યું ? જેટલા જીવો મોક્ષે ગયા છે તે બધા ભેદવિજ્ઞાનના પ્રતાપથી ગયા છે અને જેટલા જીવો સંસારમાં રખડી રહ્યા છે તે બધા ભેદવિજ્ઞાનના અભાવના કારણે રખડી રહ્યા છે. એટલે “માત્ર એક સત્યરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વન્ય જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.” બને નહીં! એવું કરિયાણાની દુકાને થોડો મોક્ષ મળવાનો છે કે દુનિયાના જીવો પાસેથી થોડો મોક્ષ મળે છે? મોક્ષના દાતા તો જ્ઞાની છે વ્યવહારથી અને નિશ્ચયથી મોક્ષનો દાતા તો તમારો આત્મા છે પ્રભુ! સદગુરુની આજ્ઞા પ્રત્યે અપૂર્વ પ્રેમ લાવો; બસ આટલું કરવાનું છે આપણા તરફથી. જ્ઞાની પ્રત્યે અપૂર્વ પ્રેમ અને આજ્ઞાંકિતપણું. અપૂર્વ પ્રેમ હશે તો આજ્ઞાંકિતપણું ઓટોમેટિક આવી જશે અને સાચું આજ્ઞાંકિતપણું હશે તો અપૂર્વ પ્રેમ હશે. બંને એકબીજાના સાથે સંકળાયેલા છે. બળિયો થઈને આરાધે; વીર્યને સ્કુરાયમાન કરે, વીર્યવાન થાય, બળવાન થાય અને પછી જ્ઞાનીના બોધ અનુસાર પોતાની સાધના કરે, આરાધે તો તે જીવમાં આત્મજ્ઞાન થવાની પાત્રતા આવે. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ. તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુ બોધ; તો પામે સમકિતને, વતે અંતરશોધ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૦૮, ૧૦૯ બળિયો થઈને આરાધે તો પાત્ર થાય અને આગળ દશા પ્રાપ્ત કરતા સમતિ પામી લે, આ સમકિત પામવાની ચાવી, આત્માના અનુભવને પ્રાપ્ત કરવાની ચાવી. અપૂર્વ પ્રેમે આજ્ઞાનું આરાધન કરે. અપૂર્વ પ્રેમ એટલે પરાભક્તિ. શ્રી બનારસીદાસજી કહે છે, શ્રવણ કીર્તન ચિતવન, વંદન સેવન ધ્યાન; લઘુતા સમતા એકતા, નવધા ભક્તિ પ્રમાણ. – શ્રી સમયસાર નાટક આપણે અત્યાર સુધી આંધળા થઈને દોડ્યા જ કર્યા છીએ અને સમકિત પ્રાપ્ત કરી શક્યા નથી. કેમ કે, સપુરુષ પ્રત્યે આજ્ઞાંકિતપણું ન હતું અને તેમના પ્રત્યે પ્રેમ ન હતો અને આપણે આપણી કલ્પના અનુસાર દોડ્યા'તા. Page #248 -------------------------------------------------------------------------- ________________ શું સાધન બાકી રહ્યું ? ૨૨૫ તે ભાગ્યશાળી જીવ પરમાત્મ સ્વરૂપ, નિરંજનદેવ, આત્માના આનંદ સ્વરૂપમાં રમણતા કરે છે. ગહિ જોગ જુગોજુગ સો જીવહી. એવા પામેલા યોગીઓ યુગોયુગ એટલે અનંતકાળ સુધી અમર થાય છે. બસ, હવે એને જન્મમરણના ફેરા ટળી જાય છે. જેને જન્મ જ નથી તેને મરણ શું? શ્રીમાન્ આનંદઘનજી કહે છે, અબ હમ અમર ભયે ના મરેંગે, યા કારણ મિથ્યાત દિયો તજ, ક્યું કર દેહ ધરેંગે. સમકિત થયા પછી ક્રમે ક્રમે પૂર્ણ કેવળજ્ઞાનની પ્રાપ્તિ આ પ્રમાણે થાય છે. માટે, સમકિતનું મૂળ સત્પુરુષ છે અને તેની પ્રાપ્તિનું કારણ તેમની આજ્ઞાનું આરાધન છે અને તેમના પ્રત્યે પરમભક્તિ એટલે પરાભક્તિ છે. આત્માનું અને પરમાત્માનું એકરૂપે થઈ જવું તે પરાભક્તિ કહેવાય છે. ગોપીઓને કૃષ્ણ ભગવાન પ્રત્યે આવી પરાભક્તિ હતી. એક વખત રુક્મણીજીએ શ્રીકૃષ્ણ મહારાજને કહ્યું કે તમે લગ્ન મારી સાથે કર્યા છે અને પ્રેમસંબંધ ગોપીઓ સાથે વધારે રાખો છો ! શ્રીકૃષ્ણ મહારાજ કહે કે તમે ચાલો મારી સાથે એક વખત. પછી ગોપીઓ જ્યાં સૂતી હતી ત્યાં રુક્મણીને લઈને ગયા. તો ગોપીઓના વાળમાંથી કૃષ્ણ, કૃષ્ણ, કૃષ્ણ એવો અવાજ નીકળે. રુક્મણીને કીધું કે તમારા માથાના વાળમાંથી આવો અવાજ આવે છે ? તો સાચો પ્રેમ આમનો છે કે તમારો છે ? ને હું તો પ્રેમને આધીન છું. આવો પ્રેમ સત્પુરુષમાં થાય તો જીવનો બેડો પાર થઈ જાય છે. પછી સત્પુરુષનું એક વચન પણ એ સમ્યક્ પ્રકારે અવધારણ કરી લે તો એનું કામ થઈ જાય છે. પછી લાંબા બોધની એને જરૂર પડતી નથી. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શું સાધન બાકી રહ્યું ? ગાથા - ૮ પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમભેદ સુઉર બસ; વહ કેવલકો બીજ ગ્યાનિ કહે, નિજકો અનુભૌ બતલાઈ દિયે. ભગવાન પ્રત્યે, ગુરુ પ્રત્યે, પોતાના આત્મા પ્રત્યે જ્યારે સાધકને અલૌકિક પ્રેમ આવે છે અને એ પ્રેમ પણ દિવસે, દિવસે વૃદ્ધિ પામતો જાય છે ત્યારે એ પ્રેમ, એ ભક્તિ તેને પ્રભુ એટલે આત્માનું મિલન કરાવી દે છે. જેમ નદીનો પ્રવાહ હોય એ વહેતો જ જાય, ક્યાંય અટકી ના રહે અને વધુ ને વધુ જોશપૂર્વક આગળ વધતો જાય, એવી રીતે ભક્તિ અને પ્રેમ જેમ જેમ વર્ધમાન થાય તેમ તેમ જીવમાં યોગ્યતા આવતી જાય છે. અત્યારે આપણો બધો પ્રેમ સંસારના સુખ અને પદાર્થો પાછળ છે. એટલે જ સંતોએ કહ્યું છે, જૈસી પ્રીતિ હરામ કી, ઐસી હર પર હોય, ચલો જાય વૈકુંઠ મે, પલ્લો ન પકડે કોય. બસ, આ ભક્તિનું, પ્રેમનું ઝરણું દિવસે દિવસે વધતું જાય, આત્મપ્રેમ વધતો જાય, પરમાત્મા પ્રત્યેનો પ્રેમ વધતો જાય, ગુરુ પ્રત્યેનો પ્રેમ વધતો જાય, ધર્મ પ્રત્યેનો પ્રેમ વધતો જાય. અંદરની રુચિ હોય તો પ્રેમ વધે છે, નહીં તો નિયમ લીધા હોય, પણ રૂઢિ પ્રમાણે કરી જાય, પણ અંદરમાં ભાવભાસન ના આવે અને ભાવભાસન વગરની સર્વ પ્રકારની સાધના નિષ્ફળ જાય. ભાવભાસન આવવું જોઈએ, પ્રેમ થવો જોઈએ. શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે, રુચિ અનુયાયી વીર્ય ચરણધારા સધે. જેની જ્યાં રુચિ છે ત્યાં તેની સર્વ શક્તિ લાગે છે અને તે ચારિત્રની ધારાને પ્રગટ કરી દે છે. પોતાના આત્મામાં અને આત્મા જેમણે બતાવ્યો એવા ગુરુ અને ભગવાન પ્રત્યે પ્રેમ કરવાનો છે. તેનાથી વિશેષ પ્રેમ મુમુક્ષુને, સાધકને જગતના કોઈ પદાર્થ ઉપર હોય નહીં. ઘરવાળા છેલ્લે, કુટુંબવાળા છેલ્લે પણ દેવ-ગુરુ-ધર્મ અને પોતાનો આત્મા સૌથી પહેલા અને સૌથી વિશેષ. યોગ્યતા હોય તો તે સહજમાં આવે છે. યોગ્યતા ના હોય તો જીવ ગમે તેટલું મથે તો પણ તેને એવો પ્રેમ સહજપણે આવતો નથી. કેટલાંય અંગૂઠાછાપ જીવોએ પરમાત્મામાં પ્રેમ, પોતાના આત્મામાં પ્રેમ કર્યો છે. એમને લખતા-વાંચતા નહોતું આવડતું, છતાં બધા શાસ્ત્રોનો સાર એમના હૃદયમાં આવી જતો હતો. Page #250 -------------------------------------------------------------------------- ________________ શું સાધન બાકી રહ્યું ? ૨૨૭ નરસિંહ મહેતા, મીરાંબાઈ ડબલ ગ્રેજ્યુએટ હતા ? કે ઇજનેર હતા ? કે ડૉક્ટર હતા ? છતાં આજે એમના પદો પર પી.એચ.ડી. થાય છે અને તે વધારે ભણેલો કહેવાય છે. એમના બનાવેલા ભક્તિના પદો મોટા મોટા માણસો પણ પ્રેમથી ગાય છે અને સાંભળે છે. ખરચે ન ખૂટે, વાકો ચોર ન લૂંટે; દિન દિન બઢત સવાયો. આ પ્રેમ કોઈ લૂંટી શકે તેમ નથી. અંદર જે ઝરો ફૂટ્યો છે ભગવાન પ્રત્યે, પોતાના આત્મા પ્રત્યેના પ્રેમનો, એ પ્રેમ સમકિતને ખેંચી લાવે છે, સમ્યગ્દર્શનને ખેંચી લાવે છે. પ્રેમ સહજ અને નિષ્કામ ભક્તિપૂર્વકનો હોવો જોઈએ. સકામ ભક્તિપૂર્વકના પ્રેમમાં બાર્ટર સિસ્ટમ ને માંગણીઓ છે અને નિષ્કામ ભક્તિમાં કોઈ માગંણી નથી, કોઈ ઇચ્છા નથી, માત્ર ઉત્કૃષ્ટ ગુણાનુરાગ છે. આવો પ્રેમ આપણામાં આવવો જોઈએ. પાત્રતા થશે તો સહજ આવશે. જેમ જેમ પાત્રતાનો વિકાસ થતો જાય છે તેમ તેમ સહજ પ્રેમ આવતો જાય છે, વધતો જાય છે – નદીના પ્રવાહની જેમ. પ્રેમભક્તિ વર્ધમાન થાય તેમ તેમ જીવમાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની યોગ્યતા આવતી જાય છે અને આત્મજ્ઞાન થયું હોય તો કેવળજ્ઞાન થવાની યોગ્યતા વધતી જાય છે. લાખો રૂપિયા ખર્ચવાથી યોગ્યતા નથી આવતી, પણ આવી પાત્રતાના કારણે યોગ્યતા આવે છે. ગોપીઓની ભક્તિ નિષ્કામ હતી. એમને કૃષ્ણ સિવાય બીજું કશુંય જોઈતું નહોતું. કૃષ્ણ માટે એ બધું છોડવા તૈયાર હતી. તનસે, મનસે, ધનસે, સબસે, કૃષ્ણ કી આન સ્વ-આત્મ બસે. તબ કારર્જ સિદ્ધ બને ગોપી કો. આવો પ્રેમ અને આત્માનું માહાત્મ્ય જેને આવ્યું તેને અંતરાત્મા અને પરમાત્મા પ્રત્યે પ્રેમ વધ્યા વગર રહેતો જ નથી. જે અંતરાત્માને આત્માની અનુભૂતિ સહિત આત્માનું માહાત્મ્ય આવ્યું છે, તેમનો પ્રેમ ભૌતિક સુખ કે ભૌતિક પદાર્થો કે ભૌતિક જીવો પ્રત્યે ના હોય. તેમનો પ્રેમ અલૌકિક માર્ગ પ્રત્યે હોય. ‘તમે અને અમે લૌકિક માર્ગે પ્રવર્તશું તો અલૌકિક માર્ગે કોણ પ્રવર્તશે ?’ આવી યોગ્યતા આવવી જોઈએ અને આત્માનું સાચું માહાત્મ્ય આવે તો એ યોગ્યતા આવ્યા વગર રહેતી નથી અથવા સાચા જ્ઞાનીઓનો યોગ થયો હોય અને આજ્ઞાશ્રિતપણે વર્તતો હોય તો તેનામાં પણ આવી યોગ્યતા આવી જાય છે. આટલો પ્રેમનો પ્રવાહ સદેવગુરુ-ધર્મ પ્રત્યે આપણે વધારવાનો છે. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શું સાધન બાકી રહ્યું ? દિન દિન બઢત સવાયો. સહજપણે વધે, કહેવું ના પડે. જેમ તમને ઘણી ભૂખ લાગે તો તમે રસોડા બાજુ આંટા તો મારવાના. તેમ છૂટવાની જેને તીવ્ર તાલાવેલી લાગી છે તે દેવ-ગુરુ-ધર્મની આજુબાજુ આંટા તો મારવાના, તેમનો આશ્રય ક૨વાના, તેમનો બોધ સાંભળવાના, તેમની આજ્ઞા પ્રમાણે ચાલવાના. તો જ એમની મોક્ષમાર્ગની ભૂખ ભાંગે, નહીં તો ના ભાંગે. બોધનું પરિણામ તો થાય. ધરાયેલાને તમે સારામાં સારી આઈટમ આપો તો એ જોશે, બહુ બહુ તો ચાખશે, પણ એ જમવાનો નહીં. ભૂખ્યાને જેમ ઘેબર દેતા, હાથ ન માંડે ઘેલોજી; સેવો ભવિયા વિમલ જિનેસર, દુલ્લહા સજ્જન સંગાજી. નિષ્કામ ભક્તિ વધારવાની છે. નિષ્કામ ભક્તિ એટલે ભગવાનને, ગુરુને અને પોતાના આત્માને unconditional surrender. આનું નામ સ્વધર્મ છે, વ્યવહારધર્મ છે અને નિશ્ચયધર્મમાં તો વાણીનો કોઈ પ્રવેશ નથી, એ તો ઉપયોગની આત્મા સાથે અભેદ દશા છે, અભેદતા છે. આ નિશ્ચયભક્તિ છે. આ પરાભક્તિ છે. ‘આત્મા અને પરમાત્માનું એકરૂપ થઈ જવું એ પરાભક્તિની છેવટની હદ છે.’ તો, ભક્તિ કરનારની અંદરમાં નમ્રતા આવશે, વિનય આવશે, અર્પણતા આવશે અને આજ્ઞાંકિતપણું આવશે. આ બધાય ગુણો તેને મોક્ષમાર્ગમાં આગળ વધારતા જાય છે. શ્રી પાનબાઈ કહે છે, ભક્તિ કરવી હોય તેણે રાંક થઈને રહેવું, ને મેલવું અંતર કેરુ માન રે. બહારમાં તું ગમે તેટલો મોટો છે, પણ એનું અભિમાન છોડી દે. ભક્તિ ન ભાવે તે જીવ અભાગિયા. તો, ‘પર પ્રેમ’ એટલે ઉત્કૃષ્ટ પ્રેમ. ‘બઢે પ્રભુસે.’ તેનો પ્રવાહ ભગવાન પ્રત્યે, પરમપુરુષ એવા સદ્ગુરુ પ્રત્યે અને પોતાના આત્મા પ્રત્યે વધે તો બીજા પ્રત્યેનો પ્રેમ ઘટવાનો. તમારી પાસે સો રૂપિયા છે, એમાંથી એક જગ્યાએ નેવું રૂપિયા ઈન્વેસ્ટ કરી દીધા તો તમારી પાસે બીજે ઈન્વેસ્ટ ક૨વા માટે માત્ર દસ રૂપિયા જ રહ્યા છે; તેમ જે સાધક છે, ભક્ત છે, એના ઉપયોગનું મોટાભાગનું ઈન્વેસ્ટમેન્ટ ભગવાનમાં, ગુરુમાં, પોતાના આત્મામાં અને તેમણે પ્રરૂપેલા ધર્મમાં હોય છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ શું સાધન બાકી રહ્યું ? અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાહીં; નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ. ૨૨૯ · શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૬૪ - ‘વીસ દોહરા' આનું નામ સ્વધર્મ છે. મોક્ષમાર્ગમાં નિષ્કામ ભક્તિપૂર્વકનો પ્રેમ વધતો જાય, એ ભક્તિ પરાભક્તિમાં ટ્રાન્સફર થાય, તેમ તેમ તેની યોગ્યતા વધતી જાય છે. સહજપણે પાત્રતા આવી છે માટે. પાત્ર જીવને સહજ હોય, અપાત્ર જીવ ખેંચીને કરે છે તો પણ સહજતા આવતી નથી, કેમ કે પાત્રતા નથી. ગમે તેવો પાપી જીવ હોય, તે પણ આ પ્રેમપ્રવાહથી પવિત્ર બની જાય છે. શ્રી ‘વિનયપાઠ’માં કહ્યું છે, અંજન સે તારે પ્રભુ ! જય જય જય જિનદેવ. અંજન ચોર જેવા પણ છૂટી ગયા. ભગવાન, ગુરુ અને પોતાના આત્મા પ્રત્યે પ્રેમ આવ્યો અને પોતાના તમામ અકાર્યો પ્રત્યે તેને ધૃણા થઈ કે આ મેં શું કર્યું ? દઢપ્રહારીએ અનેક જીવોને આખા નગરમાં માર્યા હતા, પછી તેને પશ્ચાત્તાપ થયો. પછી નગરના ચારે બાજુના દરવાજે ઊભા રહીને ઉપસર્ગ - પરિષહ સહન કર્યા અને બાંધેલા સર્વ કર્મોની નિર્જરા કરી નાખી. રૂનો ઢગલો કરવો હોય પાંચસો મણનો, તો મહિનો જોઈએ અને બાળવો હોય તો કેટલી વાર લાગે ? એક દિવાસળી, એક ચિનગારી બહુ થઈ ગઈ. પરમકૃપાળુદેવે કહ્યું છે, કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં શમાય. · શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૧૪ તેમ આત્મપ્રાપ્તિ માટે સર્વાર્પણપણે, પૂરા પ્રેમથી સત્પુરુષની ઉપાસના કરતાં કર્મનો ક્ષય થાય. એ શ્રદ્ધા, એ પ્રેમ, એ જ આત્મપ્રાપ્તિનો માર્ગ છે. તનસે, મનસે, ધનસે, સબસે, ગુરુદેવકી આન સ્વ-આત્મ બસે. પૂરા પ્રેમથી સર્વાર્પણપણું. આ જીવે પ્રેમ અનેક વસ્તુઓમાં ને પદાર્થોમાં ઢોળી નાંખ્યો છે, પણ એ નકામો જાય છે. જેમ પાણીનો નળ લીક હોય તો પાણી વેસ્ટ જાય, તેવી રીતે જગતપ્રેમનો પ્રવાહ વેસ્ટ જાય છે. તો, આત્મપ્રાપ્તિ માટે સર્વાર્પણપણે, પૂરા પ્રેમથી સત્પુરુષની ઉપાસના કરતાં કર્મનો ક્ષય થાય એ શ્રદ્ધા, એ પ્રેમ, એ માર્ગ છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શું સાધન બાકી રહ્યું ? ઉપાસના જિનચરણની, અતિશય ભક્તિસહિત; મુનિજન સંગતિ રતિ અતિ, સંયમ યોગ ઘટિત. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૫૪ - ૧/૫ સપુરુષની ઉપાસના કરતાં કર્મનો ક્ષય થાય. કર્મનો ક્ષય તો આત્માના આશ્રયે થાય છે, પણ પુરુષો આત્માનો આશ્રય કેમ થાય એની આપણને પ્રેરણા કરે છે, વિધિ બતાવે છે અને તે પ્રકારે આશ્રય કરીએ ત્યારે કર્મનો ક્ષય થાય છે. એટલે સપુરુષ ઉપર આરોપ આવે છે કે સત્પષના કહેવાથી કર્મનો ક્ષય થયો. દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેની શ્રદ્ધા, પ્રેમ, અર્પણતા અને એમની આજ્ઞા પ્રમાણે જીવન જીવવાનો પુરુષાર્થ – આ બધુંય જોઈશે. પુરુષની વિનય સહિત, ભક્તિ સહિત ઉપાસના કરવાથી સત્પરુષનો બોધ અંદરમાં યથાર્થ પરિણામ પામે છે; નહીં તો બોધનું પરિણમન થતું નથી. જ્ઞાનીપુરુષનો બોધ હજાર માણસો સાંભળતા હોય, પણ પરિણમન બે-પાંચને જ થાય છે કારણ કે, જ્ઞાની પુરુષ પ્રત્યે જે અર્પણતા છે, જે પ્રેમ છે, જે વિનય છે, જે ભક્તિ છે, જે બહુમાન છે, તે બાકીનાને નથી. જેને આવું બહુમાન, ભક્તિ ને પ્રેમ હોય છે તેને જ્ઞાનીઓના બોધનું પરિણમન સહજમાં થઈ જાય છે. આ જ અનાદિકાળનો માર્ગ છે. “મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ બની છે, એક જ્ઞાનીપુરુષની અને એક જ્ઞાનીપુરુષના સાચા આશ્રયવાનની.” આ શ્રદ્ધા દેઢ હોવી જોઈએ. જ્ઞાન ઓછું હશે તો ચાલશે પણ શ્રદ્ધા ઓછી હશે તો નહીં ચાલે, જ્ઞાન દુર્લભ નથી, ચારિત્ર દુર્લભ નથી, શ્રદ્ધા દુર્લભ છે. सद्धा परम दुल्लहा। શ્રદ્ધા પરમ દુર્લભ છે. અનાદિકાળમાં આપણે અનંતવાર મુનિ થયા, શાસ્ત્રજ્ઞાની થયા, ક્રિયાકાંડી થયા, અનેક પ્રકારની તપશ્ચર્યાઓ કરી, છતાં શ્રદ્ધાની વિપરીતતાના કારણે બધી સાધના સંસારના હેતુભૂત થઈ, મોક્ષના હેતુભૂત બની નહીં. જુઓ! આ શ્રદ્ધાની વિપરીતતા. શ્રદ્ધાનું સમ્યફપણું થવાની સાથે જ્ઞાન, ચારિત્રની બધી સાધનાનું સમ્યકપણું આવે છે. જો શ્રદ્ધાનું વિપરીતપણું હોય તો જ્ઞાન, ચારિત્ર કે સાધનાનું સમ્યકપણું આવતું નથી અને એ સમજાવવા માટે આ બધા શાસ્ત્રો છે. પુરુષની ઉપાસના થાય, એમના પ્રત્યે સર્વાર્પણપણે અર્પણતા થાય, શ્રદ્ધા થાય, એમના પ્રત્યે પ્રેમ આવે – આ માર્ગને સમજાવવા માટે જ બધા શાસ્ત્રો લખાયા છે. એ હોય તો શાસ્ત્ર વાંચતા પોતાને તેવો જ અનુભવ છે એમ જણાય. આ હોય અને શાસ્ત્ર વાંચે તો તેને અંદરમાં સાખ આવે કે, મારી માન્યતા આ જ છે. શાસ્ત્ર વાંચ્યા - નથી, પણ પહેલી વખત વાંચે છે, છતાં તેને ભગવાન પ્રત્યેનો, ગુરુ પ્રત્યેના પ્રેમ છે, બહુમાન Page #254 -------------------------------------------------------------------------- ________________ શું સાધન બાકી રહ્યું ? ૨૩૧ છે, શ્રદ્ધા છે, અર્પણતા છે તો શાસ્ત્ર વાંચતા તેને બધોય મર્મ સમ્યપણે સમજાતો જાય છે અને પછી એવી સ્થિતિ આવી જાય છે કે એક શ્લોક વાંચતા હજારો શાસ્ત્રોમાં તેનો ઉપયોગ ફરી વળે છે. આવો દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેનો અને પોતાના આત્મા પ્રત્યેનો પ્રેમ, અર્પણતા, આશ્રય, આજ્ઞાંકિતપણું એ જ શ્રદ્ધા અને સમકિત છે. આચાર્યશ્રી ઉમાસ્વામીએ કહ્યું છે, तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् ॥ · શ્રી તત્ત્વાર્થસૂત્ર – અધ્યાય – ૧ – સૂત્ર - ૨ - તત્ત્વની શ્રદ્ધા એટલે નવ તત્ત્વની, દેવ-ગુરુ-ધર્મની અને પોતાના આત્માની શ્રદ્ધા. તેનું નામ સમ્યગ્દર્શન છે અને આ થયું તો ત્યાંથી જ મોક્ષની શરૂઆત થાય છે. આમ, મોક્ષની શરૂઆત શ્રદ્ધાથી થાય છે. શાસ્ત્રજ્ઞાન ગમે તેટલું હોય, પણ જો શ્રદ્ધામાં ન્યૂનપણું હોય તો કાર્ય થતું નથી. બહારમાં ચારિત્ર ગમે તેટલું ઊંચું હોય પણ જો શ્રદ્ધાની અંદરમાં વિપરીતતા હોય તો તેનું કાર્ય થતું નથી. શ્રદ્ધાની યથાર્થતા જોઈએ. આ જ સત્પુરુષ છે, આ કહે છે તે જ મોક્ષમાર્ગ છે અને આ નવતત્ત્વ આમ જ છે તેવી શ્રદ્ધા રાખવી. ‘આપ્તપુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વચ્છંદનિરોધપણે આપ્તપુરુષની ભક્તિરૂપ, એ પ્રથમ સમતિ કહ્યું છે.’ આ પહેલો પ્રકાર આવે અને જો આ પકડી રાખે અને વમે નહીં તો પંદર ભવમાં મોક્ષે પહોંચાડે એવો પ્રકાર છે, કંઈ સાંમાન્ય નથી. આ તો આ કાળમાં આપણે બધા કરી શકીએ તેમં છીએ. આપ્તપુરુષના વચનરૂપ પ્રતીતિ એટલે તત્ત્વની શ્રદ્ધા. એમના વચનો એટલે નવ તત્ત્વ. પછી તેમણે જે જે આજ્ઞાઓ આપી હોય તેને આરાધવાની અંદરમાં તાલાવેલી જાગે કે, હવે મારે આ જ કરવું છે. સંસારમાં બહુ ફર્યા ને બહુ પદાર્થો ભેગા કર્યા ને ભોગવ્યા એમાંથી કંઈ શાંતિ મળી નહીં કે સાર મળ્યો નહીં. હવે તેને દૃઢ નિર્ણય થઈ ગયો. ‘સ્વચ્છંદ નિરોધપણે આપ્તપુરુષની પરમ ભક્તિ રૂપ.' સ્વચ્છંદનો ત્યાગ કરી અને આપ્ત એટલે વિશ્વાસ કરવા યોગ્ય દેવ-ગુરુ-ધર્મની ભક્તિરૂપ. ભક્તિ એ મોક્ષમાર્ગનું પ્રવેશદ્વાર છે. ભક્તિ વગરની બધી સાધના નિષ્ફળ જાય છે. જ્ઞાની હોય કે ધ્યાની હોય કે ગમે ગમે તે ચારિત્રધારી હોય; જેમ ઘી વગરની રોટલી લૂખી છે તેમ ભક્તિ વગરની સાધના પણ લૂખી છે. તો, આવો પરમ પ્રેમ તે જ શ્રદ્ધા અને સમકિત છે. બસ, આવો પ્રેમ લાવવાનો છે — દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યે. તેમની શ્રદ્ધા જેટલી દૃઢ થશે તેટલું સકિત નજીક ને નજીક આવતું જશે. – દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કિમ રહે, કિમ રહે શુદ્ધ શ્રદ્ધાન આણો; શુદ્ધ શ્રદ્ધાન વિષ્ણુ સર્વ કિરિયા કરી, છાર પર લીપણું તે જાણો. ધાર. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શું સાધન બાકી રહ્યું ? શ્રદ્ધાથી ભાવોની શુદ્ધિ થાય છે, આત્માની તથા પરિણામોની શુદ્ધિ થાય છે. એમના પ્રત્યે શુદ્ધ શ્રદ્ધાન ના થાય તો શુદ્ધિની વૃદ્ધિ થતી નથી. માટે, શ્રદ્ધા લાવો. વીતરાગ સર્વ કેવળજ્ઞાની પરમાત્મા, જેમને અનંત ચતુષ્ટય પ્રગટ થયા છે તે જ સદેવ છે. એ સિવાય અમારા માટે કોઈ સદેવ નથી ને કોઈ આરાધ્ય દેવ નથી, કોઈ પૂજવા યોગ્ય દેવ નથી, કોઈ વંદન કરવા યોગ્ય દેવ નથી. દેવ-દેવીઓની તુષમાનતાને શું ઈચ્છો છો? તુષમાનતા સત્યરુષની ઈચ્છો.” એમ પરમકૃપાળુદેવે કહ્યું છે. અન્ય દેવ-દેવીઓ તુષમાન થઈને બહુ બહુ તો કંઈક ભૌતિક સુખ કે પદાર્થો આપી શકશે. તે પણ તમારું પુણ્ય હશે તો! નહીં તો પાંચસો મણ સુખડી ચઢાવશો તો પણ એ બધી નિષ્ફળ જશે! અને મિથ્યાત્વ ગાઢું થશે પાછું. જે જીવને જે કંઈ મળે છે તે પોતાના પુણ્યના કારણે મળે છે, નહીં કે દેવ દેવીની તુષમાનતાના કારણે. જો પુણ્યનો ઉદય ના હોય તો કેવળજ્ઞાની પરમાત્મા પણ તમને કંઈ કરી શકે નહીં, તો સામાન્ય દેવ-દેવીની તો વાત જ જવા દો. એ પણ નિમિત્ત ના થઈ શકે. પુણ્ય પ્રમાણે બધી સામગ્રી મળે છે. આ શ્રદ્ધા હોય તો મિથ્યા દેવ-દેવીની માન્યતાને તમે છોડશો. એમના પ્રત્યે દ્વેષ કે ધૃણા નહીં. એ પણ તમારા સાધર્મિક બંધુ છે, એ પણ આત્મા છે. એમની સાથે “જય જિનેન્દ્ર નો વ્યવહાર રાખો, એથી આગળ નહીં. દેવના ખાનામાં કે ગુરુના ખાનામાં કે ધર્મના ખાનામાં એમને બેસાડવાના નહીં. એ જ્યાં છે ત્યાં બરાબર છે. તો, આવી આપ્તપુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વછંદ નિરોધપણે આપ્તપુરુષની પરમ ભક્તિરૂપ એ પહેલું સમકિત છે અને પહેલું સમકિત બીજા સમકિત (અનુભવાશે પ્રતીતિ) નું કારણ થાય છે. પહેલું યથાર્થ હશે, દૃઢ હશે તો અનુભવાંશમાં આવશે. દેવ-ગુરુ-ધર્મની કે તત્ત્વની શ્રદ્ધા વગર અનુભવાશમાં નહીં આવી શકો. પહેલું આ જોઈએ. “અમારે તો બધાય ભગવાન સરખા ને બધાય ગુરુ સરખા ને બધાય ધર્મ સરખા ! નકામા રાગ-દ્વેષ કરવાથી ફાયદો શું છે?' એમ અજ્ઞાનીઓ કહે છે. અમારે તો મહાવીર પણ સરખા ને મહમ્મદ પયગંબર પણ સરખા અને ઈશુ ખ્રિસ્ત પણ સરખા ! એ બધા પણ ભગવાન છે અને આ પણ ભગવાન છે! જુઓ! ક્યાં છદ્મસ્થ અજ્ઞાનીને કેવળજ્ઞાનીની સાથે બેસાડી દીધા! એ છદ્મસ્થ જીવ છે, કેવળજ્ઞાની તો છે નહીં અને કેવળજ્ઞાની નથી માટે અજ્ઞાની છે. કેવળજ્ઞાનની અપેક્ષાએ બધા છદ્મસ્થ ને જ્ઞાનીઓ પણ અજ્ઞાની કહેવાય. તો, એમને આપણે સદેવમાં બેસાડી દીધા એ ભૂલ થઈ. પણ હવે, બીજો મનમંદિર આણું નહિ, એ અમ કુલવટ રીત. જિનેસર. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ શું સાધન બાકી રહ્યું? સમકિતનું વાવેતર કરવાનું પહેલું કારણ દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા છે અને તે કેવળજ્ઞાનનું બીજ છે. વહ કેવલકો બીજ ગ્લાનિ કહે. સમ્યગુદર્શન એ કેવળજ્ઞાનનું બીજ છે. જેમ બીજનો ચંદ્રમા વધતો વધતો પૂનમરૂપે થાય છે, તેમ સમ્યગદર્શન રૂપ બીજ વધતું વધતું કેવળદર્શન રૂપ પૂનમમાં પરિણમે છે, કેવળજ્ઞાનરૂપે પરિણમે છે. આ માર્ગ છે અનાદિકાળનો. હવે અંદરમાં દેવ-ગુરુ-ધર્મ અને પોતાના આત્માની દઢતા થઈ જવી જોઈએ કે આ સિવાય બીજું કંઈ નથી અને એમાંય અંદરમાં તત્ત્વના વારંવાર ચિંતનથી, મનનથી, જ્ઞાનીનો બોધ સાંભળવાથી દઢત્વ આવી જવું જોઈએ કે મારા સ્વરૂપથી બહારમાં મારું કશું નથી. મારા સ્વરૂપના આશ્રય વગર મારું કલ્યાણ નથી. આટલું થશે તો તેને દઢ સ્વરૂપ-અનુસંધાનનો પુરુષાર્થ જાગશે – શ્રદ્ધા દેઢ હશે તે પ્રમાણે. મારા સ્વરૂપથી બહારમાં મારું કશું નથી. એટલે જે કંઈ પદાર્થના સંયોગ કે વિયોગ થાય એમાં તેને હર્ષ-શોક થતા હતા, એ હવે બંધ થઈ ગયા. થયું તો થયું, ને રહ્યું તો રહ્યું, ને ગયું તો ગયું, બન્યું તો બન્યુંનેના બન્યું તો ના બન્યું. જેમ થવાનું હતું તેમ થયું. બહારમાં કંઈ થયું કે ના થયું એનાથી આત્માને શું લાભ કે નુક્સાન છે? ઘરમાં, પોતાના દેહમાં કે બહાર દુનિયામાં કોઈ બનાવ બન્યા હોય – પોતાની ઇચ્છા પ્રમાણે બન્યા હોય કે ઇચ્છાની વિરુદ્ધ બન્યા હોય એમાં જો તમારું જોડાણ નથી અને સાક્ષીભાવ છે તો એ બનાવ તમને આગ્નવ-બંધના નિમિત્ત નહીં થાય. દુનિયાના બધાય બનાવો આપણને આસ્રવ-બંધના નિમિત્ત થાય છે એ નિમિત્ત નહીં થાય, કેમ કે ત્યાં તમારું જ્ઞાન હાજર રહેશે અને પર સાથે તાદાત્મ થવા ના દેવું એ જ્ઞાનનું કાર્ય છે અને તાદાત્મ નહીં થાઓ તો ભૂમિકાને અનુરૂપ આગ્નવ-બંધ નહીં થાય. સંવર-નિર્જરા ને મોક્ષમાર્ગ ચાલશે. ગણિતનો દાખલો છેક સુધી સાચો ગણ્યો હોય તો જવાબ સાચો આવશે અને સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકારમાં ક્યાંક ભૂલ કરી હશે તો તેનો જવાબ ખોટો આવશે. એવી રીતે નવતત્ત્વમાં ક્યાંય ભૂલ થઈ તો સમ્યગ્રદર્શનને બાધા આવશે. તત્ત્વાર્થશ્રદ્ધાને સમ્યગુદર્શનમ્ છે. તેને બાધા આવશે. એટલે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આગ્નવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ તત્ત્વમાં, સ્વરૂપને સમજવામાં અને શ્રદ્ધામાં કોઈ ભૂલ ના રહેવી જોઈએ. તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું? નિર્દોષ નરનું કથન માનો, ‘તેહ' જેણે અનુભવ્યું. – શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૬૭ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શું સાધન બાકી રહ્યું? આ દઢતા લાવો બસ. આ પહેલાં પ્રકારનું સમકિત છે. જ્ઞાનીઓ તમને આ આપવા આવ્યા છે કે આટલું સમકિત તો તમે અહીંથી લઈને જાઓ. જેમ “કટકો બટકો ખાજે, પણ રાણકપુરતો જાજે એ કહેવત છે, તેમ અહીં પણ કટકો બટકો ખાજે પણ સમ્યગદર્શન તો લેજે. તત્ત્વની શ્રદ્ધામાં કોઈ બાંધછોડ નહીં, એ તો આગમ અનુસાર, ભગવાન કેવળજ્ઞાનીના બોધ અનુસાર જ રહેવું જોઈએ. તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુબોધ; તો પામે સમકિતને, વર્તે અંતરશોધ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૦૯ સદ્ગુરુનો બોધ એ બધી મિથ્યા શ્રદ્ધા, માન્યતાઓ અને અજ્ઞાનને ટાળી નાંખે છે. જેમ એક દીવાનો પ્રકાશ થાય છે તો રૂમનું બધુંય અંધારું મટી જાય છે અને રૂમમાં રહેલા બધાય પદાર્થો દેખાય છે, તેમ જ્ઞાનીઓના બોધથી આપણને સમસ્ત વિશ્વના દરેક પદાર્થોનો નિર્ણય થઈ જાય છે અને આત્માનું સાચું ભાન થઈ જાય છે. પુરુષાર્થ તો તમારે જ કરવો પડશે. તમારા વતી બીજો કોઈ પુરુષાર્થ નહીં કરી શકે. સદ્દગુરુઆજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૩૫ નિમિત્ત જોઈશે. નિમિત્ત વગર કોઈ જીવે માત્ર ઉપાદાનથી કાર્ય કર્યું હોય એવું નથી. માટીમાં ઘડો થવાની યોગ્યતા છે પણ કુંભારનું નિમિત્ત ના હોય તો કરોડો વર્ષો સુધી માટી પડી રહે તો પણ એમાંથી ઘડો થાય નહીં. હા, પણ ઘડાનો કર્તા કુંભાર નથી, એટલું અંદરમાં લક્ષ રાખવાનું. ઘડાનો કર્તા માટી છે. કુંભાર વગર ઘડો ના થાય એ વાત સાચી છે, પણ કુંભાર નિમિત્ત છે. આવો નિમિત્ત-ઉપાદાનનો સંબંધ છે. ઉપાદાનનું કાર્ય તો ઉપાદાનના સમ્યફ પુરુષાર્થથી જ થાય. એટલે આત્મજ્ઞાન સમ્યક પુરુષાર્થથી જ થાય અને તેમાં નિમિત્ત તરીકે દેવગુરુ-ધર્મ અને તેમનો બોધ હોય. તેનું વારંવાર ચિંતન કરવું. બીજું કે સ્વરૂપ અનુસંધાન વગર આત્માનું કલ્યાણ નથી. અંતર્મુખ ઉપયોગ થયા વગર સ્વરૂપ અનુસંધાન આગળ વધવાનું નથી અને વૈરાગ્ય, ઉપશમના બળ વગર અંતર્મુખ ઉપયોગ નહીં થઈ શકે, ઊંડાણમાં નહીં જઈ શકો, ઉપયોગ તમારો ફેંકાઈ જશે. માટે, ઉપશમ-વૈરાગ્યનું બળ હોય અને તત્ત્વની શ્રદ્ધાની યથાર્થતા હોય તો સમકિત તમારા માટે સહજ છે, વધારે અઘરું નથી. સહેલામાં સહેલું હોય તો તે સમકિત છે અને અઘરામાં અઘરું મિથ્યાત્વ છે. તમે એ અઘરામાં અઘરું કાર્ય કરો છો અને Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ શું સાધન બાકી રહ્યું ? ભગવાન એ અઘરું કાર્ય કરી શકતા નથી ! ભગવાન મિથ્યાત્વનું સેવન કરી શકતા નથી. તો, ભગવાન કરતાં પણ તમે ઘણા આગળ છો !! મિથ્યાત્વ આદિક ભાવને, ચિરકાળ ભાવ્યા છે જીવે; સમ્યક્ત્વ આદિક ભાવને, ભાવ્યા નથી પૂર્વે જીવે. સમ્યગદર્શન થયું એટલે કેવળજ્ઞાનની છેક તળેટીમાં આવી ગયો. જેમ તમે પાલિતાણાની તળેટીમાં આવો, અને તમને ડુંગર દેખાય છે કે હવે અહીંથી ચઢવાનું છે. એક પગથિયું ચઢો એટલે તમારી ચઢવાની શરૂઆત થઈ ગઈ. તો, આ ભગવાન પ્રત્યેની ભક્તિ જગતના પદાર્થો પ્રત્યેની ભક્તિને ઘટાડે છે. કોઈ કહે કે સાહેબ ! અમે તો અમારા ઘરવાળાની પણ ભક્તિ કરીએ ને ભગવાનની પણ કરીએ. અમારે તો બધાયની ભક્તિ સરખી, નકામાં રાગ - દ્વેષ થાય એવું શું કરવા કરવું! ત્યારે જ્ઞાની કહે છે કે, એવું નથી પ્રભુ ! નરસિંહ મહેતાને કૃષ્ણની ભક્તિ વધારે હતી કે એમના ઘરવાળાની ભક્તિ વધારે હતી? ઘરવાળા ગુજરી ગયા તો તેમણે શું કહ્યું? “ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ.” તમે કોઈ દિવસ આવું બોલી શકો છો? નહીં બોલી શકો. કેમ કે, તમારો પ્રેમ ત્યાં ઢળેલો છે, મોહ છે. ભગવાનના નામે મીરાંબાઈએ ઝેર પી લીધા. હવે તમને કોઈ કહે કે આ ઝેર છે, પીવો, ભગવાને મોકલ્યું છે, ગુરુએ મોકલ્યું છે, તો તમે નહીં પીઓ. કારણ કે, એવી શ્રદ્ધા અને ભક્તિ નથી. અંત મેં સે તંત કાઢયા પીછે રહ્યા સોઈ, રાણે મેલ્યા વિના પ્યાલા પીએ મસ્ત હોઈ; અબ તો મેરે રામ નામ દૂસરા ન કોઈ. દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે પરમ પ્રેમ એ વ્યવહાર સમકિત છે, જે પહેલા પ્રકારનું સમકિત છે. અહીંથી મોક્ષની શરૂઆત થાય છે. જ્યાં પહેલું સમકિત દઢ થયું ત્યાં મોક્ષની શરૂઆત થઈ અને પછી એ ક્રમે ક્રમે આગળ જતાં આત્માની અનુભૂતિ કરી લે છે. આત્માના આશ્રય વગર તો કોઈનું કલ્યાણ થયું નથી થતું નથી અને ભવિષ્યમાં થાય એવી કોઈ વ્યવસ્થા પણ નથી. ત્રણે કાળમાં, ત્રણે લોકમાં તમામ જીવો માટે આત્માનું કલ્યાણ આત્માના આશ્રયે રહેલું છે. ગુરુનો, ધર્મનો, ભગવાનનો, શાસ્ત્રનો આશ્રય પણ આત્માનો આશ્રય કરવા માટે છે; એમના મારફતે આપણે આત્માનો આશ્રય જ કરવાનો છે. તો, આત્માનું જેમ જેમ માહાભ્ય આવતું જશે, જેમ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શું સાધન બાકી રહ્યું ? જેમ તેનું સ્વરૂપ સમજાતું જશે, જેમ જેમ જ્ઞાનીઓના બોધથી દઢતા આવતી જશે તેમ તેમ તમારો પ્રેમનો પ્રવાહ જગતના પદાર્થો પ્રત્યેથી ઘટી આત્મા તરફ વધતો જશે. ૧૦૦ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ છે તેમાંથી તમે સાંઈઠ-સિત્તેર ટકા તો કુટુંબમાં ને દેહમાં કરી નાખ્યું અને બાકીના પચ્ચીસ-ત્રીસમાં તો પાછા બીજા ઘણાય છે. બધાની સાથે સંબંધ રાખો, ફરજ બજાવો, ઉદય પ્રમાણે જે કંઈ કરવું પડે તે કરો પણ અંદરથી અલિપ્ત રહો. મોસાળમાં ખાવાનું હોય અને મા પીરસનારી હોય તો ઘી ની વાઢી ક્યાં વધારે ઊંધી વળે? દીકરા પર જ હોય ને! એમ આપણો દીકરો આત્મા છે. તો આપણા પ્રેમની વાઢી ક્યાં આગળ નમવી જોઈએ વધારે? દીકરારૂપી આત્મામાં. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં.” જેમ જેમ પાત્રતા, યોગ્યતા આવતી જશે તેમ તેમ આત્મા પ્રત્યે અને આત્મપ્રાપ્ત પુરુષો પ્રત્યે પ્રેમ વધતો જશે. પછી તમને કોઈનું માહાત્મ નહીં આવે, ફક્ત જ્ઞાનીનું માહાભ્ય આવશે. અમેરિકાના પ્રમુખ “મહાવીરસ્વામી ભગવાનની જય' બોલે તો તમને આનંદ થાય પણ તેમને મહાવીર શું છે એનો ખ્યાલ પણ ક્યાં છે? અને જ્ઞાનીઓ મહાવીર ભગવાનનું માહાસ્ય બતાવે છે તો તેમાં આપણને માહાત્મ થતું નથી, પણ ટ્રમ્પ સાહેબ બોલે તો આશ્ચર્ય કહેવાય. ટ્રમ્પ મહાવીરનું નામ લે છે અને ગાણા ગાય છે એના કારણે મહાવીર મહાન છે કે મહાવીર પોતાની સ્વરૂપદશાના કારણે મહાન છે? દુનિયાના જીવોને ટ્રમ્પનું માહાસ્ય આવે છે, આધ્યાત્મિક જીવોને મહાવીરનું માહાસ્ય આવે છે. ટ્રમ્પ નવાબ શરીફને ના મળે તો તેનું મોટું પડી જાય છે અને મોદીને મળે તો તેનું મોઢું મલકાય છે. કેમ કે, બન્નેને ટ્રમ્પનું માહાસ્ય છે, મહાવીરનું માહાસ્ય નથી. શાલિભદ્રને કહ્યું કે શ્રેણિક રાજા તમને મળવા આવ્યા છે, તો કહે નાંખો વખારમાં! રાજા એટલે શું એવી એમને ખબર નહોતી. એમને એમ કે રાજા એટલે કોઈ વસ્તુ. કારણ કે કોઈ દિવસ બહાર નીકળેલા નહીં. દોમ દોમ સાહ્યબી હતી. દરરોજ નવ્વાણું પેટી સ્વર્ગમાંથી આવતી. રાજાની સંપત્તિ કરતાં તેમની એક દિવસની સંપત્તિ વધારે હતી. કોઈ દિવસ ગાલીચા પરથી નીચે પગ નહોતો મૂક્યો. એમણે માતાને પૂછ્યું કે રાજા એટલે શું? એટલે માતા જવાબ આપે છે કે રાજા આપણો નાથ કહેવાય, આપણા પાલક કહેવાય. “મારા માથે નાથ?' એટલું વિચારતાં વૈરાગ્યમાં સરી પડ્યા અને વિચારવા લાગ્યા કે એવું કર્યું પદ છે કે જેમાં આપણી ઉપર કોઈ ન હોય, તો તે તો એક ભગવત્ પદ જ છે એમ વિચારી, નિર્ણય કરી સમસ્ત સુખ છોડી, દીક્ષા લઈને નીકળી ગયા. જુઓ, કેવા કેવા મહાપુરુષો કેવી રીતે વૈરાગ્ય પામી અને ક્ષણ માત્રમાં નીકળી ગયા છે ! Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ શું સાધન બાકી રહ્યું ? જ્ઞાની પ્રત્યે દઢ પ્રેમ થતાં આત્મદર્શન પમાય છે. દેઢ એટલે ગમે તેવા ઉદય કે નિમિત્ત આવે પણ ડગે નહીં. આવો દઢ પ્રેમ આવવો જોઈએ. બીજો મનમંદિર આણું નહીં, એ અમ કુલવટ રીત. જિનેસર. - શ્રી આનંદઘનજી કૃત શ્રી ધર્મનાથજિન સ્તવન નહિ અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળો; જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૬૭ સ્વપ્નમાં પણ જ્ઞાની અને તેમનો બોધ, પ્રત્યક્ષમાં પણ જ્ઞાનીનો બોધ વારંવાર સાંભરી આવે. ગોપીઓનો શ્રીકૃષ્ણ પ્રત્યે આવો પ્રેમ હતો. કૂવે પાણી ભરવા જાય તોય કૃષ્ણનું સ્મરણ, ચિંતન, ભક્તિ ચાલતી હોય. એક ગોપી પાણી ભરવા ગઈ ત્યારે તેના નાના છોકરાને સાથે તેડીને ગઈ. તે ભક્તિમાં એટલી બધી પાગલ થઈ ગઈ કે ઘડાને બદલે છોકરાને દોરડું બાંધીને કૂવામાં ઉતારી દીધો. જુઓ, આ ભક્તિ! કેવી ભક્તિ હશે ! વિચાર કરો. આ પરાભક્તિ છે. રુક્મણિ તેમની પત્ની હતી, પણ એમની પરાભક્તિ નહોતી અને ગોપીઓની પરાભક્તિ હતી. એટલે કૃષ્ણનો પ્રેમ રુક્મણિ કરતાં ગોપીઓ પ્રત્યે વધારે હતો. તો, દઢ પ્રેમ જ્ઞાની પ્રત્યે થતાં આત્મદર્શન પમાય છે. આ બહુ અગત્યનું વાક્ય મૂક્યું છે. જેટલો જેટલો જ્ઞાની પ્રત્યેનો પ્રેમ આપણો દઢ થશે, નિષ્કામ ભક્તિ થતી જશે તેમ તેમ આત્મદર્શન પ્રાપ્ત કરવાની યોગ્યતા આપણી વધતી જશે. આ જ માર્ગ છે અનાદિકાળનો. - “સત્યરુષની કૃપાદૃષ્ટિ એ જ સમ્યકત્વ છે.” એમ પરમકૃપાળુદેવે કહ્યું છે. કૃપા ત્યારે કહેવાય કે જ્યારે પૂર્ણ ભક્તિપૂર્વક અર્પણતા, આજ્ઞાંકિતપણું, વિનય હોય. જેમને આત્મજ્ઞાન પ્રકાશે છે તેમના પ્રત્યે અપૂર્વપ્રેમ આવતા, ત્યાં ધ્યાન સ્થિર થતાં આત્મદર્શન પમાય છે. પોતાના આત્માનો અનુભવ પ્રગટ થાય છે. અત્યાર સુધી આપણને જ્ઞાનીઓ પ્રત્યે અપૂર્વ પ્રેમ નથી આવ્યો. જો અપૂર્વ પ્રેમ આવ્યો હોત તો આપણી આ સ્થિતિ હોત જ નહીં. મળ્યા ઘણી વખત, પ્રેમ કર્યો ઘણી વખત, પણ અપૂર્વ અને અલૌકિક પ્રેમ જે થવો જોઈએ એવો પ્રેમ પુરુષ કે દેવગુરુ-ધર્મ પ્રત્યે આપણો થયો નહીં. પ્રેમથી ઉપયોગની ચંચળતા મટી જાય છે. ઉપયોગ ભક્તિમાં લાગે છે અને એ ઉપયોગ રિબાઉન્ડ થઈ પોતાના આત્મામાં સ્થિર થઈ જાય છે. આ પદ આત્માનું જ્ઞાન કરાવી દે છે. અપૂર્વ પ્રેમ આવે છે ત્યાં ધ્યાન સ્થિર થાય છે અને તેના દ્વારા આત્મદર્શન પમાય છે. પોતાના આત્માનો અનુભવ પ્રગટ થાય છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ અનુભવ ચિંતામણિ રતન, અનુભવ હૈ રસકૂપ, અનુભવ મારગ મોક્ષ કો, અનુભવ મોક્ષ સ્વરૂપ. ચિંતામણિ રત્ન પાસે તો ભૌતિક પદાર્થો કે ભૌતિક સુખ મળે, મોક્ષ ના મળે અને અનુભવ તો અચિંત્ય ચિંતામણિ છે. ચિંતવ્યા વગર પણ મોક્ષની પ્રાપ્તિ અનુભૂતિવાળાને થાય છે. અનુભવ અતીન્દ્રિય આનંદના રસનો કૂવો છે, એમાંથી ગમે તેટલો આનંદ કાઢો તો પણ ખૂટશે નહીં. મોક્ષનો માર્ગ પણ અનુભવ છે, અનુભૂતિ છે અને એ જ મોક્ષ છે. કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. — ગુજરાતી પદ્યાનુવાદ, શું સાધન બાકી રહ્યું ? શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૧૩ અખંડપણે આત્માની અનુભૂતિ ચાલે તેનું નામ કેવળજ્ઞાન છે. આત્માનો અનુભવ એટલે સ્વસંવેદનની અંદ૨માં આત્માના અતીન્દ્રિય આનંદની અનુભૂતિ. હવે તેને દુનિયાના તમામ કાર્યો, પદાર્થો અને રસ ફિક્કા લાગે. હવે, બધાયનું માહાત્મ્ય ઉપયોગમાંથી નીકળી ગયું. કોઈપણ કાર્યનું માહાત્મ્ય જ્ઞાનીઓને અંતરમાં નથી રહ્યું. ઉદયવશાત્ ભલે તેમને સંસારના અમુક કાર્યો કરવા પડે. આ તો પંચમ આરાના જ્ઞાનીઓ થયા છે. ચોથા આરાના હોત તો ઠીક છે. એ વખતના જીવો સરળ હતા, ધર્મના નિમિત્ત ઘણા હતા. આ કાળના જીવો વક્ર અને નિમિત્ત ઓછા અને તેમાં આ કામ કરવું એ તો મહા અઘરું કામ છે. ત્રીજા આરામાં તો તેના કરતાંય સરળ જીવો હતા પણ નિમિત્ત નહોતા, તો કામ થતું નહીં. ચોથો આરો બેઠો અને મોક્ષનો માર્ગ શરૂ થયો અને ચોથો આરો પૂરો થતાં સંપૂર્ણ મોક્ષમાર્ગ બંધ થઈ ગયો. આચાર્ય શ્રી પૂજ્યપાદસ્વામી કહે છે, भिन्न आत्मानं परोभवति ताद्वश्य । बरति दिपं यथोपास्य भिन्न भवति ताद्वश्य || ભિન્ન પરાત્મા સેવીને, તત્સમ પરમ થવાય; ભિન્ન દીપને સેવીને, બત્તી દીપક થાય. – શ્રી સમાધિશતક – ગાથા – ૯૭ Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ શું સાધન બાકી રહ્યું ? પરમકૃપાળુદેવે કહ્યું કે અમને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં ખૂબ કષ્ટ પડ્યું છે. રસ્તાના કાંટા સાફ કરતા અમને બહુ મહેનત પડી છે. તમારે તો સાફ કરેલા માર્ગ ઉપર ફક્ત ચાલવાનું છે. શિષ્ય કરતા ગુરુની જવાબદારી વધી જાય છે. તમે તો ચોખા ચઢાવ્યા એટલે છૂટા ! પણ પછી જે જવાબદારી આવે છે એ જવાબદારી જો બરાબર અદા ના થાય તો ગુરુ પણ દોષિત થાય છે. ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલે, તત્ત્વની શ્રદ્ધા કરે તો તેને અવશ્ય ગુરુ જેવી દશા પ્રગટ થાય. શ્રી “આચારાંગ સૂત્ર માં કહ્યું છે, आणाए धम्मो, आणाए तवो । પરમકૃપાળુદેવે પ્રભુશ્રીજીને કહ્યું હતું કે, “બીજ વાવ્યું છે, ખોતરશો નહીં. એટલે જ્યાં જ્યાં ચારે બાજુ દોડીએ છીએ એમાં બીજ ખોતરાઈ જાય છે અને રહી જઈએ છીએ. માટે જે મહાત્માઓએ સમ્યક્ત્વરૂપી દીવો પ્રગટ કર્યો છે તે મહાત્માના ચરણકમળની ઉપાસના, અચળ પ્રેમ અને ભક્તિથી અતિ નમ્ર ભાવે કરવામાં આવે અને યોગ્યતા સંપૂર્ણ થતાં સુધી ધ્યેયને લક્ષમાં રાખી વિનય, ભક્તિ કર્યા કરે તો જે મહાત્માના ચરણારવિંદ તેણે સેવ્યા છે તેની દશાને એટલે સમ્યક્દશાને તે ઉપાસક પામે છે. પરમપદને પામે છે. બહારમાં ગમે તેટલો ત્યાગ હોય, તપ હોય, શાસ્ત્રજ્ઞાન હોય તેનું માહાભ્ય મોક્ષમાર્ગમાં બહુ નથી. મોક્ષમાર્ગમાં માહાસ્ય સમ્યગુદર્શનનું, આત્માની અનુભવાત્મક શ્રદ્ધાનું છે. માટે, એ મહાત્માના ચરણકમળની ઉપાસના એટલે કે એમની આજ્ઞાની ઉપાસના કરવી. “મારું કહેલું ધાકડે ધાકડ કોઈ માનશો?' એમ પરમકૃપાળુદેવે લખ્યું છે. જે અનુકૂળ આવે તેટલું માનીએ અને પછી પ્રતિકૂળ આવે એટલે “સાહેબ ! વિચાર કરીને પછી કહીશ.” અણીનો ચૂક્યો સો વરસ જીવે. એટલે અહીં મોહ જીતી જાય છે." બીજો શબ્દ મૂક્યો છે- “અચળ પ્રેમ.” એટલે હવે એ પ્રેમ મોક્ષે જાય ત્યાં સુધી ચલાયમાન થવો જોઈએ નહીં. આવો પ્રેમ ગૌતમસ્વામીને મહાવીરસ્વામી પ્રત્યે હતો. પ્રભુશ્રીને પરમકૃપાળુદેવ પ્રત્યે હતો અને બીજા અનેક મહાત્માઓના જીવનચરિત્ર વાંચીએ તો, એ મહાત્માઓને પણ એમના પૂર્વના મહાત્માઓ પ્રત્યે એવો અચળ પ્રેમ હતો. અચળ પ્રેમ અને પ્રતીતિ અંદરમાં રાખવી. આ મોટી વાત છે. પ્રતીતિ એટલે શ્રદ્ધા, રુચિ, આશ્રય. શ્રદ્ધામાં જ્યારે જીવ ડગી જાય છે ત્યારે જે બોધનું પરિણમન થવું જોઈએ તે થતું નથી. દઢ પ્રતીતિ જોઈએ. જ્ઞાન ઓછું હશે તો ચાલશે, બહારમાં આચરણ ઓછું હશે તો ચાલશે પણ પ્રતીતિ, શ્રદ્ધામાં નવ્વાણું ટકા હશે તો નહીં ચાલે. એક સપુષમાં પ્રતીતિ આવી એને આખો મોક્ષમાર્ગ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ - શું સાધન બાકી રહ્યું ? પ્રાપ્ત થઈ ગયો. મુંબઈમાં એક ઘરની ઓળખાણ થઈ તો તમે આખા મુંબઈમાં લહેરથી ફરો. ખાવા, પીવાની, ઉતરવાની, રહેવાની તમારે કોઈ તકલીફ નહીં. એક જ ઘરની ઓળખાણ થઈ ગઈ. કામ થઈ ગયું બસ. વધારાની જરૂર નથી. પરમકૃપાળુદેવે પત્રાંક – ૭૬ માં કહ્યું છે કે, ‘માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્તો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.' વરસાદ પડે તો તેનું ફળ આવ્યા વગર રહે નહીં. રણમાં પડે તો મીઠું પકવે અને છીપમાં પડે તો મોતી પકવે અને ખેતરમાં પડે તો અનાજ પકવે, પણ નિષ્ફળ જાય નહીં. પ્રભુશ્રીજી એક દષ્ટાંત આપતા હતા કે એક નવો નવો શિષ્ય આવેલો અને ગુરુને પ્રશ્ન કર્યો કે આ સદ્ગુરુ અને સત્સંગનું ફળ શું ? બધાય સદ્ગુરુ, સદ્ગુરુ કરે છે, સત્સંગ, સત્સંગ કરે છે એનું ફળ શું ? તો કહે કે હું તને અત્યારે કહીશ તો તું નહીં સમજે, પણ આ પ્રશ્ન સામે ઝાડ પર બેઠેલા કાચિંડાને પૂછજે. એટલે શિષ્ય કાચિંડા પાસે જઈને પૂછે છે કે સદ્ગુરુ અને સત્સંગનું ફળ શું ? જેવું કાચિંડાએ આ સાંભળ્યું કે તરત જ કાચિંડાનો દેહ છૂટી ગયો. એટલે શિષ્યને એમ થયું કે આ તો મને હત્યાનું પાપ લાગ્યું. આના કરતાં ના પૂછ્યું હોત તો સારું થાત. એટલે ગુરુ પાસે પાછો આવ્યો કે સાહેબ ! તમે મને આવું કામ ક્યાં સોંપ્યું ? આ પૂછ્યું ને આ બિચારો મરી ગયો. તમે જ જવાબ આપો હવે. તો ગુરુ કહે કે હું જવાબ નહીં આપું, બાજુના ઝાડ ઉપર પોપટનું બચ્ચું છે તેને જઈને આટલું પૂછી લેજે; તને જવાબ મળી જશે. તો, પોપટના બચ્ચાને જઈને પૂછે છે કે સત્સંગ અને સદ્ગુરુ મળ્યાનું ફળ શું ? તો એ પણ મરી ગયો. ઓહોહો ! બે હત્યા લાગી આને ! પાછો આવે છે ગુરુ પાસે અને કહે છે કે તમે મને આવું શું કામ સોંપો છો ? આ તો હું તમને ના મળ્યો હોત તો સારું હતું. આ તો મને બે હત્યાઓ લાગી ગઈ. પણ ગુરુ કહે કે તારે સાચું સમજવું છે તો એનો ઉપાય તો આ જ છે. આ નિમિત્તથી તારી યોગ્યતા આવશે તો આ નિમિત્તથી તારું કામ થઈ જાય તેમ છે. શિષ્ય કહે કે હવે તમે જ મને કહો કે સત્સંગ અને સદ્ગુરુ મળવાનું ફળ શું ? તો ગુરુ કહે, તને હવે છેલ્લી વખત એક રાજકુમાર પાસે મોકલું છું. નવા જન્મ્યા છે, થોડા મોટા થયા છે, એમને જઈને તું પૂછજે. તો કહે કે સાહેબ ! આ મરી જાય તો રાજા મને મારી નાખે. પોપટમાં ને કાચિંડામાં તો વાંધો નહોતો, પણ રાજાને માંડ આ એક છોકરો અવતર્યો છે અને એ મરી જાય તો મારું તો આવી જ બને. પણ ગુરુ કહે કે તને કંઈ નહીં થાય. તું ચિંતા છોડી દે. હવે તને સાચો જવાબ અહીંથી Page #264 -------------------------------------------------------------------------- ________________ શું સાધન બાકી રહ્યું ? ૨૪૧ મળશે અને પછી તારે કોઈને પૂછવું પણ નહીં પડે. પાછો શ્રદ્ધા ને વિશ્વાસ રાખીને ગયો અને રાજકુમારને પૂછ્યું કે સત્સંગ અને સદ્ગુરુનું ફળ શું? તો રાજકુમાર કહે કે મૂર્ખા ! હજી પણ તું ના સમજ્યો ? હું કાચિંડાના ભવમાં હતો ત્યારે તારા ગુરુનો એક ‘સત્સંગ’ શબ્દ સાંભળ્યો અને તેના પુણ્યે પોપટ થયો. પોપટના ભવમાં ફક્ત એ શબ્દ સાંભળવાથી હું રાજકુમાર થયો છું. જો સત્સંગનું ફળ આ છે અને હવે અહીંથી હું મોક્ષે જવાનો છું. L અચળ પ્રેમ અને પ્રતીતિ હૃદયમાં રાખી અતિ નમ્ર ભાવે ભક્તિ, આજ્ઞાનું આરાધન કરવું અને યોગ્યતા સંપૂર્ણ થતાં સુધી ધીરજ રાખવી. કૂકર મૂક્યા પછી વારેઘડીએ ખોલાય નહીં. એની સીટીઓ વાગવા દો અને પછી ખોલશો તો અંદરનું બધું બફાઈ ગયેલું હશે. આત્મજ્ઞાન થયા પછી પણ કેવળજ્ઞાન થાય ત્યાં સુધી ધીરજ રાખવી. સત્પુરુષનો આશ્રય અને આજ્ઞાનું આરાધન આ બે ઘણું થઈ ગયું. મોક્ષમાર્ગમાં પાંચ-પચાસ ગુરુઓની જરૂર પડતી નથી. એક ગુરુ બહુ થઈ ગયા. નહીં તો શું થાય ? તો કે, ‘રાંડી રુએ, માડી રુએ પણ સાત ભરથારવાળી મોઢું ના ઉઘાડે.’ એવી દશા થાય. ગુરુબ્રહ્મા ગુરુર્વિષ્ણુ: ગુરુદેવો મહેશ્વરઃ । ગુરુઃ સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ ।। બ્રહ્મા એ ઉત્પત્તિ, વિષ્ણુ એ ધ્રૌવ્યતા તથા મહેશ એ વિનાશનું પ્રતીક છે. ગુરુ સમ્યક્ત્વની ઉત્પત્તિ, સમ્યક્ત્વનું રક્ષણ અને મિથ્યાત્વનો નાશ કરે છે. હવે સાધકની પાપપ્રવૃત્તિઓ ઘટતી જાય છે, આત્માની આરાધના વધતી જાય છે. ગુરુએ વિષ્ણુનું કામ કર્યું. આત્માનું રક્ષણ કર્યું અને આત્માની દશાની વૃદ્ધિમાં નિમિત્ત થયા. કર્મનો સંહા૨ ક૨વામાં ગુરુ મહેશનું કામ કરે છે. ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ પરમાત્મા, શુદ્ધાત્મા છે અને તેઓ પ૨માત્મપદની પ્રાપ્તિનો સાચો ઉપાય બતાવે છે. જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મા; એમ જાણી હે યોગીજન, કરો ન કાંઈ વિકલ્પ. પરમાત્મા બહાર નથી, તમારું સ્વરૂપ જ પરમાત્મા છે. આ દેહદેવળની અંદ૨માં જે બેઠો છે તે કા૨ણ પરમાત્મા છે અને એ કારણ પરમાત્માનો જીવ આશ્રય કરે તો કાર્ય પ૨માત્માપણું તેના આશ્રયે પ્રગટ થાય છે. પરમાત્માના આશ્રયે પરમાત્માપણું પ્રગટ ના થાય, પણ પોતાના ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક સત્તા, કારણ પરમાત્માનો આશ્રય કરવાથી પરમાત્માપણું પ્રગટ થાય છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શું સાધન બાકી રહ્યું ? ગુરુ આ દૃષ્ટિ કરાવે છે, તમારી પરમાત્મશક્તિની ઓળખાણ કરાવે છે, શ્રદ્ધા કરાવે છે, ઉત્સાહ લાવે છે અને સ્વરૂપ અનુસંધાનનો ઉગ્ર પુરુષાર્થ થાય એ પ્રકારનો બોધ આપે છે. કેટલું વાંચશો? કેટલા શાસ્ત્રો વાંચશો? અને હજારો શાસ્ત્રો વાંચશો તો એટલા માત્રથી કાર્ય થવાનું નથી. શાસ્ત્ર મૂકીને આત્માને પકડશો તો કામ થશે. આમ, સર્વ પ્રકારની બાહ્ય સાધના અભ્યતર સાધનાને પ્રગટ કરવા માટે છે. ગાડીના ટાયરમાં પંક્યર પડ્યું છે, અને તે બદલવું છે તો બોલ્ટ ખોલીને ટાયરને કાઢી નાખ્યું. હવે નવા ટાયરને ફીટ કરવા માટે બેરિંગમાં તેની એક્સલ ફસાય એ માટે લાગ રાખવો પડે છે. પછી અંદર જોરથી બેરિંગને ફટકો મારે છે અને એ બેરિંગ એક્સલમાં ઘુસી જાય છે અને પેલો લાગ નીકળી જાય છે. બસ, આ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની વિધિ છે. આ બધાય સાધનો લાગ જેવા છે અને ઉપયોગરૂપી બેરિંગ સ્વરૂપના ટાયરમાં ફીટ કરવાની છે. તો, આ નિમિત્ત લઈ, એવો ફટકો મારો કે નિમિત્ત બાજુમાં નીકળી જાય અને ઉપાદાનમાં ઉપયોગ સ્થિર થઈ જાય. બસ આ કળા શિખવાની છે. પરાશ્રયતામાં માર્ગ નથી, સ્વાશ્રયતામાં માર્ગ છે. પરાધીનપણામાં માર્ગ નથી, સ્વાધીનતામાં માર્ગ છે પણ એ સ્વાધીનતા પાત્ર જીવને આવે છે. બધાને નથી આવતી. જેના કષાય મંદ થઈ જાય, જેની વિષયની વાસના મોળી પડી જાય, જેને તત્ત્વના યથાર્થ બોધની શ્રદ્ધા, પ્રતીતિ ને પકડ આવે અને જે વારંવાર ગુરુની આજ્ઞા પ્રમાણે ભેદજ્ઞાનની સાધના કરે છે તે જીવ અવશ્ય એક દિવસ કાર્યની સિદ્ધિ કરી લે છે. દેવ-ગુરુ-ધર્મનું પરાવલંબનપણું પણ સ્વાવલંબન થવા માટે છે. ભક્તિ પણ એના માટે છે, સત્સંગ પણ એના માટે છે, સ્વાધ્યાય પણ એના માટે છે, જે કંઈ સત્સાધન કરો એ બધું એના માટે છે. સાધન અલગ વસ્તુ છે અને સાધ્ય અલગ વસ્તુ છે. ઉપયોગ તે સાધના છે. સાધના ઉપયોગની છે. ઉપયોગ બધાયની પાસે છે પણ ક્યાં લગાવવો એ કળા નહીં જાણતા હોવાના કારણે આપણો ઉપયોગ જુદા જુદા વિકલ્પોમાં ભટકે છે. તેને જ્ઞાનીઓના બોધમાં લગાડવાનો છે અને પછી આત્મામાં લગાડવાનો છે. ઉપયોગ નિર્મળ થશે તો ઘરમાં ઘૂસી શકશે અને ઉપયોગની અશુદ્ધિ વધારે હશે તો એ ઘરમાં ઘૂસી નહીં શકે, ગમે તેટલો પ્રયત્ન કરશો તો પણ નહીં ઘૂસી શકે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ; ગુરુ બિન સંશય ના મિટે, જય જય જય ગુરુદેવ. ગુરુ વગરનું જ્ઞાન સ્વછંદના કારણે ક્યાંક રખડાવી નાંખે છે પણ યથાર્થ સ્થળે પહોંચાડી શકતું નથી.. Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ શું સાધન બાકી રહ્યું ? જપ, તપ ઓર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ, સંતકી પાઈ કૃપા અનૂપ. પાયાકી એ બાત હૈ, નિજછંદનો છોડ; પિછે લાગ સપુરુષ , તો સબ બંધન તોડ. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૫૮ - ગાથા -૫, ૬ સ્વચ્છેદથી આપણે અનાદિકાળથી ઘણા મથ્યા છીએ. જયારે સાચા ગુરુનો યોગ થયો ત્યારે આપણામાં પાત્રતા નહોતી. માટે પહેલી પાત્રતા લાવવાની જરૂર છે. એટલે માર્ગાનુસારીપણાના ગુણો અને આત્માર્થીપણાના ગુણો પહેલા આપણામાં અંશે અંશે આવશે તો – આવે જયાં એવી દશા, સદ્ગુરુબોધ સુહાય; તે બોધ સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. જયાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા -૪૦, ૪૧ . અનાદિકાળથી આ ક્રમ ચાલે છે. માટે પહેલા પાત્રતા લાવવાની છે. વ્યવહારમાં પણ આપણે અન્યાય, અનીતિપૂર્વક વર્તીએ અને આત્માનું ધ્યાન કરવા જઈએ તો તે નહીં થાય. ન્યાય અને નીતિસંપન્નતા જોઈશે: આ બધા માર્ગાનુસારીપણાના ગુણો છો. તેવી રીતે વિનય પણ જોઈશે. મા-બાપનો વિનય, ગુરુનો વિનય, વડીલોનો વિનય, ગુણવાન જીવોનો વિનય જોઈશે. વિનય વગર વિદ્યા સાધ્ય થતી નથી. શ્રી મોક્ષમાળાના શિક્ષાપાઠ - ૩૨ - “વિનય વડે તત્ત્વની સિદ્ધિ છે' માં પરમકૃપાળુદેવે શ્રેણિક રાજાનું દૃષ્ટાંત આપ્યું છે. રાજગૃહી નગરીના રાજ્યસન ઉપર જ્યારે શ્રેણિક રાજા વિરાજમાન હતા ત્યારે તે નગરમાં એક ચાંડાળ રહેતો હતો. એક વખતે તે ચાંડાળની સ્ત્રીને ગર્ભ રહ્યો. ત્યારે તેને કેરી ખાવાની ઇચ્છા ઉત્પન્ન થઈ. તેણે તે લાવી આપવા ચાંડાળને કહ્યું. ચાંડાળે કહ્યું કે આ કેરીનો વખત નથી એટલે મારો ઉપાય નથી. નહીં તો હું ગમે તેમ કરીને મારી વિદ્યાના બળ વડે કરીને લાવી તારી ઇચ્છા પૂરી કરું. ત્યારે તે ચાંડાળની સ્ત્રીએ કહ્યું કે રાજાની મહારાણીના બાગમાં અકાળે કરી આપે એવો એક આંબો છે. તે પર અત્યારે કેરીઓ લચી રહી હશે. માટે ત્યાં જઈને એ કેરી લઈ આવો. તમારા Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શું સાધન બાકી રહ્યું ? ઘરવાળા ઓર્ડર કરે તો બધી વસ્તુઓ લાવો છો કે નહીં? આજ્ઞાંકિત છો કે નહીં? જેવા ઘરવાળાના આજ્ઞાંકિત છો એવા ગુરુના આજ્ઞાંકિત થાઓ તો કામ થઈ જાય. પોતાની સ્ત્રીની ઇચ્છા પૂરી પાડવા ચાંડાળ તે બાગમાં ગયો. ગુપ્ત રીતે તે આંબા સમીપે જઈને મંત્ર ભણીને તેને નમાવ્યો અને કેરી લીધી. બીજા મંત્રથી તેને હતો તેમ કરી દીધો. પછી તે કેરી તેની સ્ત્રીને આપી અને તેની સ્ત્રીની ઇચ્છા માટે નિરંતર તે ચાંડાળ વિદ્યાબળે ત્યાંથી કેરી લાવવા લાગ્યો. પછી આ તો રોજનું થઈ ગયું. એક દિવસે ફરતા ફરતા માળીની દષ્ટિ આંબા ભણી ગઈ. કેરીઓની ચોરી થયેલી જોઈ તેણે જઈને શ્રેણિક રાજા આગળ નમ્રતાપૂર્વક કહ્યું. શ્રેણિકની આજ્ઞાથી અભયકુમાર નામના બુદ્ધિશાળી પ્રધાને યુક્તિ વડે તે ચાંડાળને શોધી કાઢ્યો. અભયકુમારે ચાંડાળને પૂછ્યું કે આટલા બધા માણસો બાગમાં રહે છે છતાં તું કેવી રીતે કેરી લઈ ગયો કે જે વાત કોઈના કળવામાં પણ ના આવી. ત્યારે ચાંડાળે કહ્યું કે આપ મારો અપરાધ ક્ષમા કરજો . હું સાચું બોલી જાઉં છું કે મારી પાસે એક વિદ્યા છે. તેના યોગથી હું કેરીઓ લઈ શક્યો. અભયકુમારે કહ્યું કે મારાથી ક્ષમા ના થઈ શકે, પરંતુ મહારાજા શ્રેણિકને એ વિદ્યા તું આપ તો તેઓને એ વિદ્યા લેવાનો અભિલાષા હોવાથી તારા ઉપકારના બદલામાં હું અપરાધ ક્ષમા કરાવી શકે. ચાંડાળે એમ કરવાની હા કહી. પછી અભયકુમારે ચાંડાળને શ્રેણિક રાજા જ્યાં સિંહાસન ઉપર બેઠા હતા ત્યાં લાવીને સામે ઊભો રાખ્યો. ચાંડાળે પછી સામા ઊભા રહીને થરથરતા પગે શ્રેણિકને તે વિદ્યાનો બોધ આપવા માંડ્યો, પણ તે બોધ લાગ્યો નહીં. ઝડપથી ઊભા થઈ અભયકુમાર બોલ્યા કે મહારાજ! આપને જો વિદ્યા શિખવી હોય તો સામા આવીને ઊભા રહો અને તેને સિંહાસન આપો. રાજાએ વિદ્યા લેવા ખાતર એમ કર્યું તો તત્કાલ વિદ્યા સાધ્ય થઈ. હવે આ વાત માત્રબોધ લેવા માટે છે. એક ચાંડાળનો પણ વિનય કર્યા વગર શ્રેણિક જેવા રાજાને પણ વિદ્યા સિદ્ધ ના થઈ તો તેમાંથી તત્ત્વ એ ગ્રહણ કરવાનું છે કે સવિદ્યાને સાધ્ય કરવા વિનય કરવો. આત્મવિદ્યા પામવા નિગ્રંથ ગુરુનો જો વિનય કરીએ તો કેવું મંગળદાયક થાય? નિગ્રંથગુરુ એટલે રત્નત્રયધારી મુનિ. મુખ્યપણે ગુરુ તે છે. એમનો યોગ ના થાય તો આત્મજ્ઞાની પુરુષોનો પણ વિનય કાર્યકારી બને છે પણ નિગ્રંથગુરુના ખાનામાં એ ના આવે. બાકી આત્મજ્ઞાની ગુરુ છે એ તમારા ઉપકારી કે શિક્ષાગુરુ કહેવાય. એમનો બોધ પણ સાચો જ આવશે પણ નિગ્રંથગુરુની ગાદી ચારિત્રધારી પુરુષોની હોય છે, અચારિત્ર જીવોની હોતી નથી. જેમણે મહાવ્રત, સમિતિ, ગુપ્તિ અંગીકાર કર્યા છે, આત્મજ્ઞાન સહિત છે, અંતરંગ ત્રણ કષાયનો અભાવ થયો છે, પ્રમત્ત-અપ્રમત્ત Page #268 -------------------------------------------------------------------------- ________________ શું સાધન બાકી રહ્યું ? ૨૪૫ દશામાં વર્તી રહ્યા છે તે નિગ્રંથગુરુ છે. પરમકૃપાળુદેવ ‘જડ-ચેતન વિવેક' કાવ્યમાં કહ્યું છે, ‘નિગ્રંથનો પંથ ભવઅંતનો ઉપાય છે.’ ‘તે ગુરુ મેરે મન બસો’ એ પદમાં નિગ્રંથગુરુનો પંથ બતાવ્યો છે. એવી જ રીતે ‘અપૂર્વ અવસર’ પદમાં પણ નિગ્રંથગુરુના લક્ષણો મૂક્યા છે. પણ આવા ગુરુ દરેકને મળી જાય એવું તેમનું પુણ્ય પણ હોતું નથી અને પંચમકાળમાં એવા મુનિઓની બહુ અલ્પ અને ક્વચિત્ ક્વચિત્ થતા હોય છે. પરમકૃપાળુદેવે પણ કહેલું કે, ‘પાંચસો પાંચસો ગાઉ દૂર જ઼શો તો પણ જ્ઞાનીઓનો યોગ તમને નહીં થાય.' એવી કાળની સ્થિતિ છે. તો આવા રત્નત્રયધારી પ્રમત્ત – અપ્રમત્તદશામાં વર્તતા નિગ્રંથ મુનિ તો ક્યાં જોવા મળે ? પહેલા ગુરુ સર્વજ્ઞ અને બીજા નંબર પર નિગ્રંથ ગુરુ અને તે ના હોય તો ત્રીજા નંબર પર આત્મજ્ઞાની સત્પુરુષો, જે શિક્ષાગુરુ કે ઉપકારી ગુરુ કહેવાય. વિનય એ ઉત્તમ વશીકરણ છે. આહાહા ! જુઓ ! કોઈને પણ વશ કરવા હોય તો તેમનો વિનય કરવો. તમે ગમે તેટલા દબાણ લાવશો, કષાય કરશો, આડાઅવળા પ્રયત્ન કરશો તો એ વશમાં નહીં આવે. : અમારા ઘરે એક નોકર છે. એ ભાઈના ઘરે બરાબર કામ ના કરે, મારા ઘરે કરે. હું કહું નહીં તો પણ કરી નાંખે. એક ભાઈએ પૂછ્યું કે આમ કેમ છે ? મેં કહ્યું કે તમે બેસો. હમણાં સમજાવું છું. પછી પેલો નોકર કામ કરીને આવ્યો. એટલે મેં પેલા ભાઈને કહ્યું કે, જુઓ ! આ લક્ષ્મણ છે. આ મારું એટલું બધું ધ્યાન રાખે છે કે મારા ઘરવાળા પણ આટલું ના રાખે. કામ પણ સરસ કરે છે. આ રીતે પાંચ માણસ પાસે એના વખાણ કરો એટલે એ ખુશ. પછી હું ના કહું તો પણ એ નીચેથી પણ કચરો કાઢી નાંખે. પછી એ દિવસે કચરા-પોતા કરીને બધું સાફ કરી નાંખે. ખ્યાલ આવે છે ? એક નાના માણસનો વિનય પણ જો આ કામ કરે તો ગુરુનો વિનય, ભગવાનનો વિનય તમને આત્મજ્ઞાન પ્રાપ્ત કેમ ના કરાવે ? રે જીવ માન ન કીજિયે, માને વિનય ન આવે રે; વિનય વિના વિદ્યા નહીં, તો કિમ સમકિત પાવે રે. - શ્રી ઉદયરત્ન મહારાજ કૃત માનની સજ્ઝાય — વિનય કરશો તો વગર પૈસે, વગર પ્રયત્ને સહજમાં તમને વશ થઈને બધા જીવો કામ કરશે. આ નરેન્દ્ર મોદીને બધા કેમ આટલા વશ થઈને ફરે છે ? એ બધાયનો વિનય કરે છે. હમણાં પરદેશ ગયા તો સુષ્મા સ્વરાજના વખાણ કર્યા. તો, જ્યારે મોદીજી ત્યાંથી પાછા ફર્યા ત્યારે સુષ્મા સ્વરાજ એરપોર્ટ ઉપર તેમને લેવા ગયા. એવી રીતે વારાફરતી બધાના વખાણ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શું સાધન બાકી રહ્યું ? કરતા રહે એટલે બધાય એમને વશ રહે. વિનય એ ઉત્તમ મંત્ર છે. આ વાત લખી રાખો હૃદયમાં. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાને વિનયને ધર્મનું મૂળ કહ્યું છે. દેવ-ગુરુ-ધર્મનો વિનય જેટલો ઉત્કૃષ્ટ થાય તેટલા અલ્પ સમયમાં તેનું કામ થઈ જાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં પહેલો જ અધિકાર વિનયનો છે. ગુરુનો, માતા-પિતાનો અને પોતાથી વડાનો વિનય કરવો એ આપણી ઉત્તમતાનું કારણ છે. વિનયથી શ્રેણિક રાજાને વિદ્યા ફળી. મોક્ષમાર્ગમાં મોક્ષમાર્ગી જીવો પ્રત્યે, સાધકો પ્રત્યે પણ વિનય કરો. સાધકો પ્રત્યે પણ ઈર્ષા નહીં કે ભાઈ ! આ તો અન્ય દર્શનવાળા છે અથવા આ બીજા ગ્રુપના છે. બીજાની ઇર્ષા નહીં, બીજા પ્રત્યે દ્વેષ નહીં, બીજા પ્રત્યે વેરબુદ્ધિ નહીં, બીજા પ્રત્યે અહંકાર નહીં. કોઈપણ નાતનો હોય, જાતનો હોય, ધર્મનો હોય પણ ગુણીજનોનો વિનય કરો. સ્વામી ગુણ ઓળખી, સ્વામીને જે ભજે, દરિશણ શુદ્ધતા તેહ પામે; જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી, કર્મ ઝીંપી વસે મુક્તિધામે. શત્રુનો પણ વિનય કરો. શત્રુને મારવાનો નથી, શત્રુતાને મારો. આત્માના શત્રુ આ રાગ-દ્વેષ અને મોહ છે, તેને મારો. એમાં બધા દોષો આવી ગયા. એ શત્રુને મારો તો દરેક પ્રકારની શત્રુતાનો નાશ થઈ જશે. કોઈ પ્રત્યે શત્રુતાનો ભાવ જ નહીં આવે. કોઈ જીવ તમારા પ્રત્યે ગમે તેવું વર્તન કરતો હોય, જૂઠા આરોપ મૂકતો હોય કે તમને સતાવતો હોય, તો એમ ના સમજશો કે એ ખોટો છે. તમારો ઉદય છે એટલે એ નિમિત્ત થયો છે. કર્મના ઉદયમાં કોઈ ને કોઈ નિમિત્ત તો થવાનું. પુણ્યનો ઉદય હશે તો તેને અનુરૂપ નિમિત્ત તો આવવાના. માટે, શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો; જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. અપૂર્વ. ૧૦ — શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૭૩૮ - ‘શ્રી અપૂર્વ અવસ૨’ શત્રુ પણ આત્મા છે ને મિત્ર પણ આત્મા છે. બધાયને આત્મદૃષ્ટિથી જોશો તો શત્રુતા – મિત્રતાનો ભાવ નષ્ટ થઈ જશે. એનાથી આપણા આત્માનું કલ્યાણ છે. કોઈ પ્રત્યે તમે શત્રુતાનો ભાવ રાખ્યો, દુશ્મનીનો ભાવ રાખ્યો, કષાય કર્યા તો એનું નુક્સાન સામેનાને નથી, પણ તમને છે. કોઈનું પણ નુક્સાન પોતાના ભાવ બગડે ત્યારે છે. આપણા ભાવ બગડ્યા, તો Page #270 -------------------------------------------------------------------------- ________________ શું સાધન બાકી રહ્યું ? ૨૪૭ આપણા ભવ બગડી ગયા. આપણે તો દુઃખનું બીજ વાવી દીધું. એટલે કોઈ જીવ પ્રત્યે ઈર્ષા નહીં, દ્વેષ નહીં, વેર નહીં, એનું અહિત થાય એવી ભાવના નહીં. ભલે એ આપણાથી ગમે તેટલા વિપરીત વર્તતા હોય, આપણને ગમે તેટલું નુક્સાન પહોંચાડતા હોય. ‘સર્વ જીવનું ઇચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય.' જો સુખી થવું હોય તો બધાયનું સુખ ઇચ્છો અને બધાયનું તમારી અનુકૂળતા પ્રમાણે હિત કરો – વ્યવહારથી. અપકારી ઉપર પણ ઉપકાર કરતા શીખો. જો મોક્ષમાર્ગમાં આગળ વધવું હોય તો આ જરૂરી છે. કોઈની ઈર્ષા કરવાથી તમારામાં ગુણ પ્રગટ નથી થઈ જવાના. ભલે કોઈ દારૂડિયો છે, જુગારી છે, પણ તે આત્મા તો છે. અત્યારે એ જીવને એવા નિમિત્ત મળ્યા ને એવો ઉદય છે અને દશા નીચી છે એટલે એને આધીન થઈને વર્તી રહ્યો છે, પણ એની અંદરમાં પણ પરમાત્મા થવાની શક્તિ તો પડેલી છે. એ જો સવળો થાય તો તમારા કરતા પહેલા મોક્ષે જતો રહે એવી શક્તિવાળો છે. માટે, આપણા આત્માનું કલ્યાણ ક૨વા માટે આપણું કોઈપણ પ્રકારનું અહિત થાય એવો ભાવ કરવો નહીં – આ સાધના છે. દરેક સત્પુરુષોનો બોધ આટલો જ છે. તમારા આત્માનું હિત ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આર્કિચન્ય, બ્રહ્મચર્ય વગેરે ભાવથી છે. કોઈપણ આત્માનું હિત એ ભાવથી છે. તો, એ ભાવોની વૃદ્ધિ થાય એનું નામ ભાવોની વિશુદ્ધિ. એ ભાવોની વિશુદ્ધિથી તમારો ઉપયોગ સહેજે સહેજે તમારા આત્મામાં સ્થિર થઈ, આત્મજ્ઞાન અને ચારિત્રની દશા ક્રમે ક્રમે આગળ વધતી જશે. બહુ વાંચવાની પણ જરૂર નથી, બહુ દોડવાની પણ જરૂર નથી, બહારમાં કંઈ બહુ કરવાની પણ જરૂર નથી. આ એક ભાવની શુદ્ધિ તમને બધી સાધનાની સિદ્ધિ કરાવી દેશે. આ પ્રેક્ટિકલ સાધના છે. પૂજા, સ્વાધ્યાય, ભક્તિ, સત્સંગ એ બધી અનેક પ્રકારની ધર્મની ક્રિયાઓ થિયોરીકલ છે અને ભાવોને બગડવા ના દેવા અને ભાવોની શુદ્ધિની વૃદ્ધિ કરવી એ પ્રેક્ટિકલ સાધના છે. પછી ઘરમાં હોય કે બહારમાં હોય, દિવસ હોય કે રાત હોય, સામે ગમે તે હોય આપણા પ્રત્યેથી એક જ પ્રકારનું બેટિંગ છે – સમભાવ. મહાપુરુષોના જીવનચરિત્ર વાંચશો તો જોવા મળશે કે એમના જીવનચરિત્રમાં એમણે કોઈ દિવસ કોઈની નિંદા નથી કરી, કોઈના પ્રત્યે દ્વેષ નથી કર્યો, કોઈના પ્રત્યે વૈરબુદ્ધિ નથી રાખી, કોઈની ઈર્ષા નથી કરી, ત્યારે એ મહાપુરુષ થયા, નહીં તો એ મહાપુરુષ થાય કેવી રીતે ? આપણે બીજા સામે જોવાનું નહીં. આપણે તો આત્મા સામે જોઈને મોક્ષમાર્ગમાં આગળ વધવું છે તો આત્માને જેનાથી નુક્સાન Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શું સાધન બાકી રહ્યું ? થાય એ ભાવોને અટકાવવા. કેમકે, નુક્સાન પણ પોતાના ભાવોથી છે અને લાભ પણ પોતાના ભાવોથી છે. બંધાવાના કામીને ભગવાન છોડતો નથી અને છૂટવાના કામીને ભગવાન બાંધતો નથી. તમને દુનિયાનો કોઈ જીવ બાંધી શકે તેમ નથી કે કોઈ પદાર્થ બાંધી શકે તેમ નથી. તમારા મોહ અને રાગ-દ્વેષમય પરિણામ જ તમને બંધનમાં નાખે છે અને તમારા સમ્યગદર્શનજ્ઞાન-ચારિત્રના ભાવ જ તમને મુક્તિ અપાવે છે. બહારના પદાર્થોથી તમને મુક્તિ કે બંધ નથી. તમારા ભાવના આધારે તમને મુક્તિ કે બંધ છે, હિત કે અહિત છે. તમારું સર્વસ્વ તમારું સ્વ છે. બસ, તો સ્વનો આશ્રય કરશો તો સ્વાધીન થશો અને સ્વનો આશ્રય મૂકશો તો પરાધીનતા અને દુઃખ ભોગવશો. ભલે દશા નથી તો આત્મહિત સિવાયનું કોઈપણ કાર્ય કરવું પડે, પણ અંદરમાં હેય માનીને કરશો તો તમને વધારે નુક્સાન નહીં થાય. ઓછા નુક્સાનમાં તમારું કામ પતી જશે. ચાલતા ચાલતા તમારો પગ લપસી ગયો, હવે તમે પડવાના એ નક્કી, પણ જેટલો હાથનો ટેકો રાખીને પડશો એટલું ઓછું વાગશે. હાથનો ટેકો મળી જાય તો તમને કોઈ જગ્યાએ ફ્રેક્ટર નહીં થાય. જેના ભાવ બગડ્યા તેના ભવ બગડ્યા અને જેના ભાવ સુધર્યા તેના ભવ સુધર્યા. ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળજ્ઞાન. આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે. વારંવાર આ ભાવના ભાવો. આટલું પકડી રાખો તો તમારે વધારે કંઈ કરવાની જરૂર નથી. ચોવીસ કલાક how to apply in our life? તો જીવન કેવી રીતે જીવવું એની કળા તમે શીખી જશો. એક જ કળા છે કે કોઈપણ નિમિત્ત હોય, બનાવ હોય, એમાં મારે મારા ભાવ બગાડવા નહીં. ભાવોની શુદ્ધિ કર્યે રાખવી. બસ, આટલું તમે પકડી લો તો પરમકૃપાળુદેવ તરફથી ગુરુપૂનમનું નઝરાણું, ભેટશું તમને મળી ગયું અને તમારા ઉદય વગર તમને કોઈ કંઈ કરી શકે તેમ નથી. જિતને તારે ગગનમેં, ઉતને શત્રુ હોય; પર કૃપા હોય આત્મદેવકી, તો બાલ ન બાંકા હોય. Page #272 -------------------------------------------------------------------------- ________________ શું સાધન બાકી રહ્યું ? ૨૪૯ ગમે તેવી સ્થિતિ આવે એના પ્રત્યે તમે લક્ષ નહીં આપો તો તમારો કોઈ વાળ વાંકો કરી શકે તેમ નથી. પુણ્યનો ઉદય હોય કે પાપનો ઉદય હોય, શાતાનો ઉદય હોય કે અશાતાનો ઉદય હોય, અનુકૂળ નિમિત્ત હોય કે પ્રતિકૂળ નિમિત્ત હોય, બધામાં મારા ભાવ સુધરે એવો લક્ષ રાખો. અનુકૂળ નિમિત્તમાં રાગ ના થઈ જાય અને પ્રતિકૂળ નિમિત્તમાં દ્વેષ ના થઈ જાય. આ બન્ને રાગ અને દ્વેષ એ મોહની પેદાશ છે. એટલે એનું ધ્યાન રાખો. બસ, બીજું કંઈ ક૨વાનું નથી અને તમને કોઈ બાંધી શકે તેમ નથી કે જગતનો કોઈ જીવ છોડાવી શકે તેમ પણ નથી. બંધન-મુક્ત થવાની ક્રિયા તમારા હાથમાં છે. જ્યારે પાંચ સમવાય કા૨ણોનો યોગ થાય છે ત્યારે કાર્યની સિદ્ધિ થાય છે. તેમાં પુરુષાર્થની મુખ્યતા છે. પુરુષાર્થ કરો પણ કાળલબ્ધિ પાક્યા વગર પણ માત્ર પુરુષાર્થથી કાર્ય થવાનું નથી. માટે ધીરજ રાખવી. કાળલબ્ધિ લહી પંથ નિહાળશું રે, એ આશા અવલંબ; એ જન જીવે રે જિનજી જાણજો રે, આનંદઘન મત અંબ. પંથડો નિહાળું રે, બીજા જિનતણો રે, અજિત અજિત ગુણધામ. – – શ્રી આનંદઘનજી કૃત શ્રી અજિતજિન સ્તવન વીતરાગી દેવ, ગુરુ અને ધર્મની જે જીવ પ્રશસ્ત ભક્તિ, સેવા કરે છે તે જીવોને ક્રમે કરીને, આશાના આરાધન દ્વારા સંસાર ઉપરની આસક્તિ ઘટવા માંડે છે અને જ્ઞાનીની આત્મદશાની ઓળખાણ થતાં તેમાં રુચિ પ્રગટે ત્યારે જે આત્માનો ઉપયોગ બહાર છે તે ફરીને પોતામાં સ્થિર થવાનો પુરુષાર્થ જાગે અને એ રીતે કર્મની સ્થિતિ ઘટતાં અને પરિણામની શુદ્ધિ થતાં કોઈ અપૂર્વ પળે આત્મસ્વરૂપનું દર્શન જીવને થઈ જાય છે. નિષ્કામ ભક્તિનું ફળ મુક્તિ છે. અજ્ઞાની જીવોની ભક્તિ સકામ હોય છે અને જ્ઞાનીઓના સાચા આશ્રયવાનની ભક્તિ નિષ્કામ હોય છે. નિષ્કામ ભક્તિ એટલે મોક્ષની પણ ઇચ્છા વગરની ભક્તિ. ઘણી વખત આપણે સત્સંગ, ભક્તિ, સ્વાધ્યાય વગેરે કરીએ છીએ, પણ આસક્તિ ઘટવાના બદલે ઉપરથી વધે છે.પહેલા અગિયાર વાગ્યે દુકાન જતા હતા, હવે નવ વાગ્યે જવા માંડે તો સમજવું કે આસક્તિ વધી છે. પણ હવે આત્મસ્વરૂપનું માહાત્મ્ય આવતા પૈસા પાછળની દોટ મટી જાય છે. કેમ કે, પૈસામાં સુખ છે નહીં,પૈસામાં શાંતિ નથી, પૈસો આપણો થતો નથી અને એ પૈસાની પાછળ આત્માના પરિણામ અશુદ્ધ થઈ જાય છે, જેના કારણે શાંતિના બદલે અશાંતિ વધી જાય છે. સંતોએ કહ્યું છે કે સોયના નાકામાંથી ઊંટ પસાર થઈ જાય પણ પરિગ્રહધારીની ક્યારેય મુક્તિ ના થાય. Page #273 -------------------------------------------------------------------------- ________________ શું સાધન બાકી રહ્યું ? પરિગ્રહ એ પાપ છે. આત્માને ચારે બાજુથી ગ્રહી લે છે. દુનિયાના સુખ પ્રત્યેની, સ્ત્રીપુત્ર-પૈસા પ્રત્યેની, દેહ પ્રત્યેની આસક્તિ ઘટે, મોહ ઘટે, સુખબુદ્ધિ ઘટે, એ જ ભક્તિનું કે સાધનાનું ફળ છે. ૨૫૦ સંસાર અસાર છે. એમાં કંઈ સાર નથી. જેમ કેળના ઝાડમાં થડ હોતું નથી, પણ દેખાય લીલુંછમ અને અંદર કંઈ ના હોય; તેમ સંસારના ગમે તેટલા પદાર્થો મળે અને ભોગવે, તે પણ કરોડો વર્ષ સુધી, તો પણ સંસારમાંથી શાંતિ મળવી સંભવિત નથી કેમ કે, શાંતિ અને સુખ એ આત્માનો ગુણ છે, પરનો ગુણ નથી. સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો ? લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો કહો ? શું કુટુંબ કે પિરવારથી વધવાપણું, એ નય ગ્રહો; – શ્રી મોક્ષમાળા – શિક્ષાપાઠ - ૬૭ — આ રોજ બોલીએ છીએ અને પાછું વધારતા જઈએ છીએ. જેમ મરચાંનો શોખીન ગાંઠિયાની જોડે મરચાંને બટકું ભરતો જાય. મરચાં વગર ગાંઠિયા પાછા ભાવે નહીં. પાછું ભાવનગરી લવિંગિયું મરચું હોય એટલે સીસકારા પાડતો જાય, આંખમાંથી ને નાકમાંથી પાણી નીકળે, જીભ તડ-તડ થાય અને હવે એને એમ થાય કે મરચાંને અડવું નથી, ખાવું નથી, પણ જ્યાં ગાંઠિયા મોઢામાં નાંખે ત્યાં પાછો મરચાં પર હાથ જાય. અલ્યા ! આટલું દુઃખ થાય છે તો હવે મૂકને. તેમ સંસારની આસક્તિના કારણે અનાદિકાળથી અનંતવાર આટલા બધા ચાર ગતિના દુઃખો જીવોએ ભોગવ્યા તો પણ એ પાછો ભૂલી જાય છે અને પાછું ફરી એ દુઃખ ઉત્પન્ન થાય તેવું પુનરાવર્તન કરી રહ્યો છે. આવવી જોઈએ અનાસક્તિ, એના બદલે થાય છે આસક્તિ. તો જ્ઞાની મળ્યા, જ્ઞાનીનો બોધ સાંભળ્યો, જ્ઞાનીના વચનો વાંચ્યા, બીજી અનેક પ્રકારની ધર્મની સાધના કરી અને જો આપણી સંસારની આસક્તિ ઘટી નહીં તો સમજવું કે આપણે રૂઢિ પ્રમાણે સાધના કરી છે. તત્ત્વને ઓળખીને સાચા પ્રકારે કરી નથી. જેમ સવારે ઊઠીને ચ્હા પીવાની તેમ સવારે ઊઠીને પૂજા કરવાની, ને પછી સ્વાધ્યાય સાંભળવાનો ને પછી એકાસણું કે બિયાસણું કે ઉપવાસ કરવાનો. આ રૂઢિ થઈ ગઈ છે, પણ રૂઢિથી કલ્યાણ નથી. રૂઢિનું ફળ સામાન્ય છે, વિશેષ નથી. Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ શું સાધન બાકી રહ્યું ? મારું ગાયું ગાશે તે ઝાઝા ગોદા ખાશે, પણ સમજીને જે ગાશે તે વહેલો વૈકુંઠ જાશે. થોડી સાધના કરો, પણ સમજણપૂર્વકની કરો, યથાર્થ કરો. તો તેનું ફળ પરંપરાએ મોક્ષ મળશે. ભગવાનની ભક્તિ કરતા સાડા ત્રણ કરોડ રોમ ઉલ્લી જવા જોઈએ. ભગવાનની દશા ઉપર, ભગવાનની વીતરાગતા ઉપર, ભગવાનના અનંતજ્ઞાન અને આનંદ ઉપર ઉપયોગ જાય તો અંદરની મોહ અને આસક્તિ તૂટ્યા વગર રહે નહીં. છાર પર લીંપણું. જે મકાનમાં પોપડા ઉખડી ગયા હોય, તેના ઉપર થાગડથીગડ કરી બીજું છાણ નાખે તો એ ઉખડી જવાનું, તેમ શુદ્ધ શ્રદ્ધા વગરની ક્રિયા તે છાર પરના લીંપણ જેવી છે. જ્યારે આત્માનો નિર્ણય થાય ત્યારે સાચી અનાસક્તિ આવે અને સાચી અનાસક્તિ આવે તો સંસારના પદાર્થો ને સુખ પ્રત્યેની આસક્તિ ઘટે. આ રિઝલ્ટ આવે તો સમજવું કે આપણી ભક્તિ સાચી. આસક્તિ ઘટે તો સમજવું કે આપણે સાચા માર્ગે ચાલી રહ્યા છીએ. જેવી આસક્તિ સંસારના પદાર્થોમાં છે તેવી ભગવાન પ્રત્યે આવી જાય તો અનાસક્તિ આવ્યા વગર રહે નહીં. ભગવાન સંપૂર્ણ અનાસક્ત છે અને તેમનો ઉપયોગ અખંડપણે સ્વરૂપમાં સ્થિર થયો હોવાથી સ્વરૂપસ્થ છે. સ્વરૂપી હોવાના કારણે ભગવાન અનંત આનંદમાં લીન છે, અનંત શાંતિમાં લીન છે. એવી શાંતિ અંશે એના આશ્રિતોને પ્રગટ થાય છે. જ્ઞાનીને બહારથી તો બધા ઓળખે પણ આત્મદશાથી ઓળખે તો પાંચેય ઇંદ્રિયોના વિષયોમાંથી રૂચિ ઘટ્યા વગર રહે નહીં. જે કંઈ આરંભ-પરિગ્રહના કાર્યો છે એમાં રુચિ મોળી પડ્યા વગર રહે નહીં. તો, જે-જે ભાવોથી સંસારની વૃદ્ધિ થાય છે તે તે ભાવોની રુચિ અંદરમાંથી ઘટતી જાય, મટતી જાય અને ક્રમે કરીને નાશ થઈ જાય છે. સાચી વસ્તુનું માહાસ્ય આવે તો જીવ સ્વરૂપમાં ગયા વગર રહે નહીં. કેમ કે, અંદરમાં જે આપણું ત્રિકાળી ધ્રુવ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે એ જ પરમાત્મા છે. ભગવાનનો દેહ તે પરમાત્મા નથી. દેહ તો ભગવાનનો પણ જડ જ છે. સમવસરણ છે, ઈન્દ્ર ચામર ઢોળે છે માટે તેઓ ભગવાન છે એમ નથી. પણ જેમને અખંડ, અનંતજ્ઞાન પ્રગટ થયું છે, જે સર્વજ્ઞ છે, જે વીતરાગ છે, જે સ્વરૂપસ્થ છે, જે અનંત આનંદમય છે, માટે તેઓ ભગવાન છે. ભગવાન તે શુદ્ધ આત્મા છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ શું સાધન બાકી રહ્યું ? જે જિનદેહ પ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ. - શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૨૫ સમવસરણાદિ ભગવાનનું વર્ણન નથી. એ તો ભગવાનના પુણ્યનું વર્ણન છે. આત્માનો ઉપયોગ બહાર છે તેને પોતામાં સ્થિર કરવાનો પુરુષાર્થ કરવાનો છે અને અંતર્મુખ થવાની સાધના કરવાની છે. એના માટે એકાંત સ્થાનોમાં રહી ધ્યાનની વૃદ્ધિ કરવી અને જે જે સંગ તેમાં બાધક છે તેનો ત્યાગ કરવો. તીર્થકર ભગવાનનું વચન છે કે, | સર્વસંગ મહાગ્નવરૂપ છે. સંગ અપ્રશસ્ત હોય કે પ્રશસ્ત, તેમાં તમારો ઉપયોગ ગયો એટલે આસ્રવ ચાલુ. અશુભમાં ગયો તો અશુભ આસ્રવ અને શુભમાં ગયો તો શુભાગ્નવ. નિરાગ્નવતા નથી તથા આસ્રવ અને આત્મા વચ્ચે જ્યાં સુધી ભેદ સમજાયો નથી ત્યાં સુધી જીવ આસવમાં પ્રવર્તવાનો. અપ્રમત્ત યોગીશ્વર શ્રી કુંદકુંદાચાર્યદેવે કહ્યું છે, આત્મા અને આસ્રવતણો, જ્યાં ભેદ જીવ જાણે નહીં; ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી, અજ્ઞાની એવા જીવની. જીવ વર્તતાં ક્રોધાદિમાં, સંચય કર્મનો થાય છે; સૌ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. – શ્રી સમયસાર આપણે લોકોનો પરિચય વધારવામાં આનંદ માનીએ છીએ અને જ્ઞાનીઓ પરિચય ઘટાડવામાં આનંદ માને છે. આપણે પાંચ-પચાસને મળીએ તો આનંદ થાય છે અને જ્ઞાનીઓ કોઈને ના મળવાનું થાય એવું આયોજન કરીને અંદરમાં આનંદ લે છે. પરિગ્રહ, આરંભ અને સંગ એ સૌ અનર્થના હેતુ છે. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૫00 એનાથી કોઈ લાભ નથી, કોઈ શાંતિ નથી. પૈસો વધવાથી તમને શાંતિ મળી કે અશાંતિ મળી એ તો જુઓ! પુણ્ય વધ્યું કે પાપ વધ્યું? પુણ્ય તો ખર્ચી નાખ્યું અને પાપ બાંધી લીધું. જેવું માહાભ્ય આપણને પૈસાવાળાનું આવે છે તેવું ભગવાનનું આવતું નથી. એવું ધર્મનું આવતું નથી. એ બતાવે છે કે જીવની તત્ત્વદેષ્ટિ હજી યથાર્થ થઈ નથી. Page #276 -------------------------------------------------------------------------- ________________ શું સાધન બાકી રહ્યું ? ૨૫૩ જેને જ્ઞાન પ્રાપ્ત કરવું છે તેને જ્ઞાનીનું માહાત્મ્ય આવે અને જેને પૈસા પ્રાપ્ત કરવા છે તેને મુકેશ અંબાણીનું માહાત્મ્ય આવે, તાતાનું માહાત્મ્ય આવે અને જેને રાજગાદીનું માહાત્મ્ય છે તેને મોદીના અથવા ટ્રમ્પ સાહેબના સપના આવે. તમે કોઈના ઘરમાં જશો તો તમને ખ્યાલ આવી જશે કે આ કેવી રુચિવાળો જીવ છે. એના ઘરમાં જો વિરાટ કોહલીનું ચિત્રપટ હોય તો સમજવું કે આ ક્રિકેટનો શોખીન છે. રાણાપ્રતાપનો ભાલાવાળો ફોટો હોય તો સમજવું કે આ શૂરવીરતાવાળો જીવ છે. દેવ-દેવીઓના ફોટા હોય તો સમજવું કે આ અજ્ઞાનીનો ભક્ત છે. પરમકૃપાળુદેવે કહ્યું છે. દેવ-દેવીની તુષમાનતાને શું ઇચ્છો છો ? તુષમાનતા સત્પુરુષની ઇચ્છો. દેવ-દેવી કદાચ તમારા પર તુષમાન થશે અને તમારા પુણ્યનો ઉદય હશે તો તે તમને ભૌતિક પદાર્થો કે ભૌતિક સુખ આપશે પણ મોક્ષ નહીં આપી શકે. જ્યારે સત્પુરુષ તમારા પર રીઝશે તો એ મોક્ષ આપશે. કારણ કે, તેઓ મોક્ષના દાતા છે. પરમકૃપાળુદેવે પત્રાંક - ૨૦૦ માં કહ્યું છે કે જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ, એ સ્વાભાવિક સમજાય છે, છતાં જીવ લોકલાદિ કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી, એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે. બહુ વિચારવા જેવું છે. આખો પત્ર બહુ સરસ છે તે વિચારીએ. ૧. જીવ પોતાને ભૂલી ગયો છે અને તેથી સત્સુખનો તેને વિયોગ છે, એમ સર્વ ધર્મ સમ્મત કહ્યું છે. બધા ધર્મવાળાને આ સમ્મત છે. આત્મા પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે એટલે તેને સાચા અતીન્દ્રિય સુખનો વિયોગ છે. સાચું સુખ આપણને કેમ નથી મળતું ? કેમ કે, આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા છીએ. જેસ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. - શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧ (૨) પોતાને ભૂલી ગયારૂપ અજ્ઞાન, જ્ઞાન મળવાથી નાશ થાય છે, એમ નિઃશંક માનવું. જેમ પ્રકાશથી અંધકાર જાય, તેમ જ્ઞાનથી અજ્ઞાન જાય. જીવ પોતાને ભૂલી ગયો એ જ અજ્ઞાન છે. તારે દોષે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે, તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું, પોતે પોતાને ભૂલી જવું. — · શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૧૦૮ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શું સાધન બાકી રહ્યું? જેમ ઘઉંમાંથી કાંકરા વીણીને કાઢીએ તેમ જ્ઞાનીઓએ આપણને આપણા દોષ બતાવ્યા છે. “અન્યમાં શરીર આવી જાય, કર્મો આવી જાય, વિભાવો આવી જાય અને દુનિયાના બધા ચેતન-અચેતન પદાર્થો પણ આવી જાય. તેને જીવે પોતાના માન્યા અને પોતે સચિદાનંદમય છે એ ભૂલી ગયો. સ્વસંવેદનજ્ઞાન, આત્મજ્ઞાન થાય તો એ અજ્ઞાનનો નાશ થાય. તો એ આત્મજ્ઞાન, સમ્યકજ્ઞાન કેવી રીતે પ્રગટ કરવું? તે આગળ બતાવે છે. (૩) જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ. એ સ્વાભાવિક સમજાય છે, છતાં જીવ લોક-લક્નાદિ કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી, એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થાય. કંદોઈની દુકાને જઈ અને કાપડ માંગીએ તો ના મળે. તેમ અજ્ઞાનીઓ ભલે પંડિતો હોય કે ત્યાગીઓ હોય કે ગમે તેવા સાધકો હોય, પણ એમને સમ્યગદર્શન નથી, જ્ઞાન નથી તો એમની પાસેથી જ્ઞાન મળે નહીં. આ સ્વાભાવિક વસ્તુ છે. આ સમજે છે, છતાં અજ્ઞાનીનો આશ્રય છોડવો જોઈએ એ છોડતો નથી અને જ્ઞાનીનો આશ્રય કરવો જોઈએ એ કરતો નથી. આશ્રય કરવો એટલે આજ્ઞા પ્રમાણે ચાલવું. એમના પગ દબાવવા એ આશ્રય નથી. એમને પૈસા આપવા એ આશ્રય નથી. એમની આજ્ઞા પ્રમાણે ચાલવું એનું નામ આશ્રય છે. એ આશ્રય અનાદિકાળથી આપણે કર્યો નથી એટલે આપણું પરિભ્રમણ ઊભું છે. સંતચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક; પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક. ૧૬ – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૬૪ – “વીસ દોહરા' અજ્ઞાનીનો આશ્રય છોડે નહીં અને જ્ઞાનીનો આશ્રય કરે નહીં – આ અનંતાનુબંધી કષાયનું મૂળ છે એમ કહે છે. ભલે બહારમાં એ ગમે તેટલા મોટા કે પૂજ્ય હોય ને લાખો એમના ફોલોઅર્સ હોય, પણ જો એ આત્મજ્ઞાની નથી તો એ તમને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં નિમિત્ત નહીં થાય. માટે, તેમનો આશ્રય છોડો અને જે આત્મજ્ઞાની હોય એમનો આશ્રય કરો. (૪) જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઇચ્છવી, તેણે જ્ઞાનીની ઇચ્છાએ વર્તવું એમ જિનાગમાદિ સર્વ શાસ્ત્ર કહે છે. પોતાની ઈચ્છાએ પ્રવર્તતાં અનાદિકાળથી રખડ્યો. ઇચ્છાએ એટલે આજ્ઞાએ. જેને જ્ઞાન જોઈતું હોય તેણે જ્ઞાનીની આજ્ઞાએ વર્તવું એમ જિનાગમાદિ સર્વ શાસ્ત્ર કહે છે અને આચાર્ય ભગવંત રચિત શાસ્ત્રો છે એમાં પણ એ જ વાત આવે છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ શું સાધન બાકી રહ્યું ? आणाए धम्मो आणाए तवो । – શ્રી આચારાંગ સૂત્ર જ્ઞાનીની આજ્ઞા એ જ ધર્મ છે અને જ્ઞાનીની આજ્ઞા એ જ તપ છે. શ્રી મૂલાચારમાં પણ એ જ કહ્યું છે. પોતાની ઇચ્છાએ પ્રવર્તતાં એટલે સ્વચ્છંદથી, પોતાની કલ્પના અનુસાર ધર્મ કરવાથી જીવ અનાદિકાળથી રખડ્યો છે. ૨૫૫ (૫) જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ, એટલે આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૧ - હવે એક બાજુ ભગવાનની પ્રતિમા છે અને તેની તમે પૂજા-ભક્તિ કરો છો અને બીજી બાજુ આત્મજ્ઞાની સત્પુરુષ છે. ભગવાન પરોક્ષ છે અને સત્પુરુષ પ્રત્યક્ષ છે. એ તમને વર્તમાનમાં કહી શકશે કે ધંધો છોડો, ખોટા કામ છોડો, કંઈપણ ભૂલ કરતા હશો તો બતાવશે. જ્યારે ભગવાન અત્યારે કહેવા નહીં આવે. માટે જ્ઞાનીની ઇચ્છાએ જ્યાં સુધી જીવ વર્તે નહીં ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થાય નહીં. પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી, સ્વચ્છંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય. સ્વચ્છંદ, મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. — શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા – ૧૬ થી ૧૮ ઉપકારની અપેક્ષાએ ભગવાન કરતાં પણ સત્પુરુષ વધારે મહાન છે. જોકે, દશામાં ભગવાન મોટા છે, પણ ઉપકારની અપેક્ષાએ ગુરુ મોટા છે. અત્યારે ભગવાન કંઈ ઉપકાર Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શું સાધન બાકી રહ્યું ? કરવાના નથી કે અહીં આવવાના નથી. તમને અહીંયા ખૂબ તરસ લાગી અને તમારા ઘરે ફ્રીજમાં બદામના શરબતના બાટલા ભર્યા છે એ અત્યારે અહીં કામ નહીં આવે, પણ એક માટલી છે એનું એક ગ્લાસ પાણી તમારી તરસ ભાંગશે. આ પ્રત્યક્ષ છે. એમ પ્રત્યક્ષથી જે લાભ થાય તેટલો પરોક્ષથી લાભ થવાનો નથી. જ્યારે ભગવાન અહીં વિચરતા હતા ત્યારે પ્રત્યક્ષ હતા. જ્યારે જ્ઞાનીઓ હોય છે ત્યારે એ પ્રત્યક્ષ હોય છે. તે વખતે જીવ પ્રત્યક્ષને મૂકીને પરોક્ષને ભજે છે અને પ્રત્યક્ષ ગયા પછી એમની પ્રતિમાઓ બનાવીને પૂજે છે. આવો અજ્ઞાની જીવોનો રિવાજ છે. પુરુષને માનવા એ બહુ અગત્યનું નથી, પણ સત્પરુષની આજ્ઞાએ વર્તવું એ વધારે અગત્યનું છે. એટલે જ સપુરુષ મળે છે. ઘણાને, પણ ફળે છે કોઈકને જ. જે આજ્ઞાએ વર્તે છે તેને ફળ છે. (૬) જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એકનિષ્ઠાએ, તન, મન, ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. સૌથી વધુ આસક્તિ તનની, મનની અને ધનની છે. તનસે, મનસે, ધનસે, સબસે ગુરુદેવની આન સ્વ-આત્મ બસે; - તન, મન, ધનની આસક્તિ છૂટવી અઘરી છે. દેહનો નાશ થતો હોય તો તમે દેહને બચાવો કે આત્માને બચાવો? કોને બચાવો? આત્માને બચાવનારા જ્ઞાનીઓ અને મુનિઓ હોય છે. ગજસુકુમારે દેહને બચાવ્યો નહીં, આત્માને બચાવ્યો. કષાયભાવ ના થવા દેવા, વિભાવભાવ ના થવા દેવા એનું નામ આત્માને બચાવવું છે. તો, કષાયભાવ, વિષયોના ભાવ, વિભાવભાવ થાય એ આત્માનું રક્ષણ નથી, પણ ભક્ષણ છે. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે બધી આસક્તિને છોડે. કોઈ મુમુક્ષુ કહે કે અમે એ બધું છોડીને જ તો અહીં આવ્યા છીએ. ત્યારે ગુરુ કહે કે તારી વાત સાચી છે, પણ આસક્તિના કારણે ફરી પાછા ત્યાં જવાના છો. આસક્તિના કારણે જ, નહીં તો તમારું કોણ છે ત્યાં આગળ? દીકરાઓમાં આસક્તિ છે, ધંધામાં આસક્તિ છે, પૈસામાં આસક્તિ છે, બહાર વ્યવહારોમાં આસક્તિ છે, એટલે પાછા ભૂલી જાવ છે. એટલે સંસારીનો ધર્મગજજ્ઞાનરૂપ કહ્યો છે. હાથી જ્યારે તળાવમાં નાહવા પડે, ત્યારે આઠ-આઠ કલાક કે બાર-બાર કલાક સુધી ન્યાય અને સ્લેટ જેવો ચોખ્ખો થઈ જાય અને જ્યાં નદીની રેતમાં બહાર આવ્યો તો સૂંઢમાં ધૂળ ભરીને પોતાના શરીર ઉપર ઉડાડે. આવો ગજસ્નાન જેવો આપણો ધર્મ છે. Page #280 -------------------------------------------------------------------------- ________________ શું સાધન બાકી રહ્યું ? ૨૫૭ ઈડર જાય તો આઠ-આઠ કલાક ગુફામાંથી બહાર ના નીકળો. ખાધું નહીં, પીધું નહીં, વીસ-વીસ કલાક સુધી સાધના કરી અને પાછો ઘરે ગયો એટલે એ જ વિષય-કષાય ચાલુ ! અને પાછો કહે કે શું કરીએ સાહેબ ! સંસારમાં છીએ ને ! આમ, ટાઢું પાણી નાંખી દે છે. ભલે ત્યાં રહો, પણ આસક્તિ છોડો. આસક્તિના કારણે પ૨માં, પરભાવમાં તાદાત્મ્યતા થાય છે અને આસ્રવ-બંધ કરીએ છીએ. તમે જેવી રીતે ધર્મશાળામાં રહો છો એવી જ રીતે ઘરમાં રહો. આશ્રમની બાંધેલી દોરી પર તમે કપડાં નાંખશો અને જ્યારે નીકળશો ત્યારે તમારા કપડાં લઈને નીકળશો. દોરી એમ ને એમ પડી રહેશે અને તમે દોરી બાંધી હશે તો ? એ દોરી ઉપર કોઈના કપડાં સૂકાતા હશે તો આઘા-પાછા કરી, તમારી દોરી વાળીને તમે લઈ જશો. આનું નામ આસક્તિ. ભલે, વ્યવહાર છે એ બરાબર છે, પણ આસક્તિ તો છે અને ધારો કે દોરી છોડવી ભૂલી ગયો અને મુંબઈ પહોંચી ગયો તો આશ્રમમાં ફોન કરે કે અમારી દોરી રહી ગઈ છે તો રાખી મૂકજો. બીજી વખત આવીશું એટલે લઈ જઈશું અને મનમાં કેટલાય વિકલ્પ કરે કે કેમ ધ્યાન ના રહ્યું. આટલી ઉતાવળ કેમ કરી ? રાતની ટ્રેન હતી. શાંતિથી જવાનું હતું, તોય કેમ આમ થયું ? હવે ફરીથી ધ્યાન રાખવું. પં. દૌલતરામજી કહે છે, મુનિવ્રત ધાર અનંતવાર ગ્રેવેક ઉપજાયો; પૈનિજ આતમ જ્ઞાન બિના સુખ લેશ ન પાયો. · શ્રી છહ ઢાળા આસક્તિ છોડવી હોય તો દેવ, ગુરુ, ધર્મની ભક્તિમાં જોડાવું. તો આસક્તિ ધીમેધીમે નિર્મૂળ થઈ જશે. (૭) જોકે જ્ઞાની ભક્તિ ઇચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી, અને મનન તથા નિદિધ્યાસનાદિનો હેતુ થતો નથી, માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સત્પુરુષોએ કહ્યું છે. કોઈની પાસેથી માન, પૂજા, ભક્તિ, પૈસા કે જગતના કોઈ પદાર્થ ઇચ્છે તો તે જ્ઞાની નથી. જ્ઞાની ભક્તિ ઇચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષી જીવને ભક્તિ કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી. જુઓ ! સાંભળે છે ઘણા, પણ પરિણમન કોઈકનું જ થાય છે. જે ભક્તિ દ્વારા એમની સાથે આજ્ઞાંકિત થઈને વર્તી રહ્યા છે તેમનું કામ થાય છે. ઉપદેશ સાંભળવાવાળા બધાનું થતું નથી. આ અગત્યનું છે. મોક્ષાભિલાષીને તે કર્યા વગર ઉપદેશ પરિણમતો નથી. આ ઉપદેશનું પરિણમન જ્યારે જ્ઞાનીની તેને નિષ્કામ ભક્તિ જાગે છે ત્યારે થાય છે. બોધ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શું સાધન બાકી રહ્યું ? સાંભળે, બધા પણ દરેકને બોધ સાંભળ્યા પછી જે એનું મનન થવું જોઈએ, નિદિધ્યાસન થવું જોઈએ, અનુપ્રેક્ષણ થવું જોઈએ તે થતું નથી. ઘણી વખત વાંચી કે સાંભળી જાય પણ કલાક પછી પૂછો કે તમે શું વાંચ્યું? તો કહે, યાદ નથી. કેમ કે, મનન તથા નિદિધ્યાસન કર્યું નથી એટલે ભૂલી જાય છે. મનન થાય તો તેનું રિઝલ્ટ આવે. વારંવાર મનન કરશો, તો તેના દઢ સંસ્કાર પડશે અને દઢ સંસ્કારના કારણે અનાદિનું અજ્ઞાન દૂર થઈ, અંદરમાંથી જ્ઞાનનો પ્રકાશ પ્રગટ થશે. માટે મુમુક્ષુએ જ્ઞાનીની નિષ્કામ ભક્તિ અવશ્ય કર્તવ્ય છે, એમ ત્રણે કાળના તમામ જ્ઞાનીઓએ કહ્યું છે. નિષ્કામ ભક્તિ એટલે Unconditional surrender. (૮) આમાં કહેલી વાત સર્વ શાસ્ત્રને માન્ય છે. બધાય શાસ્ત્ર આ જ વાત કહે છે. શાસ્ત્ર વાંચીને પણ આપણે એનો સાર ના કાઢ્યો અને શાસ્ત્ર વાંચી ગયા. (૯) ઋષભદેવજીએ અઠ્ઠાણું પુત્રોને ત્વરાથી મોક્ષ થવાનો એ જ ઉપદેશ કર્યો હતો. પરમકૃપાળુદેવે પત્રાંક - ૧૯૪ માં કહ્યું છે, સૂયગડાંગ સૂત્રમાં ઋષભદેવજી ભગવાને જ્યાં અઠ્ઠાણું પુત્રોને ઉપદેશ્યા છે, મોક્ષમાર્ગે ચઢાવ્યા છે ત્યાં એ જ ઉપદેશ કર્યો છે: ઋષભદેવ ભગવાનના અઠ્ઠાણું પુત્રો જયારે ભગવાન પાસે રાજ માંગવા ગયા ત્યારે ભગવાને તેમને કહ્યું કે હે આયુષ્યમનો ! આ જીવે સર્વે કર્યું છે, એક આ વિના, તે શું? તો કે, નિશ્ચય કહીએ છીએ કે સત્પરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યા નથી. અથવા રૂ. પ્રકારે કરી તે ઉઠાવ્યા નથી અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મસ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે. આ બે ભૂલ થઈ છે આપણી. સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશ છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે, એવા મહાવીર ભગવાન તેણે આમ અમને કહ્યું છે. ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષપ્રાપ્ત થયા. એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળ અને સર્વ શાસ્ત્રમાં એ જ વાત કહેવાનો લક્ષ છે. ____ आणाए धम्मो आणाए तवो । આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ. ઋષભદેવ ભગવાને અઠ્ઠાણું પુત્રોને કહ્યું કે, તમારે છ ખંડનું રાજ જોઈએ છીએ કે ત્રણ લોકનું રાજ જોઈએ છીએ? પુત્રોએ કહ્યું કે ત્રણ લોકનું મળતું હોય તો છ ખંડ આમાં કંઈ નથી. Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ શું સાધન બાકી રહ્યું ? એટલે ભગવાને બધાયને કેશલોચ કરાવી દીધા અને દીક્ષા આપી દીધી. એ બધાય મોક્ષે ગયા અને પાછળથી બાહુબલીજી અને ભરતજી પણ મોક્ષે ગયા. સૌથી પહેલા મોક્ષે જવામાં બાહુબલી હતા, પછી બધા ગયા. ભગવાન પણ પછી ગયા. એ તો ઠીક છે, જેવું જેનું ભવિતવ્ય હોય તેવું થાય છે, પણ કહેવાનું એ કે કોઈ ભગવાન પાસે કે જ્ઞાની પાસે જાય અને આશીર્વાદ માંગે તો ભગવાન કે જ્ઞાની તેનો સંસાર નાશ થઈ જવાના આશીર્વાદ આપે. સંસાર વધે એવા આશીર્વાદ આપે તો એ જ્ઞાની નથી. તમને એમ થાય કે સાહેબ! મારો ધંધો બરાબર ચાલતો નથી, એટલે કંઈક એવા આશીર્વાદ આપો. ભગવાન પાસે જાવ તો ભગવાન કહે કે ભાઈ! મારી પાસે નહીં ઘંટાકર્ણ પાસે જાવ. આવા આશીર્વાદ હું નથી આપતો. હું તો તમે વીતરાગ થાવ એવા આશીર્વાદ આપું, એના સિવાય કોઈ આશીર્વાદ હું આપું નહીં. (૧૦) પરીક્ષિત રાજાને શુકદેવજીએ એ જ ઉપદેશ કર્યો છે. સાત દિવસ પછી પરીક્ષિત રાજાને નાગ કરડવાનો છે એમ જાણી શુકદેવજીએ તેમને આત્માની દઢ પકડ કરાવી દીધી કે આત્મા અજર, અમર, અવિનાશી, શાશ્વત છે. આવા હજાર નાગ કરડશે તો પણ તને કંઈ થવાનું નથી. સાતમા દિવસે પરીક્ષિત રાજાએ સમાધિમરણની બરાબર તૈયારી કરી લીધી. એકવાર સમાધિમરણ થાય તો અનંતકાળના અસમાધિમરણ ટળી જાય. પરીક્ષિત રાજાને શુકદેવજીએ આત્માનો ઉપદેશ કર્યો હતો. છ પદમાં, નવતત્ત્વમાં આત્માનો આશ્રય કર અને આત્માના આશ્રયે કલ્યાણ છે અને તું અજર-અમર-અવિનાશી, શાશ્વત છું આવો બોધ દઢ કરાવ્યો હતો. ક્યારે કોઈ વસ્તુનો, કેવળ હોય ન નાશ; ચેતન પામે નાશ તો, જેમાં ભળે તપાસ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૭૦ આ દઢ કરાવી દીધું હતું. મુનિઓને છેલ્લી વખતે જ્યારે મરણાંત ઉપસર્ગ - પરિષદ આવે છે ત્યારે તેઓ પોતાના ઘરમાં (સ્વસ્વરૂપમાં) ઘુસી જાય છે અને દેહાધ્યાસ છોડી દે છે. ઘણાને ઘાણીમાં પીલી નાખ્યા છે, ઘણાને નદીના પાણીમાં નાંખી દીધા છે, ઘણાને અગ્નિ સળગાવીને બાળી નાંખ્યા છે, અનેક પ્રકારે એમના મરણ થયા છે, પણ એને ઉદય સમજીને ઉપયોગને સ્વરૂપમાં સ્થિર કરી દીધો અને દેહ છોડીને કેવળજ્ઞાન લઈને મોક્ષે ગયા. એટલે પરમકૃપાળુદેવે કહ્યું કે અમને ગજસુકુમાર જેવો વખત હોજો અને આપણે શાલીભદ્ર જેવી Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ શું સાધન બાકી રહ્યું ? સિદ્ધિ માંગીએ ! એટલે બધા ઈન્કમટેક્સ ઓફિસરોને બાટલામાં ઉતારી દઉં. આ જીવે કંઈ બાકી નથી રાખ્યું માંગવામાં. (૧૧) અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે. અનંતકાળ સુધી તમે તમારા સ્વચ્છેદે વર્તીને ગમે તેટલો પરિશ્રમ કરશો, પુરુષાર્થ કરશો તો પણ તમે તમારાથી જ્ઞાન પામી શકશો નહીં અને જ્ઞાની મળ્યા પછી તમે તમારાથી જ જ્ઞાન પામી શકશો, જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પ્રગટ કરી લે છે. (૧૨) શાસ્ત્રમાં કહેલી આશાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે, મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. આ બધા શાસ્ત્ર પરોક્ષ છે. એ કહેવા નથી આવવાના. શાસ્ત્રમાં લખ્યું છે કે ચા પીવાથી નુક્સાન થાય છે, માટે આ છોડવી જોઈએ; પણ શાસ્ત્ર આ છોડાવા આવવાના નથી અને જ્ઞાની હશે તો કહેશે કે ભાઈ ! આ મૂકી દે. એટલે જીવ તરત મૂકી દેશે ને કામ થઈ જશે. તો, પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞાથી અનેક પ્રકારના અપલક્ષણો છૂટી જાય છે અને પછી કલ્યાણ ના થાય એમ બને નહીં. (૧૩) આ જ્ઞાનમાર્ગની શ્રેણી કહી એ, પામ્યા વિના બીજા માર્ગથી મોક્ષ નથી. (૧૪) એ ગુપ્ત તત્ત્વને જે આરાધે છે, તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે. પ્રત્યક્ષ અમૃત એટલે આત્માનો અતીન્દ્રિય આનંદ. ભલે સંસાર ઘટે કે ના ઘટે એ તો ઉદયછે, પણ સંસારની આસક્તિ ઘટવી જોઈએ. ઉદય હોય તો ના પણ છૂટે, ભરત મહારાજાને ૮૩ લાખ વર્ષ સુધી સંસારમાં રહેવું પડ્યું હતું, પણ આસક્તિપૂર્વક નથી રહ્યા. છ ખંડની ગાદી ઉપર બેઠેલા, પણ સાહેબ ! એમ કેવી રીતે હોય? તો કહે તમારી દુકાનમાં મહેતાજી છે એને જુઓ. એ તમારા ચોપડા લખે છે, કોઈ ગ્રાહક આવે તો માલ બતાવે છે, વેચે છે, કોઈની ઉઘરાણી ના આવી હોય તો ઠપકારે છે કે બાર મહિના થયા, જૂના માલના પૈસા પહેલા આપી જા, પછી નવો માલ લઈ જા. પણ એ પૈસા ના આવે ને પેઢી ડૂબી જાય તો શેઠ રડે, મહેતાજી રડે નહીં. કેમ કે, મહેતાજીને આસક્તિ નથી, છતાં એ વહીવટ કરે છે. વહીવટ કરવા જેવો તો છે જ નહીં, પણ જો કરવો પડે તો આસક્તિ વગર વહીવટ કરો. Page #284 -------------------------------------------------------------------------- ________________ શું સાધન બાકી રહ્યું ? ૨૬૧ જ્ઞાનીની આત્મદશાની ઓળખાણ થતાં તેમાં રુચિ પ્રગટે ત્યારે જે આત્માનો ઉપયોગ બહાર છે તે ફરીને પોતામાં સ્થિર થવાનો પુરુષાર્થ જાગે અને એ રીતે કર્મની સ્થિતિ ઘટતા પરિણામ વિશુદ્ધ થવા માંડ્યા. આસક્તિના કારણે પરિણામ અશુદ્ધ હતા, આસક્તિ ઘટી એટલે કષાય મોળા પડ્યા, વિષયો મોળા પડ્યા એના કારણે પરિણામોની શુદ્ધિ વધી. પરિણામની શુદ્ધિ થતા કોઈ અપૂર્વ વખતે આત્માનુદર્શન જીવને થઈ જાય છે. બસ, સહજપણે થઈ જાય છે. કાળલબ્ધિ લહી પંથ નિહાળશું રે, એ આશા અવલંબ; એ જન જીવે રે જિનજી જાણજો રે, આનંદઘન મત અંબ. પંથડો. – શ્રી આનંદઘનજી કૃત અજીતજિન સ્તવન આમ, એકવાર સમ્યગદર્શન થતાં જેમ બીજમાંથી વૃક્ષ થાય છે તેમ તે વધતાં-વધતાં જીવ તે ભવે કે જન્માંતરમાં પુરુષાર્થ કરી ઘાતી કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રગટાવશે. તેથી જન્મમરણ ટળી જઈ આત્મા શાશ્વત સુખને પામશે. વહ કેવલકો બીજ ગ્લાનિ કહે, નિજકો અનુભી બતલાઈ દિયે. સમ્યગુદર્શન બીજ રૂપે છે એ વધતું-વધતું કેવળજ્ઞાનરૂપે પ્રગટ થઈ જાય છે. કોઈને પૂર્વના કર્મઓછા હોય, ને વર્તમાનનો પુરુષાર્થ ઉગ્ર હોય તો એ ભવે પણ થઈ જાય અને કોઈને બે-પાંચ-પંદર ભવમાં પણ થાય, પણ અવશ્ય એના ઘાતી કર્મોનો ને અઘાતી કર્મોનો નાશ થઈ જાય. જેને સમકિત પ્રગટ થયું, એ હવે સંસારમાં વધારેમાં વધારે રહે તો અર્ધપુલ પરાવર્તન કાળ. તેનાથી વધારે કાળ કાઢશે નહીં, હવે નિયમથી મોક્ષે જવાનો. ત્યાં સુધી મિથ્યાત્વના ગર્ભમાં અનંતો સંસાર અને અનંતા દુઃખ પડ્યા છે. આત્મજ્ઞાનીની આજ્ઞા આરાધવી અને સંસારના પદાર્થો અને સુખની આસક્તિ ઘટાડ્યા વગર જ્ઞાનીનો બોધ પરિણામ પામતો નથી અને એના દ્વારા કાર્યની સિદ્ધિ બનતી નથી. માટે આ જરૂરી છે. આજ્ઞા એ અંકુશ છે, ભવપરિભ્રમણમાં જતા જીવને આડી પાળ સમાન છે. જેમ તળાવનું પાણી વહી જતું હોય અને તેની ઉપર પાળ કરી નાંખો તો એ પાણી અટકી જાય છે. ડેમ બાંધીને પાણીને બાંધી દીધું છે. નહીં તો ચારે બાજુ ઘણા ગામડાને શહેરનું નુક્સાન કરીને સમુદ્રમાં જાય. હવે બાંધ્યા પછી તેમાંથી નહેરો કાઢી તેના દ્વારા પાણી ખેતરોમાં આપી એ પાણી લાખો એકર જમીનમાં જાય છે. જે પાણી વિનાશ કરતું હતું એ જ પાણી વિકાસમાં કારણભૂત થયું. તેમ આપણી શક્તિ જે આત્માના વિનાશ બાજુ ખર્ચાતી હતી અને આપણે Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ શું સાધન બાકી રહ્યું ? અનંત દુઃખ પામતા હતા તે જ શક્તિને આત્માના વિકાસ અને આત્માની સાચી સાધના, રત્નત્રયની સાધનામાં લગાડી તો એ જ શક્તિ તમને અનંત સુખમાં, આનંદમાં નિમિત્ત થાય છે. વસ્તુ એની એ જ છે. એનો સદુપયોગ કેમ કરવો એ કળા જ્ઞાની શીખવે છે. અજ્ઞાની એ બતાવી શકે નહીં. અજ્ઞાની જ્યાં મોક્ષમાર્ગ નથી ત્યાં મોક્ષમાર્ગ બતાવશે અને જ્યાં મોક્ષમાર્ગ છે ત્યાં એની દૃષ્ટિ પણ જતી નથી, તો એ બીજાને તો શું દૃષ્ટિ કરાવશે ? સમ્યગ્દર્શન થયા પછી ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં, ભવનાં બીજતણો આત્યંતિક નાશ જો; સર્વ ભાવ જ્ઞાતા દેષ્ટા સહ શુદ્ધતાં, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો અપૂર્વ. ૧૫ — શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક – ૭૩૮ - ‘અપૂર્વ અવસર’ ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ✰✰✰ Page #286 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ-૫૬ હે ભગવાન! હું બહુ ભૂલી ગયો, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમતત્ત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં. હે ભગવન્! હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુમદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા! તમારાં કહેલા તત્ત્વવિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નીરાગી પરમાત્મા! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું તેમ તેમ તમારાતત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નીરાગી, નિર્વિકારી, સચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ગૈલોક્યપ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ! હે સર્વજ્ઞ ભગવાન! તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઇચ્છું છું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ક્ષમાપના ક્ષમાપના એટલે પ્રતિક્રમણ, આલોચના, દોષોનું પ્રાયશ્ચિત્ત. અનાદિકાળથી રાગદ્વેષ, મોહમય પરિણામો દ્વારા આપણે અનેક પ્રકારના દોષો કરતા આવ્યા છીએ. એથી જ કર્મ બાંધીને ચારે ગતિમાં પોતાના દોષના કારણે આપણે દુઃખી થયા છીએ. તો આપણા દોષો કયા કયા છે ? એ દોષો કેમ જાય ? એના માટે આપણે શું પુરુષાર્થ કરીએ તો આપણે નિર્દોષપણે રહી આત્માનું પૂર્ણ કલ્યાણ કરી શકીએ ? તેનો ઉપાય ‘ક્ષમાપના’ છે. હકીકતમાં તો જીવ પોતે જ પોતાનો દોષી છે, બીજા પ્રત્યે આપણે દોષ કરીએ છીએ એ તો વ્યવહાર છે. બીજા પ્રત્યે કોઈપણ પ્રકારનો દોષ કરતાં જીવ સ્વયં દોષી બની જાય છે; અને પરિણામ અનુસાર બંધ પડે છે, પછી એના જે કાંઈ કર્મો બંધાય છે એનું ફળ પોતે જ ભોગવે છે. આ આખું જગત – ૮૪ લાખ યોનિના જીવો, વર્તમાનમાં જે બહારમાં સુખી કે દુ:ખી દેખાય છે તે પોતાના કરેલા કર્મના ફળ ભોગવે છે. તો, કર્મ માત્ર કુશીલ છે, ચાહે શુભ હોય કે અશુભ હોય. ક્ષમાપનાનો પાઠ આપણે લગભગ દ૨૨ોજ બોલી જઈએ છીએ, પણ જો એનો ‘ભાવ’ અને અર્થ સમજ્યા હોઈએ તો એનાથી આપણને ઘણો લાભ થાય. કોઈપણ ક્રિયા ભાવ વગરની થાય એનાથી વિશેષ લાભ ન થાય. કોઈપણ ધર્મની ક્રિયા તમે કરો એની અંદર એ શબ્દોનો ભાવ ભાસે અને ભાવપૂર્વક બોલાય, સમજણપૂર્વક બોલાય, લક્ષપૂર્વક બોલાય, તો એની એ જ ક્ષમાપના અને એના એ જ ભક્તિના પદો ઘણા લાભકર્તા થઈ જાય છે. અત્યાર સુધી આપણે રૂઢિ પ્રમાણે ધર્મની બધી ક્રિયાઓ કરી છે. જે કોઈ જે ધર્મ પાળતા હોય, જૈન હોય તો જૈન, જૈનોની અંદ૨માં જે કોઈ ફાંટા હોય તે બધા ફાંટાઓ - દિગંબર, શ્વેતામ્બર, સ્થાનકવાસી, તેરાપંથી, તારણપંથી વગેરે – દરેક ફાંટાઓવાળા કે જેને જ્ઞાનીઓનો યોગ થયો નથી, એ બધા ધર્મની ક્રિયાઓ તો ઘણી કરે છે, પૂજાઓ કરે, ભક્તિ કરે, ધ્યાન કરે, સ્વાધ્યાય કરે, સામાયિક કરે, પ્રતિક્રમણ કરે વગેરે ઘણું કરે, પણ જો સમજણપૂર્વક થાય, ભાવપૂર્વક થાય, લક્ષપૂર્વક થાય તો એના એ જ શબ્દો, એની એ જ ક્રિયા આપણને મોક્ષના હેતુભૂત થાય. મોક્ષના હેતુભૂત ક્રિયા તો એક જ છે - સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની અભેદતા અને તે કોઈ પંથની કે વાડાની ચીજ નથી; એ તો આત્માનો સ્વભાવ છે. કોઈપણ વાડાની અંદરમાં તમે પૂરાઈ જાઓ એટલે સંપૂર્ણ સત્ય તમારા હાથમાંથી જતું રહે છે. હા, વાડામાં સારી વસ્તુને લઈ લો એનો નિષેધ નથી, પણ એનો અર્થ એવો નથી કે બીજાઓમાં સારી વસ્તુ હોય એનો સ્વીકાર ના કરવો. તમે જમણવા૨માં જમવા જાઓ છો તો વીસ-પચ્ચીસ આઈટમો જુદી જુદી હોય છે, Page #288 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૨૬૫ તો જે જોઈએ એ તમે ડીશમાં લઈ લો છો ને ? નથી જોઈતી એને મૂકી દો છો. ત્યાં આગળ તો વિવેક રાખો છો, ભેદજ્ઞાન રાખો છો, હેય-ઉપાદેયનો વિવેક અંદરમાં રાખો છો. તો એવી રીતે આપણા આત્માનું કલ્યાણ થતું હોય તો, “તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી. માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસારમળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે.’’ શ્રીમદ્ભુએ બધાયમાંથી સારી-સારી વસ્તુઓ લીધી છે. દિગંબરોમાંથી પણ લીધું છે, શ્વેતાંબરોમાંથી પણ લીધું છે, સ્થાનકવાસીમાંથી પણ લીધું છે, અન્ય દર્શનોમાંથી પણ લીધું છે. વૈરાગ્યનું બળ વધે, ઉપશમનું બળ વધે તે આપણું પ્રયોજન છે. જૈનદર્શન સિવાય અન્ય દર્શનની વાતો પણ એમણે લીધી છે. શ્રી ગણેશપ્રસાદ વર્ણી બહુ મહાન સંત હતા. બહુ ભદ્રિક, સરળ, ક્ષુલ્લક અવસ્થામાં અને એલક અવસ્થામાં હતા. હિરજનો અને મુસલમાનો એમને માનતા. તે લોકોએ કહ્યું કે બાપજી ! તમે અમારા હાથે આહાર નથી લીધો, પણ અમે આટલા ફળ-ફળાદિ આપીએ છીએ. તમે કોઈને ત્યાં આપી અમારા વતી વાપરજો. તેઓ બહુ ભદ્રિક હતા. એટલે શ્રાવકોને કહ્યું કે આ લઈ લો અને પછી આહાર-પાણીમાં ઉપયોગ કરજો. તો રૂઢિવાદી જૈનોએ વિરોધ કર્યો કે તમે હરિજનોનું ખાઓ છો; મુસલમાનોનું ખાઓ છો ! તેઓએ કહ્યું કે જુઓ ! આ ફળ છે એ તો વૃક્ષ ઉપર ઊગ્યું છે, એ મુસલમાનની માલિકીનું નથી. તમે રેલવેમાં જાઓ છો ને કોઈ મુસલમાન ટિકિટ આપે તો લો કે ના લો ? એને પૈસા આપો કે ના આપો ? અને પાછા પૈસા લો કે ના લો ? અને એ પૈસા તમારા ખિસ્સામાં રાખો કે ના રાખો ? તો આ જે રૂઢિવાદ હતો એ એમણે બધો બંધ કરાવી દીધો. કોઈ પ્રેમથી, ભાવથી ભક્તિ કરે છે તો એને લાભ જ છે અને દરેક બાબતમાં વિરોધ કરવો એ અંદરની શાંતિને હણી નાખે છે. કોઈપણ પ્રકારનો વિરોધ નહીં કરવો. અત્યારે એની ભૂમિકા છે એને અનુરૂપ એ સાધન ક૨શે. પછી આગળની ભૂમિકામાં આવશે ત્યારે એનું સાધન એ પ્રકારનું આવશે. તો અહીં કહે છે કે, હે ભગવાન ! હું બહુ ભૂલી ગયો, કેટલું ભૂલી ગયો ? બહુ ભૂલી ગયો. ક્યારે ભૂલી ગયો ? કાયમથી ભૂલી ગયો છું. અનાદિકાળથી આજ દિન સુધીમાં હું ભૂલ્યો જ છું. ઘણી ભૂલો ખાધી છે. જો ભૂલ્યા ન હોય તો આ સંસાર ન હોય. આ સંસાર ભૂલોનું જ ફળ છે. સંસારમાં જે આપણે ભોગવીએ છીએ એ આપણી ભૂલોનું જ ફળ છે. અનેક પ્રકારની ભૂલો આપણે કરી છે અને કરીએ છીએ અને જ્યાં Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ક્ષમાપના સુધી અજ્ઞાન અને અસંયમમાં રહીશું ત્યાં સુધી થવાની, પણ એ બધી ભૂલોની અંદરમાં મૂળ ભૂલ કઈ છે એ વિચારવાનું. શ્રીમદ્ભુએ વચનામૃત પત્રાંક - ૧૦૮ માં કહ્યું છે, “તારે દોષે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું, પોતે પોતાને ભૂલી જવું.’’ આ જ દોષ મોટો છે. અનંતકાળમાં કહેવાતા ધર્મો અનંતવાર કર્યા, અનંતવાર સાધુ થયા તો પણ આ ભૂલ નીકળી નહીં. આપણી વાત ચાલે છે. અનંતવાર દિગંબર સાધુ થયા, નવ-નવ ત્રૈવેયક સુધી ગયા, તો પણ પરમાંથી અહમ્-મમત્વપણાની ભૂલ હતી એ નીકળી નહીં. આત્મા જેવા સ્વરૂપે છે એવા સ્વરૂપે એને ઓળખ્યો નહીં અને ઓળખીને સ્વરૂપમાં સમાવાની પ્રક્રિયા કરી નહીં, એટલે આ રખડ્યા છીએ. એટલે આ બધા દુઃખો ભોગવ્યાં છે. તત્ત્વ કોઈ સંપ્રદાયનું નથી, તત્ત્વમાં કોઈ સંપ્રદાય નથી. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ, આ કોના ? જૈનોના કે અજૈનોના? જૈનોમાં દિગંબરોના કે શ્વેતાંબરોના ? તત્ત્વ કોઈના નથી પ્રભુ ! મોક્ષની કોઈને ‘માઁનોપોલી’ આપી દીધી નથી, સમ્યગ્દર્શનની કોઈને ‘માઁનોપોલી’ આપી દીધી નથી. ચારે ગતિના જીવો સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી શકે છે. નારકીના જીવો પણ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી શકે છે, કોઈપણ નાત-જાતનો હોય, પણ જો એની પાસે તત્ત્વની યથાર્થતા હોય તો એ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનો અધિકારી છે અને ભલે ઊંચામાં ઊંચી નાતનો કે જાતનો હોય, પણ એની પાસે તત્ત્વની વિપરીતતા હોય તો એ સમ્યગ્દર્શનનો અધિકારી બની શકતો નથી. અહીં કહે છે કે વ્યવહારમાં કંઈ દોષ થયો હોય તો એમ કહેવાય છે કે હું બહુ ભૂલી ગયો, હવે ફરીને ભૂલ નહીં કરું, પરંતુ અહીં જે દોષ અથવા ભૂલ કહેવી છે તે સર્વ ભૂલની મૂળ ભૂલ, સૈદ્ધાંતિક ભૂલ છે કે જેના કારણે અનાદિકાળથી સંસારમાં રખડવું પડે છે, જન્મ-મરણ થયા કરે છે; તે એ કે ‘અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું.' આ ક્યારની વાત ચાલે છે ? અત્યારની વાત ચાલે છે. આપણે અન્યને પોતાનું માન્યું કે આ શરીર તે હું છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું જૈન છું વગેરે. આ ભૂલ છે એમ કહે છે. આ માનવું એ ભૂલ છે. હું આત્મા છું અને આત્મા સિવાય કશું મારું નથી. ઊંધમાં પણ આત્મા સિવાય અન્યને પોતાનું માને ! એ મિથ્યાત્વના સંસ્કાર ઊંઘમાંય કામ કરતા હોય છે. ડગલે ને પગલે મેં ખાધું, મેં પીધું, હું ચાલ્યો, હું સૂઈ ગયો અને પછી હું દુકાને ગયો, પછી મેં આ કામ કર્યા. આ બધી પરની ક્રિયા છે. Page #290 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ? ૨૬૭ - શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૬૪ સકલ જગતમાં અધમમાં અધમ, પતિતમાં પતિત હું છું. પરમાં ‘હું’ પણું માનવું મોટો દોષ છે. હું કોઈ પરનો નથી, પર કોઈ મારું નથી, હું તો જ્ઞાનમાત્ર સચિદાનંદસ્વરૂપી આત્મા છું. આ દૃઢતા કરવાની છે. બીજી ભૂલોનું નુક્સાન એટલું બધું નથી, પણ આ પરને પોતાનું માનવું, એ ભૂલના નુક્સાનને કારણે અનંતકાળથી આપણે આ ચાર ગતિમાં રખડ્યા અને અનેક દુઃખ ભોગવ્યાં. મૂળ ભૂલ તો અઢાર પાપસ્થાનકો છે, એમાંથી મૂળ પાપ જુઓ તો મિથ્યાત્વ છે. અઢારે પાપમાં મોટામાં મોટું પાપ કોઈ હોય તો મિથ્યાત્વનું પાપ છે. પોતાને ભૂલી જવું એટલે મિથ્યાત્વ. શાસ્ત્રો યાદ રાખ્યા, પણ હું આત્મા છું એ ભૂલી ગયો તો એનું કલ્યાણ ના થાય. નવ પૂર્વ સુધી હજારો આગમોનો અભ્યાસ કર્યો, પણ આત્માને (સ્વને) જાણ્યો નહીં ! હું આત્મા છું અને માત્ર જ્ઞાતા-દૃષ્ટા છું. પરને જાણવું-દેખવું એ વ્યવહાર છે, સ્વને જાણવું-દેખવું એ નિશ્ચય છે. નિશ્ચયથી તો હું પરને જાણતો ય નથી, પર મારા જ્ઞાનમાં ઝળકે છે. જેમ દર્પણમાં પ્રતિબિંબ ઝળકે તેમ પર મારા આત્મામાં પ્રતિબિંબિત થાય છે, ઝળકે છે. કેવળજ્ઞાની લોકાલોકને જાણે છે એ વ્યવહાર છે અને કેવળજ્ઞાની અખંડપણે પોતાના આત્માને જાણે છે એ નિશ્ચય છે. કેવળજ્ઞાનીનું જ્ઞાન નિર્મળ હોવાના કારણે તેમાં આખું જગત ભૂતભવિષ્ય-વર્તમાન અવસ્થાઓ સહિત યુગપત્ એક સમયમાં ઝળકે છે. છતાં ભગવાન અખંડપણે પોતાને જાણી રહ્યા છે. એક ભૂલના કારણે અનેક ભૂલોની પરંપરા ઊભી થાય છે. મિથ્યાત્વ મૂળ ભૂલ છે. ગણિતનો દાખલો હોય અને એમાં ભૂલથી તમે બગડાને બદલે ત્રગડો લખી નાખ્યો. તો, હવે તમે જેટલા એના ગુણાકાર કરશો, ભાગાકાર કરશો, બાદબાકી કરશો, સરવાળા કરશો એ બધામાં ભૂલ આવવાની. આ મૂળ ભૂલ બીજભૂત ભૂલ. ‘જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું.’ અને જેણે આત્મા ન જાણ્યો તેણે કંઈ ન જાણ્યું. જાણવાનો તો આત્માને છે, જાણનાર પણ આત્મા છે અને જણાય છે પણ આત્મા દ્વારા, બીજાના દ્વારા જણાતો નથી અને જાણવાનું પણ પોતાના માટે છે. બીજાના માટે પોતાને જાણવાનું નથી. આ ષટ્કા૨ક અભેદ છે. હકીકતમાં તમે પરનું કંઈ કરી શકતા નથી. એક તણખલાના બે કટકા પણ તમે કરી શકો એમ નથી પ્રભુ! એક દ્રવ્યની કોઈપણ કિંચિત્માત્ર ક્રિયા પરદ્રવ્ય દ્વારા થઈ શકતી નથી. વસ્તુનું સ્વરૂપ આવું છે. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ક્ષમાપના જો આ તત્ત્વ સમજાય તો તમારી અંતરંગ શાંતિનો ભંગ, ગમે તેટલા મરણાંત ઉપસર્ગ-પરિષહો આવશે તો એમાં પણ નહીં થાય. કાયમ માટે તમારી અંતરંગ શાંતિ જળવાઈ રહેશે. કેમ કે, અત્યાર સુધી આપણે બીજા દ્રવ્યથી મારું હિત કે અહિત થયું છે એમ જ માન્યું છે. આ અજ્ઞાનથી એમ માન્યું છે કે અમુકથી મારું હિત થયું અને અમુકથી મારું અહિત થયું! પણ, મારું હિત મારા “ભાવ” થી થયું છે અને મારું અહિત પણ મારા ભાવથી થયું છે, બીજાથી નહીં. તો જે અહિતમય ભાવ છે એને છોડો. રાગ, દ્વેષ, મોહમય પરિણામો છે તેનાથી અહિત થાય અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમય પરિણામો છે એનાથી હિત થાય છે. તો જે ભાવથી હિત થાય છે એ ભાવને પ્રગટ કરો અને જે ભાવથી અહિત થાય છે એ ભાવને છોડો. એ ભાવને નહીં છોડો તો તમારું હિત કોઈ કરી શકે તેમ નથી. જેનાથી આત્માનું અહિત થાય છે એ અહિતમય ભાવો આપણે છોડીએ નહીં તો સાક્ષાત્ ભગવાન આવે, ગુરુ આવે કે જગતનો કોઈપણ જીવ આવે કે ઘરવાળા આવે કે બહારવાળા આવે એ તમારું હિત કરી શકે નહીં. છૂટવાના કામીને ભગવાન બાંધતો નથી અને બંધાવાના કામીને ભગવાન છોડતો નથી.” તમે અત્યાર સુધી છૂટવાના કામી થઈને પ્રયત્ન કર્યો પણ હકીકતમાં તો બંધાવાના જ કામી હતા. છૂટવાના કામી હોય એ રાગ-દ્વેષ કરે? એ મોહ કરે? એ પરને પોતાનું માને? પરનું કર્તુત્વપણું - ભોસ્તૃત્વપણું હોય? પરમાં એને અહમ્-મમત્વપણું થાય? પરમાં એને ઈષ્ટ કે અનિષ્ટ બુદ્ધિ થાય? આમ, પાછા ના પણ પાડો છો અને પાછા હા પણ પાડો છો ! બેય બાજુ ઢોલકી વગાડો છો! એટલે સ્વાધ્યાય કરતી વખતે આત્મા જુદો, ઘરનો આત્મા જુદો, દુકાનનો આત્મા જુદો, દુશ્મન સાથેનો આત્મા જુદો, મિત્ર સાથેનો આત્મા જુદો ! આ કાચિંડાની જેમ આપણે રંગ બદલ્યા કરીએ છીએ. આ મૂળ ભૂલ છે કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. એનાથી અનંતકાળથી જન્મ-જરા-મરણના ફેરા ચાલુ છે. અનંતવાર ઘણી સાધનાઓ, ધર્મ કર્યો છતાંય જન્મ-જરા-મરણના ફેરા ટળ્યા નહીં, કેમ કે રાગ-દ્વેષ મૂક્યા નહીં. જન્મ જરા ને મૃત્યુ, મુખ્ય દુઃખના હેતું; કારણ તેના બે કહ્યાં, રાગ-દ્વેષ અણહેતુ. – શ્રીમદ્ રાજચંદ્ર - આંક - ૧૫ કારણ વગરના રાગ-દ્વેષ ! તમારું કોઈ ઈષ્ટ કરે અને તમે એનામાં રાગ કરો તો ઠીક છે. કોઈ તમારું અનિષ્ટ કરે અને તમે એના પ્રત્યે દ્વેષ કરો તો ઠીક છે, પણ જગતનો કોઈ જીવ કે પદાર્થ તમારું ઈષ્ટ કે અનિષ્ટ કરતો નથી અને છતાંય તમે રાગ-દ્વેષ કરો છો, તો તેનું કારણ અજ્ઞાન, મિથ્યાત્વ અને મોહ છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના. ૨૬૯ મિથ્યાત્વના ગર્ભની અંદર અનંતી નરકો અને અનંતા ભવો તથા અનંતા દુઃખો રહેલાં છે. પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું એનું નામ મિથ્યાત્વ છે. એનું નામ અજ્ઞાન છે. હજારો શાસ્ત્રોનું જ્ઞાન હોય પણ આ સ્વસંવેદનજ્ઞાન, અનુભવજ્ઞાન ન હોય તો તે પણ અજ્ઞાન છે. જો હોય પૂર્વભણેલ નવ પણ, જીવને જાણ્યો નહીં, તો સર્વતે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૬૭ જે પંડિતો આત્મજ્ઞાની નથી તે અજ્ઞાની છે, સાધુઓ પણ જે આત્મજ્ઞાની નથી તે અજ્ઞાની છે. મોક્ષગામી નથી. આ બધા સંસારગામી છે. દરેક મિથ્યાત્વી જીવ શુભાશુભ ભાવો દ્વારા નિરંતર સંસારની જ વૃદ્ધિ કરતા હોય છે. આપણે ક્રોધ કરીએ, માન કરીએ, માયા કરીએ, લોભ કરીએ, રાગ-દ્વેષ કરીએ – આ બધી ભૂલો છે. પણ એ બધાની મૂળ ભૂલ કઈ? પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. પ્રથમ અહીંથી સુધારો કરવાનો છે, પછી બધું સુધરશે. જો અહીં સુધર્યું નહીં તો બહારમાં તમે ગમે તેટલું કરશો તોય સુધરવાનું નથી. ઝાડને મૂળથી ઉખાડો તો એ સૂકાય, પણ એના ડાળા-પાંદડાં કાપો તો ચોમાસું આવશે તો એ ફરીથી લીલુંછમ થઈ જશે. મિથ્યાત્વની મૂળ ભૂલ જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી તમે ગમે તે પ્રકારની સાધના કરો, તપ કરો, ત્યાગ કરો, ધર્મની ક્રિયાઓ કરો, સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, ભગવાનની સેવા કરો, પૂજા કરો, માળાઓ ફેરવો, હજારો ક્ષેત્રમાં જઈને જાત્રાઓ કરો, સાક્ષાત્ સીમંધર ભગવાનના સમવસરણમાં પહોંચી જાઓ, ગમે ત્યાં જાઓ, પણ જ્યાં સુધી મિથ્યાત્વ નહીં જાય ત્યાં સુધી સંસારના દુઃખ ઊભા છે. મિથ્યાત્વ-આદિક ભાવને, ચિરકાળ ભાવ્યા છે જીવે; સમ્યક્ત્વ-આદિક ભાવ રે ! ભાવ્યા નથી પૂર્વે જીવે. – શ્રી નિયમસાર - ગાથા – ૯૦ જે સંપ્રદાયમાં જન્મ્યો એ સંપ્રદાય પ્રમાણે ધર્મ કર્યો, પણ મિથ્યાત્વ ખર્યું નહીં! મિથ્યાત્વ ખસે નહીં તો એ ધર્મ કેવી રીતે કહેવાય? એ બાહ્ય ધર્મ છે, વ્યવહારધર્મ છે, રૂઢિ પ્રમાણેનો ધર્મ છે, કાલ્પનિક ધર્મ છે, પણ વાસ્તવિક ધર્મ નથી. સત્ય વસ્તુ મળે તો ગમે ત્યાંથી લઈ લો, એમાં શું વાંધો છો? તમને કિંમતી હીરો કોઈ કસાઈની દુકાન આગળથી મળે તો લો કે ના લો? લઈ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ક્ષમાપના લો ! એમાં શું વાંધો છે? હીરો થોડો કસાઈ છે અને કસાઈ થોડો હીરો છે? હીરો હીરો છે, તેમ સમ્યગદર્શન એ સમ્યગુદર્શન છે. ગમે તે નાતમાં, જાતમાં રહીને પણ આ પ્રગટ કરી લો. એના માટે તત્ત્વની યથાર્થ શ્રદ્ધા જોઈએ. આચાર્ય શ્રી ઉમાસ્વામી ભગવાને કહ્યું છે, तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् । – શ્રી તત્ત્વાર્થસૂત્ર - અધ્યાય - ૧ - સૂત્ર - ૨ તત્ત્વની સાચી શ્રદ્ધા વગર કામ નહીં થાય. તમે ગમે તે ધર્મમાં માનતા હો, ગમે તે ધર્મની ક્રિયા કરતા હો; પણ જો તત્ત્વની, શ્રદ્ધાની વિપરીતતા હશે તો તમે સાચો ધર્મ નહીં કરી શકો. તેને લીધે અનાદિકાળથી સંસારમાં રખડવું પડે છે, જન્મ-મરણ થયા કરે છે. આ જ મુખ્ય દુઃખ છે. જન્મ-મરણ કેટલા કર્યા? હજુ એનો થાક લાગ્યો નથી ! જો થાક લાગે તો પહેલું મિથ્યાત્વને કાઢવાનો પ્રયત્ન કરે. કરોડો કામ મૂકીને પણ આ કામ કરી લેવું. કેમ કે, જો સમ્યગદર્શન થતું હોય તો કાયમ માટેના તમારા જન્મ-જરા-મરણના ફેરા છૂટી જાય છે અને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. સમ્યગદર્શનનો પુરુષાર્થ આ મનુષ્યભવમાં જેવો થશે એવો બીજા એકેય ભવમાં નહીં થાય. અત્યારે મનુષ્યભવમાં તમે ગમે તે પ્રવૃત્તિ કે ક્રિયામાં હશો - ઉદયવશાત્ કે નિમિત્તવશાતું, પણ તેને ગૌણ કરી નાખો અને મુખ્યતા સમ્યગદર્શન પ્રાપ્ત થાય એની કરો. એના માટે તત્ત્વની સાચી શ્રદ્ધા કરો. તત્ત્વનું સાચું સ્વરૂપ આપણને વીતરાગદેવ, નિગ્રંથગુરુ અને તેમના પ્રરૂપેલા ધર્મ દ્વારા પ્રાપ્ત થાય છે. જેને સમ્યગદર્શન પ્રાપ્ત કરવું છે તેણે વીતરાગદેવ સિવાય કોઈ અન્ય દેવને માનવા નહીં. જે કેવળજ્ઞાની સર્વજ્ઞ પરમાત્મા છે, અરિહંત પરમાત્મા છે, જેમને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય પ્રગટ થયા છે એના સિવાય બીજા કોઈ સતુદેવ નથી. એ સતુદેવને માનો, એમના બોધ પ્રમાણે શ્રદ્ધા કરો અને તમારી શક્તિ અનુસાર ચાલો. એવી રીતે આત્મજ્ઞાની નિગ્રંથ ગુરુ જોઈએ. આપણે ભગવાનનું ય શરણું નથી લીધું અને એમના કહેલા ધર્મનું ય સાચું શરણ નથી લીધું તેમજ એમના જે રત્નત્રયધારી મુનિઓ છે એમનું ય શરણું નથી લીધું. શરણું લીધું તો અજ્ઞાની મુનિઓનું લીધું અને અજ્ઞાનમય ધર્મનું લીધું. કેવળી ભગવાનના પ્રણીત ધર્મનું શરણું ન લીધું. અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળી પ્રણીત ધર્મ- આ ચાર શરણાં સાચા છે. હવે દરેક સંપ્રદાયવાળા આ ચાર શરણાં તો લે છે, પણ રૂઢિ પ્રમાણે, વાસ્તવિક કે યથાર્થ નહીં. ભગવાન, Page #294 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૨૭૧ ગુરુ, ધર્મ કોને કહેવાય અને સાચું શરણું કોને કહેવાય એ સમજીને નહીં. તો સાચું શરણ ન લેવાય ત્યાં સુધી કાર્યની સિદ્ધિ થાય નહીં. તમે સુખડી ખાધી અને તમારી ભૂખ ના ભાંગે તો તમે સુખડી ખાધી નથી. એક જાગતા સુખડી ખાવ અને એક ઊંઘમાં સુખડી ખાવ. ફરક ખરો કે નહીં ? ઊંઘમાં ય તમે સુખડી ખાધી, પણ ઊઠ્યા તો પાછી ભૂખ લાગી. ‘ભાઈ ! હમણાં તો સુખડી ખાધી આટલી બધી.’ ‘એ તો સાહેબ ! સ્વપ્નમાં ખાધી.' એમ તમે જે ધર્મ કરો છો એ બધો સ્વપ્નમાં કરો છો, વાસ્તવિક કર્યો નથી. વાસ્તવિક થાય અને ધર્મનું ફળ ન મળે, આત્માની શાંતિ ન મળે, ચાર ગતિનું પરિભ્રમણ ના છૂટે અને બધા દુઃખ ના છૂટે એવું બની શકે નહીં. પારસમણિ લોખંડને અડે તો લોઢાનું સોનું ના થાય એમ બને નહીં અને સોનું ના થયું તો, કાં તો પારસમણિ ખોટો અને કાં તો લોઢું ખોટું. જો લોઢું સાચું હોય અને પારસમણિ સાચી હોય તો અવશ્ય લોઢાનું સોનું થયા વગર રહે નહીં. તમે ધર્મ ઘણો કર્યો પણ કાં તો ધર્મ ખોટો અને કાં તો તમે ખોટા, નહીંતર ધર્મનું ફળ આવ્યા વગર રહે નહીં. અત્યાર સુધી ધર્મ પકડ્યો એ પણ તમારી કલ્પના પ્રમાણે પકડ્યો એટલે ખોટો અને તમે તો ખોટા હતા જ, અને તમે કલ્યાણ ઇચ્છો તો ક્યાંથી થાય ? ‘સાહેબ ! આટલા વર્ષથી ધર્મ કરું છું ને’ ‘અરે ! આટલા વર્ષ શું હજી અનંતકાળ કરીશ તોય નહીં થાય.’ સમજે તો સહજમાં છે અને ના સમજે તો અનંત ઉપાયે પણ કાર્યની સિદ્ધિ ના થઈ શકે. ‘અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું.’ ‘પોતે પોતાને ભૂલી ગયો છે અને તેથી સત્સુખનો તેને વિયોગ છે.' અન્યને પોતાનું માનવું એ પોતે પોતાને ભૂલી જવાપણું છે. આત્મા સિવાય કોઈ અન્યને પોતાનું માનવું એનો અર્થ જ એ કે પોતે પોતાને ભૂલી ગયો છે. આ મારું કુટુંબ છે, આ મારો દેહ છે, આ મારા ઘરવાળા છે, આ મારા મિત્રો છે, આ મારા દુશ્મન છે – આ બધાયમાં મારાપણું છે. હકીકતમાં હું આત્મા છું અને મારું કોઈ કુટુંબ નથી, મારું કોઈ ઘર નથી. મારું કુટુંબ તો મારું સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્રના ગુણો છે. મારા આત્માના પ્રદેશથી બહા૨માં મારું કંઈ છે જ નહીં. - અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની દેશના જ્ઞાનીપુરુષોએ પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે, તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક્દર્શનને પ્રાપ્ત થાય. – શ્રીમદ્ રાજચંદ્ર – પત્રાંક - ૪૯૩ - ‘છ પદનો પત્ર’ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ક્ષમાપના - અત્યાર સુધી ધર્મના નામે ઝંડા લઈને ફર્યા છીએ, અને ધર્મના નામે રાગ-દ્વેષ કર્યા છે! જે અજ્ઞાનીનું લક્ષણ છે. રાગ-દ્વેષ કરવા એ ધર્મ છે કે રાગ-દ્વેષ છોડવા એ ધર્મ છે? આ સમજ્યા જ નથી. મારીને પણ મુસલમાન કરો એમ કહે છે, એમ મારીને પણ અમારા ગચ્છમતની અંદરમાં બધાને લાવો ! ભરતેશ્વર મહારાજનું દષ્ટાંત આવે છે. તેમાં આંગળી પરથી વીંટી સરી પડવાથી ભરતેશ્વરને સ્વ-પરનો વિચાર જાગૃત થયો કે હું મને સ્વરૂપવાન માનું છું તે તો વસ્ત્ર-આભૂષણની શોભા છે અને શરીરની શોભા માત્ર ત્વચાને લઈને છે, ત્વચા ન હોય તો જણાય છે કે તે મહાદુર્ગધી પદાર્થોથી ભરપૂર છે. આવો દેહ તે પણ મારો નથી. તો તે નવયૌવનાઓ, તે કુળદીપક પુત્રો, તે અઢળક લક્ષ્મી, તે છ ખંડનું રાજ્ય વગેરે મારા ક્યાંથી હોય? એ સર્વેને મેં મારા માન્યા, તેમાં સુખની કલ્પના કરી તે અજ્ઞાનને લઈને ભૂલ થઈ. આ આપણી ભૂલની વાત ચાલે છે. અત્યારે આપણે આખા કુટુંબને આપણું માન્યું છે કે નહીં? દેહને આપણો માનીએ છીએ કે નહીં? ભરત ચક્રવર્તીને તો અરીસાભુવનમાં વૈરાગ્ય જાગ્યો. આપણે ઘણી વખત અરીસાભવનમાં ગયા છીએ, વસ્ત્ર અને આભૂષણો ઉતાર્યા છે, છતાંય ભેદજ્ઞાન થયું નહીં કે આ શરીર હું નથી. એક વખત ભરતેશ્વર મહારાજની કોપી તો કરો. કાલે રિહર્સલ કરજો સવારમાં! આ ભરતેશ્વર પણ દિગંબરમુનિ થયા ત્યારે મોક્ષે ગયા છે. દેખી આંગળી આપ એક અડવી, વૈરાગ્ય વેગે ગયા, છાંડી રાજસમાજને ભરતજી, કૈવલ્યજ્ઞાની થયા; ચોથું ચિત્ર પવિત્ર એ જ ચરિતે, પામ્યું અહીં પૂર્ણતા, જ્ઞાનીનાં મન તેહ રંજન કરો, વૈરાગ્ય ભાવે યથા. – શ્રીમદ્ રાજચંદ્ર - ભાવનાબોધ - અન્યત્વ ભાવના - પૃ. ૪૬ આ વૈરાગ્યનો બનાવ હતો. આપણે અરીસાભુવનમાં જઈએ તો રાગ થાય છે અને ભરત મહારાજાને વૈરાગ્ય થઈ ગયો. ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજભાન. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૭ બાર ભાવનાઓ વૈરાગ્યની માતા છે. વારંવાર બાર ભાવનાઓનું ચિંતવન કરો - સ્વરૂપના લક્ષપૂર્વક, સ્વરૂપના અનુસંધાનપૂર્વક, સ્વરૂપના આશ્રયપૂર્વક અને આત્માને અકિંચન, એકાકી જુઓ કે હાલ પણ આત્મા એકાકી છે. ભલે વસ્ત્રો છે, શરીર છે, કર્મો છે, વિભાવો છે, Page #296 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૨૭૩. બધા ઘણા ઉપર આવરણો હોવા છતાંય અંદરમાં ઉપયોગ દ્વારા દષ્ટિ કરશો, તો તમને આ બધાયથી રહિત આત્મા - એકલી શુદ્ધ ચેતના દેખાશે. ત્રણે કાળમાં, અનાદિકાળથી હતી અને અનંતકાળ સુધી એકલી શુદ્ધ ચેતના જ છે. સંયોગી વસ્તુમાં એકત્વબુદ્ધિ કરવી તેનું નામ મિથ્યાત્વ છે. જેનો સંયોગ છે તેનો વિયોગ થવાનો છે. શરીર સંયોગમાં છે, કર્મ પણ સંયોગમાં છે. કુટુંબીજનો પણ સંયોગમાં છે. જે જે કંઈ સચિત્ત કે અચિત્ત પદાર્થો છે તમારા સંયોગમાં છે, એ બધાનો વિયોગ થવાનો જ છે. મારા છોકરા માટે “વિલ' કરીને જવું છે. બીજાના હાથમાં સંપત્તિ ન જવી જોઈએ.” “પણ છોકરો ય તારો નથી, મિલક્ત પણ તારી નથી અને વિલ પણ તારું નથી.” એક ભૂલની પાછળ અનેક ભૂલોની પરંપરા ઊભી થઈ છે. પરને પોતાનું માનવાનું છોડી અને સ્વમાં સ્વપણું કરો. તમારું સર્વસ્વ તમારું સ્વ જ છે. તમારા સ્વરૂપથી બહાર તમારું કંઈ છે જ નહીં. જેટલા સ્વરૂપથી બહારના પદાર્થો છે એમાં મોહ-મમતા કરશો, રાગ-દ્વેષ કરશો, ઈષ્ટઅનિષ્ટબુદ્ધિકરશો, કર્તા-ભોક્તાપણું કરશો કે બીજા અનેક પ્રકારના વિકલ્પો કરશો એ બંધનનું, દુઃખનું કારણ છે; મુક્તિનું કારણ નહીં થાય. ભગવાન કોઈના નથી; ભગવાન ભગવાનના છે. કોઈ કહે, “ના સાહેબ ! ચોવીસ ભગવાન અમારા જૈનોના છે અને બાકીના અમારા નહીં !! ભાઈ, રામ પણ કોઈના નથી અને ચોવીસ ભગવાન પણ કોઈના નથી, દરેક ભગવાન પોતે પોતાના છે. ભગવાને તને કાંઈ એજન્સી આપી નથી કે તું મારા માનજે. આ તો તું હાથમાં પકડીને બેસી ગયો છું.” પારસનાથ ભગવાન શ્વેતાંબરના કે દિગંબરના કે જૈનોના કે અજૈનોના? કોના? ઝઘડા કોના માટે છે? તમને નુક્સાન છે. ભગવાનના માટે, ધર્મના માટે કેમ ઝઘડા કરો છો? ભગવાને કહ્યું નથી કે મારા માટે ઝઘડા કરજો. તો વિશ્વવ્યાપી છું. જાતિ, વેષનો ભેદ નહિ, કહ્યો માર્ગજો હોય; સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૦૭ ધર્મમાં જાતિ કે વેષ છે જ નહીં. સાચો ધર્મ અંગીકાર કરીને સાધના કરે એનો ધર્મ. મારે એની તલવાર, બાંધે એની તલવાર નહીં. જૈન ધર્મ અનંતવાર મળ્યો તોય કલ્યાણ ન થયું, અને અન્ય દર્શનવાળાને એક થોડોક સમય જૈનદર્શન મળ્યું ને કામ કરી ગયા. વર્ગીજી મહારાજ વૈષ્ણવ હતા અને એમને જૈનદર્શન મળ્યું અને કામ કાઢી ગયા. ઘણા આપણા આચાર્યો મોક્ષે ગયા એ બધા પહેલાં અન્ય દર્શનમાંથી આવેલા. બ્રાહ્મણો અને ક્ષત્રિયોમાંથી આવ્યા હતા. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ક્ષમાપના તીર્થકરો બધા ક્ષત્રિયો જ હતા. આત્મા સિવાય કંઈપણ મારાપણું કર્યું તે બંધનનું કારણ છે. આવો દેહ પણ મારો નથી, તો તે નવયૌવનાઓ, તે કુળદીપક પુત્રો મારા ક્યાંથી હોય? તે અઢળક લક્ષ્મી કે જેની પાછળ આખો મનુષ્યભવ ગુમાવી નાખ્યો, એ લક્ષ્મી પણ પોતાની થતી નથી. એ પણ મૂકીને જવું પડે છે. આ ભૂલ કરી છે છતાંય ભૂલ છોડવા હજી તૈયાર નથી ! લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો કહો? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો; વધવાપણું સંસારનું નરદેહને હારી જવો, એનો વિચાર નહીં અહોહો ! એક પળ તમને હવો !!! – શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૬૭ સર્વસંગ એ મહાગ્નવરૂપ છે. આ તીર્થંકર ભગવાનનું વચન છે. સંગ એટલે પરિગ્રહ. બાહ્ય દસ પ્રકારના અને ચૌદ અત્યંતર પ્રકાર, એમ ચોવીસે પ્રકારના પરિગ્રહદુઃખદાયક છે. મિથ્યાત્વ પણ પરિગ્રહ છે, કષાયો પણ પરિગ્રહ છે, નોકષાયો પણ પરિગ્રહ છે અને બહારમાં દસ પ્રકારના પરિગ્રહ એ પણ. બાહ્ય પરિગ્રહ સ્થૂળ છે અને અત્યંતર પરિગ્રહ સૂક્ષ્મ છે અને મોટામાં મોટો પરિગ્રહ મિથ્યાત્વ છે. ભરત ચક્રવર્તી વિચારે છે કે આ અઢળક લક્ષ્મી અને તે છે ખંડનું રાજ્ય વગેરે મારા ક્યાંથી હોય? જુઓ, અરીસાભુવનમાં ભેદજ્ઞાન થયું છે. ભેદવિજ્ઞાન વગર આત્મજ્ઞાન ના થાય અને ભેદવિજ્ઞાન સાચા તત્ત્વની યથાર્થતા વગર ના થાય, વૈરાગ્યના બળ વગર ના થાય, કષાયની મંદતા વગર ન થાય, ગુરુગમ વગર ના થાય. હજારો સ્વાધ્યાય સાંભળ્યા ને તમને ભેદજ્ઞાન ના થયું અને ભરત ચક્રવર્તીને એક સેકન્ડમાં ભેદજ્ઞાન થઈ ગયું! તે અઢળક લક્ષ્મી, તે છ ખંડનું રાજય વગેરે મારા ક્યાંથી હોય? એ સર્વેને મેં મારા માન્યા, તેમાં સુખની કલ્પના કરી, તે અજ્ઞાનને લઈને ભૂલ થઈ હતી. અહો ! આત્મા સિવાય અન્ય કોઈને પોતાનું માનવું એ અજ્ઞાનની ભૂલ છે. એમાં સુખની કલ્પના કરવી, પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં સુખની કલ્પના કરવી એ પણ અજ્ઞાન છે. શેઠિયાઓને સુખી કહેવા એ અજ્ઞાન છે એમ કહે છે. દુનિયાના ટોપ ટેન પૈસાવાળા છે એ મહાદુઃખી છે, સુખી નથી ! સુખી લાગે છે. એમને અંદરમાં રૌદ્રધ્યાન ચાલી રહ્યું છે. પરિગ્રહમાં આનંદ છે એ કયું સ્થાન છે? રૌદ્રધ્યાન છે. એક શેઠને મોટી તિજોરી. તે દર અઠવાડિયે તિજોરીની અંદરમાં બધું જોઈ લે. હીરાના હાર, સોનાના ઘરેણાં, રોકડ રકમ બધું જોઈ લે. રૂમ જેવી તો તિજોરી. કોઈ બહારનું જોઈ ન જાય એટલા માટે રૂમ બંધ કરે, પછી તિજોરી ખોલીને બેસે. એમાં એક દિવસે તિજોરી પર Page #298 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૨૭૫ ઉંદરડો બેઠેલો અને બિલાડીએ એને ઝાપટ મારી તો તિજોરીનું બારણું ઓટોમેટિક બંધ થઈ ગયું! ચાવીનો ઝૂડો અંદર અને શેઠ પણ અંદર. હવે શેઠ ઘણી બૂમો પાડે પણ સાંભળે કોણ? રૂમ પણ બંધ કરેલો. આમ ને આમ એક દિવસ થયો, બે દિવસ થયા. ઘરવાળાને થયું કે આ ગયા ક્યાં? કોઈને કીધા વગર જાય નહીં. ચારે બાજુ શોધખોળ કરી, પણ ક્યાય મળ્યા નહીં. પછી ઘરની રૂમનું, એમની તિજોરીનું બારણું જોયું તો બંધ હતું. એટલે એમણે ખખડાવ્યું. પણ બોલ્યા નહીં એટલે બારણું તોડ્યું. પછી અંદરમાં પણ દેખાણા નહીં. તિજોરીને ખોલી તો તિજોરી ખૂલે નહીં. લુહારને બોલાવીને તિજોરી તોડાવી તો તિજોરીમાં શેઠ લક્ષ્મીનંદન સૂતેલા. પરમકૃપાળુદેવ (લક્ષ્મીનંદન) રાજચંદ્ર થઈ ગયા અને આ લક્ષ્મીનંદન તે નરકેશ્વરી. રાજેશ્વરી તે નરકેશ્વરી. લક્ષ્મીમાં સુખની કલ્પના કરી એ અજ્ઞાનને લઈને ભૂલ થઈ હતી. ભરત મહારાજ ચિંતવન કરે છે કે હવે ક્યાંય મમત્વ કરવા જેવું નથી, મમત્વ એ જ દુઃખ છે અને સમત્વ એ જ સુખ છે. મમતા એ દુઃખ છે અને સમતા એ સુખ છે. અહો! હું બહુ ભૂલી ગયો. જુઓ, હવે સમજણમાં આવ્યું કે આખી જિંદગી મેં સ્ત્રી, પુત્ર, પૈસા, ધંધા અને દુનિયાના લૌકિક સુખ, પદાર્થો અને કાર્યોની પાછળ વેડફી નાંખી! હું બહુ ભૂલી ગયો, એટલું કહેતા તો ભરતેશ્વરના અંતરમાંથી તિમિરપટ ટળી ગયું. આટલું બોલતાં અંદરમાંથી અજ્ઞાનનો પડદો હટી ગયો. દિગંબર મુનિ તો થઈ જ ગયા હતા. બધા વસ્ત્રો અને આભૂષણો બધુંય ઉતારી નાંખ્યું હતું. દિગંબર મુનિ હતા અને અંદરમાં બધાનો હવે ત્યાગ થઈ ગયો. પરમાંથી અહમ્-મમત્વપણું નીકળી ગયું. મુનિ થઈ ગયા. અંતર્મુહૂર્તમાં બધી પ્રક્રિયા બની - અડતાલીસ મિનિટમાં જ એમને શુક્લધ્યાન પ્રાપ્ત થયું, તેથી અવશેષ ઘનઘાતી કર્મ બળીને ભસ્મ થયા, તેથી કેવળજ્ઞાન પ્રગટ થયું. જુઓ! અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન! આ ભાવોની રમત છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિનું ઉદાહરણ જુઓ! બહારમાં સાધુ થયા છે અને એમના રાજ્ય ઉપર કોઈ ચઢાઈ કરે છે. કોઈ બોલ્યું કે આ તો અહીં સાધુ થઈને ઊભા છે અને પડોશી રાજા એમના છોકરાને મારીને હમણાં રાજપડાવી લેશે. પ્રસન્નચંદ્રજીએ સાંભળ્યું અને તરત એમનો ઉપયોગ ફરી ગયો કે મારા જીવતા મારા રાજ ઉપર કોઈ હાથ મૂકે અને દીકરાને કોઈ મારે એને હું જીવતો ન જવા દઉં! એ વખતે શ્રેણિક મહારાજા પ્રભુ મહાવીરને પૂછે છે કે આ પ્રસન્નચંદ્ર રાજર્ષિ ધ્યાનમાં ઊભા છે, તો અત્યારે એમનો દેહ છૂટે તો ક્યાં જાય? તો કહે કે સાતમી નરકમાં જાય. શ્રેણિક મહારાજ કહે કે, “અરે ! પણ આ તો મુનિ છે ને!” “મુનિ છે પણ અત્યારે રૌદ્રધ્યાનના પરિણામમાં છે. આપાયન મુનિ હતા ને! દ્વારકા નગરી બાળી અને અધોગતિમાં Page #299 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૨૭૬ ગયા. રત્નત્રયધારી મુનિ અને ઋદ્ધિ-સિદ્ધિ સંપન્ન હતા. થોડીવાર થઈને પાછા શ્રેણિક મહારાજા પૂછે છે. તો જણાવે છે કે અત્યારે દેહ છૂટે તો દેવલોકમાં જાય. પછી પ્રસન્નચંદ્રને થયું કે હું મુનિ છું અને આ કયા ભાવમાં આવી ગયો ! જાપ કરતાં કરતાં ધ્યાન લાગ્યું, શુક્લધ્યાન અને કેવળજ્ઞાન થઈ ગયું. હજુ ત્યાં ને ત્યાં જ ઊભા છે. આ બધી અંતર્મુહૂર્તમાં રમત થઈ છે! દેવો એમનું કેવળજ્ઞાન ઉજવવા માટે દેવલોકમાંથી આવવા માંડ્યા. તો શ્રેણિક મહારાજા પૂછે છે કે આ બધા દેવો આપને મૂકી આમ ક્યાં જાય છે? તો કહે છે કે પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવળજ્ઞાન થયું છે. તો, આ બધી ભાવોની રમત છે. ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દીન; ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળજ્ઞાન. ધર્મને ઉત્તમ ભાવપૂર્વક કરો અને પાપ કરવું પડે તો તેમાં તીવ્રતા ન લાવો. એટલે આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા - આ ચાર સંજ્ઞાઓને વશ ન થાઓ. એમાં પણ પરિગ્રહ સંજ્ઞામાં તો ખાસ ધ્યાન રાખો. એક પળ વ્યર્થ ખોવી એ એક ભવ હારી જવા તુલ્ય છે. ભગવાને ગૌતમસ્વામીને બોધ આપ્યો કે “હે ગૌતમ ! એક સમયનો પણ પ્રમાદ કરશો નહીં.” ભરતેશ્વરની રિદ્ધિ ઉત્કૃષ્ટ હતી, બહારમાં પણ છ ખંડનું રાજ્ય હતું. ચક્રવર્તી હતા તો પણ તેમનું મમત્વ તેઓએ ઉતારી નાખ્યું. બસ, એવી રીતે મમત્વભાવ આપણે ઉતારીએ તો આત્મજ્ઞાન થાય. દરેક જીવ વિચારે તો સમજાય કે અનાદિકાળથી પરવસ્તુમાં મિથ્યા મમત્વ કરીને આત્માને બંધન કર્યું છે અને તેથી જ જન્મ-મરણ થયા છે. આત્મા સિવાય કોઈપણ પદાર્થમાં મમત્વ કર્યું છે એ ખોટું છે. આ મમતા દુઃખદાયક છે. અનાદિકાળથી કોઈપણ પરદ્રવ્યને પોતાનું માન્યું અને પોતે પોતાને ભૂલી ગયો એ મોટો ગુનો છે. પરવસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાતદુઃખ તે સુખ નહીં. હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરહરું? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં. Page #300 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૨૭૭ તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માનો ‘તેહ' જેણે અનુભવ્યું; રે ! આત્મ તારો ! આત્મતારો ! શીધ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદષ્ટિ ઘો આ વચનને હદયે લખો. – શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૬૭ મારો સુશાશ્વત એક દર્શનજ્ઞાનલક્ષણ જીવ છે; બાકી બધા સંયોગલક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. – શ્રી નિયમસાર - ગાથા - ૧૦૨ એ વિચારે તો ભૂલ સમજાય. “કર વિચાર તો પામ.” ઔષધ વિચાર ધ્યાન.” પણ પેલા પટેલની જેમ વિચાર નહીં કરવાના. ભેંસના શીંગડામાં પગ નાખ્યો, એવા વિચાર નહીં હોં! સાચા વિચાર કરવાના. વિચારે તો ભૂલ સમજાય અને ખરેખરી રીતે સમજાય ત્યારે પશ્ચાત્તાપ કરે. આ એનું ફળ. સાચો વિચાર કરે તો તેને પશ્ચાત્તાપ થયા વગર રહે નહીં અને પશ્ચાત્તાપ થાય તો ઊંધી લાઈન મૂક્યા વગર રહે નહીં અને સાચી લાઈનમાં આવ્યા વગર પણ રહે નહીં. મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. | મનુષ્યદેહ દુર્લભ છે, તેની એક ઘડી પણ અમૂલ્ય છે. તેમાં કોઈ પુરુષનો ઉપદેશ મળવો અત્યંત દુર્લભ છે. આત્માને કેમ ભૂલી ગયો જીવ? જ્ઞાનીઓનાં અમૂલ્ય વચનને લક્ષમાં ન લીધા માટે. આ બીજી ભૂલ. પહેલી ભૂલ તો પોતે પોતાને ભૂલી ગયો, બીજી ભૂલ જે ભૂલ સુધરે એવી હતી એવા જ્ઞાનીનો આશ્રય ર્યો, જ્ઞાનીનો સંગ કર્યો, જ્ઞાનનો બોધ સાંભળ્યો છતાં એ વાતને લક્ષમાં ન લીધી. સાંભળ્યું ખરું, એમની સેવા પણ કરી, બધી રીતે એમને અનુકૂળ વત્યું, પણ તેમનો બોધ લક્ષમાં ન લીધો. આપણે અનંતકાળમાં જ્ઞાનીની કોઈ વાત લક્ષમાં લીધી નથી. લક્ષમાં લેવું એટલે પોતાની ભૂમિકા અનુસાર જ્ઞાનીના બોધનું આચરણ કરવું. તમે ઘેરથી નીકળો તો ઘરવાળા તમને ચાર-પાંચ લિસ્ટ આપે તેમાં ત્રણ વસ્તુ અગત્યની કહે કે આટલી વસ્તુ તો તમારે ખાસ લાવવાની, બીજી કદાચ કાલે આવશે તો ચાલશે. હવે તમે લક્ષમાં ના લો તો શું થાય ? સાંભળે છે ઘણાં, વાંચે છે ય ઘણાં, લખે છે ય ઘણાં, બોલે છે ય ઘણાં, પણ લક્ષમાં લેનારા કોઈક વીરલા જીવો હોય છે. ત્રણે કાળમાં, જ્ઞાનીનો બોધ અને એમની આજ્ઞા લક્ષમાં લીધી હોય તો આત્માનું હિત ન થાય એમ ત્રણ કાળમાં બને નહીં. કહ્યું Page #301 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના. ૨૭૮ ને કે, “સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષ લહો.” થોડું તો જુઓ! સંસારના સુખની અંદરમાં તમે ગળાડૂબ પણ સુખ પ્રાપ્ત કરતાં આત્માના અતીન્દ્રિય આનંદનું સુખ ટળે છે. થોડું લક્ષમાં લેશો તોય બાહ્ય સુખ પ્રત્યે તમને અંદરમાં જે લોલુપતા છે એ ઘટી જશે. જ્ઞાનીના વચન લક્ષમાં લઈએ અને સંસારના સુખોની લોલુપતા ઘટે નહીં, સંસારના પદાર્થો પ્રત્યેનો મોહ અને આસક્તિ છૂટે નહીં તો તેનો અર્થ એ થયો કે એને લક્ષમાં નથી લીધાં. લક્ષમાં લીધા હોય તો કામ થાય. બધાયની વાત લક્ષમાં લે છે, એક જ્ઞાનીની વાત જીવ લક્ષમાં નથી લેતો. કેમકે, મિથ્યાત્વના ઉદયના કારણે તેને અરુચિકર લાગે છે. હજામની દુકાનમાં વાળ કપાવવા બેઠા અને કહે કે, નીચું જુઓ, તો આ વાત લક્ષમાં લો કે ના લો? જીવે બધા સગાસંબંધીઓ, અજ્ઞાનીઓની વાતો લક્ષમાં લીધી છે. આ જીવે એક વીતરાગી દેવ, નિગ્રંથ ગુરુ અને તેમના પ્રરૂપેલા ધર્મની વાતને લક્ષમાં નથી લીધી. અનાદિકાળથી આ ભૂલ થઈ છે. સાધુ થયો તો પણ આ જ ભૂલ હતી. સમ્યગદર્શનની વાત લક્ષમાં ના લીધી અને બધી ધર્મની ક્રિયાઓ કરી - વ્રત કર્યા, તપ કર્યા, જપ કર્યા, ભક્તિ કરી, શાસ્ત્રજ્ઞાન કર્યું, સામાયિકો કરી, માળા ફેરવી, બધુંય કર્યું પણ આત્માનો લક્ષ રાખવાનું કહ્યું હતું એ લક્ષ એણે રાખ્યો નહીં. લક્ષ વગરનું બાણ છે એ નિષ્ફળ જાય એમ લક્ષ વગરની સાધના છે એ પણ નિષ્ફળ જાય. મનુષ્યદેહ દુર્લભ છે, તેની એક ઘડી પણ અમૂલ્ય છે. આ સમય આપણો ખૂબ કિંમતી છે. પરમકૃપાળુદેવે તો ત્યાં સુધી લખ્યું છે કે, ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ આપી દો તો પણ તેના કરતાં મનુષ્યભવનો એક સમય વધારે મૂલ્યવાન છે. પણ ક્યારે? એને આત્મહિતમાં લગાડે તો! નહીં તો ફૂટી કોડી બદામનો પણ નથી. દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં; પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈપણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૬૯૨ Page #302 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૨૭૯ આનું નામ લક્ષમાં લીધું કહેવાય. જો રાગ-દ્વેષ, મોહભાવનો અંશે પણ નાશ ન થાય અને પહેલા હતો એવો ને એવો, કોરેકોરો રહે તો પચાસ વર્ષ સુધી ગમે તેટલી સાધના કરી હોય તો પણ તેણે એ લક્ષમાં લીધી કહેવાય નહીં. આ દુર્લભ વસ્તુ છે પ્રભુ! શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર' માં કહ્યું છે, चत्तारि परमंगाणि दुल्हाणि ह जंतुणो । माणुषत्तं सूई सध्धा संजमम्मिअ वीरियं । ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાને ચાર બાબતો દુર્લભ બતાવી. એક તો મનુષ્યનો ભવ, માનવભવ મળ્યા પછી જ્ઞાનીનો યોગ થવો એ વધારે દુર્લભ. બીજા બધા યોગ થશે - ભૌતિક સુખ અને પદાર્થોના - પણ જ્ઞાનીઓના યોગ થવા બહુ દુર્લભ છે. યોગ થયા પછી એમનો બોધ મળવો દુર્લભ. બોધ મળ્યા પછી એમાં શ્રદ્ધા થવી દુર્લભ અને શ્રદ્ધા થયા પછી એ માર્ગે - ચારિત્રમાર્ગે ચાલવું એ એના કરતાં પણ વધારે દુર્લભ છે. અનંતાનંત જીવોમાંથી મનુષ્યની સંખ્યા કેટલી છે? પોઈન્ટ મૂકીને અબજો ટપકાં કરો અને પછી છેલ્લે એકડો કરો, એટલી પણ સંખ્યા અનંતાનંત જીવોની અપેક્ષાએ મનુષ્યની નથી. એટલો મનુષ્યભવ દુર્લભ છે. અનંતકાળમાં મનુષ્યનો જન્મ અને જિનેન્દ્રનો ધર્મપ્રાપ્ત થવો પરમદુર્લભ છે. દુર્લભતાનું હજી તત્ત્વદૃષ્ટિથી માહાત્મ નથી આવ્યું; નહીં તો એક સમય પણ આત્મકલ્યાણ સિવાય એ ગુમાવે નહીં. બેઠો હોય તો “નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં' કરશે. વિકથાઓની અંદર, પ્રમાદની અંદર, વિષયોની અંદર, કષાયોની અંદર, આરંભની અંદર, પરિગ્રહની અંદર બધો સમય વેડફાઈ જાય છે. એનાથી પાપાસ્રવ થાય છે, પાપબંધ થાય છે. તારી ગતિ બગડી જશે અને તને મહાદુઃખનું કારણ થશે. સાપ દરમાં જાય છે ત્યારે સીધો થાય છે. જ્ઞાની કહે છે કે હવે તો તું સીધો થા ! ક્યાં સુધી આડો ચાલીશ? આડો ચાલીશ તો આડા થવું પડશે. આડા કોણ હોય? તિર્યંચો. અત્યારે તને દોડવા માટે બે પગ ઓછા છે, પછી તને ચાર આપશે અને એ ય ઓછાં પડશે તો કાનખજૂરાના ઘણા પગ આપશે તને. તત્ત્વદષ્ટિથી વિચારો કે અત્યાર સુધીનો મારો મનુષ્યભવ ખરેખર આત્મહિતમાં ગયો છે કે બીજા કર્તવ્યમાં મેં ગુમાવી દીધો છે. ભલે પાંચ, પંદર કે પચ્ચીસ વર્ષ બાકી હશે તો એમાં ૧/૩ ભાગ તો ઊંઘના છે. આ તો એફ.ડી. છે! આઠ કલાક-સાત કલાક તો ઓછામાં ઓછા ઊંઘમાં કાઢે છે, પછી ઘરમાં, ધંધામાં, વ્યવહારમાં વગેરે. એ બધાને બાદ કરતાં કરતાં માંડ પા-અડધો કલાક બચે અને એ વખતે તમને કોઈ ભાવ” થાય તો તમે નવકારમંત્રની માળા ફેરવી લો, બાકી તો કાંઈ નથી કરતા! Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ક્ષમાપના એક ઘડી આધી ઘડી, આધી મેં પુનિ આધ; તુલસી સંગત સાધુ કી, કટે કોટિ અપરાધ. મનુષ્યભવની એક ઘડી પણ અમૂલ્ય છે. એક ઘડી એટલે ચોવીસ મિનિટ. એક ઘડી, આધી ઘડી એટલે બાર મિનિટ પણ કિંમતી છે અને આધી મેં પુનિ આધ એટલે છ મિનિટ. આટલોય સત્સંગ કરે તો કામ કાઢી જાય! કેટલાય મહાપુરુષોના જીવનચરિત્ર વાંચીએ છીએ તો ખ્યાલ આવે છે કે એક જ વખત સત્સંગ સાંભળ્યો ને આત્માનું કલ્યાણ કરીને નીકળી ગયા. રોહિણીયો ચોર ! દેવલોકનું વર્ણન ચાલતું હતું એમાં શબ્દો કાનમાં પડ્યા કે દેવો ઊંધે નહીં. એમની માળા ક્યારેય કરમાય નહીં, જમીન ઉપર તેઓ ચાલે નહીં. આમ તો એના બાપાએ ના પાડી હતી એટલે એણે પ્રતિજ્ઞા લીધી હતી કે બીજા બધાને સાંભળીશ પણ મહાવીરને નહીં સાંભળું. એને અભયકુમારે બુદ્ધિપૂર્વક પકડીને પૂર્યો અને દેવલોક જેવું સર્જન કરી દીધું અને અપ્સરાઓને ઊભી રાખી, એના ગુના કબૂલ કરાવવા માટે. એને બેહોશ કરી નાખ્યો અને પછી હોંશમાં આવ્યો તો કહેવામાં આવ્યું કે, સાહેબ! તમારું મરણ થયા પછી તમે દેવલોકમાં આવ્યા છો અને તમે ઘણું પુણ્ય કર્યું છે તો આ બધી દેવીઓ તમારી સેવા કરવા આવી છે. આ દેવો તમારો જન્મદિવસ ઉજવવા આવ્યા છે. એણે જોયું કે દેવલોકમાં આ બધાની માળા કેમ કરમાયેલી છે? દેવોની માળા તો કોઈ દિવસે કરમાય નહીં. પછી નીચે જોયું તો દેવોના પગ જમીન ઉપર અડેલાં, આંખોય ટમટમ થાય. એટલે એને થયું કે નક્કી મને ફસાવવા માટે આ બધી યોજના છે, આમાં ફસાવા જેવું નથી. અભયકુમાર પાછળ બેઠાં છે. ચોરે કહ્યું કે જુઓ ! મેં મારી જિંદગીમાં ચોરી કરી નથી, વ્યભિચાર કર્યો નથી, જૂઠું બોલ્યો નથી, મેં કોઈની હિંસા કરી નથી અને સત્સંગ, સ્વાધ્યાય ને ભક્તિ એવું જ કર્યું છે. મોક્ષમાં કલ્યાણ છે એ તો બધાને ખ્યાલ છે પણ મોક્ષમાં કેવું કલ્યાણ હોય એવું કોક વીરલાને જ ખબર હોય છે. પછી અભયકુમાર કહે કે આને પકડવો તો અઘરો છે. હવે આણે કોઈ ગુનો કબૂલ જ નથી કર્યો એટલે આને પકડી શકાય નહીં. રોહિણીયા ચોરે વિચાર્યું કે મહાવીરનું એક વચન આટલું લાભદાયક થયું તો અન્ય પરમાર્થના વચનો તો મોક્ષ કરાવી દે ! આ જ્ઞાનીના વચનો આપણને મળ્યા છે. ચક્રવર્તીની સંપત્તિ કરતાં અને દુનિયાના તમામ ભૌતિક સુખ તથા પદાર્થો કરતાં પણ આપણો મનુષ્યભવનો સમય વધારે કિંમતી છે. પણ ક્યારે? જો પરમાર્થ હેતુથી ઉપયોગ કરવામાં આવે તો, નહીં તો ફૂટી બદામનો પણ નથી. માનવભવમાં પુરુષનો ઉપદેશ મળવો Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ ક્ષમાપના અત્યંત દુર્લભ છે. હવે જેટલા મનુષ્યો છે એમાંથી સત્પુરુષના વચનો કેટલાને મળ્યા ? એમાં પ્રત્યક્ષના કેટલાને મળ્યા ? પરોક્ષમાં તો હજીય થોડા ઘણાને મળ્યા પણ પ્રત્યક્ષ સત્પુરુષના યોગમાં કેટલાને વચન મળ્યા ? બધા મનુષ્યમાંથી એક ટકોય નહીં. એમાંથી કામ કેટલાએ કાઢ્યું ? એમાંય એક ટકો. આવી દુર્લભતા છે, બાકી તો ધરમના નામે બધે તોફાનો ચાલે છે ! મંદિર બનાવો ને આ ભેગું કરો ને તે ભેગું કરો ને, અહીં આગળ આટલા આમ વાપરો ને ! બસ! પૈસાની જ ધામધૂમ ! માન, પૂજા, કીર્તિ અને પૈસા એ સાધનાના જંગલને બાળી નાખે છે. કોઈ સત્પુરુષનો વર્તમાનમાં ઉપદેશ કે જે બીજાને ઉપદેશ કરે છે એ ઉપદેશ તે પોતાના ઉપર લગાડે તો તેનું કલ્યાણ થઈ જાય. નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ; સબસે ન્યારા અગમ હૈ, વો જ્ઞાનીકા દેશ. — શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૫૮ અનુભવ નથી ને ઉપદેશ આપશો તો એ કાલ્પનિક હશે, વાસ્તવિક નહીં હોય. શાસ્ત્રનો મર્મ સમજ્યા વગ૨નો હશે. કોઈ સત્પુરુષનો ઉપદેશ મળવો અત્યંત દુર્લભ છે. સત્પુરુષના વચનો પ્રાપ્ત થવા ત્રણેય કાળ અત્યંત દુર્લભ હોવાથી અમૂલ્ય છે. આવા રત્નત્રયધારી સત્પુરુષો, મુનિઓ, ગણધરો અને ભગવાનની દિવ્યધ્વનિ ત્રણે કાળ અત્યંત દુર્લભ છે અને એમાંય આ તો કેવો કાળ છે ! હુંડાવસર્પિણી પંચમ કાળ છે. દુષ્કાળમાં ખીર ખાવા મળે ક્યાંથી ? સત્પુરુષનો દુષ્કાળ વર્તે છે અત્યારે. પાંચસો-પાંચસો ગાઉ જશો તો પણ સત્પુરુષનો યોગ મળશે નહીં, આ સવાસો-દોઢસો વર્ષ પહેલાંની વાત છે અને અત્યારે એક મીંડુ વધારી દેવાનું. પાંચસોના બદલે પાંચ હજાર ગાઉ જશો તો પણ સત્પુરુષનો યોગ મળવો દુર્લભ છે. ત્રણે કાળ અત્યંત દુર્લભ હોવાથી અમૂલ્ય છે. ધન કન કંચન રાજસુખ, સબહી સુલભ કર જાન; દુર્લભ હૈ સંસારમેં, એક યથારથ જ્ઞાન. ચક્રવર્તીકી સંપદા, ઔર ઈન્દ્ર સરીખા ભોગ, કાગ વિટ સમ ગિનત હૈ, સમ્યક્દષ્ટિ લોગ. સમ્યક્દષ્ટિ જીવો ચક્રવર્તીની સંપત્તિનું મૂલ્ય કાગડાની વિષ્ટા જેટલું પણ નથી કહેતા ! આ જગતની સંપત્તિની અને જગતના બાહ્ય સુખની મોક્ષગામી જીવ પાસે કોઈ કિંમત જ નથી. Page #305 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૨૮૨ અનાદિકાળમાં બધું મળ્યું પણ સમ્યગદર્શન નથી મળ્યું; તો સમ્યગ્રદર્શન મૂલ્યવાન કે જગતના પદાર્થો કે સુખ મૂલ્યવાન? જ્યારે પુરુષ મળી આવ્યા ત્યારે તેમનું માહાસ્ય જાણ્યું નહીં. કદાચ કોઈ પુણ્યના ઉદયના કારણે મળી જાય અને જો પાત્રતા હોય તો કાર્ય થાય. મળવું એ પુણ્યનું કામ છે અને કાર્યની સિદ્ધિ કરવી એ પાત્રતાનું કામ છે. પરમકૃપાળુદેવ હજારોને મળ્યા પણ કામ કાઢી જનારા માંડ બે-ચાર જીવો. જ્ઞાનીઓના નામે વ્યાપાર ચાલશે અને જગતના જીવો પોતાની અંગત કમાણીઓ કરતા જશે. સપુરુષ મળ્યા, બોધ મળ્યો પણ સત્પરુષનું કે સન્દુરુષના બોધનું માહાત્મ પરમાર્થદષ્ટિથી આવે તો આત્માને હિતકારી થાય. આપણે હજારો વાર ભગવાનની દિવ્યધ્વનિ' સાંભળી છે પણ માહાભ્યનહોતું આવ્યું તો એના નિમિત્તે આપણું કલ્યાણ આપણે કરી શક્યા નહીં. હવે ચોથા આરાના જીવોને પણ જો ભગવાનના બોધનું માહાત્મા ન આવ્યું તો આ પંચમકાળના જીવોને જ્ઞાનીઓના બોધનું શું માહાત્મ આવે? માહાસ્ય જાણ્યું નહીં, તેમને સામાન્યમાં ગણી કાઢ્યા અથવા તો પૂરા સાંભળ્યા જ નહીં! “એમને રોજ બોલવાની ટેવ છે અને આપણને સાંભળવાની ટેવ છે!' સત્સંગમાં પાંચ મિનિટ થાય ને કંટાળો આવે, જયારે ટી.વી. સમક્ષ ત્રણ કલાક એકીટસે બેસી રહે! અહીંથી ગયા પછી ફરીને આ મનુષ્યનો ભવ, જિનેન્દ્રનો ધર્મ અને જ્ઞાનીઓના વચનો મળવા પરમ પરમ દુર્લભ છે. મૌલવી સાહેબ એક રાજાને રોજ કુરાનેશરીફ સંભળાવે. સમય થાય એટલે દરરોજ રાજા આવી જાય. બેસે ને સાંભળે. આ વર્ષોનો નિયમ. એમાં એક વખત રાજાને કંઈ બહારગામ જવાનું થયું. રાજાએ કહ્યું કે ભાઈ પગાર તો આપણે મૌલવીને આપીએ જ છીએ. મૌલવી કહે કે આપના બદલે આપના પુત્રને બેસાડો. રાજા કહે કે ભાઈ, અમને તો સાંભળવાની કળા આવડે છે, આ પુત્રએકવચન સાંભળે અને રાજપાટ મૂકીને જતો રહેતો મારું રાજ્ય બિનવારસી થઈ જાય. એના કરતાં તમે રજા રાખો અને હું આવીશ ત્યારે સાંભળીશ ! સાંભળ્યા પછી ટસના મસ ન થાય એવા જીવો મોટી સંખ્યામાં આ કાળમાં અહીં હોય છે! અનંતવાર આટલા જ્ઞાનીઓના બોધ સાંભળ્યા અને છતાંય આપણે ટસના મસ નથી થયા! સપુરુષના એક-એક વચનને લક્ષમાં લેવાથી કોઈ કોઈ જીવ સંસાર તરી ગયા છે ને મોક્ષે ગયા છે. જ્ઞાનીપુરુષના એક-એક વચનમાં અનંત આગમનો સાર છે. પંચપરમેષ્ઠિના ચૌદ પૂર્વનો સાર આવી ગયો. પંચપરમેષ્ઠિનો સંક્ષેપ “ૐ છે અને આ બધાય શુદ્ધ આત્માના એકાWવાચક નામો છે. શુદ્ધ આત્માના પ્રતીકો છે અને એમના જેવા જ આપણે આત્મા છીએ. Page #306 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૨૦૩ . ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' – પરમગુરુ પરમાત્મા જેવો જ હું સહજાત્મસ્વરૂપી આત્મા છું. પાંચેય પરમગુરુ સહજાત્મ સ્વરૂપે છે અને પણ સહજાત્મસ્વરૂપ છું. એમણે સહજાત્મસ્વરૂપનો આશ્રય કર્યો ને પરમાત્મદશા પ્રગટ કરી અને હું પણ મારા સહજાત્મસ્વરૂપનો આશ્રય કરું તો મારી પરમાત્મદશા પ્રગટ થાય. ‘મા રુo અને મા તુષ્ટ - શિવભૂતિ મુનિ, આ એક જ વચનથી કામ કરી ગયા. બહુ શાસ્ત્રોની જરૂર નથી, બહુ બોધની પણ જરૂર નથી. જ્ઞાનીપુરુષ પાસે રહેવાથી એમના બોધ દ્વારા તત્ત્વ તમને સમજાઈ જાય. એક મંત્ર તમને આપે, હવે તમે એને લસોટ્યા કરો બસ. જેટલો વધારે લસોટશો એટલો કરંટ વધારે ! એક ભાઈ હતા. એમને મોક્ષે જવાની ખૂબ તાલાવેલી લાગી. તો ઠેર ઠેર બધા સંતોને મળે, અને પૂછે કે મારે મોક્ષ કેમ પ્રાપ્ત કરવો ? શું કરવું ? પણ કોઈથી એમનો કાંઈ મેળ ખાધો નહીં, એમને સંતોષ થયો નહીં. પછી કોઈએ કહ્યું કે ભાઈ, આ નદીકિનારે એક સંત ઝૂંપડીમાં રહે છે તે આત્મજ્ઞાની છે અને એમના આધારે કંઈક જીવોને સમ્યગ્દર્શન થયું છે, એમની પાસે જાઓ. તો એમની પાસે ગયા અને કહે કે ‘સાહેબ ! મને બોધ આપો. મને સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું છે.’ તો એમણે કહ્યું કે, ‘ૐ’ ‘સોહમ્’ બસ ! તારે આટલું જ કરવાનું. ‘ૐ’ એટલે શુદ્ધાત્મા, તે જ હું. ‘સોહમ્' એટલે પરમાત્મા, તે જ હું. જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મ; હું જ સેવ્ય મારા વડે, અન્ય સેવ્ય નહિ જાણ. · શ્રી સમાધિશતક - ગાથા - ૩૧ — ‘ૐ’, ‘સોહમ્’ બસ ! આટલું જ. પેલો કહે કે સાહેબ ! હજી વધારે વિસ્તારથી કહો. આટલામાં તો મારું કામ થાય નહીં. હું તો કેટલાય પંડિતોનું સાંભળીને આવ્યો છું, હવે તમારા બે વચનથી મને શું લાભ થવાનો ? આવું તો બધાય બોલતા હોય. સંત કહે કે ભાઈ ! અહીં તો આટલું છે, વધારે જોઈતું હોય તો આ બાજુના ગામની અંદર બનારસના પંડિત આવેલા છે, ત્યાં જાઓ તો તેઓ તમને વધારે સમજાવશે. પેલા ભાઈ બાજુના ગામમાં પંડિત પાસે ગયા. પંડિતને કહ્યું કે મને તમે ભણાવો અને સમજાવો, તમે તો કાશીના પંડિત છો. પંડિત કહે કે હું ભણાવું અને સમજાવું તો પછી મારા ઘરનું કામ કોણ કરે ? મારે રાંધવાનું ય હાથે હોય અને ઘરનું કામ પણ હાથે છે. પેલો કહે કે હું તમારી સેવા કરીશ અને સાંભળીશ. પછી પંડિત પાસે ભણવા બેઠા. ભણતા ભણતા બાર વર્ષ થઈ ગયા. હવે ચાલીસ કબાટ હતા તેમાંથી હજી પાંચ કબાટો જ ખોલેલાં, હજી પાંત્રીસ કબાટ તો ભણાવવાના બાકી હતા. એટલે કહે કે સાહેબ ! Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ક્ષમાપના પણ આટલા વર્ષ થઈ ગયા અને હજી તમે પાંચ જ કબાટ ખોલ્યાં છે, બાકીના પાંત્રીસ કબાટતો હજી બાકી પડ્યા છે ! પેલાએ જોયું કે આમાં હું કાંઈક કહીશ ને આ જતો રહેશે તો મારે નોકર શોધવો પડશે અને એને પગાર આપવો પડશે. આ તો મફતમાં કામ કરે છે. તો પંડિત કહે કે આમાં સમય તો ઘણો જશે. પેલો કહે કે આ બધા શાસ્ત્રોનો સંક્ષેપમાં સાર કહી દો, મારે હવે બહુ લાંબુ નથી જોઈતું. તો કહે કે “ૐ”, “સોહમ્” આટલો જ બધા શાસ્ત્રનો સાર છે. પેલા ભાઈ કહે કે આ તો મને પેલા ગુરુએ બાર વર્ષ પહેલાં કીધેલું. એ કર્યું હોત તો ક્યારનું ય કામ થઈ ગયું હોત. એટલે આપણે શાસ્ત્રના શોખીન છીએ, પણ આત્માના સ્વભાવના આશ્રયના શોખીન નથી થયા. તો સત્પરુષના એક એક વચનને લક્ષમાં લેવાથી અનેક જીવ સંસાર તરી ગયા છે, મોક્ષે ગયા છે. સત્પરુષના વચન વિચારીને જીવે લક્ષ કરી લેવાનો છે કે હવે મારે શું કરવાનું છે! પરમાત્માને જાણીને, ત્યાગ કરે પરભાવ; તે આત્મા પંડિત ખરો, પ્રગટ લહે ભવપાર. જ્ઞાનીઓનો બોધ સાંભળીને કાર્ય એક જ કરવાનું છે - પરભાવને ત્યાગવાના છે અને સ્વભાવને પ્રગટ કરવાનો છે. માત્ર સ્વભાવના આશ્રયે આ કાર્ય થવાનું છે. એ આજથી શરૂ કરશો તો ગમે ત્યારે ઠેકાણું પડશે. માત્ર વાંચ-વાંચ કરશો, સાંભળ-સાંભળ કરશો, બોલ-બોલ કરશો કે બીજી ક્રિયાઓ કર્યા કરશો તો મનુષ્યભવ પૂરો થઈ જશે. આ કાળમાં આયુષ્ય થોડું છે અને મોટાભાગનું આયુષ્ય તો આપણું નીકળી ગયું છે, હવે બહુ લાંબુ ભણવાનો સમય આપણી પાસે નથી. પોથી પઢ પઢ જગ મૂઆ, પંડિત ભયાન કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કા, પઢે સો પંડિત હોય. ‘ઢાઈ એટલે આત્મા’ પરમકૃપાળુદેવે પત્રાંક-૧૬૬ માં કહ્યું છે, “બે અક્ષરમાં માર્ગ રહ્યો છે, અનાદિકાળથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થયો નથી એ વિચારો.” કયા બે અક્ષર? આત્મા, જ્ઞાન - જે કહો તે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે. આત્માનું કલ્યાણ તો આત્માના આશ્રય વગર છે નહીં. શાસ્ત્રના આધારે પણ નથી કે પરના આધારે પણ નથી. કલ્યાણ માત્ર પોતાના સ્વરૂપના આશ્રયે જ છે. આટલી વાતની દઢતા થાય તો વારંવાર સ્વરૂપઆશ્રયનો ઉગ્ર પુરુષાર્થ ચાલુ થશે. જે વસ્તુ જ્યાં છે ત્યાંથી એ વસ્તુ મળે. ઉપયોગમાં અસ્તિત્વ નજરાશે તો વસ્તુની પ્રાપ્તિ થશે. ઉપયોગમાં અસ્તિત્વ નજરાશે નહીં તો વસ્તુની પ્રાપ્તિ નહીં થાય અને Page #308 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૨૮૫ અસ્તિત્વ એ તમારું પોતાનું સ્વરૂપ છે અને તમારા જ્ઞાન દ્વારા એનો આશ્રય કરવાનો છે. જ્યાં સુધી કોઈપણ પરનો આશ્રય છે ત્યાં સુધી સ્વરૂપનું અસ્તિત્વ પ્રતિભાસતું નથી. જો લક્ષ બંધાય તો પછી તેના પ્રયત્નમાં લાગી જાય. હવે લક્ષ બંધાઈ ગયું કે આત્માના આશ્રયે જ કલ્યાણ છે અને આત્માનો બોધ સર્વ પ્રકારે પહેલાં સાંભળી લીધો કે “આત્મા ચૈતન્યમય સ્વરૂપ છે, જ્ઞાનસ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, સચિદાનંદ સ્વરૂપ છે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત આનંદ, અનંતવીર્ય વગેરે અનંત ગુણોનો ભંડાર છે. એક એક ગુણની પર્યાય સમયે સમયે થતી જાય છે. આ બધોય બોધ સાંભળ્યો. હવે જયારે અનુભૂતિ કરવી છે ત્યારે અભેદ આત્મા. હવે હું આત્મા છું એ પણ વિકલ્પ નહીં, નવતત્ત્વના પણ વિકલ્પ નહીં, કોઈના પણ વિકલ્પ નહીં, એક પોતાની ત્રિકાળી ધ્રુવ શુદ્ધ ચૈતન્યસત્તા નિર્વિકલ્પ ઉપયોગની અંદરમાં પકડાયેલી રહે અને બધાય વિકલ્પો છૂટી જાય એ અનુભૂતિનું કારણ છે, બીજું કાંઈ નથી! દસ-દસ ફૂટના ખાડા પચાસ જગ્યાએ કરવાથી પાણી ના નીકળે. એક જ જગ્યાએ સો ફૂટ ખોદશો તો નીકળશે. લક્ષ બંધાવું જોઈએ. જે કોઈ ધર્મની ક્રિયા કરે એમાં પણ આત્માનો લક્ષ, સંસારની ક્રિયા કરે એમાં પણ આત્માનો લક્ષ. “બેટ્ટો થાય એ બીજું જુવે.' આત્માનું સ્થાપન કરવાનું છે. અઘરું હોવા છતાં પણ સહજ અને સહેલું છે, કઠણ હોવા છતાં કઠણ નથી, પણ સહજ છે. ધૂન લાગવી જોઈએ. એક વખત હું ગિરનારમાં હતો. સહસાવનમાં બે-ત્રણ મહિના રોકાયેલો. આજુબાજુ હનુમાનગઢ ને બાવાઓના ઘણા મંદિરો. રાતના હું ફરવા નીકળું, પછી એમની મંડળીમાં જઈને બેસું. આ બાવાઓ ભાંગ અને ગાંજાવાળા. મોટી ચલમો રાખે, એમાંથી દમ મારતા જાય. ગાંજો પીવે પછી એવા મસ્તીમાં આવી જાય અને ૐ નમઃ શિવાયની ધૂનમાં ચઢી જાય, આખી રાત ધૂન ચાલ્યા કરે. એવી રીતે આત્માના ગંજેરી થઈ જાવ. એક લક્ષ બાંધી દો કે મારે આ જ કરવાનું છે ને આ જ પ્રાપ્ત કરવું છે, આત્મા સિવાય મારે બીજું કંઈ પ્રાપ્ત કરવું નથી અને મારો ઉપયોગ મારા આત્મામાં અખંડપણે સ્થિર રહે આ જ મારી સાધના છે. બધી સાધનાનું ધ્યેય અને લક્ષ આ છે, આ લક્ષ બાંધો. કોઈએ પચાસ હજાર રૂપિયા કમાવવા એમ લક્ષ કર્યો હોય અને પછી પ્રયત્ન કરે તો તેથી અડધા પણ કમાઈ શકે. પરંતુ લક્ષ જ ના હોય તો તેવો પ્રયત્ન કરી શકે નહીં. એ વેપાર બદલતો જવાનો અને નફાને બદલે નુક્સાન કરતો જવાનો. ધ્યેય નક્કી કરો કે તમે શેના માટે ધર્મ કરો છો? તમારું ધ્યેય શું છે? તમારે શું જોઈએ છે અને શું કરવાથી મળે? આટલા બધા જ્ઞાનીઓના વચન છે, એક વચન પકડીને બેસી જાવ. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ક્ષમાપના “જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણું!” “આત્માથી સૌ હીન” અને “જગત ઈષ્ટ નહીં આત્મથી.” તો આ આત્માની વાત તમને મળી પછી કેમ બધે ફાંફાં મારતાં દોડાદોડ કરો છો, કે અહીંથી મળી જાય કે ત્યાંથી ! જ્યારે મળશે ત્યારે તમને તમારા અંદરમાંથી જ મળશે, જ્યાં છે ત્યાંથી જ મળશે, નથી ત્યાંથી નહીં મળે, ગમે તેટલું દોડો, ગમે ત્યાં દોડો, ભગવાન પાસે જાવ, ગુરુઓ પાસે જાવ એ બધાય તમને કહે છે કે ભાઈ, તારું કાર્ય તારા સ્વરૂપના આશ્રયે જ છે, બીજે નથી. આટલું કહેવા છતાંય તમે સ્વરૂપનો આશ્રય ના કરો અને બીજો આશ્રય ના છોડો તો કામ નહીં થાય. સ્વરૂપનો આશ્રય કરવો હશે તો બધાય આશ્રય છોડવા પડશે. જો કે તમને સ્વરૂપનો લક્ષ કરાવે એ ઉપકારી છે. ગોર મહારાજ લગ્ન કરાવી દે, પણ તમારું ઘર ચલાવી ન દે, ઘર તો તમારે ચલાવવું પડે. “વરકન્યા સાવધાન.” કહેતી વખતે કોણે સાવધાન થવાનું? ત્રણ વખત કહે છે સાવધાન. જો સાવધાન ના થયા તો જન્મટીપની સજા છે! પરંતુ લક્ષ જ ના હોય તો તેવો પ્રયત્ન કરી શકે નહીં. તેવી જ રીતે સત્પરુષના વચનથી . આત્માનું હિત શામાં છે તે વિચારીને શું કરવું તેનો લક્ષ થવો જોઈએ. પુરુષના વચનો સાંભળ્યા, હવે મારા આત્માનું હિત શેનાથી છે? પુસ્તકો વાંચવાથી છે? બાહ્ય ત્યાગ કરવાથી છે? બાહ્ય તપ કરવાથી છે? ભક્તિ કરવાથી છે? બીજા બાહ્ય સંસાધનો કરવાથી છે? એ બધું વ્યવહારથી, નિશ્ચયથી આત્માનું હિત તો આત્માનો ઉપયોગ આત્માકાર થાય એમાં જ છે, બીજે ક્યાંય નથી. બાકીનામાં હિત માનવું એ અજ્ઞાન અને મિથ્યાત્વ છે. વ્યવહારથી હિત છે, નિશ્ચયથી નથી. વ્યવહારસે દેવ જિન, નિચેસે હું આપ; એહિબીનસેંસમજલે, જિનપ્રવચનકી છાપ. - શ્રીમદ્ રાજચંદ્ર - આત્યંતર પરિણામ અવલોકન - હાથનોંધ - ૧/૧૪ દેવ-ગુરુ-શાસ્ત્ર વ્યવહારથી ઉપકારી છે. કેમ કે, આપણને નિશ્ચયદષ્ટિ કરાવે છે અને નિશ્ચય એટલા માટે ઉપકારી છે કે આપણા ઉપયોગને સ્વરૂપમાં પહોંચાડીને એ પણ છૂટી જાય છે. “પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત.” જે વ્યવહાર પરમાર્થ બાજુ લઈ જાય તે વ્યવહાર સાચો અને જે પરમાર્થ તમારા ઉપયોગને આત્મામાં પહોંચાડે તે પરમાર્થ સાચો. એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૩૬ Page #310 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૨૮૭ રત્નત્રયની અભેદતા પ્રગટ કરવી એ જ લક્ષ છે. રત્નત્રયની અભેદતા એટલે શુદ્ધોપયોગ પ્રગટ કરવો એ જ સાચા સાધકનું ધ્યેય હોય છે. દરેક જ્ઞાનીઓનું ધ્યેય આ જ છે કે મારો ઉપયોગ અખંડપણે મારા આત્મામાં સ્થિર રહે. હવે એ ધ્યેયને બાજુમાં મૂકી અને ઉપયોગ ડહોળાઈ જાય એવી પ્રવૃત્તિઓ કરે તો તે જ્ઞાની નથી. ઉપયોગ ડહોળાઈ જાય એવી પ્રવૃત્તિ કેમ કરે છે? તારું ધ્યેયતે બાંધ્યું છે તો હવે આ કાર્યઅસંગતામાં, એકાંતમાં, ધ્યાનમાં, અંતર્મુખતામાં થવાનું છે. દોડાદોડ કરવાથી થવાનું નથી. પંડિત ઔર મશાલચી, ઉનકી એહી રીત; ઔરન કો પ્રકાશ દે, આપ અંધેરે બીચ. જ્ઞાનીના બોધથી લક્ષ થવો જોઈએ અને લક્ષને અનુરૂપ પુરુષાર્થ કરવો જોઈએ. નિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી અત્ર સમાય; ધરી મૌનતા એમ કહી, સહજસમાધિમાંય. - શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર -ગાથા - ૧૧૮ આત્મસિદ્ધિ બોલતાં બોલતાં સહજ સમાધિમાં આવી ગયા. શ્રી આત્મસિદ્ધિનું પ્રયોજન આત્માને સિદ્ધ અવસ્થા પ્રગટ કરાવવી તે છે અને ઉપયોગ આત્મામાં લાગ્યો એટલે એનું ધ્યેય પૂરું થયું, એ જ એનું લક્ષ હતું બસ ! રોજ મંદિરમાં જાય અને કહે કે હે પ્રભુ! હવે આ સંસારના દુઃખમાંથી મને છોડાવ. તું આવું અનેક વર્ષ સુધી માંગીશ તોય નહીં મળે અને મંદિરમાં બેસીને માંગ્યા વગર એક આત્માનો આશ્રય લઈને બેસીશ તો તારું કામ થઈ જશે. સમજે તો સહજમાં મોહ્ન છે, નહીં તો અનંત ઉપાય પણ નથી. સદુગર કહે સહજ કા ધંધા ઔર વાદવિવાદ કરે સો અંધા. લિખાલિખી કી બાત નહીં, દેખા દેખી કી બાત; દુલ્હા દુલ્હન મિલ ગયે ઔર ફિક્કી રહ ગઈ બારાત. આ લખવાની વાત નથી, એને અનુરૂપ પરિણમવાની વાત છે. આત્માના સ્વભાવ પરિણમન વગર આત્માનું સાચું હિત થઈ શકે નહીં. ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહીં નિજ ભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૭૮ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ક્ષમાપના આ બધાયનો સાર ઉપરની ગાથામાં આવી ગયો. એ રીતે સત્પરુષના વચનો લક્ષમાં લીધા નહીં. તેથી હજી સંસારનો અંત આવ્યો નથી અને હજુ લક્ષમાં નહીં લે તો હજુ પણ અંત નહીં આવે! સંસાર વધે એ ક્રિયાઓ તથા ભાવનાઓ કરીએ અને મોક્ષે જવાની વાત કરીએ પણ એથી મોક્ષ ન મળે. હવે અહીંથી પશ્ચિમ દિશામાં મુંબઈ છે અને તમે પૂર્વ દિશામાં ચાલ ચાલ કરો તો મુંબઈ આવે ખરું? જ્યાં રહેવું પડતું હોય ત્યાં રહીને પણ કામ તારી અંતર્મુખતાનું કર. ધર્મના નામે દોડાદોડી ક્યાં સુધી કરીશ? ગમે ત્યાં જઈશ તો કામ તો અંતર્મુખ થઈ અને સ્વરૂપસ્થ થવાનું જ કરવાનું છે. તો પછી એટલી બધી દોડધામ કરીને, થાકીને, વિકલ્પો કરીને મરી જઈશ! “મન ચંગા તો કથરોટ મેં ગંગા.” જ્યારે પણ જીવ પુરુષના વચનને લક્ષમાં લેશે ત્યારે તેને આત્મા સિવાય કંઈ નહીં ગમે. પૂ. બેનશ્રીનું વચન છે ને કે “તને ક્યાંય નહીં ગમે, પણ આત્મામાં તો જરૂર ગમશે.” બીજે ગમે છે એ તારું અજ્ઞાન છે, એ તારી ભ્રાંતિ છે. આત્મા સિવાય ક્યાંય ગમે એવું નથી. આ સાધકનું લક્ષ છે. જ્યારે સમ્યગુદર્શન પ્રગટ કરે ત્યારે જ્ઞાનીના વચનો લક્ષમાં લીધા કહેવાય. અજ્ઞાનીનો સંસાર અનાદિ અનંત છે. એની આદિ જ નથી, અનાદિકાળથી છે અને જ્યાં સુધી નહીં સમજે ત્યાં સુધી અનંતકાળ રહેવાનો છે. તો જ્ઞાનીના એક એક વચનમાં શાસ્ત્રોના શાસ્ત્રો ભરાઈ જાય એટલો બોધ છે. “મોક્ષમાળા' તો મોક્ષમાં પહોંચાડી દે એવી છે! આખા અમદાવાદમાં કે મુંબઈમાં એક ઘરની પણ ઓળખાણ હોય તો તમે ભૂખ્યા નહીં રહો ! એમ એક આત્માની ઓળખાણ થશે તો તમારે બીજા કોઈ શાસ્ત્રની ઓળખાણ કરવાની જરૂર નથી. એક આત્માની ઓળખાણ જ્ઞાનીના બોધના આધારે કરશો તો બધાની ઓળખાણ તમને થઈ ગઈ. જબ જાન્યો નિજરૂપકો, તબ જાન્યો સબ લોક; નહિ જાન્યો નિજરૂપકો, સબ જાન્યો સો ફોક. – શ્રીમદ્ રાજચંદ્ર - આત્યંતર પરિણામ અવલોકન - હાથનોંધ – ૧/૧૪ ( તમારાં કહેલાં અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં.' કોના કહેલાં? ભગવાનના કહેલા અને ભગવાનની વાણીને ઝીલીને ગણધર ભગવંતો અને આચાર્ય ભગવંતોએ કહેલા અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહીં. કેવું તત્ત્વ છે? અનુપમ. ભગવાનના બોધની ઉપમા આપી શકાય નહીં. એની તુલનામાં જગતના કોઈ છમસ્થ જીવોની વાણી આવી શકતી નથી. કોઈ અન્ય દર્શનવાળાનું તત્ત્વ આના જેવું અનુપમ નથી. એક દેહમાં Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ ક્ષમાપના બે આત્મા નથી તેમ જિન પરમાત્માએ પ્રરૂપેલ અનુપમ તત્ત્વ જેવા બીજાના એવા કોઈ તત્ત્વ છે નહીં. જો એ તત્ત્વને ગુરુગમપૂર્વક સમજે તો જીવ સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ કરીને, આત્મસમાધિની પ્રાપ્તિ કરીને શાશ્વત સુખની પ્રાપ્તિ કરી લે. કેમ કે તત્ત્વનું ફળ તો - જ્ઞાનચ રત્નમ્ વિરતિઃ | તત્ત્વ સાંભળવું, કહેવું, લખવું જુદી વાત છે અને વિચાર કરીને એને હૃદયસ્થ કરવું, આત્મસ્થ કરવું એ બીજી વાત છે. કેટલા તત્ત્વ છે? જીવ, અજીવ, પુણ્ય, પાપ, આગ્નવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ - આ નવ તત્ત્વ છે. એ નવ તત્ત્વને જ્ઞાનીના બોધ અનુસાર ગુરુગમપૂર્વક યથાર્થ સમજે તો તેને સ્વ-પરનો વિવેક આવે અને સાચું ભેદજ્ઞાન કરીને આત્મજ્ઞાન પ્રગટ કરી શકે. તત્ત્વની યથાર્થતા વગર ગમે તેટલા પ્રકારની, ગમે તેવી સાધના હોય તો પણ એ મોક્ષમાર્ગમાં નિષ્ફળ જાય છે. વીતરાગદર્શનમાં જે નવતત્ત્વની પ્રરૂપણા છે એવી જગતના કોઈ અન્ય દર્શનોમાં નથી. અન્ય દર્શનો અપૂર્ણ છે, છતાંય જૈનદર્શન તેને સાપેક્ષપણે સ્વીકારે છે, એકાંતે નહીં. જેનામાં જાણવા-જોવાની યોગ્યતા છે તે જીવ છે. એમાં બે વિભાગ છે- સંસારના જીવો અશુદ્ધ છે અને કોઈ અપેક્ષાએ શુદ્ધ પણ છે. એમને સ્વરૂપદષ્ટિથી જુઓ તો શુદ્ધ છે. આવરણ તો સંજોગોમાં છે, સ્વરૂપમાં કોઈ આવરણ નથી. કર્મોનું, નોકર્મનું કે ભાવકર્મનું આવરણ એ તેની અવસ્થામાં છે, સંયોગમાં છે, આત્મા સાથે એકમેક થયેલું નથી. જેમ સૂર્ય ઉપર વાદળાનું આવરણ છે, પણ એથી કંઈ સૂર્યની સ્વચ્છતા કે પ્રકાશકતા ઘટી નથી ગઈ, જેવી છે એવી ને એવી જ છે. વર્તમાન અવસ્થાની અપેક્ષાએ, આવરણની અપેક્ષાએ, સંયોગની અપેક્ષાએ જીવ અશુદ્ધ છે. જેવી રીતે એક્સ-રે મશીન જ્યારે કોઈનું હાડકું ભાંગી જાય ત્યારે માત્ર હાડકાંનો ફોટો પાડે છે. તો જ્ઞાનીઓનું એક્સ-રે (ઉપયોગ) મશીન, એ શરીરને વીંધીને, કર્મોને વીંધીને, વિભાવોને વીંધીને અંદરમાં જાય છે. એક શુદ્ધચૈતન્ય સ્વરૂપનો જ એક્સ-રે લે છે. આ જ્ઞાનીનો ઉપયોગ છે. માત્ર પોતાનું અસ્તિત્વ નિર્વિકલ્પપણે પ્રતિભાસ થવું એ જ જોવાની કળા છે, જાણવાની કળા છે. શુદ્ધ જીવ ઉપાદેય છે, શુદ્ધ જીવની પર્યાય ઉપાદેય નથી. શુદ્ધ જીવની શુદ્ધ પર્યાય, કેવળજ્ઞાનની પર્યાય એ પણ ઉપાદેય નથી. એકલું ત્રિકાળી ધ્રુવ શુદ્ધ દ્રવ્ય કે જેને પરમપરિણામિક ભાવ સ્વરૂપ કહેવામાં આવે છે એ જ માત્ર ઉપાદેય છે. નવ તત્ત્વનો આશ્રય કરવાથી સમ્યગદર્શન નથી થતું, સ્વભાવનો આશ્રય કરવાથી સમ્યગદર્શન થાય છે. નવ તત્ત્વમાં જ્યાં સુધી ઉપયોગ લાગ્યો છે ત્યાં સુધી વિકલ્પ છે, નિર્વિકલ્પતા નથી. જો કે પ્રથમ તત્ત્વ સમજવા જરૂરી છે. કેમ કે, એ તત્ત્વ સમજ્યા વગર પણ તમે ઉપયોગને Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ક્ષમાપના આત્મા સાથે અભેદ નહીં કરી શકો. કોઈપણ સાધન છે એ ઉપયોગને આત્મામાં અભેદ કરવા માટે છે; ચાહે તે ભક્તિ હોય, સત્સંગ હોય, ધ્યાન હોય, ચિંતન હોય, સામાયિક હોય, પ્રતિક્રમણ હોય કે ત્યાગ હોય. જીવનું, અજીવનું ચિંતવન કરવાથી અજીવ પ્રત્યેનું આકર્ષણ આપણને મટી જાય છે. “કર વિચાર તો પામ', “ઔષધ વિચાર ધ્યાન.” એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનનાં, સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં. તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું? નિદૉષ નરનું કથન માનો તેહ’ જેણે અનુભવ્યું – શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૬૭ નિર્દોષ એટલે આપ્તપુરુષ. આપ્ત એટલે વિશ્વાસ કરવા યોગ્ય જ્ઞાનીપુરુષોનો બોધ આગમપૂર્વક, ગુરુગમપૂર્વક, ભગવાને કહેલા તત્ત્વને અનુરૂપ અને અનુભવ સહિત હોય છે. જીવ તત્ત્વમાં શુદ્ધ જીવ ઉપાદેય છે. અશુદ્ધ જીવ હેય છે. અજીવ તત્ત્વમાં પાંચ દ્રવ્યો છે – પુદ્ગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. એ પાંચમાં ચાર તો સ્વભાવપરિણામી છે એટલે આપણને નડતા નથી. નડતરરૂપ થતું હોય તો પુદ્ગલ છે. તો પુદ્ગલ ઉપાદેય કે હેય? હેય. તમારો દેહ પુદ્ગલ કે જીવ? પુગલ. તો દેહ ઉપાદેય કે હેય? તમારા ઘરવાળા ઉપાદેય કે હેય? પૈસા ઉપાદેય કે હેય? જગતમાં જે કંઈ પદાર્થો છે એ ઉપાદેય કે હેય? બધાય હેય (ત્યાગવા યોગ્ય છે. એ હેયને ઉપાદેય માનીને ચોવીસ કલાક અજ્ઞાની જીવ એની પાછળ દોડ્યા કરે છે. જો હેય માન્યું તો એને હવે છોડવાનું છે, ભલે ક્રમે ક્રમે છોડો, ધીમે-ધીમે છોડો પણ હવે છોડવાનું છે. અનાદિકાળથી આ ભૂલ ચાલી આવે છે - પરમાં અહમ્પણું, મમત્વપણું. કેટલીયવાર આ જીવ સાધુ થયો, મોટો પંડિત થયો કે મોટો ધર્માત્મા થયો તો પણ હેય, શેય, ઉપાદેયનો વિવેક તેણે યથાર્થ સૂક્ષ્મતાપૂર્વક કર્યો નથી એટલે તેને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ નથી. આ જરૂરી છે કેમ કે, तत्त्वार्थश्रद्धानंसम्यग्दर्शनम् । –શ્રી તત્ત્વાર્થ સૂત્ર - અધ્યાય ૧ - સૂત્ર - ૨ તત્ત્વોની સાચી શ્રદ્ધા થવી એનું નામ જ સમ્યગદર્શન છે. જગતનો કોઈ પદાર્થ ઉપાદેય નથી, કોઈ પદાર્થ આત્માને હિતકારી નથી, કોઈ પદાર્થથી આત્માને શાંતિ થતી નથી કે કોઈ Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ ક્ષમાપના પદાર્થ આત્માનો થતો નથી અને છતાંય તમે જુઓ કે ચોવીસ કલાક ઉપયોગ પરના વિકલ્પોમાં નિરંતર ચાલ્યા કરે છે. ‘સમસ્ત જગત પ૨વસ્તુ અને પરભાવમાં વહ્યું જાય છે’ એમ પરમકૃપાળુદેવે કહ્યું છે. આમનો સંબંધ સાચવું, આ આપણા ઘરે આવ્યા હતા એટલે આપણે એક વખત જવું પડે. આમ ને આમ આ મનુષ્યભવ કાઢી નાખે છે. ‘સર્વસંગ મહાસ્રવરૂપ છે' આ તીર્થંકર ભગવાનનું વચન છે. કોઈનો સંબંધ તમે બાંધ્યો એટલે આસ્રવબંધ તમારા ચાલુ. ચાહે સગાંવહાલાંનો બાંધ્યો કે ચાહે કોઈ ધર્મીજીવોનો બાંધ્યો. સાચા દેવ, નિગ્રંથ ગુરુ અને એમનો પ્રરૂપેલા ધર્મ સાથે સંબંધ બાંધવાથી એ વીતરાગની જાતના છે એટલે વીતરાગતાની પ્રેરણા મળશે. બાકીના બધાય રાગી જીવ છે, એની સાથે તમને રાગની પ્રેરણા મળશે. સ્વરૂપમાં સ્થિત થવા છેવટે ભગવાન અને ગુરુનો સંબંધ (વિકલ્પ) પણ છોડવો પડશે. જ્યાં આત્માનું માહાત્મ્ય આવ્યું ત્યાં પછી કોઈનો સંબંધ જોર નહીં મારે, આત્માના આશ્રય સિવાય જગતના કોઈ જીવનું કલ્યાણ થઈ જાય એવું કોઈ જ્ઞાનીઓએ કહ્યું નથી. અને આત્મા સિવાય, ‘સ્વ’ સિવાય બધું ૫૨ છે તો પરના આશ્રયથી કલ્યાણ થઈ જાય એવું વસ્તુનું સ્વરૂપ છે નહીં. પુણ્ય અને પાપ પણ હેય છે, ઉપાદેય નથી. જેમ પાપ હેય છે તેવી રીતે આગળની ભૂમિકામાં જવાથી પુણ્ય પણ હેય બની જાય છે. જ્ઞાનીઓ ભલે પુણ્યની ક્રિયાઓ કરતા હોય, પરંતુ પુણ્યને શ્રદ્ધામાં હેય માને છે. ‘શ્રી સમયસાર’ માં મૂક્યું છે કે પ્રતિક્રમણ પણ વિષકુંભ છે. વ્યવહાર પ્રતિક્રમણ કરવાનું છે અને પછી આગળની ભૂમિકાનું પ્રતિક્રમણ આવે એટલે આને મૂકવાનું છે. વ્યવહાર પ્રતિક્રમણ નિશ્ચય પ્રતિક્રમણની પ્રેરણા માટે ક્રુહ્યું છે. જ્ઞાનીઓએ પ્રતિક્રમણ ન કરવું એમ કહ્યું નથી. નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નો’ય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય. — શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૩૧ જ્યારે જીવ નિશ્ચયને એકાંત કરી નાખે છે ત્યારે સાધન ચૂકી જાય છે. ત્યારે અંદ૨માં આકુળતા-વ્યાકુળતા આવે અને પ્રાયે જીવ નિશ્ચયાભાસી થઈ જાય છે. નિશ્ચયાભાસી ચૂકી જાય છે, વ્યવહાર ભાસી પણ ચૂકી જાય છે અને ઉભયાભાસી પણ ચૂકી જાય છે. કોઈ આત્મજ્ઞાની નિગ્રંથગુરુના આશ્રયવાન હોય તે જ બેલેન્સ રાખી શકે છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ક્ષમાપના જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. –શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૮ નિશ્ચયના ડોઝ હોય છે ઘણા ઊંચા એટલે આપણને નિશ્ચયાભાસમાં ઘુસી જતા વાર લાગતી નથી. કેમ કે, મિથ્યાત્વના કારણે નિશ્ચયની પકડ અને આગ્રહ રાખ્યો તથા સાપેક્ષતા ચૂકી ગયો, એટલે તે નિશ્ચયાભાસમાં ગયા વગર રહેતો નથી. જે મન, વચન, કાયાની ક્રિયાથી અને જે ભાવોથી આસ્રવ થાય છે એ બધા આગ્નવો પણ હેય છે. જે ભાવથી તીર્થકર નામકર્મનો બંધ પડે છે, આસ્રવ થાય છે એ પણ હેય છે. ઉત્કૃષ્ટ પુણ્યથી તીર્થંકર નામકર્મનો બંધ છે. જે આસ્રવ જ છે, અને આસ્રવ માત્ર હેય છે અને આપણા જ્ઞાનમાં જોય તો છે જ. બંધ પણ હેય છે. જે ભાવથી કર્મોનો બંધ થાય એ ભાવ પણ હેય છે. જે જે કારણ બંધનાં, તેહ બંધનો પંથ; તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૯૯ બંધના કારણો છેદાય નહીં ત્યાં સુધી આત્માનું કલ્યાણ થઈ શકતું નથી. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ - આ પાંચ કારણ મુખ્યપણે બંધના કહ્યા છે. હવે આ પાંચેયની અંદર ચોવીસ કલાક અજ્ઞાનીઓની પ્રવૃત્તિ ચાલતી હોય છે. ભલે એમ બોલે કે “કેમ છે!”, પણ ચોવીસ કલાક ઉપાદેય” ની જેમ ચાલતું હોય છે. એક પોપટને એના માલિકે કહ્યું કે ‘બિલ્લી આવે તો ઉડ જાના.' આ એને ગોખાવી દીધું અને પચ્ચીસ વખત એનું રિવીઝન કરાવ્યું કે મેં તને શું શીખવ્યું? તો કહે “બિલ્લી આવે તો ઊડ જાના.' એકવાર પોપટ બહાર દાણા ખાવા બેઠો છે અને બિલાડી આવીને જોઈ રહી છે, બિલાડીને જોઈ પેલો તરત પોપટિયું જ્ઞાન' બોલવા માંડ્યો, ‘બિલ્લી આવે તો ઊડ જાના.” જ્યાં સુધી બિલાડીએ પકડ્યો નહીં ત્યાં સુધી બોલતો રહ્યો. એમ આસ્રવ-બંધ થયા પછી કહે કે સાહેબ! આ બંધના કારણ હતા. પછી શું કામનું? પહેલાં જાણવાનું હતું કે આ આગ્નવ-બંધના કારણ છે, આમાંથી આપણે અટકવાનું છે. તો નવ તત્ત્વનું ફક્ત જ્ઞાન કંઈ આગ્નવ-બંધને અટકાવતું નથી, પણ સ્વસંવેદન જ્ઞાન, આત્મજ્ઞાન તેને અટકાવે છે. Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૯૩ એવી રીતે સંવર, નિર્જરા અને મોક્ષ એ પણ ઉપાદેય નથી, હેય છે. કેમ કે, એ ત્રણેય પર્યાયો છે. સંવર, નિર્જરા અને મોક્ષ પણ આત્માની શુદ્ધ પર્યાય છે. તો પર્યાય ઉપાદેય કે હેય? તો નવ તત્ત્વમાં ઉપાદેય શું આવ્યું ? એક માત્ર પોતાનો શુદ્ધ આત્મા. હવે જે ઉપાદેય છે એનો આશ્રય તમે રોજ કેટલો કરો છો અને હેયવાળા પદાર્થોનો આશ્રય કેટલો થાય છે એ જોઈ લો. આ તો ‘બિલ્લી આવે તબ ઊડ જાના' એના જેવું છે ! રોજ બોલ્યા કરીએ, પણ ઉપાદેયનો આશ્રય કરીએ ત્યારે હેયનો સહેજે ત્યાગ થઈ જાય છે. નિસરણીમાં ઉપરના પગથિયે પગ મૂકીએ તો નીચેનું પગથિયું છૂટી જાય છે, છોડવું પડતું નથી. નવ તત્ત્વ કહો કે છ પદ કહો, બન્ને એક જ વાત છે. પરમકૃપાળુદેવે આપણને છ પદમાં નવ તત્ત્વને સંક્ષેપમાં સમજાવીને આપ્યા છે, ‘આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા અજ્ઞાન ભાવથી કર્મનો કર્તા અને ભોક્તા છે, જ્ઞાનભાવથી પોતાના જ્ઞાન પરિણામ ને આનંદનો કર્તા-ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે.’ એક જ વસ્તુ છે અને ગુરુગમપૂર્વક જ્યારે સમજાય ત્યારે હેય પ્રત્યેનું તમારું જે વજન છે તે ઓછું થઈ જશે. ક્ષમાપના જ્ઞાનીને રાગ થાય છે, દ્વેષ થાય છે, પણ દર્શનમોહકૃત નહીં, ચારિત્રમોહકૃત. એટલે એ ચારિત્રની શિથિલતા તો છે જ, સાથે સાથે મિથ્યાત્વની પણ શિથિલતા રહેલી છે. આ નવ પદાર્થોની અંદરમાં આખું વિશ્વ આવી ગયું. વિશ્વ એટલે છ દ્રવ્યનો સમૂહ. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ - આ તો સ્વભાવપરિણામી છે એટલે એને બાજુમાં રાખી દઈએ છીએ. જીવની સંખ્યા કેટલી ? અનંતા જીવ. પરમાણુની સંખ્યા કેટલી ? જીવ કરતાં પણ પરમાણુ અનંતાનંત છે. પરમાણુ હેય કે ઉપાદેય ? હેય છે. અનંતા જીવોમાં તમારા સિવાયના બીજા આત્મા હેય કે ઉપાદેય ? બીજા આત્મા હેય છે. તો ઉપાદેયમાં શું આવ્યું ? માત્ર પોતાનો શુદ્ધ આત્મા. આ આખા વિશ્વનો નિર્ણય થઈ ગયો. પાંચ મણની ખીચડી રાંધવા મૂકી હોય અને બે-ચાર દાણા પરથી ખીચડીનું માપ નીકળે છે તેમ નવ તત્ત્વ પરથી આખા વિશ્વનું માપ નીકળી જાય છે. ‘જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું.’ બસ ! સર્વને જાણવાની પાછળ આત્માને ભૂલી ના જાઓ. ઘટ, પટ આદિ જાણ તું, તેથી તેને માન; જાણનાર તે માન નહિ, કહીએ કેવું જ્ઞાન ? – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા – ૫૫ - Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ક્ષમાપના નવ પદાર્થોની અંદરમાં હેય, શેય અને ઉપાદેયનો વિવેક કરી ભેદવિજ્ઞાન દ્વારા માત્ર પોતાનો શુદ્ધ આત્મા જ ઉપાદેય છે એમ દઢતા કરી, વારંવાર ઉપયોગને અંતર્મુખ કરી, સ્વરૂપ અનુસંધાનનો ઉગ્ર પુરુષાર્થ કરવામાં આવે, આત્માનું અસ્તિત્વ પોતાના ઉપયોગમાં નજરાય એવી અંતર્મુખતાની સાધના કરવામાં આવે તો એ જીવ અવશ્ય સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરી લે, સમ્યજ્ઞાનને પ્રાપ્ત કરી લે, સમ્યક્ચારિત્રને પ્રાપ્ત કરી લે. બાકી કંઈ ઉપાદેય નથી. એટલે હવે જ્યાં એટેચમેન્ટ છે ત્યાં ડિટેચમેન્ટ કરો અને ડિટેચમેન્ટ છે ત્યાં એટેચમેન્ટ કરો, આનું નામ · વિવેક. તો એટેચમેન્ટ ક્યાં કરવાનું છે ? પોતાના આત્મા સાથે. ડિટેચમેન્ટ ક્યાં કરવાનું છે ? આત્મા સિવાય બધાયની સાથે. હવે આપણું જીવન જોઈ લો કે ક્યાં એટેચમેન્ટ ચાલે છે અને ક્યાં ડિટેચમેન્ટ ચાલે છે ! માત્ર શાસ્ત્રજ્ઞાનથી નિવેડો નથી, અનુભવજ્ઞાનથી નિવેડો છે, સાચા પુરુષાર્થથી નિવેડો છે. શાસ્ત્રજ્ઞાન હોય તો શું થઈ ગયું ? નવ નવ પૂર્વ ભણેલા ‘ફેઈલ’ ગયા છે અને અંગૂઠાછાપ પ્રયોજનભૂત જ્ઞાન પ્રાપ્ત કરીને કામ કરી ગયા છે. ‘કેવળી આગળ ગયો પણ રહી ગયો કોરો.’ ગુરુગમ વગર કામ નહીં થાય; ચાહે ત્યાગી હોય કે ચાહે પંડિત હોય કે ચાહે ગમે તે પ્રકારનો ધર્માત્મા હોય. કેમ કે, અનાદિકાળનો માર્ગથી અજાણ છે, અને એક અજાણ બીજા અજાણ્યાને માર્ગ પૂછશે તો એ ગોટે ચડશે. એના માટે આત્મજ્ઞાની નિગ્રંથ ગુરુ જ કામ આવે છે, બીજા કોઈ ગુરુ કામ આવતા નથી. વાળ કાપતાં શીખવું હોય તો વાળંદ કામ આવે, ડૉક્ટર કામ ન આવે. આખા વિશ્વના પદાર્થો નવ તત્ત્વમાં આવી જાય છે. નવ તત્ત્વમાં મોક્ષની પ્રાપ્તિ કેમ થાય એ દર્શાવ્યું છે. હવે એ પ્રમાણે પ્રયોગ કરે તો કાર્ય થાય. દરેક ક્ષેત્રમાં હેય, જ્ઞેય અને ઉપાદેયનો વિવેક ન આવે તો ગરબડ થઈ જ જવાની. સાધ્ય શુદ્ધ આત્મા જ છે અને એનું સાધન શુદ્ધોપયોગ છે અને એનો પુરુષાર્થ સ્વરૂપના આશ્રયે છે. આ સાધન-સાધ્યની એકતા કહેવાય. અથવા તો આત્મા એ જ અનુપમ તત્ત્વ છે. વ્યવહારથી ભગવાનનો અને નિશ્ચયથી તમારો આત્મા એ જ અનુપમ તત્ત્વ છે. આત્મા જેવો કોઈ દેવ નથી. ‘સર્વ જીવ છે સિદ્ધ સમ.' આત્મા જ સિદ્ધ છે, આત્મા જ આચાર્ય છે, આત્મા જ ઉપાધ્યાય છે, આત્મા જ સાધુ છે, પાંચેય પદ આત્માના છે અને એ પરમગુરુ પરમાત્મા જેવો જ સહજાત્મસ્વરૂપી આત્મા છે. મારા માટે મારો અંદરમાં બેઠેલો કારણ પરમાત્મા એ ઉપાદેય છે, એ કારણ પરમાત્માના આશ્રયે કાર્ય પરમાત્માપણું પ્રગટ થાય છે. આ અનુપમ તત્ત્વ છે. જેમ તરબૂચમાં લાલ ભાગની કિંમત છે, તેમ નવ તત્ત્વમાં માત્ર પોતાના શુદ્ધ આત્માની મહત્તા છે. Page #318 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૨૫ આત્માને જાણતા વિશ્વના પદાર્થોનું જ્ઞાન પણ યથાર્થપણે થાય છે. કેવળજ્ઞાનીને લોકાલોકનું જ્ઞાન થઈ જાય છે. જબ જાન્યો નિજરૂપકો, તબ જાન્યો સબ લોક; નહીં જાન્યો નિજરૂપકો, સબ જાન્યો સો ફોક. – શ્રીમદ્ રાજચંદ્ર - આત્યંતર પરિણામ અવલોકન - હાથનોંધ - ૧/૧૪ આત્માને જાણવા માટે અને આત્માનો આશ્રય કરવા માટે સર્વ પ્રકારની સાધનાઓ છે. જો એ થયું તો એ સાધના સાચી, નહીં તો અનંતવાર સાધના જેમ નિષ્ફળ ગઈ તેમ આ ભવની પણ નિષ્ફળ ! જીવ ઘણી વખત પંડિતાઈમાં ચઢી જાય છે. બહુ ભણે તો વિદ્વાન થાય. ક્રિયા કરનારો ક્રિયાજડત્વમાં ઘુસી જાય છે, ત્યાગવાળો બાહ્ય ત્યાગની પરાકાષ્ઠામાં ઘુસી જાય છે. આ બધું શેના માટે હતું? ઉપયોગને આત્મામાં સ્થિર કરવા માટે હતું, પ્રયોજન તો એ હતું. બધાયને છોડીને આત્માને પકડીને બેસી જવું. સિદ્ધાંતો એમણે ઊંધા પકડ્યા, જો સીધા પકડ્યા હોત તો કામ થઈ જાત. મિથ્યાદર્શનનો તલાક ! મિથ્યાજ્ઞાનનો તલાક ! મિથ્યાચારિત્રનો તલાક ! સમ્યગુદર્શન અસ્તિ, સમ્યકજ્ઞાન અસ્તિ, સમ્યફચારિત્ર અસ્તિ, એની સાથે તલાક નહીં. અજ્ઞાની જીવે એની સાથે જ તલાક કરી નાખ્યા! ભગવાને કહેલા તત્ત્વોને ઊંડા ઊતરી વિચાર્યા નહીં. ઉપરછલ્લા સાંભળ્યા અને ઉપરછલ્લી સાધના કરી. “જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નીરાગી, નિર્વિકારી, સચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શ અને રૈલોક્ય પ્રકાશક છો.” આ સૂક્ષ્મ વિચાર આવે તો અંદરમાં વસ્તુ પકડાવી જોઈએ. તમે નીરાગી, નિર્વિકારી, આ પોતાના આત્માની વાત ચાલે છે. ભગવાન તો નિર્વિકારી છે જ, પણ અત્યારે તમારો આત્માનો ત્રિકાળી ધ્રુવ-સ્વભાવ છે એ પણ નિર્વિકારી છે, સચિદાનંદસ્વરૂપ છે. “તમે નીરાગી છો.' રાગ પર્યાયમાં છે, સ્વભાવમાં નથી. તમે નીરાગી, નિર્વિકારી, સચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી છો. તમારી આ ઓળખાણ કરાવી, આ તમારો બાયોડેટા' આપ્યો છે. પ્રથમ દેહ દષ્ટિ હતી, તેથી ભાસ્યો દેહ; હવે દૃષ્ટિ થઈ આત્મમાં, ગયો દેહથી નેહ. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૬૬ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ક્ષમાપના. દેહથી નેહ ગયો તો પછી ઘરવાળાથી, કુટુંબથી અને દુનિયાથી જાય કે ના જાય? દેહાત્મબુદ્ધિ એ જ મોક્ષમાર્ગમાં મોટું વિઘ્ન છે. છૂટે દેહાધ્યાસ તો, નહીં કત તું કર્મ; નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું? કર વિચારે તો પામ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૧૫, ૧૧૬, ૧૧૭ ‘તમે વાસક્ષેપ નાખો, હાથ મૂકો ને તમારો અંગૂઠો માથે અડાડું એટલે મારું કામ થઈ જાય ને? તારા ઉપયોગમાં જ્યાં સુધી નિર્વિકલ્પપણે તારું અસ્તિત્વ નહીં નજરાય ત્યાં સુધી તારું કાર્ય નહીં થાય. અસ્તિત્વનો ભાસ એ સમ્યગદર્શન છે. ભાસ એટલે જાણવું, દેખવું, વેદવું. ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ભાસ્યું નિજ સ્વરૂપ છે, શુદ્ધ ચેતનારૂપ; અજર, અમર, અવિનાશીને, દેહાતીત સ્વરૂપ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા -૪૯, ૧૨૦ ભાસ્યું એટલે અનુભવમાં આવ્યું, આવો ભાસ થવો જોઈએ, સ્વસંવેદનમાં આવવું જોઈએ. સંવેદનમાં આવ્યું તો અતીન્દ્રિય અનુભૂતિ થવી જોઈએ, એ તેની નિશાની છે, માત્ર તું વિચારમાં ચઢી ગયો અને ભાસ થયો એમ નથી. ઉપયોગ સ્થિર થાય ત્યારે અસ્તિત્વ નજરાય છે અને ત્યારે અતીન્દ્રિય આનંદની અનુભૂતિ આવે છે. સહજતા અલગ વસ્તુ છે અને ઢોંગ તથા નકલ એ અલગ વસ્તુ છે. એક મહારાજ પાસે એક કુંભાર વંદન કરવા આવ્યો. કુંભાર પ્રસાદ લઈને આવેલો. યોગીએ દૂરથી જોયું એટલે આંખ બંધ કરીને બેસી ગયા. ઘણી પ્રાર્થના કરી, ભક્તિ કરી, વાતો કરી પણ પેલા બોલે નહીં. એટલે કુંભારને થયું કે આ પ્લાનમાં છે એટલે અત્યારે અમને Page #320 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૨૯૭. ડિસ્ટર્બ કરવા જેવા નથી. આમને ધ્યાનની અંદરમાં તો બધું દેખાય એટલે એણે પૂછ્યું કે મારો ગધેડો તમને દેખાય છે? મારો ગધેડો ખોવાઈ ગયો છે. એટલે અજ્ઞાનીનું ધ્યાન આ પ્રકારનું હોય છે. આત્મજ્ઞાન થયા પહેલા ધ્યાનાભાસ હોય અથવા ધ્યાનનો અભ્યાસ હોય, સાચું ધ્યાન ના હોય. ભગવાને કહેલા તત્ત્વોને ઊંડા ઊતરીને વિચાર્યા નહીં. આ ભૂલ રહી ગઈ. પરમકૃપાળુદેવે આ વિચાર કર્યા, પણ ઊંડા ઊતરીને ! સૂક્ષ્મ વિચારથી હવે ઊંડા ઊતરો તો તમને તમારું સ્વરૂપ નીરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદસ્વરૂપ ભાસશે, ઉપયોગમાં આત્મા નજરાશે. તત્ત્વ સમજવું, એ સિદ્ધાંતબોધ છે. તે થવા પ્રથમ ઉપદેશબોધ, વૈરાગ્ય તથા ઉપશમની જરૂર છે. ઉપશમ અને વૈરાગ્ય વગર સિદ્ધાંતબોધની સૂક્ષ્મતા યથાર્થ પકડી શકાતી નથી. જીવો ભેદવિજ્ઞાનમાં નિષ્ફળ કેમ જાય છે? કેમ કે જે ઉપશમનું બળ જોઈએ, જે વૈરાગ્યનું બળ જોઈએ તે નથી. હજી રાગની માત્રા વધારે છે, કષાયોની માત્રા વધારે છે. આત્મજ્ઞાન થાય એટલી પાત્રતા હજી નથી. તો જ્યાં સુધી ઉપદેશબોધનું પરિણમન થાય નહીં ત્યાં સુધી સિદ્ધાંતબોધ યથાર્થરૂપે પરિણમન પામે નહીં. સિદ્ધાંતબોધ સાચો છે, પણ જીવની પાત્રતા નહીં હોવાના કારણે સિદ્ધાંતબોધનું પરિણમન યથાર્થ થતું નથી અને ઉપરથી સિદ્ધાંતબોધ તેને નુક્સાનકારક થાય છે. નિશ્ચયના વચનો નિશ્ચયાભાસીને નુક્સાનકારક થાય છે. કેમ કે, સિદ્ધાંતબોધને પકડ્યો અને ઉપશમ, વૈરાગ્ય, આરંભ-પરિગ્રહનું અલ્પત્વ કર્યું નથી, ગુરુગમ નથી એટલે નિશ્ચયનય જે લાભકારી હતો તે એને નુક્સાનકારી થયો, નહીં તો નિશ્ચયનય તો આત્માના અભેદ સ્વરૂપને પકડાવે છે અને એ અભેદ સ્વરૂપને તમે ના પકડી શક્યા એનું કારણ તમારો ઉપશમ, વૈરાગ્ય ને ગુરુગમ નહોતા. એટલે નિશ્ચયાભાસમાં ઘુસી ગયા અને વ્યવહારનો લોપ કરતાં આત્માને લાભ થવાના બદલે નુક્સાન થયું. તમે માનો છો કે હું ઘણો સાધનામાં આગળ વધી ગયો ! અને બીજા અજ્ઞાનીઓ તમને સર્ટિફિકેટ આપે!મોક્ષમાર્ગમાં જ્ઞાનીનો બોધ ચાલે છે, અજ્ઞાનીનો નહીં. પરમકૃપાળુદેવ પત્રાંક-૨૦૦માં જણાવે છે, “જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ. એ સ્વાભાવિક સમજાય છે, છતાં જીવ લોકલજાદિ કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી, એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે.” જેને છોડવાનો હતો એને પકડ્યો અને જેને પકડવાનો હતો એને છોડ્યો - બસ આ નિશ્ચયાભાસ છે. પ્રથમ ઉપદેશબોધ જરૂરી છે. તેના અધિકારી રત્નત્રયધારી આચાર્ય છે. જો ઉપદેશબોધ હશે તો સિદ્ધાંતબોધની યથાર્થતા પકડી શકશો. કેટલાક દર્શનો જગતકર્તા તરીકે ઈશ્વરને માને છે, પણ શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે, Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ક્ષમાપના કર્તા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગણ્ય, ઈશ્વર દોષપ્રભાવ. - શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા – ૭૭ - શ્રી વચનામૃતજીમાં આવે છે કે પાંચ દર્શન કૂટવૈદ્યો છે અને સાચું દર્શન એક જૈનદર્શન છે. એ જૈનદર્શનમાં સિદ્ધાંતબોધ આપવાના મુખ્ય અધિકારી આત્મજ્ઞાની આચાર્યો છે. કુગુરુઓનો આશ્રય લઈને જીવ ઠગાય છે. અનંતવાર ઠગાયો છે છતાંય જીવ ત્યાં દોડ્યો જાય છે ને ઠગાતો જાય છે અને પેલા એને સર્ટિફિકેટ આપી દે છે કે તમને મારું તો સમ્યક્ત્વ થઈ ગયું ! એટલે પેલો પકડી રાખે છે. કષાયની મંદતા થાય, ‘માત્ર મોક્ષ-અભિલાષ થાય’, આત્માનું હિત કરવાના ભાવ જાગે ત્યારે જિજ્ઞાસુ કે આત્માર્થી બને છે અને સદ્ગુરુનો બોધ, સિદ્ધાંતબોધ રુચે અને પછી તેનો જ વિચાર કરે. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય, હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ; ભવે ખેદ અંતરદયા, તે કહીએ જિજ્ઞાસ. તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુબોધ; તો પામે સમકિતને, વર્તે અંતરશોધ. — શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૩૮, ૧૦૮, ૧૦૯ 66 શ્રી આત્મસિદ્ધિ એ ચૌદ પૂર્વનો સાર છે એટલે કે આખી ભરતક્ષેત્રની ‘દિવ્યધ્વનિ’ છે. આહાહા ! મહાવિદેહનો ધક્કો બચાવી દીધો ! મહાવિદેહનો માલ અહીં પીરસ્યો. શ્રીમદ્ રાજચંદ્રજી પત્રાંક - ૨૫૪ માં જણાવે છે, “ ‘મુમુક્ષુતા' તે છે કે સર્વ પ્રકારની મોહાસક્તિથી મુંઝાઈ એક ‘મોક્ષ’ ને વિષે જ યત્ન કરવો અને ‘તીવ્ર મુમુક્ષુતા' એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું.” મનાવાની, પૂજાવાની, પૈસા ભેગા કરવાની, ગુરુ થવાની, મહંત થવાની, શાસ્ત્રો લખવાની, દુનિયાના કોઈપણ કાર્યો કરવાની અભિલાષા નહીં, ‘માત્ર મોક્ષ અભિલાષ.' આવા મુમુક્ષુ કેટલા આ કાળમાં ? આત્માનું હિત કરવાના ભાવ કેટલાને જાગે છે? અનંતભવ સુધી દેહ માટે આત્મા ગાળ્યો, હવે એક ભવ આત્મા માટે દેહ ગાળવામાં જશે તો અનંતભવનું સાટું વળી જશે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમય ભાવોમાં આત્માનું હિત છે. Page #322 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૨૯૯ રત્નત્રયના અભેદ પરિણામ સિવાય આત્માનું હિત એકેય ભાવમાં નથી. એટલે આવું હિત કરવાના ભાવ જાગે એટલે રત્નત્રયને પ્રગટ કરવાના ભાવ જાગે ત્યારે જિજ્ઞાસુ કે આત્માર્થી બને. જિજ્ઞાસુ કે આત્માર્થી બને ત્યારે સદ્ગુરુનો બોધ પરિણામ પામે. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન. – શ્રી મોક્ષમાળા – શિક્ષાપાઠ - ૩૪ કલ કરે સો આજ કર, આજ કરે સો અબ; પલ મેં પરલય હોએગી, બહુહર કરોગે કબ ? એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જો કર્યા. - કબીરજી - શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૬૭ તત્ત્વરૂપથી એ ઓળખે, તે જન પહોંચે શાશ્વત સુખે; શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ. - શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ – ૨ -― - જે ભાવથી સંસાર ઊભો થાય છે એ બધાય ભાવો છોડવાના છે એટલે કે શુભાશુભ બંને ભાવો છોડવાના છે. કેમ કે, શુભભાવથી પણ સંસાર ઊભો થાય છે, અશુભભાવથી પણ રાંસાર ઊભો થાય છે. પહેલા અશુભભાવ છોડવાના છે, પછી શુભભાવ પણ છોડવાના છે. તત્ત્વવિચારનું ફળ આત્મજ્ઞાન છે. નવતત્ત્વના વિચારની અંદર ઉપયોગને લગાડશો તો આ સંસ્કાર દૃઢ થશે અને એ દૃઢ થયેલા સંસ્કાર દ્વારા ઉપયોગ સહજપણે સ્વરૂપમાં સ્થિર થશે. બાકી તો કેવળી પાસે પણ રહી ગયો કોરો ! ‘અધૂરા મૂકીને આવ્યો છે અને અધૂરા મૂકીને જવાનો છે.’ આ તો કૃપાળુદેવના વચન છે. જ્ઞાનીપુરુષના એક-એક વચનમાં અનંત આગમોનો સાર હોય છે. જુઓ ! આનંદઘનજી મહારાજનું સ્તવન ‘ઋષભ જિનેશ્વર પ્રીતમ માહો !' આપણે ઘણી વખત વાંચીએ છીએ અને અર્થ કરીએ છીએ પણ પરમકૃપાળુદેવે જે અર્થ લખ્યા છે એ વાંચો તો ખ્યાલ આવે કે ઓહોહો ! શું ઊંડાણ છે એની અંદર. આખી ચોવીસી કરવાના હતા, પણ ના થઈ શકી કે થઈ હોય તો મળી નહીં. જે હોય તે, પણ એક જ સ્તવન જોતાં એમ લાગે છે કે જો પરમકૃપાળુદેવે આના અર્થ કર્યા હોત તો જગતના જીવોને ઘણા લાભનું કારણ થાત. જો કે એમણે એમના પદોમાં ઘણું આપ્યું છે અને પત્રમાં પણ ઘણું આપ્યું છે. Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ક્ષમાપના તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં. | કોના પ્રણીત કરેલાં? ભગવાનના, સર્વજ્ઞ, વીતરાગ, તીર્થંકર ભગવાનનું પ્રણીત કરેલું જે ઉત્તમ શીલ. શીલના તો ઘણા બધા પ્રકારો છે. સૂક્ષ્મ તો ચોર્યાશી લાખ ભાંગાઓ છે. થોડા ધૂળમાં અઢાર હજાર ભાંગાઓ છે અને એક શબ્દમાં કહીએ તો ઉપયોગ દ્વારા આત્માના સ્વભાવમાં રહેવું એનું નામ શીલ છે. શીલ એ આત્માનો સ્વભાવ છે, તો આત્માના જેટલા ગુણ છે એ બધા શીલસ્વરૂપ છે. સમ્યગદર્શન પણ શીલસ્વરૂપ છે, સમ્યફજ્ઞાન પણ શીલસ્વરૂપ છે, સમ્યફચારિત્ર પણ શીલસ્વરૂપ છે, અનંતવીર્ય પણ શીલસ્વરૂપ છે. સ્વભાવ પરિણમનની અંદરમાં અનંતગુણોનું સમ્યફ પરિણમન થઈ જાય છે એટલે એનું નામ ઉત્તમશીલ કહેવાય છે. સર્વોત્કૃષ્ટ ઉત્તમ શીલ ચૌદમા ગુણસ્થાનકમાં રહેલા અયોગી કેવળી ભગવાનને હોય છે – ચોર્યાશી લાખ ભાંગાઓ સહિતનું, ત્યાં સુધી ભૂમિકા અનુસાર શીલનું સેવન હોય છે. સાંભળ્યું ઘણી વખત, વિચાર્યું પણ ઘણી વખત, પણ આચરણમાં મૂકવું એ ક્વચિત્ કોઈક જીવને બની જાય છે. ભગવાને જે ઉત્તમ ચારિત્ર અથવા શીલ ઉપદેશ્ય છે કે આત્મસ્વરૂપમાં રહેવું તે, શીલ મેં પાળ્યું નહીં. સ્વરૂપમાં રમણતા તે નિશ્ચય ચારિત્ર અને મહાવ્રત, સમિતિ ગુપ્તિનું પાલન, મૂળગુણોનું પાલન એ વ્યવહાર ચારિત્ર છે. વ્યવહાર ચારિત્ર શુભ આસ્રવરૂપ છે અને નિશ્ચયચારિત્ર નિર્જરારૂપ અને મોક્ષરૂપ છે. બ્રહ્મ એટલે આત્મા અને ચર્ય એટલે રમણતા. “આત્માની અંદર રમણતા કરવી એનું નામ બ્રહ્મચર્ય છે, એનું નામ શીલ છે. તો બાહ્ય શીલ આપણે અનંતવાર પાળ્યા પણ નિશ્ચયશીલ વગરના બાહ્ય શીલ પણ મોક્ષનું કારણ થતા નથી, સામાન્ય પુણ્યબંધ થાય છે. આવા અનંતા ચારિત્ર મિથ્યાત્વરૂપી પાડો ખાઈ ગયો છે. મિથ્યાત્વ છે ત્યાં સુધી ઉત્તમ શીલ ન હોય. ઉત્તમ ચારિત્ર સમ્યગુદર્શન વગર હોઈ શકે નહીં. ઉત્તમ શીલનું સેવન સમ્યગદર્શન વગર હોઈ શકે નહીં. વ્યવહાર શીલનું પાલન કરે એ કોઈ અપેક્ષાએ ઠીક છે. વીતરાગભાવ એ પણ શીલ છે, શુદ્ધોપયોગ એ પણ શીલ છે. ચારિત્ર છે તે ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે; ને સામ્ય જીવનો મોહક્ષોભવિહીન નિજ પરિણામ છે. – શ્રી પ્રવચનસાર - ગાથા - ૭ Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ ક્ષમાપના. મોહ એટલે દર્શનમોહકૃત પરિણામ અને ક્ષોભ એટલે રાગ-દ્વેષમય પરિણામો. એટલે મિથ્યાત્વ રહિત, રાગ-દ્વેષ પરિણામ રહિત આત્માના સ્વરૂપમાં રમણતા થાય એનું નામ ઉત્તમ ચારિત્ર કહેવાય છે. સાચું ચારિત્ર પાળનારો જીવ નિયમથી મોક્ષે જવાનો. આત્મસ્વભાવમાં રહેવું તે શીલ છે એ મેં પાળ્યું નહીં. અનંતવાર હું મુનિ થયો પણ આત્મસ્વભાવમાં હું ના રહ્યો, આત્માના સ્વરૂપનો આશ્રય ના કર્યો, આત્માના સ્વરૂપમાં સ્થિરતા ના કરી. આ પ્રકારનું ઉત્તમ શીલ મેં પાળ્યું નથી. શીલ પાળે એનું સર્વ પ્રકારે આત્માનું રક્ષણ થાય છે. શીલ ગુણમાં બધાય આત્માના ગુણો આવી જાય છે. પાંચ ઈન્દ્રિયોનો સંયમ કરવો એ બાહ્ય શીલ છે. આંખનો સદુપયોગ કરવો એ આંખનું શીલ છે. કાનનો સદુપયોગ કરવો એ કાનનું શીલ છે, સ્પર્શેન્દ્રિયનો સદુપયોગ કરવો એ સ્પર્શેન્દ્રિયનું શીલ છે. આવી રીતે પાંચેય ઈન્દ્રિયોનું જે સમ્યક્ષેરિણામ અથવા શુભભાવયુક્ત પ્રવૃત્તિ એ વ્યવહારશીલ છે. બીજું, નિશ્ચયશીલ છે. આવું શીલ મેં પાળ્યું નહીં. શીલ રતન મહોતો રતન, સબ રતનાંકી ખાન; તીન લોકકી સંપદા, રહી શીલ મેં આન. શીલે સર્પ ન આભડે, શીલે શીતલ આગ; શીલે અરિ કરિ કેસરી, ભય જાવે સબ ભાગ. – શ્રી લાલાજી રણજીતસિંહજી કૃત શ્રી બૃહદ્ આલોચના આત્મામાં રમણતા કરવાવાળાને સાત પ્રકારના ભય હોતા નથી. સર્પ શીલવાળાને કરડી શકતો નથી. કોઈ હિંસક પ્રાણી એનું નુક્સાન કરી શક્તો નથી. ગજસુકુમાર મુનિના સસરાએ જે સગડી સળગાવી એ એમને નુક્સાન કરી શકી નહીં. કેમ કે, એમને શીલનું રક્ષણ હતું. શીલ એટલે સ્વભાવમાં રમણતા. મહામુનીશ્વર હતા એટલે તેમને અત્યંતર અને બાહ્ય બંને શીલનું પાલન હતું. શીલ રતન કે પારખું, મીઠા બોલે બૈન; સબ જગસે ઊંચા રહે, નીચા રાખે નૈન. – શ્રી લાલાજી રણજીતસિંહજીકૃત શ્રી બૃહદ્ આલોચના આત્માનું શીલ એટલે સ્વરૂપસ્થ થવું. એટલે હવે કોઈ વિભાવ આવે નહીં અને કર્મનો પ્રવેશ થાય નહીં, સીલ લાગી ગયું ! વિભાવ એ કુશીલ છે અને સ્વભાવ એ સુશીલ છે. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ક્ષમાપના અશુભભાવ એ મહાકુશીલ છે અને શુભભાવ એ એનાથી ઓછું કુશીલ છે, પણ કુશીલ તો છે. જે ભાવથી પરભાવમાં રમણતા થાય, પરભાવોની ઉત્પત્તિ થાય એ બધાય કુશીલ છે, સુશીલ નથી; છતાંય જ્ઞાનીઓની પરભાવમાં રમણતા કરવાની બુદ્ધિ નહીં હોવાના કારણે તે પણ સુશીલનું કારણ થાય છે. અજ્ઞાનીનું કુશીલ સુશીલનું કારણ થતું નથી. એક એક શબ્દમાં પરમકૃપાળુદેવે હજારો આગમના નિચોડ કરીને મૂક્યા છે. અનંત ગુણોનું માપ કાઢી લીધું છે એમણે ! આવા શીલને મેં પાળ્યું નહીં. અનંતવાર બહારમાં બ્રહ્મચારી થયો, પણ આ શીલનું, આ બ્રહ્મચર્યનું પાલન કર્યું નહીં. કોઈ અપેક્ષાએ બહારમાં પાળે તો સારું છે પણ એનાથી કાર્યની સિદ્ધિ ના થાય. મહાવ્રતો એ મોક્ષનું કારણ નથી, મોક્ષનું કારણ તો રત્નત્રયની અભેદતા છે. રત્નત્રયની અભેદતા એટલે શુદ્ધોપયોગ. એ ઉત્તમ શીલ છે. વ્રત, સમિતિ, ગુપ્તિઓનું પાલન ગમે તેટલું કરો, શાસ્ત્રો વાંચો, ધર્મની ક્રિયાઓ કરો – એ મોક્ષમાર્ગ નથી, એ બાહ્ય વ્યવહાર ધર્મ છે, ઠીક છે, અશુભથી બચવા માટે જરૂરી છે. પણ શ્રદ્ધાની વિપરીતતા હશે તો મિથ્યાત્વ તમારું ગાડું રહેવાનું. શ્રદ્ધા સાચી થવી જોઈએ. તો અજ્ઞાનીઓનું શીલ અલગ પ્રકારનું છે, અવિરતિ સમ્યષ્ટિનું શીલ અલગ પ્રકારનું છે, દેશવિરતિનું શીલ અલગ પ્રકારનું છે, મહાવ્રતધારીનું શીલ અલગ પ્રકારનું છે, ઉપરના ગુણસ્થાનકોમાં ચઢેલા જીવોનું શીલ અલગ પ્રકારનું છે, કેવળજ્ઞાનીનું શીલ પૂર્ણ છે. આ તો પક્ષી (પાખી) પ્રતિક્રમણ, સંવત્સરી કરી લીધી એટલે એમ થયું કે મેં બધા પાપોને ત્યાગી દીધા, હવે હું નિરાવરણ થઈ ગયો. અરે ! ભાઈ, આવા તો હજારો પ્રતિક્રમણ તે કર્યા છે. પ્રતિક્રમણ એટલે આસ્રવ-બંધરૂપ વિભાવથી પાછા ફરવું. જે ભાવોથી કર્મ બંધાય છે એ ભાવોથી પાછા ફરવું એનું નામ પ્રતિક્રમણ છે. ચોવીસ કલાક કર્મોનો આસવ-બંધ અજ્ઞાનીઓને ચાલુ જ છે. કલાક-બે કલાક એણે કંઈક બહા૨માં સાધન કર્યું. એટલે એ રાજી થઈ જાય કે મેં ઘણું કર્યું, પ્રભુ ! સાંભળ, હજી તેં કંઈ કર્યું નથી. ઉત્તમ શીલ કોને કહેવાય એ તો વિચાર અથવા વ્યવહારથી મુનિના ધર્મો અને ગૃહસ્થના ધર્મો પ્રણીત કર્યા છે તે રીતે વર્તન કર્યું નહીં. વ્યવહારથી પણ મુનિઓનો જે ધર્મ છે એવું મુનિપણું પણ મેં યથાર્થ રીતે પાળ્યું નથી. ગૃહસ્થધર્મનું પણ યથાર્થ પાલન કર્યું નથી. શ્રાવકના છ કર્તવ્યો છે – देवपूजा गुरुपास्तिः स्वाध्यायः संयमः तपः । दानम् चेति गृहस्थाणां षट् कर्माणि दिनेदिने || શ્રી પદ્મનંદિ પંચવિંશતિ Page #326 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૩૦૩ શ્રાવકો માટે બાર વ્રતો અને અગિયાર પ્રતિમાઓ તથા મુનિઓના ૨૮ મૂળ ગુણો એ બાહ્ય ચારિત્ર છે. નિશ્ચયથી તો ચારિત્ર એક જ પ્રકારનું છે - ઉપયોગ આત્માની અંદરમાં અભેદ થાય, રમણતા કરે છે. શ્રાવકને થોડા અંશે થાય, મુનિને વિશેષ થાય. ચારિત્ર એટલે આચરણ. સમજણ કે જ્ઞાન જુદી વસ્તુ છે અને આચરણ જુદી વસ્તુ છે. શ્રદ્ધા જુદી વસ્તુ છે અને આચરણ જુદી વસ્તુ છે. સમ્યદર્શન, સમ્યજ્ઞાન હોય તો પણ ચારિત્ર વગર મોક્ષે જવાય નહીં અને સમ્યગ્રર્શન-જ્ઞાન વગરનું સાચું ચારિત્ર હોતું નથી; બંનેની સાપેક્ષતા રહેલી છે. સમ્યફદૃષ્ટિ પણ જ્યારે મુનિ થાય ત્યારે મોક્ષનો અધિકારી બની શકે છે. તો આવા ગૃહસ્થના અને મુનિધર્મના મેં યથાર્થ વર્તન કર્યા નહીં. પ્રયત્ન કરતાં કરતાં જ્યારે સદ્વર્તન સહજ થઈ જાય ત્યારે તે શીલ કહેવાય. દીર્ઘકાળ સુધી અભ્યાસ જરૂરી છે. હું જાણું છું કે તેમ થવું કઠિન છે તો પણ અભ્યાસ એ જ સર્વનો ઉપાય છે. દરેક કાર્ય અભ્યાસથી સિદ્ધ થાય. અત્યારે જે કેવળજ્ઞાનીઓ છે તે પૂર્વે પણ ગૃહસ્થદશામાં આપણા જેવા જ હતા, આપણાથી પણ નીચેની ભૂમિકામાં હતા, પણ એમણે અભ્યાસ અને પુરુષાર્થ કર્યો તો તેમને કાર્યની સિદ્ધિ થઈ, એમ વર્તમાનમાં આપણે પણ અભ્યાસ અને પુરુષાર્થ કરીશું તો આપણને પણ કાર્યની સિદ્ધિ થવાની. તમે સદ્વર્તન કરતાં રહો, તો ધીમે-ધીમે સમ્યગ્રદર્શન, જ્ઞાન, ચારિત્રની પ્રાપ્તિ થશે. પહેલાં સમ્યગુદર્શનની પ્રાપ્તિ થાય. એના પહેલા તત્ત્વની સાચી શ્રદ્ધા થાય. દેવ-ગુરુધર્મની શ્રદ્ધા થાય, પોતાના આત્માની શ્રદ્ધા થાય, વારંવાર અંતર્મુખતા થઈ અને સ્વરૂપ અનુસંધાનનો પુરુષાર્થ જાગતો જાય. એમાં વખતે જો સમ્યગ્રદર્શન થવાનું હોય તો સહજપણે થઈ જાય છે. તો પ્રયત્ન કરો. આતંકવાદીઓ પણ પ્રેક્ટીસ કરે છે ને મીલીટરીવાળા પણ પ્રેક્ટીસ કરે છે. ત્યાં શત્રુને મારવાની પ્રેક્ટીસ કરે છે અને અહીં શત્રુતાને મારવાની પ્રેક્ટીસ ચાલે છે. સહજાત્મસ્વરૂપે એનું પરિણમન થાય છે ત્યારે એ શીલ કહેવાય છે. સ્વરૂપમાં રમણતા થાય છે ત્યારે એ શીલ કહેવાય છે. પાંચેય ઈન્દ્રિયોના બ્રહ્મચર્યનું પાલન થાય ત્યારે વ્યવહારથી શીલ કહેવાય છે. ભગવાનની આજ્ઞા અનુસાર વર્તે એ જીવ મુક્ત થયા વગર રહે નહીં. બંધાવાના કામીને ભગવાન છોડતો નથી અને છૂટવાના કામીને ભગવાન બાંધતો નથી.” आणाए धम्मो आणाए तवो । – શ્રી આચારાંગ સૂત્ર ભગવાનની આજ્ઞા પ્રમાણે શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રનો પુરુષાર્થ કરવો એ ધર્મ છે અને એ જ તપ છે. ભગવાનની આજ્ઞા અનુસાર ધ્યાન કરવું એ તપ છે. જે આજ્ઞા અનુસાર નથી કરતો Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ક્ષમાપના એનું નામ સ્વછંદ છે. ભગવાનની કે ગુરુની આજ્ઞા વગર તમે ગમે તે પ્રકારની, ગમે તેટલી સાધના કરો તો પણ યથાર્થ કાર્યની સિદ્ધિ નહીં થઈ શકે. દશા વગરનો જીવ હોય કે યોગ્યતા વગરનો જીવ હોય તેની આજ્ઞા તમે ગમે તેટલી માનો તો પણ કામ થવાનું નથી. આજ્ઞાંકિત જીવ મોક્ષમાર્ગનો અધિકારી છે. આજ્ઞા અનુસાર ચાલનારને આત્માના અનંતગુણો ક્રમે ક્રમે પ્રગટ થાય છે. આજ્ઞા અનુસાર કોણ પ્રવર્તી શકે? તો કે જે સાચો વિનયવાન જીવ હોય તે જ આજ્ઞાંકિત થઈ શકે. એટલે જ્યારે આજ્ઞા માની ત્યારે અજ્ઞાની હતા અને જ્ઞાની મળ્યા ત્યારે આજ્ઞા માની નહીં. પૈસા નહોતા ત્યારે ચણા ખાવાના ભાવ ખૂબ થયા અને પૈસા થયા ત્યારે દાંત તૂટી ગયા, એટલે ચણા ખાવા મળ્યા નહીં એવું થયું છે. આજ્ઞા એ સ્વચ્છંદને તોડવાનું બળવાન હથિયાર છે. જ્ઞાનીની આજ્ઞા એક જ છે કે સ્વરૂપસ્થ થાઓ. નિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી અત્ર સમાય; ધરી મૌનતા એમ કહી, સહજસમાધિમાંય. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૧૮ મન ઉપર જ્ઞાનની લગામ હોય તો મનને તમે ધારેલી દિશામાં વાળી શકો, એમ ઉપયોગ જ્ઞાનીની આજ્ઞા અનુસાર પ્રવર્તે તો ઉપયોગ પણ સ્વભાવના આશ્રયે પ્રવર્તીને આત્માનું કલ્યાણ કરી શકે. બે અક્ષરમાં માર્ગ કહ્યો છે છતાં અનાદિકાળથી એ પ્રાપ્ત નથી થયો એનો વિચાર કરો. સંયમના હેતુથી યોગપ્રવર્તાના, સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન જો; તે પણ ક્ષણક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો. અપૂર્વ. ૫ - શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૭૩૮ - “અપૂર્વ અવસર આજ્ઞામાં આખો મોક્ષમાર્ગ સમાય છે. હજી સુધી આપણે સાચા જ્ઞાની પાસે આજ્ઞાંકિત થયા નથી, નહીં તો આટલું પરિભ્રમણ આપણું રહ્યું હોત? સ્વછંદ, મત આગ્રહતજી, વર્તે સદ્ગુરુલક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય, - શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૭, ૧૮ Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ સત્પુરુષના વચન હૃદયમાં ઊતરી જાય પછી તે પ્રમાણે આચરણ કરવું તેનું નામ શીલ! ચારિત્ર પાળવું – બાહ્ય અને અત્યંતર તેમજ વ્યવહાર અને નિશ્ચયથી. ક્ષમાપનાનો પાઠ રોજ હું નિત્યક્રમમાં કરું છું, પણ શીલનું સેવન થયું નથી. તો પાઠ બોલી જવા માટે નથી. આપણી ભૂમિકા અનુસાર આચરણ કરવામાં બોલવાની સાર્થકતા છે. પ્રથમ સત્પુરુષના વચનો લક્ષમાં લે ત્યારે તેની શ્રદ્ધા દઢ થાય. મારે હવે આમ જ કરવું છે તેવો નિર્ણય કરે તેને લક્ષમાં લીધું કહેવાય. ત્યારે તેની શ્રદ્ધા દેઢ થાય. ‘અનુભવ લક્ષ પ્રતીત,’ લક્ષ એ જ્ઞાન છે અને જેમ જેમ જ્ઞાન પરિપક્વ થાય તેમ તેમ એની શ્રદ્ધામાં સમ્યપણું અને દઢતા આવતા જાય. પ્રથમ સત્પુરુષના વચનો લક્ષમાં લે. અત્યાર સુધી સત્પુરુષ સિવાય બધાના વચનો લક્ષમાં લીધા છે. હવે પ્રથમ સત્પુરુષના વચનો લક્ષમાં લે એટલે શ્રદ્ધા દઢ થાય. એટલે સમ્યક્દષ્ટિ થાય અથવા સમ્યગ્દર્શનનો અધિકારી થાય. ચારિત્ર દુર્લભ ના કહ્યું, જ્ઞાન દુર્લભ ના કહ્યું, પણ સાચી શ્રદ્ધા થવી પરમ દુર્લભ છે. ક્ષમાપના જે જ્ઞાને કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત, મૂળ. કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સકિત. મૂળ. ૮ — શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૭૧૫ - ‘મૂળમાર્ગ રહસ્ય’ તત્ત્વ સમજે એટલે જ્ઞાન થાય, જ્ઞાન થાય એટલે અજ્ઞાન જાય. જ્ઞાનમાં મિથ્યાપણું નીકળી જાય અને સમ્યપણું આવે. સમ્યક્દષ્ટિનું જ્ઞાન સમ્યજ્ઞાન છે અને મિથ્યાદૅષ્ટિનું જ્ઞાન મિથ્યાજ્ઞાન છે. જ્ઞાનમાં સમ્યક્પણું અને મિથ્યાપણું શ્રદ્ધાના કારણે છે, સમકિતના કારણે છે. જ્ઞાન તો જ્ઞાન જ છે અને તે પ્રમાણે આચરણ કરે. જો આ ત્રણેની એકતા થાય, રત્નત્રયની અભેદતા થાય ત્યારે તેને શીલ અથવા ચારિત્ર આવે છે. તમારી ભૂમિકા છે તેને અનુરૂપ પણ તમારું આચરણ જોઈએ. જુઓ ! તમે મુમુક્ષુ છો તો હવે ધંધામાં કોઈને છેતરવાનું બંધ કરો, પાપમય પ્રવૃત્તિ બંધ કરો, પાંચ ઈન્દ્રિયના વિષયોમાંથી ઉન્મત્તતા છોડો, આઠ પ્રકારના મદનો ત્યાગ કરો. તમારી ભૂમિકા અનુસાર આટલું તો કરવું જોઈએ ને કે ના કરવું જોઈએ ? આરંભ-પરિગ્રહનું અલ્પત્વ કરવું જોઈએ કે ના કરવું જોઈએ ? ત્યારે અજ્ઞાની જીવ પૂછે છે, સાહેબ ! ભરત મહારાજા તો છેક સુધી રાજગાદી ઉપર હતા અને અંતર્મુહૂર્તમાં જ તે મૂકીને કેવળી થઈ ગયા. અરે ભાઈ ! એ તો ક્ષાયિક સમકિતી હતા અને તું તીવ્ર મિથ્યાર્દષ્ટિ છું, તું તારી સરખામણી એમની સાથે ક્યાં કરે છે ? ‘હોય મોહ અને માને ઉદય, તો કર્મ કંઈ ભૂલથાપ ખાય નહીં.’ માટે સત્પુરુષના Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ક્ષમાપના વચનોને લક્ષમાં લો તો શ્રદ્ધા દઢ થાય, પછી તેને ઊંડા વિચારી તત્ત્વ સમજે એટલે જ્ઞાન થાય અને તે પ્રમાણે આચરણ કરે એટલે શીલ અથવા ચારિત્ર આવે. એમ દર્શન, જ્ઞાન અને ચારિત્રની અગત્યતા દર્શાવી. ‘શીલને સેવ્યું નહીં’ એમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની મુખ્યતા બતાવી, એનું નામ શીલ છે. રત્નત્રયની અભેદતા એનું નામ શીલ છે. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં. આ બધા આત્માના ગુણો છે, જે શીલમાં આવી જાય છે. દયા, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય – આ બધા શીલ કહેવાય. શીલમાં આત્માના બધા ગુણો સમાય છે. આત્માના અનંત ગુણો છે તે શીલરૂપ છે. સમ્યક્ પરિણમન થાય એ ચારિત્રનું પાલન છે, શીલનું પાલન છે. ‘સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ છે’, અને સર્વ ગુણોનું સમ્યક્ પ્રકારે અંશે પરિણમન થાય તે ચારિત્ર છે. આમ તો અનંત ગુણો છે, પણ અહીં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા એ મુખ્ય ગુણો બતાવ્યા છે. દયા ઃ- દયા બે પ્રકારની છે – સ્વદયા અને પરદયા. સૌથી પહેલાં તો પોતે પોતાની દયા ખાવાની છે, પોતાને પોતાની પર દયા આવવી જોઈએ કે અનંતકાળમાં મેં જ મને ખૂબ રખડાવ્યો ને ખૂબ દુઃખી થયો, પણ હું ચાર ગતિમાંથી મુક્ત થાઉં એવા પ્રકારના મેં પરિણમન કર્યા નથી. જેમ શીલ એટલે રત્નત્રયના અભેદ પરિણામ તેમ સ્વદયા એટલે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની અભેદતા, એકતા. પરદયા આઠ પ્રકારની છે. અભ્યાસુએ શ્રી મોક્ષમાળાના શિક્ષાપાઠ – ૯ માંથી વિશેષ જોઈ લેવું. દયાનું બીજું નામ અનુકંપા એટલે કે કોઈપણ જીવ કિંચિત્ માત્ર પણ દુઃખી ન થાય એવા પરિણામ કરવા. પરમકૃપાળુદેવે કહ્યું છે, પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહિ આજ્ઞાય; સર્વ જીવનું ઇચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય. સર્વ દર્શને એ ઉપદેશ, એ એકાંતે, નહીં વિશેષ; સર્વ પ્રકારે જિનનો બોધ, દયા દયા નિર્મળ અવિરોધ ! — શ્રી મોક્ષમાળા – શિક્ષાપાઠ – ૨ અત્યાર સુધી જીવે વ્યવહારદયા તો અનંતવાર પાળી, છકાયના જીવોને અભયદાન આપ્યું પણ નિશ્ચયદયાનું લક્ષ થયું નહીં. દયા એટલે અહિંસા. રાગ-દ્વેષ-મોહમય પરિણામ કરવા તે હિંસા છે અને રાગ-દ્વેષ-મોહ પરિણામને ઉત્પન્ન થવા ના દેવા તેનું નામ અહિંસા, Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ ક્ષમાપના દયા છે. વ્યવહારદયા પણ નિશ્ચયથી હિંસા છે. આવું સાંભળીને ગભરાવું નહીં. પણ તત્ત્વ બરાબર સમજવું. કેમ કે, વ્યવહારદયા થાય ત્યારે સ્વદયામાંથી ઉપયોગ નીકળી ગયો. માટે નિશ્ચયથી તો હિંસા થઈ ગઈ પણ બહારમાં કોઈ જીવ બચ્યા તે વ્યવહારમાં અહિંસા ગણાય. વ્યવહાર અહિંસા તે પુણ્યનો આસ્રવ છે. પાંજરાપોળવાળા આ સમજે તો લાઈનમાં આવી જાય! અઘરું છે પ્રભુ ! આ તો ભગવાનના તત્ત્વને નિશ્ચય – વ્યવહારના પડખાથી; હેય, શેય અને ઉપાદેયના વિવેકથી સમજવું એ કોઈક વિરલા જીવોનું કામ છે, બધાનું કામ નથી. પરમકૃપાળુદેવે કહ્યું છે, ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ. - શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૩૮ ચોર્યાશી લાખ યોનિના જીવોને સૂક્ષ્મતાથી અભયદાન આપવું એ પણ એક અનુકંપાનો ભાવ છે અને તે જરૂરી છે. કેમ કે, તત્ત્વજ્ઞાની જીવને વ્યવહા૨દયા તે નિશ્ચયદયાનું કારણ થાય છે. આપણા હૃદયમાં અનુકંપા હોવી જોઈએ. શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા - આ પાંચ સભ્યષ્ટિના લક્ષણ છે. અનુકંપા એટલે દયા. કોઈપણ દુઃખી જીવના દુઃખને જોઈ અનુકંપા પામવી. આપણને લાગતું-વળગતું ન હોય એવા જીવને પણ દુઃખી જોઈને આપણને અંદરમાં અનુકંપાનો ભાવ થવો જોઈએ. જોકે, એના કર્મના ઉદયના કારણે એને દુઃખ મળ્યું છે અને એમાં કોઈ આઘુંપાછું કરી શકવાનું નથી. છતાંય, જ્ઞાનીનું હૃદય બીજાના દુઃખોને જોઈને દ્રવિત થાય છે. જ્ઞાનીઓ સમજે છે કે ઉદયમાં ભગવાન પણ ફેરફાર કરી શકવાના નથી, તો હું તો શું કરી શકું ? બહારમાં બધા પ્રયત્ન કરે છે, છતાં ઘણીવાર સામેનો જીવ દુઃખમાંથી નથી છૂટી શકતો. આપણે જીવદયા અર્થે એક લાખ રૂપિયા લઈને ઘેટાં-બકરાં છોડાવવા ગયા. તેમાંથી જેટલાં છૂટી શક્યા તેટલા છૂટ્યા, પણ બધા નથી છૂટી શકતા, પણ બધા છૂટે એવી ભાવના તો તમે રાખી છે કે જો પૈસા વધારે હોય તો આ બધાયને હું છોડાવી લઉં, એકેયને મરવા ન દઉં, એકેયને કતલખાને ન જવા દઉં. તો ભલે પૈસા નથી એટલે છોડાવ્યા નથી, પણ દયાનો ભાવ - અહિંસાનો ભાવ તમને લાભકર્તા છે. કાર્ય થાય તો જ લાભ થાય એવું નહીં, પણ કાર્ય કરવાના ભાવ થવા એ પણ લાભનું કારણ છે. સ્વયંભૂરમણ સમુદ્રમાં ત્રણ હજાર માઈલની અવગાહનાવાળા મત્સ્ય હોય છે. પાણી પીતી વખતે તેના મોંમાંથી ઘણા નાના નાના મત્સ્ય બહાર નીકળી જાય છે. તે જોઈને તાંદુલ મત્સ્ય ફક્ત ભાવના જ કરે છે કે હું હોઉં તો એકેયને જવા ન દઉં. હવે તે કોઈને મારતો નથી કે Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ક્ષમાપના ખાતો પણ નથી. આવા તીવ્ર ભાવ કરવાથી સાતમી નરકમાં જાય છે. માટે પરિણામ એ જ બંધ અને પરિણામ એ જ મોક્ષ છે. આપણા પરિણામ પણ કોઈના પ્રત્યે એવા ના થાય કે જેનાથી તેનું અહિત થાય. કારણ કે સામેવાળા જીવનું અહિત તો એના કર્મનો ઉદય હશે તો થશે, પણ તમારું અહિત તો તમારા પરિણામ બગડ્યા એના કારણે થઈ જ ગયું. માટે પરિણામને વિશુદ્ધ રાખવા માટે વારંવાર સસાધનોનો આશ્રય કરો, સત્સંગનો આશ્રય કરો, સ્વાધ્યાયનો આશ્રય કરો, ધ્યાનનો આશ્રય કરો, ચિંતન-મનનનો આશ્રય કરો. પણ ક્યારેક કોઈક જીવ ધ્યાન કરતાં કરતાં પણ એક સેકન્ડની અંદરમાં એવો તીવ્ર અશુભ ભાવ કરી નાંખે છે કે હજારો વર્ષના ધ્યાનના પુણ્યને ધોઈ નાંખે છે. એટલે કોઈપણ પાપભાવમાં વધારે તીવ્રતા ન આવી જાય તેની જાગૃતિ રાખો. પહેલાં તો કોઈપણ અશુભ ભાવને ઉત્પન્ન થવા દેવાનો જ નથી, પણ નબળાઈના કારણે થઈ ગયો તો તેમાં તીવ્રતા ન આવવી જોઈએ, તેમાં નિર્ધ્વસતા ન આવવી જોઈએ. કોઈપણ પાપભાવમાં નિર્ધસતા આવી તો એ રૌદ્રધ્યાનમાં ટ્રાન્સફર થઈ ગયો. તમારા કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતાને મેં મારી કલ્પના અનુસાર ઓળખ્યા અને પાળ્યા પણ તમારા કહેવા પ્રમાણે નિશ્ચયદયા, વ્યવહારદયાનું સાચું સ્વરૂપ સમજ્યો નહીં. સ્વદયા એટલે પોતાના આત્માને અનાદિકાળથી કર્મબંધ કરી દુઃખી કર્યો છે, તે બંધનથી કેવી રીતે મુક્ત થાય તે વિચારી ધર્મમાં પ્રવેશ કરવો. એ વિચારીને પાછું બેસી નથી રહેવાનું, પણ ધર્મમાં પ્રવેશ કરવો. વ્યવહારધર્મમાં પ્રવેશ કરવો એ વ્યવહારદયા છે અને નિશ્ચયધર્મમાં પ્રવેશ કરવો એ નિશ્ચયદયા છે. આત્માને કર્મબંધ કેવી રીતે ન થાય, આસ્રવબંધથી કેમ નિવર્તાય એમ લક્ષપૂર્વક વર્તવું તે દયા છે. જેમ લક્ષ વગરનું બાણ નિષ્ફળ જાય છે, તેમ લક્ષ વગરની ધર્મની ક્રિયાઓ પણ નિષ્ફળ જાય છે. તેથી દયાને ધર્મનું મૂળ કહ્યું છે. દયા ધરમ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન; તુલસી દયા ન છાંડીએ, જબ લગ ઘટમેં પ્રાણ. –સંત શ્રી તુલસીદાસજી દયા એ ધર્મનું મૂળ છે. એટલે બધાય ધર્મો દયાના આધારે ટક્યા છે. જો એક અનુકંપા -જીવદયાનો ગુણ ના હોય, બાકી ક્ષમા, માદેવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ વગેરે બહારમાં ગમે તેટલા ગુણ હોય, પણ જો દયા નથી તો બધાય ગુણો તે ગુણાભાસ છે. શાંતિ :- બોલવું નહીં તેને શાંત રહેવું એમ લોકો માને છે; પણ અંદરમાં ઊકળતો હોય, બહારમાં ભલે બોલે નહીં તો તે ખરેખર શાંત નથી. ચીનવાળા ભલે બોલે નહીં પણ Page #332 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૩૦૯ અંદરના પરિણામો મહાવિચિત્ર હોય છે. હિંસક પરિણામ હોય છે. અહીં શાંત રહેવું એટલે બોલવું નહીં એમ નહીં, અંદરમાં પણ ઊંચું-નીચું ના થવું જોઈએ. ઘણીવાર ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ કરતો હોય, પણ અંદરમાં કષાયના ચરુ ઊકળતા હોય. બહારમાં શાંત હોય તેને જ્ઞાનીઓ શાંતિ કહેતા નથી. સર્વ પ્રકારના વિભાવથી થાકવું, પાછા ફરવું એનું નામ શાંતિ છે. વિભાવ એ જ અશાંતિ છે અને સ્વભાવભાવ એ જ શાંતિ છે. આમ, તત્ત્વની વાત જ અલગ છે. આનંદ કહે પરમાનંદને, વાતે વાતે ફેર; એક તેર રૂપિયે તોલો અને એક તાંબિયાના તેર. અજ્ઞાનીના છે તે તાંબિયાના તેર છે અને જ્ઞાનીના છે તે તેર રૂપિયે તોલો છે. ભગવાને પ્રથમ સમકિત કરવાનું કહ્યું છે. સમ્યગુદર્શન થશે તો તમારી બધી સાધના સાચી થશે. સમ્યગુદર્શન વગરની અત્યાર સુધીની બધી સાધના નિષ્ફળ ગઈ. અનંતવારનું મુનિપણું નિષ્ફળ ગયું, અનંતવારના તપ-ત્યાગ નિષ્ફળ ગયા, અનંતવારનું શાસ્ત્રજ્ઞાન નિષ્ફળ ગયું, અનેક પ્રકારની ધર્મની ક્રિયાઓ સમ્યગદર્શન વગર નિષ્ફળ ગઈ. શ્રીમાન દેવચંદ્રજી મહારાજ કહે છે, બાહ્યક્રિયા સબ ત્યાગ પરિગ્રહ, દ્રવ્યલિંગ ધર લીનો; દેવચંદ્ર કહે યા વિધિ તો હમને બહુત બાર કર લીનો. સમકિત નવિ લહ્યું રે, એ તો રુલ્યો ચતુર્ગતિ માંહિ ! સમકિત વગરના કોઈપણ ધર્મના સાધનો મોક્ષમાર્ગમાં નિષ્ફળ છે. તમે સારામાં સારા સાબુથી હાવ, વાળ સરસ ઓળો, સારામાં સારા દાગીના પહેરો, સારામાં સારા ચંપલ-બૂટ પહેરો, પણ લંગોટ પહેરીને નીકળો તો? શોભતું નથી, લંગોટવાળાને આ શોભે નહીં, એને અનુરૂપ કપડાં પણ જોઈએ. તેવી જ રીતે સમકિત વગર કોઈ ગુણ કે કોઈ સાધના મોક્ષમાર્ગમાં શોભતી નથી. સમકિત નવતત્ત્વની યથાર્થ શ્રદ્ધા, દેવ-ગુરુની યથાર્થ શ્રદ્ધા વગર આવતું નથી અને શ્રદ્ધા પ્રાયે આ કાળમાં અઘરી છે. પરમકૃપાળુદેવે કહ્યું છે, બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય; અથવા નિજકુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ. જે જિનદેહ પ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ; વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ. Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ક્ષમાપના પ્રત્યક્ષ સદ્ગુરુયોગમાં, વર્તે દૃષ્ટિ વિમુખ; અસદ્ગુરુને દૃઢ કરે, નિજ માનાર્થે મુખ્ય. દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન; માને નિજ મત વેષનો, આગ્રહ મુક્તિનિદાન. લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યુ વ્રત અભિમાન; ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા - ૨૪ થી ૨૮ આ બધા મતાર્થીના, મિથ્યાત્વીના લક્ષણો બતાવ્યા છે. આપણને એમ લાગે છે કે બીજા એવા છે, હું એવો નથી. પણ જો સૂક્ષ્મદૃષ્ટિથી વિચારીએ તો તું પણ પ્રભુ ! એમાં જ છું, એ મતાર્થીમાં જ છું. માટે, ભગવાને પ્રથમ સમકિત કરવા કહ્યું છે. પોતાના આત્માને ઓળખે, પછી તેમાં રહેવું તે શાંતિ છે. સમકિત નથી થયું ત્યાં સુધી ક્રોધાદિ ન કરે તો પુણ્ય બંધાય, પરંતુ આત્માનો લક્ષ નથી ત્યાં સુધી કર્મથી ના છૂટે. ક્રોધ ના કરે, ક્ષમા રાખે તે ઠીક છે પણ આત્માનો લક્ષ ન હોય તો તે મોક્ષનો અધિકા૨ી થતો નથી. પરમકૃપાળુદેવે કહ્યું છે, ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. – શ્રીમદ્ રાજચંદ્ર - આંક - ૮/૩ કઈ ક્ષમા ? જ્ઞાની જે ક્ષમા રાખે છે તે. અજ્ઞાનીની નહીં. અજ્ઞાનીની ક્ષમામાં પણ કષાય છે, વિભાવ છે. શાંતિ, દયા, ક્ષમા વગેરે જે કોઈ આત્માના ગુણો છે તે સમકિત થયા પછી સાચા કહેવાય છે. ત્યાં સુધી વ્યવહારથી સારા છે, મંદકષાયરૂપ છે. મંદકષાયના કારણે તે શુભભાવ કહેવાય છે અને જો તે સમકિત સહિત થાય તો તે ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આર્કિચન્ય, બ્રહ્મચર્ય કહેવાય છે. કારણ કે તે મોક્ષનો માર્ગ છે. ભગવાને સૌથી પહેલા સમકિત કરવાનું કહ્યું છે. જ્યારે આપણે પહેલાં બીજું બધું ઘણું કરવા મંડી પડીએ છીએ; જેને જે મળ્યું, જે નિમિત્ત મળ્યા કે કોઈની પ્રેરણા મળી કે પોતાને અંદરમાંથી વિકલ્પ આવ્યો એ પ્રમાણે સાધના કરે છે. તો પહેલાં કંઈ સાધના કરવાની છે ? સમ્યગ્દર્શનની. કેમ કે, મોક્ષમાર્ગનું પહેલું પગથિયું સમ્યગ્દર્શન છે. એ થવાથી જ્ઞાન પણ સમ્યક્ થાય છે. ચારિત્ર પણ સમ્યક્ થાય છે. સમ્યગ્દર્શન એટલે આત્મતત્ત્વની અનુભવાત્મક શ્રદ્ધા. આપણે અત્યાર સુધી અનંતવાર સાધના Page #334 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૩૧૧ કરી, મુનિ થઈને પણ કરી, અનંતવાર નવ ગ્રેયક સુધી ગયા; પણ સમકિત વગરની સાધના મોક્ષમાર્ગમાં કારણભૂત ના થઈ. પોતાના આત્માને ઓળખે, પછી તેમાં રહેવું તેનું નામ શાંતિ. આપણે કંઈક મનની અનુકૂળતા પ્રમાણે થાય તેને શાંતિ માનીએ છીએ. તો, બહારમાં અનુકૂળતા થઈ અને જીવે શાંતિ માની, એ પણ અજ્ઞાન છે; હકીકતમાં તો એ પણ અશાંતિ જ છે, એમાંય આકુળતા-વ્યાકુળતા જ છે. શાંતિ એ તો આત્માનો સ્વભાવ છે. જ્યારે વિભાવથી જીવ રહિત થાય ત્યારે તેને શાંતિની પ્રાપ્તિ થાય છે. સમકિત નથી થયું ત્યાં સુધી ક્રોધાદિ ન કરે તો પુણ્ય બંધાય, પરંતુ આત્માનો લક્ષ નથી ત્યાં સુધી કર્મથી ના છૂટે. કોઈ શરીર ઉપર કેરોસીન છાંટીને સળગાવી નાખે ને છતાંય ક્રોધ ના કરે એવી પણ ક્ષમા રાખનારા હોય છે. ઘરમાં ઘણી વખત દેરાણી-જેઠાણી કે સાસુ-વહુના ઝઘડા થતા હોય છે. તેમાં કોઈ અગ્નિસ્નાન કરી લે અને છતાંય બૂમો પાડે નહીં, તો પણ તે ખરી શાંતિ નથી. ખરી ક્ષમા નથી. કારણ કે તીવ્ર કષાય વગર આપઘાતનો વિચાર આવી શકે નહીં અને આપઘાત કરવાના પરિણામ થયા એ મહાદુઃખનું કારણ છે, તીવ્ર કષાય છે, શાંતિનો ભંગ છે. શાંતિના ઘણા પ્રકાર છે. જ્ઞાનીઓમાં પણ શાંતિની તરતમતા હોય છે. ચોથા ગુણસ્થાનકવાળાને પણ શાંતિ હોય છે, પાંચમા-છઠ્ઠાવાળાને પણ શાંતિ હોય છે, સાતમાના ઉપરવાળાને પણ શાંતિ હોય છે. ભૂમિકા અનુસાર તરતમતા છે. શાંતિ એટલે બધા વિભાવ પરિણામથી થાકવું, નિવૃત્ત થયું. અહો ! હજુ આપણે વિભાવથી થાક્યા નથી એટલે એનો અર્થ કે શાંતિથી થાક્યા છીએ ! વિચાર કરો કે આટલા વર્ષોથી સાધના કરીએ છીએ અને મનુષ્યભવમાં આટલો સમય આપણો ગયો એમાં એક સમય વિભાવથી રહિત આપણે થયા છીએ ? એટલે સાચી શાંતિનો સ્વાદ હજી આવ્યો નથી. શાંતિ આત્માનુભૂતિ સાથે સંકળાયેલી છે. ‘સર્વગુણાંશ તે સમ્યક્ત્વ.’ બધાય ગુણો અંશે સમ્યક્ થાય એનું નામ શાંતિ છે. તો વિભાવ પરિણામથી હજી થાક્યો નથી. થાકે તો નિવૃત્ત થવાનો જીવ વિકલ્પ કરે, પ્રયત્ન કરે, પુરુષાર્થ કરે, પણ હજી થાક્યો નથી. ૫૨મકૃપાળુદેવે કહ્યું છે, વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. · શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા – ૯૦ અશુભ અને શુભ બંને ભાવને છેદવાના છે ત્યારે મોક્ષભાવ, શાંતભાવ પ્રગટ થાય છે. સ્વભાવપરિણામને ઓળખે, પછી વિભાવપરિણામ ગમે નહીં, અને તો જ તેનાથી નિવૃત્ત Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ક્ષમાપના થાય. ઉપયોગ સ્વભાવના આશ્રયે પ્રવર્તે ત્યારે સ્વભાવપરિણમન અને સ્વભાવનો આશ્રય મૂકીને અન્યના આશ્રયે પ્રવર્તે એનું નામ વિભાવપરિણમન છે. અજ્ઞાની જીવો ચોવીસ કલાક ધર્મના નામે પણ વિભાવરૂપે જ પરિણમે છે અને માને છે કે અમે ધર્મ કરીએ છીએ ! એને આજુબાજુના મુમુક્ષુઓ સર્ટિફિકેટ પણ આપે કે તમે તો નિકટના ભવમાં મોક્ષ જવાના છો. એટલે પેલો પણ કહે કે તમેય ક્યાં વધુ રહેવાના છો? તમેય થોડા સમયમાં જવાના છો. હજી બે માંથી એકેય વિભાવથી નિવૃત્ત થયા નથી, થાક્યા નથી, છૂટ્યા નથી. અશુભ ભાવ પ્રત્યે તો અણગમો આવે છે, પણ શુભ ભાવ પ્રત્યે પણ અણગમો એટલે હેયપણાનો ભાવ આવવો જોઈએ કે આ પણ “હેય છે, આ પણ મારો સ્વભાવ નથી. બે દિવસના ફંક્શન ગયા, એમાં પણ હેયબુદ્ધિ આવવી જોઈએ. કેમ કે, આ બધા વિભાવના કાર્યો થયા. મુમુક્ષુ આપણી ઇચ્છા નહોતી ને કાર્ય થયું તો આ બધું ઉદયાનુસાર થયું કહેવાય? સાહેબ એ થયું બરાબર, પણ હતો વિભાવ. કાર્ય થતી વખતે પણ વિભાવ, કાર્ય થતા પહેલાં પણ વિભાવ અને કાર્ય થયા પછી પણ વિભાવ. ભલે અશુભ ના રહ્યા, શુભ રહ્યા અને કોઈ અપેક્ષાએ તે સારું પણ છે; એનો નિષેધ નથી પણ અહીં તો સ્વભાવની શાંતિની અપેક્ષાએ વાત છે. અશુભથી બચવા માટે શુભ ભાવમાં જ્ઞાનીઓને પણ જવું પડે છે, પણ જ્ઞાની અને ઉપાદેય માનતા નથી. હેય માને છે. કેવી રીતે આ બધાથી નિવૃત્ત થઈને સ્વભાવમાં આવવું એની તેમને જાગૃતિ અને પુરુષાર્થ વર્તે છે. જગતના જીવો ચોવીસ કલાક પાપભાવમાં, પાપામ્રવમાં જ રહેતા હોય છે. આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા - આ બધી સંજ્ઞાઓ પાપમય છે અને જગતના જીવો ચોવીસ કલાક આ જ વિચારોમાં રહેતા હોય છે. દરેક યોનિના જીવોની આ સ્થિતિ છે. પેંડાની કણીઓ નીચે પડી હોય તો તરત જ કીડીઓ આવીને લઈ જાય. આ તેમની આહારસંશા છે અને પરિગ્રહસંજ્ઞા પણ છે, જે પાપ છે. કારણ કે, ભૂખ નથી પણ ભેગું કરવું છે કે આખું ચોમાસું જાય તો પણ વાંધો ના આવે. દરમાં પડ્યું રહેશે. ઘણાને વ્યાજ પણ વપરાય નહીં એટલી એફ.ડી. પડી છે, તો પણ સંતોષ અને શાંતિ નથી. હજુ કંઈક નિમિત્ત મળી જાય તો જીવ પાછો કંઈક સોદો કરી નાંખે ખરો, વેપાર કરી નાંખે. સ્વભાવપરિણામ ઓળખે તો તેને વિભાવપરિણામ ગમે નહીં. જયાં સુધી સ્વભાવપરિણામની ઓળખાણ નથી ત્યાં સુધી જ તેને વિભાવ પરિણામમાં આનંદ આવે છે, ગમે છે, ઉપાદેય માને છે. માટે વિભાવ તે વિભાવ છે. દુશ્મન તે દુશ્મન છે, પછી બહારનો હોય કે અંદરનો હોય તો વિભાવ માત્ર સ્વભાવના દુશ્મન છે. એ દુશ્મનને પાળવા-પોષવાના Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ ક્ષમાપના ના હોય, પણ એને કેમ ખસેડવા તેની જાગૃતિ અને પુરુષાર્થ કરવાનો છે. વિભાવમાંથી હટી સ્વભાવમાં આવે તો કલ્યાણ છે; એટલે એનો અર્થ એ કે બીજા કાર્યથી કલ્યાણ નથી. સ્વભાવભાવમાં આવ્યા વગર અને વિભાવથી હટ્યા વગર આત્માનું સાચું કલ્યાણ અંશમાત્ર પણ થવાનું નથી. કોઈ પૂછે કે સાહેબ ! હું ચાર કલાક સ્વાધ્યાય કરું તો મારું કલ્યાણ થાય કે નહીં? નહીં. એ કલ્યાણમાં નિમિત્ત થાય, જો કાર્ય થાય તો, નહીં તો નિમિત્ત પણ ના થાય. કરવાનું છે, પણ સાચું સમજીને કે આ સાધના પણ મોક્ષમાર્ગની નથી. મોક્ષમાર્ગની સાધના તો રત્નત્રયની અભેદતા જ છે. એ સિવાય બીજો મોક્ષમાર્ગમાન્યો તેનું નામ મિથ્યાત્વછે, એનાથી નુક્સાન વધારે છે. સાધનાથી નુક્સાન નથી, પણ સાધનામાં મોક્ષમાર્ગ માનવાથી મોટું નુક્સાન છે, મિથ્યાત્વ ગાઢું થાય છે. તો વિભાવથી હટી સ્વભાવમાં આવે તો જ કલ્યાણ છે. માટે પરમકૃપાળુદેવે કહ્યું, ચેતન જો નિજ ભાનમાંકર્તા આપ સ્વભાવ; વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મપ્રભાવ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૭૮ બસ ! વારંવાર પુરુષાર્થ કરવો. વિભાવથી હટવા માટે માત્ર સ્વરૂપના આશ્રયે પહેલાં સવિકલ્પ અવસ્થામાં અને પછી નિર્વિકલ્પ અવસ્થામાં ઉપયોગ પ્રવર્તે તો કલ્યાણ થાય. કલ્યાણ એ જ શાંતિ છે. આત્માનું કલ્યાણ તો રત્નત્રયના શુદ્ધભાવથી, શુદ્ધોપયોગથી છે, માટે શુદ્ધોપયોગ એ જ શાંતિ છે. પુણ્યના ઉદયના કારણે બહારમાં બધી અનુકૂળતા હોય તે શાંતિ નથી, એ તો અશાંતિ છે. એના કરતાં તો મોટી અશાંતિ સારી, કેમ કે – દુ:ખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ના કોઈ; જો સુખ મેં સુમિરન કરે, તો દુઃખ કાહે કુ હોય. માટે દુઃખ તો સારું. એક રાજાનું દૃષ્ટાંત આવે છે, એને ભગવાન પ્રસન્ન થયા અને કંઈ માંગવાનું કહ્યું. તો રાજાએ માંગ્યું કે હવે મને એકેય ભવમાં આ રાજગાદી ના મળે અને સર્વસંગ પરિત્યાગીને મુનિપણું મળે. બસ ! એ સિવાય હવે મારે બીજું કાંઈ જોઈતું નથી. કોઈપણ પ્રકારના ભૌતિક સુખ કે ભૌતિક સામગ્રીની માંગણી અજ્ઞાનતાના કારણે થાય છે. પરીક્ષામાં છોકરાં પાસ થાય કે શેરબજારમાં સીધું પડે એ માટે કરેલી દેવ-દેવીઓની માનતા એ મિથ્યાત્વ છે. મિથ્યાદેવોને ભજવા કે નમવા એ પણ મિથ્યાત્વ છે. ગમે એના નામે મિથ્યાદેવીને નમસ્કાર ના હોય, મિથ્યાગુરુઓને નમસ્કાર ના હોય અને મિથ્યાધર્મને પણ નમસ્કાર ના Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ક્ષમાપના હોય. વીતરાગદેવને નમસ્કાર, વીતરાગ ગુરુને નમસ્કાર અને વીતરાગ ધર્મને નમસ્કાર અને વીતરાગ ભાવને નમસ્કાર. વીતરાગતા સિવાય કોઈ પૂજ્ય નથી. વીતરાગ ભાવ સિવાય બીજા કોઈ ભાવથી આત્માનું રક્ષણ નથી. માટે સાધકનો આદર્શ વીતરાગતા જ હોય અને તેટલા માટે જ જેની ઉચ્ચ વીતરાગતા છે તેને તે ભજે છે, તેને તે પૂજે છે, તેનો આશ્રય કરે છે, તેમની આજ્ઞામાં ચાલે છે અને પોતાના કાર્યને સિદ્ધ કરી લે છે. આત્માની ઓળખાણ હોય તો તેનું માહાત્મ્ય લાગે, એટલે જે કરે તે આત્માર્થે થાય, પણ આપણે હજી આત્માને તો ઓળખ્યો જ નથી. ઓઘસંજ્ઞાએ ઓળખ્યો છે, પણ સ્વસંવેદનપૂર્વક, અનુભૂતિપૂર્વક આત્માની ઓળખાણ કરી નથી. ક્ષયોપશમજ્ઞાનથી ઓળખ્યો છે, શાસ્ત્રથી ઓળખ્યો છે, કોઈના સ્વાધ્યાય, સત્સંગ સાંભળીને આત્માને ઓળખ્યો, એટલે કે યુક્તિથી, ન્યાયથી, શાસ્ત્રથી કે ગુરુગમથી ઓળખ્યો છે, પણ જ્યાં સુધી સ્વસંવેદનથી ના જાણે ત્યાં સુધી તેને જાણ્યો કહેવાય નહીં અને એ પ્રમાણે જાણ્યો તો – જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. – શ્રીમદ્ રાજચંદ્રજી એટલે કે આત્મા સિવાય જગતના કોઈપણ પદાર્થનું માહાત્મ્ય આપણને રહેવું ના જોઈએ. કોઈપણ કાર્યનું, કોઈપણ પદાર્થનું, કોઈપણ વ્યક્તિઓનું, આ શરીરનું કે કુટુંબનું પણ માહાત્મ્ય ના રહેવું જોઈએ. ઠીક છે, ફરજ બજાવવાની છે, કર્મ બાંધીને આવ્યા છીએ તો એ બધાં સંયોગોમાં રહેવું પડશે, પણ એનું માહાત્મ્ય અંદરમાં ના હોવું જોઈએ. માહાત્મ્ય ફક્ત આત્માનું જ હોય અને આત્માનું માહાત્મ્ય હોય તેની નિશાની એ છે કે એક સેકન્ડ પણ એ આત્માને વીલો નહીં મૂકે. સત્સંગ દ્વારા, સ્વાધ્યાય દ્વારા, ધ્યાન દ્વારા, ચિંતન-મનન દ્વારા, ગમે તે દ્વારા પણ એ વારંવાર આત્માનું સ્મરણ કરશે. જિન સમરો, જિન ચિંતવો, જિન ધ્યાવો મન શુદ્ધ; તે ધ્યાતાં ક્ષણ એકમાં, લહો પરમપદ શુદ્ધ. ‘જિન સમરો જિન ચિંતવો' એટલે ‘જિનપદ નિજપદ એકતા' આત્માને સમરો કે ભગવાનને સમરો બંને એક જ છે અને ખરો ભગવાન તો અંદરમાં બેઠેલો આત્મા છે. પેલા બહારના ભગવાન તો વ્યવહાર ભગવાન છે, અંદરમાં બેઠા છે તે નિશ્ચય ભગવાન છે; કેમ કે, મોક્ષનો દાતા એ અંદરનો ભગવાન છે, બહારના ભગવાન નહીં. એ નિમિત્ત છે, દાતા નથી. Page #338 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૩૧૫ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમાં નિમિત્ત છે, દાતા નહીં. એની સામે તો જોતાં જ નથી. જીવ પૂર્વભવનું ગાઢ મિથ્યાત્વ લઈને આવ્યો હશે કે એની સામે જોતો જ નથી, બાકીનું બધુંય એને ગમે, દુનિયાના દરેક કાર્યો હોંશે હોંશે કરે અને સામાયિકમાં આત્માનું ધ્યાન કરવાનું હોય તો એક સામાયિક માંડ માંડ પૂરી થાય અને પરસેવો છૂટી જાય ! અરે ! આત્માની એવી મસ્તી આવવી જોઈએ કે બે-ત્રણ સામાયિકનો સમય જતો રહે તો પણ ખબર ના પડે. અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૫૫ જુઓ ! ક્યાં જ્ઞાનીની દશા અને ક્યાં આપણી? આ તો તમે વારંવાર કહ્યા કરો છો અને અમે સાંભળ સાંભળ કરીએ છીએ, પછી વિચારીએ છીએ ત્યારે માંડ માંડ અમને એમ જણાય છે કે અમે આત્મા હોઈશું ! છીએ તો નહીં પણ આત્મા હોઈશું ! આત્માનું માહાત્મ આવ્યા વગર આત્માનું સાચું કલ્યાણ થાય નહીં. પોતાના મૌલિક જ્ઞાનથી માહા આવવું જોઈએ, બીજાના કહેવાથી નહીં. પોતાની યોગ્યતાથી આવે તો કામ થાય. આત્મા જેવો કોઈ દેવ નથી અને આત્મા જેવો કોઈ મોક્ષનો દાતા નથી. દાતાનો દાતા આત્મા છે. અને પાછો એક પૈસો ખર્ચવાનો નહીં, ક્યાંય ભટકવાનું નહીં, કોઈ પરાધીનતા નહીં, માત્ર સ્વાધીનતા. આત્માની ઓળખાણ હોય તો તેનું માહાભ્ય લાગે, એટલે જે કરે તે આત્માર્થે થાય. ઉદયવશાત્ જ્ઞાનીઓ લડાઈ લડે તો પણ આત્માર્થે છે. ઉદયવશાત્ જ્ઞાનીઓ લડાઈ લડતા હોય છે તો પણ એ કર્મો ખપાવવા માટે કરે છે અને ત્યાં આગળ પણ અબંધ દશાએ વર્તાને જાગૃતિ રાખે છે. સમકિત થયું એટલે નવ્વાણું ટકા મોક્ષની બાજી જીતી ગયો. એટલે જ્યારે સાચું માહાસ્ય આવે ત્યારે ધર્મની ક્રિયાઓ કે સંસારની ક્રિયાઓ આત્માર્થે થાય. ક્ષમા :- ક્ષમા એટલે નિમિત્ત હોય તો પણ ક્રોધાદિ ના કરે. કોઈએ આપણા પ્રત્યે વિપરીત વર્તન કર્યું, આપણને માર્યા, આપણને અપશબ્દ બોલ્યા, આપણને ઉશ્કેરાટ થાય એવી વાણી ઉચ્ચારી, એવા આચરણ કર્યાતો પણ ક્રોધાદિ કરવા નહીં. આપણે તો સામાયિકમાં બેઠા હોઈએ તોય ક્રોધ કરીએ. અરે ભાઈ! અડતાલીસ મિનિટ સુધી તારે ઉઠવાનું નથી. પણ સ્વભાવ ઉછળી જાય છે. ક્રોધ કરવાથી લાખો વર્ષની, કરોડો વર્ષની સાધના એક ક્ષણમાં ધોવાઈ જાય છે. ક્રોધ એ આત્માનો મહાન શત્રુ છે. શ્રી ઉદયરત્ન મહારાજ “ક્રોધની સઝાય માં કહે છે, Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ક્ષમાપના ક્રોધે ક્રોડપૂરવતણું, સંજમ ફલ જાય; ક્રોધ સહિત જે તપ કરે, તે તો લેખે ન થાય, કડવાં ફળ છે ક્રોધના. સાધુ ઘણો તપિયો હતો, ધરતો મન વૈરાગ; શિષ્યના ક્રોધ થકી થયો, ચંડકૌશિઓ નાગ, કડવાં ફળ છે ક્રોધના. પરમકૃપાળુદેવ કહે છે, ક્રોધાદિ તરતમ્યતા, સાદિકની માંય; પૂર્વજન્મ સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૬૭ સાપમાં પૂર્વના સંસ્કાર છે, એટલે જન્મતાંની સાથે જ તેને ક્રોધ આવી જાય છે અને જેને ક્રોધ તીવ્ર થાય છે તે સાપના ભવમાં જવાની તૈયારીમાં છે. “ક્ષમા વીરસ્ય ભૂષણમ્.... ક્ષમા એ વીરપુરષોનું આભૂષણ છે. “ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે અને ક્રોધ એ નરકનો ભયંકર દરવાજો છે. આ બે દરવાજા છે, એમાં કયા દરવાજામાં પ્રવેશ કરવો એ તમારે નક્કી કરવાનું છે. કોઈ તમને મોકલવાનું નથી અને કોઈના મોકલ્યું જવાય પણ નહીં. આ જીવ જ પોતે પોતાને મોક્ષમાં લઈ જાય છે અથવા પોતાને ચાર ગતિમાં રખડાવે છે. બીજા કોઈ આપણને નુક્સાન-લાભ કરી શકતા નથી. તો કઈ ક્ષમા એ મોક્ષનો દરવાજો છે? ઉત્તમ ક્ષમા. ક્ષમા એ પણ આત્માનો સ્વભાવ છે. તો, સ્વભાવના આશ્રયે જે ક્ષમા પ્રગટ થાય તે મોક્ષનું કારણ થાય છે. સ્વભાવમાં અનંતી ક્ષમા ભરી છે, અંશમાત્ર પણ ક્રોધ નથી. એટલે નિમિત્ત હોય તો પણ ક્રોધ કરે નહીં. કંઈ વાંક ના હોય ને કોઈ આવીને એક લાફો મારી દે, તો તમને એમ થાય કે હું આને ઓળખતો પણ નથી, મેં આનું કંઈ બગાડ્યું નથી અને મને આણે એક લાફો જોરથી માર્યો ! અને હું ય ક્યાં કમ છું? આને જવા દઉં? ખલાસ! અલ્યા ભાઈ ! તને મફતમાં ગાળ દેવા કોણ તૈયાર છે? તારો ઉદય હોય તો કોઈ નિમિત્ત બને, નહીં તો મફતમાં કોણ તૈયાર છે? પણ જીવ એ નહીં જુએ, બસ આણે વગર વાંકે આમ કેમ કર્યું? અરે ! બાપુ! તારો વાંક છે. પહેલાં વાંક કરેલો છે, અત્યારે તું ડાહ્યો ભલે છું, તારો થોડો પણ ગુનો તો છે. એટલે જે કંઈ નિમિત્તો મળે શાંતિ, સમતા રાખવી એનું નામ સાધના છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ પુણ્યનો ઉદય હોય, લાભનો ઉદય હોય કે અલાભનો ઉદય હોય, જીવન હોય કે મરણ હોય, દરેક સમયમાં સમતાભાવથી જ આત્માનું રક્ષણ છે. ક્ષમા એ જ આત્માનો સ્વભાવ છે. જો જીવ સમતા ચૂક્યો તો એ મોક્ષમાર્ગ ચૂકી ગયો એટલે આત્માની સાચી શાંતિ ચૂકી ગયો. બોલરો ગમે તેટલા પ્રકારના બોલ ફેંકે, થ્રો ફેંકે, ડાયરેક્ટ ફેંકે, ફાસ્ટ ફેંકે, ટર્નિંગ ફેંકે, જે ફેંકવા હોય તે ફેંકે; બેટ્સમેનનું કાર્ય એક જ કે બોલ રત્નત્રયની દાંડીને (સ્ટમ્પને) અડવો ના જોઈએ. એવી રીતે સામેથી ગમે તે ઉપસર્ગ આવે, પરિષહ આવે, ગમે તેવા બોલ આવે – એનાથી આપણી અંદરની રત્નત્રયની દાંડી ઉડવી જોઈએ નહીં, બસ ! એ સાધના છે. ક્ષમાપના તમે કેટલો અભ્યાસ કર્યો એ અગત્યનો નથી, તમે કેટલો બહારમાં ત્યાગ કર્યો એ મોક્ષમાર્ગમાં બહુ અગત્યનું નથી, કેટલી ભક્તિ કરી એ બહુ અગત્યનું નથી, કેટલી માળાઓ ફેરવી, કેટલી સામાયિક કરી એ અગત્યનું નથી, પરંતુ કેટલો સ્વભાવનો આશ્રય કર્યો એ અગત્યનું છે. બધાય ગુણો એકબીજા સાથે સંકળાયેલા છે. ‘કષાય એ જ હિંસા છે અને ક્ષમા એ જ અહિંસા છે.’ પાંચેય પાપો કષાય કરવાથી ઉત્પન્ન થાય છે. એક હિંસામાં બાકીના બધાય પાપોનો સમાવેશ થઈ જાય છે. હિંસા કરી એટલે અસત્ય આવી ગયું, ચોરી આવી ગઈ, કુશીલ આવી ગયું, પરિગ્રહ-મૂર્છા આવી ગઈ, પાંચેય પાપ આવી ગયા. આચાર્ય શ્રી ઉમાસ્વામીએ કહ્યું છે, प्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा । – શ્રી તત્ત્વાર્થસૂત્ર – અધ્યાય – ૭ – સૂત્ર – ૧૩ — - પ્રમાદના યોગથી કોઈનો ઘાત કરવો – સ્વનો કે પરનો, દ્રવ્યથી કે ભાવથી તે હિંસા છે. પ્રમાદ તે જ હિંસા છે અને પ્રમાદ તો છઠ્ઠા ગુણસ્થાનક સુધી ચાલે છે. અત્યારે ભલે હિંસા, પાપ નથી કરતા, ક્રોધ નથી કરતા; છતાં ક્રોધનો આસ્રવ ચાલે છે, કેમ કે તમે તેનો નિરોધ નથી કર્યો. આપણો ઉપયોગ સ્થૂળ છે એટલે પકડાતું નથી. આ સૂક્ષ્મભાવ છે એટલે આપણને એમ લાગે કે હું ક્યાં ક્રોધ કરું છું ? હું ક્યાં હિંસા કરું છું ? હું ક્યાં કોઈ પાપ કરું છું ? પણ બધું ચાલુ જ છે પ્રભુ ! તું આજે જમ્યો નહીં તો તને ઉપવાસનું ફળ મળે કે ના મળે ? પચ્ચક્ખાણ નથી લીધા તો ? જુઓ ! તમારી વૃત્તિ છૂટી છે, ગમે ત્યારે તમને કાંઈક તકલીફ થઈ જાય તો ખાઈ લેશો, રાત્રે પણ ખાઈ લેશો, એટલે તમને ઉપવાસનું ફળ મળે નહીં. એમ મહાવ્રત કે અણુવ્રત ધાર્યા ના હોય તો એ પાપોથી નિવૃત્તિ થતી નથી, નિવર્તન થતું નથી, એટલે અવિરતિ અવસ્થામાં એ દોષ ચાલુ જ છે. બહારમાં હિંસા કરતો નથી છતાં તમને હિંસાના પરિણામ ચાલ્યા જ કરે કે Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ક્ષમાપના છે, કેમ કે એનો આસ્રવ રોક્યો નથી, સંવર કર્યું નથી. આ શાસ્ત્રની, તત્ત્વની વાત છે. આ સમજવા જેવી વાત છે. આપણા સ્વચ્છંદ કે માન્યતા કે કલ્પના અનુસાર મોક્ષમાર્ગ ચાલતો નથી. વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ જ્ઞાનીઓએ રજૂ કર્યું છે. અપ્રમત્ત યોગીશ્વર આચાર્ય કુંદકુંદદેવ કહે છે, મારો - ન મારો જીવને, છે બંધ અધ્યવસાનથી; આ જીવ કેરા બંધનો, સંક્ષેપ નિશ્ચયનય થકી. – શ્રી સમયસાર - ગાથા - ૨૬૨ જીવને મારો કે ના મારો, એથી જીવને બંધ નથી, પણ પરિણામથી બંધ છે. કોઈ જીવ એવો નથી કે જેને સમયે સમયે પરિણામ ના થતા હોય. અજ્ઞાની જીવને મિથ્યાત્વ સહિતના બધાય પરિણામ મલિન પરિણામ છે. એટલે ભલે કોઈ વખત શુભ ભાવ કરે તો પણ તેનાથી કોઈ વિશિષ્ટ પુણ્ય બાંધે નહીં. મંદ કષાયને કારણે થોડો લાભ થયો, પણ એથી વિશેષ કંઈ નહીં; કેમ કે અજ્ઞાનનો એને હજી કેફ ઉતર્યો નથી, મિથ્યાત્વ ગયું નથી. દારૂડિયો છે એ દારૂ પીને એની પત્નીને પત્ની પણ કહે અને કોઈક વાર “મા” પણ કહે; અને એની મા ને મા પણ કહે અને માને પત્ની પણ કહે; તો એની મા ને મા કહે તો એ સાચું છે કે ખોટું? એ ભાન વગરનો છે, ભાન વગરનો છે એટલે ખોટો છે, એમ મિથ્યાત્વી જીવ આત્માના ભાન વગરનો છે. એ બોલે કે “હું તો આત્મા છું તોય ખોટો છે. સ્વાધ્યાયહૉલમાં કહેશે કે હું આત્મા છું, અને બહાર જશે ત્યારે કહેશે કે હું રમેશ છું. બહુ સૂક્ષ્મ તત્ત્વ છે. સાચા ગુરુગમ વગર સમજાય એવું નથી અને પાત્રતા વગર કાર્યની સિદ્ધિ થાય એવી નથી. કોઈના આશીર્વાદથી થતું નથી કે કોઈના શાપથી અટકતું નથી, પોતાની યોગ્યતાથી થાય છે અને પોતાની અયોગ્યતાથી અટકે છે. સ્વભાવમાં જ રહેવું તે ક્ષમા છે. ક્ષમા આત્માનો ગુણ છે. બળ કરીને પણ સ્વભાવમાં આવો. ભલે બહારમાં લાખોનું નુક્સાન થતું હોય કે બીજા કામ બગડતા હોય તો બગડવા દો, પણ જો આત્મામાં અવાતું હોય અને આખી દુનિયાની પ્રોપર્ટીનો ત્યાગ કરવો પડતો હોય તો એ નુકસાન નથી, પણ મોટો નફો છે. જો આત્માની સાધના થતી હોય અને આત્માનો આશ્રય થતો હોય તો કોઈપણ કાર્યનો ત્યાગ એ નુક્સાનકારક નથી. વધારે લાભકારક તો આત્માના સ્વભાવનો આશ્રય જ છે. આ ગણિત જ્યારે બેસશે ત્યારે તમને અંદરથી ખુમારી છૂટશે કે બેટ્ટો થાય એ બીજું જોવે.' આવું આત્માનું માહાસ્ય આવવું જોઈએ અને તમે બધા આત્મા છો, આત્મા સિવાય બીજું તમે છો શું? અને આત્મા સિવાય બીજાનું કરી શકો શું? અને Page #342 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૩૧૯ બીજાય તમારું શું કરી શકે? તમને સુખ આપે? દુઃખ આપે? શાતા આપે ? અશાતા આપે? કોઈ કાંઈ કરી શકે નહીં પ્રભુ! પુણ્ય - પાપ એ આપવા લેવાની ચીજ છે છે જ નહીં. પુણ્ય પાપના ઉદય અનુસાર જે કાંઈ બનાવ બને છે એમાં બધા નિમિત્તો થાય છે અને આપણે માનીએ છીએ કે આણે મને સુખ આપ્યું, આણે મને દુઃખ આપ્યું કે આણે મને આમ કર્યું. આ મિથ્યા અધ્યવસાન એ જ અનંત સંસારનું બીજ છે. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહની મૂછ આ બધાય વિભાવ છે અને વિભાવમાં પણ અશુભ વિભાવ છે. ચારેય કષાયો અશુભ ભાવમય વિભાવ છે, એટલે તેનું ફળ વર્તમાનમાં પણ દુઃખ અને ભાવિમાં પણ દુઃખ. જીવ ક્રમે કરીને નિગોદમાં ઉતરી જાય પછી અનંતકાળ સુધી એ એકેન્દ્રિયમાંથી બેઈન્દ્રિયમાં આવવું અઘરું પડી જશે. અત્યારે કોઈનું બહુ સાંભળતો નથી અને કહે છે, “જે કહે એને કહેવા દઈએ, પણ આપણે ક્રોધાદિ ભાવમાં રહીએ!” આપણે કહીએ કે રહેવા દે ભાઈ! તારે ભોગવવું પડશે. તો કહે કે પડશે એવી દેવાશે, તમે શું કરવા ચિંતા કરો છો ! મને મારી ચિંતા નથી, તો તમે મારી ચિંતા શું કામ કરો છો? અલ્યા! તારી ચિંતા નથી કરતા પણ અમને અનુકંપા આવે છે, અમારી યોગ્યતાના કારણે, તારું તો તારા પરિણામથી જે થવાનું છે તે થવાનું છે. અમને શું વાંધો છે? તો ક્રોધાદિ દરેક ભાવ વિભાવ છે, શુભ ભાવ પણ વિભાવ છે અને અશુભ ભાવ પણ વિભાવ છે. સંકલ્પ-વિકલ્પ માત્ર વિભાવ છે. હું આત્મા છું' એમ બોલવું એ પણ વિભાવ છે. સ્વભાવમાં તો કાંઈ બોલવાનું હોતું નથી, માત્ર સ્વસંવેદન હોય છે. સ્વભાવભાવમાં તો નિર્વિકલ્પપણે સ્વસંવેદન હોય છે. પવિત્રતા :- પવિત્રતા એટલે આત્માની શુદ્ધતા. “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા.'આત્માના શુદ્ધ પરિણામ થાય તેનું નામ મોક્ષ છે. પવિત્રતા એ આત્માની શુદ્ધ અવસ્થા છે, શુદ્ધોપયોગમય અવસ્થા છે. જેટલા અંશે શુદ્ધતા છે તેટલા અંશે પવિત્રતા છે. સર્વથી પવિત્રમાં પવિત્ર વસ્તુ આત્મા છે. તમે સારામાં સારા સાબુથી હાવ તો તમારું શરીર પવિત્ર ખરું કે નહીં? ના, શરીર તો અપવિત્ર જ છે. સાબુને અપવિત્ર કરી નાંખ્યો, પાણીને પણ અપવિત્ર કરી નાંખ્યું, બાથરૂમને અપવિત્ર કરી નાંખ્યું, ગટરને પણ અપવિત્ર કરી નાંખી અને ચાર ડોલ પાણીથી ન્હાયા તો એવા ભાવ દ્વારા આત્માને પણ અપવિત્ર કરી નાંખ્યો. તમે કહો કે હું તો ઉનાળામાં સાંજના પણ ચારડોલ પાણીથી ન્યાઉં છુંઅમારે ફૂલ પાણી આવે છે. પાણીના એક ટીપાંમાં અસંખ્યાત જીવો છે પ્રભુ! ચાર ડોલથી ન્હાયો તો કેટલી હિંસા કરી? સાધુઓને તો એટલે જ સ્નાન Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ સમાપના કરવાની ના પાડી છે. શ્રાવકોને સ્નાન કરવાનું એટલા માટે કહ્યું છે કે તેમને પૂજા-સેવા કરવાની હોય છે. કોઈ પવિત્ર કાર્ય સ્વાધ્યાય-સામાયિક વગેરે કરવું હોય તો પવિત્ર થઈને કરો એટલા પૂરતી છૂટ છે, કેમ કે શ્રાવક પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં અનેક પ્રકારની અશુદ્ધિ કરતો હોય છે. તો, પવિત્રમાં પવિત્ર વસ્તુ ‘આત્મા’ છે. આ જગતમાં છ દ્રવ્યો છે, મૂળ દ્રવ્યો પવિત્ર છે. ધર્માસ્તિકાય પવિત્ર, અધર્માસ્તિકાય પવિત્ર, આકાશ પવિત્ર, કાલાણુ પવિત્ર, પુદ્ગલનો પરમાણુ પવિત્ર અને એકલો શુદ્ધ આત્મા પવિત્ર. સિદ્ધ ભગવાનનો આત્મા છે તે પવિત્ર છે અને આપણો આત્મા એ પણ સ્વભાવથી પવિત્ર છે, પણ અવસ્થામાં મલિનતા છે. જે કાંઈ મલિનતા, વિભાવ થાય છે તે અવસ્થામાં થાય છે. સ્વભાવમાં કોઈ મલિનતા નથી. જો સ્વભાવમાં મલિનતા હોય તો સ્વભાવના આશ્રયે ક્યારેય પણ શુદ્ધતા પ્રગટ ના થાય. સ્વભાવના આશ્રયે શુદ્ધતા પ્રગટ થાય છે એ બતાવે છે કે સ્વભાવમાં મલિનતા થઈ નથી. નિગોદમાં જાય તો પણ જીવનો સ્વભાવ પવિત્ર છે. ચોર્યાશી લાખ યોનિમાં કોઈપણ જગ્યાએ જાય તો પણ તેનો આત્મા તે વખતે પણ પવિત્ર છે. ‘સ્વભાવની સિદ્ધિ કરે, ધર્મ તે જ અનુકૂળ.'ધર્મ એ સ્વભાવના આશ્રયે રહ્યો છે, પરના આશ્રયે રહ્યો નથી. એટલા માટે આત્મા જેવો કોઈ દેવ નથી. બધા દેવોમાં દેવાધિદેવ પોતાનો આત્મા છે. બીજાનો આત્મા બીજા માટે, આપણો આત્મા આપણા માટે. પરમાત્માનો આત્મા પરમાત્મા માટે, આપણા માટે નહીં, આપણા માટે વ્યવહારથી. વ્યવહારસે દેવ જિન, નિહચેસે હૈ આપ; એહિ બચનસે સમજ લે, જિનપ્રવચનકી છાપ. — શ્રીમદ્ રાજચંદ્ર - આત્યંતર પરિણામ અવલોકન - હાથનોંધ – ૧/૧૪ તો, પવિત્રમાં પવિત્ર વસ્તુ જગતમાં કઈ છે ? ‘આત્મા.’ શરીર નહીં, પાણી નહીં, જગતની બીજી કોઈ વસ્તુઓ નહીં. પહેલાં આ નિર્ણય થવો જોઈએ કે પવિત્રમાં પવિત્ર કોઈ હોય, કોઈની પૂજા કરવા જેવી હોય, કોઈનો આશ્રય કરવા જેવો હોય, કોઈનું ધ્યાન કરવા જેવું હોય તો એક માત્ર પોતાનો આત્મા છે. ‘આત્માથી સૌ હીન.’ પોતાના આત્માથી બધું હીન. ‘જગત ઈષ્ટ નહીં આત્મથી.' તો, સર્વથી પવિત્રમાં પવિત્ર વસ્તુ આત્મા છે, તે કર્મને લઈને અશુદ્ધ થઈ રહ્યો છે. કર્મના નિમિત્તથી તે અશુદ્ધિમાં આવ્યો છે. સ્વચ્છ જળ છે અને તમે તેમાં લાલ રંગ નાંખો તો પાણી લાલ રંગવાળું થઈ ગયું. અશુદ્ધ થઈ ગયું. તે વખતે પણ પાણીને સ્વભાવ દૃષ્ટિથી જુએ તો રંગ પાણીમાં ગયો નથી. તે વખતે પણ પાણીની સ્વચ્છતા અને સ્વભાવ એવો ને એવો જ છે. મલિનતા હોવા છતાંય એની સ્વચ્છતાનો, સ્વભાવનો નાશ Page #344 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના. ૩૨૧ થયો નથી. બસ! તે રીતે સંતો દરેક આત્માને આ દૃષ્ટિથી જુએ છે, એટલે એમને સમભાવ રહે છે. આ મારા ઘરના છે, આ મારા ગામના છે, આ મારા ગ્રુપના છે, આ મારી નાતના છે, આ મારી જાતના છે કે મારા ફોલોઅર્સ છે એમ જોતા નથી. આત્મા સિવાય કોઈપણ દૃષ્ટિથી તમે બીજા જીવોને જોશો તો વિષમતાઓ ઓછાવત્તા અંશે પણ આવશે, એવો નિયમ છે. પરમકૃપાળુદેવે કહ્યું કે, સર્વાત્મમાં સમદષ્ટિ ઘો આ વચનને હૃદયે લખો. – શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૬૭- ગાથા - ૫ બધાને આત્મા તરીકે જુઓ! પણ પાછું એવું નહીં કે બધા જોડે આસક્તિ કરવી. તમારી સાધના, તમારા આત્માનું વિસ્મરણ ના થઈ જાય અને તમારી સમતા જળવાઈ રહેવી જોઈએ. જો તમને સમતા નહીં હોય તો તમારા આત્માની શાંતિ તમને નહીં મળે. એટલે તમારા સમતાભાવ માટે બધાને સમાનતાથી માનો, એનો અર્થ એવો નથી કે બધાની સાથે બબ્બે કલાક ગપ્પા મારો. હા ! એમના પ્રત્યે આપણને કોઈ અણગમો ના હોય, કોઈ વિભાવ ના હોય, એમનું અહિત થાય એવા કોઈ ભાવ ના હોય, બસ ! એટલું જરૂરી છે. પણ કોઈથી હિત થઈ જાય એવું પણ નથી, છતાં પણ ઉદયવશાત્ જે નિમિત્તો મળે છે તેમાં જ્ઞાતા-દા ભાવે રહેતા શીખવું. આ તોમર સાહેબને એ જ શિક્ષા આપી હતી. કાલે તોમર સાહેબ (મિલિટરી ઓફિસર) બોલ્યા હતા ને - “જ્ઞાતા-દષ્ટાભાવે’ રહેવું. કેમ કે, તેઓ જૈનદર્શન તો સમજે નહીં, જો કે ફિલોસૉફર ઘણા મોટા છે, એમણે દુનિયાના ઘણા ફિલોસોફરના પુસ્તકો વાંચેલા છે અને એમના વિચારો ઘણા ઊંચા, છતાંય એમને ફરજ બજાવવી પડે છે તો ફરજ બજાવે છે. મને કહે કે મારે કેવી રીતે રહેવું? તો મેં કહ્યું કે તમારે જ્ઞાતા-દષ્ટા રહેવાનું ! ઓર્ડર આપવો પણ પડે. મેજીસ્ટ્રેટને કોઈ ગુનો કરે તો તેને ફાંસીની સજા આપવી પણ પડે, પણ અંદરમાં એમને પેલા જીવ પ્રત્યે દ્વેષ નથી. એટલે તમારે આતંકીઓ પ્રત્યે દ્વેષ નહીં રાખવો; પણ આતંકીઓ દેશને નુક્સાન કરે છે, ને દેશની રક્ષા કરવાની તમારી ફરજ છે. માટે, ફરજ બજાવવા માટે તમારે આ કામ કરવું પડે છે, તો તેઓ એટલા ખુશ થઈ ગયા અને મને કહે કે હવે મને કળા મળી ગઈ. એમને ગોળીબારના ઓર્ડર આપવા પડે, બોંબ ફોડવા માટે પણ કહેવું પડે. કારણ કે, બી.એસ.એફ. ના હેડ છે. એટલે એમને બધા ઓર્ડર કરવા પડે. બોર્ડર પર જવાનું ના હોય, પણ ત્યાંના લેફ્ટનન્ટ કે જનરલ કે જે હોય, તેમને અહીંથી કહે કે ગોલી સે ઉડા દો, સબકો ઉડા Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ક્ષમાપના દો, સબકો પીછે ધકેલ દો, દો કિલોમીટર તક ધકેલ દો, જો કુછ ભી કરના પડે વો કર દો. આમ કહેવું પડે, છતાં અંદરમાં નિર્લેપતા. મેં કહ્યું કે અંદરમાં જ્ઞાતાદષ્ટા રહેવું. એમના પ્રત્યે કષાયભાવ ના હોવા જોઈએ. મારી ફરજ છે તે મારે સાક્ષીભાવે બજાવવાની છે. પછી એ સાક્ષીભાવ એમને એટલો પકડાઈ ગયો કે અત્યારે અનુકૂળતા કે પ્રતિકૂળતામાં, કોઈપણ પરિસ્થિતિમાં જાગૃતિ રાખીને સાક્ષીભાવપૂર્વક વર્તવાનો પ્રયત્ન કરે છે. ભલે હજી આત્મજ્ઞાન વગર એમનામાં સહજતા ના આવે, પણ ભાવના એવી કરે છે. મુમુક્ષુ : ખરેખર સાહેબ ! અત્યારે આપણા માટે એ દાખલા રૂપે છે કે આટલા મોટા માણસ આ કેવી રીતે કરી શકે છે ? સાહેબ : હા ! એમને આપણે ઘણા પુસ્તકો આપ્યા છે. પરમકૃપાળુદેવનું આખું પુસ્તક વાંચ્યું. એમને વાંચવાનો ઘણો શોખ છે અને સમય પણ ઘણો મળે. કારણ કે, એમને બીજું કાંઈ કામ કરવાનું હોય નહીં. અમુક સમયે ફોન પર જ વાત કરવાની હોય, બાકી બીજું કંઈ કરવાનું હોય નહીં. યુદ્ધ ચાલતું હોય તો એ લોકો ઘરમાં બેઠા હોય. મેં કહ્યું કે સાહેબ ! આ બધું બોર્ડર પર થાય છે. તો એ કહે કે, આ તો રોજનું છે, ચાલતું હોય. અમને એની કાંઈ અસર ના હોય. તો, આવી રીતે જ્ઞાતા-દૃષ્ટાપણે ઘરમાં રહેવાનું છે. જે સંયોગોમાં હોય બધેય જ્ઞાતા-દૃષ્ટાપણે રહેવાનું છે. સકલ શેયજ્ઞાયક તદપિ, નિજાનંદ રસલીન. — શ્રીમાન્ દૌલતરામજી કૃત ‘દર્શનસ્તુતિ’ = ભગવાનની જેમ તમે માત્ર જ્ઞાતા છો. એથી આગળ વધશો તો કર્તા - ભોક્તા થશો અને બંધાશો. શાતા તરીક રહેશો તો છૂટશો. જ્ઞાતા-દૃષ્ટા રહી અને ફરજ બજાવો. આત્મા પવિત્રમાં પવિત્ર છે. તે કર્મને લઈને અશુદ્ધ થઈ રહ્યો છે અને ‘મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા.’ મોક્ષ એ આત્માની શુદ્ધ અવસ્થા છે. ‘તે પામે તે પંથ.' એ શુદ્ધ અવસ્થા પામે તે સાચો માર્ગ, તે . સાચો રસ્તો. મોક્ષ કહ્યો નિજશુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિથ. · શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૨૩ — Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૨૩ બસ ! સ્વભાવના આશ્રયે શુદ્ધતા પ્રગટ થાય છે, આખા જૈનમાર્ગનો સાર આટલો છે. વિભાવથી છૂટી અને સ્વભાવના આશ્રર્ય, સ્વભાવભાવમાં રહેવું - એ ચૌદ પૂર્વનો સાર છે. સમસ્ત દ્વાદશાંગનો સાર સ્વરૂપસ્થ થવું તે જ છે, એમ પરમકૃપાળુદેવે કહ્યું છે. ક્ષમાપના એટલે સમસ્ત સાધનાનો સાર, સમસ્ત પુરુષાર્થનો સાર સ્વરૂપસ્થ થવું એ જ છે. ‘જો ઇચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ.' સ્વરૂપસ્થ થવું એ જ સત્ય પુરુષાર્થ છે. જેટલી કર્મની નિર્જરા થાય તેટલી શુદ્ધતા અને પવિત્રતા થઈ કહેવાય. નિર્જરા બે પ્રકારની છે - એક સકામ નિર્જરા છે, બીજી અકામ નિર્જરા છે. કર્મના ઉદય આવે ને ભોગવાઈને ખરી જાય તે અકામ નિર્જરા અને જ્ઞાનીઓ તપ તથા ધ્યાન દ્વારા કર્મોની ઉદ્દીરણા કરીને તેને ઉદયમાં લાવીને ખેરવે છે તે સકામ નિર્જરા. તો, જેટલી શુદ્ધતા થઈ તેટલી કર્મની નિર્જરા ને પવિત્રતા કહેવાય. આમ, જેટલા અંશે આત્મા શુદ્ધ થયો તેટલા અંશે પવિત્ર અને જેટલા અંશે અશુદ્ધ તેટલા અંશે અપવિત્ર. જેટલા ભાવોની શુદ્ધિ થઈ તેટલા ભાવની અપેક્ષાએ પવિત્ર અને જેટલા ભાવોની અશુદ્ધિ છે તેટલા ભાવોની અપેક્ષાએ અશુદ્ધ કહેવાય. સમકિત થાય ત્યાર પછી નિર્જરા થવા માંડે છે અને આપણે તો તેથી પહેલા જ માની લઈએ છીએ કે હું તો મોક્ષમાર્ગમાં આગળ વધી ગયો અને કોઈકે સિક્કો માર્યો કે તમે તો બે-પાંચ ભવમાં મોક્ષે જતા રહેવાના એટલે આ ફુલીને ફાળકો થઈ ગયો પેલા દેડકાંની જેમ. એક ફુગ્ગા વેચવાવાળો નીકળ્યો. છોકરાંઓ એને ઘેરી વળ્યા કે અમને ફુગ્ગા આપો અને પેલો જેમ મોટો ફુગ્ગો ફુલાવે તેમ છોકરાંઓ કહે અમને આ ફુગ્ગો આપો. એમ પચ્ચીસત્રીસ છોકરાંઓ ફુગ્ગા લેવા માંડ્યા. એક દેડકાંએ જોયું કે આ બધા માંગે છે તો કંઈક વસ્તુ સારી લાગે છે, આપણેય માંગીએ. તો એણે ત્યાં જઈને કહ્યું કે મારે ફુગ્ગો નથી લેવો, પણ પેલો પમ્પ મને મારો તો હું પણ આ ફુગ્ગા જેવો મોટો થઈ જઉં, ફુલાઈ જઉં. ફુગ્ગાવાળો કહે, ‘ભાઈ ! તને ના મરાય, તું તો ફાટી જાય.' ફુગ્ગાવાળાના ઘણું સમજાવા છતાં દેડકો માન્યો નહીં. એટલે તેણે દેડકાની પાછળ પમ્પ ભરાવીને હવા ભરવા માંડી, દેડકો થોડો મોટો થતો ગયો. ફુગ્ગાવાળાએ જોયું કે હવે આ ફૂટી જાય એમ છે. એટલે કહે, બસ ? તો દેડકો કહે, ના! હજી મોટો કરો. એક પમ્પ માર્યો ને દેડકો ફૂટી ગયો. દેડકાનો નાશ થઈ ગયો. એટલે આપણે પણ કોઈ વખાણ કરે તો ફુલીને ફાળકો નહીં થઈ જવાનું. જે વખાણ કરે છે એ પડોશીના કરે છે, તારા નથી કરતા. તને (આત્માને) ઓળખે એ વખાણ કરે નહીં અને જે વખાણ કરે છે એ તું નથી. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ક્ષમાપના સમકિત થાય ત્યારથી નિર્જરા થવા માંડે છે. આત્માની કર્મમળ રહિત દશા થવી તે મોક્ષ છે. આત્મા ભાવકર્મ એટલે વિભાવો અને દ્રવ્યકર્મો એટલે આઠેય કર્મોથી રહિત થાય તેનું નામ મોક્ષ છે. એટલે - દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ; સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભોગ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા – ૯૧ — જ્યાં ત્યાંથી કર્મમળરહિત થવું એ જ મારો ધર્મ છે. જ્યાં ત્યાંથી રાગ-દ્વેષથી રહિત થવું, કર્મમળથી રહિત થવું એ જ મારી ઇચ્છા છે, જ્ઞાનીને હવે બીજી કોઈ ઇચ્છા નથી. એમને ભગવાન સંતુષ્ટ થઈને બીજું શું આપવાના છે? પરમકૃપાળુદેવે કહ્યું છે કે તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. કેટલી દશામાંથી આ બોધ નીકળ્યો છે ! વિચાર કરો. તો આત્માની કર્મમળરહિત દશા થવી તે મોક્ષ છે. દયા, શાંતિ આ બધા ગુણો દ્વારા શુદ્ધ ભાવનું, વીતરાગભાવનું, સ્વભાવભાવનું ઓળખાણ કરવાનું છે, બસ ! તમે તમારા સ્વરૂપને ઓળખો, તમારા સ્વભાવને ઓળખો. સ્વભાવને ઓળખશો તો તમને બીજી કોઈ વસ્તુ ગમશે નહીં. પૂ. બહેન શ્રી ચંપાબેન કહેતા કે તને ક્યાંય નહીં ગમે તો આત્મામાં તો જરૂર ગમશે. આત્મા સિવાય તને કંઈ ગમ્યું એ તારા માટે દુઃખદાયક છે પ્રભુ! કંઈ ગમવું ના જોઈએ. જેમ ગમ પડ્યા વિના આગમ અનર્થકારક છે તેમ ગમ પડ્યા વિના આત્મા પણ અનર્થકારક છે, ગમ પડ્યા વિના કોઈપણ સાધના અનર્થકારક છે. તો દયા, શાંતિ વગેરે કરીને પણ શુદ્ધભાવની ઓળખાણ કરવાની છે. આ બધી સાધના સ્વભાવની સિદ્ધિ માટે છે. પોતાના માટે કરવાનું છે, બીજાને બતાવવા થોડું કરવાનું છે ? બાજુવાળો જાણવો પણ ના જોઈએ કે આમનામાં આટલા ગુણ છે, આવી દશા છે અને આવી સ્થિતિ છે. જ્યારે અત્યારે તો એક સહેજ કાંઈ થયું કે તરત પેપરમાં આપશે ને ફોટાઓ છપાવશે. શું છે આ બધું ? પરમકૃપાળુદેવનું એક વાક્ય ‘વચનસપ્તશતી' માં આવે છે કે ‘છબી પડાવું નહીં.’ આચાર્યશ્રી શાંતિસાગર મહારાજ તો છબી પડાવતા જ નહીં. પણ બધા ભક્તો પાછળ પડીને કહે કે સાહેબ ! તમે ના હોવ તો અમારે તમારું અવલંબન રહે. તેઓ બહુ ઊંચી દશાવાળા હતા અને આચાર્ય હતા. જેમ તેમ કરીને બધાએ હા પડાવી. એક ફોટો પાડવાની રજા આપી. તે વખતે શહેરમાંથી ફોટો પાડવાવાળા આવે, ગામમાં તો કોઈ હોય નહીં. આ તો સિત્તેરએંસી વર્ષ પહેલાંની વાત છે. તે વખતે કાળા કપડામાં હાથ નાખીને મોટું ડોગલા જેવું રાખી Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ ક્ષમાપના એમાંથી ફોટો પાડે. ફોટો પાડવાવાળો બધો સામાન લઈને આવ્યો. આચાર્ય ભગવાન જે રૂમમાં હતા તે રૂમમાં અંધારું હતું. એટલે ફોટોગ્રાફરે કહ્યું કે સાહેબ ! બહાર આવવું પડશે, તો ફોટો સારો પડશે. આચાર્ય મહારાજ કહે કે મને આખી જિંદગીમાં કોઈએ બહાર જવાની આજ્ઞા કરી નથી અને તે બહાર આવવાની આજ્ઞા આપી છે, તો ઠીક ભાઈ ! મેં એક વખત હા પાડી દીધી છે, એટલે મારે છૂટકો નથી. એમ કહીને બહાર આવ્યા. પછી બીજી આજ્ઞા કરી કે પેલા ઝાડની નીચે ઓટલો છે, ત્યાં બેસો. એટલે મહારાજ તો સામાન્ય મુદ્રામાં નીચું જોઈને બેઠા. તો કહે, ‘ઊંચું જોઈને બેસો, ટટ્ટાર બેસો.' આ ત્રીજી આજ્ઞા થઈ. પછી કહે કે પદ્માસનમાં બેસો. પછી મહારાજ કહે કે આ તારી છેલ્લી આજ્ઞા માનું છું, હવે તારી એકેય આજ્ઞા નહીં માનું. બધાએ કીધું, ‘પાડી લે ને જલ્દી, જેમ છે તેમ પાડી લે ને.’ ત્યારે એક ફોટો માંડ પાડ્યો. જોકે એનું પણ તેમણે પ્રાયશ્ચિત્ત લીધું હતું. બાર મહિના સુધી ફક્ત દૂધ અને ભાત ઉપર રહ્યા. પોતે જ પોતાને કહ્યું, ‘તું કેમ બધા ભક્તોને વશ થઈ ગયો ?’ બીજા કોઈ તો એમને કોઈ પ્રાયશ્ચિત્ત આપી શકે નહીં. એટલે પોતે જ ભગવાનની સાક્ષીએ આ પ્રાયશ્ચિત્ત લીધેલું. આપણે આપણા ફોટા પડાવવા તલપાપડ હોઈએ છીએ, જ્યારે મહાપુરુષો તેનું પ્રાયશ્ચિત લે છે ! કારણ કે એમણે દેહાત્મબુદ્ધિ અંશે ટાળી છે અને સંપૂર્ણ ટાળવી છે. હવે તો પેન્સિલમાં, પેનમાં, નોટબુકમાં, કાગળિયામાં ભગવાનના, જ્ઞાનીપુરુષોના ફોટા મૂકવામાં આવે છે, પણ આ બધા કચરામાં જશે તો આશાતના થશે. ભગવાનના ફોટા આવી રીતે ના નંખાય. ભગવાનના ફોટાને બહુ સાચવવા પડે. અગાસવાળા તો રૂમમાં પણ ફોટા રાખવાની ના પાડે છે, રૂમમાં નહીં તમારા કબાટમાં રાખો. કેમ કે કોઈ ત્યાં આવીને સિગરેટ પીવે, બીડી પીવે, પાંચ ઈન્દ્રિયના વિષયોનું સેવન કરે તો દોષ લાગશે. સમકિત ગુણ આવે એટલે આત્માના બધા ગુણો ઓળખાય. ‘સર્વગુણાંશ તે સમ્યક્ત્વ.’ — શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૫ - બધાય ગુણોનો અંશ અંદરમાં પ્રગટ થઈ જાય છે. પાંચ મણ દૂધપાક હોય અને એક ચમચીથી ચાખો તો પાંચ મણ દૂધપાકનું માપ નીકળી જાય. તેવી જ રીતે બસ એક વખત સમકિત થયું, અનુભૂતિ થઈ એની સાથે બધાય ગુણો અંશે સમ્યક્ થઈ ગયા. પરમકૃપાળુદેવે આ વ્યાખ્યા બહુ ઊંચી કરી છે. હજારો સૂત્રોનો સાર છે આમાં. સામાન્ય નથી આ. સમકિત Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ ક્ષમાપના થતાં આત્મા વિભાવમાંથી ફરીને સ્વભાવ તરફ ઢળે છે. આ એની શરૂઆત થઈ ગઈ હવે. અત્યાર સુધી ચોવીસ કલાક ઉપયોગ પરભાવમાં વર્તતો હતો. પરમકૃપાળુદેવ કહે છે, ‘અનંત કાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર.’ શુદ્ધ આત્મામાં પરિણમવું તે જ પવિત્રતા છે. આ પવિત્રતાની વાત ચાલે છે. તમે સ્નાન કરો એ પવિત્રતા નથી, અગરબત્તી સળગાવો ને રૂમ પવિત્ર થાય એ પવિત્રતા નથી, અહીં તો શુદ્ધ ભાવની અંદરમાં પરિણમવું તે પવિત્રતા છે. શુદ્ધોપયોગ તે પવિત્રતા છે, શુભોપયોગ તે પવિત્રતા નહીં, અશુભોપયોગ તો નથી જ અને આ સિવાય બીજો કોઈ ઉપયોગ હોતો નથી. કાં તો અશુભ ઉપયોગ હોય, કાં શુભ કાં તો શુદ્ધોપયોગ હોય. તો, શુદ્ધોપયોગ એ જ પવિત્રતા છે અને અશુદ્ધોપયોગ એ જ અપવિત્રતા છે. હે ભગવન્ ! હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. હું પાપી છું, હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. કેવી કેવી ભૂલો જીવે કરી છે એના માટે આ ક્ષમાપના છે. સંસારમાં કોઈ જીવ એવો નથી કે જેણે નાની - મોટી ભૂલો ના કરી હોય. દરેકની છદ્મસ્થ અવસ્થા છે, તો ભૂલ તો થવાની; પણ એ બધામાં મોટામાં મોટી ભૂલ કે હું આત્મા છું, એ વાત જીવ ભૂલી ગયો અને પોતાને દેહરૂપે માન્યો. ચેતન અચેતન કે મિશ્ર – જે દ્રવ્યો સંયોગોમાં છે તેને પોતાના માન્યા. બસ, આ ભૂલ છે. પોતાનું નથી એને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું – આ મોટો દોષ છે. પરમકૃપાળુદેવે કહ્યું છે, ‘જીવ પોતાને ભૂલી ગયો છે અને તેથી સત્સુખનો તેને વિયોગ છે. એમ સર્વધર્મ સમ્મત કહ્યું છે.’ આપણને કોઈવાર એમ લાગે કે બીજા બધા ભૂલી ગયા છે, પણ હું ક્યાં ભૂલી ગયો છું. હું તો આત્મા જ છું. પણ તે તો બોલવામાં, ક્ષયોપશમ જ્ઞાનમાં ‘આત્મા છું’ એમ કહેવું કે શ્રદ્વવું એ અલગ વસ્તુ છે અને અનુભવપૂર્વક, સ્વસંવેદનપૂર્વક અંદરમાં એની ઓળખાણ થવી એ અલગ વસ્તુ છે. શ્રદ્ધા થવી અલગ વસ્તુ છે. પરમકૃપાળુદેવ કહે છે, મુખથી જ્ઞાન કથે અને, અંતર્ છૂટ્યો ન મોહ; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૩૭ Page #350 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૩૨૭ જ્ઞાનીનો એટલે જ્ઞાનસ્વભાવી પોતાના આત્માનો દ્રોહ. અનાદિકાળથી આપણી આ ભૂલ ચાલી આવે છે. અનેક પ્રકારની સાધના કરી, છતાં આ ભૂલ ટળી નથી. પરિભ્રમણ અને દુઃખનું મૂળ કારણ પોતાની આ ભૂલ છે. તો સૌથી પહેલાં આ મૂળ ભૂલ કાઢવાની છે, બાકીની ભૂલ એના સમયે નીકળી જશે. પરમકૃપાળુદેવે કહ્યું છે, કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૦૨ બે પ્રકારના મોહનીયમાં દર્શન મોહનીય પહેલું અને ચારિત્ર મોહનીય પછી. તો, આપણને હજી “હું ભૂલ્યો એવું લાગતું નથી. આપણો આ આખો મનુષ્યભવ એળે ગયો, એ હજી પણ દેખાતું નથી. આપણને એમ થાય છે કે હું આટલા વર્ષોથી સાધના કરું છું, આટલી સેવા કરું છું, આટલી પૂજા કરું છું, આટલી ભક્તિ કરું છું, આટલા તપ કરું છું, આટલા ત્યાગ કરું છું, આટલી ધર્મની ક્રિયાઓ કરું છું, હું ક્યાં આત્માને ભૂલી ગયો છું? પ્રભુ ! એ બધી સાધના તે બહિર્મુખતાપૂર્વક કરી છે, અંતર્મુખતાપૂર્વક યથાર્થ થઈ નથી. થઈ હોય તો તેનું પરિણામ આવવું જોઈએ - આત્માની શાંતિ, વિભાવનો ત્યાગ અને સ્વરૂપનું સ્વસંવેદન. કોઈ ગામ જવું હોય અને તમે ખૂબ ચાલ્યા, પણ એની વચ્ચેના સ્ટેજ ના આવ્યા હોય તો અટકી જવું. જેટલા તમે ઊંધા માર્ગે ચાલશો એટલા મૂળ મંઝિલથી દૂર જશો. પહેલામાં પહેલી ઓળખાણ આપણે પોતાના સ્વરૂપની કરવાની છે, પણ અત્યાર સુધી આપણે તે ઓઘસંજ્ઞાએ કરી છે, શાસ્ત્રોના આધારે કરી છે, કોઈ જ્ઞાનીઓનો બોધ સાંભળીને પણ કરી છે, યુક્તિથી પણ કરી છે; પણ અનુભૂતિપૂર્વક કરી નથી. આત્માની ઓળખાણ થાય તો આત્માના અનંતગુણોની ઓળખાણ થાય. તો, એના અનંતગુણોનું માહાભ્ય આવ્યા વગર રહે નહીં. દુનિયાના પદાર્થોના કે કાર્યોના માહાભ્ય અંદરમાંથી છૂટ્યા વગર રહે નહીં. આત્માના ગુણો ઓળખ્યા નહીં ત્યાં સુધી ભૂલ્યો, તેથી સંસારમાં આથડ્યો, અજ્ઞાનને લીધે જન્મ-મરણ કર્યા. એક ભૂલ અનેક ભૂલોનું કારણ થાય છે. આ મૂળ ભૂલ છે. ગણિતના દાખલામાં એક જગ્યાએ ભૂલ થાય તો આખા દાખલાના અંદરમાં જે કાંઈ બાદબાકી, સરવાળા, ભાગાકાર, ગુણાકાર કરો એ બધાયમાં ભૂલો આવવાની. એ જ રીતે મિથ્યાત્વ સહિતની કોઈપણ પ્રકારની સાધનામાં ભૂલો રહેવાની અને એના કારણે સંસારમાં હું અથડાયો, કૂટાયો. નદીના પાણીમાં પથરાઓ હોય છે એ પાણીના વહેણમાં અથડાય છે, કૂટાય છે અને ગોળ, ચોરસ, લંબગોળ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ક્ષમાપના એવા અનેક આકારના થઈ જાય છે. હું પણ તે જ રીતે અનંત કાળથી આથડ્યો, તે આત્માનું ભાન ભૂલી જવાના કારણે. - હવે, બહારના અને અંદરના બંને ભગવાનને ઓળખવા હોય તો કોઈ સત્પરુષનું શરણ ગ્રહણ કરી એમની આજ્ઞા અનુસાર તત્ત્વની શ્રદ્ધા કરો, આત્માનો નિર્ણય કરો, આત્માની સાધના કરો. અજ્ઞાનીના કહેવાથી કે સ્વચ્છંદથી કરેલી બધી સાધના સંસારના હેતુભૂત થાય છે, મોક્ષના હેતુભૂત થતી નથી. પરમકૃપાળુદેવે કહ્યું છે, “મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે, એક જ્ઞાની પુરુષની અને એક જ્ઞાનીપુરુષના આશ્રયવાનની.” જ્યાં સુધી મિથ્યાત્વની ભૂલ રહેશે ત્યાં સુધી આ આથડવાનું, રઝળવાનું, રખડવાનું અને દુઃખ ભોગવવાનું ચાલુ રહેવાનું. આટલું આથડ્યા, રખડ્યા, રઝળ્યા, દુઃખ પામ્યા એ બધું જીવ ભૂલી ગયો છે અને વર્તમાનમાં પુણ્યના ઉદયના કારણે એ બાજુ દષ્ટિ જતી નથી. તો, પાપના ઉદયવાળાને તો દૃષ્ટિ ક્યાંથી જાય? આ દુઃખ કેમ આવ્યું? એ વિચારે તો ખ્યાલ આવે કે મેં પૂર્વે અજ્ઞાનભાવમાં જે કાંઈ કષાય કર્યા કે દોષ કર્યા એનું ફળ હું ભોગવું છે. સંસારમાં આથડ્યો, અજ્ઞાનને લીધે જન્મ-મરણ કર્યા, રઝળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. જન્મ-મરણનું મૂળ કારણ શું છે? અજ્ઞાન અને તેના કારણે થતાં રાગ-દ્વેષ. જન્મ, જરા ને મૃત્યુ, મુખ્ય દુઃખના હેતુ; કારણ તેનાં બે કહ્યાં, રાગ દ્વેષ અણહેતુ. – શ્રીમદ્ રાજચંદ્ર - આંક - ૧૫ તમારું કોઈએ નુક્સાન કર્યું હોય અને દ્વેષ કરો તો બરાબર છે, તમને કોઈએ લાભ કર્યો હોય અને રાગ કરો તો બરાબર છે, પણ કોઈ તમારું બૂરું-ભલું કરી શકતું જ નથી અને થતું પણ નથી. એટલે અણહેતુ કહ્યું. રાગ-દ્વેષ થવાનું મૂળ કારણ પોતાને ભૂલી જવા રૂપ મિથ્યાત્વ છે. અજ્ઞાનને લીધે જન્મ-મરણ કર્યા અને જ્ઞાનના કારણે જન્મ-મરણના ફેરા ટળે. કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિવાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા - ૯૮ અજ્ઞાનરૂપી અંધકાર સમ્યકજ્ઞાનરૂપી પ્રકાશથી દૂર થાય છે એટલે જયાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી જન્મ-મરણ ચાલવાના. જયાં સુધી આત્મજ્ઞાન નહીં થાય, અનુભવજ્ઞાન નહીં થાય, Page #352 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૩૨૯ સ્વસંવેદનજ્ઞાન નહીં થાય ત્યાં સુધી આ જન્મ-મરણના ફેરામાંથી છૂટી શકાય એવું નથી. કોઈક ભવ સારો મળે છે અને બાકી તો મોટાભાગે એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય, ચાર ઈન્દ્રિય વગેરે ભવ જ મળે. મોટાભાગના જીવો તો એકેન્દ્રિયમાં જ છે, કેટલા દુઃખ છે એમને ! તૃષ્ણાથી દુ:ખી થતો રઝળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. તૃષ્ણાવાળો જીવ સદાય દુઃખી અને સંતોષી જીવ સદાય સુખી. ચાહે ગરીબ હોય કે ચાહે વિશ્વનો મોટામાં મોટો પૈસાવાળો હોય, બધાયને તૃષ્ણા તો છે જ. જેટલું મળે એનાથી એને સંતોષ નથી, પણ બીજું મળે એની તૃષ્ણામાં પ્રયત્ન ચાલુ જ છે, એના વિકલ્પો ચાલુ છે. એના કા૨ણે મળ્યાનું સુખ ભોગવી શકતો નથી અને નથી મળ્યું એના મેળવવાના દુઃખની અંદર જ એ જીવ જીવે છે. નહિ તૃષ્ણા જીવ્યાતણી, મરણ યોગ નહિ ક્ષોભ; મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જીતલોભ. - શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૫૪ - ‘અંતિમ સંદેશ’ આહાહા ! લોભને જીત્યો એ મોટો યોગી કહેવાય. હતી દીનતાઈ ત્યારે તાકી પટેલાઈ અને, મળી પટેલાઈ ત્યારે તાકી શેઠાઈને; સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રિતાઈ અને, આવી મંત્રિતાઈ ત્યારે તાકી નૃપતાઈને; મળી નૃપતાઈ ત્યારે તાકી દેવતાઈ અને, દીઠી દેવતાઈ ત્યારે તાકી શંકરાઈને; અહો ! રાજચંદ્ર માનો માનો શંકરાઈ મળી; વધે તૃષનાઈ તોય જાય ન મરાઈને. — શ્રી મોક્ષમાળા – શિક્ષાપાઠ – ૪૯ અને શંકરાઈ મળી તો પણ તૃષ્ણા મરતી નથી. અજ્ઞાન છે તો તૃષ્ણા રહેવાની. કોઈને પૈસાની, કોઈને નામની, કોઈને પૂજાની તો કોઈને કીર્તિની તૃષ્ણા હોય. તૃષ્ણાઓના પણ ઘણા પ્રકાર છે. તૃષ્ણા ના હોય તો તેને પરિતૃપ્તપણું હોવું જોઈએ. પરિતૃપ્તપણું નથી એ બતાવે છે કે હજી કંઈક તૃષ્ણા છે – વ્યક્ત કે અવ્યક્ત. પકડાતી નથી છતાં તૃષ્ણા છે. તૃષ્ણાથી દુ:ખી થતો રઝળ્યો. તૃષ્ણાવાળો જીવ સદાય દુઃખી હોય છે અને પોતાને ઇચ્છિત પદાર્થોને મેળવવા માટેના અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પો તેને ચાલતા હોય છે. મળે તો પણ દુઃખી અને ના મળે તો પણ - Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ ક્ષમાપના દુઃખી. તીર્થયાત્રામાં તમે જાવ તો એ રઝળ્યો ના કહેવાય, બાકી પરવશપણે રઝળ્યો. રઝળવું નહોતું છતાંય રઝળ્યો. મોક્ષે જવું હતું છતાં મિથ્યાત્વ ભાવયુક્ત વર્યો એટલે રઝળ્યો. અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. અહો ! મિથ્યાત્વના ગર્ભમાં અનંતો સંસાર રહેલો છે. મિથ્યાત્વ સહિત તમે ગમે તે સારી પ્રવૃત્તિ કરો કે ધર્મની પ્રવૃત્તિ કરો, એમાં સંતોષાઈ જવા જેવું નથી એમ જ્ઞાની પુરુષો કહે છે. મિથ્યાત્વને રાખીને બધું કર્યું છે એ મોટામાં મોટી ભૂલ છે. મિથ્યાત્વને કાઢીને કંઈ કર્યું નથી. મિથ્યા-આદિક ભાવને, ચિરકાળ ભાવ્યા છે જીવે; સમ્યક્ત્વ-આદિક ભાવ રે! ભાવ્યા નથી પૂર્વે જીવે. – શ્રી નિયમસાર - ગાથા- ૯૦ મિથ્યાત્વમાં જે ત્યાગ કર્યો, તપ કર્યું, શાસ્ત્રજ્ઞાન કર્યું, ધર્મની ઘણી ક્રિયાઓ કરી. એ બધી મોક્ષમાર્ગમાં કાર્યભૂત બની નહીં. એની ભગવાન પાસે ક્ષમા માંગે છે. કેટલું દુઃખ લાગ્યું છે ત્યારે આ વચનો નીકળ્યા હશે! તમે તો બોલી જાવ છો, નીકળ્યા નથી. સ્મૃતિમાં રાખીને તમે બોલો છો. પાતાળ ફાડીને જે પાણી નીકળે તે ખૂટે નહીં અને પાતાળ વગરના કૂવા ઉનાળામાં સૂકાઈ જાય. આ ક્ષમાપના બોલનારને જયારે આત્મજ્ઞાન થયું ત્યારે કેટલું દુઃખ લાગ્યું હશે કે ઓહોહો ! મેં આટલી મોટી ભૂલ કરી કે મારા સ્વરૂપને ઓળખું નહીં અને ફક્ત ધર્મની બાહ્ય ક્રિયાઓમાં મોક્ષમાર્ગ માન્યો ! કેટલું દુઃખ લાગ્યું હોય, કેટલી તત્ત્વની અંદરમાં યથાર્થતા ભાસી હોય ત્યારે આ વચનો અંદરમાંથી નીકળે. કોઈ વખત સાસુ-વહુ ઝઘડ્યા હોય, તેમાં સાસુ એની વહુને કહે કે મૂઈ, તારી માં મરી કેમ ન ગઈ? તો વહુ પણ આવેશમાં આવી જાય અને કહે કે તારી સાત માં કેમ મરી ગઈ નહીં? કેટલું અંદરમાં દુઃખ લાગ્યું હોય ત્યારે આવા વચનો નીકળ્યા હોય ! એમ જ્યારે જ્ઞાન થાય છે ત્યારે સાચું સમજાય છે કે મેં અજ્ઞાનમાં કેટલું દુઃખ ભોગવ્યું છે ! એક તો અજ્ઞાન એ જ દુઃખ છે અને તેના કારણે જે અશુભ પ્રવૃત્તિઓ કરી અને અધોગતિમાં દુઃખ ભોગવ્યા. સંસાર અત્યંત દુ:ખરૂપ લાગે ત્યારે ત્યાંથી પ્રીતિ ખસે એવું છે. સંસાર અત્યંત દુઃખરૂપ, બંગલા અત્યંત દુઃખરૂપ, દેહ અત્યંત દુઃખરૂપ આ બધી સંસારની વસ્તુઓ દુઃખરૂપ લાગવી જોઈએ. પરમકૃપાળુદેવે લખ્યું છે કે લોકોને યમ અંતકાળે દુઃખરૂપ નહીં લાગતો હોય, પણ અમને આ સંગ મહાદુઃખરૂપ લાગે છે.” સંગમાં ચોવીશે પ્રકારના પરિગ્રહ લઈ લેવાના. દસ પ્રકારના બાહ્ય, ચૌદ પ્રકારના અત્યંતર એ બધા સંગ છે. આપણને કોઈ દિવસ સંસારમાં અત્યંત દુઃખ લાગ્યું છે? એટલા Page #354 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૩૩૧ માટે સંસારના કાર્યોમાંથી, પદાર્થોમાંથી આપણી પ્રીતિ ખસતી નથી. ઉનાળામાં પંખા બંધ થઈ જાય અને મૂંઝવણ થાય તો તમે શાંતિથી સાંભળો? તરત ઊઠીને બહાર જતા રહો. કેમ કે, દુઃખ લાગ્યું. જેમ અહીં દુઃખ લાગ્યું ને હોલની બહાર નીકળો, તેમ સંસારમાં દુઃખ લાગે તો તમે સંસારમાંથી બહાર નીકળ્યા વગર રહો નહીં. ભ્રાંતિને કારણે દુઃખવાળી વસ્તુને સુખરૂપ માની ને સુખવાળી વસ્તુને દુઃખરૂપ માની. એનાથી ઉલટું થાય તો જ સંસારમાંથી પ્રીતિ જાય. પ્રીતિ અનાદિની વિશ્વભરી, તે રીતે કરવા હો મુજ ભાવ; કરવી નિર્વિષ પ્રીતડી, કિણ ભાતે હો કહો બને બનાવ. ઋષભ નિણંદશું પ્રીતડી. – શ્રી દેવચંદ્રજી કૃત શ્રી ઋષભજિન સ્તવન કઈ પ્રીતિ વિષભરી છે? આ દેહ, સ્ત્રી, પુત્ર, સંસારના સુખ, પદાર્થો એ બધાની પ્રીતિ વિષયુક્ત છે. “વિષ મિલ્યો પકવાન.'તમને કોઈએ પકવાન ખાવા આપ્યું ને તમને બહુ ભાવે છે, ભૂખ પણ ઘણી છે અને પીરસ્યું છે પણ ઘણું, તમે ખાવ એટલી જ વાર છે અને કોઈ કહે હમણાં ઊભા રહેજો, કોઈ ખાતા નહીં. આમાંથી એક મરેલી ગરોળી નીકળી છે. તો, હવે ભૂખ્યા રહેશો, પણ પકવાન ખાશો નહીં કેમ કે વિષ મળેલું છે. એમ સંસારના જે કોઈ પદાર્થો છે એમાં પ્રીતિ કરવી એ મહાવિષ છે. મિથ્યાત્વનું ઝેર એ મહાવિષ છે. જયાં રાગ છે ત્યાં દુઃખ છે જ. રાગ જ દુઃખનું કારણ થાય છે, ચાહે પ્રશસ્ત હોય કે અપ્રશસ્ત. પ્રશસ્ત રાગ અલ્પ દુઃખનું કારણ છે અને અપ્રશસ્ત રાગ તીવ્ર દુઃખનું કારણ છે. કેમ કે, રાગ એ કષાય છે અને કષાયમાં દુઃખ જ હોય, સુખ ના હોય. જ્ઞાની પુરુષો સંસારમાં કેવી રીતે રહેતા હશે ! જુઓ! રહે છે છતાં રાગ નથી. લક્ષ્મીપુરાના રામજી બાપા હતા. રાત્રે ગામના માણસોને સત્સંગ કરાવે. સત્સંગ ચાલતો હતો તે સમયે ઓચિંતાનો એમનો દીકરો ગુજરી ગયો. એટલે ઘરેથી માણસ કહેવા આવ્યો કે આવું થયું છે. એક ભક્ત તેમના કાનમાં કહ્યું. તો તેમણે કહ્યું કે સત્સંગ પૂરો કરીને હું થોડીવારમાં આવું છું. સત્સંગ પૂરો થયા પછી તેમણે બધાને કહ્યું કે ઘરે એક મહેમાન આવ્યા હતા તેમને મૂકવા જાઉં . શું કહ્યું? મહેમાન આવ્યા'તા. જુઓ ! આ મહાપુરુષો ! નરસિંહ મહેતાએ કહ્યું હતું કે, ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો, ભજીને ભગવંત ભવંત લહો ! – શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૧૫ Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ક્ષમાપના પાંચ ઈન્દ્રિયના વિષયો અને જગતના કાર્યોમાં આત્મા ફસાઈ જાય છે એટલે એને પ્રપંચ કહ્યો છે. માટે, સંસારના પદાર્થો ને સુખમાંથી જ્યારે તમારી પ્રીતિ ઊઠે ત્યારે પરમાર્થમાં એ પ્રીતિ લાગે. પ્રીતિ અનંતી પર થકી, જે તોડે હો તે જોડે હો; પરમ પુરુષથી રાગતા, એકત્વતા હો દાખી ગુણગેહ. ઋષભ. – શ્રી દેવચંદ્રજી કૃત ઋષભજિન સ્તવન સંસાર અત્યંત દુઃખરૂપ લાગે ત્યારે જીવ ત્યાંથી ખસે એવું છે. થોડું ઘણું દુઃખ લાગે તો જીવ પચાવી જાય કે હોય, એ તો સંસાર છે, અહીં તો આમ જ થાય. એટલે સો ગ્રામ ઝેર સુધી તો એને વાંધો ન આવે ! પણ વધારે ખાય તો થોડી તકલીફ થાય ! આ બધા સંસારના સુભટો છે. ભગવાન તો સંસારથી ડરીને નાસી ગયા અને આ સુભટ હજી ટકી રહ્યો છે, ભાગતો નથી! અને ભાગીને જાય તો બીજી જગ્યાએ પણ પાછો નવો સંસાર ઊભો કરશે ! કોઈ ધર્મસ્થાને ગયો તો ત્યાં પાછો બીજા પ્રકારનો નવો સંસાર ઊભો કરશે. અસંગતા વિના સુખ, શાંતિ અને સાધના નથી. આત્મા અસંગ છે અને ઉપયોગ પણ અસંગ થાય તો સાધના થાય; કેમ કે, સર્વસંગ મહાગ્નવરૂપ છે.” “સંસારથી પ્રીતિ ઉઠે ત્યારે પરમાર્થમાં જોડાય.’ નહીં તો ઠીક છે, કલાક, બે કલાક ધર્મની કોઈ ક્રિયા કરી લે, પણ પરમાર્થમાર્ગમાં સાચો ઉપયોગ લાગે નહીં. વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભોમિયો છે. –શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ – પર દુઃખગર્ભિત કે મોહગર્ભિત વૈરાગ્ય નહીં, પણ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય તો, નહીં તો નહીં. અનંતકાળથી આ સંસાર છે. “અનંતકાળથી આથડ્યો. ક્યારથી આપણે સંસારના દુઃખો ભોગવીએ છીએ? અનાદિકાળથી. જાગો તો અંત આવે એવો છે, પણ આદિ નથી. આપણી સાથેના અનંતા જીવો મોક્ષે જતા રહ્યા અને આપણે રહી ગયા. એમ અત્યારે જે થોડા જીવો આપણી સાથે છે એમાંથી કંઈક જતાં રહેશે ને આપણે રહી જવાના. હજી અનંતકાળનો સંસાર છે. એટલે આને મૂળથી કાપ્યા વગર નાશ થાય એવો નથી. અનંતવાર સાધુ થયો તોય આ સંસાર એનો છૂટ્યો નહોતો, ત્યાં બીજો નવો સંસાર ઊભો કર્યો. મહાવીર ભગવાને જમાલીને કહ્યું કે સંસાર શાશ્વત છે અને અશાશ્વત પણ છે. જે અજ્ઞાન કાઢે એના માટે અશાશ્વત છે. અનાદિકાળથી ચાલે છે એટલે શાશ્વત છે અને એનો અંત આવી શકે છે એટલે અશાશ્વત છે. આવો ને આવો સદા રહેવાનો છે. Page #356 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૩૩૩ ઓહોહો ! ધીઠું હુંડાવસર્પિણી કાળના પણ પાંચમા આરા અનંતા આવી ગયા, આ કાંઈ પહેલો આવ્યો એવું નથી. છ આરાના પરિભ્રમણમાં આપણે ભટક્યા છીએ. સંસાર આવો ને આવો સદાય રહેવાનો, એટલે સંસારનો ક્યારેય અંત નથી આવવાનો. બધાય જીવો મોક્ષે જાય અને સંસાર ખલાસ થઈ જાય એવું ક્યારેય બનવાનું નથી. એટલે તમે ચિંતા ના કરશો. આપણને એમ થાય કે આ બધાય મોક્ષની સાધના કરીને જતા રહેશે તો પછી આ સંસારનું શું થશે !! પોતાનો વિચાર નથી કરતો કે મારું શું થશે? પણ આ બધાનું શું થશે એવું થાય છે. “મિયાં ક્યું દૂબલે હુએ? તો કે સારે ગાંવ કી ફિકર.' સંસાર અનાદિકાળ પહેલાં ય આવો ને આવો હતો અને અનંતકાળ જશે પછી પણ આવો ને આવો જ રહેશે. તો, એમાંથી જે થોડા જીવો સમજ્યા હશે તે નીકળશે. બાકી, આ સંસારમાં અનંતકાળ જશે તો પણ અનંતાનંત જીવો રહેશે. નિગોદમાં ઠાંસીઠાંસીને જીવો ભર્યા છે. છ મહિના ને આઠ સમયમાં છસો ને આઠ જીવ મોક્ષે જાય. અનંતાનંતમાંથી ૬૦૮ કંઈ નથી. તમને એક મણની ભૂખ લાગી હોય અને કોઈ એક કણ આપે તો શું તમારી ભૂખ જાય? મણની ભૂખ હોય તે કણથી જાય નહીં. જીવ જાગે ને પુરુષાર્થ કરે તો તે સંસારથી છૂટી શકે, અનંતકાળથી સંસાર હોવા છતાં બધા જીવ તેમાં અનંતકાળ રહે એવું નથી. અનાદિ સાંત પણ છે. જીવ જાગે અને યથાર્થ પુરુષાર્થ કરે તો મોક્ષને પામે. જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે ? ત્રણસો ને સાઠ, ગોવાળ ટોળે મળ્યા, વડો તે ગોવાળિયો કોણ થાશે? –ભક્તકવિ શ્રી નરસિંહ મહેતા “ત્રણસો ને સાઠ ગોવાળ ટોળે મળ્યા.” એટલે ૩૬૦ દિવસ. એમાં ‘વડો ગોવાળિયો કોણ થાશે?” એમાં કયા દિવસે તને આત્મજ્ઞાન થશે? એ વડો ગોવાળિયો. અહો ! નરસિંહ મહેતાએ તત્ત્વ તો ઠાંસીઠાંસીને ભર્યું છે. અનંતકાળનો સંસાર છતાં બધા જીવો તેમાં અનંતકાળ રહે એવું નથી. ધાણી શકાતી હોય, એમાં બધી શેકાઈ જાય એવું નથી. જે દાણો ઊડી જાય તો એ બચી જાય. તેમ અનંત જીવોમાંથી કોઈ જીવ મોક્ષે ચાલ્યો જાય. એવા જીવ માટે સંસાર અનાદિ સાંત છે. સમકિત નથી થયું ત્યાં સુધી જીવ અનંત સંસારની ઉત્પત્તિ કરી રહ્યો છે. ભગવાન પણ તને જન્મ-મરણના દુઃખોથી છોડાવી શકે નહીં, કોઈ ગુરુ નહીં, કોઈ વ્યક્તિ નહીં, કોઈ તારા ઘરવાળા પણ નહીં. અરે ! સામાન્ય દુ:ખમાંથી પણ કોણ છોડાવશે ? પેટમાં દુઃખતું હોય તો બધા તને દવા આપે, તારી સેવા કરે, પણ દુ:ખાવો કોણ લે? એ તો તારે એકલાને ભોગવવો પડે. Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ક્ષમાપના શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ના શકાય; એ ભોગવે એક સ્વ આત્મ પોતે, એકત્વ એથી નયસુજ્ઞ ગોતે. – શ્રીમદ્ રાજચંદ્ર -પૃ. ૪૦ - એકત્વ ભાવના | હું પાપી છું. હું બહુ જ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. અઢારે પાપસ્થાનકોમાંથી મોટામાં મોટું પાપ હોય તો મિથ્યાત્વ છે. કોઈ જીવોને મારી નાંખવા એ મોટું પાપ નથી. કેમ કે, એનું ફળ કદાચ ૧૦,૦૦૦ વર્ષ માટે નરકમાં જવું પડશે. પણ મિથ્યાત્વના ગર્ભની અંદર અનંતો કાળ પડેલો છે. એટલે મિથ્યાત્વ જેવું કોઈ પાપ નથી. મિથ્યાત્વ એ મુખ્ય પાપ છે. મિથ્યાત્વ સહિતના વ્રત ધારણ કરે તો પણ એ પાપી છે, પુણ્યશાળી નથી. નરકનો જીવ સમ્યકત્વ પ્રગટ કરે તો એ પુણ્યશાળી છે, પાપી નથી; ભલે દુઃખ ભોગવે છે બહારમાં તો પણ. મિથ્યાત્વ છે ત્યાં સુધી ભલે સાધુ થઈ જાય તો પણ પાપ જ છે. મિથ્યાત્વ છે તો રાગ-દ્વેષ છે, રાગ-દ્વેષ છે તો હિંસા છે, હિંસા છે તો પાંચેય પાપ છે. મિથ્યાત્વ છે તો રાગ-દ્વેષ રહેવાના અને રાગ-દ્વેષ થવાના. એટલે સ્થૂળ પાપનો જીવ ત્યાગ કરવા ઘણો પ્રયત્ન કરે છે, પણ મિથ્યાત્વનું આ સૂક્ષ્મ પાપ એની નજરમાં આવતું નથી કે જે મહાપાપ છે. પાપનો બાપ આ મિથ્યાત્વ છે. જુઓ ! મિથ્યાત્વની ભયાનકતા હજી આપણને સમજાઈ નથી. ધર્મના નામે પણ જીવ આડીઅવળી પ્રવૃત્તિઓ કરે છે. એ મૂકી, મિથ્યાત્વ કેમ જાય? સાચું ભેદજ્ઞાન કેમ થાય? તત્ત્વની સાચી શ્રદ્ધા કેમ થાય? દેવ-ગુરુ-ધર્મની સાચી ઓળખાણ કેમ થાય? આ બધું પહેલાં કરે. જેમ એકડા વગરના મીંડાની કોઈ કિંમત નથી, તેમ મિથ્યાત્વ સાથેની કોઈપણ પ્રકારની સાધનાની મોક્ષમાર્ગમાં કોઈ કિંમત નથી. એનો અર્થ એવો નથી કે એ ન કરવું, પણ મોક્ષમાર્ગમાં એની કિંમત નથી. એને મોક્ષમાર્ગ માનો એટલે મિથ્યાત્વ વધારે ગાઢું થાય છે. મિથ્યાત્વ છે ત્યાં સુધી પાપ જ છે. “પાપ છે' એમ નહીં પણ પાપ ‘જ છે. પાંચ મહાવ્રત પાળતો હોય પણ મિથ્યાત્વ છે તો પાપી જ છે. હું પાપી છું એની વાત ચાલે છે આ. મહાવ્રતવાળા પણ જો આત્મજ્ઞાન ન હોય તો પાપી છે. ભાવલિંગ વગરના દ્રવ્યલિંગી મુનિઓ બધા પાપી છે. સમજવું અઘરું છે. માટે “શ્રી રત્નકરંડ શ્રાવકાચાર' માં શ્રી સમતભદ્રાચાર્યે કહ્યું કે, “મોહી મુનિ કરતાં નિર્મોહી ગૃહસ્થ શ્રેષ્ઠ છે, મોક્ષમાર્ગ છે.” મોહી મુનિએ મોક્ષમાર્ગી નથી, નિર્મોહી ગૃહસ્થ એ મોક્ષમાર્ગી છે. Page #358 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૩૩૫ હવે એક ગૃહસ્થ જ્ઞાની થાય એટલે અજ્ઞાની મુનિઓની દુકાનો બંધ થવા માંડે. એટલે તેઓ એમનો વિરોધ કરવાના અને જીવોને એમની સામે ઊંધા ચઢાવવાના. પરમકૃપાળુદેવના વખતમાં પણ આ જ થયું હતું અને દરેક સમયમાં આમ થાય છે. બધા પાપનો સરદાર મિથ્યાત્વ છે. એક બાજુ મિથ્યાત્વ છે અને બીજી બાજુ અવિરતિ પણ છે, એટલે એનું પણ પાપ છે. મહાવ્રતધારી પછીના ભવમાં કદાચ સ્વર્ગનો અધિકારી થશે, પછી ભલે પરંપરાએ નિગોદમાં જવાનો; પણ મિથ્યાત્વ સહિત અવ્રતી તો સીધો અધોગતિમાં જતો રહે છે. જીવ તત્ત્વદૃષ્ટિથી જીવન જીવે તો તેને ઘણો લાભ થાય એમ છે. વગર વિચાર્યું જીવે તો યથાર્થ દૃષ્ટિ નહીં હોવાના કારણે એ ઘણું નુક્સાન કરી નાંખે છે. સાચાને સાચું સમજે અને એની શ્રદ્ધા કરે, ભલે આચરણ ભૂમિકા અનુસાર થાય પણ સાચી શ્રદ્ધા તો કરો. કારણ કે, સદ્ધા પરમ દુલહા. કીજે શક્તિ પ્રમાણ, શક્તિ બિના સરધા ધરે; ઘાનત શ્રદ્ધાવાનું, અજર અમર પદ ભોગવે. - શ્રી ઘનતરાયજી કૃત દેવ-ગુરુ-શાસ્ત્રની પૂજા તત્ત્વની સાચી શ્રદ્ધા તો કરો, ભલે આચરણમાં તમારાથી થાય તેટલું કરો. મહાવ્રત કે અણુવ્રત ના લઈ શકાય તો વાંધો નહીં. વ્રત નહીં પચખાણ નહિ, નહિ ત્યાગ વસ્તુ કોઈનો, મહાપદ્મ તીર્થંકર થશે, શ્રેણિક ઠાણંગ જોઈ લો. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૬૭ જેને ખરેખર આ સંસારના જન્મ-મરણના ત્રાસથી, ચક્કરથી છૂટવું છે તેણે પ્રથમ મિથ્યાત્વને ટાળવાનો લક્ષ રાખવાનો છે. ધર્મના નામે બીજો લક્ષ નહીં, પ્રથમ મિથ્યાત્વટાળવાનો લક્ષ. એ ટાળવાના લક્ષે ધર્મની જે કાંઈ ક્રિયા થતી હોય તે કરો. ચાહે દેવ-ગુરુ-ધર્મની ભક્તિ થતી હોય કે તત્ત્વનો અભ્યાસ થતો હોય કે તપ થતું હોય કે ત્યાગ થતો હોય - એ બધું કરો, પણ મિથ્યાત્વને ટાળવાનો લક્ષ રાખો. આત્માનો કોઈ મહાનમાં મહાન દુશ્મન હોય તો તે મિથ્યાત્વ છે અને તેને તમે જ પાળી-પોષીને મોટો કર્યો છે. આ લક્ષ ના રાખે તો એ છૂટી શકે નહીં અને તેનું પરિભ્રમણ ઊભું રહેવાનું. દુઃખ ઊભા રહેવાના. જેમ લક્ષ વગરનું બાણ નિષ્ફળ જાય તેમ લક્ષ વગરની સાધના પણ નિષ્ફળ જાય છે. ધન, રૂપ, બળ, વિદ્યા, કુળ, જાતિ, ઐશ્વર્ય અને Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ક્ષમાપના તપ એ આઠ પ્રકારના મદમાં અજ્ઞાની જીવ તણાઈ જાય છે. ધનની બાબતમાં ટોપ ટેન આવવાવાળાને ધનનો ઘણો મદ હોય છે. ત્યારે પરમકૃપાળુદેવે પત્રાંક - ૮૩૨ માં કહ્યું કે,સર્વ જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઇચ્છે છે; મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ, પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે; અને મેળવવામાં સુખ માને છે; પણ અહો! જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણીત કર્યો કે કિંચિત્માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. માટે સાધકોને કહ્યું છે કે પૈસાવાળાના પડખે કદી ચઢશો નહીં અને પૈસાવાળાને ધર્મમાં ક્યારેય આગળ રાખશો નહીં, છેટેથી જે કાંઈ કહેવું હોય તે કહેજો કે તમારે આમ કરવું હોય તો કરો, બાકી એના પૈસા પર નજર કરવા ગયા તો તમે ગયા. એવી રીતે બીજો મદ રૂપનો છે. જે રૂપાળા હોય તે અરીસાથી ખસશે જ નહીં. હજી હું વધારે રૂપાળો કેવી રીતે દેખાઉં ! સનતકુમાર ચક્રવર્તી સજીધજીને બેઠા છે, ત્યારે દેવે આવીને કહ્યું કે તમારામાં અહંનું ઝેર ચઢેલું છે. તમે તાંબૂલ થૂંકો અને એના ઉપર માખી બેસશે ને મરી જશે. પછી બળનો મદ – આ અમેરિકા અને ચીનવાળા છે એ બળનો બહુ મદ કરે છે. ઠીક છે કે તમને પુણ્યના ઉદયના કારણે બળ મળ્યું છે, પણ એનો મદ ના હોવો જોઈએ. બળનો સદુપયોગ કરો. બીજા જીવોના દુઃખો દૂર થાય એમાં ઉપયોગ કરો. એકની એક વસ્તુ છે, એનો સદુપયોગ પણ થાય છે અને દુરુપયોગ પણ થાય. જુઓ ! આતંકવાદીઓ એ.કે. ૪૭ રાઈફલનો દુરુપયોગ કરે છે અને મિલીટરીવાળા એ જ રાઈફલનો સદુપયોગ કરે છે, દેશનું રક્ષણ કરે છે. વિદ્યા ભણ્યો પણ જો વાદ-વિવાદ ઘટ્યાં, જ્ઞાનનો અહંકાર ના આવ્યો તો કામનું. સમ્યગ્દર્શન વગરનું શાસ્ત્રનું જ્ઞાન પણ મદનું કારણ બને છે. એક નાનો બનાવ બહુ સંક્ષેપમાં કહું છું. ગણેશપ્રસાદ વર્ણીજીએ એમના પુસ્તકમાં દૃષ્ટાંત લખ્યું છે. કાશીમાં એક પંડિત હતા. તેઓ બહુ મોટી ઉંમરના હતા. એમણે આખા હિંદુસ્તાનના બધા પંડિતોને જીતી લીધેલા. તેઓ ૭૫-૮૦ વર્ષના થયા તો પણ રોજના ૧૪ થી ૧૬ કલાક શાસ્ત્રો વાંચે. કોઈએ કહ્યું કે તમે આટલા બધા શાસ્ત્રો વાંચ્યા છે, હવે તો થોડું મૂકો. તો તેઓ કહે, ‘ના, હું જીવું ત્યાં સુધી મને કોઈ હરાવી ના જવા જોઈએ. એટલા માટે હું વાંચુ છું.' બધાયને શાસ્ત્રાર્થની ચેલેન્જ આપે અને હાર-જીત માટે શરત રાખે. એક યુવાન પંડિત તેમની પાસે આવ્યો અને કહ્યું કે મારે તમારી સાથે શાસ્ત્રનો વાદ ક૨વો છે, શાસ્ત્રાર્થ ક૨વો છે. હું જીતી જાઉં તો મને શું આપશો ? અને તમે હારી જશો તો તમે શું કરશો ? તો પંડિતે કહ્યું, ‘હું હારી જાઉં તો હું કૂવામાં પડીને ડૂબી Page #360 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૩૩૭ મરીશ, દુનિયાને મારું મોટું નહીં બતાવું.” એમને એમ કે આ છોકરો મને શું હરાવવાનો છે ! પાંચ પંડિતોને ન્યાયમાં બેસાડ્યા અને બંનેનો વાદ-વિવાદ ચાલ્યો. એમાં યુવા પંડિતે એવા અટપટા પ્રશ્નો મૂક્યા કે પેલા પંડિત એનો ઉકેલ આપી ન શક્યા અને હારી ગયા. પંચે ફેંસલો કર્યો કે આ પંડિત હારી ગયા અને યુવા પંડિત જીત્યા છે. એટલે પેલા પંડિત ઊઠીને સીધા કૂવામાં જઈને ભૂસકો મારીને મરી ગયા. આ વિદ્યાના મદનું ફળ. કુળનો મદ, જાતિનો મદ, ઐશ્વર્યનો મદ અને તપનો મદ - આ આઠ પ્રકારના મદમાં અજ્ઞાન, મિથ્યાત્વ હોય તો એ તણાઈ જાય. સામાન્ય તુચ્છ વસ્તુ મળી હોય તો એનો પણ એને અહંકાર આવી જાય. અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ? – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૬૪ - “વીસ દોહરા' હું એટલે અહંકાર, અનંતાનુબંધી કષાય. તેને પ્રથમ કાઢવાનું છે. એ પરમકૃપાળુદેવે પત્રાંક – ૪૩૭ અને ૫૦૧ માં મૂક્યું છે, ત્યાંથી વાંચવું. મિથ્યાદેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા કરવી, આદર કરવો અને સાચા દેવ-ગુરુ-ધર્મનો અનાદર કરવો – આ બંને અનંતાનુબંધી કષાય છે. આપણે પરમકૃપાળુદેવનો આદર કર્યો અને કુંદકુંદાચાર્યનો અનાદર કર્યો, તો અનંતાનુબંધી કષાય થઈ ગયો. એમ કુંદકુંદાચાર્યનો આદર કર્યો અને પરમકૃપાળુદેવનો અનાદર કર્યો તો એ પણ અનંતાનુબંધી કષાય છે. સની જાતનો અનાદર કરવો અને અસત્ની જાતનો આદર કરવો એ અનંતાનુબંધી કષાય છે, અને નિર્ધ્વસ પરિણામ થવા, મર્યાદા ઉપરાંત પણ વિષયોની વિલાસીતતા રાખવી એ અનંતાનુબંધી કષાય છે. તો, આ ચાર અનંતાનુબંધી કષાય અને પાંચમું મિથ્યાત્વ - આ મોળું પડે તો સમ્યગદર્શન થાય, નહીં તો ના થાય. એટલે વીતરાગદેવ, નિગ્રંથ ગુરુ, એમના પ્રરૂપેલા ધર્મ પ્રત્યે હજુ આપણી શ્રદ્ધા નથી અને આપણી કલ્પના અનુસાર કે બીજા અજ્ઞાનીઓના બોધ અનુસાર આપણી માન્યતાઓ છે, એ કાઢવાની છે. નીકળવી અઘરી છે, પણ કાઢ્યા વગર છૂટકો નથી. જીવને માન પણ નડે છે. પરમકૃપાળુદેવે કહ્યું છે કે, “જગતમાં માન ના હોત તો મોક્ષ અહીં જ હોત.” “હું જાણું છું એમ થાય છે તે અનંતાનુબંધી માન છે. હું જાણું છું, મને ખબર છે, મને આવડે છે, આ તો મેં વાંચ્યું છે આવા બફમમાં ને બફમમાં રહે અને દોષ નીકળે નહીં તથા અહંકાર વધી જાય તેનું નામ માન છે. તે જાય તો સમકિત થાય. મિથ્યાત્વ જાય ત્યાંથી જ Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ક્ષમાપના મોક્ષની શરૂઆત થાય છે. મિથ્યાત્વ છે ત્યાં સુધી મોક્ષમાર્ગની શરૂઆત પણ નથી. ગ્રંથિભેદ થઈને ચોથું ગુણસ્થાનક પ્રગટે ત્યારે મોક્ષમાર્ગની શરૂઆત થઈ ગણાય; ત્યાં સુધી નહીં, પછી ભલે જીવ સાધુ થયો તો પણ જો મિથ્યાત્વ છે તો મોક્ષમાર્ગમાં નહીં. જ્યાં સુધી કર્મરજ છે ત્યાં સુધી મલિન છે. કર્મરજથી કરીને મલિન છું. આઠ કર્મો અથવા અનંતા કર્યો જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી મલિન છે. સિદ્ધ ભગવાનને કોઈ કર્મમળ નથી તો એ વિશુદ્ધ છે. એમની મલિનતા સંપૂર્ણ ટળી ગઈ છે. તો જેટલા અંશે કર્મની રજ ઘટે એટલા અંશે એની શુદ્ધિ. કર્મના નિમિત્તે ‘ભાવ’ મલિન થાય છે, તેથી તે આત્માને અપવિત્ર કરે છે. કર્મના ઉદયને જીવ આધીન થઈ જાય છે, માટે એના ‘ભાવ’ મલિન થઈ જાય છે, અશુદ્ધ થઈ જાય છે, શુભાશુભ થઈ જાય છે. શુભાશુભ બંને ભાવ મલિનભાવ છે. હવે શુભભાવ મલિન છે એ તો આપણને પકડાતું જ નથી. જે ભાવથી કર્મનો આસ્રવ થાય અને આત્મા ઉપર કર્મ ચોટે એ બધું મલિનતા કહેવાય. શુભભાવથી શુભાસ્રવ થાય છે અને કર્મનો મળ ચોંટે છે. એનાથી આત્મા મલિન થાય છે, માટે એ પણ મળ છે. પોતાના મલિનભાવ દ્વારા પોતે પોતાને મલિન કરે છે - આ ભાવમલિનતા અને તેના નિમિત્તે કર્મના પરમાણુ આત્માના પ્રદેશ સાથે ચોંટી જાય છે એ દ્રવ્યમલિનતા. ભાવકર્મ નિરોધેન, દ્રવ્યકર્મ નિરોધનમ્, દ્રવ્યકર્મ નિરોધેન, સંસારસ્ય નિરોધનમ્. – શ્રી નિયમસાર – ગાથા - ૧૮ ની ટીકા ભાવકર્મનો નિરોધ ક૨વાથી દ્રવ્યકર્મનો નિરોધ થાય છે અને દ્રવ્યકર્મનો નિરોધ થવાથી સંસારનો નિરોધ થાય છે, માટે સંસારનો નિરોધ કરવો હોય તો પહેલાં ભાવકર્મનો નિરોધ કરો, મલિન ભાવોનો નિરોધ કરો અને મહામલિન ભાવ તે મિથ્યાત્વ છે. તેના કારણે રાગદ્વેષ થાય છે. કર્મના નિમિત્તે ભાવ મલિન થાય છે. તેથી તે આત્માને અપવિત્ર કરે છે. માટે આત્મા અપવિત્ર બને છે. હે પરમાત્મા ! તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. ‘હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ.' પણ પરમાત્મા પવિત્ર છે, સર્વ કર્મરજીથી રહિત છે તેથી તેમનું અવલંબન લેવાનું કહે છે. Page #362 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૩૩૯ હું પામર શું કરી શકું? એવો નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. ૫ – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૬૪ - “વીસ દોહરા' હું શક્તિ અપેક્ષાએ પરમાત્મા છું, પણ વર્તમાન અવસ્થામાં પામર છું. પરમાત્મા સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્રની પૂર્ણતા છે એટલે પવિત્ર છે. સ્વરૂપ અપેક્ષાએ પણ પરમાત્મા છે અને અવસ્થામાં પણ પરમાત્મપણું પ્રગટ થયું છે. સિદ્ધ ભગવાન સર્વ પ્રકારની કમરજથી રહિત છે, કર્મનો એક પરમાણુ પણ એમના આત્મા સાથે ચોટેલો નથી. એક પરમાણુમાત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ, અમૂર્ત સહજપદરૂપ જો. અપૂર્વ. ૧૮ – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક – ૭૩૮ - “અપૂર્વ અવસર અહો ! કોના કહેલા? પરમાત્માના કહેલા. બીજા અજ્ઞાનીઓ અથવા અન્ય દર્શનવાળાઓ અનેક પ્રકારના તત્ત્વની વાત કરતાં હોય તો પણ એ સંપૂર્ણ સત્ય નથી, આંશિક સત્ય છે. સાપેક્ષતાપૂર્વક જ્ઞાની પુરુષો તેને આંશિક સત્ય તરીકે સ્વીકારે છે. ભગવાનના કહેલા તત્ત્વની શ્રદ્ધા કર્યા વગર કોઈ જીવ સમ્યગુદર્શન પામી શકે નહીં. तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् । – શ્રી તત્ત્વાર્થસૂત્ર - અધ્યાય ૧- સૂત્ર ૨ વર્તમાનમાં જૈનમાં પણ તત્ત્વની સાચી સમજણ અને શ્રદ્ધા કરનારા જીવો માંડ એકાદ ટકો હોય તો હોય એવી સ્થિતિ છે. તત્ત્વ સાત છે – જીવ, અજીવ, આગ્નવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ. પાપ અને પુણ્યને ગણીએ તો નવ થાય. તેને હેય, બ્રેય અને ઉપાદેય પૂર્વક જાણવા, તો જ યથાર્થતા આવે. તેનું અવલંબન લેવાનું અહીં કહે છે. આગળ આવશે કે, “હવે હું તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું.' ભગવાન અઢાર દોષથી રહિત છે અને સર્વ કર્મરજથી પણ રહિત છે. કોઈ એક પરમાણુની એક કમરજ પણ ચોંટી નથી, સંપૂર્ણ શુદ્ધ અને પવિત્ર છે. તેથી તેમનું અવલંબન લેવાનું કહે છે. વ્યવહારથી વીતરાગ દેવ, નિગ્રંથ ગુરુ અને તેમના પ્રરૂપેલા ધર્મનું અવલંબન લેવાનું છે અને નિશ્ચયથી પોતાના સ્વરૂપનું અવલંબન Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ ક્ષમાપના લેવાનું છે. વ્યવહારનું અવલંબન સાચું નહીં હોય તો સ્વરૂપનું અવલંબન સાચું નહીં થાય. જેમ ધાબુ ભરવા માટે ટેકાની જરૂર પડે છે અને ધાબુ તૈયાર થઈ ગયા પછી ટેકાઓ લઈ લેવામાં આવે છે; એમ સાચું અવલંબન લીધા વિના નિરાવલંબનપણું આવતું નથી. કોઈ એમ માને કે મારે કોઈના અવલંબનની જરૂર નથી, હું એમને એમ મારા આત્માના આશ્રયે કામ કરી લઉં તો એની એ માન્યતા તે કલ્પના છે, સ્વચ્છંદ છે, એની પાત્રતાનો અભાવ છે. માટે તે એવા વિકલ્પો કરે છે. માટે અવલંબન લેવું જરૂરી છે. જ્યારે જયારે આપણને મનુષ્યભવ મળ્યો ત્યારે અવલંબન લીધું તો અજ્ઞાનીઓનું લીધું, પણ આત્મજ્ઞાની મુનિઓનું અવલંબન ના લીધું. એ જ ભૂલો વર્તમાનમાં ચાલે છે. હજી એ ભૂલ દેખાતી નથી કે અત્યારે હું કોનું અવલંબન લઈને વર્તુ છું? દરેક વ્યક્તિ પોતાના ગુરુને જ્ઞાની અને ભગવાન માને છે. પણ એમાંથી એકાદ ટકો સાચા હોય તો હોય, નહીંતર ના પણ હોય એવો આ કાળ છે; અને પેલા અજ્ઞાની ગુરુના પુણ્યનો ઉદય જબરદસ્ત છે. એટલે એમને માનનારા લાખો જીવો મળી જાય છે. બૌદ્ધ, ઈસ્લામ, ખ્રિસ્તી, હિન્દુ ધર્મના લાખો અનુયાયીઓ છે પણ એમની પાસે તત્ત્વની યથાર્થતા નહીં હોવાથી એનું અવલંબન લેનારા બધાય રખડવાના. અવલંબન આપનારા પણ રખડવાના. કારણ કે, એ પ્રકારની અંતરંગદશા પ્રગટ થઈ નથી. બહારમાં માત્ર પુણ્યનો ઉદય છે, એના કારણે આ બધા તોફાન અને જોર ચાલે છે. હે પરમાત્મા! તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. અહો! મૂળ તત્ત્વ તો આત્મતત્ત્વ છે. જયાં લગી આત્મ તત્ત્વ ચિન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. –ભક્તકવિ શ્રી નરસિંહ મહેતા આત્માની વાત તો ચાર્વાક સિવાયના પાંચેય દર્શનવાળા કહે છે અને વેદાંતમાં તો ઠેર ઠેર આત્માની વાતો મૂકી છે, છતાં એકાંત હોવાના કારણે એ અયથાર્થ છે અને તેના કારણે એ માન્યતાની શ્રદ્ધા કરનાર જીવ પણ આત્મજ્ઞાન પ્રગટ કરી શકતો નથી, કેમ કે વિપરીતતા છે. તત્ત્વમાં ન્યૂનતા, અધિકતા કે વિપરીતતા હોય તો તે સમ્યગદર્શનનું કારણ બની શકતું નથી. તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું? નિર્દોષનરનું કથન માનો, ‘તહ' જેણે અનુભવ્યું; – શ્રી મોજમાળ - શિક્ષાવાઇ - ૬૭ Page #364 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૩૪૧ નિર્દોષ પુરુષ તે આપ્ત છે. આપ્ત એટલે વિશ્વાસ કરવા યોગ્ય અને જેમનામાં અઢારમાંનો એકપણ દોષ હોય તો તે નિર્દોષ નથી. જેમને સર્વજ્ઞતા, વીતરાગતા અને હિતોપદેશીપણું છે તે અવલંબન લેવા યોગ્ય છે. જેમને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ અને અનંત વીર્ય પ્રગટ થયા છે તે પરમાત્મા છે. તત્ત્વ એટલે સદેવ, ગુરુ ને ધર્મ. તે સિવાય કોઈ બીજાને દેવ તરીકે માને, ભગવાન તરીકે માને, પૂજે, તેનો આશ્રય કરે તો એ મિથ્યાત્વ ગાઢું કરે. ભક્તિના કારણે કષાયની મંદતા છે, તો પુણ્ય બાંધે, પણ અસવમાં સદેવની માન્યતા કરી તો તેનું મિથ્યાત્વ ગાઢું થાય. પહેલાં દેવતત્ત્વની ઓળખાણ કરો અને પછી એ સિવાય જે કોઈ બીજા દેવતત્ત્વમાં નથી આવતા તેને છોડો અને સાચા દેવતત્ત્વને પકડો, એની પૂજા કરો. શ્રી આનંદઘનજી મહારાજે પણ કહ્યું છે, દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કિમ રહે, કિમ રહે શુદ્ધ શ્રદ્ધાન આણો; શુદ્ધ શ્રદ્ધાન વિષ્ણુ સર્વ કિરિયા કરી, છાર પર લીંપણ તે જાણો. – શ્રી આનંદઘનજી કૃત શ્રી અનંતનાથજિન સ્તવન જો અંદરમાં અસમાં સની કલ્પના હશે તો તે દેવતત્ત્વની શ્રદ્ધા છે તે યથાર્થ નહીં કહેવાય. જિજ્ઞાસુ વિચક્ષણ સત્ય ! કોઈ શંકરની, કોઈ બ્રહ્માની, કોઈ વિષ્ણુની, કોઈ સૂર્યની, કોઈ અગ્નિની, કોઈ ભવાનીની, કોઈ પેગમ્બરની અને કોઈ ઈસુ ખ્રિસ્તની ભક્તિ કરે છે. એઓ ભક્તિ કરીને શી આશા રાખતા હશે? - સત્ય : પ્રિય જિજ્ઞાસુ, તે ભાવિક મોક્ષ મેળવવાની પરમ આશાથી તે દેવોને ભજે છે. જિજ્ઞાસુ કહો ત્યારે એથી તેઓ ઉત્તમ ગતિ પામે એમ તમારું મત છે? સત્ય : એઓની ભક્તિ વડે તેઓ મોક્ષ પામે એમ હું કહી શકતો નથી. જેઓને તે પરમેશ્વર કહે છે તેઓ કંઈ મોક્ષને પામ્યા નથી; તો પછી ઉપાસકને એ મોક્ષ ક્યાંથી આપે? શંકર વગેરે કર્મક્ષય કરી શક્યા નથી અને દૂષણ સહિત છે, એથી તે પૂજવા યોગ્ય નથી. – શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૧૩ જે મોક્ષે ગયા નથી તો તેને માનનારો ક્યાંથી જાય? એકના હાથમાં ત્રિશૂળ છે, એકના હાથમાં ગદા છે, એકના હાથમાં ચક્ર છે અને વીતરાગના હાથમાં કાંઈ હોતું નથી, એમને ભય Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ ક્ષમાપના નથી એટલે. કોઈ દેવ-દેવીઓને માને એ પણ બધા મિથ્યા છે. કેમ કે, એ અઢાર દોષથી રહિત તો છે નહીં. સંપૂર્ણ વીતરાગદેવ એ જ સદૈવ છે, એ સિવાય કોઈ પણની એવી શ્રદ્ધા અંદરમાં દઢ રહેવી જોઈએ નહીં. એવી રીતે ગુરુતત્ત્વ છે. આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વ વાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૦ પરમકૃપાળુદેવે આ વ્યાખ્યા કરી છે, છતાંય આપણે એને મૂકીને આવા લક્ષણ વગરનાને ગુરુ તરીકે માનીએ છીએ. આ એક મિથ્યાત્વનો પ્રકાર છે અને મિથ્યાત્વના ઉદયમાં આમ થવાનું. ના થાય તો આશ્ચર્ય, થાય એમાં કાંઈ આશ્ચર્ય નથી. આ ગાથા પરમકૃપાળુદેવે પત્રાંક - ૮૩૭ માં સમજાવી છે. અભ્યાસીઓએ ત્યાંથી સમજવી. કર્મના ઉદય અનુસાર સદ્ગુરુ વિચરી રહ્યા છે. કોઈ કહે કે સાહેબ ! કોઈ ભક્તો બોલાવે તો? અરે ! ભક્તો હોય કે ગમે તે હોય એમને કોઈના પ્રત્યે અંદરમાં રાગ નથી. અમુક ક્ષેત્રમાં મારા ભક્તો વધારે છે તો એ ક્ષેત્રમાં જઈને બધાને બોધ આપું, એવો એમને રાગ હોતો નથી. ‘અથવા ભક્તિનો કર્તા છે, માટે મા૨ો છે, એમ કદી જોયું નથી.' એમ છ પદના પત્રમાં પરમકૃપાળુદેવે કહ્યું છે. ક્યાંય સસ્પ્રંથગુરુને મૂક્યા નથી, નિગ્રંથગુરુને મૂક્યા છે. સગ્રંથ એટલે આરંભ-પરિગ્રહ સહિત હોય તે. આરંભ-પરિગ્રહધારીને ગુરુ માનવા તે પણ મિથ્યાત્વ છે. એમને નિગ્રંથગુરુના ખાનામાં બેસાડવા એ પણ મિથ્યાત્વ છે અને આ કાળમાં મોટાભાગના જીવો આવા આરંભ-પરિગ્રહવાળાને ગુરુ તરીકે માની બેઠેલા છે. એવા જીવ ગમે તેટલી સાધના કરે તો પણ તે સમ્યગ્દર્શનનો અધિકારી થઈ શકે જ નહીં. એ અનંતાનુબંધી છે. પરમકૃપાળુદેવ અનંતાનુબંધી કષાય વિષે જણાવતાં કહે છે, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ સમ્યક્ત્વ સિવાય ગયાં સંભવે નહીં; એમ જે કહેવાય છે તે યથાર્થ છે. સંસારી પદાર્થોને વિષે જીવને તીવ્ર સ્નેહ વિના એવાં ક્રોધ, માન, માયા અને લોભ હોય નહીં, કે જે કારણે તેને અનંત સંસારનો અનુબંધ થાય. જે જીવને સંસારી પદાર્થો વિષે તીવ્ર સ્નેહ વર્તતો હોય તેને કોઈ પ્રસંગે પણ અનંતાનુબંધી ચતુષ્કમાંથી કોઈપણ ઉદય થવા સંભવે છે, અને જ્યાં સુધી તીવ્ર સ્નેહ તે પદાર્થોમાં હોય ત્યાં સુધી અવશ્ય ૫રમાર્થમાર્ગવાળો જીવ તે ન હોય. ન Page #366 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૩૪૩ તીવ્ર પરિણામે, ભવભયરહિતપણે જ્ઞાનીપુરુષ કે સમ્યક્દષ્ટિ જીવને ક્રોધ, માન, માયા કે લોભ હોય નહીં. જે સંસારઅર્થે અનુબંધ કરે છે, તે કરતાં પરમાર્થને નામે, ભ્રાંતિગત પરિણામે અસદ્દગુર, દેવ, ધર્મને ભજે છે, તે જીવને ઘણું કરી અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ થાય છે, કારણ કે બીજી સંસારની ક્રિયાઓ ઘણું કરી અનંત અનુબંધ કરવાવાળી નથી; માત્ર અપરમાર્થને પરમાર્થ જાણી આગ્રહે જીવ ભજ્યા કરે, તે પરમાર્થજ્ઞાની એવા પુરુષ પ્રત્યે, દેવ પ્રત્યે, ધર્મ પ્રત્યે નિરાદર છે, એમ કહેવામાં ઘણું કરી યથાર્થ છે. તે સદ્ગુરુ, દેવ, ધર્મ પ્રત્યે અસતગુર્નાદિકના આગ્રહથી, માઠા બોધથી, આશાતનાએ, ઉપેક્ષાએ પ્રવર્તે એવો સંભવ છે. તેમ જ તે માઠા સંગથી તેની સંસારવાસના પરિચ્છેદ નહીં થતી હોવા છતાં તે પરિચ્છેદ માની પરમાર્થ પ્રત્યે ઉપેક્ષા રહે છે; એ જ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભનો આકાર છે. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૪૫૯ સંસારના પદાર્થોમાં તીવ્ર મોહ હોય, સ્નેહ હોય તો એવા ક્રોધ, માન, માયા, લોભ અનંતાનુબંધીના પ્રકારમાં થાય. જે કારણે તેને અનંત સંસારનો અનુબંધ થાય. અપરમાર્થ એટલે અસતુદેવ, અસગર, અસતુધર્મને ભજતાં કાયર થાય અને આ હોંશે હોંશે ભજે છે! જ્ઞાની કે સમ્યદૃષ્ટિને અનંતાનુબંધી પ્રકારના ક્રોધ, માન, માયા કે લોભ હોય નહીં. ભ્રાંતિગત પરિણામ એટલે પરમાર્થને નામે અપરમાર્થમાં આત્મકલ્યાણ કરું છું, ધર્મ કરું છું એમ માનવું. કોઈપણ ગૃહસ્થ શ્રાવક સગુરુના ખાનામાં આવી શકે નહીં. એ તમારા ઉપકારી ચોક્કસ કહેવાય, પણ જ્યારે સાચા દેવ-ગુરુ-ધર્મની ઓળખાણ કરાવે ત્યારે, નહીં તો ઉપકારી પણ નહીં. વીતરાગદેવને ઓળખાવે, નિગ્રંથગુરુને ઓળખાવે અને તેમના પ્રરૂપેલા રત્નત્રય ધર્મને હેય, શેય, ઉપાદેયના વિવેક સહિત સાચી રીતે ઓળખાવે, તો તમારા વ્યવહારથી ઉપકારી. સંસારની બીજી ક્રિયાઓ ઘણું કરીને અનંત અનુબંધ કરવાવાળી નથી, જે સાચા રત્નત્રયધારી મુનિઓ છે એમના પ્રત્યે જીવને અંદરમાં વિપરીતતા થઈ જાય છે અને અસગુરુ મળ્યું એમ માને છે કે મને સદ્ગુરુ મળી ગયા છે, હવે ક્યાંય દોડવાની જરૂર નથી. અમારે તો ઘેર બેઠા ગંગા આવી છે. આ જ વિપરીતતા છે. એમાં સાચા દેવ, ગુરુ, ધર્મની ઉપેક્ષા થઈ જાય છે. હવે વીતરાગદેવ ઉપર જે કાંઈ આંગીઓ ચઢાવે છે એ પણ વ્યવહારથી તો યથાર્થ નથી. ભલે ભગવાન તો ભગવાન છે. મુનિના શરીર ઉપર એક તાણાવાણો ન હોય અને વસ્ત્રધારીને સાધુ માને તો એ પણ મિથ્યાત્વ છે. આત્મજ્ઞાન વગરના હોય એ પણ ગુરુ નહીં. દિગમ્બર ગુરુ હોય પણ આત્મજ્ઞાન ન હોય તો પણ એ નિગ્રંથ ગુરુમાં આવે નહીં. ભાવલિંગ સહિતનું દ્રવ્યલિંગ જોઈએ. Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ ક્ષમાપના નગ્નભાવ, મુંડભાવ સહ અસ્નાનતા, અદંતધાવન આદિ પરમ પ્રસિદ્ધ જો; કેશ, રોમ, નખ કે અંગે શૃંગાર નહીં, દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જો. અપૂર્વ. ૯ – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૭૩૮ - “અપૂર્વ અવસર' અસદ્ગુરુ કહે કે આપણે તો બધા ધર્મ સરખા, બધા ભગવાન સરખા, બધા ગુરુ સરખા અને આ છે એ જ સાચા છે બસ! એટલે અસત્નો આદર કર્યો ને સતનો અનાદર કર્યો. આવી રીતે દેવ હોય, ગુરુ હોય કે તત્ત્વ હોય. આમ, અજ્ઞાનીઓનો બોધ આત્માનું અહિત કરનાર, માઠું કરનારો છે. પણ જીવને એનો ખ્યાલ આવતો નથી. કેમ કે, આંધળો થઈને એને ગુરુ માન્યા છે, એટલે એનું એક એક વાક્ય એના માટે બ્રહ્મવાક્ય થઈ ગયું. પછી બીજું એને કંઈ સૂઝે નહીં. કોઈએ લાલ કપડાવાળાને માન્યા, કોઈએ ધોળા કપડાવાળાને માન્યા અને કોઈએ ફેંટાવાળાને ગુરુ માન્યા, આ બધાય અસદ્ગુરુઓ છે પ્રભુ! એ સદ્ગુરુના ખાનામાં આવી શકે નહીં. આત્મજ્ઞાન ત્યાં મુનિમણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૩૪ આત્મજ્ઞાન સહિત હોય તે સાચા મુનિ. આત્મજ્ઞાન સહિતના મુનિ, રત્નત્રયધારી, ભાવલિંગી, યથાજાતરૂપધર, અઠ્યાવીસ મૂલગુણધારી, પાંચ મહાવ્રત, સમિતિથી યુક્ત હોય તે આ સાચા ગુરુ છે. આવી શ્રદ્ધા આ કાળમાં કેટલાને છે? દિગંબરોમાં માંડ એકાદ ટકો હશે અને શ્વેતાંબરોમાં તો પ્રાયે જોવામાં આવતું નથી, સ્થાનકવાસીમાં પણ એ જ છે. એટલે આ બધાને જૈનાભાસમાં મૂકી દીધા. જેને વીતરાગ દેવ, ગુરુ, ધર્મતત્ત્વની યથાર્થતા નથી, માન્યતા નથી, પ્રરૂપણા નથી એ બધાય જૈનાભાસમાં છે. તત્ત્વરૂપથી એ ઓળખે, તે જન પહોચે શાશ્વત સુખે; શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ. – શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૨ - હવે જીવે ૨૦-૨૦ વર્ષથી અજ્ઞાનીઓને સાંભળ્યા હોય અને જ્ઞાનીનું એક દિવસ સાંભળો તો એ માને? માને તો આશ્ચર્ય છે, ના માને તો કંઈ આશ્ચર્ય છે જ નહીં પ્રભુ! આ રીતે જીવ Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ ક્ષમાપના અસદ્દગુરુના બોધથી જ્ઞાનીની આશાતના કરી નાંખે છે, સાચા દેવ-ગુરુની આશાતના કરી નાખે છે અને ઉપેક્ષાએ પ્રવર્તે છે. જ્યારે જ્યારે જ્ઞાનીઓ હોય છે ત્યારે તેમની ઉપેક્ષા કરનારો વર્ગ મોટો હોય છે, પછી લોકો એમના પથરાને પણ પૂજવાના. રામના નામે પથરા તરી જાય, પણ રામ પથરો નાંખે તો ડૂબી જાય ! જીવ જ્ઞાનીની ઉપેક્ષાએ પ્રવર્તે છે કે આપણે આમનું સાંભળીશું તો આપણું છૂટી જશે. આ આપણું છોડાવી દેશે, માટે આમના સ્વાધ્યાયમાં જવાનું નહીં. બસ ! મિથ્યાત્વના કારણે આવો આગ્રહ થઈ જાય છે, કદાગ્રહ થઈ જાય છે, હઠાગ્રહ થઈ જાય છે. એટલે માંડ કોઈ એક જગ્યાએ તેને સાચું તત્ત્વ મળવાનું એક બારણું હતું તે બંધ થઈ ગયું. તેની સંસારવાસના પરિચ્છેદ નહીં થતી હોવા છતાં પરિચ્છેદ માની પરમાર્થ પ્રત્યે તે ઉપેક્ષિત રહે છે. જુઓ ! માને છે કે મારું કામ થાય છે, પણ સંસારવાસના ઉચ્છેદ થતી નથી, સંસારવાસના તો બધી એમની એમ પડી છે, છતાં માને છે કે મારી પરિચ્છેદ થઈ રહી છે. એમ માની પરમાર્થ એટલે સાચા મોક્ષમાર્ગ પ્રત્યે ઉપેક્ષિત રહે છે એ જ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભનો આકાર છે. વિશેષ શ્રી વચનામૃતમાંથી પત્રાંક ૪૫૯, પર૨, ૬૧૩ અને ૬૨૨માંથી વાંચવું. ન સમજાય તો કોઈ વિશિષ્ટ અભ્યાસી હોય, સાધક હોય, દશાવાળા જીવ હોય તેમને પૂછવું. તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. ધર્મ એટલે “વત્યુ સહાવો ધમ્મો, દસ લક્ષણ ધર્મ, અહિંસામય ધર્મ અને રત્નત્રય ધર્મ.આ ધર્મ છે તેને ઓળખો. તત્ત્વથી દેવ, ગુરુ, ધર્મને ઓળખો, તો તમને આત્મતત્ત્વની સાચી ઓળખાણ થશે, શ્રદ્ધા થશે; તો સમ્યગ્રદર્શનનું કાર્ય થવાની સંભાવના રહેશે, નહીં તો સમ્યગદર્શન થવાની સંભાવના પણ રહેશે નહીં. દેવ, ગુરુ, ધર્મની અંદરમાં વિપરીતતા હશે તો સમ્યગ્દર્શન ક્યારેય પણ થઈ શકવાનું નથી. અન્ય દર્શનવાળા આપણા જેવા જ આત્માઓ છે, અને એ પણ ખૂબ ધર્મ કરે છે, પણ દેવ, ગુરુ, ધર્મની વિપરીતતા હોવાના કારણે તેઓ અધિકારી નથી. તેવી રીતે વીતરાગ દર્શનમાં પણ દેવ, ગુર, ધર્મની શ્રદ્ધા નહીં કરનારા અધિકારી બની શકતા નથી. સિદ્ધાંત બધાને માટે સરખો હોય. મોક્ષ જોઈતો હોય તો આ ત્રણનું અવલંબન લેવું પડશે. - “હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું.” મુનિથી તો આપણે બાર ગાઉ દૂર ભાગીએ છીએ. જાણે આ કાળમાં કોઈ મુનિ હોય જ નહીં અને હોઈ શકે જ નહીં, એવી આપણી માન્યતા છે. આ કાળમાં ગૃહસ્થોને જ આત્મજ્ઞાન થાય, એમ માનીને તેમને જ પકડીને બેઠા છીએ, જે આરંભ – પરિગ્રહધારી છે. ના મળે તો વાંધો નહીં, પણ Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ ક્ષમાપના ખોટાને પકડવા નહીં. આ કાળમાં હંસનો અભાવ છે એટલે એમ નહીં કે બગલાને હંસ કહેવો. જો મોક્ષ જોઈતો હશે તો આ ત્રણનું અવલંબન લેવું પડશે, એમ ને એમ નિરાવલંબનપણું આવશે નહીં. હવે આ ત્રણેના અવલંબન મોટા ભાગના જીવોને વિપરીત ચાલે છે. દેવતત્ત્વમાં પણ વિપરીત ચાલે છે. રોજ જિનમંદિરમાં પણ જાય અને પાછો કાળીચૌદશે મહુડી પણ જાય, આપણે બધાય દેવ સરખા, બધાય ભગવાન સરખા, બધાય ગુરુ સરખા, બધાય ધર્મ સરખા - આનું નામ મૂઢતા છે, અવિવેક છે. મુમુક્ષુ સાહેબ ! સદેવ, ગુરુ, ધર્મની શ્રદ્ધા તે વ્યવહાર સમ્યકત્વ કહેવાય? સાહેબ : હા, એ વ્યવહાર સમ્યક્ત્વ કહેવાય. " મુમુક્ષુ : જયાં વ્યવહાર સમ્યક્ત્વના ઠેકાણા ના હોય તો પછી નિશ્ચય સમ્યક્ત્વ તો કેવી રીતે આવે? સાહેબઃ સવાલ જ નથી. જ્યાં વ્યવહાર સમકિતનું ઠેકાણું ન હોય ત્યાં નિશ્ચય હોય જ ક્યાંથી? મોટાભાગના જૈનોની આ સ્થિતિ છે આ કાળમાં જે જે સંપ્રદાયમાં, ગચ્છમાં કે મતમાં છે તે તે મત અને સંપ્રદાય કે ગચ્છવાળાને ગુરુ માનીને બેઠા છે, અને બાકીના બધાને મિથ્યાત્વી સમજે છે. બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય; અથવા નિજકુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૨૪ કોઈ અજ્ઞાનીને પકડીને, તો કોઈ સગ્રંથોને પકડીને બેસી ગયા. હવે વસ્ત્રધારી હોય તે નિગ્રંથગુરુમાં નથી આવતા, સાધુ હોય તો પણ. એના બદલે વસ્ત્રધારી અપ-ટુ-ડેટ કપડાં પહેરીને બેઠા હોય, એક્ટર જેવા બનીને બેઠા હોય અને કહે આ મારા ગુરુ છે. અરે ! બાપુ ! આ બધું મિથ્યાત્વ છે, તીવ્ર મિથ્યાત્વ છે પણ મિથ્યાત્વના ઉદયમાં “આ મિથ્યાત્વ છે એવી ખબર પડતી નથી. “શ્રી અષ્ટપાહુડ' માં દર્શનપાહુડમાં શ્રી કુંદકુંદાચાર્ય દેવે મૂક્યું છે કે સાધુ સંપૂર્ણ પરિગ્રહથી રહિત હોય, અને તલ તુષ માત્ર પણ પરિગ્રહ ગ્રહણ કરે તો એ નિગોદમાં જાય. આવા પરિગ્રહધારીઓને વહોરાવે પણ ખરા કે સાહેબ! આ મોબાઈલ રાખજો, તમારે કામ આવશે, તમે વાપરજો. આમ, કંઈક ને કંઈક પકડાવી દે. અરે ! એક પેન્સિલ આપવી હોય તો પણ વિચાર કરવો પડે. તેમને ગુરુની આજ્ઞા લેવી પડે. બીજું તો એ વાપરે નહીં, પણ Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૪૭ ક્ષમાપના પોતે લેખનકાર્ય કરતા હોય તો જરૂર પડે તો એ રાખે, એ સિવાય કોઈપણ પ્રકારના પરિગ્રહનો સ્વીકાર હોય નહીં. પણ, હવે ધીમે ધીમે ચારિત્રનું પતન થવા માંડ્યું છે, ઘણાં દૂષણ ઘુસવા માંડ્યા છે. અને એ આપણે જ કરીએ છીએ, પોષણ પણ આપણે જ આપીએ છીએ, પણ બંનેનું મહાન નુક્સાન થાય છે. સંપૂર્ણ પાળી શકો તો મુનિ બનો, નહીં તો શ્રાવક થાઓ. ઉપવાસ થઈ શકે તો કરો, નહીં તો એકાસણું કરો. પણ ઉપવાસ કરીને રહી ના શક્યા અને એક કપ ચા પી લીધી, તો એના કરતાં એકાસણાવાળા સારા છે. કારણ કે, તમે ઉપવાસનો ભંગ કર્યો છે. એમ વ્રત લઈને વ્રતનો ભંગ કરવો એ મહાદોષ છે. વ્રત લેવું તે ઉત્તમ છે અને પાળવું એ તો મહાઉત્તમ છે. સામાન્ય ભંગ થાય તો અતિચાર છે અને વારંવાર મોટો ભંગ થાય તો અનાચારમાં ઘુસી જાય છે, તો એ મોટો દોષ છે. હું શું કરું છું? ક્ષણે-ક્ષણે શું કરી રહ્યો છું? એની કાળજી જોઈએ. એની કાળજી રાખો કે હું શું કરું છું? પરનું હું કાંઈ કરી શકું છું કે નથી કરી શકતો? વર્તમાનમાં હું સદેવ, ગુરુ, ધર્મને ભજું છું કે અસતદેવ, ગુરુ, ધર્મને? ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો ? – શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૬૭ હવે તમે જોઈ લો કે તમે તીવ્ર મુમુક્ષુ છો? સામાન્ય મુમુક્ષુ છો કે ભુમુક્ષુ છો? બીજાના સર્ટિફિકેટ કામ નહીં આવે. માન્યતાનું ફળ નથી, પણ દશાનું ફળ છે. ‘હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું.” પ્રપંચ એટલે પાંચ ઈન્દ્રિયના વિષયો. સંસારની કોઈપણ પ્રકારની ખટપટો કે જેનાથી આત્મહિત ચૂકી જાય એ બધા પ્રપંચ છે. કરશો ક્ષય કેવળ રામ-કથા, ધરશો શુભ તત્ત્વસ્વરૂપ યથા; નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો, ભજીને ભગવંત ભવંત લો. ૫ – શ્રી મોક્ષમાળા શિક્ષાપાઠ - ૧૫ નિરંતર એટલે ક્ષણે-ક્ષણે, કાર્ય-કાર્યો, પ્રસંગે-પ્રસંગે. “સાહેબ ! હું તો શાંતિથી સ્વાધ્યાયમાં બેઠો છું ને તમે પ્રપંચ કહો છો?” હા... પંખો જોઈને બેઠો છું એ પ્રપંચ છે. કારણ કે, એ પાંચ ઈન્દ્રિયના વિષય છે. માટે પ્રપંચ છે. આપણો ઉપયોગ સ્થળ છે. એટલે ખ્યાલ આવતો નથી. પ્ર + પંચ એટલે પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં લાગી રહેવું તે બધો પ્રપંચ છે. વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને યોગ અયોગ. Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ માપના મંદ વિષયને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૫૪ - “અંતિમ સંદેશ' આત્માનું હિત છોડીને કોઈપણ કાર્યમાં લાગી જવું એ બધો પ્રપંચ છે. ટૂંકમાં, આત્માનું હિત ચૂકી અને સંસારના કોઈપણ કર્તવ્યમાં લાગી જવું એ બધોય પ્રપંચ છે. આદ્રા બેસવાને દસ દિવસની વાર હોય ને ઠાંસીઠાંસીને કેરી ખાઈએ એ પણ પ્રપંચ છે, એ જિહ્વા ઈન્દ્રિયની ગુલામી છે. ખાય એનો વાંધો નથી, પણ હવે એ બંધ થવાની છે એટલે ડબલ ખાઈ લઉં, ઠાંસીને ખાઈ લઉં, બીજું ઓછું ખાઈશ પણ રસ વધારે ખાઈશ એ પ્રપંચ છે. જોવા, સાંભળવા વગેરે પાંચેય ઈન્દ્રિયના વિષયમાં જીવ ખોટી થઈ રહ્યો છે. પરમાત્મા તરફ વળવું હોય તો ઈન્દ્રિયોનો સંયમ જોઈએ. જો ઈન્દ્રિયો ઉન્મત્ત હશે તો મનને ઉન્મત્ત કરી અધોગતિમાં નાંખી દેશે. ઈન્દ્રિયસંયમ, પ્રાણીસંયમ, મનોસંયમ, કાયસંયમ અને આત્મસંયમ. એ બધા સંયમ હોય તો જ બધા યોગને મોક્ષમાર્ગની અંદર પ્રવર્તાવી શકો, નહીં તો નહીં. જેમ લગામ વગરનો ઘોડો હોય તો અસવારને ગમે ત્યાં ફેંકી દે, તેમ અસંયમી જીવનું પતન ગમે ત્યારે થઈ જાય છે. ગમે તેટલો ધર્મ કરતો હોય, પણ મનનો સંયમ જોઈએ. આપણે અનેક પ્રકારના સંકલ્પવિકલ્પ કરીએ છીએ. તેના પર જ્ઞાનની લગામ હોવી જોઈએ. એ સંકલ્પ-વિકલ્પને અટકાવવા માટે જ્ઞાનીઓના બતાવેલા કોઈપણ સાધનોમાં ઉપયોગ રાખવો, આ મનોસંયમ છે. કહેવત છે કે નવરો બેઠો નખ્ખોદ વાળે. નવરું મન અનેક પ્રકારના ઝાંપા મારવાનું. તો, ઈન્દ્રિયનો સંયમ જોઈએ, પરંતુ હું તો નિરંતર પ્રપંચમાં વર્તુ છું જમવા બેઠો હોય તો ટી.વી. દેખાય તેવી રીતે બેસે. એટલે એક તો જિહ્વા ઈન્દ્રિયનો વિષય, બીજો નેત્ર ઈન્દ્રિયનો વિષય, ત્રીજો કાન ઈન્દ્રિયનો વિષય -એમ પાંચેય ઈન્દ્રિય આવી જાય. આ વિષયોની ગુલામી છે. અજ્ઞાનથી, વિપરીત બુદ્ધિથી એટલે કે મિથ્યાત્વના કારણે આ વિષયોને સારા માન્યા છે, એ બધી પ્રવૃત્તિને સારી માની છે. જે આત્માનું હિતકારી છે તેને અહિતકારી માન્યું અને જે આત્માનું અહિતકારી છે તેને હિતકારી માન્યું. જે છોડવાનું છે તેને સારું માન્યું છે, તેથી છૂટી શકે નહીં. પાંચ ઈન્દ્રિયોના વિષયો, અસદૈવ-ગુરુ-ધર્મ આ બધું છોડવાનું છે. અમદેવ-ગુરુ-ધર્મથી હિત થાય કે પાંચ ઈન્દ્રિયોના વિષયોથી હિત થાય કે અસંયમથી હિત થાય એવું વસ્તુનું સ્વરૂપ છે નહીં પ્રભુ ! ભ્રાંતિના કારણે તેને હિત માને છે, અને જયાં સુધી હિતકારી માનશે ત્યાં સુધી તે છૂટશે નહીં. દારૂડિયો જયાં સુધી દારૂને હિતકારી Page #372 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૩૪૯ માને છે, ત્યાં સુધી દારૂ છોડવાનો નહીં. પૈસાની બરબાદી થાય, શરીરની બરબાદી થાય, કુટુંબની બરબાદી થાય, આબરૂની બરબાદી થાય, ભલે જે થવું હોય તે થાય પણ હિતકારી માન્યું છે ત્યાં સુધી એ છોડવાનો નહીં. એમ અહીં પણ આ ભવની બરબાદી થાય, આત્માની બરબાદી થાય, અધોગતિમાં જવું પડે તો પણ એ વિષયોને, કષાયોને, આરંભને, પરિગ્રહને, અસદેવ-ગુરુ-ધર્મને છોડવા તૈયાર થતો નથી. એમાં આશ્ચર્ય કરવા જેવું નથી. આપણને એમ થાય કે આ મનુષ્યભવમાં આવીને આ જીવ કેમ આમ કરે છે ? પણ તેનો એ પ્રકારનો તીવ્ર મોહનીય કર્મનો ઉદય છે કે એ કરી શકે તેમ નથી, એવી એની યોગ્યતા નથી. દારૂ પીનારા પર તમને દયા આવે કે આ બિચારાનો મનુષ્યભવ ખરાબ થયો અને એની સાથે પીવાવાળા પણ એમ જ કહેવાના કે ‘નિકલ જાયેગા જી તો કૌન કહેગા પી.’ એક ભોગી થવાનો બોધ કરે છે, એક યોગી થવાનો બોધ કરે છે. કોઈને કોઈનો અને કોઈને કોઈનો બોધ કેમ લાગે છે ? તો જેને ભોગી થવાનો બોધ લાગે છે તે અજ્ઞાની છે, અવિવેકી છે. યોગી થવાનો બોધ લાગે છે તે વિવેકી કહેવાય. અનાદિકાળથી અજ્ઞાનમાં અંધ થયો છું. પ્રજ્ઞાચક્ષુ તો સારા કે એને માત્ર આંખેથી દેખાતું નથી પણ અજ્ઞાનરૂપી અંધકારમાં એને આત્માનું હિત કે પરમાર્થ સૂઝતો નથી. કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ. — શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૯૮ આપણને ક્યારેય લાગતું નથી કે હું અજ્ઞાની છું. આપણને તો એમ જ લાગે છે કે મને શાસ્ત્રનું જ્ઞાન છે, ધર્મનું જ્ઞાન છે, દુનિયાની બધી કળાઓનું જ્ઞાન છે. એક વખત અમારી સાથે એક ભાઈ ટ્રેઈનમાં આવેલા, એમને દરેક ક્ષેત્રનું ખૂબ જ્ઞાન હતું. શાસ્ત્રો પણ ઘણા વાંચેલા. કોઈ એમની સાથે ચર્ચા કરી શકે નહીં. બધાને ચર્ચામાં હરાવી દે. પછી છેવટે તેમણે કહ્યું કે મને કુકેવળજ્ઞાન છે. એટલે કહેવા એમ માંગતા હતા કે મને જ્ઞાન બધું છે, પણ કુશાન છે. એટલે બીજું દુનિયાનું જ્ઞાન ઘણું હોય, ઘણો ડાહ્યો હોય, ઘણો હોશિયાર હોય, લોકો એની સલાહ માનીને કામ કરતા હોય, પણ પરમાર્થમાર્ગમાં એ આંધળો છે, કેમ કે અજ્ઞાની છે. તો, અનાદિકાળથી અજ્ઞાનથી અંધ થયો છું આ વાત જ્યારે તમને બેસો ત્યારે તમે સાચા દેવ, ગુરુ, ધર્મની શોધમાં આવશો. જ્યાં સુધી હું અજ્ઞાનરૂપી અંધકારમાં ફસાયેલો છું એ વાત બેસશે નહીં ત્યાં સુધી તમે સાચા દેવ, ગુરુ, ધર્મ પ્રત્યે વળશો નહીં. સદ્ગુરુના ઉપદેશથી વિવેક આવે તો અજ્ઞાન દૂર થાય. ઉપદેશ તો મળે, પણ જો વિવેક ના આવે તો પણ અજ્ઞાન દૂર થાય નહીં. Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. ભાસ્ય નિજસ્વરૂપ તે, શુદ્ધ ચેતનારૂપ; અજર, અમર, અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ. — શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૧૯, ૧૨૦ ક્ષમાપના સદ્ગુરુનો ઉપદેશ હોય તો તેને સાચો વિવેક આવે. હવે સદ્ગુરુ જ સાચા મળ્યા નથી તો સાચો વિવેક પણ તેને ક્યાંથી આવે ? ઓધસંજ્ઞાએ આવે, પોતાની કલ્પનાના આધારે આવે, પોતાના ક્ષયોપશમના આધારે આવે, શાસ્ત્રો વાંચીને આવે; પણ આત્મજ્ઞાની ગુરુનો બોધ તો એને ક્યાંથી મળે ? સાક્ષાત્ પ્રત્યક્ષ જોઈએ. શાસ્ત્રમાં કહેલી આજ્ઞા અધિકારી થવા માટે છે, કાર્ય થવા માટે પ્રત્યક્ષ ગુરુની આજ્ઞા જરૂરી છે. પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. — શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૧ સદ્ગુરુના ઉપદેશથી વિવેક આવે, પણ એવો વિવેક કરવાની શક્તિ પણ મારામાં નથી અત્યારે, કેમ કે મેં સદ્ગુરુને પકડ્યા નથી અને એમની આજ્ઞા સ્વીકારી નથી, ત્યાં સુધી આ શક્તિ મારામાં આવવાની નથી. વિવેક આવે તો અજ્ઞાન ટાળે એવો એ બળવાન છે. વિવેક એટલે સ્વ અને પરનો યથાર્થ નિર્ણય થવો. પ૨ને પોતાનું માનવું એ અવિવેક છે, દેહને પોતાનો માનવો એ પણ અવિવેક છે. ભેદજ્ઞાન થઈ અને આત્મજ્ઞાન થાય એનું નામ વિવેક છે. એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જો કર્યા; તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં. — શ્રી મોક્ષમાળા – શિક્ષાપાઠ - ૬૭ હેય, જ્ઞેય અને ઉપાદેયનો વિવેક થવો જોઈએ. હેય એટલે ત્યાગવા યોગ્ય, જ્ઞેય એટલે જાણવા યોગ્ય અને ઉપાદેય એટલે આરાધવા યોગ્ય. વિવેકનું કામ જુદું કરવાનું છે. સ્વ-પરને જુદું પાડવાનું છે, હિત-અહિત, દેહ અને આત્મા વગેરેને જેમ છે તેમ ભિન્ન ઓળખવા તે વિવેક Page #374 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૩૫૧ શું કરવાથી પોતે સુખી ? શું કરવાથી પોતે દુઃખી? પોતે શું? ક્યાંથી છે આપ? એનો માંગો શીધ્ર જવાય. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૧૦૭-૨/૧ તો, આત્માની અપેક્ષાએ હિત-અહિતની ઓળખાણ થવી જોઈએ, શરીરની અપેક્ષાએ નહીં. શરીરની અપેક્ષાએ એરકન્ડિશન હિતકારી છે અને આત્માની અપેક્ષાએ એરકન્ડિશન અહિતકારી છે. આ રીતે દરેક પદાર્થો સમજવાના. દેહ અને આત્મા વગેરેને જેમ છે તેમ ભિન્ન ઓળખવા તે વિવેક છે. ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ... જેમ અસિ ને મ્યાન. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૪૯, ૫૦ આનું નામ વિવેક ! અજ્ઞાન હોય ત્યાં વિવેક ના હોય. વિવેક ના હોય ત્યાં મૂઢતા હોય. પછી દેવમૂઢતા કહો, ગુરુમૂઢતા કહો, ધર્મમૂઢતા કહો કે આત્મમૂઢતા કહો, આ બધી મૂઢતા છે. વિવેકશક્તિ એટલે ભેદજ્ઞાન. સ્વ-પરનો ભેદ પાડવો એનું નામ વિવેક. અને ભેદજ્ઞાન તે આત્મજ્ઞાનનું કારણ છે. જો સ્વ-પરનો યથાર્થ ભેદ પડે તો તેને આત્મજ્ઞાન થયા વિના રહે નહીં. અજ્ઞાનદશામાં પણ જો છૂટવાની જિજ્ઞાસા હોય તો તેને મૂઢ ના કહેવાય. હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. તે દશાની ખબર નથી, તેનો વિચાર નથી છતાં પોતાને ડાહ્યો માને કે હું સમજું છું તે મૂઢતા. આ કાળમાં મોટાભાગનો બુદ્ધિશાળી જીવ મૂઢતાયુક્ત છે. દિશાની ખબર નથી, આત્માનું કલ્યાણ કેમ થાય તેનો વિચાર નથી, છતાં પોતાને ડાહ્યો માને, લોકો પણ એને ડાહ્યો માને, અને તેની સલાહ લેવા આવે. હું સમજું છું એમ માને તે મૂઢતા છે. મને બધી ખબર છે, આ તો મેં વાંચ્યું છે, આ તો મેં સાંભળ્યું છે એમ અજ્ઞાની સમજે છે. “સમજ્યા તે સમાઈ ગયા.” “સમજનેવાલે સમજ ગયે ના સમજે વો અનાડી હૈ.” સમજ્યાનું ફળ શમાઈ જવું તે છે. તે પછી કોઈ વાદવિવાદમાં પડતા નથી. દુનિયાની બીજી કોઈ ઝંઝટમાં પડતા નથી. બસ ! ભેદજ્ઞાન દ્વારા ઉપયોગ દ્વારા સ્વરૂપમાં સમાઈ જાય છે. Page #375 -------------------------------------------------------------------------- ________________ ઉપર ક્ષમાપના કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથનો પંથ ભવઅંતનો ઉપાય છે. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૦૨ બાહ્યાંતર નિગ્રંથનો પંથ તે મોક્ષનો ઉપાય છે, જે અપૂર્વ અવસરમાં બતાવ્યો છે. અજ્ઞાનદશામાંથી બહાર નીકળવું હોય તો જ્ઞાની પુરુષનો આશ્રય લેવો જોઈએ. જીવ અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી, એ અનંતાનુબંધી કષાય છે. પત્રાંક-૨૦૦થી વિશેષ સમજવું. નિરાશ્રિત કેમ છું? કેમ કે મારે માથે સદ્ગુરુ કે સદેવ નથી એટલે હું અનાથ છું, નિરાશ્રિત છું. સર્વજ્ઞનો ધર્મસુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈન બાંહ્ય સ્વાશે. – શ્રીમદ્ રાજચંદ્ર - પૃ. ૩૭ - અશરણભાવના તો, જ્ઞાની પુરુષનો આશરો નથી એ જ નિરાશ્રિતપણું છે, એ જ અનાથપણું છે. એટલે જ પરમકૃપાળુદેવે કહ્યું છે, બીજું કાંઈ શોધ મા. માત્ર એક સપુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વત્યે જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૭૬ જેનું આ સંસારમાં કોઈ ન હોય તે અનાથ કહેવાય. તમે તો બધા સનાથ છો કારણ કે તમારે તો ઘણા છે! ખરો નાથ પોતાનો આત્મા છે. કેમ કે, પરમાત્માનું દાન કરનાર આત્મા છે, પરમાત્મપદને પ્રગટાવી દેનાર પોતાનો આત્મા છે, સમ્યક્દર્શનનો દાતા આત્મા છે, સમ્યકજ્ઞાનનો દાતા આત્મા છે, સમ્યગુચારિત્રનો દાતા આત્મા છે, મોક્ષનો દાતા આત્મા છે. આત્મા જેવો કોઈ દેવ નથી, આત્મા જેવો કોઈ દાતા નથી. “મારું સર્વસ્વ મારું સ્વ, મારો આત્મા છે. મારું સર્વ પ્રકારનું હિત કરનાર માત્ર મારો આત્મા છે. બીજા કોઈના દ્વારા કિંચિત્ માત્ર મારું હિત કે અહિત થતું નથી. આ નાથની ઓળખાણ થશે ત્યારે જીવ સનાથ થશે. “જીવ પોતાને ભૂલી ગયો છે અને તેથી સતસુખનો તેને વિયોગ છે.” આત્મા પ્રગટે ત્યારે એટલે સમ્યગુદર્શન થાય ત્યારે સનાથ કહેવાય. જેમ કોઈ છોકરીનું સગપણ થાય અને જે સમયે શ્રીફળ અને નાળિયેર આપ્યું તે વખતથી તે સનાથ થઈ ગઈ. તેવી જ રીતે જ્યાં સુધી મિથ્યાત્વ હતું ત્યાં સુધી જીવ અનાથ અને જ્યારે સમ્યક્ત્વનું શ્રીફળ મળ્યું ત્યારે સનાથ થયો. ત્યારે તેનો મનુષ્યભવ સફળ, મોક્ષમાર્ગ સફળ, ત્યાં સુધી સફળતા નહીં. Page #376 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૩૫૩ સફળ થયો ભવ મારો હો, કૃપાળુદેવ. પામી શરણ તમારું હો, કૃપાળુદેવ. સદ્દગુરુનો આશ્રય મળે તો પણ સનાથ થવાય. એ વ્યવહાર સનાથપણું છે અને પોતાના આત્માનો આશ્રય થાય એ નિશ્ચયથી સનાથપણું છે. વ્યવહારથી સનાથપણું આવ્યા વગર નિશ્ચયથી સનાથપણું આવતું નથી. | નીરાગી પરમાત્મા! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. તે નાથ કોણ? નીરાગી પરમાત્મા, જેમણે પરમાત્મ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. આખું જગત રાગ-દ્વેષમાં પડ્યું છે. પરમાત્મા નીરાગી છે. જેણે સંસારમાંથી છૂટવું હોય તેણે પરમાત્મરૂપ દેવ, તેમણે ઉપદેશેલો ધર્મ અને તે ધર્મને સમજીને પોતે આચરે તેમ જ અન્યને સમજાવે એવા મુનિ અથવા ગુરુ આ ત્રણ શરણ છે, તેની ઉપાસના કરતાં જીવ શરણવાળો થાય. - ચત્તારિ શરણે પવન્જામિ અરિહંતે શરણે પવનજામિ I સિદ્ધ શરણે પવનજામિ / સાહૂ સરણે પવન્જામિ7 કેવલી પન્નત ધમ્મ શરણે પવન્જામિની વ્યવહારથી આ ચાર શરણા ઉત્તમ છે. “અરિહંતે શરણે પવન્જામિ.? અરિહંત પરમાત્માનું હું શરણ ગ્રહું . જેમણે સંપૂર્ણ રાગ-દ્વેષ, મોહમય, અજ્ઞાનમય ભાવોનો નાશ કર્યો છે અને અનંત જ્ઞાન, દર્શન, આનંદ, વિર્ય પ્રગટ કર્યા છે એવા સશરીરી પરમાત્મા અરિહંત ભગવાન એમનું હું શરણ ગ્રહું છું. એટલે ભગવાનનો કહેલો ધર્મ, રત્નત્રયધર્મ, દસલક્ષણ ધર્મ, વસ્તુ સ્વભાવમય ધર્મ અને અહિંસામય ધર્મ, એનું શરણું ગ્રહવાથી જીવ આત્મકલ્યાણને સાધી શકે છે. કેમ કે, આ ચાર પરમ માંગલિક છે. ચત્તારિ મંગલ. અરિહંતા મંગલ / સિદ્ધા મંગલ /. સાહૂ મંગલ કેવલી પન્નતો ધમ્મો મંગલ અરિહંત પરમાત્મા મંગલ સ્વરૂપ છે. મં + ગ = મંગલ. પાપને છોડાવે અને પુણ્યને લાવે, એનું નામ મંગલ કહેવાય. કોઈપણ માંગલિક કાર્યમાં, સારા કાર્યોમાં આપણે પહેલા Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ ક્ષમાપના નવકારમંત્રનું સ્મરણ કરીએ છીએ. નવકારમંત્રમાં બધાય મંગલાચરણ સમાઈ જાય છે, કોઈપણ આચાર્ય ભગવંતો પુસ્તક લખતા હોય કે પ્રવચન કરતા હોય તો પ્રથમ એમનું સ્મરણ કરી, એમને વંદન કરી અને પછી એ કાર્યની શરૂઆત કરે છે. તો પાપને ગાળે અને પુણ્યને લાવે એનું નામ મંગલ. સિદ્ધ ભગવાન મંગલ સ્વરૂપ છે. એ તો સંપૂર્ણ મંગલ થઈ ગયા અને એમનો સાચો આશ્રય કરનાર પણ એમના જેવી દશાને પ્રાપ્ત થાય છે. ‘સાહૂ મંગલં’ – નિગ્રંથ સાધુ એ પણ મંગલ સ્વરૂપ છે. રત્નત્રયધારી, દિગંબર, યથાજાતરૂપધર એ મુનિ કહેવાય. વસ્ત્રધારી છે એ મુનિપથાનુભ્યાસી અથવા મુનિપથાનુગામી છે, પણ મુનિ નહીં. જુઓ કોઈ શ્રાવકનું શરણ ગ્રહણ કરવાનું કહ્યું નથી અને આપણે શ્રાવકના શરણ ગ્રહણ કરી, મુનિના શરણા છોડી દીધા છે, એ જ્ઞાનીઓની આજ્ઞાથી વિરુદ્ધ આપણે ચાલ્યા છીએ. તો, આરંભ-પરિગ્રહધારીનું શરણું ના હોય, સગ્રંથ જીવોનું શરણું ના હોય. આરંભ-પરિગ્રહથી રહિત નિગ્રંથ મુનિનું, પરમાત્માનું શરણું હંમેશાં હોય. ઉપાસના જિનચરણની, અતિશય ભક્તિસહિત; મુનિજન સંગતિ રતિ અતિ, સંયમ યોગ ઘટિત. - શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૫૪ - ‘અંતિમ સંદેશ’ - ગાથા – ૫ ચરણ એટલે આજ્ઞા, ચરણ એટલે ચારિત્ર, એમ એના ઘણા અર્થ થાય. તો, જિન પરમાત્માની આજ્ઞાની ઉપાસના કરવી, એમણે કહેલા દર્શન, જ્ઞાન, ચારિત્રની ઉપાસના કરવી અને તે ‘અતિશય ભક્તિ સહિત.' અતિશય ભક્તિ લાવીને કરો. પોતાની પાત્રતા હોય તો અતિશય ભક્તિ આવે, નહીં તો ‘રુટીન' પ્રમાણે, રૂઢિ પ્રમાણે કરી જાય. ‘મુનિજન સંગતિ રતિ અતિ.’ રત્નત્રયધારી, યથાજાતરૂપધર મુનિ - પ્રમત્ત - અપ્રમત્તદશામાં વર્તે છે એવા ભાવલિંગી સંતોની સંગતિ અને રતિ એટલે પ્રેમ જેટલો થાય તેટલો કરો. એ ભક્તિ સમકિતને ખેંચીને લાવશે. ગુરુત્વમાં હંમેશાં નિગ્રંથ ગુરુ જ આવે. ગૃહસ્થ હોય અને તમને સાચા દેવ, ગુરુ, ધર્મ અને તત્ત્વનું ભાન કરાવે તો એ તમારા ઉપકારી ગુરુ કે શિક્ષાગુરુ કહેવાય, બાકી નિગ્રંથ ગુરુમાં એ ના આવે. એમને ગુરુ તરીકે માનવા, પૂજવા એ પણ મિથ્યાત્વ છે. કોઈપણ પરિગ્રહધારીને અથવા વસ્ત્રધારીને નિગ્રંથગુરુ માનવા મોટું મિથ્યાત્વ છે, ગૃહિત મિથ્યાત્વ છે. અત્યારે પ્રાયે જૈનદર્શનમાં મોટા ભાગના લોકો આ ગૃહિત મિથ્યાત્વમાં ફસાયેલા છે. અગૃહિતની વાત તો બહુ દૂર છે. પરમકૃપાળુદેવના કોઈપણ વચન જુઓ ! એમાં એમણે Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૫૫ ક્ષમાપના નિગ્રંથ ગુરુની જ પ્રરૂપણા કરી છે. શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૧૧ માં પરમકૃપાળુદેવે મૂક્યું કે “કાઇસ્વરૂપ ગુરુ માત્ર જિનેશ્વર ભગવંતના શાસનમાં છે.” બીજે તો છે નહીં અને તે પછી એમણે લક્ષણો બતાવ્યા એમાં કહ્યું છે કે સર્વ પ્રકારના રાત્રિભોજન ત્યાગ્યા હોય, કંચનકામિનીને ત્યાગ્યા હોય, સત્યાર્થ તત્ત્વના ઉપદેશક હોય, નિગ્રંથપંથ પાળતા કાયર ના હોય વગેરે. નિગ્રંથ મુનિનું આ વર્ણન છે. પરમકૃપાળુદેવે કોઈ જગ્યાએ સરાગીને ગુરુ માનવા એવું ક્યાંય નથી લખ્યું અને કોઈ શાસ્ત્રોમાં પણ એ નથી લખ્યું. પણ, અત્યારે દષ્ટિરાગ અને અજ્ઞાનતાના કારણે આનો પ્રચાર-પ્રસાર બહુ વધી ગયો છે. એટલે જીવો ગૃહિત મિથ્યાત્વમાં ફસાયેલા છે અને અજ્ઞાની ગુરુ એમને સમકિતની લ્હાણી કરે છે ! એ કહે છે કે ભાઈ ! હવે તમારું કામ થઈ ગયું. તમે આમને માનો છો ને બસ! હવે તમારે બીજે ક્યાંય દોડવાની જરૂર નથી અને કંઈ કરવાની જરૂર નથી. કોઈ આગમમાં સગ્રંથને નિગ્રંથ ગુરુ તરીકે માનવા એવું લખ્યું હોય તો મને બતાવો, કોઈ જગ્યાએ નથી લખ્યું, પરમકૃપાળુદેવે પણ નથી લખ્યું. પરમકૃપાળુદેવે તો ત્યાં સુધી લખ્યું કે, “અમે તમારા ગુરુ છીએ અને તમે અમારા શિષ્ય છો આવો ભાવ અમે ક્યાંય પ્રદર્શિત નથી કર્યો.” હવે એના બદલે આ પરંપરાઓ ખૂબ ચાલી. આ મોટું નુક્સાનકારક થયું. હવે આ પ્રથા નીકળવી અઘરી છે. ઘણા સમયથી ઘુસી ગઈ છે અને મોટાભાગના જીવોને દઢ થઈ ગયેલી છે, એટલે હવે સાચી શ્રદ્ધામાં આવવું અને સાચી શ્રદ્ધા અનુસાર વર્તવું, આચરણ કરવું એ દરેક માટે શક્ય નથી; કોઈક જીવ આચાર્ય ભગવાનના વચનો પર શ્રદ્ધા રાખીને કરી શકે અને છૂટી શકે. આવા દેવ, ગુરુ, ધર્મની ઓળખાણ કરાવે તો તે ઉપકારી, નહીં તો ઉપકારી પણ નહીં, પણ અપકારી. કોઈને મહાવ્રત લેવા છે તો એ સરાગી ગુરુ પાસે જાય તો લઈ શકે? તો સરગી ગુરના ફોટા રાખીને આપી શકાય? કોઈને બ્રહ્મચર્યનો નિયમ આજીવન લેવો હોય તો એ કોની પ્રતિમા સમક્ષ આપી શકાય? વીતરાગ ભગવાન હોય અથવા નિગ્રંથ આચાર્ય, સાધુ ભગવાન હોય, પંચપરમેષ્ઠિ હોય, એની સાક્ષીમાં તમે લઈ શકો કે આપી શકો. બાકી બીજા કોઈના ફોટા સમક્ષ આપો કે લો એ પણ પરંપરાનું ઉલ્લંઘન છે. આ જુઓ! આ મિથ્યાત્વના કેવા ઊંડા કર્મ છે કે જેના કારણે આ જૈનદર્શનમાં આવ્યા પછી પણ વિપરીત દેવ, ગુરુ, ધર્મની શ્રદ્ધાને જીવે દઢ કરી. સાહૂલગુત્તમા છે, શ્રાવક લગુત્તમામાં આવતા નથી. આત્મજ્ઞાન સહિત મુનિ ઉત્તમ છે, આત્મજ્ઞાન સહિત શ્રાવક નહીં. તો, હંમેશાં આપણો આદર્શ વીતરાગ દેવ, નિગ્રંથ ગુરુ Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ ક્ષમાપના અને એમનો પ્રરૂપેલો ધર્મ હશે તો તે વ્યવહાર સમકિત નિશ્ચય સમકિતનું કારણ બની શકશે, નહીં તો નહીં. લાખો જીવો ઊંધા માર્ગે વળ્યા એટલે હવે આખી પરંપરા એટલી બધી ઊંધી ચાલવાની કે એમાંથી જલ્દી છુટી શકાશે નહીં. કોઈ શાસ્ત્રનો આધાર લો; કોઈ આચાર્ય ભગવાનના વચનોનો આધાર લો તો કલ્યાણ થાય. આજે અજ્ઞાનીઓના વચનના આધારે આપણે ચાલીએ છીએ અને એના કારણે માર્ગથી આપણે વિમુખ થઈ જઈએ છીએ, માટે ઓથેન્ટીક પુરુષ જોઈએ. તેમાં આ ચાર જ છે – અરિહંત, સિદ્ધ, સાધુ અને એમનો ધર્મ સાધુમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ત્રણે આવી જાય. “ઐસો પંચ નમુક્કારો આ પાંચને નમસ્કાર કરવાથી. સબૂ પાવ પણાસણો' – સર્વ પ્રકારના પાપોનો નાશ થાય છે. આ પાંચને નમસ્કાર કરવાથી, બીજાને નહીં. મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. સર્વમંગલોમાં પ્રથમ મંગલ આ છે. પહેલું આ જોઈએ. આ બધું નેવે મૂકી, તીવ્ર મિથ્યાત્વના ઉદયમાં દેવ, ગુરુ, ધર્મનું તત્ત્વ વિપરીત પકડીને બેઠો છે એ જીવ મિથ્યાત્વના કારણે અનંત સંસારી થઈ જાય છે. કોઈ ગૃહસ્થ જ્ઞાની થયા હોય, તેમણે પણ એવું કહ્યું નથી. અથવા કોઈ આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ ભગવંતોએ પણ એવું કહ્યું નથી. સાધુ હોય કે શ્રાવક હોય, પણ તે આત્મજ્ઞાની હોવા જોઈએ. અજ્ઞાનીની વાત નથી; તો આ એક મોટી ભૂલ ચાલી રહી છે તેને સુધારવા માટે પરમકૃપાળુદેવે અહીં નીરાગી પરમાત્મા’ મૂક્યું છે. નીરાગી એટલે રાગ-દ્વેષ અને મોહથી સંપૂર્ણરહિત. ‘તમે નીરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ગૈલોક્ય પ્રકાશકછો.” જે આગળ આવશે. પરમાત્મા રાગી ના હોવા જોઈએ; તેવી જ રીતે ગુરુ પણ નીરાગી હોવા જોઈએ, રાગી ગુરુ ના ચાલે. તો શ્રાવક અવસ્થાના બધાય ગુરુઓ સરાગી કહેવાય, નીરાગી ના કહેવાય. કોઈપણ હોય. અગિયારમા પ્રતિમાપારી શ્રાવક, ક્ષુલ્લક કે એલક પણ નીરાગી, વીતરાગી નહીં, પણ સરાગી, ઉત્કૃષ્ટ શ્રાવક છે. અગિયાર પ્રતિસાધારી શ્રાવક સૌથી ઉત્કૃષ્ટ શ્રાવક કહેવાય, છતાં એ પણ વીતરાગી નહીં; નીરાગી નહીં, આંશિક. મુખ્ય મુનિ અને કેવળજ્ઞાની પરમાત્મા, પરમાત્માના પ્રરૂપેલા ધર્મનું અને એમની આજ્ઞા પ્રમાણે ચાલતા દ્રવ્યલિંગી, ભાવલિંગી મુનિનું હું શરણ ગ્રહું છું. કેટલાનો આદર્શ છે આવા મુનિ ! Page #380 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૩પ૭ ઉપાસના જિન ચરણની, અતિશય ભક્તિસહિત; મુનિજન સંગતિ રતિ અતિ, સંયમ યોગ ઘટિત. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૫૪ - ‘અંતિમ સંદેશ” કેવા મુનિઓનો સંગ કરવાનું કહ્યું છે? – “સંયમ યોગ ઘટિત.' પ્રાણીસંયમ, ઈન્દ્રિયસંયમ, મનોસંયમ - આત્મસંયમના પાળનારા આ નિગ્રંથ ગુરુઓના શરણે જવાથી સાચી વીતરાગતાનું ભાન થાય છે, શ્રદ્ધાન થાય છે અને અંશે આચરણ થાય છે. એના વગર આત્માનું કલ્યાણ નથી. વીતરાગભાવ વગર, વીતરાગધર્મ વગર અને વીતરાગના શરણ વગર આત્માનું કલ્યાણ શક્ય નથી. એમનું શરણું લેવાનું છે પ્રભુ ! પણ આ હુંડાવસર્પિણી કાળનો પ્રભાવ છે, જેમાં આવા વીતરાગી દેવ, નિગ્રંથગુરુ અને એમના દ્વારા પ્રરૂપાયેલા ધર્મનું શરણું લેનારા જૈનોમાં પણ બહુ ઓછા લોકો છે, અજૈનોની તો વાત જ નથી. કાષ્ઠસ્વરૂપ ગુરુ તો માત્ર જિનેશ્વર ભગવંતના શાસનમાં છે. બીજે તો આવા આત્મજ્ઞાની નિગ્રંથ ગુરુઓ છે પણ નહીં. આખા વિશ્વના કોઈ દર્શનમાં નથી. હવે, એમને બોલાવો, એમના પ્રવચન ગોઠવો અને એમના વખાણ કરો. એ સમ્યક્ત્વના અતિચાર અથવા મિથ્યાત્વની પુષ્ટિ છે. મિથ્યાદેવ-ગુરુ-ધર્મનો આશ્રય કરવો, એમના વખાણ કરવા, એમનું બહુમાન કરવું, એમનો વિનય કરવો એ વિનય મિથ્યાત્વ છે. એવી રીતે વીતરાગદર્શનમાં પણ કોઈ જૈનમુનિની દશા અને આચરણ યથાર્થ ના હોય તો તેમનો પણ આશ્રય કરવો નહીં. “શ્રી અષ્ટપાહુડ' ગ્રંથમાં વિશેષ જોવું. જેને સાચા-ખોટાનો વિવેક ના હોય એ સમ્યક્દષ્ટિ કેવી રીતે થઈ શકે ? આ નિગ્રંથ પરિપાટી અનાદિથી ચાલી આવી છે, કંઈ આજની થોડી છે? ચોવીસ તીર્થંકર ભગવાન નગ્ન દિગંબર મુનિ થઈને મોક્ષે ગયા કે વસ્ત્રધારી મુનિ થઈને મોક્ષે ગયા? ચોવીસમાંથી એકેય તીર્થકરે વસ્ત્રધારણ કર્યું નથી, તો એ વસ્ત્રધારીને મુનિ માનવાનું કહે ? પોતે મુનિ ના હોય પણ એમ કહે કે તમે નિગ્રંથ મુનિને માનો ! પણ, કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદાધર્મ; તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક – ૨૬૪ - “વીસ દોહરા' – ગાથા - ૯ મારા કર્મ, મિથ્યાત્વના ઉદય કેવા તીવ્ર છે જુઓ પ્રભુ ! કે આવા વીતરાગ દેવ-ગુરુધર્મને મૂકી અને મેં મિથ્યાદેવ-ગુરુ-ધર્મને પકડ્યા! જૈનદર્શનમાં આવીને પણ ! પ્યોર માલ છે Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ક્ષમાપના સાહેબ આ ! ગમે ત્યાં તમે જશો; આવો માલ તમારા હાથમાં ક્યાંય આવશે નહીં. પરમકૃપાળુદેવના વચનોનો યથાર્થ બોધ સાચી સમજણસહિત મળવો એ પરમ દુર્લભ છે પ્રભુ! અને આમાંથી પણ હું સમજું છું કે શ્રદ્ધા કરનારા એક ટકો પણ જીવ નહીં હોય. અહીં સાંભળનારા કે આની સી.ડી. સાંભળશે એમાંથી એક ટકા જીવને પણ શ્રદ્ધા થાય તો હું સમજીશ કે મારી મહેનત લેખે લાગી. અરે ! એકાદ જીવ નીકળે તો પણ ઘણું છે. મુમુક્ષુ : પંચમકાળના અંત સુધી માર્ગ ખુલ્લો છે? સાહેબ ખુલ્લો છે, મુનિઓ પણ થવાના છે. મુમુક્ષુ : શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે જ્યાં સુધી પ્રત્યક્ષ ગુરુ ના મળે ત્યાં સુધી સલ્ફાસ્ત્રોનું સેવન કરવું? સાહેબ શાસ્ત્રોમાં કહ્યું છે કે વાઘ સારો, અગ્નિ સારો, સર્પ સારો પણ આ કુગુરુ એના કરતાં વધારે ભયાનક અને નુક્સાનકારક છે. મુમુક્ષુ જે ખૂટે લાગેલા છે એ હજી પણ કંઈક કલ્યાણ કરી શકે ? સાહેબઃ હા, જે ખૂટે લાગેલા છે તે. આપણે એમ કહીએ કે હું પરમકૃપાળુદેવને માનું છું, પણ ખરેખર તો એમણે જે કહ્યું છે, જે દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ બતાવ્યું છે એ માનવાનું છે. બીજે ક્યાંય બહુ દોડાદોડ ના કરવી. હમણા મુંબઈમાં આનો વિરોધ ચાલે છે. આ કૃપાળુદેવની ટિકિટો અને પૈસા બહાર પાડ્યા એનો મુંબઈમાં વિરોધ ચાલે છે, કાલે જ મારી ઉપર ફોન આવેલો. મને કહે મોટી આશાતના થશે. કેમ કે એ નોટ પછી કસાઈઓના હાથમાં જશે, દારૂડિયાઓના હાથમાં જશે, સપ્ત વ્યસનીઓના હાથમાં જશે, પગ નીચે આવી શકે છે. એટલે એ આશાતના છે. ત્યાંથી મને બે-ત્રણ ફોન આવ્યા. મેં કહ્યું કે ભાઈ! આગળ વધવું નથી, જેનું જે થાય એ બરાબર છે. કાળ છે એ પ્રમાણે રહેવાનું અને થવાનું અને આપણે પરિણામને કલુષિત નહીં કરવા, આપણે ખસી જવું. પણ આ પરંપરા બરાબર નહીં, એમ કહે છે. કોઈ દિગંબર મુનિ કે ભગવાનના ફોટા પણ ટિકિટમાં કે પૈસામાં કે ક્યાંય ના હોવા જોઈએ. એની આશાતના થાય છે અને એટલે આપણને એમ લાગે કે પ્રભાવના કરી છે પણ વિવેક વગરની પ્રભાવના પણ અહિતનું કારણ થાય, હિતનું કારણ ના થાય. Page #382 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૩૫૯ તમારા ધર્મનું એટલે ભગવાને પ્રરૂપેલો રત્નત્રયધર્મ. વસ્તુનો સ્વભાવરૂપ ધર્મ એટલે આત્માના સ્વભાવનો આશ્રય કરવો એ ધર્મ. એનું શરણ ગ્રહું છું. વ્યવહારથી આ નવ તત્ત્વ અને તમારી આજ્ઞાના આશ્રયે રચાયેલા શાસ્ત્રો, ધર્મ એનું શરણ લઉં છું અને નિશ્ચયથી મારા સ્વરૂપનો આશ્રય લઈ એનું શરણું લઉં છું. દેવ, ગુરુ, ધર્મની શ્રદ્ધા અને નવતત્ત્વની શ્રદ્ધા એ વ્યવહારધર્મ છે અને રત્નત્રયની અભેદતા એ નિશ્ચયધર્મ છે. એ બન્ને ધર્મ એકબીજા સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી સંકળાયેલા છે. એ “શ્રી રત્નકરંડ શ્રાવકાચાર' માં સમજાવ્યું છે. વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે. -શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૫૦૫ જુઓ ! આ શરત છે, કૃપાળુદેવે જ કહ્યું છે. રત્નત્રયની અભેદતામાં, નિર્વિકલ્પ સમાધિમાં જે શાંતિની અનુભૂતિ થાય છે, તે શાંત રસમય ધર્મ છે. એ જ પૂર્ણ સત્ય છે. પૂર્ણ સત્ય એક જ હોય, બે ના હોય એટલે એનો અર્થ એ થયો કે બાકીના બધા અપૂર્ણ સત્ય છે. અસત્ય નહીં, પણ અપૂર્ણ સત્ય છે, પૂર્ણ સત્ય નથી. વીતરાગનો કહેલો પરમ શાંતરસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખવો. જુઓ ! આ વ્યવહાર સમકિત છે. આ દેવ, ગુરુ, ધર્મનું શરણું, સ્મરણ, શ્રદ્ધા, જ્ઞાન, આચરણ, આ બધા વ્યવહાર સમકિત છે. પહેલું સમકિત બીજા સમકિતનું કારણ છે, બીજું સમકિત ત્રીજા સમકિતનું કારણ છે, ત્રણે સમકિત જ્ઞાની પુરુષોએ માન્ય કર્યા છે, સ્વીકાર્યા છે. માટે, પહેલા પ્રકારના સમકિતમાં તો આવો! હા, સર્વજ્ઞ વીતરાગ ભગવાન સિવાય બીજા કોઈ દેવને માનવા નહીં, એવી દઢ શ્રદ્ધા રાખો. આનંદ કે કંદ જાકો, પૂજત સુપિંદ વૃંદ; ઐસો જિનરાજ છોડ, ઓર કો ન થાઈએ. ઉઠત પ્રભાત નામ, જિનજી કો બાઈએ; નાભિજી કે નંદ કે, ચરણચિત્ત લાઈએ. પ્રભુ કે પાદારવિંદ, પૂજત હરખચંદ; મેટો ભવ દુઃખન્દ્ર, સુખસંપદ બઢાઈએ. -- શ્રી હરખચંદજી કૃત શ્રી આદિનાથજિન સ્તવન Page #383 -------------------------------------------------------------------------- ________________ ३६० ક્ષમાપના અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. બે પ્રકારે ધર્મ છે - શ્રાવક ધર્મ અને મુનિધર્મ. શ્રાવકધર્મ એ એકદેશ છે, મુનિધર્મ છે તે સર્વાંગપૂર્ણ છે. કોઈપણ જીવ મુનિ થયા વગર મોક્ષે જઈ શકે નહીં. કોઈપણ ગૃહસ્થનો મોક્ષ થાય નહીં, કોઈપણ સ્ત્રીનો મોક્ષ થાય નહીં કે કોઈ અન્ય નાત-જાતવાળાનો પણ મોક્ષ થાય નહીં. માત્ર મુનિઓનો જ મોક્ષ થાય, મુનિઓને જ કેવળજ્ઞાન થાય. કોઈ શ્રાવકોને કેવળજ્ઞાન થાય એમ માનવું એ મોક્ષ તત્ત્વની ભૂલ છે. નવતત્ત્વમાં મોક્ષ તત્ત્વની ભૂલ એ પણ મિથ્યાત્વનો એક પ્રકાર છે. મરૂદેવામાતાને હાથીની અંબાડી ઉ૫૨ કેવળજ્ઞાન થયું. ભાઈ ! ના થાય. સ્ત્રીઓ ગમે તે હોય, એકાવતારી હોઈ શકે, ભલે તીર્થંકરની માતા હોય કે એમના પત્ની હોય તો પણ ના થાય. કેમ કે, એક તો એને ઉત્તમ સંહનન ના હોય અને પંચમ ગુણસ્થાનકથી આગળનું ધ્યાન ના હોય, એના પરિણામ પણ શિથિલ અને ચળાચળ હોય છે અને માસિક ધર્મના કારણે પણ તે એટલી વિશિષ્ટ સાધના કરી શકે નહીં. આ બધી તત્ત્વની ગરબડ છેલ્લા ઘણા વર્ષોથી ઘુસી ગઈ છે. એમાંથી પ્યોર માલ કોઈના હાથમાં આવે અને એનો સ્વીકાર કરીને સાધના કરે એવા જીવો વિરલા છે. મુમુક્ષુ : આનંદ શ્રાવકના કેવળજ્ઞાનની વાત કેવી રીતે સમજવી ? સાહેબ ઃ એ બધું ભેળસેળ છે. આનંદ શ્રાવકને સમ્યક્ત્વ હોય, પણ કેવળજ્ઞાન હોય જ નહીં. સવાલ જ નથી. હજી આપણી આ માન્યતા પડી છે તે કાઢવાની છે. કંઈક વાંચ્યું હોય અને પકડાઈ ગયું હોય, હવે તેને જ્યારે સાચું સમજવાનું આવે, ખોટું કાઢવાનું આવે ત્યારે અઘરું પડે છે. કાઢ્યા વગર સમ્યગ્દર્શનનો અધિકારી બનવાનો નથી. કોઈપણ શ્રાવક હોય, આનંદ શ્રાવક હોય કે પુણિયો શ્રાવક હોય, પણ કેવળજ્ઞાન તેમને ન હોય. પુણિયા શ્રાવકની સામાયિક ભલે વખણાય છે, પણ ખરી સામાયિક તો મુનિઓની જ હોય. મુમુક્ષુ : ચંદનબાળાને કેવળજ્ઞાન પ્રગટેલ ? સાહેબ : બિલકુલ નહીં. આ બધું કથાનુયોગમાં ભેળસેળ છે. હા, સમતિ થઈ શકે, પણ કેવળજ્ઞાન ન હોય. કદાચ કોઈએ લખ્યું હોય તો એ ભેળસેળ છે. કોઈ સ્ત્રીનો કે શ્રાવકનો મોક્ષ લખ્યો હોય કે અન્ય દર્શનવાળાનો મોક્ષ લખ્યો હોય એ બધી ભેળસેળ છે. એ પ્યોરીટી લાવ્યા વગર તત્ત્વની સાચી શ્રદ્ધા નહીં થાય અને તત્ત્વની સાચી શ્રદ્ધા વગર સમ્યગ્દર્શન થશે નહીં. તત્ત્વાર્થશ્રદ્ધાનું સમ્યગ્દર્શનમ્ । – શ્રી તત્ત્વાર્થસૂત્ર – અધ્યાય ૧ - સૂત્ર ૨ Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૬૧ આ તો સૂત્ર છે. એમાં કંઈ આછું-પાછું થાય એમ છે નહીં. એટલે તો કહ્યું છે કે આ વસ્તુ તમને સાંભળવા પણ મળવી એ બહુ દુષ્કર છે. મુમુક્ષુ : મલ્લિનાથ ભગવાન સ્ત્રી હતા ? ક્ષમાપના સાહેબ : ના, તમે જ વિચારો કે સ્ત્રી હોઈ શકે ? કેમ કે, સ્ત્રીને ઉત્તમ સંહનન ના હોય ને ઉત્તમ સંહનન વગર કેવળજ્ઞાન ના હોય, તો એ સ્ત્રી ક્યાંથી હોય ? આ બધી કથાનુયોગમાં ભેળસેળ છે. હવે પ્યોર માલ ખાતા શીખો. ભેળસેળવાળા મૂકો. સોનું સસ્તું લેવા ગયા એમાં હજારો ઠગાયા, અને હજી ઠગાય છે; આ એવું છે ! તત્ત્વની વિપરીતતામાં હજારો ઠગાયા તો પણ હજી ઠગાય છે. જ્ઞાનીનું વચન માનો ! કોઈ જ્ઞાનીએ એવું લખ્યું હોય તો લાવો. કૃપાળુદેવે કોઈ જગ્યાએ લખ્યું છે કે સ્ત્રીનો મોક્ષ થાય ? કોઈ શ્રાવકનો મોક્ષ થાય ? કોઈ જ્ઞાનીઓએ લખ્યું છે ? સાચા જ્ઞાની, કહેવાતા જ્ઞાની નહીં, માન્યતાવાળા જ્ઞાની નહીં. જેને સિદ્ધાંતજ્ઞાન તીવ્ર છે અને આત્મજ્ઞાની મુનિ છે, પ્રમત્ત-અપ્રમત્ત દશામાં વર્તતા એવા આચાર્યશ્રી કુંદકુંદદેવે ‘શ્રી અષ્ટપાહુડ’ માં કહ્યું છે કે કોઈપણ સ્ત્રી પંચમ ગુણસ્થાનકથી આગળ ના જઈ શકે અને મુનિ સિવાય કોઈને કેવળજ્ઞાન ના થાય. આવી સાચી શ્રદ્ધા વગર કોઈને સમ્યગ્દર્શન પણ ના થાય. મુમુક્ષુ : એવી કડાકૂટમાં શા માટે પડવું કે જે આપણી મતિની બહાર હોય ? સાહેબ ઃ છતાં પણ જે આગમમાં છે તેનો સ્વીકાર કરવો. કડાકૂટ જવા દો, પણ આગમમાં ઓથેન્ટિક આચાર્ય ભગવંતોએ જે લખ્યું છે તે તો સ્વીકાર કરો. ઓથેન્ટિક વચન મળ્યા છતાં પણ સ્વીકાર ના કરે અને કહે કે હું મધ્યસ્થ છું, તો એ મધ્યસ્થ પણ સાચો નથી. સ્વીકાર કર્યા પછી ખોટાને મધ્યસ્થતાથી સ્વીકારવું એ પણ અસત્ય જ છે. બહુ અઘરું છે. હું સમજું છું કે એ કઠણ છે, છતાં પણ મારી પ્રરૂપણામાં જો હું વિપરીતતા કરું તો મારો અનંત સંસાર વધી જાય. તમને રાજી કરવા કે બીજા કોઈને રાજી કરવા આચાર્ય ભગવંતોના વચનોથી કે ભગવાનના વચનોથી જો હું તત્ત્વને આછું-પાછું કરું તો મારો અનંત સંસાર વધી જાય, એની મને બીક છે. તમે બધાય કહો કે પંચાણુને પાંચ નવ્વાણું થાય અને હું કહું કે સો થાય. કોઈ કહે કે સાહેબ ! આ નવ્વાણું જણા આ કહે છે ને ? ભલે એ બધાય કહે, પણ હું જે જે જ્ઞાની પાસેથી ભણ્યો છું એમણે તો એમ કહ્યું છે કે પંચાણું ને પાંચ સો થાય, તો એ સો જ થાય, નવ્વાણું નહીં. દઢતા તો જોઈએ. આમ પણ છે અને આમ પણ છે, એમ નથી આ. અસત્-સત્નો વિવેક ના હોય તો એ સમ્યક્દષ્ટિ કેવો ? વિવેક એ ધર્મનું મૂળ છે. Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ ક્ષમાપના મુમુક્ષુ: સત્ - અસનો વિવેક જ નથી. સાહેબ હા ! એ વિવેક જ નથી. એના પુણ્યના ઉદયના કારણે બધા દોડાદોડ કરે છે, દોડી લો. જયારે થાકશો ત્યારે માનશો, નહીં થાકો ત્યાં સુધી નહીં માનો. - પ્રભુ! તો હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. કયા મુનિનું? જે રત્નત્રયધારી મુનિ છે, જેમને ત્રણ કષાયનો અભાવ છે, જે પાંચ મહાવ્રત, સમિતિ, ગુપ્તિથી યુક્ત છે, અઠ્યાવીસ મૂળ ગુણોનું જેમને પાલન છે અને દ્રવ્ય તેમજ ભાવલિંગી મુનિ છે એમનું શરણ ગ્રહું છું, બીજાનું નહીં. આત્મજ્ઞાન ત્યાં મુનિમણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૨૪ અહીં તો સો અંશ સત્ય જોઈએ ત્યારે સમ્યગદર્શન થાય, શ્રદ્ધામાં નવ્વાણું અંશ નથી ચાલતા, શ્રદ્ધામાં સો અંશ સત્ય જોઈએ. ચાર શરણા છે. તેમાં ક્યાંય “શ્રાવક શરણે પવન્જામિ નથી તો, એ લખવામાં વાંધો શું હતો? ખાલી લખવાનું જ હતું ને? ચારના બદલે પાંચ, એમાં શું ફેર પડે? પણ નહીં, અનાદિની નિગ્રંથ પરિપાટી છે એને જ્ઞાનીઓ તોડે નહીં, અજ્ઞાનીઓ તોડી નાંખે અને ગુરુદેવના નામે આપઘાત પણ કરે, પણ એથી શું થયું? એ ગુરુદેવ પણ દોષમાં પડશે અને તમે પણ દોષમાં પડશો. જેમને સંપૂર્ણ રાગ-દ્વેષ અને અજ્ઞાનનો ત્યાગ થયો છે એ નીરાગી પરમાત્મા તે નાથ છે. એમને માનવાથી સનાથ થવાય છે. એ સિવાયના બીજાને માનવાથી અનાથપણું નષ્ટ થતું નથી અને સનાથપણું આવતું નથી. નીરાગી પરમાત્મા, જેમણે પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કર્યું છે, એવી દશા પ્રગટ થઈ છે, અવસ્થામાં પર્યાયમાં પણ પરમાત્મદશા જેમને પ્રગટ થઈ છે. દરેક જીવ કારણરૂપ પરમાત્મા તો છે, પણ કાર્ય પરમાત્મારૂપે જ્યાં સુધી પ્રગટ થયા નથી ત્યાં સુધી તેમને ભગવાન મનાય નહીં, એમની પૂજા થાય નહીં, એમની વંદના થાય નહીં, એમને સદેવના ખાનામાં બેસાડાય નહીં. આખું જગત રાગ-દ્વેષમાં પડ્યું છે. પૂર્ણ પરમાત્મા નથી થયા ત્યાં સુધી અંશે રાગ-દ્વેષી તો જ્ઞાનીઓ પણ છે અને અજ્ઞાનીઓ તો મહા રાગ-દ્વેષી છે. પંચમ ગુણસ્થાનક સુધી રૌદ્રધ્યાન અને છઠ્ઠા ગુણસ્થાનક સુધી આર્તધ્યાન કહ્યું છે. આખું જગત રાગ-દ્વેષમાં પડ્યું છે અને માર્ગ સંપૂર્ણ રાગ-દ્વેષથી રહિત થવાનો છે, તો સંપૂર્ણ રાગ-દ્વેષથી રહિત થયા છે એમનો આશ્રય Page #386 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૩૬૩ કરવાથી આપણે એ દશાને પ્રગટ કરી શકીએ. જે જીવ જે દશાને પ્રાપ્ત હોય છે એમનો આશ્રય કરનારા પણ એ દશાને પ્રાપ્ત થાય છે. ભગવાનને એક રાગનો અંશ પણ હવે રહ્યો નથી. જો, રાગનો અંશ હોય તો નીરાગી ના કહેવાય; એટલે મુનિ પણ પૂર્ણ નીરાગી નહીં. આત્મજ્ઞાની હોય તો પણ પૂર્ણ નીરાગી નહીં. અવિરત સમ્યફદૃષ્ટિ પણ આંશિક અને શ્રાવક પણ આંશિક નીરાગી. તમને કોઈ પૂછે કે તમારે સંસારથી છૂટવું છે? તો, ‘હા’ તો બધા પાડશો, પંચ કહે એ માથા ઉપર, પણ મારી ખૂંટી ખસે નહીં. અરે ! પણ ખૂટી ખસેડવા તો પંચ રાખ્યું છે, એમ તારી માન્યતાને આઘી-પાછી કરવા તો જ્ઞાનીઓનો બોધ અને વચનો છે. એ બોધવચનો વાંચીને પણ તું તારી ખૂટી છોડે નહીં અને આઘો-પાછો થાય નહીં તો તું કલ્યાણનો અધિકારી બની શકે નહીં. જેને સંસારમાંથી છૂટવું હોય તેણે વીતરાગી દેવ, નિગ્રંથ ગુરુ અને એમના પ્રરૂપેલા ધર્મના શરણે જવું. છૂટવું હોય તો આ શરૂઆત છે. જ્યાં સુધી એમના શરણે નહીં જાવ ત્યાં સુધી છૂટવાની સાચી શરૂઆત થશે નહીં. આમાં ત્રણમાંથી બે ને માને ને એકને ના માને તો પણ નહીં, ત્રણને બરાબર માનવું પડે. સંપૂર્ણ વીતરાગદશા, સર્વજ્ઞતા જેને પ્રગટ થઈ છે, જેના ઘાતકર્મો નાશ થઈ ગયા છે અને અનંતજ્ઞાન-દર્શન-આનંદ-વીર્યપ્રગટ થયા છે એ બધા પરમાત્મા કહેવાય. તેમણે ઉપદેશેલો ધર્મ માનવો, બીજાનો નહીં. વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મપૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પરુષના યોગ વિના સમજાતું નથી; તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું. આ પરમ તત્ત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ !! હે જીવ! આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા ! જાગૃત થા!! નહીં તો રત્ન ચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ! હવે તારે સત્પરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. - શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૫૦૫ બોલી તો ગયા છીએ ઘણી વખત, પણ કોઈ દિવસ આનું ચિંતન કર્યું છે? અત્યાર સુધી આજ્ઞા ઉપાસી નથી અને હજુ પણ ઉપાસતો નથી. અહીં સાંભળવાની કે વાંચવાની વાત નથી. આજ્ઞા ઉપાસવી. Page #387 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૩૬૪ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે. -શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૪૯૧ પરમકૃપાળુદેવે આપણા ઉપર કેટલો ઉપકાર કર્યો છે કે સાચા દેવ-ગુરુ-ધર્મ તત્ત્વ ને આત્માની યથાર્થ ઓળખાણ કરાવી છે અને છતાં પોતે ગુરુ થયા નથી કે પોતાને ગુરુ માનવાનું પ્રરૂપ્યું નથી. સમ્યફદૃષ્ટિ આત્મા છે, એકાવતારી પુરુષ છે, કોઈ સામાન્ય પુરુષ નથી. મોક્ષમાળા, ઉપદેશછાયા, ઉપદેશનોંધમાં અને પત્રોમાં એમ ઘણી જગ્યાએ પોતે કહ્યું છે. પોતે આચરે અને બીજાને આચરણ કરાવે એનું નામ આચાર્ય. હકીકતમાં વીતરાગ માર્ગમાં, વીતરાગ ધર્મમાં, જૈનધર્મમાં નિગ્રંથ ગુરુ તરીકે રત્નત્રયધારી આચાર્ય ભગવાન છે. ઉપાધ્યાય ભગવાનનું કામ પઠન-પાઠન કરવાનું છે અને સાધુ ભગવાનનું કામ રત્નત્રયની સાધના કરવાનું છે. આદેશાત્મક અને ઉપદેશાત્મક બોધ આચાર્ય ભગવાનને હોય. એના બદલે અત્યારે આચાર્યને બાજુમાં મૂકીને જીવો ઉપદેશાત્મક અને આજ્ઞાત્મક બોધ આપવામાં અગ્રેસર થઈ ગયા છે, આ જ કાળ-દોષ છે. ઉપદેશ અને આજ્ઞાનો અધિકાર આચાર્યોનો છે. શ્વેતાંબરમાં પણ છે અને દિગંબરમાં પણ પણ છત્રીસ ગુણો આચાર્ય ભગવાન માટે છે, બીજા કોઈના માટે નથી. છતાં બીજાને ગુરુ તરીકે માનીએ ! જે, જે ભૂમિકામાં છે તેને તે ભૂમિકામાં રાખો. તેનાથી આગળ ચડાવો નહીં. અત્યારે વસ્ત્રધારી કેવળજ્ઞાની થઈને બેસી ગયા ને! બારમા ગુણસ્થાનકે મૂકે છે અને એમની પૂજાઓ ચાલે અને તેમને માનનારા લાખો છે. આ બધું મિથ્યાત્વ કંઈ ઓછું નથી ચાલતું. આવા તો અનેક પ્રકારના મિથ્યાત્વ જુદા-જુદા સંપ્રદાયમાં જુદા જુદા પ્રકારે ચાલે છે. મુમુક્ષુ આ અસંયતિ પૂજા કહેવાય? સાહેબ: હા, આ અસંયતિ પૂજા છે. પરમકૃપાળુદેવે પણ તેનો ઉલ્લેખ કર્યો છે. અસંયમીની પૂજા ના હોય, અને જે મહાવ્રતધારી નથી એ બધા અસંયમી છે અથવા શ્રાવકના વ્રત લીધા હોય તો દેશસંયમી છે, અવિરતિ હોય તો અસંયમી છે, સંયમી નહીં. આવું ભવિષ્યમાં સાંભળવા પણ નહીં મળે પ્રભુ! હું જઈશ પછી તમે બધા સી.ડી. સાંભળી સાંભળીને મને સંભારશો કે આ ગોકુળભાઈ હતા ને કહી ગયા હતા તો સારું થયું કે અમે અટકી ગયા, નહીં તો આ બધામાં ક્યાંક તણાઈ ગયા હોત. Page #388 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૩૬૫ એક સાચી ઘટના છે. એક વખત અમદાવાદ જગન્નાથ મંદિરની (જમાલપુર) આશ્રમની પાછળની નદીમાં પૂર આવ્યું. ત્યાં એક બાવો લોટે જવા ગયો હતો. લોટો જોઈને તેને એમ થયું કે આવું સરસ પાણી છે તો લોટો ઘસીને ચાંદી જેવો ચોખ્ખો કરી દઉં. લોટો માટી વડે ઘસીને પાણીથી સાફ કરવા ગયો. ત્યાં તો લોટો હાથમાંથી લપસ્યો. હવે લોટાને જવા દીધો હોત તો વાંધો નહીં પણ બાવાને લોટાનો મોહ હતો. એને એમ કે લોટો પકડી લઉં! તો એ પકડવા ગયો. ત્યાં તેનો પગ ખસ્યો ને બાવો અને લોટો બેય ખંભાતની ખાડીમાં ગયા. શ્રીમદ્ રાજચંદ્રજી શ્રી મોક્ષમાળાના શિક્ષાાઠ-૮૧ માં પંચમકાળનું સ્વરૂપ જણાવે છે કે, નિગ્રંથ પ્રવચન પરથી મનુષ્યોની શ્રદ્ધા ક્ષીણ થતી જશે. ધર્મનાં મૂળ તત્ત્વોમાં મતમતાંતર વધશે. પાખંડી અને પ્રપંચી મતોનું મંડન થશે. જનસમૂહની રુચિ અધર્મ ભણી વળશે. સત્ય, દયા હળવે હળવે પરાભવ પામશે. મોહાદિક દોષોની વૃદ્ધિ થતી જશે. દંભી અને પાપિચ્છ ગુરુઓ પૂજ્યરૂપ થશે. આ પરમકૃપાળુદેવે સવાસો વર્ષ, દોઢસો વર્ષ પછી આમ થવાનું છે એ જોયેલું છે એટલે આ લખે છે. કેવા? દંભી. સમ્યગુદર્શન થયું નથી અને સમ્યગદર્શનનો દંભ કરે છે અને પાપી એટલે પાંચ મહાવ્રત નથી એ બધા પાપી છે. જેને મહાવ્રત નથી એ બધા પાપી છે. તો આત્મજ્ઞાન વગરના અને મહાવ્રત વગરના પાપિઇ ગુરુઓ પૂજ્યરૂપ થશે. દુષ્ટવૃત્તિના મનુષ્યો પોતાના ફંદમાં ફાવી જશે. મીઠા પણ પૂર્ણ વક્તા પવિત્ર મનાશે. જેની જીભે ડાયાબિટીસ હોય એવા મીઠા અને પૂર્વ એટલે ધૂતારા. તમારું ઑપરેશન કરી નાંખે. બે-પાંચ-પચ્ચીસ લાખના, તમને ખબર પણ ના પડે એવા પૈસાના ધૂતારા. માન-પૂજા અને પ્રતિષ્ઠાના પણ ધૂતારા હોય છે. શુદ્ધ બ્રહ્મચર્યાદિક શીલયુક્ત પુરુષો મલિન કહેવાશે. આત્મિક જ્ઞાનના ભેદો હણાતા જશે. હેતુ વગરની ક્રિયા વધતી જશે. અજ્ઞાનક્રિયા બહુધા સેવાશે. વ્યાકુળ વિષયોનાં સાધનો વધતાં જશે. એકાંતિક પક્ષો સત્તાધીશ થશે. શૃંગારથી ધર્મ મનાશે. જેમ પોતાને શણગારે - રાજકુમારની જેમ અપ ટુ ડેટ થઈને નીકળે તેમ ભગવાનને પણ શણગારે ! તો આ પ્રમાણે સમજીને પોતે આચરે તેમજ અન્યને સમજાવે એવા મુનિ હોય છે. મુનિમાં મુનિ, ઉપાધ્યાય અને આચાર્ય - ત્રણેય આવી જાય. આ ત્રણ શરણ છે. આ સિવાય કોઈ સાચું શરણું નથી. ભ્રાંતિમાં છો. જ્યારે જાગશો ત્યારે ખ્યાલ આવશે. નહીં જાગો ત્યાં સુધી ચાલવાનું. આ દેવ, ગુરુ, ધર્મની ઉપાસના કરતાં જીવ સાચો શરણવાળો થાય, નહીં તો રૂઢિ પ્રમાણે કરે. પણ જો મિથ્યાદેવ, ગુરુ, ધર્મનો આશ્રય છોડે નહીં તો એ સાચા શરણવાળો કહેવાય નહીં. Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ ક્ષમાપના તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું? નિર્દોષ નરનું કથન માનો ‘તેહ જેણે અનુભવ્યું. – શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૬૭ આમતો મૂળ આગમોમાં, સિદ્ધાંતશાસ્ત્રોમાં, કરણાનુયોગના ગ્રંથોમાં અનુભૂતિ સપ્તમ ગુણસ્થાનકમાં બતાવી છે; જેને પરમકૃપાળુદેવે પરમાર્થ નિર્વિકલ્પ અનુભવ કહેલ છે. સમ્યગદર્શન થતા ગ્રંથિભેદ થાય ત્યારે અનુભૂતિ આંશિક કહેવાય છે. એટલે આત્માના પ્રચૂર અનુભવની દશાવાળા જે મુનિ છે કે જે અંતર્મુહૂર્ત – અંતર્મુહૂર્તમાં આત્માનું અનુસંધાન કરી રહ્યા છે એવા પ્રમત્ત - અપ્રમત્ત દશામાં વર્તતા મુનિઓ શરણરૂપ છે. એમની ઉપાસના કરતાં જીવ શરણવાળો થાય છે. માટે એમની ઉપાસના કરો. એમની આજ્ઞાનું આરાધન કરનારો જીવ સાચા શરણવાળો થયો. કારણ કે, ઉપાસના એટલે આજ્ઞાનું આરાધન. આજ્ઞા એ જ ધર્મ ને આજ્ઞા એ જ તપ. જ્યાં બે-પાંચ લાખ માણસો જાય છે ત્યાં દોડાદોડ ના કરો અને ઊભા રહો. ઘેટાના ટોળા જેવું ના કરો. એક ઘેટું પડે એટલે બધાય પડે એમ ના કરો અને જ્ઞાનીઓના વચનો સાંભળો, જ્ઞાનીઓએ જેમનું શરણું લેવાનું કહ્યું છે તેમનું શરણું લો. મારા અપરાધક્ષય થઈ હું તે સર્વપાપથી મુક્ત થવું એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું. જીવે ઘણા અપરાધ કર્યા છે એટલે ભગવાન પાસે ક્ષમા માંગે છે. અજ્ઞાની જીવો અનેક પ્રકારના અપરાધો વર્તી રહ્યા હોય છે. માટે આ બધા દોષો અને પાપોથી મુક્ત થવા માટે તેને પશ્ચાત્તાપ થાય છે કે મેં આ શું કર્યું અજ્ઞાન અવસ્થામાં! આત્માનું હિત ચૂકી ગયો અને આત્માનું અહિત થાય એવા કાર્યો અને પ્રવૃત્તિ મેં કરી ! એનું પાછળથી ભાન થાય છે. શરણ કેમ પ્રાપ્ત થતું નથી? તેનું કારણ જીવ અપરાધી છે. જેની આરાધના કરવી જોઈએ તેની આરાધના કરતો નથી. પોતામાં દોષો છે તે જણાતાં નથી. સત્તામાં દોષ હોય તે જણાય નહીં. નિમિત્ત મળે દોષ ઊભા થાય. આત્માની આરાધના નથી કરતો એ મોટો દોષ છે. અત્યારે જગતમાં આવાં દોષિત અને અપરાધીઓની સંખ્યા કેટલી હશે તે વિચારો. આત્માનું હિત માત્ર રત્નત્રયની અભેદ પરિણતિથી થાય છે, બીજાથી નહીં. આત્માનું હિત તો આત્માના શુદ્ધ પરિણામથી થાય; અને જ્યાં સુધી શુદ્ધ પરિણામ પ્રગટ થતા નથી, ત્યાં Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૬૭ ક્ષમાપના સુધી જીવ અપરાધી છે. નિરંતર આસ્રવ-બંધમાં વર્તી રહ્યો છે. એકાદ બે ભવ સારા મળે, પછી મોટાભાગે તો એકેન્દ્રિયમાં જતો રહે છે. જોકે, ચારેગતિમાં દુ:ખ છે, પણ નરક, નિગોદમાં મહાદુ:ખ છે. જ્યારે જીવને એમ લાગે કે હવે મારે અપરાધથી રહિત થવું છે, આના કારણે મેં ખૂબ દુ:ખ સહન કર્યા, ખૂબ ભટક્યો, આથડ્યો, રઝળ્યો ત્યારે એ સદ્ગુરુના શરણે જાય, ભગવાનના શરણે જાય, ભગવાનના કહેલાં ધર્મના શરણે જાય. એ સિવાય બીજા કોઈનું શરણ આત્માને લાભકારી થતું નથી. તેનાથી તો અપરાધો વધતા જાય છે, ઘટતાં નથી. સૂક્ષ્મ છે એટલે ખ્યાલ નથી આવતો, પણ સંસારી જીવો કે પદાર્થોના આશ્રય તમે કરો તો અપરાધ વધવાના. પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્ગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય ? 1 - શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૬૪ - ‘વીસ દોહરા' જ્યાં સુધી પોતાના દોષ દેખાય નહીં અને દોષોનો નાશ ન થાય ત્યાં સુધી જીવ અપરાધી છે. પત્રાંક - ૧૦૫ ‘મહાવીરના બોધને પાત્ર કોણ ?’ માં લખ્યું છે કે નિજ દોષોને જોઈ તેને છેદવા ભણી દૃષ્ટિ દેનાર. એકાંતમાં બેસીને પોતાના દોષોનું નિરીક્ષણ કરો. પોતાને ખ્યાલ તો છે, પણ સ્થૂળ ઉપયોગમાં પકડતો નથી, પણ શાંતિથી બેસો તો દેખાશે કે, હું અહીં અભિમાન વધારે કરું છું, ક્રોધ વધારે કરું છું, માયા-કપટ વધારે કરું છું, લોભ કરું છું, પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં અનુરક્ત છું, આરંભ-પરિગ્રહમાં ગળાડૂબ છે, હવે મારે જરૂર નથી તો પણ કેમ આટલી કમાવાની પ્રવૃત્તિ કરું છું ? બધા દોષો દેખાશે. કરવાનું કામ તો એકમાત્ર આત્માનું હિત છે અને એના બદલે બીજા અનેક કાર્યોમાં પોતાનો સમય વેડફી નાખે છે. આ મોટો દોષ છે. બીજાના સૂક્ષ્મ દોષો દેખાય અને પોતાના સ્થૂળ દોષો દેખાતા નથી. આ જીવ કેવો વિચિત્ર છે ! બીજાના દોષો વધારે જોશો તો તમારામાં એ દોષો વધારે પ્રમાણમાં દાખલ થશે. બીજાના ગુણો જોશો તો ગુણાનુરાગના કારણે એ ગુણો અંશે અંશે તમારા આત્મામાં પ્રગટ થશે. અત્યાર સુધી આપણે પ્રાયે બધાના દોષો જ જોયા છે, એના કારણે જે આપણા આત્મિક ગુણોનો વિકાસ થવો જોઈએ એ નથી થયો. આ જગતમાં કયો જીવ દોષ વગરનો છે ? દોષ વગરનો કોઈ જીવ હોય તો બતાવો. કોઈ નહીં દેખાય. નિર્દોષ તો કેવળ ભગવાન છે, કે જેઓ બધાય દોષોથી રહિત છે. એ સિવાય દરેક જીવોમાં નાનામોટા, ઓછાવત્તા પણ દોષો રહેલાં છે. આપણને બીજાના દોષો નથી નડતા, પણ આપણને નડે છે આપણા દોષો. Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ ક્ષમાપના જ્યારે દોષ દેખાય ત્યારે એ કેમ છેદાય એ વિચારવું અને એ તમારાથી જ છેદાશે, બીજાથી નહીં. કેમ કે, પોતાના દોષો પોતાનાથી જ છેદાય, બીજાથી નહીં. બીજા તમને પ્રેરણા કરે, નિમિત્ત થાય, પણ છેદવાનું કાર્ય તો જેનામાં દોષ છે એણે પોતે જ કરવું પડે છે. સત્તામાં જે કર્મ પડ્યા છે એ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે જીવ તેને આધીન થઈને વર્તે છે, ને તેવા તેવા પ્રકારે દોષોમાં પ્રવર્તે છે. નિમિત્ત મળ્યે દોષ ઊભા થાય. અંતરંગ નિમિત્ત અને બાહ્ય નિમિત્ત એમ બંને નિમિત્ત છે. ક્રોધ થાય એવા કર્મનો ઉદય આવે તો એને ક્રોધ થવાનો, કેમ કે કર્મના ઉદયને આધીન થઈને વર્જ્યો છે. જો કે, કર્મના ઉદયે ક્રોધ નથી કરાવ્યો, પણ પોતાની નબળાઈ અને અજ્ઞાનતાના કારણે કર્યો છે એટલે પોતાનો વાંક છે, કર્મનો કે બીજાનો વાંક નહીં. કોઈપણ પ્રકારના આપણા વર્તનમાં બીજા માત્ર નિમિત્ત છે, કારણ છે. એમના દ્વારા આપણા કંઈ દોષો થયા નથી કે ગુણો પણ થયા નથી. તારે દોષે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું, પોતે પોતાને ભૂલી જવું. ― – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૧૦૮ તું તને યાદ રાખીશ અને જીવીશ તો તારા દોષો ઘણા ઘટી જશે અને ક્રમે ક્રમે નાશ થઈ જશે. નિમિત્ત મળ્યે દોષ ઊભા થાય. જેવા જેવા નિમિત્તોના સંગમાં રહે તેવા તેવા નિમિત્તાધીન થઈને એને અનુરૂપ નૈમિત્તિક પરિણામ જીવના થઈ જાય છે. જે કારણને લઈને આત્માની આરાધના થતી નથી. આત્માની આરાધના તો રત્નત્રયના પરિણામથી થાય. શુભાશુભ ભાવ દ્વારા આત્માની આરાધના ન થાય. સમજવું અઘરું છે. આરાધનાથી મુક્ત થવાય, એમ કહે છે. તો કઈ આરાધનાથી મુક્તિ મળે ? રત્નત્રયની આરાધનાથી. તો, રત્નત્રયની આરાધના નથી કરતો એ મોટો અપરાધ છે. વ્યવહાર ધર્મની આરાધનાથી કંઈનિશ્ચયથી દોષો ટળી જતા નથી. પરમાર્થ દષ્ટિથી વ્યવહાર આરાધના પણ દોષ જ છે કેમ કે એનાથી આસવ-બંધ ચાલે છે. તો જે ભાવથી, ક્રિયાથી આસવ-બંધ થાય એ બધા દોષો જ છે, પણ મોટા દોષોથી બચવા નાના દોષ કરવા જરૂરી છે, એટલે ભક્તિ, સ્વાધ્યાય, સત્સંગ, જે કાંઈ ધર્મની ક્રિયાઓ કરો તે અપેક્ષાએ સારું છે જ, પણ એમાં રાજી થઈ જવા જેવું નથી કે મેં આઠ કલાક ભક્તિ કરી કે સ્વાધ્યાય કર્યો કે સામાયિક કરી કે પ્રતિક્રમણ કર્યું કે તપ કર્યું કે, જે કાંઈ કર્યું એમાં રાજી થવા જેવું નથી. કેમ કે, એ બધી સ્વભાવની ક્રિયાઓ નથી, અને જે સ્વાભાવિક ધર્મ નથી તે અપરાધ છે, અપરાધયુક્ત સાધના છે. એટલે નવકારમંત્રની માળાઓ ફેરવીને રાજી થવાનું નથી. માળા એટલા માટે Page #392 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૩૬૯ ફેરવવાની છે કે ફરીને માળાઓ ના ફેરવવી પડે. જે જે વ્યવહાર સાધના છે એટલા માટે કરીએ છીએ કે ફરીને વ્યવહાર સાધના કરવી પડે નહીં અને નિશ્ચય સાધના એટલે આત્મામાં ઉપયોગની અભેદતા. એના માટે વ્યવહાર સાધના છે. પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૩૬ — જે જે કારણને લઈને આત્માની આરાધના થતી નથી, તે મારા પાપો ટળી જાય તે મારી અભિલાષા છે. હું તે સર્વ પાપથી મુક્ત થઉં એ મારી અભિલાષા છે. તો આ પાપના ઉદયના કારણે આત્માની આરાધના સમ્યક્ પ્રકારે થઈ શકતી નથી, અને પાપમાં મુખ્ય પાપ મિથ્યાત્વ છે. પાપનો બાપ મિથ્યાત્વ છે. એના કારણે અનેક પાપો થયા કરે છે. મૂળ પાપ મિથ્યાત્વ છે. બીજું કોઈ પાપ ના કરો, પણ મિથ્યાત્વના કારણે તમારું પરિભ્રમણ ને દુઃખ અટકવાના નથી અને આસ્રવ-બંધ અટકવાનો નથી. જે ક્રિયાથી આસ્રવ-બંધ થાય તે બધી ક્રિયાઓ પાપમય છે. પાપને તો પાપ જાણે જગ સહુ કોઈ, પુણ્ય પણ પાપ છે એમ કહે અનુભવી જન કોઈ ! - શ્રી યોગસાર બહારમાં ધર્મ વધારે થઈ જાય તો રાજી થઈ જઈએ. અઠવાડિયું પાલિતાણા, ગિરનાર, સમેતશિખર કે કોઈ તીર્થક્ષેત્રમાં જઈ આવીએ એટલે ખુશ થઈ જઈએ છીએ કે મેં જાત્રા કરી. એમ લાગે છે પણ વિચારવું કે શું જાત્રા કરી ? જેવા ‘ભાવ’ હું અહીં કરતો હતો તેવા ભાવ મને ત્યાં થયા છે. એમાં ફરક શું પડ્યો ? અહીં પણ અવલંબન હતું ને ત્યાં પણ અવલંબન હતું. તો એમાં ફેર શું પડ્યો? પરમકૃપાળુદેવે કહ્યું કે, અમારે ઘર અને વન બેઉ સરખા છે. ઘરમાં હોઈએ તો પણ અમારી આ જ આરાધના છે, અને વનમાં હોઈએ તો પણ અમારી આ જ આરાધના છે. મારા પાપો ટળી જાય અને આત્માની આરાધના થાય એ મારી અભિલાષા છે. પાપથી મુક્ત થાય તો નિર્દોષ થાય. એટલે બધા વિભાવોથી મુક્ત થાય તેટલા અંશે નિર્દોષ. જેટલા અંશે સમ્યગ્દર્શન તેટલા અંશે કલ્યાણ, તેટલા અંશે નિર્દોષ, તેટલા અંશે મોક્ષ અને જેટલા અંશે મિથ્યાત્વ છે તેટલા અંશે દોષ, પાપ, અપરાધ. તેવી રીતે સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રમાં પણ સમજવું. મોક્ષ એટલે આત્માની શુદ્ધતા, પાપરહિત દશા એ જ મોક્ષ છે. મોક્ષ કહ્યો નિજશુદ્ધતા. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૨૩ Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ ક્ષમાપના આત્માની શુદ્ધ અવસ્થા પ્રગટ થાય એનું નામ મોક્ષ અને અશુદ્ધ અવસ્થા થાય એનું નામ અપરાધ, દોષ. આવો મોક્ષ કરવા જ્ઞાનીઓ રાત-દિવસ પ્રયત્નવાન હોય છે. સુખ ધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તધ્યાનમહી; પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક-૯૫૪-૩- “અંતિમ સંદેશ” બધા કર્મ પાપ છે. શુભ કર્મો પણ પાપ છે અને અશુભ કર્મો પણ પાપ છે. ઘાતી કર્મો પણ પાપ છે અને અઘાતી કર્મો પણ પાપ છે. કર્મ માત્ર પાપ છે. હવે જે જે કાર્ય કરવાથી આગ્નવ-બંધ થાય એ બધાં કાર્યો પરમાર્થ દૃષ્ટિથી પાપમય છે. કેમ કે, મિથ્યાત્વ અવસ્થામાં ઘાતી કર્મોનો બંધ તો નિરંતર ચાલે છે, કદાચ તમે શુભભાવ કરો તો અઘાતીમાં પુણ્ય પ્રકૃતિનો બંધ થાય, પણ કર્મ તો બંધાય છે, એટલે એ પણ પાપ તો છે. શ્રી આનંદઘનજી કહે છે, ઘાતી ડુંગર આડા અતિ ઘણા, તુજ દરિશણ જગનાથ; ધીઠ્ઠાઈ કરી મારગ સંચરું, સેંગુ કોઈ ના સાથ. -શ્રી આનંદઘનજી કૃત શ્રી અભિનંદનજિન સ્તવન આ ઘાતી ડુંગરો ઘણા આડા છે. ઘાતી એટલે ઘાત કરનારા, અને તે મોહનીય કર્મ છે. તો, આત્માની શુદ્ધતા, પાપરહિત દશા એ જ મોક્ષ છે. તે જાય તો અરિહંત પદ પ્રગટે. ઘાતી કર્મ આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યનો ઘાત કરે છે, જે આત્માના મૂળ ગુણો છે. તેથી તે ઘાતી કર્મ તોડવા પ્રયત્ન કરવો જોઈએ. સમ્યગુદર્શન વગર એ પ્રયત્ન થવાનો નથી. માટે પહેલો પ્રયત્ન સમ્યગુદર્શનનો કરવો જોઈએ. સમ્યગદર્શન થવાથી દર્શનમોહ જાય છે. દર્શનમોહ ગયા પછી ચારિત્રમોહ ક્રમે ક્રમે જાય છે અને દર્શનમોહ તેમજ ચારિત્રમોહનો નાશ થવાથી ઘાતકર્મનો નાશ થઈ જાય છે. આનો પ્રયત્ન કરો. “સાહેબ! હું તો સેવા બહુ કરું, ગમે ત્યાં હું સેવામાં હું દોડ્યો જાઉં, વગર બોલાવ્ય, રાત-દિવસ. ઘરમાં પણ હું બધાની સેવા જ કરું.” જ્ઞાની કહે છે, “અલ્યા! તારા આત્માની તો સેવા કર!' જીવ સેવા કે પરોપકારના નામે બહિર્મુખ જ રહ્યા કરે છે. ધર્મની ક્રિયાઓના નામે પણ બહિર્મુખ જ રહ્યા કરે છે. તો તેણે સેવા કરી કે નુક્સાન કર્યું? શું કર્યું? કોની સેવા કરી? આ તો ઘાતી કર્મોની સેવા કરી. જેને તોડવાના હતા એની સેવા કરી. ખરેખર તો ઘાતી કર્મો તોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. Page #394 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૩૭૧ પાપ થયું હોય તો પશ્ચાત્તાપ કરવો જોઈએ. સાચો પશ્ચાત્તાપ ક્યારે કહેવાય? ફરીથી એ પાપ ન કરે. એક ભક્તિના પદમાં આવે છે કે, “રોજ કરું છું પાપ અને હું રોજ કરું પસ્તાવો.” રોજ પાપ કરું છું એટલે બોલવું પડે છે, અને ના કરે તો બોલવું પણ ના પડે. જીવની જે પ્રકૃતિ હોય છે તે જલ્દી છૂટતી નથી. પ્રકૃતિ એ કાંઈ સ્વભાવ નથી, પણ એક બૂરી આદત છે, દોષ છે. કોઈનામાં ક્રોધની પ્રકૃતિ હોય, કોઈમાં અભિમાનની પ્રકૃતિ હોય, કોઈમાં લોભની પ્રકૃતિ હોય, કોઈમાં વિષયોની પ્રકૃતિ હોય, કોઈમાં માન-પૂજાની પ્રકૃતિ હોય - આમ અનેક પ્રકારની પ્રકૃતિવાળા જીવો હોય છે. એ પ્રકૃતિઓ કાઢવી તે દીર્ધકાળના સત્સંગ અને સદ્ગુરુના નિમિત્ત વગર શક્ય નથી. તો, પાપ થયું હોય તો પશ્ચાત્તાપ કરવાનો, રાજી નહીં થવાનું. પાપ કરીને રાજી થાય તો તે નિકાચિત્ થઈ જાય છે. પશ્ચાત્તાપ કરે તો તેનું ફળ ઓછું આવે અને પાપ કરીને ડંફાસ મારે તો મહાદોષ થાય. શ્રેણિક રાજાએ બાણ માર્યું તે હરણને વીંધીને ઝાડમાં પેસી ગયું. તેનું અભિમાન કરવાથી તેમણે નરકનું આયુષ્ય બાંધ્યું અને પ્રસન્નચંદ્ર રાજર્ષિએ ક્રોધના વિચારથી સાતમી નરકે જવાય એવા પાપના દળિયા બાંધ્યા, પરંતુ પાછો પશ્ચાત્તાપ કરવાથી છૂટી ગયા. હવે તમે એક નિશાન મારો અને બરાબર ધારેલી જગ્યાએ નિશાન જાય તો તમને કેટલો આનંદ થવાનો ! એમાં પણ કોઈ જીવની હિંસા થઈ. કોઈ આતંકી કોઈથી પકડાતો નહોતો, મરાતો નહોતો ને તમારા દ્વારા મરાયો, તો તમને આનંદ થઈ ગયો. આ હિંસાનંદી રૌદ્રધ્યાન છે. ચોરી કરીને આનંદ કર્યો, નાની કે મોટી તે ચૌર્યાનંદી રૌદ્રધ્યાન છે. ચોવીસે કલાક કર્મના પરમાણુ ભેગા કરીએ છીએ, તે પણ એક પ્રકારની ચોરી જ છે. વેપારીઓ ટેક્સની ચોરી કરે, ચોરો રાતે ચોરી કરે, રાજકારણીઓ અનેક પ્રકારના મોટા ગોટાળાઓ કરે અને પાછું “મેં નથી કર્યું એ સાબિત કરવા માટે સુપ્રીમકોર્ટ સુધી લડે, આ ચૌર્યાનંદી રૌદ્રધ્યાન છે. ધનની અત્યંત મૂછ છે. હવે આ જીવો નરકમાં ન જાય તો બીજે ક્યાં જાય? ભલે એક ભવ લહેર કરી લે. તેમને ગમે તેટલો કર્મનો સિદ્ધાંત સમજાવો તો પણ કોઈ છોડવાના નહીં. એવા ગાઢ મિથ્યાત્વ, તીવ્ર મિથ્યાત્વનો તેમને ઉદય છે. એવી રીતે જે જગતના જીવો છે એ પણ આ પ્રકારના પાપો પ્રાયઃ કરતા હોય છે. હિંસાનંદી, મૃષાનંદી, ચૌર્યાનંદી અને પરિગ્રહાનંદી, આચાર્યશ્રીએ એક વખત અમને કહેલું કે સંસારી જીવોના ઘરના કબાટોમાં પાંચ ઈન્દ્રિયના વિષયોની બધી સામગ્રી ભરપૂર પડેલી હોય છે અને તેમાં અત્યંત આનંદ માને છે. આ વિષયસંરક્ષણાનંદી રૌદ્રધ્યાન છે. Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ ક્ષમાપના. પરિગ્રહનો એમને એટલો આનંદ હોય છે કે સાહેબ! જીવીએ ત્યાં સુધી આપણને કોઈ તકલીફ થાય એવું નથી. અરે ભાઈ ! એ તો કર્મનો ઉદય છે. પૈસાના કારણે તકલીફ નથી આવતી એવું નથી. તકલીફો અનેક કારણસર અનેક પ્રકારની આવતી હોય છે અને મોટી તકલીફ તો તારી પાસે પૈસા આવે છે એ જ છે! વાંદરાના હાથમાં નિસરણી આવે કે દારૂનો બાટલો આવે એ મોટું નુક્સાન છે. આમ, હિંસાનંદી, મૃષાનંદી, ચૌર્યાનંદી અને વિષયસંરક્ષણાનંદી એ રૌદ્રધ્યાન છે. આનું ફળ અધોગતિ, દુઃખ અને નરક છે, આનંદ નહીં. ઠીક છે, પુણ્યના ઉદયના કારણે મળી ગયું તે મળી ગયું, તેનો સદુપયોગ કરો. આ અહંકાર કરવાની ચીજ નથી. શ્રેણિક રાજાએ નરકના આયુનો બંધ થયા પછી તીર્થંકરનામકર્મ બાંધ્યું, પણ નરકનું આયુષ્ય તૂટ્યું નહીં, સાતમી નરકના બદલે પહેલી નરક ૮૪,૦૦૦ વર્ષ સુધીની થઈ ગઈ, પણ એનું ફળ તો ભોગવવું પડ્યું. તીર્થંકરના જીવને પણ એક્સેપ્શન નથી, તો આપણને એક્સેપ્શન મળી જાય એવું વસ્તુનું સ્વરૂપ નથી. કર્મસિદ્ધાંત દરેક જીવ માટે એકસમાન હોય. કેમ કે, આત્મા બધાંના એકસમાન છે. તો જે જીવ જેવા ભાવ કરે - આર્તધ્યાન કે રૌદ્રધ્યાનના તો તેને અનુરૂપ ફળ મળ્યા વગર રહે નહીં. કોઈ પાપીને તે પાપના કરે એટલે મારવો, એ પણ મોટું પાપ છે. જેમ કે, કોઈ સિંહ ખૂબ હિંસા કરે છે એટલે આપણને એમ થાય કે આ રોજ પ૭ જીવને મારે છે એના કરતાં આને જ મારી નાંખીએ એટલે બિચારા એટલા જીવો તો બચી જાય. નહીં, એવું કરવાની ભગવાનની આજ્ઞા નથી. જો તમે હિંસાના પરિણામ કરશો તો તમને તેને અનુરૂપ બંધ પડશે. પેલો સિંહ મરશે કે નહીંમરે એ બીજી વાત છે અને કદાચ મરશે તો પેલા બીજા જીવો મરતા અટકી જશે એવું નથી. જે મરે છે તે એમનું આયુષ્યકર્મ પૂરું થવાના કારણે અને જે અધોગતિમાં જશે તે તેમના પરિણામના કારણે. ' અરે ! ધર્મના નામે જો હિંસા કરી, મંદિર કે દેરાસર બનાવ્યા, ગુરુના નામે હિંસા કરી તો એ હિંસા પણ દોષ છે, પાપ છે, એટલો આગ્નવ-બંધ છે. કોઈના પણ નામે હિંસા કરી તો એ હિંસા જ છે. દોષ તે દોષ છે. પાપ તે પાપ જ છે. પણ, એટલે કે જિનમંદિરમાં પુણ્ય વિશેષ છે અને પાપ ઓછું છે. એ અપેક્ષાએ ઠીક છે, પણ એવું નથી કે હિંસાના પરિણામથી એને બંધ નથી પડ્યો કે દોષ નથી લાગ્યો. નહીં તો આખો સિદ્ધાંત ખોટો પડી જાય, “પરિણામ તે બંધ એ સિદ્ધાંત છે. પશ્ચાત્તાપ કરવાથી શ્રેણિક રાજાને સાતમી નરકના બદલે પહેલી નરકનો બંધ થયો, પરંતુ ગતિ બદલાઈ નહીં. અત્યારે અમુક તીર્થંકરના જીવો પણ નરકમાં છે. ત્યાંથી Page #396 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના 393 નીકળીને તીર્થંકર થઈને મોક્ષે જશે, પણ અત્યારે તો બાંધેલું ફળ ભોગવે છે. પશ્ચાત્તાપ કરવાથી પાપથી મુક્ત થવાય. માટે સાચા હૃદયથી પશ્ચાત્તાપ કરો, તો જે પાપના દળિયા બાંધ્યા હોય તેનું સંક્રમણ થઈને પુણ્ય રૂપે થઈ જાય. અપકર્ષણ, ઉત્કર્ષણ અને સંક્રમણ આ ત્રણ કાર્યો બને છે. અપકર્ષણ એટલે સ્થિતિ ઘટી જવી. ઉત્કર્ષણ એટલે સ્થિતિ વધી જવી. સંક્રમણ એટલે પાપનું પુણ્ય રૂપે કે પુણ્યનું પાપ રૂપે થઈ જવું. એટલે પાપ કરીને ડંફાસ નહીં મારવી, પાપ થઈ ગયું હોય તો પશ્ચાત્તાપ કરવો. વીસ દોહરા, ક્ષમાપના વગેરે બોલવાનો હેતુ એવો પશ્ચાત્તાપ જગાડવાનો છે. વીસ દોહરા શેના માટે બોલવાના છે ? તો કે આ બધા દોષો કર્યા છે એનો આપણને પશ્ચાત્તાપ થાય. વીસ દોહરામાં કેટલાય દોષોનું વર્ણન છે. મુખ્યપણે ૩૬ દોષો છે, પણ આમ તો ઘણાંય છે. ઘણા ભવ નિષ્ફળ ગયા, પણ હવે આ ભવમાં આત્માર્થ કરી લઉં. ખરો પશ્ચાત્તાપ જાગે તો પ્રસન્નચંદ્ર રાજર્ષિની જેમ ઠેઠ કેવળજ્ઞાન સુધી પહોંચી જાય. એમને કેવો પશ્ચાત્તાપ થયો કે હું મુનિ અને મેં યુદ્ધના પરિણામ કર્યા ? હું તો મુનિ છું. મેં તો પાંચેય મહાપાપનો સંપૂર્ણ ત્યાગ કર્યો છે એટલે હિંસાનો તો પહેલા ત્યાગ. બાકીના ચાર વ્રતો અહિંસા મહાવ્રતમાં સમાઈ જાય છે. અસત્ય બોલવું તે પણ હિંસા છે, જૂઠું બોલવું એ પણ હિંસા છે, ચોરી કરવી એ પણ હિંસા છે, પરિગ્રહ રાખવાથી પણ હિંસા છે. મેં અહિંસા મહાવ્રત અંગીકાર કર્યું છે અને મારવાના ભાવ કરીને મેં આ મહાવ્રતનો ભંગ કર્યો છે. ખરેખર માર્યા નથી, પણ મારવાના ભાવ કર્યા, નરકમાં જવાય એવા પરિણામ થઈ ગયા હતા, પણ તરત જ જાગૃત થઈ ગયા કે હું તો મુનિ છું. મારે તો દેહ સાથે પણ લાગતું વળગતું નથી, તો આ દુનિયાના પદાર્થોના સંયોગ-વિયોગ સાથે મારે શું નિસ્બત છે ? એમ વિચારીને એ પાછા ફરી ગયા અને પોતાના આત્માના સ્વરૂપમાં ઉપયોગને કેન્દ્રિત કર્યો. તો, અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રગટ્યું. નિશ્ચયથી પશ્ચાત્તાપ થાય તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લે. આત્માની શુદ્ધ અવસ્થાઓ ગુણસ્થાનક અનુસાર પ્રગટ કરી લે છે. ઘણા ભવ નિષ્ફળ ગયા અને આ ભવ પણ હજુ સુધી તો નિષ્ફળ જ ગયો છે. કેમ કે, સમ્યગ્દર્શન નથી થયું. ઠીક છે, થોડો ધર્મ કર્યો છે અને સામાન્ય પુણ્ય બાંધ્યું છે તો એકાદ ભવમાં બધી અનુકૂળ સામગ્રીઓ મળશે પણ ચોર્યાશીનું પરિભ્રમણ છૂટવાનું નહીં. અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન. Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ ક્ષમાપના સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક; પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ર૬૪ - ગાથા - ૧૫, ૧૬ હવે આ ભવ નિષ્ફળ જવા દેવો નથી એવો દઢ નિર્ણય કરવાનો છે. તો મનુષ્યભવની સફળતા પ્રાપ્ત કરી શકાય. મનુષ્યભવની સફળતા સમ્યગ્રદર્શન, સમ્યકજ્ઞાન, સમ્યક્રચારિત્રની આરાધનામાં છે. એક પદમાં આપણે બોલીએ છીએ કે, સફળ થયો ભવ મારો તો કૃપાળુદેવ, પામી શરણ તમારું હો કૃપાળુદેવ સફળ. કલિકાલે આ જંબુ ભરતે, દેહ ધર્યો નિજારહિત શરતે, ટાળ્યું ઘોર અંધારું હો કૃપાળુદેવ. સફળ. ધર્મઢોંગને દૂર હટાવી, આતમધર્મની જ્યોત જગાવી, કર્યું ચેતન જડ ન્યારું હો કૃપાળુદેવ. સફળ. સમ્યક્દર્શન, જ્ઞાન, રમણતા, ત્રિવિધ કર્મની ટાળી મમતા, સહજાનંદ કહ્યું પ્યારું હો કૃપાળુદેવ, સફળ. તો, સમ્યગદર્શન, જ્ઞાન, રમણતાથી મનુષ્યભવ સફળ થાય છે, બાકી પુણ્યના ઉદયમાં ગમે તેટલાં સુખ અને પદાર્થો મળે પણ તેનાથી મનુષ્યભવનું સફળપણું નથી. વધવાપણું સંસારનું નરદેહને હારી જવો, એનો વિચાર નહીં અહોહો ! એક પળ તમને હવો !!! – શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૬૭ સંસારના સુખ અને પદાર્થ વધે છે, પણ નરભવ તમે હારી જાવ છો પ્રભુ ! ભલે દુનિયાના જીવો તમારું બહુમાન કરશે, તમારી કીર્તિ ગાશે, તમને સર્ટિફિકેટ આપશે, તમારી પૂજા કરશે, તમને બધે આગળ રાખીને વર્તશે, પણ તમારા આત્માનું હિત તો સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્રની રમણતામાં છે, આના સિવાય આત્માનું હિત થાય નહીં અને આત્માનું હિત કરું છું, એવા ભ્રમમાં જીવ રહે છે. એ અજ્ઞાન અને મિથ્યાત્વ છે અને એ માન્યતા પણ મોટા દુઃખનું કારણ છે. હિત નથી થતું અને હિત માન્યું એ પણ મોટું અજ્ઞાન છે અને એ અજ્ઞાનનું ફળ તો સંસાર અને દુઃખ છે. આ ભવ નિષ્ફળ નથી જવા દેવો એવો અંતરમાં દઢ નિર્ણય Page #398 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૩૭૫ જોઈએ અને એના માટે એને અનુરૂપ પુરુષાર્થ જોઈએ. સ્વાધ્યાય-હૉલમાં તો બોલીએ પણ પાછા બહાર જઈએ છીએ એટલે જેમ ટાયરમાં પંક્સર પડે અને હવા નીકળી જાય એવી રીતે આપણી હવા નીકળી જાય છે ! હે જીવ! આ ક્લેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા ! જાગૃત થા!! નહીં તો રત્નચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ! હવે તારે સત્વરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૫૦૫ આત્માનું વિસ્મરણ કરી નાંખે છે એ મોટો પ્રમાદ છે. આત્માનું હિત ચૂકી જવું એ મોટો પ્રમાદ છે. કષાયભાવ કરવા એ પ્રમાદ છે, વિષયોના ભાવ કરવા એ પણ પ્રમાદ છે. કોઈ જગતના પદાર્થોમાં સ્નેહ કરવો એ પણ પ્રમાદ છે. નિદ્રા અને આળસમાં રહેવું એ પણ પ્રમાદ છે. પ્રમાદના ઘણા ભેદો છે. આત્માનું સાચું હિત ચૂકી જવું એ બધો પ્રમાદ છે. પરમકૃપાળુદેવે કહ્યું છે કે, પ્રમાદ પરમ રિપુ છે. આ જીવનો કોઈ મોટામાં મોટો દુશ્મન હોય તો તે પોતાનો પ્રમાદ છે. પ્રમાદ એટલે આત્માનું હિત ચૂકી જવું અને બીજા કાર્યમાં સમય વેડફી નાંખવો. આત્માનું હિત માત્ર રત્નત્રયના અભેદ પરિણામથી છે. એટલે રત્નત્રયના અભેદ પરિણામ ચૂકી જવા એ બધોય પ્રમાદ છે. પ્રમાદ એ જ હિંસા, કેમ કે તે ભાવહિંસા છે. વિભાવભાવ એ ભાવહિંસા છે, આત્માનું વિસ્મરણ છે. સાંભળવા મળે છે તે પુણ્ય છે, અને તે પ્રમાણે કરો તો તેનું મહાફળ છે. તમે ના વર્ગો તોય આનંદઘનકું ક્યા? અને વર્તે તોય આનંદઘનકું ક્યા? વકીલો અસીલોને છોડાવવા માટે દલીલો કરે, પણ પૈસા પહેલા લઈ લે. પછી એને સજા થાય તો ય વકીલને શું? અને છૂટે તોય વકીલને શું? વાર અનંતા ચૂક્યો ચેતન, ઈણ અવસર મત ચૂક; માર નિશાના મોહ રાય કી છાતી મેં મત ઉક. –ચિદાનંદજી કૃત પુદ્ગલગીતા મનુષ્યભવ પામીને અનંતવાર તું ચૂકી ગયો છું. આત્માનું હિત જો ચૂક્યા ન હોત તો આપણે અહીં હોત જ નહીં. મોક્ષે, સિદ્ધલોકમાં હોત. Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ ક્ષમાપના - “ઈણ અવસર મત ચૂક.’ આત્માનું કલ્યાણ કરવાનો આ અવસર આવ્યો છે તો, અત્યારે જગતના તમામ કાર્યોને ગૌણ કરી નાખ, આ અવસર ચૂકવા જેવો નથી. બીજી તું ગમે તેટલી સાધના કરતો હોય, પણ સત્સંગથી જે તને લાભ થશે, તે કોઈ બહારની સાધનાથી નહીં થાય. ભલે તું ભગવાનની સેવા કરે, પૂજા કરે, તારી જાતે સ્વાધ્યાય કરે, સામાયિક કરે, પ્રતિક્રમણ કરે, તારે જે કરવું હોય તે કર, પણ એ તારી કલ્પના અનુસાર અને તારી યોગ્યતા અનુસાર થશે. એમાં જો તત્ત્વ ભળશે તો તારું કામ થશે. એટલે સત્સંગ જેવું આત્મહિત માટે બીજું કોઈ બળવાન નિમિત્ત સાધન નથી. જેમ પૃથ્વી પર તરાય નહીં, તેમ સત્સંગથી બુડાય નહીં. –શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૨૪ રે! આત્મ તારો! આત્મ તારો ! શીધ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદષ્ટિ ઘો આ વચનને હૃદયે લખો. -શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૬૭ શીઘ એને ઓળખો. કેમ કે, “જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે. માટે જંજાળ ટૂંકી કર તો જિંદગી સુખરૂપે લાંબી લાગશે. કુટુંબ છે એનું પાલનપોષણ કરવું એ પણ જંજાળ છે, દેહ છે એનું પાલનપોષણ કરવામાં સમય વેડફવો એ પણ જંજાળ છે, ધંધામાં ફસાયેલો છું એ પણ જંજાળ છે, જગતના વ્યવહારકાર્યમાં ફસાયેલો છું એ પણ જંજાળ છે, પરોપકારના નામે તું વ્યવહારધર્મમાં ફસાયેલો છું એ પણ જંજાળ છે. અઘરું છે પ્રભુ! કરશો ક્ષય કેવળ રાગ કથા, ધરશો શુભ તત્ત્વસ્વરૂપ યથા; નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો, ભજીને ભગવંત ભવંત લો. –શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૧૫ આવતા ભવનો ભરોસો ન રાખશો, આ જ ભવમાં હિત કરી લો ! આવતા ભવમાં તો અહીંથી ક્યાં જશો એનો પત્તો ય નહીં ખાય, જો હિત નહીં કરો તો. તમારા જે સગાંવહાલાં કે મિત્રો ગુજરી ગયા હોય, એમાંના કોઈ એકાદનો પણ પત્તો તમારી પાસે છે? તમારો પણ કોઈ પત્તો નહીં લાગે. એમણે બાંધેલા કર્મો અત્યારે ભોગવતા હશે કે નહીં ભોગવતા હોય? કે બીજા કોઈ ભાગ પડાવે? ભોગવે છે એકલો, કર્મ બાંધે છે પણ એકલો, એના ફળ ભોગવે છે પણ ' એકલો, ચારગતિમાં રખડે પણ એકલો, આત્મજ્ઞાન પામે પણ એકલો અને મોક્ષે જાય પણ Page #400 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના 399 એકલો, સોલ પ્રોપરાઈટર કન્સલ્ટ છે, નો પાર્ટનરશીપ કન્સલ્ટ. કોઈ તમને છોડાવી શકે નહીં. સમયે સમયે જે પરિણામ થાય છે, એને અનુરૂપ બંધ પડે છે. એક સમય એવો નથી કે જે સમયે અજ્ઞાની જીવને બંધ ના પડતો હોય. અજ્ઞાની જીવ એક સમય માટે પણ અબંધ અવસ્થામાં હોતો નથી. મોટાભાગના જીવોને આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા છે, આ બધી પાપ સંજ્ઞાઓ છે. મોટાભાગના જીવો એને જ આધીન હોય છે. દેખાતું નથી, પણ આ પાપનું મીટર ઘણું ચાલે છે. માટે સત્સંગની જરૂર છે. સત્સંગથી સાચો વિવેક આવે છે. હેય, શેય, ઉપાદેયનો વિવેક આવે છે અને ખ્યાલ આવે છે કે ‘શું કરવાથી પોતે સુખી ? શું કરવાથી પોતે દુઃખી ? પોતે કોણ? ક્યાંથી છે આપ ? એનો માંગો શીઘ્ર જવાપ.' શું કરવાથી હું સુખી થઉં ? અત્યારે હું જે કરું છું તેનાથી સુખી થાઉં કે હું આત્માની આરાધના કરીને રત્નત્રયના અભેદ પરિણામ પ્રગટ કરીને નિર્વિકલ્પ સમાધિ લઉં તો સુખી થાઉં ? નિર્વિકલ્પ સમાધિમાં જે સુખ છે તે ચક્રવર્તી કે ઈન્દ્રને પણ નથી, બીજી વાત તો જવા દો ! તમે ગમે તેટલું કર્યું, પણ કુટુંબવાળા, પૈસા કે મિલકત કેટલો સમય તમારા સંયોગમાં રહેવાના ? એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે. - શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૪૭ અને એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ વધારવાનો પ્રયત્ન અજ્ઞાનીઓ કરે છે, અસંયમીઓ કરે છે. તો ઘણા ભવ નિષ્ફળ ગયા, પણ હવે આ ભવમાં આત્માર્થ કરી લઉં. ખરો પશ્ચાત્તાપ જાગે તો પ્રસન્નચંદ્ર રાજર્ષિની જેમ ઠેઠ કેવળજ્ઞાન સુધી પહોંચી જાય. પશ્ચાત્તાપમાં પાપોને ધોવાની શક્તિ છે ને કર્મોને પણ ધોવાની શક્તિ છે. સાચો પશ્ચાત્તાપ સાચી સ્વરૂપદૃષ્ટિ કરાવે છે. બોલી તો જઈએ છીએ કે આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું, પણ તે વખતે તેનું ભાવભાસન થવું જોઈએ. જો એવો ભાવ ભાસે તો ફરી પશ્ચાત્તાપ ન થાય એવા ભાવો કરે. પશ્ચાત્તાપ થાય એવા ભાવો કે કાર્યો કરે નહિ. ભૂલ થઈ હોય તેની માફી માંગે તો પોતાનું હિત થાય અને બીજાને પણ અસર થાય છે. ભૂલ થાય એ સામાન્ય દોષ છે, પણ ભૂલને સુધારે નહીં અને ભૂલને વધાર્યા કરે તો મોટો દોષ છે. સાધુઓને જે કાંઈ દોષો લાગે છે તો ગુરુ પાસે તેનું પ્રાયશ્ચિત્ત લઈ લે છે. તો દોષો ધોવાઈ જાય છે. માટે માફી માંગો. માફી સાચી માંગી ત્યારે કહેવાય કે ફરી ભૂલ ના કરે. નહીં તો તમે કોઈને લાફો મારતાં જાવ ને ‘સોરી’ કહેતા જાવ તેના જેવું થાય. Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ ક્ષમાપના જ્ઞાનીપુરુષોને જોઈને અનેક અજ્ઞાનીઓને પણ અસર થઈને અજ્ઞાન મૂકીને આત્માના માર્ગમાં લાગી ગયા. જે પહેલા ડાબા હાથનો પહેલા નંબરનો ખેલાડી હતો તે જ પાછો જમણા હાથમાં જાય તો જમણા હાથનો પહેલા નંબરનો ખેલાડી થઈ જાય ! પશ્ચાત્તાપથી જાગૃત થવાય છે, દોષોથી – પાપોથી પાછું ફરાય છે. ખોટે રસ્તેથી પાછો વળી સન્માર્ગે આવે, રત્નત્રયના માર્ગમાં આવે, જ્ઞાનીઓના બોધ અનુસાર જીવન બનાવે. બસ એક જ કામ કરવાનું છે. ઉપયોગને ઘર ભેગો કરો. બીજું કામ નથી કરવાનું. અનાદિકાળથી શુભાશુભ ભાવોમાં ભટકી રહ્યો છે. ઉપયોગને પાછો ફેરવીને ઘર ભેગો કરો. બસ આ કરવાનું છે. ટૂંકું ને ટચ. પરમાંથી ખસ, સ્વમાં વસ, આટલું કરે તો બસ, નહીં તો ચોર્યાશીમાં ફસ અને તારી મૂર્ખામી ઉપર હસ, લે બસ ! ખાણ ખોદવામાં ખૂબ મહેનત છે. પાંચ માઈલ ખાણ ખોદવામાં ઘણો સમય જાય, પણ એમાંથી હીરો કાઢવો હોય તો એક સેકન્ડમાં કાઢી લઈએ. તેવી જ રીતે સાધનામાં સમય લાગશે, પણ જ્યારે તમારી યોગ્યતા આવશે ત્યારે એક સમયમાં કામ થઈ જશે. અનંત કાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર. - શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૮૩૯ એક સમયમાં જાત્યાંતર થઈ જાય છે. આગલા સમયની પર્યાય મિથ્યાત્વની, બીજા સમયની પર્યાય સમ્યક્ત્વની. આ એક સમય માટે અનંતકાળ નીકળ્યો. એક સમયની સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટ કરવા માટે કેટલો કાળ ગયો ? તો પણ હજુ ઠેકાણું પડ્યું નથી. તો વિચાર કરો કે કેવા પ્રકારનો પુરુષાર્થ હોય તો કાર્ય થાય ? જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. અત્યાર સુધી આપણે સ્થૂળ વિચારો કર્યા, એટલે ઊંડા ન જઈ શક્યા. હવે સૂક્ષ્મ વિચાર કરે તો અંદ૨માં વધારે ઊંડાણમાં જઈ પોતાના સ્વરૂપના અસ્તિત્વનો ભાસ થાય. અત્યાર સુધી આ દોષ કર્યો છે કે મેં ધર્મના સ્થૂળ વિચારો ખૂબ કર્યા, સૂક્ષ્મ વિચારો નથી કર્યા. પોતાના દોષો અંતરમાં તપાસતાં ભગવાન તરફ નજર જાય છે. આજ દિન સુધી ભગવાન તરફ નજર કેમ નથી ગઈ ? તો કે પોતાના દોષો અંદરમાં તપાસ્યા નહીં અને દોષો તપાસે નહીં તો દોષોનો નાશ કેવી રીતે થાય ? Page #402 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય ? — શ્રીમદ્ રાજચંદ્ર – પત્રાંક - ૨૬૪ - ગાથા - ૧૮ - ‘વીસ દોહરા’ ૩૭૯ જેમ આપણો ચહેરો જોવો હોય તો દર્પણ સામે રાખવું પડે, તેમ આત્માનો ચહેરો જોવો હોય તો પરમાત્માનું દર્પણ સામે રાખવું પડે, કારણ કે તેઓ નિષ્કલંક છે અને આપણે સકલંક છીએ. તો કયા કયા કલંકો, ડાઘાઓ લાગ્યા છે કે જેને આપણે સાફ કરવાના છે ? જેથી આપણે પણ તેમના જેવા નિષ્કલંક થઈ શકીએ. બીજાના દોષો તો આપણે અનાદિકાળથી ઘણા જોયા છે પણ આપણા દોષોને જોયા નથી અને જોયા તો પણ છાવર્યા છે, પોષ્યા છે. એને કાઢવાનો પ્રયત્ન નથી કર્યો. એટલે આપણું પરિભ્રમણ આજ દિન સુધી ચાલુ રહ્યું છે. ભગવાન અઢાર દોષોથી રહિત છે એનો જ વિચાર કરો અને એ અઢાર દોષોમાંથી આપણામાં કેટલા દોષ છે એ જુઓ. અઢાર તો મુખ્ય છે, બાકી તો ઘણાં છે. જેટલા ગુણો છે એનાથી જેટલું જેટલું વિરુદ્ધ પ્રવર્તન થાય છે એ બધા દોષો જ છે. ભગવાનનું અંતર કેવું છે તે સમજાય ત્યારે મારું અંતર પણ તેવું જ છે એમ જણાય. ભગવાનને અંદર અને બહાર બધું એકરૂપ છે. ભગવાનનું અંતઃકરણ નિર્મળ છે. ભગવાનના ઉપયોગ ઉપર ઉપયોગ મૂકીને જુઓ તો ભગવાનનો ઉપયોગ પોતાના સ્વરૂપની અંદરમાં તદાકાર છે. ‘નિજાનંદ રસલીન.’ અનંત જ્ઞાનમય, અનંત દર્શનમય, અનંત આનંદમય, અનંત શાંતિમય, અનંત સમતામય ઉપયોગ છે, પૂર્ણ વીતરાગતા છે. આ સમજાય ત્યારે મારું અંતર પણ તેવું જ છે એમ જણાય. કેમ કે, આપણે પણ ભગવાન જેવા જ આત્મા છીએ અને ભગવાન પણ પહેલા આપણા જેવા જ હતા. જિનપદ નિજ઼પ્રદ એકતા, ભેદભાવ નહિ કાંઈ; લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. – શ્રીમદ્ રાજચંદ્ર – પત્રાંક - ૯૫૪-૧/૩ - ‘અંતિમ સંદેશ’ ભગવાનનું સ્વરૂપ જણાય તો પોતાનું સ્વરૂપ જણાયા વગર રહે નહીં. ભગવાનના ગુણો જણાય તો એ ગુણો પ્રગટ કર્યા વગર જીવ રહે નહીં, જો એ સાચા જણાય તો. ભગવાનની દશા ઓળખાય તો પોતાની દશા પણ તેવી કર્યા વગર જીવ રહે નહીં. જે જાણતો અરિહંતને, દ્રવ્યત્વ ગુણ પર્યાયપણે; તે જાણતો નિજ આત્મને, તસુ મોહ પામે લય ખરે. - – શ્રી પ્રવચનસાર - ગાથા - ૮૦ Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ ક્ષમાપના આપણા અને ભગવાન વચ્ચેનું અંતર કેવી રીતે દૂર થાય એ વિષે શ્રી આનંદઘનજી કહે છે, પદ્મપ્રભ જિન તુજ મુજ આંતરું, કિમ ભાંજે ભગવંત. – શ્રી પદ્મપ્રભજિન સ્તવન ઘણું અંતર છે, છતાં પુરુષાર્થ કરે તો અંતર્મુહૂર્તમાં ભાંગી જાય એવું છે. તો જેવો ભગવાનનો આત્મા છે એવો જ જગતના તમામ પ્રાણીમાત્રનો આત્મા છે. સ્વરૂપે બધાય સમાન છે. ‘સર્વ જીવ છે સિદ્ધ સમ.’બધાય સમાન છે. ભગવાનમાં દોષ કે વિભાવ નથી, એ વિચારતાં પોતે દોષ અને વિભાવથી પાછો વળે. ભગવાનની અવસ્થા જોવાની છે કે ભગવાન એક સમય માટે પણ વિભાવરૂપે પરિણમન કરતા નથી. અખંડપણે સ્વભાવ પરિણમન ચાલે છે અને અજ્ઞાની જીવોનું અખંડપણે વિભાવ પરિણમન ચાલે છે. એક સમય માટે પણ સ્વભાવ પરિણમન છે નહીં. બસ આ મોટો ફેર છે. એટલે વિભાવ એ જ સંસાર છે, વિભાવ એ જ દુઃખોનું મૂળ છે અને વિભાવ થવાનું કારણ રાગ-દ્વેષ મોહમય પરિણામ છે. રાગ ઝેર છે એ હજી આપણે સમજ્યા નથી. એટલે દેહમાં રાગ કરીએ છીએ. સ્ત્રી, પુત્ર, પૈસામાં રાગ કરીએ છીએ. જગતના પદાર્થોમાં રાગ કરીએ છીએ. ભગવાનમાં પણ રાગ કરીએ છીએ. જો કે, ભગવાનમાં રાગ કરીએ છીએ તો હજી પણ કંઈક સારું છે. પણ, રાગ એ તો રાગ જ છે. આ રાગનો ક્ષય કરવાનો છે. દ્વેષ તો ઓળખાઈ જાય છે, ભોળો છે. રાગ કપટી છે. અઢાર દોષમાંનો એક પણ દોષ હોય તો એ ભગવાન કહેવાય નહીં અને એક સમયનો વિભાવ હોય તો પણ એ ભગવાન કહેવાય નહીં. ભગવાનને અખંડપણે સ્વભાવદશા હોય, સ્વભાવ પરિણમન હોય, સ્વભાવનો આશ્રય હોય અને સ્વભાવ પરિણમન એ જ મોક્ષમાર્ગ છે અને જ્યાં સુધી પરનું અવલંબન છોડે નહીં ત્યાં સુધી સ્વભાવ પરિણમન થાય નહીં. ધર્મના નામે પણ જીવ પરના અવલંબને જ પ્રવર્તે છે. અરે ભાઈ ! ધર્મ એટલા માટે કરવાનો છે કે પરાવલંબનપણું છૂટીને સ્વાવલંબનપણું આવે. તેના માટે વ્યવહાર ધર્મ છે, પણ વ્યવહારનિશ્ચયનું સમ્યક્ પ્રકારે ભાન નહીં હોવાના કારણે જીવ વ્યવહારને જ પકડીને બેસી ગયો. તો કોઈ એકાંત નિશ્ચયનયને પકડીને બેસી ગયા ને વ્યવહાર છોડી દીધો. એનું પણ કામ ના થાય. બંનેની ભેળસેળ કરે ને યથાયોગ્યતા ના આવે તો પણ કામ ના થાય. પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૩૬ Page #404 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૩૮૧ નિજસ્વરૂપમાં ઉપયોગ ના જાય ત્યાં સુધી વ્યવહાર છે. નિજસ્વરૂપમાં ઉપયોગ જાય એના માટે વ્યવહારની પ્રેરણા જરૂરી છે, પછી નહીં. લિખાલિખી કી બાત નહીં, દેખાદેખી કી બાત; દુલહા દુલ્હન મિલ ગયે ઔર ફિકી રહ ગઈ બારાત ! બન્નેનું મિલન કરવાનું હતું તે ચાર ફેરા કરીને કરી લીધું. પછી બહુ બહુ તો રિસેપ્શનમાં રહેવું પડે અને પછી કવરના થેલાઓ ભરીને રવાના. પછી તમારે હિસાબ ચૂકતે કરવો હોય તો કરજો, જેને મળવું હોય તેને મળજો, ને જે બિલ ચૂકવવા હોય તે ચૂકવજો . અમે તો હવે સર્વથી ન્યારા છીએ. આવું ન્યારાપણું આત્મામાં આવે તો કામ થાય. સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૫૪ આત્માનો ચૈતન્ય સ્વભાવ અશુદ્ધ અવસ્થામાં પણ ન્યારો છે અને શુદ્ધ અવસ્થામાં પણ ન્યારો છે. એ ન્યારાને પ્યારો કરો, એમ જ્ઞાની કહે છે. કોઈવાર ઘરમાં કોઈ ન હોય તો જીવને એમ થાય કે ઘરમાં મારે એકલાને રહેવાનું? અરે બાપુ ! અનાદિકાળથી તું એકલો જ છું, તો મૂકને. ભગવાનમાં દોષ કે વિભાવ નથી એ વિચારતાં પોતે દોષ અને વિભાવથી પાછો ફરે તો કામનું. નહીં તો - દોડતા દોડતા દોડતા દોડિયો, જેતી મનની રે દોડ: જિનેસર. પ્રેમ પ્રતીત વિચારો ટુંકડી, ગુરુગમ લેજો રે જોડ. જિનેસર. ” – શ્રી આનંદઘનજી કૃત શ્રી ધર્મનાથજિન સ્તવન જીવને ચારેબાજુ દોડાદોડ છે. અહીં પણ દોડી દોડીને આવે, બહારગામ જાય ત્યારે સ્ટેશન ઉપર પણ દોડાદોડ કરે ! કોઈ પ્રોગ્રામ હોય તો પણ દોડાદોડ કરે ! બધી જગ્યાએ જીવને દોડાદોડ છે, શાંતિ નથી. પાસ લઈને અંદરમાં ઘૂસી કેમ આગળ જવું, એનો પણ રઘવાટ ! અરે બાપુ! શાંતિને શું કરવા હણે છે? ક્યાંય શાંતિ નથી, આત્મામાં શાંતિ છે. ક્યાં દોડાદોડ કરે છે? આવી લૌકિકતા ક્યાં સુધી રાખીશ? લૌકિકદષ્ટિએ તમે અને અમે પ્રવર્તશું તો અલૌકિકદષ્ટિએ કોણ પ્રવર્તશે? – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૩૨૨ Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ ક્ષમાપના ભગવાનની ટિકિટો બહાર પડે તો તમે નહીં જાવ, પણ નાટક-સિનેમાની ટિકિટમાં તમે દોડશો. એ દષ્ટિરાગ બતાવે છે. ગુણાનુરાગ હોય તો ભગવાનની ટિકિટો વેચાય એમાં વધારે જાય. દૃષ્ટિરાગ ગમે તેના પ્રત્યે હોય, એ મહાદુઃખદાયક છે, વિષ છે. ત્રણ લોકના નાથ શુદ્ધ આત્મારૂપ ભગવાન છે. તમે ગૈલોક્યપ્રકાશક છો. ત્રણ લોકના તમામ પદાર્થો ભૂત, ભવિષ્ય, વર્તમાન અવસ્થાઓ સહિત યુગપતુ એક સમયમાં તમારા જ્ઞાનમાં જણાય છે. આપણી અંદરમાં બેઠેલા ભગવાન પણ ત્રણ લોકના નાથ છે. ત્રણ લોકના નાથના પણ નાથ છે. એનું જો માહાસ્ય આવે, એનો આશ્રય થાય તો તમે બહારના પરમાત્મા સામે પણ નહીં જુઓ. જોવા જેવો અને જાણવા જેવો તો એક પોતાનો આત્મા છે. એટલે જ પરમકૃપાળુદેવે કહ્યું કે, જેણે આત્મા જાણ્યો, તેણે સર્વ જાણું. માટે, હવે બીજું કંઈ જાણવા જેવું નથી. કંઈ લેવા જેવું નથી, કંઈ મૂકવા જેવું પણ નથી. આપ સ્વભાવ મેં રે અબધૂ સદા મગન મેં રહેના. પોતાનો આત્મા તે ભગવાન આત્મા છે. આ ભગવાનને મૂકીને બહારના ભગવાન માટે જીવ તીર્થોમાં દોડાદોડ કરે છે. તું કૃતકૃત્ય ત્યારે થઈશ જ્યારે તારા ભગવાનનું તને મિલન થશે. બહારના ભગવાનનું મિલન તને થઈ શકવાનું નથી. કેમ કે, પારદ્રવ્યથી પરદ્રવ્યનું મિલન થઈ શકે નહીં. પરમાત્માનું અવલંબન લઈશ તો તે પરભાવ છે અને પરભાવથી ભગવાનનું મિલન થાય નહીં. ભગવાનનું અવલંબન બહારમાં લેવું એ પરભાવ છે અને પરભાવથી સ્વભાવભાવનું કાર્ય બની શકે નહીં.આલંબન લેવાનું ના નથી કહેતો પણ આલંબન લઈને કેમ મૂકવું એ કળા શીખવાની વાત કરું છું. આલંબન સાધન જે ત્યાગે, પરપરિણતિને ભાગે રે; અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, આનંદઘન પ્રભુ જાગે રે. – શ્રી આનંદઘનજી કૃત મહાવીરજિન સ્તવન સ્વભાવના આશ્રય વગર કલ્યાણ નથી. ગમે તેટલો વ્યવહારધર્મ ગમે તેટલો સમય કરો, પણ એ બધો આગ્નવ-બંધ છે અને ધર્મ તો સંવર, નિર્જરા ને મોક્ષ છે. ભગવાનમાં દોષ કે વિભાવ નથી એ વિચારીને પોતે દોષ અને વિભાવથી પાછા ફરવાનું છે. પણ હજી આપણે Page #406 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૩૮૩ પાછા ફર્યા નથી. કેમ કે, ભગવાનના ગુણોને ઓળખ્યા નથી. બોલ્યા છે ઘણા, ગાયા છે ઘણા, પણ સાચા ઓળખીને બોલ્યા કે ગાયા નથી. સ્વામી ગુણ ઓળખી, સ્વામીને જે ભજે, દરશણ શુદ્ધતા તેહ પામે; જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી, કર્મ ઝીપી વસે મુક્તિ ધામે. તાર. - શ્રી દેવચંદ્રજી કૃત મહાવીરજિન સ્તવન વિભાવથી પાછો ફરે તો ભગવાનની ભક્તિ અને ભગવાનનો આશ્રય સાચો. ભગવાનનો આશ્ચય લે, ભગવાનની ભક્તિ કરે ને વિભાવથી પાછો ના ફરે તે બધી બાહ્ય ભક્તિ કે વ્યવહાર ભક્તિ કે સામાન્ય ભક્તિ છે. તમે જે દેશમાં જાવ તે દેશની સારામાં સારી વસ્તુ લઈને આવો છો. જેમ કે, રાજકોટના સિયારામના પેંડા, અમદાવાદનું અચરતલાલનું ચવાણું. એમ જ્ઞાન તો ભગવાનનું, આનંદ તો ભગવાનનો, દર્શન તો ભગવાનનું, અનંતવીર્ય તો ભગવાનનું. બસ ભગવાનમાંથી આ લેવાનું છે. ત્રણ લોકના નાથ શુદ્ધ આત્મસ્વરૂપ ભગવાન છે. આત્માની શુદ્ધ અવસ્થા એનું નામ ભગવાન છે. એ કાર્ય ૫રમાત્મા અને આત્માનો ત્રિકાળી ધ્રુવ સ્વભાવ એ કારણ પરમાત્મા. એ કારણ પરમાત્માનો આશ્રય કરવાથી કાર્ય પ૨માત્મપણું પ્રગટ થાય છે. શક્તિ અપેક્ષાએ તમે બધા ભગવાન છો, ત્રણ લોકના નાથ છો, એ શક્તિનું ભાન થાય તો શક્તિ વ્યક્ત થયા વગર રહે નહીં. તું ત્રણ લોકનો નાથ છે અને ભિખારીની જેમ ભીખ માંગે છે ! ‘સાહેબ ! તમારો ઓર્ડર નથી આવ્યો ઘણા સમયથી.' જ્યાં જાય ત્યાં બધે ભીખ માંગે છે. મંદિરમાં જાય તો પણ ભીખ માંગીને જ આવે ! હવે મારે કાંઈ નથી જોઈતું એમ કહીને કોઈ દિવસ આવ્યો છું ? જંગતનો કોઈ પદાર્થ કંઈ કામ આવતો નથી. એનો હું સ્પર્શ પણ કરી શકતો નથી. એને હું ભોગવી પણ શકતો નથી, એનો હું માલિક પણ થઈ શકતો નથી, એની સાથે મારે કંઈ લાગતુંવળગતું કે લેવા-દેવા નથી. હવે મારે કંઈ ન જોઈએ. એક આપના જેવી સ્વરૂપદશા પ્રગટ કરું, આત્મદશા પ્રગટ કરું, એ સિવાય મારે કશું જોઈતું નથી. તે પણ તમને પ્રાર્થના કરું છું, માંગતો નથી. કારણ કે, પ્રાર્થનાના બળથી મારી સ્વભાવ દષ્ટિ થાય છે ને મારામાં પરમાત્મપણું પ્રગટ થાય છે, આવું માહાત્મ્ય લાવવાનું છે. કેમ કે, આત્માથી સૌ હીન. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૨૫ - Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ ક્ષમાપના જગત ઈષ્ટ નહિ આત્મથી. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૫૪-૧/૧૦- “અંતિમ સંદેશ આત્મા જેવો કોઈ દેવ નથી. જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. આત્મસ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર; જિનપદથી દર્શાવિયો, તેહ સ્વરૂપ પ્રકાર. જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહિ કાંઈ; લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૫૪-૧ - “અંતિમ સંદેશ' સામાયિકમાં બેસો ત્યારે એવી ખુમારી લાવો કે હું ત્રણ લોકનો નાથ છું. હે ભગવાન્ ! મારે હવે કશું જોઈતું નથી. હું પરિપૂર્ણ છું. છ દ્રવ્યો સત્ છે અને છયે દ્રવ્ય પરિપૂર્ણ છે. અપૂર્ણ હોય તો બીજું દ્રવ્ય લાવીને પૂર્ણતા કરવી પડે, પણ છયે દ્રવ્યો પૂર્ણ છે. તો બહારનું કોઈ દ્રવ્ય તારી અંદરમાં પ્રવેશ કરી શકે નહીં અને એ તારું થઈ શકે નહીં. અનાદિકાળથી તારું થાય એના માટે તું ઘણું મચ્યો છે. તેનું કારણ અજ્ઞાન છે. હવે એ અજ્ઞાન મૂક અને તું પરિપૂર્ણ છે એનું ભાન લાવ. બહારમાં જે બન્યું તે બન્યું, જે થયું તે થયું, ને ના થયું તે ના થયું. જેમ બન્યું તેમ બન્યું. તારા આત્માને કોઈ લાભ કે નુક્સાન બહારના બનાવોથી છે જ નહીં. બધાનો ઉલાળિયો કરતા શીખી જાવ. કોઈનું માહાસ્ય નહીં. ફક્ત વ્યવહારથી ભગવાનનું ને ગુરુનું માહાત્મા અને નિશ્ચયથી પોતાના આત્માનું માહાસ્ય. વ્યવહારસે દેવ જિન, નિચેસે આપ; એહિ બચનસે સમજ લે, જિનપ્રવચનકી છાપ. – શ્રીમદ્ રાજચંદ્ર - આત્યંતર પરિણામ અવલોકન - હાથનોંધ -૧-૧૪ કેટલાં શાસ્ત્રો ભણીશ? જેમ જેમ ભણતો જઈશ તેમ તેમ નવા નવા કબાટો આવતાં જ જશે. અને બીજા નવા નવા શાસ્ત્રોની અંદરમાં તૃષ્ણા લાગ્યા કરશે. જેમ સંસારમાં પૈસાની તૃષ્ણા હતી તેમ અહીં શાસ્ત્રોની તૃષ્ણા થશે. માટે આત્માના કલ્યાણ માટે એક શાસ્ત્ર ઘણું થઈ જાય, અથવા એક શ્લોક પણ ઘણો થઈ જાય. કેમ કે, જ્ઞાનીના એક એક વાક્યમાં અનંત આગમનો સાર છે. ગુરુની એક આજ્ઞા જો સમ્યફ પ્રકારે આરાધે તો યાવત્ તેને કેવળજ્ઞાન થયા Page #408 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૩૮૫ વગર રહે નહીં. એટલું આજ્ઞાનું બળ અને માહાત્મ્ય છે. ભગવાનના આત્મસ્વરૂપ સુધી નજર જાય તો ચમત્કાર લાગે કે મારું સ્વરૂપ પણ તમે પ્રગટ કર્યું છે તેવું જ છે, પણ તે નજર ક્યારે જાય? એ વિષે પરમકૃપાળુદેવ કહે છે, જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારાં તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. નવ તત્ત્વને સૂક્ષ્મતાથી હેય, જ્ઞેય, ઉપાદેયના પડખાથી વિચારો તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્ત્વ તમારો શુદ્ધ આત્મા છે એનું માહાત્મ્ય આવશે. આસ્રવ-બંધ તો હેય છે. એટલે પુણ્ય અને પાપ પણ હેય છે. કેમ કે, એ બંને આસ્રવ છે. સંવર, નિર્જરા અને મોક્ષ એ પર્યાય છે. એનું પણ હવે તમને માહાત્મ્ય નહીં આવે. અજીવનું પણ માહાત્મ્ય નહીં આવે. પૈસા અજીવ છે, મકાન અજીવ છે, સ્ત્રી-પુત્રોના શરીર અજીવ છે, તારું શરીર પણ અજીવ છે, જે જે દેખાય છે એ બધા અજીવ પદાર્થો છે. એ અજીવ પદાર્થ પ્રત્યેનું તને જ્ઞાન થશે તો તારો મોહ સ્વયં ઓછો થઈ જશે. અજીવ કોઈ દિવસ જીવને સુખ આપી શકે નહીં. જડ દ્વારા ચેતનને સુખ મળી શકે ? અને આ જીવ જડ વિષયોને, પાંચ ઈન્દ્રિયોના વિષયોને ભોગવીને સુખ લેવા ઇચ્છે છે ! બસ, એ જ એનું અજ્ઞાન છે, એ જ સુખાભાસ છે. સૂક્ષ્મ વિચારથી તત્ત્વમાં ઊંડા ઉતરો તો, છેવટે – જે દષ્ટા છે દૃષ્ટિનો, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૫૧ દુનિયાના તમામ પદાર્થો, ચેતન અચેતન બધાય પદાર્થોને બાદ કરતાં કરતાં આ હું નહીં, આ હું નહીં, એટલે કે એમ આખું જગત બાદબાકીમાં આવી જશે. હવે બાકી રહેલું ‘અબાધ્ય અનુભવ’, જે પોતાનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, ત્રિકાળી ધ્રુવ પરમાત્મા તે હું એમ કહી ઉપયોગમાં એને પકડીને નિર્વિકલ્પપણે બેસી જાવ, એટલે તમારું કાર્ય પૂરું. ‘શુદ્ધ ચૈતન્ય સ્વરૂપોહમ્’, ‘નિર્વિકલ્પ સ્વરૂપોહમ્’, ‘સહજાત્મ સ્વરૂપોહમ્’, ‘પરમાત્મ સ્વરૂપોહમ્' - વારંવાર આના પુટ આપો, પછી આ પુટના પણ વિકલ્પો છૂટે એટલે આત્મામય બની જવાય. જિનસ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હોવે રે; ભૃંગી ઈલિકાને ચટકાવે, તે ભૃગી જગ જોવે ૨. ― - શ્રી આનંદઘનજી કૃત શ્રી નમિનાથ જિનસ્તવન Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ ક્ષમાપના ભમરી ઈયળને ચટકાવી ચટકાવીને ભમરી કરી નાખે છે. એ તો કદાચ ભમરી થાય પણ ખરી અને ન પણ થાય. પણ જિન પરમાત્માનું ચિંતવન, મનન અને ધ્યાન એ બહિરાત્માને ચટકાવી ચટકાવીને અંતરાત્મા કરી નાંખે છે અને અંતરાત્માને ચટકાવી ચટકાવીને પરમાત્મા બનાવી દે છે. એમાં એટલી તાકાત છે. જે કરવાનું છે તે કરતાં નથી અને ના કરવાનું ખૂબ કરીએ છીએ. ચારેબાજુ દોડધામ, આમને પમાડી દઉં ને આમનાથી પામી જાઉં ને આમ કરી નાંખું બસ. ઉછળકૂદ, ઉછળકૂદ! નવા નવા લગ્ન થાય એટલે વારંવાર સિનેમામાં જતા રહે, કાં તો હોટલોમાં જાય, કાં તો બીજે ક્યાંક ફરવા જાય. પછી ૭૦-૮૦ વર્ષના થાય એટલે ઠરીને ઠામ થઈ જાય બસ. એ રીતે હવે તમે કરો. બહુ દોડધામ કરી. ગમે તેટલું દોડશો પણ કંઈ હાથમાં નહીં આવે. કોઈ એક જગ્યાએ શાંતિથી બેસી, આત્મામાં ઉપયોગ લઈ જશું તો તમારા હાથમાં એક સેકન્ડની અંદર આવી જશે અને કામ થઈ જશે. તો, ભગવાને કહેલાં નવ તત્ત્વ અથવા આત્મતત્ત્વ સુધી નજર જાય તો ચમત્કાર લાગે કે મારું સ્વરૂપ, તમે પ્રગટ કર્યું તેવું જ છે. મારા ને તમારામાં કોઈ ભેદ જ નથી પ્રભુ ! જેવા તમે છો તેવો જ હું સ્વરૂપે છું. પ્રાણીમાત્રનું સ્વરૂપ એવું જ છે. પ્રાણીમાત્રને સ્વરૂપદૅષ્ટિથી જોવાથી સમતા આવે છે અને એ દૃષ્ટિથી જોયા વગર વિષમતા આવશે. દરેક જગ્યાએ આ વિષમતાના કારણે ધર્મના નામે વાડાબંધી થઈ ગઈ છે. આ મારો ધર્મ, આ પરાયો ધર્મ, અમે આ ગ્રુપના, અમે પેલા ગ્રુપના – આવું કેમ થાય છે ? સ્વરૂપદૃષ્ટિ નથી એટલે. બધાયમાં સ્વરૂપદૃષ્ટિ કરો તો આ બધા ભેદ નીકળી જશે. દરેકમાં દ્રવ્યદૃષ્ટિ કરો. દ્રવ્યદૃષ્ટિથી સમતા આવે છે અને પર્યાયદષ્ટિથી વિષમતા આવે છે. જેને આત્માનું સાચું માહાત્મ્ય આવ્યું એનો બેડો પાર થઈ ગયો. હવે એને બીજું કંઈ કરવાનું છે જ નહિ. બસ, કરવાના વિકલ્પ છોડો એ જ કરવાનું છે. સમજાય, પકડાય, માહાત્મ્ય આવે તો સહજ કલ્યાણ છે. સમજે તો સહજમાં છે, નહીં તો અનંત ઉપાયે પણ નથી. સમજ, પિછે સબ સરલ હૈ, બિન્ને સમજ મુશકીલ; યે મુશકીલી ક્યા કહું ? ― — શ્રીમદ્ રાજચંદ્ર - આત્યંતર પરિણામ અવલોકન હાથનોંધ – ૧-૧૨ સમજાણું કાંઈ ? ભગવાનનું આત્મસ્વરૂપ નજરાઈ જાય તો ચમત્કાર લાગે કે મારું સ્વરૂપ પણ તેવું જ છે. હું પણ તમારા જેવી દશા પ્રગટ કરી શકું એવી યોગ્યતાવાળો છું. Page #410 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૩૮૭ સારામાં સારા ફેક્સ મશીનો હોય, તમે અહીં કાગળ મૂકો તો ચીનમાં પણ તેની કોપી થઈ જાય. એમ ભગવાનની કોપી કરી લો. ભારત પાસે આ વસ્તુ છે. ભગવાનની કોપી કરવાની વસ્તુ ભારત પાસે છે અને મશીનોની કોપી કરવાની શક્તિ ચીનવાળા પાસે છે. બધા જ તીર્થકર ભગવંતો ભારતમાંથી જ થયા છે, બીજેથી નથી થયા. બીજા બધા અનાર્ય દેશ છે. મારું સ્વરૂપ તમે પ્રગટ કર્યું તેવું જ છે તેનો ખ્યાલ ત્યારે આવે કે જયારે સૂક્ષ્મ વિચારથી પરમાત્માના સ્વરૂપ ઉપર ઉપયોગ જાય. જો પદ તાકો વો પદ માકો, પદપ્રાપ્તિ કો આયા હું જે પદ ભગવાનનું છે તે જ પદ મારું છે અને તે તમે સમજી જાવ તો તમારા પણ દેરાસરો ને મંદિરો બંધાશે. પણ ક્યારે? દેરાસર ને મંદિર બંધાવવાની ઇચ્છા છૂટશે ત્યારે. જો ઇચ્છા હોય તો ના થાય. કેમ કે, સંપૂર્ણ ઇચ્છાઓનો નિરોધ થાય ત્યારે પરમાત્મપદ પ્રગટ થાય. ઇચ્છાઓ માત્ર નુક્સાનકારક, દુઃખદાયક, અશાંતિદાયક અને આકુળતા - વ્યાકુળતા યુક્ત હોય છે. માટે ઇચ્છાઓને છોડો. દિવસમાં પાંચસો ઇચ્છાઓ થાય તેમાં પચાસ પૂરી થાય અને ચારસો પચાસ બીજે દિવસે ખેંચાય અને પાછી બીજી નવી ઉમેરાય. એમ ઇચ્છાઓ લંબાતી જ જાય છે. મરતી વખતે પણ કોઈને પૂછો કે કાંઈ ઇચ્છા છે? તો તે કહેશે કે હજી ઘણી ઇચ્છા છે. મરતી વખતે પણ જીવની ઇચ્છાઓ પૂરી થતી નથી. એટલે “ઇચ્છા નિરોધઃ તાઃ ઇચ્છાઓનો નિરોધ તે જ તપ છે, એ જ સાધના છે, એ ચારિત્ર છે. ઇચ્છાઓનો નિરોધ ત્યારે થાય કે જયારે પોતાની અંદરમાં કૃતકૃત્યતાનું વદન આવે. હવે મારે કંઈ નથી જોઈતું. તમારું પેટ ભરાઈ ગયું હોય પછી ગમે તેટલી ભાવતી આઈટમો આવે પણ તમારી ઇચ્છા હવે થશે નહીં. કેમ કે, પેટ ભરાઈ ગયું છે. તો, મૂળ સ્વરૂપમાં ક્યાંય ભેદ નથી. કર્મોને લઈને ભેદ કહેવાય છે. મૂળ સ્વરૂપ તો ચોર્યાશી લાખ યોનિના તમામ જીવોનું એકસરખું છે, સ્વરૂપમાં કોઈ ભેદ નથી. માથે પચાસ લાખનું દેવું હોય એ પણ વાણિયો છે, અને પચાસ અબજની મિલકત હોય એ પણ વાણિયો છે. વાણિયાની અપેક્ષાએ એમાં કોઈ ફેર પડતો નથી. જમણવાર થાય, ત્યારે બંને સાથે બેસીને જમી શકે છે. પછી એમ નહીં કે હું પચાસ અબજનો માલિક છું એટલે અલગ બેસું ને તું અલગ બેસે, કારણ કે નાતજમણ છે. એમ આપણે સિદ્ધની નાતના છીએ. મૂળ સ્વરૂપમાં ક્યાંય ભેદ નથી. કેમ કે, સ્વરૂપ અકૃત્રિમ છે. કૃત્રિમ - બનાવેલું નથી, સહજ છે, માટે સમાન છે. જેને જ્ઞાન નથી તેને બહિરાત્મા કહેવાય છે. જેને જ્ઞાન થયું તે અંતરાત્મા કહેવાય છે, અને જેને Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ ક્ષમાપના. કેવળજ્ઞાન પ્રગટ થયું એને પરમાત્મા કહેવાય છે. એ અપેક્ષાએ ભેદ છે. સ્વરૂપદષ્ટિથી કોઈ ભેદ નથી. કર્મને લઈને ભેદ છે. માટે જ કહ્યું છે, કર્મ બાપડે કૌન, ભૂલ મેરી અધિકાઈ, અગ્નિ સહે ઘનઘાત, લોહે કી સંગતિ પાઈ. જેમ, અગ્નિ લોઢાનો સંગ કરે છે તો માર પડે છે, તેમ જીવ પરનો સંગ કરે છે એટલે માર ખાય છે. લુહારને અગ્નિને મારવો નથી, પણ એને માર્યા વગર લોઢું ટીપાય એવું નથી. એટલે એને મારવું પડે છે. - જિનપદ નિજપદ એકતા. જિનનું સ્વરૂપ, આપણું સ્વરૂપ અને જીવમાત્રનું સ્વરૂપ એકસરખું છે. કોઈમાં એક ગુણ પણ કિંચિત્ ઓછો કે વધારે નથી. કોઈના અસંખ્યાત પ્રદેશોમાંથી એક પ્રદેશ ઓછો કે વધારે નથી. સંપૂર્ણ સમાનતા છે. જે ભેદ છે તે અવસ્થામાં છે, સ્વરૂપમાં કોઈ ભેદ નથી. આમ, ક્ષમાપનાની વચ્ચે મૂકેલા આ વાક્યમાં પરમકૃપાળુદેવે ઉત્તમ મર્મની વાત કહી દીધી છે. અને તે, કર વિચાર તો પામ. –શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૧૭ એટલે સ્વરૂપદષ્ટિ કર તો પામ. કર વિચાર તો પામ એટલે? વિચાર છોડ હવે. જ્યાં સુધી તું વિચારમાં છે ત્યાં સુધી તું મનોભૂમિકામાં છે, પણ જ્યારે ઉપયોગ મનાતીત થઈ સ્વરૂપસ્થ થશે તો પામીશ. આત્મા તો સર્વાતીત છે – દેહાતીત છે, વચનાતીત છે, મનાતીત છે. બધાય દ્રવ્યોથી ન્યારો છે, બધાયથી જુદો છે, ત્રિકાળ એકાકી છે. સર્વથી સર્વ પ્રકારે ભિન્ન અને અસંગ છે. આત્માના સ્વરૂપની વાત ચાલે છે. આવું સ્વરૂપ ઉપયોગમાં પકડાય અને આવી સ્વરૂપદષ્ટિ થાય તો હવે તેને જગતના તમામ પદાર્થો ફિક્કા લાગશે. જેણે ગિરની ગાયનું કે ભેંસનું દૂધ પીધું હોય તેને મ્યુનિસિપાલિટીના દૂધ ફિક્કા લાગે. તો સ્વરૂપની દૃષ્ટિ કે સ્વરૂપનો આશ્રય એ ગિરની ગાયનું કે ભેંસનું દૂધ છે. તેની દૃષ્ટિ જેણે કરી એને હવે ભક્તિ ફિક્કી લાગે, શાસ્ત્રના સ્વાધ્યાય ફિક્કા લાગે, માળા ફેરવવી પણ ફિક્કી લાગે અને ઉપયોગને બહિર્મુખ કરીને કરવાની ધર્મની અન્ય ક્રિયાઓ પણ ફિક્કી લાગે. તમે પેડો ખાવ પછી ચા ફિક્કી લાગશે, તેમ તમે આત્માનો પેંડો ચાખો તો જગતના તમામ પદાર્થો ફિક્કા લાગશે. બસ, આ એનું બેરોમીટર છે. કોઈને પૂછવા જવાની જરૂર નથી. Page #412 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૩૮૯ આત્માથી સૌ હીન. આત્મા સિવાયનું બધું ફિક્કુ લાગવું જોઈએ. “કર વિચાર તો પામ વસ્તુસ્વરૂપ સમજવા જે ઊંડો વિચાર કરવામાં આવે તે સૂક્ષ્મ વિચાર છે. ક્યાં સુધી ઊંડો વિચાર કરવામાં આવે? જેમ સાકર દરિયાનું માપ લેવા જાય ને ઓગળી જાય તેવી રીતે મન આત્માનું ચિંતન કરતાં કરતાં આત્માની અંદર ઓગળી જાય. વસ્તુ વિચારત ધ્યાવતે, મન પાવે વિશ્રામ પાવત; રસસ્વાદત સુખ ઉપજે, અનુભવ યાકો નામ. – શ્રી સમયસાર નાટક આનું નામ અનુભવ છે. પરમકૃપાળુદેવે ક્ષમાપનાના પાઠમાં એકલું માખણ આપ્યું છે. જેમ લાલ માંકડાઓ ઝીણી ઝીણી જૂને પકડી પકડીને કાઢી નાખે, તેમ પરમકૃપાળુદેવે બધાય દોષોને પકડી પકડીને બહાર કઢાવ્યા છે. સૂક્ષ્મ વિચાર એ કહેવાય કે જેમાં વિચારનો અંત આવી જાય અને નિર્વિચાર દશામાં, સ્વસંવેદનમાં આત્મા પકડાય અને બુદ્ધિપૂર્વકના બધા વિચાર છૂટી જાય. અબુદ્ધિપૂર્વકના તો છેક બારમા ગુણસ્થાનક સુધી ચાલવાના. મૃતનું અવલંબન અબુદ્ધિપૂર્વક ચાલવાનું..પ્રથમ વિચાર, પછી ધ્યાન. ધ્યાનમાં નિર્વિકલ્પતા – સ્વસર્વેદનતા એનું નામ “પામ.” કિવા પામ્યો તે નિજસ્વરૂપ, મૂળ મારગ સાંભળો જિનનો રે. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક – ૭૧૫ નિજસ્વરૂપ પામ્યો ત્યારે કહેવાય કે જ્યારે “રસસ્વાદત સુખ ઉપજે.”અતીન્દ્રિય આનંદના રસની અનુભૂતિ સાથે હોવી જોઈએ, કાલ્પનિક નહીં. “સર્વગુણાંશ તે સમ્યક્ત્વ.”સુખગુણનું, આનંદગુણનું પણ પરિણમન ચાલે છે. તેનો પણ અંદરમાં રસ આવે છે. એક બરફના ગોળામાં સો શરબત છાંટ્યા હોય અને તમે તે ગોળો ચૂસો તો સો યે શરબતનો સ્વાદ આવવો જોઈએ. સર્વ શરબતાંશ તે ગોળો. મન વિશ્રાંત થઈ જાય, મનની વિકલ્પની દોડાદોડ પણ મટી જાય, મન શાંત થઈ જાય ત્યારે “રસસ્વાદત સુખ ઉપજે” એનું નામ અનુભવ છે. એટલે “ક્ષયોપશમ જ્ઞાનથી નિવેડો નથી પણ અનુભવજ્ઞાનથી નિવેડો છે. 'વિકલ્પાત્મક જ્ઞાનથી નિવેડો નથી, પણ નિર્વિકલ્પ જ્ઞાનથી નિવેડો છે. એનું નામ અનુભવ છે. Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ અનુભવ ચિંતામણિ રતન, અનુભવ હૈ રસકૂપ; અનુભવ મારગ મોક્ષકો, અનુભવ મોક્ષ સ્વરૂપ. ક્ષમાપના અનુભવ વગર પરિભ્રમણનો નિવેડો આવે એવો નથી. અનુભવજ્ઞાન વગર આત્માના અતીન્દ્રિય આનંદની અનુભૂતિ થતી નથી. ગમે તેટલી સાધના, ગમે તેટલી ભક્તિ, ગમે તેટલું તપ, ગમે તેટલો ત્યાગ, ગમે તેટલી ધર્મની ક્રિયાઓ કરો એ બધી આસવ-બંધના ખાનામાં છે, એનાથી તમે કંઈક પુણ્ય બાંધો ને તમને બાહ્ય સુખની સામગ્રીઓ મળે પણ ખરી અને તે પણ એકાદ ભવ. પછી એ સુખને ભોગવવામાં તમે પાગલ થઈ જાવ એટલે પાછા નીચે. જ્યાં જાઓ ત્યાં બધે કાગડા કાળા ને કાળા. ગમે ત્યાં જાવ, કોઈ જગ્યાએ કાગડો ધોળો ના હોય. કલર કરો તો જુદી વાત, બાકી તો ના હોય. ‘વસ્તુ વિચારત ધ્યાવતે.’ બીજા વિચારથી મન થાકી જાય, માથું દુઃખે. જ્યારે જીવને બીજાના વિચારમાં જ આનંદ આવે. દીકરો પરદેશ ગયો હોય તો અહીં મોબાઈલમાં પણ એનું મોઢું દેખાય અને આનું મોઢું ત્યાં દેખાય ને વાતચીત ચાલે એટલે એને આનંદ થાય કે મેં છોકરાને જોયો. કેમ કે, હજી થાક્યો નથી. પેલો ત્યાં રડે તો આ અહીં રડે. હજી એનું મન થાક્યું નથી વિભાવોથી. બહિર્મુખતાથી મન થાક્યું નથી. ઘણો માર ખાધો, ઘણા દુ:ખ સહન કર્યા, ઘણી આકુળતા - વ્યાકુળતાઓ ભોગવી. જેનું મન બહિર્મુખ છે એ બધા આકુળ-વ્યાકુળ જ છે. ‘મન: વં મનુષ્યાળાં વારાં બંધ મોહાયો: ।' બંધનું કારણ પણ મન છે અને મોક્ષનું કારણ પણ મન છે. ભાવમન મોક્ષનું કારણ છે. જ્યારે ભાવમન આત્મામાં લાગે ત્યારે દ્રવ્યમન નિષ્ક્રિય થઈ જાય છે અને જ્યારે ભાવમન આત્મામાં નથી ત્યારે દ્રવ્યમન સક્રિય હોય છે. મન તો થાકતું જ નથી. એક વિચાર જાય ને બીજો આવે, બીજો ગયો ને ત્રીજો આવે. જેમ સમુદ્રમાં એક પછી એક તરંગો આવ્યા જ કરે તેમ મનની અંદરમાં તરંગો આવ્યા જ કરે. એમાં ટી.વી. જુએ ત્યારે ઓછું થાય, પણ સામાયિકમાં વધી જાય ! વિશેષ શિક્ષાપાઠ-૧૦૦ – ‘મનોનિગ્રહતાના વિઘ્ન’ માંથી અવલોકવું. સ્વાધ્યાય સાંભળવામાં પણ મન શાંત કે એકાગ્ર નથી. એની દોડાદોડ તો ચાલુ જ છે. દોડત દોડત દોડત દોડિયો, જેતી મનની રે દોડ; જિનેસર. પ્રેમ પ્રતીત વિચારો ઢંકડી, ગુરુગમ લેજો રે જોડ. જિનેસર . – શ્રી આનંદઘનજી કૃત ધર્મનાથજિન સ્તવન - Page #414 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૩૯૧ મન સાધ્યું તેણે સઘળુ સાધ્યું, એ વાત નહીં ખોટી; એમ કહે સાધ્યું તે નવિ માનું, એ કહી વાત છે મોટી. હો કુંથુજિન. મનડું દુરારાધ્ય તે વશ આપ્યું, આગમથી મતિ આણું; આનંદઘન” પ્રભુ મારું આણો, તો સારું કરી જાણું. હો કુંથુજિન. – શ્રી આનંદઘનજી કૃત કુંથુનાથજિન સ્તવન આનંદઘનજી પ્રભુને પ્રાર્થના કરે છે કે મારું મન તો કંઈક સ્થિર કરો. હવે આનંદઘનજી જેવાને અખંડપણે સ્થિર નથી રહેતું, તો આપણું તો ક્યાંથી રહેવાનું? બીજા વિચાર કરતા માથું દુ:ખવા આવે. કેમ કે, વિચારથી દુઃખ્યું છે, અંદરની કોઈ ડિફેક્ટથી દુઃખ્યું નથી. માથાની ડિફેક્ટથી દુઃખે તો મટી જાય, પણ વિચારથી દુઃખતું હોય તો વિચાર છૂટે ત્યારે મટે. આત્માનો વિચાર કરતાં સુખ ઉપજે અને શાંતિ થાય. આ વગર પૈસાનો ધંધો છે, પણ આ કોઈને સૂઝતું નથી. આત્માના વિચાર કરતાં કરતાં એક મિનિટમાં ‘તિહાં કણે જો હઠ કરી હટકું તો વાલા તણી પરે વાંકુ, હો કુંથુજિન મનડું કિમ હીન બાઝે.” આમ એવી ગુલાંટ મારીને નીકળી જાય કે તમને ખબર પણ ન પડે કે સામાયિક પૂરી થઈ ગઈ અને હું વિકલ્પો ને વિકલ્પોમાં જ રહ્યો. આત્માનો વિચાર કરો, આત્માનું ચિંતન કરો, આત્માની વાત સાંભળો, આત્માની વાત વિચારો, આત્માની વાત કહો તો જ તરીને પાર પમાય એવું છે. સાંભળો તોય આત્માની વાત, કહો તોય આત્માની વાત, લખો તોય આત્માની વાત, જુઓ તોય બધામાં આત્માને જુઓ. જેમ આ બહેનો મેચિંગ કરે છે ને કે કપડાં તો લાલ, બ્લાઉઝ લાલ, ચાંલ્લો લાલ, હોઠ લાલ, ગાલ લાલ, ચંપ્પલ લાલ, મોજ લાલ, લાલમ્ લાલ. બસ, આવી રીતે આત્માકાર ઉપયોગ કરી નાંખો. વિચારમાં ય આત્મા, ચિંતનમાં ય આત્મા, ધ્યાનમાંય આત્મા, નિર્વિકલ્પ સમાધિમાં ય આત્મા. “બેટ્ટો થાય એ બીજું જુએ.' તો શાંતિ થાય. આત્માના આશ્રય વગર કોઈ જીવને સાચી શાંતિ મળવાની નથી. બાકીની બધી શાંતિ કાલ્પનિક છે, વાસ્તવિક નથી. હકીકતમાં તો એ શાંતિ અશાંતિ જ છે. “ઊંડો ઉતરું છું એટલે બાહ્ય ભાવથી છૂટું છે. જેટલા જેટલા ઊંડા જાવ તેટલા તેટલા વિકલ્પો છૂટતા જાય. તત્ત્વદષ્ટિથી – સૂક્ષ્મ વિચારથી ઊંડા જાવ. તમે ઘણી વખત કોઈ વિચારમાં, ઊંડા ઉતરી બેસી ગયા હોવ તો ખાવાનું પણ ભૂલી જાવ છો. તમે જુઓ ! વ્યાપારીઓ ખાવાનું ય ભૂલી જાય, બધું ભૂલી જાય. માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખણહારા દાઝે જોને !' Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ ક્ષમાપના દરિયામાં ડૂબકી મારે છે એના હાથમાં મોતી આવે છે. બહારથી દેખવાવાળાના હાથમાં મોતી આવતા નથી. જેમ જેમ તમે તત્ત્વના ચિંતનમાં જાવ તેમ તેમ વિકલ્પો ઘણા ઓછા થઈ જાય અને ક્રમે કરીને બંધ થઈ જાય. જ્ઞાની પુરુષના વચનના અવલંબને પોતાનું ખરું સ્વરૂપ સમજાય છે. સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. જયાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિવણ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૧૯, ૪૧ સદૂગરના બોધે જે સુવિચારણા થાય તે સુવિચારણા છે. સદ્દગુરુના બોધ ઉપર વિચાર કરો તો એ વિચાર સુવિચાર થશે અને બીજા વિચારોથી રોકીને મનને આત્મવિચારમાં લઈ જવું હોય તો ત્યાં આત્મવીર્ય ફોરવવું પડે છે. માટે આત્માની શક્તિને સ્કુરાયમાન કરો. જૈસી પ્રીતિ હરામ કી, ઐસી હર પર હોય; ચલો જાય વૈકુંઠ મેં, પલ્લો ન પકડે કોય. આત્મવિચારનો અભ્યાસ થઈ જતાં મન ધીરે ધીરે તે તરફ ઢળવા લાગે છે. પછી બીજા કામ કરતા પણ આત્મવિચારમાં રહી શકાય છે. એક વખત આત્માનું માહાત્મ આવ્યું અને શાંતિની અનુભૂતિને સહેજ ચાખી, પછી મન બહાર ફાંફાં મારશે નહીં. એક વખત અકબરે બિરબલને કહ્યું કે આ બકરીને જ્યારે પણ ખવડાવીએ ત્યારે ખાવા તૈયાર થઈ જાય છે. જ્યારે જોઈએ ત્યારે ભૂખી ને ભૂખી. બિરબલે કહ્યું કે એ બકરીને તમે મને સોંપી દો. હું એનો કંઈક ઉપાય કરું છું. એટલે અકબરે એ બકરી બિરબલને સોંપી દીધી. બિરબલ તેને પોતાના ઘરે લઈ ગયો. તેણે એક યુક્તિ અજમાવી. બકરીને ઘાસ નાંખ્યું, પણ જેવી બકરી ઘાસ ખાવા જાય કે તેને સોટી મારે. દર વખતે એ પ્રમાણે કરે. એટલે બકરીને લાગ્યું કે આ ઘાસ ખાવા જઉં છું ત્યારે જ મને માર પડે છે. એટલે તેણે ઘાસ ખાવાનું બંધ કરી દીધું. બિરબલ ગમે તેટલું નાંખે પણ તે ખાય નહીં. પછી બિરબલ એ બકરીને અકબર પાસે લઈ ગયો અને કહ્યું કે જહાંપનાહ! હવે તમે બકરીને ઘાસ નાંખો. એ નહીં ખાય. અકબરે ઘાસ મંગાવીને બકરીની આગળ નાંખ્યું.અકબરના ઘણા પ્રયત્ન છતાં બકરીએ તે ખાધું નહીં. તેવી જ રીતે Page #416 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૩૯૩ મન જયારે બીજા વિચારોમાં જાય ત્યારે તેને સોટી મારવી અને તેને આત્માના વિચારમાં લઈ જવું. એમ વારંવાર કરતાં મન સહેજે આત્મવિચાર તરફ ઢળે છે. કુંભે બાંધ્યું જળ રહે, જળ વિણ કુંભ ન હોય; જ્ઞાને બાંધ્યું મન રહે, ગુરુ બિન જ્ઞાન ન હોય. એ ઢળે ત્યારે બીજા કામ કરતાં પણ આત્મવિચારમાં રહી શકાય. પરમકૃપાળુદેવે લખ્યું છે, અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૫૫ વિચાર કરો કે એમનો ઉપયોગ કેટલો આત્માકાર થયો હશે ! કેટલું ચિંતવન દઢ કર્યું હશે ! કેટલું સહજ થયું હશે ! ભગવાનનું સ્વરૂપ અદ્ભુત છે. ઊંડા ઉતરતા મારા સ્વરૂપને પ્રકાશિત કરે એવું તમારું સ્વરૂપ છે. માટે જ્ઞાનીઓના બોધનો, ગુરુની આજ્ઞા લઈને વૈરાગ્ય અને ઉપશમનું બળ વધારીને ઊંડા ઉતરો. તમારું સ્વરૂપ પ્રકાશિત થશે. તમે નીરાગી, નિર્વિકારી, સચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ગૈલોક્યપ્રકાશક છો. નીરાગી :- ભગવાન નીરાગી છે. તેમને સંપૂર્ણપણે રાગ-દ્વેષનો અભાવ થઈ ગયો છે. અને જે સંપૂર્ણ નીરાગી હોય તે સંપૂર્ણ વીતરાગી હોય. જેટલા અંશે નીરાગીપણું હોય તેટલા અંશે વીતરાગીપણું હોય. જ્ઞાનીપુરુષ કેવા નિશ્ચિત છે, કેવા સુખી છે તેનો વિચાર કરીએ તો આપણું ચિત્ત એ ભાવોમાં જાય છે. સ્વરૂપદષ્ટિના કારણે જ્ઞાનીઓ નિશ્ચિત છે. હાલ દેહ છોડવાનો આવે તો પણ ચિંતા નથી, ગમે તેવા કર્મનો ઉદય આવે તો પણ ચિંતા નથી, ગમે તેવા નિમિત્તો આવે તો પણ ચિંતા નથી, પુણ્યના ઉદય આવે કે પાપના ઉદય આવે તોય ચિંતા નથી, તે સ્વરૂપદષ્ટિના કારણે. ગમે તેટલી ચિંતા કરશો તો પણ જે થવાનું છે એ જ થવાનું છે, અને ચિંતા નહીં કરો તો પણ જે થવાનું છે એ જ થવાનું છે. જે થાય તેનો સ્વીકાર કરો અને આનંદમાં રહો. કર્મના ઉદયના નિમિત્ત વગર બહારમાં કોઈ નિમિત્ત મળતું નથી. ઉદયમાં સમતા રાખવાથી તે કર્મ નિર્જરી જાય છે. તો તેને જવા દો અને હવે નવું ના બંધાય એટલું ધ્યાન રાખો. ભગવાન પૂર્ણ સુખી છે, જ્ઞાનીઓ જેટલા અંશે જ્ઞાનમાં રહે છે તેટલા અંશે સુખી છે, ગુણસ્થાનક અનુસાર. તેનો વિચાર કરીએ તો જ્ઞાનીઓ કેવા ઉદયમાં, કેવા ભાવમાં રહે છે એમાં આપણું ચિત્ત જાય Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ ક્ષમાપના છે. ગમે તેવા ઉદયો હોય, નિમિત્તો હોય, જ્ઞાનીઓ માત્ર સમભાવમાં જ રહે છે, જ્ઞાતાદૃષ્ટા ભાવે જ રહે છે. એ ક્યાંય તાદાત્મ્ય થતા નથી. એ જ સાચો ત્યાગ છે. આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ્યઅધ્યાસ નિવર્તવો તેને શ્રી જિન ત્યાગ કહે છે. — શ્રીમદ્ રાજચંદ્ર – પત્રાંક – ૫૬૯ - દરેક ૫૨૫દાર્થોમાંથી તાદાત્મ્યતા નીકળી ગઈ, એટલે જ્ઞાનીને રાગ નથી કે મોહ નથી.જો કે, વાત્સલ્યતા છે. પણ વાત્સલ્યતા એ સમ્યક્દૃષ્ટિનો ગુણ છે અને વાત્સલ્યમાં કોઈ આકાંક્ષાઓ કે ઇચ્છાઓ નથી હોતી. કંઈ લેવાદેવાની ભાવના નથી હોતી. માત્ર નિષ્કારણ પ્રેમ હોય છે. જ્ઞાનીને રાગ નથી, છતાં જગતના તમામ આત્માઓ પર વાત્સલ્ય છે. કેમ કે, દરેક જીવને પોતાના જેવા આત્મા માને છે. વળી, સાધર્મી સાધકો અને ધર્માત્માઓ પ્રત્યે તેમને વિશેષ વાત્સલ્યભાવ હોય છે. જ્ઞાનીપુરુષોની નીરાગી દશા સમજવા માટે પોતાને રાગ છોડવો પડે, પણ આપણે રાગ છોડવા તૈયાર નથી. તમે જ્ઞાનીને ગમે તેટલો રાગ કરો, પણ જ્ઞાની તમારા પ્રત્યે અંદ૨માંથી રાગ નહીં કરે. કેમ કે, તેમણે રાગનું સ્વરૂપ જાણ્યું છે અને વીતરાગતાનું સ્વરૂપ અંશે અનુભવ્યું છે. છતાં જ્ઞાનીઓ પ્રત્યે બધાનું આકર્ષણ રહે છે તે તેમની નીરાગીતાના કારણે. માટે જ્ઞાનીની નીરાગી દશા સમજવા પોતાને રાગ છોડવો પડે અથવા ઘટાડવો પડે. સંપૂર્ણ છોડે તો તો કેવળજ્ઞાન થઈ જાય, વીતરાગ થઈ જાય. ઘટાડે તો જ્ઞાનીની દશા અંતરંગથી સમજાય. અજ્ઞાનીનો રાગ મોહયુક્ત હોય છે અને જ્ઞાનીનો રાગ ચારિત્રમોહની નબળાઈના કારણનો હોય છે. આ બન્નેના રાગમાં આટલો તફાવત છે. જ્યાં રાગ છે ત્યાં આકુળતા છે અને જ્યાં રાગ છે ત્યાં ઓછાવત્તા અંશે પણ દ્વેષ આવવાનો. અથવા ભક્તિનો કર્તા છે માટે મારો છે એમ કદી જોયું નથી એવા જે સત્પુરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હો ! – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૪૯૩ - ‘છ પદનો પત્ર' - મારું તો કોઈ છે જ નહીં, મારો દેહ નથી તો બીજું તો કોણ મારું હોય ? જ્ઞાની કોઈપણ પદાર્થમાં મારાપણું કે મમત્વપણું અંદરમાંથી કરતા નથી. તીર્થંકર ભગવાન સમવસરણમાં બોધ આપતાં હોય, ગણધર ભગવંતો, આચાર્યો, ઉપાધ્યાય, સાધુ ભગવાન, સાધ્વીજી, શ્રાવકો, પશુ-પક્ષી બધા હોય, પણ તેમનો રાગ ફક્ત ‘ૐૐ’ પૂરતો, તીર્થંકર નામકર્મના કારણે તેમની વાણી છૂટે છે પણ, આમને પમાડી દઉં એવી ભાવના ભગવાનને અંદરમાં હોતી નથી. કેમ કે, Page #418 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૩૯૫ તેઓ વીતરાગ છે. જ્યારે આપણે અન્ય જીવોને પમાડવા માટે ખૂબ દોડીએ અને તેને પાછું પ્રભાવનાના નામે ખપાવી દઈએ ! રત્નત્રયના અભેદ પરિણામથી પોતાનો આત્મા પ્રભાવિત થાય તેનું નામ સાચી પ્રભાવના છે. તે નિશ્ચય પ્રભાવના છે. ભગવાન મૌન રહે તો પણ તેમના નિમિત્તે પ્રભાવના ચાલે છે. ભગવાન સાડા બાર વર્ષ મૌન રહ્યા તો પણ ભગવાનના નિમિત્તે પ્રભાવના ચાલી કે ન ચાલી ? અને મૌન જેવી કોઈ પ્રભાવના નથી. મૌન જ બોધ છે. અંદરમાં જલ્પ ઉઠે એ મૌન નહીં. નિસ્તરંગતા યુક્ત મૌન હોવું જોઈએ. મૌનથી આત્માની બધી શક્તિઓ કેન્દ્રિત થાય છે. તેના કારણે ઉપયોગની એકાગ્રતા થઈ સ્વરૂપની સ્થિરતામાં અને શુદ્ધિમાં વૃદ્ધિ થાય છે. નીરાગી દશા સમજવી હોય તો પુસ્તકથી ના સમજાય, પણ રાગ છોડો તો સમજાય. જ્યારે પોતાને રાગદ્વેષ થાય ત્યારે ભગવાનનું વીતરાગી સ્વરૂપ સંભારે તો રાગ-દ્વેષ જતા રહે. રાગ-દ્વેષ વખતે ભગવાનને સંભારવા કે અહો ! ભગવાને મુનિઅવસ્થામાં મરણાંત ઉપસર્ગ આવ્યા તો પણ કિંચિત્ રાગ-દ્વેષ કોઈના પણ પ્રત્યે કર્યો નથી. પાર્શ્વનાથ ભગવાન ઉપર જ્યારે કમઠે ઉપસર્ગ કર્યા અને ધરણેન્દ્રએ ઉપસર્ગથી તેમની રક્ષા કરી. પણ તેમણે ધરણેન્દ્ર પ્રત્યે નથી રાગ કર્યો કે કમઠ પ્રત્યે નથી દ્વેષ કર્યો. આ એક મહાન દાખલો છે. આવું અનેક મહાપુરુષોના જીવનમાં આપણને જોવા મળે છે. આપણને કોઈ મદદ કરે તો આપણે તો તેને ‘થેંક યુ’ કહીએ. પણ ભગવાને ના કીધું. કેમ કે, થેંક યુ એ પણ રાગ છે, જ્યારે ભગવાન તો વીતરાગ છે. કોઈ મને હેરાન કરે કે રક્ષા કરે એનાથી મારા આત્માનું કલ્યાણ નથી. મારું કલ્યાણ મારા વીતરાગભાવમાં છે અને મારું અકલ્યાણ મારા રાગભાવમાં છે. જ્યારે જ્યારે સંસારમાં, મોક્ષમાર્ગમાં, વ્યવહારમાં કે પરમાર્થમાં કોઈપણ પ્રકારની મૂંઝવણ થાય ત્યારે સમજવું કે તત્ત્વની ખતવણી કંઈક વિપરીત થઈ ગઈ છે. એટલે તે વખતે ૫રમાત્માને સંભારો કે પરમાત્મા મારા જેવી દશામાં પહેલા હતા અથવા મુનિ અવસ્થામાં હતા ત્યારે તેમને ઘણી મુશ્કેલીઓ આવતી ત્યારે તેઓ શું કરતા ? અને અત્યારે પણ શું કરે છે ? બધી મૂંઝવણોને ટાળવાનો ઉપાય માત્ર સ્વરૂપદૃષ્ટિ છે, સ્વરૂપલક્ષ છે. — સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન જો; – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક – ૭૩૮ - ‘અપૂર્વ અવસર’ બધાનું માહાત્મ્ય જીવને આવ્યું, પણ પોતાના સ્વરૂપનું માહાત્મ્ય ન આવ્યું. જો સ્વરૂપનું માહાત્મ્ય આવે તે પરમાત્મા થયા વગર રહે નહીં. સ્વરૂપદષ્ટિનું જોર એવું છે. અનંતવાર સાધુ Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ ક્ષમાપના થયો અને અનેક પ્રકારની સાધના કરી, પણ સાચી સ્વરૂપદૃષ્ટિ ન આવી એટલે વીતરાગતાની વૃદ્ધિ થઈ નહીં અને વીતરાગતા વગર શાંતિ આવે નહીં. શાંતિ માટે લોકો શનિ ગ્રહના જાપ કરે, ને રાહુના જાપ કરે ને પોતે ના કરી શકે તો બ્રાહ્મણ પાસે કરાવે ! તો પણ શાંતિ મળતી નથી. કારણ કે, સાચી શાંતિ ક્યાં છે એની જીવોને ખબર જ નથી. કોઈપણ જીવને શાંતિ જોઈતી હોય તો સ્વરૂપદષ્ટિ કરવી જરૂરી છે. કોઈપણ વિભાવમાં શાંતિ હોઈ શકે નહીં અને સ્વભાવભાવમાં અશાંતિ હોઈ શકે નહીં. નિર્વિકારી - નિર્વિકાર એટલે રાગ-દ્વેષથી થતાં સર્વ વિકારથી રહિત. એટલે નહીં રાગભાવ, નહીં દ્વેષભાવ, નહીં મોહભાવ, નહીં વિભાવભાવ. વિભાવભાવ એ વિકારીભાવ છે અને ભગવાન નિર્વિકારી છે. એટલે ભગવાનને એક સમય માત્ર, અંશમાત્ર પણ વિભાવ હોતો નથી, માટે એ નિર્વિકારી છે. તે નિર્વિકારીને સ્વરૂપદૃષ્ટિથી ઓળખતાં ભક્તોમાં, સાધકોમાં અંશે અંશે નિર્વિકારતા આવતી જાય છે, પ્રગટ થતી જાય છે. ભગવાનને તમે સાક્ષાત્ જુઓ તો નિર્વિકારતા આવશે. ભગવાનનો દેહ એ ભગવાન નથી. સમવસરણની રચના એ ભગવાનની ઋદ્ધિ નથી. બહારમાં ઈન્દ્રો ચામર ઢાળે છે માટે ભગવાન પૂજય છે, એવું નથી. ભગવાનની વીતરાગતાના દર્શન કરો. ભગવાનના અનંતજ્ઞાનના દર્શન કરો. ભગવાનના અનંત આનંદના દર્શન કરો. તો એ દશા તમને અંદરમાં અંશે અંશે પણ આવશે. ભગવાનનો દેહ તે ભગવાન નથી. ભગવાનના આત્મામાં જે સંપૂર્ણ નિર્મળ અવસ્થા પ્રગટ થઈ છે તે ભગવાન છે. ભગવાનને સંપૂર્ણ રાગ-દ્વેષનો અભાવ થયો છે. તો તેમનો આશ્રય કરવાવાળાને રાગદ્વેષનો અંશે પણ અભાવ ના થાય એમ બને નહીં અને ક્રમે કરીને સંપૂર્ણ રાગદ્વેષનો અભાવ ના થાય એમ પણ બને નહીં – જો સ્વરૂપદષ્ટિપૂર્વકનો સાચો આશ્રય કર્યો હોય તો. એમના ગુણોને ઓળખીને એમનો આશ્રય કર્યો હોય તો અવશ્ય એમના જેવી દશા પ્રગટ થયા વગર રહે નહીં. સચિદાનંદસ્વરૂપ - સત્ એટલે આત્મા. સત્ એટલે હોવાપણું અથવા “ઉત્પાદ - વ્યય - પ્રૌવ્યયુક્ત સત્.” છ દ્રવ્યો સત્ છે. આત્મા પણ સત્ છે. ચિત્ એટલે ચૈતન્ય સ્વરૂપ એટલે કે જ્ઞાન-દર્શન સ્વરૂપ અને આનંદસ્વરૂપ. આ આત્માનો સ્વભાવ છે, આત્માના ગુણો છે. એ સ્વભાવ અને ગુણો દશામાં પ્રગટ થાય ત્યારે તેનો સાક્ષાત્ લાભ પોતાને મળે છે. સત્તામાં ગુણો છે એ અત્યારે કામ આવે નહીં. પાંચ લાખની એફ.ડી. છે, પણ લારી ઉપર કાકડી લેવા જાવ તો રોકડા આપવા પડે, એ એફ.ડી. કામ ના આવે. મૂળગુણ તો આનંદસ્વરૂપ છે. સુખ એ આત્માનું વિભાવપરિણમન છે. દુઃખ એ પણ આત્માનું વિભાવપરિણમન છે અને આનંદ એ Page #420 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૩૭ આત્માનું સ્વભાવપરિણમન છે. ભગવાન સમયે સમયે સ્વભાવપરિણામી છે. એટલે સમયે સમયે અનંતો આનંદ ભગવાન અનુભવી રહ્યા છે. એવો આનંદ દુનિયામાં કોઈને પણ નથી. નિરાકુળતાયુક્ત આનંદ છે. જગતના જીવોના જે બાહ્ય આનંદ છે એ બધા આકુળતા - વ્યાકુળતાયુક્ત છે, આગ્નવ-બંધયુક્ત છે. ભગવાનનો આનંદ નિરાફ્સવ છે અને નિરાકુળ છે. એવા ભગવાનની ઓળખાણ કરો તો તમને અંશે આનંદ મળ્યા વગર રહે નહીં, પ્રગટ્યા વગર રહે નહીં. કષાયોના પરિણામના કારણે આનંદ અવરાયો છે. રાગ-દ્વેષ-મોહના પરિણામ સ્થળ ઉપયોગમાં પકડાતા નથી. એના કારણે આનંદનું આવરણ છે. જેટલા જેટલા અંશે રાગ-દ્વેષમોહના પરિણામ ઘટતાં જાય તેટલા તેટલા અંશે આનંદની અનુભૂતિ થતી જાય. તો જ્ઞાની પુરુષ અંશે આનંદરૂપ છે અને ભગવાન પૂર્ણ આનંદરૂપ છે. આત્માને જાણવાથી થતાં આનંદસ્વરૂપ ભગવાન આત્મિક સુખવાળા છે. આત્મામાં ઉપયોગને સ્થિર કરવાથી ભગવાન અનંત આનંદવાળા છે. આત્મિક આનંદમાં કોઈ ઈન્દ્રિયો કે મનનું અવલંબન નથી. અતીન્દ્રિય છે, અવ્યાબાધઅબાધિત છે. કોઈ પૈસાનો ખર્ચો નહીં, કોઈ દોડધામ કરવાની નહીં, કોઈ સમારંભો કરવાના નહીં ને છતાંય આનંદ! મોટી સભાઓ ભરાણી હોય ને તમે કંઈ સારું બોલો ને લાખો માણસો તાળીઓ પાડે ને આનંદ આવે, પણ એ આનંદ કૃત્રિમ છે, સાચો આનંદ નથી. સાચો આનંદ તો યોગીઓને જંગલમાં આત્માના સ્વરૂપમાં ઉપયોગની એકાગ્રતાથી પ્રાપ્ત થાય છે. સાચા આનંદના અધિકારી જ્ઞાનીઓ છે, મુનિઓ છે અને સંસારી જીવને જે આનંદ છે તે તો વિભાવોની વિકૃતિના કારણે છે. કોઈને ભમરી કરડી ગઈ હોય ને સોજા આવે તો એ જાડો નથી. સાચો આનંદ પરાધીન નથી, સ્વાધીન છે. એમાં કોઈ પરની જરૂર પડતી નથી. લોકો તાળીઓ પાડે ને આનંદ થાય એ આનંદ પરાધીન આનંદ છે અને સ્વાધીન આનંદના કર્તા - ભોક્તા તો તમે પોતે જ છો. બહારમાં બીજું કોઈ કર્તા – ભોક્તા નથી, ફક્ત નિમિત્ત છે. ભગવાન નિમિત્ત છે, પણ કર્તા નથી. બીજાના આનંદના કર્તા કે ભોક્તા ભગવાન નથી. પોતાનો આનંદ પોતે જ ભોગવી શકે, મારો આનંદ તમે ભોગવી ના શકો, તમારો આનંદ હું ના ભોગવી શકું. એટલે જ્ઞાન, દર્શન, આનંદ એ માપવાની કે લેવાની ચીજ નથી. એ અનુભવવાની ચીજ છે, સ્વસંવેદનગમ્ય છે. ટી.વી. જુઓ ને તમને આનંદ આવ્યો એ આકુળતાયુક્ત આનંદ, આગ્નવબંધયુક્ત આનંદ છે; જે વર્તમાનમાં પણ દુઃખનું કારણ છે અને ભાવિમાં પણ દુઃખનું કારણ છે. Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ ક્ષમાપના રાગ, વિકાર અને વિષયાદિનો આનંદ દુ:ખના કારણ છે. રાગમાં જે આનંદ આવે છે, દીકરાને જોઈને જે આનંદ આવ્યો, ઘરવાળાને જોઈને આનંદ આવ્યો, તમારા મિત્રોને જોઈને જે આનંદ આવ્યો, તમારા ગ્રુપવાળાને જોઈને જે આનંદ આવ્યો, રાગ થયો તે પણ દુઃખનું કારણ છે. જે વખતે રાગ થયો તે વખતે પણ દુઃખ છે. તમે કોના ઉપર રાગ કર્યો તે અગત્યનું નથી, પણ રાગ થયો એ જ વિકાર છે અને વિકાર છે એ જ દુઃખ છે. વિકાર અને વિષયાદિનો આનંદ દુઃખનું કારણ છે. આખું જગત આ વિષયોના આનંદમાં ડૂબેલું છે. ટ્રમ્પ ને મોદી હાથ મિલાવે ને બંને ખુશ દેખાય, પણ એ આનંદ નથી પ્રભુ. એ તો એકબીજાની હૂંફ લેવા માટે છે. કે આ પાકિસ્તાનવાળાને તમે મારો ને પેલાને અમે મારીએ, આ વચન લેવા માટેનો આનંદ છે. એ બધા સ્વાર્થમય આનંદ છે. બહારના આનંદ તો બધા સ્વાર્થમય છે. ચીનના પ્રમુખ પહેલાં મોદીને ભેટ્યા હતા, પણ પછી સામા પડી ગયા. એમ આ ટ્રમ્પ પણ જો કાલે કંઈ ઊંધું પડે તો પાછો સામો પડે. આ બધા આનંદ ભૌતિક છે, બાહ્ય છે, વિકારયુક્ત છે, આકુળતાવ્યાકુળતાયુક્ત છે, આમ્રવ-બંધ કરાવનારા છે. વર્તમાનમાં પણ દુઃખ અને ભાવિમાં પણ દુઃખના કારણ છે. ભગવાન તેનાથી છૂટી ગયા છે અને આપણે બંધાયા છીએ. દીનબંધુની દષ્ટિ જ એવી છે કે છૂટવાના કામીને બાંધવો નહીં; બંધાવાના કામીને છોડવો નહીં. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૧૭૬ ભગવાન પોતાના આત્માનું સહજ સુખ, સહજ આનંદ અનુભવે છે અને અનંતકાળ સુધી અનુભવશે. સાદિ અનંત અનંત સમાધિસુખમાં, અનંતદર્શન, જ્ઞાન અનંત સહિત જો અપૂર્વ. ૧૯ – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક – ૭૩૮ - ‘અપૂર્વ અવસર’ સહજાનંદીઃ- આત્મામાં સહજ આનંદ છે. સ્વાધીન આનંદ એ સહજ આનંદ છે. એમાં કોઈ પરાધીનતા નથી, કોઈનું અવલંબન લેવું પડતું નથી, કોઈની જરૂર પડતી નથી, એ સહજાનંદ છે. આપણે ધૂનમાં બોલીએ છીએ કે, સહજાનંદી, શુદ્ધ સ્વરૂપી, અવિનાશી હું આત્મસ્વરૂપ; દેહ વિનાશી, હું અવિનાશી, આનંદઘન હું આત્મા. Page #422 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૩૯૯ વિષયોનો આનંદ તો વિષ કરતાં ય મહાભયાનક છે. જ્ઞાનીઓને એમાં મહાદુઃખ દેખાય છે. શ્રી બુદ્ધિસાગરજી મહારાજે કહ્યું છે, વિષયારસ વિષ સરિખો લાગે, ચેન પડે નહીં સંસારે; જીવન મરણ પણ સરખું લાગે, આતમપદ ચિન્હ ત્યારે. અલખ નિરંજન આતમજયોતિ, સંતો તેનું ધ્યાન ધરો; આ રે કાયા ઘર આતમ હીરો, ભૂલી ગયા ભવમાંહી ફિરો. તો ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય, બ્રહ્મચર્યમાં જ આનંદ અને શાંતિ છે. એક વખત આચાર્ય શ્રી શાંતિસાગરજી મહારાજ સામાયિકમાં બેઠા હતા. તે સમયે એમના દ્વેષી લોકોએ એમના ઉપર ઉપસર્ગ કર્યો. ખૂબ માર્યા, પીટ્યા, ગમે તેમ બોલ્યા, ઘણું દુઃખ આપ્યું. એટલે શ્રાવકો પોલીસને બોલાવી લાવ્યા. પોલીસે આવીને બધાને પકડ્યા અને ઈન્સપેક્ટરે આચાર્ય મહારાજને કહ્યું કે તમે નિર્દોષ છો એ અમે સમજીએ છીએ. તમે તો મહાન આચાર્યછો. તમે તો ધ્યાનમાં બેઠેલા. તમે આ લોકો પ્રત્યે કોઈ ગુનો પણ કર્યો નથી, છતાં તેમણે તમને આવી રીતે હેરાન કર્યા છે, એટલે તેઓ સજાને પાત્ર છે. હવે, અમે એમને સજા કરવાના જ છીએ, પણ તમે કહો એવી સજા કરીએ. મહારાજશ્રીએ કહ્યું કે હું કહું એવી સજા કરશો? તો ઈન્સપેક્ટરે હા કહી, એટલે આચાર્યશ્રીએ કહ્યું કે એમને ક્ષમા આપીને છોડી દો. ઈન્સપેક્ટરે આશ્ચર્યસહિત પૂછ્યું કે અરે ! તમને આટલા બધા હેરાન કર્યા છે ને! આચાર્યશ્રીએ જવાબ આપ્યો, એમનો એવો ઉદય હતો કે એ કષાયના આવેગમાં આવી ગયા અને મારો પણ સામે એવો જ ઉદય હતો, તેઓ ફક્ત નિમિત્ત બન્યા છે. એમણે મને કોઈ નુક્સાન કર્યું નથી. એમાં મારા પરિણામ બગડ્યા હોત તો મને નુક્સાન થાત, પણ મારા પરિણામ બગડ્યા નથી, તો મને કોઈ નુક્સાન થયું નથી. તમે તેને છોડશો તો જ મને શાંતિ થશે, નહીં તો મને દુઃખ થશે. જુઓ ! આ સંતપુરુષો કેવા હોય છે ! આ સત્ય ઘટના છે. આ ઉદાહરણ વાંચીને મારી આંખમાં આંસુ આવી ગયા કે અહો ! આવું ક્ષમાનું માહાભ્ય છે પ્રભુ! આ કાળનું આ ઉદાહરણ છે. ચોથા આરાની વાત નથી. આટલું તો અપૂર્ણ દશામાં ક્વચિત્ જ હોય. વેરથી વેર શમે નહીં જગમાં, પ્રેમથી પ્રેમ વધે જીવનમાં, એવા પ્રેમધર્મનો પરિચય પામી, નાગ રહ્યો શિરનામી. મહાભયંકર એ મારગમાં વિચરે મહાવીર સ્વામી. Page #423 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ ક્ષમાપના હવે પૂર્ણ દશાના લક્ષણો કહે છે. ભગવાન પૂર્ણ દશાને પામ્યા હોવાથી અનંતજ્ઞાની અને અનંતદર્શી છે. અનંતજ્ઞાની લોકાલોકના તમામ પદાર્થોને ભૂત, ભવિષ્ય, વર્તમાન અવસ્થા સહિત એક સમયમાં યુગપત્ જાણે છે. કોઈ પદાર્થ એવો નથી કે એમને એમના જ્ઞાનમાં દેખાયો ન હોય. અનંતજ્ઞાન છતાં એમનો ઉપયોગ અખંડપણે પોતાના જ્ઞાનસ્વરૂપી આત્માને અનુભવી રહ્યો છે. અનંતજ્ઞાન એટલે એ જ્ઞાનનો હવે ક્યારેય અંત આવવાનો નથી. એની શરૂઆત થઈ, પણ અંત આવવાનો નથી. અનંતદર્શી, એટલે લોકાલોકના તમામ પદાર્થોને જોઈ રહ્યા છે અને પરમાત્મા પોતાના આત્માને પણ સકલ પ્રત્યક્ષ રૂપે જોઈ રહ્યા છે ને જાણી રહ્યા છે. બીજા બધા છદ્મસ્થોને સકલ પ્રત્યક્ષ નથી હોતું. કેવળજ્ઞાની પરમાત્માનું જ્ઞાન સકલ પ્રત્યક્ષ હોય છે. આત્માના પ્રદેશોને આકાર તેમને દેખાય છે. છદ્મસ્થોને પ્રદેશોના આકાર દેખાતા નથી. કારણ કે, તેમનું જ્ઞાન એકદેશ પ્રત્યક્ષ છે, મન:પર્યયજ્ઞાની અને અવધિજ્ઞાની એકદેશ પ્રત્યક્ષ તથા કેવળજ્ઞાનીને સકલ પ્રત્યક્ષ જ્ઞાન હોય છે. પરમકૃપાળુદેવે કહ્યું છે કે, હે મુમુક્ષુ ! એક આત્માને જાણતાં સમસ્ત લોકાલોકને જાણીશ.’ એટલે કે ‘જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું.’ એક આત્માને જાણતાં સમસ્ત લોકાલોકને જાણીશ, પ્રભુ ! ટિકિટ ખર્ચવી નહીં પડે, ટ્રેનમાં જવું નહીં પડે. અહીં બેઠા બેઠા તને લોકાલોકના પદાર્થોનું જ્ઞાન થશે. કેવળજ્ઞાનીનું જ્ઞાન કોઈપણ શેયને છોડતું નથી. છતાં શેય, જ્ઞાન અને જ્ઞાયકતા એકાકાર છે અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે. આ બધુંય જાણવાનું, ધર્મની ક્રિયાઓ કરવાનું, તપનું, ત્યાગનું, સ્વાધ્યાયનું ફળ એક આત્મપ્રાપ્તિ છે. આત્મા પ્રાપ્ત થયો તો બધાંય સાધન સફળ અને આત્મા પ્રાપ્ત ના થયો તો, વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો. ૩ — શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૬૫ અત્યારે જીવો ધર્મના નામે બહારમાં પૈસા માટે દોડે, પ્રતિષ્ઠા માટે દોડે, માન-પૂજા માટે દોડે - આવા મલિન આશય હોય છે. આત્મપ્રાપ્તિ માટે સાધના કરનારા જીવો ત્રણે કાળમાં વિરલ હોય છે. જેને આત્માને પ્રાપ્ત કરવો છે તેને બધાય સંગ બાધક થાય છે. જો જીવ યોગ્ય દશાવાળો હોય તો તે એકાંત મૌનમાં જઈ, આત્માની સાધના કરી પોતાનું કામ કરતો જાય છે. દશા ના હોય તો જ્ઞાનીઓનો સત્સંગ ઉપકારી છે, અજ્ઞાનીઓનો નહીં. દશાવાળો જીવ હોય એનો બોધ ઉપકારી છે. કોઈ અજ્ઞાની ગમે તેટલો સારો બોધ આપતો હોય, ઘણા શાસ્ત્રોનું જ્ઞાન Page #424 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૪૦૧ હોય, વિદ્વાન હોય પણ જો તે મિથ્યાત્વી હોય તો તેનો બોધ ઉપકારી નથી થતો, ઊલટો અપકારી થઈ જાય છે. જેમ ભોજનમાં એક ટીપું ઝેરનું આવી જાય, તો સમગ્ર ભોજન બગાડી નાંખે છે. માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઇચ્છાથી તું નિવર્ત અને એક નિજ સ્વરૂપને વિષે દષ્ટિ દે, કે જે દૃષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જોયપણે તારે વિષે દેખાશે. માટે અમેરિકા ને સ્વિટઝર્લેન્ડ જવાની ઇચ્છાથી નિવાઁ. જીવ વિભાવથી હજી થાક્યો નથી. ચૌદ રાજલોકમાં તે અનંત આંટા મારે છે. પ્રભુ! આ ચૌદ રાજલોકનો એક પ્રદેશ એવો નથી કે જ્યાં તેં આંટો ના માર્યો હોય. હજુ બીજું જાણવાની કે જોવાની ઇચ્છા થાય છે તે એમ બતાવે છે કે આત્મામાં સુખ, શાંતિ અને આનંદ છે એવું હજી તને દૃઢ થયું નથી. આ બધી ઇચ્છાઓથી નિવર્સો. હે જીવ! ક્યા ઇચ્છત હવે? હૈ ઈચ્છા દુઃખ મૂલ; જબ ઇચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ. – શ્રીમદ્ રાજચંદ્ર - આત્યંતર પરિણામ અવલોકન - હાથ નોંધ - ૧-૧૨ જે સહજપણે થાય તે કરો, ઇચ્છાથી દોડાદોડ ના કરો અને એક નિજ સ્વરૂપને વિષે દષ્ટિ દો. એ સિવાય કલ્યાણ નથી. સ્વરૂપદષ્ટિ થયા વગર કોઈપણ જીવનું કલ્યાણ થઈ શકે નહીં. માટે વારંવાર સ્વરૂપદષ્ટિનો ઉગ્ર પુરુષાર્થ કરો. સ્વરૂપ અનુસંધાનનો ઉગ્ર પુરુષાર્થ કરો. અંતર્મુખતાનો ઉગ્ર પુરુષાર્થ કરો. બહારમાં ગમે ત્યાં તું દોડ, ચૌદ રાજલોકમાં જા, ગમે તેટલા લોકો તને હાર પહેરાવે, તને માન આપે, તને ઉપર બેસાડીને તારા ભાષણો સાંભળે, બધું કરે પણ એમાં તને શાંતિ નથી. સ્વરૂપને વિષે દષ્ટિદે અને જો અખંડપણે તારા સ્વરૂપને જાણીશ તો આખું ચૌદ રાજલોક અહીં બેઠા બેઠો જાણી શકીશ. એક આત્મામાં તારો ઉપયોગ સ્થિર થશે તો આખા જગતનો નિર્ણય થઈ જશે કે આખું જગત છ દ્રવ્યોનો સમૂહ છે, એથી કોઈ સાતમુ દ્રવ્ય છે નહીં. લોકાકાશનો એક પ્રદેશ એવો નથી કે જ્યાં છ દ્રવ્ય નથી. જીવ અમેરિકા જઈને ખીચડી ખાય અને રાજી થઈ જાય અને ઘરવાળા ખીચડી બનાવે તો થાળી ફેંકી દે, રોજ આવા ખીચડા ને ખીચડી ખવરાવો છો ! | સર્વ આવરણ દૂર થયા હોવાથી ભગવાનને ત્રણે લોકનું, ત્રણે કાળનું જ્ઞાન છે. સંપૂર્ણ જ્ઞાનાવરણ કર્મ દૂર થઈ ગયું છે, દર્શનાવરણ કર્મ દૂર થઈ ગયું છે, મોહનીય કર્મ દૂર થઈ ગયું છે, અંતરાય કર્મ દૂર થઈ ગયું છે. ત્રણે લોકનું જ્ઞાન છે. તેથી તે ગૈલોક્ય પ્રકાશક છે, તે વ્યવહારથી અને નિશ્ચયથી અખંડપણે પોતાના સ્વરૂપજ્ઞાનના પ્રકાશક છે. Page #425 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ ક્ષમાપના કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. - શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૧૩ ભગવાનના ગુણોમાં ચિત્ત રાખવા યોગ્ય છે. માટે તેમાં ચિત્ત રાખો. આપણું ચિત્ત થોડીવાર ભગવાનમાં જાય ને પાછું બહાર જાય. ૯૯ ટકા તો બહાર જ જાય છે. એક ટકો માંડ ભગવાનમાં જતું હશે. બાકી તો ધર્મના નામે દોડાદોડ છે બધી. આને પમાડી દઉં ને આટલાને પમાડી દઉં. બીજાને પમાડવાની કર્તુત્વબુદ્ધિ તે અજ્ઞાન છે, જ્ઞાન નથી. સહેજે સહેજે થતું હોય તો બરાબર છે. કેમ કે, પ્રભાવના સહેજે સહેજે થાય છે... " હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. પોતાના આત્માનું હિત થવા માટે ક્ષમાપના કહી છે. આ ક્ષમાપના કોઈ સાંસારિક સુખની ઇચ્છાથી કરી નથી. હું ક્ષમા માંગુ ને મારા કર્મો ખપી જાય તો મને સંસારના સુખ મળે, એના માટે કરી નથી. માત્ર આત્માનું હિત થાય, કર્મબંધથી મુક્ત થવાય, દ્રવ્યકર્મ, નોકર્મ, ભાવકર્મોથી મુક્ત થવાય એના માટે કરી છે. ભગવાનને અંતરમાં સાક્ષી રાખીને ખરા ભાવથી કરી છે. મોદી જીવની ક્ષમાપના પણ બનાવટી, ભગવાનની ભક્તિ પણ બનાવટી, જે કંઈ સાધના કરે છે એ બધી નકલી, અસલી નહીં. દુઃખ ના આવે એના માટે તે કરે છે, પણ મારા આત્મામાં સુખ છે અને હું એમાં રહું તો મારે દુઃખ નહીં આવે એ દષ્ટિ હજી જીવની થઈ નથી. પૂર્વે બાંધેલા કર્મો ઉદયમાં તો આવે, પરંતુ તે વખતે રાગ-દ્વેષ ન કરતાં સમતા રાખું, જેથી ફરી તેવા કર્મન બંધાય, એમ ભગવાન પ્રત્યે યાચના છે, બીજું કંઈ ઇચ્છવું નથી. પાપના ઉદયમાં પણ શાંતિ અને ક્ષમા રાખવી, પુણ્યના ઉદયમાં પણ શાંતિ અને ક્ષમા રાખવી; કોઈપણ ઉદય હોય, આખરે છૂટવાનું હથિયાર તો સમતા અને વીતરાગભાવ છે. એ સિવાય કોઈ જીવ છૂટી શકે નહીં. ચોવીસ કલાક મંદિરમાં રહે, ગમે તેટલી ધર્મની ક્રિયા કરે પણ જો પોતાનો વીતરાગભાવ અંદરમાં પ્રગટ ના કરે તો તેના આત્માનું કોઈ રક્ષણ કરી શકે નહીં. દરેકનો રક્ષક પોતાનો વીતરાગભાવ છે. ક્ષમાપના એ પ્રાર્થના રૂપ છે, યાચના રૂપે છે. સાધક ભગવાનને વિનંતી કરે છે કે હે ભગવાન ! મેં આ દોષો કર્યા છે, હવે ફરીથી એ દોષો ના થાય અને તમારું શરણ તેમજ સ્મરણ રહે અને તમે જેવી અંતર્મુખતાની સાધના કરી એવી હું કરું અને ક્ષમા રાખું. ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. Page #426 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૪૦૩ પ્રજ્ઞાએ કરીને જો સરળતા સેવાઈ હોય તો તે ઉત્તમ છે અને બધાંય પાપનો બાપ લોભ છે. બીજું કંઈ ઇચ્છવું નથી. હવે અમારે કશું નથી જોઈતું, જો આત્મામાં રહેવાય તો ભગવાન પણ નથી જોઈતા. અમારા ને તમારા સ્વરૂપમાં કોઈ ભેદ જ નથી. તમેય અમે જ છો અને અમેય તમે છીએ. જે આવે તે ખમી ખૂંદવું. આ વચન બહુ અગત્યનું છે. બહુમાર્મિક છે. બહુ લાભકારક છે. પુણ્યનો ઉદય આવે તોય ખમી ખંધું, પાપનો ઉદય આવે તો ય ખમી ખૂંદવું, કોઈ અનુકૂળ વર્તે તો ય ખમી ખૂંદવું, કોઈ પ્રતિકૂળ વર્તે તો ય ખમી ખૂંદવું. પરમકૃપાળુદેવે કહ્યું છે કે, ‘શમ, દમ અને ખમ. તેનો તું અનુભવ કર.” શમ એટલે ઉદયમાં આવેલા કષાયોને શમાવી દેવા. દમ એટલે પાંચ ઈન્દ્રિયો અને મનને ઉન્મત્ત ન થવા દેવા અને ખમ એટલે સહનશીલતા. જ્યાં નિરૂપાયતા છે ત્યાં સહનશીલતા સુખદાયક છે ! ખમે એને બધા નમે અને અમે એ બધાને ગમે. માટે ખમી ખૂંદવું. હળાહળ વિષને પણ પીતા શીખો. કોઈ ગમે તે પ્રકારે, ગમે તેવું વર્તન કરે એને ખમી ખૂંદવું. પ્રતિકાર ના કરો. કોઈનું અહિત ન ઇચ્છવું. કોઈના પ્રત્યે દ્વેષભાવ ન રાખવો. કોઈના પ્રત્યે વેરભાવ ન રાખવો. કોઈના પ્રત્યે ઈર્ષ્યા નહીં. એનાથી તમારા આત્માનું હિત છે. સામેવાળી વ્યક્તિનું હિત તો તેના પરિણામથી છે, પણ આનાથી તમારા આત્માનું હિત ચોક્કસ છે. દઢતા હોય તો ક્ષમા રહે. ભગવાનને એક ક્ષણ પણ ભૂલવા નહીં અને ધીરજને છોડવી નહીં. “ધીરજના ફળ મીઠા.” દરેક કામમાં આપણે ઉતાવળ કરી નાખીએ છીએ એટલે કામ બગડી જાય છે. માટે ધીરજ રાખો તો બગડેલું કામ પણ સુધરી જશે. જો કે, કામ બગડે એનો વાંધો નહીં, પણ “ભાવ” ના બગડવા જોઈએ. દઢતા હોય તો ક્ષમા રહે. ગજસુકુમારની દઢતા હતી એટલે તેમને ક્ષમા રહી, એમ જે જીવ આત્મદષ્ટિપૂર્વક સાચી દઢતા રાખે તેને ક્ષમા રહી શકે છે. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ આ સમ્યગદર્શનનું નિઃશંત્વિ અંગ છે. “તત્ત્વાર્થ શ્રદ્ધાન....”ભગવાનના કહેલા તત્ત્વની શંકા ન થાય એનું નામ જ સમ્યગુદર્શન છે. હે પ્રભુ! રત્નત્રયની સાધનામાં હું અહોરાત્ર રહું, એટલું જ માંગુ છું. ‘દિનરાત્ર રહે તદ્દધ્યાન મહીં.” Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ ક્ષમાપના નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે, અને તેથી નિઃસંગતા પ્રાપ્ત હોય છે. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૫૪ જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહાં શંકા નહિ સ્થાપ; પ્રભુભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન ! - શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૧૦૭ - ૩/૧ એક પળ પણ શંકા થાય તો બધું બગાડી નાંખે અને ગાઢ કર્મ બંધાઈ જાય. જો કોઈ માણસ હજાર માઈલનો દરિયો તરીને આવ્યો પણ કિનારે થાકી ગયો ને ડૂબી ગયો, તેમ એક ક્ષણ પણ તીવ્ર કષાયની ઉગતા આવી ગઈ તો તમારી હજારો વર્ષની સાધના ધોવાઈ જાય છે. શ્રી ઉદયરત્ન મહારાજે “ક્રોધની સઝાય' માં કહ્યું છે, ક્રોધે કોડ પૂરવતણું, સંજમ ફલ જાય; ક્રોધ સહિત જેતપ કરે, તે તો લેખે ન થાય. કડવાં ફળ છે ક્રોધના. તેવી જ રીતે માન, માયા અને લોભના પણ કડવાં ફળ છે, જેનાથી ગાઢ કર્મ બંધાય છે. શંકા સંતાપકારી છે. આ શંકા કીડાની જેમ કોરી ખાય છે. થોડી શંકા પણ મોટું નુક્સાન કરે છે. ભલે આચરણ ઓછું કરી શકું, પણ શ્રદ્ધા દઢ રહે, તેમાં શંકા ન થાય. શંકા રહિત સમકિતીને રાત-દિવસ પુરુષાર્થ જાગે. રાત-દિવસ આત્મામાં વૃત્તિ લાગી રહે. હે પ્રભુ! હું મોક્ષમાર્ગમાંથી ખસી ન જાઉં, આઘોપાછો ન થાઉં. મને આટલી બુદ્ધિ રહ્યા કરે. ગમે તેવા નિમિત્તો હોય, ઉદય હોય પણ મોક્ષમાર્ગમાંથી જીવ ખસી જાય તો તે આત્મકલ્યાણ ચૂકી ગયો. અમદાવાદથી મુંબઈની ગાડીમાં બેઠા અને બોરીવલી આવી ગયું. હવે દાદર આવવાની તૈયારી છે અને ગાડીનો અકસ્માત થઈ ગયો, તો સમગ્ર મુસાફરી નિરર્થક થઈ ગઈ. * શ્રી પુષ્પમાળામાં પરમકૃપાળુદેવે ૧ પ્રહર - ભક્તિકર્તવ્ય, પ્રહર - ધર્મકર્તવ્ય અને ૧ પ્રહર - વિદ્યાપ્રયોજન એમ કહ્યું છે. ત્રણ પ્રહર બધા થઈને માંગ્યા. ત્રણ પ્રહર એટલે નવા કલાક. સત્પુરુષની આજ્ઞાએ સ્તુતિ, નિત્યનિયમ, સ્વાધ્યાય વગેરે કરવું તે ભક્તિ છે. સ્વચ્છંદથી કરવું એ ભક્તિ નથી અને તે કરતાં જે આત્મહિતના વિચાર આવે, કષાયની મંદતા થાય, આત્માના પરિણામ સ્થિર થાય, ઉપયોગ સ્વરૂપ સન્મુખ થાય તે ધર્મ છે. કષાયની મંદતા થાય તો ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થાય. કષાય મંદ પડ્યા વગર ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થાય નહીં Page #428 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૪૦૫ અને આત્મામાં ઉપયોગ સ્થિર થાય એ જ સાચો ધર્મ છે, બાકીના બધા વ્યવહાર ધર્મ છે, બાહ્ય ધર્મ છે. શરૂઆતમાં ભક્તિ મુખ્ય છે અને તેનું પરિણામ ધર્મ છે. ભક્તિનું પરિણામ સાચો ધર્મ છે. દસલક્ષણ ધર્મ કહો, વસ્તુસ્વભાવમય ધર્મ કહો, અહિંસામય ધર્મ કહો કે રત્નત્રયધર્મ કહો, એ બધા એકાર્યવાચક નામ છે. તે આગળ ઉપર સમજાય છે. જેમ જેમ ભક્તિ, સત્સંગ આદિમાં આગળ આગળ નીકળતો જાય તેમ તેમ દીર્ઘ કાળે સમજાય છે કે આનું નામ ધર્મ છે. સ્વભાવની સિદ્ધિ કરે, ધર્મ તે જ અનુકૂળ. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૭૯ તે આગળ ઉપર સમજાય, તરત ના સમજાય. દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોલબીજની પ્રાપ્તિ થાય છે અને તે બોધબીજ તે પ્રાયે નિશ્ચય સમ્યકત્વ હોય છે. દેહને અંગે બીજા કાર્યમાં પ્રવર્તવું પડે, ઉદયને અનુરૂપ બીજા કાર્યમાં પ્રવર્તવું પડે, છતાં નિદ્રામાં પણ ભાવના તો આત્માર્થ કરવાની જ રહે, એમ લક્ષ રાખવો. તમે અહીંથી ભલે વિદેશમાં ફરવા જાવ, પણ ભાવના તો પાછી અમદાવાદના પોતાના ઘરમાં આવવાની જ રાખવાની. ફરશો ક્યાં સુધી ? ફરવાનો તે થાકવાનો. તમે ભણવા જાવ કે કમાવા જાવ પણ તમારા મનમાં ભાવના તો એવી છે કે બે મહિને, ચાર મહિને, છ મહિને, બાર મહિને પોતાના દેશમાં અને પોતાના ઘરે આવવું છે. કેમ કે, છેવટે શાંતિ ઘરમાં છે, બહારમાં નથી. બહારમાં ક્યાંય શાંતિ . નથી. ભલે તમે ફાઈવ સ્ટાર હોટલોમાં રહો અને સારામાં સારા ભોજન કરો, પણ ઘરે આવીને જ્યારે ખીચડી ખાશો ત્યારે “હાશ' થશે. ત્યાં સુધી “હાશ નહીં થાય. રાત-દિવસ, ભગવાનની આજ્ઞામાં હું રહું અને ધર્મધ્યાનમાં પ્રવર્તી એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ એટલે ભાવ થાઓ. ઉપાદેય તો એક માત્ર પોતાનો આત્મા જ છે. એ પ્રાપ્ત કરતાં ધર્મધ્યાન અને શુક્લધ્યાન થતાં જાય છે તેમજ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન છૂટતાં જાય છે. મારી સર્વ ઇચ્છા તેમ જ વર્તન મોક્ષ જ હો. બસ, હવે મારું બાકીનું જીવન મોક્ષની સફળતા માટે જ હો. હવે દુનિયાના કોઈ પ્રપંચ નહીં, કોઈ સુખ નહીં, કોઈ વહીવટ નહીં, કોઈ હોદ્દા નહીં, કોઈ એટેચમેન્ટ નહીં, બધેથી ડિટેચમેન્ટ અને આત્માના કલ્યાણમાં એટેચમેન્ટ. આત્માનું કલ્યાણ ન થાય એ બધી વસ્તુમાં ડિટેચમેન્ટ. હે સર્વજ્ઞ ભગવાન! તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ ક્ષમાપના હે ભગવાન! આપ સર્વજ્ઞ છો, તેથી બધું જાણો છો. મારા સત્તામાં રહેલાં કર્મને પણ જાણો છો. હું અલ્પજ્ઞ તમને શું કહું? મારા કર્મજન્ય પાપો ક્ષય થાય અને ફરી તેવા ન બંધાય એવી સમતા, ક્ષમા, ધીરજ રહે એમ ઇચ્છું છું. હે ભગવાન! તમને હું વધારે શું કહ્યું? આપના જ્ઞાનમાં તો બધુંય છે. આપના જ્ઞાનમાં શું ન હોય? સમયે સમયે આખી દુનિયાના બધાય જીવો જે ભાવ કરે તે બધા આપના જ્ઞાનમાં હોય છે, પરંતુ આપ એમાં લક્ષ દેતાં નથી. હવે મને મારી ભૂલો ઉપર, દોષો ઉપર પશ્ચાત્તાપ થયો છે. સાચો પશ્ચાત્તાપ થાય એ જ મોક્ષનું, મોક્ષમાર્ગનું અદ્વિતીય કારણ છે. સાચા પશ્ચાત્તાપથી જીવ પાપથી પાછો ફર્યા વગર રહે નહીં. આત્માના હિત સિવાયના જે કાંઈ સારા કે નરસા કાર્યો કર્યા હોય, એ બધાયનો પશ્ચાત્તાપ છે. હું અલ્પજ્ઞ છું, તમે સર્વજ્ઞ છો. ભાવકર્મથી દ્રવ્યકર્મ બાંધ્યા હતા, એ ભાવકર્મ અને દ્રવ્યકર્મનો ક્ષય થાય. भावकर्म निरोधेन, द्रव्यकर्म निरोधेनम् । द्रव्यकर्म निरोधेन, संसारस्य निरोधनम् ॥ ભાવકર્મનો વિરોધ કરવાથી દ્રવ્યકર્મનો નિરોધ થાય છે અને દ્રવ્યકર્મનો વિરોધ થવાથી સંસારનો નિરોધ થાય છે. મારા કર્મજન્ય પાપ ક્ષય થાય અને ફરી તેવા ન બંધાય એવી મને સમતા રહે, ક્ષમા રહે અને ધીરજ રહે. સમતામાં બધાય ગુણો આવી જાય છે. સુખ કી સહેલી હે, અકેલી ઉદાસીનતા; અધ્યાત્મની જનની તે ઉદાસીનતા. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૭૭ ઉદાસીનતા એટલે સમતા, વીતરાગભાવ, ક્ષમા. ક્ષમા વીરસ્ય ભૂષણમ્ | ક્ષમા એ વીરોનું આભૂષણ છે. પૃથ્વી જેવી ક્ષમા અને ધીરજ રહે એ એક મોટો ગુણ છે. દરેક કામમાં ઉતાવળ, બોલવામાં ય ઉતાવળ ને ખાવામાં ય ઉતાવળ હોય, ચાલવામાં ય ઉતાવળ, ધર્મ કરવામાં ય ઉતાવળ, સામાયિક કરવામાં ય ઉતાવળ, સાંભળવામાં ય ઉતાવળ. અહીં સાંભળતાં સાંભળતાં જોયું કે સમય થઈ ગયો છે. એટલે ઉઠીને રવાના. ધીરજ રાખ, પ્રભુ ! કાને બે શબ્દ વધારે પડશે તો લાભ છે. બહારના બે હોર્ન સંભળાશે તો નુક્સાન છે. મારા આત્માનું કલ્યાણ થાઓ, કલ્યાણ થાઓ, કલ્યાણ થાઓ એવી ભાવનાથી વિરમું છું. સર્વ વિભાવ પરિણામથી થાકવું, નિવર્તવું તે શાંતિ છે. તેથી અવશ્ય કલ્યાણ થાય છે. તો આ પ્રમાણે ક્ષમાપનાનો પાઠ સમાપ્ત થાય છે. ઉૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #430 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત - પત્રાંક ૪૯૩ મુંબઈ, ફાગણ, ૧૯૫૦ અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યાં છે તે છ પદને સમ્યગદર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે. પ્રથમ પદ - “આત્મા છે. જેમ ઘટપટઆદિ પદાર્થો છે, તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટઆદિ હોવાનું પ્રમાણ છે; તેમ સ્વપરપ્રકાશક એવી ચૈતન્યસત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. બીજું પદ - “આત્મા નિત્ય છે.' ઘટપટઆદિ પદાર્થો અમુક કાળવર્તી છે. આત્મા ત્રિકાળવર્તી છે. ઘટપટાદિ સંયોગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે; કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવયોગ્ય થતા નથી. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતનસત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે, કેમ કે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય, તેનો કોઈને વિષે લય પણ હોય નહીં. ત્રીજું પદ - “આત્માકર્તા છે.”સર્વપદાર્થ અર્થક્રિયાસંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયાસંપન્ન છે. ક્રિયા સંપન્ન છે, માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે; પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિજસ્વરૂપનો કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવા યોગ્ય, વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિનો કર્તા છે. ચોથું પદઃ “આત્મા ભોક્તા છે. જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ; સાકર ખાવાથી સાકરનું ફળ; અગ્નિસ્પર્શથી તે અગ્નિસ્પર્શનું ફળ; હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કર્તા હોવાથી ભોક્તા છે. Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ છ પદનો પત્ર પાંચમું પદ: “મોક્ષપદ છે જે અનુપચિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોક્તાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે; કેમ કે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી, તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મોક્ષપદ છે. છઠું પદ -તે મોક્ષનો ઉપાય છે. જો કદી કર્મબંધ માત્રથયા કરે એમ જ હોય, તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં, પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળાં એવાં જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભજ્યાદિ સાધન પ્રત્યક્ષ છે; જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ મોક્ષપદના ઉપાય છે. શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યક્દર્શનના મુખ્ય નિવાસભૂત કહ્યાં એવાં આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યાં છે. સમીપમુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે, પરમ નિશ્ચયરૂપ જણાવા યોગ્ય છે, તેનો સર્વવિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે. આ છ પદ અત્યંત સંદેહરહિત છે, એમ પરમપુરુષે નિરૂપણ કર્યું છે. એ છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવતે નિવૃત્ત થવાને અર્થે આછ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે, તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સચદર્શનને પ્રાપ્ત થાય, સમ્યક્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. કોઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિષે તેને હર્ષ, શોક, સંયોગ, ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિષે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વવિભાવપર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે, એમ સ્પષ્ટ - પ્રત્યક્ષ - અત્યંત પ્રત્યક્ષ - અપરોક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિષે તેને ઈષ્ટઅનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. જન્મ, જરા, મરણ, રોગાદિ બાધારહિત સંપૂર્ણ માહાભ્યનું ઠેકાણું એવું નિજસ્વરૂપ જાણી, વેદી તે કૃતાર્થ થાય છે. જે જે પુરુષોને એ છ પદ સપ્રમાણ એવાં પરમ પુરુષનાં વચને આત્માનો નિશ્ચય થયો છે, તે તે પુરુષો સર્વસ્વરૂપને પામ્યા છે; આધિ, વ્યાધિ, ઉપાધિ, સર્વ સંગથી રહિત થયા છે, થાય છે; અને ભાવિકાળમાં પણ તેમ જ થશે. Page #432 -------------------------------------------------------------------------- ________________ ૪૦૯ છ પદનો પત્ર જે સત્પુરુષોએ જન્મ, જરા, મરણનો નાશ કરવાવાળો, સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કહ્યો છે, તે સત્પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ સત્પુરુષો, તેના ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહો ! જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેનાં વચનને અંગીકાર કર્યે સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ, નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે; કેમ કે જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મભાવ તે જાણે કંઈ પણ ઇચ્છયા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યો, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ મારો શિષ્ય છે, અથવા ભક્તિનો કર્તા છે, માટે મારો છે, એમ કદી જોયું નથી, એવા જે સત્પુરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હો ! જે સત્પુરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો ! જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારયોગે શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે, તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો, તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો ! નમસ્કાર હો !! Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે દ્રવ્યશ્રુતમાં ઉત્તમમાં ઉત્તમ નિમિત્ત હોય તો આ છ પદ અથવા નવ તત્ત્વ છે. જેને જ્ઞાનીપુરુષનો બોધ સમ્યક્ પ્રકારે પરિણમ્યો છે તેને અવશ્ય સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થયા વગર રહે નહીં. જે કોઈ જીવને સમ્યગ્દર્શન પ્રગટ કરવું હોય તેને તત્ત્વનો (પદાર્થનો) નિર્ણય યથાર્થ જોઈએ. એ પદાર્થનો યથાર્થ બોધ આ છ પદમાં આપવામાં આવ્યો છે. તત્ત્વદૃષ્ટિથી જોઈએ તો આ વાત સિદ્ધાંતબોધની છે અને સિદ્ધાંતબોધ સમ્યક્ષણે તેને પરિણમે જેણે ઉપશમ અને વૈરાગ્યનું બળ વિશેષપણે પ્રગટ કર્યું હોય. તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુબોધ; તો પામે સમકિતને, વર્તે અંતરશોધ. સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. છ પદનો પત્ર – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૦૯, ૧૧૯ અધ્યાત્મમાર્ગમાં આ પત્રની અગત્યતા ખૂબ ઊંચી છે. મોક્ષમાર્ગમાં તેનું જે માહાત્મ્ય છે તે આપણી વાણીનો વિષય નથી. જો અંતરંગથી એનું બહુમાન આવે, એના પ્રત્યે શ્રદ્ધા થાય અને બોધમાં આપેલી આજ્ઞા અનુસાર જીવનો પુરુષાર્થ થાય; તો અવશ્ય કાર્યની સિદ્ધિ થયા વગર રહેતી નથી. તેમાં સૌથી પહેલાં કહે છે કે સમ્યગ્દર્શનનું મૂળ તો સદ્ગુરુ છે. પરમકૃપાળુદેવે એક પત્રમાં કહ્યું છે કે “સદ્ગુરુની કૃપા એ જ સમ્યગ્દર્શન છે.” સદ્ગુરુનું માહાત્મ્ય બતાવવા પરમકૃપાળુદેવે હેડીંગમાં સૌ પ્રથમ જ સદ્ગુરુને ભક્તિથી નમસ્કાર કર્યા કે, અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. અનન્ય શરણ એટલે પરમાર્થ માર્ગમાં જેના જેવું બીજું કોઈ ઉત્તમ શરણ નથી તે. વ્યવહારથી ચાર શરણ ભગવાને આપણને બતાવ્યા છે. અરિહંતે શરણં પવામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહૂ શરણં પવામિ, કેવલી પન્નતં ધમ્મ શરણં પવામિ. Page #434 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર નિશ્ચયથી પોતાના આત્માનું શરણ બતાવ્યું છે. ૪૧૧ બધાય વ્યવહાર શરણામાં અનન્ય શરણના આપનાર તો સદ્ગુરુદેવ છે. ભલે તીર્થંકર ભગવાન એ વિશિષ્ટ કક્ષાના કેવળજ્ઞાની અથવા સિદ્ધ પદે પહોંચેલા પુરુષ છે, છતાં પણ ઉપકારની અપેક્ષાએ તો શાસ્ત્ર અને દેવ પણ સદ્ગુરુ પછી છે. જો કે, દશાની અપેક્ષાએ તીર્થંકર પરમાત્મા ઊંચા છે, પણ ઉપકારની અપેક્ષાએ સદ્ગુરુદેવ આગળ છે. વર્તમાનમાં તમારે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું હોય અને તીર્થંકરદેવનો કે કેવળજ્ઞાનીનો યોગ નથી, તો જે આત્મજ્ઞાની નિગ્રંથ પુરુષો હશે તે તમને સમ્યગ્દર્શનમાં નિમિત્તભૂત થશે અને સમ્યગ્દર્શનમાં જે નિમિત્તભૂત થાય તેના જેવો જગતમાં સર્વોત્કૃષ્ટ કોઈ ઉપકારી નથી. માટે અહીં શરૂઆતમાં અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર કર્યા છે. ભક્તિથી નમસ્કાર નહીં, પણ અત્યંત ભક્તિથી નમસ્કાર. જુઓ ! એક એક શબ્દ ઉપર એમનો કેટલો ભાર છે ! જે સદ્ગુરુના શરણે જાય છે તેને અવશ્ય સમ્યક્દર્શનની પ્રાપ્તિ થયા વગર રહેતી નથી. સદ્ગુરુનું શરણું ક્યારે કહેવાય ? તનસે, મનસે, ધનસે, સબસે, ગુરુદેવકી આન સ્વ-આત્મ બસે; તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાહિ પ્રેમ ઘનો. સર્વ પ્રકા૨ની સમર્પણતાપૂર્વક આજ્ઞાનું આરાધન, તેનું નામ સાચું શરણ છે. એવું શરણ આ કાળમાં વિરલા જીવને પ્રાપ્ત થાય છે, કેમ કે વર્તમાનકાળમાં જીવોની યોગ્યતા જ એવી છે. પરમકૃપાળુદેવે પત્રાંક - ૪૫૪ માં બહુ સરસ કહ્યું છે, જ્ઞાનીપુરુષ સિવાય તેનો આત્મા બીજે ક્યાંય ક્ષણભર સ્થાયી થવાને વિષે ઇચ્છે નહીં. એ આદિ વચનો તે પૂર્વે જ્ઞાનીપુરુષો માર્ગાનુસારી પુરુષને બોધતા હતા. જે જાણીને, સાંભળીને તે સરળ જીવો આત્માને વિષે અવધારતા હતા. પ્રાણત્યાગ જેવા પ્રસંગને વિષે પણ તે વચનોને અપ્રધાન ન કરવા યોગ્ય જાણતા હતા, વર્તતા હતા. જ્ઞાનીનું ખરું માહાત્મ્ય માર્ગાનુસારી પુરુષોને આવે છે. આ જગતમાં ઉપકારની અપેક્ષાએ સર્વોત્કૃષ્ટ, અનન્ય શરણ કોઈ આપનારું હોય તો તે સદ્ગુરુદેવ છે કે જેમણે આપણને આપણા આત્માનું ભાન કરાવ્યું, કર્મબંધ થવાના કારણોનું ભાન કરાવ્યું, કરેલા કર્મોને કેમ નિર્જરાવવા એનું ભાન કરાવ્યું, મોક્ષ તત્ત્વનું ભાન કરાવ્યું. જેમણે છ પદ દ્વારા અને નવ તત્ત્વો દ્વારા સમસ્ત Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ છ પદનો પત્રા જન્મ, જરા ને મરણ, આધિ, વ્યાધિ અને ઉપાધિના દુઃખોથી રહિત થવાનું જ્ઞાન આપ્યું; એમના જેવો ઉપકાર આ વિશ્વમાં બીજા કોઈનો કહી શકાય નહીં. માટે હેડીંગમાં જ એમનું માહાલ્ય બતાવ્યું કે, “અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર.” માટે જ શિષ્ય કહે છે, આ દેહાદિ આજથી, વર્તા પ્રભુ આધીન; દાસ, દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન. પટુ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપઃ મ્યાન થકી તરવારવત, એ ઉપકાર અમાપ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૨૬, ૧૨૭ વ્યવહાર દૃષ્ટિથી અમાપ ઉપકાર કોઈનો હોય તો મા-બાપનો, પછી જગતના બીજા જીવોનો. વ્યવહારિક ઉપકાર થાય એ બીજા નંબરમાં. પહેલા નંબરમાં પરમાર્થ માર્ગમાં જેમણે ઉપકાર કર્યો છે તે. જેમણે સ્વરૂપદષ્ટિ કરાવી, સ્વરૂપની ઓળખાણ કરાવી, સ્વરૂપનું ભાન કરાવ્યું અને જેમના નિમિત્તે સમ્યગુદર્શનની પ્રાપ્તિ થઈ. આ શરીરના ચામડાના જોડાં આપણે સીવડાવીએ; જો કે ચામડાના જોડાં તો તેઓ પહેરતાં પણ નથી, પણ આ તો કહેવા માટે દષ્ટાંત લીધું, તો પણ તેમનો બદલો પા ટકા જેટલો પણ વાળી શકતા નથી. તેમને આપવા જેવું બીજું કાંઈ નથી એટલે કહે છે કે, શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વર્તે ચરણાધીન. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૨૫ આ પ્રમાણે સંગુરનું માહાભ્ય આવ્યા વગર સમ્યગુદર્શનની પ્રાપ્તિ થઈ શકતી નથી. પહેલું આ જોઈશે. સદ્દગુરુનું માહાત્મ જો નહીં હોય, સદ્ગુરુનો ઉપકાર અંદરમાં યથાસ્થિતપણે ટક્યો હોય, તો કોઈપણ પુરુષ સમ્યગ્રદર્શનમાં નિમિત્ત થઈ શકે, ચાહે તીર્થકર ભગવાન હોય કે ચાહે એથી નીચેની કક્ષાના જ્ઞાની હોય. જ્ઞાન ક્યારે પરિણમે? તે વિષે પરમકૃપાળુદેવ પત્રાંક - ૨૦૦ માં કહે છે કે, જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ એટલે આજ્ઞાએ નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. Page #436 -------------------------------------------------------------------------- ________________ ૪૧૩ છ પદનો પત્ર બસ, આટલી વાતમાં આપણે બધું સમજી લેવાનું. કેમ કે, આપણે વિચક્ષણ જીવો છીએ, સમજું જીવો છીએ. પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ એટલે આજ્ઞાએ, આપણું વર્તન નહીં થાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. એટલે કે સમ્યગદર્શન પ્રાપ્ત થતું નથી. વળી, એ જ પત્રમાં આગળ કહે છે કે, “જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એકનિષ્ઠાએ તન, મન, ધનની આસક્તિનો ત્યાગ કરી તેમની ભક્તિમાં જોડાય.” બધા આજ્ઞાનું આરાધન કરી શકતા નથી, પણ જે તનની આસક્તિ છોડે એટલે કે દેહાધ્યાસ છોડે, મનની આસક્તિ છોડે એટલે મનમાં સંકલ્પ વિકલ્પ દ્વારા જે પરવસ્તુ અને પરભાવમાં એકત્વપણું થાય છે, પરપદાર્થોમાં મોહ, મમતા, મૂછ થાય છે તે છોડે અને ધનની આસક્તિ છે, તેને અંદરથી છોડવાનો પ્રયત્ન કરે તે જ આજ્ઞાનું આરાધન કરી શકે છે. ધનની આસક્તિ ચૌદ રાજલોકમાં મુખ્યપણે દેવો અને મનુષ્યોને હોય છે. એ મૂચ્છ એવી છે કે એની પાછળ આત્મતત્ત્વનો વિચાર કરવાનો અવકાશ મળતો નથી અથવા તેના નિમિત્તે એવા સંકલ્પ વિકલ્પ થયા કરે છે કે આત્મતત્ત્વનો વિચાર ઊંડાણપૂર્વક થઈ શકતો નથી. માટે પરિગ્રહની મૂનો ત્યાગ પણ સમ્યગુદર્શન થવામાં એક કારણભૂત અંગ છે. માટે તનની, મનની, ધનની આસક્તિનો ત્યાગ કરી સદ્ગુરુની ભક્તિમાં જોડાવું. આ બધી આસક્તિનો ત્યાગ કરીને જ્ઞાની પુરુષની ભક્તિમાં જોડાય તે તેમની આજ્ઞાનું આરાધન કરી શકે. હજુ આગળ કહે છે કે, જો કે જ્ઞાની ભક્તિ ઇચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી. આ અગત્યની વાત છે. આ મૂળ વાત છે. જ્ઞાનીને કોઈ ઇચ્છા નથી. એમણે તો મોક્ષની ઇચ્છા પણ રૂંધી નાખી છે. “માત્ર મોક્ષઅભિલાષ’, એ પણ અજ્ઞાની માટે છે, જ્ઞાનીને તો એ પણ નથી. કેમ કે, સાક્ષાત્ મોક્ષની સ્થિતિના અંશનો અનુભવ તેમને છે અને એ અંશ જ તેમને પૂર્ણતા તરફ લઈ જવાનો છે, અભિલાષા નહીં. ઇચ્છા છે ત્યાં સુધી મોક્ષ નથી. ઇચ્છારહિતપણું આવે ત્યારે મોક્ષમાં જવાય છે. જ્યાં સુધી મોક્ષની ઇચ્છા છે ત્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ નથી, પણ જગતના બીજા અશુભ પદાર્થોની ઇચ્છા થાય છે તેના કરતાં તેને તોડી મોક્ષની ઇચ્છા કરવાનું જ્ઞાની કહે છે. પણ, જ્યારે ખરેખર જ્ઞાન થાય છે ત્યારે તેમને મોક્ષની ઇચ્છા પણ નાબુદ થઈ જાય છે. કેમ કે, સાક્ષાત્ મોક્ષદશાનો અનુભવ એ આત્મજ્ઞાની પુરુષો કરી રહ્યા હોય છે. Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ છ પદનો પત્ર જો કે જ્ઞાની ભક્તિ ઇચ્છતા નથી એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે ભક્તિ કરીને જ્ઞાની ઉપર ઉપકાર કરતા નથી. પણ, આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું છે તેમાં તેઓ નિમિત્તભૂત બને છે. માટે જ્ઞાનીની ભક્તિ જરૂરી છે. આજે મોટાભાગે આપણે જોઈએ તો શાસ્ત્રજ્ઞાન તો ઘણું છે, પણ જ્ઞાનીની ભક્તિ-આજ્ઞાનું આરાધન કરનારા જીવો નથી. એટલે આટલું બધું જ્ઞાન પણ એમને સમ્યફ પ્રકારે પરિણમ્યું નહીં. સર્વ શ્રી સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, રત્નકરંડશ્રાવકાચાર, સમાધિશતક, આત્માનુશાસન, ભગવતી આરાધના, ગોમ્મસાર વગેરે કેટલાય ગ્રંથો વાંચી ગયા, પણ હજી અંદરમાં ઉપયોગ અંતર્મુખ થઈને સ્થિર નથી થતો. કેમ કે, એ ક્ષયોપશમ જ્ઞાન કડક છે. પ્રાયક્લિનવાળું છે. ભક્તિ દ્વારા નરમ નથી પડ્યું. સપુરુષની ભક્તિ વગરનું જ્ઞાન એ આંધળું છે. માટે, જ્ઞાની ભક્તિ ઇચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી. મુમુક્ષુ જ્ઞાની પ્રત્યે આવો પ્રેમ લાવવો હોય તો શું કરવું? સાહેબ એમના ગુણોનું બહુમાન. સ્વામી ગુણ ઓળખી, સ્વામીને જે ભજે, દરિશણ શુદ્ધતા તેહ પામે. પરમાત્માની આપણે સેવા - પૂજા એટલે કરીએ છીએ કે એમનામાં જે વીતરાગતા, સર્વજ્ઞતા, અનંત આનંદ, અનંતજ્ઞાન, અનંતવીર્ય વગેરે પ્રગટ થયું છે અને તેના કારણે તેમના આત્મામાં જે અપૂર્વ શાંતિનું વદન થઈ રહ્યું છે તે શાંતિ આપણને જોઈએ છે, એ આનંદ આપણને જોઈએ છે. તો, “સ્વામી ગુણ ઓળખી’ એટલે તમારે શાંતિ જોઈતી હોય તો તેમની શાંત અવસ્થા જુઓ અને બહારના ગમે તેવા ઉદયમાં પણ શાંતિ રાખવાનો અભ્યાસ અને પ્રયત્ન કરો તો ધીમે ધીમે ખ્યાલ આવશે કે આપણને એક સામાન્ય પ્રતિકૂળતામાં પણ અશાંતિ થઈ જાય છે તો એ મહાપુરુષોને ઘોર ઉપસર્ગો અને પરિષદો થયા, તે વખતે પણ તેમણે અંતરંગ શાંતિનો ભંગ ન થવા દીધો. ત્યારે તેમનું માહાભ્ય ખ્યાલમાં આવશે કે, પંથડો નિહાળું રે, બીજા જિન તણો રે, અજિત અજિત ગુણધામ; જે તે જીત્યા રે તેણે હું જિતિયો રે, પુરુષ કિશ્ય મુજ નામ. – શ્રી આનંદઘનજી કૃત શ્રી અજિતજિન સ્તવન તો, એવા જે કોઈ દોષોના કારણે આપણે સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છીએ તેને સંક્ષેપમાં કહીએ તો રાગ, દ્વેષ અને અજ્ઞાન એ જેમણે જીતી લીધા છે તે અજીતનાથ ભગવાન Page #438 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર ૪૧૫ છે અને એ રાગ, દ્વેષ અને અજ્ઞાન વડે સમસ્ત જગત જિતાયું છે. બસ એટલા માટે આપણે ભગવાનનો આશ્રય કરીએ છીએ. સમ્યગદર્શન માટેની પ્રાથમિક ભૂમિકામાં જ્ઞાનીની ભક્તિ જોઈશે. એ વગર જીવ ગમે તેટલો આગળ દોડશે તો પણ કામ નહીં થાય. દોડતા દોડતા દોડતા દોડિયો, જેતી મનની રે દોડ જિનેસર, પ્રેમ પ્રતીત વિચારો ટુંકડી, ગુરુગમ લેજો રે જોડ જિનેસર. -શ્રી આનંદઘનજી કૃત શ્રી ધર્મનાથજિન સ્તવન ગુરુગમ વગર ગમે તેટલા દોડીએ પણ કંઈ હાથમાં આવતું નથી. પરમકૃપાળુદેવે પત્રક - ૨૦૦ માં કહ્યું છે, અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તોપણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે. કેટલું માહાભ્ય છે પ્રત્યક્ષ ગુરુની આજ્ઞાનું ! એ ઉપરોક્ત વચન પરથી સમજી શકાય છે. કોઈ કહે કે આટલા બધા શાસ્ત્રો છે એ વાંચી લઈએ તો ચાલે કે નહીં? તો જ્ઞાની કહે છે કે શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે. હવે ક્યાં જશો? હવે કોની આજ્ઞા પાસે જવું પડશે? પ્રત્યક્ષની આજ્ઞા પાસે. શાસ્ત્રમાં કહેલી આજ્ઞા પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે. શાસ્ત્ર પાત્ર બનવામાં મદદ કરે, પણ મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. આ જ્ઞાનમાર્ગની શ્રેણી કહી. એ પામ્યા વિના બીજા માર્ગથી મોક્ષ નથી. બસ આ ચોકડી મારી દીધી. આ જ્ઞાનમાર્ગની શ્રેણી છે અને આ સિવાય બીજા કોઈ માર્ગથી મોક્ષ છે નહીં. એ ગુપ્ત તત્ત્વને જે આરાધે છે, તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે. ગુપ્ત તત્ત્વ એટલે સપુરુષની આજ્ઞાનું આરાધન. પ્રત્યક્ષ અમૃતની પ્રાપ્તિ એટલે સાક્ષાત્ આત્માના અતીન્દ્રિય આનંદની અનુભૂતિ. આમ, પ્રત્યક્ષ સપુરુષની આજ્ઞાનું માહાભ્ય શરૂઆતમાં જ આપણને પરમકૃપાળુદેવે બતાવી દીધું છે. એ વગર બધાય સાધન નકામા છે. તમારા ઘરમાં ફ્રીઝ છે, ટી.વી. છે, રેડિયો છે, ગ્રાઈન્ડર મશીન છે, વોશીંગ મશીન છે, ઘણી બધી ઈલેક્ટ્રોનિક આઈટમ છે, પણ કરંટ ના હોય તો? કરંટ ના હોય તો એ બધું શોભાના ગાંઠીયા જેવું છે. કરંટ છે તો બધાંય કામના. એમ બીજું બધુંય છે, પણ જ્ઞાનીપુરુષના બોધરૂપી, આજ્ઞારૂપી કરંટ નથી તો એ બધા સાધનો જે છે તે, Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ છ પદનો પત્ર સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય ? – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક – ૨૬૪ - ગાથા - ૧૭ - “વીસ દોહરા' પરમકૃપાળુદેવે ૧૬૬ મા પત્રમાં કહ્યું છે કે “બે અક્ષરમાં માર્ગ છે તો એ બે અક્ષર કયા? તો કે આજ્ઞા અને જ્ઞાન. પહેલી આજ્ઞા પછી જ્ઞાન. પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૧ સીધી વાત છે કે પ્રત્યક્ષ સદ્ગુરુ વગર પરોક્ષપણે જિન પરમાત્માનો ગમે તેટલો ઉપકાર હોય તો પણ વર્તમાનમાં એ પ્રત્યક્ષ પુરુષ જ નિમિત્ત થાય છે. આવો જ્યાં સુધી લક્ષ નહીં થાય ત્યાં સુધી આત્માનો વિચાર નહીં ઉગે. જ્ઞાનની વાત તો હજુ બહુ છેટી છે. આત્માનો વિચાર પણ એને સમ્યફ પ્રકારે ઉગતો નથી. અંદરમાં કળી ફૂટી પછી ઝાડ થાય, ફૂલ આવે ને ફળ થાય; પણ અંદરમાં વિચાર ઉગે જ નહીં એટલે કે આત્મજ્ઞાન થવાની કળી ફૂટે જ નહીં તો તેના ઉપર આત્મજ્ઞાન કે કેવળજ્ઞાનરૂપી ફળ અને ફૂલ ક્યાંથી આવવાના છે! માટે છ પદનું રહસ્ય હેડીંગમાં જ મૂકી દીધું છે. જુઓ ! જ્ઞાનીઓની એક ખૂબી હોય છે કે એમને જે કહેવું હોય તે મંગલાચરણના શ્લોકમાં કે ઉપરના હેડીંગમાં સારરૂપે કહી દેતાં હોય છે. એટલે સમ્યગદર્શનનું મૂળ તો સદ્ગુરુ છે. આ થયા વગર આ છ પદ ગમે તેટલા ગોખી જઈશું કે રોજ બોલી જઈશું તો પણ જ્યાં સુધી પ્રત્યક્ષ સત્પરુષની આજ્ઞાનું માહાસ્ય નહીં આવે અને આરાધન નહીં થાય ત્યાં સુધી તે સમ્યગ્રદર્શનમાં નિમિત્તભૂત નહીં થાય. આ શરત છે, એ પછી બીજી બધી વાત આવે છે. માટે હેડીંગમાં એમણે આ વાત કહી કે અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્દગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. અત્યંત ભક્તિથી નમસ્કાર એટલે જેનો અંત જ ના આવે એવી ભક્તિથી નમસ્કાર, જેને સર્વોત્કૃષ્ટ ભક્તિ કહેવામાં આવે છે. વ્યવહારમાં પણ જોઈએ છીએ કે વેવાઈ આવવાના હોય અને તેમની ભક્તિ કરવાની હોય, ત્યારે છેક એરોડ્રામ લેવા જઈએ છીએ. બધાંય પ્રોગ્રામ બાજુમાં મૂકી દઈએ છીએ અને એમના માટે સારું સારું ભોજન, રહેવાનો સરસ રૂમ ગોઠવી આપીએ છીએ અને જયાં જવું હોય ત્યાં ગાડીની સગવડ કરી આપીએ છીએ. એ Page #440 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર ૪૧૭ રહે ત્યાં સુધી કોઈપણ પ્રકારની તકલીફ ના થાય એવા પ્રકારનું આયોજન આપણે કરીએ છીએ. તે તો વ્યવહાર ભક્તિ છે, જ્યારે આ તો ૫૨માર્થમાર્ગની ભક્તિ છે. સદ્ગુરુને તો પ્લેનમાં લેવા જવાનું નથી, ગાડીમાં ફરતા નથી, પણ હ્રદયનો નિર્મળ પ્રેમ અંતરંગમાં હોવો જોઈએ. જુઓ ! સોભાગભાઈ, લઘુરાજસ્વામી જેવી અત્યંત ભક્તિ બીજા કોઈમાં જોવામાં આવી નહીં. જેમ શ્રીરામની સાથે હનુમાનજી હતા. જુઓ ! કેવો પ્રેમ હતો ! આ તો નજર સમક્ષના દાખલા છે. શાસ્ત્રના નથી. પરમકૃપાળુદેવ મુંબઈથી આવવાના હોય ત્યારે લઘુરાજસ્વામી છેક કાવિઠા કે સીમરડા હોય ત્યાંથી વિહાર કરીને આવે અને આણંદ સ્ટેશને લેવા જાય. એ વખતમાં સાધુ અવસ્થામાં હતા. એટલે વિહાર કરીને આણંદ લેવા આવે અને ત્યાંના સ્ટેશન માસ્ટરને પહેલા મળે અને કહેતા કે સાહેબ આ ગાડી આવે છે એને રોકજો, બહુ ઉતાવળ કરીને મોકલતા નહીં. અમારા ગુરુદેવ આવે છે, અમારા ભગવાન આવે છે. માટે ગમે તેમ કરીને તમે અડધો-પોણો કલાક ગાડીને રોકજો. અમારે એમનો બોધ લેવો છે, દર્શન કરવા છે. તમે પણ આવજો. એમ સાહેબને પણ સાથે લેતા જાય. એકદમ ઊંચી સીડી પર ચડીને જુએ કે ગાડી આવે છે કે નથી આવતી ? હવે આ તો મુનિ છે કે કોણ છે ? તમે વિચાર કરો કે કેટલો પ્રેમ આવ્યો છે સત્પુરુષ ઉપર કે મારા ખરા મોક્ષના દાતા છે ! મને મોક્ષનું દાન દેનારા છે. એમના સાન્નિધ્યમાં, આશ્રયમાં મારા અનંતકાળના જન્મ-જરા-મરણના, આધિ-વ્યાધિ-ઉપાધિના ફેરા ટળી જાય છે. એમના ગુણો પ્રત્યે અંદ૨માં ઘણું આકર્ષણ છે. એમના બોધનું, એમના ઉપકારનું એટલું માહાત્મ્ય આવે છે કે જેમ બાળકને જોતા માતાના સ્તનમાંથી સહેજે દૂધ નીકળી જાય છે તેમ સાચા ભક્તના હૃદયમાંથી સદ્ગુરુ પ્રત્યેનો પ્રેમ ગોખીને કાઢવાનો હોતો નથી અને સહેજે આવે એ જ ભક્તિ સમ્યગ્દર્શનમાં નિમિત્તભૂત થાય છે. ખેંચીને ભક્તિ લવાતી નથી. જ્ઞાન હજી ગોખાય, પણ ભક્તિ, શ્રદ્ધા, સમર્પણતા ગોખવાની ચીજ નથી. પોથી પઢી પઢી જગ મુઆ, પંડિત હુઆ ન કોઈ; ઢાઈ અક્ષર પ્રેમ કે, પઢે સો પંડિત હોઈ. અઢી અક્ષર પ્રેમનો એટલે કે સત્પુરુષની ભક્તિનો હોય તે ખરો પંડિત છે. જેને સત્પુરુષની સાચી ભક્તિ નથી એ ક્ષયોપશમના કારણે ગમે તેટલો પંડિત હોય તો પણ જ્ઞાનીઓ તેને પંડિતમાં ગણતા નથી. એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. આખી આત્મસિદ્ધિમાં સદ્ગુરુનું માહાત્મ્ય ઠેર ઠેર ગાયું છે. પહેલી જ ગાથામાં કહ્યું કે, Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. પછી ગાથા - ૧૦, ૧૧ અને ૧૨ માં ગુરુનું સ્વરૂપ અને માહાત્મ્ય કહ્યું છે, આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વ વાણી, પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો ? સમજ્યું જિનસ્વરૂપ. પછી પાછળથી ઉપસંહારની ગાથા - ૧૧૯ અને ૧૨૪ માં કહ્યું કે, સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. છેલ્લીગાથામાં પણ કહ્યું; છ પદનો પત્ર દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. આમ, આખી આત્મસિદ્ધિમાં સદ્ગુરુનું માહાત્મ્ય પરમકૃપાળુદેવે ગાયું છે. આવું સદ્ગુરુનું માહાત્મ્ય જ્યારે આપણને આવે, ભક્તિ જાગે, એવી શરણતા આવે, એવી સમર્પણતા આવે અને આજ્ઞાના આરાધક થઈએ ત્યારે આ છ પદ સમ્યક્ પ્રકારે આપણને પરિણમે છે, એ વગર નહીં. ક્ષયોપશમના કારણે ગમે તેટલું જ્ઞાન આપણે ધારણ કરી લઈએ, પણ એને પરિણમાવવું હોય તો સદ્ગુરુની ભક્તિ જોઈશે. હવે આગળ કહે છે, શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાનીપુરુષોએ નીચે કહ્યાં છે તે છ પદને સમ્યગ્દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે. Page #442 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર ૪૧૯ આપણા સર્વસાધનનો હેતુ તો સમ્યગદર્શનની પ્રાપ્તિ છે. એ સમ્યગદર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક આ છ પદ છે. એ છ પદની યથાર્થ શ્રદ્ધા જો જીવ જ્ઞાની પુરુષના બોધ અનુસાર કરે તો તેને વ્યવહાર સમકિત કહેવામાં આવે છે. એટલે કે પહેલું સમકિત કહેવામાં આવે છે. એ પહેલું સમકિત બીજા સમકિતનું કારણ થાય છે. બીજું સમકિત એ અનુભવાશે પ્રતીતિ છે અને ત્રીજું સમકિત છે એ પરમાર્થ નિર્વિકલ્પ અનુભવ છે. ત્રણે સમકિત જ્ઞાની પુરુષોએ માન્ય કર્યા છે. એ ઉપાસવા યોગ્ય છે, આરાધવા યોગ્ય છે, ભક્તિ કરવા યોગ્ય છે. ધર્મની સાચી શરૂઆત સમ્યગદર્શનથી થાય છે. દરેક સાધકનો પ્રથમ ધ્યેય સમ્યગદર્શન પ્રાપ્ત કરવું તે છે. આત્માનુભૂતિ સાથે તેનો અવિનાભાવી સંબંધ છે. સમ્યગદર્શન એ આત્માનુભૂતિ નથી. એ તો આત્માની શ્રદ્ધા ગુણની નિર્મળ અવસ્થા છે. આત્માનુભૂતિ એ જ્ઞાન-પર્યાય છે, પણ બન્ને યુગપત્ છે. જેમ અંધકારનું જવું અને પ્રકાશનું થવું એક સાથે છે, એમ જે સમયે સમ્યગદર્શન થાય છે તે જ સમયે જ્ઞાન સમ્યફ બની જાય છે. અનંત કાળથી જે જ્ઞાન ભવહેતું થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૮૩૯ જુદા જુદા અનુયોગ અનુસાર સમ્યગદર્શનની જુદી જુદી વ્યાખ્યાઓ આગમોમાં આપી છે. ચરણાનુયોગની અપેક્ષાએ સાચા દેવ, ગુરુ અને ધર્મની શ્રદ્ધાપૂર્વક, ત્રણ મૂઢતારહિત, આઠ દોષરહિત અને આઠ ગુણ સહિત જે શ્રદ્ધા થાય તેને સમ્યગદર્શન કહ્યું છે. પહેલાં એ સમકિત આવવું જોઈએ, જેનાથી ગૃહિત મિથ્યાત્વનો ત્યાગ થાય છે. સવ :- જે અઢારદોષથી રહિત છે, જેમને અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંતવીર્ય પ્રગટ થયા છે, જેમના ચાર ઘનઘાતી કર્મ નષ્ટ થયા છે, એવા પરમાત્માને સદૈવ કહેવામાં આવે છે કે જેઓ વીતરાગ સર્વજ્ઞ છે. જેમને રાગ-દ્વેષ અને અજ્ઞાનનો સંપૂર્ણ અભાવ થયો છે. એવા પરમ વીતરાગ સર્વજ્ઞ ભગવાન તે સદેવ છે. એ સદૈવ સિવાય આપણે અન્ય કોઈને સદેવ માનીએ તે દેવતત્ત્વની ભૂલ છે, દેવમૂઢતા છે. જેમને સમ્યદૃષ્ટિ પુરુષોનો યોગ થાય છે, જ્ઞાની પુરુષોનો યોગ થાય છે એમના બોધમાં દેવતત્ત્વનું નિરૂપણ આ પ્રકારે હોય છે. શ્રી મલ્લિનાથ ભગવાનમાં સ્તવનમાં શ્રી આનંદઘનજી મહારાજે અઢાર દોષનું વર્ણન કર્યું છે. તેમાં છેલ્લે મૂક્યું છે કે, Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ છ પદનો પત્ર એ અઢાર દૂષણ વર્જિત તન, મુનિજન વંદે ગાયા; અવિરતિ રૂપક દોષ નિરુપણ, નિર્દૂષણ મન ભાયા. હો મલ્લિજિન, નિગ્રંથ ગુરુ :- જેમની મિથ્યાત્વની ગાંઠ ભેદાઈ ગઈ છે, જેઓ સમ્યગદર્શન-જ્ઞાનચારિત્રથી યુક્ત છે અને આત્મજ્ઞાન સહિત છે તે નિર્ગથ ગુરુ છે. આત્મજ્ઞાન ત્યાં મુનિમણું, તે સાચા ગુરુ હોય; ' બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૩૪ શ્રી રત્નકરંડશ્રાવકાચારમાં શ્રી સમંતભદ્રાચાર્યએ દસમા શ્લોકમાં કહ્યું છે, વિષયાશાવશાતીતો નિરારંભોડપરિગ્રહ: / જ્ઞાનધ્યાન તપોરક્ત તપસ્વી સઃ પ્રશસ્યતે // જેમણે પાંચ ઈન્દ્રિયોના વિષયોને જીતી લીધા છે. એટલે કે જેને વિષયોની રુચિ અંદરમાંથી સંપૂર્ણ તૂટી ગઈ છે, જેમણે ઇચ્છાઓનો વિરોધ કર્યો છે. હવે તેને જગતના કોઈ પદાર્થો લેવાની ઇચ્છા નથી. કોઈ સુખ ભોગવવાની ઇચ્છા નથી. જેને જ્ઞાન થયું છે તેને તો મોક્ષની પણ ઇચ્છા નથી. કેમ કે, એ સમજે છે કે મોક્ષ પણ સંપૂર્ણ ઇચ્છાનો નિરોધ થાય ત્યારે પ્રગટે છે. મોક્ષની. ઇચ્છાથી મોક્ષ નથી મળતો. એટલે એમને તો એ પણ ઇચ્છા તૂટી ગઈ છે. “માત્ર મોક્ષ અભિલાષ'. તો આત્માર્થી જીવો માટે છે, જ્ઞાનીઓ માટે નહીં. આ પ્રકારની આશાઓ, ઇચ્છાઓ, તૃષ્ણાઓ જ્યાં સુધી છે ત્યાં સુધી એ ગુરુ થવાને યોગ્ય નથી. આ તો ગુરુના ગુણ છે. નિરારંભોડપરિગ્રહ એટલે આરંભ અને પરિગ્રહથી રહિત છે. કેમ કે, એ બધા પાપાગ્નવો છે. કોઈપણ પ્રકારના આપણે આરંભ કરીએ તો એમાં પાપાસ્રવ થાય જ છે. જ્ઞાનધ્યાન તપોરક્ત” એટલે જ્ઞાન-ધ્યાન અને તપમાં જેઓ લીન છે. જ્ઞાનનું બળ વધે તો ધ્યાનમાં આવી જાય છે. ધ્યાનનું બળ તૂટે તો વળી પાછા સ્વાધ્યાય-ભક્તિ દ્વારા બળ વધારી પાછા ધ્યાનમાં આવી જાય છે અને બાર પ્રકારના તપનું પોતાની ભૂમિકાને અનુરૂપ એ નિરંતર સેવન કરે છે. જ્ઞાન-ધ્યાન-તપમાં અનુરક્ત એવા એ તપસ્વી નિગ્રંથ ગુરુને પ્રસંશવામાં આવ્યા છે. વીતરાગ માર્ગમાં એમનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ધર્મ :- ધર્મ એ વસ્તુનો સ્વભાવ છે. જે ધર્મથી આત્માનો સ્વભાવ પ્રગટ થાય તેને ધર્મ કહેવાય. જેનાથી આત્મસાક્ષાત્કાર થાય, આત્માની સમાધિ પ્રગટ થાય, આત્માને આત્માની Page #444 -------------------------------------------------------------------------- ________________ ૪૨૧ છ પદનો પત્ર શાંતિનો અનુભવ પ્રગટ થાય. ધર્મ એટલે આત્માની શાંતિ, અંદરની સર્વ પ્રકારની આકુળતા - વ્યાકુળતા મટી જવી, ગમે તેવા કર્મના ઉદય હોય અને ગમે તેવા બહારમાં બનાવ બનતા હોય તો પણ અંતરંગ શાંતિ અને સ્થિરતા ન હણાવી. પરમકૃપાળુદેવને જુઓ, કે એવા ઉદય વચ્ચે પણ તેમને અંદરમાં સમાધિ હતી. ઘણા પત્રોમાં તેઓ લખતા કે સહજ સમાધિ છે. દરેક જ્ઞાનીઓને બહા૨માં ઉદય જુદા પ્રકારના હોય છે. ગમે તેવા વિચિત્ર ઉદયની વચ્ચે પણ તેમની અંતરંગ સમાધિનો ભંગ ન થાય એવી સ્થિતિ જ્ઞાનીઓની છે. બોલતા બોલતા પણ સમાધિદશામાં એમનો ઉપયોગ એમના સ્વરૂપનું અનુસંધાન કરી લે છે. નિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી સત્ર સમાય; ધરી મૌનતા એમ કહી, સહજસમાધિ માંય. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૧૮ - આ આત્મસિદ્ધિ લખતાં લખતાં અને ઉપદેશ આપતા આપતા તેઓ સમાધિમાં ચાલ્યા ગયા. એમની સમાધિનો ભંગ થતો જ નથી. કેમ કે ઉદયાધીન થતા નથી. કોઈપણ બાહ્ય પદાર્થોમાં એ તાદાત્મ્ય બનતા નથી એટલે એમને સમાધિ છે. સાચું જ્ઞાન છે ત્યાં સાચી સમાધિ છે. જ્ઞાન નથી ત્યાં આકુળતા-વ્યાકુળતા છે. સાચી સમજણ આવે તો દુનિયાના ગમે તે બનાવ બને – ઘરમાં બને, કુટુંબમાં બને, દેહમાં બને કે ગમે ત્યાં બન્ને એનાથી આત્માને શું નિસ્બત છે? આત્માને કર્મો સાથે પણ શું નિસ્બત છે ? આત્માને જગતના જીવો સાથે પણ શું નિસ્બત છે ? આત્માને જગતના કોઈપણ પદાર્થો સાથે પણ શું નિસ્બત છે? બધાય જીવો કે પદાર્થોનું સ્વભાવરૂપે પરિણમન થાય કે વિભાવરૂપે પરિણમન થાય એનાથી આપણા આત્માને કોઈ લાભ કે નુક્સાન છે જ નહીં. નુક્સાન પોતાના પરિણામથી છે અને લાભ પણ પોતાના પરિણામથી છે. આ વાત જ્ઞાનીઓને તો અનુભવ સહિત છે. એટલે એ કયા બનાવમાં ખેદ પામે ? ભય પામે ? આર્ત્તધ્યાન કરે ? રૌદ્રધ્યાન કરે ? આકુળ વ્યાકુળ બને ? એવું બનતું જ નથી. ગમે તે થયું હોય, જ્ઞાન હાજર છે, કેમ કે સમ્યગ્દર્શનનું અસ્તિત્વ મોજૂદ છે. એ જ્ઞાન એમને સ્વભાવનું અવલંબન મૂકીને આગળ જવા દેતું જ નથી. જાય તો પણ પાછું પાડે છે. આ જ્ઞાનના કારણે ગૃહસ્થ દશામાં રહ્યા હોય તો પણ એમને શાંતિ છે અને અજ્ઞાન અવસ્થામાં ભલે બહાર ત્યાગ કર્યો હોય, મહાવ્રત લીધા હોય, આગમને અનુરૂપ સાધુપણાનું પાલન કરતા હોય તો પણ, જ્ઞાન નથી, તો કંઈક ને કંઈક અશાંતિ અને આકુળતા-વ્યાકુળતા Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ છ પદનો પત્ર અંદરમાં રહેવાની. એમને નિરાકુળતા નહીં રહેવાની. આ જ્ઞાન આપણી પાસે હાલ મોજૂદ પડ્યું છે. જેમ બાહુબલીજી પાસે કેવળજ્ઞાન અંદરમાં મોજૂદ હતું, પણ એક ઉપયોગ ફેરવે એટલી જ વાર હતી અને એવું તેમને નિમિત્ત પણ મળી ગયું હતું. ઋષભદેવ ભગવાને બન્ને બહેનો બાહ્મી અને સુંદરીને મોકલ્યા કે જાવ, જઈને તમારા ભાઈને કહો કે, વીરા મારા ! ગજ થકી નીચે ઉતરો. બસ આટલું વાક્ય સાંભળ્યું અને ખ્યાલ આવી ગયો કે મેં જે હેતુ માટે દીક્ષા લીધી છે એમાં મને આ માન નડી રહ્યું છે. મારે પહેલા મારા અઠ્ઠાણું ભાઈઓ, જે પહેલા દીક્ષિત થયા છે તેમને નમસ્કાર કરવા જ જોઈએ. આ ભાવથી જ્યાં એક ડગલું ઉપાડ્યું, ત્યાં કેવળજ્ઞાન પ્રગટ્યું. કેવળજ્ઞાન કંઈ દૂર નહોતું. એમ આપણું આત્મજ્ઞાન આપણાથી દૂર નથી. એક પ્રદેશ પણ અસમીપ નથી, પણ આપણી દૃષ્ટિ ફરે તો. સપુરુષના બોધનું નિમિત્ત લઈ જો દૃષ્ટિ કે ઉપયોગ ફરે તો તે જ સમયે, સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય. સાચા દેવ, ગુરુ અને ધર્મનો નિર્ણય થવો જોઈએ. રત્નત્રય ધર્મ એ જ મોક્ષમાર્ગ છે. “સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ આ અંદરમાં દેઢ થવું જોઈએ. બાકી ભક્તિ, સ્વાધ્યાય, જપ, તપ, ભગવાનની પૂજા, સેવા, સામાયિક, પ્રતિક્રમણ બધું કરીએ, પણ એ વ્યવહાર ધર્મ છે. સાચો ધર્મ પરમકૃપાળુદેવે આ પ્રમાણે કહ્યો છે, તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસારમળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે. – શ્રી પુષ્પમાળા - ૧૫ સંસારમળ એટલે કર્મમળ, તેનો નાશ તો રત્નત્રયધર્મ દ્વારા થાય. બીજો કોઈ ધર્મ છે નહીં. આટલો જો આપણને નિર્ણય થાય તો આ પણ એક પ્રકારનું સમકિત છે. ચરણાનુયોગની અપેક્ષાએ સમ્યગદર્શન એ સાચા દેવ-ગુરુ-ધર્મની યથાર્થ શ્રદ્ધા થવી તે છે. તે ચાહે સપુરુષના બોધ દ્વારા કરો કે કોઈ આગમના અવલંબન દ્વારા કે કોઈ જ્ઞાનીઓના વચન દ્વારા કરો. પૂર્વની આરાધના કરીને આવ્યા હોય તેને જાતિસ્મરણ જ્ઞાન દ્વારા સ્વયં થાય અથવા જિનબિંબ કે ગુરુની પ્રતિમા વગેરે નિમિત્તથી થાય. બાહ્ય નિમિત્તો અનેક છે. તો તેના દ્વારા પ્રથમ આપણને આટલો નિર્ણય થાય તો આપણે વ્યવહાર સમકિતમાં તો આવી ગયા. આપ્તપુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વચ્છેદનિરોધપણે આપ્તપુરુષની ભક્તિરૂપ, એ પ્રથમ સમકિત કહ્યું છે. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૭૫૧ Page #446 -------------------------------------------------------------------------- ________________ ૪૨૩ છ પદનો પત્ર અનુભવવાળું સમકિત ભલે પછી થશે, પણ આટલું સમકિત આપણને અહીં આ કાળમાં, આ ક્ષેત્રમાં હમણાં થઈ શકે તેવું છે; જ્ઞાનીપુરુષના બોધનો આધાર લઈએ તો. બાકીના જે કોઈ દેવ હોય, ગુરુ હોય કે ધર્મ હોય તેને આપણે હમણાં બાજુમાં રાખો. કુદેવ, કુગુરુ અને કુધર્મની શ્રદ્ધા એ પણ આમાં એક મહાન બાધક થાય છે. આપણો એવો અભ્યાસ નથી કે સાધના નથી કે સાચા દેવ-ગુરુ-ધર્મની આપણે ઓળખાણ કરી શકીએ. એટલી આપણી ઉત્કૃષ્ટ મુમુક્ષુતા નથી. જ્યાં સુધી પ્રત્યક્ષ સત્પરુષને ઓળખવાની શક્તિ ના આવે ત્યાં સુધી પરમકૃપાળુદેવ અથવા આત્મજ્ઞાની નિગ્રંથ ગુરુ અથવા પૂર્વે થયેલા કોઈપણ જ્ઞાનીપુરુષને પકડીને તમે બેસી રહે. એ શ્રદ્ધામાં જો તમે ડગુમગુ થશો અને વર્તમાનમાં તમારી ઓળખાણ કરવાની શક્તિ નથી અને તમે કોઈ દેવ-ગુરુ-ધર્મની વિપરીત શ્રદ્ધા કરી લેશો, તો આ વર્તમાનનો યોગ પણ જે હાથમાં આવ્યો છે તે નિષ્ફળ જશે. એટલે એવું જોખમ બને ત્યાં સુધી વિચારક જીવો લેતા નથી. તો, આ ચરણાનુયોગની અપેક્ષાએ પ્રથમ પ્રકારનું સમકિત કહેવાય. દ્રવ્યાનુયોગની અપેક્ષાએ છપદની શ્રદ્ધા, નવતત્ત્વની શ્રદ્ધા, દ્રવ્ય-ગુણ-પર્યાયથી વસ્તુના સ્વરૂપની ઓળખાણ તે સમકિત કહેવાય. જેને આચાર્ય શ્રી ઉમાસ્વામીએ શ્રી તસ્વાર્થ સૂત્રમાં તત્ત્વાર્થ શ્રદ્ધાનું સમ્યગદર્શનમ્' કહ્યું છે. આ પણ વ્યવહાર સમકિતની આગળની ભૂમિકાનું કાર્ય છે કે જેને દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા થઈ ગઈ તે હવે તેમના બોધ દ્વારા આ છ પદની અને નવ તત્ત્વની શ્રદ્ધા કરે છે. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ. દશા ને એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ; મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૩૮, ૩૯ “આવે જ્યાં એવી દશા એટલે શમ્, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા - આ ગુણો અંદરમાં કંઈક અંશે પણ આવે. ત્યારે “સદ્ગરબોધ સુહાય'. હવે એને આ છ પદના પત્રનો બોધ કે નવતત્ત્વનો બોધ સહાયક બને છે, વાસ્તવિક લાભકારક થાય છે, છ પદનો પત્ર તો જીવ પહેલાં પણ ગોખી ગયો હતો. નવતત્ત્વ ઉપર તેણે પુસ્તક પણ લખેલું, પણ નવતત્ત્વનું કે છ પદનું પરિણમન જે થવું જોઈએ તે નહોતું થયું. તે હવે આ દશાના આધારે તેને સુવિચારણાની શ્રેણીમાં લઈ જાય છે. હવે તેને સૂક્ષ્મ સ્વ-પરના ભેદજ્ઞાનના વિચારોની જાગૃતિ થાય છે. હવે Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ છ પદનો પત્ર તે આત્માની કંઈક નજીક આવે છે. એનું મિથ્યાત્વ જે પહેલાં ગાઢ હતું તે કંઈક પાતળું પડ્યું. પહેલા એને જગતના ઘણા વિચારો અને વિકલ્પો આવતા. હવે, તત્ત્વોના વિચારો આવવા માંડ્યા. આત્માના વિચારો આવવા માંડ્યા. આસ્રવ બંધના કારણોને વિચાર્યા અને હવે તેને કેમ અટકાવવા તેના વિચારો આવવા લાગ્યા. પહેલા જે વિચારો આવતા હતા એ અલગ પ્રકારના આવતા હતા. હવે પાત્રતા થઈ અને સદ્ગુરુનો બોધ મળ્યો. એટલે નવતત્ત્વના અને છ પદના વિચાર આવે છે. આમ, તેની અંદરની જાત અલગ થવા માંડી. જયાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પંદ નિર્વાણ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા -૪૧ જ્યાં સુવિચારણા પ્રગટે કે “આત્મા છે', “આત્મા નિત્ય છે”, “આત્મા અજ્ઞાનભાવથી કર્મનો કર્તા અને ભોક્તા છે અને જ્ઞાનભાવમાં પોતાના જ્ઞાન અને આનંદ પરિણામનો કર્તા અને ભોક્તા છે', “મોક્ષ છે” અને “મોક્ષનો ઉપાય છે ત્યાં આત્મજ્ઞાન પ્રગટે. આ છ પદની શ્રદ્ધા જેને વિચાર કરીને સિદ્ધ થાય તેને સમ્યગદર્શનની પ્રાપ્તિ ગણવી. એમ પરમકૃપાળુદેવે ગાંધીજીને પત્રાંક - પ૭૦ માં બહુ સરસ રીતે કહ્યું છે, આત્મા છે', “આત્મા નિત્ય છે', “આત્મા કર્મનો કર્તા છે', ‘આત્મા કર્મનો ભોક્તા છે', ‘તેથી તે નિવૃત્ત થઈ શકે છે અને નિવૃત્ત થઈ શકવાનાં સાધન છે', એ છ કારણો જેને વિચાર કરીને સિદ્ધ થાય, તેને વિવેકજ્ઞાન અથવા સમ્યક્દર્શનની પ્રાપ્તિ ગણવી એમ શ્રી જિને નિરુપણ કર્યું છે. જે નિરુપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા યોગ્ય છે. આ પ્રરૂપણા જિન પરમાત્માએ સમવસરણમાં દિવ્યધ્વનિથી કરી છે. તે દિવ્યધ્વનિને ઝીલીને જ્ઞાનીઓએ આ બોધ આપણને આપ્યો છે. પરમકૃપાળુદેવ તો પૂર્વમાં સાક્ષાત્ પરમાત્માની વાણી સાંભળીને આવ્યા છે અને જાતિસ્મરણજ્ઞાન દ્વારા તેમને આ ભવમાં એ બોધનું અનુસંધાન થયું છે; એટલે આપણને આ છ પદ સહેલાઈથી મળી ગયા. જો થોડા કષ્ટપૂર્વક મળ્યા હોત તો તેની કિંમત સમજાત, તેનું માહાત્મ સમજાત; પણ આપણને એમ ને એમ હાથમાં આવી ગયા. કોઈએ આત્મસિદ્ધિની ચોપડી પ્રભાવનામાં પકડાવી દીધી. પણ, જો શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા આદિ ગુણો આવ્યા પછી, સત્પરુષનું માહાભ્ય સમજાયા પછી અને પુરુષ પ્રત્યે સમર્પણભાવ આવ્યા પછી જો આ મળ્યું હોત તો તેની સ્થિતિ કંઈ ઓર હોત. Page #448 -------------------------------------------------------------------------- ________________ ૪૫ છ પદનો પત્ર આ છે કારણો જેને વિચાર કરીને સિદ્ધ થાય, તેને વિવેકજ્ઞાન અથવા સમ્યક્દર્શનની પ્રાપ્તિ ગણવી એમ શ્રી જિને નિરૂપણ કર્યું છે. એટલે આ છ પદની શ્રદ્ધા છે તે સમ્યગ્રદર્શનનું કારણ છે. કારણ વગર કાર્યની ઉત્પત્તિ ન થાય. પહેલું એનું કારણ આવે છે અને પછી એનું કાર્ય થાય છે. આ છ પદની શ્રદ્ધા કરવાનું જ્ઞાની પુરુષોએ આપણને કહ્યું છે. ત્રણ પ્રકારના સમક્તિમાંથી પરમાર્થ નિર્વિકલ્પ અનુભવ તો ચારિત્રદશામાં જેમ જેમ આગળ વધે તેમ તેમ આગળની ભૂમિકામાં આવે. વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યાભાસ; ઉદય થાય ચારિત્રનો, વીતરાગપદ વાસ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૧૨ જેમ જેમ જીવ આગળ વધતો જાય તેમ તેમ એ દશા આવતી જાય. આ ત્રણ સમકિતમાંથી ગમે તે પ્રકારનું સમકિત આવે અને જો જીવ વમે નહીં, જાળવી રાખે તો એ જીવ પંદર ભવમાં તો મોક્ષે ચાલ્યો જાય. કોઈ ઉગ્ર પુરુષાર્થી હોય તો એક-બે ભાવમાં પણ જતો રહે, પણ જો બોધ ટકાવી રાખ્યો હોય તો. હવે ટકે ક્યારે? કે અહીં એના દઢ સંસ્કાર રોજે રોજ પાડતો જાય, રોજે રોજ એનું ચિંતન-મનન દ્વારા ધારણાજ્ઞાન મજબૂત કરતો જાય તો એ ધારણાજ્ઞાન ભવાંતરમાં પણ તેની સાથે જાય અને શ્રદ્ધા દેઢ રખાવે છે અને અહીંનું જે અધૂરું કાર્ય રહ્યું તે આગળના ભવમાં પૂર્ણ કરાવે છે. એટલે આવી શ્રદ્ધા તો આ કાળમાં પણ આપણે રાખી શકીએ તેમ છે. જ્ઞાનીપુરષોએ આપણને જે બોધ આપ્યો છે, તે કાંઈપણ જોયા વગર તે બોધને વળગી, સાધનામાર્ગમાં આગળ ચાલો. એકના એક ક્લાસમાં રહેવાથી કાંઈ લાભ નથી થતો. રોજ આપણી ભૂમિકા આગળ આગળ ચાલવી જોઈએ અને જ્યાં અટકીએ ત્યાં જ્ઞાનીપુરુષના વચનનું અવલંબન લઈ, વળી પાછું બળ વધારી અને જયાં અટક્યા છીએ ત્યાંથી આગળ નીકળવાનું છે. તો, આ દ્રવ્યાનુયોગની અપેક્ષાએ સમ્યગ્દર્શન એટલે એ છ પદની શ્રદ્ધા, નવતત્ત્વની શ્રદ્ધાં. તત્ત્વાર્થ શ્રદ્ધાનું સમ્યગ્દર્શન – શ્રી તત્ત્વાર્થસૂત્ર – અધ્યાય - ૧ - સૂત્ર - ૨ આ દ્રવ્યાનુયોગની અપેક્ષાએ સમ્યગદર્શન કહેવાય છે અથવા અધ્યાત્મની અપેક્ષાએ દ્રવ્યાનુયોગમાં જોઈએ તો રવ અને પરનું શ્રદ્ધાનું થયું તે સમ્યગદર્શન છે. આત્મા સિવાય Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ છ પદનો પત્ર જગતમાં જે કાંઈ છે તે બધું પર અને એક પોતાનો આત્મા તે સ્વ. બસ આ બે વચ્ચેનો ભેદ યથાર્થપણે પોતાના જ્ઞાનમાં સમજાય અને પકડાય તો તે પણ એક સમ્યગુદર્શન છે. “આત્મા તે હું, આત્મા સિવાય હું કશું નથી” અને “આત્મા સિવાય કશું મારું નથી. તેમ સર્વ પરમાંથી અહ-મમત્વપણું નીકળી જાય. જે અહબુદ્ધિ પરમાં હતી તે નીકળીને સ્વમાં થાય તો તે સ્વપરનું શ્રદ્ધાનું કહેવાય. આ પણ આપણે કરી શકીએ છીએ. જેમ જેમ આપણી સાધના અને અભ્યાસ વધતો જાય તેમ તેમ આપણને સ્વ-પરનો એકદમ સ્પષ્ટ નિર્ણય થતો જાય. જેમ અજવાળું હોય અને આપણને ચોખ્ખું દેખાય તેમ જ્ઞાનના પ્રકાશમાં સ્વ અને પર બંને ચોખા દેખાય છે. દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે; જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુખ, મત્યુ, દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે; એવો જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વભાવ, જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે; ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બન્ને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૦૨ - ‘જડ-ચેતન વિવેક' દરેક દ્રવ્ય પોતાનામાં જ સ્થિત છે. એક દ્રવ્ય બીજા દ્રવ્ય સાથે ભળી, એકમેક નથી થઈ જતું. એ તો જુદું જ છે, પણ આપણા જ્ઞાનમાં એ ભેળસેળને છુટા પાડવાની જે શક્તિ ને યોગ્યતા નહોતી તે હવે આપણને તત્ત્વની વિચારણા દ્વારા, જ્ઞાનીપુરુષના બોધ દ્વારા સ્વ-પરનો ભેદ સમજાવાથી પ્રાપ્ત થઈ છે કે જે જાણનાર - દેખનાર તત્ત્વ છે તે હું છું. આ જે જણાય છે તે હું નથી. એટલે જાણનારને જાણો, દેખનારને દેખો. ઘટ, પટ આદિ જાણ તું, તેથી તેને માન; જાણનાર તે માન નહિ, કહીએ કેવું જ્ઞાન? – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૫૫ Page #450 -------------------------------------------------------------------------- ________________ ૪૨૭ છ પદનો પત્ર પહેલાં જે જણાતું હતું તેના પ્રત્યે ઉપયોગ જતો હતો, હવે જાણનાર પ્રત્યે વળે છે. એકલો જાણનાર ઉપયોગમાં જણાય, એટલે પોતાનો જ્ઞાનસ્વભાવ જ પોતાના ઉપયોગમાં જણાય એટલે કામ થઈ ગયું. તેને બીજું કંઈ કરવાનું છે નહીં. પરમકૃપાળુદેવને આ છ પદના પત્ર મારફતે આ કાર્ય કરાવવું છે. આ સાધના કરાવવી છે. પત્ર માત્ર ગોખી જઈએ એટલે કામ નથી થતું. ગોખવો જરૂરી છે. કેમ કે, જ્યારે એકાંતમાં બેઠા હોઈએ ત્યારે તેનું અવલંબન લઈ તેના આધારે સાધનાની આગળ વૃદ્ધિ કરી શકીએ છીએ. વારંવાર બોલી જઈએ પણ તેની અંદરની વાતો પ્રત્યે આપણું લક્ષ ના જાય, સાધના પ્રત્યે લક્ષ ના જાય તો એવા તો આપણે ૪૫ આગમમાંથી કેટલાંય આગમ ગોખી ગયા છીએ, તોય કામ નથી થયું. જો હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં; એ પૂર્વ સર્વ કહ્યાં વિશેષ, જીવ કરવા નિર્મળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. - શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૬૭ - ગાથા - ૧ કોઈપણ શાસ્ત્ર આત્માની નિર્મળતા પ્રગટ કરવા માટે છે. સર્વ પ્રકારની સાધના એ આત્માના નિર્મળ અને પવિત્ર ભાવ પ્રગટે થાય તેટલા માટે છે. કોઈ ક્રિયા, ક્રિયા માટે નથી. એ ક્રિયા આત્માની નિર્મળતા અને પવિત્રતા વધારવા માટે છે. આટલો લક્ષ જો હોય તો તેને કોઈપણ સાધન નિમિત્તભૂત બને અને આ દૃષ્ટિ ના હોય તો ગમે તેટલું ઊંચામાં ઊંચું સાધન હોય તો પણ મોક્ષનું નિમિત્ત બની શકતું નથી. આમ, સ્વ-પરનું શ્રદ્ધાન્ થવું તે સમ્યગદર્શન છે. અપ્રમત્ત યોગીશ્વર શ્રી કુંદકુંદાચાર્યદવ કહે છે, ભૂતાર્થથી જાણેલ જીવ, અજીવ, વળી પુણ્ય, પાપ ને; આગ્નવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ તે સમ્યકત્વ છે. – શ્રી સમયસાર – ગાથા – ૧૩ ભૂતાર્થથી એટલે પરમાર્થ દૃષ્ટિથી જે નવતત્ત્વને જાણે છે તેને સમ્યકત્વ કહેવાય છે. વ્યવહારના પડખાથી પણ નવતત્ત્વની શ્રદ્ધા છે અને એક નિશ્ચયના પડખાથી પણ નવતત્ત્વની શ્રદ્ધા છે. શ્રી સમયસારમાં નવતત્ત્વોનું વર્ણન વ્યવહારની સાપેક્ષતા રાખી નિશ્ચયની અપેક્ષાએ કર્યું છે. એ જ વર્ણન શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં કર્યું છે. શ્રી આત્મસિદ્ધિ એટલે મીની સમયસાર Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ છ પદનો પત્ર છે. શ્રી સમયસારમાં ૪૧૨ ગાથાઓ છે અને શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં ૧૪૨ ગાથાઓ છે. શ્રી સમયસારમાં કર્તા-કર્મ અધિકારની ૭૮ ગાથાઓ છે અને પરમકૃપાળુદેવે પ ગાથામાં આખા કર્તા-કર્મ અધિકારનો સમાવેશ કરી નાખ્યો છે. આ સંક્ષિપ્ત બોધ છે. તેનો વિસ્તાર કરો તો પછી આગમોના આગમો ભરાય. મારે સમયસારનો અભ્યાસ રહી ગયો એમ અફસોસ ન કરવો. કારણ કે આ સમયસાર જ છે! સમયસાર અને આમાં કોઈ તફાવત નથી. ૪૨ ગાથાઓમાં તો ભૂમિકા બાંધી છે. પછી આત્માની શંકાનું સમાધાન વગેરે શરૂ થાય છે. ભૂમિકામાં જ ગુરુનું માહાસ્ય સમજાવ્યું છે તથા મતાર્થી તેમજ આત્માર્થીના લક્ષણો બતાવ્યા છે. લક્ષણ કહ્યાં મતાર્થીનાં, મતાર્થ જાવા કાજ; હવે કહું આત્માર્થીનાં, આત્મ-અર્થ સુખસાજ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૩૩ આ બધા લક્ષણો એટલા માટે બતાવ્યા કે આપણામાં ખૂણે - ખાંચરે પણ મતાર્થીપણું ઘુસી ગયું હોય તો તેને કાઢવાનું છે અને આત્માર્થીપણામાં કાંઈ કચાશ હોય તો તેને લાવવાનું છે. ત્યારપછી આ છ પદનો બોધ આપ્યો છે. પહેલા ભૂમિકા થવી જરૂરી છે. જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિવણ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૪૧ દ્રવ્યાનુયોગની અપેક્ષાએ સમકિતને એક શબ્દમાં કહીએ તો તે “સ્વ નું શ્રદ્ધા છે. આમ, માત્ર એક “સ્વ” ની ઓળખાણ થવી, “સ્વ” ની શ્રદ્ધા થવી, પોતાના સ્વરૂપની શ્રદ્ધા થવી તે સમ્યગદર્શન છે. આ શ્રદ્ધા કરાવવા માટે આ છ પદની દેશના જ્ઞાની પુરુષોએ પ્રકાશી છે. કરણાનુયોગની અપેક્ષાએ સમ્યગદર્શન એટલે મિથ્યાત્વ, સમ્યફ મિથ્યાત્વ, સમ્યફ પ્રકૃતિ અને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ - આ સાત પ્રકૃતિઓનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય. ત્યારે અંદરમાં જે શ્રદ્ધા ગુણની નિર્મળ અવસ્થા પ્રગટ થાય તે સમ્યગુદર્શન કહેવાય છે. આ સમ્યગદર્શનને નિશ્ચય સમ્યગદર્શન કહેવાય છે. આગળ જે કહ્યા તે બધા વ્યવહાર સમ્યગુદર્શનના ભાંગાઓ છે. જે નિશ્ચય સમ્યદર્શનનું કારણ થાય છે. નિશ્ચય સમ્યગ્દર્શનમાં વ્યવહાર સમ્યગદર્શન સમાઈ જાય છે. વ્યવહાર સમ્યગદર્શન હોય છતાં નિશ્ચય સમ્યગદર્શન હોય પણ ખરું અને ના પણ હોય. મૂળ સમ્યગદર્શન તો આ છે કે સાત પ્રકૃતિનો ઉપશમ, ક્ષય કે ક્ષયોપશમ થવો. Page #452 -------------------------------------------------------------------------- ________________ ૪૨૯ છ પદનો પત્ર જ્યારે આત્માનુભૂતિ પ્રગટ થાય છે ત્યારે આ સ્થિતિ થાય છે. સમ્યગ્દર્શનનું એક લક્ષણ ‘શ્રી પંચાધ્યાયી'માં આત્માનુભૂતિ બતાવી. પ્રાયઃ બીજા કોઈ શાસ્ત્રમાં નથી, ફક્ત ‘શ્રી પંચાધ્યાયી'માં જ આ લક્ષણ બાંધ્યું છે કે આત્માનુભૂતિ એ સમ્યગ્દર્શનનું લક્ષણ છે. જો કે સમ્યગ્દર્શન એ આત્માનુભૂતિ નથી પણ, આત્માનુભૂતિની સાથે થતી શ્રદ્ધાગુણની નિર્મળ અવસ્થા છે. આ બે વચ્ચે થોડો સૂક્ષ્મ ભેદ છે. તો, ત્રણ પ્રકારના સમકિતમાં પહેલા પ્રકારનું સમકિત છ પદની શ્રદ્ધા દ્વારા પણ કરી શકીએ છીએ. એટલે છ પદ એ સમકિતનો ચાંલ્લો છે. શ્રી યશોવિજયજી મહારાજ સાહેબે પણ શ્રી મુનિસુવ્રત ભગવાનના સ્તવનમાં સમકિત વિષે કહ્યું છે, આજ. ૩ આજ સફળ દિન મુજ તણો, મુનિસુવ્રત દીઠા; ભાગી તે ભાવટ ભવ તણી, દિવસ દુરિતના નીઠા. આંગણે કલ્પવેલી ફળી, ઘન અમિયના વૂઠા; આપ માગ્યા પાસા ઢળ્યા, સુર સમકિતી તૂઠા. નિયતિ હિત દાન સન્મુખ હું, સ્વ પુણ્યોદય સાથે; યશ કહે સાહિબે મુક્તિનું, કરિઉં તિલક નિજ હાથે. પરમકૃપાળુદેવ અને અન્ય જ્ઞાનીપુરુષો સમજે છે કે પંચમકાળ છે, દુષમકાળ છે. કેટલાંય આરાઓ જાય છે ત્યારે કોઈક વખતે આવો ધી કુંડાવસર્પિણી કાળ આવે છે. એવા કાળમાં આપણે અહીંછીએ. એમાં જો ખૂબ જાગૃતિ ના રાખીએ, પ્રમાદને આધીન થઈ જઈએ, સ્વચ્છંદને આધીન થઈ જઈએ, બાહ્ય નિમિત્તોને આધીન થઈ જઈએ તો આ કાર્ય આપણે ચૂકી જઈએ. એટલે ક્યાંય પણ આડુંઅવળું જોયા વગ૨, જ્યાં જેમ છે તે બધું બરાબર છે. કોઈના વિકલ્પ કરવા જેવા નથી કે કોણ, ક્યાં શું કરે છે ? જેનો જેવો ઉદય, જેની જેવી યોગ્યતા, જેનું જેવું ભવિતવ્ય. આપણે છૂટવું છે તો એક સત્પુરુષને પકડી, તેના વચનોને પકડી તેમની આજ્ઞા અનુસાર જીવન બનાવીને નીકળી જાઓ. આજ. ૧ આજ. ૨ આડું-અવળું જોશો નહીં કે આ પામી ગયા અને હું રહી ગયો. આમને મળી ગયું અને મને ના મળ્યું. આ બધી લાલચો છોડો. તમારું કાર્ય જ્યારે થવાનું હશે ત્યારે થશે. જેના નિમિત્તે થવાનું હશે તેના નિમિત્તે થશે. એ બધા વિકલ્પો છોડી દો. બસ, એક પરમકૃપાળુદેવ અને તેમના વચનોનો પકડી લો. તેમાં કોઈ કચાશ નથી, સમ્યગ્દર્શન પ્રાપ્ત કરાવે તેવા છે. આ Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ છ પદનો પત્ર કાળમાં જેટલી ભૂમિકાને આપણે પ્રાપ્ત થઈ શકીએ તેટલી ભૂમિકાની સામગ્રી આ વચનામૃતજીમાં તેમણે મૂકી છે. એ વચનામૃતજી સમજવા માટે તમે બીજા સત્ત્શાસ્ત્રોનો અભ્યાસ કરો તો કોઈ નિષેધ નથી. એ સારું જ છે. એ જ્ઞાનીની જ વાણી છે. એ શાસ્તાપુરુષના જ વચનો છે, પણ એટલી અનુકૂળતા ના હોય, યોગ્યતા ના હોય, સમય ના હોય તો વાંધો નહીં, એક આખું પુસ્તક વાંચવાનો સમય ના હોય તો વાંધો નહીં; એક છ પદનો પત્ર પૂરતો છે. દરરોજ આટલું તો જરૂર થવું જોઈએ. તો આ શ્રદ્ધા આપણને જન્મ-મરણના ત્રાસથી છોડાવશે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિનું કારણ આ છ પદ છે. તે અહીં વિશેષ કહે છે કે જેમણે આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે તેવા જ્ઞાનીપુરુષોએ નીચેના છ પદને સમ્યક્ત્વના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક એટલે કે રહેવાના સ્થળ કહ્યા છે. જેમને આત્માના સ્વરૂપનો અનુભવ થયો છે એવા અનુભવી જ્ઞાનીપુરુષોએ આ કહ્યું છે. આ છ પદની શ્રદ્ધા તે સમ્યક્ત્વના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક છે. તેમાં સમ્યક્ત્વનો નિવાસ છે. તેની શ્રદ્ધા થવાથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. જ્ઞાન થવું એ અલગ વાત છે અને શ્રદ્ધા થવી એ અલગ વાત છે. જ્ઞાન તો પંડિતોને ઘણું હોય છે, પણ વર્તમાનકાળના પંડિતોને પ્રાયઃ શ્રદ્ધા ઓછી હોય છે. જ્યારે મુમુક્ષુઓને જ્ઞાન ઓછું હોય છે, પણ શ્રદ્ધાનું બળ વિશેષ હોય છે. જેનામાં મુમુક્ષુતા આવી છે, પાત્રતા આવી છે તેને જ્ઞાનીપુરુષ ઉપર અને જ્ઞાનીપુરુષના વચન ઉપર પૂર્ણ શ્રદ્ધા હોય છે. શાસ્ત્રમાં ‘સદ્ધા પરમ દુલ્લહા' કહ્યું છે. જ્ઞાન કે ચારિત્રને દુર્લભ નથી બતાવ્યું. કેમ કે, શ્રદ્ધા થયા પછી જ્ઞાન અને ચારિત્ર સાવ સુલભ છે. મુક્તિ દુર્લભ નથી, પણ મુક્તિનો દાતા દુર્લભ છે. જ્ઞાનની સાથે આપણું શ્રદ્ધાનું બળ પણ વધવું જોઈએ. શ્રદ્ધા ડગુમગુ થઈ જાય તો કામ ન થાય. શ્રદ્ધા સો એ સો ટકા જોઈએ. જ્ઞાન ઓછું હોય તો ચાલે. અંગુઠાછાપ હોય, લખતા વાંચતા ન આવડતું હોય તે પણ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી શકે છે. તિર્યંચોને પણ સમ્યગ્દર્શન થાય છે. નારકીના જીવોને પણ સમ્યગ્દર્શન થાય છે. દેવલોકના દેવોને પણ થાય છે અને મનુષ્યોને પણ થાય છે. પશુ-પક્ષીઓ કે નારકી જીવો પાસે શાસ્ત્રો કે ભગવાન નથી, છતાં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી લે છે. એકવાર પણ જે બોધ સાંભળ્યો હોય છે તેની શ્રદ્ધાને તેઓ પકડી લે છે અને તેમનું કાર્ય થઈ જાય છે. તો શ્રદ્ધામાં કચાશ ન જોઈએ. જેમણે આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે એવા જ્ઞાનીપુરુષોએ નીચેના છ પદને સમ્યક્ત્વના નિવાસના સર્વોત્કૃષ્ટ એટલે કે સર્વથી ઉત્કૃષ્ટ સ્થાનક - રહેવાના સ્થળ કહ્યા છે. આ ભાવોને વિચારતા, તપાસતા તેમાંથી સમ્યક્ત્વ મળી આવે છે. માટે, આ ભાવોને તપાસો, વિચારો, Page #454 -------------------------------------------------------------------------- ________________ ૪૩૧ છ પદનો પત્ર એના ઉપર ચિંતન કરો, મનન કરો. એનું અનુપ્રેક્ષણ કરો. એનું નિદિધ્યાસન કરો. તો ધીમે ધીમે આત્માનો પરિચય વધતો જાય છે, આત્માની ઓળખાણ દઢ થતી જાય છે, આત્માની શ્રદ્ધા મજબૂત થતી જાય છે. આમ, મિથ્યાત્વને તોડતો તોડતો જીવ ગ્રંથિભેદ કરી, સમ્યગદર્શનને પ્રગટ કરી લે છે. આટલું કામ આ શ્રદ્ધા કરે છે. ગાંધીજી પરના પત્રમાં પણ આપણે આ જ વાત જોઈ. તો, આ ભાવો તપાસતા, વિચારતા તેમાંથી સમ્યક્ત્વ મળી આવે છે. દરેક પદમાં આત્મા રહ્યો છે. આપણે આત્મા સિવાય બીજું છીએ પણ શું? આપણે માત્ર આત્મા જ છીએ. માનીએ તો પણ છીએ અને ના માનીએ તો પણ છીએ. પરમકૃપાળુદેવે તેમની દિકરીને કહ્યું, “બેટા, તું આત્મા છું.” તો તે કહે, “ના, હું કાશી છું.”તો કાશી કહેવાથી થોડી કાશી થઈ જાય છે. આત્મા તો આત્મા જ રહેવાનો છે. તમે નામ પાડો કે ના પાડો. આત્મા ઉપર કોઈ નામ કોતરેલું નથી. એ તો અમૂર્ત છે. એમાં તો કોઈ રૂપ, રસ, ગંધ, વર્ણ, શબ્દ, સ્પર્શ કાંઈ છે નહીં. એ તો જે છે તે છે. अततम् सततम् गच्छति जानति इति आत्मा જે નિરંતર સમયે સમયે જાણવા-જોવાનું કાર્ય કરે છે તે આત્મા છે. વાણી દ્વારા તો તે બાવન અક્ષરથી બહાર છે. ગમે તેટલું લખીએ તો પણ આત્મા લેખન કે વાણીમાં આવે એવો છે જ નહીં. એક ભાઈ હતા. તે મંદિરમાં રોજ પ્રાર્થના કરવા જાય. મોટેથી ભક્તિ પદો ગાય. દસ - બાર વર્ષનો એક નાનો છોકરો પણ મંદિરમાં આવતો. તેને ભક્તિના કોઈ પદો આવડે નહીં. એ પણ બેસીને ભગવાનની મનમાં ભક્તિ કરે. છોકરાની ભાવપૂર્વકની ભક્તિ હતી. એક સંતપુરુષ ત્યાં આવ્યા. તેમણે જોયું કે આ મૌન બેસે છે છતાં આની ભક્તિમાં જે તાકાત છે, જે ભાવ છે, જે શ્રદ્ધા છે તે પેલા ભાઈમાં નથી. તે ઘણાં ભક્તિપદ ગાય છે પણ આ બાળક જેવી શ્રદ્ધા નથી. તો, આ બાળક શું ભક્તિ કરતો હશે? એમણે બાળકને બોલાવ્યો અને પૂછ્યું કે, બેટા, તું પરમાત્માની ભક્તિના કયા પદો બોલે છે?' તો બાળક કહે કે, “મને કોઈ પદ આવડતા નથી.” તો સંત કહે, ‘ત્યારે તું ભક્તિ શું કરે છે? તું શું બોલે છે ભગવાનની પાસે?” તો બાળક કહે, “હું ભગવાનને એક જ વાત કહું છું કે આ કક્કો બારાખડી શીખ્યો છું. તેમાંથી તમને આવડે તેવી પ્રાર્થના તમે બનાવી લેજો. તમે તો ભગવાન છો.' સંત પ્રસન્ન થઈ ગયા. ભક્તિ શબ્દોમાં નથી, ભક્તિ ભાવમાં છે. શબ્દો એ તો એક બાહ્ય અવલંબન છે. ભાવ હોય ત્યાં શબ્દો ના પણ હોય, અને ગમે તેટલા શબ્દો ઊંચા હોય પણ ભાવ ના હોય તો તે ભક્તિ Page #455 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર ૪૩૨ નથી અને પરાભક્તિમાં તો કોઈ શબ્દો પણ નથી. ત્યાં તો નિર્વિકલ્પપણે આત્મા અને પરમાત્માનું મિલન છે. આવી ભક્તિ સત્પુરુષ પ્રત્યે આપણી થવી જોઈએ. પરમકૃપાળુદેવની સામે ભલે કાંઈ ન કરો, કાંઈ આવડે નહીં, એમ ને એમ બેસો, અને કહો કે, ‘હે પ્રભુ ! તમે તો બધું જાણો છો. મારા બધા ભાવ તમારી પાસે ખુલ્લા જ છે. હું સાચા ભાવથી જ આવ્યો છું. હે પ્રભુ ! મારે, આપના જેવા નિર્દોષ થવું છે. આપના જેવા પવિત્ર થવું છે.’ બસ, મારે સંસારનું બીજું કાંઈ જોઈતું નથી. આપના જેવી મને આત્માની દશા પ્રગટ થાય, આપના જેવી મને આત્માની સ્થિતિ પ્રગટ થાય. હે પ્રભુ ! એના માટે હું આપના શરણે આવ્યો છું. હવે આપને જે સ્વીકારવું હોય તે સ્વીકારો. મેં તો હવે આ બધું તમને સોંપી દીધું છે. આવી રીતે તમે શરણું લઈ અને સત્પુરુષ પાસે જાવ. આપણે બહુ ડાહ્યા થઈને જઈએ છીએ. બહુ દેખાવટ કરીએ છીએ. બહુ આડંબર કરીએ છીએ. લોકો જાણે કે આ એક પરમકૃપાળુદેવના પરમ ભક્ત છે. એવી આપણી એક દૃષ્ટિ હોય છે, પણ કોઈને બતાવવાની જરૂર નથી. ભગવાન બધું અંદરનું જાણી લે છે. જોકે, ભગવાનને એનું કંઈ પ્રયોજન નથી. તે તો પોતાના સ્વરૂપમાં જ છે, પણ તમે એમના પ્રત્યે નિઃસ્પૃહતાપૂર્વકના ભક્તિના જે ભાવ કર્યા એ ભાવોથી જ તમારા આત્માનું કલ્યાણ છે. ભગવાન કે ગુરુ આપણા આત્માનું કલ્યાણ નથી કરતા, પણ તેમના પ્રત્યેની ભક્તિથી આપણા ભાવોની નિર્મળતા થાય છે અને એ નિર્મળ ભાવોથી આપણું કલ્યાણ થાય છે. ગુરુભક્તિસે લહો તીર્થપતિપદ, શાસ્રમે વિસ્તાર હૈ. તીર્થંકર નામકર્મનો બંધ પડે એવા સોળ કારણો છે, જેને સોળ કારણભાવના કહે છે. એમાંનું એક કારણ સદ્ગુરુની ભક્તિ છે. છ પદ એટલે આત્મા, તેની ઓળખાણ, બંધથી અટકી મુક્ત થવું - એમ અંતરંગ ધર્મની શ્રદ્ધા, સમજણ તે જ સમ્યગ્દર્શન છે. બ્રહ્મચારીજી કહે છે કે આ છ પદ એટલે આત્માની ઓળખાણ. અત્યાર સુધી આત્મા - આત્મા કરતા, પણ તેની સાચી ઓળખાણ ન હતી. પોપટ રામ રામ બોલે, પણ રામ એટલે દાડમ કે દ્રાક્ષ એની એને ખબર નથી હોતી અને તુલસીદાસ ‘રામ‘ બોલે તો એમને રામની ઓળખાણ છે કે રામ કોણ છે ? એ જ રીતે જ્યાં સુધી આપણને સત્પુરુષના બોધ દ્વારા આત્માની ઓળખાણ છ પદ દ્વારા નથી થઈ. ત્યાં સુધી આત્માનું ખરું સ્વરૂપ સમજાતું નથી. પહેલા પણ આપણે આત્મા આત્મા કરતા અને હવે, છ પદની શ્રદ્ધા થયા Page #456 -------------------------------------------------------------------------- ________________ ૪૩૩ છ પદનો પત્ર પછી આત્માની વાત આપણે કરીએ. વાંચીએ, વિચારીએ, સાંભળીએ, તો એ બંનેમાં ઘણો ફરક પડી જાય છે. કેમ કે, હવે ઓળખાણ થઈ છે. ઓળખાણ થઈ છે એટલે કામ થઈ જાય છે. સ્ટેશન ઉપર ટિકિટ લેવા જાઓ ને ટિકીટ આપનારો ઓળખાણવાળો નીકળી જાય તો? તો કામ થઈ જાય. ટિકિટ ના હોય તો પણ એ ગમે ત્યાંથી પણ તમને ટિકિટ અપાવી દે. ઓળખાણથી કોઈ કામ અટકતા નથી. એમ છ પદ દ્વારા આત્માની ઓળખાણ થઈ તો મોક્ષ સુધીના કોઈ કામ પછી અટકતા નથી. એકવાર ઓળખાણ કરો. ઓળખાણ થશે પછી તમને આત્મા સિવાય ક્યાંય ગમશે નહીં. ગમે તે કરવા જશો, તો પણ તમારો ઉપયોગ તેમાં તમને સહકાર નહીં આપે. તે કહે છે કે તારે શાંતિ જોઈએ છે તો હવે આત્માની સમીપ આવ - આત્માની ઓળખાણ વધાર. આત્મશાંતિ જોઈએ છે, તો આત્માની નજીક રહે. અત્યારે તું લાખો ગાઉ દૂર છે. નજીક રહે. જરૂર શાંતિ મળશે. આત્માની પાસે શાંતિ નહીં મળે? ક્ષીર સમુદ્રથી જો તૃષાતુરની તૃષા તૃપ્ત નહીં થાય તો બીજા ખારા દરિયાઓ પાસે તૃપ્ત ક્યાંથી થવાની છે? અનંત જીવોએ આત્માની ઓળખાણ કરી, આત્મસ્થ થઈ, સ્વરૂપસ્થ થઈ, સ્વરૂપની અનંત શાંતિને પ્રાપ્ત કરી છે. પરમકૃપાળુદેવે પત્રાંક - ૯૦૧માં કહ્યું છે, અનંત અવ્યાબાધ સુખનો એક અનન્ય ઉપાય સ્વરૂપસ્થ થવું તે જ છે. એ જ હિતકારી ઉપાય જ્ઞાનીએ દીઠો છે. આમ, સમ્યગદર્શન માટે આત્માની ઓળખાણ કરવી, બંધથી અટકવું અને બંધના કારણોને છોડવા. જે જે કારણ બંધનાં, તેહ બંધનો પંથ; તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૯૯ આસ્રવ - બંધના કારણોથી છૂટવું અને સંવર - નિર્જરાના કારણોમાં પ્રવર્તવું તે મોક્ષ છે, સમ્યગદર્શન છે. હવે પહેલું પદ કહે છે, પ્રથમ પદ - “આત્મા છે. જેમ ઘટપટઆદિ પદાર્થો છે, તેમ આત્મા પણ છે. | અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટઆદિ હોવાનું પ્રમાણ છે; તેમ સ્વપરપ્રકાશક એવી ચૈતન્યસત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ છ પદનો પત્ર પહેલાં તો આત્માના અસ્તિત્વનો સ્વીકાર થવો, હોવાપણાનો સ્વીકાર થવો એ મોટી વાત છે. મોટા ભાગના લોકો તો હું આત્મા છું એ માનવા જ તૈયાર નથી. અત્યારે તમે સદ્દામ હુસેનને કે બુશને જઈને કહો કે સાહેબતમે આત્મા છો, તો સ્વીકારી શકે નહીં. જેમ પરમકૃપાળુદેવ તેમની દિકરીને કહેતાં કે તું આત્મા છે. તો તે કહેતી, “ના, હું તો કાશી છું.” આપણે પણ બુદ્ધિના લેવલથી કહીએ છીએ, અંદરના ઊંડાણના લેવલથી નથી કહેતા. આપણે કાશી જેવા જ છીએ ! “આત્મા છું' એમ કહેતા તો ઉપયોગ સમગ્ર આત્મામાં ફરી વળવો જોઈએ અને જગતના તમામ દ્રવ્યોથી, સર્વથી, સર્વ પ્રકારે હું ભિન્ન અને અસંગ છું એવો ઉપયોગમાં આત્મા નજરાવો જોઈએ. નજરાયા વગર કહીએ છીએ તે તો ઉછીની મૂડીનો વ્યાપાર છે. અંદરમાં આત્માનું અસ્તિત્વ નજરાય. એટલે અસ્તિત્વ ગુણના હોવાપણાનો સ્વીકાર, To be. દ્રવ્યનું લક્ષણ સત્ છે. સત્ દ્રવ્ય લક્ષણ / ઉત્પાદ - વ્યય - ધ્રૌવ્ય યુક્ત સત્ | – શ્રી તત્ત્વાર્થસૂત્ર - અધ્યાય - ૫ - સૂત્ર - ૨૯, ૩૦ દરેક દ્રવ્યના સાધારણ અને અસાધારણ ગુણો હોય છે. દરેક દ્રવ્ય અસાધારણ ગુણથી બીજા દ્રવ્યથી જુદું પડે છે. સાધારણ ગુણો તો દરેક દ્રવ્યમાં હોય છે. સાધારણ ગુણો છ છે. તેમાં અસ્તિત્વ ગુણ એ સામાન્ય ગુણ છે. જે દરેક દ્રવ્યમાં હોવાથી આત્મદ્રવ્યમાં પણ અસ્તિત્વ ગુણ છે. જેના કારણે તેની હયાતિ છે, એવો નિર્ણય થાય છે. કોઈપણ દ્રવ્ય એવું નથી કે જે ગુણ વગરનું કે લક્ષણ વગરનું હોય. ચૌદ રાજલોકમાં છ દ્રવ્ય છે. સાતમું દ્રવ્ય ક્યાંય નથી. જ્ઞાનીઓને જગતનું આકર્ષણ કેમ નથી થતું? કેમ કે એમણે તો જગતનો નિર્ણય ઉપયોગમાં, જ્ઞાનમાં કરી લીધો છે. એટલે એમને બહારના કોઈ પદાર્થ તરફ આકર્ષણ થતું નથી. આકર્ષણ મુખ્યપણે અજ્ઞાની જીવોને થાય છે, તે પણ પુદ્ગલમાં. ચેતનમાં થતું નથી. કેમ કે, તે અમૂર્ત છે. એટલે તે ઈન્દ્રિયજ્ઞાનનો વિષય નથી કે એમાં આકર્ષણ થાય. ઈન્દ્રિયજ્ઞાનનો વિષય એક પુદ્ગલ દ્રવ્ય છે, જે રૂપી પદાર્થ છે, મૂર્ત તત્ત્વ છે. જ્ઞાન એ આત્મતત્ત્વનું અસાધારણ લક્ષણ છે. દર્શન, જ્ઞાન અને આનંદ આ બધા અસાધારણ ગુણો છે કે જે જીવ સિવાય બીજા અન્ય દ્રવ્યમાં નથી. પહેલાં નય, નિક્ષેપ અને પ્રમાણ દ્વારા આત્મતત્ત્વનો નિર્ણય કરો. પછી આગળ અનુભવના લેવલે આત્માનો નિર્ણય થશે. પણ, નય, નિક્ષેપ અને Page #458 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર ૪૩૫ પ્રમાણપૂર્વક સમ્યફપ્રકારે આત્માને નહીં જાણ્યો હોય તો અનુભવના લેવલ સુધી નહીં પહોંચાય. વીતરાગદર્શન સિવાય અન્ય દર્શનમાં આત્મતત્ત્વની વાત તો ઘણી કરી છે, પણ સપ્રમાણ નથી થઈ. એટલે અનુભવના લેવલ સુધી પહોંચી શકાતું નથી. કેમ કે, પદાર્થનો નિર્ણય ન થાય ત્યાં સુધી આગળની ભૂમિકામાં જઈ શકાતું નથી. ભલે ગમે તેટલો ભક્ત હોય, ગમે તેટલો ત્યાગી હોય, ગમે તેટલો શાસ્ત્રનો અભ્યાસી હોય, ગમે તેટલો તપસ્વી હોય, ગમે તેટલા જાપ કરતો હોય કે ગમે તેટલા બીજા સાધન કરતો હોય કે ગમે તે કરતો હોય; પણ પદાર્થનો નિર્ણય જયાં સુધી સમ્યફ પ્રકારે હેય, શેય, ઉપાદેય પૂર્વક, નિશ્ચય અને વ્યવહારના પડખાથી સદ્ગુરુના ઉપદેશ દ્વારા નથી થયો ત્યાં સુધી સમ્યગદર્શન થતું નથી. આ પ્રકારનો બોધ સમ્યફ પ્રકારે અવધારણ કરો એનું નામ જ દેશનાલબ્ધિ છે. પદાર્થનો નિર્ણય સમ્યફ થાય તે માટે “આત્મા છે તેનો પહેલા સ્વીકાર કરો અને તે પણ સદ્દગુરુના બોધ દ્વારા, તમારા સ્વચ્છંદ દ્વારા નહીં, અજ્ઞાન દ્વારા નહીં. સગુરુએ જાણ્યો, જોયો, અનુભવ્યો એવો હું આત્મા છું. એવું આપણે બોલી છીએ, પણ યથાર્થ જ્ઞાનપૂર્વક બોલતા નથી. જેમ બાળકને કોઈ કહે કે બેટા, આ કાકા છે તે કરોડપતિ કાકા છે, તો એ બાળક એક વખત કહી દેશે કે આ કાકા કરોડપતિ છે. પિતાશ્રીને કરોડપતિ એટલે શું? એ બરાબર ખબર છે, પણ બાળકને બોલતી વખતે ભાન નથી કે કરોડપતિ એટલે શું? એમ સદ્ગુરુએ આપણને કીધું કે તું આત્મા છે અને આપણે “આત્મા એમ કહીએ તેમાં ઘણો ફેર પડે. પહેલાં “આત્મા છે એ વાતનો આપણે સ્વીકાર કરવાનો છે. પછી તેના લક્ષણો શાંતિથી વિચારવાના છે. “પ્રગટ લક્ષણે ભાન.” હું કહું કે આ ઘડિયાળ છે અને તમે કહો કે આ ચોપડી છે. તો તેનો નિર્ણય કોના દ્વારા થશે? તેના લક્ષણ દ્વારા. લક્ષણ એટલે ગુણો. તો આનામાં ઘડિયાળના ગુણો નથી, પણ ચોપડીના ગુણો છે. ચોપડીના ગુણો શું હોય? એમાં કાગળ હોય, કાગળમાં કાંઈક પ્રિન્ટીંગ કર્યું હોય, બાઈન્ડીંગ કર્યું હોય તો તેને સામાન્ય રીતે ચોપડી કહેવામાં આવે છે. ઘડિયાળ હોય તો તેમાં કાંટા હોય, એમાં કટકટ અવાજ આવતો હોય, ઈલેક્ટ્રોનીક હોય તો ના પણ આવતો હોય, પણ અંદરમાં એનું મશીન કામ કરતું હોય. એ ગુણો પ્રમાણે એ સમય બતાવતું હોય તેને ઘડિયાળ કહેવાય. ચોપડી કાંઈ સમય બતાવતું નથી. સમય જોવો હોય તો ઘડિયાળમાં જોઈએ કે ચોપડીમાં જોઈએ? ઘડિયાળમાં જોઈએ છીએ. તેમ કોઈપણ વસ્તુની ઓળખાણ લક્ષણ દ્વારા થાય છે. તમને કોઈક વ્યક્તિએ કહ્યું કે પેલી સભામાંથી ગોકુળભાઈને બોલાવી લાવો. તમે કહો કે હું ગોકુળભાઈને ઓળખતો નથી. પછી કોઈ કહે કે Page #459 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર ૪૩૬ તેમણે ખાદીના કપડાં પહેર્યા હશે, થોડા શ્યામ સરખા છે, માથાના વાળ બહુ ટૂંકા રાખે છે અને આટલી એમની હાઈટ છે. ત્યારે આ બધા લક્ષણોથી તમે મને ઓળખી લેશો અને સાક્ષાત્ મેળાપ થશે. આમ, લક્ષણો મેળાપ થવામાં નિમિત્તભૂત થાય છે. તે જ રીતે આત્માના લક્ષણો આત્માને મેળવવામાં નિમિત્તભૂત થાય છે. માટે લક્ષણોનું માહાત્મ્ય ઘણું છે. શ્રી કુંદકુંદાચાર્યદેવ કહે છે, એ જીવ કેમ ગ્રહાય ? જીવ ગ્રહાય છે પ્રજ્ઞા વડે; પ્રજ્ઞાથી જયમ જુદો કર્યો, ત્યમ ગ્રહણ પણ પ્રજ્ઞા વડે. પ્રજ્ઞાથી ગ્રહવો નિશ્ચયે, જે જાણનારો તે જ હું; બાકી બધા જે ભાવ, તે સહુ મુજ થકી પર જાણવું. — શ્રી સમયસાર - ગાથા - ૨૯૬, ૨૯૯ આત્માને કેમ પકડાય ? આત્મા કેવી રીતે હાથમાં આવે ? તો, ગ્રહાય છે પ્રજ્ઞા વડે. પ્રજ્ઞા એટલે શું ? ભેદવિજ્ઞાન યુક્ત ઉપયોગ. લક્ષણ દ્વારા જે જુદું પાડતું હોય, જડ-ચેતનનો જે વિવેક કરતું હોય તેને પ્રજ્ઞા કહેવાય. જડ-ચેતનનો વિવેક ક્યારે થાય ? તો બંનેના લક્ષણ જોવાય ત્યારે કે જડમાં મુખ્યપણે પુદ્ગલ છે અને રૂપ, રસ, ગંધ, શબ્દ, વર્ણ, સ્પર્શ આ બધા તેના લક્ષણ છે. જ્ઞાન, દર્શન, આનંદ એ ચેતનનું લક્ષણ છે. માટે જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા. જ્યાં જ્યાં આનંદ ત્યાં ત્યાં આત્મા અને જ્યાં જ્યાં રૂપ, રસ, ગંધ, વર્ણ, શબ્દ, સ્પર્શ ત્યાં ત્યાં જડ, આત્મા નહીં. તો આ લક્ષણ દ્વારા આપણે ભેદવિજ્ઞાનયુક્ત ઉપયોગમાં આત્માને જુદો પાડી શકીએ છીએ અને પડે છે. પહેલાં સ્થૂળ ભેદવિજ્ઞાન આવે છે કે આ દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈ મારાં નથી. એ સ્થૂળ ભેદવિજ્ઞાન છે. પછી કર્મોથી પણ હું જુદો છું એ એના કરતાં પણ સૂક્ષ્મ ભેદવિજ્ઞાન છે. પછી કર્મોના નિમિત્તથી થતા શુભાશુભ ભાવોથી પણ હું ભિન્ન છું, એ બધાયનો હું જાણનાર છું. એમ કરતાં કરતાં ઉપયોગ જાણનાર બાજુ વળે અને જાણનારને નિર્વિકલ્પ ઉપયોગમાં પકડે તેનું નામ સમ્યગ્દર્શન. અહીં સુધી આપણે ઉપયોગને પહોંચાડવાનો છે. તેના માટે પ્રથમ પદ આત્મા છે તેનો સ્વીકાર કરવાનો છે. પરમકૃપાળુદેવે કહ્યું છે કે, હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈપણ મારાં નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. વ્યવહાર અને નિશ્ચય – બંનેથી સમજવાનું છે. વ્યવહારથી દેહ, સ્ત્રી, પુત્ર આદિ મારાં છે; પણ નિશ્ચયથી દેહ, સ્ત્રી, પુત્ર આદિ મારાં નથી. પણ, ઘરે જઈને એમ ના કહેતા કે વ્યવહારથી હું તમારો છું, નિશ્ચયથી નથી. નહીં Page #460 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર ૪૩૭ તો ઘરમાં ઝઘડો થશે કે ઘરમાં ગયા પછી તમે કંઈ ઘરવાળાના થઈ જતા નથી કે દેહના થઈ જતા નથી. ત્યાં પણ નિશ્ચયથી તો તમે આત્મા જ છો. ચૌદ રાજલોકમાં અનંતકાળથી તમે પરિભ્રમણ કરો છો, તો પણ આત્માપણે મટી નથી ગયા અને મટી શકવાના પણ નથી. ત્રણે કાળ જેનું અસ્તિત્વ રહેવાનું છે. તે સનું લક્ષણ છે. સત્ છે. એક સમય તે સૌ સમય. જે એક સમયનું સત્ છે તે સૌ સમયનું સત્ છે. ત્રણે કાળમાં એ સત્ હોય, નાશ ના થાય. નાશ થાય તો તે સત્ નથી. કેમ કે, સત્નો નાશ હોય નહીં. જેમ ઘટપટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. આશ્ચર્યની વાત છે કે આપણે આત્મા છીએ એનો જ્ઞાનીઓએ આપ્ણને સ્વીકાર કરાવવો પડે છે. આપણે તો નથી કરતા. આપણા અસ્તિત્વની વાત આપણે જ સ્વીકાર નથી કરતા, પરંતુ જ્ઞાનીઓ આપણને કરાવે છે કે તમે આત્મા છો. તમે સ્રી, પુરુષ નથી. તમે જૈન નથી. તમે મનુષ્ય નથી. તમે આત્મા છો. અનાદિકાળનો આ દેહાધ્યાસ છૂટે ત્યારે જીવની ગાડી આગળ જાય તેમ છે. જ્યારે અહીં તો ડગલે ને પગલે ચાલે છે કે મેં ખાધું, મેં પીધું, હું ઊંઘી ગયો, હું ઓફિસે ગયો, મેં ચેક લખ્યો, ચેકમાં મારી સહી કરી – આ બધું ઊંધે ઊંધું ચાલે છે. એ બધામાં ખરેખર તેં શું કર્યું ? ફક્ત જ્ઞાન. જાણવાનું કામ કર્યું. બસ, આટલો સ્વીકાર કરે કે આ બધાને મેં જાણ્યું. ચેકને પણ જાણ્યો અને સહીને પણ જાણી, ઓફિસને પણ જાણી અને દેહને પણ જાણ્યો. આત્મા જાણનાર માત્ર છે. કોઈ પરદ્રવ્ય કે પરભાવનો કરનાર આત્મા નથી. હું આત્મા જાણનાર, જોનાર, દેખનાર, ચેતનાર, વેદનાર છું. શ્રી બનારસદાસજી કહે છે, સમતા, રમતા, ઊરધતા, જ્ઞાયકતા, સુખભાસ; વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. · શ્રી સમયસાર નાટક - ઉત્થાનિકા - ૨૬ - આ બધા જીવના લક્ષણો છે. એ લક્ષણથી આપણે વિશેષ વિચારીશું. મોક્ષ માટે આપણે પ્રયત્ન કરવો છે તો પહેલા આત્માનો સ્વીકાર આવવો જોઈએ. “આત્મા છે”, એટલે હું આત્મા છું એમ, કોઈ બીજી જગ્યાએ આત્મા છે અને અહીં નથી એમ નથી. આમ, હું આત્મા છું. એમ પહેલા અસ્તિત્વનો સ્વીકાર આવવો જોઈએ. જો અસ્તિત્વનો સ્વીકાર ના આવે તો મોક્ષ માટેનો પ્રયત્ન પણ સમ્યક્ પ્રકારે થતો નથી. જે વસ્તુ છે, તેની ઓળખાણ પણ છે. કોઈપણ વસ્તુ ગુણધર્મ વગરની નથી હોતી. દરેક પદાર્થને પોત-પોતાના ગુણધર્મ હોય છે. આત્મા છે તો આત્માના પણ ગુણધર્મ છે. જેમ Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ છ પદનો પત્ર ઘટપટ આદિ પદાર્થો અમુક ગુણ હોવાને લીધે છે તેમ સ્વ-પર પ્રકાશક એવી ચૈતન્ય સત્તા જેનો પ્રત્યક્ષ ગુણ છે, એવો આત્મા હોવાનું પ્રમાણ છે. ઘટપટ આદિના ગુણોથી ઘટપટ ઓળખાય છે. ઘટ એટલે ઘડો અને પટ એટલે વસ્ત્ર. ઘડો ઘડાના ગુણથી ઓળખાય છે, વસ્ત્ર વસ્ત્રના ગુણથી ઓળખાય છે. કોઈપણ વસ્તુ એના ગુણ દ્વારા ઓળખાય છે. એમ આત્મા પણ એક વસ્તુ છે, એક દ્રવ્ય છે, એક પદાર્થ છે. તો એ પણ તેના ગુણો દ્વારા ઓળખાય છે. આપણે પોતે જ આત્મા છીએ, છતાંય આપણે આપણા ગુણોને જાણવા માટે ચોપડી વાંચવી પડે એ આશ્ચર્ય છે. આપણા ઘરમાં આપણે રોજ રહેતા હોઈએ અને તેને જાણવા માટે મેપ લાવવો પડે કે પલંગ કયા રૂમમાં છે? તિજોરી કયા રૂમમાં છે? જરા મને મેપ બતાવો. તો એને કેવો કહેવો? એમ સ્વ-પર પ્રકાશક ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ આત્માને વિષે છે, છતાંય જગતના મોટા ભાગના જીવો “આત્મા છું' એવો સ્વીકાર કરતા નથી. એ તીવ્ર મોહનીય કર્મનો ઉદય બતાવે છે. આત્મા છે” એ વાતનો એના ગુણ દ્વારા સ્વીકાર કરી શકાય. એનો મુખ્ય ગુણ તે સ્વપર પ્રકાશક ચૈતન્ય શક્તિ છે. જેમ સળગતો દીવો છે એ સ્વ-પર પ્રકાશક છે. એ “સ્વ” ને પણ પ્રકાશે છે અને “પર” ને પણ પ્રકાશે છે. તેમ જ્ઞાનની અપેક્ષાએ આત્મા સ્વ-પર પ્રકાશક છે. આત્મા સિવાય બીજા કોઈ દ્રવ્યમાં પ્રકાશકતાનો ગુણ નથી. પ્રકાશકતા એટલે જાણપણાનો ગુણ, સમજણપણાનો ગુણ. આત્મા કોઈ ઈન્દ્રિયો દ્વારા અનુભવમાં આવે એવી વસ્તુ નથી. મન દ્વારા પણ પકડાય એવી વસ્તુ નથી. વાણી દ્વારા કહી શકાય એવી પણ વસ્તુ નથી, છતાંય વસ્તુ છે એ હકીકત છે. ઈન્દ્રિયો દ્વારા સ્વ-પર પ્રકાશક શક્તિને આપણે પકડવા માંગીએ તો નથી પકડાતી, કેમ કે આત્મા ઈન્દ્રિયાતીત છે. એવી રીતે મનાતીત છે, એવી રીતે દેહાતીત છે અને એવી જ રીતે વચનાતીત છે. દેહ દ્વારા, વચન દ્વારા કે ઈન્દ્રિયો દ્વારા એ સ્વ-પર પ્રકાશક ચૈતન્યસત્તાને આપણે પકડી શકતા નથી. એ માત્ર સ્વસંવેદન દ્વારા જ પકડાય છે. ઘણા જીવો ધ્યાનમાં બેસતા હોય છે. તો અંદરમાં અમુક પ્રકારની સુગંધ આવે, અમુક પ્રકારના પ્રકાશ દેખાય, અમુક પ્રકારના અવાજો સંભળાય. એ બધા ઈન્દ્રિયો દ્વારા પકડાય છે. ઈન્દ્રિયો દ્વારા એનો વ્યવહાર ચાલે છે; એટલે હજી ત્યાં આત્મા આવ્યો નથી. ભલે છેલ્લી સત્તા તો આત્માની છે. નિર્વિકલ્પપણે સ્વસંવેદનતામાં આવે ત્યારે તેને પકડ્યો કે જાણ્યો કહેવાય. પહેલાં ઈન્દ્રિયો કે મન દ્વારા પકડે છે, તેમાં પકડનારી સત્તા આત્મા છે, પણ હજી પરોક્ષપણે છે, પ્રત્યક્ષપણે નથી. કેમ કે, મતિ-શ્રુત જ્ઞાનને પરોક્ષ કહ્યા છે, પ્રત્યક્ષ કહ્યા નથી. અવધિજ્ઞાન એ પ્રત્યક્ષ છે, પણ રૂપી પદાર્થોને જાણવાવાળું છે. જયારે ભાવશ્રુતજ્ઞાન (સ્વસંવેદનજ્ઞાન) જેના Page #462 -------------------------------------------------------------------------- ________________ ૪૩૯ છ પદનો પત્રા દ્વારા વેદનમાં આવે, અનુભવમાં આવે એવી ચીજ આત્મા છે. તે સ્વ-પર પ્રકાશક શક્તિ છે કે જે શક્તિ દ્વારા એ “પર”ને જાણે છે અને તે જ શક્તિ દ્વારા “સ્વ” ને જાણી શકે છે. તો આત્માને જાણવું એટલે સ્વસંવેદન દ્વારા જાણવું તે અનુભવની વાત છે. પરમકૃપાળુદેવે પત્રાંક ૮૩૨માં કહ્યું છે, દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ, હે આર્યજનો ! અંતર્મુખ થઈ, સ્થિર થઈ, તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો. આ સ્વપર પ્રકાશક શક્તિ નિગોદમાં પણ અંશે ખુલ્લી રહે છે, સિદ્ધલોકમાં સંપૂર્ણ પ્રકાશિત થાય છે અને બાકીની અવસ્થામાં ક્ષયોપશમ અનુસાર એનો પ્રકાશ હોય છે, પણ અંદરમાં પ્રકાશનો જથ્થો, જ્ઞાનનો જથ્થો અકબંધ પડ્યો છે. જે જ્ઞાન વ્યવહારથી અનંતા ચૌદ રાજલોકને જાણે તો પણ ખૂટી ના જાય અને અખંડપણે પોતાના સ્વરૂપને સ્વસંવેદનપૂર્વક જાણે તો પણ એ ખૂટી ના જાય, એવી બેહદ અનંત જ્ઞાનશક્તિ – અનંતુજ્ઞાન એ ચૈતન્યસત્તામાં રહ્યું છે. એના દ્વારા “આત્મા છે' એનું પ્રમાણ થાય છે. જેમ તળાવમાં એક હાથી ડૂબી ગયો હોય, પણ એક સૂંઢ બહાર હોય તો એ સૂંઢના થોડા ભાગ દ્વારા હાથીના હોવાપણાનું જ્ઞાન થાય છે. એમ સામાન્ય પણ જાણવાનું કામ કરે છે તે જ્ઞાનની સૂંઢ છે. એનામાં જ્ઞાનસ્વભાવરૂપી આખો હાથી મોજૂદ છે. ત્યારે તે આટલું જાણવાનું કામ કરે છે. એમ ને એમ જાણવાનું બની શકતું નથી. જાણવાનો ગુણ બીજા કોઈ દ્રવ્યમાં નથી. માત્ર એક ચૈતન્યસત્તા એવા આત્મામાં જ છે. હર અવસ્થામાં જાણનાર માત્ર, જે સ્વ-પરપ્રકાશક ચૈતન્ય શક્તિ છે તે આત્માની છે અને તે જ આત્મા હોવાની સાબિતી છે. તે જ આત્મા હોવાનું પ્રમાણ છે. ભલે ખંડ ખંડ દ્વારા જાણીએ છીએ, પણ જાણનારી શક્તિ અખંડ છે. જે જાણીએ છીએ તે ખંડ ખંડ છે. ઘડીકમાં આ જાણું, ઘડીકમાં તે જાણ્યું - એમ ખંડ ખંડ જ્ઞાન પર્યાયમાં, ઉપયોગમાં જણાય છે, પણ જ્ઞાન ઉપયોગ જે સ્ત્રોતમાંથી આવ્યો છે તે સ્ત્રોત તો અખંડ જ્ઞાનનો ભંડાર છે. અનંતજ્ઞાન એનામાં સમાયેલું છે કે જે જ્ઞાનનો જથ્થો ત્રણ કાળમાં ખૂટે તેવો નથી. જીવ દ્રવ્યના અસાધારણ ગુણો દ્વારા, અજીવ દ્રવ્યથી તે જુદું પડે છે. જેમને ભેદજ્ઞાન કરવું છે; તેમને તે આધારરૂપ છે. જેમ અનાજવાળાની દુકાનમાં ઘઉં, બાજરી, જુવાર, ચોખા વગેરે સાત-આઠ પ્રકારનું અનાજ ભેગું થઈ ગયું હોય તો જેને આઠ દાણાનું જ્ઞાન હોય કે આને બાજરી કહેવાય, આને ઘઉં કહેવાય, આને જુવાર કહેવાય કે આને ચોખા કહેવાય. એ દરેક અનાજને જુદા કરી Page #463 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર શકે છે. દરેકને જાણે છે તે ગુણોના જ્ઞાનના આધારે જાણે છે. જો ગુણોની જાણકારી ના હોય તો શું કામનું ? આપણો આત્મા પણ દ્રવ્યકર્મ, નોકર્મ અને ભાવકર્મ સાથે એકરૂપ થઈ ગયો છે, તેને જુદો પાડવો છે. જોકે, એકરૂપ થઈ ગયો છે, છતાં એકમેક થઈ ગયો નથી. કોઈ દ્રવ્ય બીજા દ્રવ્ય સાથે મળીને એકમેક થઈ જતું નથી. એ જ જૈનદર્શનનો વસ્તુ સ્વતંત્રતાનો મહાસિદ્ધાંત છે. આ બધા ભેળસેળથી આત્માને સ્વ-પર પ્રકાશક ચૈતન્યસત્તાના ગુણ દ્વારા જુદો પાડી શકાય છે. કેમ કે, આ શક્તિ બીજા પાંચ અજીવ દ્રવ્યોમાં નથી. આવા એના અનેક ગુણધર્મો, અનેક લક્ષણો, અનેક ચિહ્નો જ્ઞાનીપુરુષો દ્વારા બતાવવામાં આવ્યા છે. શ્રી બનારસીદાસજી કહે છે, સમતા, રમતા, ઊરધતા, જ્ઞાયકતા, સુખભાસ; વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. શ્રી સમયસાર નાટક - · ઉત્થાનિકા - ૨૬ ૪૪૦ — હવે આત્માને લક્ષણ દ્વારા પહેલા ઓળખીએ છીએ. સ્વપરપ્રકાશક એવી ચૈતન્યસત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. જે દ્રવ્યના જે જે અસામાન્ય ગુણો છે તે તે દ્રવ્યનું પ્રમાણ આપે છે, કૈમ કે ગુણ-ગુણીનો અભેદ સંબંધ છે. ગુણ ગુણી વગર રહેતો નથી. ગુણી દ્રવ્ય છે અને ગુણ તેના લક્ષણો છે. સમતા, રમતા, ઊરધતા વગેરે લક્ષણો દ્વારા આત્મા ઓળખાય છે. પત્રાંક - ૪૩૮ ના આધારે તેનો વિચાર કરીએ. શ્રી તીર્થંકર એમ કહે છે કે આ જગતમાં આ જીવ નામના પદાર્થને ગમે તે પ્રકારે કહ્યો હોય તે પ્રકાર તેની સ્થિતિમાં હો, તેને વિષે અમારું ઉદાસીનપણું છે. જે પ્રકારે નિરાબાધપણે તે જીવ નામનો પદાર્થ અમે જાણ્યો છે, તે પ્રકારે કરી તે પ્રગટ અમે કહ્યો છે. જે પ્રકારે અમે જાણ્યો છે એટલે અનુભવમાં લીધો છે, સ્વસંવેદન દ્વારા જાણ્યો છે. તે પ્રકારે કરી અમે પ્રગટ કહ્યો છે. કેવી રીતે કહ્યો છે કે જે લક્ષણે કહ્યો છે, તે સર્વ પ્રકારના બાધે કરી રહિત કહ્યો છે. કેવા લક્ષણ દ્વારા કહ્યો છે ? કે જે લક્ષણમાં કોઈ બાધા ન આવે. અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ, અસંભવ - આ પ્રકારના કોઈ દોષ ન આવે. ત્રણેય કાળ એ લક્ષણ કહેવાય. એવું કયું લક્ષણ છે કે જે દરેક જીવમાં હોય ? એકેન્દ્રિયમાં હોય, બેઈન્દ્રિયમાં હોય, ત્રણ ઈન્દ્રિયમાં હોય, ચાર ઈન્દ્રિયમાં હોય, કેવળજ્ઞાની ભગવાનમાં હોય, સિદ્ધ ભગવાનમાં પણ હોય. બાધારહિત કહેવાય એવું લક્ષણ સ્વપરપ્રકાશક શક્તિ છે. સ્વસંવેદન, વેદનજ્ઞાન, અનુભવજ્ઞાન, સ્પષ્ટજ્ઞાન દ્વારા આત્માને જાણી શકાય છે. કેમ કે, દરેક જીવને વેદન તો થયા જ કરે છે; સ્વભાવમાં હોય કે વિભાવમાં. વિભાવમાં હોય તો વિપરીતપણે વેદન થાય છે અને સ્વભાવમાં હોય તો સમ્યકૃપણે વેદન થાય Page #464 -------------------------------------------------------------------------- ________________ ૪૪૧ છ પદનો પત્ર છે, પણ વેદન વગરનો જીવ એક સમય પણ હોતો નથી. કાં તો આત્માના આનંદને અનુભવે છે, કાં તો શાતા કે અશાતાને અનુભવે છે, પણ અનુભવ વગર જીવ એક સમય પણ રહી શકતો નથી. અમે તે આત્મા એવો જાણ્યો છે, જોયો છે, સ્પષ્ટ અનુભવ્યો છે, પ્રગટ તે જ આત્મા છીએ. તીર્થંકર ભગવાન કહે છે કે અમે તે આત્માને જાણ્યો છે, જોયો છે અને અનુભવ્યો છે. આ ત્રણેય આત્માના ગુણ છે. જાણવું, દેખવું અને અનુભવવું અથવા જ્ઞાન, દર્શન અને ચારિત્ર. તો, આવું અમે અનુભવથી કહીએ છીએ અને અમે પ્રગટ તે જ આત્મા છીએ. એમ શ્રી તીર્થંકર કહે છે. આપણે પણ જાણવા, જોવા અને અનુભવવા દ્વારા તેને કહી શકીએ છીએ, તેને અનુભવી શકીએ છીએ. તે આત્મા ‘સમતા’ નામના લક્ષણે યુક્ત છે. સમતા એટલે રાગ-દ્વેષથી રહિત થવું એ અર્થ અહીં નથી, પણ પ્રદેશની અપેક્ષાએ છે. સમતા ઃ- વર્તમાન સમયે જે અસંખ્યાત પ્રદેશાત્મક ચૈતન્યસ્થિતિ તે આત્માની છે તે, તે પહેલાંના એક, બે, ત્રણ, ચાર, દશ, સંખ્યાત,, અનંત સમયે હતી, વર્તમાને છે, હવે પછીના કાળને વિષે પણ તે જ પ્રકારે તેની સ્થિતિ છે. દરેક દ્રવ્ય ઓછા વધતા પ્રદેશની અંદરમાં રહેલું છે અને કોઈપણ દ્રવ્ય પોતાના પ્રદેશની બહાર રહેલું નથી. કોઈપણ દ્રવ્યના જે ગુણ છે તે તેના પ્રદેશને આશ્રિત રહેલા છે, પ્રદેશથી બહાર કંઈ નથી: આપણું સમગ્ર અસ્તિત્વ, સમગ્ર અનંત ગુણો એ આપણા અસંખ્યાત પ્રદેશમાં જ છે. અસંખ્યાત પ્રદેશથી બહાર આપણું કંઈ છે નહીં. આપણા બધાય ઝઘડા-ટંટા છે એ બહારના માટે જ ચાલે છે. આત્મા માટે ચાલતા હોત તો ક્યારના કેવળજ્ઞાન પામી ગયા હોત. પણ, જે ઝઘડા-ટંટા આપણે કરીએ છીએ એ આપણા અસંખ્યાત પ્રદેશની બહારની વસ્તુ છે. એમાં અહંપણું અને મમત્વપણું થાય છે. તે અનંત ભવનું મૂળ છે. કોઈપણ કાળે તેનું અસંખ્યાત પ્રદેશાત્મકપણું, ચૈતન્યપણું, અરૂપીપણું, એ આદિ સમસ્ત સ્વભાવ તે છૂટવા ઘટતા નથી; એવું જે સમપણું, સમતા તે જેનામાં લક્ષણ છે તે જીવ છે. નિગોદમાં ગયો ત્યારે પણ અસંખ્યાત પ્રદેશ હતા. બેઈન્દ્રિય, ચાર ઈન્દ્રિય, પંચેન્દ્રિયમાં ગયો ત્યારે પણ અસંખ્યાત પ્રદેશ હતા. સ્વયંભૂમરણ સમુદ્રનો બે હજાર યોજન અવગાહનાવાળો રાધવમચ્છ થયો, ત્યારે પણ અસંખ્યાત પ્રદેશ હતા. કેવળજ્ઞાની પરમાત્માએ સમુદ્ધાતની ક્રિયા કરીને આખા લોકમાં એમના પ્રદેશોને ફેલાવ્યા ત્યારે પણ એ અસંખ્યાત પ્રદેશાત્મક હતા અને સિદ્ધલોકમાં ગયા ત્યારે પણ એમના અસંખ્ય પ્રદેશ હતા. એકેન્દ્રિયથી માંડી સિદ્ધ અવસ્થા Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ છ પદનો પત્ર સુધી આત્માના પ્રદેશમાં કંઈપણ વધ-ઘટપણું થયું નથી. સંકોચ વિસ્તાર શક્તિના કારણે જે જે દેહ ધારણ કર્યો તે તે દેહ અનુસાર ફેલાઈને તેમાં રહ્યો, પણ અસંખ્યાત પ્રદેશમાંથી કોઈપણ પ્રદેશ સંખ્યાત નથી થયા કે કોઈવાર અનંત નથી થયા. જેટલા છે તેટલા રહ્યા છે અને ત્રણે કાળમાં તેટલા જ રહે છે. આવો ‘સમતા’ નામનો ગુણ આત્માનો છે. આત્મા છે તેની સાબિતી અસંખ્યાત પ્રદેશાત્મકપણું, ચૈતન્યપણું અને અરૂપીપણું આવા જે અનંત ગુણ છે, જે સ્વભાવ છે, જે ધર્મ છે તે એકેય તેનાથી છૂટવા ઘટતા નથી. કેમ કે, ગુણગુણીનો સંબંધ અભેદ છે. ગુણીથી ગુણ છૂટો પડી શકતો નથી, જેમ ખાંડમાંથી ગળપણ છૂટું પાડી શકાતું નથી, અગ્નિમાંથી ઉષ્ણતા છૂટી પાડી શકાતી નથી તેમ આત્મામાંથી ચૈતન્યપણું છૂટું પાડી શકાતું નથી. કોઈપણ ગુણ જુદો પાડી શકાતો નથી. આવરણના કારણે ઓછું - વધતું જાણે એ વાત જુદી છે, પણ અંદ૨માં જે જાણવાની અનંત શક્તિ છે તેની વધ-ઘટ થતી નથી. જેમ સૂર્યના આડે આવરણ આવી જાય તો પ્રકાશમાં વધ-ઘટ થાય; પણ સૂર્યની પ્રકાશકશક્તિમાં કોઈપણ વધ-ઘટ થતી નથી. એ શક્તિ તો ત્રણે કાળ એવી ને એવી રહે છે. જેને અખંડ જ્ઞાયક સ્વભાવ, પરમ પારિણામિક ભાવ કહેવામાં આવે છે. એ નિગોદ અવસ્થામાં પણ એવો ને એવો છે ને સંસારની કોઈપણ અવસ્થામાં પણ એવો ને એવો છે, અને મોક્ષ અવસ્થામાં – સિદ્ધલોકમાં પણ એવો ને એવો જ છે. અરૂપીપણું એટલે અમૂર્તપણું. જેને આંખ વડે જોઈ શકાય નહીં. આત્મા ભવિષ્યમાં કરોડ બે કરોડ વર્ષ પછી આંખ વડે દેખાશે ? વૈજ્ઞાનિકો એવા દૂરબીન શોધશે કે જેના દ્વારા આત્મા જોઈ શકાય ? તો કે ત્રણ કાળમાં એ બની શકે નહીં. કોઈપણ રૂપી પદાર્થ દ્વારા અરૂપીનું દેખાવું બની શકતું નથી. કોઈપણ ઈન્દ્રિયો દ્વારા કે બીજા કોઈપણ સાધન દ્વારા આત્મા કોઈ દિવસ જોઈ શકાય એવો નથી. કેમ કે, તે અમૂર્ત વસ્તુ છે, તે ફક્ત વેદન દ્વારા અનુભવમાં આવે છે. જેમ ગળપણ છે તે માત્ર સ્વાદ દ્વારા અનુભવમાં આવે છે. તેમ આત્માનો સ્વસંવેદન વગર અનુભવ થઈ શકતો નથી. માટે સમ્યગ્દર્શનનું મુખ્ય લક્ષણ અનુભૂતિ છે, સ્વસંવેદન છે. શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા - એ સમ્યગ્દર્શનના વ્યવહારિક લક્ષણ છે. અરૂપીપણું, ચૈતન્યપણું વગેરે સમસ્ત સ્વભાવ તે છૂટવા ઘટતા નથી. કાયમ રહેવાના એટલે જયાં જ્યાં ચૈતન્ય ત્યાં ત્યાં આત્મા. અરૂપીપણું છે તે બીજા દ્રવ્યમાં પણ છે. માટે તે સાધારણ ગુણ છે. પણ ચૈતન્યપણું તે અસાધારણ ગુણ છે, કે જે બાકીના દ્રવ્યોમાં નથી. Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૪૩ છ પદનો પત્ર રમતા :- પશુ, પક્ષી, મનુષ્યાદિ દેહને વિષે, વૃક્ષાદિને વિષે જે કંઈ રમણીયપણું જણાય છે, અથવા જેના વડે તે સર્વ પ્રગટ સ્ફૂર્તિવાળાં જણાય છે, પ્રગટ સુંદરપણા સમેત લાગે છે, તે રમતા, રમણીયપણું છે લક્ષણ જેનું તે જીવ નામનો પદાર્થ છે. જેના વિદ્યમાનપણા વિના આખું જગત શૂન્યવત્ સંભવે છે, એવું રમ્યપણું જેને વિષે છે, તે લક્ષણ જેને વિષે ઘટે તે જીવ છે. જગતની બધી વસ્તુઓ સુંદર લાગે છે, રમણીય લાગે છે, આકર્ષક લાગે છે એના મૂળમાં આત્મા છે - જીવ દ્રવ્ય છે. રમણીયતા નામના ગુણના લીધે દરેક વસ્તુ સુંદ૨૫ણા સહિત લાગે છે. જો જીવ ના હોય તો ? તો આટલા યુદ્ધ જ ના થાત. આજે યુદ્ધ થાય છે એમાં પણ મૂળમાં તો જીવ બેઠો છે એટલે વિકલ્પો દ્વારા, અજ્ઞાનના કારણે તે યુદ્ધ કરે છે. નહીં તો જો જીવ ના હોય તો દરિયામાં લડો એવું કહે પણ કોણ ? જો કે, કીધું છે અજ્ઞાન અવસ્થામાં, દ્વેષને આધીન થઈને; પણ એ કરનાર તો જીવ છે ને ? જીવ વગર રણ કેવું ને વાત કેવી ? આખી દુનિયામાંથી એક જીવ નામનો પદાર્થ કાઢી નાંખો અને બાકીના પાંચ દ્રવ્ય દ્વારા આખા જગતનો વિચાર કરો. તો આખું જગત શૂન્ય જેવું લાગશે, અરમણીય લાગશે. જેના અવિધમાનપણાથી આખું જગત શૂન્યવત્ લાગે છે અને જેના અસ્તિત્વ-હયાતિ દ્વારા આખું જગત રમણીય લાગે છે. એ ૨મણતા જેનો ગુણ છે. એ લક્ષણ આત્માનું છે. આ લક્ષણ દ્વારા પણ આપણે પ્રથમ પદ ‘આત્મા છે’ તે જાણી શકીએ છીએ. ઊરધતા ઃ- એ ગુણ દ્વારા પણ આપણે આત્માને જાણી શકીએ છીએ. વ્યવહારથી દસ પ્રાણ દ્વારા અને નિશ્ચયથી આત્માના પ્રાણ જ્ઞાન, દર્શન દ્વારા જીવ જીવે છે. શરીરમાં ગરમી છે કે નહીં એના શ્વાસોચ્છ્વાસ ચાલે છે કે નથી ચાલતા ? એનામાં કંઈ થડકારો થાય છે કે નથી થતો ? વગેરે દ્વારા વ્યવહારથી જીવનું જીવત્વ જોવામાં આવે છે. પાંચ ઈન્દ્રિય, મન, વચન, કાયા, આયુષ્ય અને શ્વાસોચ્છ્વાસ - આ દશ પ્રાણ દ્વારા જીવના અસ્તિત્વનું જાણપણું આપણે કરી શકીએ છે કે આની અંદર જીવ છે. તે વ્યવહારથી છે. એ તો દેહમાં આત્મા છે કે નહીં તે જોવા માટે, પણ એકલા આત્માને જોવા માટેનું એ લક્ષણ નથી. સિદ્ધ ભગવાનને દશ પ્રકારના વ્યવહાર પ્રાણમાંથી એકે પ્રાણ નથી. આયુષ્ય નથી, શ્વાસોચ્છ્વાસ નથી, ઈન્દ્રિય નથી અને મન, વચન, કાયાના ત્રણ બળ પણ નથી; છતાંય સિદ્ધ ભગવાન છે. એમ બે પ્રકારે જીવને સમજી શકાય છે - વ્યવહારથી અને નિશ્ચયથી. કોઈ પણ જાણનાર ક્યારે પણ કોઈ પણ પદાર્થને પોતાના અવિધમાનપણે જાણે એમ બનવા યોગ્ય નથી. હું મુંબઈ આવ્યો ન હતો, પણ મેં તમને ચોપાટીમાં જોયા હતા, એવું બને? Page #467 -------------------------------------------------------------------------- ________________ ४४४ છ પદનો પત્ર ટી.વી.માં કદાચ જોઈ શકાય, બાકી ન જોવાય. પહેલા તમે હોવ તો જ જોઈ શકો. અથવા અવધિજ્ઞાન હોય તો જોઈ શકો અથવા કેવળજ્ઞાન હોય તો જોઈ શકો અથવા આવા કોઈ વૈજ્ઞાનિક સાધન હોય તો જોઈ શકો. બાકી તમારી ત્યાં હયાતિ ના હોય અને એ વસ્તુ તમે જુઓ એમ બને નહીં. એમ જાણનાર પોતે વિદ્યમાન ના હોય અને જાણવાનું કાર્ય પોતા દ્વારા બને, એમ બની શકતું નથી. કોઈપણ જાણનાર ક્યારે પણ ત્રણે કાળમાં કોઈપણ પદાર્થને પોતાના અવિદ્યમાનપણે જાણે એમ બનવા યોગ્ય નથી. પોતે વિદ્યમાન હોય, ધ્યાત હોય તો જ જાણી શકે. તો આ બધું તમે જાણો છો કે નથી જાણતા? જો જાણો છો તો તમે હયાત છો કે નથી? છો. સાક્ષાત્ તો બેઠા છો, પ્રત્યક્ષ દેખાય છે, છતાં આપણને શંકા થાય છે કે આત્મા કેવો હશે? ક્યાં હશે? શું કરવાથી પ્રાપ્ત થાય? અરે ! કંઈ ન કરવાથી પ્રાપ્તિ થાય. કંઈ કરવાથી પ્રાપ્ત થતો જ નથી. બધુંય કરવાનું મૂકીને શાંતિથી બેસી જાઓ તો ઘરમાં ને ઘરમાં જ છે, કંઈ બહાર નથી. કોઈ ચીજ ખોવાઈ હોય તો ઘણી વખત શોધાશોધ કરે, પણ કોઈ કહે કે તમે શાંતિથી બેસો, હમણાં જડી જશે. જ્યાં શાંતિથી બેઠો ત્યાં જ યાદ આવ્યું કે ઓહ! આ રહી. નહોતી જણાતી તેનું કારણ અશાંતિ હતું. અસ્વસ્થ હતો એટલે તેનો ઉપયોગ જ્યાં અસ્તિત્વ હતું ત્યાં જતો નહોતો. જેવો શાંત થયો કે તરત અસ્તિત્વ પર ઉપયોગ ગયો. એમ મન, વચન, કાયાના યોગને શાંત કરી જો જીવો બેસે, કોઈ વિચાર નહીં, ધર્મના પણ નહીં અને અધર્મના પણ નહીં; એ સ્થિતિમાં જો થોડીવાર ટકી રહે તો તેને અંદરમાં આત્માના અસ્તિત્વનો અનુભવ થાય. ન્યુટ્રલ થઈને બેસવું અઘરું છે. નહીં રિવર્સમાં કે નહીં આગળ એમ એકદમ ન્યુટ્રલ ગાડી રાખીને રહેવાનું છે. કોઈપણ જાણનાર, ક્યારે પણ, કોઈપણ પદાર્થને પોતાના વિદ્યમાનપણા વગર જાણે એ બની શકે નહીં. વિદ્યમાન હોય તો જ જાણી શકે. જાણવાનું કામ તો આપણે સમયે સમયે કરીએ છીએ. માટે, વિદ્યમાનપણું આપણું સમયે સમયે છે. છતાં સમયે સમયે હું છું કે નહીં એની શંકા થયા કરે છે. થાય છે કે નહીં? વિદ્યમાનપણું સમયે સમયે છે. જાણપણું સમયે સમયે ચાલુ છે. ઘરે જાણીએ, બહાર જાણીએ, દિવસે જાણીએ, રાત્રે જાણીએ, ઓછું જાણીએ, વધુ જાણીએ પણ જાણ્યા વગરનો એક સમય પણ નથી, છતાં જાણનારને માનતા નથી. ઘટ, પટ આદિ જાણ તું, તેથી તેને માન; જાણનાર તે માન નહિ, કહીએ કેવું જ્ઞાન? – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૫૫ Page #468 -------------------------------------------------------------------------- ________________ ૪૪૫ છ પદનો પત્ર પ્રથમ પોતાનું વિદ્યમાનપણું ઘટે છે, અને કોઈપણ પદાર્થનું ગ્રહણ, ત્યાગાદિ કે ઉદાસીન જ્ઞાન થવામાં પોતે જ કારણ છે. ગ્રહણ કરવાનો વિકલ્પ આવ્યો, ત્યાગ કરવાનો વિકલ્પ આવ્યો કે ઉદાસીનતાનું જ્ઞાન થયું, પણ પોતે હોય તો જ થાય ને! ગ્રહણનો વિકલ્પ પણ કોણ કરે છે? ત્યાગનો વિકલ્પ પણ કોણ કરે છે? અને જ્ઞાતા-દૃષ્ટાપણે પણ કોણ રહે છે? હવે આથી બીજું કયું એંધાણ એટલે કે નિશાની આપે? ચૈતન્યમય - એ એંધાણ સદાય. સર્વ અવસ્થામાં ન્યારો. બાળ અવસ્થામાં, યુવા અવસ્થામાં કે વૃદ્ધાવસ્થામાં દરેક અવસ્થામાં તમે જ છો. એ અવસ્થાઓ ત્રણે પલટાણી, પણ આત્મા? આત્મા એનો એ જ રહ્યો. તેવી રીતે મનુષ્યપણું મટીને દેવપણું થાય, દેવપણું મટીને તિર્યચપણું થાય, તિર્યચપણું મટીને નારકીપણું થાય, એ અવસ્થાઓ બધી પલટાય, પણ ચૈતન્યસત્તા તો એ જ છે. જે જીવ મનુષ્ય અવસ્થામાં હતો એ જ જીવ અહીંથી દેહત્યાગ કરીને દેવ અવસ્થામાં ગયો. સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય; પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા – ૫૪ જે પ્રગટચૈતન્યપણું છે, એ એની સાક્ષી, એ એનું એંધાણ, એ એની નિશાની, એ એનું લક્ષણ છે. ચૈતન્યતા જીવનું લક્ષણ છે. ઉપયોગ લક્ષણે સનાતન સ્કુરિત એવો આત્મા છે. ઉપયોગ લક્ષણ કહો કે ચૈતન્ય લક્ષણ કહો, બંને એક છે. બીજા પદાર્થના અંગીકારમાં, તેના અલ્પ માત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હોય, તો જ થઈ શકે એવો સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ તે જીવ છે. તેને ગૌણ કરીને એટલે તેના વિના કોઈ કંઈ પણ જાણવા ઈચ્છે તો તે બનવા યોગ્ય નથી, આત્મા નીકળી જાય પછી દેહ ઘણી ઇચ્છા કરે કે આને જાણું; જો કે, ઇચ્છા જ ના કરી શકે; પણ આ તો આપણે કલ્પનાથી વિચારીએ કે ઇચ્છા કરે તો પણ તે જાણી શકતો નથી. જાણનારો જુદો છે. જાણનારાને જાણો. જણાય છે તેને જાણો છો એ જાણનારા વગર જણાતું નથી. પણ જેના દ્વારા જાણો છો તેને જાણવાનો પ્રયત્ન કરો; તો આખી ચોર્યાશીની બાજી સમાપ્ત થઈ જાય તેમ છે. પછી તમને જગતના કોઈ પદાર્થના વિકલ્પ સતાવશે નહીં. એક વખત જાણનારને જાણશો પછી બીજું કંઈ જાણવાની ઇચ્છા પણ નહીં થાય. કેમ કે, જગતની જે વસ્તુઓ છે તે તેની જ્ઞાનશક્તિના કારણે સ્વયં જણાય છે. કેવળજ્ઞાનીઓને જાણવા માટે ઉપયોગ મૂકવો પડતો નથી, જ્ઞાનની સ્વચ્છતાના કારણે જણાય છે. ના જણાય તો તમને કંઈ નુક્સાન નથી. જણાય તો કોઈ લાભ નથી. માટે જાણવા અને ના Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ છ પદનો પત્ર જાણવાના વિકલ્પ મૂકી, જાણનારની અંદરમાં ઉપયોગ સ્થિર કરી, જાણનારને જાણો. તો એક આત્માને જાણતાં તું સમગ્ર લોકાલોકને જાણીશ. જબ જાન્યો નિજરૂપકો, તબ જાન્યો સબ લોક; નહિ જાન્યો નિજરૂપકો, સબ જાન્યો સો ફોક. – શ્રીમદ્ રાજચંદ્ર – આત્યંતર પરિણામ અવલોકન - હાથનોંધ - ૧/૧૪ કેટલી સરસ વાત છે ! અનુભવ કરાવી દે એવી વાત છે. જીવ આ લક્ષણ પકડે અને લક્ષણના આધારે અંતર્મુખતાનો પુરુષાર્થ કરે તો અનુભવજ્ઞાન કરાવી દે એવી આ વાત છે. માત્ર તે જ મુખ્ય હોય તો જ બીજું કંઈ જાણી શકાય એવો એ પ્રગટ “ઊર્ધ્વતા ધર્મ તે જેને વિષે છે, તે પદાર્થને શ્રી તીર્થકર જીવ કહે છે. તીર્થંકર ભગવાન આવા ઊરધતા ધર્મયુક્ત ચૈતન્યસત્તાને જીવ છે. જ્ઞાયકતા :-પ્રગટ એવા જડ પદાર્થો અને જીવ, તે જે કારણે કરી ભિન્ન પડે છે, તે લક્ષણ જીવનો જ્ઞાયકપણા નામનો ગુણ છે. કોઈ પણ સમયે જ્ઞાયકરહિતપણે આ જીવ પદાર્થ કોઈ પણ અનુભવી શકે નહીં, અને તે જીવ નામના પદાર્થ સિવાય બીજા કોઈ પણ પદાર્થને વિષે જ્ઞાયકપણું સંભવી શકે નહીં, એવું જે અત્યંત અનુભવનું કારણ જ્ઞાયકતા તે લક્ષણ જેમાં છે તે પદાર્થ, તીર્થકરે જીવ કહ્યો છે. આત્માનું ચોથું લક્ષણ છે. ભેદવિજ્ઞાનનો પુરુષાર્થ તેના આધારે થાય છે. ભેદવિજ્ઞાનનું કારણ આ જ્ઞાયકપણું છે. એ બતાવે છે કે જડ પદાર્થ અને જીવમાં ભેળસેળ થઈ ગઈ છે, તેને જુદી પાડવી છે. આમાં આખો કર્તા-કર્મ અધિકાર સમાઈ જાય છે. જડ પદાર્થ અને જીવ તે જે કારણે કરી ભિન્ન પડે છે, તે લક્ષણ જીવનો જ્ઞાયકપણા નામનો ગુણ છે. જડમાં જ્ઞાયકપણું નથી, જીવમાં જ્ઞાયકપણું છે. તો જડથી જીવને જુદો પાડવો હોય તો તે જ્ઞાયકપણાના ગુણ દ્વારા જુદો પડે છે. બીજા ગુણો તો નિર્વિકલ્પ છે. એ તો પકડાતા નથી. પણ જ્ઞાયક ગુણ એવો છે કે જે સવિકલ્પ પણ છે અને નિર્વિકલ્પ પણ છે. આ જ્ઞાયકપણાનો ગુણ ભેદવિજ્ઞાન કરવામાં, અનુભવ કરવામાં ખૂબ સહાયક થાય છે. જીવ જ્યારે ભેદવિજ્ઞાનનો પુરુષાર્થ કરે છે ત્યારે બધાયથી આત્માને જુદો પાડતાં પાડતાં છેલ્લે જે વધે તે જીવ આપણે પકડવાનો છે. જુદું પાડતાં-પાડતાં જે વસ્તુ આપણે પ્રાપ્ત કરવી છે. તે હાથમાં પકડીને બાકીની મૂકી દઈએ છીએ. જેની સાથે ભેળસેળ થઈ ગઈ છે એ બધાથી જીવદ્રવ્યને છૂટું પાડવું છે તો તે જ્ઞાયકપણાના ગુણ દ્વારા કેવી રીતે પડે છે તે આપણે જોઈએ. સૌ પ્રથમ જગતના સ્થળ પદાર્થો દેખાય છે, તે Page #470 -------------------------------------------------------------------------- ________________ ૪૪૭ છ પદનો પત્ર તો આત્માથી જાણે જુદા જ છે. તે આપણે સ્થૂળ દૃષ્ટિથી પણ જોઈ શકાય છે. નજરે દેખાય છે કે આ મારાથી જુદાં છે, પણ જે ભેળસેળ થઈ ગઈ છે, એકત્વપણું થઈ ગયું છે તે દેહ સાથે, કર્મો સાથે અને અંદરમાં સૂક્ષ્મ જે રાગાદિ ભાવો સાથે. તો, દેહથી પણ આત્મા જુદો છે, કર્મોથી પણ જુદો છે અને શુભાશુભ ભાવ, રાગાદિ ભાવોથી પણ આત્મા જુદો છે. કેમ કે, એ બધામાં જ્ઞાયકપણું નથી અને આત્મામાં જ્ઞાયકપણું છે. દેહમાં જાણવાનો ગુણ નથી, કર્મોમાં જાણવાનો ગુણ નથી અને વિભાવોમાં પણ જાણવાનો ગુણ નથી. વિભાવ થાય છે એ આત્માના પ્રદેશમાં, પણ એ કર્મોના ઉદયના નિમિત્તથી થાય છે. એ આત્માના ઘરમાંથી નીકળતા નથી. તે આત્માનો સ્વભાવ નથી. એટલે આત્માની ચીજ નથી. આત્માની ચીજ નથી એટલે ચેતન નથી અને ચેતન નથી એટલે જડ છે. ભેળસેળ થાય છે તે ક્યાં થાય છે તે આગળ કર્તા-કર્મ અધિકારમાં આવશે. ત્યાંથી વિશેષ જોઈશું. આત્મા અને આસ્રવ તણો, જ્યાં ભેદ જીવ જાણે નહીં; ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી, અજ્ઞાની એવા જીવની. જીવ વર્તતાં ક્રોધાદિમાં, સંચય કરમનો થાય છે; સહુ સર્વદર્શી એ રીતે, બંધન કહે છે જીવને. – શ્રી સમયસાર - ગાથા – ૬૯, ૭૦ એક બાજુ કર્મના પરમાણુનો વિસ્ફોટ થયો અને બીજી બાજુ ઉપયોગ પણ સમયે સમયે જાણવાનું કામ કરે છે. એટલે દર સમયે વિસ્ફોટતાની સાથે ઉપયોગ ભળીને રંગાઈ જાય છે. રંગાઈ જાય છે એટલે વિભાવ નીકળ્યો નથી. ત્યાંથી જ ભેદવિજ્ઞાન કરવાનું છે. એટલે કે મૂળમાં પ્રજ્ઞાછીણીનો ઘા મારવાનો છે કે જયાંથી ઉપયોગ કર્મના ઉદય સાથે ભળે છે. ત્યાં આગળ ભેદજ્ઞાનની છીણી મારી બંનેને છૂટા પાડવાના છે કે આ કર્મના પરમાણુનો ઉદય અને આ ઉપયોગમાંથી જે ધારા આવી છે. આ રાગધારા અને જ્ઞાનધારા બે જુદી છે. એમ સ્પષ્ટ ઉપયોગમાં જુદા પાડવા. તો, બંને દ્રવ્ય નિજ-નિજ રૂપે સ્થિત થાય છે. દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે; જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુખ, મૃત્યુ, દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ છ પદનો પત્ર (જ્ઞાયકપણાના કારણે) એવો જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વભાવ, જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે; ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બન્ને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૦૨ - “જડ-ચેતન વિવેક બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. અજ્ઞાની એમ માને છે કે મારામાં થાય છે. મારા દ્વારા થાય છે અને એનો કર્તા હું છું, પણ જ્ઞાન થતાં અથવા જ્ઞાની દ્વારા સમજણ આવતાં તેને ખ્યાલ આવે છે કે હું તેનો કર્તા નથી, પણ જ્ઞાતા છું. હું તો જ્ઞાયક છું. વિભાવનો હું જાણનારો છું. અત્યાર સુધી હું તેનો કરનારો માનતો. હવે અંદરમાં ભેદવિજ્ઞાન થયા પછી હું તેનો જાણનારો છું, એવી રીતે કોઈ પણ દુઃખનો ભોગવનાર પણ હું નથી, કરનારો પણ નથી. આ જ્ઞાયકપણાનું લક્ષણ જીવનું છે, બીજા કોઈનું છે નહીં. આવી રીતે નોકર્મ, દ્રવ્યકર્મ અને ભાવકર્મમાં જ્ઞાયકપણાનો ગુણ રહ્યો નથી. જ્ઞાયકપણાના ગુણ દ્વારા આ જુદા પાડી શકાય છે અને જુદા પાડ્યા પછી અંદરમાં જેના દ્વારા આ કામ કર્યું તે જ્ઞાયકગુણની અવસ્થા છે અને તે અવસ્થા જ્ઞાયકગુણના આધારે રહી છે અને જ્ઞાયકગુણ તે જીવદ્રવ્યના આધારે રહ્યો છે. એમ કરતાં પર્યાયના આશ્રયે રહેલા ગુણ અને દ્રવ્યના આશ્રયે રહેલા ગુણ દ્વારા ઉપયોગમાં આખું અખંડદ્રવ્ય પકડાય છે. આમ, ભેદવિજ્ઞાનનો પુરુષાર્થ જ્ઞાયકપણા નામના ગુણ દ્વારા થાય છે. હવે આ બધામાંથી એકમેકને જુદા પાડવા હોય તો દરેકના લક્ષણોને ઓળખવા અને ઓળખીને જુદા પાડવા. બહાર એક ભાઈ આવ્યા. તેમણે એક ભાઈને કહ્યું કે રાજેન્દ્રભાઈને મોકલો. તે ભાઈ રાજેન્દ્રભાઈથી અજાણ્યા હતા. એટલે પેલા ભાઈએ કહ્યું કે જેમણે લીટીવાળો ઝભ્ભો પહેર્યો હશે, ચશ્મા હશે અને માથે ટાલ હશે. સૌથી આગળ બેઠા છે. તેમની બાજુમાં ઈલેક્ટ્રીકની સ્વીચ છે. એ રાજેન્દ્રભાઈ છે. એટલે તે ભાઈ આટલા બધામાંથી રાજેન્દ્રભાઈને છાંટી લેશે. એ આમ બેન્ચ ઉપર ફાંફાં નહીં મારે. બહેનો બાજુ તો જોશે પણ નહીં. કેમ કે, ભાઈ કીધું. ભેળસેળમાં તો બધા છે, પણ ભાઈ કીધું એટલે ૫૦% સાઈડ તો નીકળી ગઈ. હવે ભાઈઓની સાઈડમાં ભેળસેળ કાઢવાનું હતું. હવે તેમાંય માથે ટાલ એટલે લગભગ ૭૫% તો ટાલ વગરના હતા એ પણ નીકળી ગયા. હવે ટાલવાળામાં જ રહ્યું. પછી એમાં ચશ્મા; તો ચશ્માવાળા એવા ત્રણ-ચાર ભાઈઓ જ રહ્યા. તેમાં પણ લીટીવાળો ઝભ્ભો. એટલે બાકીના Page #472 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર ૪૪૯ બધાંય નીકળી ગયા. લીટીવાળો ઝભ્ભો તો એક જ ભાઈનો છે. માટે, આ જ છે. બીજો કોઈ નથી. ખ્યાલ આવે છે ? ભેદજ્ઞાન કેવી રીતે થાય છે. તેનું આ એક દષ્ટાંત છે. પછી છેલ્લે આવ્યું કે ઈલેક્ટ્રીકની સ્વીચ પાસે બેઠા છે. પછી તો એકદમ નક્કી થઈ ગયું કે આ જ ભાઈ છે. ભલે નથી જાણતો, નથી ઓળખતો તો પણ લક્ષણ દ્વારા તેમને જુદા પાડ્યા એમ જ્ઞાયકપણાના ગુણ દ્વારા આત્માને સર્વ પદાર્થોથી જુદો પાડી શકાય છે. જે દષ્ટા છે દષ્ટિનો, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. · શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૫૧ — પેલા મગર અને વાંદરાની વાત આવે છે ને ! મગર વાંદરાને કહે કે મારે તારું કાળજું ખાવું છે, ત્યારે વાંદરાએ કહ્યું, “કાળજું તો હું ઝાડ ઉપર મૂકીને આવ્યો છું. તમે કીધું હોત તો હું લેતો આવત ને.” એમ કોઈ કહે કે ભાઈ તમારું જ્ઞાયકપણું ક્યાં છે ? તો કહે કે ઘરે મૂકીને આવ્યો. અરે ભાઈ ! એ તારી સાથે જ છે. તું નિગોદમાં જાય તો પણ સાથે લઈને જાય અને સિદ્ધલોકમાં જાય તો પણ સાથે લઈને જાય. એ જ્ઞાયકપણા રહિત જીવ એક સમય પણ હોઈ શકતો નથી. એક સમય જ્ઞાયકતા વગરનો જીવ હોતો નથી. વિચાર તો કરો ! જ્ઞાનીઓએ હથેળીમાં આત્મા આપી દીધો છે. હવે જો પકડતા ન આવડે તો આપણો દોષ છે. જ્ઞાયકજ્ઞાયક-જ્ઞાયક, જાણનાર-જાણનાર-જાણનાર જે અખંડ સત્તા છે તે તારું સ્વરૂપ છે. એ તારી સ્વતંત્ર સત્તા છે. તે તું છો. અબાધ્ય અનુભવ જે રહે એટલે જ્ઞાયકતા રહે, તે છે મુજ સ્વરૂપ. કોઈ પણ સમયે જ્ઞાયકરહિતપણે આ જીવ પદાર્થ કોઈ પણ અનુભવી શકે નહીં, અને તે જીવ નામના પદાર્થ સિવાય બીજા કોઈ પણ પદાર્થને વિષે જ્ઞાયકપણું સંભવી શકે નહીં, આ અસાધારણ લક્ષણ છે. સાધારણ લક્ષણ નથી. જ્ઞાન, દર્શન, આનંદ આ બધા આત્માના અસાધારણ લક્ષણો છે. બીજા પદાર્થમાં આ જ્ઞાયકપણું સંભવી શકતું નથી. એવું જે અત્યંત અનુભવનું કારણ જ્ઞાયકતા તે લક્ષણ જેમાં છે તે પદાર્થ, તીર્થંકરે જીવ કહ્યો છે. આવું તે અનુભવનું કારણ, અનુભવનું લક્ષણ છે. આત્માનો અત્યંત અનુભવ આ જ્ઞાયકપણા દ્વારા થાય છે. અત્યંત અનુભવનું કારણ જ્ઞાયકતા તે લક્ષણ જેમાં છે તે પદાર્થ તીર્થંકરે જીવ કહ્યો છે. જેમાં છે એટલે અનંત ગુણોમાંનો એક ગુણ છે. આત્મા જ્ઞાયકતા જેટલો નથી પાછો. આ તો ભેદ પાડીને સમજાવવા માટે બધો વ્યવહાર કરવો પડે છે. બાકી આત્મા ફક્ત જ્ઞાયકતાવાળો નથી. આત્મા તો અનંત ગુણોનો અભેદ પિંડ છે. ગુણ ગુણીને અભેદ સંબંધ છે અને જ્ઞાન ગુણની મુખ્યતા છે. Page #473 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર એટલે જ્ઞાનગુણને મુખ્ય કરી, જીવદ્રવ્યને સમજાવવા માટે કહ્યું કે જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા અને જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં જ્ઞાન. માટે ભેદ દૃષ્ટિથી જ્ઞાન એ જ આત્મા. અભેદ દૃષ્ટિથી અનંત ગુણોનો અભેદ પિંડ તે આત્મા. બંને દૃષ્ટિથી સમજવાનું છે. એકલું જો જ્ઞાન જ્ઞાન કરીએ, પાછા બીજા ગુણોનો સ્વીકાર ન થાય તો પણ એમાં દોષ આવી જાય છે, તે દોષ આત્મતત્ત્વની શ્રદ્ધામાં આવી જાય છે. માટે લક્ષણથી જાણીએ તેટલો જ આત્મા નથી. અમુક ગુણો એવા છે કે જે લક્ષણ દ્વારા બોલી શકાતા નથી, લખી શકાતા નથી કે કહી પણ શકાતા નથી. એવા એ અનંત ગુણો છે કે જે ગુણોનું વર્ણન થઈ શકતું નથી અને લખાણ પણ થઈ શકતું નથી અને મનમાં વિચાર પણ આવી શકતો નથી. એવા એ અનંત ગુણો આત્મામાં છે. જે કેવળજ્ઞાની ભગવાન અનુભવી રહ્યા છે. માટે આ તો સામાન્ય અપેક્ષાએ આપણને પહેલા પકડાય અને ધીમે ધીમે આપણે આગળ જઈએ તેટલા માટે આપણને લક્ષણો બતાવવામાં આવ્યા છે. સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ. હવે આગળ કહે છે. ૪૫૦ સુખાભાસ :- શબ્દાદિ પાંચ વિષય સંબંધી અથવા સમાધિ આદિ જોગ સંબંધી જે સ્થિતિમાં સુખ સંભવે છે તે ભિન્ન ભિન્ન કરી જોતાં માત્ર છેવટે તે સર્વને વિષે સુખનું કારણ એક જ એવો એ જીવ પદાર્થ સંભવે છે, તે સુખભાસ નામનું લક્ષણ, માટે તીર્થંકરે જીવનું કહ્યું છે; અને વ્યવહારદૃષ્ટાંતે નિદ્રાથી તે પ્રગટ જણાય છે. જે નિદ્રાને વિષે બીજા સર્વ પદાર્થથી રહિતપણું છે, ત્યાં પણ હું સુખી છું એવું જે જ્ઞાન છે, તે બાકી વધ્યો એવો જે જીવ પદાર્થ તેનું છે; બીજું કોઈ ત્યાં વિદ્યમાન નથી, અને સુખનું ભાસવાપણું તો અત્યંત સ્પષ્ટ છે; તે જેનેથી ભાસે છે તે જીવ નામના પદાર્થ સિવાય બીજે ક્યાંય તે લક્ષણ જોયું નથી. પહેલું જ્ઞાન, હવે આનંદ. દરેક ગુણ છે તેનું વેદન તો આવવાનું. કોઈપણ ગુણ છે તેનું કામ અટકી નથી ગયું. દરેક ગુણનું પરિણમન ચાલે છે. દરેક ગુણની અવસ્થાઓ થયા કરે છે. આનંદ નામનો એક ગુણ આત્મામાં રહેલો છે. તે આનંદગુણનું પરિણમન પણ સમયે સમયે ચાલે છે. એ આનંદગુણ સ્વભાવરૂપે પરિણમતો હોય છે, ત્યારે સમાધિમાં અતીન્દ્રિય આનંદના સુખની અનુભૂતિ આવે છે અને જ્યારે વિભાવરૂપે પરિણમતો હોય છે, નિર્વિકલ્પ સમાધિમાંથી ખસી જાય છે અને કોઈપણ પાંચ ઈન્દ્રિયના વિષયમાં ઉપયોગ લાગેલો હોય છે અને તેમાં પણ અનુકૂળતામાં લાગેલો હોય છે ત્યારે જે સુખ જણાય છે તે સુખભાસ નામનું લક્ષણ છે, પણ છે આત્માનું. પહેલો આત્મા છે. આત્મા ના હોય તો ઈન્દ્રિયનું સુખ પણ જાણી શકાતું નથી. Page #474 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર ૪૫૧ શબ્દ આદિ પાંચ વિષય સંબંધી અથવા સમાધિ આદિ જોગ સંબંધી એમ બે વાત સુખની છે. અજ્ઞાનીઓને પાંચ ઈન્દ્રિયના વિષયનું સુખ છે અને જ્ઞાનીઓને આત્માની સમાધિનું સુખ છે. બંને કહે છે કે અમે સુખી છીએ. જગતના ભોગી જીવો એમ માને છે કે અમે સુખી છીએ, પણ ખરેખર સુખી તો જ્ઞાની છે. જોકે, અજ્ઞાનીઓનો વર્ગ મોટો છે અને જ્ઞાનીઓનો વર્ગ નાનો છે. એટલે બહુમતી હંમેશા અજ્ઞાનીઓની જોવા મળે છે. શબ્દ આદિ પાંચ વિષય સંબંધી અથવા સમાધિ આદિ જોગ સંબંધી જે સ્થિતિમાં સુખ સંભવે છે તે ભિન્ન ભિન્ન કરી જોતાં માત્ર છેવટે તે સર્વને વિષે સુખનું કારણ એક જ એવો જીવ પદાર્થ સંભવે છે. જીવ છે, તો આનંદગુણ છે. આનંદગુણ છે તો સ્વભાવ કે વિભાવરૂપે પરિણમન કરે છે. માટે જેને વિષયોનો આનંદ આવતો હોય તેને પણ મૂળમાં જીવ છે એટલે આવે છે અને જેને સમાધિનો આનંદ આવે છે એના મૂળમાં પણ જીવ છે, એટલે આવે છે; નહીં તો આવી શકતો નથી. જીવ ના હોય અને એક્કે આનંદ આવે એમ બને નહીં. બને ? આ ટેબલ ઉપર રસગુલ્લું મૂક્યું. તો ટૅબલને એનો આનંદ આવે ? ત્યારે જીભને ? જેમ ટેબલ જડ છે એમ જીભ પણ જડ છે. જીભ કાંઈ ચેતન નથી પણ જીભ સાથે જીવનો ઉપયોગ સંકળાયેલો છે એટલે જીવ ઉપયોગ દ્વારા એ રસને ફક્ત જાણે છે, પણ અજ્ઞાન અવસ્થામાં એના સુખને વેદે છે. એટલે આરોપ જીભ ઉપર આવ્યો છે. બાકી જો જીભને સ્વાદ આવતો હોય તો મડદાને આવવો જોઈએ. મડદાના મોઢામાં ગુલાબજાંબુ મૂકે તો એને પણ આવવો જોઈએ, પણ મડદાને આવતો નથી. જીભ તો એની એ જ છે. અડધો કલાક પહેલા દવા કડવી લાગતી હતી, કાકા જીવતા હતા ત્યારે. અને હવે એ જ દવા મૂકી તો કડવી કે ગળી કાંઈ કહેતા જ નથી. કેમ ભાઈ ? હવે શું થયું ? હમણાં અડધો કલાક પહેલા તો તેઓ કહેતા કે મને ભાવતી નથી, મને ના આપશો, સહન નથી થતું ને હવે તમે આખી શીશી રેડી દીધી તો પણ એમને કડવી લાગતી નથી. શું થયું કાકાને ? જીભ તો છે, પણ જીવ નથી. તો સુખ દુઃખનું વેદન કરનારો કોણ હતો ? જીવ હતો, આત્મા હતો. આવું સ્પષ્ટ વેદનજ્ઞાન સમયે સમયે ચાલે છે. કોઈપણ જીવ દરેક સમયે કાં તો સુખને વેદે છે, કાં તો દુ:ખને.વેદે છે અને કાં તો આનંદને વેદે છે, પણ વેદન વગરનો એક સમય પણ કોઈ જીવ નથી. આવું સમયે સમયે વેદન થાય છે. છતાંય હું આત્મા છું એની શંકા થાય છે. આ વાત પ્રથમ પદ ‘આત્મા છે’ તેની ચાલે છે. જેમ ઘટપટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ હોવાનું પ્રમાણ છે તેમ સ્વપર પ્રકાશક એવી ચૈતન્યસત્તાનોં પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. એની આ વાત ચાલે છે. Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ છ પદનો પત્ર જે નિદ્રાને વિષે બીજા સર્વ પદાર્થથી રહિતપણું છે ત્યાં પણ, હું સુખી છું એવું જે જ્ઞાન છે, તે બાકી વધ્યો એવો જે જીવ પદાર્થ તેનું છે; હું સુખી છું આવું જ્ઞાન પણ જેને છે તે આત્મા છે. તે જ્ઞાન જ બતાવે છે કે બીજું કોઈ ત્યાં વિદ્યમાનપણે નથી અને સુખનું ભાસવાપણું તો ત્યાં અત્યંત સ્પષ્ટ છે. બીજું કોઈ નથી અને સુખ તો અનુભવમાં આવે છે. ખોટું કે સાચું પણ આવે તો છે. તે જેનાથી ભાસે છે તે જીવ નામના પદાર્થ સિવાય બીજે ક્યાંય તે લક્ષણ જોયું નથી. માટે આત્મા છે.” હવે, વેદનજ્ઞાન, સ્પષ્ટજ્ઞાનની વાત કરે છે. જે સમયે સમયે ચાલે જ છે. ઉપયોગ નથી દેતા. એટલે આપણને ખ્યાલ નથી આવતો. વેદકતા :- આ મોળું છે, આ મીઠું છે, આ ખાટું છે, આ ખારું છે, હું આ સ્થિતિમાં છું, ટાઢે કરું છું, તાપ પડે છે, દુઃખી છું, દુઃખ અનુભવું છું, એવું જે સ્પષ્ટ જ્ઞાન, વેદનજ્ઞાન, અનુભવજ્ઞાન, અનુભવપણું તે જો કોઈમાં પણ હોય તો તે આ જીવ પદને વિષે છે, અથવા તે જેનું લક્ષણ હોય છે, તે પદાર્થ જીવ હોય છે. એ જ તીર્થકરાદિનો અનુભવ છે. આ તીર્થકરનો અનુભવ કહ્યો. ક્યાં તીર્થકરના હૃદયમાં પેસીને વાત કાઢી છે! એ જુઓ તો ખરા ! પૂર્વે જે પ્રત્યક્ષ યોગ થયેલો છે, તેનું જાતિસ્મરણજ્ઞાન દ્વારા અનુસંધાન થયેલું છે. એ વાત આ પત્રમાં લખી છે. મહાભાગ્ય હોય ત્યારે તીર્થકર ભગવાનની કહેલી આવી વાત આવા જ્ઞાની પુરુષો દ્વારા સાદી ગુજરાતી ભાષામાં આપણને મળી છે. મહાપુણ્યનો ઉદય છે. આપણે સવારે કહીએ છીએ ને કે હા ઠરી ગઈ છે, ગરમ કરીને લાવો અથવા આ બહુ ગરમ છે. જરા ઠરવા દો. આજે આમાં ખાંડ વધારે પડી ગઈ છે, પછી દાળમાં મીઠું વધારે પડી ગયું છે અથવા મીઠું નાંખવું તમે ભૂલી ગયા છો ! આ બધું નક્કી કોણ કરે છે? જીભ નક્કી કરે છે કે જીવ નક્કી કરે છે? નક્કી કોણ કરે છે? જીવ નક્કી કરે છે. ઠંડી હમણાં ગઈ અને પાછી આવી ગઈ, એ નક્કી કોણે કર્યું? સમયે સમયે આ નક્કી કરે છે. બધી છાંટણી કરે છે. જ્યાં હોય ત્યાં બધે. હું આ સ્થિતિમાં છું. ટાઢ પડે છે, તાપ પડે છે, દુઃખી છું. આ જે સ્પષ્ટજ્ઞાન, વેદનજ્ઞાન, અનુભવજ્ઞાન, અનુભવપણું તે જો કોઈમાં હોય તે જીવ નામનો પદાર્થ છે. જીવ સિવાય આ હોઈ શકતું નથી. માટે એ બતાવે છે કે જીવ છે. જીવ છે તો આ બધી વાત છે. જીવ ના હોય તો આ બધી વાત બની શકતી નથી. માટે “આત્મા છે' એની સાબિતી આટલા બધા પાંચ-છ દષ્ટાંત દ્વારા તીર્થકર ભગવાનની શાખ મૂકીને જ્ઞાની પુરુષોએ આપી છે. એ દ્વારા આપણે તેનો સ્વીકાર કરવાનો છે. Page #476 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર ૪૫૩ ચૈતન્યતા:- સ્પષ્ટ પ્રકાશપણું, અનંત અનંત કોટી તેજસ્વી દીપક, મણિ, ચંદ્ર, સૂર્યાદિની કાંતિ જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી, અર્થાત્ તે સર્વ પોતે પોતાને જણાવા અથવા જાણવા યોગ્ય નથી. જે પદાર્થના પ્રકાશને વિષે ચૈતન્યપણાથી તે પદાર્થો જાણ્યા જાય છે, તે પદાર્થો પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાસે છે, તે પદાર્થ જે કોઈ છે તે જીવ છે. અર્થાત તે લક્ષણ પ્રગટપણે સ્પષ્ટ પ્રકાશમાન, અચળ એવું નિરાબાધ પ્રકાશમાન ચૈતન્ય, તે જીવનું તે જીવપ્રત્યે ઉપયોગ વાળતાં પ્રગટ દેખાય છે. જુઓ ! આ જીવ કેવી રીતે દેખાય છે, તે બતાવ્યું છે કે જીવ પ્રત્યે જીવનો ઉપયોગ વાળતાં જીવ પ્રગટ દેખાય છે. ખ્યાલ આવે છે? જીવ પ્રત્યે કોને વાળવાનો છે? ઉપયોગ દ્વારા દેખાય છે. કેવી રીતે દેખાય છે? સ્વસંવેદનતાથી અનુભવમાં આવે છે. એનું નામ દેખવું છે. જે જીવનું તે જીવ પ્રત્યે ઉપયોગ વાળતાં પ્રગટ દેખાય છે. એ જે લક્ષણો કહ્યા તે ફરી ફરી વિચારી જીવ નિરાબાધપણે જાણ્યો જાય છે. આ લક્ષણો કહ્યા છે. તે લક્ષણો જે તમે ફરી ફરી વિચારશો, ફરી ફરી એટલે વારંવાર. ફરી ફરી વિચારી જીવ નિરાબાધપણે જાણ્યો જાય છે. એટલે અનુભવમાં આવે છે. જે જાણવાથી જીવ જાણ્યો જાય છે તે લક્ષણો તે પ્રકારે તીર્થંકર આદિએ કહ્યા છે. આ લક્ષણો તીર્થંકર ભગવાને આપણને કહ્યા છે. તો આ લક્ષણોનો ફરી ફરી વિચાર કરો. વિચાર કરી અને અંદરમાં ભેદવિજ્ઞાન કરો. ભેદવિજ્ઞાનથી બીજા દ્રવ્યોને ઉપયોગમાં છૂટા પાડો અને એ જ ઉપયોગ દ્વારા તમારા સ્વ-જીવદ્રવ્યને અંદરમાં ગ્રહણ કરો. આ જ ભેદવિજ્ઞાનનો પુરુષાર્થ અને પ્રક્રિયા છે. આ જ પ્રક્રિયાથી સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ચારિત્રની પ્રાપ્તિ થાય છે અને આ જ પ્રક્રિયા છેક મોક્ષ સુધી કામ આવે છે. તો આ પ્રમાણે પહેલું જે જીવ પદ છે તેની સાબિતી વિચારી કે “આત્મા છે.” હવે બીજા પદનો વિચાર કરીએ છીએ.. બીજું પદ - “આત્મા નિત્ય છે.” ઘટપટઆદિ પદાર્થો અમુક કાળવર્તી છે. આત્મા ત્રિકાળવર્તી છે. ઘટપટાદિ સંયોગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે; કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવયોગ્ય થતા નથી. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતનસત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે, કેમ કે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય, તેનો કોઈને વિષે લય પણ હોય નહીં. હવે આત્માનું નિત્યપણું સદ્દગુરુ સાબિત કરે છે. નિત્યપણું એટલે શાશ્વતપણું, ત્રણે કાળમાં હોવાપણું. પહેલાં ન હતું અને વર્તમાનમાં થઈ ગયું અને હવે અનંતકાળ સુધી રહેશે Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ છ પદનો પત્ર એવું નથી. અનાદિકાળથી હતું અને અનંતકાળ સુધી રહેશે એનું નામ નિત્યપણું છે. જેની આદિ નથી અને જેનો અંત નથી. આદિ-અંતથી રહિત છે એવું આત્માનું અને છયે દ્રવ્યનું નિત્યપણું છે. નિત્યપણું છે એટલે આ આત્મા અનંતકાળ પછી પણ રહેવાનો છે અને પાંચપચાસ-સો વર્ષ પછી પણ રહેવાનો છે. માટે પરભવ છે. પરભવ છે તો જ્યાં સુધી મોક્ષ નથી ત્યાં સુધી કોઈ ને કોઈ ગતિ પણ રહેવાની. ગતિ રહેવાની તો કર્મના ઉદય અનુસાર શાતાઅશાતા રહેવાના અને એ શાતા-અશાતાના ઉદય વર્તમાનમાં તમે જે જીવન જીવ્યા છો તેને અનુરૂપ રહેવાના. તેનો આધાર વર્તમાનમાં તમે રાગ, દ્વેષ, અજ્ઞાનમય ભાવોથી રહ્યા છો કે વીતરાગભાવથી – જ્ઞાનભાવથી તેના ઉપર છે. જેટલા જેટલા શુભાશુભ ભાવ કર્યા છે તે શુભાશુભ ભાવો અનુસાર આગળના ભાવોમાં તેને અનુરૂપ ગતિ અને તેને અનુરૂપ શાતા કે અશાતા આવવાના છે. વર્તમાનમાં આવે છે તે પણ પૂર્વના જે કાંઈ ભાવો કર્યા છે એના દ્વારા આવ્યા છે. નિત્યપણાનો સ્વીકાર કરવાથી આપણને એક લાભ એ થાય છે કે તેનાથી આપણામાં નિર્ભયપણું આવે છે. આ ભાવ જેમ જેમ દેઢ થાય તેમ તેમ જીવ અંદરમાં નિર્ભય થતો જાય છે. કેમ કે, મારો નાશ છે જ નહીં. નાશ થાય તો ભય લાગે ને! જીવને મરવાનો ભય લાગે છે, પણ તત્ત્વદૃષ્ટિથી જોતાં હું મરી શકું એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. જગતનું કોઈ દ્રવ્ય મને મારી શકે તેમ છે જ નહીં. હું નિત્ય પદાર્થ છું. એમ વિચારે તો મૃત્યુનો ભય ના લાગે. તેનાથી નિર્ભયતા આવે છે, પણ બીજી બાજુ સંસારનો ભય લાગે છે કે હું નિત્ય છું તો આ બાંધેલા કર્મો મારે ભોગવવા પડશે. ત્યાં ચાર ગતિના દુઃખોનો પાછો ભય રહેલો છે. કેમ કે, જ્ઞાન છે કે હું નિત્ય છું. તો જયાં સુધી સર્વ પ્રકારના કર્મોથી નિરાવરણ નહીં થાઉં- જયાં સુધી દેહનું ધારણપણું છે ત્યાં સુધી મારે શાતા અને અશાતાના સંબંધ રહેવાના. માટે નિત્ય છું એ સ્વીકારવામાં મોટી જવાબદારી આવી અને પાછો ચેતન છું. અચેતન હોત અને નિત્ય હોત તો કાંઈ વાંધો ન હતો. કેમ કે, એનામાં અનુભવ શક્તિ નથી. સુખ-દુઃખ વેદવાની શક્તિ નથી. એટલે એને હર્ષ-શોક કે સુખ-દુઃખ થતું નથી પણ અહીં તો વેદનજ્ઞાન સ્પષ્ટ છે. એટલે જીવ જ્યારે અશાતાને વેદે છે ત્યારે અંદરમાં આકુળ-વ્યાકુળ બની જાય છે. માટે ભવિષ્યમાં શાતા-અશાતાના ઉદયમાં આકુળવ્યાકુળ ના થવું હોય તો આત્માના નિત્યપણાને સમજીને આત્માના સ્વભાવનો આશ્રય કરવો. પરમકૃપાળુદેવ કહે છે, Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૫૫ છ પદનો પત્ર વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૯૦ એ બંને ભાવોને કેમ છેદવા? તેનો પુરુષાર્થ કરો. હું આત્મા નિત્ય છું. ઘટ-પટ આદિ પદાર્થો અમુક કાળવર્તી છે. જે બહારમાં વસ્તુઓ દેખાય છે. એ બધી સંયોગથી બનેલી છે. એટલે તેમનું અસ્તિત્વ થોડા કાળ માટે જ છે. ઘડો છે, વસ્ત્ર છે, ટેબલ છે, પુસ્તક છે, ઘડિયાળ છે, મકાન છે, મનુષ્યના દેહ છે. જે કાંઈ બધું દેખાય છે તે બધું સંયોગથી બનતું દેખાય છે. અનંત પરમાણુઓના જથ્થા ભેગા થાય છે ત્યારે તે પદાર્થો દષ્ટિગોચર થાય છે. એક પરમાણુ તો આપણી દૃષ્ટિનો વિષય પણ નથી. ઘટ-પટ આદિ પદાર્થો છે તે અમુક કાળવાર્તા છે. ક્ષણિક છે, નાશવંત છે. સંયોગથી મળ્યા છે. એનો વિયોગ થઈ વિખરાઈ જાય છે. માટે જ્ઞાનીઓ કહે છે કે ક્ષણિક વસ્તુઓનો મોહ ત્યાગો. તમે ત્રિકાળવર્તી છો અને ઘટપટ આદિ અમુક કાળવર્તી છે. તો ત્રિકાળવર્તી થઈને અમુક કાળવર્તીક્ષણિક પદાર્થો ઉપર મોહકરશો, અહંપણું - મમત્વપણું કરશો તો એ કંઈ ટકવાના નથી અને કાયમ રહેવાના નથી. જેનો સંયોગ છે એનો વિયોગ થયા વિના રહેતો નથી, પણ આત્મા ત્રિકાળવર્તી છે. આત્મા ત્રણે કાળ રહે તેવો પદાર્થ છે. આત્મા એટલે કોણ? આપણે. હું પોતે. પાછી આ કંઈ બીજાની ભાગવત કથા નથી થતી. આપણી ભાગવત્ કથા ચાલે છે કે હું ત્રિકાળવર્તી છું. ત્રણે કાળમાં રહેવાવાળો પદાર્થ છું. એનું કારણ શું? તો કે આત્મા અનુત્પન્ન છે, કોઈ સંયોગ દ્વારા બન્યો નથી. માટે જે અનુત્પન્ન હોય તે હંમેશાં અવિનાશી હોય અને જે અવિનાશી છે તે ત્રિકાળવર્તી હોય. ગાંધીજીએ તે વિષે પ્રશ્ન કરેલો, જેનો પરમકૃપાળુદેવે જવાબ આપેલો કે તમે માનો છો તેવો આત્મા નથી. અભ્યાસીઓએ શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક પ૩૦ માંથી વિશેષ જોવું. અન્ય દર્શનોમાં એમ કહેવું છે કે આત્મા પાંચ ભૂતોથી બન્યો છે અને મૃત્યુ વખતે પાછા પાંચ ભૂતો વિખરાઈ જાય છે. એટલે પછી આત્માનું અસ્તિત્વ મટી જાય છે. અથવા અમુક દર્શન એમ માને છે કે આત્મા એક ક્ષણવર્તી પદાર્થ છે. એક ક્ષણ પછી બીજી ક્ષણે તેનું અસ્તિત્વ રહેતું નથી. પછી બીજી ક્ષણે નવો આત્મા આવે છે. તો કોઈ આત્માને એકાંતે નિત્ય માને છે. જ્યારે જૈનદર્શન માને છે કે આત્મા નિત્યાનિત્ય છે. નિત્ય અને અનિત્ય એક સાથે છે. એકાંતે એકલો નિત્ય પણ નથી, એકાંતે એકલો અનિત્ય પણ નથી. પણ, અનેકાંત દૃષ્ટિથી નિત્ય અને અનિત્ય છે. ગાંધીજીના પ્રશ્નના જવાબમાં પરમકૃપાળુદેવે કહ્યું છે કે જેમ ઘટ-પટ આદિ જડ વસ્તુઓ છે Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ છ પદનો પત્ર તેમ આત્મા એક જ્ઞાનસ્વરૂપી વસ્તુ છે. ઘટ-પટ આદિ અનિત્ય છે. ત્રિકાળ એક સ્વરૂપે સ્થિતિ કરી રહી શકે તેમ નથી. મ્યુઝીયમમાં ગમે તેટલા સાચવીએ પણ એ વસ્તુઓ જે સંયોગથી બનેલી છે તે ત્રણે કાળ એક સ્વરૂપે રહેતી નથી. ડીપ ફ્રીઝમાં આઈસ્ક્રીમ કે કેરીનો રસ મૂકી દઈએ છીએ અને આપણને લાગે છે કે એવા ને એવા છે પણ રસમાં ફેર પડે છે કે નહીં? રસ, રૂપ, ગંધ, સ્પર્શ બધામાં ફેર પડે છે. સ્થૂળ દૃષ્ટિ હોય તો ખ્યાલ ન આવે, પણ ફેર તો પડે જ. જેમ કોઈ બાળક છે. જમ્મુ અને ચાર વર્ષ પછી આપણે તેને જોયું. એટલે આપણને એમ લાગ્યું કે આ મોટો થયો, પણ મોટા થવાની પ્રક્રિયા જન્મવાની સાથે જ ચાલુ થઈ ગઈ હતી. એક સમય પણ એવો નથી કે તેની પ્રક્રિયા આગળ વધી ના હોય. પણ સ્થૂળ દૃષ્ટિવાળા જીવોને એ વસ્તુ ઘણા લાંબા સમય પછી સમજાય છે. આ ટેબલ, જ્યારથી બન્યું ત્યારથી એની નાશની પ્રક્રિયા ચાલુ છે. અત્યારે નાશ થાય છે એમ કોઈ માને નહીં. હજી પચ્ચીસ વર્ષ પછી આ મિજાગરા નીકળી જશે અને પાયા હલી જશે અને તેને ભંગારમાં કાઢી નાંખશે ત્યારે જીવને ખ્યાલ આવશે કે પચ્ચીસ વર્ષ પછી આ નાશ પામ્યું. તો આપણે પણ સો વર્ષના આયુષ્યમાં સમયે સમયે નાશની તરફ છીએ. એમ જે પદાર્થ સંયોગમાં ભેગા થયા છે તે સમયે સમયે નાશ તરફ છે, પણ કોઈનો વહેલો થાય છે, તો કોઈનો મોડો થાય છે. સમયનો તફાવત રહે છે, પણ તેનો વિયોગ અવશ્ય થાય છે, થાય છે ને થાય છે. ત્રણે કાળ એક સ્થિતિએ રહે એવી સંયોગવાળી કોઈ વસ્તુ હોતી નથી. આત્મા છે. તે અનાદિકાળ પહેલા જેવો હતો તેવો જ વર્તમાને છે અને અનંતકાળ પછી જોશો તો પણ તેવો જ હશે. એવી રીતે છએ પદાર્થ સમજી લેવા. ક્યારે કોઈ વસ્તુનો, કેવળ હોય ને નાશ; ચેતન પામે નાશ તો, જેમાં ભળે તપાસ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૭૦ કોઈ વસ્તુનો નાશ નથી. વસ્તુ એટલે મૂળ દ્રવ્ય (પદાર્થ). મૂળ દ્રવ્ય છ છે, તેનો ત્રણે કાળ નાશ થઈ શકતો નથી. એટલે આપણે મરી જવા માંગતા હોઈએ તો મરી શકીએ તેવી વિશ્વમાં કોઈ વ્યવસ્થા નથી. આપણે દુનિયાથી કંટાળી ગયા હોઈએ અને જન્મ-મરણથી ત્રાસ પામી ગયા હોઈએ અને કદાચ કોઈ આપઘાત કરીને કે બીજી રીતે મરી જઈએ તો પણ આપણે સ્થળાંતર કરીએ, પણ મરી જવાય નહીં. મરીને છૂટાતું હોય તો તેનો મોક્ષ થયો કહેવાય. જો મરી ગયા પછી છૂટી જવાતું હોત અને ફરીને જન્મવું ના પડતું હોત તો સારું હતું. પણ એમ બની શકતું નથી. માટે નિશ્ચય કરવો કે ત્રણે કાળમાં આત્મા છે અને તે મરી શકતો નથી. તેનું Page #480 -------------------------------------------------------------------------- ________________ ૪૫૭ છ પદનો પત્ર અસ્તિત્વ, ધ્યાતિ રહે છે. જ્યાં સુધી હું નિરાવરણ નહીં થાઉં ત્યાં સુધી આ જન્મ, જરા અને મરણના દુઃખ મારે ભોગવવા પડશે. ત્યાં સુધી આ બધી સ્થિતિ ચાલુ રહેવાની, અંત જ નથી. અનાદિકાળથી આજ સુધીમાં અનંતો કાળ ગયો. જેટલો કાળ ગયો તેના કરતા અનંતાનંત ગણો બાકી છે. માટે બીજા પદાર્થ છે. તે ત્રિકાળ એક સ્થિતિ કરીને રહી શકે તેવા નથી, પણ આત્મા એક સ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરે તેવો નિત્ય પદાર્થ છે. જે પદાર્થની ઉત્પત્તિ કોઈપણ સંયોગથી થઈ ન હોય તે પદાર્થ નિત્ય હોય છે. આ સિદ્ધાંત છે. કયા પદાર્થની ઉત્પત્તિ સંયોગથી નથી થતી? કે નથી થઈ? આત્માની અથવા છએ દ્રવ્યની. અહીં આત્માની વાત મુખ્ય છે. આત્મા પદાર્થ નિત્ય છે. કેમ કે, કોઈ સંયોગથી બન્યો નથી અને બને તો તેના પણ કારખાના થઈ જાય. આત્માની ફેક્ટરીઓ થાય અને તેમાં પણ જાપાનનો ઈમ્પોર્ટેડ, મેડ ઈન જર્મની, મેડ ઈન ઈન્ડિયા, એમ અલગ અલગ આત્મા જોવા મળે. આપણે કહીએ છીએ ને કે ઈન્ડિયાની ચીજ ના જોઈએ, ઈમ્પોર્ટેડ જોઈએ. આત્મા પણ એવો ઈમ્પોર્ટેડ આવે તો લેવાનો, નહીં તો નહીં. ટેસ્ટટ્યુબમાં બેબી કે બાબાનો દેહ પેદા થાય છે પણ આત્મા પેદા ના થાય. દેહની રચના બની શકે. કેમ કે, એ સંયોગથી બની છે. પણ, આત્મા કોઈ સંયોગથી બનનારી વસ્તુ નથી. તો આત્માને ના બનાવી શકાય. આત્મા તો કર્મ અનુસાર એમાં સ્વયં દાખલ થાય એ જુદી વાત. એને કોઈ બીજો દાખલ કરી શકે નહીં અને એ કોઈના દ્વારા દાખલ કરી શકાતો પણ નથી. આત્મા કોઈપણ સંયોગથી બની શકે એમ જણાતું નથી. કેમ કે જડના હજારોગમે સંયોગો કરીએ તો પણ તેથી ચેતનની ઉત્પત્તિ નહીં થઈ શકવા યોગ્ય છે. પાંચ ભૂત છે એ બધા જડ છે. પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ એ જડ છે. જડને ભેગા કરવાથી ચેતન કેવી રીતે ઉત્પન્ન થાય? જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય; એવો અનુભવ કોઈને, ક્યારે કદી ન થાય. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર -ગાથા - ૬૫ ત્રણ કાળમાં પણ ન થાય, કે જડથી ચેતનની ઉત્પત્તિ થાય અને ચેતન દ્વારા જડની ઉત્પત્તિ થાય ! કોઈથી કોઈની ઉત્પત્તિ છે જ નહીં. સંયોગો મળવાથી ઉત્પત્તિ છે. બાકી મૂળ દ્રવ્યની તો ઉત્પત્તિ છે જ નહીં. હજારોગમે જડના સંયોગો કરીએ તો પણ ચેતનની ઉત્પત્તિ થઈ શકતી નથી. જે ધર્મ જે પદાર્થમાં હોય નહીં તેવા ઘણા પદાર્થો ભેળા કરવાથી પણ, તેમાં તે ધર્મ ઉત્પન્ન થઈ શકે નહીં. એવો સૌને અનુભવ થઈ શકે તેમ છે. જે ધર્મ જાણવું - દેખવું અને સુખ Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ છ પદનો પત્ર - દુઃખનો અનુભવ જડમાં નથી, એના દ્વારા જે વસ્તુ બને તેમાં જાણવું - દેખવું આવી શકે નહીં. દૂધમાંથી પેંડા બને એ બરાબર છે અને એના ગુણધર્મ પેડામાં આવે. પણ, ઈલાયચી ના નાંખી હોય તો તેનો સ્વાદ આવે નહીં. કેમ કે, તેના ગુણધર્મો તેમાં ભળ્યા નથી. માટે, પૃથ્વી, જળ, વાયુ, આકાશ, અગ્નિ એ પંચભૂત જડ છે. તે પદાર્થો ગમે તેટલા ભેગા થાય તો પણ તેમાં જોવા, જાણવાનું કામ બની શકતું નથી. એટલે ચેતનની ઉત્પત્તિ થઈ શકતી નથી. જે ઘટપટઆદિ પદાર્થો છે તેને વિષે જ્ઞાનસ્વરૂપતા જોવામાં આવતી નથી. તેવા પદાર્થોના પરિણામાંતર કરી સંયોગ કર્યો હોય અથવા થયા હોય તો પણ તેવી જ જાતિના થાય, અર્થાત્ જડ સ્વરૂપ થાય, પણ ચેતન સ્વરૂપ થઈ શકે નહીં. શરીરમાં કોઈ વિપરીતતા આવી જાય કે તીવ્રઅશાતાનો ઉદય આવી જાય ત્યારે આપણા ગભરાટનો પાર નથી રહેતો. કેમ કે, આપણે દવાખાનામાં અને ડૉક્ટરમાં દોડધામ કરી દઈએ છીએ. સંયોગનો વિયોગ થવાનો એ શું ડૉક્ટર અટકાવી શકવાના? નથી અટકાવી શકવાના. રોગ શરીરમાં થાય છે અને ચિંતા આત્માને કેમ થાય છે? કારણ કે, દેહાધ્યાસ છે, દેહમાં એકત્વપણાની ભ્રાંતિ છે. એના કારણે એમ થાય છે કે હવે હું મરી જઈશ. મને કેન્સર થઈ ગયું છે. હવે આ દુઃખ મારાથી સહન નથી થતું. દુ:ખ છે તેનું કારણ ઉપયોગ ત્યાં જોડાયેલો છે. નહીં તો ગમે તેવું કેન્સર હોય, દેહની અશાતા હોય, પણ ઉપયોગ એ બાજુ જોડાયો ના હોય તો દુઃખનું વેદન પણ તે વખતે નથી. માટે નિત્યપણામાંથી આપણને ઘણો બોધ મળે છે કે મારું સ્થળાંતર થશે, પણ મારો નાશ થવાનો નથી. સ્થળાંતર અનાદિકાળથી છે અને જ્યાં સુધી કર્મનો સંયોગ છે ત્યાં સુધી તે રહેવાનું. કર્મ છે ત્યાં સુધી હલન-ચલનની ક્રિયા બંધ નથી થવાની. એટલે જન્મ-મરણની ક્રિયા પણ બંધ થવાની નથી. માટે કર્મોથી ગભરાવાની જરૂર નથી. કેમ કે, ગમે તેટલા કર્મોના ઉદય હોય તો પણ તે આત્માનો નાશ કરવાને શક્તિમાન થઈ શકતા નથી. ગમે તેવા શસ્ત્રો પણ આત્માનો નાશ કરી શકે એવી તાકાતવાળા નથી. આ વાત જેને અંદરમાં બેસી જાય છે તે ગભરાટ કર્યા વગર નિર્ભયતાથી પોતાના સ્વરૂપના ધ્યાનમાં વર્તી શકે છે અને જે ગભરાઈ જાય છે તે આકુળવ્યાકુળ બની, ભય પામી અને મૃત્યુને બગાડી અસમાધિમરણ કરીને ચાલ્યા જાય છે. ગમે તેટલું ડૉક્ટર કહે કે તમને કેન્સર થઈ ગયું છે. હવે અંદરમાં કંઈ નથી, ત્યારે પણ ઘરવાળાને કહેવું કે શાંતિ રાખો, કેન્સર મને થયું નથી, પડોશીને થયું છે. નાશ મારો નથી, નાશ પડોશીને છે. કેમ કે, એ સંયોગથી બન્યો છે. મારું માત્ર સ્થળાંતર છે. તે તો હું અનાદિથી કરતો આવ્યો છું. એમાં કંઈ નવું નથી. Page #482 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર ૪૫૯ માટે સ્વસ્થતાપૂર્વક મારો દેહત્યાગ થાય એ માટે તમે પણ આર્ત્તધ્યાન, રૌદ્રધ્યાનના પરિણામ ના કરશો. તમે શાંતિ અને સ્વસ્થતા રાખો અને મને પણ શાંતિ અને સ્વસ્થતા મળે તે માટે જ્ઞાનીપુરુષોના વચનો સંભળાવો કે જેથી મારી પણ સ્વસ્થતા ટકી રહે. નિત્યપણાના સ્વીકારથી સમાધિમરણમાં મોટો લાભ છે. જો નિત્યપણું અંત૨માં દૃઢ થયું, તો ગમે તેવા અશાતાના ઉદય આવશે તો પણ અંદ૨માં અસ્વસ્થતા નહીં આવે, ખેદ નહીં થાય, શોક નહીં થાય, આકુળ-વ્યાકુળ નહીં થાય. જેને અંત૨માં નિત્યપણાનો નિર્ણય નથી તેને આ બધું થવાનું. માટે હું નિત્ય છું. મારો નાશ થઈ શકે તેમ નથી. દુનિયાની કોઈ તાકાત મારો નાશ કરી શકે તેમ નથી. આ વાતનો જેને અંત૨માં મૌલિકજ્ઞાનથી, સમ્યક્ પ્રકારે, યથાસ્થિત નિર્ધાર થયો છે તેને છેલ્લી વખતે શાંતિ, સમતા અને સ્વસ્થતા રહે છે અને અપૂર્વ સમાધિમરણપૂર્વક દેહત્યાગ કરે છે. માટે નિત્ય છું એમ બોલતા તો અંદ૨માં બળ આવી જાય. હમણાં જો મુસલમાન દેશો ઈરાકને કહે કે અમે તમારી પડખે છીએ, ગભરાશો નહીં. તો એને કેટલું બળ આવી જાય ! ભલે હજી આવ્યા નથી. હજી હવે આવશે, પણ ફક્ત એટલું કહી દે કે અમે તમારી પડખે છીએ. અમેરિકાની સામે અમે ચાળીસ તમારી સાથે છીએ. તમે એકલા નથી. ગભરાશો નહીં. તો એનામાં બળ આવી જાય. એમ જ્ઞાની ફક્ત આટલું આપણને કાનમાં કહી જાય કે તમે શાશ્વત છો. ગભરાશો નહીં. તમારો નાશ નથી. નાશ તમારા પડોશીનો છે કે જે અનાદિકાળથી તમને દુઃખ આપી રહ્યું છે. જે જે દેહ ધારણ કર્યો એ બધાય દેહ તમને દુઃખ આપે છે. એનો નાશ છે. માટે તમારા દુશ્મનનો નાશ છે. માટે રાજી થાઓ. ગભરાશો નહીં. એમ કરીને જ્ઞાની આપણને બળ આપે છે. બળ આપે છે, એટલે આપણને એમ થાય છે કે જે બધી ધાંધલ છે તે પડોશીના ઘરમાં છે. મારા ઘરમાં કંઈ છે નહીં. હું તો નિત્ય છું. શાશ્વત છું. સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. ભાસ્ય નિજસ્વરૂપ, તે શુદ્ધ ચેતનારૂપ; અજર, અમર, અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૧૯, ૧૨૦ પહેલાં જે ભાન આવ્યું હતું તે સાંભળીને કે વાંચીને આવ્યું હતું. હવે અનુભવથી આવ્યું કે હું અજર, અમર, અવિનાશી ને દેહાતીત એવો આત્મા છું. આ વાત જેને અંત૨માં બેસી Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ છ પદનો પત્ર જાય તે સ્વસ્થતાપૂર્વક, શાંતિપૂર્વક, સમતાપૂર્વક સમાધિમરણની પ્રક્રિયા કરી શકે, કષાયોને કાબૂમાં રાખી શકે. નિત્ય કહેતાં કષાયો ઉપર પણ કાબૂ આવે છે. કેમ કે, નિત્યપણાના કારણે આ કષાયો ભવિષ્યમાં પાછા દુઃખના નિમિત્ત થવાના છે. હું નિત્ય છું અને આ કષાયનું ફળ મારે ભાવિમાં ભોગવવાનું છે. એટલે કષાય ઉપર પણ પાછો કાબૂ આવે છે. કેટલા ફાયદા છે; - નિર્ભયતા આવે છે, સમાધિમરણ થાય છે, કષાય ઉપર કાબૂ આવે છે. એક પદાર્થ નિત્ય છે. આવો સમ્યક્ નિર્ણય થતા કેટલા શાંત પરિણામ અને સ્વસ્થ પરિમામ બની શકે છે ! જડ પદાર્થનો પરિણમાંતર કરી સંયોગ કર્યો હોય અથવા થયા હોય, તો તે તેવી જ જાતના થાય અથવા જડ સ્વરૂપ થાય, જ્ઞાનસ્વરૂપ ન થાય. તો પછી તેવા પદાર્થના સંયોગે આત્મા કે જેને જ્ઞાનીપુરુષો મુખ્ય જ્ઞાન લક્ષણવાળો કહે છે તે તેવા એટલે કે ઘટ-પટ આદિ, પૃથ્વી, જળ, વાયુ, આકાશ પદાર્થથી ઉત્પન્ન કોઈ રીતે થઈ શકવા યોગ્ય નથી. જ્ઞાનસ્વરૂપપણું તે આત્માનું મુખ્ય લક્ષણ છે અને તેનાથી વિપરીત સ્વભાવવાળું મુખ્ય લક્ષણ જડનું છે. એટલે જ્ઞાન જેમાં નથી તે બધા જડ છે. એ બન્નેના અનાદિ સહજ સ્વભાવ છે. આ તથા બીજા સહસ્રગમે પ્રમાણો આત્માને નિત્ય પ્રતિપાદન કરી શકે છે. આવા હજારો પ્રમાણોથી આત્મા નિત્ય છે, એમ સાબિત થઈ શકે છે. તેમજ તેનો વિશેષ વિચાર કરવાથી સહજ સ્વરૂપ આત્મા અનુભવમાં આવે છે. જો થોડો વિચાર કરીએ તો નિત્યપણે આત્મા અનુભવમાં પણ આવે છે. તો આ પ્રમાણે ‘આત્મા નિત્ય છે' તે વાત બતાવી. ‘આત્મા છે’, ‘તે નિત્ય છે’, ‘છે કર્તા નિજકર્મ'; ‘છે ભોક્તા’, ‘વળી મોક્ષ છે’ ‘મોક્ષ ઉપાય સુધર્મ’. - શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૪૩ ઘટપટાદિ સંયોગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે. કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવ યોગ્ય થતા નથી. કોઈપણ સંયોગો દ્વારા આત્માની ઉત્પત્તિ થાય એવો અનુભવ કોઈને પણ થતો નથી. દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દશ્ય; ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય ? જેના અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન; તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન. - શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૬૨, ૬૩ — Page #484 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્રા ૪૬૧ કોઈપણ સંયોગથી આત્મા ઉત્પન્ન થતો નથી. માટે આત્મા પ્રત્યક્ષ રીતે અનુભવમાં આવે છે કે તે નિત્ય છે. કેમ નિત્ય છે? એવું શું અનુમાન છે? તો કહે ઘણા જીવો જન્મતાની સાથે જ શાંતતા લઈને આવતા હોય છે. એકદમ શાંત પ્રકૃતિના હોય છે. કોઈ જીવો જન્મતાની સાથે જ ક્રોધ પ્રકૃતિવાળા હોય છે. કોઈ જીવો ભય સંજ્ઞાવાળા હોય છે. કોઈમાં ખાવાની સંજ્ઞા વિશેષ હોય છે. કોઈમાં લોભ પ્રકૃતિ વિશેષ હોય છે. તો આમ કેમ બને છે? ક્રોધાદિ તરતમ્યતા, સંપાદિકની માંય; પૂર્વજન્મ સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૬૭ બુદ્ધિના લેવલે વિચાર કરીએ તો ખ્યાલ આવે છે કે આને કોઈએ શિખવાડ્યું નથી, છતાં આ ભય પામ્યું. કબૂતર છે તે એકદમ ભય પામી જાય છે. માંકડ ભય પામીને આડેઅવળે ઘૂસી જશે. સાપ જન્મતાંની સાથે ફૂંફાડો મારે છે. નાનું બચ્યું હશે તો પણ ફૂંફાડો મારશે. ઉંદર હશે તો તમે આમ સહેજ શ... શ.. કરશો તો જતો રહેશે, સાપ નહીં જાય, એ સામો થશે. તો કેમ આમ થાય છે? પૂર્વ જન્મ સંસ્કાર છે. પૂર્વમાં જેણે ક્રોધના સંસ્કાર કર્યા છે તે જીવ બીજા જન્મમાં જાય છે તો તે સંસ્કાર તેની સાથે રહે છે. એટલે જન્મતાની સાથે જ તે સંસ્કાર દેખાય છે. નાનપણથી જ ગુસ્સો કરતા થઈ જશે. સદ્દામ હુસેનનું જીવન વાંચજો તો ખ્યાલ આવે કે આ નાનપણથી જ સ્ટ્રોંગ માઈન્ડેડ હશે. તમે તીર્થકર ભગવાનના જીવન ચરિત્ર જુઓ તો જન્મતાંની સાથે જ જ્ઞાન લઈને આવે છે. ક્યાંથી આવ્યું ભાઈ? શ્રીમદ્જીને સાત વર્ષની ઉંમરે જાતિસ્મરણજ્ઞાન થઈ ગયું અને વૈરાગ્ય થઈ ગયો. જેવો વૈરાગ્ય રામ ભગવાનને વનવાસમાં હતો તેવો વૈરાગ્ય તેમને નાની ઉંમરમાં હતો. આ ક્યાંથી થયો? પૂર્વનું લઈને આવ્યા છે. એ સંસ્કાર એમને વર્તમાનમાં જાગૃત થયા છે. માટે જીવ નિત્ય છે. અસંયોગી હોવાથી નિત્ય છે. આત્મા, એટલે અહીં અખંડ દ્રવ્ય લેવાનું. હવે બીજી ગાથામાં આવે છે કે, જે સંયોગો દેખિયે, તે તે અનુભવ દશ્ય; ઊપજે નહિ સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય; એવો અનુભવ કોઈને, ક્યારે કદી ન થાય. Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ છ પદનો પત્ર, આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય; બાળાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૬૪, ૬૫, ૬૮ આત્મા દ્રવ્ય નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે. પર્યાય પણ આત્માની છે. સમયે સમયે સ્વભાવ પર્યાય થાય કે વિભાવ પર્યાય થાય છે. પણ એ પર્યાય એક સમય પૂરતી છે, અનિત્ય છે. દ્રવ્યની અપેક્ષાએ આત્મા નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ આત્મા અનિત્ય છે. આ વાતનો બીજા દર્શનો સ્વીકાર કરતા નથી. બૌદ્ધદર્શન પર્યાયનો સ્વીકાર કરે છે, દ્રવ્યનો કરતું નથી. વેદાંતદર્શન દ્રવ્યનો સ્વીકાર કરે છે, પર્યાયર્નો કરતું નથી. માટે એકાંત થઈ ગયું. જે દ્રવ્યનો પણ સ્વીકાર કરે છે, ગુણોનો પણ સ્વીકાર કરે છે અને પર્યાયનો પણ સ્વીકાર કરે છે તે અનેકાંતમય જૈન વીતરાગદર્શન છે. મુમુક્ષુઃ પર્યાય ટકી ના રહે? સાહેબ: પર્યાય જો ટકી રહે તો શું જોઈએ? તો તો કોઈનો મોક્ષ જ ના થાય. પર્યાય જો ટકી રહે તો પહેલા જે અશુદ્ધ પર્યાય હતી, તે શુદ્ધ થાય જ નહીં. તો તો કોઈ દ્રવ્ય સિદ્ધ જ ના થાય અને દ્રવ્યનો જ નાશ થાય. કેમ કે, ઉત્પાદ વ્યય ધ્રૌવ્યયુક્ત સત્ કહ્યું છે. તો ઉત્પાદૂ -વ્યય ના હોય તો ધ્રૌવ્યપણું જ ના રહે. આખું દર્શન ઊડી જાય. કોઈ તત્ત્વ જ ના રહે. કોઈ પદાર્થ જ ના રહે. માટે પર્યાય પણ રહે છે, દ્રવ્ય પણ રહે છે. દ્રવ્ય ત્રિકાળવાર્તા છે અને પર્યાય સમયવર્તી છે. ઘટ-પટ આદિ પર્યાય જ છે. એ કંઈ મૂળ દ્રવ્ય નથી. એ જડ પરમાણુની પર્યાયો છે. ઘણા પરમાણુ મળીને સ્કંધ થયો છે. મનુષ્ય પણ એક પર્યાય છે. તે પણ જડની પર્યાય છે. તો તેનો પણ સમયે સમયે નાશ થાય છે. આપણે કંઈ ૬૦વર્ષે ઘરડા નથી થયા, જન્મતાંની સાથે ઘડપણ ચાલુ થઈ ગયું છે. દરેક દ્રવ્યની અવસ્થાઓ સમયે સમયે થાય છે અને મટે છે; નવીન અવસ્થાઓ ઉત્પન્ન થાય છે અને જૂની અવસ્થાનો નાશ થાય છે. સમયે સમયે આ પ્રક્રિયા ચાલુ છે. પર્યાયની અપેક્ષાએ ક્ષણિક છે અને દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે, શાશ્વત છે. જેમ સમુદ્રમાં તરંગો આવે છે. તે તરંગો તેની પર્યાય છે. તરંગો પવનના કારણે આવે છે. તેથી મોજા પલટાય છે, પણ સમુદ્ર એનો એ જ રહે છે. તેવી રીતે બાળ, યુવાન અને વૃદ્ધ અવસ્થા થઈ અને મટી, પણ આત્મા એનો એ રહ્યો. આત્મામાં પહેલા અજ્ઞાન ભાવ હતો. હવે જ્ઞાન ભાવ આવ્યો. અજ્ઞાન અવસ્થામાં અજ્ઞાનભાવ હતો અને જ્ઞાન અવસ્થામાં જ્ઞાનભાવ આવ્યો તો અવસ્થા પલટાણી, પણ આત્મા એનો એ જ રહ્યો. એક મિનિટ પહેલાં તમને ક્રોધ Page #486 -------------------------------------------------------------------------- ________________ ૪૬૩ છ પદનો પત્ર. ભાવ હતો અને હવે કોઈક ગરીબ આવ્યા ને દાન આપવાનો ભાવ આવ્યો. આ અવસ્થા પલટાઈ ગઈ – આત્માના ભાવની. પણ ક્રોધ કરતી વખતે કંઈ આત્મા જુદો હતો અને દાન કરતી વખતે આત્મા જુદો હતો એવું નથી. આત્માનું મૂળ દ્રવ્ય તો એ જ છે, પણ અવસ્થાઓ પલટાય છે. માટે જ કહે છે કે કઈ અવસ્થાએ તમને સમ્યગુદર્શન થાય એ નક્કી નથી, માટે પ્રયત્ન ચાલુ રાખો. એક સમય પહેલાની અવસ્થા મિથ્યાત્વની છે અને બીજા સમયની પર્યાય સમ્યકત્વની પ્રગટ થઈ શકે છે. કેમ કે, પર્યાય એક સમયવર્તી છે. જો એક સમયવર્તી ના હોત તો સમ્યગદર્શન ના થાય. સમ્યફજ્ઞાન પણ ના થાય. કેમ કે, સમ્યગદર્શન તે શ્રદ્ધા ગુણની નિર્મળ પર્યાય પ્રગટ થાય તેને કહે છે. જે અત્યાર સુધી મિથ્યાત્વરૂપે પ્રગટ થતી હતી તે હવે સમ્યકત્વરૂપે પ્રગટી. અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; વદનારો તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૬૯ વદનારો તે ક્ષણિક નહીં, તેનો અનુભવ કરીને નિર્ધાર કર. એટલે આત્માનું જે ધ્રુવ પડખું છે, જે દ્રવ્ય છે, તે તો શાશ્વતું છે, ક્ષણિક નથી. અમુક પદાર્થ ક્ષણિક છે એમ જે જાણે છે ને ક્ષણિકપણું છે એમ જે કહે છે; તે કહેનાર જાણનાર ક્ષણિક હોય નહીં. ત્રણ કાળનું જ્ઞાન આત્માને થાય છે. ભૂતકાળનું થાય છે, વર્તમાનકાળનું થાય છે અને ભવિષ્યકાળનું પણ થાય છે. જેટલી જેના જ્ઞાનાવરણની નિરાવરણતા હોય તેટલો તેના જ્ઞાનનો પ્રકાશ થઈ શકે. કેવળજ્ઞાનમાં જ્ઞાનાવરણકર્મ બિલકુલહટી જાય છે. અબજો અબજો વર્ષો પહેલાં કોઈપણ દ્રવ્યની શું સ્થિતિ હતી, તે કેવળજ્ઞાની જાણી શકે છે અને કહી શકે છે અને તે દ્રવ્યની અસંખ્યાત અબજો વર્ષ પછી શું સ્થિતિ હશે તે પણ કહી શકે છે. કેમ કે, એ જ્ઞાનની તાકાત છે એટલું જાણવાની. તે જ્ઞાન સ્વભાવ છે. જ્ઞાનસ્વભાવી ધ્રુવ દ્રવ્ય છે તે ત્રિકાળ છે. પર્યાય ક્ષણિકવર્તી છે, પણ કંઈ દ્રવ્ય ક્ષણિક નથી. આમ, બે અપેક્ષાથી દ્રવ્યનો નિર્ધાર કરવાનો છે. ક્યારે કોઈ વસ્તુનો, કેવળ હોય ન નાશ; ચેતન પામે નાશ તો, કેમાં ભળે તપાસ. - શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૭૦ જ્ઞાની કહે છે કે તમે તપાસી જુઓ. તમારા કોઈ સગા અહીંથી મૃત્યુ પામ્યા પછી નાશ Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ છ પદનો પત્ર પામી ગયા કે એમનું અસ્તિત્વ રહ્યું ? અસ્તિત્વ તો રહ્યું છે ને. દુનિયામાં એકપણ આત્મા નવો ઉત્પન્ન થતો નથી અને જે આત્મા છે એમાંથી એકનો નાશ પણ થતો નથી. એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોય. જે અત્યારે એક સમયમાં સત્ છે તે ત્રણે કાળમાં સત્ હોય. જેમ કે, એક નદી સમુદ્રને મળે છે અને જ્યાં મળે છે એ પ્રવાહ આગળ તમે ઊભા ઊભા જુઓ છો કે નદી સમુદ્રને મળી રહી છે. તેના ઉપરથી આખી નદીનું જ્ઞાન તમે કરી શકો છો કે ત્યાંથી નીકળી અને અહીં સુધી એ અખંડપણે ચાલી આવી છે. કોઈ જગ્યાએ એનો પ્રવાહ તૂટ્યો નથી. કેમ કે, તે અહીં છે. એ જ બતાવે છે કે જ્યાંથી નીકળી ત્યાંથી અખંડ છે. નહીં તો અહીં સુધી પહોંચી શકે નહીં. એમ વર્તમાન સમયે જે સત્ની હયાતિ છે તે બતાવે છે કે અનાદિકાળ પહેલાં તે સત્ હતું અને અત્યાર સુધી છે તો પછી કાયમ રહેવાનું છે. જો તૂટવાનું હોત તો વચમાં ગમે તે યોનિમાં - નિગોદમાં કે નરકમાં કે એકેન્દ્રિયમાં કે બેઈન્દ્રિયમાં તૂટી ગયું હોત. વર્તમાનમાં આ દેહમાં આત્મા હયાત છે એ બતાવે છે કે અનાદિકાળ પહેલા પણ તે હતો. માટે અત્યાર સુધી છે. અત્યારે ઉત્પન્ન થઈ ગયો નથી. પૂર્વનો અનુત્પન્ન આત્મા છે. અત્યારે છે તો ભવિષ્યકાળમાં અનંતકાળ ગયા પછી પણ તેની હયાતિ રહેવાની છે. ‘આત્મા નિત્ય છે.' આપણી વાત ચાલે છે કે હું આત્મા નિત્ય છું. ત્રણે કાળમાં મારું અસ્તિત્વ રહેવાનું છે. અત્યારે હું કોઈના ભાઈ રૂપે, કોઈની બહેન રૂપે, કોઈની સ્રી રૂપે, કોઈના પુત્ર તરીકે આવ્યો છું. પણ આત્મા અનુત્પન્ન છે. આત્માને કોઈ માતા નથી. આત્માને કોઈ પિતા નથી. આત્માને કોઈ ભાઈ નથી. આત્માને કોઈ બહેન નથી. આત્માનો માત્ર આત્મા જ છે, બાકી કોઈ નથી. મૂળ દ્રવ્ય ઉપર દૃષ્ટિ જાય તો વૈરાગ્ય થાય. સાચો વૈરાગ્ય ત્યારે થાય કે મૂળ દ્રવ્ય ઉપર દૃષ્ટિ જાય કે આ આત્માનું આ જગતમાં એક અણુ પણ છે નહીં. જે સંબંધ છે તે તો બધા દેહના છે. શ્રી પ્રવચનસારમાં આચાર્ય શ્રી કુંદકુંદદેવે ચરણાનુયોગ ચૂલિકાની શરૂઆતમાં કહ્યું છે કે, આ દેહના જનક ! તમે ખરેખર આ આત્માના પિતા નથી, પણ તમે આ દેહના પિતા છો. પણ, હવે મારો આ આત્મા અનાદિકાળનો પરિભ્રમણ કરતા હવે જાગી ગયો છે. માટે મને સંસારથી વૈરાગ્ય થયો છે અને આ આત્માનું અનાદિનું ધામ, તેને પ્રાપ્ત કરવા સર્વસંગપરિત્યાગ કરીને જઈ રહ્યો છું. માટે આપ મને રજા આપવાનો અનુગ્રહ કરો, કૃપા કરો. એમ કરી પુત્ર પિતા પાસે માંગણી કરે છે. તેવી જ રીતે કુટુંબીઓ પાસે જાય છે અને કહે છે કે, તમે આ શરીરના સંબંધી છો, આત્માના સંબંધી નથી. Page #488 -------------------------------------------------------------------------- ________________ ૪૬૫ છ પદનો પત્ર તો, આપણે આત્મા છીએ અને આત્માની દૃષ્ટિ કરીએ તો આ જગતના તમામ જીવો અને પદાર્થો તરફ વૈરાગ્ય થઈ જાય. જ્યાં આપણને આકર્ષણ થાય છે, જ્યાં રાગ થાય છે, જયાં દ્વેષ થાય છે, જ્યાં રતિ થાય છે, જયાં અરતિ થાય છે, જેના નિમિત્તે હર્ષ-શોક થાય છે. આ બધુંય આત્મા ઉપર દૃષ્ટિ આવવાથી મટી જાય છે. કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરહરું ? માટે, આત્માનિત્ય છે. ઘટ-પટ આદિ પદાર્થો અમુક કાળવાર્તા છે. આત્મા ત્રિકાળવર્તી છે. ઘટ-પટ આદિ સંયોગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે. કેમ કે, તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવ યોગ્ય થતા નથી. રશિયામાં, અમેરિકામાં દેહને અમર બનાવવાના અખતરાઓ ઘણા ચાલે છે, પણ જે સંયોગથી બન્યું છે તે અજર-અમર રહી શકે નહીં. કદાચ કોઈ કેમિકલથી વધારે સમય ટકી રહે એવું બને પણ આયુષ્યકર્મમાં કોઈ વધઘટ ના કરી શકે. ગમે તેવું જડ વિજ્ઞાન હોય તે આયુષ્યકર્મમાં વધ-ઘટ કરી શકતું નથી. પહેલાના જમાનામાં ૮૪ લાખ પૂર્વ વર્ષના આયુષ્ય હતા. આટલું સાયન્સ ન હતું. તો પણ એટલા આયુષ્ય હતા. સાયન્સથી આયુષ્યમાં વધ ઘટ થાય છે એવું નથી. જીવ આયુષ્ય કર્મ બાંધીને આવ્યો છે તેને અનુરૂપ તેનું જીવન હોય છે. કોઈપણ સંયોગી દ્રવ્યથી ચેતન સત્તા પ્રગટ થવા યોગ્ય નથી. માટે અનુત્પન્ન છે. આ જ્યારે વૈજ્ઞાનિકો વાંચશે ત્યારે ચમકશે કે શું કહે છે? કોઈ સંયોગથી ચેતન સત્તા પ્રગટ થવા યોગ્ય નથી? આ કોઈપણ દ્રવ્ય દ્વારા આત્મા બને નહીં. એમને તો પહેલા આત્માનો જ સ્વીકાર નથી, પણ પહેલું પદ વાંચે પછી બીજા પદનો એમને સ્વીકાર આવશે કે આ ચેતન છે તે કોઈ સંયોગી દ્રવ્યથી ઉત્પન્ન થવા યોગ્ય નથી. મુમુક્ષુ આ સ્વભાવે કરીને પદાર્થ છે એટલે શું? સાહેબ સહજ સ્વયે પદાર્થ છે. એટલે કોઈ ઉત્પન્ન કરેલો પદાર્થ નથી. ઉત્પન્ન કર્યો હોય તે કૃત્રિમ કહેવાય અને સહજ સ્વભાવે હોય તે કુદરતી કહેવાય. એટલે ટૂંકમાં અનુત્પન્ન છે. કોઈપણ સંયોગી દ્રવ્યથી ચેતન સતા પ્રગટ થવા યોગ્ય નથી. માટે અનુત્પન્ન છે અને અસંયોગી હોવાથી અવિનાશી છે. એટલે તેનો નાશ થઈ શકે તેમ છે નહીં. ત્યારે હવે શું કરવું? નાશ થાય એમ નથી અને કાયમ રહે એવું છે અને અહીંથી જવાનું છે એ નક્કી વાત છે. આ દેહમાં કાયમ રહેવાનું નથી અને વસ્તુ અંદરમાં છે તે નિત્ય છે. તે કાયમ રહેવાવાળી છે. અહીંથી સ્થળાંતર થશે તો એ તો એવા ને એવા રૂપે રહેવાની છે. જે સ્વજનો ગયા તે બધા ક્યાં ગયા એ વિચારો? આ પૃથ્વીને હચમચાવી નાખનારા, મારું કે મરું એવા અયુબખાન, હિટલર, Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ છ પદનો પત્ર નેપોલિયન, યાયાખાન એ બધા ક્યાં ગયા? જમીન તો એમની એમ રહી ગઈ. પાકિસ્તાન ખંડ થશે કે અખંડ રહેશે, પણ આ મારું ગામ, આ મારું ઘર, આ મારો દેશ, આ મારો દેહ, આ મારું કુટુંબ - એમ મારું મારું જેણે કર્યું તે બધા મરીને ક્યાં ગયા? એ તપાસ કરો. જેના નિમિત્તે મારું મારું કર્યું અને જે કષાય કર્યા એ કષાયના ફળ એ બધા અત્યારે ભોગવી રહ્યા છે. જુઓ ! દિલ્હીની ગાદી એમની એમ છે. દિલ્હીની ગાદી ઉપર કંઈક તોફાનો થઈ ગયા. ઈતિહાસ વાંચીએ તો ખબર પડે કે એ બધા દિલ્હીની ગાદી પર ટકવા માટે અને એના વિસ્તાર માટે કેટલા મથ્યા! દિલ્હી તો એમને એમ રહ્યું અને એ બધા ગયા. તમે પણ જે ગાદી ઉપર બેઠા છો એ ગાદી દિલ્હી જેવી જ ગાદી છે. બે દિવસના મહેમાન છો. કંઈક આવીને જતા રહ્યા. બધા પોત પોતાના ખેલ દેખાડી ગયા અને કષાય કરીને જે ફળ લઈને ગયા એ ભોગવી રહ્યા છે. માટે આત્મા નિત્ય છે, અવિનાશી છે એટલું કહેવાથી પણ જીવ કષાયમાંથી ચેતી જાય કે આ નાશવંત પદાર્થો પાછળ શાશ્વત એવો મારો આત્મા કેદમાં આવે છે. જે અનિત્ય છે, જે અસાર છે અને જે અશરણરૂપ છે તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે તે વાત રાત્રિદિવસ વિચારવા યોગ્ય છે. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૮૧૦ અનિત્ય છે ને બધું? અને અશરણરૂપ છે. છતાં જીવ બીજાના નિમિત્તે રાગ-દ્વેષ કરે છે. માટે અસંયોગી હોવાથી અવિનાશી છે. આત્મા અવિનાશી છે. આત્મા એટલે હું અજર, અમર, અવિનાશી અને શાશ્વત, દેહાતીત એવો આત્મા છું. દેહવિનાશી, હું અવિનાશી, આનંદઘન હું આત્મા; દેહ મરે છે, હું નથી મરતો, અજર અમર પદ મારું. આપણે ધૂનો ઘણી બોલીએ છીએ, પણ ધૂન બોલતી વખતે મૂડમાં અને પછી ધૂન ગઈ એટલે મને બે તાવ થઈ ગયો છે ! શું થયું? હમણાં તો બોલતા હતા કે અજર, અમર, અવિનાશી, દેહાતીત આત્મા છું અને એટલી વારમાં તાવ આવી ગયો! શું થયું આ બધું? તાવ આવે એ તો દેહનો સ્વભાવ છે ભાઈ. તાવ આવવો એ કાંઈ આત્માનો ધર્મ નથી. તાવ આત્માને નથી ચડતો, દેહમાં ચડે છે. એના ઘરમાં એ રહેવા આવે, એમાં તમને શું વાંધો? એનો સમય પૂરો થશે એટલે જશે. સમય પૂરો નહીં થાય ત્યાં સુધી રહેશે. તમારા કાઢવાથી જવાનો નથી અને તમારા કહેવાથી એ રહેવાનો પણ નથી. તમે ભાડુઆત છો. એ તો માલિક છે. શરીર તો Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪૬૭ છ પદનો પત્ર રોગનું ઘર છે. તમે મહેમાન છો. મહેમાન માલિકને કાઢે ? ભાડુઆત માલિકને કાઢે ? એ ન્યાય છે કે અન્યાય છે? અન્યાય છે એમ જ્ઞાનીઓ કહે છે. દેહની કોઈપણ અવસ્થા આત્માના કહેવાથી થતી નથી અને આત્માના કહેવાથી અટકતી પણ નથી. દેહની અવસ્થા દેહના કારણે થાય છે, દેહના કારણે મટે છે અને જે થાય છે તે તેના કારણે થાય છે. આપણા કારણે થતું નથી. મુમુક્ષુ: એવી સમજણ ક્યારે ટકે સાહેબ : જ્ઞાન થાય ત્યારે. જ્ઞાન હાલ કરો તો હાલ થાય. જ્ઞાન ક્યારે થાય એ તો તમારા પુરુષાર્થ પર આધાર છે. જીવ જ્યારે જ્ઞાનનો પુરુષાર્થ કરી તેને અંદરમાં પ્રગટ કરે ત્યારે પામશે. જીવ પોતે સમ્યક્ પુરુષાર્થ કરે તો હાલ પામે. અત્યારે આ ક્ષેત્રમાં, આ ઘડીએ, આ સમયે પામે. જ્ઞાન પામવા માટે કંઈ રાહ જોવી પડતી નથી. જો જીવનું મૂળસ્વરૂપ, સ્વભાવ દૃષ્ટિમાં આવે અને તે તેના ઉપયોગમાં નજરાય તો હાલ તેને જ્ઞાન થાય. શર્ત ફક્ત એટલી જ કે ઉપયોગ અંતર્મુખ થવો જોઈએ અને અંદરમાં ટકવો જોઈએ. આવો આત્મા અસંયોગી હોવાથી અવિનાશી છે. કેમ કે, જેની કોઈ સંયોગોથી ઉત્પત્તિ ન હોય તેનો કોઈને વિષે લય પણ હોય નહીં. પરમકૃપાળુદેવે આ સિદ્ધાંત સ્થાપિત કર્યો છે. જેમ માટીનો ઘડો ફૂટી જાય તો તે ઠીકરા રૂપે થાય. ઠીકરાનો ભૂક્કો ભેગો થાય તો તે માટી રૂપે થાય, પણ ભૂકો સૂક્ષ્મમાં સૂક્ષ્મ રૂપે પણ રહેવાનો. છેવટે પરમાણુ તરીકે રહેવાનો, પણ ઘડાની પર્યાય ના રહે, કેમ કે તેની ઉત્પત્તિ થઈ છે. પણ મૂળ પરમાણુની ઉત્પત્તિ નથી થઈ. તો ભાંગતો ભાંગતો, તેનો ભૂકો થતો થતો છેક પરમાણુ સુધી પહોંચી જાય અને એ પરમાણુ પાછા અન્ય સંયોગમાં આવી, બીજા આકારરૂપે થઈ જાય. એમ તેની અવસ્થા પલટાયા કરે. પણ, આત્મા એવી કોઈ રીતે અવસ્થાંતર થતો નથી. કેમ કે, તે મૂળ દ્રવ્ય છે. ઘડો તો સાંયોગિક દ્રવ્ય હતું અને તેમાં પરમાણુ છે તે મૂળ દ્રવ્ય હતું. એ પરમાણુની અનેક અવસ્થાઓ અને સ્કંધો ભેગા થવાથી તે ઘડારૂપે થયું. કેમ કે, એનામાં સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વ નામનો ગુણ છે, પણ આત્મામાં એવો સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વ ગુણ નથી કે જેથી બે આત્મા મળી જાય. જેમ પરમાણુ પરમાણુ મળી શકે છે તેમ આત્મા આત્મા મળી શકતા નથી. ઘણા એમ કહે છે કે અમારા દેહ જુદા છે, પણ આત્મા એક છે. એ મોહનો કેફ છે. અરે ભાઈ! Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ છ પદનો પત્ર એમ ના થાય. આ તો વિજ્ઞાનનો સિદ્ધાંત છે. તમારા આત્મા ભેગા થાય એના કરતા સિદ્ધ ભગવાનના પહેલા થાય, જો થવાના હોત તો. કેમ કે, સિદ્ધ ભગવાનની એક અવગાહનામાં અનંતા આત્મા રહ્યા છે. એક સોયની અણી ઉપર રહે એટલા કંદમૂળમાં અનંતા આત્માઓ છે. તમે તો આખા દેહમાં પથારો પાથરીને બેઠા છો. જો એ બધા ભેગા થઈ શકતા હોય તો ભેગા થઈ જાય. એમ ભેગા થતા થતા બધા આત્માનો નાશ થવાનો વખત આવે. કેમ કે, તમે મારા ભેગા મળી જાઓ તો તમારા અસ્તિત્વનો નાશ થઈ જાય. હું બીજામાં મળી જાઉં એટલે મારા અસ્તિત્વનો નાશ થઈ જાય. એમ કરતા કરતા ક્રમે કરીને બધાના અસ્તિત્વના નાશનો પ્રસંગ આવે. માટે, આત્માની કોઈ દિવસ સંયોગ દ્વારા ઉત્પત્તિ થઈ શકતી નથી. બે દ્રવ્ય મળીને એકરૂપે થઈ શકતા નથી. દરેકે દરેક દ્રવ્યનું અસ્તિત્વ સ્વતંત્ર છે. દરેક દ્રવ્ય પોતે પોતાના પ્રદેશમાં પોતાના સ્વરૂપથી ટકીને રહે છે. એ અન્ય રૂપે થઈ જાય એવું બનવાનું નથી. એટલે હવે આપણી જવાબદારી આપણા માથે આવી. આપણું કામ કોઈ કરી દે એમ નથી કે આપણું કામ કોઈ બગાડી દે એમ પણ નથી. આપણું કામ બગાડીએ છીએ તો આપણા રાગ, દ્વેષ અને અજ્ઞાનને આધીન થઈને બગાડીએ છીએ અને આપણું કામ થાય છે તો પણ આપણા જ્ઞાનભાવથી અને વીતરાગભાવથી થાય છે: એટલે કોઈ આપણું કામ બગાડી દેનાર નથી કે આપણું કામ સુધારી દેનાર પણ નથી. બસ અહીં તો એક જ વાત છે કે ઉત્પન્ન નથી અને નાશ પણ નથી. માટે, કોઈપણ પદાર્થના નાશ થવાથી ગભરાશો નહીં. દ્રવ્યમરણથી ગભરાશો નહીં, પણ ભાવમરણથી ગભરાઓ. જ્ઞાનીપુરુષો ભાવમરણથી ગભરાય છે, દ્રવ્યમરણથી ગભરાતા નથી. કેમ કે, ભાવમરણ એ દ્રવ્યમરણનું કારણ થાય છે માટે ? જો ભાવમરણ અટકી જશે તો દ્રવ્યમરણ પણ અટકી જવાનું. આ સંયોગવિયોગની અવસ્થાઓ પણ નહીં રહે. દેહના સંયોગ-વિયોગ પણ ભાવમરણના કારણે થાય છે. જીવ વિભાવરૂપે પરિણમે છે. એટલે તેને આ દેહની પ્રાપ્તિ થાય છે. તે બદ્ધ નોકર્મ છે. નોકર્મની ઉત્પત્તિ થવાનું મૂળ કારણ પણ વિભાવ છે. વિભાવ ઉપ૨ જેણે કંટ્રોલ કરી નાખ્યો અને વિભાવના જ નાશનો, ભાવમરણના નાશનો પ્રયત્ન જેણે કર્યો તેના અનંતકાળના અસમાધિમરણ (દ્રવ્યમરણ) ટળી જાય છે. પાંચ પંદર ભવમાં એ જીવ મોક્ષે જતો રહે છે. પછી દેહ ધારણ કરવાનો રહેતો નથી. એટલે દેહના નાશનો પ્રસંગ પણ આવતો નથી. Page #492 -------------------------------------------------------------------------- ________________ ૪૬૯ છ પદનો પત્ર - ૪૬૯ દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ; સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભોગ. દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દશ્ય; ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા – ૯૧, ૯૨ જ્ઞાની પુરુષોએ જુદી જુદી જગ્યાએ જુદી જુદી પદ્ધતિથી એક જ વાત મૂકી છે કે તમે બધા આત્મા છો અને અજર, અમર, અવિનાશી, શાશ્વત અને દેહાતીત એ તમારું મૂળ સ્વરૂપ છે અને કાયમ ટકવાવાળા છો. અહીંથી જશો તો પણ તમારું અસ્તિત્વ છે. માટે અહીંથી જતા પહેલાં સારું ભાથુ બાંધીને જાઓ કે જેથી તમને આગળ ઉત્તમ સામગ્રી પ્રાપ્ત થતી જાય અને ક્રમે કરીને જ્ઞાન પ્રગટ થાય. પછી તમારા અસમાધિમરણ ટળી જાય અને એકવાર એવું પંડિતપંડિત મરણ થઈ જાય કે જેથી ફરીથી નવો દેહ ધારણ કરવાનો રહે નહીં. તો એવા અવિનાશીપણાથી ક્યાં સુધી પહોંચે છે વાત? નવો દેહ ધારણ કરવાની પ્રક્રિયા જ આખી તૂટી જાય ત્યાં સુધીની. જ્ઞાનીપુરુષો આપણને કહે છે કે આ પ્રમાણે કરો તો તમારું કામ અવશ્ય થશે. માટે રોગ આવે કે કંઈ પણ થાય, પણ ગભરાશો નહીં. પરમકૃપાળુદેવે કહ્યું છે કે, દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે; જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુખ, મૃત્યુ, દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે; એવો જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વભાવ, જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે; ભાસે જડચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બન્ને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૦૨ - “જડ-ચેતન વિવેક' જયારે જ્ઞાનમાં બન્ને સ્પષ્ટપણે નિજ નિજરૂપે સ્થિત થાય ત્યારે ભેદવિજ્ઞાન, આત્મજ્ઞાન થયું કહેવાય. જેમ બે ટેપરેકોર્ડર એકસરખા છે પણ બેફાટ જુદા દેખાય છે. તેવી રીતે જ્ઞાન ઉપયોગમાં નોકર્મ, દ્રવ્યકર્મ અને ભાવકર્મ તથા આત્મા એ બે બેફાટ જુદા દેખાય ત્યારે તેને નિત્યપણાનું સાચું જ્ઞાન થયું કહેવાય. Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ છ પદનો પત્ર મુમુક્ષુ : સમ્યગુદર્શન થતાં ભાવકર્મ જુદું ભાસે? સાહેબ ભાવકર્મએટલે રાગાદિ ભાવ. સમ્યગદર્શન થતાં તે મારાં નથી, એવું અંતરમાં સ્પષ્ટ ભાસે છે. નોકર્મ એટલે શરીરાદિ, દ્રવ્યકર્મો એટલે આઠ કર્મો અને ભાવકર્મ એટલે શુભાશુભ ભાવો – આ બધામાંથી મારું અસ્તિત્વ જુદું છે. આ બધાયનો હું જાણનારો જોનારો છું. હું અવિનાશી, શાશ્વત છું અને આ બધા નાશવંત છે. શરીરાદિ નોકર્મ પણ નાશવંત છે. દ્રવ્યકર્મ પણ નાશવંત છે અને ભાવકર્મ પણ નાશવંત છે અને તેને જોનારો હું શાશ્વત છું. તેને જોતાં જીવને અંદરમાં ભાન થઈ જાય છે. એટલે જ્યારે હવે છેલ્લી પથારીએ પડો ત્યારે બહુ ગભરાટ કરશો નહીં. એટલે એ વખતે છ પદનો પત્ર સાંભળજો અથવા કેસેટો સાંભળજો અને અંદરમાં આત્માના અવિનાશી સ્વરૂપ પ્રત્યે દૃષ્ટિ લઈ જજો કે, ક્યારે કોઈ વસ્તુનો, કેવળ હોય ન નાશ; ચેતન પામે નાશ તો, કેમાં ભળે તપાસ. - શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૭૦ આ ગાથા સાંભળતા અંદરમાં, ઉપયોગમાં આવી જવાનું કે ચેતનનો નાશ નથી. કેન્સરથી કદાચ શરીરનો નાશ થશે, એ ગમે તેટલું પ્રસરશે તો શરીરમાં પ્રસરશે. આત્માના એક પ્રદેશમાં એ પ્રસરવાનું નથી. માટે ગભરાવાની કોઈ જરૂર નથી. સ્વસ્થતા રાખીને નીકળી જવાનું છે. જો આ જ્ઞાન ટકે તો સ્વસ્થતા રહે. અસ્વસ્થતા થવાનું કારણ એ કે જ્ઞાન ગેરહાજર થઈ જાય છે. જ્ઞાન તેને કહીએ કે જે હર્ષ અને શોકના પ્રસંગે હાજર રહે. ગેરહાજર રહે તો ખોટું. અત્યારે સાંભળ્યું, પણ તે વખતે કામ આવે તો કામનું. મુમુક્ષુ એ વખતે જો બેભાન હોય તો? સાહેબ : બેભાન હોય તો પણ અવ્યક્તપણે અંદરમાં રહે. જ્ઞાની પણ બેભાન થાય છે કે નહીં? પણ જેને એક વખત જુદું પડી ગયું છે એ બેભાન થાય તો પણ અંદરમાં એકત્વપણું ના થાય. જ્ઞાન જ્ઞાનનું કામ તો કરવાનું ને? બેભાન તો દેહ થયો છે. આત્માનો જ્ઞાન ગુણ તો કામ કરે છેને? આ તો બેભાન શરીરથી થયો છે. સિદ્ધ ભગવાનને તો શરીર નથી, તો પછી એમને ભાન રહે કે ના રહે? શરીર વગરનાને ભાન હોય કે ના હોય? અંદરમાં અવ્યક્તપણે ચાલે છે. તમે ઊંઘી જાઓ છો તો બેભાન જ છો ને. તો અંદરમાં ભાવ કરો છો કે નથી કરતા? સારા Page #494 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર ૪૭૧ સપના પણ આવે છે ને ખોટા સ્વપ્ના પણ આવે છે. તો આત્માનું કામ ચાલુ છે કે નહીં? રીલ ચાલુ જ છે. એમ બેભાન તો દુનિયાની દૃષ્ટિએ થઈ ગયા. દેહ સાથેની એકત્વપણાની અપેક્ષાએ થઈ ગયા, પણ અંદરમાં આત્મા કંઈ થોડો મૂચ્છિત થઈને રહ્યો છે. જ્ઞાનનું કાર્ય બંધ થઈ ગયું અને ઢંકાઈ ગયું એવું થોડું છે? એ કામ તો અંદરમાં ચાલે જ છે. વિશેષ સમજવા માટે પત્રક - પ૬૮ અને ૨૬૯ વાંચવો. મુમુક્ષુ તેના માટે પહેલા અભ્યાસ જરૂરી છે ને? સાહેબ: હા, અભ્યાસ થયો હોય તેની જ વાત છે. અભ્યાસ બેભાન થાય ત્યારે કરવાનો કે અત્યારે કરવાનો? અભ્યાસ તો કરો. આ પ્રશ્ન પછી આવે છે. અભ્યાસ કર્યા પછીનો પ્રશ્ન તમે પહેલા પૂછો છો ! ત્રીજું પદ - “આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયાસંપન્ન છે. ક્રિયા સંપન્ન છે, માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે; પરમાર્થથી સ્વભાવપરિણતિએનિજસ્વરૂપનો કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવા યોગ્ય, વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિનો કર્તા છે. ત્રણે પ્રકારે કર્તાપણું આપણને આમાં બતાવ્યું છે. એક તો પરમાર્થથી એટલે નિશ્ચયથી, બીજું વ્યવહારથી અને ત્રીજું ઉપચારથી. કર્તા-કર્મ સંબંધ એ એક અગત્યનો વિષય છે. “શ્રી સમયસાર માં પણ કર્તા-કર્મ અધિકાર લીધો છે. કર્તા-કર્મ અધિકારથી એ સમજી શકાય છે કે અજ્ઞાન અવસ્થાના કારણે જીવ અને અજીવનો સંબંધ એટલે કે આત્મા અને કર્મનો સંબંધ છે. અજ્ઞાન અવસ્થામાં જીવ અન્યભાવને પોતાના માને છે. અન્ય કાર્યને પોતાનું માને છે. એટલે તેના એ વિભાવ દ્વારા કર્મનો આસ્રવ થાય છે અને તે કર્મનો આત્માના પ્રદેશ સાથે બંધ થઈ જાય છે. જો કર્તા-કર્મ સંબંધનો ખ્યાલ આવે તો સંવર-નિર્જરાપૂર્વક કેમ વર્તાય તેની સાચી પ્રક્રિયાનો ખ્યાલ આવે. સંવર-નિર્જરાની પ્રક્રિયા એટલે ભેદવિજ્ઞાન - અન્ય ભાવને અને આત્મભાવને જુદા પાડવાનો પુરુષાર્થ. તે ન થાય ત્યાં સુધી કોઈપણ જીવ સંવર-નિર્જરા પૂર્વક પ્રવૃત્તિ કરી શકતો નથી અને સંવર-નિર્જરાની પ્રવૃત્તિ વગર કોઈ જીવ કર્મથી રહિત થઈ શકતો નથી. Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ છ પદનો પત્ર આત્મા કર્તા છે.” તે વ્યવહારથી અને નિશ્ચયથી એમ બે પ્રકારે આપણે જાણવાનું છે. એક પડખાથી જાણીએ તો પૂર્ણ જાણ્યું કહેવાય નહીં, માટે બે પડખાથી જાણવાનું છે. આત્મા કર્તા છે તે વ્યવહારથી, નિશ્ચયથી નહીં. એવી જ રીતે વ્યવહારથી આત્મા કર્મનો ભોક્તા છે. નિશ્ચયથી કર્મનો ભોક્તા નથી. કોઈપણ દ્રવ્યનો કર્તા જીવે વ્યવહારથી છે, નિશ્ચયથી નથી. એમ વ્યવહાર અને નિશ્ચય બેય પડખાં સાપેક્ષપણે સ્વીકારીને નિર્ણય કરવાનો છે. રાગ-દ્વેષના ભાવનો કર્તા આત્મા છે તે વ્યવહારથી. અને રાગ-દ્વેષના ભાવનો કર્તા આત્મા નથી તે નિશ્ચયથી. બંને એક સાથે છે. કોઈ અપેક્ષાએ વ્યવહારથી પણ વિભાવકર્મનો આત્મા કર્તા નથી. આ તો જૈનદર્શન છે ભાઈ! હમણાં એમ આવ્યું કે આત્મા વ્યવહારથી વિભાવનો કર્તા છે અને નિશ્ચયથી નથી. હવે એક પડખાંથી એમ પણ કહે છે કે વિભાવ પરિણામનો કર્તા આત્મા નથી અને નિમિત્ત પણ આત્મા નથી. મુમુક્ષુ: પરમશુદ્ધ નિશ્ચયનયથી? સાહેબ : પરમશુદ્ધ નિશ્ચયનયથી નહીં, પણ નિમિત્ત તરીકે યોગ અને ઉપયોગ છે, આત્મા નથી, એ અપેક્ષાએ. જીવનો યોગ અને ઉપયોગ નિમિત્ત છે, આત્મા નથી. વિભાવ થવામાં, રાગ-દ્વેષ થવામાં વ્યવહારથી જીવ તેનો નિમિત્ત કર્તા છે. પણ શુદ્ધ નિશ્ચયનયથી આત્મા કાંઈ કરતો નથી, પણ તેનો ઉપયોગ અને યોગ નિમિત્તભૂત થાય છે. માટે નિમિત્ત તરીકે મૂકો તો એને મૂકો, પણ આત્માને મૂકશો નહીં. એમ અનેક પડખાથી કર્તા-કર્મ અધિકાર સંકળાયેલો છે, તો દરેક પડખાંથી આપણે ક્રમે ક્રમે વિચાર કરીશું. તો આપણને તેનો સ્પષ્ટ રીતે ખ્યાલ આવશે. મુમુક્ષુ: યોગ અને ઉપયોગ એ આત્મદ્રવ્યનો લીધો ને? સાહેબ અશુદ્ધ ઉપયોગ, શુદ્ધ ઉપયોગમાં તો કર્તા-કર્મ છે જ નહીં. જ્ઞાનભાવ અને આનંદભાવનો કર્તાભોક્તા છે. કર્મભાવનો કે અન્ય ભાવનો કર્તા નથી. કોઈ અપેક્ષાથી આત્મા કર્તા છે. તેને એકદમ કર્તા નથી એમ માની લેશો તો પણ નકામું છે. કર્તા તો છે. કેમ કે, અજ્ઞાન ભાવ પણ આત્મા કરે છે. માટે, અશુદ્ધ નિશ્ચયનયથી આત્મા અજ્ઞાનભાવનો કર્તા છે. હવે એ કર્તાના ભેદ પાડે છે. સર્વ પદાર્થ અર્થક્રિયાસંપન્ન છે. અર્થક્રિયા એટલે પ્રયોજનભૂત ક્રિયા. દરેક દ્રવ્ય પોતાનું પ્રયોજનભૂત કાર્ય કરે છે. બિનપ્રયોજનભૂત કાર્ય કોઈ દ્રવ્ય કરતું નથી. એટલે દરેક દ્રવ્ય પોત-પોતાના પરિણામે પરિણમે છે. જીવ છે તે જ્ઞાનરૂપે પરિણમે છે. Page #496 -------------------------------------------------------------------------- ________________ ૪૭૩ છ પદનો પત્ર તે તેની પ્રયોજનભૂત ક્રિયા છે. એ કોઈ દિવસ રૂપ, રસ, ગંધ, સ્પર્શ રૂપે પરિણમવાનું નથી. દરેક દ્રવ્યની અર્થ ક્રિયા છે, પ્રયોજનભૂત ક્રિયા છે. કેમ કે, ક્રિયા વગરનો કોઈ પદાર્થ હોતો નથી. કોઈ પદાર્થ અક્રિય નથી. દરેક પદાર્થ સક્રિય છે. પરપદાર્થની પરિણમવાની અપેક્ષાએ અક્રિય છે, સ્વભાવરૂપે પરિણમવાની અપેક્ષાએ સક્રિય છે. એમ સક્રિય-અક્રિયપણું બને છે. પણ, કોઈ પદાર્થ પરિણમનશીલ નથી અને કુટWધ્રુવ છે, એ વાત વીતરાગદર્શન, જૈનદર્શન સ્વીકારતું નથી. | સર્વ પદાર્થ અર્થક્રિયાસંપન્ન છે. કંઈ ને કંઈ ક્રિયાઓ દરેક પદાર્થ સમયે સમયે કર્યા જ કરે છે. કોઈ પદાર્થ ક્રિયા કર્યા વગરનો નથી. સિદ્ધ ભગવાનની પણ ક્રિયા ચાલે છે અને અશુદ્ધ આત્માઓની પણ ક્રિયા ચાલે છે. કોઈ આત્મા ક્રિયા કર્યા વગર એક સમય રહી શકતો નથી. કંઈ ને કંઈ પરિણામક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવૅ છે. આપણે અહીં આત્માનો વિચાર કરતા નથી. તો, આત્માની પણ ક્રિયા ચાલે છે. એનું પણ પરિણમન ચાલે છે. એ પરિણમન બે પ્રકારે જ્ઞાની પુરુષોએ બતાવ્યું કે, એક સ્વભાવરૂપ પરિણમન અને એક વિભાવરૂપ પરિણમન. આત્મામાં અનુભવ કરવાની એક શક્તિ છે. વિભાવમાં તે સુખ કે દુઃખને વેદે છે, અને સ્વભાવમાં તે પોતાના આનંદને વેદે છે, પણ વેદન વગરનો જીવ એક સમય માત્ર પણ હોઈ શકતો નથી. કંઈને કંઈ પરિણામ સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. ક્યારે? સમયે સમયે. કેમ કે, જો સમયે સમયે પરિણામ ક્રિયા ના થાય તો ઉત્પાદ અને વ્યયની ક્રિયા નષ્ટ થઈ જાય. એકલું દ્રૌવ્યપણું રહ્યું, તો એ સનું લક્ષણ તૂટી જાય છે. ‘ઉત્પાદવ્યય ધ્રૌવ્યયુક્ત સત્.” દરેક દ્રવ્ય પરિણમનશીલ છે. સમયે સમયે પોત-પોતાની પરિણામક્રિયા કરી રહ્યું છે. જે છ દ્રવ્ય છે. તેમાંથી ચાર દ્રવ્ય છે તે તો સ્વભાવ પરિણામી છે. તે તો નિત્ય સ્વભાવરૂપે જ પરિણમે છે. બે જ દ્રવ્ય એવા છે કે જે સ્વભાવરૂપે પરિણમન કરી શકે છે. આ વૈભાવિક શક્તિના કારણે વિભાવરૂપે પણ પરિણમન કરી શકે છે. આ બે દ્રવ્યમાં વૈભાવિક શક્તિ પડેલી છે. બાકીના ચાર દ્રવ્યમાં વૈભાવિક શક્તિ નથી. એટલે તે વિભાવરૂપે પરિણમન કરી શકતા નથી. શક્તિ હોય તો પરિણમન થાય. સમ્યક્ થાય કે વિપરીત થાય, પણ શક્તિ હોવી જોઈએ. જેમ કે, આનંદ નામનો ગુણ છે. તો તે શાતા કે અશાતા રૂપે પરિણમે છે. પણ જો આનંદ નામનો ગુણ ન હોય તો તે શાતા કે અશાતા રૂપે પરિણમી શકે નહીં. એમ વૈભાવિક શક્તિ તે આત્મામાં અને પુદ્ગલમાં છે, તો પુદ્ગલ પણ વિભાવરૂપે પરિણમન કરે છે અને આત્મા પણ વિભાવરૂપે Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ છ પદનો પત્ર પરિણમન કરે છે. પુદ્ગલનું વિભાવરૂપે પરિણમન થાય છે ત્યારે તે સ્કંધરૂપે થાય છે. આ બધા જુદા જુદા પ્રકારના સ્કંધ થાય છે તે તેનું વિભાવ પરિણમન છે. એકલો પુદ્ગલ પરમાણુ જે રહી જાય તે તેનું સ્વભાવ પરિણમન છે. એવી રીતે જીવ પણ જ્યારે દ્રવ્યકર્મ, નોકર્મ અને ભાવકર્મથી બિલકુલ નિરાવરણ રહી જાય, ત્યારે તેનું શુદ્ધ પરિણમન કહેવામાં આવે છે અને જ્યાં સુધી એ રૂપે નથી ત્યાં સુધી તેનું શુદ્ધ પરિણમન કહેવામાં આવતું નથી. આત્મામાં એક અથક્રિયા છે અને એક વ્યંજન ક્રિયા છે, પણ અહીં જે પ્રયોજનભૂત છે તે વિચારીએ છીએ. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે. પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિજસ્વરૂપનો કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવા યોગ્ય, વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિનો કર્તા છે. ક્રિયાસંપન્ન છે એટલે કર્તા છે. કાર્ય તો કંઈ ને કંઈ કરે છે. બિલકુલ નિષ્ક્રિય નથી. પરમાર્થથી એટલે નિશ્ચયથી. શુદ્ધ નિશ્ચયથી જીવ નિજસ્વરૂપનો કર્તા છે. નિસ્વરૂપ એટલે સ્વભાવભાવ. “સ્વ”નો ભાવ કરવો તે. “સ્વ'નો એટલે જ્ઞાનનો. જ્ઞાનનો જ્ઞાનભાવ થવો તે સ્વભાવભાવ છે, નિજભાવ છે. શુદ્ધ નિશ્ચયનયથી આત્મા જ્ઞાનભાવ સિવાય કંઈ કરતો નથી. કેમ કે, આત્માનો સ્વભાવ જ જ્ઞાન છે. તો જ્ઞાન સિવાય બીજું શું કરે ? આત્મા જ્ઞાન સ્વયં જ્ઞાન, જ્ઞાનાત અન્યત્ કરોતિ કિમી પરભાવસ્ય કર્તા આત્મા, મોહેયં વ્યવહારેણં // મોહી જીવોનું, વ્યવહારી જીવોનું કથન છે કે આત્મા પરભાવનો કર્તા છે, પણ પરમાર્થથી તો આત્મા પરભાવનો કર્તા નથી. કોઈ એક દૃષ્ટિએ સાપેક્ષપણે કર્તા છે, પણ આ દૃષ્ટિથી નહીં. સ્વભાવ પરિણતીથી. પરમાર્થથી તો જીવ અશુદ્ધ ભાવનો એટલે ક્રોધાદિ ભાવનો, રાગાદિ ભાવનો, શુભાશુભ ભાવનો કર્તા નથી. માત્ર જ્ઞાનભાવનો જ કર્તા છે, પણ સ્વભાવ પરિણતિમાં હોય ત્યારે. મુમુક્ષુ જ્ઞાન સ્વભાવ એટલે જ્ઞાતા-દેષ્ટા લેવાનું? સાહેબ જ્ઞાનસ્વભાવ એટલે જ્ઞાનનું જ્ઞાનસ્વરૂપે હોવું તે. ટૂંકમાં, નિર્વિકલ્પ સમાધિમાં સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્રયુક્ત અભેદ પરિણામ થાય તે જ્ઞાનભાવ કહેવાય. એ ભાવે પરિણમે તો તે પોતે પોતાના જ્ઞાન અને આનંદ પરિણામનો કર્તા અને ભોક્તા શુદ્ધ નિશ્ચયનયથી છે અને પરમશુદ્ધ નિશ્ચયનય તો તે કોઈ પર્યાયને પકડતો જ નથી, પરિણમનને Page #498 -------------------------------------------------------------------------- ________________ ૪૭૫ છ પદનો પત્ર. પકડતો જ નથી. એટલે પરમશુદ્ધ નિશ્ચયનયથી આત્મા શુદ્ધ ભાવનો કે અશુદ્ધ ભાવનો કર્તા નથી. શુદ્ધ નિશ્ચયનયથી આત્મા સ્વભાવ પરિણતિનો એટલે નિજસ્વરૂપનો કર્તા અને ભોક્તા છે. કર્તાની સાથે ભોક્તા લાગેલું જ છે. અશુદ્ધ નિશ્ચયનયથી એટલે વ્યવહારથી જીવ રાગાદિ ભાવનો કે ક્રોધાદિ ભાવનો કર્તા છે અને ઉપચારથી ઘર, નગર આદિનો કર્તા છે. ઉપચારથી એટલે કહેવા માત્ર. વ્યવહારમાં તો કંઈક પણ સંબંધ જોવામાં આવે છે, પણ ઉપચારમાં તો કોઈપણ પ્રકારનો સંબધ જોવામાં આવતો નથી. ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૭૮ ચેતન જો નિજભાનમાં એટલે પરમાર્થથી નિજ સ્વરૂપનો કર્તા છે. પોતે પોતાના સ્વભાવનો કર્તા અને ભોક્તા છે. હવે સ્વભાવભાવમાં જીવ કેમ વર્તતો નથી? કેમ કે, તેણે ભેદવિજ્ઞાન કરી, સ્વભાવભાવ અને આગ્નવભાવ એટલે કે વિભાવભાવને ઉપયોગમાં જુદા પાડ્યા નથી. બોલવાથી જાણી જવાતું નથી, ગોખવાથી જાણી જવાતું નથી, વાંચવાથી જાણી જવાતું નથી, સાંભળવાથી જાણી જવાતું નથી, પણ ભેદવિજ્ઞાન દ્વારા સ્વસંવેદન જ્ઞાન દ્વારા જુદા પાડી શકાય. એ વગર જુદા પડતા નથી અને ત્યાં સુધી બંધ અવસ્થા ચાલુ રહેવાની. તમને એમ થશે કે જ્ઞાનીને પણ આ બધા ભાવો થાય છે. જ્ઞાન થઈ ગયા પછી કાંઈ થોડા આગ્નવભાવ બંધ થઈ જાય છે ! જ્ઞાન થયા પછી પણ દશમા ગુણસ્થાનક સુધી બંધ તો બતાવ્યો છે. તે કેમ થાય છે? જ્ઞાનીને એ ભાવ થાય છે એ હકીકત છે, પણ એ ભાવના કર્તા પોતે થતા નથી. એ ભાવ મારામાં થાય છે અથવા એ ભાવનો કર્તા હું છું એમ જ્ઞાની માનતા નથી. એ ભાવ થતી વખતે પણ જ્ઞાની એમ માને છે કે હું તેનો જ્ઞાતા છું, હું તેનો કર્તા નથી. જો જ્ઞાની અને અજ્ઞાનીનો અહીં તફાવત પડે છે. એક જ્ઞાની જમવા બેઠા છે અને એક અજ્ઞાની જમવા બેઠા છે. જ્ઞાનીએ ત્રણ લાડવા ખાધા અને અજ્ઞાનીએ એક જ ખાધો અને છતાં બંધ કોને વિશેષ થયો? અજ્ઞાનીને થયો છે. કેમ કે, જ્ઞાની કોઈ પણ કાર્ય એકત્વતાપૂર્વક કરતા નથી. એ જમતી વખતે પણ લાડવાના જ્ઞાતા છે. લાડવાના ભોક્તા નથી. જ્યારે અજ્ઞાની ભલે જમતો ના હોય અને પીરસતો હોય તો પણ તેનામાં એકત્વપણું હોવાના કારણે તેને બંધ છે. એમ મન, વચન, કાયાની કોઈપણ ક્રિયા થાય છે તેને જ્ઞાની જાણે છે. જ્ઞાની માને છે કે આનો હું જ્ઞાતા છું, કર્તા નથી. કર્તા તો હું માત્ર મારા જ્ઞાનભાવનો જ છું. ક્રોધાદિ ભાવનો કર્તા હું નથી. ક્રોધાદિ Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ છ પદનો પત્ર ભાવોનો કર્તા જેમ હું નથી તેમ કર્મ પણ નથી. નહીં તો, એક શુદ્ધ પરમાણુમાં પણ ક્રોધ થવો જોઈએ. તો એનામાં પણ કર્તાપણું નથી અને આત્મામાં પણ કર્તાપણું નથી, છતાં થાય છે, તે હકીકત છે. તો ત્યાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ એટલે વ્યવહાર આવે છે કે કર્મના ઉદયની સાથે ઉપયોગ ભળવાથી, તે ઉપયોગ અશુદ્ધ થવાથી તેનામાં આવા રાગાદિ કે ક્રોધાદિ ભાવ થાય છે. એટલે તેનો અર્થ એ થયો કે જીવ જ્યાં સુધી આસ્રવભાવ અને જ્ઞાનભાવને જુદા પાડતો નથી ત્યાં સુધી આ કર્મનું આસ્રવ અને બંધપણું રહેવાનું. શ્રી સમયસારમાં કર્તા-કર્મ અધિકારમાં કહ્યું છે કે, આત્મા અને આસ્રવ તણો, જ્યાં ભેદ જીવ જાણે નહીં; ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી, અજ્ઞાની એવા જીવની. • શ્રી સમયસાર ગાથા - ૬૯ જાણવું એટલે ફક્ત માહિતી નહીં પણ જાણવું તો તેને કહેવાય કે જે સ્વસંવેદનતા સહિત હોય. માહિતીને ક્ષયોપશમ જ્ઞાન અથવા નોલેજ કહે છે. દ્રવ્યશ્રુત જ્યારે ભાવશ્રુતરૂપે પરિણમે ત્યારે જાણ્યું કહેવાય. ભેદ જાણે તો તેને ખ્યાલ આવે કે આત્મા જ્ઞાનભાવ સિવાય કંઈ કરતો નથી. આસ્રવભાવ એટલે કે રાગાદિ ભાવ અથવા શુભાશુભ ભાવ અથવા વિભાવભાવ, જે આત્મા કરી શકતો નથી. કેમ કે, એ આત્માનો સ્વભાવ નથી. વિભાવભાવ એ સંયોગી ભાવ છે, નૈમિત્તિક ભાવ છે, કર્મના ઉદયના નિમિત્તથી થયેલા ભાવ છે. માટે, તે આત્માના નથી. માટે જડ છે. કેમ કે, એક દ્રવ્ય બે ક્રિયા કરી શકે નહીં. શુદ્ધ ક્રિયા પણ કરે અને અશુદ્ધ ક્રિયા પણ કરે એમ બની શકે નહીં. પરમાર્થથી દરેક દ્રવ્ય પોતાની ક્રિયા પોતાના જ સ્વભાવે પરિણમન કરી શકે, પરરૂપે કે પરભાવરૂપે પરિણમન કરી શકતું નથી. શુદ્ધ આત્મા એ ક્રોધભાવ પણ કરે અને જ્ઞાનભાવ પણ કરે, એમ એક દ્રવ્યની બે ક્રિયા બની શકતી નથી. ગાંધીજીએ પરમકૃપાળુદેવને જે પ્રશ્નો પૂછ્યા છે તેમાં બીજા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું છે કે ‘જ્ઞાનદશામાં પોતાના સ્વરૂપના યથાર્થ બોધથી ઉત્પન્ન થયેલી દશામાં તો આત્મા નિજભાવનો એટલે જ્ઞાન, દર્શન અને સહજ સમાધિ પરિણામનો કર્તા છે.’ (પત્રાંક-૫૩૦) જ્ઞાનદશામાં એટલે જ્ઞાન ભાવમાં એટલે સ્વભાવ પરિણતિએ. પરમાર્થથી, સ્વભાવ પરિણતિએ તે આત્મા નિજસ્વરૂપનો કર્તા છે. શાનદશામાં એટલે પોતાના સ્વરૂપના યથાર્થબોધથી ઉત્પન્ન થયેલી દશામાં. એકલા યથાર્થ બોધથી નહીં, પણ યથાર્થ બોધથી ઉત્પન્ન થયેલી દશામાં. એ દશા ઉત્પન્ન થાય ત્યારે, Page #500 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર કેવળ હોત અસંગ જો, ભાસત તને ન કેમ ? અસંગ છે ૫રમાર્થથી, પણ નિજભાને તેમ. - શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૭૬ ‘નિજભાને’ એટલે તેવી દશાએ, તેવી દશા વગર નહીં. પોતાના સ્વરૂપના બોધથી ઉત્પન્ન થયેલી દશામાં તે આત્મા નિજભાવનો એટલે જ્ઞાન-દર્શન અને સહજ સમાધિ પરિણામનો કર્તા છે. ૫રમાર્થ દૃષ્ટિથી નિજભાવ એટલે જ્ઞાન-દર્શન અને ચારિત્ર, તેનો કર્તા અને ભોક્તા છે. ४७७ વ્યવહારથી જે કર્મનો કર્તા કહ્યો છે તે અજ્ઞાનદશામાં છે. અજ્ઞાનદશામાં ક્રોધ, માન, માયા, લોભ એ આદિ પ્રકૃતિનો કર્તા છે અને તે ભાવના ફળનો ભોક્તા થતાં પ્રસંગવશાત્ ઘટ-પટ આદિ પદાર્થોનો નિમિત્તપણે કર્તા છે. અર્થાત્ ઘટ-પટ આદિ પદાર્થના મૂળ દ્રવ્યોનો તે કર્તા નથી, પણ તેને કોઈ આકારમાં લાવવા રૂપ ક્રિયાનો કર્તા છે. ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૭૮ અજ્ઞાનદશામાં ક્રોધાદિભાવ થાય છે. જીવને કાં તો જ્ઞાનભાવ થાય કાં તો અજ્ઞાનભાવ થાય. કેમ કે, કોઈપણ આત્મા એક સમય પણ ભાવ વગરનો રહી શકતો નથી. નહીં તો તેની ચેતનતા નષ્ટ થઈ જાય અને તે જડ થઈ જાય. અજ્ઞાનભાવમાં ક્રોધાદિભાવનો કર્તા થાય છે. એટલે ક્રોધની સાથે એકત્વપણું કરે છે. ક્રોધાદિ ભાવને પોતાના માને છે. એટલે તેને ક્રોધાદિનો બંધ થાય છે. જીવ વર્તતાં ક્રોધાદિમાં, સંચય કરમનો થાય છે; સહુ સર્વદર્શી એ રીતે, બંધન કહે છે જીવને. - શ્રી સમયસાર - ગાથા - ૭૦ ક્રોધાદિમાં એટલે અજ્ઞાન દશામાં, ક્રોધભાવ સાથે એકત્વપણું કરે છે ત્યારે તે કર્મનો કર્તા એટલે કર્મનો આસ્રવ અને બંધ થાય છે. જ્યારે તે ઉદયમાં આવે છે ત્યારે તેના ફળનું વેદન પણ આવે છે. કારણ કે, વેદનશક્તિ તેનામાં છે. એટલે તેના ફળનું ભોક્તાપણું પણ તેને થાય છે. માટે આ જે ભાવો છે એ ભાવો અજ્ઞાનદશામાં થાય છે. ક્રોધાદિ ભાવ તે મોહનીય કર્મના ઉદયને આધીન થવાથી થાય છે. અજ્ઞાનદશામાં દર્શનમોહ અને ચારિત્રમોહ બંને છે. Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ છ પદનો પત્ર જ્ઞાનદશામાં એકલો ચારિત્રમોહ છે. એ ચારિત્રમોહના ઉદયમાં પણ અપ્રત્યાખ્યાનાવરણીયનો ઉદય છે, પ્રત્યાખ્યાનાવરણીયનો ઉદય છે, સંજવલનનો ઉદય છે અને તેને અનુરૂપ કષાય થાય છે. સંજવલન કષાયની ઉદયની તીવ્રતા અપ્રત્યાખ્યાના-વરણીય કષાયના ઉદય જેટલી હોતી નથી. એકદમ મંદ હોય છે. માટે બંધ પણ મંદ પડે છે, પણ બંધ તો પડે છે. જ્યારે સંપૂર્ણ વિતરાગતા થાય છે ત્યારે કષાયયુક્ત બંધ અટકે છે. પછી યોગનો જે આસ્રવ છે તે ચાલુ રહે છે. બાકી બીજો આગ્નવ-બંધ હોતો નથી. મુખ્ય બંધ કષાયના હિસાબે છે. કોઈપણ હલન-ચલનની પ્રવૃત્તિ થાય છે, તે કર્મનો ઉદય છે. કર્મ છે તો હલન-ચલન થાય છે. કર્મ નથી તો હલન-ચલન પણ નથી. “ચલે સો બંધ” સૂત્ર છે. જો આત્મા સાથે કર્મ બિલકુલ ન હોય તો કોઈપણ પ્રકારના આત્માના પ્રદેશોની કે મન-વચન-કાયાના યોગોની પણ હલન-ચલન ક્રિયા થઈ શકતી નથી. પ્રદેશોનું હલનચલન, પરિસ્પંદન થોડું પણ થાય છે તો એ અઘાતી કર્મને કારણે થાય છે. જો અઘાતી કર્મની સ્થિતિ બિલકુલ ના હોય તો તેના પરિણામસ્વરૂપ અવ્યાબાધ સ્થિરતા નામનો આત્માનો ગુણ છે તેના કારણે આત્માના પ્રદેશોમાં કંઈપણ કંપનપણું આવી શકે નહીં. તો, કર્મની જે અસર છે તે નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી છે, કર્તા-કર્મ સંબંધથી નથી કેમ કે કર્તા-કર્મ સંબંધની અપેક્ષાએ એક દ્રવ્યની બીજા દ્રવ્ય પર કોઈ અસર થતી નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. એક દ્રવ્યના કોઈપણ દ્રવ્ય-ગુણ કે પર્યાય એ બીજા દ્રવ્યમાં કાંઈ કરી શકતા નથી એટલે એની અસર પણ આવી શકતી નથી, પ્રભાવ પણ થઈ શકતો નથી. પણ એવા નિમિત્તના સાન્નિધ્યમાં ઉપાદાન પોતાની યોગ્યતાથી વિકાર કે વિભાવરૂપે પરિણમી જાય છે. કોઈ દ્રવ્ય તેને પરિણાવી શકતું નથી. દ્રવ્યની સ્વતંત્રતાનો આ સિદ્ધાંત નિમિત્ત-નૈમિત્તિક સંબંધ વખતે પણ અટલ રહે છે. જીવદ્રવ્ય જ્યારે વિભાવરૂપે પરિણમે છે ત્યારે તેને કાંઈ કર્મનો ઉદય વિભાવરૂપે પરિણમાવી દેતો નથી અને કર્મના ઉદય વગર જીવ વિભાવરૂપ પરિણમી શકતો પણ નથી. આ કર્તા-કર્મ સંબંધ અને નિમિત્ત-નૈમિત્તિક સંબંધની ખૂબી છે. જો અભ્યાસ હશે તો મજા આવશે; નહીં તો બાઉન્સ જશે અને મગજનું દહીં લાગશે કે આ બધી શું માથાકૂટ કરે છે? પણ આ કડાકૂટ વગર ભેદવિજ્ઞાન નહીં થાય અને ભેદવિજ્ઞાન વગર આત્મજ્ઞાન નહીંથાય અને આત્મજ્ઞાન વગર સર્વ દુઃખથી છૂટકારો નથી. જે વિભાવ થાય છે તે કર્મના ઉદય વગર થતા નથી અને કર્મનો ઉદય વિભાવ કરાવી શકતા નથી. આ કર્તા-કર્મ સંબંધ અને નિમિત્ત-નૈમિત્તિક સંબંધની ચરમ-સીમા છે. કેમ કે કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યને કોઈ રૂપે પરિણાવી શકતું નથી. દરેક દ્રવ્યનું Page #502 -------------------------------------------------------------------------- ________________ ૪૭૯ છ પદનો પત્ર પરિણમન સ્વતંત્ર છે. કર્મના ઉદયમાં આત્મા વિભાવરૂપે પરિણમ્યો છે; તો કર્મનો ઉદય તેમાં નિમિત્ત થયો છે, પણ આત્મા સ્વયં તેના સાંનિધ્યમાં એ નિમિત્તના તરફ લક્ષ આપી સ્વતંત્રપણે વિભાવરૂપે પરિણમ્યો છે, પણ કર્મના ઉદયે તેને વિભાવરૂપે પરિણમાવ્યો નથી. તે વખતે નિમિત્ત તરીકે કહી શકીએ તો કર્મનો ઉદય કહી શકાય. મુમુક્ષુ: એ નિમિત્ત વગર આત્મા પરભાવમાં જાય જ નહીં ને? સાહેબ જાય જ નહીં. પણ નિમિત્ત હોય તો જાય પણ ખરો અને ના પણ જાય. નિમિત્ત હોય અને જાય જ એવો નિયમ નથી. માટે, દષ્ટિ પુરુષાર્થ ઉપર રાખવી. જો ઉપાદાનનો પુરુષાર્થ હોય તો ગમે તેવા ઉદયમાં કે નિમિત્તમાં પણ આત્મા પોતે પોતાના સ્વભાવમાં ટકી શકે છે. એટલી આત્માની સ્વતંત્રતા તે વખતે પણ રહી છે અને જો તે ના હોય તો કોઈ આત્માનો મોક્ષ થઈ શકે નહીં. બંને દૃષ્ટિને સાપેક્ષપણે વિચારવાની છે. કેમ કે, આ પ્રયોજનભૂત વાત છે. બીજી વાત નહીં જાણીએ તો ચાલશે કે દેવલોકમાં સોળમા સ્વર્ગમાં કેટલી દેવીઓ છે? કેટલું આયુષ્ય છે? એ નહીં જાણીએ તો ચાલશે. નરકમાં શું છે? એ નહીં જાણીએ તો ચાલશે પણ આ વાત નહીં જાણીએ તો નહીં ચાલે. કેમ કે એનાથી કર્મ બંધાય છે, એનાથી પરિભ્રમણ છે અને એને જાણવાથી ભેદવિજ્ઞાન થાય છે, ભેદવિજ્ઞાન થવાથી જ કર્મનો આસ્રવ અટકે છે, કર્મનો આસ્રવ અટકવાથી પરિભ્રમણ સમાપ્ત થાય છે અને તો જ શાશ્વત મોક્ષની પ્રાપ્તિ થાય છે. માટે આ પ્રયોજનભૂત વાત છે. નવ તત્ત્વમાં આગ્નવ-બંધ, સંવર-નિર્જરાની વાત છે. આ કર્તા-કર્મ સંબંધને સમ્યફ પ્રકારે નહીં સમજવાથી જીવ બંધાયો છે. તેને યથાર્થ સમજવાથી જીવને સંવર-નિર્જરા થાય છે. ભેદવિજ્ઞાનતઃ સિદ્ધા સિદ્ધા યે કિલ કેચના અસેવા ભાવો બદ્ધાઃ, બદ્ધા: કિલ કેચન // – શ્રી સમયસાર કળશ જે જીવો મોક્ષે ગયા છે એ ભેદવિજ્ઞાનના પ્રતાપે જ ગયા છે અને જે જીવો પરિભ્રમણ કરી રહ્યા છે એ ભેદવિજ્ઞાનના અભાવના કારણે. તો ભેદવિજ્ઞાન થવા માટે ધીમે ધીમે કર્તાકર્મ અને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ જાણવી જરૂરી છે. વાંચીએ, વિચારીએ, સમજીએ. “આ તો આપણને સમજણ ના જ પડે એવી ચોકડી મારી દીધી તો ક્યારેય નહીં સમજાય. Page #503 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર જેટલું સમજાય એટલું અંદરમાં એકાગ્ર ચિત્તથી, રસપૂર્વક સાંભળો અને ઘેર જઈ આનો વિચાર કરવો. આ વાત વાંચવી, ફરી એને ફેરવવી, તો ધીમે ધીમે આખી વાત સમજાશે. આ પ્રયોજનભૂત વાત છે. અજ્ઞાનદશામાં ક્રોધ, માન, માયા, લોભ એ આદિ પ્રકૃતિનો કર્તા છે અને તે ભાવના ફળનો ભોક્તા થતાં એટલે ઘટ-પટ આદિ વિભાવ પરિણામમાં પરિણમે છે. ઘડો કરવાની ઇચ્છા કેમ થઈ ? જ્ઞાનભાવમાં રહેવાની ઇચ્છા કેમ ના થઈ ? એમાં પણ કર્મનો ઉદય નિમિત્ત છે. એ કર્મનો ઉદય કેમ આવ્યો ? પૂર્વે અજ્ઞાનભાવ ભાવ્યા હતા, એના દ્વારા કર્મ બાંધ્યા હતા એ ઉદયમાં આવ્યા અને એની સાથે જોડાણ થયું. તો એ પૂર્વના અજ્ઞાનભાવ કેમ થયા? તો એથી પૂર્વે એવા કર્મ બાંધ્યા હતા ત્યારે થયા. ત્યારે એથી પૂર્વકર્મ કેમ બંધાયા હતા ? તો કહે એથી પૂર્વમાં રાગ-દ્વેષ અને અજ્ઞાનમય ભાવોની પરિણતિ અનાદિકાળથી ચાલી આવી છે. આ સર્કલ અનાદિકાળથી ચાલ્યું આવ્યું છે. હવે અહીં આગળ એણે છીણી મારી, જેમ પેલો લાકડાં ફાડવાવાળો હોય છે એ બરાબર એની સાંધમાં છીણી મૂકે છે, લાકડાં ફાડવાની છીણી અને ઉપર હથોડાનો ફટકો મારે છે અને લાકડું ચીરી નાખે છે. એવી રીતે આ આસ્રવ અને સંવર અથવા બંધ અને નિર્જરા એ બેની વચમાં જ્ઞાનની છીણી મારીને બે ને જુદા પાડી દેવાના છે. આ આસ્રવનું પડખું અને આ સંવરનું પડખું એમ બન્ને જુદા પડી જાય છે. ४८० ત્યારે જીવ વિભાવમાં કર્મનો કર્તા થાય છે એ ધીમે ધીમે અટકતો જાય છે. અનંતાનુબંધીનો અભાવ થાય છે ત્યારે એકતાલીસ પ્રકૃતિનો બંધ અટકે છે. પછી આગળ અપ્રત્યાખ્યાનાવરણનો બંધ જાય છે ત્યારે એનાથી વધારે પ્રકૃતિઓ અટકે છે. એનાથી આગળ જાય તો, એનાથી વધારે પ્રકૃતિ અટકે છે અને જ્યારે સંપૂર્ણ વીતરાગ થઈ અને અયોગી અવસ્થામાં આવે છે ત્યારે સંપૂર્ણપણે કર્મના આસવનો નિરોધ થઈ જાય છે. સિદ્ધલોકમાં પછી એક સમયનો પણ આસ્રવ રહેતો નથી. આ એનો આખો ક્રમ છે. જ્ઞાન થઈ ગયું એટલે એકસામટાં કર્મ બધા ઉડી જાય અને બિલકુલ બંધ ના થાય એવું નથી. જ્ઞાન થઈ ગયા પછી પણ કર્મો રહે છે, પણ એ કેવા ? કે જે કર્મો એને અનંત સંસા૨પરિભ્રમણ કરાવતા નથી. પછી ભારે કર્મો બંધાતા નથી. એ ભાવમાં ફળનો ભોક્તા થતાં પ્રસંગવશાત્ ઘટ-પટ આદિ પદાર્થનો નિમિત્તપણે કર્તા છે અર્થાત્ ઘટ-પટ આદિ પદાર્થના મૂળ દ્રવ્યનો તે કર્તા નથી. એના મૂળ દ્રવ્યના પરમાણુનો આત્મા કર્તા નથી, પણ નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી એ વિભાવ કરે છે એટલે ઘટ-પટ આદિ કરવાનો વિકલ્પ કરે છે. એક માટીમાંથી ઘડો થાય છે તો માટીના ઘડાનો કર્તા માટી છે. માટીમાંથી ઘડો થયો છે. કાંઈ કુંભારમાંથી ઘડો થયો નથી. કુંભાર ઘડારૂપે થઈ ગયો છે ? કુંભાર તો કુંભારરૂપે જ Page #504 -------------------------------------------------------------------------- ________________ ૪૮૧ છ પદનો પત્ર રહ્યો છે. ત્યારે ઘડામાં નિમિત્ત તરીકે કોઈ છે? કુંભારનો યોગ-ઉપયોગ છે. એનો યોગ એટલે મન-વચન-કાયાની ક્રિયા અને ઉપયોગ એટલે અશુદ્ધ ઉપયોગ. ઘડો થવામાં અશુદ્ધ ઉપયોગ નિમિત્ત થયો છે, આત્મા નથી થયો. આત્મા તો એમ ને એમ બેઠો છે, પણ અશુદ્ધ ઉપયોગમાં આ બધી ક્રિયા ચાલે છે અને શુદ્ધ ઉપયોગમાં જ્ઞાનક્રિયા ચાલે છે. જો શુદ્ધ ઉપયોગમાં આવે તો આ ઘડો બનાવવાનો વિકલ્પ આવતો નથી. શુદ્ધ ઉપયોગમાં કેમ નથી? અને ઘડો બનાવવાનો વિકલ્પ કેમ આવ્યો ? એ પ્રકારના કર્મનો ઉદય આવ્યો છે અને એમાં એ જોડાયો છે. એ પ્રકારનો ઉદય કેમ આવ્યો? આગળ અજ્ઞાન અને રાગ, દ્વેષના ભાવ કર્યા હતા એનો જે બંધ પડ્યો હતો, એનો જે ઉદય આવ્યો એમાં એ જોડાયો એટલે આવ્યો છે. આમ, અનાદિની આ પરંપરા ચાલી આવી છે. મૂળ દ્રવ્યનો કર્તા આત્મા નથી. મૂળ દ્રવ્ય એટલે કે માટીના પિંડથી ઘડો બન્યો છે એ માટીના પરમાણુ કાંઈ આત્માએ બનાવ્યા નથી. માટીના પરમાણુ જેમ આત્માએ બનાવ્યા નથી એમ ઘડો પણ આત્માએ બનાવ્યો નથી. બેય વખતે વાત એટલી સત્ય છે. એ જે પાછળ તેની દશા કહી તેને જૈનદર્શન કર્મ કહે છે અને વેદાંતદર્શન ભ્રાંતિ કહે છે. વાસ્તવ્ય વિચાર કર્યોથી આત્મા ઘટ-પટ આદિ તથા ક્રોધાદિનો કર્તા થઈ શકતો નથી. માત્ર નિજસ્વરૂપ એવા જ્ઞાન પરિણામનો જ કર્તા છે એમ સ્પષ્ટ જણાય છે. હવે વાસ્તવ્ય વિચાર કર્યેથી એટલે પરમાર્થથી સ્વભાવ પરિણતિએ આત્મા નિજસ્વરૂપનો કર્તા છે એ વાત આવે છે, જે શરૂઆતમાં પહેલી આવી એ વાત હવે છેલ્લી કહે છે. પરમશુદ્ધ નિશ્ચયનયથી જો વિચાર કરીએ તો આત્મા ઘટ-પટ આદિ કે ક્રોધાદિનો કર્તા થઈ શકતો નથી. કેમ કે, એ વ્યવહારથી છે, પરમાર્થથી નથી. માટે પરમાર્થથી, નિશ્ચયથી આત્મા ઘટ-પટ આદિ કે ક્રોધાદિનો કર્તા થઈ શકતો નથી, માત્ર નિજસ્વરૂપ એવા જ્ઞાન પરિણામનો જ કર્તા છે એમ સ્પષ્ટ સમજાય છે. માત્ર શબ્દ વાપર્યો છે. આત્મા માત્ર નિજસ્વરૂપ એવા જ્ઞાન પરિણામનો જ કર્તા છે, બીજાનો કર્તા નથી. અજ્ઞાની પણ અજ્ઞાનભાવ વખતે તો જ્ઞાનભાવનો જ કર્તા છે, પણ અજ્ઞાન વખતે એને એ ભાન નથી એટલે એ માને છે કે હું આનો કર્તા છું. અજ્ઞાની હોય કે જ્ઞાની હોય આત્મા તો બન્ને છે. બન્ને પરમાર્થથી તો જ્ઞાનના જ કર્તા છે પણ જ્ઞાની પોતે જ્ઞાનના કર્તા છે એમ સ્વીકારે છે અને અજ્ઞાની અજ્ઞાનતાના કારણે સ્વીકારતો નથી. નથી સ્વીકારતો એટલે એ કાંઈ કર્તા થઈ જતો નથી. અજ્ઞાની કહે છે કે ઘડાનો કર્તા હું છું, એટલે એ કાંઈ ઘડાનો કર્તા થઈ ગયો નથી. પણ એવી એની માન્યતા છે અને એ માન્યતાનો ત્યાગ કરવો એનું નામ જ જ્ઞાન છે. Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ છ પદનો પત્ર અજ્ઞાનતા કાંઈ દેહમાં નથી થઈ, મનમાં નથી થઈ, વચનમાં નથી થઈ પણ પોતાના અશુદ્ધ ઉપયોગમાં થઈ છે. એ અશુદ્ધ ઉપયોગની અજ્ઞાનતા ટળી જાય તો જ્ઞાન છે. કેટલી સાદી સીધી વાત છે ! પરમકૃપાળુદેવ પત્રાંક - ૩૬૨ માં જણાવે છે, ખરું આત્મભાન થાય છે તેને, હું અન્ય ભાવનો અકર્તા છું એવો બોધ ઉત્પન્ન થઈ, અહંપ્રત્યયીબુદ્ધિ, તે વિલય પામે છે. કર્તા ભોક્તા કર્મનો, વિભાવ વર્તે જ્યાંય; વૃત્તિ વહી નિજ ભાવમાં, થયો અકર્તા ત્યાંય. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૨૧ આત્મજ્ઞાન થાય ત્યારે એ ખરો અકર્તા કહેવાય. ખરું આત્મભાન થાય છે તેને હું અન્યભાવનો અકર્તા છું એવો બોધ ઉત્પન્ન થઈ એટલે આત્મજ્ઞાન ઉત્પન્ન થઈ અને અહંપ્રત્યયી બુદ્ધિ તે વિલય પામે છે. એટલે જે પરપદાર્થમાં કે પરભાવમાં અહંપણું હતું એ નષ્ટ થઈ જાય છે. અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શું? – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક – ૨૬૪ એટલે કર્તાપણાનો ભાવ, અહંકારનો ભાવ. એ અધમમાં અધમ, પતિતમાં પતિત અને અનંત સંસારપરિભ્રમણ કરાવનારો ઉત્કૃષ્ટ મિથ્યાભાવ છે. એ જ કર્તાપણાનો ભાવ છે. અનંત ચોર્યાશીનું મૂળ એ આ પરભાવમાં પોતાનું કર્તાપણું માનવું તે છે. જો આ નષ્ટ થઈ ગયું તો હવે અજ્ઞાનદશા હટવાથી સંસાર કોના ઉપર ઊભો રહેશે? માટે પરનું કર્તાપણું, પરનું ભોક્તાપણું, પરમાં અહંપણું, પરમાં મમત્વપણું, અનંત ચોર્યાશીનું મૂળ આ ભાવો છે અને આ ભાવો થવાનું મૂળ અજ્ઞાન છે. એ અજ્ઞાન ભેદવિજ્ઞાનથી નાશ પામે છે. માટે આ જ્ઞાન જયાં સુધી આપણે સમ્યફ પ્રકારે સમજીને પ્રગટ કરવાનો પુરુષાર્થ નહીં કરીએ ત્યાં સુધી કોઈપણ જીવ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકવાનો નથી. તમે કયા સંપ્રદાયમાં માનો છો? કે કયા ગુરુને માનો છો? કે કેવી સાધના કરો છો? એની સાથે અમારે કોઈ મતલબ નથી. અહીં તો મૂળ વાત એ કે તમે આવો સમ્યક્ પ્રકારે ભેદવિજ્ઞાનનો પુરુષાર્થ કર્યો છે? કે કરો છો? અને કેટલો થાય છે? કેટલે સુધી તમે ભેદવિજ્ઞાનમાં આગળ છો? એ અંદરમાં તપાસો. જ્ઞાની પુરુષો કહે છે કે વારંવાર ભેદવિજ્ઞાનનો પુરુષાર્થ કરીને આ ભાવનાને અંદરમાં પ્રગટ કરો, આ જ્ઞાનને પ્રગટ કરો. કેમ કે, આત્મા પરમાર્થથી કોઈ પરભાવનો કર્તા થઈ શકતો નથી. Page #506 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર હૂ ખુદકા હી કર્તા ભોક્તા, પરમેં મેરા કુછ કામ નહીં; પરકા ન પ્રવેશ ન કાર્ય યહાં, મૈં સહજાનન્દ સ્વરૂપી હૂં, મૈં દર્શનજ્ઞાનસ્વરૂપી હૂં, મૈં સહજાનન્દ સ્વરૂપી હૂં. ન ૪૮૩ હું ખુદનો એટલે મારા જ્ઞાન અને આનંદભાવનો કર્તા-ભોક્તા છું. પરમાં હું કાંઈ કાર્ય કરતો નથી. પરનું કાર્ય કરવું એ મારું કામ નથી. હવે તમે રસોઈ બનાવો ત્યારે એમ થાય કે મેં રોટલી વણી અને મેં બનાવી રોટલી. રોટલી કોણે બનાવી? અને કોની બની ? તમારી બની કે લોટની બની ? લોટની રોટલી થઈ છે અને છતાંય આપણે એમાં કતૃત્વપણાનું અભિમાન કરીએ છીએ. એમ બહારમાં જે જે મન-વચન-કાયાની ક્રિયા દ્વારા જે કાંઈ કાર્ય થાય છે એમાં આત્મા અજ્ઞાનભાવથી પોતાના કર્તાપણાનું આરોપણ કરે છે. જે કાંઈ મન-વચન-કાયાની ક્રિયા થાય છે અથવા આત્મામાં અશુદ્ઘ ઉપયોગ દ્વારા જે અશુદ્ધ પરિણતિ થાય છે એ પરિણતિમાં એ પોતાનું જે કર્તાપણું માને છે અને એ કર્તાપણું માનવું એ જ અજ્ઞાન છે, એ જ અનંત સંસારનું મૂળ છે. જેમ કહ્યું ને કે અજ્ઞાનદશાના સ્વરૂપ યોગે આ જીવ પોતે પોતાના નહીં એવા પરદ્રવ્યને સ્વપણે માને છે અને એ માન્યતા એ જ સંસાર છે, એ જ પરિભ્રમણ છે, એ પરિભ્રમણનો હેતુ છે, એ જ માતા છે, એ જ પિતા છે, એ નરકાદિ ગતિનો હેતુ છે અને એની નિવૃત્તિ થઈ તો એ સર્વ યમ, નિયમ, યાત્રા, સંયમ, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટ્યો છે. કોની નિવૃત્તિ ? અહંપણાની. આ જો અહંપણું છૂટી ગયું અને હું કોઈ વિભાવનો કર્તા નથી, એવું પહેલા બુદ્ધિના લેવલથી સ્વીકાર કરવું પડશે, પછી ભેદવિજ્ઞાન દ્વારા અંદરના અનુભવના લેવલનો સ્વીકાર આવશે. પહેલા બુદ્ધિના લેવલે આ સ્વીકાર કરવાનો કે હું કોઈ પ૨દ્રવ્યનો કર્તા નથી અને પરભાવનો કર્તા પણ હું નથી. એટલે મન-વચન-કાયાની ક્રિયાનો પણ કર્તા નથી અને અશુદ્ધ ઉપયોગ દ્વારા જે ક્રોધમાન-માયા-લોભ કે શુભાશુભ ભાવ થાય છે એનો પણ કર્તા હું નથી. મુમુક્ષુ : સંસારમાં આવી રીતે કેમ રહેવાય ? સાહેબ ઃ પછી સંસારમાં એ રહે જ નહીં અને સંસાર એનામાં ના રહે. સંસાર રહ્યો છે એ અજ્ઞાન ઉ૫૨ ઊભો છે. જ્ઞાન ઉ૫૨ સંસાર નથી ઊભો અને સંસારમાં રહેવું હોય તો જ્ઞાન ના કરશો. મુમુક્ષુ : જ્ઞાની આવી રીતે ભેદ પાડે ? સાહેબ : કહ્યું છે ને કે, Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ અશુચિપણું, વિપરીતતા, એ આસવોના જાણીને, વળી જાણીને દુઃખકારણો, એથી નિવર્તન જીવ કરે. છ પદનો પત્ર – શ્રી સમયસાર આસ્રવના ભાવ કેવા છે ? અશુચિભાવ છે. કેમ કે, દુ:ખના કારણ છે, પરિભ્રમણના કારણ છે, આત્માને અંદ૨માં આકુળ-વ્યાકુળ કરનારા ભાવો છે અને આત્માથી વિપરીત ભાવો છે. વીતરાગતાથી જુદા ભાવ છે, રાગ-દ્વેષના ભાવ છે. રાગ-દ્વેષના ભાવ એ અશુચિભાવ છે. જે શુભાશુભ ભાવ થાય છે એ બે ય અશુચિભાવ છે. એ બે ય ભાવ આત્માને નુક્સાન કરનારા બે છે, આકુળવ્યાકુળ કરાવનારા છે, કર્મબંધ કરાવનારા છે, પરિભ્રમણ કરાવનારા છે, વિભાવમાં ખેંચી જનારા છે, અનેક રીતે દુ:ખ દેનારા છે. કેમ કે, આત્માના સ્વભાવભાવમાં એ ટકવા નથી દેતા. ઉદય આવે છે ત્યારે પરાણે ખેંચી જાય છે - નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી. જેમ સમુદ્ર છે એ નિસ્તરંગ અવસ્થામાં છે પણ હવાનો ઝપાટો આવે છે એટલે નિસ્તરંગ અવસ્થા રહેવા નથી દેતો, એ ચલાયમાન કરી નાંખે છે. એવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. હવાનો ઝપાટો આવે અને પાણીમાં તરંગ ના આવે એમ બનતું નથી. હવાના ઝપાટાની સાથે જ જેટલા પ્રમાણમાં જોરમાં છે. ઝપાટો એટલા પ્રમાણમાં પાણીને ઉછાળે છે – નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી. છતાંય, હવા હવામાં રહી છે અને પાણી પાણીમાં રહ્યું છે. હવા પાણીરૂપે નથી થઈ ગઈ કે પાણી હવા રૂપે નથી થઈ ગયું. છતાંયે નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી આ કાર્ય થાય છે. એવી રીતે ક્રોધના ઉદયમાં આખો આત્મા જે નિસ્તરંગ છે એને તરંગિત કરી નાખે છે. છતાંય ક્રોધ (અશુદ્ધ ઉપયોગ) એ અશુદ્ધ ઉપયોગમાં રહ્યો છે. એ આત્મામાં નથી અને આત્મા એ વખતે પણ આત્મામાં જ રહ્યો છે. જ્ઞાનભાવમાં જ રહ્યો છે. આત્મા કાંઈ અશુદ્ધ થઈ ગયો નથી. એ તો નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી માત્ર અવસ્થાંતર થયું છે, પણ એના સ્વભાવમાં વધઘટ નથી. જેમ કે પાણી છે એ શીતળ છે અને અગ્નિ નીચે મૂક્યું તો એ ધીમે ધીમે ઉષ્ણતાને ભજે છે. તો એની અવસ્થા પલટાણી છે, પણ એનો સ્વભાવ કાંઈ ઉષ્ણરૂપે થયો નથી. સ્વભાવ પણ વિભાવરૂપે થઈ જાય તો તો કોઈ જીવ પછી શુદ્ધ થઈ શકે નહીં. માત્ર અવસ્થામાં અશુદ્ધતા આવે છે, સ્વભાવમાં અશુદ્ધતા દાખલ થઈ શકતી નથી. જેમ કે, કપડું છે, તો કપડા પર ડાઘ લાગ્યો છે. શેમાં લાગ્યો છે ? કપડામાં નથી લાગ્યો. ડાઘો ડાઘામાં રહ્યો છે, કપડું કપડામાં છે. કપડું ડાઘારૂપે નથી થયું અને ડાઘો કપડારૂપે નથી થયો. ડાઘાનો અને કપડાનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. બેનો સંયોગ થયો છે, એકત્વપણું નથી. જેનો સંયોગ Page #508 -------------------------------------------------------------------------- ________________ ૪૮૫ છ પદનો પત્ર એનો વિયોગ થઈ શકે છે. સાબુ અને પાણીથી એ મેલ કાપી શકાય છે અને ડાઘો નીકળી શકે છે, પણ સાબુ અને પાણીથી કપડું નીકળતું નથી. કપડું તો હતું એવું સ્વચ્છ થાય છે. - બીજું દષ્ટાંત, “શ્રી સમયસાર' માં શેવાળનું લીધું છે. જેમ પાણીમાં શેવાળ થઈ છે, પાણીમાં ઉત્પન્ન થઈ છે, પાણીમાં રહે છે અને છતાંય પાણીને અસ્વચ્છ કરે છે. મલિન કરે છે. એવી રીતે ક્રોધાદિ ભાવ શેવાળની જેમ થાય છે આત્મામાં, રહ્યા છે આત્માના પ્રદેશમાં અને આત્માને અસ્વચ્છ કરી ઢાંકી દીધો છે, પણ છતાં એના સ્વભાવની સ્વચ્છતાને નષ્ટ કરી શક્યા નથી. શેવાળ જેમ ખસેડે તો પાણી સ્વચ્છ જ છે, એમ કષાયભાવને ખસેડ્યા તો અંદરમાં આત્માનો સ્વભાવ તો સ્વચ્છ જ છે. કેટલી પ્રેરણા મળે છે કે કષાય કરતી વખતે પણ હું અકષાયી સ્વભાવી અંદરમાં મોજૂદ છું. આ વાતનો જો સ્વીકાર થશે તો તમારો ઉપયોગ સ્વભાવના ઉછાળા તરફ વળશે. ખરેખર, આ બધી સ્વચ્છતા આના આધારે રહી છે અને આ અસ્વચ્છતા થઈ છે એ એનો આધાર ખસવાથી થઈ છે. આસ્રવ અને બંધ થવાનું કારણ મેં મારા સ્વભાવનો આશ્રય છોડ્યો તે છે. જો એના આશ્રયે હું રહીશ તો મારામાં અસ્વચ્છતા આવી શકે એવી નથી. ગમે તેવા કર્મના ઉદયમાં પણ જ્ઞાનીઓને આ ભેદજ્ઞાન તીવ્રપણે જાગૃત હોવાના કારણે એ ભયંકર ઉપસર્ગો અને પરિષદોમાં પણ ઉપયોગને જોડતા નથી અને એ વખતે પણ પોતાના સ્વભાવ બાજુ ઉપયોગને જોડેલો રાખે છે. એટલે એવા ભયંકર ઉપસર્ગ, પરિષદોમાં પણ તેઓ સમતાભાવે રહીને કેવળજ્ઞાન પ્રગટ કરી લે છે. આ તો જ્ઞાનીની વાતો છે, તત્ત્વની વાતો છે. જો જીવને યથાર્થ વાત બેસી જાય અને અંદરમાં એનો સ્વીકાર આવી જાય, તો પછી એનો જે પુરુષાર્થ ઉપડશે એ બધો સમ્યફ, એકેકે પગલું મોક્ષમાર્ગ સન્મુખ યથાર્થ અને આ સમજ્યા વગર એ ગમે તે ક્રિયાઓ કરશે, ગમે તેટલો ત્યાગ કરે, તપ કરે, જપ કરે, ભક્તિ કરે, વાંચન કરે, જે કાંઈ સાધન કરે, એ બધાય સાધન આ સમ્યફ પ્રકારે કર્તા-કર્મ સંબંધ, નિમિત્ત-નૈમિત્તિક સંબંધ જયાં સુધી સમજે નહીં ત્યાં સુધી એને સંસારના હેતુભૂત થાય. એટલે શુભાશુભ કર્મના કારણના બંધરૂપ થાય, નિર્જરાના કારણરૂપ થવાના નહીં. ભક્તિ કરશે તો એ વખતે સમજશે કે આ ભક્તિ એ મારો સ્વભાવ નથી. આનો હું કર્તા નથી, પણ મારા અશુભ ભાવથી બચવા માટે હું આ કરું છું, બાકી આ મારો સ્વચ્છભાવ નથી. એમ જે કાંઈ શુભભાવની ક્રિયા થશે એ કરશે. જ્ઞાની છે એ કાંઈ શુભભાવ નથી કરતાં એમ નથી, પણ શુભભાવમાં કતૃત્વપણું કરતા નથી. અજ્ઞાની ગમે એવા શુભભાવ કરવા જાય તો જ્ઞાની જેવા કરી શકે જ નહીં, છતાં જ્ઞાની એ શુભભાવમાં, પોતાના દ્વારા થયા છે, આ ભાવ Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ છ પદનો પત્ર સારા છે, આ ભાવ કરવા જેવા છે અને આ ભાવનો કર્તા હું છું એમ માનતા નથી. જે ભાવથી તીર્થકર નામકર્મ બંધાય છે એને પણ જ્ઞાનીઓ જાણે છે કે આનો હું જ્ઞાતા છે, પણ આ ભાવનો હું કર્તા નથી. તીર્થકર નામકર્મ છે એ આત્મજ્ઞાની સિવાય કોઈ બાંધતા નથી અને એ ભાવ થતી વખતે પણ જ્ઞાનીને જ્ઞાન હાજર છે એટલે જ્ઞાની એ ભાવને પણ જાણે છે કે આ ભાવનો પણ હું જ્ઞાતા છું, કર્તા નથી. કર્તા તો હું મારા જ્ઞાનભાવનો, શુદ્ધ ઉપયોગનો જ છું, બીજા કોઈ ભાવનો હું કર્તા નથી. આવું જ્ઞાન જ્યારે અંદરમાં કામ કરે ત્યારે કામ થાય છે. હવે આ તો થિયરીકલ વાત થઈ. હવે સામાયિકમાં બેસીને તેને પ્રેક્ટીકલી કરવાની. આ ભેદવિજ્ઞાનની વાતને, જે તમે સાંભળી છે એને ઉપયોગમાં લાવો અને હવે આગળ પછી વિચાર કરો કે ખરેખર હું શુભાશુભ ભાવનો કર્તા છું? દેહની ક્રિયાનો કર્તા છું? જગતના બાહ્ય કાર્યનો હું કર્તા છું? એક પરિનામ કે ન કરતા દરવ દોઈ, દોઈ પરિનામ એક દર્વ ન ધરતુ હૈ; એક કરતૂતિ દોઈ દર્વ કબહું ન કરે, દોઈ કરતૂતિ એક દર્વ ન કરતુ હૈ; જીવ પુગલ એક ખેત-અવગાહી દોઉં, અપને અપને રૂપ, કોઉ ન કરતુ છે, જડ પરિનામનિકો, કરતા હૈ પુદ્ગલ, ચિદાનંદ ચેતન સુભાવ આચરતુ હૈ. – શ્રી સમયસાર નાટક - કર્તાકર્મ ક્રિયાદ્વાર - ૧૦ પરમાર્થથી સ્વભાવ પરિણતિએ આત્માનિજ સ્વરૂપનો કર્તા છે એટલે જ્ઞાનભાવ સિવાય, શુદ્ધભાવ સિવાય કોઈપણ બીજા ભાવમાં કે કાર્યમાં કર્તાપણાનું સ્થાપન થયું એ અજ્ઞાન છે. ભાવ થાય એનો વાંધો નથી પણ કર્તાપણાનું સ્થાપન ના થવું જોઈએ. કર્તાપણાનું સ્થાપન થાય તો અજ્ઞાન આવી જાય. ભાવ થાય તો એ ચારિત્રમોહના ઉદયનો ધક્કો છે. જ્ઞાનીને પણ થાય, પણ એ ભાવ થતાની સાથે આ ભાવ મારા છે, આ ભાવનો કરનાર હું છું, એમ જ થયું તો તે અજ્ઞાન છે. મુમુક્ષુ : જ્ઞાની સ્વાધ્યાય કરતા હોય તો કયો ભાવ હોય? Page #510 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર ૪૮૭ સાહેબ એ વખતે હોય શુભભાવ, પણ જ્ઞાન છે કે આ ભાવ મારા નથી, હું આનો જ્ઞાતા છું. કર્તા તો મારા નિજભાવ, સમાધિભાવનો જ છું. મુમુક્ષુ જ્ઞાની ઉત્કૃષ્ટ ભક્તિ કરે ? સાહેબ કરે ને! સારામાં સારી કરે. તીર્થંકર નામકર્મ બંધાય એવી કરે. ઓછી ના કરે, પણ એ વખતે એનું જ્ઞાન હાજર છે. જ્ઞાન છાંટણીનું કામ કર્યા જ કરે છે. તમે અત્યારે મારી સાથે વાત કરો તો હું નવીનભાઈ છું એ ભૂલી ગયા છો કે ખ્યાલ છે? ખ્યાલ છે. એમ જ્ઞાનીને શુભભાવ કરતી વખતે ખ્યાલમાં છે કે હું જ્ઞાન સ્વરૂપી આત્મા છું અને જ્ઞાનભાવ એ મારો સ્વભાવ છે. શુભભાવ સ્વભાવ નથી. મુમુક્ષુ આ જ્ઞાનધારા ચાલે છે? સાહેબઃ હા ચાલે છે ને. પ્રતીતિની ધારા ચાલે છે ને કે અટકી ગઈ છે? શ્રદ્ધામાં રહ્યું છે કે અટકી ગયું છે? શ્રદ્ધામાં છે તો જ્ઞાન સમ્યફ છે કે અસમ્યફ છે? ચારિત્રમાં અસ્થિરતા છે એટલે કરે છે. ચારિત્રની અસ્થિરતાના કારણે ભક્તિ થઈ છે. ચારિત્રની સ્થિરતા હોય તો ભક્તિ ના થાય. થાય છે ત્યારે દર્શન-જ્ઞાન સમ્યકુ છે કે વિપરીત છે? સમ્યગ્દર્શન અને સમ્યફજ્ઞાન છે કે નથી? ચાલુ છે તો પછી એ એનું કામ શું કરે? એ એને એકાકાર ન થવા દે. આ તો ભક્તિ છે, પણ કોઈ એવા વિષયોના ભોગમાં હોય તો પણ જ્ઞાન એને વિષયોમાં એકાકાર થવા દેતું નથી. એ વખતે પણ અલગ રાખે છે. અનંત સંસાર જેનો તૂટી ગયો છે, ગ્રંથિભેદ જેને થઈ ગયો છે એનો કાંઈ લાભ નહીં? સમયે સમયે લાભ અને છતાંયે જેટલું ચૂકે છે એટલો બંધ પણ છે. એવું નથી કે એને નિર્જરા જ ચાલે છે. જેટલા અંશમાં રાગ છે એટલા અંશમાં બંધ પણ છે અને જેટલા અંશમાં વીતરાગતા રહી છે એટલા અંશમાં એની નિર્જરા પણ ચાલે છે. ૪૧ પ્રકૃતિનો બંધ અટક્યો છે, પણ ૧૦૭નો ચાલુ છે. છતાં એ બંધ એવો નથી કે જે બંધ એનો અનંત સંસારપરિભ્રમણ કરાવે. જ્ઞાની સર્વથા અબંધ છે એવું નથી, પણ જ્ઞાનનું માહાભ્ય છે કે સંસારથી એને અલિપ્ત રાખે છે. અહો ! સમદષ્ટિ આતમા, કરે કુટુંબ પ્રતિપાળ; અંતર્ગત ન્યારો રહે, (જયું) ધાવ ખિલાવે બાળ. – શ્રી બૃહદ્ આલોચના Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ છ પદનો પત્ર જેમ ધાવમાતા બહારમાં બધું કામ કરે, પણ અંદરમાં એનું જ્ઞાન કામ કરે છે કે આ મારો દીકરો નથી. એમ જ્ઞાની શુભભાવને પેલા બાળક કરતા પણ વધારે રમાડે છે, પણ અંદરમાં ખ્યાલ છે કે આ “ભાવ” મારો નથી. આ શુભભાવરૂપી દીકરો મારો નથી. શુભભાવ કે અશુભભાવરી દીકરો મારો નથી. આ પરભાવનો નીપજેલો છે. આ પરમાતાનો છે, આ સ્વમાતાનો નથી. એટલું જ્ઞાન એને અંદરમાં રહ્યું છે. ત્રીજું પદ - “આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અર્થક્રિયાસંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે. ક્રિયાસંપન્ન છે, માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે; પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિજસ્વરૂપનો કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવા યોગ્ય, વિશેષ સંબંધસહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિનો કર્તા છે. પરમાર્થથી એટલે શુદ્ધ નિશ્ચયનયથી શુદ્ધ નિશ્ચયનયથી આત્મા જ્ઞાનભાવનો સ્વભાવ પરિણતિ એટલે નિજસ્વરૂપનો કર્તા છે અને નિજસ્વરૂપના કૌંભાવનો ભોક્તા છે. જો પોતે પોતાના ભાનમાં વર્તે તો પોતાના જ્ઞાન અને આનંદ પરિણામનો કર્તા છે અને હકીકતમાં કોઈ એક દ્રવ્ય બે ક્રિયાઓ કરી શકે એવો સિદ્ધાંત નથી. સિદ્ધાંત સ્થાપિત કર્યો કે એક પરિણામ કે કર્નાન દરવ દોઈ. એક પરિણામ એટલે કે એક ક્રિયા બે દ્રવ્ય મળીને કરી શકે નહીં. ચેતન ચેતનની જ ક્રિયા કરી શકે અને અચેતન અચેતનની જ ક્રિયા કરી શકે. ચેતન ચેતનની પણ ક્રિયા કરે અને અચેતનની પણ ક્રિયા કરે એમ બે ક્રિયા એકલું ચેતન કરી શકે નહીં. એમ અચેતન અચેતનની પણ ક્રિયા કરે અને ચેતનની પણ ક્રિયા કરે એમ બને નહીં. ચેતનની ક્રિયા એ જ્ઞાનક્રિયા છે. તો ચેતન જ્ઞાનક્રિયા પણ કરે અને ક્રોધાદિ ક્રિયાઓનો કર્તા થાય એમ બનતું નથી. એવી રીતે ચેતન પોતાની સ્વભાવપરિણતિએ વર્તી અને નિજસ્વરૂપનો કર્તા થાય એટલે જ્ઞાન પરિણતિનો કર્તા થાય અને દુનિયાના કોઈ પદાર્થોનો કર્તા થાય, એમ પણ બનતું નથી. જેમ ક્રોધાદિભાવનો કર્તા જીવ નથી તેમ અચેતનની જે કાંઈ પરિણતિ છે એનો કર્તા પણ જીવ નથી. જીવમાં થાય છે પણ એ જીવનો સ્વભાવ નથી. માટે એની ક્રિયાનો કર્તા નથી. ક્રોધાદિ ભાવ, રાગાદિ ભાવ આત્માના પ્રદેશમાં થાય છે. જ્ઞાની એનો સ્વીકાર નથી કરતા એમ નથી. એનો સ્વીકાર કરે છે, પણ એ આત્માની સ્વભાવ પરિણતિ નથી. એ નિમિત્ત-નૈમિત્તિક Page #512 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્રા ૪૮૯ સંબંધથી ઉત્પન્ન થયેલો એક સાંયોગિક ભાવ છે. શુદ્ધ નિશ્ચયનયથી એ ભાવ આત્માના નથી, પણ અશુદ્ધ નિશ્ચયનયથી એ આત્માના કહેવામાં આવે છે. અશુદ્ધ નિશ્ચયનયથી એટલે વ્યવહારથી એને આત્માના કહેવામાં આવે છે. કેમ કે, આત્મામાં થયા છે માટે. પણ એકલા આત્મા દ્વારા એ થયા નથી. એમાં નિમિત્ત તરીકે કાંઈક વસ્તુ પડી છે. કર્મનો ઉદય થયો ત્યારે થયા છે. નિમિત્તથી થયા છે. એનો અર્થ એવો નથી કે એનો કર્તા આત્મા છે. જેમ કે, દૂધમાં તમે દહીનું ટીપું નાખીને મેળવ્યું. સવારમાં જોઈએ તો દૂધ દહીંરૂપે થઈ ગયું. મેળવણ નાંખનારો દહીંરૂપે પરિણમ્યો છે ? માણસ તો માણસ જ રહ્યો છે. મેળવણ નાંખનારો કાંઈ દહીંરૂપે પરિણમી ગયો નથી. દહીં તો દૂધનું થયું છે. દૂધ દહીંરૂપે પરિણમ્યું છે. મેળવણ નાંખનારો દહીંરૂપે પરિણમી ગયો નથી. માટે,દહીંનો કર્તા દૂધ છે. એવી રીતે જ્ઞાની પુરુષો કહે છે કે અહીં આગળ આત્માના વિભાવથી કર્મના પુદ્ગલો, જે કામણવર્ગણા શદ્ધ હતી, જેને વિસ્ત્ર સોપચય કામણવર્ગણા કહેવામાં આવે છે, એ કર્મરૂપે પરિણમી ગઈ છે. આત્મા નથી પરિણમી ગયો એમ કહેવાનો મતલબ છે. જેમ દૂધમાં મેળવણ નાંખનારો માણસ દહીંરૂપે પરિણમ્યો નથી. એ માણસ તો માણસ તરીકે જ રહ્યો છે, એનો જાણનાર થયો છે પણ એ કોઈ ક્રિયાનો કરનાર થયો નથી. એવી રીતે આ બાજુ આત્માને વિભાવો થયા અને કાર્મણવર્ગણાઓ જે શુદ્ધ હતી એ કર્મરૂપે પરિણમી અને આત્મપ્રદેશો સાથે બંધાઈ ગઈ. તો કાર્મણવર્ગણા પોતે જ કર્મરૂપે પરિણમી અને બંધાણી છે. આત્માએ એને બાંધી નથી. આત્મા તો એ વખતે પણ એનો જોનારો છે. એનો કર્તા નથી. વિભાવનો કર્તા આત્મા નથી અને શુદ્ધ કાર્મણવર્ગણાઓને કર્મરૂપે પરિણમાવવાનો કર્તા પણ આત્મા નથી. બેય વાતનો ખ્યાલ રાખવાનો છે. એક માણસ દર્શન કરવા દેરાસર જાય છે અને બીજો માણસ જોઈ રહ્યો છે. તો જવાની ક્રિયાનો કર્તા કોણ છે? જે દર્શન કરવા જઈ રહ્યો છે તે અને જોનારો જુદો છે. જોનારો છે એ જનારો નથી. જોનારો છે એ જનારાથી જુદો છે. એમ આત્મામાં કર્મરૂપે પરિણમી કર્મરૂપે બંધાનાર પુદ્ગલ કર્મ છે અને એનો જોનારો આત્મા છે. આત્મા કાંઈ કર્મરૂપે પરિણમી અને કર્મરૂપે બંધાઈ ગયો નથી. જેમ પેલાનો જોનારો અને જાણનારો જુદો પુરુષ છે એમ કર્મને કર્મરૂપે પરિણમાવનાર કર્મ છે અને એને જોનારો આત્મા છે. એને કરનારો આત્મા નથી. કેમ કે, કર્મરૂપે પરિણમી અને આત્માના પ્રદેશો સાથે બંધ થઈ જવો એ પરમાણુની ક્રિયા છે. એ કાંઈ ચેતનની ક્રિયા નથી. ચેતનની ક્રિયા તો જાણવાની ક્રિયા છે. આત્મા જ્યારે વિભાવ કરે Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ છ પદનો પત્ર છે, શુભાશુભ ભાવ કે રાગ, દ્વેષ કે અજ્ઞાનના ભાવ કરે છે ત્યારે કાર્મણવર્ગણાઓ છે એ કર્મરૂપે પરિણમી અને આત્માના પ્રદેશ સાથે બંધાય છે. જેમ કે, ટેપરેકોર્ડર ચાલે છે. તેમાં બ્લેન્ક કેસેટ ઉપર શબ્દની વર્ગણા બંધાતી જાય છે, પણ ક્યારે બંધાય છે? કે અહીંથી અવાજ થાય તો. પણ જો અવાજ ના થાય તો એ બ્લેન્ક જ રહે. અવાજ થાય તો બંધાય છે. એવી રીતે કામણ વર્ગણા પણ જે શુદ્ધ છે એ પણ કર્મરૂપે પરિણમે છે અને કર્મ ક્યારે બંધાય છે? આત્મા રાગ-દ્વેષ કે અજ્ઞાનમયભાવ કરે છે તો અંદરમાં ટેપીંગ થાય છે, નહીં તો ટેપીંગ થતું નથી. કેમ કે, સિદ્ધ ભગવાન પણ સમયે સમયે શુદ્ધ ભાવ કરે છે પણ ત્યાં ટેપીંગ બિલકુલ થતું નથી. કેસેટો એકદમ કોરી અને આપણને સમયે સમયે કામણવર્ગણાઓ બંધાતી જાય છે. રાગ-દ્વેષ અને અજ્ઞાનમય ભાવો કરવાથી કર્મ બંધાય છે પણ, આત્મા કર્મોને બાંધતો નથી, કર્મો જે બંધાણા એ સ્વતંત્રપણે. એ કામણવર્ગણાઓ કર્મરૂપે પરિણમીને બંધાણી છે. એને આત્માએ બાંધી નથી. મુમુક્ષુ રાગ-દ્વેષ કરનારો તો આત્મા છે ને? સાહેબ : રાગ-દ્વેષ કરનારો તો આત્મા છે. એ પણ અશુદ્ધ નિશ્ચયનયથી, શુદ્ધ નિશ્ચયનયથી નહીં. નયનો અભ્યાસ નથી કર્યો એટલે પકડાતું નથી. ક્રોધાદિ કે રાગ-દ્વેષના ભાવનો કર્તા આત્મા નથી. રાગ-દ્વેષના ભાવનો કર્તા હોય, એનો સ્વભાવ હોય તો સિદ્ધ ભગવાનને પણ થવા જોઈએ. સિદ્ધ ભગવાનને રાગ-દ્વેષ અને અજ્ઞાનમય ભાવ થતા નથી. એટલે કે નિશ્ચયથી આત્મા રાગ-દ્વેષનો કર્તા છે નહીં. કર્તા હોય તો દરેક આત્માએ કરવો જોઈએ. આપણે રાગ, દ્વેષ ને અજ્ઞાનમય ભાવો કરીએ છીએ એ કેમ કરીએ છીએ? કે અંદરમાં કર્મના ઉદય ચાલુ છે એની સાથે ઉપયોગ જોડાય છે. એટલે જે શુદ્ધ ઉપયોગરૂપે પરિણમવું જોઈએ એના બદલે અશુદ્ધ ઉપયોગરૂપે એ પરિણમે છે. અશુદ્ધ ઉપયોગરૂપે પરિણમે છે એટલે રાગ-દ્વેષ અને અજ્ઞાનમય ભાવ થાય છે અને એ ભાવોથી નવીન કાર્મણવર્ગણાઓ છે એ કર્મરૂપે પરિણમીને આત્માના પ્રદેશ સાથે બંધાય છે. પણ એને બાંધનારો આત્મા નથી, આત્માનો અશુદ્ધ ઉપયોગ છે. જો બાંધવાનો સ્વભાવ હોય તો પછી છોડવાનો સ્વભાવ કોનો છે? માટે આત્માનો બાંધવાનો સ્વભાવ નથી કે છોડવાનો સ્વભાવ પણ નથી. અશુદ્ધ ઉપયોગનો સ્વભાવ છે. એ આત્માને કર્મપ્રદેશ સાથે બાંધવાનો છે અને શુદ્ધ ઉપયોગનું કાર્ય છે એ લાગેલી કર્મવર્ગણાઓને સંવર અને નિર્જરા કરવાનું. આત્મા એનાથી જુદો છે. આત્મા અને ઉપયોગ બંને જુદા સમજો . કથંચિત્ અભિન્ન છે, પણ ઉપયોગ છે એ એક સમયની Page #514 -------------------------------------------------------------------------- ________________ . છ પદનો પત્ર ૪૯૧ આત્માની અવસ્થા છે. સમયે સમયે જ્ઞાનદર્શન ઉપયોગનું પરિણમન છે. તો એ ઉપયોગ વિભાવરૂપે પરિણમે છે કે સ્વભાવરૂપે પરિણમશે એના ઉપર સંવર-નિર્જરા અને આસવબંધનો આધાર રહેલો છે. હવે આ બધા જે કર્મના વિસ્ફોટ થાય છે એ આત્માના પ્રદેશ ઉપર ઝળકે છે. એના જ્ઞાનમાં ઝળકે છે. એમાં થતા નથી. જેમ કે, દર્પણ છે અને દર્પણની સામે રંગબેરંગી મોર છે. મોર નાચી રહ્યો છે. બે મોર છે. એક દર્પણનો મોર છે અને એક બહાર તિર્યંચ મોર છે. દેખવામાં બે આવે છે. પહેલા એક હતો, હવે દર્પણમાં આવે એટલે બે થઈ જાય. હવે દર્પણના મોરની ક્રિયા અને પેલા મોરની ક્રિયા તમને એક જેવી લાગે છે. પણ સાચો મોર કયો છે ? જે બહાર છે તે. દર્પણની સ્વચ્છતાના કારણે એમાં એ ઝળકાટ થયો છે તે દર્પણનો વિકાર છે. ઝળકાટ થયો એટલે એની સ્વચ્છતા નષ્ટ થઈ ગઈ અને સ્વચ્છતામાં વિકાર આવ્યો પણ દર્પણના સ્વભાવમાં વિકાર નથી આવ્યો. મોરના નિમિત્તથી આવ્યો છે. મોર હટી જાય તો એવી જ સ્વચ્છતા છે, એમ આત્મા દર્પણ જેવો સ્વચ્છ છે અને એમાં જે ઉદય આવ્યો; કષાયભાવનો, ક્રોધાદિ ભાવનો કે રાગાદિ ભાવનો કે શુભાશુભ ભાવનો એ એના ચૈતન્ય અરીસામાં પ્રતિબિંબિત થાય છે. કર્મના પરમાણુનો વિસ્ફોટ થવાથી થયેલો અજીવ ક્રોધ છે અને આની અંદરમાં ઝળકાટ થયો છે, એ જીવ ક્રોધ છે, જેને ભાવકર્મ કહેવામાં આવે છે. જીવ ક્રોધ અને અજીવ ક્રોધ બે જુદા છે. અજીવ ક્રોધ એ કર્મના ૫૨માણુનો વિસ્ફોટ થયો એમાં છે અને જીવ ક્રોધ એ જીવની વિભાવ પરિણતી થઈ એમાં છે. જીવ પરિણતિમાં જે વિભાવ થયો એ અને જીવ જુદા છે, એકમેક નથી. દર્પણ અને દર્પણમાં પ્રતિબિંબિત થયેલો મો૨ એ પણ જુદા છે. જેમ પેલો બહારનો મો૨ જુદો છે અને દર્પણમાં પ્રતિબિંબિત થયેલો મોર એ દર્પણથી જુદો છે. એવી રીતે આત્મામાં વિભાવરૂપે પ્રતિબિંબિત થયેલા જીવના ક્રોધાદિ જીવ ભાવો પણ આત્માના સ્વભાવથી જુદા છે. આ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભેદવિજ્ઞાન છે. જો આ વાત તમે અંદરમાં પકડશો, પકડાય એવી તો જલ્દી નથી, કેમ કે આનો અભ્યાસ જોઈએ. જો પકડશો તો અંદ૨માં તમને સૂક્ષ્મ ભેદવિજ્ઞાન થશે. સૂક્ષ્મ ભેદવિજ્ઞાન થશે એટલે ખ્યાલ આવશે કે અજીવ ક્રોધ વખતે પણ અંદરમાં જ્ઞાન પરિણતિનું કાર્ય જુદું ચાલી રહ્યું છે. કેમ કે અજીવ પરિણતિને પણ જાણનાર જ્ઞાન છે. જ્ઞાન પર્યાય છે. આત્મા તો હજી છેટો છે. અજીવ પરિણતિમાં ક્રોધ પરિણતિ ચાલી રહી છે. એ ક્રોધ પરિણતિને જાણનાર જ્ઞાન પરિણતિ છે. જ્ઞાનીને પણ ક્રોધ થાય છે અને અજ્ઞાનીને પણ થાય છે. જ્ઞાનીને જ્યારે ક્રોધાદિ ભાવ થાય છે ત્યારે એમનું જે શ્રદ્ધાનું વિશ્લેષણ Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ છ પદનો પત્ર હોય છે એ યથાર્થ હોય છે કે આ પરિણતિ છે એ કર્મના વિસ્ફોટના કારણે ઝળકી છે અને એના કારણે વિભાવરૂપે આ આત્મા ક્રોધાદિરૂપે પરિણમ્યો છે, પણ એ મારા સ્વભાવનું પરિણમન નથી. સ્વભાવનું પરિણમન તો વર્તમાનમાં પણ એનાથી જુદું છે. એ જ્ઞાન પરિણમનથી આ ક્રોધાદિ પરિણમન જણાય છે, પણ જ્ઞાનમાં ક્રોધાદિ પરિણમન થતું નથી. બે ય જુદા છે, કેમ કે ચેતન પરિણામ અને અચેતન પરિણામ એ બે ક્રિયાઓ એક દ્રવ્યમાં એક સાથે થઈ શકતી નથી. બે ક્રિયા એક દ્રવ્ય કરી શકે નહીં. ક્રોધાદિ ભાવ પણ આત્મા કરે અને જ્ઞાનભાવ પણ આત્મા કરે એમ બનતું નથી. ઘડાનો બનાવનાર જેમ કુંભાર છે, તો માટી પણ ઘડારૂપે પરિણમે અને કુંભાર પણ ઘડારૂપે પરિણમે એમ બનતું નથી. કુંભાર તો કુંભારરૂપે જ રહે છે. માટી ઘડારૂપે પરિણમે છે. નિમિત્તકર્તા તરીકે આપણે કુંભારને કહીએ છીએ. એ પણ એક સ્થૂળ અપેક્ષાએ કહીએ છીએ. સૂક્ષ્મ અપેક્ષાએ જોઈએ તો કુંભારનો યોગ અને ઉપયોગ એ નિમિત્તકર્તા છે. આ તો તત્ત્વની સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભેદજ્ઞાનની વાત છે. વસ્તુ પોતાના સ્વરૂપમાં જ પરિણમે એવો નિયમ છે. એટલે કે જીવ જીવરૂપે પરિણમ્યા કરે અને અજીવ અજીવરૂપે પરિણમ્યા કરે, જીવ ક્યારેય પણ અચેતનરૂપે પરિણમે નહીં અને અજીવ ક્યારેય પણ ચેતનરૂપે પરિણમે નહીં. આ સિદ્ધાંત છે. આ વાત ભેદવિજ્ઞાનની છે. માટે એકદમ ઉપયોગને એકાગ્ર રાખી ગ્રહણ કરવું. વસ્તુ પોતાના સ્વરૂપમાં જ પરિણમે એવો નિયમ છે. જીવ જીવરૂપે પરિણમ્યા કરે છે અને જડ જડરૂપે પરિણમ્યા કરે છે. જીવનું મુખ્ય પરિણમવું ચેતન જ્ઞાન સ્વરૂપ છે અને જડનું મુખ્ય પરિણમવું એ જડનું સ્વરૂપ છે. જીવનું પરિણમન થાય છે એ શેના રૂપ થાય છે ? પરિણમન એટલે ક્રિયા, એ જ્ઞાનક્રિયા કરે છે. આત્મા જ્ઞાનં, સ્વયં જ્ઞાનં, જ્ઞાનાત્ અન્ય કરોતિ કિમ્ । પરભાવસ્ય કર્તા આત્મા, મોહેય, વ્યવહા૨ેણું || આત્મા જ્ઞાનસ્વરૂપ છે તો જ્ઞાનક્રિયા કરે. એ જ્ઞાનક્રિયા પણ કરે અને અચેતન ક્રિયા પણ કરે એમ બનતું નથી. પરમાર્થથી સ્વભાવ પરિણતિએ એ આત્મા નિજસ્વરૂપનો કર્તા છે એની વાત ચાલે છે. જે દૃષ્ટિથી વાત થતી હોય એ દૃષ્ટિથી વિચારીએ તો યથાર્થ છે. પરમાર્થથી સ્વભાવ પરિણતિએ જીવ નિજસ્વરૂપનો કર્તા છે. એટલે જીવનું મુખ્ય પરિણમવું તે ચેતન જ્ઞાનસ્વરૂપ છે અને જડનું મુખ્ય પરિણમવું તે જડત્વ સ્વરૂપ છે. સમયે સમયે આપણું વિભાવ પરિણમન ચાલે Page #516 -------------------------------------------------------------------------- ________________ ૪૯૩ છ પદનો પત્ર છે. હવે એ આપણું સ્વભાવ પરિણમન નથી અને આ પરિણમનના હકીકતમાં કર્તા નથી, પણ કર્મના ઉદય સાથે ભળવાથી થયેલા સાંયોગિક અને નૈમિત્તિક ભાવ છે. આ મારા સ્વાભાવિક ભાવ નથી. સાહજિક ભાવ નથી. આટલું જ્ઞાન દરેક મુમુક્ષુને, ભલે આત્મજ્ઞાન ના થયું હોય તો પણ રહેવું જોઈએ. નહીં તો બીજા ઉપર આરોપ થઈ જાય કે આના દ્વારા મારા ભાવ બગડ્યા.આના દ્વારા મારી આ ક્રિયા થઈ. આ હતો માટે મને આમ થયું. આ ના હોત તો મને આમ ના થાત. આવો આરોપ આપણે બીજા ઉપર ઢોળી દઈએ છીએ. કેમ કે હું જ્ઞાન સ્વરૂપનો કર્તા છું અને આનો કર્તા નથી, એ સમજણ એ વખતે ત્યાં હાજર નથી. શ્રી સમયસારમાં કહ્યું છે કે, જે માનતો મુજથી દુઃખી, સુખી હું કરું પર જીવને; તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. જ્યાં કર્મ ઉદય જીવ સર્વે દુઃખી તેમ સુખી થતાં; તું કર્મ તો દેતો નથી તો તે કેમ દુઃખી સુખી કર્યા. – શ્રી સમયસાર જીવે પોતાની કલ્પનાથી માન્યું કે આણે મને સુખી કર્યો, આણે મને દુઃખી કર્યો અને હકીકતમાં જોઈએ તો કોઈએ સુખી નથી કર્યો, દુઃખી પણ નથી કર્યો. એને કલ્પના દ્વારા સુખ કે દુઃખ ભાસ્યું છે. જો આ ભેદવિજ્ઞાન થાય તો પેલો આરોપ જે બહારમાં નિમિત્ત ઉપર થાય છે, એના બદલે એનો આરોપ સ્વદોષ ઉપર આવે કે મેં કલ્પના કરીને પેલા નિમિત્તને સુખરૂપે માન્યું, આ નિમિત્તને દુઃખ માન્યું. તો હકીકતમાં મારી એ કલ્પના હતી, પણ વાસ્તવિકતા ન હતી. " જેમ વૈજ્ઞાનિકો સમજીને પ્રયોગ કરે અને વ્યવહારમાં આપણે લાભ ઉઠાવીએ છીએ, તો એવી રીતે આ પ્રક્રિયા સમજી અને વ્યવહારમાં એનો લાભ ઉઠાવવાનો છે કે જ્યારે સુખદુઃખના કાંઈ બનાવો બને છે, શાતા-અશાતાના બનાવો બને છે. (સમયે સમયે ચાલુ છે; દરેક જીવને ઉદયને અનુરૂપ) ત્યારે એ શાતા કે અશાતા કંઈ બહારથી નથી આવી, પણ અંદરના ઉદયથી આવી છે અને અંદરનો ઉદય પણ ક્યારે આવે છે? કે પહેલા બાંધ્યો હતો ત્યારે આવે છે અને એ ઉદય પણ મારો નિજભાવ નથી. મારો સ્વભાવ નથી. એ ઉદયમાં હું જોડાઉં છું ત્યારે સુખ કે દુ:ખને આધીન થઈને એ ભાવોને હું કરું છું. હકીકતમાં એ ભાવોનો પણ હું કર્તા નથી. તો જયારે શાતા કે અશાતાનો ઉદય આવે અને આ જ્ઞાન હાજર હોય ત્યારે એ નિમિત્ત બાજુ વળ્યા Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ છ પદનો પત્ર કરતા સ્વભાવ બાજુ વળવાનો પુરુષાર્થ કરશે. એટલે એ વખતે એના જે વિકલ્પો છે એ મટી અને એ નિર્વિકલ્પ સ્થિતિમાં અથવા મંદ કષાયરૂપે પરિણમશે અને જો નિમિત્ત બાજુ કે ઉદય બાજુ વળ્યો તો એ બીજા તરફ વળી અને કપાયરૂપે પરિણમીને તીવ્ર કષાયમાં જતો રહેશે. આ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ કે કર્તા-કર્મ સંબંધ સમજવાનો ફાયદો એટલો છે કે આપણને જે કાંઈ ઉદયને અનુરૂપ બહારમાં બનાવો કે ક્રિયાઓ થાય છે એ આપણે બીજા ઉપર ઢોળી નાંખીએ છીએ, એ હવે પોતાનો વાંક જોતો થઈ અને પોતાના સ્વભાવ બાજુ વળવાનો પ્રયત્ન કરે છે. કેમ કે, એ જુએ છે કે આ ક્રિયાનો હું કર્તા નથી, હું તો જ્ઞાતા છું. ક્રોધાદિરૂપે પરિણમ્યો છે એનું કારણ શું છે? હું મારા જ્ઞાનભાવમાં ટકી ના શક્યો એ છે, નહીં કે પેલા નિમિત્તનું કારણ છે. એટલે આખું બળ પોતાના ઉપયોગ તરફ એ વાળે છે. મારી ઉપયોગની નિર્બળતાના કારણે હું નિમિત્તાધીન કે ઉદયાધીન બની અને કષાય કે વિકારરૂપે પરિણમ્યો છું, પણ પેલા દ્રવ્યએ મને વિકારરૂપે કે કષાયરૂપે પરિણમાવ્યો નથી. બહુ સૂક્ષ્મ વાત છે આ તત્ત્વની. આ તો ન્યાલ થઈ જવાય એવું છે. જેમ કરોડમાંથી એકને લોટરી લાગે અને ન્યાલ થઈ જાય એમ. આ લોટરી કરોડમાંથી કોક ને જ લાગે છે. આ તો પોતાના અંતરંગ પુરષાર્થનું કાર્ય છે. આ કાર્ય કંઈ બીજા દ્રવ્ય દ્વારા કરી દેવાય એવું નથી. જો જીવ સાચું સમજે અને સાચા પુરુષાર્થમાં વર્તે તો કાયમ એની અંતરંગ શાંતિનો ભંગ થઈ શકતો નથી, નહીં તો એની અંતરંગ શાંતિનો ભંગ થયા કરે છે. એ વાત અહીં કહે છે કે જીવનું મુખ્ય પરિણમવું એ જ્ઞાનસ્વરૂપ છે અને જડનું મુખ્ય પરિણમવું એ જડત્વ સ્વરૂપ છે. જીવનું જે ચેતન પરિણામ એટલે જ્ઞાન પરિણામ-દર્શન પરિણામ એ કોઈ દિવસ અચેતન થઈ પરિણમે નહીં. એટલે કોઈ દિવસે ક્રોધરૂપે કે માનરૂપે કે માયારૂપે કે લોભરૂપે કે બીજારૂપે પરિણમે નહીં. અચેતનરૂપે પરિણમી જાય એટલે કે દેહરૂપે પરિણમી જાય કે બીજા કોઈ અન્ય અચેતનરૂપે પરિણમી જાય એમ બની શકતું નથી. જીવનું જે ચેતન પરિણામ તે કોઈ પ્રકારે જડ થઈ પરિણમે નહીં અને જડનું જડત્વ પરિણામ તે કોઈ દિવસ ચેતન પરિણામે પરિણમે નહીં. ઘડો જાણવાનું કામ કરે નહીં, એમ અચેતનની કોઈપણ ક્રિયા એવી નહીં હોય કે એનામાં ચેતન પરિણામ જેવું કામ થવાનું. જડનું જડત્વ પરિણામ રહેવાનું અને ચેતનનું ચેતનત્વ જ પરિણામ રહેવાનું. જડ કોઈ દિવસ ચેતનરૂપે પરિણમે નહીં અને ચેતન કોઈ દિવસ જડત્વ પરિણામે પરિણમે નહીં, એવી વસ્તુની મર્યાદા છે. મન-વચન-કાયાની ક્રિયા હું કરું છું એ માનવું એ અજ્ઞાન છે. તો આ ત્રણની ક્રિયા મારા દ્વારા થઈ અને એનું કર્તાપણાનું જો અહંપણું આવ્યું તો એનું નામ Page #518 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર ૪૫ અજ્ઞાન છે. હું ધારું એવી વાણી બોલી શકું છું એમ માનવું એ પણ અજ્ઞાન છે. ઉદય હોય તો વાણીના પુદ્ગલ નીકળે, નહીં તો કાલ ઉઠીને લકવો થઈ જાય તો બંધ પણ થઈ જાય. નીકળે જ એવો કોઈ નિયમ નથી. યોગ્યતાને અનુરૂપ નીકળે છે. હવે કોઈ જીવ એનું અભિમાનકરે તો એ એનું અજ્ઞાન છે અને એ અજ્ઞાનથી એનો બંધ છે. જડનું જડત્વ પરિણામ કોઈ દિવસે ચેતનરૂપે પરિણમે નહીં એવી વસ્તુની મર્યાદા છે અને ચેતન-અચેતન એ બે પ્રકારના પરિણામ તો અનુભવસિદ્ધ છે. જ્ઞાનભાવ થાય છે એનો પણ અનુભવ થાય છે અને ક્રોધાદિ ભાવ થતાં આકુળતા-વ્યાકુળતા થાય છે એનો પણ અનુભવ છે. બે ય અનુભવ જીવ જાણવા દ્વારા - જ્ઞાન દ્વારા કરી રહ્યો છે. તેમાંનું એક પરિણામ બે દ્રવ્ય મળીને કરી શકે નહીં. એટલે એક ક્રિયા, એક કાર્યએ બે દ્રવ્ય મળીને કરી શકે નહીં. જડનું જે કાર્ય થાય છે એ જડ અને ચેતન ભેગા થઈ કરી શકતા નથી અને ચેતનનું જે જ્ઞાન પરિણમન થાય છે એ પણ ચેતન અને જડ ભેગા થઈ કરી શકતા નથી. ચેતનનું કાર્ય તો ચેતન દ્વારા જ થાય છે અને જડનું કાર્ય જડ દ્વારા જ થાય છે. દરેકદ્રવ્યનો પરિણમનશીલ સ્વભાવ છે, દરેક દ્રવ્યસ્વયંસત છે અને સ્વયં પરિણમનશીલ છે. માટે દરેક દ્રવ્યનું પરિણમન સ્વયં પોતાનું, પોતા દ્વારા, પોતામાં થાય છે. બીજા દ્વારા થઈ શકતું નથી. અર્થાત્ જીવ અને જડ મળીને કેવળ ચેતન પરિણામે પરિણમી શકે નહીં. જ્ઞાનપરિણામ જીવ અને જડ ભેગા થઈને કરી શક્તા નથી, એકલું ચેતન જ કરે છે. રૂપ, રસ, ગંધ, વર્ણ, સ્પર્શરૂપે પરિણમવાનું કાર્ય એકલું અચેતન એટલે પુદ્ગલ જ કરે છે. અચેતનને આપણે નથી લેતા, પણ પુદ્ગલને લઈએ છીએ. બે ભેગા મળીને કરી શકતા નથી. જીવ ચેતન પરિણામે પરિણમે અને જડ અચેતન પરિણામે પરિણમે એમ વસ્તુસ્થિતિ છે. વસ્તુનો સ્વભાવ આવો છે. માટે જિન કહે છે કે એક પરિણામ બે દ્રવ્ય કરી શકે નહીં. અત્યારે એક પરિણામ અને બે દ્રવ્યની વાત ચાલે છે. એક પરિણામ એટલે જડનું પરિણામ એ જડ અને ચેતન ભેગા થઈ કરી શકે નહીં. એવી રીતે ચેતનનું પરિણામ એ જડ અને ચેતન ભેગા થઈ કરી શકે નહીં. ચેતનનું પરિણામ ચેતન જ કરે અને જડનું પરિણામ જડ જ કરે એવી વસ્તુસ્થિતિ છે. એમ કહેવાનો મતલબ છે. જ્ઞાનીઓની અનુભવ કરીને લખેલી વાત છે અને વસ્તુના સ્વરૂપનો સિદ્ધાંત છે એ બતાવે છે. આ સિદ્ધાંત અનાદિકાળથી નથી જાણ્યો એટલે અજ્ઞાન અવસ્થામાં જીવે અનેક પ્રકારના પરભાવ અને પરપ્રવૃત્તિને પોતાની માની અને આ પરિભ્રમણ એનું ચાલુ રહ્યું. જીવ ચેતન પરિણામે જ પરિણમે છે, અચેતનની ક્રિયા જે થાય છે એનો કર્તા આત્મા નથી. એક પરિણામ બે દ્રવ્ય કરી શકે નહીં. જે જે દ્રવ્ય છે તે પોતાની સ્થિતિમાં જ હોય અને Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ છ પદનો પત્ર પોતાના સ્વભાવમાં પરિણમે. માનો તો પણ પરિણમે અને ના માનો તો પણ પરિણમે. અજ્ઞાની નથી માનતો એથી શું કાંઈ એ અચેતનરૂપે પરિણમી જાય છે ? જેમ આપણે કહીએ કે રોટલીનો કર્તા સ્ત્રી નથી અને કોઈ બહેન એના માને એથી શું એ રોટલીના કર્તા થઈ જવાના છે ? માનવારૂપ અજ્ઞાનનો વિકલ્પ હતો. એ સમજવાથી માનવામાં પરિણમે છે ત્યારે એ વિકલ્પ ટળી અને નિર્વિકલ્પ થાય છે. કેમ કે, અજ્ઞાનતા પણ વિકલ્પમાં છે. જડમાં તો કાંઈ અજ્ઞાન છે નહીં અને ચેતનમાં પણ અજ્ઞાન નથી. ત્યારે અજ્ઞાન છે ક્યાં? વિકલ્પમાં છે. આ સાચું સમજવાથી એનો ખોટો વિકલ્પ સમજી અને સાચી વસ્તુસ્થિતિનું ભાન થાય તો એ નિર્વિકલ્પ થયા વિના રહેતો નથી. આ કાર્ય અટપટું સમજાતું નથી એટલે અનેક પ્રકારના વિકલ્પ આવે છે. આનું આમ કેમ થયું ? અરે, પણ તારે શું ? એમ થવાનું હતું એમ થયું. દુનિયામાં જે જે બનાવ બને છે એના આપણને વિકલ્પ આવે છે એનું કારણ આપણું અજ્ઞાન છે. જે જે કાર્ય દુનિયામાં જ્યાં જ્યાં, જે જે પ્રકારે બને છે એ દરેક જગ્યાએ વ્યવસ્થિત જ બને છે. હવે, એ કાર્યમાં આપણા દ્વારા ફેરફાર આપણાથી થઈ શકે એમ નથી. એ એના સમયે ફરશે. એનું કાર્ય સમાપ્ત થશે ત્યારે એનો ઉદય સમાપ્ત થશે. ત્યારે બાકી કોઈ દ્રવ્યના પરિણમનને આપણે અટકાવી શકીએ એમ નથી. આના ઉપરથી સિદ્ધાંત નીકળે છે કે દરેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર છે. કોઈ દ્રવ્યના પરિણમનને કોઈપણ દ્રવ્ય ફેરફાર કરી શકતું નથી કે અટકાવી શકતું નથી. જે દ્રવ્ય, જે રૂપે, જે સ્થળે, જે પ્રમાણે પરિણમવાનું છે એને ઈન્દ્ર, જિનેન્દ્ર, નરેન્દ્ર પણ ફેરફાર કરી શકતા નથી. જે પાંદડું પાકી ગયું અને તૂટીને પડે છે એને કોઈ જોડી શકતું નથી. એનો સમય થાય છે એટલે ટપ દઈને પડી જ જાય છે. પછી એને એમ કહે કે હું ના પડવા દઉં તો એમ બને નહિ. દરેક દ્રવ્યના પરિણમન એ દરેક દ્રવ્યની યોગ્યતા અનુસાર સમયે સમયે થાય છે. એમાં કોઈ દ્રવ્ય બીજા કોઈ દ્રવ્યના ગુણ ઉપર, દ્રવ્ય ઉપર કે પર્યાય ઉપર કોઈપણ પ્રકારનો ફેરફાર કે અસર કરી શકતું નથી. આપ-લે થઈ શકતી જ નથી. દરેકે દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. એની ક્રિયા પણ સ્વતંત્ર છે. દ્રવ્ય પોતે કોઈ નિમિત્તના સાન્નિધ્યમાં પ્રભાવ પાડી શકતું નથી. જેમ પરમકૃપાળુદેવે કહ્યું ને કે નિમિત્તે કરીને હર્ષ, નિમિત્તે કરીને શોક, નિમિત્તે કરીને ઈન્દ્રિયજન્ય વિષયો પ્રત્યે આકર્ષણ અને નિમિત્તે કરીને કષાય ઉદ્ભવે છે તેવા તેવા જીવોએ તેવા તેવા નિમિત્તોનો ત્યાગ કરવો. એ નિમિત્તની અપેક્ષાએ કહ્યું. સ્થળ છોડી દેવાથી સ્થૂળ અપેક્ષાએ ત્યાગ થાય પણ ઉપયોગને ફેરવવાથી સૂક્ષ્મ દૃષ્ટિએ થાય. નિમિત્તનો ત્યાગ કરવો એટલે ઉપયોગને ફેરવી લેવો, એમ જ્ઞાનીઓનું કહેવું છે. સ્થળ છોડી દીધું એટલે એકાંતે Page #520 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર ૪૯૭ એવું નથી કે વિકલ્પો ન થાય. પણ, ઉપયોગને ફેરવતો થાય, બે જણા સાથે ઝઘડો થયો અને એક જણ જતા રહ્યા બહાર. બહાર જતા રહ્યા એટલે બહાર જનારને ક્રોધ નહીં થાય એવું નથી. એ તો બહાર જઈને વિકલ્પ કરવાનો. સ્થળ છોડી દીધું એટલે ના થાય, એવું એકાંતે નથી થઈ પણ શકે છે, પણ ઉપયોગને સ્વાધ્યાયમાં ફેરવી લીધો તો કષાય નહીં થાય. નિમિત્તનો ત્યાગ કરવો એટલે ઉપયોગને એ નિમિત્તથી ફેરવી લેવો એમ જ્ઞાનીઓનું કહેવું છે. દોઈ પરિણામ એક દરવન ધરતું હૈ. બે પરિણામે એ દ્રવ્ય પરિણમી શકતું નથી. બે પરિણામ એક દ્રવ્ય કરે; જીવ જ્ઞાન પણ કરે અને ક્રોધ પણ કરે એમ બને નહીં. જ્ઞાન સિવાયની બીજી કોઈ વસ્તુ કરે એમ બની શકતું નથી. પોતાના સ્વભાવની ચીજ સિવાય, વિભાવ પણ કરે અને સ્વભાવ પણ કરે એમ બની શકતું નથી. પરમાર્થથી એક દ્રવ્ય બે પરિણામે પણ પરિણમી શકે નહીં એવી વસ્તુસ્થિતિ છે. માટી ઘડારૂપે પણ પરિણમે અને કુંભારરૂપે પરિણમે એમ બનતું નથી. માટી ઘડારૂપે જ પરિણમે છે. એવી રીતે કુંભાર પણ કુંભારરૂપે પરિણમે અને ઘડારૂપે પરિણમે એમ બનતું નથી. કુંભાર કુંભાર રૂપે જ રહે છે. એમ જ્ઞાન જ્ઞાનરૂપે પરિણમે અને જ્ઞાન ક્રોધરૂપે પણ પરિણમે એમ બનતું નથી. જ્ઞાન જ્ઞાનરૂપે જ પરિણમે છે. ક્રોધરૂપ પરિણમન કોઈ દિવસ જ્ઞાનનું થતું નથી. જ્ઞાનનું પરિણમન તો જ્ઞાનરૂપે જ રહે છે. પણ, એકબીજાને એટલી બધી એકમેકતા જેવી સ્થિતિ થઈ . ગઈ છે, એટલે આપણને લાગે છે કે જ્ઞાન ક્રોધરૂપે પરિણમી ગયું. તમે મેથીના ભજીયા ખાઓ છો અને તમને ખારા લાગે છે. કોઈ તમને પૂછે કે મેથીના ભજીયા કેવા છે? તો તમે શું કહેશો? ખારા છે. તો ખારાશ ભજીયાની છે કે મીઠાની? મીઠાની છે અને છતાંય તમે શું કહો છો? ભજીયું ખારું છે. તો એ ખોટું છે. - મુમુક્ષુ : ખારાશ વધારે છે એમ કહેવાય ને? સાહેબ: ખારાશ કોની છે? એ વાત છે અહીં. મુમુક્ષુ : મીઠાની. સાહેબ : બસ પતી ગયું? તો ક્રોધ કોનો છે? ક્રોધરૂપે પરિણમી ગયો છે જીવ. જેમ પેલું ભજીયું ખારાશરૂપે પરિણમી ગયું તો ચણાનો લોટ ખારો નથી થઈ ગયો. ચણાનો લોટ તો એનો જે સ્વાદ છે એવો ને એવો જ છે. ચણાના લોટમાં કાંઈ મીઠું નથી ઘુસી ગયું. ચણાના લોટના પરમાણુ છે એમાં એનું જે સત્ત્વ Page #521 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ છ પદનો પત્ર છે એ જ જળવાઈ રહ્યું છે. ખારાશ જેમ મીઠાની છે; એમ વર્તમાનમાં જીવ ક્રોધરૂપે પરિણમી ગયો તો જે ક્રોધ અવસ્થા છે એ કાંઈ જ્ઞાનની નથી. જ્ઞાન તો એ વખતે પણ જાણવાનું કામ કરે છે. ક્રોધ એ જાણવાનું કામ કરતો નથી. જેમ ચણાના લોટમાં ખારાશ નથી એમ ક્રોધમાં જ્ઞાન નથી અને જ્ઞાનમાં ક્રોધ નથી. જ્ઞાન જ્ઞાનરૂપે જ કામ કરી રહ્યું છે અને ક્રોધ ક્રોધરૂપે જ પરિણમ્યો છે. છતાંય બે એકમેક થઈ જવાના કારણે આપણને લાગે છે કે હું ક્રોધરૂપે પરિણમી ગયો છું. આ તો ભેદવિજ્ઞાન છે. આ તો જૈનદર્શનનું ઊંડાણ છે, હૃદય છે. જૈનદર્શન તમે વાંચો, સાંભળો, સમજો ત્યારે ખ્યાલ આવે કે દરેક વસ્તુની સ્વતંત્રતા જ્ઞાનીઓએ કેવી સૂક્ષ્મ. દ્રવ્ય-ગુણ-પર્યાયોથી, નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી કર્તા-કર્મનું સ્થાપન કર્યું છે. એ વસ્તુ યથાસ્થિત સમજાય તો દુનિયાની ગમે તે ગરબડો ચાલે એ તમને આકુળતા-વ્યાકુળતા કરાવનારી નહીં થાય. કેમ કે તમે તરત જુદું પાડી દેશો કે આનંદઘનકું ક્યા? મેરે ઘરમેં કુછ નહીં હૈ. યે સબ પડોશ કે ઘરમેં હૈ. તો તમારી અંતરંગ શાંતિનો ભંગ નહીં થાય. જો આ ભેદવિજ્ઞાન નહીં હોય અને એકની ક્રિયાનો બીજાની ક્રિયામાં આરોપ કરી દીધો તો અંદરની આકુળતા-વ્યાકુળતા કોઈ કાઢી શકે એમ નથી. અંદરની આકુળતા-વ્યાકુળતા કાઢવી હોય તો સાચું જ્ઞાન કરો અને સાચી પરિસ્થિતિને તત્ત્વદૃષ્ટિથી મૂલ્યાંકન કરો. તો અંદરની આકુળતા-વ્યાકુળતા જશે; નહીં તો, બધા વિકલ્પના ગોટા ચાલતા જશે અને અંદરમાં આકુળતા-વ્યાકુળતા વધતી જશે. જેમ અગ્નિમાં લાકડા નાખીએ અને અગ્નિ વધારે પ્રજવલિત થતો જાય, એમ ખોટા વિકલ્પો કરવાથી અનેક પ્રકારના દુઃખો અને આકુળતા-વ્યાકુળતા વધતી જાય અને શાંતિ મળી શકે નહીં, પણ જ્યારે અંદરમાં સમજણ આવે કે મારું તો કોઈ ખરાબ કરી શકે એવું નથી અને મારું કોઈનાથી ખરાબ થઈ શકે એવું નથી. મારું ખરાબ થયું છે એ મારા વિકલ્પો દ્વારા થયું છે અને મારું સારું મારા નિર્વિકલ્પ દ્વારા. એટલે, વિકલ્પનો ત્યાગ થઈ અને નિર્વિકલ્પ સ્થિતિમાં આવું ત્યારે મારું સારું થઈ શકે એમ છે. બાકી બીજા દ્રવ્ય દ્વારા મારું ખરાબ થતું નથી. જુઓ! અંદરમાં આખી છાંટણી થઈ જાય. એટલે જીવનો પુરુષાર્થ જે પર તરફથી શાંતિ લેવાનો હતો તે તૂટી જાય અને સ્વના આધારે શાંતિ થઈ છે એટલે “સ્વ” તરફ વળવાનો એનો પુરુષાર્થ ચાલુ થાય. એક દ્રવ્ય બે પરિણામે પણ પરિણમી શકે નહીં - એવી વસ્તુસ્થિતિ છે. સિદ્ધાંત છે કે બે ક્રિયા એક દ્રવ્ય કરી શકતું નથી. એક જીવ દ્રવ્ય ચેતન અને અચેતન એ બે પરિણામે પરિણમી શકે નહીં. ક્રોધાદિ ભાવો અચેતન છે. કેમ કે, એમાં જાણવા-જોવાનું કામ થતું નથી. આત્મા Page #522 -------------------------------------------------------------------------- ________________ ૪૯૯ છ પદનો પત્ર ક્રોધ પણ કરી શકે અને જ્ઞાન પણ કરી શકે, એ બે એનો સ્વભાવ છે એમ બની શકતું નથી અને છતાંય આત્મામાં ક્રોધ થાય છે, પણ એનો કર્તા આત્મા નથી. જેમ ઘડો થાય છે પણ એનો કર્તા કુંભાર નથી, એનો કર્તા માટી છે. મુમુક્ષુ ઃ ઉપયોગમાં થાય છે ? સાહેબ ઃ ઉપયોગમાં ઝળકે છે. ઉપયોગમાં થતો નથી. ઉપયોગ તો ચેતન છે. ચેતનમાં અચેતનની ક્રિયા થાય ? સ્ફટિકની નીચે લાલ કપડું મૂક્યું છે તો સ્ફટિક લાલ દેખાય છે. હવે સ્ફટિક લાલ થઈ ગયો છે ? નથી થયો, પણ કપડાને હિસાબે લાલ દેખાય છે. એમ ઉપયોગની સાથે ક્રોધ ભળ્યો છે એટલે ઉપયોગ ક્રોધવાળો દેખાય છે, પણ ઉપયોગ ક્રોધરૂપે થઈ ગયો નથી. લાલાશ સ્ફટિકની છે કે કપડાની છે ? કપડાની છે. સ્ફટિક લાલ થયું છે કે કપડું ? સ્ફટિક કેવો છે ? એ વખતે પણ સ્વચ્છ જ છે. ક્રોધરૂપે ઉપયોગ પરિણમ્યો છે, તો ઉપયોગ એ વખતે જ્ઞાનસ્વરૂપે છે કે અચેતન સ્વરૂપે? એ વખતે સ્વચ્છ છે કે અસ્વચ્છ છે ? એ અસ્વચ્છ થયો એની ના નથી, પણ ઉપયોગનું જે સ્વચ્છત્વ છે એ વખતે પણ મોજૂદ રહ્યું છે. ઉપયોગની જે ચેતનતા છે એ અચેતનરૂપે પરિણમી નથી. ઉપયોગ ક્રોધની સાથે એકમેક જેવો થઈ ગયો છે, પણ એકમેક થઈ ગયો નથી. મુમુક્ષુ : ક્રોધ અને ઉપયોગ વચ્ચે સમયભેદ નથી એટલે ખ્યાલમાં નથી આવતો. સાહેબ : હા, સમયભેદ નથી છતાંય બે જુદા છે. હંમેશાં બે જુદા હોય તો એના લક્ષણ હોય કે ના હોય ? ક્રોધનું લક્ષણ આખું જુદું છે અને જ્ઞાનનું લક્ષણ આખું જુદું છે. પેલાનું લક્ષણ અચેતન છે અને આનું લક્ષણ ચેતન છે. એનો આધાર - આધેય સંબંધ જ જુદો છે. બધુંય જુદું છે. આ તો સૂક્ષ્મ છે, સ્થૂળ ઉપયોગથી ના પકડાય. ક્રોધનો આધાર - આધેય સંબંધ કર્મ સાથે છે અને ઉપયોગનો આધાર - આધેય સંબંધ આત્મા સાથે છે. માટે આધાર - આધેય સંબંધ પણ જુદા છે. એવી રીતે વ્યાપ્ય અને વ્યાપકતાની અપેક્ષાએ પણ ફેર છે. ક્રોધના પરમાણુનો વિસ્ફોટ થયો છે, તો ક્રોધ ક્રોધના પરમાણુમાં વ્યાપ્ત થયેલો છે. એ આત્માના પ્રદેશોમાં વ્યાપી ગયો નથી. આત્માના પ્રદેશમાં તો જ્ઞાન વ્યાપેલું છે, ક્રોધ વ્યાપેલો નથી. આ તો બધી સૂક્ષ્મ વાતો છે. કર્તા-કર્મ અધિકાર એ કોઈ સામાન્ય બાબત નથી. Page #523 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ છ પદનો પત્ર મુમુક્ષુ : તાદાભ્ય સંબંધની વાત થાય છે? સાહેબઃ તાદાત્ય સંબંધ નથી. જેવો જ્ઞાનનો આત્મા સાથે તાદામ્ય સંબંધ છે એવો ક્રોધનો આત્મા સાથે તાદાભ્ય સંબંધ નથી. આત્માથી ક્રોધ જુદો છે માટે એનો કર્તા નથી. જે દૃષ્ટિ છે એ દૃષ્ટિથી સમજો તો સમજાય. પરમાર્થથી શુદ્ધ નિશ્ચયનયથી જોઈએ તો વાત જુદી છે. અશુદ્ધ નિશ્ચયનયથી જોઈએ તો ક્રોધાદિનો કર્તા આત્મા છે. મુમુક્ષુ એટલે ઘડો, માટી અને કુંભારમાં આ રીતે સમજવાનું? સાહેબ બધાયમાં આ જ રીતે. કર્તા-કર્મ અધિકારના તો જુદા જુદા ઘણા દષ્ટાંતો છે. એક જીવ દ્રવ્ય તે ચેતન અને અચેતન એ બે પરિણામે પરિણમી શકે નહીં અથવા એક પુદ્ગલ દ્રવ્ય અચેતન અને ચેતન એ બે પરિણામે પણ પરિણમી શકે નહીં. એ તો સમજાશે કે આ જડ છે એ અચેતનરૂપે એટલે રૂપ-રસ-ગંધ-શબ્દ-સ્પર્શ રૂપે તો પરિણમે છે, પણ એ જ્ઞાનરૂપે પણ પરિણમે એમ બની શકતું નથી. આની સાથે ગમે તેટલા યંત્રો જોડીએ તો પણ આ જાણવા - જોવાનું કામ કરી શકતું નથી. માત્ર પોતે પોતાના જ પરિણામમાં પરિણમે. દરેક દ્રવ્ય પોતે પોતાના પરિણામમાં પરિણમે. ચેતન પરિણામ એ અચેતન પદાર્થને વિષે હોય નહીં અને અચેતન પરિણામ તે ચેતન પદાર્થને વિષે હોય નહીં. એક કરતૂતિ દોઈ દવ કબહૂ ન કરે, એક ક્રિયા બે દ્રવ્ય મળીને કરી શકતું નથી. કેમ કે, એક સમયમાં બે ઉપયોગ હોઈ શકતા નથી. એક સમયે જડની પણ ક્રિયા થાય અને ચેતનની પણ ક્રિયા થાય એમ બની શકતું નથી. બે દ્રવ્યનું મળવું એકાંતે યોગ્ય નથી. બે દ્રવ્ય મળીને એકમેક થઈ જાય એવું બનતું નથી. બે દ્રવ્યની સત્તા તો જુદી જુદી જ રહેવાની. જો બે દ્રવ્ય એક થઈ જાય તો તો દ્રવ્યનો નાશ થવાનો પ્રસંગ આવે અને દ્રવ્યનો નાશ થાય તો એમ કરતાં આખા વિશ્વનો નાશ થવાનો પ્રસંગ આવે. માટે, એમ બનતું નથી. બે દ્રવ્યનું મળવું એકાંતે યોગ્ય નથી. જો બે દ્રવ્ય મળીને એક દ્રવ્ય ઉપજતું હોય તો વસ્તુ પોતાના સ્વરૂપનો ત્યાગ કરે, વસ્તુનો નાશ થઈ જાય અને એમ તો કોઈ કાળે બને નહીં કે વસ્તુ પોતાના સ્વરૂપનો કેવળ ત્યાગ કરે. જ્યારે એમ બનતું નથી ત્યારે બે દ્રવ્ય કેવળ એક પરિણામને પામ્યા વિના એક ક્રિયા પણ ક્યાંથી કરે? અર્થાત્ ન જ કરે. માટે બે દ્રવ્ય પણ એક ક્રિયાને કરી શકતા નથી. દોઈ કરતૂતિ દર્વ દરવ ન કરતુ હૈ. Page #524 -------------------------------------------------------------------------- ________________ ૫૦૧ છ પદનો પત્ર તેમજ બે ક્રિયા એક દ્રવ્ય ધારણ પણ કરે નહીં. કેમ કે, એક સમયને વિષે બે ઉપયોગ હોઈ શકે નહીં. જીવ પુદ્ગલ એક ખેત - અવગાહી દોઉ. જીવ અને પુદ્ગલ બે એક ક્ષેત્રાવગાહમાં રહ્યા છે. કર્મના પરમાણુ અને આત્માના પ્રદેશો આમ એક ક્ષેત્રમાં છે. એકઝીણામાં ઝીણો પોઈન્ટ લો. તો અહીં આગળ એક જીવ દ્રવ્ય પણ મોજૂદ છે, આકાશ પણ છે, ધર્માસ્તિકાય પણ છે, અધર્માસ્તિકાય પણ છે, કાલાણ પણ છે અને પરમાણુ પણ છે. કેમ કે, અશુદ્ધ જીવ છે તો એની સાથે પરમાણુના જથ્થા છે. ભલે દેખાતા નથી, પણ સોયની અણી ઉપર રહે એટલા કંદમૂળમાં અનંત આત્માઓ છે અને બાકીના પાંચેય દ્રવ્યો છે. એ બધાય એક ક્ષેત્રાવગાહમાં છે, છતાં પોતપોતાના સ્વરૂપ-પરિણમનથી જુદા જુદા છે. દરેક દ્રવ્યની સત્તા જુદી છે. આટલું બધું સૂક્ષ્મ દ્રવ્યનું સ્વરૂપ જ્ઞાની પુરુષોએ બતાવ્યું છે. ભલે એક ક્ષેત્રને રોકી રહ્યા છે તો પણ જડ જડમાં છે અને જીવ જીવમાં છે. ધર્માસ્તિકાય ધર્માસ્તિકાયમાં છે. અધર્માસ્તિકાય અધર્માસ્તિકાયમાં છે. કાલાણુ કાલાણમાં છે. પરમાણુ પરમાણમાં છે અને જીવ જીવમાં છે. એક ક્ષેત્રાવગાહમાં રહ્યા હોવા છતાં પણ દરેક દ્રવ્યના પ્રદેશભેદ જુદા છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ભિન્નપણું છે. અસંગપણ છે. એકત્વપણું દરેક દ્રવ્યનું છે નહીં. એકમેક જેવા થઈ ગયા દેખાવા છતાં એકમેક થઈ ગયા નથી. જેમ કે, ગુલાબના એસેન્સવાળું પાણી હોય અને એમાં ખાંડ નાંખીએ તો એકમેક થઈ જાય. છતાંય ખાંડનું જે ગળપણ છે એ તો એમાં એમનું એમ જુદું જ રહ્યું છે. દૂધ અને પાણી એકક્ષેત્રાવગાહમાં એકમેક થઈ ગયા છે, પણ છતાંય તાદાભ્ય થઈને દૂધ પાણીરૂપે નથી થયું અને પાણી દૂધરૂપે નથી થયું. પાણી પાણીરૂપે જ રહ્યું છે અને દૂધ દૂધરૂપે જ રહ્યું છે. જીવ અને પુદ્ગલ કદાપિ એક ક્ષેત્રને રોકી રહ્યા હોય તો પણ “અપને અપને રૂપ, કોલ નટરતુ હૈ.” પોતપોતાના સ્વરૂપથી કોઈ અન્ય પરિણામ પામતું નથી. કોઈ બીજા રૂપે પરિણમી જતું નથી. કેટલી દ્રવ્યની સ્વતંત્રતા છે. ભેદવિજ્ઞાનમાં એકાગ્ર રહેવું પડે ત્યારે આ કામ થાય એવું છે. આટલું બધું એકમેક હોવા છતાં પણ બંનેને જ્ઞાનમાં જુદા પાડવા, એ કોઈ સામાન્ય ચીજ નથી. હવે એ કેટલું જ્ઞાન એકાગ્ર થઈ અને દરેકે દરેક દ્રવ્યની છાંટણી કરતાં કરતાં પછી, “અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ.” છેવટે જે બાકી રહ્યું એ મારું નિજસ્વરૂપ - જીવદ્રવ્ય આત્મદ્રવ્ય છે. આ છયે દ્રવ્યમાં છાંટણી પાડી અને પોતાના જીવદ્રવ્યને છૂટું તારવવાનું છે. કેમ કે, એકક્ષેત્રાવગાહમાં ભેળસેળ છે બધી અને એમાંથી આ બધું જુદું પાડવાનું છે. જેમ Page #525 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ છ પદનો પત્ર ગાડી ચલાવતાં હોઈએ અને એક સહેજ નજર ફરી જાય તો એક્સીડન્ટ થઈ જાય. આ એવું છે. સહેજ ઉપયોગ તમારો બીજે જાય તો એક્સીડન્ટ! ધર્માસ્તિકાય છે એ કોઈ દિવસ અધર્માસ્તિકાયરૂપ થતું નથી. એ કોઈદિવસે પરમાણુરૂપે થતું નથી કે એ કોઈ દિવસે કાલાણુ કે જીવદ્રવ્યરૂપે થતું નથી. એમ જીવદ્રવ્ય કોઈ દિવસે કાલાણ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય કે આકાશરૂપે થતું નથી અને છતાંય, એકક્ષેત્રાવગાહરૂપે રહેલા છે. આત્માનો અને કર્મનો સંબંધ, વિભાવ અને આત્માનો સંબંધ કેવો છે? આકાશમાં ધુમાડા છે એવો છે. સાહેબ ધુમાડા ક્યાં છે? મુમુક્ષુ ધુમાડા ધુમાડામાં છે. આકાશમાં ધુમાડા હોવા છતાં પણ આકાશનું દ્રવ્ય - ક્ષેત્ર - કાળ – ભાવથી ભિન્નત્વપણું છે અને ધુમાડાનું દ્રવ્ય - ક્ષેત્ર - કાળ - ભાવથી ભિન્નત્વપણું છે, છતાંય ધુમાડા આકાશમાં રહ્યા છે. એવી રીતે આત્મામાં વિભાવ અને આકર્મના પરમાણુ એટલા જજુદા છે અને એકત્રાવગાહ રહ્યા છે, છતાં પણ આત્માનું ક્ષેત્ર જુદું છે અને આ જડનું દ્રવ્ય - ક્ષેત્ર - કાળ - ભાવથી જુદાપણું છે. બે નું એકમેકપણું - તાદાભ્યપણું થઈ ગયું નથી. ગુણ - ગુણીનો અભેદ સંબંધ હોય, બાકી ગુણ - ગુણીના હોય. મિથ્યાત્વ એટલે બીજું કાંઈ નથી. પણ, ખોટી માન્યતા, વિપરીત શ્રદ્ધા. જડ પરિનામનિકે, કરતા હૈ પુદ્ગલ, હવે નિશ્ચય આવ્યો; એવો જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વભાવ. જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે; ભાસે જડ ચૈતન્યનો, પ્રગટ સ્વભાવ ભિન્ન, બન્ને દ્રવ્ય નિજ નિજરૂપે સ્થિત થાય છે. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૦૨ ક્યાં થાય છે? ઉપયોગમાં થાય છે. જ્ઞાનમાં થાય છે. જ્ઞાનમાં ભેળસેળ થઈ ગઈ હતી. પદાર્થ તો એ વખતે પણ જુદા હતા, પણ જ્ઞાનમાં અજ્ઞાનથી એકમેક જેવા થઈ ગયા હતા. એ જ્ઞાન થતાં હવે પ્રગટ બન્ને દ્રવ્ય જુદા દેખાય છે. આ બધું ભેદવિજ્ઞાન ક્યાં થયું? ઉપયોગમાં થાય છે. જ્ઞાનમાં થાય છે. માટે કહે છે કે, Page #526 -------------------------------------------------------------------------- ________________ ૫૦૩ છ પદનો પત્ર જડ પરિનામનિકો, કરતા હૈ પુદ્ગલ, દેહાદિકે કરીને જે પરિણામ થાય છે તેનો પુદ્ગલ કર્તા છે, જીવ કર્તા નથી. દેહના જે પરિણામ થાય છે - દેહની ચાલવાની ક્રિયા થઈ એ જીવે કરી નથી. તો જીવે શું કર્યું? જાણવાનું કામ કર્યું અને ચાલવાનો વિકલ્પ કર્યો. ટૂંકમાં અજ્ઞાન અવસ્થામાં ચાલવાનો વિકલ્પ કર્યો અથવા જ્ઞાન અવસ્થામાં ચાલવાનું કામ કર્યું, પણ ચાલવાની ક્રિયા જીવે કરી નથી. એવી રીતે કોઈપણ મન-વચન-કાયાની ક્રિયાનું જાણવું. દેહાદિ જડ છે અને આત્મા ચેતન છે અને જડ પરિણામ તો પુદ્ગલ વિષે છે. જ્યારે એમ જ છે તો પછી જીવ પણ જીવ સ્વરૂપે જ વર્તે છે. ચિદાનંદ ચેતન સ્વભાવ આચરતુ હૈ. મુમુક્ષુ: ચાલવાનો કર્તા પુદ્ગલ છે એટલે? સાહેબ : એટલે પુદ્ગલની ચાલવાની ક્રિયા પુદ્ગલ દ્વારા થઈ છે. એને ચેતને ચલાવ્યું નથી. આ ચોપડી આમ કરીને આમ ખસી. આ આગળ વધીને? તો એને ચેતને ચલાવી નથી. એ સ્વયં પોતાની શક્તિથી ચાલી છે. જો કે, તેમાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ કારણભૂત છે, પણ એ ચાલી છે પોતાની યોગ્યતાથી. મેં એને ચલાવી છે, હું એનો કર્તા થઉં તો એ અજ્ઞાન છે. મેં શું કર્યું? વિકલ્પ કર્યો ચલાવવાનો બસ. એટલા વિકલ્પનો હું કર્તા થયો, તે પણ અશુદ્ધ નિશ્ચયથી. શુદ્ધ નિશ્ચયથી તો એ પણ નહીં. અશુદ્ધ નિશ્ચયથી મેં આ કર્યું. એટલે ત્રણ પ્રકાર છે ને? ૧. પરમાર્થથી એટલે શુદ્ધ પરિણતિ. ૨. અશુદ્ધથી એટલે વ્યવહારથી અને ૩. ઉપચારથી એટલે કહેવા માત્ર, હકીકતમાં કર્યું નથી. અશુદ્ધ ભાવ થાય એ હજી વ્યવહાર છે. આ તો બિલકુલ ઉપચાર છે. કહેવા માત્ર જ છે. આપણે કહીએ છીએ કે પાણીનો ગ્લાસ લાવો. પણ ગ્લાસ તો પાણીનો નથી, સ્ટીલનો છે. છતાં ઉપચાર ભાષામાં સમજવા માટે સ્થૂળ અપેક્ષાએ આપણે એવું કહેવું પડે છે અને પેલો સમજી જાય છે પણ એથી કાંઈ સત્ય છે એવું નથી. પરમાર્થ સત્ય છે એ જુદું છે. વ્યવહાર સત્ય છે એ જુદું છે. પરમાર્થ સત્યથી તો ગ્લાસ સ્ટીલનો છે. કહેવાનો હેતુ એમ છે કે જો આમ તમે વસ્તુસ્થિતિ સમજો. બેયની જુદી જુદી જુદી ક્રિયાને, બેયના જુદા જુદા કાર્યને અને જુદા જુદા અસ્તિત્વને સમજો. તો જડને વિષેનો જે સ્વરૂપભાવ છે તે મટે, જે એમાં તમે અહંપણું અને કર્તાપણું કર્યું છે એ બધું મટી જાય, સ્વસ્વરૂપભાવ છે તે માટે અને સ્વસ્વરૂપનો જે તિરોભાવપણું Page #527 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ છ પદનો પત્ર છે તે પ્રગટ થાય. એટલે મિથ્યાત્વ ખસે અને જ્ઞાનભાવ પ્રગટે. આ પ્રમાણે તમે ભેદજ્ઞાનપૂર્વક વર્તે તો! ઉપયોગપૂર્વક વર્તો તો કેવી સારામાં સારી ભેદવિજ્ઞાનની વાત સૂક્ષ્મમાં સૂક્ષ્મ સાદી અને સરળ ભાષામાં પરમકૃપાળુદેવે આપણને બતાવી છે. એકદમ અંધકાર હોય અને પછી સૂર્ય ઊગે અને સહેજ સહેજ આછું અજવાળું થાય, એમ બે-પાંચ વખત, પંદર વખત વાંચશું, વિચારશું, સાંભળશું, સમજશું, પ્રયત્ન કરશું ત્યારે કાંઈક વધારે સ્પષ્ટ થશે અને ધીમે ધીમે વધારે કુશળ થવાથી સ્પષ્ટ થઈ જશે કે જડની ક્રિયા અને ચેતનની ક્રિયા બે જુદી છે. મુમુક્ષુ દ્રવ્ય, ગુણ, પર્યાય વિષે સમજવું હોય તો ક્યાંથી સમજવું? સાહેબ યશોવિજયજીનો દ્રવ્ય-ગુણ -પર્યાયનો રાસ ગુજરાતીમાં છે. બાકી તો કર્તાકર્મ અધિકાર સોનગઢથી બહાર પડ્યો છે. “સમયસારના પ્રવચનો' જેમાં આખો કર્તા-કર્મ અધિકાર ગુજરાતીમાં આપ્યો છે. ચોથું પદ “આત્મા ભોક્તા છે. જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ; સાકર ખાવાથી સાકરનું ફળ; અગ્નિસ્પર્શથી તે અગ્નિસ્પર્શનું ફળ; હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કર્તા હોવાથી ભોક્તા છે. આગળના પદમાં આત્માનું કર્તાપણું સાબિત કર્યું. જ્ઞાનભાવમાં પોતાના જ્ઞાન અને આનંદ પરિણામનો કર્તા અને ભોક્તા છે. અજ્ઞાન પરિણામમાં એટલે વ્યવહારથી જીવ ક્રોધાદિ ભાવનો કર્તા છે અને ઉપચારથી જીવ ઘર-નગર આદિનો કર્તા છે. તે જ પ્રમાણે ભોક્તાપણું છે. જેમ આત્મા પરપદાર્થનો કર્તા નથી એમ પરમાર્થથી આત્મા પરનો ભોક્તા પણ નથી. કેમ ભોક્તા નથી? કેમ કે, એક દ્રવ્ય બીજા દ્રવ્યને ભોગવી શકતું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શ કરી શકતું નથી. દરેક દ્રવ્ય, અન્ય દ્રવ્યથી તેના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ભિન્ન છે અને દરેક દ્રવ્યની ક્રિયા દરેક દ્રવ્યના પ્રદેશમાં જ થાય છે, એથી બહારમાં કંઈ થતું નથી. એટલે કોઈ દ્રવ્ય દ્વારા બીજા દ્રવ્યના દ્રવ્ય, ગુણ કે પર્યાયનો ભોગ થઈ શકતો નથી. Page #528 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર હવે દરેક પદાર્થ અર્થક્રિયાસંપન્ન છે એટલે ક્રિયાશીલ તો રહેવાના. કાંઈક ને કાંઈક પરિણામ તો કર્યા કરવાના. સમયે સમયે એમનું પરિણમન તો રહેવાનું. આત્મા પણ ક્રિયાસંપન્ન છે અને પરિણમનશીલ છે. સમયે સમયે એ પરિણમવાનો તો ખરો. કાં તો સ્વભાવરૂપે પરિણમે, કાં તો વિભાવરૂપે પરિણમે, પણ પરિણમન તો એનું રહેવાનું. કોઈપણ આત્મા એક સમય પણ પરિણમન વગર રહેતો નથી. ૫૦૫ આત્મા પરમાર્થથી પોતે પોતાના નિજસ્વરૂપનો ભોક્તા છે. સમાધિમાં, જ્ઞાનમાં પોતાના પરિણામનો ભોક્તા છે. અજ્ઞાન અવસ્થામાં જીવ રાગ-દ્વેષ ભાવનો ભોક્તા છે, વિભાવનો ભોક્તા થાય છે અને ઉપચારથી, વ્યવહારથી બાહ્ય કહેવા માત્ર એ પ૨પદાર્થોમાં પાંચ ઈન્દ્રિયના વિષયનો ભોક્તા છે અથવા સુખ - દુઃખનો ભોક્તા છે, શાતા અથવા અશાતાનો ભોક્તા છે એમ કહી શકાય. આત્મા શુભ ક્રિયા કરે, અશુભ ક્રિયા કરે કે શુદ્ધભાવરૂપી ક્રિયા કરે. (ક્રિયા એટલે પરિણમન) એ બધી સફળ છે, નિરર્થક નથી. એનું ફળ આવે છે. શુભભાવનું ફળ પુણ્યનો બંધ થઈને શાતાના સાધનોની પ્રાપ્તિ થાય છે. અશુભભાવનું ફળ અશાતાનો બંધ થઈ અને અનેક પ્રકારના દુઃખો આવે એવા પ્રકારનું મળે છે અને શુદ્ધ ભાવમાં એ બે રહિત આત્માના અતીન્દ્રિય આનંદનું અંદરમાં અનુભવન થાય છે. શુદ્ધભાવની ક્રિયા પણ સફળ છે અને અશુદ્ધ ભાવની ક્રિયા પણ સફળ છે. સફળ એટલે ફળનું બેસવાપણું એટલે શુભાશુભ ભાવના આધારે સંસારનું પરિભ્રમણ થાય છે. દરેક સમયે એનું ફળ છે. જે સમયે તમે શુભભાવ કર્યો તેટલો સમય પણ તમને અંદરમાં શાતાયુક્ત પરિણામ, શુભભાવ યુક્ત પરિણામ રહ્યા. ભલે આકુળતા સહિતના પરિણામ છે પણ એ પરિણામ તમને એ વખતે રહે છે. એવી રીતે અશુભભાવ કરો તો કષાય સહિતના ભાવ થવાથી આકુળતા-વ્યાકુળતા તમને રહેવાની અને જે સમયે તમને શુદ્ધભાવ થશે તો એ સમયે નિરાકુળતામાં આનંદનો અનુભવ પણ થવાનો. એ સમયે જ એનું ફળ છે અને બાકીનું ફળ તો જે કર્મ બંધાણા છે એ તો પાછું આગળ આવવાનું છે. જે કંઈ ક્રિયા છે તે તે સફળ છે, નિરર્થક નથી. ‘જે કંઈપણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે.’ આ સિદ્ધાંત મૂક્યો. હવે આત્મા શું કરી શકે ? ભાવ કરી શકે. ભાવ સિવાય તો આત્મા કાંઈ કરતો નથી. તો જે કંઈ ભાવ કરે એ ભાવના ફળનો ભોક્તા એને થવું પડે છે. અત્યારે આપણે અજાણતા કર્યો કે જાણતા કર્યો, શુભભાવ કર્યો કે અશુભભાવ કર્યો, એનું ફળ આગળ પાછું ભોગવવાનું છે, વર્તમાનમાં પણ ભોગવે છે અને ભાવિમાં પણ તેને Page #529 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ છ પદનો પત્ર ભોગવવાનું થાય છે. આવો પ્રત્યક્ષ અનુભવ છે. આપણે પણ આપણા કર્મનું ફળ મનુષ્યભવમાં ભોગવીએ છીએ કે નહીં? ઘડીકમાં શાતા આવે છે તો ઘડીકમાં અશાતા આવે છે, ઘડીકમાં અનુકૂળતા આવે છે તો ઘડીકમાં પ્રતિકૂળ આવે છે. ઘડીકમાં માન મળે છે તો ઘડીકમાં અપમાન મળે છે. ઘડીકમાં પાંચ-સો મિત્ર થઈ જાય છે તો ઘડીકમાં પાંચસો મિત્ર હોય તો જતા રહે છે. બધો ઉદય છે. પુણ્યના ઉદયમાં બધી પ્રતિકૂળતા સામગ્રી અનુકૂળ થતી જાય છે અને પાપના ઉદયમાં અનુકૂળ સામગ્રી બધી પ્રતિકૂળ બનતી જાય છે. આ બધા પુણ્ય-પાપના ખેલ ચાલી રહ્યા છે અને આ અનુભવ કોને નથી? આ જગતની વિચિત્રતા છે. એ બધી કર્મની વિચિત્રતા છે. આ આખું જગત વિચિત્ર રૂપે કર્મના ભોગવટામાં દેખાય છે. કોઈ શાતાના, કોઈ અશાતાના, કોઈ શુભના, કોઈ અશુભના. એ બધાયના મૂળમાં શું છે? કર્મના ફળ છે. જો કર્મનું ફળ કોઈ જીવ અહીં ના ભોગવતો હોય અને કોઈ કર્મના સંયોગ ના હોય તો બધાય જીવ મોક્ષમાં હોત. અત્યારે તમે જે કાંઈ કરશો કે થશે એનું ફળ આગળ ભોગવવાનું છે. જ્ઞાનીઓ કહે છે કે કોઈ જાણે કે ન જાણે એવા પ્રકારના ભાવ કરો છતાં પણ આનું ફળ આગળ ભોગવવું પડશે. આ નક્કી વાત છે. તો આપણી જવાબદારી અને જાગૃતિ વધવી જોઈએ. સમયે સમયે હું શું કરું છું એનો ખ્યાલ રહેવો જોઈએ. હું શું કરું છું? એટલે હું કેવા “ભાવ” કરું છું? એનો એણે ખ્યાલ રાખવો જોઈએ. નથી રાખતો તો એના પરિણામ માઠાં આવે છે. અત્યારે હું મારા જ્ઞાન અને ઉપયોગ ઉપર કાબૂ ના રાખું અને ઉદયાધીન થઈ, કષાયાધીન થઈ કે વિષયાધીન થઈ કે એવા અશુભભાવને આધીન થઈ હું વડું તો મને અંદરમાં “ભાવ” કરવામાં તો કોઈ રોકવાનું નહીં. જેમ કાલસૌરિક કસાઈ હતો એણે કૂવામાં પાડા દોરીને માર્યા. જેમ તાંદુલ મત્સ્ય હતો. ભલે એણે કોઈ જીવોને માર્યા નહીં, પણ બેઠા બેઠા ભાવ તો કર્યા અને એનું ફળ ભોગવ્યું પણ ખરું. એ નરકમાં જઈ એનું ફળ ભોગવે છે. બહારમાં કાર્ય થાય છે કે નથી થતુ એ વાત આગળની છે, પણ અહીં જે પ્રકારનો “ભાવ” થાય છે, એ પ્રકારના ભાવનું ફળ પાછું ભોગવવું પડે છે. કેમ કે જ્ઞાનીઓએ તો “પરિણામ એ બંધ” કહ્યો છે. જે કાંઈ પણ પરિણામ આપણને સમયે સમયે થાય છે એ પરિણામ કેવા થાય છે એની જાગૃતિ અને નિરીક્ષણ ઉપયોગ દ્વારા - જ્ઞાન દ્વારા રહેવું જોઈએ. નથી રહેતું તો આત્મા સમયે સમયે વિભાવમાં -અશુભભાવમાં વહ્યો જાય છે અને બ્રેક કોણ મારશે? અને ભાવ કરીને બંધ ના પડે એ કેમ બનશે? આપણે પરિણામ કરીએ અને બંધ ના પડે એવું બનતું નથી. માટે હવે સમયે સમયે ક્યા ભાવ ચાલે છે એનું નિરીક્ષણ ઉપયોગમાં રહેવું જોઈએ. નથી રહ્યું એનું આ ફળ છે Page #530 -------------------------------------------------------------------------- ________________ ૫૦૭ છ પદનો પત્ર અને જેને રહ્યું એનું ફળ સિગ્નલોક છે. જેણે પોતાના ભાવોનું નિરીક્ષણ કર્યું અને પોતાના ઉપયોગને ફેરવ્યો; અશુદ્ધ ઉપયોગમાંથી શુદ્ધ ઉપયોગમાં આવ્યા. બસ “પરિણામ એ બંધ” અને ‘“ઉપયોગ તે ધર્મ.’' જેણે ઉપયોગ ફેરવ્યો એ જીત્યો. કુદરત કાંઈ બોમ્બ નથી નાંખતી, પણ પાપ કરીને એવા કર્મ બંધાવે કે એના ઉપર બોમ્બ પડે. બહારમાં આપણને લાગે છે કે મારો કોઈ વાળ વાંકો કરી શકે એમ નથી. ભાઈ ! રહેવા દે. કર્મની લાકડી બધાંય ઉપર બળવાન છે. મોટામોટા તીર્થંકર ભગવંતોને પણ કર્મોએ છોડ્યા નથી ! માટે ‘ભાવ’ કરતા પહેલા આત્માને અટકાવો, ‘ભાવ' થઈ ગયા પછી જે બંધાઈ ગયું છે એ જ્યારે સ્થિતિ પાકીને ઉદયમાં આવે છે ત્યારે ભલભલાના હાજા ગગડી જાય છે ! માટે હર સમયના ભાવને અનુરૂપ કર્મનું બંધન ચાલુ છે. ઊંઘતા કે જાગતા, સ્વાધ્યાયહૉલમાં હોય કે બહાર હોય, રાતના હોય કે દિવસે હોય – ગમે ત્યારે જે પરિણામ ચાલે છે એ પ્રમાણે ટેપીંગ ચાલ્યા જ કરે છે. બધા શાસ્ત્રોનો સાર કહી દીધો. કર્મગ્રંથનું ‘એસેન્સ’ તમને હાથમાં આપી દીધું. સંક્ષેપમાં એ વાતને સમ્યક્ પ્રકારે, સામાન્ય જીવ પણ સમજી શકે તે રીતે મૂકી છે. - જે કાંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. હવે દૃષ્ટાંત આપે છે કે, વિષ ખાધાથી વિષનું ફળ, સાકર ખાવાથી સાકરનું ફળ, અગ્નિ સ્પર્શથી તે અગ્નિ સ્પર્શનું ફળ, હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કાંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે અને તે થાય છે. દૃષ્ટાંત સાથે સિદ્ધાંત મૂક્યો છે. આપણે ભૂલથી તાવની દવાને બદલે માંકડ મારવાની દવા પી જઈએ તો તાવ ઉતરી જાય કે ના ઉતરે ? મરી જાય ! જે વિષ જાણતા કે અજાણતા ખાઈએ તો એનું ફળ આવ્યા વગર રહેતું નથી. સાકરના બદલે મીઠું આવી જાય તો આપણને ખારું લાગ્યા વગર રહેતું નથી. આપણે ભૂલથી મીઠાને સાકર માની લીધી પણ મીઠું એના ગુણધર્મ નથી છોડતું. એનો ખારાશનો અનુભવ એવો જ છે. અજાણતા અગ્નિને અડી જઈએ અથવા અગ્નિનું જ્ઞાન ના હોય ને બાળક અગ્નિને અડી જાય તો એનું પણ ફળ આવે છે. હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું ફળ થયા વિના રહેતું નથી. હવે સિદ્ધાંત કીધો કે, આત્મા કષાયભાવે પરિણમે કે અકષાયભાવે પરિણમે, રાગ-દ્વેષ રૂપે પરિણમે કે વીતરાગતાપૂર્વક પરિણમે બેયના ફળ થવા યોગ્ય છે. માનીએ તો પણ થાય છે અને ના માનીએ તો પણ થાય છે. કોઈ કર્મસિદ્ધાંતને ન માને તો વસ્તુનું સ્વરૂપ ફરી જાય છે ? વસ્તુસ્વરૂપનો સિદ્ધાંત ફરતો નથી. ઘણી જાગૃતિ રાખીએ ત્યારે કષાય ઉપર કાબૂ આવે છે. Page #531 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ છ પદનો પત્ર કષાય ઉપર કાબૂ મેળવવો એ કંઈ સામાન્ય ચીજ નથી અને સાચો કાબૂ જ્ઞાન થયા વગર આવતો નથી. જ્ઞાન થયા પહેલાનો કાબૂ પણ સારો છે. એનો અર્થ એવો નથી કે જ્ઞાન થયા પહેલા કષાય પર કાબૂના મેળવવો. સમ્યક્ પ્રકારે તો જ્ઞાન પહેલા નથી આવતો. અનંતાનુબંધી કષાય ઉપરનો કાબૂ એ ગ્રંથિભેદ થયા વિના આવતો નથી. એવી રીતે અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ કે સંજવલન કષાયનો અભાવ થયા વિના એટલી અકષાયતાની પ્રાપ્તિ થઈ શકતી નથી. મંદ કષાય કર્યો હોય તો ૯૯.૫ ડીગ્રી એટલો તાવ આવે અને તીવ્ર કષાય સહિત બાંધ્યું હોય તો એને તાવ આવે તો ૧૦૫-૧૦૬ ડીગ્રી આવે. ઉતરે નહીં. કેમ કે આગળ તીવ્ર કષાય બાંધીને આવ્યા છે. આગળ જે અશાતા વેદનીય બાંધ્યું હતું એ ઉદયમાં આવ્યું છે. તીવ્ર કષાયથી બાંધેલું અને રસ પણ વધારે ઉદયમાં આવે છે. એટલે અશાતાનો ભોગવટો પણ વધારે પ્રમાણમાં થાય. એનો જથ્થો પણ વધારે હોય અને એનો વેગ પણ તીવ્રતાપૂર્વકનો હોય. પરમકૃપાળુદેવે ૧૨૮ પત્રાંકમાં એક સરસ વાત મૂકી છે કે “બીજા જીવો પરત્વે ક્રોધ કરતાં, માન કરતાં, માયા કરતાં, લોભ કરતાં કે અન્યથા કરતાં તે માઠું છે એમ યથાયોગ્ય કાં ન જાણું? વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છંદથી કરતાં જીવને ઉદાસીનતા કેમ ન આવી?” પરિભ્રમણ કેવી રીતે કર્યું? સ્વચ્છંદથી. જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂકવો એનું નામ સ્વછંદ. પોતાની કલ્પના અનુસાર ચાલવું એ બધા સ્વછંદ છે અને એ સ્વછંદ જ જીવને ખોટા માર્ગે દોરી જાય છે. કષાયને આધીન થઈ ગયા તો એનું ફળ પાછું પરિભ્રમણ છે. આ વાત સાંભળીને જ્ઞાની કહે છે કે અમને વૈરાગ્ય થાય છે કે ઓહો ! અજ્ઞાનભાવમાં મેં આવા કષાય કર્યા ! વિષયને આધીન થઈને મેં કેવા ભાવ કર્યા! મારા સ્વરૂપથી બહાર નીકળી અને વિભાવની આટલી બધી હદ સુધી હું પહોંચી ગયો કે મને જરાય ભાન ના રહ્યું કે આનું ફળ મારે ભોગવવું પડશે! એવી રીતે સ્નેહ એ પણ કષાય છે. એ કાંઈ પુણ્ય કે મોક્ષના કારણભૂત નથી. એવી રીતે દેહ સાથે રાગ કરવો, સંપત્તિ સાથે રાગ કરવો એ પણ કષાય છે. આ કાંઈ પુણ્યભાવ કે મોક્ષના ભાવ નથી. આ બધાય દુઃખદેનારા ભાવ છે. સંસાર અવસ્થામાં છે, તો હોય ! પણ, એને અંદરમાં રાગ નહીં! એના પણ જ્ઞાતા. હવે ખ્યાલ આવે છે કે જ્ઞાની પુરુષો ગૃહસ્થ દશામાં રહેતા હશે ત્યારે કેટલી જાગૃતિથી રહેતા હશે ! આટલા બધાની વચમાં અંદરમાં કોઈ સાથે એકત્વપણું નહીં! કોઈ મારું છે એમ માનવાનું નહીં, છતાંય રહેવાનું ! કોઈને ત્યાં મહેમાન તરીકે આપણે જઈએ તો આ ઘર મારું નથી એમ માનીને રહીએ. આવી Page #532 -------------------------------------------------------------------------- ________________ ૫૦૯ છ પદનો પત્ર રીતે જ્ઞાની મહેમાન થઈને ઘરમાં રહેતા હોય છે. હવે ઘરમાં તો કેટલાય પ્રસંગો આવે; કોઈ જન્મ ને કોઈ મરે, ઘડીકમાં પણ્યનો ઉદય આવે અને ઘડીકમાં પાપનો ઉદય આવે અને અનેક પ્રકારના વિચિત્ર ઉદય આવે. હવે એ બધાયમાં આ મારી વસ્તુ નથી, આ કર્મના ઉદયના ફળ છે, આનાથી હું ન્યારો છું એવું જ્ઞાન સમયે સમયે કામ કરતું હોય છે. એટલે આટલા બધા વિચિત્ર ઉદયની વચ્ચે પણ જ્ઞાનીઓ અંદરમાં શાંતિથી અને સમભાવથી રહેતા હોય છે. આખી જિંદગી સુધી ઘરમાંથી ના નીકળી શકે તો પણ કષાય નથી કરતા. કેમ કે, આ કષાયનું તો ફળ આવ્યું છે. આ છોડવું છે. આ કષાય અનંત પરિભ્રમણનું મૂળ થાય છે અને કષાય થવાનું કારણ પણ અંદરમાં અજ્ઞાન છે. આ કષાયભાવનું ફળ શું આવશે એ ન જાણવું, એનું નામ અજ્ઞાન છે. “પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું” એ અજ્ઞાન છે અને પરના નિમિત્તે જે અંદરમાં રાગ-દ્વેષના ભાવ, ઈષ્ટ-અનિષ્ટપણાના ભાવ થવા એ કષાયભાવ છે અને એ જ કષાયભાવથી સ્થિતિ અને અનુભાગનો બંધ પડે છે અને એ બંધ આ જીવને અનેક પ્રકારના વિચિત્ર ઉદયમાં ખેંચી જાય છે, એના ફળ આપે છે. માટે શ્રીમાનું આનંદઘનજીએ કહ્યું કે, રાગ દોષ જગ બંધ કરત હૈ, ઈનકો નાશ કરેંગે; ' મર્યો અનંત કાલર્તિ પ્રાણી, સો હમ કાલ હરેંગે. અબ હમ અમર ભયે ના મરેંગે. – શ્રી આનંદઘનજી આખું જગત બંધાણું હોય તો રાગ-દ્વેષથી બંધાણું છે અને જેટલા જીવો છૂટ્યા છે એ વીતરાગ પરિણામથી છૂટ્યા છે. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય જેટલા જીવો બંધમાં પરિણમી રહ્યા છે એ રાગ-દ્વેષના કારણે અને જે જે જીવો મોક્ષે ગયા છે એ વીતરાગભાવે પરિણમ્યા છે. એનું ફળ એમને મળ્યું છે. સિદ્ધાંત દરેક જીવ માટે સરખા છે. મહાવીરસ્વામીના કુટુંબીઓને બંધ ના થાય અને બીજાને થાય એવું નથી. આ કર્મસિદ્ધાંત કોઈ વાડા, જાતિ, મનુષ્ય કે તિર્યચનો કોઈ ભેદભાવ રાખતું નથી. દરેકને પરિણામ અનુસાર બંધ થાય છે. મુમુક્ષુ જીવ પુરુષાર્થ કરે તો બંધ ઓછો થાય કે નહીં? સાહેબ : થાય. સાચા દેવ-ગુરુ-ધર્મનો અંતરમાં સ્વીકાર ન થવો એ જ અનંતાનુબંધી કષાય છે Page #533 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ છ પદનો પત્ર (વ્યવહારથી). સંસારમાં જે કષાય થાય છે એ તો એટલા ભયાનક નથી જેટલા પરમાર્થ દૃષ્ટિમાં વિપરીત નિર્ણયમાં થાય છે. અસતમાં સત્ત્વનું સ્થાપન કરવું અથવા સત્નો વિરોધ કરવો, સત્ તરફ જુગુપ્સાભાવ આવવો એ અનંતાનુબંધી કષાય છે. એ તો સમજણમાં આવે ત્યારે ખ્યાલ આવે કે હું અને સત્ માનું છું કે અસતુ માનું છું અને સંસાર અવસ્થામાં જે કષાય થાય છે એનો પશ્ચાત્તાપ કરે. જાગૃત ઉપયોગ અને જ્ઞાન અનુસાર એનું સંક્રમણ કે નિર્જરા થાય. ના થાય એવું કાંઈ નથી, પણ જ્ઞાની કહે છે કે કરીને કરવું એના કરતાં ના કરવું એવું જ્ઞાન કરવું એ વધારે સારું છે. જે થઈ ગયું છે એનો પશ્ચાત્તાપ કરવાનો છે. ક્ષમાપના એના માટે તો છે ને! પ્રતિક્રમણ શેના માટે છે? પ્રાયશ્ચિત્ત શેના માટે છે? એના માટે તો છે, પણ સાચું પ્રતિક્રમણ અને સાચું પ્રાયશ્ચિત્ત કોને કહેવાય? સાચું સામાયિક કોને કહેવાય? એ આખો અધિકાર જુદો છે. સામાન્ય ભાવથી પણ પ્રાયશ્ચિત્ત આવે તો ખોટું નથી. સાચું ભલે ના આવે, એના ભાવથી જેટલું સમજાય છે એ પ્રમાણે આવે તો એ પણ એ ભૂમિકામાં એના માટે સારું છે. કષાય કરીને બિલકુલ પ્રાયશ્ચિત્તનો ભાવ જ ના આવે, નમ્રતાનો ભાવ જ ના આવે એના કરતા સારો છે. જેને કષાય કરીને પણ પશ્ચાત્તાપ નથી થતો એ તો બિલકુલ ખોટો છે. કષાય કરીને, ખોટા ભાવ કરીને, ખોટા કાર્ય કરીને જેને થોડા ઘણા અંશે કે વધતા અંશે પશ્ચાત્તાપ થયો છે એ એની અપેક્ષાએ તો ઘણો સારો છે. દરેકને પોતાની ભૂમિકા અનુસાર થાય છે. કષાયનું ફળ આવ્યા વગર રહેતું નથી. પ્રત્યક્ષ તો ભોગવીએ છીએ. અશાતાનો ઉદય આપણે નથી ભોગવ્યો? કેમ આવ્યા છે? પૂર્વની ભૂલ કરી છે માટે. પૂર્વે આ જીવ રાગ-દ્વેષ અજ્ઞાનભાવે પરિણમ્યો છે. એનું તો આ ફળ છે. જયારે પૂર્વના બાંધેલા એ વર્તમાનમાં આપણને ફળ આપે છે, તો વર્તમાનમાં બાંધેલા આગળ ફળ આપે કે નહીં? અવશ્ય આપવાના. હવે નવા ના બંધાય એટલા તો જાગૃત થાઓ. આગળની વાત ગઈ. આગળનું પ્રાયશ્ચિત્ત લઈ લેવું. શ્રી નિયમસાર' ગ્રંથમાં ત્રણ વાત મૂકી છે કે (૧) પૂર્વના થયેલા દોષોનું પ્રતિક્રમણ (૨) વર્તમાનમાં જે દોષો થાય છે એની આલોચના અથવા પ્રાયશ્ચિત્ત (૩) ભવિષ્યમાં ના થાય એનું પ્રત્યાખ્યાન. (પાપથી પાછું ફરવું.) અત્યાર સુધી અજ્ઞાન અવસ્થામાં મેં આવા દોષો કર્યા, પણ હવે ભવિષ્યમાં હું નહીં કરી એની પ્રતિજ્ઞા કરું છું. આવું કરે ત્યારે સાચું પ્રાયશ્ચિત્ત કહેવાય. ભૂતકાળમાં થયા હોય એનું પ્રતિક્રમણ, વર્તમાનમાં થાય એની રોજ રોજ આલોચના અને ભવિષ્યમાં ન થાય એની ગુરૂસાક્ષીએ આજ્ઞાપૂર્વક પ્રતિજ્ઞા. હવે આ દોષો મારા જીવનમાં હું જીવીશ ત્યાં સુધી ના થાય એની જાગૃતિ રાખીશ અને થશે તો આ પ્રમાણે હું પ્રાયશ્ચિત્ત લઈશ. ના થાય એવું કાંઈ નથી. Page #534 -------------------------------------------------------------------------- ________________ ૫૧૧ છ પદનો પત્ર કષાય ના કરવો એવો નિયમ લેવાથી કષાય ના થાય એવું તો બનવાનું નથી. કેમ કે, એ તો સંપૂર્ણ વીતરાગ અવસ્થામાં છૂટવાના છે. જે ભૂમિકામાં છીએ એ ભૂમિકાને અનુરૂપ કષાય થવાના, પણ આપણે એને પોષવાના નથી. થવાના એટલે એનો અર્થ એમ નથી કે આપણે જાગૃતિ ના રાખવી, પણ કોઈને એમ થાય કે મને કેમ થાય છે ? ના થવા જોઈએ. તો એ વાત ખોટી છે. હજી આત્મજ્ઞાન પણ નથી થયું. એટલે ૨૫ પ્રકારના કષાયમાંથી એકે ના થાય એવું તો બનવાનું નથી, પણ થતી વખતે, થતાં પહેલા અને થયા પછી એનો ખેદ કે પશ્ચાત્તાપ હોય તો કર્મનો અનુભાગ અને સ્થિતિ મંદ પડે. માટે એટલું તો આપણે કરી શકીએ કે જે કાંઈ થઈ ગયું છે તેની આપણે સદ્ગુરુ પાસે ક્ષમા માંગીએ અને પ્રાયશ્ચિત્ત માંગીએ. પ્રાયશ્ચિત્ત આપનારા તો આચાર્ય ભગવંત છે. બીજા તો કોઈ સામાન્ય જીવો પ્રાયશ્ચિત્ત આપી શકતા નથી. એવા કોઈ ઉત્કૃષ્ટ દશાવાન આચાર્ય ભગવાન હોય એમની પાસે જઈ અને પૂર્વે આપણા કષાય કે વિષયને આધીન થઈને જે કંઈ દોષ થયા છે, એ બધાનું તેઓ કહે એ પ્રમાણે પ્રાયશ્ચિત્ત કરવાનું અને તેઓ આજ્ઞા આપે એ પ્રમાણે પ્રત્યાખ્યાન કરવાના. જો અનંતાનુબંધી કષાયનો અભાવ થાય ત્યાર પછી આગળ એને એકદેશ વ્રત અંગીકાર કર્યા વગર અપ્રત્યાખ્યાનાવરણ કષાય નથી જતા. તે પ્રકારની આત્માની દશા છે. થોડો વધારે આત્માનો અનુભવ થાય ત્યારે ચોથામાંથી પંચમ ગુણસ્થાનમાં આવે છે. એની સંવર, નિર્જરા પણ વિશેષ થાય છે. એ અંતરંગ કારણ થયું અને બહારમાં એને અનુરૂપ શ્રાવકનાં બાર વ્રતો અથવા અગિયાર પ્રતિમાઓ ધારણ કરે છે. એમ બહારમાં અને અત્યંતર એનો નિમિત્તનૈમિત્તિક સંબંધ છે. આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વ વાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. · શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૦ - જેટલા અંશે સમદર્શીપણું એટલે અંશે અહિંસાદિ વ્રત હોય. જેટલા અંશે અહિંસાદિ વ્રત હોય એટલા અંશે સમદર્શીપણું હોય. તો સમદર્શીપણું એટલે સમતા અને વ્રતને પણ સંબંધ છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. વીતરાગતા વધારવી હોય તો, બહારમાં પણ વ્રત-નિયમને અંગીકાર કરો. કેમ કે, આપણું જીવન અસંયમી છે. ઈન્દ્રિયોનો પણ અસંયમ છે અને છ કાયના જીવોની આપણે રક્ષા કરી શકતા નથી. તો એ પણ કષાય છે અને કષાયનું ફળ આપણને ચાલુ છે. આપણે અવિરતિપણું ક્યાં રોક્યું છે ? તો અવિરતિપણું રોક્યા વગર આગળના કષાય ક્યાંથી Page #535 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ છ પદનો પત્ર રોકાશે ? આત્મજ્ઞાન થયા પહેલા અનંતાનુબંધી કષાય જ નથી રોકાતો, તો બીજા કષાયની તો વાત જ ક્યાં રહી ! સમ્યગ્દર્શન થયા વગર કષાયો રોકી શકાતા નથી. પત્રાંક - ૭૦૬માં પરમકૃપાળુદેવે કહ્યું છે કે, “ઘણે સ્થળે વિચારવાન પુરુષોએ એમ કહ્યું છે કે જ્ઞાન થયે કામ, ક્રોધ, તૃષ્ણાદિ ભાવ નિર્મૂળ થાય. તે સત્ય છે. તથાપિ તે વચનોનો એવો પરમાર્થ નથી કે જ્ઞાન થયા પ્રથમ તે મોળાં ન પડે કે ઓછા ન થાય. મૂળ સહિત છેદ તો જ્ઞાને કરીને થાય, પણ કષાયાદિનું મોળાપણું કે ઓછાપણું ન થાય ત્યાં સુધી જ્ઞાન ઘણું કરીને ઉત્પન્ન જ ન થાય.” આ મોળાં ન પડે તો જ્ઞાન ઉત્પન્ન થતું નથી. નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય; સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ. દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહીં જોગ; મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. — શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૩૨, ૩૮, ૩૯ કર્તાપણા કરતાં ભોક્તાપણું અગત્યનું છે. કેમ કે, ભોક્તાપદનું ભાન આવશે તો કર્તાપણું કરતાં અટકશે. આ ભોગવવામાં આવે છે એમ સમજશે તો બાંધતી વખતે અટકશે. આ ભોગવું છું એ આનું ફળ છે એમ નહીં સમજે, તો બાંધતી વખતે એ જાગૃતિ નહીં રાખે. મને જે ફળ મળ્યું છે એ બીજાના બાંધેલાનું નથી મળ્યું, મારા પોતાના બાંધેલાનું મળ્યું છે. જો આટલું જીવ અંદ૨માં તત્ત્વદૃષ્ટિથી સમજશે તો નવું બાંધવાના ભાવ કરતાં એ અટકશે. ના અટકે તો આપણા શ્રદ્ધા અને સમજણ સાચા નથી. આપણે કાંઈ મુનિ જેવા અકષાયભાવ ન રાખી શકીએ, પણ આપણી ભૂમિકાને અનુસાર કષાયભાવને અવશ્ય ઘટાડવા જોઈએ અને ઘટાડવાનો પ્રયત્ન પણ કરવો જોઈએ. કોઈ બળવાન ઉદય આવી જાય અને આપણે ઘણું રોકતા પણ હોઈએ છતાંય પણ નથી રોકાતા, એવું પણ ઘણી વખત બની જાય છે. તો પણ અભ્યાસ એ જ એનો ઉપાય છે. બીજો કોઈ છૂટકો નથી. ભાઈ ! છૂટવું છે અને મોક્ષે જવું છે તો કષાય કરીને તો કોઈ ગયું નથી. જેણે કષાય મૂક્યા એ ગયા છે. Page #536 -------------------------------------------------------------------------- ________________ ૫૧૩ છ પદનો પત્ર સોભાગભાઈને પણ પત્રાંક - ૭૮૦માં પરમકૃપાળુદેવે બોધ આપ્યો છે, “જેને કોઈપણ પ્રત્યે રાગ, દ્વેષ રહ્યા નથી તે મહાત્માને વારંવાર નમસ્કાર.” આ શેના માટે લખ્યું છે? સોભાગભાઈને રાગ-દ્વેષ છોડાવવા માટે લખ્યું છે. જ્ઞાનીપુરુષની એક ખૂબી છે કે હેડીંગમાં આખા પત્રનો સાર મૂકી દે. હવે એવા મહાત્મા તો કોણ છે? એક તો પરમાત્મા અને બીજા આત્મજ્ઞાની નિગ્રંથ આચાર્યો. તો એવા પુરુષોને અમે નમસ્કાર કરીએ છીએ. નમસ્કાર કેમ કરીએ છીએ? એમની વીતરાગતાના કારણે. અહીં નમસ્કાર કર્યા છે એ શેના કારણે કર્યા છે? એમની વીતરાગતાના કારણે. પત્રાંક – ૭૮૦ માં છેલ્લે કહે છે, “આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત્માત્ર દ્વેષ ન રહે. સર્વત્ર સમદશા વર્તે. એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે.” ખરું કલ્યાણ આનાથી છે કે કોઈ પ્રત્યે કિંચિત્માત્ર પણ રાગ થાય નહીં. જીવ કહે છે કે તમે કહો તો લાખ રૂપિયાનો ચેક આપી દઉં. પાલિતાણાનો ડુંગર૯૯ વખત ચડી જાઉં, પણ આ કિંચિત્માત્ર રાગ તમે કરવાની ના કહો છો એ તો અમારાથી થઈ શકે એવું નથી ! તો જ્ઞાની પુરુષો કહે છે કે કલ્યાણની આશા તું રાખીશ નહીં. કેમ કે, યહ રાગ-આગ દઈ સદા, તાતેં સમામૃત સેઈએ, ચિર ભજે વિષય-કષાય અબ તો, ત્યાગ નિજપદ બેઈયે; કહા રચ્યો પર પદમેં, ન તેરો પદ યહૈ, ક્યોં દુઃખ સહે, અબ “દૌલ’ હોઉં સુખી સ્વપદ રચિ, દાવ મત ચૂકો યહે. - શ્રી દોલતરામજી કૃત છહ ઢાળા” રાગ એ આગ છે. જેટલો રાગ છે એટલો દઝાડવાનો આત્માને. એટલા જ્ઞાન-દર્શન ગુણ આવરણમાં આવે છે. જેટલો રોગ થાય છે એટલું મોહનીય કર્મ (દર્શનમોહ અને ચારિત્રમોહ) અને એના કારણે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મ બંધાય છે. સાતે કર્મો રાગ-દ્વેષ કરવાથી સમયે-સમયે બંધાય છે. તેથી ન કરવો રાગ જરીયે, ક્યાંય પણ મોક્ષેચ્છુએ; વીતરાગ થઈને એ રીતે એ ભવ્ય ભવસાગર તરે. - શ્રી પંચાસ્તિકાય આરોપ કલ્પનાથી મૂક્યો છે કે આણે મારું ખોટું કર્યું અથવા આ મારું ખોટું કરે છે. કોઈ કોઈનું ખોટું કરી શકતું નથી અને કોઈના દ્વારા કોઈનું ખોટું થતું પણ નથી. આપણે જે કંઈ ખોટું Page #537 -------------------------------------------------------------------------- ________________ પ૧૪ છ પદનો પત્ર થાય છે એ આપણા દ્વારા જ થાય છે, આપણા અજ્ઞાનથી જ થાય છે અને જે ખોટા વિકલ્પ કરીએ છીએ એનાથી થાય છે. ખોટું થવાનો આરોપ જે બીજા ઉપર મૂકીએ છીએ એ આરોપ આપણો અજ્ઞાન-ભાવના કારણે છે. શું કરવાથી મટે? જ્ઞાનભાવથી મટે. એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. કોઈ પ્રત્યે રાગ કે કોઈ પ્રત્યે કિંચિત્ દ્વેષ ના રહે. હવે રાગનું ઓપરેશન કર્યા વગર છૂટકો નથી. આપણો રાગ વધતો જાય છે. એકમાંથી છૂટ્યો તો બીજામાં, બીજામાંથી છૂટ્યો તો ત્રીજામાં. રાગ અને દ્વેષને ભયાનક માનો. જેમ એક તળાવ હોય. એમાં હજારો માછલાં હોય અને એમાં મગરો પણ રહેતા હોય એમાં માછલીઓએ કેવી રીતે રહેવું કે જેથી મગરોથી બચતાં રહેવાય. ગમે ત્યારે ઝપટમાં ચડી જાય! એમ આ સંસાર છે. એમાં અજ્ઞાનીઓના ટોળાની વચમાં જ્ઞાનીએ રહેવાનું. આપણો ઉદય છે અને અજ્ઞાનીઓનું વર્તન એવું રહેવાનું. હવે એની વચમાં આપણે સમભાવથી રહી અને આસ્તે આસ્તે છૂટીને નીકળવાનું. આ કોઈ સામાન્ય બાબત તો નથી. જેટલા અંશે ચૂકી જઈએ છીએ તેટલા અંશે બંધાઈ જઈએ છીએ. કેટલી જાગૃતિ રાખવી પડે છે જ્ઞાની પુરુષોને ! ગાંડાની હૉસ્પિટલમાં એક ડાહ્યાને રાખવાનો હોય તો? જો જાગૃતિ ના રાખે તો ગાંડાની જોડે ડાહ્યો ગાંડો થયા વગર રહે નહીં. હવે જ્યાં જાય ત્યાં બધા ગાંડા જેવી જ વાતો કરવાના. ગાંડા જોડે ગાંડા ના થાઓ તો પણ રહી ના શકો. તો ગાંડા જોડે ગાંડા જેવું વર્તન કરીને પણ ડાહ્યા રહેવાનું છે. એ જ્ઞાનીઓનું કામ છે. બીજા સામાન્ય જીવોનું કામ નથી. પરમકૃપાળુદેવ જણાવે છે, સર્વ જીવ પ્રત્યે, સર્વ ભાવ પ્રત્યે અખંડ એકરસ વીતરાગદશા રાખવી. એ જ સર્વ જ્ઞાનનું ફળ છે. આ મારા કુટુંબનો અને આ મારા કુટુંબનો નહીં, આ અમારી નાતનો અને આ અમારી નાતનો નહીં, આ અમારા ગ્રુપનો અને આ અમારા ગ્રુપનો નહીં - આવું કરે તે કોઈ દિવસ આગળ જઈ શકે નહીં. આજે જે તમારો દુશ્મન છે એ કાલે તમારો મિત્ર હતો અને આજે જે તમારો મિત્ર છે એ કાલે તમારો દુશ્મન હશે. ઉદય છે એ રહેવાનો, પણ આપણા તરફથી “સર્વ આત્મમાં સમદષ્ટિ.” મારા-તારાનો ભેદભાવ છે ત્યાં રાગ-દ્વેષ આવ્યા વગર રહેવાના નહીં. કોઈ વ્યક્તિમાં જો “મારા છે' એવું સ્થાપિત થયું તો એ રાગ થયો અને એના નિમિત્તે બીજી વ્યક્તિ પ્રત્યે દ્વેષ આવ્યા વિના રહેશે નહીં. આ સિદ્ધાંત છે. માટે બધાય જીવ તરફ એકરસ વીતરાગદશા રાખવી Page #538 -------------------------------------------------------------------------- ________________ પ૧૫ છ પદનો પત્ર એ જ્ઞાનનું ફળ છે અને સર્વ જીવ તરફ એકરસ વીતરાગદશા ના રાખવી અને રાગદશા કે દ્વેષદશા રાખવી એ અજ્ઞાનનું ફળ છે. તો સર્વ જીવ પ્રત્યે, સર્વ ભાવ પ્રત્યે અખંડ એકરસ વીતરાગદશા રાખવી એ જ સર્વ જ્ઞાનનું ફળ છે. આત્મા શુદ્ધ ચૈતન્ય જન્મ, જરા, મરણ રહિત અસંગ સ્વરૂપ છે. એમાં સર્વ જ્ઞાન સમાય છે. આવું ભાન રહે એનું નામ જ્ઞાન અને તેની પ્રતીતિમાં સમ્યગુદર્શન સમાય છે. આત્માની આવી શ્રદ્ધા રહે એમાં સમ્યગદર્શન આવી જાય છે અને આત્માને અસંગ સ્વરૂપે સ્વભાવદશા રહે તે સમ્યક્રચારિત્ર. આ પ્રમાણે આત્માને અસંગતાથી સ્વભાવદશા, સમાધિ પરિણામ, રત્નત્રયયુક્ત અભેદભાવ રહે એ સમ્મચારિત્ર છે. ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગદશા છે; જેના સંપૂર્ણપણાનું ફળ સર્વ દુઃખનો ક્ષય છે. જન્મજરા-મરણના દુઃખોનો, આધિ-વ્યાધિ-ઉપાધિના દુઃખોનો ક્ષય છે. પરમકૃપાળુદેવે શ્રી સોભાગભાઈને કહ્યું છે કે જતાં જતાં કુટુંબમાં રાગ ના કરશો. પરમાર્થનો વિકલ્પ પણ હવે નહીં. વીતરાગતા ચૂકી ગયા તો તમારું સમાધિમરણ ચૂકશો. ત્રણ પત્ર દ્વારા સોભાગભાઈને જાગૃત કર્યા છે અને છેલ્લે લખ્યું છે કે મોટા મુનિઓને પણ દુર્લભ એવી અસંગદશા સહિત સોભાગે સમાધિમરણ કર્યું છે. જતાં જતાં પણ, શિષ્યો પ્રત્યે કે ભક્તો પ્રત્યે કે સાધર્મિક પ્રત્યે કે કુટુંબ પ્રત્યે અલ્પ પણ રાગ રહી જાય તો જીવનું સમાધિમરણ બગડી જાય છે. એટલા માટે “શ્રી ભગવતી આરાધના' માં મૂક્યું છે કે સંઘના આચાર્યને પણ સમાધિમરણ કરવું હોય તો બીજા સંઘમાં જાય. કેમ કે, પોતાના સંઘમાં રહેલા શિષ્યો તરફ કંઈક એવો ભાવ આવી જશે અને મરણ બગડી જશે. પ્રયોગાત્મક પુરુષાર્થ તો કરવો પડશે. સાંભળવાથી કામ નથી થઈ જતું. પણ જે ગુણનું વર્ણન જ્ઞાની પુરુષોએ શબ્દબ્રહ્મમાં મૂક્યું છે એ ગુણો અંશે અંશે આત્મામાં પ્રગટ થાય તો જ એના ફળના લાભનો સ્વાદ ચખાય. આપણને આત્માનું અતીન્દ્રિય સુખ જોઈએ છે, પણ કષાયભાવ ઘટ્યા પ્રમાણે આત્માનું સુખ મળવાનું છે. જેટલાં જેટલા પ્રમાણમાં કષાયનો જથ્થો મોળો પડ્યો, કષાયનું પરિણમન ઘટ્યું એટલા પ્રમાણમાં સુખની અને શાંતિની અનુભૂતિ છે અને જેટલા પ્રમાણમાં કષાય છે એટલા પ્રમાણમાં અશાંતિનો અનુભવ છે. પરમકૃપાળુદેવે કહ્યું છે કે અવિષમભાવ વગર અમને પણ અબંધપણા માટે કોઈ અધિકાર નથી. અવિષમભાવ અમે જો ના રાખીએ તો અમને પણ બંધ પડે એ હકીકત છે. કોઈપણ જીવ હોય તો બંધ પડે. હું જે કંઈ કરું છું એનું ફળ મને મળવાનું છે. સારું કરું તો સારાનું ફળ Page #539 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ છ પદનો પત્ર અને ખોટું કરું તો ખોટાનું ફળ. તમારા કહેવાથી મને ફળ નથી મળવાનું. હકીકતમાં મારું એવું વર્તન હશે તો મારે ફળ ભોગવવાનું છે. કોઈના શાપથી કે કોઈના આશીર્વાદથી મને ફળ મળવાનું નથી, પણ મારા ભાવ અનુસાર મને ફળ મળવાનું છે. અકષાયરૂપે અત્યારે સીમંધર ભગવાન અને સિદ્ધ ભગવાને પરિણમી રહ્યા છે. તો, એનું ફળ એમને મળે કે નહીં? અને આપણે જેટલા અંશે કષાયભાવે પરિણમી રહ્યા છે એનું ફળ આપણને મળે છે કે નહીં? બે પદમાં આખો સંવર, નિર્જરા અને આસ્રવ-બંધનો માર્ગ આપણને બતાવી દીધો છે. રાગ, દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, એ જ મોક્ષનો પંથ. - શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૦૦ પ્રયત્ન કરવાનો છે. દરેકનો પ્રયત્ન કંઈ એકસરખો હોતો નથી. કોઈ વિશેષ પ્રકારે મંદ કષાય કરી શકે છે. કોઈ એનાથી વિશેષ કરી શકે છે. જેટલા પ્રમાણમાં કષાય મંદ થાય એટલા પ્રમાણમાં લાભ છે. દરેકે પોતપોતાની ભૂમિકા આગળ લઈ જવા માટે મુખ્ય કાર્ય તો આ કરવાનું છે. જેટલો જેટલો કષાયનો જથ્થો ઘટશે એટલું ગુણસ્થાનક આગળ જવાનું છે. જેટલું ગુણસ્થાનક ઊંચું એટલી નિર્જરાની શ્રેણી વધારે છે. કષાયનો જથ્થો ઘટ્યા વગર કોઈ ગુણશ્રેણીમાં આગળ જઈ શકતું નથી. તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે અને તે થાય છે. આ કોણ લખે છે? જ્ઞાનીઓ લખે છે. હવે માનો તોય થાય છે અને ના માનો તો'ય થાય છે. તારે પાપાનુબંધી પુણ્ય ચાલે છે એટલે તું નહીં માને અત્યારે, પણ આગળ માન્યા વગર છૂટકો નથી. અત્યારે આપણે નહીં માનીએ તો નરકમાં માનવું પડશે. છેવટે નિગોદમાં જઈને પણ માનવું પડશે. લાખ વર્ષે, કરોડ વર્ષે કે અનંતકાળે પણ, “હે જીવ!તારે આમ કર્યા વગર છૂટકો થવાનો નથી.” ધર્મ એટલે મંદિરમાં બેસી રહેવું કે અમુક ક્રિયાઓ કરવી એમ નથી. જે જે સમયે જીવ કષાયરૂપે પરિણમી જાય છે તે સમયે અધર્મ કરે છે અને જે જે સમયે અકષાયભાવમાં રહે છે એ ધર્મ છે. તો કષાય ન થવા દેવા એ પોતાના જ્ઞાન ઉપયોગની જાગૃતિ ઉપર છે. એ વખતે પણ ઉપયોગ એમાં કેટલો નિર્લેપ રહી શકે છે? ઉદય સાથે જોડાણ થાય તો કષાયને આધીન થઈ જાય છે. એ એને નૈમિત્તિક તરીકે માને છે, સ્વાભાવિક નથી માનતા. તો જ્ઞાનીને રાગનો રાગ નથી. ત્યારે અજ્ઞાનીને રાગનો પણ રાગ છે. Page #540 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર દુઃખ સુખરૂપ કરમ ફલ જાણો, નિશ્ચય એક આનંદો રે; ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે, વાસુપૂજ્ય જિન ત્રિભુવન સ્વામી, ધનનામી પરનામી રે. – શ્રી આનંદઘનજી કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે. આ આનંદઘનજીની લીટીનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું. નિશ્ચયથી તો આત્માનો આનંદ સ્વભાવ છે. સુખ, દુઃખ એ આત્માનો સ્વભાવ નથી, એ રાગ-દ્વેષનું ફળ છે. જો આત્મા રાગદ્વેષના ભાવે પરિણમે નહીં, તો આત્મા આનંદને ભોગવ્યા વગર રહે નહીં. જે સમયે આ બાજુ સુખ-દુઃખનું ભોક્તાપણું મટ્યું એ જ સમયે આનંદનું ભોક્તાપણું છે. સમયભેદ નથી. જે સમયે શાતા-અશાતા રૂપે પરિણમે છે અને સુખ-દુઃખ ભોગવે છે એ જ આત્મા જો આ બાજુ ફરે તો આનંદનું ફળ ભોગવે છે. માટે, ૫૨માર્થથી સ્વભાવ પરિણતિએ આત્મા પોતાના જ્ઞાન અને આનંદ પરિણામનો ભોક્તા છે. વ્યવહારથી શાતા-અશાતા એટલે સુખ-દુ:ખનો ભોક્તા છે અને ઉપચારથી દુનિયાના પદાર્થોનો ભોક્તા છે. પાંચમું પદ : ‘મોક્ષપદ છે' જે અનુપચિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોક્તાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે; કેમ કે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી, તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મોક્ષપદ છે. જેમ શુભાશુભ કર્મપદ, જાણ્યાં સફળ પ્રમાણ; તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ. ૫૧૭ - શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૮૯ મોક્ષપદ છે. જો મોક્ષ થાય જ નહીં તો આટલી બધી મહેનત કરવાની જરૂર જ શું છે ? મોક્ષની પ્રાપ્તિ થતી જ ના હોય તો પછી આ કષાયને અને વિષયને છોડવાનું કામ કોણ કરે ? માટે જ્ઞાની કહે છે કે મોક્ષ છે. કેમ કે, જે ભાવથી સંસાર થયો છે એના વિપરીત ભાવથી મોક્ષ Page #541 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ છ પદનો પત્ર થાય છે. તો કયા ભાવથી સંસાર થાય છે ? શુભાશુભ ભાવથી સંસાર થાય છે અથવા વિભાવભાવથી સંસાર થાય છે. તો ક્યા ભાવથી મોક્ષ થાય છે? વીતરાગભાવથી, જ્ઞાનભાવથી મોક્ષ થાય છે. વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૯૦ બંધના કારણો પાંચ છે. - મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. મિથ્યાત્વ એટલે અજ્ઞાન તે તથા અવિરતિ અને કષાય જાય એટલે રાગ, દ્વેષ અને અજ્ઞાન ગયા. એનું નામ મોક્ષ છે. આત્માની શુદ્ધ અવસ્થા પ્રગટ થવી અથવા નિરાવરણ થવું એનું નામ મોક્ષ. ચાર ઘાતી કર્મથી છૂટે તો ભાવમોક્ષ છે અને આઠે કર્મથી છૂટે તો દ્રવ્યમોક્ષ છે. માટે “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા.” આત્માની શુદ્ધતા પ્રગટ થાય એનું નામ મોક્ષ છે. આત્માની શુદ્ધતા શેમાં પ્રગટ થવાની છે? આત્માની અવસ્થામાં. આત્માની શુદ્ધ અવસ્થા પ્રગટ થવી એનું નામ મોક્ષ છે. અત્યારે સમયે સમયે અશુદ્ધ અવસ્થા ચાલે છે. એ અશુદ્ધ અવસ્થા મટી જાય, ચાર ઘનઘાતી કર્મો છેદાઈ જાય અને અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતઆનંદ, અનંતવીર્ય - આ અનંત ચતુષ્ટય પ્રગટ થાય એવી નિજ શુદ્ધ દશાને મોક્ષ કહેવામાં આવે છે અને સંપૂર્ણ મોક્ષ થાય છે ત્યાર પછી દેહનો, કર્મનો કે વિભાવોનો સંયોગ રહેતો નથી. એક પરમાણુમાત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ, અમૂર્ત સહજાદરૂપ જો. અપૂર્વ. ૧૮ - શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક – ૭૩૮ - “અપૂર્વ અવસર' આ મોક્ષની વ્યાખ્યા. જેમ વ્યવહારથી જીવનું કર્મનું કર્તાપણું અને ભોક્તાપણું નિરૂપણ કર્યું એમ નિશ્ચયથી કર્મનું ટળવાપણું પણ છે. જો જીવ કર્મ બાંધ – બાંધ જ કરે અને ભોગવ - ભોગવ જ કરે અને તેથી નિવર્તન થઈ શકે જ નહીં તો તો કોઈનો મોક્ષ થાય નહીં. એવું નથી કે દરેક જીવ કાયમ માટે કર્મ બાંધ્યા જ કરે અને ભોગવ્યા જ કરે. Page #542 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર ૫૧૯ કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય; તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૧૪ અનાદિકાળનો વિભાવ છે એ જ્ઞાન પ્રગટ થતાં, દૂર થતાં વાર લાગતી નથી. એ વાત અહીં પાંચમાં પદમાં સમજાવે છે કે “મોક્ષપદ છે.” પહેલાં તો આનો સ્વીકાર કરો. ઘણા તો એમ માને છે કે મોક્ષ છે જ નહીં. સ્વર્ગ પણ અહીં છે, નરક પણ અહીં છે અને મોક્ષ પણ અહીં જ છે. મોટો ભાગ તો આવું માનનારો છે. એવા જીવોને શું ખ્યાલ આવે? આત્માનો જ જેને ખ્યાલ નથી. કર્મનો બંધ કેવી રીતે થાય છે એનો પણ ખ્યાલ નથી. કર્મોથી રહિત દશામાં, આત્માની શુદ્ધ અવસ્થાનો આનંદ કેવો હોય! તેની મસ્તી કેવી હોય! એની શાંતિ કેવી હોય! એની સમાધિ કેવી હોય ! અને સ્વરૂપસ્થતા કેવી હોય ! એ એના જ્ઞાનમાં આવી શકતું નથી. વીતરાગતામાં શું સુખ છે એ રાગી જીવોના ખ્યાલમાં આવી શકતું નથી. એને તો બહારના સુખમાં કંઈ સારું લાગે છે. બીજાનું કંઈક જુએ તો એમ લાગે કે આ જ સુખી છે. ચક્રવર્તીને જુએ તો એમ લાગે કે આ વધારે સુખી. એમ બહારમાં કંઈક ભૌતિકતાની અપેક્ષાએ, પાંચ ઈન્દ્રિયોના સુખની સામગ્રી સારી મળી હોય અને જે જીવ એને ભોગવવાની ક્ષમતા સારી રાખતો હોય એને અજ્ઞાની રાગી જુએ તો એમ લાગે કે, મારા કરતાં આ વધારે સુખી છે! જ્યારે જ્ઞાની એને દુઃખી કહે છે. જ્ઞાની જગતના કોઈ બાહ્ય સુખને સુખ કહેતા નથી. સાહ્યબી સુખદ હોય, માન તણો મદ હોય, ખમા ખમા ખુદ હોય, તે તો કશા કામનું? જુવાનીનું જોર હોય, એશનો અંકોર હોય, દોલતનો દોર હોય, એ તે સુખ નામનું; વનિતા વિલાસ હોય, પ્રૌઢતા પ્રકાશ હોય, દક્ષ જેવા દાસ હોય, હોય સુખ ધામનું; વદે રાયચંદ એમ સદ્ધર્મને ધાર્યા વિના, જાણી લેજે સુખ એ તો, બેએ જ બદામનું. – શ્રીમદ્ રાજચંદ્રજી વત્યુ સહાવો ધમ્મો' એ ધર્મને ધાર્યા વિના જે કાંઈ સુખ છે એની કિંમત બે બદામની, બે કોડીની પણ જ્ઞાનીઓ કહેતા નથી. માટે અનંત સુખસ્વરૂપ મોક્ષપદ છે એવો અંદરમાં Page #543 -------------------------------------------------------------------------- ________________ પ૨૦ છ પદનો પત્ર સ્વીકાર થાય તો તેને પ્રાપ્ત કરવાનો સમ્યફ પુરુષાર્થ ઉપડે. અનંતકાળના જન્મ, જરા અને મરણના ફેરા ટળી જાય એ કોઈ સામાન્ય બાબત થોડી છે ! દુઃખ થવાનું કારણ આ દેહ ને ઈન્દ્રિયો છે. દેહ ના હોય તો દુઃખ કોના દ્વારા વેદવાના છો? કોઈપણ જીવ દેહ વગરનો થઈ જાય તો પછી એને દુઃખ જ નથી. જે કંઈ દુઃખ છે એ જીવ દેહ દ્વારા અને મન દ્વારા ભોગવે છે. જેને દેહનથી, મન નથી, વચન નથી, ઈન્દ્રિયો નથી અને હવે દુઃખ જ ક્યાં રહ્યું? માટે મોક્ષનો સ્વીકાર કરો. આ છ પદનો સ્વીકાર થશે તો જ સમ્યગ્દર્શન છે અને સ્વીકાર પણ પાછો યથાર્થ જોઈએ, અયથાર્થ નહીં. મોક્ષ તો ઘણા માને છે પણ મોક્ષમાં શું માને છે? આના જેવી જ પણ આના કરતાં વધારે સારી લહેર હોય અને ત્યાં પણ બધું ખાવા-પીવાનું મળે, હરવા-ફરવાનું મળે ! હવે એને ક્યાં ખબર છે કે ત્યાં ઊંઘવાનુંય નથી ને ખાવાનું પણ નથી. ગાડીમાં ફરવાનું નહીં. કોઈની જોડે વાતો નહીં કરવાની ! ત્યારે કહે કે એવો મોક્ષ તો અમારે જોઈતો નથી ! આ બધું હોય ને મોક્ષ હોય તો કહો !! જગતના અજ્ઞાની જીવોને મોક્ષ શું છે, આત્માની શુદ્ધ અવસ્થા શું છે તેની ખબર નથી. નિરાવરણ આત્મા થાય અને જ્યાં સંપૂર્ણ વીતરાગતા અને સ્વરૂપસ્થતા પ્રગટ થાય ત્યારે કેવળજ્ઞાનમાં, પરમ શુક્લધ્યાનમાં જે આત્માના અતીન્દ્રિય આનંદનું વેદન આવે છે, એ વેદનનું સુખ કેવું હોય? મોક્ષનું સુખ જ્ઞાની પુરુષો કહે છે કે અનુભવ વગર સમજણમાં આવી શકે એમ નથી. તમે ગમે તેટલા ક્ષયોપશમના વિકલ્પ દ્વારા સમજવા જાઓ તો, મોક્ષના સુખને તમે સમજી નહીં શકો. અંશે પણ સ્વરૂપનું વેદન આવશે, આત્માના અતીન્દ્રિય આનંદની અનુભૂતિ અંશે પણ થશે ત્યારે કહી શકશો કે મને આ થોડો સમય માટે જે સુખ મળ્યું એવું અનંત સુખ અનંતકાળ માટે મળી શકે છે. સાદિ અનંત અનંત સમાધિસુખમાં, અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો. અપૂર્વ. ૧૯ -શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૭૩૮ - ‘અપૂર્વ અવસર' એ સુખ અલૌકિક છે, અદ્ભુત છે. એ વાણીનો, ઈન્દ્રિયનો કે મનનો વિષય નથી. એવું સુખ ભગવાન સાદિ અનંતકાળ સુધી ભોગવે છે. એવો મોક્ષ છે એમ જ્ઞાનીઓ કહે છે. વ્યવહારથી જીવ કર્મનો કર્તા છે, નિશ્ચયથી જીવ કર્મનો કર્તા નથી. અનુપચિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું અને કર્તાપણું હોવાથી ભોક્તાપણું પણ નિરૂપણ કર્યું. એ કર્તા-ભોક્તાપણું અનુપચરિત દૃષ્ટિથી કર્યું, પણ હવે શુદ્ધ નિશ્ચયદષ્ટિથી કહે છે કે તે Page #544 -------------------------------------------------------------------------- ________________ પર૧ છ પદનો પત્ર કર્મનું ટળવાપણું પણ છે. જીવ કર્મ બાંધ-બાંધ જ કરે અને છોડી શકાય જ નહીં તો કોઈનો મોક્ષ થાય નહીં, પણ એવું નથી. કેમ કે, જે ભાવથી કર્મ બંધાય છે એ સાંયોગિક ભાવ છે, નૈમિત્તિક ભાવ છે. નૈમિત્તિક ભાવોથી જીવ બંધાય છે અને અનૈમિત્તિક ભાવોથી જીવ છૂટે છે. જે જે કારણ બંધનાં, તેહ બંધનો પંથ; તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૯૯ જે બંધના કારણો છે એ બંધના કારણોને જે છેદે એવા ભાવ કરવાના છે. મિથ્યાત્વની સામે સમ્યક્ત્વ, અવિરતિની સામે વિરતિ, કષાયની સામે વીતરાગતા (અકષાયભાવ) અને યોગના સામે અયોગ. કષાયમાં પ્રમાદ આવી જાય છે એટલે આપણે ચાર લીધા. મિથ્યાત્વ સામે સમ્યકૃત્વ સહિતનો પુરુષાર્થ હશે, અવિરતિના બદલે વિરતિપણામાં રહી અને પુરુષાર્થ હશે; (બાહ્ય વિરતિ અને અત્યંતર વિરતિ બેય) તો કર્મો એના કરતા વધારે રોકાશે અને નિર્જરા થશે. જેટલા જેટલા કષાયનો અભાવ-અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલન - સંજવલનનો અભાવ તો સીધો મોક્ષ અને કષાયનો અભાવ થયા પછી જે યોગ ક્રિયા છે એ યોગની ક્રિયા પણ અયોગમાં આવી જાય. યોગની ક્રિયાનું પણ રૂંધન થઈ જાય ત્યારે અ, ઇ, ઉ, ઝ, પાંચ હૃસ્વ સ્વર કહીએ એટલી વારમાં સંપૂર્ણ નિરાવરણ થઈ અયોગી ગુણસ્થાનકમાંથી આગળ જઈ સીધો સિદ્ધલોકમાં સિદ્ધ અવસ્થામાં બિરાજમાન થઈ જાય છે. જ્ઞાની કહે છે કે ગભરાશો નહીં, રસ્તો છે. કર્મ ટળી શકે છે. ભૂલથી થયા છે, અજ્ઞાનથી થયા છે અને ભૂલ ટાળવાથી મટે છે. - કર્મ બાપડે કૌન? ભૂલ મેરી અધિકાઈ; અગ્નિ સહે ઘનઘાત, લોહે કી સંગતિ પાઈ. જેમ અગ્નિ છે એ લોઢાની સંગત કરે છે તો એને ઘણના ઘા ખમવા પડે છે, એમ આત્મા શુભાશુભ ભાવોનો સંગ કરે છે એટલે એને કર્મોનો માર ખાવો પડે છે. બાકી એ બિચારા તો એમને એમ આવીને ચોંટ્યા નથી. મેં ભૂલ કરી છે ત્યારે એ આવીને ચોંટ્યા છે. માટે વાંક અમારો છે, અમારા અશુદ્ધ ઉપયોગનો છે, અમે જે કષાયભાવે પરિણમ્યા એનો છે. કષાયભાવથી બંધ પડે છે અને અપાયભાવથી કર્મ ટળે છે. કષાયથી સ્થિતિ અને અનુભાગનો બંધ પડે છે. Page #545 -------------------------------------------------------------------------- ________________ પ૨૨ છ પદનો પત્ર તીવ્ર કષાય એટલે અનંતાનુબંધી સહિતના કષાય, પછી વિષયના નિમિત્તે હોય કે બાહ્ય અચેતન પદાર્થના નિમિત્તે હોય. જ્યાં સુધી અનંતાનુબંધી છે ત્યાં સુધી કષાયમાં એવું તીવ્રપણું રહેવાનું. તો તીવ્ર કષાયના કારણે જીવ ૭૦ ક્રોડાક્રોડીનો બંધ પાડી દે છે. આટલો મોટો બંધ જીવ અંતર્મુહૂર્તમાં પાડી દે છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિનો દાખલો તો તમે જુઓ ! તીવ્ર કષાયમાં આવી ગયા છે થોડા સમય માટે, એમાં સાતમી નરકમાં જાય એવા કર્મ બાંધ્યા છે ! ઉપયોગ દ્વારા તમે નરકમાં પહોંચો છો. અસંખ્ય નારકી જીવોને તમે જુઓ ! તો એ જીવો નરકમાં કેમ ગયા હશે એનું કારણ શોધો. એવા કેવા ભાવ તેમણે કર્યા હશે તો એ નરકમાં ગયા? તીવ્ર વિષય અને કષાય. શેના નિમિત્તે? પરપદાર્થોના નિમિત્તે. જે વસ્તુનો સંબંધ એક થોડા સમય પૂરતો જ છે, પછી પાછો એનો વિયોગ છે એવા નાશવંત પદાર્થો પાછળ શાશ્વત એવો આત્મા અસંખ્યાત વર્ષ સુધી દુઃખ ભોગવે એવા કર્મ જીવ અજ્ઞાનતામાં તીવ્ર કષાય કરીને બાંધી દે છે. વસ્તુ તો વસ્તુની જગ્યાએ રહી જાય છે, બહારમાં તો જેમ થવાનું હોય એમ થયા કરે છે, પણ એ વસ્તુના નિમિત્તથી, જીવોના નિમિત્તથી, એ બધા સંજોગના નિમિત્તથી જીવ અજ્ઞાનતામાં, કષાયના આવેગમાં આવીને કષાયરૂપે પરિણમી જાય છે ત્યારે તો એને ખ્યાલ નથી રહેતો કે આનું ફળ મારે લાંબા સમય સુધી નરક-નિગોદ ગતિમાં ભોગવવું પડશે. પરિભ્રમણના અનંતદુઃખોનું મૂળ શું છે? તીવ્ર કષાય. દરેક વસ્તુ અભ્યાસ દ્વારા સાધ્ય થઈ શકે છે. કોઈપણ વ્યસન, અપલક્ષણ, કષાય કે વિષયની પ્રવૃત્તિ છે એ અજ્ઞાનતામાં અને નિમિત્ત તથા સંયોગોને આધીન થવાથી થઈ છે. હવે જ્ઞાન થવાથી, સમજણ થવાથી તે તે પ્રકારના નિમિત્તથી, સંયોગથી દૂર રહેવાથી, સમજવાથી જીવ એને ઘટાડી શકે છે. એનો અપરિચય કરી શકે છે. કોઈ માણસ સાથે આપણને ઘણી વખત નથી બનતું અને એકબીજાનો મનમેળ તૂટી જાય છે. પહેલાં તો ઘનિષ્ટઠ મિત્રતા હોય પછી મનમેળ તૂટી ગયો. હવે એ વ્યક્તિ સામેથી આવી અને તમે બરાબર સામે એ જ રોડ ઉપર આવો છો, તો તમે કેવી રીતે પસાર થઈ જશો? જાણે એને ઓળખતા જ નથી. જોતા જ નથી. અપરિચય ! બસ, એવી રીતે જ્ઞાનીઓ કહે છે કે આ કષાય સાથે પસાર થઈ જાઓ. એના સામું જોવા ગયા તો ગયા. ઘરવાળાના નિમિત્તથી, દેહના નિમિત્તથી, કુટુંબના નિમિત્તથી, સંસ્થાના નિમિત્તથી, ગામના નિમિત્તથી, ઘરના નિમિત્તથી કે બહારના ગમે તેવા નિમિત્તથી પણ જો કષાયને આધીન થઈ ગયા તો એ કર્મના ફળનું ભોક્તાપણું નિરૂપણ કર્યું છે, એ પાછું ભોગવવું Page #546 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર ૫૨૩ પડશે. માટે, ઉદયમાં આવેલા અથવા આવવા યોગ્ય કષાયોને શમાવો. ઉદયમાં આવેલા કર્મોને ભોગવતાં નવા કર્મો ના બંધાય એ માટે આત્માને સચેત રાખવો એ સત્પુરુષોનો મહાન બોધ છે. પૂર્વનાં અશુભ કર્મ ઉદય આવ્યે વેદતાં જો શોચ કરો છો તો હવે એ પણ ધ્યાન રાખો કે નવા બાંધતા પરિણામે તેવાં તો બંધાતા નથી? -શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૮૫ ક્રોધાદિક કષાયોનું સમાઈ જવું, ઉદય આવેલાં કષાયોમાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી અથવા અનાદિકાળની વૃત્તિઓ સમાઈ જવી એ “શમ'. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૧૩૫ વાળી લેવાય એટલે પાછું ફરી જવું. સ્વપુરુષાર્થથી થાય તો સારું છે, ના થાય તો બીજા કોઈના નિમિત્તથી પણ વળી જવું. પોતાનાથી થાય તો પોતાનાથી, નહીં તો કોઈપણ બીજાના નિમિત્તથી વળી જવું. પણ કષાયના વેગને વધારવો નહીં. કષાય મંદ પડી જાય એવા પુરુષાર્થમાં લાગવું. ઉદયમાં આવેલા અને ભવિષ્યમાં આવવાના છે એ બધાય કષાયનો અનભ્યાસ. અનાદિકાળથી એનો અભ્યાસ છે એટલે થયા છે. હવે એનો અઅભ્યાસ થાય એટલે ઘટી જાય. કષાય કરવાની ટેવ પડી છે. અભ્યાસ જ થઈ ગયો છે. સહજ થઈ ગયો છે કષાય. કોઈને કહેવું નથી પડતું, સહેજે થઈ જાય છે. કેમ કે, અનાદિકાળના કષાયના કુસંસ્કાર લઈને જ આવ્યો છે જીવ. એનો અભ્યાસ થઈ ગયો છે. હવે એ અભ્યાસને અનભ્યાસથી તોડવાનો છે અને અભ્યાસ થવાનું કારણ પણ અધ્યાસ છે. મિથ્યાત્વના કારણે કષાયો જોર મારી ગયા છે. જો મિથ્યાત્વ મોળું પડ્યું કે તૂટ્યું તો કષાયો જોર મારી શકતા નથી. અભ્યાસ કરવો એટલે દિન-પ્રતિદિન જે ઉદયમાં આવે છે એ કષાયોને શાંત કરવા. આજે તમને કોઈએ ગાળ દીધી. એ ગાળનો ભલે તમે પ્રતિકાર ના કર્યો, પણ અંદર એવા કોઈ કષાયને આધીન થયા? આવા ભાવોને પોષણ ના આપવું એનું નામ અનભ્યાસ. અંદરમાં વિષય કે કષાય કે એવા પાપાગ્નવયુક્ત ભાવોને પોષણ ના આપવું એનું નામ અનભ્યાસ. એ ભાવને આપણે છાવરીએ છીએ ત્યાં એ આત્માને પછાડીને કર્મ બાંધી દે છે, પણ જો એ ભાવોને પોષણ આપીએ નહીં તો? તમારો છોકરો અને બાજુવાળાનો છોકરો લડતા હોય Page #547 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ છ પદનો પત્ર તો જો પેલા છોકરાને કહીએ કે તું કેમ મારા દીકરાને હેરાન કરે છે? તો તમારો છોકરો ડબલ કૂદવાનો અને તમારા છોકરાને લડો કે શરમ નથી આવતી ? કેમ ઝઘડા કરે છે? ચાલ, નહીં તો પૂરી દઈશ. તો તમારો છોકરો નીચું જોઈ સીધો ઘરમાં આવી જશે, કેમ કે તમે છાવરતા નથી. ટેકો નથી આપતા. એમ કષાયભાવમાં જો મીઠાશ રાખી કે “એ તો એ જ લાગનો હતો.' આ તો આટલું જ કર્યું પણ હજી વધારે કરવાની જરૂર હતી.” તો એ તમને પછાડશે. પણ જો તેને અંદરમાં ટેકો ના આપ્યો કે ભાઈ, જે આ કષાયભાવ કર્યો છે, આવેગમાં બોલી ગયો છું, પણ આનું ફળ શું આવે એ તને ખબર છે કે? નિગોદ ગતિમાં જવું પડશે. કષાયનું ફળ નરકગતિ અને નિગોદગતિ છે અને આ કંઈ તારો સ્વભાવ નથી. ચંડકૌશિકને જેમ ભગવાને બોધ આપ્યો હતો કે, “બુઝ બુઝ.” આ કષાયને કારણે તું સાધુમાંથી નાગ થયો છું. આ કષાયનું ફળ તે મેળવ્યું છે. બુઝ નહીં તો હજી નીચે જઈશ. ને એમ ઘણી વખત સંસારમાં વિચિત્ર ઉદયો આવી જાય છે. એમાં સામેના જીવનો તો કાંઈ વાંક નથી હોતો. વાંક તો આપણા કર્મના ઉદયનો હોય છે. એમાં કોઈ પ્રકારે આપણું અહિત થવામાં બીજા જીવો નિમિત્ત થઈ જાય છે. તો, એ વખતે આપણે ઝાલ્યા રહેતા નથી. કમકમાટી આવી જાય છે કે ગમે તેમ કરીને ખેદાન-મેદાન કરી નાખું! “રહેવા દે ભાઈ! તારું ખેદાનમેદાન થાય છે.” આપ હણે નહીં અવરકું, અપને હણે ન કોઈ. બીજાને મારવાનો ભાવ કર્યો કે દુઃખ દેવાનો ભાવ કર્યો તો એ દુઃખી તો એના ઉદય પ્રમાણે થશે કે નહીં થાય, પણ તું તો અવશ્ય દુઃખી થવાનો. જો જીવ ખોટો ભાવ કરશે તો પોતે તો અવશ્ય દુઃખી થવાનો. માટે અનભ્યાસ, મંદ પાડવાનો પુરુષાર્થ, અપરિચય કરવો. ધીમે ધીમે કષાયોનો પરિચય ઓછો કરવો. એક માણસ સાથે બહુ સંબંધ થઈ ગયો હોય અને આપણને લાગતું હોય કે આ માણસ આપણને ભવિષ્યમાં નુક્સાન કરે એવો છે, તો એકી સાથે આપણે એનો સંબંધ કાપી નથી નાખતા, પણ પહેલા રોજ મળતા હોય તો હવે અઠવાડિયામાં ચાર દિવસ કરી નાંખે. પછી બે દિવસ કરી નાંખે, પછી એક જ દિવસ કરી નાંખે. પછી ધીમે ધીમે અઠવાડિયામાં પા કલાક પૂરતું મળીએ અને પછી ધીમે ધીમે બંધ કરી દઈએ. એમ પહેલાં અનંતાનુબંધીનો કપાય ચાલતો હતો, પછી ગ્રંથિભેદ કરીને હવે અનંતાનુબંધીનો અભાવ કર્યો. હવે ત્રણ કષાયનો પરિચય રહ્યો. પછી જોયું કે આ ત્રણેય ખતરનાક છે. આમને રાખવા જેવા નથી, પણ એક સાથે ત્રણને હણી શકાય એવા નથી. માટે, Page #548 -------------------------------------------------------------------------- ________________ પ૨૫. છ પદનો પત્ર હવે અત્યારે અપ્રત્યાખ્યાનાવરણીયને કાપો. પછી બીજો પ્રત્યાખ્યાનાવરણીય કષાયને કાઢવાનો પ્રયત્ન કરે છે. હવે આગળ પંચ મહાવ્રત, સમિતિ, ગુપ્તિથી યુક્ત થઈ ત્રીજા કષાયને કાઢવા નીકળે છે. જ્યાં દીક્ષા લે છે ત્યાં ત્રીજો કષાય પણ હણી અને ચોથાનો મંદ ઉદય રહે છે. એ પણ જ્યારે શ્રેણી માંડે છે ત્યારે સંજવલનને તોડી અને સંપૂર્ણ વીતરાગ થઈ જાય છે. આ કષાયનો અપરિચય કરવાની પદ્ધતિ છે. કષાયને તાત્કાલિક શમાવવા તો ગમે તેમ કરીને સ્થળ છોડીને જવું પડે, બીજું કોઈ નિમિત્તનું અવલંબન લેવું પડે. સ્વાધ્યાયમાં જોડાઈ જવું પડે. ગમે તેમ કરીને તાત્કાલિક તો એને ઉપશમ કરી દો. પછી એને મૂળ સહિત કેમ છેદવો એ આગળની વાત. પણ જ્યારે ઉદયમાં આવે છે તો પહેલા એને દબાવો. જેમ તમારે દૂધની તપેલી ગેસ પર હોય અને એકદમ ઊભરો આવી જાય, સાણસી કે કપડું ના જડ્યું, તો પહેલું તમે પાણી નાખી દો છો. એવી રીતે જ્ઞાની કહે છે કે “શમ' એટલે ઉદયમાં આવેલા ગમે તેવા કષાયને પણ શમાવી દેવા. “ખમ' એટલે સહનશીલતા, ખમી જવું પણ કષાયરૂપે પરિણમી જવામાં લાભ નથી. એકાંતે નુક્સાન છે. “દમ” એટલે ઈન્દ્રિયો અને મનમાં જે ઉન્માદ ચાલી રહ્યો છે એનું દમન કરો, એના ઉપર કાબૂ મેળવો. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ. તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુબોધ; તો પામે સમકિતને, વતે અંતરશોધ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા – ૧૦૮, ૧૦૯ જેના મંદ કષાય થયા છે એ જ ભેદવિજ્ઞાનનો પુરુષાર્થ સમ્યફ પ્રકારે કરી શકે છે. માટે કષાયને ઉપશમાવવા, ગમે તેમ કરીને ઉપશમાવવા. પછી જ્ઞાનથી સમજાવવું. એક વખત તાત્કાલિક તો ત્યાંથી હટી જવું. ગમે તેમ કરીને પણ ઉપયોગને વાળવા માટે સત્સંગમાં બેસી જવું, સ્વાધ્યાય કરવા બેસી જવું. ગમે તેમ કરીને ઉપયોગને ફેરવવો. જો ઉપયોગ એ બાજુ રહેશે તો કષાય થવાના. પરમાત્માની ભક્તિમાં, સત્સંગમાં કે સ્વાધ્યાયમાં ઉપયોગ વાળી લીધો, તો જે કષાયની તીવ્રતા છે એ તો મોળી પડી જવાની. ભગવાનની મૂર્તિ સામે કે ચિત્રપટ સામે બેસો. પછી એમની જોડે વાત કરો કે હે ભગવાન ! તારા ઉપર તો આટલા મરણાંત ઉપસર્ગ-પરિષહ આવ્યા. છ છ મહિનાના, અને છતાં અંદરમાં વીતરાગતા વધારીને કેવળજ્ઞાન Page #549 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર પ૨૬ લીધું અને એક સામાન્ય ઉદયમાં હું એ કષાયો દ્વારા જીતાઈને તીવ્ર કષાયને આધીન થઈ જઉં છું! પ્રભુ! હવે તારા શરણે આવ્યો છું, મારામાં વીતરાગતા લાવ અને એ પ્રકારના ભાવવાળા પદો કે શ્લોકોને વારંવાર ફેરવવા. જ્યારે કષાયનો ભડકો ઉઠે ત્યારે અંદરમાં બસો વાર કોઈ પણ ગાથા બોલવી એટલે એ ભડકો મંદ પડ્યા વગર રહે નહીં. જ્ઞાનીનો બોધ છે કે “છાંટે ત્યારે શીતળ પાણી, એવી મારા રાજની વાણી.' એવા જ્ઞાનીના વચનો ગમે ત્યારે હાજર કરીને અંદરમાં ઉપયોગને ફેરવો તો, ગમે તેવા કષાયનો ઊભરો હશે તો એક વખતમાં શમી જશે. પછી શાંત ચિત્તથી વિચારવું કે ભાઈ ! આ કષાય કરવાથી કે આમ કરવાથી તને શું લાભ થવાનો છે? જે વસ્તુના નિમિત્તથી કષાય થયો છે એ વસ્તુ તો તમારો પુણ્યનો ઉદય હશે તો મળશે, નહીં તો નહીં મળે. તમે ગમે તેટલું મથશો તો પણ નહીં મળે, પણ એના નિમિત્તથી જે કષાય કર્યો છે એનું ફળ તો અવશ્ય મળશે. માટે, કોઈ વસ્તુના નિમિત્તથી, કોઈ જીવના નિમિત્તથી, દેહના નિમિત્તથી, કુટુંબના નિમિત્તથી કે ગમે તેના નિમિત્તથી પણ કષાયને આધીન થવું યોગ્ય નથી. આવો એને વારંવાર બોધ આપીને જાગૃત કરશો તો એ જીવ કષાયને મોળા પાડ્યા વગર નહીં રહે. ધીમે ધીમે જે પહેલાં 100 ડિગ્રી ગરમ હતા; એ ૯૦ ડિગ્રી સુધી, ૮૦-૭) સુધી, ૬૦ ડિગ્રી, ૫૦ ડિગ્રી એમ એની ડિગ્રી ઘટતી જશે, વધશે નહીં. જેમ તાવ એકદમ ચડે તો તાત્કાલિક પોતા મૂકીએ તો એ કંઈક કન્ટ્રોલમાં આવે છે. એમ કષાય પણ તાવ જેવો છે, તો એને પણ આ ઠંડા ભાવના પોતાં મૂકીએ, સારી ભાવના, ઉત્તમ ભાવના, જ્ઞાની પુરુષોના વચનના પોતાં કષાયને મોળા પાડે છે. હિંસક પુરુષો પણ જ્ઞાનીપુરુષ પાસે જતાં શાંત પડી જાય છે. કેમ? અહિંસાના પરમાણુ એટલા છૂટે છે કે એ પરમાણુ પણ પેલા સામા જીવને નિમિત્તનૈમિત્તિક સંબંધથી અસર કરે છે અને પેલો જીવ અંદરમાં શાંત થઈ જાય છે. કૃપાળુદેવને નરોડામાં એક ભાઈ મારવા આવેલા. પરમકૃપાળુદેવે એની સામે નિર્દોષ નજરથી જોયું અને એમની નિર્દોષતા, મોઢા ઉપરનો વૈરાગ્ય, વીતરાગતા જોઈને પેલાને એમ થયું કે આ કોઈ મહાન પુરુષ છે અને હું આમને મારવા આવ્યો છું! છરી ચરણોમાં નાખી અને ક્ષમા માંગી. પરમકૃપાળુદેવ કાંઈ બોલ્યા નહીં. જુઓ ! એ વખતે એને મારવાનો ભાવ આવી ગયો, પણ એક આવું નિમિત્ત મળ્યું તો ભાવ પલટાઈ ગયો. એમ દેરાસરમાં જતા રહો, ઘેર બેસીને ભગવાનનું કે કૃપાળુદેવનું ચિત્રપટ લઈ, પુસ્તક લઈ બેસી જાઓ અને એવા જ પાઠ કાઢો. મૃગાપુત્ર ચરિત્રમાં નરકનું વર્ણન વાંચવું થોડીવાર. Page #550 -------------------------------------------------------------------------- ________________ ૫૨૭ છ પદનો પત્ર અનિત્ય ભાવના, અશરણ ભાવના આ બધી ભાવનાઓ છે એ થોડી વાંચવી. આ બધી ગજબ દવાઓ છે. જો નરકનું દુઃખ વાંચે તો નરકથી ફફડી જાય કે આ કષાયના કારણે મારે નરકના દુઃખો અબજો વર્ષો સુધી ભોગવવા પડશે! માટે બીકથી પણ એક વખત પાછા ફરો. પછી સાચા તો જ્ઞાનથી વળશો તો કરશો જ નહીં. જેમ બાળકના હાથમાં કોઈ ખોટી વસ્તુ આવી જાય કે જે એને નુક્સાન કરનારી હોય તો આપણે લાફો મારીને પણ પડાવી લઈએ છીએ, એમ જ્ઞાની પુરુષો કહે છે કે વધારે કષાય થઈ જાય તો ગમે તેમ કરીને એને આવી રીતે ઉપશમાવી દેવા. પરમકૃપાળુદેવે વચનામૃત પત્રાંક - ૬૩૬માં કહ્યું છે, નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શોક થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, નિમિત્તે કરીને જેને ઇંદ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારોને વિષે દ્વેષ થાય છે, નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે, નિમિત્તે કરીને જેને કષાય ઉદ્દભવે છે, એવા જીવને જેટલો બને તેટલો તે તે નિમિત્તવાસી જીવોનો સંગ ત્યાગવો ઘટે છે; અને નિત્ય પ્રત્યે સત્સંગ કરવો ઘટે છે. પહેલાં નિમિત્તોને છોડી દેવા અને દેવ, ગુરુ, ધર્મ, સાસ્ત્રોનું, ભક્તિનું અવલંબન લેવું. તો આપણે એને ઉપશમ કરી શકીએ છીએ. ઉપાય કર્યો હોય તો થોડું ઘણું મંદ કેમ ના દેખાય? અવશ્ય દેખાય. પોતાનો પુરુષાર્થ ઉપડ્યો હોવો જોઈએ. આપણને છ રોટલીની ભૂખ હોય અને એક રોટલી ખાઈએ તો એટલી ભૂખ આપણી કેમ ના ભાંગે? એમ જેટલા પ્રકારમાં કષાયને મંદ કરવાનો પુરુષાર્થ કર્યો હોય તો એટલા પ્રમાણમાં એ મંદ કેમ ના પડે? અવશ્ય પડે. જો મંદ થાય છે, તો ક્ષય પણ થાય છે. કેમ કે, કષાય એ આત્માનો સ્વભાવ નથી. અકષાય સ્વભાવી આત્મા છે. એટલા માટે ક્ષીણમોહ ગુણસ્થાનકે કષાયનો નાશ થઈ જાય છે અને સંપૂર્ણ વીતરાગતા પ્રગટ થાય છે. બારમા ગુણસ્થાનમાં, ક્ષીણમોહ ગુણસ્થાનમાં કષાયો સંપૂર્ણ ક્ષય થઈ અને વીતરાગતા પ્રગટ થાય છે. જ્ઞાન હોય તો ક્ષીણ ના થાય, પણ કષાય તો ક્ષીણ થાય. કેમ કે જ્ઞાનનો આત્મા સાથે અભેદ સંબંધ છે. જેનો સંયોગ એનો વિયોગ તો થઈ શકે છે. મંદ પડે છે, તો સંપૂર્ણ નાશ પણ થઈ શકે છે. બંધભાવ ક્ષીણ કરો. ઉપયોગ શુદ્ધ ઉપયોગરૂપે પરિણમે છે તો ચોટેલા ઉખડીને ખરી જાય છે. એનું આખું રીમોટ કન્ટ્રોલ ઉપયોગમાં છે. તો એવો ઉપયોગ કરો કે બંધભાવ ક્ષીણ થઈ જાય. એવા ભાવો ઉત્પન્ન ના થાય, કેમ કે ભાવકર્મથી દ્રવ્યકર્મની ઉત્પત્તિ છે અને દ્રવ્યકર્મની ઉત્પત્તિથી આ સંસારની ઉત્પત્તિ છે. ભાવકર્મના નાશથી દ્રવ્યકર્મનો નાશ છે. દ્રવ્યકર્મના નાશથી Page #551 -------------------------------------------------------------------------- ________________ પ૨૮ છ પદનો પત્ર સંસારનો નાશ છે અને સંસારના નાશથી મોક્ષપદની પ્રાપ્તિ છે. એ શ્રી નિયમસારમાં ૧૮ મા શ્લોકની ટીકામાં મૂક્યું છે કે, ભાવકર્મ નિરોધેન દ્રવ્યકર્મ નિરોધન દ્રવ્યકર્મનિરોધન સંસારસ્ય નિરોધનમ્ / ભાવકર્મનો વિરોધ થવાથી દ્રવ્યકર્મનો વિરોધ થાય છે. ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવવીર્યની ફુરણા, પ્રહણ કરે જડધૂપ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૮૨ ભાવકર્મ એટલે શુભાશુભ ભાવ, રાગ-દ્વેષમય ભાવ. જો આ ભાવ ઉત્પન્ન થતા બંધ થઈ જાય તો કર્મોની તાકાત નથી કે ચોંટીને રહે. જો આ બાજુ શુભાશુભ ભાવ બંધ થઈ જાય અને શુદ્ધોપયોગ પ્રગટ થાય તો આવતા કર્મો અટકી જાય છે અને અંદરમાં લાગેલા કર્મોની નિર્જરા થતી જાય છે અને સંપૂર્ણ નિર્જરા થવી એનું નામ મોક્ષ. “જે જે કારણ બંધના તેહ બંધનો પંથ.” મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ બંધભાવ છે. આ બંધભાવ ક્ષીણ થાય તો કર્મથી રહિત થઈ શકાય છે. અજબ કીમિયો છે ભાઈ ! ભગવાન છોડાવે કે બીજા છોડાવે કે વાસક્ષેપ નાખીને છૂટી જાય એવું નથી. આ તો વીતરાગ વિજ્ઞાન છે પ્રભુ ! અકષાયભાવનું ફળ તો જુઓ ! હવે આનો અનુભવ કરો. જ્ઞાની કહે છે કે અકષાયભાવે ટકો. સમભાવને અંદરમાં સેવો. સમભાવને પ્રગટ કરો અને શાંતિને અનુભવો. જ્ઞાની કહે છે કે તમે આ અકષાયભાવનું સેમ્પલ ચાખો. એ સેમ્પલથી પણ કેટલી શાંતિ આવે છે એ જુઓ ! પછી જ્યારે કષાયો ક્ષીણ કરશો ત્યારે તમારી દુકાનમાં એ જ માલ હશે-આનંદ ! આનંદ ! આનંદ! બસ, “Give and Take” આપો અને લો. શું આપો? સમતા અને શું લો? આનંદ. જો તમે તમારા આત્માને સમતામાં રાખશો તો એ તમારો આત્મા તમને અતીન્દ્રિય આનંદ આપ્યા વગર, એ જ સમયે નહીં રહે. બીજા સમયની જરૂર નહીં પડે. એટલા માટે જ પરમકૃપાળુદેવે કીધું કે, “ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે અને કષાય એ નરક-નિગોદનો બિહામણો દરવાજો છે. Page #552 -------------------------------------------------------------------------- ________________ પ૨૯ છ પદનો પત્ર સમતા ચેતનપતિકો ઈરવિધ કહે, નિજઘર મેં આવો; આતમ ઉચ્છ સુધારસ પીઓ, સુખ આનંદઘન પાઓ. ચેતને. પર પરચે ધામધૂમ સગાઈ, નિજ પરચે સુખ પાવો. ચેતન. – શ્રી આનંદઘનજી મહારાજ કોઈ અદૂભુત અને અલૌકિક દશાની અંદરમાં અનુભવેલી વાત, અપ્રમત્ત દશામાં અનુભવેલી વાત છે. સમતા નામની ચેતન રાજાની સ્ત્રી છે. સમતા નામની સ્ત્રી પોતાના ચેતન પતિને કહે છે કે હે પતિદેવ! અનાદિકાળથી તમે બહારને બહાર ભટકો છો; પરભાવમાં ને પરભાવમાં વહ્યા છો. હવે થોડો સમય પણ સ્વભાવમાં આવીને નિજઘરમાં આવો. હે આત્મદેવ! તમે શ્વાસે શ્વાસે સુધારસ એટલે અતીન્દ્રિય આનંદનું પાન કરો અને આનંદઘન પાઓ તો તમે સાચા સુખી થશો. સમતાભાવમાં આવ્યા વગર તમે શાંતિ કે સુખનો અનુભવ કરવા માંગશો તો ત્રણ કાળમાં નહીંથાય. મોક્ષનું મહાન હથિયાર સમતા છે. જે સમતાભાવમાં, વીતરાગતામાં રમ્યા એ જિંદગી જીવી ગયા, એ તરીને નીકળી ગયા અને જે સમતાભાવમાં રમતા ના શીખ્યા અને યેન-કેન પ્રકારે પણ ચૂકી ગયા તો એ બધા આ પરિભ્રમણમાં જોવા મળે છે. જે જે જીવો કષાયને આધીન થઈને વર્તી ગયા, કષાયને મોળા ના પાડ્યા, કષાયને ક્ષીણ ના કર્યા એ જીવો આ સંસારમાં અનેક પ્રકારના દુઃખોમાં જોવામાં આવે છે અને જેણે ક્ષીણ કરી સંપૂર્ણ વીતરાગતા પ્રગટ કરી એ સીમંધર ભગવાન અને એ બધા સિદ્ધ ભગવંતો અત્યારે અનંતસુખમાં બિરાજમાન છે. એક સમય માટે આકુળતા-વ્યાકુળતા નથી. જ્ઞાની કહે છે કે ગમે તેમ કરીને પણ કષાયને મોળા પાડો. ધર્મઆ છે. હવે અહીં રોજ ભગવાનની પૂજા કરે, ટીલા-ટપકાં કરે, સામાયિક કરે ને પ્રતિક્રમણ કરે અને ઘેર જાય એટલે એ જ વલણ અને એ જ લાકડી. જીભ ચાલુ હોય અને એ જ કષાય ! તો એ ધર્મ સમજ્યો નથી. બાકી તો કહે મને આટલા બધા શાસ્ત્રો આવડે છે અને હું આમ કરું છું ને તેમ કરું છું. ભાઈ, બધી વાત સાચી, પણ અંદરમાં કષાયભાવ કેટલા મોળા પડ્યા છે? કેમ કે ફળ તો દશાનું છે. દશાને અનુરૂપ કેવા ભાવ થાય છે? આચાર્યશ્રી કુંદકુંદદેવે શ્રી નિયમસારમાં કહ્યું છે, સૌ ભૂતમાં સમતા મને, કો' સાથ વેર મને નહીં; આશા ખરેખર છોડીને, પ્રાપ્તિ કરું છું સમાધિની. વિશ્વના તમામ આત્માઓ પ્રત્યે મને સમતાભાવ છે. કોઈ તરફ મને કષાયનો ભાવ, કોઈનું અહિત થાય એવો ભાવ અંદરમાં નથી. બધાય આત્માઓનું કલ્યાણ થાય. મને જે દુશ્મન Page #553 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ છ પદનો પત્ર માનતા હોય એવું પણ કલ્યાણ થાય. હું કોઈને દુશ્મન નથી માનતો; અજ્ઞાન અવસ્થામાં અથવા મારા કોઈ કર્મના ઉદયના કારણે ભલે કોઈ મને માને, પણ હું કોઈને માનતો નથી. એના તરફ પણ મને સમતા છે. જો આ ભાવ થાય તો મન આકુળ-વ્યાકુળ થાય જ નહિ. મનમાં જે આ બધા આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના આવેગ છે, એનું કારણ શું છે? ખોટા ભાવ વગર તો થતું નથી અને ખોટો ભાવ આવ્યો છે એ જ્ઞાનની અજાગૃતિ છે. હવે જ્ઞાનને હાજર કરો. તન મન ધન ને અન્નનું, દે સુખ સુધાસમાન; આ અવનિનું કર ભલું, ભયભંજન ભગવાન. - શ્રીમદ્ રાજચંદ્ર - પૃ. ૨- પ્રભુ પ્રાર્થો આવો સાચા હૃદયથી કરુણાયુક્ત ભાવ નીકળે અને આપણા આત્માને એ વખતે ઠંડકનો અનુભવ ના થાય એમ કેમ બને? અત્યારે જે આમ તપી રહ્યો છે એ કેમ તપી રહ્યો છે? ખોટા ભાવમાં ઉપયોગ ચાલી રહ્યો છે માટે બીજા જીવોને કોઈપણ પ્રકારે દુઃખી કરવાના ભાવ ચાલી રહ્યા છે માટે. હવે એ ભાવ પલટો ખાઈ જાય અને સમજણ સહિત સાચા ભાવમાં આવી જાય તો એ જ વખતે અંદરમાં શીતળતા એવી આવે છે કે તમારે કષાય કરવા હશે તો પણ નહીં થાય. જ્ઞાનીઓને કષાય કરવા હોય તોય નથી થતા. કેમ કે, જ્ઞાન હાજર છે. જ્ઞાન તેને કહીએ કે જે હર્ષ અને શોકના પ્રસંગે, રાગ ને દ્વેષના પ્રસંગે હાજર રહે. ઘરમાં કોઈ ઝઘડો થાય તો એ જ વખતે જ્ઞાન હાજર રહેવું જોઈએ. મારું કામ નથી. ખસી જવા જેવું છે. મૌન થવા જેવું છે. પાછું ફરવા જેવું છે. એમને તો સંસારમાં ફરવું છે તો કરશે, આપણે સંસારમાં નથી ફરવું. માટે ખસી જાઓ. મૌન થઈને એબાઉટટર્ન. અત્યાર સુધી તો ફોરવર્ડ માર્ચ હતા. હવે એબાઉટ ટર્ન. મોક્ષે જવું છે અને કષાયને પડખામાં લઈને ફરીએ તો જવાય નહીં. વિષય હોય, કષાય હોય, આરંભ હોય કે પરિગ્રહ હોય, આ બધાય, અશુચિપણું, વિપરીતતા, એ આગ્નવોનાં જાણીને; વળી જાણીને દુઃખકારણો, એથી નિવર્તન જીવ કરે. – શ્રી સમયસાર - ગાથા – ૭૨ આગ્નવોની સાથે, કષાયોની સાથે જે ગાંઠ બાંધી છે તેની સાથે છૂટાછેડા કરો. વર્તમાનમાં લગ્ન તો પાંચ-પચાસ વર્ષ રહેશે. તમારું જો હું કેટલું રહેવાનું? પછી તો તૂટવાનું છે, પણ કષાય Page #554 -------------------------------------------------------------------------- ________________ ૫૩૧ છ પદનો પત્ર છે એ ક્યારના ચાલ્યા આવ્યા છે? અનાદિકાળથી. અનંતાનુબંધી કષાયની ગાંઠ તૂટવી એનું નામ જ ગ્રંથિભેદ છે. આ ગાંઠ છે એ જીવને બહુ દુઃખ દેનારી છે. પરિભ્રમણમાં લઈ જનારી છે. નરક-નિગોદ ગતિમાં નાંખી દેનારા આ બધા કષાય છે. કષાયભાવે આ જીવનું ભૂંડું કરવામાં બાકી રાખ્યું નથી. જો એને કાબૂમાં ના કર્યા અને લડાઈમાં સામા આવે તો જીતવા દે એમ નથી. કેમ કે, આનો ઘેરો સામાન્ય નથી. જબ્બર ઘેરો છે. આત્માને અનાદિકાળથી બાંધી રાખ્યો છે. અનંતવારમાં કેટલીવાર મનુષ્યભવ મળ્યો? ત્યારે અનંતાનુબંધી કષાયનો અભાવ કેટલીવાર કર્યો? એક વાર પણ નહીં. જુઓ ! કેવા મજબૂત યોદ્ધાઓ છે ! એના ઉપર તો શુદ્ધભાવનું જબરદસ્ત બોમ્બાર્ડીંગ થાય ત્યારે તૂટે એવા છે. ત્યાં સુધી આ કષાય ક્ષીણ થઈ શકતા નથી. પ્રથમ ઢીલા પાડ્યા વગર છૂટકો નથી. આ જ ભવમાં, અત્યારથી જ કષાયોને પાડવાના છે. અત્યાર સુધી જે થયું તે થયું. હવે પુરુષાર્થ કરીએ. પ્રેક્ટીકલી જીવનમાં, ઘરમાં, દુકાનમાં, સગા-સંબંધીઓમાં આપણો અકષાયભાવયુક્ત વ્યવહાર કેટલો છે? કષાયભાવ એટલે એકલો દ્વેષ નહીં, પણ સાથે રાગ પણ. તમે ઘરવાળામાં પણ કેટલો રાગ કરો છો? કુટુંબીજનોમાં કેટલો રાગ કરો છો? અને બીજા એવા સચિત્ત કે અચિત્ત પદાર્થોમાં કેટલો રાગ કરો છો? એ પણ સાથે લેવાનું છે. એકલો ક્રોધ ન કર્યો કે અભિમાન ન કર્યું એટલે કષાય છૂટી નથી ગયા. પણ, રાગ કેટલો કર્યો છે? એમાં કેટલી એકાકારતા થઈ છે? એની સ્મૃતિ મગજમાં કેટલો સમય ચાલે છે? એ એનું બેરોમીટર છે. શ્રુત-પરિચિત-અનુભૂત સર્વને, કામભોગબંધનની કથા; પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભ ના ! – શ્રી સમયસાર - ગાથા -૪ ઉપરોક્ત ભાવ તમને કેટલા ઘટે છે? આત્માના, છ પદના, નવ તત્ત્વના અથવા જ્ઞાનીઓના, દેવ-ગુરુ-ધર્મના વિચારો તમને કેટલા આવે છે? એ તમારા કષાય કેટલા ઘટ્યા છે તે બતાવશે. હજી એ મંદ કષાય છે. દેવ-ગુરુ-ધર્મના, ભક્તિના કે સારા ભાવ થવા એ પણ મંદ કષાય છે અને સ્ત્રી, પુત્ર, ધન, પાંચ ઈન્દ્રિયના વિષયોના જે ભાવ છે એ બધા તીવ્ર કષાય છે. તો તીવ્રમાંથી મંદ કષાય કેટલા થાય છે એ જોવાનું અને એ મંદ કષાય પછી કેટલા અંશે તૂટે છે એ જોવાનું. અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજવલન કેમ તૂટે એ જોવાનું. Page #555 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર મોહનીયનું શહે૨ બહુ મોટું છે. એના ઉપર બોમ્બાર્કીંગ કરવાનું છે. જ્ઞાનીપુરુષો પહેલો હુમલો મોહનીય ઉપર કરે છે. પહેલા તેને કાબૂમાં લો, પછી બાકીના સાત છે એ તો એને અનુસરનારા છે. ૫૩૨ કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. - શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા -૧૦૨, ૧૦૩ દર્શનમોહનીય એટલે આત્માની ભ્રાંતિ થવી. અનાત્માને આત્મા માનવો અને આત્માનો સમ્યક્ પ્રકારે સ્વીકાર ના કરવો એ આત્માની ભ્રાંતિ. ૪ ૪ ૪ = ૧૬ અને ૯ નોકષાય એ આ ચારિત્ર મોહનીયની ૨૫ પ્રકૃતિ છે. દર્શન મોહનીયની ૩ પ્રકૃતિ ઉપર પહેલો હુમલો કરવાનો છે. એક મોહનીય કર્મ મંદ પડશે તો બાકીના સાત છે એ કાંઈ ઊભા નહીં રહે. પછી એની તાકાત નથી. કેમ કે, એના આધારે બધા જોર મારે છે. માટે એને ઢીલો પાડો. દેરાસરમાં જાઓ તો કેટલો સમય બેસો છો ? અને ટી.વી. ઉપર કેટલો સમય તમે વીતાવો છો ? જીવ કષાય કરી નુક્સાન ખમવા તૈયાર થાય છે, પણ પતાવટ કરી લાભ લેવાનો એને ‘ભાવ’ આવતો નથી. એટલે મૂકી દો. જતું કરો. એક ભવ છે. પછી આ દેહનું નામોનિશાન નથી. શરીરના પરમાણુ છે એ વિખરાઈ જુદા પડી જવાના છે અને આત્મા એનું ફળ ભોગવવા નરક-નિગોદમાં જશે, જો કષાય થયા તો. રજકણ તારા રઝળશે, જેમ રઝળતી રેત; હજી બાજી છે હાથમાં, ચેત ચેત નર ચેત. પાંચમું પદ : ‘મોક્ષપદ છે’ જે અનુપચિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોક્તાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે; કેમ કે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી, તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મોક્ષપદ છે. Page #556 -------------------------------------------------------------------------- ________________ ૫૩૩ છ પદનો પત્ર જે સમયે કષાયરહિત થયો એ જ સમયે શુદ્ધ આત્મસ્વભાવની પ્રાપ્તિ છે. જે સમયે સંપૂર્ણ કષાયથી રહિત એ જ સમયે સંપૂર્ણ વીતરાગતા સહિત કેવળજ્ઞાન. સમયભેદ નથી આમાં. બસ તમારી વારે વાર. આ બાજુ કષાયથી રહિત થાઓ અને આ બાજુ અનંતુ સુખ અને વીતરાગતાને લો. હવે કષાય ઘટાડવાનો પુરુષાર્થ તો આપણે કરવાનો છે. જ્ઞાનીઓએ તો આપણને થિયરી બતાવી, પણ પ્રેક્ટિકલ પુરુષાર્થ આપણે કરવાનો છે. રોટલી બનાવવાની થિયરી તમને કોઈ શિખવાડે, પણ ઘરે જઈ કંઈ ભૂલ કરો તો રોટલી બરાબર થશે નહીં. એમ અહીં તમને બધું શિખવાડ્યું છે અને જો ભૂલશો તો એનું ફળ નહીં આવે અને બરાબર એ પ્રમાણે ક્રિયા કરી તો જેમ રોટલી બરાબર થાય એમ કષાયનો પણ નાશ થયા વિના રહેતો નથી. કર્મબંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ; પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ ? દર્શન ષટે સમાય છે, આ ષટ્ સ્થાનક માંહી; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ના કાંઈ. — શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૦૪, ૧૨૮ છઠ્ઠું પદ :- તે ‘મોક્ષનો ઉપાય છે.’ જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય, તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં; પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળાં એવાં જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્ત્યાદિ સાધન પ્રત્યક્ષ છે; જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ મોક્ષપદના ઉપાય છે. બહુ સરસ પ્રયોજનભૂત વાત આમાં બતાવવામાં આવી છે કે જે કર્મના આસ્રવ છે તે સંવરના કારણો પણ છે. આસ્રવના કારણોથી વિપરીત કારણો સંવરના છે. સંવરના કારણો કયા કયા છે ? મોક્ષનો સાચો ઉપાય શું છે ? પરમકૃપાળુદેવે ચૈત્ર સુદ તેરસનો વરઘોડો નીકળ્યો ત્યારે કહ્યું હતું કે ઓ! દુષમકાળના દુર્ભાગી જીવો ! તમે મોક્ષનો ઉપાય કયો સમજી અને ક્યાં દોડો છો ? મોક્ષનો ઉપાય છે ક્યાં ? અને વરઘોડાની ધામધૂમમાં તમે દોડો છો ? કયો સમ્યક્ પુરુષાર્થ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય ? આત્મસાક્ષાત્કારની પ્રાપ્તિ થાય ? એનો સચોટ ઉપાય આમાં બતાવ્યો છે કે મોક્ષનો ઉપાય તો આ છે, બીજો કોઈ નથી - જ્ઞાન, દર્શન અને સંયમ. તત્ત્વાર્થસૂત્રના પહેલા સૂત્રમાં કહ્યું છે, સમ્ચવર્શનજ્ઞાનપારિત્રાણિ મોક્ષમાર્ગ: । ત્રણે કાળ અને Page #557 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ છ પદનો પત્ર ત્રણ લોકમાં બીજો કોઈ મોક્ષનો માર્ગ છે જ નહીં. જીવ પોતે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રયુક્ત પરિણામથી પરિણમન કરે, એવા ભાવ પ્રગટ કરે તો એ મોક્ષના ઉપાયમાં પ્રવર્તે છે, બાકી આપણા બદલે આપણા માટે કોઈ મોક્ષનો ઉપાય કરી દે અને આપણે પામી જઈએ એવો આ માર્ગ નથી. દરેક જીવે પોતે પુરુષાર્થ કરવાનો હોય છે. મોક્ષ ના હોય તો એનો ઉપાય ના હોય, પણ મોક્ષ છે તો મોક્ષનો ઉપાય પણ છે. શું ઉપાય છે ? જો જીવ કર્મ ભોગવતી વખતે નવા કર્મ બાંધ્યા જ કરે અને છૂટે જ નહીં તો તો કોઈનો મોક્ષ થઈ શકે નહીં. એવું તો બનતું નથી કે જીવ માત્ર કર્મ બાંધ્યા જ કરે, કર્મની નિર્જરા ના કરી શકે. જ્યાં સુધી અજ્ઞાન અવસ્થામાં જીવ છે ત્યાં સુધી તો બંધાવાનો. બીજો અનંતકાળ જશે તો'ય અને સાચો જ્ઞાનભાવ એને પ્રગટ થાય તો પછી વિશેષ કાળ એને કર્મબંધ કે પરિભ્રમણ થતું નથી. કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ. · શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર – ગાથા - ૯૮ ―――――― પરિભ્રમણનું કારણ અજ્ઞાન છે અને તેની સમાપ્તિનું કારણ જ્ઞાન છે. સમ્યજ્ઞાન ક્યારે થાય ? સાચું જ્ઞાન થાય ત્યારે. સમ્યગ્દર્શન વિના જ્ઞાન સમ્યક્ થતું નથી. એ સિવાયના જે કંઈ જ્ઞાન છે એ બધાય જ્ઞાન મોક્ષના હેતુભૂત થતા નથી. સમ્યગ્દર્શન થયા પછીનું જ્ઞાન તે સમ્યજ્ઞાન છે અને એ સમ્યજ્ઞાન મોક્ષના હેતુભૂત થાય છે. માટે, વંસ મૂલો થમ્યો । સમ્યગ્દર્શન એ ધર્મનું મૂળ છે. એ વગર તમે ગમે તે કરો – ગમે તેટલા શાસ્ત્રો વાંચો, ગમે તેટલી ભક્તિ કરો, જપ કરો, તપ કરો, ને ત્યાગ કરો ને જે કરવું હોય તે કરો. સમ્યગ્દર્શન વગર આ બધુંય પરિભ્રમણના હેતુભૂત થાય છે. સમ્યગ્દર્શન સહિત જ સંવર - નિર્જરા થાય. સંવરપૂર્વકની નિર્જરાને સાચી નિર્જરા કહેવામાં આવે છે અને કર્મનો ભોગવટો કરીને જે નિર્જરા થાય છે, એ નિર્જરા કરતી વખતે પાછો નવો કર્મબંધ થાય છે. માટે સકામ અને અકામ એ બે ભેદ પાડ્યા છે. હવે જે કર્મબંધ થવાના સાધન છે, એનાથી વિપરીત સાધન કયા ? અજ્ઞાનથી બંધાય છે તો જ્ઞાન, મિથ્યાત્વથી બંધાય છે તો દર્શન અને અવિરતિ દ્વારા બંધાય છે તો ચારિત્ર. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર અને તપ એ સમ્યક્ચારિત્રમાં સમાવેશ પામી જાય છે. એટલે મોક્ષ માટે ચાર કારણોનું સેવન વ્યવહારથી કહેવામાં આવે છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર અને સમ્યક્તપ = મોક્ષ. આ સિવાય બીજો કોઈ ઉપાય નથી અને તે ત્રણેનું એક Page #558 -------------------------------------------------------------------------- ________________ ૫૩૫ છ પદનો પત્ર નામ કહીએ તો શુદ્ધ ઉપયોગ. સાક્ષાત્ નિર્જરા અને મોક્ષનું કારણ શુદ્ઘ ઉપયોગ છે. એની શરૂઆત ચોથા ગુણસ્થાનકથી થાય છે અને બારમા ગુણસ્થાનકમાં એની પૂર્ણતા થાય છે. આમ તો સિદ્ધલોકમાં જાય ત્યારે છે, પણ કેવળજ્ઞાન થયા પછી બીજા કોઈ ઘાતીકર્મ નથી રહ્યા એટલે ત્યાં બીજું કોઈ કારણ નથી. સયોગીમાં જે યોગ છે તે પછી છૂટી જાય છે. હવે, મોક્ષનાં સાધન તો પાંચ શબ્દમાં મૂકી દીધા, પણ આ પાંચ શબ્દ છે બહુ ઊંડા. આદિમાં દાન, તપ, વિનય વગેરે આવી જાય. પહેલું સમ્યગ્દર્શન છે, જ્ઞાન પછી છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે તો આ આખો પત્ર છે. સમ્યગ્દર્શન કોને કહેવાય એ આપણે પહેલા સમજી લેવું જોઈએ. સમ્યગ્દર્શન કહે છે કે મને ગ્રહણ કરતાં પહેલાં વિચાર કરજો ! મને ગ્રહણ કર્યા પછી તમારે મોક્ષે નહીં જવું હોય તો પણ મારે તમને લઈ જવા પડશે. માટે સમ્યગ્દર્શનને બરાબર ઓળખજો એમ જ્ઞાનીઓ કહે છે. સમ્યગ્દર્શન કોને કહે છે ? तत्त्वार्थ श्रद्धानं सम्यग्दर्शनम् । – શ્રી તત્ત્વાર્થસૂત્ર – અધ્યાય - ૧ - સૂત્ર -૨ - - નવ તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા થવી એને વ્યવહારથી સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. સમ્યગ્દર્શનના બે ભેદ છે - (૧) વ્યવહાર સમ્યગ્દર્શન અને (૨) નિશ્ચય સમ્યગ્દર્શન. જેને વ્યવહાર સમ્યગ્દર્શનનું ઠેકાણું ના હોય તેને નિશ્ચય સમ્યગ્દર્શન થઈ જાય એમ બનતું નથી. માટે પહેલા વ્યવહાર સમ્યગ્દર્શનને પણ સમજવું. નવ તત્ત્વોની હેય-જ્ઞેય-ઉપાદેયપૂર્વક નિશ્ચય અને વ્યવહારના પડખાને સમજીને યથાર્થ શ્રદ્ધા થવી જોઈએ. જે ચેતન જડ ભાવો, અવલોક્યા છે મુનીંદ્ર સર્વશે; તેવી અંતર આસ્થા, પ્રગટ્ય દર્શન કહ્યું છે તત્ત્વશે. · શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૭૨૪ - ગાથા - ૩ ‘શ્રી મોક્ષમાર્ગપ્રકાશક' માં એની વ્યાખ્યા કરી છે કે, વિપરીત અભિનિવેશ રહિત તત્ત્વોનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન. ‘શ્રી સમયસાર’ માં એ વ્યાખ્યા કરી કે સ્વ-પરનું ભેદપૂર્વક અવલોકન થવું એનું નામ સમ્યગ્દર્શન. એટલે જડ-ચેતનનો યથાર્થ વિવેક થવો. એક જગ્યાએ એવું પણ મૂક્યું છે કે ‘આત્મા આ છે’ એવો નિશ્ચયભાવ તે સમ્યગ્દર્શન છે. પરમકૃપાળુદેવે પત્રાંક - ૪૩૧ માં સમ્યગ્દર્શનની વ્યાખ્યા કરી છે, ‘આત્મા’ જે પદાર્થને તીર્થંકરે કહ્યો છે, તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત્ ભાસે ત્યારે તેને પરમાર્થ Page #559 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ છ પદનો પત્ર સમ્યકત્વ છે, એવો શ્રી તીર્થકરનો અભિપ્રાય છે. જેવો પદાર્થ છે એવી પ્રતીતિ આવે, થોડી પણ વિપરીત, અધિક, ન્યૂન કે આડી-અવળી નહીં. જેવો પદાર્થ છે એવી પ્રતીતિ થાય. ભાસવું એટલે વેદનમાં આવવું. વર્તે નિજસ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૧૧ પરમાર્થ સમ્યકૃત્વમાં અનુભવ સાથે છે. લક્ષ એટલે જ્ઞાન અને પ્રતીતિ એટલે શ્રદ્ધા. એટલે સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણેય સાથે થાય છે.-એટલે સાચા સમ્યકત્વની (પરમાર્થ સમ્યકત્વની) ઉત્પત્તિ થાય છે એવો શ્રી તીર્થંકરનો અભિપ્રાય છે. એવું સ્વરૂપ જેને ભાસ્યું છે તેવા પુરુષને વિષે નિષ્કામ શ્રદ્ધા છે જેને, તે પુરુષને બીજરુચિ સમ્યકત્વ છે. જુઓ!આવું સ્વરૂપ ભાસ્યું છે એવા પુરુષને એટલે પરમકૃપાળુદેવ કે કુંદકુંદાચાર્ય જેવા પુરુષને વિષે સકામ નહીં પણ નિષ્કામ શ્રદ્ધા. માયા શલ્ય, મિથ્યાત્વ શલ્ય અને નિદાન શલ્ય રહિતપણે નિષ્કામ શ્રદ્ધા છે, જેને તે પુરુષને બીજરૂચિ સમ્યક્ત્વ છે. કેમ કે બોધબીજનું આ બીજ છે. નવતત્ત્વની, છ પદની, દ્રવ્ય-ગુણ-પર્યાયની, નિમિત્ત-નૈમિત્તિક સંબંધની, કર્તાકર્મ સંબંધની, છ દ્રવ્યની, સમગ્ર પદાર્થની એની પાસે બધી સમ્યક વિગત આવી ગઈ. એટલે વસ્તુના સ્વરૂપને સમજવામાં અને વિપરીતતા નથી રહેતી. પરમકૃપાળુદેવે કહ્યું કે દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોલબીજની પ્રાપ્તિ હોય છે અને એ બોધબીજ તે પ્રાય નિશ્ચય સમ્યક્ત્વ હોય છે. યથાર્થ બોધ ક્યાં મળવાનો? સત્પરુષ પાસે. હવે સત્પરુષમાં જેની નિષ્કામ શ્રદ્ધા થઈ તેની બોધમાં શ્રદ્ધા એટલે તત્ત્વમાં શ્રદ્ધા થવાની. એની અંદરમાં સમ્યક્ત્વનું જે બીજ છે, તે પોષાય છે. મિથ્યાત્વ મોળું પડે છે, મંદ પડે છે. કેમ કે, તત્ત્વોનું ચિંતન સમ્યફ આવે છે. તત્ત્વોની શ્રદ્ધા એને સમ્યફ આવતી જાય છે. ભલે અનુભવથી નથી આવતી, પણ જ્ઞાનીપુરુષના બોધદ્વારા આવે છે. યથાર્થબોધનો પરિચય થવાથી, સાંભળવાથી નહિ, પરિચય કરવાથી, એની વધારે નજીક જવાથી, એનું વધારે ચિંતવન – મનન થવાથી, એનું અનુપ્રેક્ષણ થવાથી પદાર્થનો સમ્યફ નિર્ણય ધીમે ધીમે પ્રકાશમાં આવે છે. એકની એક વાત જ્ઞાનીપુરુષ પાસેથી આપણે વારંવાર સાંભળી હોય, વારંવાર વાંચી હોય, વિચારી હોય ત્યારે એ પદાર્થનો સ્પષ્ટ નિર્ણય આપણને થઈ જાય છે. અંદરમાં બે ધારાને જુદી પાડે એ બોધબીજ કહેવાય છે. આત્માનો ભાવ એટલે જ્ઞાનભાવ. એ કર્મધારા અને જ્ઞાનધારાને અંદરમાં જુદા પાડનારો છે. તેને બોધબીજ કહેવામાં આવે છે. શ્રીમદ્ રાજચંદ્રજી પત્રક - પરપમાં જણાવે છે, Page #560 -------------------------------------------------------------------------- ________________ ૫૩૭ છ પદનો પત્ર આ આત્મભાવ છે, અને આ અન્યભાવ છે, એવું બોબીજ આત્માને વિષે પરિણમિત થવાથી અન્યભાવને વિષે સહેજે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે, અને તે ઉદાસીનતા અનુક્રમે તે અન્યભાવથી સર્વથા મુક્તપણું કરે છે. નિજારભાવ જેણે જાણ્યો છે એવા જ્ઞાનીપુરુષને ત્યાર પછી પરભાવનાં કાર્યનો જે કંઈ પ્રસંગ રહે છે, તે પ્રસંગમાં પ્રવર્તતાં પ્રવર્તતાં પણ તેથી તે જ્ઞાનીનો સંબંધ છૂટ્યા કરે છે, પણ તેમાં હિતબુદ્ધિ થઈ પ્રતિબંધ થતો નથી. કેવું બોધબીજ? આ આત્માથી ઉત્પન્ન થયેલો ભાવ છે એટલે કે આ જ્ઞાનભાવ છે અને આ અન્યભાવ છે. કર્મધારામાં જે અન્યભાવ થાય છે તે “સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ'. સર્વભાવમાં બધાય શુભાશુભ ભાવ આવી ગયો. બીજા ભાવોથી પછી સહેજે ઉદાસીનતા થાય છે. ક્યારે થાય છે? પોતાના પુરુષાર્થથી. આ આત્મભાવ છે અને આ અન્યભાવ છે એવો અંદરમાં જ્યારે નિર્ણય થાય છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે આ અન્યભાવ છે કે જે દુઃખ આપનારો છે, પરિભ્રમણ કરાવનારો છે. આ મારા ઘરમાંથી નીકળેલો ભાવ નથી. માટે આની જોડેનો સહવાસ આપણા માટે સારો નથી. આટલું એના અંદરમાં ભાન થયું એટલે એની સાથેનો પરિચય એ ઘટાડી નાંખશે. કોઈ મિત્ર સાથે આપણે પરિચય હોય અને પછી તેના વિષે ખરાબ અભિપ્રાયો મળે. એટલે ધીમે ધીમે તેના તરફથી આપણે પાછા ફરી જઈએ, એમ અન્યભાવની ઓળખાણ નથી થઈ એટલે અન્યભાવના પ્રસંગમાં આપણે વધારે રહેતા જઈએ છીએ અને એ ભાવમાં આપણે વધારે આનંદ માનતા જઈએ છીએ, એમાં આપણે લાભ માનીએ છીએ, પણ જ્યારે જ્ઞાનીના વચન દ્વારા બોધ થાય ત્યારે તેને ખ્યાલ આવે કે અન્યભાવ છે એ કર્મબંધ કરીને મારા આત્માના સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્રના ભાવોને ઢાંકનારા થાય છે. આ મને લાભકારક નથી, પણ નુક્સાનકારક છે. માટે, આ ભાવ સાથે હવે એટેચમેન્ટ કરવા જેવું નથી. એટલે એ ભાવ તરફથી હવે તેને ઉદાસીનતા આવી જાય છે, પાછો ફરી જાય છે, એનો પરિચય ઘટાડી દે છે. રસ વગર થાય છે એટલે લાંબું નહીં ચાલે. રસ હશે તો એ લાંબું રહેશે. ઝાડને પોષણ મળે છે ત્યાં સુધી લીલું છે, પણ એ ઝાડ મૂળમાંથી ઉખડી જાય છે ત્યારે તેને પોષણ મળતું બંધ થઈ જાય છે. પછી ભલે હજી લીલાશ છે, પણ હવે એ લીલાશ સૂકાવા તરફ છે. એ વધારે ફુલવા-ફાલવાની બાજુ નથી. એમ જેને આત્મભાવ અને અન્યભાવની બે ધારાઓ, પોતાના ભેદવિજ્ઞાનમાં જુદી પડી અને બે ધારાઓની ઓળખાણ થઈ તો હવે એ અન્ય ધારા તરફથી ઉદાસીન થવાનો. હવે એ ધારાના પોષણમાં નથી. આવું બોધબીજ પરિણમિત થાય ત્યારે એટલે આવા ભાવમાં જીવ આવે ત્યારે, આવો ભેદવિજ્ઞાનયુક્ત ઉપયોગ કરે ત્યારે Page #561 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ છ પદનો પત્ર આ જે ઉદાસીનતા છે એ પછી બીજા ભાવથી અનુક્રમે મુક્તતા કરે છે. પછી દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવથી જે અસંગપણું આવે છે તે પહેલાં અહીંથી શરૂ થાય છે અને તેનો અંત કેવળજ્ઞાનમાં આવે છે. શરૂઆત ચોથાથી થાય છે. ઉદાસીનતાનો વચમાં બધો ક્રમ છે. બોબીજ એટલે સમ્યકત્વ, સ્વાનુભૂતિ. હજી જ્ઞાનીઓને પરભાવના પ્રસંગ તો છે જ, નીકળી નથી ગયા. પણ, હવે એ પરભાવના પ્રસંગોમાં પ્રવર્તતાં પ્રવર્તતાં પણ જ્ઞાનીનો સંબંધ તેનાથી છૂટ્યા કરે છે. એમાં એકત્વપણું થતું નથી. મંદપણું થઈ જાય છે. એટલે કર્મબંધ થવાનું કારણ ઓછું થાય છે અને સંવર-નિર્જરાના કારણો વધતા જાય છે. બંધ ઘટતો જાય છે. સંવર-નિર્જરા ક્રમે ક્રમે વધતી જાય છે. “હોત આસવા પરિસવા.' આમ્રવના કારણોમાં પણ એમને સંવર થાય છે. કેમ? અંદરમાં બોધબીજ જે પ્રગટ થયું છે એ બોધબીજ અન્યભાવની અંદરમાં એકત્વપણું થવા દેતું નથી, પણ ઉદાસીનતા કરાવે છે. એટલે અન્યભાવતરફ ઉદાસીનતાનો ભાવ થયો તો એ બહુ વધારે બંધ નહીં કરે અને અન્યભાવ સાથે અંદરમાં એકત્વતા કરી તો એ બંધ વધારે ગાઢ કરાવશે.આટલો તફાવત જ્ઞાનીઓને પડી જાય છે. આ જ્ઞાનીઓનું માહાત્ય છે. શ્રી પુણ્યવિજયજી મહારાજે પરમકૃપાળુદેવ વિષે લખ્યું હતું કે “શ્રીમદ્જીએ મોહના ઘરમાં રહીને મોહને જર્જરિત કર્યો છે.”દુશ્મનને દુશ્મનના ઘરમાં જઈને મારવો એ બળવાનનું કામ છે. ત્યાગ અવસ્થામાં મોહનીય કર્મને મારવું એ સરળ છે. કેમ કે, એને એ પ્રમાણેની બધી સામગ્રી પ્રાપ્ત થઈ છે, પણ ગૃહસ્થદશાના ઉદયની અંદર રહીને મોહનીયને જર્જરિત કરવો એ કોઈ સામાન્ય બાબત નથી. એ અઘરી બાબત છે. જ્ઞાનીઓ કંઈ ઘરમાં રહેવા ઇચ્છતા નથી, પણ ઉદયના કારણે રહેવું પડે છે. રત્નત્રય કે અભેદ પરિણામ એ એક જ છે, પણ વ્યવહાર સમ્યકત્વમાં તત્ત્વોને શ્રદ્ધાન તે સમ્યગદર્શન છે. સાચા દેવ-ગુરુ-ધર્મનું શ્રદ્ધાન એ પણ સમ્યગુદર્શન છે. વિપરીત અભિનિવેશ રહિત તત્ત્વોને શ્રદ્ધાન તે પણ સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. સ્વ-પરનો ભેદ પાડનારું જ્ઞાન તેને જ્ઞાન કહેવામાં આવે છે. એમ અનેક પ્રકારે “આત્મા આ છે એવો અંદરમાં નિશ્ચયભાવ થવો તે સમ્યગદર્શન છે અથવા પરમકૃપાળુદેવે કહ્યું છે કે “સદ્ગુરુની કૃપા એ જ સમ્યગદર્શન છે.' એમ અનેક પડખાંઓથી સમ્યગુદર્શનને જ્ઞાની પુરુષોએ આપણને બતાવ્યું છે. હવે સમ્યગદર્શનનો પરિચય આપણને ઘણો થયો. એટલે સમ્યગદર્શનનો વિષય હવે અઘરો ન રહેવો જોઈએ. દેવતત્ત્વનું ખાનું આવે એટલે તરત આપણને વીતરાગદેવ પર જ આપણી દૃષ્ટિ Page #562 -------------------------------------------------------------------------- ________________ ૫૩૯ છ પદનો પત્ર જાય. ચાર ઘનઘાતી કર્મ છેદાઈ ગયા અને જેમને કેવળજ્ઞાન પ્રગટ થયું છે એ જ સદેવ છે. ગુરુ એટલે, આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વવાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૦ કેવળી પરમાત્મા દ્વારા પ્રરૂપેલો ધર્મ અથવા “વત્યુ સહાવો ધમ્મો” અથવા “રત્નત્રયયુક્ત અભેદ પરિણામ તે ધર્મ અથવા સ્વ અને પરદયા જેમાં છે એ ધર્મ અથવા ઉત્તમ ક્ષમાદિ દશ લક્ષણરૂપ ધર્મ છે. આ પ્રમાણે અંદરમાં સમ્યગ્ગદર્શન માટે પહેલો આ નિર્ણય જોઈએ. કેમ કે, આ કાળમાં વધારે જ્ઞાનની આવશ્યકતા અત્યારે આપણને નથી. આપણું આયુષ્ય ઓછું છે અને શાસ્ત્રો ઘણાં છે. જો કે, અત્યારે જેટલા શાસ્ત્રો છે એ તો પહેલાના પ્રમાણમાં ૧ ટકો જ છે. એમાંથી પણ એટલું બધું જાણી શકીએ એટલો આપણી પાસે સમય નથી. ભણી શકાય તો સારું છે, પણ બિનપ્રયોજનભૂત ભણવામાં પ્રયોજનભૂત કાર્ય રહી જાય તોય ખોટું છે. પ્રયોજનભૂત એટલે જેના દ્વારા સમ્યગુદર્શન પ્રાપ્ત થાય એવું નવ તત્ત્વનું પ્રયોજનભૂત જ્ઞાન. આ છ પદનું જ્ઞાન, તત્ત્વોનો સમ્યક નિર્ણય થાય તેવું જ્ઞાન. એ કર્મસિદ્ધાંતોના પાંચેય પુસ્તકો ભણો. એનાથી પણ આગળ ૪૫ આગમો છે એ પણ ભણો. એનો કોઈ જ્ઞાનીઓ નિષેધ કરતા નથી, પણ જેની પાસે એટલો બધો સમય નથી, જ્ઞાનનો ક્ષયોપશમ નથી, સંયમ નથી અને સદ્ગુરુની નિશ્રા નથી તો તેણે પછી બહુ શાસ્ત્રોમાં પડવાની જરૂર નથી અને પ્રયોજનભૂત વાતની અંદરમાં આ છ પદનો પત્ર, આત્મસિદ્ધિશાસ્ત્ર સમજી લે તો એના માટે ઘણું છે. આમાં સમ્યગદર્શનની પ્રાપ્તિ માટેની આખી પદ્ધતિ બતાવી છે. સમ્યકજ્ઞાન, એટલે સ્વસંવેદન જ્ઞાન, યથાર્થ જ્ઞાન. સમ્યફ પ્રમાણપૂર્વક, તે તે ભાવો જ્ઞાન વિષે ભાસે; સમ્યગ જ્ઞાન કહ્યું તે, સંશય, વિભ્રમ, મોહ ત્યાં નાશ્ય. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક – ૭૨૪ - ગાથા -૪ જે પદાર્થના નિર્ણયમાં સંશય ના રહે, વિભ્રમ ના રહે અને મોહ એટલે અજ્ઞાનતા ના રહે ત્યારે એ જ્ઞાનને સમ્યફજ્ઞાન કહેવામાં આવ્યું છે. એટલે સ્વ-પરને સમ્યફ પ્રકારે જુદું પાડે તે જ્ઞાન. સ્વને અને પરને સમ્યફ પ્રકારે જે જુદું પાડે તેને જ્ઞાન કહેવામાં આવે છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન – એમ જ્ઞાનના પાંચ ભેદ છે. તેમજ સ્વાધ્યાય અને ધ્યાન, એ જ્ઞાનવૃદ્ધિના બે અંગ છે. સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે – વાંચના, Page #563 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ છ પદનો પત્ર પૃચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા. ગુરુ શિષ્યને વાચના આપે એ વાચના છે. આપણે ચોપડી હાથમાં લઈને વાંચી ગયા એ ઠીક છે, પણ ગુરુ આજ્ઞાપૂર્વક વાચના આપે અને સમજાવે તે વાચના છે. વાચનાની અંદરમાં જે વાત આવી એમાં આપણને કે બીજાને સમજણ ના પડી હોય તેને વિનયસહિત, વિવેકસહિત, યથાયોગ્ય સમયે સ્વ-પરના લાભ અર્થે શંકાના સમાધાન અર્થે, પૂછવું એનું નામ પૃચ્છના છે. પરાવર્તના એટલે એકની એક વાત સાંભળી છે, વાંચી છે તેને વારંવાર ફેરવવી. એકના એક શ્લોકને ઉપયોગમાં પાંચસો વાર ફેરવવો એ પરાવર્તના છે, જે ભવાંતરની અંદરમાં ઊંડા સંસ્કાર નાંખે છે. પરમકૃપાળુદેવ ઈડરના પહાડોમાં શ્રી દ્રવ્યસંગ્રહની અમુક ગાથાઓ એક એક કલાક, બુબ્બે કલાક સુધી બોલતા. જ્યારે આપણે આખી આત્મસિદ્ધિ ૨૦મિનિટમાં બોલી જઈએ છીએ! પરાવર્તના એટલે અંદરમાં ઉપયોગપૂર્વક એકની એક વાતને વારંવાર ફેરવવી, જેનાથી અંદરમાં સંસ્કાર દેઢ થાય કે ઊંઘમાં પણ ના ભૂલે. જ્ઞાન તો તેને કહીએ કે જે દરેક સમયે હાજર રહે. હર્ષમાં, શોકમાં, રાગમાં, દ્વેષમાં ગમે તે કામ કરતાં અંદરમાંથી છૂટું ના પડી જાય એવા સંસ્કાર અંદરમાં નાંખવા એનું નામ પરાવર્તના. અનુપ્રેક્ષા એટલે જ્ઞાનીના બોધવચનોને ભાવ સહિત, અર્થ સહિત ચિંતવવા. ધર્મકથા એટલે જે અંદરમાં ધારણ થયું છે તે સ્વ અને પરના હિતનો લક્ષ રાખી એને મોટેથી વચન દ્વારા રજૂ કરવાં. જ્ઞાનની પ્રાપ્તિમાં અને જ્ઞાનની વૃદ્ધિમાં કારણભૂત આ સ્વાધ્યાયને તપમાં મૂક્યું છે અને “સ્વ” નું અધ્યયન થવું, અવલોકન થવું તે નિશ્ચય સ્વાધ્યાય છે. બેય દૃષ્ટિને સાપેક્ષપણે સમજીએ તો સમ્યકજ્ઞાન વધે. કહ્યું ને કે એવા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ સાધન પ્રત્યક્ષ છે. સમ્યફ પ્રમાણપૂર્વક એટલે કોઈ નય દુભાય નહીં એ પ્રમાણે. નય, નિક્ષેપ અને પ્રમાણની સપ્રમાણતાથી. સમ્યફપ્રમાણ પૂર્વક એટલે યથાર્થ બોધ. અંદરમાં મૌલિક જ્ઞાનની અંદરમાં પકડાય, ભાસે. અંદરમાં પકડાવો જોઈએ કે, તત્ત્વ આમ જ છે. આવું અંદરમાં ભાન થવું એ ભાસવું છે. “મૂળ મારગમાં પરમકૃપાળુદેવસમ્યકજ્ઞાન, સમ્યગદર્શન તથા સમ્યક્યારિત્ર વિષે જણાવે છે. છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ, મૂળ. એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ. ૬ જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત, મૂળ. કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત. મૂળ. ૭ Page #564 -------------------------------------------------------------------------- ________________ ૫૪૧ છ પદનો પત્ર જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, મૂળ. તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ. મૂળ. ૮ સમ્યગદર્શન અને સમ્યકજ્ઞાનપૂર્વકનો જે સ્થિર, શુદ્ધ આત્મસ્વભાવ પ્રગટ થાય એનું નામ ચારિત્ર છે, જેને સંયમ કહેવામાં આવે છે, જેને નિર્વિકલ્પ સમાધિ કહેવામાં આવે છે અથવા શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે છે. જ્યાં આગળ રાગ-દ્વેષના ભાવ નથી અને પરમ સમતાયુક્ત પરિણામ છે ત્યાં ચારિત્ર છે. શ્રી કુંદકુંદાચાર્યદેવ કહે છે, ચારિત્ર છે તે ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે; ને સામ્ય જીવનો મોહ ક્ષોભવિહીન નિજ પરિણામ છે. – શ્રી પ્રવચનસાર -ગાથા - ૭ મોહ, લોભ વિહીન નિજ પરિણામને સમતા એટલે ચારિત્ર કહેવામાં આવે છે. ચારિત્ર એટલે શું? સમાધિને ચારિત્ર કહેવામાં આવે છે. એ સમાધિ ક્યારે થાય? વિષયારંભ-નિવૃત્તિ, રાગ-દ્વેષનો અભાવ જ્યાં થાય; સહિત સમ્યક્દર્શન, શુદ્ધ ચરણ ત્યાં સમાધિ સદુપાય. ૫ – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક – ૭૨૪ ચારિત્રમાં કેટલી વાત આવી? વિષયની અને આરંભ-પરિગ્રહની નિવૃત્તિ એ ચારિત્ર છે અને રાગ-દ્વેષનો અભાવ જ્યાં થાય, ત્યાં કષાયની નિવૃત્તિ આવી. એટલે વિષય અને કષાય રહિત સમ્યગ્ગદર્શન અને જ્ઞાન સહિતના પરિણામને ચારિત્રના પરિણામ, સંયમના પરિણામ કહેવામાં આવે છે. ચારિત્ર એટલે બહારમાં વેશપરિવર્તન કરવો કે કપડાં કાઢી નાંખવા. તેને વ્યવહાર ચારિત્ર કહ્યું છે. નિશ્ચય ચારિત્ર એટલે અંદરમાં રાગ, દ્વેષ અને અજ્ઞાનમય ભાવોને ઉત્પન્ન ના થવા દેવા અને પોતાના શુદ્ધ સ્વભાવમાં સ્થિરપણે ટકવું. શુદ્ધ ચારિત્ર છે ત્યાં સાક્ષાત્, અસંખ્યાત ગુણશ્રેણી નિર્જરા ચાલે છે. આવું ચારિત્ર જેને અંદરમાં છે તેને બહારમાં પણ તેને અનુરૂપ પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિયુક્ત ચારિત્ર હોય છે. એ બંનેનો નિમિત્ત -નૈમિત્તિક સંબંધ છે. લાડવા બનાવતાં બનાવતાં કે ખાતાં ખાતાં શ્રેણી માંડી દે એવું ના બને. શુદ્ધ ઉપયોગમાં ચડતાં ચડતાં એ શ્રેણી માંડે છે, એમ ને એમ આવી જતી નથી. “મૂળમાર્ગ રહસ્ય'માં પરમકૃપાળુદેવ કહે છે, Page #565 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ છ પદનો પત્ર તે ત્રણે અભેદ પરિણામથી રે, જયારે વર્તે તે આત્મારૂપ, મૂળ. તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજસ્વરૂપ. મૂળ. ૯ આ તો કહેવા માટે ભેદ પાડવામાં આવે છે, બાકી અંદરમાં કાંઈ જુદું નથી. અખંડ . આત્મા એક જ છે અને અભેદ પરિણમને પરિણમી રહ્યો છે. સમજાવવા માટે સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર આ બધું જુદું જુદું પાડવું પડે છે. જેમ કે સાકરના ગાંગડાને સમજાવવો હોય તો એમ કહેવું પડે કે ખરબચડો હોય, સફેદ હોય, એમાં ગળપણ હોય; પણ એક સાકર કહીએ, તો એમાં બધું આવી જાય છે, એમ ત્રણે અભેદ પરિણામથી કહીએ એટલે બધું આવી જાય છે. અભેદમાં બધા આવી જાય છે. અભેદમાં પછી ભેદ રહેર્યો નથી. સમજાવવા માટે ભેદ પાડવો પડે છે. હકીકતમાં વસ્તુ ભેદવાળી નથી. પરિણામ પણ ભેદવાળું નથી. અભેદ પરિણામ છે. ત્રણે અભિન્ન સ્વભાવે, પરિણમી આત્મસ્વરૂપ જ્યાં થાય; પૂર્ણ પરમપદપ્રાપ્તિ, નિશ્ચયથી ત્યાં અનન્ય સુખદાય. – શ્રીમદ્ રાજચંદ્ર – પત્રાંક - ૭૨૪ - ગાથા - ૫ સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર, એ ત્રણેય અભિન્ન સ્વભાવે પરિણમી આત્મસ્વરૂપમાં - સ્વભાવમાં જ્યાં સ્થિત થાય છે ત્યારે પૂર્ણ પરમપદની પ્રાપ્તિ થાય છે. મોહ સ્વયંભૂમરણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમોહ ગુણસ્થાન જો; અંત સમય ત્યાં પૂર્ણસ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જો. અપૂર્વ. ૧૪ એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથરૂપ જો; તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. અપૂર્વ. ૨૧ – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૭૩૮ - “અપૂર્વ અવસર' કેવું સુખ? અનન્ય સુખ. અનન્ય એટલે જગતમાં ક્યાંય એનો જોટો ના મળે. ચૌદ રાજલોકમાં તમે ગમે ત્યાં જાવ. તો પણ સિદ્ધ ભગવાન અને કેવળજ્ઞાની પરમાત્માના સુખનો જોટો મળી શકે એવું નથી. એવું અનન્ય સુખ પ્રભુને પ્રાપ્ત થાય છે. સમ્યગદર્શન, જ્ઞાન અને Page #566 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર ૫૪૩ ચારિત્રયુક્ત અભેદ પરિણામમાં પરિણમી, જ્યાં અંદરમાં વિશેષ પ્રકારે સ્થિરતા ધારણ કરે છે એ સ્થિરતા તેમને શ્રેણી માંડી અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે. આ ‘મોક્ષનો ઉપાય છે.’ હવે આપણે તો બહા૨માં આમ તેમ કરીએ અને એમ માનીએ કે હવે મોક્ષમાં હું દોડી રહ્યો છું! ખરેખરે તો, જેટલી સ્થિરતાની વૃદ્ધિ તેટલો દોડ્યો કહેવાય. મોક્ષમાર્ગમાં પરમકૃપાળુદેવ વાયુવેગે ધસી રહ્યા હતા એમ કેમ કહ્યું ? તેઓશ્રી રત્નત્રયયુક્ત અભેદ પરિણામની અંદર પરિણમન કરી રહ્યા હતા. એટલે એ મોક્ષમાર્ગમાં વાયુવેગે ધસતા હતા. કોઈપણ આત્મજ્ઞાની, અપ્રમત્ત યોગીશ્વરો જ્યારે આવી સ્થિરતાની વૃદ્ધિ કરે છે ત્યારે ઘાતી કર્મો તૂટીને કેવળજ્ઞાન પ્રગટ થાય છે, એમ ને એમ થતું નથી. ત્રણે કાળના તમામ જ્ઞાનીપુરુષોનો એક જ અભિપ્રાય છે કે, सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः । એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. સહેલો લેવા જશો તો ફસાશો. ડુપ્લિકેટ ધર્મ લઈ આવશો, પણ સાચો ધર્મ હાથમાં નહીં આવે. ત્રણ કાળમાં, ત્રણ લોકના ગમે તે જ્ઞાની આ જ માર્ગ કહેવાના. પહેલાં જે મહાવીરસ્વામી ભગવાન થઈ ગયા અને ઋષભદેવ ભગવાન થઈ ગયા એમણે આ જ મોક્ષમાર્ગ પ્રરૂપેલો, જે આ છ પદમાં પરમકૃપાળુદેવે ગુજરાતીમાં આપ્યો. અત્યારે સીમંધર ભગવાન આ જ માર્ગ ત્યાં પ્રરૂપે છે. હવે પછી શ્રેણિક મહારાજ, પદ્મનાભ તીર્થંકર થઈને આવશે ત્યારે આ જ માર્ગ કહેવાના છે. માટે તે વખતે સમજવા કરતાં અત્યારે સમજી લો તો સારું છે. ગમે ત્યારે સમજ્યા વગર તો છૂટકો થવાનો નથી. તો અત્યારે આ કાળમાં બીજી બિનપ્રયોજનભૂત વાત મૂકીને આ તત્ત્વની પ્રયોજનભૂત વાત પકડી લો. કેમ કે, આપણી પાસે સમય અત્યારે બહુ થોડો છે અને એટલા સમયમાં આપણે સમ્યગ્દર્શન પ્રગટ કરવું છે. એટલે જે આ નવતત્ત્વની વાત અને છ પદની વાત છે તેને નિશ્ચય અને વ્યવહાર બેય પડખાંથી, હેય, શેય અને ઉપાદેયના પડખાંથી બરાબર અંદરમાં પકડો અને પછી ભેદવજ્ઞાનનો પુરુષાર્થ કરો, ભેદવિજ્ઞાનના પુરુષાર્થમાં જડ-ચેતનને જુદા પાડો. પછી જડથી ઉદાસીન થઈ ચેતનભાવમાં વધવું અને ટકવું. તેના માટે બહા૨માં તેને અનુરૂપ ચારિત્ર અંગીકાર કરો. આ મોક્ષમાર્ગ છે. ‘અપૂર્વ અવસર’ માં એનો ક્રમ કહ્યો છે, દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો; Page #567 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ છ પદનો પત્ર તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે, વતે એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જો . અપૂર્વ. ૩ – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક – ૭૩૮ - “અપૂર્વ અવસર સ્વાધ્યાય અને ધ્યાન, એ બે ની વૃદ્ધિ થાય તો આ મોક્ષમાર્ગ આગળ ચાલે છે અને તેના પાયામાં વૈરાગ્ય અને ભક્તિ જોઈશે. ધ્યાન અને સ્વાધ્યાય એ તો ઉત્તમ છે, પણ સત્પરુષના અનુગ્રહ વગર જીવ સ્વાધ્યાય અને ધ્યાનની સમ્યફ પ્રકારે વૃદ્ધિ કરી શકતો નથી. જ્યાં જ્યાં રાગ છે ત્યાં ત્યાંથી રાગ ઉઠાવીને વૈરાગ્ય દાખલ કરવાનો છે. આ રાગ એ મારા આત્માને મહાન નુક્સાન કરનાર છે. ખંજવાળ આવે છે. એને આપણે ખુજાવીએ છીએ અને મીઠી લાગે છે, પણ હકીકતમાં દુઃખનું કારણ બને છે. એવી રીતે રાગ આપણને લાગે છે મીઠો, પણ છે ઝેરી. પ્રશસ્ત રાગ તો કોઈ અપેક્ષાએ, આપણી ભૂમિકા અનુસાર કર્યા વગર છૂટકો નથી. કેમ કે, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. એટલે અત્યારની ભૂમિકા પ્રમાણે સાચા દેવ, ગુરુ અને ધર્મમાં ભલે રાગ હોય. ગૌતમસ્વામીને પણ હતો અને આપણે નહીં રાખીએ તો શુષ્કતામાં જતા રહીશું. જો આ બોર્ડર લાઈન છે, શુષ્કતામાં નહીં જવાની. જુઓ ! એમાં ભક્તિ મૂકી દીધી, સદેવ-ગુરુ-ધર્મનો વિનય કે આશ્રય મૂકી દીધો, સત્સંગનો આશ્રય મૂકી દીધો. હવે મારે કોઈની જરૂર નથી, હવે તો આત્મા દ્વારા, આત્માનું જ્ઞાન આત્મામાંથી પ્રગટ કરી લઈશ છે એવી એકાંતે વાત પકડી લીધી તો માર્ગ મળશે નહીં. નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નોય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૩૧ દાન, તપ વગેરે સાધન છે એ વ્યવહારની ભૂમિકા અનુસાર આવવાના અને નિશ્ચયમાં જશો પછી તમારે સાધનો છોડવા નહીં પડે. તમારી દશા વધશે એટલે એ સ્વયં છૂટી જશે. નાની ઉંમરે ચાલણગાડીની જરૂર પડે, પણ મોટી ઉંમર થતાં તે સ્વયં છૂટી જાય છે. એમ દશા આવ્યા વગર, સાધન જો છોડી દે તો એ પણ પડી જાય. દશા ના હોય ને કરવા ગયા તો તકલીફમાં આવશો. શુષ્ક જ્ઞાનમાં એવા આવી જશો કે જ્યાં છો ત્યાંથી પણ પાછા આવી જશો. માટે વૈરાગ્ય અને ભક્તિ આવશ્યક છે. Page #568 -------------------------------------------------------------------------- ________________ પ૪૫ છ પદનો પત્ર સ્વામી ગુણ ઓળખી, સ્વામીને જે ભજે, દરિશણ શુદ્ધતા તેહ પામે; જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી, કર્મ ઝીપી વસે મુક્તિધામે. ' – શ્રી દેવચંદજી કૃત મહાવીરજિન સ્તવન ત્યાગ વિરાગનચિત્તમાં, થાયનતેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજભાન. –શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૭ જેના ચિત્તમાં ત્યાગ કે વૈરાગ્ય નથી એ જીવને જ્ઞાન પ્રગટ થઈ શકતું નથી. માટે વૈરાગ્ય તો જોઈશે. વૈરાગ્ય એ મોક્ષમાર્ગનો ઉત્કૃષ્ટ ભોમિયો છે.” વૈરાગ્ય વગરના બધાય સાધન ફીકા. વૈરાગ્ય હશે તો એક થોડું સાધન પણ મોક્ષના હેતુભૂત થશે. કોઈપણ જગ્યાએ જઈએ તો જ્યાં જ્યાં રાગ આવે ત્યાં જ્ઞાન સતર્ક થઈ જાય કે આ રાગ કરવા જેવો નથી. આ રાગ મારા વૈરાગ્યને ખાઈ જાય છે. મારા વૈરાગ્ય વગર દશાવૃદ્ધિ થતી નથી. જ્યાં પાર્ટીઓ છે, બહુ મેળાવડાઓ છે, બહુ વધારે માણસોને હળવું મળવું છે, લૌકિક પ્રસંગો છે – જો એવા જ રસથી મહાલીએ તો આપણો વૈરાગ્ય વધે નહીં. જેમ કોઈના ઘેર મરણ થઈ ગયું હોય તેને તમે સારું ભોજન પરાણે ખવડાવો તો કદાચ ખાઈ લે, પણ રાગથી નહીં ખાય, વૈરાગ્યથી ખાશે. કોઈ સ્ત્રીને તેના પતિનો વિયોગ છે તો સાંસારિક પદાર્થો તેને સુખના કારણ બનતા નથી. કેમ કે, એને અત્યારે વૈરાગ્ય છે. જો કે, આ તો દુઃખગર્ભિત વૈરાગ્ય છે, પણ જેને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે એ તો જુએ છે કે, કોઈ શણગારથી શરીરની શોભા કે આત્માની શોભા નથી. શરીરની શોભાથી પણ આત્માની શોભા નથી કે ઈન્દ્રિયના વિષયોથી પણ આત્માને કોઈ સુખ નથી કે બહારમાં કોઈ પદાર્થ મળી જાય એનાથી પણ આત્માને લાભ નથી. માટે જગતના કોઈપણ પદાર્થ ગમે તેટલા મળે કે એને અનુકૂળ થઈને આવે તો પણ એ મારા આત્માને હિત કરાવનાર નથી, એવું જ્ઞાન અંદરમાં જાગૃત હોય છે. એટલે જ્ઞાનીને પાંચ ઈન્દ્રિયના વિષયોને આકર્ષણ કરાવનાર પદાર્થો પુણ્યના કારણે આવે છે, છતાં પણ વૈરાગ્યના કારણે એના પ્રત્યે અનાસક્ત રહે છે, આસક્તિ રાખતા નથી. આ વૈરાગ્યની નિશાની છે. આવો વૈરાગ્ય નિતરતો હોય, પાંચ ઈન્દ્રિયના વિષયોના જગતના કોઈપણ પદાર્થો હોય, એની સાથે રાગ સહિતનું જોડાણ ના હોય. આપણે ગૃહસ્થ દશામાં છીએ એટલે કાંઈ સંપૂર્ણ ત્યાગ નથી થઈ જતો, પણ ભોગ વખતે પણ યોગ સાંભરે, એ હળુકર્મીનું લક્ષણ છે. પાંચેય ઈન્દ્રિયોના ભોગ વખતે યોગ સાંભરે છે? Page #569 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે, જ્યાં સુધી નાસિકા સુગંધી ચાહે છે, જ્યાં સુધી કાન વારાંગનાનાં ગાયન અને વાજિંત્ર ચાહે છે, જ્યાં સુધી આંખ વનોપવન જોવાનું લક્ષ રાખે છે, જ્યાં સુધી ત્વચા સુગંધીલેપન ચાહે છે, ત્યાં સુધી તે મનુષ્ય નીરાગી, નિથ, નિઃપરિગ્રહી, નિરારંભી અને બ્રહ્મચારી થઈ શકતો નથી. ૫૪૬ – શ્રી મોક્ષમાળા – શિક્ષાપાઠ - ૬૮ - ગમે તેટલું શાસ્ત્રજ્ઞાન હશે કે ગમે તે બીજા સાધનો હશે પણ જો વૈરાગ્ય નહીં હોય તો બધા કાર્યકારી નહીં થાય. જેમ લોન્ચર વગર મિસાઈલ નકામા છે તેમ મોક્ષમાર્ગનું લોન્ચર વૈરાગ્ય છે અને મિસાઈલ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે કે જે કર્મનો ભૂક્કો કાઢે છે. વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન; તેમ જ આતમજ્ઞાનની, પ્રાપ્તિતણાં નિદાન. - શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર – ગાથા - ૬ આત્માના જ્ઞાનની પ્રાપ્તિમાં પણ વૈરાગ્ય જોઈશે અને જ્ઞાન સાથે તો વૈરાગ્ય અવિનાભાવી હોય છે. જેને આત્મજ્ઞાન હોય તેને વૈરાગ્ય હોય જ. કોઈ કહે કે મને આત્મજ્ઞાન થઈ ગયું, પણ વૈરાગ્ય જરાય નથી; તો તારું જ્ઞાન છે એ જુદા પ્રકારનું છે, આત્મજ્ઞાન નથી. બંનેનો અવિનાભાવી સંબંધ છે. તો ‘કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય અને ભક્તિ’ તેમાં ભક્તિ એટલે પ્રશસ્ત પુરુષોના ગુણોમાં અનુરક્ત થવું, પ્રશસ્ત પુરુષોના જે ગુણો છે એ ગુણોનું અંદ૨માં બહુમાન આવવું, એમની પ્રત્યે વિનયાન્વિત થવું, એમની આજ્ઞા અનુસાર ચાલવાનો પુરુષાર્થ કરવો, એમના ગુણોનું સ્મરણ-સ્તવન-ચિંતવન કરવું, એમની પ્રત્યેક ચેષ્ટાઓનું નિદિધ્યાસન કરવું અને સાચી ભક્તિ તો તેમની આજ્ઞાનું પાલન કરવું તે છે. મોક્ષમાર્ગ માટે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ઉપરાંત વૈરાગ્ય અને ભક્તિ પણ જરૂરી છે. પરમકૃપાળુદેવે સત્સંગ ઉપર પણ ખૂબ ભાર મૂક્યો છે. કેમ કે, આ બધાનું બીજ સત્સંગ છે. વૈરાગ્ય લાવવાનું બીજ સત્સંગ છે અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પામવાનું મૂળ પણ સત્સંગ છે. સર્વતોમુખી કલ્યાણ થવાનું મૂળ સત્સંગ છે; બાકીના સાધન પછી છે. આપણે સીધા ધ્યાન કરવા બેસી જઈએ તો એમ ધ્યાન લાગે નહીં. ક્રમથી આવો. ધ્યાન કરવા માટે ખૂબ યોગ્યતા જોઈએ. એમ ને એમ બેસી જશો તો સમય બરબાદ થશે. વિકલ્પના ઘોડે ચાલ્યા જશો અને નહીં વૈરાગ્ય વધે, નહીં ભક્તિ વધે કે નહીં સાચી સમજણ આવે અને Page #570 -------------------------------------------------------------------------- ________________ ૫૪૭ છ પદનો પત્ર એમ ને એમ સમય ખલાસ થઈ જશે. માટે જ્ઞાનીઓ કહે છે કે ક્રમથી આવો. પહેલા ગુણો પ્રગટાવો. ધ્યાન તો પછીની ભૂમિકા છે. ધ્યાન એ કાંઈ સામાન્ય વાત નથી. પત્રાંક – ૪૧૬ વાંચી લેવો કે આત્મજ્ઞાન વગર ઘણું કરીને ધ્યાન સાચું થતું નથી. મોક્ષપ્રાપ્તિના જે સાધનો છે એ સાધનોનો સમ્યફ પ્રકારે ઉપયોગ કેમ કરવો, એ આપણને સત્સંગમાં, જ્ઞાનીપુરુષોના બોધવચનો દ્વારા ખ્યાલ આવે છે. આવા સાધન પ્રત્યક્ષ છે કે જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, મોળા પડી જાય છે, ઉપશમ પામે છે, મંદ પડી જાય છે અને ક્ષીણ થાય છે. આ સાધનો નથી હોતા તો કર્મબંધ બળવાન થાય છે. માટે આ સાધનોનું નિરંતર દીર્ઘકાળ સુધી સેવન થાય ત્યારે આ કર્મો ધીમે ધીમે મંદ પડી, શિથિલ પડી અને ખરી જાય છે. એમ ને એમ ખરતા નથી. આ ખેરવવાનો ઉપાય છે. આવા ભાવમાં જીવ આવે, આવા ભાવોનું પોષણ થાય, વારંવાર એવા ભાવોની પ્રવૃત્તિ થાય અને એને અનુરૂપ મન-વચન-કાયાના યોગોની પ્રવૃત્તિ થાય ત્યારે જે વિપરીતભાવથી આસ્રવ થતો હતો તે સવળા ભાવથી સંવર થવા લાગ્યો અને જીવ સમાધિની અંદરમાં આવે તો અંદરમાં લાગેલા કર્મો છે એય ખરવા લાગે. નવા આવતા રોકાવા માંડે. સંપૂર્ણ ક્ષીણ થાય એનું નામ મોક્ષ. કર્મોનું સંપૂર્ણ ટળી જવું એનું નામ મોક્ષ. તો, કર્મો ક્ષીણ થાય છે. કેમ કે, જો એનું ટળવાપણું ના હોય તો તો જ્ઞાનીપુરુષ આ સાધનો આપણને બતાવે નહીં. કર્મ ટાળવાનો ઉપાય આપણને આ બતાવ્યો કે સમ્યગુદર્શન, સમ્યકજ્ઞાન, સમ્યફચારિત્ર, વૈરાગ્ય, ભક્તિ, દાન, તપ, વિનય વગેરે અનેક ગુણો છે. ભક્તિ આદિમાં બધાય સાધન આવી જાય. સમકિતનું મૂળ તો વિનય છે. દેવ, ગુરુ, ધર્મ પ્રત્યેનો વિનય. ખરેખરો સાચા ભાવપૂર્વકનો વિનય પ્રગટે તો તે બધા ગુણોને લાવશે. એવી રીતે દાન કરવાથી આપણા કષાયોમાં મંદતા થાય છે. જે લોભ કષાયની તીવ્રતા છે. એ લોભ કષાયને કારણે બીજા કષાયો પણ ચાલે છે. ક્રોધ થવાનું કારણ પણ લોભ હોય છે. આ બધી તકરારો શેના માટે થાય છે? પૈસા માટે તો થાય છે. તો એ લોભ આપણને બીજા કષાયોમાં પણ ખેંચી જાય છે. માટે દાન દ્વારા લોભ કષાય મંદ પડે છે. પણ સાચું દાન ક્યારે? આપીને ડબલ લેવાનો પાછો જો ભાવ કરતા હોય તો એ દાન નથી. પુણ્યના ઉદયના કારણે ધન આપણા સંયોગમાં આવ્યું છે. તે સારા કાર્યોમાં વપરાય તો સારું. કેમ કે, આમેય જવાનું તો છે જ. એ નહીં જાય તો આપણે જવાનું છે. સંયોગનો વિયોગ થયા વગર રહેવાનો નથી. તો પછી એમ ને એમ અકબંધ મૂકીને જશો એના કરતાં કંઈક કમાણી કરીને જાઓ ! ભજનમાં આવે છે, “આ તમારી સંભાળી લ્યોને ચાવી, મારે ઘર ખાલી કરવાની વેળા આવી.” રાચ-રચીલાથી સામાન Page #571 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ છ પદનો પત્ર બધો સજાવીને બહુ બંગલો મોટો કર્યો. પછી અહીંથી જતી વખતે એક ચાવી પણ આપણે લઈ જઈ શક્તા નથી! ૮૦ વર્ષનો થાય તો પણ બેંકના લોકરની ચાવીની વાત કે પોતાના બેંક એકાઉન્ટની વાત ઘરના લોકોને પણ ન કરે ! ને એમ ને એમ મરી ગયો તો એ લોકરની અંદરમાં ઉંદરડો થઈને આવીશ! મુમુક્ષુ: સાહેબ, “વીલ' કરી જાય એ પણ લોભવૃત્તિ કહેવાય? સાહેબ: લોભ જ છે ને ! વીલ એટલે કે આમને દેજો, બીજો કોઈને ના દેશો. ભલે વ્યવહારથી વીલ કરવું પડે એની ના નથી. પણ અમુક હિસ્સો દાનમાં કાઢવો જોઈએ. આપણે જો સારી સ્થિતિમાં હોઈએ તો ઓછામાં ઓછું ૨૫% દાન તો થવું જ જોઈએ. ના હોઈએ તો એના પ્રમાણમાં થાય. શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યક્દર્શનના મુખ્ય નિવાસભૂત કહ્યાં એવાં આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યાં છે. સમીપમુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે, પરમનિશ્ચયરૂપ જણાવાયોગ્ય છે, તેનો સર્વવિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેકથવા યોગ્ય છે. આ છપદઅત્યંત સંદેહરહિત છે, એમ પરમપુરુષે નિરૂપણ કર્યું છે. એ છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે, તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક્દર્શનને પ્રાપ્ત થાય; સમ્યક્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. શેનાં મુખ્ય નિવાસભૂત? સમ્યગુદર્શનના. આ છે પદ છે એ સમ્યગુદર્શનના મુખ્ય નિવાસભૂત છે. આ છ પદની યથાર્થ શ્રદ્ધા થાય તો એ જીવને વ્યવહાર સમ્યગદર્શન તો પ્રગટ્યું કહેવાય. પછી તે જ પરિણામે આત્મા સાક્ષાત્ ભાસે ત્યારે પરમાર્થ સમકિત થયું કહેવાય. વર્ત નિજસ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૧૧ Page #572 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર ૫૪૯ વ્યવહા૨ સમ્યગ્દર્શનનું પણ જેનું ઠેકાણું નથી એ જીવને નિશ્ચય સમ્યગ્દર્શન તો ક્યાંથી થઈ શકે ? માટે, પહેલા વ્યવહાર સમ્યગ્દર્શનનો પાયો મજબૂત કરો અને એનો પાયો મજબૂત થવા માટે આ છ પદની શ્રદ્ધા છે. નવતત્ત્વ કહો કે છ પદ કહો બે'ય એક જ વાત છે. મોક્ષ કહ્યો નિજશુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિથ. - શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૨૩ ― નવતત્ત્વનો વિસ્તાર કેટલો ? ૧૪ પૂર્વ છે. જીવતત્ત્વનું વર્ણન કોઈ સામાન્ય વાત નથી. કેમ કે, એના અનંત ગુણો છે અને દરેક ગુણો તો વાણી દ્વારા આવી શકતા પણ નથી. લેખનમાં પણ આવી શકતા નથી. એ અનુભવે સમજાય છે. તો સંક્ષેપની અંદરમાં અમે આ સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય એવી સામગ્રી આની અંદરમાં મૂકી છે. જો આ સામગ્રીને તમે બરાબર અંદરમાંથી ફંફોળશો, ઢંઢોળશો તો આમાંથી સમ્યગ્દર્શનનું, રત્નત્રયનું પડીકું નીકળે એવું છે. સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર એ ત્રણેય યુગપત્ હોય છે. સમ્યગ્દર્શન થઈ ગયું ને ચારિત્ર નથી આવ્યું એમ નથી. અંશે ચારિત્ર પણ સાથે હોય છે. કેમ કે, સર્વગુણાંશ તે સમ્યક્ત્વ કહ્યું છે. આ છ પદને સંક્ષેપમાં જણાવ્યા છે. જેમ જેમ વિસ્તારથી વિચારીએ છીએ તેમ તેમ તેના સંસ્કાર અંદરમાં દૃઢ થાય છે, મજબૂત થાય છે. ચારે બાજુથી આપણે એનો પરિચય કરવાથી ધારણાજ્ઞાનમાં એ સંસ્કાર ઊંડા જાય છે. જેમ જેમ પરિચય વિશેષ થાય છે તેમ તેમ ધારણાજ્ઞાન મજબૂત થાય છે. એ ધારણાજ્ઞાન ઉપયોગને સ્વભાવ બાજુ વાળવાનું કામ કરે છે. ‘રુચિ અન્યાયી વીર્ય, ચરણધારા સધે’ જ્યાં રુચિ થઈ, જ્યાં ધારણા મજબૂત થઈ, તો હવે ઉપયોગ જે ૫૨૫દાર્થો તરફ હતો; એ ઉપયોગને સ્વ બાજુ વળવા ધારણાજ્ઞાન ધક્કો મારે છે કે ભાઈ! તું ક્યાં ફરે છે ! સુખ અહીં છે, જ્ઞાન અહીં છે, આનંદ અહીં છે. તારા આત્માનું સર્વતોમુખી કલ્યાણ અહીં રહેવાથી છે અને તું બહાર ક્યાં ભાગે છે ! સંક્ષેપમાં છે, પણ જો એને સમજીએ તો પરિભ્રમણનો અંત આવી જાય, એવી આ વાત છે. આ એકદમ પ્રયોજનભૂત વાત છે. સંક્ષેપમાં સમજવું એટલે નિશ્ચય અને વ્યવહારના પડખાંથી અને હેય-જ્ઞેય-ઉપાદેયથી સમજવું. તમે છ પદ દ્વારા સંક્ષેપમાં સમજો અને છ પદને સમજીને પછી ‘હું આત્મા છું’ એવો દૃઢ નિર્ણય કરો. આત્મતત્ત્વનો નિર્ણય ક૨વા માટે આ છ પદ છે. Page #573 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ છ પદનો પત્ર તો હવે આગળ કહે છે કે “સમીપમુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે.' સમીપમુક્તિગામી જીવ એટલે જે નજીકના ભવિષ્યમાં બુઝવાનો છે અને મોક્ષ જવાનો છે. આવા જીવો હળુકર્મી હોય. એવા હળુકર્મી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે. એક થોડો વિચાર કરે, સહજ વિચાર થાય તો એને સમગ્ર સપ્રમાણતા ખ્યાલ આવે કે જ્ઞાની કહે છે એ જ મોક્ષમાર્ગ છે અને વસ્તુનું સ્વરૂપ આમ જ છે. એમ તેને અંદરમાં તરત બેસી જાય. જેની અંદરમાં નિર્ણાયક સ્થિતિ નથી, સપ્રમાણતા અંદરમાં સિદ્ધ થઈ નથી તે જીવને હજી વાર છે, એની કાળલબ્ધિ હજુ પાકી નથી. કાળલબ્ધિ લઈ પંથ નિહાળશું રે, એ આશા અવલંબ; તે જન જીવે રે જિનજી જાણજો રે, આનંદઘનમત અંબ. – શ્રીમાન્ આનંદઘનજી કૃત અજિતનાથજિન સ્તવન કાળલબ્ધિ પરિપક્વ થઈ છે એ સમીપ મુક્તિગામી જીવ છે. થોડા ભવમાં મોક્ષે જવાનો હોય તો જ એને આ ભવમાં આ વાત સપ્રમાણપણે બેસે. સપ્રમાણતા એટલે તત્ત્વનું યથાર્થ શ્રદ્ધાન થવું. તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન થવું તે સમ્યગદર્શન પ્રાપ્ત થવાનું એક ચિત્ર છે. એ સમીપમુક્તિગામી જીવને જ થાય, નહીં તો આત્મા છે એમ કહે તો એ કૂટસ્થ થઈ જાય. કાં તો નિત્યપણું સ્વીકારે, કાં તો ક્ષણિકપણું સ્વીકારે, પણ આત્મા નિત્યાનિત્ય છે એવું ના સ્વીકારે. આત્માને સ્વીકારે તો કર્મના આસ્રવ-બંધ અને સંવર-નિર્જરાનું કારણ સ્વીકારે નહીં. એ નવતત્ત્વમાં એક ખાનામાં ભૂલ આવી એટલે બધાયમાં ગરબડ-ગોટાળા આવવાના. તો સમીપમુક્તિગામી જીવન જીવ, અજીવ, આગ્નવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ - આ તત્ત્વો જેમ છે તેમ બેસે. “જે ચેતન જડ ભાવો, અવલોક્યા છે મુનીંદ્ર સર્વ; તેવી અંતર આસ્થા એનું નામ સપ્રમાણતા છે. આવી સપ્રમાણતા આવવી, એ ક્યારે બને? જ્યારે જીવની યોગ્યતા હોય, દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થયો હોય. પરમકૃપાળુદેવ પત્રાંક – ૭૭૧ માં જણાવે છે, ભગવત તીર્થકરના નિગ્રંથ, નિગ્રંથિનીઓ, શ્રાવક તથા શ્રાવિકાઓ કંઈ સર્વને જીવાજીવનું જ્ઞાન હતું તેથી તેને સમકિત કહ્યું છે એવો સિદ્ધાંતનો અભિપ્રાય નથી. તેમાંથી કંઈક જીવોને તીર્થકર સાચા પુરુષ છે, સાચા મોક્ષમાર્ગના ઉપદેષ્ટા છે, જેમ તે કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે એવી પ્રતીતિથી, એવી રુચિથી, શ્રી તીર્થકરના આશ્રયથી અને નિશ્ચયથી સમકિત કહ્યું છે. Page #574 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર ૫૫૧ આ પોતાની સપ્રમાણતાનો સિક્કો આપ્યો. હવે આ તો પોતા તરફથી એનો સ્વીકાર આવ્યો. એમ તો બધા એમ કહે છે કે આ કહે છે એ જ મોક્ષમાર્ગ છે. દરેક સંપ્રદાયમાં જ્યારે જ્યારે જે જે કંઈ આત્મતત્ત્વનો બોધ થાય છે ત્યારે તે તે વખતના તેમના સંપ્રદાયના શિષ્યો તે તે ગુરુ વિષે કહે છે કે આ કહે છે એ જ મોક્ષમાર્ગ છે, બીજા બધા કહે છે તે ખોટું છે ! જેમ રાતના ચોર આવે ને બૂમાબૂમ થાય, તો બધા કહે કે ચોર છે, દોડો દોડો, તો ચોર પણ બોલે કે ચોર આવ્યો, દોડો. પાછળવાળા એના સામે હાથ કરે છે ને એ બીજાની સામે હાથ કરે છે, એમ અન્ય દર્શનવાળા કહે છે કે આ મિથ્યાત્વી એટલે ચોર છે અને પેલા કહે છે કે આ ચોર છે. એ બે'યમાં ખરો ચોર કોણ છે એ નક્કી કરવાનું છે. સપ્રમાણતા કોની છે? દરેક દર્શનો કહે છે કે અમે કહીએ છીએ તે જ મોક્ષમાર્ગ અને એમનો વર્ગ પણ મોટો છે. તો વાત કોની માનવી ? તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માનો ‘તેહ’ જેણે અનુભવ્યું; - શ્રી મોક્ષમાળા – શિક્ષાપાઠ – ૬૭ નિર્દોષ નર એટલે જેને કેવળજ્ઞાન પ્રગટ થયું છે તેવા પુરુષની વાત સાચી, બાકી છદ્મસ્થતાની અંદર તો ગમે તે ચૂકી શકે છે. સર્વજ્ઞતામાંથી જે બોધ આવ્યો છે, સંપૂર્ણ વીતરાગ અવસ્થામાંથી જે બોધ આવ્યા છે તે બોધમાં યથાર્થપણું હોય છે અને એ બોધનો સ્વીકાર કરવો, તે જ સ્વરૂપે પ્રતીતિ થવી તેને સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. સમીપમુક્તિગામી છે તેને આ છ પદ સપ્રમાણતામાં બેસી જવાના. સપ્રમાણતામાં બેસે એ વ્યવહાર સમ્યગ્દર્શન છે અને તે જ પરિણામે આત્મા સાક્ષાત્ ભાસે એ નિશ્ચય સમ્યક્ત્વ છે. આ વ્યવહાર સમ્યક્ત્વ એ નિશ્ચય સમ્યક્ત્વનું કારણ બને છે અને જ્યારે નિશ્ચય સમ્યક્ત્વ થાય છે ત્યારે આરોપ આવે છે કે એનું વ્યવહાર સમ્યક્ત્વ બરાબર હતું. એટલે આની અંદર દેવ-ગુરુ-ધર્મનો નિર્ણય પણ આવી જાય છે. કેમ કે, તત્ત્વનો બોધ યથાર્થ દેવ-ગુરુ વગર મળતો નથી. નિગ્રંથ ગુરુ મળવાથી દેવતત્ત્વની ઓળખાણ થયા વગર રહેતી નથી. તત્ત્વની પણ સાચી ઓળખાણ થયા વગર રહેતી નથી. આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વ વાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. - શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા – ૧૦ Page #575 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર એ અપૂર્વ વાણી તથા પરમશ્રુતનો બોધ સપ્રમાણ હોય છે અને એ સપ્રમાણ બોધ જે જીવને મળે તે સમ્યક્ત્વને પામે છે. ૫૫૨ સપ્રમાણતા પછી આગળનું સ્ટેપ શું છે ? પરમ નિશ્ચય. પરમ એટલે ઉત્કૃષ્ટ. ઉત્કૃષ્ટ નિશ્ચય એટલે હવે ડગ્યો ડગે નહીં. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના માર્ગનો અને સ્વરૂપનો એને જે નિશ્ચય થયો છે તે ગમે તે થાય તો પણ ડગે નહીં. તત્ત્વની કોઈ પણ વિપરીતતાને અંદરમાં સ્વીકાર ના કરે. સર્વ ધર્મ સરખા એવું અહીં નથી. સર્વોત્કૃષ્ટ દર્શન તે વીતરાગ દર્શન, જૈન દર્શન છે. એનો અંદ૨માં સ્વીકાર આવવો જોઈએ. સર્વદર્શન તરફ સમભાવ રાખવો એમ જ્ઞાનીઓ આપણને કહે છે અને એ રાખવો જોઈઅ. કેમ કે, કોઈ દર્શન તરફ કષાય કરવાનું કહ્યું નથી. જેટલું દર્શન જેટલા અંશે સત્ય છે એટલા અંશે સ્વીકા૨ ક૨વો અને જેટલા અંશે વીતરાગ દર્શનથી વિપરીત આવે છે કે ન્યૂન આવે છે તો તેટલા અંશે એનો સ્વીકાર ના થઈ શકે. તત્ત્વની બાબતમાં જ્ઞાનીપુરુષો કોઈ બાંધછોડ નથી કરતા. બીજી વ્યવહારની બાબતો બધી તમે કહેશો તો બાંધછોડ કરશે, પણ તત્ત્વની કોઈપણ ન્યૂન-અધિક કે વિપરીતતા આવશે તો જ્ઞાનીપુરુષો તેને માન્ય નહીં કરે. કેમ કે, અનુભવ દ્વારા તત્ત્વનો પરમ નિશ્ચય છે. સપ્રમાણતાથી વિચારે તો, ‘વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ.’ પછી બધા સંશય નીકળી જાય છે. તેનો સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે.' સર્વ વિભાગે એટલે આ છ પદના તમામ પડખાં અથવા નવતત્ત્વના તમામ પડખાં. છ પદ અને નવતત્ત્વ એ બેય એક જ વાત છે, કોઈ જુદી વાત નથી. ઉપયોગમાં, સમજણમાં, જ્ઞાનમાં છ’યે પદને દરેક પડખાંથી જાણે. જીવતત્ત્વને, અજીવતત્ત્વને આ બધાંયને નિશ્ર્ચયથી, વ્યવહારથી અને હેયશેય-ઉપાદેયથી સર્વ વિભાગે જાણે. જીવ તત્ત્વનું જે વર્ણન છે એ બધાંય પડખાંથી જ્યારે એ જાણી લે ત્યારે તેને વ્યવહારથી જીવ તત્ત્વનો નિર્ણય થયો કહેવાય. નિશ્ચયથી તો જીવ તત્ત્વનો નિર્ણય જ્યારે આત્માનો સાક્ષાત્કાર થાય ત્યારે થયો કહેવાય. નવતત્ત્વમાં જીવ અને અજીવ એ બે પદાર્થ છે અને બાકીના સાત છે તે તેની અવસ્થાઓ છે, જીવ અને અજીવનો સંયોગ-વિયોગ થવાની અવસ્થાઓ છે. એ કંઈ મૂળ દ્રવ્ય નથી. એ બધી અવસ્થાઓ છે – પર્યાયો છે. દ્રવ્ય તો બે જ છે જીવ અને અજીવ. અજીવમાં પાંચ દ્રવ્ય આવી જાય છે અને જીવમાં એક જીવ એટલે છ’યે દ્રવ્યનો નિર્ણય થાય છે. છ'યે દ્રવ્યોનો સંયોગ વિયોગ કેમ થાય છે એનો નિર્ણય થાય છે. એમ આત્મા સાથે કર્મનો સંયોગ કેમ થાય છે, એનો નિર્ણય Page #576 -------------------------------------------------------------------------- ________________ પપ૩ છ પદનો પત્ર એ આસવ-બંધ તત્ત્વો દ્વારા થાય છે. આત્માની અંદર આવતાં કર્મો કેમ અટકે છે અને લાગેલાં કર્મો કેમ ખરે છે એનો નિર્ણય થતાં સંવર-નિર્જરાનો નિર્ણય થાય છે અને સંવર-નિર્જરા સંપૂર્ણપણે થવી એ મોક્ષ છે. એ મોક્ષનો સાચો ઉપાય શું છે એ એમાં આવી જાય છે. સ્થાનક પાંચ વિચારીને, છક્કે વર્તે છે; પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૪૧ વિવેક એટલે ભેદવિજ્ઞાન. હવે જીવને સાચું ભેદવિજ્ઞાન થાય છે. અત્યાર સુધી ધ્યાન કરતો અને ધર્મના નામે બધી મન-વચન-કાયાની સમજયા વગરની કુસ્તીઓ કરતો. જે કાંઈ સાધન કર્યા હતા એ બધા સમજણ વગર કર્યા હતા ને હવે નવતત્ત્વને તથા છ પદને બધાંય પડખાંથી – વિસ્તારથી સમજતાં એનામાં સાચો વિવેક આવ્યો એટલે બંનેના સ્વરૂપને સમ્યક પ્રકારે ઉપયોગની અંદરમાં તેણે જાણ્યા. જડ અને ચેતનનો વિવેક થવો તેને વિવેક કહેવામાં આવે છે. જડ ચેતનના વિવેકમાં બહારના પદાર્થોથી હું ભિન્ન છું, એ સ્થૂળ વિવેક છે. દેહથી જુદો છું, એ પણ સ્થૂળ વિવેક છે. કર્મોથી પણ હું જુદો છું એ એનાથી કાંઈક સૂક્ષ્મ, પણ સ્થળ વિવેક છે અને અંદરમાં કર્મધારાથી પણ મારી જ્ઞાનધારા જુદી છે એ સૂક્ષ્મ વિવેક. એમ એ ધારાના મૂળ સ્ત્રોતની અંદરમાં જ્યારે પકડે ત્યારે અતિ સૂક્ષ્મતાથી સૂક્ષ્મ ભેદવિજ્ઞાન, વિવેક આવ્યો કહેવાય. બે ધારા જુદી પાડી એ સૂક્ષ્મ છે, પણ બે ધારા જુદી પાડ્યા પછી એ ધારાના મૂળ ઉદ્ગમ સ્ત્રોત સુધી ઉપયોગ દ્વારા પહોંચવું. ત્યાં નિર્વિકલ્પતા છે. તો જ્યાં નિર્વિકલ્પતા છે ત્યાં સાચો વિવેક છે. તે ત્રિશલાતનયે મન ચિંતવી, જ્ઞાન, વિવેક, વિચાર વધારું; નિત્ય વિશોધ કરી નવ તત્ત્વનો, ઉત્તમ બોધ અનેક ઉચ્ચારું. – શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૪૫ જ્ઞાન, વિવેક થાય છે ત્યારે બધાંય આગ્નવભાવથી નિવર્તવાની ચાવી તેના હાથમાં આવી જાય છે. જે આગ્નવોથી નિવર્તે, એનું નામ જ્ઞાન છે. ક્ષયોપશમ જ્ઞાન એ વ્યવહાર જ્ઞાન છે, પણ આસ્રવોથી નિવર્સે એ ખરું જ્ઞાન છે. તો આવો એને વિવેક થવા યોગ્ય છે. એટલે સાચું ભેદવિજ્ઞાન તેને થાય છે. સાચી સમજણ થઈ એટલે સાચું ભેદવિજ્ઞાન થયા વગર રહેતું નથી. સમજણ આવ્યા પછી બળ નથી વાપરવું પડતું અને સમજણ વગર હઠથી કરવા જાય તો એ સમ્યફ પ્રકારે વિવેક કહેવાતો નથી. ભલે પ્રયત્ન કરે છે, પણ સમજણ વગર, હઠથી, કોઈના Page #577 -------------------------------------------------------------------------- ________________ પપ૪ છ પદનો પત્ર કહેવાથી કરે એમાં કંઈ કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી. “દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધબીજની પ્રાપ્તિ હોય છે અને એ બોધબીજ તે પ્રાયે નિશ્ચય સમ્યક્ત્વ હોય છે.” એમ પરમકૃપાળુદેવે પત્રાંક - ૩૩૦માં કહ્યું છે. કેટલો બોધ આપ્યો છે પદનો ! સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૧૯ તો નિજપદ નિજમાંહી લહ્યું એનું નામ વિવેક. પોતાના મૌલિક જ્ઞાનમાં એણે તે “છ પદ' ખૂબ વિચાર્યા. જયાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ. • – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૪૧ પરમકૃપાળુદેવે કહેવામાં કંઈ બાકી નથી રાખ્યું. એકલી ગુજરાતી ભાષામાં એટલો બધો આત્માને બાંધી લીધો છે કે સહેજ કંઈ આઘુંપાછું તત્ત્વ કરવા જાય તો ન થાય. વસ્તુનું સ્વરૂપ એવું એમણે સમ્યક્ પ્રકારે ગોઠવીને આત્મસિદ્ધિમાં શ્રેણીબદ્ધ જેવું કહ્યું છે. સમજાય તો કામ થઈ જાય એવું છે. જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, રસ્તાન તહાં શંકા નહિ સ્થાપ. - શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૧૦૭ ભલે અત્યારે સમજાતું નથી, તો પણ એના જેવું બીજું કોઈ ઉત્તમ તત્ત્વ નથી, એવો નિર્ણય થવો જોઈએ. અત્યારે આપણને મૌલિકતાથી આ વાત સમજાતી નથી, તો પણ આની પ્રરૂપણા કરનાર જ્ઞાની છે અને એનું મૂળ સ્ત્રોત તીર્થકર ભગવાન છે. આત્મજ્ઞાની પુરુષ ખોટું બોલે નહીં કે ખોટું લખે નહીં. તત્ત્વની પ્રરૂપણામાં ખોટું લખી નાંખે તો એમનો અનંત સંસાર વધે. અજ્ઞાનીઓ તો ગમે તેમ લખી નાંખે તો ચાલે. જ્ઞાનીઓ એકપણ અક્ષર આઘોપાછો લખતા નથી. તત્ત્વથી વિપરીતતા આવે, ભગવાનની વાણીથી વિરુદ્ધ આવે એવો એક અક્ષર પણ લખતાં નથી. કેમ કે, એમને ભવભ્રમણનો ભય છે. “છ પદ' નું એક પડખું પણ શંકા કરવા જેવું નથી. જો શંકા થઈ તો શ્રદ્ધામાં ન્યૂનતા અને શ્રદ્ધામાં ન્યૂનતા એટલે પદાર્થનો નિર્ણય સમ્યફ થઈ શકે નહીં. જ્ઞાન ઓછું હોય તો ચાલે છે, ચારિત્ર ઓછું હોય તો ચાલે છે પણ Page #578 -------------------------------------------------------------------------- ________________ પપપ છ પદનો પત્ર શ્રદ્ધામાં એક ટકો ઓછું હોય તો ચાલતું નથી. ખરેખર આ છ પદ અને નવતત્ત્વનું જ્ઞાન કરીશ તો મને સમ્યગદર્શન થશે? એમ કોઈપણ પ્રકારની શંકા ન થવી જોઈએ. ભલે અત્યારે આપણી યોગ્યતા નથી, પણ એ કહેનાર પુરુષ ઉપર શ્રદ્ધા રાખવી. જુઓ ! પોતાની વાત નથી કહેતા. પોતે તો લખ્યું છે, પણ હવાલો ક્યાં નાંખ્યો? પરમપુરુષ ઉપર. પરમપુરુષ કોને કહેવાય? તીર્થકર ભગવાન, કેવળજ્ઞાની પરમાત્મા છે એ પરમપુરુષ છે. જેની દેહાતીત અવસ્થા સંપૂર્ણ વર્તે છે એ પરમપુરુષ છે. તો આ પરમપુરુષે નિરૂપણ કર્યું છે. એટલે સહેજ પણ સંદેહ કરવા જેવી વાત નથી. શાખ પૂરી છે જ્ઞાનીએ અને મૂળ એના પ્રવક્તા છે તીર્થકર ભગવાન. એટલે બેય બાજુથી આપણને પૂર્ણ ખાતરી મળે છે કે આ છ પદ છે. એની જો તમે બરાબર શ્રદ્ધા કરશો તો તમને સમ્યગ્રદર્શનની પ્રાપ્તિ થયા વગર રહેશે નહીં. છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ; કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા – ૧૦૫ જ્ઞાનીની આજ્ઞા અનુસાર સાધના કરવાની છે. જાતિ, વેષનો ભેદ નહિ, કહ્યો માર્ગજો હોય; સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા – ૧૦૭ ગમે તે જાતિનો હોય, નાતનો હોય એની જોડે અમારે ભેદ નથી, પણ “કહ્યો માર્ગ જો હોય એનો તો આગ્રહ છે. માર્ગ કહ્યો હોય એનાથી વિપરીત માર્ગ આચરે તો પણ જીવ કાર્યની સિદ્ધિ કરી શકતો નથી. માટે, એ છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. આ છ પદની દેશના સ્વસ્વરૂપની ઓળખાણ થવા માટે છે, બીજું કોઈ પ્રયોજન આમાં છે નહીં. આપણને સ્વસ્વરૂપની ઓળખાણ નથી એટલે પરિભ્રમણ ઊભું થયું છે. સ્વસ્વરૂપની સાચી ઓળખાણ થાય તો આ પરિભ્રમણ સમાપ્ત થાય. એના માટે આ છ પદની દેશના જ્ઞાની પુરુષોએ પ્રકાશી છે કે જેનાથી સ્વસ્વરૂપની સમજણ આવે, ઓળખાણ થાય, શ્રદ્ધા થાય. જો છ પદ સમજીને સાચો વિવેક અને સમજણ ના આવે તો છ પદનું કંઠસ્થ કરી જવું એ કોઈ કામનું નથી. Page #579 -------------------------------------------------------------------------- ________________ પપ૬ છ પદનો પત્ર નિજ કો નિજ, પર કો પર જાન, ફિર દુઃખ કા નહીં લેશ નિદાન. જો સ્વરૂપની સાચી ઓળખાણ થઈ જાય તો જન્મ, જરા, મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિના તમામ પ્રકારના દુઃખ ટળી જાય એવું છે. માટે આ સ્વસ્વરૂપની ઓળખાણ કરવાની આપણને જ્ઞાની પુરુષો વારંવાર ભલામણ કરે છે. આપણને ઘણી વખત થાય કે સ્વરૂપની ઓળખાણ કરવી કઈ રીતે? છ પદ દ્વારા. છ પદને બરાબર વાંચો. એક એક પદ ઉપર ઊંડાણમાં વિચાર કરો. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. – શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - પ૬ સ્વરૂપનો પ્રકાશ થાય છે, વિવેક થાય છે, અનુભવ આવે છે, સાક્ષાત્કાર થાય છે. આ ચમત્કારિક વસ્તુ છે, કોઈ સામાન્ય વાત નથી. આ છ પદના પત્રનો વાસક્ષેપ નાંખ્યો છે. આ તો મોક્ષ મળે એવો વાસક્ષેપ નાંખ્યો છે, અનુભવમાંથી નીકળેલી આ વાત છે. ત્રણે કાળના જ્ઞાનીપુરષોએ આ જ મોક્ષમાર્ગ બતાવ્યો છે. હાલ સીમંધર ભગવાન આ જ છે પદની દેશના પ્રકાશે છે અને ભવિષ્યમાં આવનારા તીર્થકરો પણ આ જ વાત એ વખતના જીવોને એમની ભાષામાં કહેવાના છે. તીર્થંકર ભગવાનની ભાષા દરેક જીવ પોતપોતાની ભાષામાં સમજે છે. આત્મતત્ત્વની સાચી શ્રદ્ધા થવા માટે, આત્મતત્ત્વનું સાચું જ્ઞાન થવા માટે અને આત્મસ્વરૂપમાં સ્થિરતા થવા માટે આ છ પદની દેશના પ્રકાશી છે. જીવાદિનું શ્રદ્ધાન સમકિત, જ્ઞાન તેમનું જ્ઞાન છે; રાગાદિ વર્જન ચરણ છે ને, આ જ મુક્તિ પંથ છે. – શ્રી સમયસાર - ગાથા – ૧૫૫ જીવ તત્ત્વનું શ્રદ્ધાન થવું એનું નામ સમ્યક્ત્વ છે. આત્મતત્ત્વનું જ્ઞાન થવું, ભાન થવું એ જ્ઞાન છે અને રાગાદિવને ચરણ છે – રાગભાવથી રહિત થવું એ ચારિત્ર છે. એટલે કે આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવી. યથાર્થ વિવેક આવે તો સ્વસ્વરૂપની ઓળખાણ થયા વગર રહેતી નથી. એ છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવતે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. આ મૂળ પ્રયોજનભૂત વાત છે. પરવસ્તુમાં અહંપણું અને મમત્વપણું અનાદિકાળથી ચાલ્યું આવ્યું છે. કેમ ચાલ્યું આવ્યું છે? Page #580 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર ૫૫૭ સ્વપ્નદશા, મિથ્યાત્વદશા, અજ્ઞાનદશાને કારણે. સ્વપ્ન દશા કોને કહે છે ? મિથ્યાત્વ અને અજ્ઞાનને સ્વપ્નદશા કહે છે. મિથ્યાત્વ ક્યારનું છે ? અનાદિની છે આ સ્વપ્નદશા. એટલે અનાદિનું મિથ્યાત્વ છે. જેને સમ્યક્ત્વ નથી થયું એના માટેની આ વાત છે. મિથ્યાત્વ-આદિક ભાવને, ચિરકાળ ભાવ્યા છે જીવે; સમ્યક્ત્વ ભાવ રે ! આદિક ભાવ, ભાવ્યા નથી પૂર્વે જીવે. – શ્રી નિયમસાર - ગાથા – ૯૦ — અહોહો ! અનંતવાર મનુષ્યભવ મળ્યો. અનંતવાર સાચા દેવ-ગુરુ-ધર્મનો યોગ થયો. અનંતવાર સત્શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. અનંતવાર જિનદીક્ષા અંગીકાર કરી. એવા અનેક પ્રકારના સાધનોના આશ્રય કર્યો. પણ, વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો. મનુષ્યભવ દુર્લભ છે. સમ્યગ્દર્શન એના કરતાં પણ વધારે દુર્લભ ચીજ છે કે જેના આશ્રયથી અનંતકાળનું પરિભ્રમણ સમાપ્ત થઈ જાય છે. વંસળ મૂતો ધો । ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. એની સાથે જ્ઞાન સમ્યક્ થાય છે, ચારિત્ર પણ સમ્યક્ થાય છે. સર્વ સાધન સમ્યક્ થઈ નિર્જરાના હેતુભૂત થાય છે. સમ્યગ્દર્શન વગરના જે કોઈ સાધન છે તે સંસારના હેતુભૂત થાય છે, મોક્ષના હેતુભૂત થતા નથી. એવી છે અનાદિ સ્વપ્નદશા અજ્ઞાની જીવોની. એને તોડવા માટે આ છ પદની દેશના જ્ઞાનીપુરુષોએ પ્રકાશી છે કે આ અહંપણું, મમત્વપણું આ ભવમાં તો મૂકો, અનંતભવમાં તો ના મૂક્યું. મનુષ્યભવ મળ્યો, જ્ઞાનીનો યોગ થયો તો એ ભવમાં તો પુરુષાર્થ ના કર્યો. પરમકૃપાળુદેવે સોભાગભાઈને કહેલું કે જેમ પૂર્વે મળેલો જ્ઞાનીનો યોગ પ્રમાદને વશ થઈ નિષ્ફળ ગયો એમ અત્યારે જો પ્રમાદમાં રહેશો તો આ યોગ પણ તમારો નિષ્ફળ જશે. અહંભાવ, મમત્વભાવ કાઢવાનો પુરુષાર્થ ના કરવો એ મોટો પ્રમાદ છે. આ પ્રમાદ કાઢવાનું કામ દરેકનું પોતાનું છે. આ કામ ગુરુ ના કરી આપે. એ તો સમજાવે કે આ તમારો પ્રમાદ છે, પણ પુરુષાર્થ કરવાનું કામ આપણું છે. જે પરપદાર્થમાં ‘હું’પણાની સ્થાપના થઈછે એ અહંભાવ અને જે ૫૨૫દાર્થની અંદ૨માં મમતાભાવ છે, રાગભાવ છે, આસક્તિ છે, મૂર્છા છે એ મમત્વપણું છે. આ બે અનંત સંસારનું મૂળ છે. આ બેયને એક શબ્દમાં કહીએ તો મિથ્યાત્વ. મિથ્યાત્વના ગર્ભમાં અનંત સંસાર અને અનંતી નરકો પડી છે. પરમકૃપાળુદેવે કહ્યું છે કે, Page #581 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર હે નાથ ! સાતમી તમતમપ્રભા નરકની વેદના મળી હોત તો વખતે સમ્મત કરત, પણ જગતની મોહિની સમ્મત થતી નથી. ૫૫૮ — શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક – ૮૫ મોહિની એટલે જગતના પદાર્થ સાથેનું એકત્વપણું, અહંભાવ. એ અમને સમ્મત નથી. મોહિની એટલે દર્શનમોહ અને ચારિત્રમોહ. એ બે'ય એમાં આવી જાય. એક વખત સાતમી નરકે જઈશું તો ૩૩ સાગરોપમ પછી નીકળશું; મિથ્યાત્વમાં હોઈશું ત્યાં સુધી આવી અનંતી ૩૩ સાગરોપમની નરકો મળવાની છે. માટે સાતમી નરક કરતાં પણ ભયંકર આ મોહિની છે. મિથ્યાત્વની ભયાનકતાનો ખ્યાલ આવે છે ? વ્રત, યમ, નિયમ વગેરે કદાચ શક્તિ ના હોય, સંજોગ ના હોય, અનુકૂળતા ના હોય અને ઓછા-વત્તા થાય તો ચાલશે, પણ અહં-મમત્વપણું હશે તો નહિ ચાલે. આ ભવમાં ગમે તેમ કરીને પણ પરપદાર્થોની અંદરમાં જે અહંપણુંમમત્વપણું છે તે કાઢવાનું છે. તારે દોષે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું, પોતે પોતાને ભૂલી જવું. — શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૧૦૮ અહો ! જ્ઞાનીઓ તો કહેવામાં કંઈ બાકી રાખે એમ નથી. હથેળીમાં મોક્ષ આપે ! અક્ષરદેહમાં આવે એટલું કહી શકે છે, બાકી નિશ્ચયની વાણી તો કહી શકાતી નથી કે લખી શકાતી નથી. છતાંય, જેટલું લખાય એટલું તો લખ્યું છે અને કહેવાય એટલું તો જ્ઞાનીઓએ કીધું છે. બધાય દોષોનું મૂળ અહંભાવ અને મમત્વભાવ છે. હવે આ કાઢવાનું છે. કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૯૮ જ્ઞાન લાવવું પડશે. સાચી સમજણ લાવવી પડશે. જ્ઞાનીપુરુષનો સાચો બોધ હાજર કરવો પડશે. ત્યારે આ અહં-મમત્વ જશે. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈપણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. હું કાકો છું, હું મામો છું, હું ફોઈ છું, હું ફલાણો છું કે ફલાણી છું એ બધું કાઢી નાંખવાનું છે. માત્ર જાણનાર, દેખનાર, શાશ્વત એક ચૈતન્ય વસ્તુ છું. Page #582 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર હું એક, શુદ્ધ, સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે; કંઈ અન્ય તે મારું જરી, ૫૨માણુ માત્ર નથી અરે ! · શ્રી સમયસાર - ગાથા - ૩૮ મારો સુશાશ્વત એક દર્શનજ્ઞાનલક્ષણ જીવ છે; બાકી બધા સંયોગલક્ષણ, ભાવ મુજથી બાહ્ય છે. ૫૫૯ • શ્રી નિયમસાર - ગાથા - ૧૦૨ એક ભાવ સહિત ગાઈએ છીએ તો રોમ ઉલ્લસી જાય છે, તો ખરેખર દશા એવી આવી જાય ત્યારે એની અનુભૂતિ કેવી હોય ! ખરેખર એ દશામાં આવવાથી કેવી આત્માની મસ્તી આવે ! એનું કોઈ વર્ણન થઈ શકે એવું નથી. તો અહંભાવ-મમત્વભાવ સહિતનું જે સાધન થાય અને અહંપણું-મમત્વપણું રહિત થયા પછી જે સાધન થાય એમાં કેટલો તફાવત પડી જાય છે ! અહંપણા-મમત્વપણા સહિતના જે કાંઈ સાધન થાય છે એ આસવ-બંધમાં જાય છે અને એનાથી રહિતપણે જે સાધન થાય છે એ બધા સંવર-નિર્જરામાં જાય છે. પરંપરાએ બધા મોક્ષના હેતુભૂત થાય છે. પરમાં ‘હું’ પણું સ્થાપન કરવું એ જ અહંપણાનું સ્થાપન છે. ૫૨૫દાર્થમાં ‘હું’ પણાનું અજ્ઞાન કરવું એ અધમમાં અધમ કે પતિતમાં પતિત ભાવ છે. ‘અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય’. હું એટલે આ અહંપણાનો ભાવ. પરમાં અહંબુદ્ધિ એ ‘હું’.‘આ નિશ્ચય નહીં આવે તો ગમે તેટલા સાધન કરશો તો બધાંય સાધન બંધના કારણ થશે, મોક્ષના હેતુભૂત થશે નહીં. જ્ઞાનીપુરુષે અનુભવ કરીને આ અર્ક કાઢીને છ પદ આપણને આપ્યા છે. પિસ્તાળીસ આગમોનો અર્ક કાઢીને આ છ પદ મૂક્યા છે. દર્શન ષટે સમાય છે, આ ષટ્ સ્થાનક માંહી; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ. — શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૨૮ છ’યે દર્શન, આખું જૈન દર્શન, પિસ્તાળીસ આગમ, ચૌદ પૂર્વ આમાં આવી જાય છે. આ પણ કળિકાળનું અચ્છેરું છે કે છ પદ તમને કળિકાળમાં મળ્યા. આ જમાનામાં તમને ભેળસેળ વગરની શુદ્ધ વસ્તુ મળે તો ભાગ્ય કહેવાય, એમ આ કાળની અંદરમાં તત્ત્વની ભેળસેળ કર્યા વગરની વાત (શુદ્ધ વસ્તુ) તમને મળી. તત્ત્વની વાત, આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવે, સમ્યગ્દર્શન પ્રાપ્ત કરાવે એવી આપણા હાથમાં આવી છે. Page #583 -------------------------------------------------------------------------- ________________ પ૬૦ છ પદનો પત્ર આખું આપણું પડળ કાઢીને બતાવ્યું છે કે જુઓ આ અહંપણું, મમત્વપણું – તમારા મિથ્યાત્વનો મોતિયો. આ તમારી આંખને બરાબર દેખવા દેતો નહોતો. ભ્રમ સહિત દેખાડતો હતો. જ્યાં પોતાનું નહોતું ત્યાં પોતાનું મનાવતો હતો. એ આ મોતિયો હતો મિથ્યાત્વનો. એ તમને અમે બતાવ્યો છે. પરમકૃપાળુદેવ પત્રાંક - પ૩૭ માં જણાવે છે, શ્રી તીર્થંકરાદિએ ફરી ફરી જીવોને ઉપદેશ કહ્યો છે; પણ જીવ દિશામૂઢ રહેવા ઇચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે કે એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, નહીં તો અનંત ઉપાય પણ નથી. અને તે સમજવું પણ કંઈ વિકટ નથી, કેમ કે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે; અને તે કંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપવે કે ન જણાવે, તેથી સમજવી ન બને. આ કંઈ વિકટ કામ નથી. આ કંઈ ડુંગર ચડવાનો નથી કે લાખ રૂપિયા ખિસ્સામાંથી આપી દેવાના નથી. “અતિ નિર્ભરતા વણ દામ ગ્રહો, ભજીને ભગવંત ભવંત લો.” મિથ્યાત્વનું ભૂસુ ભરાણું છે એ કાઢી અને સાચી શ્રદ્ધા કરવાની છે. આમાં મિથ્યાત્વનો બોજો નીકળી જાય એવું છે. સહજ છે. તમારા ઘરમાં દાગીનાનો દાબડો ક્યાં છે તે તમે મને ના કહો તો મને ખબર ના પડે. પણ મારા ઘરમાં દાગીનાનો દાબડો ક્યાં હોય એ તો મને ખબર હોય. એમાં મારે કોઈ બીજાને પૂછવાની જરૂર નથી. એમ મારા ઘરમાં રત્નત્રયનો દાબડો પડ્યો છે. એ માટે મારે બીજાને પૂછવું પડે એ કેવું કહેવાય ! પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે? પણ સ્વપ્નદશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે. ઘણી વખત સ્વપ્નમાં આપણી નનામી આપણે જોતાં હોઈએ છીએ, આપણને બળતા પણ આપણે જોતા હોઈએ છીએ. આપણો દેહ છૂટી ગયો એ પણ આપણે જોતાં હોઈએ છીએ. સ્વપ્નમાં તો બધું દેખાય છે પણ સ્વપ્ન તૂટી જાય ત્યારે આપણી નનામી નથી હોતી, પણ પથારી હોય છે. જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ખેલ ભાસે. ઊંઘમાં અટપટા ખેલ ભાસે એટલે અજ્ઞાનમાં આ બધું અનેક વિચિત્ર દેખાય. જે પોતાનું નથી એ પોતાનું દેખાય. જેમાં સુખ નથી એમાં સુખ દેખાય. જેમાં દુઃખ છે એમાં સુખ દેખાય. સાચું સુખ છે એની શ્રદ્ધા ના થાય અને જો આત્મજ્ઞાન થાય તો એની બ્રાંતિ જાય. આગળ પત્રાંક-પ૩૭ માં કહે છે, પણ સ્વપ્નદશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાનદશારૂપ સ્વપ્નરૂપયોગે આ જીવ પોતાને, પોતાનાં નહીં એવાં બીજાં દ્રવ્યને વિષે સ્વપણે માને છે; અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે. Page #584 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર પ૬૧ હવે આ સ્વનું કેવું છે? અજ્ઞાનદશાનું. બીજા દ્રવ્યમાં સ્વપણાની માન્યતા કરી છે. જ્ઞાની પોતાની ખોટી ઓળખાણ આપતી વખતે પણ અંદરમાં જાગૃત હોય છે. બહારથી આપવી પડતી હોય તો પણ જાગૃત હોય છે કે આ મારી ઓળખાણ સાચી નથી. આ એડ્રેસ કંઈ આપણું કાયમી નથી. જે ઘર, જે દેહ, જે કુટુંબ, જે સ્થળ છે એ તો બે દિવસના મહેમાન છીએ, પણ અજ્ઞાનદશાનું સ્વપ્ન લાગ્યું છે કે આ મારો દેહ છે ને આ મારું કુટુંબ છે, આ મારું ગામ છે ને આ મારું ઘર છે, આ મારી મિલકત છે, આ મારા સગાંવહાલાં છે. આ બધુંય અજ્ઞાનદશાનું સ્વપ્ન છે. આત્મા સિવાય આ જીવનું કોઈ નથી. ત્રણ કાળમાં, ત્રણ લોકમાં અનાદિ કાળનો આ આત્મા એકાકી છે, અનંતકાળ સુધી એકાકી જ રહેવાનો છે. કોઈ સાથે એના સંયોગ-વિયોગ થવાના, પણ કોઈનો એ માલિક થઈ શકવાનો નથી અને એનો માલિક કોઈ થઈ શકવાનું નથી. એમ દરેકદ્રવ્યની સ્વતંત્રતા જ્યારે ઉપયોગની અંદરમાં પકડાશે, ત્યારે તેનું પરાધીનપણું છૂટશે. ત્યારે જીવ સ્વાવલંબી બનશે. સાચો સ્વાવલંબી બનશે ત્યારે જ જીવ સ્વરૂપસ્થ થશે. જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુખ, મૃત્યુ, દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે; એવો જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વભાવ, જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે; ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બન્ને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૦૨ - “જડ-ચેતન વિવેક' મને તાવ આવ્યો છે એ ખોટું છે. શરીરમાં તાવ જણાય છે, મને તાવ આવ્યો નથી. તાવ આવે તો એમ કહેવું કે શરીરની પ્રકૃતિ ગરમ થઈ છે. તો એ વખતે પણ ભેદજ્ઞાનનો ઉપયોગ છે એમ કહેવાય. પડોશીને તાવ આવે છે અને ખતવણી તારામાં તે ખોટી કરી છે અને એ જ ખતવણી તને નુક્સાનનું કારણ છે. એવી રીતે મન-વચન-કાયાની ક્રિયાનું અહંપણું કરવું એ મિથ્યાત્વ છે. જે કંઈ મન-વચન-કાયાની ક્રિયા થાય છે એ આત્માની ક્રિયા નથી. આત્માની ક્રિયા માત્ર જાણવા-જોવાની ક્રિયા છે. પરપદાર્થની ક્રિયાનો, પરદ્રવ્યની ક્રિયાનો આત્મામાં આરોપ કરવો એનું નામ જ મિથ્યાત્વ. એનું નામ જ અહંપણું છે. આ છૂટવું જોઈએ. દેહમાં હું' પણાની માન્યતા તે અહંપણું અને કુટુંબમાં, ઘરમાં, બીજા પરપદાર્થોમાં મારાપણાની માન્યતા તે મમત્વપણું. Page #585 -------------------------------------------------------------------------- ________________ પ૬૨ છ પદનો પત્ર અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે, તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક્દર્શનને પ્રાપ્ત થાય; સમ્યક્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. કોઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિષે તેને હર્ષ, શોક, સંયોગ, ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિષે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવપર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે, એમ સ્પષ્ટ - પ્રત્યક્ષ - અત્યંત પ્રત્યક્ષ-અપરોક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિષે તેને ઈષ્ટ-અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. જન્મ, જરા, મરણ, રોગાદિ બાધારહિત સંપૂર્ણ માહાભ્યનું ઠેકાણું એવું નિજસ્વરૂપ જાણી, વેદી તે કૃતાર્થ થાય છે. જે જે પુરુષોને એ છ પદ સપ્રમાણ એવાં પરમ પુરુષનાં વચને આત્માનો નિશ્ચય થયો છે, તે તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે; આધિ, વ્યાધિ, ઉપાધિ, સર્વ સંગથી રહિત થયા છે, થાય છે, અને ભાવિકાળમાં પણ તેમ જ થશે.' ખોટી જગ્યાએ આ જીવે અજ્ઞાન અવસ્થામાં અહંપણું – મમત્વપણું કર્યું છે તે મૂકી, સાચા સ્વરૂપમાં હવે એને અહબુદ્ધિ થાય કે સહજાત્મસ્વરૂપ તે હું, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ તે હું. એમ પોતાના નિજવરૂપની અંદરમાં અહંપણું થાય અને બીજી જે જે જગ્યાએ અહંપણું થયું છે એ દૂર થાય. આ પ્રયોજન સાધ્ય કરવા માટે જ્ઞાની પુરુષો કહે છે કે આ છ પદની દેશના જ્ઞાની પુરુષોએ પ્રકાશી છે. હવે શું પુરુષાર્થ કરવો, કેવી રીતે પુરુષાર્થ કરવો, કોનો પુરુષાર્થ કરવો એ બતાવે છે. તે , સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે. પરિણામ કરે એટલે એવા જ્ઞાનભાવયુક્ત પરિણામે જીવ પરિણમે, તો તેને સહજ માત્રમાં જાગૃતિ આવીને સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય છે. આવા પરિણામથી આ જીવ પરિણમ્યો નથી. જ્ઞાનસ્વભાવનો આશ્રય કરી અને જ્ઞાનપર્યાયની અંદરમાં અનુભૂતિ આવે એવા પરિણામે આ જીવ પરિણમ્યો નથી. જ્ઞાનસ્વભાવનું પરિણમન થાય અને જ્ઞાનપર્યાયમાં જે વેદન આવે એને અનુભૂતિ કહેવામાં Page #586 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર ૫૬૩ આવે છે. એ સાથે જે શ્રદ્ધા ગુણની પર્યાય નિર્મળ પ્રગટ થાય તેને સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. નિશ્ચય સમ્યગ્દર્શન આ પદ્ધતિથી પ્રગટે છે. પરિણામે પરિણમવાનો પુરુષાર્થ દરેક જીવે આગવો પોતાનો કરવો પડે છે. કોઈને વધારે વાર લાગે છે, તો કોઈને ઓછા સમયમાં થાય છે, કેમ કે કોઈને અંદરમાં સાત કર્મોની સ્થિતિના દળિયા વિશેષ હોય છે, તો એ મિથ્યાત્વ મોહનીય કર્મને તત્ત્વની ભાવના દ્વારા કાપતાં કોઈને વાર લાગે છે, પણ પુરુષાર્થ એના માટે આ જ છે કે તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે. હવે, આખી વાત કોના ઉપર આવી ? પરિણામ ઉપર આવી. એક દ્રવ્યનું પરિણમન બીજું દ્રવ્ય કરી દેવાનું નથી. દરેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર ચાલે છે. સ્વપ્નદશાથી રહિત એટલે ૫૨વસ્તુમાં અને પરભાવની અંદરમાં અહંપણા-મમત્વપણા રહિત પરિણામ થઈ અને જ્ઞાન પરિણામે પરિણમે. તો એ સહજ માત્રમાં જાગૃત થઈ સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય. પ્રથમ અંદ૨માં નક્કી થાય કે હું આ છું અને ધીમે ધીમે ઊંડો ઉપયોગ પહોંચતો પહોંચતો છેક સ્વભાવના તળિયા સુધી પહોંચે, છેક પોતાની જ્ઞાયક સત્તા સુધી પહોંચે ત્યારે ‘અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવ સ્વરૂપ.’ એનું નામ સમ્યગ્દર્શન છે. આ પ્રક્રિયા સામાયિકમાં બેસીને, ધ્યાનમાં બેસીને ભેદવિજ્ઞાનનો પુરુષાર્થ આ પ્રમાણે કરવાનો છે. જો આટલે સુધી આપણું જ્ઞાન પહોંચે, આવા પરિણામે પરિણમી જાય એટલે એ જ પરિણામે આત્મા સાક્ષાત્ ભાસે. એનું નામ પરિણામ છે. ભાસ્ય નિજસ્વરૂપ તે, શુદ્ધ ચેતનારૂપ; અજર, અમર, અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ. - શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૨૦ ――― ભાસવું એટલે વેદનમાં આવવું, અનુભવમાં આવવું, ફીલીંગ થવી, આત્માનો સ્પર્શ થવો, તેનું નામ સમ્યગ્દર્શન છે. આ નિશ્ચય સમ્યગ્દર્શનની વાત કહે છે. આવા પરિણામે પરિણમવાનો પુરુષાર્થ કરો. જો સ્વપ્નદશાની વાત અને પોતાના સ્વરૂપની વાત બે ભિન્ન પાડી દીધી. અત્યાર સુધી અજ્ઞાન અવસ્થામાં આ બધાથી સહિત ‘હું’પણું માનતો. હવે મારું સ્વરૂપ અને આ જુદું છે. આત્માના અસંખ્યાત પ્રદેશની અંદ૨માં જે છે તેની અંદરમાં અહંપણું અને આત્માના અસંખ્યાત પ્રદેશની જે કંઈ બહાર છે તેની અંદરમાં પરપણું. નિજ કો નિજ, પર કો પર જાન, ફિર દુઃખ કા નહીં લેશ નિદાન. Page #587 -------------------------------------------------------------------------- ________________ પ૬૪ છ પદનો પત્ર . પોતાના સ્વરૂપમાં જાગૃત થાય, જ્ઞાનભાવમાં જાગૃત થાય તો સહજ માત્રમાં જાગૃતિ આવે. આવા પરિણામે પરિણમે તો સમ્યગદર્શન એ કંઈ આત્માથી ભિન્ન ચીજ નથી. આત્માને પ્રાપ્ત કરવાનું સાધન આત્માથી કોઈ ભિન્ન નથી. અભિન્ન સાધન દ્વારા જ સમ્યગદર્શન કે આત્મજ્ઞાન થાય છે. તો અત્યાર સુધી આપણે “ધર્મ કરવા માટે ભિન્ન પદાર્થો (સાધનો)નો ઉપયોગ કરતાં. હવે આત્માથી અભિન્ન પદાર્થ, અભિન્ન વસ્તુ એટલે ઉપયોગના પુરુષાર્થ દ્વારા, ઉપયોગના સમ્યફ પરિણમન દ્વારા, ઉપયોગના જ્ઞાન પરિણમન દ્વારા ઉપયોગના ભેદવિજ્ઞાનયુક્ત પરિણમન દ્વારા, સહજ માત્રમાં જાગૃત થઈને સમ્યગુદર્શનને પામે છે. તો સમ્યગદર્શનને પ્રાપ્ત થવાનું સાધન એ અંતર્મુખ ઉપયોગ છે. ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૫૪ - ૨/૫ - “અંતિમ સંદેશ ઉપયોગનું અંતર્મુખ અવલોકન કરવું, એ સમ્યગદર્શનની પ્રાપ્તિનો ઉપાય છે. અવલોકન કરે તો પોતાની સ્વરૂપસત્તાનું અસ્તિત્વ નજરાય. ઉપયોગનું અંતર્મુખ અવલોકન થાય, તો પોતાની સ્વરૂપ સત્તા જ્યાં છે ત્યાં ઉપયોગ પહોંચે. એના અસ્તિત્વનો અંદરમાં ભાસ આવે. એ અસ્તિત્વ એના ઉપયોગમાં, જ્ઞાનમાં નજરાય અને એ વખતે અંદરમાં નિર્વિકલ્પપણે એનું આસ્વાદન આવે અને સવિકલ્પદશાની અંદરમાં પછી ભાન થાય કે આ તે હું, નિર્વિકલ્પ દશામાં એનું સ્વસંવેદન આવે, ત્યારે એને ખ્યાલ આવે કે આજ દિન સુધીમાં જે મેં આનંદ વેદ્યા હતા, તેનાથી આજનો આનંદ તદ્દન જુદા પ્રકારનો છે. આવો અંદરમાં અનુભવના આધારે ભેદ પડે ત્યારે તેને સમ્યગદર્શન થયું કહેવામાં આવે છે. જો જીવ સ્વરૂપની શ્રેણીમાં ચડી જાય, તો બે ઘડીની અંદરમાં, અંતર્મુહૂર્તમાં આ કામ કરી નાંખે. જે કામ અનાદિકાળથી નથી થયું એ કાર્ય બે ઘડીની અંદરમાં થઈ જાય - જો સાચી પદ્ધતિ અનુસાર પુરુષાર્થ હોય અને એના પાંચેય સમવાય કારણો પાછાં સમ્યફ પ્રકારે મળ્યા હોય તો. તો આ કાર્ય મથવાથી થતું નથી. આ પરિણમન થવામાં અંદરમાં સમ્યગદર્શનનો પુરુષાર્થ જોઈએ છે અને નિમિત્તનું સાન્નિધ્ય પણ યથાયોગ્ય જોઈએ. બેય દૃષ્ટિથી એનું સાપેક્ષપણું છે. નિમિત્તની અપેક્ષાએ જોઈએ તો એક બાહ્ય નિમિત્ત, એક અંતરંગ નિમિત્ત અને એક ઉપાદાન કારણ, બાહ્ય નિમિત્તમાં જ્યારે પણ સમ્યગુદર્શન થાય છે ત્યારે સામે સાચા દેવ-ગુરુધર્મનું જ અવલંબન હોય છે. અંતરંગ નિમિત્તમાં, જે પણ જીવને સમ્યગદર્શન થાય છે એ Page #588 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર ૫૬૫ વખતે એ જીવને અંતરંગ સાત કર્મોની પ્રકૃતિનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય હોય છે ત્યારે થાય છે. સાત પ્રકૃતિ મંદપણે હોય ત્યારે બને છે. એ વગર બની શકતું નથી. ઉપાદાન કારણ એ આત્માના ઉપયોગને અંતર્મુખતાનો સમ્યક્ પુરુષાર્થ જ્યારે થાય છે ત્યારે સમ્યગ્દર્શન થાય છે. નિશ્ચયથી તો ઉપાદાનનો પુરુષાર્થ એ ઉપયોગનો પુરુષાર્થ છે અને વ્યવહારથી નિમિત્ત તરીકે સાત કર્મોની સ્થિતિનો પણ અનુભાગ ઘટ્યા વગર અંદરમાં કામ થતું નથી. બે’ય પડખાં જોઈએ છે અને આ થાય છે એની સામે પહેલાં દેવ-ગુરુ-ધર્મનું નિમિત્ત પણ હોય છે. કોઈને વર્તમાનમાં હોય, તો કોઈકને આગળનું હોય છે. તો બે પ્રકારે સમ્યગ્દર્શન બતાવ્યા છે - એક અધિગમજ અને બીજું નિસર્ગજ. વર્તમાનમાં બાહ્ય નિમિત્ત વગર સ્વયં થાય છે, એ નિસર્ગજ છે. તો એને પણ પૂર્વમાં એવું નિમિત્ત હતું. અત્યારે પણ નિમિત્ત નથી એવું નથી, અંતરંગ નિમિત્ત તો ચાલુ છે. સાત કર્મોની પ્રકૃતિ અંદરમાં મંદ પડી છે, ઉપશમ થઈ છે ત્યારે આ થયું છે. આવી રીતે ઉપાદાન, અંતરંગ નિમિત્ત અને બાહ્ય નિમિત્ત એ ત્રણેનો સુમેળ છે. એ ત્રણેના સુમેળથી આ પ્રમાણે કાર્ય બને છે. ‘પરથી ખસ, સ્વમાં વસ, આટલું કરે તો બસ.' અઘરું કાંઈ નથી. તો અઘરું લાગે છે કેમ ? આપણે વસ્તુના સ્વરૂપને સાચું સમજ્યા નથી અને સાચો પુરુષાર્થ કરતા નથી. અવળા ખૂબ મથ્યા એટલે થાક્યાં. એટલે એમ થાય કે આપણાથી ના થાય પણ સવળો પુરુષાર્થ થાય તો બે ઘડીમાં થઈ જાય. કોઈ કહે કે હું રોજ છ કલાક ભક્તિ કરું છું. છ કલાક વાંચન કરું છું, છ કલાક તો ધ્યાન કરું છું, પણ પુરુષાર્થ સમ્યક્ ના હોય તો શું કામનું ? પુરુષાર્થ સમ્યક્ જોઈએ. માટે આ આખી પદ્ધતિ જે પરમકૃપાળુદેવે બતાવી છે એ ખૂબ અનુભવના લેવલથી પોતે બતાવી છે, આગમને અનુરૂપ બતાવી છે અને આગળના મહાપુરુષો પાસેથી જે પરંપરાએ મળેલું એ વાત ગુજરાતી ભાષામાં આપણને આપી છે. પદ્ધતિ એમણે આપી, હવે પ્રયોગ આપણે કરવાનો. પ્રયોગવીર થયા વગર કાર્યની સિદ્ધિ નથી થતી. સમ્યગ્દર્શનનું ફળ વીતરાગતા છે, સંપૂર્ણ મોક્ષ. સમ્યગ્દર્શન વગર કોઈ જીવ મોક્ષ પામ્યા નથી. સમ્યગ્દર્શન થયા પછી જે ચારિત્રમોહને તોડવાનો પુરુષાર્થ ચાલે છે તે સાચો ચાલે છે અને એ ચારિત્રમોહ તૂટ્યા પછી સ્વસ્વભાવરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે. મોક્ષ એ તો આત્માનો સ્વભાવ છે. આત્મા જ મોક્ષ સ્વરૂપ છે. આત્માનો મોક્ષ થાય છે એ કહેવું એ’ય વ્યવહાર છે. Page #589 -------------------------------------------------------------------------- ________________ પ૬૬ છ પદનો પત્ર, , એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૧૬ તું પોતે મોક્ષસ્વરૂપ છો. મોક્ષ કાંઈ બહારની ચીજ નથી. “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા.” આત્માની શુદ્ધ અવસ્થા પ્રગટ થવી; આત્મા નિરાવરણ થવો; આત્મા નોકર્મ, દ્રવ્યકર્મ અને ભાવકર્મથી રહિત થવો એનું નામ મોક્ષ છે. આ નાસ્તિના પડખાથી અને અસ્તિના પડખાથી. કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૧૩ આ સમ્યગ્રદર્શનનું ફળ શું છે? સ્વસ્વભાવરૂપ મોક્ષ એટલે સંપૂર્ણ સ્થિરતા. એક સમય માટે પણ ઉપયોગનું સવિકલ્પપણું નહીં, બહિર્મુખપણું નહીં એવું અખંડ નિર્વિકલ્પ ધ્યાન, જેનાથી પરમ શુક્લધ્યાનની પ્રાપ્તિ થાય છે - કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેને સ્વસ્વભાવરૂપ મોક્ષ કહેવામાં આવે છે. પહેલો ભાવમોક્ષ છે અને પછી દ્રવ્યમોક્ષ છે. કેવળજ્ઞાન છે તે ભાવમોક્ષ છે. આઠેય કર્મોથી રહિત સ્થિતિ થવી તે દ્રવ્યમોક્ષ છે. સમ્યગદર્શન થયું એનું ફળ શું? તો જે કાંઈ વિનાશી પદાર્થો છે, અન્ય પદાર્થો છે, અન્ય ભાવો છે તેનો સંયોગ થાય કે વિયોગ થાય તેનો હવે હર્ષ, શોક થતો નથી. કેમ કે, હું જગતના સર્વ પદાર્થોથી સર્વ પ્રકારે ભિન્ન અને અસંગ છું. બીજા કોઈ દ્રવ્ય સાથે મારે લાગતું કે વળગતું નથી. દરેક દ્રવ્યનું પરિણમન દરેક દ્રવ્યની યોગ્યતા અનુસાર સમયે સમયે થાય છે. એમાં એના કયા પરિણમનમાં હર્ષ કરવો અને કયા પરિણમનમાં શોક કરવો? એ આપણી ચીજ નથી અને છતાંય એમાં હર્ષ-શોકના ભાવ થાય છે એ અજ્ઞાન છે. ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ થાય છે એ પણ અજ્ઞાન છે અને એના નિમિત્તે રાગ અને દ્વેષ થાય છે, એના દ્વારા કર્મોનો આસ્રવ તથા બંધ થાય છે અને એ જ પરિભ્રમણનું મૂળ થાય છે. આ દેહનો વિનાશ થાય કે બીજાનો વિનાશ થાય; જે નાશ પામવાવાળી ચીજ છે એ તો કંઈ શાશ્વત રહેવાની નથી. અજ્ઞાનીને જ્ઞાન નથી, પણ જ્ઞાનીને તો જ્ઞાન છે. જે પદાર્થ નાશવંત છે એ શાશ્વત થાય નહીં. નાશવંત પદાર્થનો નાશ થાય ત્યારે અજ્ઞાનીને અંદરમાં રાગ હોવાના કારણે દુઃખ થાય છે, જ્યારે જ્ઞાનીને જ્ઞાન હોવાના કારણે સમતા રહે છે, ઉદાસીનતા રહે છે, જ્ઞાતા-દષ્ટાપણું રહે છે. Page #590 -------------------------------------------------------------------------- ________________ પ૬૭ છ પદનો પત્ર જ્ઞાન તેને કહીએ જે હર્ષ અને શોકના પ્રસંગે હાજર થાય.” રાગ અને દ્વેષના પ્રસંગે હાજર થાય. વિષય અને કષાયના પ્રસંગે હાજર થાય. દરેક આગ્નવોના પ્રસંગે હાજર થાય એનું નામ જ્ઞાન. તો અજ્ઞાન અવસ્થામાં દર સમયે આસ્રવ છે, ત્યારે જ્ઞાનીને દર સમયે “હોત આસવા પરિસવા આમ્રવના કારણમાં પણ સંવર છે. કેમ કે, જ્ઞાન હાજર છે. તો, કોઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા વિભાવભાવમાં એમને હર્ષ-શોક નથી થતો. તેઓ સમજે છે કે આ કર્મના ઉદયના ધક્કાથી થયેલા ભાવ છે. આ મારા સ્વભાવભાવ નથી. માટે, આમાં હર્ષ-શોક કરવા જેવો નથી. આના પણ જાણનાર રહો. જ્ઞાનીને વિભાવ થાય છે, છતાં વિભાવના પણ એ જાણનાર રહે છે, કર્તાપણે પરિણમતા નથી. જુઓ ! આ જ્ઞાનીની એક ખૂબી છે કે આટલા વિભાવ થતાં હોવા છતાં વિભાવને સ્વભાવ માનતા નથી. વિભાવને પોતાની ચીજ માનતા નથી. એટલા માટે એ જ્ઞાતા-દેષ્ટા તરીકે રહે છે એટલે નવા કર્મો એમને ઓછા, મંદપણે બંધાય છે. . હર્ષ અને શોકનું વિશેષપણું, જે તે પદાર્થો સાથેનું તાદાભ્યપણું, એકત્વપણું બતાવે છે. કોઈ પદાર્થ જોઈને બહુ હર્ષ થઈ ગયો. તો એમાં તદાકારતા થઈ ગઈ છે. એવી જ રીતે શોક થઈ જાય છે. તો જ્ઞાન છે એને કોઈ દિવસ આવા હર્ષ-શોકના પ્રસંગમાં તદાકાર થવા દેતું નથી. એટલે વિશેષ પ્રકારનો બંધ પણ પડતો નથી. સામાન્ય પ્રકારનો, મંદ પ્રકારનો પડે છે. તીવ્ર વિપરીત ઉદયોની વચમાં પણ જ્ઞાની પોતાને શું માને છે? એ વખતે પણ પોતે જુએ છે કે હું આનો જાણનાર-દેખનાર એક શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી આત્મા આનાથી ભિન્ન છું. આ દૃષ્ટિને સાધ્ય કરવાની છે. અઘરું છે, પણ છૂટકો નથી. જ્યારે રોગ આવે, શોક આવે, દુ:ખ આવે, અશાતાના ઉદય આવે, ઉપસર્ગ આવે, પરિષહ આવે ત્યારે જ્ઞાની પાસે આ જ્ઞાનદષ્ટિ છે. એના કારણે તેઓ નિજઘરમાં ઘુસી જાય છે અને દુશ્મનો એનું નુક્સાન કરી શકતા નથી. આ દૃષ્ટિ સાધ્ય કરવાની કહી છે. પરમકૃપાળુદેવ પત્રાંક - ૯ર૭ માં જણાવે છે, હું શરીર નથી, પણ તેથી ભિન્ન એવો જ્ઞાયક આત્મા છું, તેમ નિત્ય શાશ્વત છું. આ વેદના માત્ર પૂર્વ કર્મની છે, પણ મારું સ્વરૂપ નાશ કરવાને તે સમર્થ નથી, માટે મારે ખેદ કર્તવ્ય જ નથી. એમ આત્માર્થીનું અનુપ્રેક્ષણ હોય છે. વેદના તો દરેકને આવવાની છે. આપણે કાંઈ તીર્થકર કરતાં તો વધારે પુણ્ય લઈને નથી આવ્યા. તીર્થકર ભગવાનને પણ વેદના આવી છે. એ વેદના ઋષભદેવ ભગવાનને પણ Page #591 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર ૫૬૮ હતી ને મહાવીર સ્વામી ભગવાનને પણ ઉપસર્ગ અને પરિષદમાં હતી. આપણને અત્યાર સુધી ઘણી આવી ગઈ છે અને હજી મોટી આવવાની બાકી છે. તો હું શરીર નથી, પણ એથી ભિન્ન જ્ઞાયક એવો આત્મા છું અને નિત્ય શાશ્વત છું. આ વેદના કે દુઃખ જે કાંઈ છે એ પૂર્વકનું છે પણ એ મારી સ્વરૂપ સત્તાને નાશ કરવા સમર્થ નથી. માટે ખેદ કર્તવ્ય નથી. સ્વરૂપ સત્તાનો નાશ થાય અને ખેદ કરો તો વાજબી છે, પણ સ્વરૂપ સત્તાનો નાશ તો થતો નથી. માટે એ વખતે જ્ઞાની સ્વભાવ ઉપર દષ્ટિ મૂકે છે. વર્તમાનમાં અશુદ્ધતા છે, દષ્ટિ છેક શુદ્ધતા ઉપર મૂકે છે. જ્ઞાનીને કાંઈ જ્ઞાન થઈ ગયું એટલે સંપૂર્ણ શુદ્ધ થઈ ગયા એવું નથી. શદ્ધાશુદ્ધ છે અથવા આત્મા ઉપર કર્મનો મળ પણ છે. ભાવની અંદરમાં વિભાવ પણ ચાલુ છે. એટલે બેય દૃષ્ટિએ હજી અશુદ્ધતા વર્તમાનમાં છે, છતાંય એમની દૃષ્ટિ પરમશુદ્ધ નિશ્ચયનય દ્વારા પોતાના શુદ્ધ સ્વભાવ તરફ પહોંચે છે. એ વખતે પણ એમનો આશ્રય પરમશુદ્ધ નિશ્ચયનયનો રહે છે. - હવે, અશુદ્ધતા વખતે પણ શુદ્ધતાનું ભાન રહેવું એના માટે જ્ઞાનનો કેટલો પુરુષાર્થ જોઈએ ! આટલી અશુદ્ધતા વખતે પણ શુદ્ધતાનું ભાન ટકવું એ સામાન્ય વાત નથી. જ્ઞાનીનો આ જ પુરુષાર્થ છે. ચોવીસ કલાક આવા ઉદયોની વચમાં પણ જ્ઞાની આવા ભાવમાં ટકવાનો પુરુષાર્થ કરતા હોય છે. અજ્ઞાની ઉદયાધીન કે નિમિત્તાધીન બની જાય છે, જ્યારે જ્ઞાની ઉદય કે નિમિત્તના જ્ઞાતા રહે છે અને એમના ઉપયોગનું જોર સ્વભાવના અવલબેનનું હોય છે. નિજભાવને છોડે નહીં, પરભાવ કંઈ પણ નવ ગ્રહે; જાણે-જુએ જે સર્વ તે હું, એમ જ્ઞાની ચિંતવે. – શ્રી નિયમસાર - ગાથા - ૯૭ દેહત્યાગના પ્રસંગ વખતે છે, પણ “હું આત્મા છું' - આ ભાવનું જ્ઞાનીઓ વિસ્મરણ થવા દેતા નથી. દેહને ગૌણ કરે છે, ઉપસર્ગ-પરિષહને ગૌણ કરે છે, અશાતાના ઉદયને પણ ગૌણ કરે છે. આ એમના જ્ઞાનનું માહાત્મ છે. . હું પર તણો નહિ, પર ન મારાં, જ્ઞાન કેવળ એક હું; જે એમ ધ્યાને ધ્યાનકાળે, જીવ તેહ શુદ્ધાત્મા બને. – શ્રી પ્રવચનસાર - ગાથા - ૧૯૧ જ્ઞાનસ્વરૂપી આત્મા છું. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપી અવિનાશી એવો હું આત્મા છું - આવું એમનું અનુપ્રેક્ષણ હોય છે. અનુપ્રેક્ષણ એટલે ભાવસહિતનું ચિંતવનપણું. Page #592 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર ૫૬૯ હું કેવો છું ? પરિપૂર્ણ છું. વર્તમાને છું અને ભવિષ્યમાં પણ હું પૂર્ણ જ છું. ત્રણે કાળમાં દરેક દ્રવ્ય પરિપૂર્ણ છે. સ્વયં સત્ છે. પરિણમનશીલ છે. એને ટકવા માટે બીજા કોઈ દ્રવ્યના આધારની જરૂર પડતી નથી. એનામાં એવી અપૂર્ણતા નથી કે જે અન્ય દ્વારા તેની પૂર્તિ કરીને એને પૂર્ણ કરવામાં આવે. દરેક દ્રવ્ય પૂર્ણ છે. માટે હું પણ પૂર્ણ છું. આવું જ્ઞાનીપુરુષનું જ્ઞાન અનુપ્રેક્ષણ ત્યાં કામ કરતું હોય છે. એટલે એમને હર્ષ-શોક, સુખ-દુઃખ નથી થતું ! એ વખતે પણ તેઓ માને છે કે હું તો ઉપસર્ગ - પરિષહોની વચ્ચે પણ સંપૂર્ણ છું. મારા એક પ્રદેશને ખંડિત કરી શકે એવી તાકાત જગતના કોઈ પદાર્થોમાં નથી. આવો હું ત્રણે કાળની અંદ૨માં સંપૂર્ણ, અખંડ અને અભેદ એવો હું આત્મા છું. આવું એમનું અંદ૨માં બળ હોવાના કારણે એ પોતાના ભાવની અંદ૨માં સહજપણે ટકી શકે છે. આપણે તો ‘હું’ પણાનું સ્થાપન જ દેહમાં કર્યું છે. એટલે હું મરી જઈશ એની બીક છે. ત્યારે જ્ઞાનીપુરુષનું સ્થાપન ‘હું આત્મા છું’ અને હું અજર, અમર, અવિનાશી અને શાશ્વત છું. અનુત્પન્ન છું – અનાદિ અનંત છું – એટલે અવિનાશી છું - એનું એમને ભાન હોય છે. કેમ કે, અનુભવમાં આવેલું છે. - અત્યંત આનંદપણું અંતરરહિત તેના અનુભવમાં આવે છે. આનંદગુણ પણ અંશે નિર્મળ થયો છે. ‘સર્વગુણાંશ તે સમ્યક્ત્વ' માં આનંદગુણ પણ આવી ગયો. જે આનંદગુણ વિપરીતપણે શાતા-અશાતાના ઉદયમાં સુખ-દુ:ખને વેદતો હતો એ ઉપયોગ હવે પોતાના સ્વરૂપને વેદે છે. હવે ભલે બહારમાં અશાતાના વેદનમાં હોય, પણ અંદ૨માં અંશે એનું વેદનપણું ચાલુ છે. કેમ કે, સમ્યક્ત્વની હાજરી છે. સમ્યક્ત્વની હાજરી છે તો દરેક ગુણનું અંશે પણ સમ્યક્ પરિણમન ચાલુ છે અને એના કારણે એનો આનંદ પણ અંદ૨માં અંશે ચાલુ છે. એ સ્રોત બંધ નથી થઈ ગયો, ભલે નિર્વિકલ્પ સમાધિમાં જેવો આનંદ હોય એવો આનંદ અત્યારે નથી. સવિકલ્પપણામાં પણ એનું પરિતૃપ્તપણું અને આનંદપણું જળવાઈ રહે છે, નષ્ટ થઈ જતું નથી. ભરત મહારાજા અને બાહુબલી લડ્યા, એ વખતે પણ એમનો આનંદનો સ્રોત એકદમ તિરોભૂત નથી થઈ ગયો. અંશે પણ એનો ઝરો રહ્યો છે; ભલે મંદપણે રહ્યો છે, પણ રહ્યો છે. એમને ૪૧ પ્રકૃતિના બંધનો અભાવ કહ્યો છે. ચોથા ગુણસ્થાનકવાળાની વાત છે. એટલું એને અંદરમાં આકુળતારહિતપણું છે અને એટલું જ અનાકુળતાપણું છે અને અનાકુળતાને જ આનંદ કહેવામાં આવે છે. ગમે એવા હર્ષ-શોકના પ્રસંગ આવે તો પણ જ્ઞાની એકદમ આકુળ-વ્યાકુળ થઈ જતા નથી. અજ્ઞાની જેવા આકુળ-વ્યાકુળ થઈ જતા નથી. એનું કારણ કે અંદ૨માં જ્ઞાન છે Page #593 -------------------------------------------------------------------------- ________________ ૫૭૦ છ પદનો પત્ર અને પેલો આનંદનો ઝરો પણ અંદરમાં એમને વર્તે છે. એ ઝરો બંધ પડી જાય તો સમ્યક્ત્વ વમી જાય. વમી ગયું હોય તો વાત પતી ગઈ. તો પછી બધુંય ગયું. મુમુક્ષુઃ ૪૧ પ્રકૃતિના બંધનું શું થાય? સાહેબ: બધું ગયું. વમી ગયા પછી તો બધુંય ગયું. એમ સ્પષ્ટ - પ્રત્યક્ષ – અત્યંત પ્રત્યક્ષ – અપરોક્ષ તત્ત્વ એમને કેટલું ઠાંસી-ઠાંસીને ભર્યું છે! ખરેખર, સૂક્ષ્મ ઉપયોગથી જ્યારે તે અંદરમાં પકડાય, ત્યારે એમના જ્ઞાનાતિશયનું માહાભ્ય આવે છે. ઓહોહો ! જ્ઞાનીઓનો કંઈ જ્ઞાનાતિશય છે! એમને વાણીની કે લેખનની કાંઈ લબ્ધિ પ્રગટ થઈ છે! સર્વવિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે. આ દેહ પણ એક અપેક્ષાએ વિભાવ પર્યાય છે અને અંદરમાં શુભાશુભભાવ છે, એ પણ વિભાવ પર્યાય છે. એમાં અજ્ઞાની જીવને અધ્યાસ એટલે ભ્રાંતિથી એકતાપણું થયું છે કે આ તે હું અથવા આ ભાવ તે મારા ભાવ. હવે એ ભ્રાંતિ જ્યાં સુધી છેદાય નહીં ત્યાં સુધી સમ્યગદર્શન થઈ શકતું નથી. ભ્રાંતિ પહેલા જવી જોઈએ. એક કાળો દોરો અંધારામાં પડ્યો છે અને આપણને નાગની ભ્રાંતિ થઈ કે આ કાળો નાગ છે. એટલે ભ્રાંતિના કારણે આપણે આગળ ખસતા નથી. એમાં કોઈ ભાઈએ બેટરી દ્વારા પ્રકાશ કર્યો તો ભ્રાંતિ દૂર થઈ. એમ જ્ઞાની પુરુષોને અંદરમાં જે પરની સાથે એકત્વપણું હતું, તે તૂટી ગયું, ગ્રંથિભેદ થઈ ગયો. એની ભ્રાંતિ નાબૂદ થઈ ગઈ. જેને ગ્રંથિભેદ થયો નથી અને ભ્રાંતિ ઊભી છે એને બધી વિભાવ પર્યાયોમાં એકતાબુદ્ધિ થાય છે અને એના કારણે મરવાનો ભય લાગે છે, અકસ્માતનો ભય લાગે છે, આજીવિકાનો ભય લાગે છે. લોકનો ભય, પરલોકનો ભય એવા સાતે પ્રકારના ભય એને લાગે છે એનું મૂળ કારણ શું છે? ભ્રાંતિ છે. તો ભ્રાંતિથી વિભાવપર્યાયમાં એકતા થઈ છે. તે જ્ઞાનથી દૂર થાય છે. સમ્યગદર્શન થવાથી એ ભ્રાંતિ તૂટે છે. વિભાવપર્યાયમાં જે એકતાબુદ્ધિ થઈ છે એ ભ્રાંતિ છે, પણ હકીકતથી એકતાપણું નથી. માટે જ્ઞાની પુરુષોનો અનુભવથી કરેલો નિર્ણય પહેલાં આપણે સ્વીકારવો કે આ દેહને હું મારો માનું છું અથવા હું મારી જાતને પુરુષ કે સ્ત્રી માનું છું કે બીજા સ્વરૂપે માનું છું. એ બધો મારો અધ્યાત છે. અધ્યાસથી આમાં એકતાબુદ્ધિ થઈ છે. હકીકતમાં હું એવો નથી. Page #594 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર ૫૭૧ આ એકતાપણું તૂટવું એનું નામ સમ્યગ્દર્શન. અધ્યાસથી એકતાપણું થયું છે. તે અભ્યાસથી અને પુરુષાર્થથી તૂટે છે. અભ્યાસ કરતાં અધ્યાસ વધારે ખતરનાક અને ઊંડો છે. અભ્યાસ તો વખતે ભૂલી જવાય પણ અધ્યાસ ભૂલાતો નથી. એ ભ્રાંતિ છે. અભ્યાસ કર્યો છે એ કદાચ ભવાંતરમાં સાથે ન પણ જાય. પણ અધ્યાસ તો એટલો ગાઢો છે કે ભવાંતરમાં પણ જાય છે. મિથ્યાત્વ ક્યારથી સાથે ચાલ્યું આવ્યું છે ? અનાદિથી. જેને ગાઢ મિથ્યાત્વ છે એ જીવને પરમાર્થની વાત સાંભળવી જ રુચિકર થતી નથી. આ વાત સાંભળવાનો મોકો જ નથી મળતો. અને મળે તો એને ગમતું નથી. એને ગમે છે ક્યાં ? પાંચ ઈન્દ્રિયોમાં અને મનોગમ્ય પદાર્થોમાં. એવી પરવસ્તુઓમાં જ એને રસ પડે છે અને ૫૨માર્થમાં એને રસ પડતો નથી, એનું મૂળ કારણ શું છે ? કે ગાઢ મિથ્યાત્વ હજુ મોજૂદ છે. માટે એને આ ભાવ આવતા નથી. અનુભવ થાય છે ત્યારે એને ખ્યાલ આવે છે કે આ બધાંયથી હું ભિન્ન છું. આત્માના અસંખ્યાત પ્રદેશોમાં જે આત્મા રહ્યો છે એ ચૈતન્ય અને બાકીના તમામ આત્માઓ અને અજીવ પદાર્થો એ બધાંય મારા દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ભિન્ન છે. બધાંયથી હું અસંગ છું. આવો એને સ્પષ્ટ-પ્રત્યક્ષ-અત્યંત પ્રત્યક્ષ-અપરોક્ષ અનુભવ થાય છે. ઉત્તરોત્તર અનુભવની વિશુદ્ધિ બતાવી છે. ગ્રંથિભેદ થાય છે ત્યારે, અનુભવ સ્પષ્ટ પ્રત્યક્ષ થાય છે. ત્રણ કેટેગરી પરમકૃપાળુદેવે પાડી કે એક અવિરતિપણાની અંદરમાં જે અનુભવ આવે છે એ પણ સ્પષ્ટ અને પ્રત્યક્ષ આવે છે, પણ અત્યંત પ્રત્યક્ષ નથી. અત્યંત પ્રત્યક્ષ તો જ્યારે અંદરમાં ત્રણ કષાયની સ્થિતિ તૂટે છે અને માત્ર સંજ્વલનનો મંદ ઉદય રહે છે, ત્યારે જે આવે છે એ અત્યંત પ્રત્યક્ષ આવે છે અને જ્યારે સંજ્વલનનો પણ અભાવ થઈ જાય છે, સમગ્ર મોહનીય કર્મ તૂટી જાય છે અને ચારેય ઘનઘાતી કર્મો છેદાઈ જાય છે તે વખતે જે અનુભૂતિ એને અંદ૨માં થાય છે તે અપરોક્ષ અનુભૂતિ છે. એટલે ભિન્નપણા દ્વારા ઉત્તરોત્તર અનુભવની વિશુદ્ધિ બતાવી. ચોથા ગુણસ્થાનકવાળાને પણ ભિન્નપણું છે, છઠ્ઠા-સાતમાવાળાને પણ ભિન્નપણું છે અને કેવળજ્ઞાન થયું એને પણ ભિન્નપણું છે, પણ એ ત્રણેના ભિન્નપણામાં વિશુદ્ધિની અપેક્ષાએ તફાવત આવી જાય છે. ઈષ્ટ વસ્તુનો સંયોગ થાય કે વિયોગ થાય, અનિષ્ટ વસ્તુનો સંયોગ થાય કે વિયોગ થાય, તો એની અંદરમાં એને ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ થતી નથી. કેમ ? આખી વજની દીવાલ કરી નાંખી. એ વજ્રની ભીંતમાં હવે જે વિનાશી પદાર્થ છે એ નાશ પામે છે તો'ય એના જ્ઞાનમાં એ જ પ્રમાણે જણાય છે. સંયોગ થાય છે તો સમજે છે કે ઉદય છે. ઉદયના કારણે ઈષ્ટ-અનિષ્ટ Page #595 -------------------------------------------------------------------------- ________________ ૫૭૨ છ પદનો પત્ર પદાર્થોના સંયોગ વિયોગ થયા જ કરવાના, એવો કર્મનો ઉદય છે. એ કંઈ મારાથી રોકી શકાય એવું નથી. પણ આ ઈષ્ટ-અનિષ્ટપણાનો ભાવ છે તે હું રોકી શકું છું કે એમાં ઈષ્ટબુદ્ધિ પણ ના કરું અને અનિષ્ટબુદ્ધિ પણ ના કરું. તો, સહજપણે જ્ઞાન છે એ તેને ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ કરવા દેતું નથી. मा मुज्ाह मा रज्जह मा दुस्सह इट्ठणि?अत्थेसु । थिरमिच्छह जड़ चित्तं विचित्त झाणप्पसिद्धिए । –શ્રી દ્રવ્યસંગ્રહ - ગાથા - ૪૯ શું કહે છે? મા મુદ મા રન્નદ મા દુરૂદ એટલે મોહના કરો, રાગ ના કરો, દ્વેષના કરો. શેમાં? ફળિદ્રુત્યેનું ઈષ્ટ અને અનિષ્ટ પદાર્થોમાં. ઈષ્ટ-અનિષ્ટપણે કલ્પનામાં ભાસ્યું છે, જ્ઞાનમાં ભાસતું નથી. જ્ઞાન અને કલ્પના બે જુદા છે. “ઊપજે મોહવિકલ્પથી.” અજ્ઞાનમય વિકલ્પોમાં પદાર્થ ઈષ્ટ-અનિષ્ટ લાગે છે. ખરેખર તો, કોઈ પણ પદાર્થ ઈષ્ટ-અનિષ્ટ નથી. બે વ્યક્તિ જમવા બેઠી છે. તેમાં કારેલાનું શાક આવ્યું. તેમાં એકને કારેલાનું શાક અનિષ્ટ લાગ્યું અને એકને કારેલાનું શાક ઈષ્ટ લાગ્યું. એક જ્ઞાની બેઠા છે. એમણેય શાક લીધું, પરંતુ તેમને ઈષ્ટ ના લાગ્યું અને અનિષ્ટ પણ ના લાગ્યું. પદાર્થ ઈષ્ટ-અનિષ્ટ નથી, પણ કલ્પના દ્વારા આપણે ઈષ્ટ-અનિષ્ટપણાનું સ્થાપન કરીએ છીએ. જે જે પદાર્થમાં ઈષ્ટઅનિષ્ટપણાનું સ્થાપન થાય છે ત્યાં રાગ-દ્વેષ આવ્યા વગર રહેતા નથી. ઈષ્ટ લાગશે તો રાગ થશે. અનિષ્ટ લાગશે તો ઠેષ થશે. બહારમાં કંઈ આપણું ધાર્યું ના બન્યું તો અનિષ્ટ લાગ્યું એટલે અંદરમાં દ્વેષ આવવાનો. બહારમાં આપણી કલ્પના પ્રમાણે બન્યું એટલે રાગ આવવાનો અને બન્નેથી કર્મબંધથશે. માટે જ્ઞાનીઓ કહે છે કે જે પદાર્થ જે સમયે જે પરિણતિથી પરિણમવાનો છે, એ પરિણમવાનો છે. કોઈ પદાર્થ ઈષ્ટ-અનિષ્ટ કરતું નથી. તમારા આત્માને કાંઈ તમારું કિંઈ ઈષ્ટ-અનિષ્ટ છે જ નહીં. છતાંય તમે અજ્ઞાનમય વિકલ્પમાં માનો છો, એ જ ભ્રાંતિ છે અને એ ભ્રાંતિ ટળી પછી ઈષ્ટ-અનિષ્ટપણું થતું નથી. જો તમે ચિત્તની સ્થિરતા ઇચ્છતા હો અને નિર્વિકલ્પ ધ્યાનની સ્થિતિ ઇચ્છતા હો તો પરવસ્તુમાં ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ ના કરો, મોહ ના કરો, રાગ ના કરો, દ્વેષ ના કરો. જો મોહ, રાગ, દ્વેષ થશે, ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ થશે તો ચિત્તની સ્થિરતા નહીં થાય, ધ્યાન નહીં લાગે અને વિકલ્પોના ગોટા ચાલશે. Page #596 -------------------------------------------------------------------------- ________________ ૫૭૩ છ પદનો પત્રા જેમ ટી.વી.માં મિસાઈલ છોડતાં બતાવે તો ટી.વી.નો કાચ તૂટતો નથી. કેમ ના તૂટ્યો? કેમ કે, ચિત્ર અને પડદો જુદા છે. એવી રીતે આ ઈષ્ટ-અનિષ્ટપણાનું, કર્મના ઉદયનું ચિત્ર જુદું છે અને આત્માનો ચૈતન્ય પડદો જુદો છે. આ બેનું જેને ગ્રંથિભેદ દ્વારા અને અનુભવ દ્વારા જ્ઞાન થવાથી વજની ભીંત દ્વારા સ્પષ્ટપણે બંને જેને ભિન્ન દેખાણાં છે એ આ ચિત્ર ઉદયમાં આવતાં, હવે ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ કરતા નથી. આપણે એને શું માનીએ છીએ? કે આ આપણામાં થાય છે. બસ, આટલો ભેદ છે. પડદા ઉપરના ચિત્રને આપણે આપણું માની લઈએ છીએ અને જ્ઞાની અને કર્મના ઉદયથી થયેલી સાંયોગિક વસ્તુ માને છે. એટલે એમને એનામાં ઈષ્ટઅનિષ્ટ બુદ્ધિ થતી નથી અને આપણને ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ થઈ જાય છે. એનું મૂળ કારણ તો કર્મના ઉદય સાથેનું એકત્વપણું થયું છે. બસ આ ભ્રાંતિ ટળવી જોઈએ. જે કંઈ અશાતાના ઉદય આવે છે એ મારા ઉપયોગમાં ઝળકે છે. મારા જ્ઞાનઅરીસામાં ઝળકે છે પણ જ્ઞાનઅરીસામાં થતા નથી. જ્ઞાનઅરીસામાં થવું એ જુદી વાત છે અને જ્ઞાન અરીસામાં ઝળકવું એ જુદી વાત છે. અરીસો અને કર્મના ઉદયનું ચિત્ર એ બે જુદા છે, એમ જેને અંદરમાં સ્પષ્ટ અનુભવજ્ઞાન પ્રગટે છે. તેને ગમે તેવા બહારના પદાર્થો હોય, તો એમાં ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ થતી નથી. કેમ કે, એ જુએ છે કે એ પદાર્થ મને નુક્સાન પણ કરી શકે તેમ નથી અને લાભ પણ કરી શકે તેમ નથી. આપણને બે દિવસના ઉપવાસનું પારણું હોય અને એ દિવસે સારામાં સારી ચીજ હોય તો ભૂખના કારણે ઈષ્ટ લાગે છે. દૂધપાક પીવાથી આત્મા જાડો થઈ જાય? ઈષ્ટ લાગવાથી કંઈ આત્માને લાભ છે નહીં. ઉપરથી વધુ ખાવાથી અનિષ્ટ થશે. ઈષ્ટ-અનિષ્ટપણું છે એ અજ્ઞાનયુક્ત વિકલ્પમાં ઊભી થયેલી કલ્પના છે. જ્ઞાની પુરુષને સાચી સમજણ હોવાના કારણે કોઈ પદાર્થને ઈષ્ટ-અનિષ્ટ માનતા નથી. આગળ કહે છે કે જન્મ, જરા, મરણ, રોગાદિ બાધારહિત સંપૂર્ણ માહાભ્યનું ઠેકાણું | એવું નિજસ્વરૂપ જાણી, વેદી તે કૃતાર્થ થાય છે. નિજ સ્વરૂપ કેવું છે? જન્મ-જરા-મરણથી રહિત છે. જન્મ, જરા અને મરણની અત્યાર સુધી જે બીક હતી એ બીક અને ભ્રાંતિ અને અનુભવ થવાથી ટળી ગઈ. આત્માનો જન્મ નથી, આત્માને જરા અવસ્થા નથી, આત્માનું સ્થળાંતર છે; પણ મરણ નથી. Page #597 -------------------------------------------------------------------------- ________________ પ૭૪ છ પદનો પત્ર ક્યારે કોઈ વસ્તુનો, કેવળ હોય ને નાશ; ચેતને પામે નાશ તો, કેમાં ભળે તપાસ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૭૦ જ્ઞાની વિચારે છે કે મારા એક પ્રદેશમાં કે એક ગુણની અંદરમાં ઘટ-વધપણું થવાનું નથી. માટે મારું મરણ નથી. અસંખ્યાત પ્રદેશમાંય એટલા જ પ્રદેશ રહેવાના છે અને અનંત ગુણોમાંથી પણ એટલા જ ગુણો રહેવાના છે. કોઈ ગુણોની કે પ્રદેશની વધ-ઘટ થતી નથી. નિજસ્વરૂપ કેવું છે? સંપૂર્ણ માહાભ્યનું ઠેકાણું. સંપૂર્ણ માહાત્મ એટલે કેવળજ્ઞાન અથવા સિદ્ધ અવસ્થા. સંપૂર્ણ માહાત્મ ક્યારે પ્રગટ થાય છે? સિદ્ધ અવસ્થામાં. આવું નિજસ્વરૂપ જાણી, વેદી તે કૃતાર્થ થાય છે કે આવું મારું નિજસ્વરૂપ છે ! એને જાણે છે અને વેદે છે એટલે અનુભવમાં આવે છે અને વેદીને એ કૃતાર્થ થાય છે. જ્યારે કેવળજ્ઞાન પ્રગટ થાય, ત્યારે એમ કહેવાય કે હવે આ કૃતાર્થ થયા. આત્મજ્ઞાન થયું એટલે અંશે કૃતાર્થ થયા અને કેવળજ્ઞાન થયું એટલે હવે કૃતકૃત્ય થયા અને પછી સિદ્ધલોકમાં તો સંપૂર્ણ કૃતાર્થ થાય. ચાર કર્મઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં, ભવનાં બીજતણો આત્યંતિકનાશ જો; સર્વ ભાવ જ્ઞાતા દૃષ્ટા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો. અપૂર્વ. ૧૫ – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક – ૭૩૮ - “અપૂર્વ અવસર અનંત ચતુષ્ટય જ્યારે પ્રગટ થાય છે ત્યારે કૃતકૃત્ય થયા કહેવાય છે. તો આવું નિજ સ્વરૂપ જાણી - વેદી તે કૃતાર્થ થાય છે. જ્યારે નિજ સ્વરૂપ વેદનમાં આવે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે હું કૃતાર્થ છું. મારો મનુષ્યભવ સફળ થયો. સફળ થયો ભવ મારો તો કૃપાળુદેવ ! પામી શરણ તમારું હો, કૃપાળુદેવ! સમ્યગદર્શન-જ્ઞાન-રમણતા, ત્રિવિધ કર્મની ટાળી મમતા; સહજાનંદ લહ્યું મારું તો કૃપાળુદેવ ! જ્યારે નિજસ્વરૂપ વેદનમાં આવે છે ત્યારે અનંતકાળમાં જે આનંદ નહોતો આવ્યો એ આનંદ એને થોડા સમય માટે આવ્યો. એણે અનંત સંસાર તોડી નાંખ્યો. આપણું મનુષ્યભવનું Page #598 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર ૫૭૫ કૃતાર્થપણું ક્યારે છે? કે જ્યારે નિજસ્વરૂપ વેદનમાં આવે ત્યારે. આ તો જે મળે એને કહે, “મજા છે, લહેર છે.” “ભાઈ, શું લહેર છે? મરી જઈશ. ચોર્યાશીમાં હજી ઊભો જ છું. અહીંથી ક્યાંય ત્રસ નાડીની બહાર ફેંકાઈ જઈશ, તો ખબરેય નહીં પડે. ત્રસ નાડીની બહાર એકેન્દ્રિયમાં ચાલ્યો ગયો તો ત્રસ નાડીમાં પાછું આવવું અઘરું છે. બેઈન્દ્રિયપણું પામવું અઘરું છે.' જ્ઞાની કહે છે કે થોડું કરો, પણ પ્રયોજનભૂત કરો. બહારમાં ધરમ ઘણો કરીએ છીએ. ટર્ન ઓવર પાંચ કરોડનું કરે ને પાંચ લાખનું નુક્સાન કાઢે, તો એ ધંધો શું કામનો ? એના કરતા એક લાખનું વેંચી ૧૦,૦૦૦ કમાવાળો ડાહ્યો. જ્ઞાની પુરુષો કહે છે કે જેનાથી આત્મતત્ત્વનું વેદન આવે, ઉપયોગ અંતર્મુખ થાય, સ્વભાવ સન્મુખ થાય ને સ્વરૂપનું અસ્તિત્વ ઉપયોગમાં નજરાય એવો અંતરંગ પુરુષાર્થ, વૈરાગ્ય અને ઉપશમના બળસહિત કરો. જ્ઞાન મિસાઈલને ઉપશમ અને વૈરાગ્યરૂપી લોન્ચરો દ્વારા ફેંકવામાં આવે તો એ કર્મનો ભૂક્કો કાઢીને નિર્વિકલ્પ આનંદ પ્રાપ્ત કરી કૃતાર્થ થાય છે. વિચાર કરો, આ કાળમાં આવું એકાવતારીપણું પ્રગટ કર્યું છે તો કેવી કૃતાર્થતા એમને પ્રગટ થઈ હશે. શ્રી કુંદકુંદાચાર્ય, શ્રી આનંદઘનજી આ બધા જ મહાત્મા પુરુષોએ, પોતાના આત્માની મસ્તી માણી, એમને બહાર આવવાનો ભાવ નથી થયો કે બહારમાં શું ચાલે છે? “સબ સબકી સંભાલો, મેં મેરી ફોડતા હું.” કેમ કે, બીજાના સંભાળવામાં આપણું રહી જાય છે અને બાજી આપણા હાથમાંથી જતી રહે છે. આનું આમ થાય તો સારું, ને આનું આમ ન થાય તો સારું. બીજા પદાર્થોના વિકલ્પોમાં આખો મનુષ્યભવ પતી જાય છે અને આત્માની કમાણી વગર જીવ અહીંથી ચાલ્યો જાય છે. માટે જિનદત્તસૂરી દાદાનું આ વચન છે, “તું તેરા સંભાલ.”તું તારા આત્માના પરિણામ નિર્મળ થાય એવો પુરુષાર્થ કર. બીજાના પરિણામથી કે પરિણમનથી તને કોઈ લાભ કે નુક્સાન નથી. જે જે પુરુષોને એ છ પદ સપ્રમાણ એવાં પરમ પુરુષનાં વચને આત્માનો નિશ્ચય થયો છે, તે તે પુરુષો સર્વસ્વરૂપને પામ્યા છે; છ પદ એકલા નહીં. સપ્રમાણ એટલે નય, નિક્ષેપ અને પ્રમાણ સહિત. હેય, જોય અને ઉપાદેયના વિવેક સહિત, વ્યવહાર અને નિશ્ચયના પડખા સહિત; તેનું નામ સપ્રમાણપણું છે. વચન દ્વારા પણ જેને આત્માનો નિશ્ચય થયો છે. પરમપુરુષના એટલે તીર્થકર કોટીના પુરુષ અથવા આવી ઉત્કૃષ્ટ આત્મજ્ઞાનની દશાયુક્ત પુરુષના વચન દ્વારા સપ્રમાણતાથી છ પદનો એટલે નવતત્ત્વનો એમાં પણ આત્મતત્ત્વનો નિશ્ચય થયો છે. નવ તત્ત્વમાં પણ નિશ્ચય કોનો Page #599 -------------------------------------------------------------------------- ________________ ૫૭૬ છ પદનો પત્ર કરવાનો છે ? આત્માનો. તો આત્માનો નિશ્ચય થયો છે, તે મહાત્મા, તે પુરુષો સ્વરૂપને પ્રાપ્ત કરે છે. કહેવાનું કામ જ્ઞાનીનું હતું, કહી દીધું. નિશ્ચય કરવાનું કામ આપણું છે. નિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી અત્ર સમાય; ધરી મૌનતા એમ કહી, સહજસમાધિ માંય. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર – ગાથા - ૧૧૮ આ બોધ આપીને પોતે સમાધિમાં આવી ગયા અને સમાધિમાં મૌન બોધ આપ્યો કે તમે પણ હવે સમાધિમાં આવી જાઓ. - જેને આત્માનો નિશ્ચય થયો, એને પછી આધિ રહેતી નથી. માનસિક ચિંતા અને ઊંઘની ગોળીઓ ખાવી પડે છે, હાર્ટએટેક આવે છે. બ્લડપ્રેશર વધી જાય છે, આ બધું શું છે ? માનસિક ચિંતાઓ છે. કેમ છે ? કે પરની સાથેનું એકત્વપણું, ઈષ્ટ-અનિષ્ટપણું ચાલુ છે એટલે. હવે કેમ મટ્યું? જ્ઞાન આવ્યું એટલે પર સાથેનું એકત્વપણું મટ્યું, ઈષ્ટ-અનિષ્ટપણું મટ્યું. આધિ એટલે માનસિક ચિંતા હતી એ બધી મટી ગઈ. પછી વ્યાધિ પણ નથી રહેતી. કેમ કે, આધિને કારણે બધી વ્યાધિઓ આવે છે. માનસિક ચિંતાને કારણે પછી અનેક રોગો થાય છે. જ્ઞાન થયા પછી બંધ પણ એવો નથી પડતો કે મોટી વ્યાધિઓ અને ઉપાધિ આવી જાય. ઉપાધિ એટલે શું ? ઉછીની વહોરેલી ચિંતા. બિનજરૂરી, ટેન્શન રાખીને ફરે એ બધી ઉપાધિ. લેવાદેવા ન હોય તેની ચિંતા કર્યા કરે. જેનું કોઈ વ્યવહારિક પ્રયોજન નથી, એવી બીજાની નિરર્થક બાબતોના ટેન્શનમાં આપણે ફરીએ છીએ એ બધી ઉપાધિઓ છે. એવી રીતે ઘરની પણ બિનજરૂરી ઉપાધિ, ધંધાની પણ બિનજરૂરી ઉપાધિ, વ્યવહારની પણ બિનજરૂરી ઉપાધિ તેનો પણ આપણે માથા પર બોજો લઈને ફરીએ છીએ. જાણે આપણા માથે જ બ્રહ્માંડ તૂટી પડ્યું હોય ! ‘શકટનો ભાર જેમ શ્વાન તાણે !' આ ઘ૨નું ગાડું મારાથી જ ચાલે છે એમ આપણને છે ! પણ દરેક પોતાનું પુણ્ય લઈને આવ્યા હોય છે. ત્યારે તું બળદિયો સારો મળ્યો છું ! ઘરવાળાના પુણ્ય છે, નહીંતર તારા જેવો આવો મહિને હજારોની પ્રેક્ટીસવાળો બળદ, બે રોટલી માટે એની ગુલામી કરે ? બે રોટલીમાં આટલું બધું ગાડું તું વફાદાર થઈને ખેંચે છે ! આધિ, વ્યાધિ, ઉપાધિ, સર્વ સંગથી રહિત થયા છે, થાય છે; અને આ ભાવિકાળમાં પણ તેમ જ થશે. Page #600 -------------------------------------------------------------------------- ________________ ૫૭૭ છ પદનો પત્ર સર્વસંગ એટલે નોકર્મ, દ્રવ્યકર્મ અને ભાવકર્મ. આ બધાંય સંગથી રહિત થઈ જાય છે એટલે આત્મા સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત થાય છે. જ્ઞાની પુરુષોના વચન દ્વારા જેણે આત્માનો નિશ્ચય કર્યો. એ જીવો આ જન્મ-જરા-મરણ અને આધિ-વ્યાધિ-ઉપાધિ, આ બધા પ્રકારના દુઃખોથી રહિત પૂર્વે થયા છે, વર્તમાનમાં થાય છે અને ભાવિકાળમાં પણ થવાના છે. જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરુ ભગવંત. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧ બધા દુઃખો ટળી જવાનો ઉપાય સમ્યગદર્શન છે. અનંત દુઃખનું મૂળ મિથ્યાત્વ છે અને અનંત સુખનું મૂળ સમ્યક્ત્વ છે. મિથ્યાદર્શન જ્ઞાનચારિત્રાણિ સંસારમાર્ગ સર્વ પ્રકારના દુઃખથી મુક્ત થવાનો ઉપાય સમ્યગુદર્શન છે, આત્મજ્ઞાન છે અને સમ્યગુદર્શનની પ્રાપ્તિ માટે સર્વોત્કૃષ્ટ નિવાસના સ્થાનક કોઈ હોય તો આ છ પદ અથવા નવતત્ત્વ છે. હવે આગળ કહે છે, જે પુરુષોએ જન્મ, જરા, મરણનો નાશ કરવાવાળો, સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કહ્યો છે, તે પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વસત્થરુષો, તેના ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહો! પરમકૃપાળુદેવે આ પત્રમાં આવા પાંચ વખત નમસ્કાર કર્યા છે. તેમણે પુરુષનો ઉપકાર કેટલો વેદ્યો છે એ આના ઉપરથી આપણને ખ્યાલ આવે છે ! એ પહેલાં તો પત્રના હેડીંગમાં જ મૂક્યું કે, “અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર.” હવે આ છેલ્લા ઉપસંહારની અંદરમાં પણ એ જ વાત કરે છે. જે સત્પરુષોએ જન્મ, જરા અને મરણને નાશ કરે તેવો અને સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન એટલે કે સ્થિતિ થાય એવો ઉપદેશ કહ્યો છે. તેવા સત્પષોને નમસ્કાર છે. પુરુષના ઉપદેશનું ફળ શું? સહજ સ્વરૂપમાં સ્થિતિ થવી, સહજ સમાધિની પ્રાપ્તિ થવી અને એના ફળરૂપે જન્મ, જરા અને મરણનો નાશ થવો. Page #601 -------------------------------------------------------------------------- ________________ ૫૭૮ છ પદનો પત્ર સપુરુષના ઉપદેશને નમસ્કાર કર્યા. સત્પરુષનો ઉપકાર તો ક્યારે થાય? કે જ્યારે એમનો ઉપદેશ થાય. એમનું યોગબળ આપણું કલ્યાણ કરે છે. યોગબળમાં આ વચનબળ છે. પરમકૃપાળુદેવે કહ્યું છે કે, “સપુરુષનું યોગબળ જગતનું કલ્યાણ કરો.” યોગબળ એટલે મનવચન અને કાયાનું યોગબળ. કાયાના યોગબળ દ્વારા પણ અનેક જીવોનું કલ્યાણ થાય છે, વચનના યોગ દ્વારા પણ અનેક જીવોનું કલ્યાણ થાય છે. તેમજ પોતાના ઉત્તમ પ્રકારના મનના ભાવો દ્વારા પણ અનેક જીવોનું કલ્યાણ થવામાં નિમિત્તભૂત થાય છે. તો, “સ્વસ્વરૂપમાં સહજમાં અવસ્થાન થવાનો ઉપદેશ કહ્યો અને પાછો યથાર્થ માર્ગ બતાવ્યો. તો એવા સપુરુષને અમારા અત્યંત અત્યંત-ભક્તિપૂર્વક નમસ્કાર. જુઓ ! શ્રી આત્મસિદ્ધિમાં પણ ઉપસંહારમાં “અહો ! અહો ! શ્રી સદ્દગુરુ' એમ કહી એ ચાર ગાથામાં નમસ્કાર કર્યા છે, તેમજ પ્રથમ અને છેલ્લી ગાથામાં પણ નમસ્કાર કર્યા છે. શ્રીઆત્મસિદ્ધિમાં પુરુષનું માહાત્મ કેવી ભક્તિથી જ્ઞાની પુરુષોએ ગાયું છે એ આપણને ખ્યાલ આવે છે. કેટલો ઉપકાર છે સપુરુષનો! જેમણે આપણને શાશ્વતુ અભયદાન આપ્યું. એવા સત્પરુષના ઉપકારનો બદલો કોઈ વાળી શકે એમ નથી અને પાછું નિષ્કારણ કરુણાથી બોધ આપ્યો. કોઈપણ જાતનો લૌકિક લાભ ઉઠાવવાનું અંતરંગમાં જ્ઞાની પુરુષોને હોતું નથી. સપુરષોની નિષ્કારણ કરણા હોય છે. એમને એવું નથી હોતું કે અમે ઘરડાં થઈશું એટલે શિષ્યો અમારી સેવા કરશે અને થોડાં શિષ્યો હશે તો કંઈ મારો મોભો વધશે અથવા મારું નામ આગળ આવશે. એવો કોઈપણ પ્રકારનો આશય હોતો નથી. સામા જીવના આત્મા પર અનુકંપા આવવાથી જે ભાવ આવ્યો તે નિષ્કારણ કરુણા છે. સામેવાળા જીવને જુએ કે મનુષ્યભવમાં આવેલો આ જીવ છે અને થોડા સમય માટે જ આવેલો છે અને આ મનુષ્યભવ એના હાથમાંથી થોડા સમયમાં જતો રહેવાનો છે અને સ્વરૂપની ઓળખાણ કર્યા વગર જો આ જીવ ગયો તો ચોર્યાશીમાં એનો પત્તો પણ મળે એમ નથી અને આ જીવ હજી કંઈક સમજી શકવાની યોગ્યતાવાળો દેખાય છે. એટલે એવા જીવને જ્ઞાની પુરુષો નિષ્કારણ કરુણાથી, પહેલા જીવની યોગ્યતા જોઈ, તેને માર્ગ ઉપર ચડાવે છે. પ્રથમ તો જીવની યોગ્યતા હોવી જોઈએ. યોગ્યતા ન હોય તો લાખ વર્ષ સત્પરુષ પાસે રહે તો પણ કંઈ કલ્યાણ થઈ શકતું નથી. હજારો વર્ષ રહે તો પણ એમ કંઈ કલ્યાણ થઈ જતું નથી. પહેલા જીવમાં વિનય, વિવેક, સમર્પણતા, શ્રદ્ધા આ બધા ગુણો વિકાસ પામ્યા હોય તો જ સત્પરુષનો બોધ નિમિત્તભૂત થઈ શકે છે. નહીં તો થઈ શકતો નથી. પુરુષ મળે છે. ઘણાંને, પણ ફળે છે બહુ થોડાને. Page #602 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર ૫૭૯ અનંત કાળ હું આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત; દુષમ કાળે તું મળ્યો ફળ્યો), રાજ નામ ભગવંત. ઓછાં ને ફળે છે તેનું કારણ જીવોની એવી યોગ્યતા નથી. આ કાળમાં જીવોની યોગ્યતા ઘણી ઓછી છે. સપુરુષનો બોધ પરિણામ પામી આત્મજ્ઞાન પ્રગટ કરવામાં તે નિમિત્તભૂત થાય, એવી જીવોની પણ યોગ્યતા જોઈએ. એકનો એક બોધ હોય છે એ બોધ દ્વારા અમુક જીવો જ્ઞાન પામી જાય છે ને બીજા નથી કરી શકતાં. કેમ કે, એમની એટલી શક્તિ નથી, યોગ્યતા નથી. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે. એમની કરુણાનો વિચાર કરવામાં આવે, એમના ગુણોનો વિચાર કરવામાં આવે, એમના ગુણોને નિરંતર સ્તવવામાં આવે, બહુમાન કરવામાં આવે, અહોભાવ પ્રગટ કરવામાં આવે તો તે આત્મસ્વરૂપને પ્રગટવામાં નિમિત્તભૂત થાય છે. પુરુષ તરફ પ્રેમ આવવો, અહોભાવ થવો, બહુમાન થવું, આદરભાવ આવવો એ પણ એક મોટી વાત છે. કેમ કે, જે પુરુષ ઉપર વિશેષ શ્રદ્ધા હશે એ પુરુષના વચન તમને વધારે અસર કરશે અને એ જ વચન આત્મજ્ઞાન થવામાં નિમિત્તભૂત થાય છે. માટે એમને નિરંતર સ્તવવાથી પણ આપણા આત્માનો ગુણ. વિકાસ પામે છે. સ્વામી ગુણ ઓળખી, સ્વામીને જે ભજે, દરિશણ શુદ્ધતા તેહ પામે. સ્વામીના ગુણ ઓળખીને જે સ્વામીને ભજે છે, સ્તવે છે તે દરિશણ શુદ્ધતા પામે છે, આત્મસ્વભાવને પ્રગટ કરે છે. એવા સર્વ સત્પષો, તેના ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહો! જ્ઞાનીને કોઈ પક્ષપાત નથી કે અમારા તપાગચ્છના સંઘાડામાં થયા હોય એ જ્ઞાની જ અમને માન્ય. બાકી કોઈ દિગંબરમાં કે બીજા કોઈ ગચ્છમાં થયાં હોય તો એ અમને માન્ય નહીં. જ્ઞાની પુરુષોની કોઈ એવી ક્રમાવલિ નથી કે જ્ઞાનીઓ અમુક ગચ્છમાં જ થાય છે ને બીજા ગચ્છમાં નથી થતાં કે દિગંબરમાં જ થાય છે ને શ્વેતાંબરમાં નથી થતાં. ક્યારેક કોઈ જ્ઞાની કોઈ ગચ્છ-સંપ્રદાયમાં હોય પણ ખરા અને કોઈક વખત કોઈપણ ગચ્છ-સંપ્રદાયમાં ન પણ હોય, પણ એમનામાં ગચ્છ કે સંપ્રદાય ન હોય. એક સપુરુષની પણ આશાતના થાય તો બધાંયની Page #603 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ છ પદનો પત્ર આશાતના થાય છે. એકનું બહુમાન એ બધાંયનું બહુમાન છે. એકનું બહુમાન થાય અને બીજા તરફ બહુમાન ના આવે તો તત્ત્વદૃષ્ટિથી સત્પરુષને ઓળખવાની આપણી ખામી કહેવાય. કેમ કે, એ બધી સતની જાત છે. જેને સની જાત તરફ આદર હોય તેને બધાંય તરફ સમાન આદર હોય. તેના પરમ ઉપકારી જે હોય તેના તરફ ભલે ઉપકારની અપેક્ષાએ, વિશેષ હોય, પણ એનો અર્થ એવો નથી કે બીજા સપુરુષો તરફ તેને અનાદર કે અરુચિ હોય. જો અનાદર કે અરુચિ થાય તો એ જીવની આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની યોગ્યતા નષ્ટ થઈ જાય છે. કોઈપણ સપુરુષ પ્રત્યે અનાદર થવો એ જ તો અનંતાનુબંધી કષાય છે. ઉપકારની દૃષ્ટિએ તો ભલે એક પુરુષની મુખ્યતા રાખે, પણ બીજાં સપુરુષો પ્રત્યે પણ અંતરમાં બહુમાન વિનય, આદરસત્કાર, અહોભાવ રહેવો જોઈએ. એના તરફ બીજી કોઈ દૃષ્ટિથી, ધૃણાદષ્ટિથી, સામાન્યદૃષ્ટિથી જોઈએ, આદરભાવના રાખીએ તો તેટલી આપણી પાત્રતામાં ન્યૂનતા કહેવાય. ચરણારવિંદ એટલે શું? ચરણના અનેક અર્થ થાય છે, ચરણ એટલે પગ, ચરણ એટલે આચરણ, ચરણ એટલે આજ્ઞા અને ચરણારવિંદ એટલે જ્ઞાનીની આજ્ઞાનું સ્થાપન પોતાના હૃદયમાં કરવું તે. સત્પરુષની આજ્ઞા અનુસાર આપણું વર્તન ના હોય, તેની વિરુદ્ધ હોય, તો એ ચરણારવિંદ હૃદયને વિષે સ્થાપ્યા કહેવાય નહીં. જીવ એમ કહે કે હું સપુરુષને માનું છું અને પછી તેમની આજ્ઞા ઉપર પગ મૂકીને ચાલતા હોય એ તો એ ચરણારવિંદ હૃદયમાં સ્થાપ્યા કહેવાય નહીં. બહારમાં ભલે માનતા હોય, અંદરમાંથી પણ એમની આજ્ઞા ઉઠાવવાની એટલી જ તાલાવેલી રહેવી જોઈએ. પરમકૃપાળુદેવે શ્રી આત્મસિદ્ધિ ગ્રંથ વાંચવાની આજ્ઞા શ્રી લઘુરાજસ્વામીને આપી હતી, પણ શ્રી દેવકરણજી મુનિને નહોતી આપી. હવે ક્ષયોપશમ જ્ઞાન તો દેવકરણજીનું વધારે હતું. એમની સભામાં બે હજાર માણસો આવે અને પીનડ્રોપ સાયલન્સ. એવો એમની વાણીનો યોગ હતો, પણ સમર્પણતા અને આજ્ઞાપાલન જેવું પ્રભુશ્રીનું હતું એવું એમનું નહોતું. ચરણારવિંદનું સ્થાપન, આજ્ઞાનું માહાત્મ, પરમકૃપાળુદેવ પ્રત્યેનો અહોભાવ, આદરભાવ, સમર્પણતાયુક્ત ભાવ, આજ્ઞાંકિતપણું એ જેવું પ્રભુશ્રીમાં હતું તેવું દેવકરણજીમાં નહોતું. એટલે એમને અટકાવીને આ બોધ આપ્યો. જુઓ! પત્રાંક ૭૧૯ માં કહ્યું છે, “એકાંતમાં અવગાહવાને અર્થે ‘આત્મસિદ્ધિશાસ્ત્ર આ જોડે મોકલ્યું છે. તે હાલ શ્રી લલ્લુજીએ અવગાહવા યોગ્ય છે. Page #604 -------------------------------------------------------------------------- ________________ ૫૮૧ છ પદનો પત્ર જિનાગમ વિચારવાની શ્રી લલ્લુજી અથવા શ્રી દેવકરણજીને ઇચ્છા હોય તો ‘આચારાંગ’, ‘સૂયગડાંગ’, ‘દશવૈકાલિક’, ‘ઉત્તરાધ્યયન’ અને ‘પ્રશ્નવ્યાકરણ’વિચારવા યોગ્ય છે. જિનઆગમમાં તમારે કાંઈ વિચારવું હોય તો આ વિચારજો. પણ, આત્મસિદ્ધિ તો હમણાં માત્ર લઘુરાજસ્વામીને. એનું કારણ આગળ કહે છે, ‘આત્મસિદ્ધિશાસ્ત્ર’ શ્રી દેવકરણજીએ આગળ પર અવગાહવું વધારે હિતકારી જાણી હાલ શ્રી લલ્લુજીને માત્ર અવગાહવાનું લખ્યું છે; તમારો પણ અમારા પ્રત્યે, જેવો લલ્લુજીસ્વામીનો ભાવ છે, તેવો તમને થાય પછી તમે અવગાહશો તો તમને વધારે લાભકારી થશે. બાકી અત્યારે ભલે તમારી આટલી બધી ક્ષયોપશમની યોગ્યતા છે, પણ આજ્ઞાંક્તિપણું નથી, સમર્પણતા નથી તો તમને એ વચનો ઉપકારી નહીં થઈ શકે, આત્મજ્ઞાન થવામાં એ નિમિત્તભૂત નહીં બની શકે. તોપણ જો શ્રી દેવકરણજીની વિશેષ આકાંક્ષા હાલ રહે તો પ્રત્યક્ષ સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈએ પરમોપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી, અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડું તો મેં આત્માર્થ જ ત્યાગ્યો અને ખરા ઉપકારીના ઉપકારને ઓળવવાનો દોષ કર્યો એમ જ જાણીશ, અને આત્માને સત્પુરુષનો નિત્ય આજ્ઞાંકિત રહેવામાં જ કલ્યાણ છે એવો, ભિન્નભાવરહિત, લોકસંબંધી બીજા પ્રકારની સર્વ કલ્પના છોડીને, નિશ્ચય વર્તાવીને, શ્રી લલ્લુજી મુનિના સહચારીપણામાં એ ગ્રંથ અવગાહવામાં હાલ પણ અડચણ નથી. જુઓ ! ખ્યાલ આવે છે ? અત્યારે કેમ અવગાહવાની ના પાડી છે ? અને ભવિષ્યમાં અવગાહવા માટે કેમ કહે છે ? કેમ કે, સત્પુરુષને પરમાર્થ દષ્ટિથી ઓળખ્યા ના હોય, જો પરમાર્થ દષ્ટિથી એમનું માહાત્મ્ય આવ્યું ના હોય અને એમનો ગમે તેટલો બોધ સાંભળીએ, તો લાભકારી થતો નથી. જુઓ ! આજ્ઞાંકિતપણાનું કેટલું માહાત્મ્ય છે ! શું કહે છે? શ્રી દેવકરણજીની વિશેષ આકાંક્ષા હાલ રહે, અવગાહવા માટેની, જોવા માટેની, વિચારવા માટેની, તો પ્રત્યક્ષ સત્પુરુષે જેવો મારા પ્રત્યે કોઈએ પરમોપકાર કર્યો નથી. એટલે આખી દુનિયામાં મા-બાપે પણ નહીં અને મહાવીરસ્વામી ભગવાને પણ નહીં અને બીજાએ પણ નહીં. પ્રત્યક્ષ સત્પુરુષે જે ઉપકાર કર્યો છે તે પરમ ઉપકાર કર્યો છે. એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી, સામાન્ય નિશ્ચય નહીં, પણ અખંડ નિશ્ચય. પ્રત્યક્ષ સત્પુરુષની કેટલી બલિહારી છે જુઓ ! કેમ કે, વર્તમાનમાં જીવના જે દોષ છે તે પરોક્ષ સત્પુરુષ કાઢવા આવતા નથી. એ પ્રત્યક્ષ સત્પુરુષ જ કાઢે છે. યેનકેન પ્રકારે પણ તેનાં દોષ Page #605 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર છોડાવડાવે છે. કેમ કે, સત્પુરુષની જવાબદારી વિશેષ છે. એ જુએ છે કે આનાથી કેટલું નુક્સાન છે. જો શિષ્ય આજ્ઞામાં હોય તો છોડાવે છે અને આજ્ઞામાં ન હોય તો ‘જહા સુખમ્’ ભાઈ! તું તારે જેમ યોગ્ય લાગે તેમ કર. કેમકે, સ્વચ્છંદી જીવને આજ્ઞા કરવામાં કષાય અને રાગ-દ્વેષના પરિણામ થઈ જાય છે. એટલે બન્નેને નુક્સાન થાય છે. ૫૮૨ માટે જ્ઞાનીપુરુષો અપાત્ર જીવને આજ્ઞા કરતાં નથી. આ દેહના ભવિષ્ય જીવનમાં એટલે જીવું ત્યાં સુધી આ અખંડ નિશ્ચય છોડું એટલે મારા ઉપકારી છે એવો ભાવ ગૌણ કરું તો મેં આત્માર્થ જ ત્યાગ્યો છે. એ જીવમાં પછી આત્માર્થ પ્રાપ્ત કરવાની યોગ્યતા રહેતી નથી. સત્પુરુષના ઉપકારને ઓળવવો એના જેવી બીજી કોઈ મોટી કૃતઘ્નતા નથી. જગતમાં મોટામાં મોટી કોઈ કૃતઘ્નતા હોય તો તે છે. જે સત્પુરુષે આપણા ઉપર નિષ્કારણ કરુણા કરી, આપણને નવ તત્ત્વનો, છ પદનો, ઉત્તમ આત્મતત્ત્વનો બોધ કર્યો અને જે બોધના કા૨ણે આપણે આગળ વધ્યા, અને આગળ જતાં એ ઉપકારીનો ઉપકાર ઓળવી નાંખીએ, ભૂલી જઈએ, ગૌણ કરી નાંખીએ તો તેના જેવો મહાન ૫૨માર્થદોષ બીજો એકેય નથી. એ જીવને ભવિષ્યમાં પરમાર્થની પ્રાપ્તિ રોકાઈ જાય છે, અટકી જાય છે, રુંધાઈ જાય છે. ભલે પછી એ જીવ પુણ્યના ઉદયના કારણે બહારમાં ગમે તેટલો આગળ જાય, પણ આત્મજ્ઞાન પ્રગટ થવાની એની યોગ્યતા રોકાઈ જાય છે. આ બહુ વિચારવા જેવી અને અગત્યની વાત છે. એટલે વારંવાર આપણે અંદ૨માં પ્રયોગાત્મક રીતે વર્તવાનું છે કે આપણા ઉપર જે સત્પુરુષનો ઉપકાર છે, એ ઉપકારનો બદલો આપણે કોઈ રીતે વાળી શકીએ તેમ નથી. કેમ કે, સત્પુરુષને લૌકિક પદાર્થની ઇચ્છા નથી અને અલૌકિક રીતે બદલો વાળી શકવાની આપણી કોઈ યોગ્યતા નથી અને એમનું બહુમાન અને આજ્ઞાંકિતપણું આવ્યા વગર આત્મજ્ઞાન થાય એવો માર્ગ નથી. ઉપકારીનો ઉપકાર ઓળવ્યો તો જીવની સત્પાત્રતા નષ્ટ થઈ ગઈ સમજવાની. પછી એ ગમે તેટલા શાસ્ત્રો ભણે, ગમે તેટલો ત્યાગ કરે, ગમે તેટલું તપ કરે કે ગમે તે સાધન કરે. પણ એ જીવ આગળની ભૂમિકામાં જઈ શકતો નથી. કેમ કે, મહાન કૃતઘ્નપણું છે. આત્માને સત્પુરુષનો નિત્ય આજ્ઞાંકિત રહેવામાં જ કલ્યાણ છે. સ્વચ્છંદમાં કલ્યાણ નથી. આજ્ઞાંકિતપણે રહેવામાં કલ્યાણ છે. એવો ભિન્નભાવરહિત, એટલે જુદાપણું નહીં. સત્પુરુષ અને હું જુદા છીએ એમ નહીં. હું અને સત્પુરુષ એક છીએ. જેમ પતિ-પત્ની એકત્વતાથી વર્તે છે તો સુલેહ, શાંતિ, સંપ વગેરે જળવાઈ રહે છે પણ સહેજ ભિન્નભાવ આવે છે તો અશાંતિ થઈ જાય છે. તેમ સત્પુરુષ પ્રત્યે કેવો પ્રેમ હોવો જોઈએ તે શ્રી યશોવિજયજી મહારાજે કહ્યું છે, Page #606 -------------------------------------------------------------------------- ________________ ૫૮૩ છ પદનો પત્ર મન મહિલાનું રે વાહલા ઉપરે, બીજાં કામ કરત; તેમ શ્રતધર્મે રે મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત. ધન. – શ્રી આઠ દૃષ્ટિની સઝાય - છઠ્ઠી કાંતા દૃષ્ટિ - ગાથા - ૬ સતી સ્ત્રીનો પોતાના પતિ પ્રત્યે જે પ્રેમ છે. તેના કરતાં પણ વિશેષ પ્રેમ મુમુક્ષુનો સત્પરુષ તરફ હોવો જોઈએ. જેવો તેવો માર્ગ નથી આ. એવો ભિન્નભાવરહિત, લોકસંબંધી બીજા પ્રકારની સર્વ કલ્પના છોડીને લૌકિક વ્યવહાર બધા જુદા છે અને એ બધી કલ્પના છોડી દેવી. કેમ કે, લઘુરાજસ્વામી તો ત્યાગી હતા. હવે ત્યાગી થઈને ગૃહસ્થને આજ્ઞાંકિત રહેવું, એ કોઈ સામાન્ય વાત નથી. પરમકૃપાળુદેવ ગૃહસ્થ અને લઘુરાજસ્વામી ત્યાગી હતા. એટલે લોકો શું કહે ? આ મુનિ ગૃહસ્થની આજ્ઞા માને છે અને તેમને ખમાસણાં પણ દે છે ! પણ લોકોને એ ખબર નથી કે પરમકૃપાળુદેવ જ્ઞાની છે, અને મુનિ તે જ્ઞાની નથી. તો જ્ઞાની છે એમનું બહુમાન તો રાખવું જ પડે. હજી સામાન્ય કોઈક મળ્યા હોય તો ઠીક છે, પણ જેમની પાસેથી આપણે જ્ઞાન લેવું છે તેમનું જો બહુમાન ના આવે, તેમનો વિનય, આદર, સત્કાર ના આવે તો ભલે એ જ્ઞાન આપે છે, પણ આપણને જ્ઞાન ચઢે નહીં. પરમકૃપાળુદેવે શ્રી મોક્ષમાળાના શિક્ષાપાઠ-૩ર માં શ્રેણિક રાજા અને ચંડાળનું દૃષ્ટાંત આપ્યું છે. વૃક્ષને નમાવવાની એક લૌકિક વિદ્યા લેવી હતી તો પણ ચંડાળને જ્યારે ઉપર ' બેસાડ્યો અને શ્રેણિક રાજા નીચે બેઠાં ત્યારે એ વિદ્યા સાધ્ય થઈ. એમ ને એમ એ વિદ્યા સાધ્ય થઈ નહીં. કેમ કે, વિનય વગર વિદ્યા નહીં અને વિદ્યા નહીં તો સમકિત નહીં. શ્રી ઉદયરત્ન મહારાજે માનની સક્ઝાયમાં કહ્યું છે, રે જીવ ! માન ન કીજીએ, માને વિનય ન આવે રે; વિનય વિના વિદ્યા નહીં, તો કિમ સમકિત પાવે રે. લોકસંબંધી બીજા પ્રકારની સર્વ કલ્પના છોડીને, નિશ્ચય વર્તાવીને કે આ સપુરુષ છે. આ જ મારા પરમ ઉપકારી છે ને આમની આજ્ઞાએ ચાલવાથી જ મારા આત્માનું કલ્યાણ છે. આવો નિશ્ચય વર્તાવીને શ્રી લલ્લુજી મુનિના સહચારીપણામાં એ ગ્રંથ અવગાહવામાં હાલ પણ અડચણ નથી. લઘુરાજસ્વામીને સાથે રાખીને, એમ ને એમ નહીં ! નહીં તો ક્ષયોપશમ દેવકરણજીનો વધારે છે, મુનિનો ઓછો છે. છતાંય એમને સાથે રાખવાનું કહ્યું. ઘણી શંકાઓનું સમાધાન થવા યોગ્ય છે. પરમાર્થભૂત જે શંકાઓ છે તે બધી નીકળી જાય એવું છે. પછીનો જે ફકરો છે તે પણ બહુ અગત્યનો છે અને એ જ વાતની પુષ્ટિ કરીને કહ્યું છે કે, Page #607 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ છ પદનો પત્ર - સત્યરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દૃઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે, તેને જ જ્ઞાન સમપરિણામી થાય છે, એ વાત આત્માર્થી જીવે અવશ્ય લક્ષમાં રાખવા યોગ્ય છે. અમે જે આ વચન લખ્યાં છે, તેના સર્વ જ્ઞાનીપુરુષો સાક્ષી છે. જ આ વાત છે એ બહુ અગત્યની છે. વ્યવહારમાર્ગ અને પરમાર્થમાર્ગ વચ્ચેનો પુલ છે. સપુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દઢ ઈનશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે, એટલે આજ્ઞાનું આરાધન કરે છે, આજ્ઞા પ્રમાણે વર્તે છે તેને જ જ્ઞાન સમ્યપરિણામી થાય છે. તેને જ! કયો શબ્દ વાપર્યો છે? તેને જ. સ્થાનક પાંચ વિચારીને, છઠે વર્તે છે; પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૪૧ આજ્ઞાએ કેમ વર્તવું એ કોઈને પૂછવાનું હોતું નથી. અંદરમાંથી આત્મા જ એનો જવાબ આપે કે આમ આજ્ઞા છે અને આમ વર્તે. પરમકૃપાળુદેવે ‘ઉપદેશ છાયામાં બહુ સરસ કહ્યું છે. બીજી બધા પ્રકારની કલ્પનાઓ મૂકી, પ્રત્યક્ષ સત્પરુષની આજ્ઞાએ વચન સાંભળવાં. તેની સાચી શ્રદ્ધા કરવી, તે આત્મામાં પરિણમાવવા તો સમકિત થાય. શાસ્ત્રમાં કહેલ મહાવીર સ્વામીની આજ્ઞાથી દરેક વર્તે તેવા પ્રકારના જીવો હાલમાં નથી. હાલના જીવો કેવા છે? તે શ્રી મોક્ષમાળાના શિક્ષાપાઠ-૫૩ માં મૂક્યું છે. તેમાં હાલના જીવો વિષે કહ્યું છે. “વંદ નડીય મા” એવું ઉત્તરાધ્યયનસૂત્રમાં વચન છે; એનો ભાવાર્થ એ છે કે છેલ્લા તીર્થંકર મહાવીરસ્વામીના શિષ્યો વાંકા ને જડ થશે. ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તે તેવા જીવો અત્યારે નથી. કાળ વિકરાળ છે. કુગુરુઓએ લોકોને અવળો માર્ગ બતાવી ભુલાવ્યા છે. મનુષ્યપણું લૂંટી લીધું છે. એટલે જીવ માર્ગમાં કેમ આવે? જો કે કુગુરુઓએ લૂંટી લીધા છે, પણ તેમાં તે બિચારાઓનો વાંક નથી. કેમ કે, કુગુરુને પણ તે માર્ગની ખબર નથી. મહાવીરસ્વામીની આજ્ઞા પ્રમાણે માનીને વર્તનારા જીવો આ કાળમાં છે નહીં. બહુ તો આંગળીના વેઢે ગણાય એટલાં છે. માટે આ કાળમાં તો પ્રત્યક્ષ સત્પરુષની આજ્ઞા અનુસાર જે જીવો આજ્ઞાંકિતપણે આરાધન કરે છે, તેમને જ્ઞાન સમ્યપરિણામી થાય છે. એ વાત આત્માર્થી જીવે અવશ્ય લક્ષમાં રાખવા યોગ્ય છે. મતાર્થી જીવની વાત અહીં નથી. એટલે કે સ્વચ્છંદી જીવની વાત અહીં નથી, પણ આત્માર્થી જીવની વાત છે. જે આત્માર્થી જીવ છે, મુમુક્ષુ જીવ છે, Page #608 -------------------------------------------------------------------------- ________________ ૫૮૫ છ પદનો પત્ર માર્ગાનુસારી છે, જેને ભવભ્રમણનો ભય લાગ્યો છે તેવા જીવે આ વાત અવશ્ય લક્ષમાં રાખવા યોગ્ય છે. અમે જે આ વચન લખ્યાં છે, તેના સર્વ જ્ઞાની પુરુષો સાક્ષી છે. બધાંય જ્ઞાની આ વાતના સાક્ષી છે કે આવો પ્રત્યક્ષ સત્પરુષ જેવો ઉપકાર બીજા કોઈનો નથી. જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેનાં વચનને અંગીકાર કર્યો સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ, નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સપુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે, કેમ કે જેના પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મભાવ તે જાણે કંઈ પણ ઇચ્છયા વિના માત્રનિષ્કારણ કરૂણાશીલતાથી આપ્યો, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ મારો શિષ્ય છે, અથવા ભક્તિનો કર્તા છે, માટે મારો છે, એમ કદી જોયું નથી, એવા જે સપુરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હો! આ છ પદ દ્વારા આત્મસ્વરૂપ સિદ્ધ કર્યું અને તે સપુરુષના વચનને અંગીકાર કરવાથી પ્રગટે છે, માત્ર સાંભળવાથી નહીં. અંગીકાર કરવું એટલે આજ્ઞાનું આરાધન કરવું તે. આ છ પદ જેને વિચાર કરીને સિદ્ધ થાય તેને સમ્યગ્રદર્શન કર્યું છે. અવલંબન સત્પરુષના વચનનું, શ્રતનું છે. એ અવલંબન છૂટી જાય તો ભલભલા સાધકો પણ ઉપરની ભૂમિકામાંથી નીચેની ભૂમિકામાં આવી જાય છે. દરેકને વધતાં બળની જરૂર છે. ઉપરની ભૂમિકાવાળાને તેમનાં ઉપરની ભૂમિકાવાળાઓ બળ આપતા હોય છે. જેમકે, રત્નત્રયધારી મુનિઓને પણ આગળની ભૂમિકામાં જવું છે, તો એમને બળ ક્યાંથી પ્રાપ્ત થાય છે? ભગવાનની દિવ્યધ્વનિમાંથી, ભગવાનના સાન્નિધ્યમાંથી. સમ્યક્દષ્ટિ શ્રાવકો છે એમને રત્નત્રયધારી મુનિઓ પાસેથી બળ મળે છે. સામાન્ય જીવો પાસે તો એવો સમય કે યોગ્યતા નથી કે રત્નત્રયધારી મુનિઓ પાસે જંગલમાં જઈને કે એવા એકાંત સ્થળે જઈને લાભ લે, એમને પ્રાથમિક કક્ષામાં લાભ આપનારા સમ્યક્દષ્ટિ શ્રાવકો છે. એમ ઉત્તરોત્તર એકબીજાના નિમિત્તથી આગળ વધવાનું થાય છે. પણ, પ્રાપ્ત તો આત્માનું સ્વરૂપ કરવાનું છે. જે છ પદ દ્વારા સિદ્ધ છે તે. આમાં એક પદ પણ ઓછું હોય, સિદ્ધ ન થાય તો પણ કાર્યની સિદ્ધિ બનતી નથી. Page #609 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ છ પદનો પત્ર ષટપદનાં ષટપ્રશ્ન તે, પૂછ્યાં કરી વિચાર; તે પદની સર્વાંગતા, મોક્ષમાર્ગ નિર્ધાર. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૦૬ - ગાંધીજીએ એક પ્રશ્ન પૂછ્યો છે એના જવાબમાં પરમપાળુદેવે કહ્યું છે કે, આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોક્તા છે, તેથી તે નિવૃત્ત થઈ શકે છે, અને નિવૃત્ત થઈ શકવાનાં સાધન છે એ છ કારણો જેને વિચારે કરીને સિદ્ધ થાય, તેને વિવેકજ્ઞાન અથવા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ગણવી. વિચારે બધાય, પણ સિદ્ધ કરનારા કોઈક વિરલા હોય છે. વિચાર તો ઘણાં કરતાં હોય છે. પણ, સિદ્ધ કરવા માટે અંદરમાં ઘણી યોગ્યતા, પાત્રતા, આજ્ઞાંકિતપણું અને સત્પુરુષની નિશ્રા જરૂરી છે, એમ શ્રી જિને નિરૂપણ કર્યું છે. જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરીને અભ્યાસ કરવા યોગ્ય છે. આ છ પદ ઉપર ખૂબ સૂક્ષ્મ ચિંતન, મનન, નિદિધ્યાસન, અનુપ્રેક્ષણ અને પરાવર્તન છ પદના માધ્યમ દ્વારા અંદરમાં ચાલતું જાય છે. એ જીવ અંદ૨માં વિવેકપૂર્વક સૂક્ષ્મ ભેદજ્ઞાન કરતો જાય છે, છેક આત્માની જે ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકસત્તા છે ત્યાં સુધી તેનો ઉપયોગ પહોંચે છે. વચ્ચે શરીર છે, કર્મ છે અનેક વિભાવો છે એને પણે વેધી અંદરમાં જાય છે. ત્યારે અંદરમાં એના મહાપ્રભુ, ચૈતન્યપ્રભુ બેઠાં છે, તેનાં એને દર્શન થાય છે. આ છ પદ ગોખી જવા કે બોલી જવા માટે નથી. આ છ પદ સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે છે. આ વાત જિન પરમાત્માએ કહી છે, નિરૂપણ કરી છે. જે નિરૂપણ મુમુક્ષુએ વિશેષ કરી અભ્યાસ કરવા યોગ્ય છે. આ છ પદનો અભ્યાસ કરો. સર્વ પડખાથી એનો વિચાર કરો. કાર્ય તો એક જ સિદ્ધ કરવાનું છે. આત્માનો ચૈતન્ય સ્વભાવ કે હું આ છું. એવું સ્વસંવેદનમાં આવવું જોઈએ. આ વિચાર કરવાની યોગ્યતા દરેક સંસારી જીવોમાં નથી હોતી. કોઈ વિશિષ્ટ આત્મસાધક જીવો હોય છે, વૈરાગ્યવાન જીવો હોય છે, સત્પુરુષના આશ્રયવાન જીવો હોય છે અથવા કોઈ પૂર્વના આરાધક જીવો હોય છે એ જીવો આના ઉપર સૂક્ષ્મતાથી વિચાર કરી, અને એના આધાર દ્વારા પોતાનું કાર્ય, પોતાની અંદ૨માં, પોતાના દ્વારા, પોતાના માટે, પોતે સાધી લે છે. મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા યોગ્ય છે. પૂર્વના કોઈ વિશેષ અભ્યાસ બળથી એ છ કારણોનો વિચાર ઉત્પન્ન થાય છે. અથવા સત્સંગના આશ્રયથી તે વિચાર ઉત્પન્ન થવાનો યોગ બને છે. પૂર્વના એવા કોઈ સત્સમાગમ સેવ્યા હોય, જ્ઞાનીનો બોધ સાંભળ્યો હોય, અભ્યાસ કર્યો હોય, સાધના કરી હોય તો તેને આ છ પદની શ્રદ્ધા સહજપણે થઈ જાય છે. Page #610 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર ૫૮૭ અથવા વર્તમાનમાં કોઈ એવા પુરુષનો સત્સમાગમ કે એમના વચનોનો સત્સંગ અને આશ્રય કરે તો તેને સમ્યગદર્શન પ્રાપ્ત થવાનો યોગ બને છે. પણ અનાદિકાળથી જીવને બાહ્ય પદાર્થોમાં, અનિત્ય પદાર્થોમાં મોહબુદ્ધિ રહી છે. એ બધામાં તેની એટલી એકત્વબુદ્ધિ છે કે આટલું બધું સાંભળવા છતાં અંદરનો મોહ ઘટતો નથી. અનિત્ય પદાર્થ પ્રત્યે મોહબુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ અને અવ્યાબાધ સમાધિસુખ ભાનમાં આવતું નથી. અનિત્ય પદાર્થોમાં સુખ અને શાંતિની માન્યતા હોવાના કારણે રાત-દિવસ અનિત્ય પદાર્થો પાછળ અજ્ઞાની જીવોની દોડ છે અને પાછો બોલે પણ ખરો કે આ બધું અનિત્ય છે. અનિત્યભાવના પણ ઘણી વખત ભાવે. પણ, હું નિત્ય છું અને આ સંયોગો અનિત્ય છે એવું અંદરમાં જે ભાવભાસન વેદનપૂર્વક આવવું જોઈએ તે નથી આવતું. કેમ કે, દઢ અભ્યાસ નથી, દઢ શ્રદ્ધા નથી. અનિત્ય પદાર્થ પ્રત્યે મોહબુદ્ધિ છે કે આ મારું છે, આમાં સુખ છે. આ વસ્તુ હશે તો હું સુખી થઈશ. જે અનિત્ય છે, જે અસાર છે અને જે અશરણરૂપ છે તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે તે વાત રાત્રિદિવસ વિચારવા યોગ્ય છે. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૮૧૦ બાર ભાવનાને વૈરાગ્યની માતા કહી છે. તીર્થકરો પણ મુનિદશામાં આ ભાવના ભાવે છે. વૈરાગ્ય વગર કોઈપણ પ્રકારની સાધના મોક્ષમાર્ગમાં નિષ્ફળ જાય છે. વર્તમાન સમયમાં સાધકો, મુમુક્ષુઓમાં વૈરાગ્ય દેખાતો નથી. શાસ્ત્રજ્ઞાન ઘણું છે, બાહ્ય ત્યાગ, તપ, ક્રિયાઓ ઘણી છે, પણ જેમનો ઉપયોગ જગતના પદાર્થોમાં આકર્ષણ પામે નહીં, એવા વૈરાગ્યયુક્ત જીવો દેખાતા નથી. આ માર્ગ વીતરાગતાનો છે. આ કોઈ ખાવા-પીવાનો કે નાચવા-કૂદવાનો માર્ગ નથી. આ કોઈ શૃંગારનો માર્ગ નથી. વીતરાગ પરિણતી તો વીતરાગ ચારિત્રના આધારે પ્રગટ થાય છે. કોઈ પણ પ્રકારની સરાગતા એ વીતરાગતામાં બાધક છે. માટે, અનિત્ય પદાર્થ પ્રત્યે મોહબુદ્ધિ ના કરો. દેહ અનિત્ય છે, કુટુંબનો સંયોગ અનિત્ય છે. ચેતન-અચેતન જે કોઈપણ પદાર્થો સંયોગમાં છે, એમાં મોહના કરો. એના કારણે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ અને અવ્યાબાધ સમાધિસુખ ભાનમાં આવતું નથી. અવ્યાબાધ સુખ એટલે જે સુખમાં કોઈ બાધા આવી શકે નહીં. આત્મામાં અનંતસુખ છે. આત્મા શાશ્વત છે. આ નિત્યત્વપણાનું ભાન જીવને અનિત્ય પદાર્થ પ્રત્યે મોહબુદ્ધિ હોવાના કારણે આવતું નથી. એટલે દરેક પ્રકારના ભય લાગે છે. તેનું Page #611 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર કારણ અંદરમાં દઢ નિશ્ચય નથી કે હું અજર, અમર, અવિનાશી, શાશ્વત છું. પોતાના અસ્તિત્વનો નાશ થવાનો ભય લાગે છે. અસ્તિત્વનો નાશ થવાનો હોત તો અનાદિકાળના પરિભ્રમણમાં કોઈક ભવમાં – નિગોદના ભવમાં કે એકેન્દ્રિય કે તિર્યંચના ભવમાં કે નારકીના ભવમાં ક્યારનો થઈ ગયો હોત. જગતનાં પદાર્થો પ્રત્યેનો જીવનો મોહ એટલો બળવાન હોય છે કે ધર્મના માર્ગે વળેલા જીવને પાછો સંસારમાં નાંખી દે છે. ૫૮૮ આ મોહબુદ્ધિમાં જીવને અનાદિકાળથી એકાગ્રપણું ચાલ્યું આવે છે. એનો જ્યારે ભેદવિજ્ઞાન દ્વારા વિવેક કરે છે, ત્યારે મોહના કારણે તે પાછો મુંઝાઈ જાય છે કે મારું કોઈ નહીં? આ બધા ઘરમાં છે, એ પણ મારા નહીં ? અરે પ્રભુ ! તું ત્રિકાળ એકાકી છું ! દરેક દ્રવ્ય એકાકી છે અને દ્રવ્ય એકાકી રહે એમાં જ એમની શોભા અને શાંતિ છે. જ્યારે સંસારી જીવ પા કલાક પણ ઘરમાં એકલો હોય તો ઉંચોનીચો થઈ જાય છે. ઘણાં મોબાઈલમાં આમ-તેમ રમતો રમતાં હોય, કાં તો ટીવી ચાલુ કરે, પેપર વાંચે. પણ, એકલા રહીને આત્માના અસ્તિત્વ સાથે જોડાણ કરવાનું જીવ ગભરાય છે અને તે મોહગ્રંથિ છેદવાનો વખત આવવા પહેલાં તે વિવેક છોડી દેવાનો યોગ પૂર્વકાળે ઘણીવાર બન્યો છે. જે દઢતા આવવી જોઈએ એ નથી આવતી. ગ્રંથિભેદ સુધી આ જીવ અનંતવાર આવ્યો, પણ ગ્રંથિને ભેદવામાં જે વીર્યબળ જોઈએ, જે કાંઈ નિમિત્તો જોઈએ તે મળતાં નથી. પાંચ લબ્ધિ છે એમાં ચાર લબ્ધિ સુધી તો જીવ અનેકવાર આવ્યો છે, પણ કરણલબ્ધિના પુરુષાર્થમાં નથી આવ્યો. મોહની ગ્રંથિ કરણલબ્ધિના પુરુષાર્થમાં આવ્યા વગર છેદાતી નથી અને ત્યાં ખૂબ જાગૃતિ અને બળની જરૂર પડે છે, પુરુષાર્થની જરૂર પડે છે. આજુબાજુના સંજોગોમાં એવા નિમિત્તોની ઉપસ્થિતિ હોય તો એ બધાં આના પ્રેરકબળ છે. ઘણીવાર એવું બન્યું છે કે છેક સમ્યગ્દર્શનની નજીકમાં આવીને જીવ પાછો આવ્યો છે. કેમ કે, જેનો અનાદિકાળથી અભ્યાસ છે તે અત્યંત પુરુષાર્થ વિના, અલ્પકાળમાં છોડી શકાય નહીં. આ બધાં બાહ્ય પદાર્થોનો પરિચય ક્યારનો છે ? અનાદિકાળનો અને આ છ પદનો પરિચય ક્યારથી છે ? થોડાં સમયથી. અને તે પણ કેટલો ? પર્યુષણના આઠ દિવસ પૂરતો અથવા શિબિર પૂરતો. પછી ? જુઓ ! મનુષ્યભવમાં આવીને પણ આત્માનું માહાત્મ્ય ન આવ્યું તો એ પશુતુલ્ય જ કહેવાય. આત્માને કર્મથી મુક્ત કરવાનો પુરુષાર્થ જો મનુષ્યભવમાં ના જાગે, મોહનો ક્ષય કરવાનો પુરુષાર્થ ના જાગે, જ્ઞાનીપુરુષનો બોધ હૃદયમાં ઊંડો ના ઉતરે, એમના બોધ અનુસાર અંદરમાં વિચારધારા અને ભેદવિજ્ઞાનનો પુરુષાર્થ ના જાગે અને મુમુક્ષુતાના Page #612 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર ૫૮૯ જે ગુણો જોઈએ કે જેના કારણે સમ્યક્ત્વ પ્રગટ થાય એવી પાત્રતા ને યોગ્યતા જો આપણામાં ના આવે તો આપણે ભલે મુમુક્ષુ કહેવાતા હોઈએ, કોઈ ઉચ્ચ સંપ્રદાયના અનુયાયી કહેવાતા હોઈએ, કોઈ મહાગુરુઓના ફોલોઅર્સ કહેવાતા હોઈએ, પણ કાર્યની સિદ્ધિ તો પાત્રતા વગર બનવાની નહીં. કેમ કે, જેનો અનાદિકાળથી અભ્યાસ છે, તે અત્યંત પુરુષાર્થ કર્યા વિના અલ્પકાળમાં છોડી શકાય નહીં. એટલે તેના માટે દીર્ધકાળ સુધી પુરુષાર્થ, જ્ઞાનીઓના વચનોનું અવલંબન, જગતની વિસ્મૃતિ અને દીર્ઘકાળ સુધી સત્તું ચરણ જોઈએ. દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધબીજની પ્રાપ્તિ હોય છે; અને એ બોધબીજ તે પ્રાયે નિશ્ચય સમ્યક્ત્વ હોય છે. અંદરમાં હાજરહજૂર દેવ બેઠો છે ને આપણી નજરમાં નથી આવતો. આનાથી બીજું કયું આશ્ચર્ય ! જે દેખાય છે તેનો જીવ સ્વીકાર કરે છે, પણ જે દેખે છે તેનો સ્વીકાર કરતો નથી. આત્મા કંઈ ગામ ગયો છે ? પરદેશ ગયો છે ? ક્યાંય ગયો નથી. અંદ૨માં જ મોજૂદ છે. જ્ઞાનનેત્રથી તમે જુઓ તો હાલ જણાય એવો, ૨૪ કલાક હાજરાહજૂર આ દેવ છે. એક સમય પણ એની ગેરહાજરીમાં દુનિયાના કોઈ કાર્યો થતાં નથી. આ લૌકિક કાર્યો પણ તમે જે કરો છો, તે એમની ગેરહાજરી હોય તો એકેય ના થાય. છતાં જીવ પૂછે છે કે સાહેબ ! આત્મા છે ; આ જ્ઞાનીઓની કલ્પના છે ? પોતાની કલ્પનાને નથી જોતો, પણ જ્ઞાનીઓની વાતને કલ્પના માને છે ! મીઠા પાણીના સરોવરમાં રહેનાર વ્યક્તિ એમ કહે કે હજુ હું તરસ્યો છું અને મને બહારના કૂવામાંથી પાણી લાવીને પીવડાવો. તો એ કેવો કહેવાય ? એક વખત કોઈ એક માણસ એક સંત પાસે જાય છે અને કહે છે કે મને આત્મજ્ઞાન કરાવો. એટલે તે સંત તેને બાજુના તળાવમાં રહેતા મગરમચ્છ પાસે મોકલે છે અને કહે છે કે તું ત્યાં જા. તો તારું કામ થઈ જશે. એટલે પેલો માણસ એ મગરમચ્છ પાસે ગયો અને આત્મજ્ઞાનની માંગણી કરી. મગરમચ્છે તેને કહ્યું કે મને બહુ તરસ લાગી છે તો બાજુના કૂવામાંથી એક લોટો પાણી લાવી આપું, પછી હું આત્મજ્ઞાન આપું. એટલે આ માણસને બહુ નવાઈ લાગી અને કહ્યું કે તમે પોતે જ આ પાણી ભરેલા તળાવમાં રહો છો તો એમાંથી જ પી લો ને. મારી પાસે બહારથી કેમ મંગાવો છો ? મગરમચ્છે હસતાં હસતાં તેને કહ્યું કે હું પણ તને એ જ કહું છું કે તારી અંદરમાં જ આત્મજ્ઞાન છે, અનંતસુખ છે, તો તું બીજે ક્યાં ભટકે છે ? કસ્તૂરી કુંડલ બસે, મૃગ ઢૂંઢે વનમાંહી; ઐસે ઘટી ઘટી આતમા, પર દુનિયા દેખત નાહીં ! Page #613 -------------------------------------------------------------------------- ________________ ૫૯૦ છ પદનો પત્ર પલમેં પ્રગટે મુખ આગલસે; જબ સદ્ગુરુચર્ન સુપ્રેમ બસે. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૬૫ માટે ફરી ફરી સત્સંગ, સલ્લાસ્ત્ર અને પોતામાં સરળ વિચારદશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લેવો યોગ્ય છે. સત્સંગ અને સત્શાસ્ત્રનું અવલંબન વિશેષ લો. વારંવાર લો. એકની એક વાત વારંવાર સાંભળશો તો એ વિચારો અને સંસ્કારો દઢ થશે. એ એટલા બધા દઢ થશે કે ભવાંતરમાં પણ તે આપણી સાથે આવશે. જે જે વાસનાઓ પૂર્વે સેવીને આવ્યા છીએ, જે જે આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા આ કાળમાં આપણી પાસે આવી છે. પૂર્વે નાંખેલી છે. તેવી જ રીતે આ ભાવ અત્યારે આપણે નાંખીશું તો આ ભાવ પણ પછીના ભવમાં આવશે. પરમકૃપાળુદેવને સાત વર્ષની ઉંમરે જાતિસ્મરણશાન થયું હતું અને તે નાની ઉંમરે વિશેષ દશાની વૃદ્ધિનું કારણ બન્યું હતું. તે કેવી રીતે થયું? તો પૂર્વનું લઈને આવ્યા હતા. અને વર્તમાનમાં એવા નિમિત્ત મળતાં જાગી જાય છે. કોઈપણ કાર્ય નિષ્ફળ નથી જતું. આપણે આ સત્સંગ કરીએ, સ્વાધ્યાય કરીએ, સાધના કરીએ તે નિષ્ફળ નથી જતી. સમયે સમયે જે પરિણામમાં આપણો ઉપયોગ ચાલે છે એ પરિણામ અનુસાર કામણ વર્ગણાઓ કર્મરૂપે પરિણમી આત્મા સાથે બંધાય છે અને જ્યારે એનો વિસ્ફોટ થઈને એટલે કે સ્થિતિ પાકીને ઉદયમાં આવે છે ત્યારે તેને અનુરૂપ સંસ્કાર અને વાતાવરણ થઈ જાય છે કે જેના પરિણામમાં નિત્ય શાશ્વત સુખસ્વરૂપ એવું આત્મજ્ઞાન થઈ સ્વરૂપ આવિર્ભાવ થાય છે. - શેની વાત ચાલે છે? જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ જેના વચનને અંગીકાર કર્યો સહજમાં પ્રગટે છે. પુરુષાર્થ જોઈએ છે. એમાં પ્રથમથી ઉત્પન્ન થતાં સંશય ધીરજથી અને વિચારથી શાંત થાય છે. જુઓ ! આપણે ધીરજ નથી રાખી શકતા. એટલે બાહ્ય નિમિત્તો બદલ્યા કરીએ છીએ. એક સર કે તેમના વચનને આપણે પકડીને બેસતા નથી. ધીરજ નથી રહેતી એટલે પાછું બીજી જગ્યાએ દોડીએ છીએ. ત્યાં જઈએ અને ત્યાં થોડું કંઈક સાંભળ્યું, થોડીક યોગ્યતા આવી, પણ કામ થયું નહીં, ધીરજ ખૂટી એટલે પાછું ત્રીજું સ્થળ પકડ્યું, પાછું ચોથું સ્થળ પકડ્યું. કોના જેવી સ્થિતિ થઈ? રાંડી રુએ, માડી રુએ, પણ સાત ભરથારવાળી તો મોટું પણ ના ઉઘાડે. એક દેખિયે જાનિયે, રમિ રહિએ ઈક ઠૌર; સમલ, વિમલ ન વિચારીએ, યહૈસિદ્ધિ નહિ ઔર. – શ્રી સમયસાર નાટક - જીવદ્વાર - ૨૦ Page #614 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર પ૯૧ અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી માત્ર જીવને પોતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે છે. જો ધીરજ ખૂટી જાય અને જ્ઞાનીઓનો માર્ગ છોડી દે અને બીજા કોઈ અજ્ઞાની એવા કુદેવ, કુગુરુના માર્ગને પકડી લે, આડી કલ્પનાઓ કરે, તો જીવ પોતાનું હિત ચૂકી જાય છે અને અનિત્ય પદાર્થનો રાગ રહેવાથી તેના કારણે ફરી ફરી સંસારપરિભ્રમણનો યોગ રહ્યા કરે છે. અનિત્ય પદાર્થો પ્રત્યે જે રાગ છે તે રાગ ખસતો નથી, વધતો જાય છે અને તેના કારણે તેનું પરિભ્રમણ વધતું જાય છે. જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેનાં વચનને અંગીકાર કર્યો સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે. સત્પષનું યોગબળ જગતનું કલ્યાણ કરો !” આ જે વચનામૃત છે તે સત્પરુષનું વચનબળ છે. જે કાયા દ્વારા સમાધિ કરે છે તે તેમનું કાયબળ છે. કાયા દ્વારા બોધ આપે છે. તે તેમને કાયયોગ છે. અને મન દ્વારા આત્મચિંતન અને ધ્યાન કરે છે તે તેમનો મનોયોગ છે. પુરુષનું આ યોગબળ જગતનું કલ્યાણ કરનારું છે. જગતના આટલા બધા જીવોનું કલ્યાણ થયું, એમાં નિમિત્ત તરીકે સપુરુષનું યોગબળ છે. પુરુષનું યોગબળ એટલે કે મન-વચન-કાયાનું બળ સંપૂર્ણ જગતને અને વિશેષે કરીને ભવ્ય જીવોને પરમ હિતકારી છે. જે મુમુક્ષુ છે, તરવાનો કામી છે, આત્માનો હિતેચ્છુ છે તેને વિશેષ હિતકારી થાય છે. આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય એટલે સર્વ પ્રકારના ભય ટળી જાય છે. આલોકનો ભય, પરલોકનો ભય, આજીવિકાનો ભય, અજ્ઞાનતાનો ભય, મરણનો ભય, અકસ્માતનો ભય, એમ અનેક પ્રકારના ભય છે. નિર્ભય થાય ત્યારે ભય જાય છે અને જ્યાં સુધી આત્માની અનુભૂતિ ના થાય ત્યાં સુધી સાચી નિર્ભયતા આવતી નથી. નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે. આત્માના સ્વરૂપમાં નિઃશંતા થાય કે હું અજર, અમર, અવિનાશી, શાશ્વત છું. મારો નાશ જગતના કોઈ પણ પદાર્થો દ્વારા થઈ શકે તેમ નથી. કોઈ પદાર્થ દ્વારા કિંચિત્ માત્ર પણ નુકસાન થઈ શકે એવું નથી. આવો હું અજર, અમર, અવિનાશી, શાશ્વત, શુદ્ધ ચૈતન્યસત્તા માત્ર, આત્મા છું. દરેક ભય દેહાત્મબુદ્ધિના કારણે થાય છે અને દેહાત્મબુદ્ધિ છોડીને જીવ આત્માશ્રિતપણે રહે, તો તે નિર્ભય થઈ જાય છે અને સર્વકાળને માટે અનંત આત્મસુખને પ્રાપ્ત કરનારો થાય છે. જેના વચનબળથી સર્વ ભય નાશ પામે અને હંમેશના માટે સંપૂર્ણ આનંદ પ્રાપ્ત થાય તે વચનના કહેનાર એવા સપુરુષનો ઉપકાર વાણીથી કહી ન શકાય એવો હોય છે. એ ઉપકારનો Page #615 -------------------------------------------------------------------------- ________________ ૫૯૨ છ પદનો પત્ર બદલો કોઈ રીતે વાળી શકાતો નથી. વાણી દ્વારા પણ કહી શકાય નહીં. જે કાંઈ પણ તમારા સંયોગમાં છે એ બધું અર્પણ કરી દો તો પણ તેનો બદલો વળી શકે નહીં. કારણ કે, જે લાભ તમને સત્પરુષે કરાવ્યો છે તે તો જન્મ-જરા-મરણના દુઃખથી છૂટી મોક્ષપ્રાપ્તિ થાય એવો લાભ કરાવ્યો છે. તો એનો બદલો તમે કયા સાધનથી વાળી શકવાના? સર્વોત્કૃષ્ટ, પરમ ઉપકારી આ વિશ્વમાં જો કોઈ હોય તો તે ગુરુ ભગવાન છે. જેના વચનબળથી આત્મા સર્વ ભયથી મુક્ત થયો, આત્માના અતીન્દ્રિય આનંદની પ્રસાદી મળી અને પરંપરાએ મોક્ષ થાય એવી એની યોગ્યતા પ્રાપ્ત થઈ. તેનો બદલો શું વાળી શકાય? સપુરુષનું વચન અંગીકાર થાય, દઢપણે એ બોધનું પરિણમન થાય ત્યારે આ છ પદથી સિદ્ધ છે એવું સમ્યગદર્શન અંદરમાંથી પ્રગટ થાય. સમકિત થયું એટલે પોતે પોતાને ઓળખ્યો કે હું તો પરમાત્મસ્વરૂપી આત્મા છું, સહજાત્મસ્વરૂપી આત્મા છું. હવે તેને બાહ્ય સંયોગોના નિમિત્તથી જે અંદરમાં ભય લાગે છે, જે આકુળતા-વ્યાકુળતા થાય છે તે બધી સમાપ્ત થઈ જાય છે. હવે તેને કોઈ સંયોગો દુઃખી કરી શકે નહીં. સાચો બોધ જેના હૃદયમાં હાજર છે તેને દુઃખ કેવું? આત્મા તો આનંદ સ્વરૂપ છે અને બહારના પદાર્થનો સંયોગ-વિયોગ તો કર્મને આધીન છે. ગમે તે પદાર્થનો સંયોગ કે વિયોગ થાય તો પણ આત્માને લાભ કે નુકસાન નથી. પોતાને પરમાત્મ સ્વરૂપે જ ઓળખ્યો તેથી હવે દેહ આદિ બાહ્ય સંયોગો દુઃખી કરી શકે નહીં. કારણ કે તે તો દેહમાં થાય છે. આત્મા તો સદા દેહથી ભિન્ન આત્મસ્વરૂપ છે. એવો અનુભવ થતાં, સાક્ષાત્ આનંદનું વેદના થતાં ભવિષ્યનો કોઈ ભય રહેતો નથી. ભવિષ્યનો પણ જીવને ભય થતો હોય છે. પૈસા ભેગા કરીને બેંકમાં એટલા માટે મૂક્યા છે કે ભવિષ્યમાં છોકરાઓ કદાચ જુદો કરી દે તો આપણે વાંધો આવે નહીં. આ ભવિષ્યનો ભય છે. છોકરો તો ડાહ્યો છે, પણ હવે એના લગ્ન કર્યા એટલે હવે એ આપણા વશમાં નથી. એ પણ પરવશ છે અને હું તો પરવશનો પણ પરવશ છું! તો જો એની સાથે મેળ ન થાય તો મારે કોઈની પાસે હાથ લાંબો કરવો પડે નહીં. આમ, ભવિષ્યના અનેક પ્રકારના ભય, ત્રણેકાળના ભય સત્પરુષનો બોધ હૃદયમાં પામે તો નાશ થાય છે. નિર્ભયતાથી જીવતાં શીખો અને આનંદથી જીવતા શીખો. આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. આત્માની દઢ શ્રદ્ધા નથી. સત્પરુષના વચનનો દઢ આશ્રય કર્યો નથી. એટલે અનેક પ્રકારની વિટંબણાઓ, આકુળતા-વ્યાકુળતાઓ અને સંકલેશ પરિણામો જીવને થયા કરે છે. કેમ કે, સપુરુષના વચનોનું અવલંબન એણે છોડી દીધું છે. બારમા Page #616 -------------------------------------------------------------------------- ________________ પ૯૩ છ પદનો પત્ર ગુણસ્થાનકના અંત સુધી સપુરુષના વચનોનો આશ્રય હોય છે. એ આશ્રય છૂટી જાય તો જીવ પાછો ત્યાંથી નીચે આવી જાય છે. પરમકૃપાળુ દેવે પત્રાંક – ૭૯૯ માં દઢ આશ્રયની વાત બહુ સરસ બતાવી છે. બહુ માર્મિક છે. જ્યારે જીવ આ આશ્રય છોડી દે છે ત્યારે આગળ વધેલો મુમુક્ષુ પણ, જ્ઞાની પણ ચપળ પરિણામને પામી જાય છે. સર્વ-ઉત્કૃષ્ટ ભૂમિકામાં સ્થિતિ થવા પર્યત શ્રુતજ્ઞાનનું અવલંબન લઈને સત્યરુષો પણ સ્વદશામાં સ્થિર રહી શકે છે. સપુરુષો, જ્ઞાનીઓ પણ યથાખ્યાત ચારિત્ર પર્યત સ્વદશામાં, સ્વસ્વરૂપમાં સ્થિર ત્યારે રહી શકે છે કે જ્યારે તેમણે શ્રુતજ્ઞાનનું અવલંબન લીધેલું હોય છે. જેમને શ્રતનું અવલંબન છૂટી ગયું એ જીવો છેક ઉપરની ભૂમિકામાંથી નીચેની ભૂમિકામાં આવી પહેલા ગુણસ્થાનકે આવી જાય છે. આપણો જ વિચાર કરીએ કે આપણે બે-ચાર-છ મહિના સત્સંગ કે ભક્તિ ના કરીએ તો આપણા પરિણામ અને આચરણ કેવાં થઈ જાય છે? પર્યુષણનાં દિવસમાં આપણા પરિણામ કેવા હોય છે? સવારમાં ભક્તિ કરીએ, સ્તુતિ કરીએ, સત્સંગ કરીએ, અપૂર્વ અવસર બોલીએ, આત્મસિદ્ધિ બોલીએ, ક્ષમાપનાનો પાઠ બોલીએ, ઘેર જઈને પાછી સામાયિકો કરીએ તે વખતે ધર્મમય વાતાવરણ હોય છે. તો તે સમયના ભાવોમાં અને તમે સવારે સ્વાધ્યાય સાંભળી પછી ઑફિસે જાવ અને રાત્રે આવો ત્યાં સુધીનાં ભાવ જોઈ લો તો ખ્યાલ આવી જશે. એક ઘડી આધી ઘડી, આધીમેં પુનિ આધ; તુલસી સંગત સંતકી, કટે કોટિ અપરાધ. કોઈપણ સસાધનનો આશ્રય જીવ જ્યારે છોડી દે છે ત્યારે તે નીચેની ભૂમિકામાં આવ્યા વગર રહેતો નથી. જ્ઞાનીના પરિણામ પણ જો ચળવિચળ થઈ જતાં હોય, તો સામાન્ય જીવોની તો વાત જ ક્યાં છે? આ જિન પરમાત્માનો બોધ છે. પરમકૃપાળુદેવે અનેક જગ્યાએ તીર્થકરોની અને ભગવાનની સાક્ષી આપીને આપણને આ બોધ આપ્યો છે. કેમકે, પૂર્વે તેમને એમનો યોગ થયેલો છે અને જાતિસ્મરણજ્ઞાન દ્વારા તેનું અનુસંધાન થયું છે કે ભગવાનનો આ પ્રમાણે ઉપદેશ હતો; જે પ્રત્યક્ષ સત્ય દેખાય છે. ના દેખાતો હોય તો પ્રયોગ કરીને જુઓ કે એક મહિનો કોઈપણ ધર્મસ્થાનકોમાં જવું નહીં, કોઈ ધર્માત્માને મળવું નહીં, ધર્મનું પુસ્તક વાંચવું નહીં અને કોઈ વ્યક્તિનું પદ બોલવું નહીં કે સાંભળવું નહીં, તો ખ્યાલ આવી જશે. આ તો બધા વેન્ટીલેટર છે. આના આધારે તો આપણા શ્વાસ ટક્યા છે. મોક્ષનો મહાન લાભ થાય એવું Page #617 -------------------------------------------------------------------------- ________________ ૫૯૪ છ પદનો પત્રા છે, તો પણ આ જીવ સત્સંગ અને સસાધનોનું આ વેન્ટીલેટર કાઢી નાંખે છે. સર્વોત્કૃષ્ટ ભૂમિકા પર્વતમાં શ્રુતજ્ઞાન (જ્ઞાનીપુરુષના વચનોનું) નું અવલંબન જે જે વખતે મંદ પડે છે, તે તે વખતે કંઈ કંઈ ચપળપણું સપુરુષો પણ પામી જાય છે. સર્વોત્કૃષ્ટ ભૂમિકા એટલે કેવળજ્ઞાન થાય ત્યાં સુધી જ્ઞાની પુરુષોનાં વચનોનું અવલંબન જે જે વખતે મંદ પડે છે, ઘટી જાય છે તે તે વખતે પુરુષોના પરિણામ પણ અસ્થિર થઈ જાય છે. આત્મજ્ઞાની પુરુષો છે તેમની સ્થિતિ પણ નીચી આવી જાય છે. એટલા માટે સપુરુષો પણ સત્સંગને ઇચ્છે છે. સપુરુષો પણ સત્સાધનના અવલંબન દ્વારા, બાધક કારણોનો ત્યાગ કરી પોતાની દશાની વૃદ્ધિ કરવા માટે રાત-દિવસ પ્રયત્નવાન રહે છે, તો પછી સામાન્ય મુમુક્ષુ જીવો કે જેને વિપરીત સમાગમ, વિપરીત શ્રત આદિ અવલંબન છે તેમને વારંવાર વિશેષ વિશેષ ચપળપણું થવા યોગ્ય છે. તો પછી જે સામાન્ય મુમુક્ષુ છે, જેમને હજી આત્મજ્ઞાન થયું નથી તેમને આત્માનું પતન કરાવી નાંખે એવા ચારે બાજુ વિપરીત સમાગમ, ભાવોની વિકૃતિ લાવી દે એવા નિમિત્તોના સહવાસમાં રહેવાનું થાય તો શું સ્થિતિ થાય? વિષય-કષાય, આરંભ-પરિગ્રહ, આ જગતના લૌકિક કાર્ય - આ બધા વિપરીત સમાગમ છે. એ કંઈ આત્માની ઉન્નતિમાં નિમિત્ત થાય એવા નથી. ઘરમાં રહીએ છીએ તે પણ વિપરીત સમાગમ છે. કોઈ કહે કે સાહેબ ! અમે તો બધા દરરોજ એક કલાક સાથે મળીને ભક્તિ કરીએ છીએ, પણ ત્રેવીસ કલાક શું? તમને તો અનુભવ છે. તમારા કરતાંય મને તો અનુભવ ઘણો છે. કેમ કે, તમારે તો એક જ ઘરમાં રહેવાનું ને મારે તો હજાર ઘરમાં જવાનું. એટલે ઘેર ઘેર શું ચાલતું હોય એ બધી ખબર છે. કોઈના છોકરાં આવીને કહી જાય કે સાહેબ આમને તમારા આશ્રમમાં બોલાવો ને! બહુ નડે છે ! મા-બાપ છોકરાંની ફરિયાદ કરે કે સાહેબ, આમને કંઈ સંસ્કાર નથી અને અમારા ગયા પછી આ બધું નુકસાન કરશે અને મનુષ્યભવ ખોઈ નાંખશે. માટે તમે છોકરાંઓને સમજાવો. છોકરાઓ કહે છે કે આ બાપા રૂઢિચુસ્ત થઈ ગયા છે. રૂઢિથી એકનું એક ફેરવ્યાં કરે છે, પણ સ્વભાવ ફરતો નથી. સ્વભાવ તો એવો ને એવો રહે છે. આમ, અનેક ફરિયાદ જોવા મળે છે. એમ છે તોપણ જે મુમુક્ષુઓ સત્સમાગમ, સદાચાર અને સશાસ્ત્રવિચારરૂપ અવલંબનમાં દઢ નિવાસ કરે છે, તેને સર્વોત્કૃષ્ટ ભૂમિકાપર્યત પહોંચવું કઠણ નથી; કઠણ છતાં પણ કઠણ નથી. આ વિપરીત દેશ-કાળ છે, તો પણ જે સાચા મુમુક્ષુ છે, છૂટવાના સાચા કામી છે, એ તો ગમે ત્યાંથી પણ સત્સમાગમ કરી લે છે. ના હોય તો ઘર બેસીને પુરુષોના વચનો વાંચે છે. ધ્યાન, ચિંતન, સામાયિકમાં પણ એ શ્રુતનું અવલંબન લઈ, પોતાના ઉપયોગને Page #618 -------------------------------------------------------------------------- ________________ ૫૫ છ પદનો પત્ર નિર્મળ બનાવતાં જાય છે. જો કોઈપણ સસાધનનો આશ્રય છોડ્યો અને અમને પકડ્યું તો તે ઉપયોગની નિર્મળતાને ડહોળી નાંખે છે. પૈસો હોય, કુટુંબના કાર્યો હોય, લૌકિક કાર્યો હોય કે વ્યવહારના કાર્યો હોય - આ બધાય ઉપયોગને ડહોળી નાંખે છે. - જુઓ ! શ્રાવકને અનુરૂપ સદાચાર પણ જોઈએ. રાત્રિભોજન કરવું નહીં. કેમ કે, રાત્રે ખાવું તે માંસ ખાવા બરાબર છે. હોટલનું અભક્ષ્ય ખાવું તે શ્રાવકનો સદાચાર નથી. સંસ્કાર હંમેશાં સંતપુરુષોના, તપસ્વી અને ત્યાગીઓના સાન્નિધ્યમાં રહેવાથી પડે. માટે સદાચારી પુરુષોનો વધારે સહવાસ રાખવો તો સંસ્કારની વૃદ્ધિ થાય અને ધર્મ પામવાની પાત્રતા આવે. સાસ્ત્રવિચારરૂપ અવલંબનમાં દૃઢ નિવાસ કરે છે. એવા જીવને સર્વોત્કૃષ્ટ ભૂમિકા પર્યત પહોંચવું કઠણ નથી. જેણે દેવ, ગુરુ, શાસ્ત્રનું દઢ અવલંબન લીધું તેને કેવળજ્ઞાન સુધી પહોંચવું કઠણ હોવા છતાં પણ કઠણ નથી. તો આ મનુષ્યભવનો આપણો કિંમતી સમય સત્સાધનોના અવલંબનમાં જાય અને બાકીના અવલંબન ગૌણ કરી નાંખીએ તો જ એ આત્મકલ્યાણ સાધી શકાય. જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે. સર્વકાળ માટે આત્માના અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ ક્રમે કરીને પ્રાપ્ત થાય છે. ગુણોની વ્યાખ્યા કોઈ વચન દ્વારા થઈ શકતી નથી. પુરુષના ગુણો, એમની વીતરાગતા, એમનું સમ્યકજ્ઞાન, એમનું સમ્યગુદર્શન, એમનું સમ્મચારિત્ર, એમનું સમ્યક્તપ, એમની પરમ સમતા, એમની પરમ શાંતિ, એમની અંતરંગ નિરાકુળતા - આ ગુણોનું વર્ણન ના થાય. કેમ કે, જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મભાવતે જાણે કંઈ પણ ઇચ્છયા વિના માત્ર નિષ્કારણ કરૂણાશીલતાથી આપ્યો. તમે ગમે તેટલો ઉપકારનો બદલો વાળવા જાવ તોય ઉપકાર વળી શકે નહીં. ઉપકાર વાળવાનો પ્રયત્ન કરે એ કૃતજ્ઞ કહેવાય અને ઉપકાર કર્યાની સામે અપકાર કરવાના ભાવ આવે તો એ કૃતજ્ઞ કહેવાય. પોતે તો નિષ્કારણ કરુણાસાગર છે. બિલકુલ નિઃસ્પૃહ, તેમને કોઈપણ શિષ્ય પાસેથી કોઈ પણ ઈચ્છા નથી. સંસારના તો કચરા કાઢ્યા છે ને બહારના કોઈ પણ સુખ જોઈતા નથી. તેમને જે જોઈએ છે તે તેમના સ્વરૂપના આશ્રયે તેમને મળવાનું છે. એટલે શિષ્યો પાસે કોઈ ઇચ્છા પણ રાખતા નથી કે ભવિષ્યમાં કદાચ હું માંદો પડીશ તો મારા પગ તો દબાવશે, સેવા તો રોજ રાત્રે કરશે – એવી ઇચ્છા પુરુષને નથી હોતી. એ તો વિચારે Page #619 -------------------------------------------------------------------------- ________________ પ૯૬ છ પદનો પત્ર છે કે પુણ્યનો ઉદય હશે તો કોઈ આકાશમાંથી આવીને પણ સેવા કરી જશે અને નહીં હોય તો હજારો સેવકો હશે એ પણ આઘાપાછાં થઈ જશે. શ્રીકૃષ્ણ મહારાજાની સોળ હજાર રાણીઓ હતી, પણ જયારે બાણ વાગ્યું ત્યારે કોઈ પાણી પીવડાવવા પણ ના આવ્યું. ઉદય ફરી ગયો. | તીર્થકરોના તથા બીજા મહાપુરુષોનાં જીવનચરિત્ર વાંચો. પાંચ કલ્યાણકોમાં દેવો, ઈન્દ્રો અને મનુષ્યો આવીને કેવી ભવ્ય ઉજવણી કરે છે ! પણ ઋષભદેવ ભગવાનને ૧૨ મહિના સુધી આહાર ન મળ્યો. આહારની વાત તો જવા દો. કૂવામાંથી લાવીને, સંખારો નાંખીનો અચિત્ત કરીને ઉકાળેલું પાણી પણ ના મળ્યું ! તો ભક્તોનો વાંક કે ભગવાનના કર્મોનો વાંક? કર્મોનો વાંક. કોઈપણ પ્રકારની ઇચ્છા રાખીને શિષ્ય પ્રત્યે અનુરાગી થાય એ સરનું લક્ષણ નથી. સપુરુષોને દરેક જીવ માટે એવી અનુકંપા થતી હોય છે કે મનુષ્યભવમાં આવેલો જીવ છે. હવે ક્યારે આને મનુષ્યભવ મળશે? જો આ કામ કાઢીને જાય તો સારું છે, નહીં તો અનંતકાળ સુધી રખડશે. પછી આ સામગ્રી અને આવો સંયોગ તેને નહીં મળે. એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ મારો શિષ્ય છે, અથવા ભક્તિનો કર્તા છે, માટે મારો છે, એમ કદી જોયું નથી. ખોટા ગુરુઓ તો બિલ્લા પહેરાવે કે મારો શિષ્ય આઘો ન જતો રહે કે પાછો બીજે ક્યાંય ના જતો રહે. અમુક રંગના કપડાં પહેરાવે. ગ્રુપના નામ આપે. જ્યારે સાચા ગુરુને કોઈ શિષ્ય પ્રત્યે ભાવ નથી. મારો શિષ્ય હું પોતે જ છું. મારો ગુરુ પણ હું પોતે જ છું. આ મારી ભક્તિ કરે છે, સેવા કરે છે, વૈયાવૃત્ત કરે છે, મારી દરેક બાબતોનો ખ્યાલ રાખે છે, મારી પૂંઠે પૂંઠે મારો પડછાયો થઈને ફરે છે, આ મારો રાઈટ હેન્ડ છે એવું બધું સાચા ગુરુને હોતું નથી. તદ્દન નિઃસ્પૃહ હોય છે. તીર્થકર ભગવાનને અનેક ગણધર હોય છે, પણ તેમના ઉપર તેમને અંશમાત્ર પણ રાગ હોતો નથી. વીતરાગી ગુરુ, નિગ્રંથ ગુરુ, રત્નત્રયધારી ગુરુની આ વાત છે કે જેઓને અંદરમાં ત્રણ કષાયનો અભાવ થયો છે, યથાજાતરૂપધર મુનિ છે. પાંચ મહાવ્રત, સમિતિ, ગુપ્તિનું પાલન કરે છે, અઠ્યાવીસ મૂળગુણોનું પાલન કરે છે અને અલ્પ સમયમાં સંજ્વલન કષાય તોડીને કેવળજ્ઞાન પ્રગટ કરવાના છે. બીજાં તો પાછા આડાઅવળા ફંડફાળા પણ ભેગા કરી લે, જ્યારે અહીં એવું હોતું નથી. એવા જે સપુરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હો ! આવા સપુરુષોને જ્ઞાનીઓ પણ અત્યંત ભક્તિપૂર્વક વારંવાર નમસ્કાર કરે છે. એવા મહાપુરુષોને નમસ્કાર કરવાથી પણ આ જીવ એવું મહાન પુણ્ય બાંધે છે કે જે પુણ્યના પ્રતાપે તેને સાચા દેવ, ગુરુ, શાસ્ત્રનો યોગ બને છે. આમ, સપુરુષને નમસ્કાર કરવામાં પણ મહાન લાભ છે. Page #620 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર ૫૭. જે સત્પરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે વ્યક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે, અને | સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો! સદ્ગુરુના ઉપકાર પ્રત્યે અહીં અહોભાવ વ્યક્ત કર્યો છે. ત્રણે કાળના તમામ સત્વરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે. આ કાળમાં ભક્તિમાર્ગ સર્વોત્કૃષ્ટ કહેવાય છે. જ્ઞાનમાર્ગમાં અનેક પ્રકારના પડવાના સ્થાનકો બતાવ્યા છે. ક્રિયામાર્ગમાં પણ અસત અભિમાન, દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠા વગેરે દોષ આવે છે. દરેક માર્ગમાં આવતાં વિનો તરફ જ્ઞાનીઓ લાલબત્તી કરે છે. આ કાળમાં પાત્રતા લાવવા માટે ભક્તિમાર્ગ શ્રેષ્ઠ છે. પરમકૃપાળુદેવે પત્રાંક- ૨૦૧ માં કહ્યું છે કે, ઘણા ઘણા પ્રકારથી મનન કરતાં અમારો દઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને તે સત્યરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણ વારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. પરમકૃપાળુદેવે આપણને આ અનુભવનું અમૃત આપ્યું છે કે ભક્તિમાર્ગ આ કાળના જીવો માટે યોગ્ય છે અને ભક્તિથી પાત્રતાની વૃદ્ધિ થાય છે. આત્મજ્ઞાન માટેની પાત્રતાની પણ વૃદ્ધિ થાય છે. ગાંધીજીએ પરમકૃપાળુદેવને ધર્મસંબંધી ૨૭ પ્રશ્નો પૂળ્યાં હતાં, જેમાં એક પ્રશ્ન એ પણ હતો કે “અભણને ભક્તિથી મોક્ષ મળે ખરો કે?' (પત્રાંક - પ૩૦ - પ્રશ્ન - ૨૪) જેને શબ્દજ્ઞાન નથી, જેને લખતાં આવડતું નથી, અને જેને બીજી કોઈ સૂઝ-બૂઝનથી એવાં ગામડાનાં અંગૂઠાછાપને કે શહેરની મોટી મોટી ડીગ્રીઓ વાળાને જ્ઞાન થાય? ગાંધીજી તો બેરિસ્ટર હતા એટલે તેમના પ્રશ્નો પણ જોરદાર હોય. ભક્તિથી “જ” આ તો ગાંધીજી છે. એટલે “જ” શબ્દ મૂક્યો છે. ભક્તિથી મોક્ષ મળે એ વસ્તુ જુદી. ભક્તિથી “જ મોક્ષ મળે? તો પરમકૃપાળુદેવ જવાબ આપે છે કે ભક્તિ જ્ઞાનનો હેતુ છે. જ્ઞાન મોક્ષનો હેતુ છે. અક્ષરજ્ઞાન ન હોય તેને અભણ કહ્યો હોય, તો તેને ભક્તિ પ્રાપ્ત થવી અસંભવિત છે, એવું કંઈ છે નહીં. અક્ષરજ્ઞાન ના હોય એવો અભણ પણ ભક્તિ કરી શકે છે. તેના માટે આત્માની પાત્રતા, ઉપાદાનની યોગ્યતા જોઈએ. ભક્તિ એટલે પુરુષમાં ગુણાનુરાગ. સત્પરુષની આજ્ઞા પ્રમાણે ચાલવાનો અંદરમાં ઉત્સાહ જાગે અને પુરુષનો બોધ સાંભળવાની તાલાવેલી જાગે તો જગતના તમામ જીવનો તે સેવક અને દાસ થઈ જાય છે. Page #621 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર દાસત્વભાવ આવ્યા વગર જ્ઞાન અહંકારના માર્ગે ખેંચી જાય છે. તેને હંમેશાં એવું જ રહ્યા કરે છે કે હું જાણું છું, હું સમજું છું, મેં સાંભળ્યું છે, આ તો મેં ઘણીવાર વાંચ્યું છે. ભક્તિથી આર્દ્રતા આવે છે, વિનય આવે છે, સમર્પણતા આવે છે. અહંકાર, સ્વચ્છંદ વગેરે દોષ નીકળી જાય છે. એક ભક્તિના આધારે અનેક ગુણો તથા આત્મજ્ઞાન પ્રગટ થાય છે. તો, ભક્તિ જ્ઞાનનો હેતુ છે. જ્ઞાનીપુરુષના ચરણકમળમાં રહીને ભક્તિ થાય તો જ્ઞાનીપુરુષનો બોધ તેને સમ્યપ્રકારે પરિણમન થઈને આત્મજ્ઞાન થવામાં નિમિત્તભૂત થાય. જુઓ ! જેને જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે તે બધાંય જ્ઞાનીઓએ સન્દેવ-ગુરુ-ધર્મની ભક્તિ ઉત્કૃષ્ટ ભાવથી, નિષ્કામભાવથી કરી છે. સકામ ભક્તિ જુદી વસ્તુ છે. એમાં કંઈક માંગણી છે, બાર્ટર સિસ્ટમ છે કે હું આ કરું તો મને પછી આ મળે. તે પછી કોઈ ભૌતિક પદાર્થની ઇચ્છાથી કરતા હોય, તો કોઈ મોક્ષની ઇચ્છાથી કરતા હોય, પણ અહીં તો નિષ્કામભાવ, કોઈ નહીં, જ્ઞાનીપુરુષમાં પ્રેમાર્પણતા, કોઈ ઇચ્છા નહીં. ૫૯૮ જ્યાં કંઈક ઇચ્છા ઉભવિત થાય છે ત્યાં ભક્તિમાં એટલી ન્યૂનતા બની જાય છે. માંગણીના કારણે પરિણામોની જે વિશુદ્ધતા થવી જોઈએ તે અટકી જાય છે. માટે કોઈ માંગણી નહીં ! જે ભક્તિ કરે છે તેનું ચિત્ત એટલું નિર્મળ અને ભાવ એટલા પવિત્ર થઈ જાય છે કે એ ભાવ દ્વારા તેનું કલ્યાણ થાય છે. કલ્યાણ તો ભાવ દ્વારા થાય છે. તો ભક્તિ જ્ઞાનનો હેતુ છે અને જ્ઞાન મોક્ષનો હેતુ છે. ભક્તિ દ્વારા સમ્યજ્ઞાન પ્રગટ થાય છે અને સમ્યજ્ઞાન મોક્ષનું કારણ છે. અક્ષરજ્ઞાન ન હોય તેને અભણ કહ્યો હોય તો તેને ભક્તિ પ્રાપ્ત થવી અસંભવિત છે, એવું કંઈ છે નહિ. ગંગાસતી, નરસિંહ મહેતા વગેરે અનેક ભક્તો થઈ ગયા. સાંબરકાંઠામાં હમણાં રામજી બાપા થઈ ગયા, જેઓ સારા ભક્ત અને સંત હતા. જેસીંગબાપા એમના શિષ્ય હતા તે પણ ભક્તાત્મા હતા. આ જેસીંગબાપાને વાંચતા કે લખતા ના આવડે. સાવ સરળ અને સાદાસીધા હતા. કેવા સાદાસીધા ? કે ચૌદ-પંદર વર્ષની ઉંમરે એમના લગ્ન થયા. તો સવારે ઘરમાં એમના મા-બાપને પૂછ્યું કે આ લગ્ન એટલે શું ? લગ્નની એમને ખબર નહોતી. પરણીને આવ્યા એટલે લોકો કહે કે આ જેસીંગભાઈ પરણી ગયા. તો તેઓ કહે કે હું તો એવો ને એવો જ છું. હું ક્યાં પરણ્યો છું ? કેટલા ભોળા હશે વિચાર કરો ! એક ભક્તિના પ્રતાપે એવા જીવોનો ઉદ્ધાર થઈ જાય છે. અંગૂઠાછાપમાં સમર્પણતા ઘણી હોય છે અને જે ભણેલોગણેલો હોંશિયાર છે તે પ્રથમ શરત કરે છે કે જો સમકિત પ્રાપ્ત થાય એવું હોય તો તમારે ત્યાં આવું, Page #622 -------------------------------------------------------------------------- ________________ ૫૯ છ પદનો પત્રા નહીં તો મારે “ઓફરો ઘણી છે. એટલે ચારેબાજુ ભટક ભટક કરે છે. એ પોતાના દોષ નથી જોતો કે મારા કારણે સમકિત અટક્યું છે. બોધ ઘણો મળ્યો છે. ઘણા વર્ષથી સાધના કરે છે. ઘણી જગ્યાએ જાય છે, પણ અંતરમાં જોતો નથી કે મને શું નડે છે? અન્યના કારણે સમકિત નથી થતું એમ નથી, પોતાના કારણે સમકિત નથી થતું. . તો, અક્ષરજ્ઞાન ન હોય તેને ભક્તિ પ્રાપ્ત થવી અસંભવિત છે, એવું કાંઈ છે નહીં. જીવમાત્ર જ્ઞાનસ્વભાવી છે. જ્ઞાન એ તો આત્માનો સ્વભાવ છે. જ્ઞાન પુસ્તકના આધારે પ્રગટ થતું નથી. એ તો એક નિમિત્ત છે. જ્ઞાન તો પોતાના સ્વરૂપના આશ્રયે પ્રગટ થાય છે. કેવળજ્ઞાન કાંઈ પુસ્તકો વાંચી વાંચીને ના થાય. હજારો શાસ્ત્રો વાંચો તો પણ આત્મજ્ઞાન ના થાય. જ્ઞાનસ્વભાવી આત્માનો આશ્રય કરો તો જ્ઞાન કેમ પ્રગટ ના થાય? ભક્તિ વગર જ્ઞાન શુષ્ક અને અહંકારી થાય છે. ભક્તિ વગરના જ્ઞાનમાં અહંકાર આવી જાય છે. તે પડવાના ચિહ્ન છે. જેમ જેમ ચિત્ત - ઉપયોગ ભક્તિમય થતો જાય છે તેમ તેમ ચિત્તની નિર્મળતા વધતી જાય છે. અને એ નિર્મળ થયેલું ચિત્ત - ઉપયોગ એ આત્માના સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. ચિત્તપ્રસન્ન રે પૂજનફળ કહ્યું રે, પૂજા અખંડિત નેહ, કપટરહિત થઈ આતમ અરપણા રે, આનંદઘન પદ રેહ. – શ્રી આનંદઘનજી કૃત શ્રી ઋષભજિન સ્તવન ભક્તિના બળે જ્ઞાન નિર્મળ થાય છે. જુઓ ! આ બહુ અગત્યની વાત પરમકૃપાળુદેવે આપણને સમજાવી છે. જો ભક્તિનું બળ નથી હોતું તો જ્ઞાન અવળા માર્ગે ફંટાઈ જાય છે અને અહંકાર પેદા કરે છે. નિર્મળ જ્ઞાન મોક્ષનો હેતુ થાય છે. નિર્મળ જ્ઞાન એ જ મોક્ષનું કારણ છે. સંપૂર્ણ જ્ઞાનની આવૃત્તિ થયા વિના સર્વથા મોક્ષ હોય એમ મને લાગતું નથી. જ્યાં સુધી સંપૂર્ણ જ્ઞાનાવરણ નિવૃત્ત ના થાય, ત્યાં સુધી જીવને કેવળજ્ઞાન થાય નહીં અને જ્યાં સંપૂર્ણ જ્ઞાન હોય ત્યાં સર્વભાષાજ્ઞાન સમાય એમ કહેવાની પણ જરૂર નથી. શબ્દજ્ઞાન નથી તેને પણ કેવળજ્ઞાન થાય એમ કહે છે. કેવળજ્ઞાન થાય તો બધું ભાષાજ્ઞાન એમાં સમાઈ જાય કે ના સમાઈ જાય? ભાષાજ્ઞાન મોક્ષનો હેતુ છે તથા તે જેને ન હોય તેને આત્મજ્ઞાન ન થાય, એવો કંઈ નિયમ સંભવતો નથી. ભાષાજ્ઞાન ગમે તેટલું હોય તેનાથી કંઈ મોક્ષ થાય, આત્મજ્ઞાન થાય, એવું કાંઈ નથી. જ્ઞાન આત્માની નિર્મળતામાં, આત્માના સ્વરૂપના આશ્રયે દેવ-ગુરુ-ધર્મની ઉત્કૃષ્ટભક્તિ, અભેદ ભક્તિ, અત્યંત ભક્તિ, પરાભક્તિ, નિષ્કામ ભક્તિપૂર્વક જે જીવમાં Page #623 -------------------------------------------------------------------------- ________________ ૬૦૦ છ પદનો પત્રા પાત્રતા હોય છે તેનામાં આવે છે. પાત્રતાનો વિષય છે. બાહ્ય જ્ઞાન ભલે હોય કે ના હોય, પણ સપુરુષના સાન્નિધ્યમાં આવે તો ક્ષણવારમાં મોક્ષ પમાડી દે એવો પદાર્થ આ ભક્તિ છે. ભક્તિ એ હૃદયનો પ્રેમ, હૃદયથી અર્પણતા અને આજ્ઞાંકિતપણું છે. કોઈપણ પ્રકારની શરત વગરની શરણાગતિ છે. દરેક કામમાં નફો શોધતા હોય અને હિસાબ કરતા હોય એનું આમાં કામ નથી. ત્રણ માર્ગ છે - જ્ઞાનમાર્ગ, ક્રિયામાર્ગ અને ભક્તિમાર્ગ. જ્ઞાનમાર્ગ કોઈક વિરલા, વૈરાગ્યવાન, પૂર્વના આરાધક, ક્ષયોપશમવાન અને ગુરુની નિશ્રામાં હોય એવા કોઈક જીવ માટે સારો છે. એનો પણ નિષેધ નથી. પરમકૃપાળુદેવે કહ્યું છે, જ્ઞાનમાર્ગદુરારાધ્ય છે; પરમાવગાઢ દશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાનાં ઘણા સ્થાનક છે. સંદેહ, વિકલ્પ, સ્વચ્છંદતા, અતિપરિણામીપણું એ આદિ કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે; અથવા ઊર્ધ્વભૂમિકા પ્રાપ્ત થવા દેતા નથી. ક્રિયામાર્ગે અસઅભિમાન, વ્યવહાર આગ્રહ, સિદ્ધિમોહ, પૂજાસત્કારાદિયોગ, અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠાદિ દોષોનો સંભવ રહ્યો છે. કોઈક મહાત્માને બાદ કરતાં ઘણા વિચારવાન જીવોએ ભક્તિમાર્ગનો તે જ કારણોથી આશ્રય કર્યો છે, અને આજ્ઞાશ્રિતપણું અથવા પરમપુરુષ સદ્ગુરુને વિષે સર્વાણિ સ્વાધીનપણું શિરસાવંઘ દીઠું છે, અને તેમ જ વર્યા છે, તથાપિ તેવો યોગ પ્રાપ્ત થવો જોઈએ; નહીં તો ચિંતામણિ જેવો જેનો એક સમય છે એવો મનુષ્યદેહ ઊલટો પરિભ્રમણવૃદ્ધિનો હેતુ થાય. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૬૯૩ આ પંચમકાળના જીવો માટે પંચમકાળના જ્ઞાનીઓએ પંચમકાળમાં લખેલી વાત છે. જ્ઞાનમાર્ગમાં તો ઘણી યોગ્યતા જોઈએ. દ્રવ્યાનુયોગનું પરિણમન અસંયમી જીવને થતું નથી. સંયમી જોઈએ. ઘણી પાત્રતા જોઈએ. ગુરુગમ વગર તો જ્ઞાનમાર્ગમાં ડગલે ને પગલે જોખમ છે. જેને સાંભળવા જાય એ જો અજ્ઞાની હોય, અને તેનો ક્ષયોપશમ પાવરફુલ હોય, તર્કશક્તિ ઘણી હોય અને વાણીનો યોગ પણ સારો હોય, તો અનેક પ્રકારના તર્ક દ્વારા, વાણી દ્વારા, તે સિદ્ધાંત ઊંધો હોય તો પણ સીધો કરીને ફીટ કરાવી નાંખે છે. એટલે જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે. કોઈક એવા પાત્ર જીવના કામનો છે અને તે પણ ગુરુગમ હોય તેને અથવા પૂર્વના મહાન આરાધક હોય તેના માટે. Page #624 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર ૬૦૧ પરમાવગાઢદશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાનાં ઘણાં સ્થાનક છે. પરમાવગાઢ એટલે કેવળજ્ઞાન. કેવળજ્ઞાન ના થાય ત્યાં સુધી આ માર્ગે પડવાનાં ઘણાં સ્થાન રહ્યાં છે. સંદેહ એટલે અનેક પ્રકારની શંકા, કુશંકા. આવું હશે કે નહીં હોય ? આ જ્ઞાનીએ આમ લખ્યું છે, બીજા જ્ઞાનીએ આમ લખ્યું છે, એકની એક વાત અનેક શાસ્ત્રમાં જુદી જુદી પદ્ધતિથી બતાવી હોય છે. હવે એ સાપેક્ષપણામાં લખેલી વાત પોતાની યોગ્યતા ના હોય એટલે ના સમજાય. એટલે એની ખતવણી ઊંધી થઈ જાય. એટલે અનેક પ્રકારના સંદેહ રહ્યા કરે. જૈન ધર્મ સાચો કે આ બીજા ધર્મો પણ સાચા કે બધાય સાચા ? બધાય આત્માની જ વાત કરે છે.’ આમ જેટલો ક્ષયોપશમ વધારે તેટલા વિકલ્પો વધારે. જેટલો જ્ઞાનનો ઉઘાડ વધારે હોય તેટલા વિકલ્પ વધારે. પોતાની કલ્પના અનુસાર ચાલવું, પણ જ્ઞાનીની આજ્ઞા અનુસાર ન ચાલવું એનું નામ સ્વચ્છંદતા. અતિપરિણામીપણું, એટલે જે વસ્તુ પોતે પકડી છે તેને અનેક પ્રકારના તર્ક દ્વારા દૃઢ કરી, એવું ઘુંટણ કરે છે કે સામે જ્ઞાનીનો યોગ થાય અને જ્ઞાનીનો બોધ પ્રાપ્ત થાય તો પણ જીવ પોતાની માન્યતા કે પકડ છોડે નહીં. આ બધા કારણો જીવને માર્ગેથી પડવાના હેતુ થાય છે. આવા તો બીજા અનેક કારણો છે, જે તેને ઊર્ધ્વભૂમિકા પ્રાપ્ત થવા દેતા નથી. હવે ક્રિયામાર્ગ. અત્યારે ચારેબાજુ ક્રિયાઓનું જોર ઘણું છે. અસ ્અભિમાન એટલે ખોટું અભિમાન કે મેં આટલા તપ કર્યા, આટલા ત્યાગ કર્યા ને આટલી ક્રિયાઓ કરી. મિથ્યાત્વ સહિત જે કંઈ ક્રિયાઓ છે તે અહંકારનું કારણ થઈ જાય છે. જીવ રાત્રિભોજન ના કરતો હોય તો તેનું પણ તેને અભિમાન થઈ જાય છે. ‘તમે પર્યુષણમાં પણ રાત્રે ખાવ છો ? અમે તો ચાલુ દિવસમાં પણ ના ખાઈએ.' ન ખાવ તે ઉત્તમ છે, પણ નહીં ખાવાનો અહંકાર ખોટો છે. અજ્ઞાનપૂર્વક ક્રિયાઓ ચાલે છે. એટલે અનેક પ્રકારના વ્યવહારના આગ્રહો જીવને હોય છે. જે પોતાની માન્યતા હોય એવો વ્યવહાર બીજા કરતા હોય તો તે સાચા, ના કરતાં હોય તો ખોટા. ભગવાનનું ચૈત્યવંદન કરે તો ડાબો પગ ઊંચો કરીને ગાય. બીજો કોઈ ડાબો પગ ઊંચો ના કરે તો પેલો ચૈત્યવંદન કરનારો અંદરમાં બળ્યા કરે, એના વિષે સંકલેશ પરિણામ કર્યા કરે. હવે પગ ઊંચો રહે કે નીચો રહે, પણ પરિણામ ઊંચા-નીચા થાય તો ના ચાલે. પરમકૃપાળુદેવે વોહરાજીનું એક દૃષ્ટાંત આપ્યું છે. વોહરાજી એક ગાડામાં માલ ભરીને જતાં હતા. માલને દોરડાથી ફીટ બાંધ્યો હતો. ગાડાવાળાએ વોહરાજીને કહ્યું કે ક્યાંક ઘાંચ આવે તો નાડું બરાબર પકડજો. હવે, આગળ જતાં ઘાંચ આવી અને વોહરાજી પડ્યા. એટલે Page #625 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨ છ પદનો પત્ર ગાડાવાળાએ પૂછ્યું કે કેમ? નાડું નહોતું પકડ્યું. એટલે વોહરાજીએ લેંઘાનું નાડું બતાવીને કહ્યું કે હજુ પણ પકડેલું જ છે. આપણે પણ આવું જ છે. વ્યવહારના આગ્રહના નાડા પકડાઈ જાય છે અને તત્ત્વ અંદરમાંથી નીકળી જાય છે બસ. ક્રિયામાર્ગમાં અનેક સિદ્ધિઓ પ્રગટે છે. તપશ્ચર્યા કરી હોય તો તેને સિદ્ધિઓ પ્રગટ થાય છે. પૂજા સત્કારાદિ યોગ એટલે જલસા થાય, પૂજા થાય, સત્કાર થાય, ઘેર ઘેર પગલાં કરવાના પાછા, પેલા સાથિયો કરે, પૈસા મૂકે, રાજાશાહી પારણાં થાય. દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠા એટલે દેહની ક્રિયાને આત્માની ક્રિયા માનવી સમજણ સહિતની, રત્નત્રય સહિતની ક્રિયા હોય તો તે મોક્ષનું કારણ થાય અને રત્નત્રય વગરની ક્રિયા છે તે સંસારનું કારણ છે. કોઈક મહાત્માને બાદ કરતાં એટલે એવા વિશિષ્ટ આરાધક જીવ હોય તેને બાદ કરતાં, ઘણા વિચારવાન જીવોએ ભક્તિમાર્ગનો તે જ કારણોથી આશ્રય કર્યો છે. પરમપુરુષ સદ્ગુરુને વિષે સર્વાર્પણ સ્વાધીનપણું શિરસાવદ્ય દીઠું છે. અંધકમુનિએ તેમનાં ૫૦૦ શિષ્યોને આજ્ઞા આપી કે જે ઉપસર્ગ આવ્યો છે તેને સહન કરવો. આ ઘાણીમાં પીલાય છે, વારાફરતી બધાને નાંખે છે, પણ તમારે ઉપસર્ગ કરનાર પ્રત્યે જરાય દ્વેષ નથી કરવાનો. આ કર્મનો ઉદય છે. પરમવીતરાગભાવ રાખી, ઉપયોગને અંતર્મુખ. કરી, સ્વરૂપસ્થ થઈ જાઓ. આવી અવસ્થામાં દેહ જશે તો ફરીને તમારે દેહ ધારણ નહીં કરવો પડે. જુઓ! આજ્ઞાશ્રિતપણું હતું, તો બધાય મોક્ષે ગયા. જેટલા જીવો મોક્ષે ગયા છે, એ બધા સદ્દગુરુની આજ્ઞા આરાધીને ગયા છે. આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વ વાણી પરમશ્રત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૦ એવા પરમપુરુષ સગુરુને વિષે સર્વાર્પણ સ્વાધીનપણું ! બધુંય અર્પણ. એક આંખના પલકારા સિવાયની બધી ક્રિયાઓ ગુરુની આજ્ઞા પ્રમાણે જ થવી જોઈએ. એવી ભક્તિ આવા કાળમાં આવવી પરમ દુર્લભ છે. પરમકૃપાળુદેવે પત્રાંક - ૨૦૧ માં ગોપાંગનાઓની ભક્તિ બહુ સરસ બતાવી છે, Page #626 -------------------------------------------------------------------------- ________________ ૬૦૩ છ પદનો પત્ર આજના પ્રભાતથી નિરંજનદેવની કોઈ અભુત અનુગ્રહતા પ્રકાશી છે; આજે ઘણા દિવસ થયાં ઇશ્કેલી પરાભક્તિ કોઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે. ગોપીઓ વાસુદેવ (કૃષ્ણચંદ્ર) ને મહીની મટુકીમાં નાંખી વેચવા નીકળી હતી. આ કાળમાં એવી ભક્તિ પ્રાપ્ત થવી બહુ દુર્લભ છે. ઘણી દુર્લભ છે. પંચમકાળમાં આવી ભક્તિની યોગ્યતાવાળા, કોઈ ક્વચિત્ નીકળી જાય છે. એવું નથી કે નથી નીકળતા, પણ બહુદુષ્કર છે અને એ વગર આ કામ થાય એવું નથી. એવી ભક્તિ પ્રગટે ત્યારે સિદ્ધિ થાય છે. પત્રાંક - ૨૧૭માં પરમકૃપાળુદેવે કહ્યું છે, ગોપાંગનાની જેવી શ્રીમદ્ ભાગવતમાં પ્રેમભક્તિ વર્ણવી છે, એવી પ્રેમભક્તિ આ કળિકાળમાં પ્રાપ્ત થવી દુર્લભ છે. નારદ ભક્તિસૂત્રમાં પણ આ સર્વોત્કૃષ્ટ ભક્તિનું વર્ણન કરેલું છે. ભક્તિમાર્ગના જીવો માટે એમાં પરમ ઉપકારી બોધ છે. એમ જો કે સામાન્ય લક્ષ છે, તથાપિ કળિકાળમાં નિશ્ચળ મતિથી એ જ લય લાગે તો પરમાત્મા અનુગ્રહ કરી શીવ્ર એ ભક્તિ આપે છે. નિશ્ચળમતિથી એટલે દઢ નિર્ણય દ્વારા. છુટવાની એક લય લાગે, તો એવા જીવને પરમાત્મા અનુગ્રહ કરીને શીધ્ર આ ભક્તિ આપે છે. તે કલ્પવૃક્ષની શીતળ છાયા છે. શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જયાં ફળપંક્તિ કહી; જિનભક્તિ ગ્રહો તરુ કલ્પ અહો, ભજીને ભગવંત ભવંત લહો. – શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૧૫ જિનભક્તિ કલ્પવૃક્ષ જેવી છે. કલ્પવૃક્ષ પાસે તો માંગવું પડે અને નિષ્કામ ભક્તિવાળાને માંગ્યા વગર મોક્ષ મળે. નિજ આત્મસ્વરૂપ મુદા પ્રગટે, મનતાપ ઉતાપ તમામ મટે; અતિ નિર્ભરતા વણદામ ગ્રહો, ભજીને ભગવંત ભવંત લો. – શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૧૫ નિજ આત્માની શાંતિ ભક્તિમાં મળે છે. જ્ઞાનમાર્ગમાં તો જીવ આડાઅવળા ફંટાઈ જાય એટલે કોઈના ખંડનમાં પડી જાય, તો કોઈના મંડનમાં પડી જાણ ને કંઈક અહંકારમાં ચડી જાય. પણ, આપણે આમાં પડવું નહીં. Page #627 -------------------------------------------------------------------------- ________________ ૬૦૪ છ પદનો પત્ર તથાપિ તેવો યોગ પ્રાપ્ત થવો જોઈએ, નહીં તો ચિંતામણિ જેવો જેનો એક સમય છે, એવો મનુષ્યદેહ. જુઓ!મનુષ્યદેહની કિંમત આપણે શું કશું? આ જ્ઞાનીઓ આંકે છે. આ મનુષ્યભવનો એક સમય ચિંતામણિ જેવો છે. ચિંતામણી એટલે તમે જે ચિંતન કરો તે તમને મળે. તો, અહીં આત્માનું ચિંતન કરો તો મોક્ષ મળે, એવો આપણો મનુષ્યભવનો સમય કિંમતી છે. એ સમયને આપણે શેમાં વેડફી નાંખીએ છીએ? એ વિચારો ! સમય ગોયમ્ મ પમU/ હે ગૌતમ! તમે એક સમયનો પણ પ્રમાદ કરશો નહીં! જુઓ! ધંધાઓમાં, કુટુંબમાં, વિષયોમાં, વાસનાઓમાં, આરંભમાં, પરિગ્રહમાં, માન-પૂજા વગેરે અનેક પ્રકારના ખોટા માર્ગોમાં આપણો કેટલો સમય બરબાદ થઈ જાય છે! મુંબઈવાળાને તો થોડે દૂર જવું હોય તો પણ ૪ કલાક થઈ જાય. એમાં વચમાં ક્યાંક જો ભીડ નડી ગઈ તો ઘણો સમય તો એમાં ને એમાં જતો રહે અને પછી અકળામણ ! આગળની ગાડીવાળો પાછો ખોટી સાઈડથી ઘૂસી ગયો તો એના પ્રત્યે પાછું રૌદ્રધ્યાન કે આર્તધ્યાન. જુઓ! ૩-૪ કલાકની મુસાફરી તથા એમાં આર્તધ્યાન તો ક્યાંય પહોંચી ગયું ! પોલીસવાળાય ધ્યાન નથી રાખતાં, સિક્યોરીટીવાળા આ વખતે બેકાર આવ્યા છે. લોકો ગમે ત્યાં ગાડીઓ પાર્ક કરી નાંખે છે. પણ, તારી ઉપયોગરૂપી ગાડી તે ક્યાં પાર્ક કરી છે! આ ચિંતામણિ જેવો તારો સમય તું ક્યાં કાઢે છે ! આ ક્યાં વહીવટમાં પડ્યા! તારે અહીં અંદરમાં પલાઠી વાળીને બેસી જવાનું હતું અને ઉતરીને નીકળી જા. ગાડી મૂકવાની જગ્યા ના હોય તો ગાડી લીધા વગર ચાલીને આવ પ્રભુ ! રીક્ષામાં આવ અહીં. માથાકૂટ શું કરે છે? પણ આખો દિવસ વણજોઈતા, પ્રયોજનભૂત વગરના, ઘણા વિકલ્પો કરવાની ટેવ પડી ગઈ છે. વિકલ્પ વગર જિવાતું નથી! સમય કેટલો કિંમતી છે. શ્રી મોક્ષમાળામાં શિક્ષાપાઠ-૫૦માં લખ્યું છે કે વિચક્ષણ પુરુષો અહોરાત્ર ભક્તિમાર્ગમાં, જ્ઞાનમાર્ગમાં, ધ્યાનમાર્ગમાં પોતાનો સમય વ્યતીત કરે છે અને સામાન્ય વિચક્ષણ જીવો વારતહેવારે કે કોઈક એવા પ્રસંગ હોય ત્યારે પોતાનો સમય ધર્મમાં લગાડે છે. અને મૂઢ જીવો નિદ્રામાં, પરિગ્રહમાં, આરંભમાં ને લૌકિક કાર્યોમાં પોતાનો કિંમતી સમય વેડફી નાંખે છે. “એક પળ વ્યર્થ ખોવી તે એક ભવ હારી જવા તુલ્ય છે એમ તત્ત્વજ્ઞાનની દષ્ટિએ સિદ્ધ છે.” પરમકૃપાળુદેવનું આ વચન છે. શિક્ષાપાઠ - ૫૦ વાંચવો. Page #628 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર ૬૦૫ અવસર પામી આળસ કરશે, તે મૂરખમાં પહેલો જી; ભૂખ્યાને જેમ ઘેબર દેતાં, હાથ ન માંડે ઘેલોજી. સેવો ભવિયાં વિમલ જિનેશ્વર, દુલહા સજ્જન સંગાજી. – શ્રી યશોવિજયજી કૃત વિમલનાથ જિનસ્તવન એક એક સમય કરતાં અનંતકાળ વેડફાઈ ગયો. ચિંતામણિ જેવો જેનો એક સમય છે એવો મનુષ્યદેહ ઊલટો પરિભ્રમણવૃદ્ધિનો હેતુ થાય છે, જો સદુપયોગ કરતાં ના આવડે તો. તોયે અરે ભવચક્રનો, આંટો નહીં એક્કે ટળ્યો. – શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૬૭ આંટો ટળ્યો તો નહીં, પણ આંટો વધાર્યો. જેમ દોઢો આંટો ચઢી જાય તેમ. જે સત્પરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. કોણે કહી છે? સત્પરુષોએ. કોની ભક્તિ કહી છે? સદ્ગુરુની. શેના માટે કહી છે? શિષ્યના કલ્યાણ માટે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે. જે નજીક છે, આશ્રયવાન છે, સમર્પિત થયો છે, આજ્ઞાંકિત છે, સ્વચ્છંદનો નાશ થયો છે, તે હવે પુરુષની દેહની ચેષ્ટા કે ઉદયની સામે નથી જોતો. ગમે તેવા ઉદય હોય, નિમિત્ત હોય તે વખતે પણ તેમનો ઉપયોગ શું કામ કરે છે? તેમનું ચિંતવન શું છે? વર્તમાનમાં જે કર્મના ઉદય આવ્યા છે, એમાં એમની ખતવણી કેમ છે? અને તેઓ જે કાંઈ ઉદય આવ્યો એની સાથે ભળી જાય છે? કે જ્ઞાતા-દા ભાવે રહે છે? તે વખતે પણ તેમનો ઉપયોગ આત્મસન્મુખ હોય છે કે પર સન્મુખ હોય છે? તો, સપુરુષનું આ ચિહ્ન છે કે કોઈપણ પ્રકારના કર્મના ઉદયમાં એ બહારમાં તાદાભ્ય થતાં નથી. એમના આત્માની ચેષ્ટા એટલે એમના ઉપયોગની જાગૃતિ, એમનું જ્ઞાન, એમનું દર્શન, એમનું ચારિત્ર, એમનો આનંદ, એમની આત્માની સમસ્ત પ્રોપર્ટી - એ બાજુ એમનો ઉપયોગ કેવો ચાલી રહ્યો છે? અશાતાના, શાતાના, પાપના કે પુણ્યના ગમે તે ઉદય હોય પણ તેઓ ઉપયોગ દ્વારા એમાં ભળતાં નથી, તાદાભ્ય થતા નથી. એ જુએ છે કે કર્મના ઉદયના કારણે આ બનેલા બનાવી છે. આ મારો સ્વભાવભાવ નથી. મારી શાંતિ અને મારું કલ્યાણ મારા સ્વરૂપના આશ્રયે છે. નિમિત્તાધીન થવાથી કે ઉદયાધીન થવાથી નથી. જે સપુરુષના આત્માની ચેષ્ટાનું નિરીક્ષણ કરે તે સાચો મુમુક્ષુ અને જે સાચો મુમુક્ષુ હોય તે જ સપુરુષના આત્માની ચેષ્ટાનું નિરીક્ષણ કરી શકે. નિરીક્ષણ કરે ત્યારે જ તેને ખ્યાલ આવે કે Page #629 -------------------------------------------------------------------------- ________________ ૬૦૬ છ પદનો પત્ર હું આટલો બધો પ્રયત્ન કરું છું છતાં મારો ઉપયોગ બહાર દોડી જાય છે અને આમને આટલા બધા ઉદયોની વચમાં પણ ઉપયોગ આત્માનો આશ્રય છોડતો નથી અને પરમાં તાદાત્મ્ય થતો નથી. ત્યારે તેને સત્પુરુષનું સ્વરૂપદૃષ્ટિથી બહુમાન આવે છે, અહોભાવ આવે છે. અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે, સદ્ગુરુ તો ગુણોના ભંડાર છે. એમના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર - આ જે આત્મિક ગુણોનો વૈભવ એમની સમજમાં દેખાય છે અને તેના ઉપર એમની દૃષ્ટિ જાય છે. અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થાય છે. અત્યાર સુધી દૃષ્ટિમાં બધાના દોષ દૃષ્ટિગોચર થતાં, હવે તેનામાં શિષ્યત્વ આવ્યું એટલે તેને સત્પુરુષના ગુણ દૃષ્ટિગોચર થાય છે. પછી તેનો સ્વચ્છંદ ટળી જાય છે અને સહેજે આત્મબોધ થાય. સહેજે આત્મજ્ઞાન થઈ જાય છે. કરાવવું પડતું નથી, થઈ જાય છે. ફળ વૃક્ષ પર પાકે છે ત્યારે પાડવું પડતું નથી, સ્વયં પડી જાય છે. ज्ञानस्य फलं विरतिः । જ્ઞાનનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ વિરતિ છે. તેનો સ્વચ્છંદ ટળી જાય છે અને સહેજે આત્મબોધ થાય. હવે તેનો ઉપયોગ આત્મા બાજુ વળે છે. અત્યાર સુધી તેનો ઉપયોગ બનાવો અને નિમિત્તો બાજુ વળી, તેના વિકલ્પોમાં કામ કરતો હતો. હવે તે કર્મના ઉદયના વિકલ્પોને પણ છોડે છે અને બાહ્ય નિમિત્તના વિકલ્પોને પણ છોડે છે. તે વખતે પણ તે આત્મજાગૃતિ રાખી, ઉપયોગને આત્મા બાજુ વાળતો જાય છે. ભલે બોધ ના આપે તો પણ તેમની સાથે રહેવાથી, તેમની ચર્ચા જોવાથી આ બધું શીખવા મળે છે. હર ચર્યામાં તેમની આત્માની જાગૃતિ હોય છે. ભલે અવિરતિ સમ્યક્દષ્ટિ હોય તો પણ ! વિરતિવાળા તો હોય જ, પણ અવિરત સમ્યષ્ટિ પણ કોઈ પણ કાર્ય ઉપયોગની અજાગૃતિમાં થવા દેતા નથી, જેને અભીક્ષ્ણ જ્ઞાનોપયોગ કહે છે. એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો ! સત્પુરુષોએ ભક્તિનું નિરૂપણ કર્યું કે સાચા સદગુરુની આવી ભક્તિ કરો. સદેવની આવી ભક્તિ કરો અને સદૈવે જે મોક્ષમાર્ગ પ્રરૂપ્યો તેની આવી ભક્તિ કરો. આજીવન ભક્તિમાં ને ભક્તિમાં રહે તો સમાધિમરણ પ્રાપ્ત થાય છે. ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું; રહે ચરણકમળમાં ધ્યાન, પ્રભુ એવું માગું છું. Page #630 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર ૬૦૭ ભક્તોના જીવનચરિત્ર વાંચવાથી જીવન જીવવાની અનેક પ્રકારની કળા આપણને હસ્તગત થાય છે. સંતોનું ચરિત્ર એ “આર્ટ ઓફ લિવિંગ” છે. એમાંથી જીવન જીવવાની કળા હસ્તગત થાય છે. કેમ ખાવું, કેમ બેસવું, કેમ ઉઠવું, કેમ ચાલવું, કેટલો વ્યવહાર કરવો, કેટલું બોલવું, ક્યાં જવું, ક્યાં ના જવું, શું કરવું, શું ના કરવું, દરેક કાર્ય પર અંદ૨માં આપણું નિરીક્ષણ થાય અને બ્રેક વાગતી જાય અને જે જે કંઈ વિપરીત પ્રવૃત્તિઓ છે તે બધી મટતી જાય અને તેની જગ્યાએ સભ્યપ્રવૃત્તિઓ આવતી જાય છે. માટે એ ભક્તિને પણ નમસ્કાર ! એ ભક્તોને પણ નમસ્કાર ! એ સત્પુરુષોને પણ ફરી ફરી ત્રિકાળ નમસ્કાર ! અને આવું ભક્તિનું નિરૂપણ કરનાર જ્ઞાનીઓને પણ ત્રિકાળ નમસ્કાર ! જુઓ ભક્તિને નમસ્કાર કર્યા છે. સોળ કારણભાવના, જે તીર્થંકર નામકર્મ બંધાવાનું કારણ છે, તેમાં અરિહંતભક્તિ, આચાર્યભક્તિ, પ્રવચનભક્તિ, બહુશ્રુતભક્તિ એમ ચાર પ્રકારની ભક્તિ છે. આ કાળમાં ગુરુની ગાદી ખૂબ જોખમવાળી છે. સાચો માર્ગ બતાવે, સન્માર્ગમાં વાળે તો ગુરુનું પણ કલ્યાણ, નહીં તો જો કોઈ એક જીવને પણ અવળા માર્ગે ચડાવે તો તેમને મોટું નુકસાન છે. ગુરુનું પદ બહુ જોખમવાળું છે. પ્રભુશ્રી એક દષ્ટાંત આપતાં કે એક કૂતરાંને ઘણી બધી જીવાતો ચોટેલી. એ બધી એનું લોહી પીવે. એનું કારણ શિષ્યએ ગુરુને પૂછ્યું તો ગુરુ કહે કે આ કૂતરો પૂર્વ ભવમાં આ બધી જીવાતોનો ગુરુ હતો, પણ બધાને ખોટે માર્ગે ચડાવેલા. એટલે તે બધાં ભેગાં થઈને અત્યારે બદલો લે છે. તો, આ ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો ! દરરોજ ભાવ સહિત દેવ-ગુરુ-ધર્મને વંદન કરવાથી આત્મજ્ઞાનની ઘણી પાત્રતા પ્રગટ થાય છે. ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાહીં રે; પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોર્યાશી માંહી રે. જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારયોગે શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે, તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો, તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો ! નમસ્કાર હો !! Page #631 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર કેટલાં પ્રકારે અને કેટલી વાર નમસ્કાર કર્યા છે ! વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી. સંપૂર્ણ જ્ઞાનાવરણીય ટળી, કેવળજ્ઞાન પ્રગટ થાય એવી વ્યવસ્થા આ કાળમાં, આ ક્ષેત્રમાં આપણા માટે નથી. પણ જેના વચનના વિચારયોગે શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે. જે ભવ્ય આત્માઓ જ્ઞાનીપુરુષોનાં આગમોને વાંચે છે તેને અંદરમાં એક દૃઢ શ્રદ્ધા થાય છે કે મારા આત્મામાં કેવળજ્ઞાન લેવાની શક્તિ છે. તેને મારે ધીરે ધીરે ક્રમિક વિકાસ દ્વારા વ્યક્ત કરતા જવાની છે. ૬૦૮ એટલે કે શક્તિપણે તો કેવળજ્ઞાન છે. જેમ દિવાસળીમાં શક્તિપણે તો અગ્નિ રહ્યો છે પણ તેનો જો પ્રયોગ કરવામાં આવે તો પ્રગટી શકે છે. ના હોય તો ના પ્રગટે. કેવળજ્ઞાનની શક્તિ ના હોય તો કેવળજ્ઞાન ના પ્રગટે. શક્તિ તો ભવ્યમાં પણ છે અને અભવ્યમાં પણ છે. શક્તિ બન્નેમાં છે, પણ એકમાં વ્યક્ત કરવાની યોગ્યતા છે અને એકમાં વ્યક્ત થવાની યોગ્યતા નથી. જેમ કોઈડુ મગમાં ચડવાની શક્તિ છે, પણ યોગ્યતા નથી. તેમ જ્ઞાનીઓના વચનના આધારે, આગમના વચનોના આધારે જીવને એક બળ મળે છે કે મારામાં શક્તિ તો છે, જો હું પુરુષાર્થ અને પ્રયોગ કરું તો મને કેવળજ્ઞાન પ્રગટ થઈ શકે છે. શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે. જેને આત્મજ્ઞાન થયું, સમ્યગ્દર્શન થયું, તેને શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું કહેવાય. કેમ કે, અનુભવાત્મક શ્રદ્ધા થઈ અને આ જ શ્રદ્ધા આગળ વધી અનંત સુખ રૂપે પ્રગટ થવાની છે. આ અંશ પ્રગટ થયો છે સુખ ગુણનો. હવે અનંતસુખ તેને આગળ પ્રગટ થવાનું છે. હજી સૂર્ય ઊગ્યો છે, મધ્યાહ્ને આવ્યો નથી, પણ નીચે છે, છતાંય તેના કિરણો ઉપર આવીને પ્રકાશ તો આપે છે. આપણને પણ લાગે છે કે હવે આ સૂર્ય પૂરેપૂરો ઊગશે. એમ સમ્યગ્દર્શન થયું, શ્રદ્ધા સાચી થઈ તો કેવળજ્ઞાનની શ્રદ્ધા દૃઢ થઈ અને કેવળજ્ઞાનની શ્રદ્ધા દઢ થઈ તો શ્રદ્ધા અપેક્ષાએ તેને કેવળજ્ઞાન પ્રગટ થયું કહેવાય. વિચારદિશાએ કેવળજ્ઞાન થયું છે. સમ્યગ્દર્શન થયું એટલે કેવળજ્ઞાનના સૂક્ષ્મ વિચારો આવે છે. કરણાનુયોગ દ્વારા જે જે કેવળજ્ઞાનનું વર્ણન છે કે શ્રેણીમાં કેવો પુરુષાર્થ હોય, કેવી કેવી નિર્જરા હોય, કેવો કેવો આશ્રય હોય, કેવું ધર્મધ્યાન હોય, કેવું શુક્લધ્યાન હોય; આ બધાનાં યથાર્થ વિચાર, એ દશામાં તેને આવે છે. ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે. હવે તેને કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા સિવાયની બીજી કોઈ ઇચ્છા રહી નથી. સમ્યક્દષ્ટિને કેવળજ્ઞાન સિવાયની કોઈ ભાવના રહી નથી. એટલે કેવળજ્ઞાનનું Page #632 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર ૬૦૯ સ્વરૂપ સમજી એ જ ભાવના હોય કે હવે કેવળજ્ઞાન સિવાય દુનિયાનો બીજો કોઈ પદાર્થ મારા માટે કામનો નથી. મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે. દરેક આત્મામાં કેવળજ્ઞાન પડેલું છે અને જે મુખ્ય નય, પરમશુદ્ઘનિશ્ચયનય છે, તે એમ કહે છે કે જે આત્મજ્ઞાન પ્રગટ થયું તે સૂર્ય પ્રગટ થયો. તેમ આ કેવળજ્ઞાનનો પ્રકાશ ધીમે ધીમે ઉદય થઈ રહ્યો છે. એટલે તેને વર્તી રહ્યું છે. તેના અનુભવમાં આવી રહ્યું છે કે અત્યારે ભલે થોડું ચાખે. જેમ તમે કેરી લેવા જાવ કે તરબૂચ લેવા જાવ તો પહેલાં તમને ચખાડે છે. એક કેરી ચાખવાથી બધી કેરીનો સ્વાદ ખ્યાલમાં આવી જાય છે. તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો, તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો ! નમસ્કાર હો !! એક સત્પુરુષ મળ્યા તો છેક અવ્યાબાધ સુધીનું સુખ પ્રગટ થાય છે. અનંત સંસારનું પરિભ્રમણ એક સત્પુરુષના આશ્રયે તૂટે છે. એટલે આપણે મંગલાચરણમાં બોલીએ છીએ કે, અહો સત્પુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ ! કેવા છે ? સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શનમાત્રથી પણ નિર્દોષ, અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપપ્રતીતિ, અપ્રમત્ત સંયમ, અને પૂર્ણ વીતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત; - છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી, અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ! ત્રિકાળ જયવંત વર્તો ! - શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૮૭૫ અનંત અવ્યાબાધ સુખ સુધી પહોંચાડી દે છે. આ કોના પ્રસાદથી થયું ? સદ્ગુરુ અથવા સત્પુરુષના પ્રતાપથી. તો તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ, અભેદ ભક્તિએ, પરાભક્તિએ, નિષ્કામભક્તિએ નમસ્કાર હો ! નમસ્કાર હો ! મંદિરમાં જઈએ તો કંઈક માંગીએ. કંઈક માનતાઓ માનીએ, કંઈક બાધાઓ રાખીએ - આ બધી સકામ ભક્તિ છે. મારો છોકરો પાસ થશે તો હુમજ કે શંખેશ્વર જઈ પદ્માવતીને - ચૂંદડી ચડાવીશ. થશે તો ! એટલે પદ્માવતી પણ સમજે છે કે આ ભક્ત પરાભક્તિવાળો નથી અને પેલા છોકરાનો ઉદય એવો નાપાસ થવાનો છે. એટલે જ પાસ થશે તો. ‘તો’ શબ્દ આવ્યો છે. બસ, આવું આપણે ભિખારીપણું રાખી સકામભક્તિ કરીએ છીએ. Page #633 -------------------------------------------------------------------------- ________________ ૬૧૦ છ પદનો પત્ર દશાનું ફળદશાવાળાને મળે છે. નિષ્કામ ભક્તિમાં જે દશા છે તે દશા સકામ ભક્તિવાળાને આવી શકતી નથી. કોઈ માંગણી નહી. આ તો હાથ જોડી જોડીને માંગે છે. રડતાં રડતાં અંબાજીની - જાત્રા કરે. રડતાં રડતાં જાય, પણ પાછો થાકે એટલે બેઠો બેઠો બીડી પી લે! નિષ્કામ ભક્તિ એટલે કોઈ માંગણી નહી. મોક્ષની પણ માંગણી નહી. સંસારના સુખો અને પદાર્થોની માંગણી તો નહીં, પણ મોક્ષની પણ માંગણી નહીં. સંપૂર્ણ ઇચ્છાઓનો નિરોધ એ મોટું તપ છે અને તે કેવળજ્ઞાન પ્રગટ થવાનું કારણ છે. તે પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો! નમસ્કાર હો! Page #634 -------------------------------------------------------------------------- ________________ ત્રણ મંત્રની માળા સહજાત્મસ્વરૂપ પરમગુરુ. પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ. આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે. ઉપરોક્ત ત્રણ મંત્રો પરમકૃપાળુદેવ દ્વારા આપણને મળ્યા છે. એમણે પ્રભુશ્રીને આપેલા અને તેમને પણ આજ્ઞા આપેલી કે તમે બધાને આ મંત્ર આપજો. કોઈ અભણ માણસ હોય, કોઈના સમજી શકે એવો હોય કે કોઈ અપંગ હોય, નિરાધાર હોય – ગમે તે જીવ હોય પણ એક મંત્રના આધારે ઘણા જીવો તરીને પાર પામી ગયા છે. એમ કહેવાય છે કે ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્ર પણ પરમકૃપાળુદેવને મહાવીર સ્વામી પરમાત્મા પાસેથી મળેલો અને એ મંત્ર એમણે સાધ્ય કરીને આપણને આપ્યો છે. કોઈપણ મંત્ર, ભક્તિ, સ્વાધ્યાય, તપ, ત્યાગ કે કોઈપણ પ્રકારની સાધના હોય; એ બધા સાધન એક સ્વરૂપસ્થ થવા માટે છે. બધુંય કર્યું પણ જો ઉપયોગ પોતાના સ્વરૂપમાં સ્થિર ના થયો તો બધું કરેલું નિષ્ફળ જાય છે. એટલે ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્ર છે તે ચૌદ પૂર્વનો સાર છે અને ચૌદ પૂર્વની ઘનવટી છે. કોઈ શાસ્ત્ર ભણેલો ના હોય કે બીજી કોઈ આવડત ના હોય, પરંતુ એક આ મંત્રના મર્મને, રહસ્યને સમજી અને જો પદ્ધતિસરની આરાધના કરે તો તે જીવ અવશ્ય આત્મકલ્યાણ સાધી મનુષ્યભવને સફળ કરી પરંપરાએ મોક્ષને પ્રાપ્ત કરે એટલી એમાં તાકાત અને બળ રહેલું છે, શ્રદ્ધા જોઈએ. ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ.' પરમગુરુ પાંચ કહેવાય છે. અરિહંત ભગવાન પરમગુરુ છે, સિદ્ધ ભગવાન પરમગુરુ છે, આચાર્ય-ઉપાધ્યાય અને સાધુ ભગવાન પણ પરમગુરુ કહેવાય છે. વંદો પાંચો પરમગુરુ, સુરગુરુ વંદત જાસ, વિઘન હરણ મંગલ કરણ, પૂરણ પરમ પ્રકાશ. – શ્રી વિનયપાઠ Page #635 -------------------------------------------------------------------------- ________________ ૬૧૨ ત્રણ મંત્રની માળા મંત્રમૂલં ગુરોર્વાક્ય મોક્ષમૂલં ગુરુકૃપા. ગુરુના વાક્યો છે એ મંત્રો છે અને એમાંય આ મંત્ર આપ્યો એ પણ મંત્રીને આપ્યો! સપુરુષમાં અને એમના આપેલા મંત્રમાં પૂર્ણ શ્રદ્ધા હોય અને એનો ભાવ સમજી જે જીવ એકાગ્રતાથી ધ્યાન દ્વારા તેની સાધના કરે તે અવશ્ય આ જ ભવમાં આત્મકલ્યાણને પ્રાપ્ત કરી લે છે. ધ્યાનની ભૂમિકામાં જવા માટે મંત્ર એક માધ્યમ છે. ચંચળ ચિત્તવાળો ધ્યાનની સાધના કરી શકતો નથી. એટલે મન પણ થોડું શાંત અને સ્થિર રાખવું પડે છે. ધ્યાનમાં આસનની સ્થિરતા પણ જરૂરી છે. જાપૂર્વક ધ્યાન કરવાનું છે. જપ વગરનું ધ્યાન કે અવલંબન વગરનું ધ્યાન એ તરંગરૂપ બની જાય છે. જપની પદ્ધતિ બતાવી છે. ધીમે ધીમે શ્વાસ લેતાં સહજાત્મસ્વરૂપ અને ધીમે ધીમે શ્વાસ મૂકતાં “પરમગુરુ' મનમાં બોલવું. “ક્વોન્ટીટી” નહીં જોવાની, પણ ક્વૉલીટી' જોવાની. પરમકૃપાળુદેવ કહે છે, શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો; નહીં એક સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લો. – શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૧૫ નવકારમંત્ર કહો, નવપદજીનું ધ્યાન કહો, સોહમ્ કહો કે સહજાન્મસ્વરૂપ પરમગુરુ કહો – આ બધા મંત્રો એકાવાચક છે. સહજાત્મસ્વરૂપ પરમગુરુમાં પાંચે પરમગુરુ આવી જાય છે. અરિહંત ભગવાન પણ સહજાત્મસ્વરૂપ છે, સિદ્ધ ભગવાન પણ સહજાત્મસ્વરૂપ છે, આચાર્ય ભગવાન પણ સહજાત્મસ્વરૂપ છે, ઉપાધ્યાય ભગવાન અને સાધુ ભગવાન પણ સહજાત્મસ્વરૂપ છે અને આપણે પણ સહજત્મસ્વરૂપ છીએ. સહજાત્મસ્વરૂપના નાતે આપણે બધા સરખા છીએ. દ્રવ્યદૃષ્ટિથી આપણે બધાય સિદ્ધ ભગવાન જેવા જ છીએ; ભલે હજુ થયા નથી, પણ થવાની યોગ્યતાવાળા છીએ. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. એ પરમગુરૂ કે પરમાત્મપદ એમણે કેવી રીતે પ્રાપ્ત કર્યું? પોતાના સહજાત્મસ્વરૂપનો આશ્રય લેવાથી. એ સહજાત્મસ્વરૂપના આશ્રયે એમણે પરમગુરુ પદ પ્રાપ્ત કર્યું. કોઈ પણ જીવ પોતાના સહજાત્મસ્વરૂપનો આશ્રય કરે તો તેને એ પદની પ્રાપ્તિ થઈ શકે. સિદ્ધાંત બધાય માટે સરખો હોય છે. તે માટે આપણે પહેલા આપણી જાતમાંથી પરમાં જે અહમ્-મમત્વપણું છે તેને ભૂસવું પડશે કે, હું ગોકુળભાઈ છું, હું મનુષ્ય છું, હું અમુક નાતનો છું, હું અમુક ગ્રુપનો છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું જૈન છું, હું અજૈન છું - આવી બધી જે પરમાં અહમ્-મમત્વપણાની માન્યતાઓ છે એને કાઢીને ભાવના કરવી કે હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારા Page #636 -------------------------------------------------------------------------- ________________ ત્રણ મંત્રની માળા ૬૧૩ નથી. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.’ એટલે કે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય. બોલવું એ અલગ વસ્તુ છે અને શ્રદ્ધાપૂર્વક ભાવભાસન આવવું એ અલગ વસ્તુ છે. આપણે જે નિત્યક્રમ કરીએ એમાં બધું બોલી જઈએ, ક્ષમાપનાનો પાઠ બોલી જઈએ, વીસ દોહરા બોલી જઈએ, યમનિયમ બોલી જઈએ - આ બધું બોલી જઈએ, પણ આપણે જે જીવન જીવીએ છીએ તેમાં ક્યાંય અહમ્ – મમત્વપણું ના થાય એની જાગૃતિ હોતી નથી. એ અહમ્પ - મમત્વપણું કાઢવા માટે આ મંત્ર આપણને આપ્યો છે કે પરમગુરુ પણ સહજાત્મસ્વરૂપ છે અને હું પણ સહજાત્મસ્વરૂપ છું. માત્ર મને મારું ભાન નહોતું, તે આ મંત્રના માધ્યમથી મને સદ્ગુરુએ કરાવ્યું છે. જીવ સહજાત્મસ્વરૂપથી રહિત નથી, માત્ર એને સહજ સ્વરૂપનું ભાન નથી અને સહજ સ્વરૂપનું ભાન થવું તે સાધના છે. બોલીએ છીએ કે, ‘હું આત્મા છું,’ પણ એ કહેતી વખતે જગતના તમામ ચેતન-અચેતન પદાર્થોથી, સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન, અસંગ, એકાકી છું, જગતના કોઈ પદાર્થ સાથે કિંચિત્ માત્ર મારે લાગતું-વળગતું કે લેવા-દેવા નથી, પણ એવો ભાવ કરતા નથી. એ પદાર્થોનું સ્વભાવ પરિણમન થાય કે વિભાવ પરિણમન થાય એમાં આપણું જ્ઞાતા-દષ્ટાપણું, સાક્ષીભાવપણું ટકી રહે તો માનવું કે હવે આપણું અહમ્મમત્વપણું ઓછું થયું છે. દેહમાં કોઈ પ્રતિકૂળતા આવી, ઘરમાં કંઈ પ્રતિકૂળતા કે અનુકૂળતા આવી, એ અનુકૂળતા કે પ્રતિકૂળતામાં આપણે ભળી જઈએ છીએ અને સાક્ષીભાવે રહી શકતા નથી, તો એ બતાવે છે કે જે આપણે બોલીએ છીએ તે શબ્દજ્ઞાન છે, સ્વસંવેદન જ્ઞાન નથી. શબ્દજ્ઞાન તો પંડિતો પાસે ખૂબ હોય છે, પણ એ જ્ઞાન એમને આસ્રવથી નિવર્તાવતું નથી. જ્ઞાન તેને કહીએ કે જે આસ્રવથી નિવર્તાવે અને સંવર નિર્જરામાં પ્રવર્તાવે. પરમકૃપાળુદેવે એની જુદી વ્યાખ્યા કરી છે કે ‘હર્ષ અને શોકના પ્રસંગે હાજર થાય તેનું નામ જ્ઞાન છે.' જ્યારે આપણું જ્ઞાન ખરા વખતે જ ગેરહાજર રહે છે અને બાકી હાજર રહે છે ! સ્વાધ્યાયહૉલમાં હાજર અને સ્વાધ્યાયહૉલની બહા૨ ગેરહાજર થઈ જાય છે. આત્મા છું, આત્મા છું, એમ સ્વાધ્યાયહૉલમાં બોલે પણ બહાર જઈને આત્મા ‘છૂ’ થઈ જાય છે. હું માત્ર સહજાત્મરૂપી આત્મા છું, આત્મા સિવાય હું કશું નથી અને આત્મા સિવાય વિશ્વમાં કશું મારું નથી - આવું અકિંચનપણું, એકાકીપણું, ઉપયોગમાં ભાવભાસનમાં વારંવાર ભાસવું જોઈએ, એ સાધના છે. બીજી ધર્મના નામે ક્રિયાઓ ઓછી Page #637 -------------------------------------------------------------------------- ________________ ૬૧૪ ત્રણ મંત્રની માળા થશે તો ચાલશે, તપ-ત્યાગ અત્યારે નહીં થાય તો ચાલશે પણ આવું અકિંચનપણું, એકાકીપણું નહીં ભાસે તો નહીં ચાલે. પહેલામાં પહેલી સાધના આ છે કે આપણે આપણા સ્વરૂપને એકાકીપણે જોતા શીખીએ. જગતનો કોઈ પદાર્થ તમને સુખ કે દુઃખ આપવા માટે શક્તિમાન નથી અને થઈ શકે તેમ પણ નથી. છતાંય તમે એમ માનો કે મને આણે સુખી કર્યો, આણે મને દુ:ખી કર્યો, આ ના હોત તો મને સારું હતું, આ હતું માટે મારું બધું કામ બગડી ગયું – એ બધા અજ્ઞાનતાપૂર્વકના જે વિકલ્પો ચાલે છે તે આ સમ્યગ્દર્શનને મોટા બાધક થાય છે. પરનું કર્તૃત્વપણું, પરનું ભોક્તત્વપણું, ૫૨માં અહમ્પણું કે પ૨માં મમત્વપણું અને ૫૨માં ઈષ્ટબુદ્ધિ કે અનિષ્ટબુદ્ધિ આ બધાય મિથ્યાત્વના સરદારો છે. આ જગતમાં આ આત્માને જગતનો કોઈ જીવ કે પદાર્થ ઈષ્ટ નથી, આત્માનું હિત કરી શકે તેમ નથી, આત્માને સ્પર્શી શકે તેમ નથી કે આત્માને સ્વભાવ કે વિભાવરૂપે પરિણમાવી શકે તેમ નથી; છતાંય અમુક જીવો કે અમુક પદાર્થો મને ઈષ્ટ છે એમ માનવું તે દેહની અપેક્ષાએ કહ્યું છે અને દેહ તો તમે છો નહીં. જેને દેહાત્મબુદ્ધિ છે તે ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ કરે છે. તેને દેહાધ્યાસ છૂટી ગયો છે એને હવે કોઈ ઈષ્ટ પણ નથી અને કોઈ અનિષ્ટ પણ નથી. એ તો જે બનાવો બને તેને માત્ર જાણનાર-દેખનાર હું આત્મા છું એમ જુએ છે. ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ’ મંત્રમાં સાક્ષીભાવે રહેવાની, જીવવાની એક કળા બતાવેલી છે. વારંવાર એ જાપને જપવાથી મનની શુદ્ધિ થાય છે અને એ શુદ્ધ થયેલું મન, ઉપયોગ આત્મામાં સ્થિર થાય છે. મનની શુદ્ધિ માટે જાપ જરૂરી છે, છતાંય કોઈ પણ સવિકલ્પ અવસ્થામાં કરેલી પ્રવૃત્તિ આસ્રવ-બંધનું જ કારણ છે અને સવિકલ્પતામાંથી નિર્વિકલ્પતામાં પરિણમી જાય એ જ મંત્રનું પ્રયોજન છે. મંત્ર દ્વારા ધ્યાનનું પ્રયોજન શું છે ? સવિકલ્પ અવસ્થામાંથી નિર્વિકલ્પ અવસ્થામાં જવું. નિર્વિકલ્પ અવસ્થા એટલે શું ? બીજા બધા વિકલ્પો છોડી ઉપયોગ એકમાત્ર આત્માની અંદર જ શાંત અને સ્થિર થાય. આનું નામ નિર્વિકલ્પ અવસ્થા છે, નિર્વિચાર અવસ્થા નહીં. વિચારપણું તો ત્યાં છે. છેક શ્રેણીમાં ચઢેલા જીવને પણ વિચારો તો ચાલે છે, એકત્વવિતર્ક વિચાર, પૃથવિતર્ક વિચાર આ બધા વિચારો તો શુક્લધ્યાનની શ્રેણીમાં પણ હોય છે, એટલે નિર્વિચાર દશા નથી. નિર્વિકલ્પ દશા જુદી છે. નિર્વિકલ્પ એટલે આત્મા સિવાયના બીજા કોઈપણ વિકલ્પ નથી. માત્ર આત્માનું જ ચિંતવન, આત્માનું જ મનન, આત્માનું જ ધ્યાન, આત્મામાં ઉપયોગની સ્થિરતા. આત્માનો ઉપયોગ આત્માકાર થાય એ નિર્વિકલ્પતા છે. આ મંત્રના માધ્યમથી આપણે સ્વરૂપ અનુસંધાન કરી આત્માની પ્રાપ્તિ કરવાની છે. હાલતાં-ચાલતાં, બેસતાં-ઉઠતાં, લેતાં Page #638 -------------------------------------------------------------------------- ________________ ૬૧૫ ત્રણ મંત્રની માળા દેતાં દરેક ક્રિયામાં મંત્રસ્મરણનું બળ જો રાખે તો તે એકાંતમાં આ મંત્ર દ્વારા આત્મધ્યાન પ્રાપ્ત કરી આત્માનું કલ્યાણ સાધી શકે. કોઈ પણ ક્રિયા કરતા હોય - તમે ગાડી ચલાવતા હોય તો પણ તમારું મંત્રનું સ્મરણ ચાલવું જોઈએ, જમવા બેઠા હોય તો પણ મંત્રનું સ્મરણ ચાલવું જોઈએ. જો આ સ્મરણ નહીં હોય તો તમે જમવા બેઠા હશો તો તેમાં એકાકાર થઈ જશો, ધંધામાં હશો તો તેમાં એકાકાર થઈ જશો, બીજી ક્રિયામાં એકાકાર થઈ જશો. જો આ મંત્રનું બળ હશે તો એ તમારા ઉપયોગનું - આત્માનું રક્ષણ કરશે. એટલે શ્રી બ્રહ્મચારીજીએ કહ્યું છે, મંત્ર મંત્રો સ્મરણ કરતો કાળ કાઢું હવે આ, જ્યાં ત્યાં જવું પર ભણી ભૂલી બોલ ભૂલું પરાયા; આત્મા માટે જીવન જીવવું લક્ષ રાખી સદાયે, પામું સાચો જીવનપલટો, મોક્ષમાર્ગી થવાને. – પૂ. બ્રહ્મચારીજી કેવી સરસ રચના બ્રહ્મચારીજીએ કરી છે! હવે આ મનુષ્યભવનો કિંમતી સમય હું સાંસારિક કાર્યોમાં કે પદાર્થોમાં કે સંસારની ખટપટોમાં લગાડીશ નહીં. કેમ સાધનામાં આગળ નથી વધાતું ? બધી સાધના કેમ ધોવાઈ જાય છે ? સંસારની પ્રવૃત્તિઓ, આરંભ-પરિગ્રહની પ્રવૃત્તિઓ અને બીજી લૌકિક પ્રવૃત્તિઓ એટલી બધી આપણે વધારી દીધી છે કે હવે એમાંથી પાછું ફરવું આપણા માટે બહુ અઘરું થઈ ગયું છે. ગૃહસ્થદશા છે એટલે કમાવું પડે, તો એટલી પ્રવૃત્તિ તમે ચાર-છ કલાક કરો, તમારા ભાગ્ય અનુસાર મળી જશે. બાકીનો જે સમય તમે ટી.વી.માં, મોબાઈલમાં, વિકથાઓમાં, સાંસારિક કાર્યોમાં કે બીજી ખટપટોમાં કાઢો છો તે તમારા આત્માની સાધનાને ધોઈ નાંખે છે, તમારો ઉપયોગ ડહોળાઈ જાય છે. ઘણા વર્ષોની કરેલી સાધના પણ થોડા અજ્ઞાની અને અસંયમીઓના સંપર્કથી ધોવાઈ જાય છે. આપણને તેમની સંગતિ બહુ ગમે છે અને જ્ઞાનીઓ તથા સંયમીઓની સંગતિ આપણને ઓછી ગમે છે, એ જ આપણી રુચિ ક્યાં છે તે બતાવે છે. હું એમ કહ્યું કે, તમને મારે અઠવાડિયું મારા ખર્ચે ઈડર શિબિરમાં લઈ જવાના છે. ટિકિટના પૈસા, રહેવાનો અને જમવાનો બધો ખર્ચ મારા તરફથી. નામ લખાવો. આ એક સ્કીમ અને બીજી સ્કીમમાં એમ કહ્યું કે મારે તમને કેરાલા લઈ જવાના છે અને ત્યાં સરસ બીચ છે, ચારે બાજુ સરસ ગ્રીનરી અને બીજી પણ ફરવાની એટલી બધી સરસ જગ્યાઓ છે; પણ ત્યાં ચાર્જ થશે, તો તમે શું પસંદ કરશો? તમને કેરાલા જવાનું ગમશે. એ જ તમારી યોગ્યતા અને રુચિ બતાવે છે. પરમકૃપાળુદેવે કહ્યું છે, Page #639 -------------------------------------------------------------------------- ________________ ૬૧૬ ત્રણ મંત્રની માળા ‘કોઈ ભોગી થવાનો બોધ કરે છે તો કોઈ યોગી થવાનો બોધ કરે છે. કોઈને કોઈનો અને કોઈને કોઈનો બોધ લાગે છે, એવું કેમ છે ?’ આયુષ્યનો ઘણો કાળ વહી ગયા છતાં હું આત્માની સાધના કરી લઉં એનું ભાન જ નથી. જીવ અહમાં અને બફમમાં એમ માને છે કે હું તો ખૂબ સાધના કરું છું, રોજની આઠ કલાક કરું છું. એ બધું કંઈ નથી, બાહ્ય છે. તને હજી મોજશોખમાં અને પરવસ્તુમાં કેમ રુચિ છે? જગતના પદાર્થોને જોવાની અને જાણવાની કેમ આટલી ઉત્કંઠા કે તાલાવેલી જાગે છે ? આટલી ઉંમરે ? હવે તો તારે તારા આત્માનું કલ્યાણ કરવાનું છે. ‘સમય ગોયમ્ મા પમાણે ।’ આ મહાસૂત્ર ભગવાન મહાવીરે આપ્યું છે. હે ગૌતમ ! એક સમયનો પણ પ્રમાદ કરશો નહીં. તો તમે ઈડરમાં જશો તો પ્રમાદ વધારે થશે કે કેરાલા જશો તો પ્રમાદ વધારે થશે ? મોજશોખ ક્યાં થશે ? ત્યાં તમે ડૂબી જવાના છો – જોવામાં, ખાવામાં – પીવામાં ને હરવા – ફરવામાં અને કેટલા કર્મના પોટલા બાંધીને આવશો ? આનું નામ ઉપયોગનું ડહોળાઈ જવું. - આવી અનેક ક્રિયાઓમાં આપણો ઉપયોગ ડહોળાઈ જાય છે. પછી કલાક, બે કલાક કે ચાર કલાક સાધના કરીએ એ સાધનામાં જે ઉત્સાહ અને રુચિ જાગવા જોઈએ અને ચિત્તની પ્રસન્નતા થવી જોઈએ તે થતી નથી. એટલે બે વસ્તુ છે – એક સાધનાને બાધક કારણોનો ત્યાગ કરો અને બીજું સાધક કારણોના નિમિત્તમાં રહો. આ બન્નેની જરૂર છે. બાધક કારણોનો ત્યાગ ના થાય તો ગમે તેટલી સાધના કરશો તો તેના નિમિત્તે બધી સાધના ધોવાઈ જશે, અને સાધક કારણોને અંગીકાર નહીં કરો તો તમારે જે જ્ઞાનની અને ધ્યાનની વૃદ્ધિ કરવી છે તે પણ નહીં થાય. માટે જે નિમિત્ત તમને આત્મસાધનામાં બાધક થતાં હોય, ભાવોની વિશુદ્ધિ થવામાં બાધક થતાં હોય તેને તમે છોડો. આ તો પરમકૃપાળુદેવે આપણને મંત્ર આપીને ઘેર બેઠા ગંગા આપી છે. તારે જેટલું લસોટવું હોય તેટલું લસોટ. જેટલું લસોટીશ તેટલો આત્માનો કરંટ તને વધારે મળતો જશે, આનંદ વધારે મળતો જશે, શાંતિ વધારે થતી જશે અને મંત્રના માધ્યમથી તારું મિથ્યાત્વ પણ કપાતું જશે. શક્તિ હોય તેટલી લગાડ. એક શ્વાસ નકામો ના જવા દે. પરમકૃપાળુદેવે કહ્યું છે, એક પળ વ્યર્થ ખોવાથી એક ભવ હારી જવા જેવું છે એમ તત્ત્વની દૃષ્ટિએ સિદ્ધ છે ! શ્રી મોક્ષમાળા – શિક્ષાપાઠ – ૫૦ આપણને એમ લાગે છે કે આપણી બધી પળ સારી જાય છે, પણ બધી વ્યર્થ પળો છે. બહુ ઊંચી વાત નથી કરતો અત્યારે, પણ હકીકતમાં તમે બાહ્ય ભક્તિ, સ્વાધ્યાય ને સત્સંગ Page #640 -------------------------------------------------------------------------- ________________ ૬૧૭ ત્રણ મંત્રની માળા કરો છો એ પણ વ્યર્થ છે. એનું ફળ શું આવ્યું? આટલા વર્ષોથી એ બધું કર્યું તો હવે ઉપયોગ સ્વરૂપ સન્મુખ વધારે રહેવો જોઈએ, એના બદલે માંડ અડધો કલાક કે કલાકમાં તો તમે ઊંચાનીચા થાઓ છો! સ્વાધ્યાય પૂરો કરવાનો સમય સવા અગિયારનો હોય, પણ હું બાર વાગ્યા સુધી ચલાવું તો છેલ્લે હું અને માઈકવાળા ભાઈ બે જણા જ હોઈએ ! એ આપણી રુચિ ક્યાં છે તે બતાવે છે. જ્યારે ધંધામાં કે દુકાનમાં ઘરાકી જામી હોય ત્યારે ઘરે જમવા તો ના જાય, પણ ટિફિન મંગાવ્યું હોય એ પણ સાંજ સુધી એમ ને એમ પડ્યું રહે! ધંધામાં જીવ અપ્રમત્ત બની જાય છે! જૈસી પ્રીતિ હરામ કી, ઐસી હર પર હોય; ચલો જાય વૈકુંઠ મેં, પલ્લો ન પકડે કોય. રુચિ કેમ નથી થતી? યોગ્યતા નથી. યોગ્યતા કેમ આવે? મહાપુરુષોના સત્સંગમાં, સાંનિધ્યમાં, આશ્રયમાં રહીએ તો. આપણે આશ્રય કોનો કરીએ છીએ ? ઘરવાળાનો, સગાંવહાલાંનો, મિત્રોનો. બહુ બહુ તો વેવાઈનો. હવે એ તને ક્યાં લઈ જશે પ્રભુ! તું તારા ઉપયોગથી તો વિચાર કે એમના સંગમાં રહેવાથી તારો ઉપયોગ શુદ્ધ થશે કે અશુદ્ધ થશે? કેમ કે એ બધા લૌકિક જીવો છે. પરમકૃપાળુદેવે પત્રાંક - ૩૨૨ માં કહ્યું છે, “અમે અને તમે લૌકિક માર્ગે પ્રવર્તશું તો અલૌકિક માર્ગે કોણ પ્રવર્તશે?” આ પંચમકાળ છે, પડતો કાળ છે, ધીઠું હુંડાવસર્પિણી કાળ છે. આવા કાળમાં આત્માની સાચી રુચિ જાગવી, મુક્તિની સાચી ભાવના કરવી અને સમ્યગદર્શનને પ્રાપ્ત કરવાનો દઢ નિર્ણય કરવો, સાચા દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ સમજીને એમના આપેલા બોધ દ્વારા, મંત્રસ્મરણ દ્વારા આત્માને ભાવિત કરી પવિત્ર બનાવવો, નિર્મળ બનાવવો. સાંસારિક સંગ-પ્રસંગમાં આત્માનો ઉપયોગ મલિન થઈ જાય છે. પાંચેય પરમગુરુ સહજાત્મસ્વરૂપ છે, હું પણ સહજાત્મસ્વરૂપ છું. એ અરિહંત અને સિદ્ધ ભગવાન તો અખંડપણે પોતાના સહજાત્મસ્વરૂપના અવલંબને જ છે અને બાકીના આચાર્ય, ઉપાધ્યાય, સાધુ ભગવાન પણ ઘણા અંશે તો આત્માના આશ્રયે છે, પણ વચમાં વચમાં પ્રસાદ અવસ્થામાં ઉપયોગ બહિર્મુખ થઈ જાય છે, એ ન થવા એમની અવિરત સાધના અપ્રમત્તપણે ચાલી રહી છે. એમને પણ એક વખત અખંડપણે સ્વરૂપમાં સ્થિર થઈને અરિહંત-સિદ્ધપદને પ્રાપ્ત કરવું છે. સ્વરૂપમાં સ્થિર થવું એ જ સાધના છે, બાકી જે સાધના છે તે આસ્રવ-બંધની ભૂમિકામાં શુભ ભાવો છે. આ મંત્રના માધ્યમથી સ્વરૂપસ્થ થવાનો, સ્વરૂપ અનુસંધાન કરવાનો પ્રયોગ શીખવાનો છે. Page #641 -------------------------------------------------------------------------- ________________ ૬૧૮ ત્રણ મંત્રની માળા સ્થિરતાપૂર્વક ધ્યાન માટે કાયાની પણ સ્થિરતા જોઈએ, દષ્ટિ પણ નાસાગ્ર અથવા બંધ જોઈએ, આસનની પણ સ્થિરતા જોઈએ. શ્વાસોચ્છવાસ ધીમા હોવા જોઈએ. શ્વાસ લેતા સહજાત્મસ્વરૂપ અને શ્વાસ મૂકતા “પરમગુરુ બોલવું. એકધારો શ્વાસ ધીમે ધીમે ચાલવા દેવો. તેમાં મંત્રને જોડીને તમારે તેનું નિરીક્ષણ કરવાનું છે. એ નિરીક્ષણ કરશો એટલે જણાશે કે તમારો જે શ્વાસ અંદરમાં તૈજસ અને કાર્પણ શરીર સાથે અથડાય છે ત્યાંથી અનાહતુ ધ્વનિ નીકળશે. એકાગ્રતા સધાશે તો આ બધું ક્રમે ક્રમે થશે. અનાહત ધ્વનિ એટલે વગર વગાડ્યું જેમ વાજા વાગતા હોય એવો મંત્રનો જાપ તમને અંદરથી સંભળાશે. તે પછી પણ એકાગ્રતાથી તમારો જાપ ચાલતો હશે તો અંદરથી તે એકાગ્રતાના કારણે દિવ્ય સુધારસ કંઠમાંથી ઝરે છે અને એ સુધારસમાં તમારો ઉપયોગ કેન્દ્રિત થશે. આ બધાને વટાવી જવાનું છે, અહીં અટકવાનું નથી. કારણ કે એ આત્મા નથી, એ પણ પરવસ્તુ છે, પણ એકાગ્રતા થતાં વચ્ચેના આ બધા સ્ટોપ આવે છે. એમાં ગુરુગમ સાથે હશે તો આગળ નીકળશો અને જે પચ્ચક્રો છે એ ચક્રોનું ભેદન થશે. જે ચક્ર ઊલટા છે તે સુલટા થશે. ચક્રનું ભેદન થતાં અંદરમાંથી કોઈ દિવસ ન અનુભવી હોય એવી સુગંધીઓ આવશે. પછી તમે અત્યારે જે વાપરો છો એ સેન્ટ ગમશે નહીં. ત્યારબાદ એક દિવ્ય જ્યોતિ પ્રગટ થશે અને એમાં પણ ઉપયોગને ટકાવી રાખી મંત્રનું બળ વધારશો તો ધારણા દ્વારા સ્થિરતા પ્રગટી વિશ્વદર્શનરૂપ આત્મદર્શન થશે. આ બધા એના સ્ટેજ છે. પણ આપણું મન ચંચળ છે એટલે થોડો સમય જાપ કરીએ ત્યાં તો તે ચૌદ રાજલોકની મુસાફરીએ દોડે છે! એટલે અહીં ખાસ જાગૃતિ રાખવાની છે. ઉપયોગ ઉપર ઉપયોગ મૂકો અને જુઓ કે તમારો ઉપયોગ કયા ભાવમાં ચાલી રહ્યો છે? પહેલા ક્યાં હતો? અત્યારે એ જ ચાલુ છે કે આડાઅવળા ખસી ગયા છો એનું નિરીક્ષણ કરો. મંત્રજાપ સાથે કષાયો પણ મંદ થશે. કેમ કે તમારો ઉપયોગ મંત્રજાપમાં કેન્દ્રિત થયો. એટલે તમારા કષાયો મંદ પડશે, પાડવા નહીં પડે. વિષયોની વાસનાઓ એકદમ મોળી અને મંદ પડી જશે. પૂજ્ય બહેનશ્રીએ કહ્યું હતું કે આરંભ અને પરિગ્રહની વૃત્તિથી જે તમારો ઉપયોગ ડહોળાઈ જતો હતો એ ડહોળાવાનું હવે બંધ થઈ જશે. હવે તમને ક્યાંય નહીં ગમે તો આત્મામાં તો જરૂર ગમશે. આપણને તો આત્મા સિવાય બધેય ગમે! નાપા જે સર્વ ના / પરમકૃપાળુદેવે કહ્યું છે કે જેણે આત્મા જાણ્યો તેણે સર્વજાણું. હું માત્ર સહજાત્મસ્વરૂપી આત્મા છું. પરમગુરુ પરમાત્મા પણ આત્મા છે અને જગતના તમામ ચોર્યાશી લાખ યોનિના જીવો પણ મારા જેવા જ આત્મા છે. Page #642 -------------------------------------------------------------------------- ________________ ૬૧૯ ત્રણ મંત્રની માળા કોણ કોની મૈત્રી કરે, કોની સાથે ક્લેશ; જ્યાં દેખું ત્યાં સર્વજીવ, શુદ્ધ બુદ્ધ જ્ઞાનેશ. જીવ માત્રમાં આત્મદષ્ટિથી જોતાં શીખશો તો તમારા રાગ-દ્વેષ સ્વયં મોળા પડી જશે. મારા-તારાના ભાવ નીકળી જશે. આ મારા ગ્રુપનો છે અને આ અમારી નાતનો છે, આ અમારા ગુરુને કે ભગવાનને માનનારો નથી, માટે પર છે. કોણ શું કરે છે અને કોણ શું નથી કરતું એનો જ હિસાબ આપણે ચોવીસ કલાક રાખીએ છીએ. આપણે આપણો હિસાબ તો ક્યારેય રાખતા જ નથી ! જેને જે કરવું હોય તે કરવા દો, બધાય સ્વતંત્ર છે અને જે સ્વચ્છંદી જીવ છે તે પોતાની કલ્પના પ્રમાણે નહીં કરે તો શું જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે કરશે? જે સ્વચ્છંદી છે તે પોતાની મરજી પ્રમાણે જ કરવાનો. તો તેને એમ કરવા દો. તમે તેના પણ વિકલ્પમાં ના પડો કેમ કે તેની એટલી જ યોગ્યતા છે. ભગવાન પણ કોઈના પરિણામ ફેરવી શકતા નથી, તો તમે બીજાના પરિણામ ફેરવી શકો? અને બીજા ગમે તે રીતે પરિણમે એમાં તમને લાભ કે નુક્સાન શું છે? આણે આમ ન કરવું જોઈએ, આણે આમ જ કરવું જોઈએ, આણે અહીં જવું જોઈએ, આણે અહીં ના જવું જોઈએ. અરે ! મૂકને બધી કડાકૂટ! તારો ઉપયોગ ડહોળાઈ જાય છે અને વિકલ્પોમાં જાય છે, તારી નિર્વિકલ્પ સ્થિતિને ધક્કો વાગે છે. માટે આનંદઘનજીનું દષ્ટાંત ધ્યાનમાં રાખો કે “મેવાડ કી રાની કો લડકા હોવ તો ભી આનંદઘન કે ક્યા? ઔર નહીં હોવે તો ભી આનંદઘનકું ક્યા?' કોઈ કંઈ કરે તો પણ આપણને શું? અને ન કરે તો પણ આપણને શું? માટે છૂટા રહો. ક્યાંય એટેચમેન્ટ કર્યું તો ઉપયોગનું તમારા આત્માથી ડિટેચમેન્ટ થશે. કોઈપણ સાંસારિક કર્તવ્યોમાં કે વિકલ્પોમાં કે ભાવોમાં તમારો ઉપયોગ જોડાશે એટલો તમારા આત્મામાંથી ખસી જશે. શું જરૂર છે અશાંતિ કરવાની? સમજીને બધું જોયા કરો. આપ સ્વભાવ મેં રે, અવધૂ સદા મગન મેં રહના; જગત જીવ હૈ કર્માધીના, અચરિજ કછુઆ ન લીના. – શ્રી ચિદાનંદજી મહારાજ જગતના જીવો છે તે કર્માધીન છે. જેવા કર્મના ઉદય આવે તેને આધીન થઈને નાચવાના છે, ના નાચે તો આશ્ચર્ય. અજ્ઞાની જીવને ક્રોધનો ઉદય આવે અને ક્રોધ ના કરે તો આશ્ચર્ય! પણ ક્રોધ કરે એમાં કંઈ આશ્ચર્ય નથી. કેમ કે, તે નીચેની ભૂમિકામાં છે. જીવ નીચેની ભૂમિકામાં હંમેશાં નિમિત્તાધીન રહેતો હોય છે; એટલે તે જે નિમિત્તોમાં, જે સંયોગોમાં આવે છે તેને Page #643 -------------------------------------------------------------------------- ________________ ૬૨૦ ત્રણ મંત્રની માળા આધીન થઈને વર્તે છે અને તેવા ‘ભાવ’ કરે છે. હવે તેના એવા વર્તન પાછળ તમે તમારા ભાવ શું કામ બગાડો છો ? તમારે ભાવ બગાડવાની કોઈ જરૂર નથી. તમારે આત્માની શાંતિ જોઈએ છે તો બધાના વિકલ્પ છોડી દો, પછી તે ઘરવાળા હોય કે દેહ હોય; દેહને પણ શાતા-અશાતાના ઉદય આવે છે. એ ઉદય તમે કર્મ બાંધ્યા છે માટે આવ્યા છે, કોઈએ મોકલ્યા નથી. તો એને સમતાભાવે ભોગવી લો. સમતાભાવે નહીં ભોગવો અને હાયવોય કે આકુળતા-વ્યાકુળતા કરશો તોય કંઈ વેદના ઘટવાની નથી અને શાંતભાવથી વેદશો તો વેદના કંઈ વધી જવાની નથી. એ તો એના ઉદય પ્રમાણે રહેવાની છે. જો તમારે શાંતિ જોઈતી હોય તો દુનિયાની કોઈપણ બાબતમાં માથું મારવાનું તમે છોડી દો. અશાંતિ થાય છે તેનું કારણ એ કે તમે તમારા સ્વરૂપનો આશ્રય છોડીને બીજાના વિકલ્પમાં પડ્યા. પછી અશાંતિ ના થાય તો આશ્ચર્ય. અશાંતિ થાય એમાં આશ્ચર્ય શું ? માટે મંત્રનું બળ વધારો. હાલતા-ચાલતા મંત્રનું સ્મરણ કરો. જેમ ગારુડી વિષને ઉતારે છે તેમ આ મંત્ર મિથ્યાત્વરૂપી ઝેરને ઉતારનારો છે, ચૌદ પૂર્વનો સાર છે. પિસ્તાલીસ આગમ અને બધાય શાસ્ત્રો વાંચે તો એના સારરૂપે ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' છે. આ બધાયનો સાર આટલો જ છે. પણ તેને ધ્યાનમાં જાપ દ્વારા પદ્ધતિસર કરશો તો એનાથી ઘણો લાભ થશે. તો એ જાપ કરતી વખતે આસનની સ્થિરતા, દૃષ્ટિબંધ, મેરુદંડ સીધો, ધીમા-ધીમા શ્વાસોચ્છ્વાસ, જીભને તાળવા ઉપર અડાડેલી રાખવાની, મંત્રનો ભાવાર્થ સમજવાનો, મંત્રમાં અને મંત્રના આપનાર ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખવાની. વારંવાર મંત્ર બદલવો એ પણ ચંચળતાનું કારણ છે, એમાં કોઈ લાભ ના થાય. આ મંત્ર એવો છે કે બધાય મંત્રોનો સાર છે. પાંચ પરમગુરુ એટલે નવકારમંત્રનો સાર થઈ ગયો. ‘સોહમ્’ એટલે ‘જે પરમાત્મા તે જ હું’ અથવા જે ‘સહજાત્મસ્વરૂપ તે જ હું’. આ મંત્રમાં સોહમ્ મંત્રનો પણ સાર આવી ગયો. નિશ્ચયથી મારું સહજાત્મસ્વરૂપ તે જ મારા પરમગુરુ છે. આત્માનો ગુરુ આત્મા જ છે. વ્યવહારથી પંચપરમેષ્ઠિ ભગવાન છે. એટલે પરમકૃપાળુદેવે કહ્યું કે, આત્મા જેવો કોઈ દેવ નથી. આત્મા જેવો કોઈ ગુરુ નથી. આત્મા જેવો કોઈ ધર્મ પણ નથી. આત્મા જેવો કોઈ દાતા પણ નથી. આ જગતમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર અને મોક્ષનું દાન કરનાર તમારો આત્મા છે અને તમે તેની જ સામે નથી જોતા !! તમારું એણે શું બગાડ્યું છે એ મને કહો તો ખરા! બધાયની સામે જુઓ છો અને એના સામે જ નથી જોતા ! પરમગુરુ પરમાત્મા જેવો જ હું સહજાત્મસ્વરૂપી આત્મા છું, એ આ મંત્રનો વ્યવહાર અર્થ છે અને મારું સહજાત્મસ્વરૂપ એ જ મારો પરમગુરુ છે તથા એ સહજાત્મસ્વરૂપના આશ્રયે Page #644 -------------------------------------------------------------------------- ________________ ત્રણ મંત્રની માળા ૬૨૧ જ પરમગુરુ પદ પ્રગટ થાય છે. માટે જેટલો શક્ય હોય તેટલો સવિકલ્પ અવસ્થામાં બુદ્ધિપૂર્વક તેનો આશ્રય કરો. પછી આગળ વધશો તો ધીમે ધીમે નિર્વિકલ્પ અવસ્થામાં અબુદ્ધિપૂર્વક પણ થશે. આપણે અમુક કામ હાથમાં લઈએ છીએ, પછી થોડા સમયમાં કંટાળીને છોડી દઈએ છીએ. એની પાછળ બરાબર લાગ્યા રહેવું જોઈએ તે લાગ્યા રહેતા નથી. કેમ કે, આપણી પાસે શ્રદ્ધાનું બળ ઓછું છે. પછી બીજા કોઈ બીજો મંત્ર આપે કે તમે આ નવપદજીનું ધ્યાન કરો, તો આપણે એ કરવા લાગી જઈએ છીએ. જો કે, નવપદજીનું ધ્યાન પણ સહજાત્મસ્વરૂપમાં આવી જાય છે. સોહમ્, નવકારમંત્ર આ બધા એકાર્યવાચક મિત્રો છે. આ સહજાત્મસ્વરૂપનું ધ્યાન કેવી રીતે કરવું? એ વિષે “શ્રી દ્રવ્યસંગ્રહમાં એક ગાથા મૂકી છે કે - मा चिट्ठह मा जंपह मा चिंतह किवी जेणहोई थिरो ? अप्पाअपभिखओ इणमेव परमहवे जाणं ॥ મા વિક્રદ એટલે કાયાથી કોઈપણ પ્રકારની ચેષ્ટા કરો નહીં. સ્થિર રહો. જો કાયા અસ્થિર હશે તો ધ્યાન જામેલું હશે તો પણ છૂટી જશે. મન, વચન, કાયાની અને ઉપયોગની એકાગ્રતા એ ધ્યાન. ધ્યાન એટલે એકાગ્રતા. મા કંપઢ-વાણી દ્વારા કોઈ પણ પ્રકારનું ઉચ્ચારણ કરો નહીં. પહેલા બહિરંગ જલ્પનો ત્યાગ, પછી ક્રમે કરીને અંતરંગ જલ્પનો પણ ત્યાગ, પછી શ્વાસોચ્છવાસની સાથે એ મંત્રની ધ્વનિ ચાલ્યા કરે છે. એને તમે જોયા કરો. તે પછી તમે જેને જુઓ છો એ તમે નથી, પણ જે જોનાર છે તે તમે છો, જાણનાર છે તે તમે છો. એવી તમારી જે અખંડ જ્ઞાયક સત્તા તેને સહજાત્મસ્વરૂપ કહેવામાં આવે છે. તમારી શુદ્ધ ચૈતન્યસત્તાને સહજાત્મસ્વરૂપ કહેવામાં આવે છે, તે તમે છો. તે સિવાય અન્યમાં તમે તમારું અહપણું કર્યું, મમત્વપણું કર્યું, પોતાપણું માન્યું - એ મિથ્યાત્વ અને અજ્ઞાન છે. તમે શરીરની કોઈ ક્રિયા કરી શકતા નથી, મનની કોઈ ક્રિયા કરી શકતા નથી, વચનની કોઈ ક્રિયા કરી શકતા નથી; તો દુનિયાના બાહ્ય પદાર્થોની ક્રિયા તો તમે શું કરી શકો? હું પામર શું કરી શકું? એવો નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. – શ્રીમદ્ રાજચંદ્ર - ભક્તિના વીસ દોહરા હું પામર પરમાં શું કરી શકું? પરમકૃપાળદેવ કહે છે કે એક તણખલાના બે કટકા કરવા પણ અમે શક્તિમાન નથી. તમારું કાર્ય માત્ર જાણવા-જોવાનું છે, એ પણ વ્યવહારથી, નિશ્ચયથી તો તમે પરને પણ જાણતાં-જોતાં નથી. તમે તમને જાણો છો અને જુઓ છો. સ્વને જાણતાં Page #645 -------------------------------------------------------------------------- ________________ ૬૨૨ ત્રણ મંત્રની માળા જોતાં બાકીનું બધું ૫૨ જણાય છે. અરીસાની સામે તમે ઊભા છો, તો તમે અરીસાને જુઓ છો કે તમને જુઓ છો ? આત્માને ૫૨ સાથે જાણવા-જોવાનોય સંબંધ નથી અને તમે ૫૨ સાથે કેટલા સંબંધો બાંધી બેઠા છો ! પછી તમે કહો કે સાહેબ ! હું વીસ વર્ષથી સાધના કરું છું, પણ હજી કંઈ દેખાતું નથી. અરે ! વીસ વર્ષ નહીં, વીસ લાખ વર્ષ કરે તો પણ નહીં દેખાય. સમજે તો મોક્ષ સહજમાં છે અને નહીં તો અનંત ઉપાયે પણ નથી. સમજ પીછે સબ સરલ હૈ, બિનુ સમજ મુશ્કિલ. સમજે તો બધું સહેલું છે. મા ચિંતજ્ઞ – કોઈપણ પ્રકારનું મન દ્વારા ચિંતવન કરવું નહીં. જ્યારે આપણે તો ધ્યાનમાં બેસીએ છીએ ત્યારે જ બધા ચિંતવનો આવે છે. તમે ટી.વી. જુઓ ત્યારે બીજા કોઈ વિચારો આવતા નથી, પણ ધ્યાનમાં બેઠા તો ચૌદ રાજલોકના વિચારો તમારી અંદરમાં આવ્યા કરશે એ બતાવે છે કે વર્તમાનમાં તમારી યોગ્યતા કેવી છે ? ધ્યાનમાં બેસીએ ત્યારે ધ્યાન રાખવું કે કોઈ પણ પ્રકારનું ચિંતવન અત્યારે નહીં, ભગવાનનું પણ નહીં. જો કે શરૂઆતની ભૂમિકામાં સદેવ-ગુરુ-શાસ્ત્રનું ચિંતન હોય છે, પછીની ભૂમિકામાં એ પણ નહીં. કોઈ પણ પ્રકારના સંકલ્પ-વિકલ્પ, વિચાર કે ચિંતવન નહીં. બસ, હવે તેને જોયા કરો. શરૂઆતમાં સવિકલ્પ પ્રમાણે મંત્ર ચાલે છે, ધીમે ધીમે એમાંથી નિર્વિકલ્પ તરફ આગળ વધવાનું છે. તો તેનાથી શું થશે તે કહે છે, अप्पाअपमिरवओ इणमेव परमहवेजाणं । આત્માનો ઉપયોગ આત્માકાર થશે અને ઉત્તમ પ્રકારના ધ્યાનની સિદ્ધિ થશે. કોઈ ડૉક્ટર હાર્ટના સ્પેશ્યાલિસ્ટ હોય, કોઈ મગજના હોય, તો કોઈ પેટના હોય; તેમ તમે સહજાત્મસ્વરૂપના સ્પેશ્યાલિસ્ટ થઈ જાઓ. પણ જ્યાં સુધી જગતના પદાર્થોમાં મોહભાવ, રાગભાવ કે દ્વેષભાવ હશે ત્યાં સુધી સિદ્ધિ નહીં થાય. જેટલા અંશે ઘટશે તેટલા અંશે થશે. સંપૂર્ણ ઘટશે તો સંપૂર્ણ થશે. એટલે એ પણ ‘શ્રી દ્રવ્યસંગ્રહ’ની ગાથામાં આપ્યું છે કે, मा मुज्झह मा रज्झह मा दुस्सह इट्टणिडुअत्थेसु थिरमिच्छह जड़ चितं विचित्तझाणप्पसिद्धीए ॥ ४९ ॥ મા મુન્ન – જગતના કોઈપણ પદાર્થોમાં મોહ ના કરો. દેહમાં પણ નહીં, કુટુંબમાં - પણ નહીં, ઘરવાળામાં પણ નહીં, છોકરામાં પણ નહીં ને છોકરાના છોકરામાં પણ નહીં. ત્યારે અજ્ઞાની જીવ પૂછે છે કે સાહેબ ! તો પછી સંસારમાં મઝા શું આવે ? ત્યારે જ્ઞાની કહે છે કે તને Page #646 -------------------------------------------------------------------------- ________________ ત્રણ મંત્રની માળા ૬૨૩ મઝા આવે છે એ જ બતાવે છે કે તને મોહનીયનું ઝેર ચઢેલું છે. કડવો લીમડો મીઠો લાગે તો સમજવું કે એને સાપનું ઝેર ચઢેલું છે. એમ તને સંસારના સુખમાં મઝા આવે છે, રુચિ થાય છે, અંદરમાં આનંદ થાય છે એ બતાવે છે કે તને અંદરમાં મોહનીય કર્મનું ઝેર ચડ્યું છે. મોહ એકાંતે દુઃખદાયક છે. કોઈપણ પ્રકારનો, કોઈપણ વસ્તુ પ્રત્યેનો મોહ એ હંમેશાં દુઃખનું જ કારણ છે, આર્તધ્યાન તથા રૌદ્રધ્યાનનું કારણ છે, સંક્લેશમય પરિણામોનું કારણ છે. ધ્યાનનો મહાન દુશ્મન હોય તો મોહ છે. તેના બે પ્રકાર છે-દર્શનમોહ અને ચારિત્રમોહ. દર્શનમોહનો અભાવ થયા વગર સાચું ધ્યાન લાગતું નથી અને ચારિત્રમોહના અભાવ થયા વગર ધ્યાનમાં સ્થિરતા આવતી નથી. માટે છેક સુધી આ મોહનીય કર્મ જીવને વિઘ્નકર્તા થાય છે. મા ઝહ- રાગ ના કરો. પં. શ્રી દૌલતરામજી કહે છે, યહ રાગ આગ દહેં સદા, તાતેં સમામૃત સેઈએ, ચિર ભજે વિષય કષાય અબ તો ત્યાગ નિજપદ બેઈએ; કહાં રચ્યો પર પદમેં ન તેરો પદ વહેં ક્યું દુઃખ સહેં, અબ “દલ' હોઉં સુખી સ્વ પદ રચી દાવ મત ચૂકો યહૈ. - શ્રી છહ ઢાળા - છઠ્ઠી ઢાળ સાહેબ !ઘરવાળામાં પણ રાગ નહીં કરવાનો?” ભગવાને ઘરવાળાનો જ્યારે રાગ છોડ્યો ત્યારે ભગવાન થયા છે. તારે પણ જો ભગવાન થવું હોય તો તું પણ ઘરવાળાનો રાગ છોડ. બધા માટે સિદ્ધાંત સરખો છે. “સાહેબ ! આટલો બધો વૈભવ અને આટલો બધો ધંધો જામેલો છે, બસો-પાંચસો તો નોકરો કામ કરે છે!” ત્યારે જ્ઞાની કહે છે કે ચક્રવર્તઓ છ ખંડ છોડીને નીકળ્યા છે ત્યારે આત્મકલ્યાણ સાધ્યું છે, તો તારે છ દુકાનો છોડવામાં શું વાંધો છે ભાઈ? છોડ ને ! રાજપાટથી પરવારીને વાટ લીધી જંગલની, અંગે અંગે ભરી ભાવના દુનિયાના મંગલની; નારીને વિસારી એણે, તજિયા સૌ સંસારી, જોગી થઈને જાય મહાવીર જોગી થઈને જાય. એક મંત્ર પકડો, બસ બીજું કંઈ કરવાનું નથી. વાંચતા ન આવડે અને શાસ્ત્રોમાં સમજ ના પડે તો કંઈ વાંધો નહીં. ઘણી વખત શાસ્ત્રોના મર્મ નહીં સમજવાથી જીવ આડા પાટે ચઢી Page #647 -------------------------------------------------------------------------- ________________ ૬૨૪ ત્રણ મંત્રની માળા. જાય છે. પંડિતો આટલા બધા છે, પણ એ આત્મદષ્ટિ નથી કરી શકતા. કેમ કે, તેઓ માત્ર શાસ્ત્રોમાં જ રચ્યાપચ્યા છે. શાસ્ત્રો ખોટા નથી, એ જ્ઞાનીના જ વચન છે, પણ તેમાં હેય-જ્ઞયઉપાદેયનો વિવેક જીવ કરતો નથી. માટે તેને લાભના બદલે નુક્સાન થઈ જાય છે. શાસ્ત્રોને કમાણીનું સાધન બનાવી દે છે, શાસ્ત્રજ્ઞાનને અભિમાનનું કારણ બનાવી નાખે છે, શાસ્ત્રજ્ઞાનથી ખંડનમંડનમાં પડી જાય છે; એમ જીવ અનેક રીતે આડા પાટે ચઢી જાય છે. પરમકૃપાળુદેવે કહ્યું છે કે, જ્ઞાનમાર્ગદુરારાધ્ય છે. ક્રિયામાર્ગમાં અસત અભિમાન વગેરે છે, એના હિસાબે ભક્તિમાર્ગ સર્વોત્કૃષ્ટ છે અને તે સપુરુષના ચરણકમળમાં રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ પમાડી દે તેવો પદાર્થ છે. ભક્તિથી સ્વચ્છંદ મટે, અહંકાર ટળે અને સહેજે સીધા મોક્ષમાર્ગે ચાલ્યા જવાય એવો એ ભક્તિમાર્ગ સર્વોત્કૃષ્ટ છે. શુષ્કજ્ઞાની કહે છે કે ભક્તિ હેય છે. હવે આને શું કહેવું? કોના માટે હેય છે? જે શુદ્ધોપયોગમાં ટકતો હોય તેના માટે. હવે તારે તો અત્યારે અશુભ ઉપયોગ છે. માટે તારા માટે હેય નથી, પણ ઉપાદેય છે. એટલે શાસ્ત્ર ભણીને પણ જે આત્મા બાજુ દષ્ટિ વાળવી જોઈએ, જે અનુકંપાના ભાવ આવવા જોઈએ, જે શમ, સંવેગ, આસ્થાના ગુણો આવવા જોઈએ તે જીવ પ્રગટ નથી કરી શકતો. એવું શાસ્ત્રજ્ઞાન શું કામનું? તો, આ પ્રમાણે પદ્ધતિપૂર્વકના મંત્રજાપથી નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થાય છે અને આત્માના અતીન્દ્રિય આનંદની અને શાંતિની અનુભૂતિ થાય છે. ધર્મ એટલે શાંતિ, સમતા અને આનંદ. જે પરિણામોમાં શાંતિ નથી, સમતા નથી, આનંદ નથી તે ધર્મ નથી. જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહિ કાંઈ; લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૫૪ હવે અડગ શ્રદ્ધા રાખો કે આ જ મંત્રથી મારા આત્માનું કલ્યાણ થવાનું છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થવાનું છે. બધાય શાસ્ત્રો આ મંત્રમાં આવી ગયા. આ મંત્ર ચૌદ પૂર્વનો સાર છે, દ્વાદશાંગીનો સાર છે. હું તો આ મંત્રને ભરતક્ષેત્રની “દિવ્યધ્વનિ' કહું છું. ભગવાનની દિવ્યધ્વનિ ‘ૐ’ છે. આ ‘ૐ’ એટલે પંચપરમેષ્ઠિ અને પંચપરમેષ્ઠિ એટલે સહજાત્મસ્વરૂપ પરમગુરુ. પૂર્ણ વિશ્વાસ રાખો, હવે બહાર હરવા-ફરવાનું, રખડવાનું, બધાના સંબંધો જાળવવાનું છોડો અને એક ખૂણો પકડીને બેસી જાઓ. જો અહીં ખૂણા ખાલી ના હોય તો ઈડરમાં ઘણા ખૂણા ખાલી પડ્યા છે, ત્યાં જાઓ. તમારો રહેવાનો અને જમવાનો ખર્ચ હું આપીશ, એમ કરતાં પણ જો તમે આત્માનું કલ્યાણ કરતા હો તો સારું છે. પણ આ મોહ છૂટવો અઘરો છે. આ મંત્રનું Page #648 -------------------------------------------------------------------------- ________________ ત્રણ મંત્રની માળા ૬૨૫ માહાભ્ય સમજો. આ મંત્ર અનાદિનું મિથ્યાત્વનું ઝેર ઉતારી, પરંપરાએ કેવળજ્ઞાન પ્રાપ્ત કરાવે એવો છે. પરમકૃપાળુદેવ એ કોઈ સામાન્ય મહાપુરુષ નથી, એકાવનારી છે. આ કાળના પરમાત્મા છે. એમની વાણી એ ગણધરની વાણી છે. અત્યારે ભલે લાખો પંડિતો, વિદ્વાનો, શાસ્ત્રજ્ઞાનીઓ કે ગમે તેવા સાધકો હશે પણ એમની તોલે આવે એવા તમને હજારો વર્ષે પણ નહીં મળે. એવા મહાપુરુષનો તમને યોગ થયો છે અને એવા મહાપુરુષે આપેલો આ મંત્ર છે. પ્રભુશ્રીએ પાછું તેના ઉપર સિક્કો મારીને આપ્યો છે. જો કે, એ સિક્કાની જરૂર નથી, પણ આ તો તમને દઢ વિશ્વાસ થાય તેટલા માટે કહું છું. ચારેબાજુ દોડાદોડ કરો છો. ધર્મના નામે પણ દોડો છો ને ધંધાના નામે પણ દોડો છો, સંસારના નામે પણ દોડો છો ! એક સ્થળે શાંતિથી બેસો. મંત્રમાં ચિત્ત ઓછું લાગે તો પછી ભક્તિ કરો, સ્વાધ્યાય કરો અને પાછું બળ વધારો. જુઓ! શ્રી આચારાંગસૂત્રમાં, શ્રી મૂલાચારમાં ભગવાને સાધુઓને આજ્ઞા આપી છે કે ચાર પ્રહર સ્વાધ્યાય કરો અને બે પ્રહર ધ્યાન કરો. ધ્યાનનું બળ છૂટે તો સ્વાધ્યાયમાં આવો અને સ્વાધ્યાયમાં બળ વધારીને ધ્યાનમાં જાવ. ચાર પ્રહર એટલે બાર કલાક સ્વાધ્યાય અને છ કલાક ધ્યાન. આ સાધુઓને કહ્યું છે, તો તમે અડધું તો કરો. એક પ્રહર ભક્તિ કર્તવ્ય, એક પ્રહર વિદ્યાભ્યાસ અને એક પ્રહર ધર્મકર્તવ્ય - એમ ત્રણ પ્રહરતો કરો. ધર્મકર્તવ્યમાં સામાયિકમાં મંત્રો દ્વારા ધ્યાનમાર્ગ લો. શાંતિથી ત્રણ સામાયિક કરો. પછી મોબાઈલને Silent mode માં રાખીને જોવાનું પણ નહીં કે કોનો ફોન હતો. કારણ કે, જેમ પાણીમાં પથ્થર નાંખે અને વર્તુળ ઉઠે તેમ કોનો ફોન હતો એ જોવા માત્રથી અનેક વિચાર આવે.. ઘાટકોપરના મંદિરમાં એક ભાઈ સામાયિકમાં બેઠેલા અને બાજુમાં જ એમનું ઘર હતું. એમના ઘરે આફ્રિકાથી કોઈ ફોન આવ્યો. એમના ઘરવાળાએ એમને સંભળાય તેવી રીતે કહ્યું કે, એ તો મંદિરમાં સામાયિકમાં બેઠા છે, આફ્રિકાથી બોલો છો? એટલે પેલા ભાઈ કટાસણું અને ચરવળો લઈને “ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણે વોસિરામિ !” કહીને ઊભા થઈ ગયા!! આપણી પણ આવી જ સ્થિતિ છે. મનુષ્યભવ કાલ પૂરો થઈ જશે અને કર્મના પોટલા બાંધીને અહીંથી જશો. એક સમયના વ્યર્થ દુરુપયોગથી એક ભવ વધે એટલા કર્મ બંધાઈ જાય છે. ભલે આપણને દેખાતા નથી, પણ એક અંતર્મુહૂર્તમાં જીવ સિત્તેર કોડાકોડી સાગરોપમનો બંધ પાડી શકે છે. એટલે ઉપયોગ ઉપર ઉપયોગ રાખી અને ઉપયોગની નિર્મળતા રહે, ભાવોની નિર્મળતા રહે, ભાવોની શુદ્ધિ રહે એ જ સાધના છે. ઉપયોગ એ જ સાધના છે. Page #649 -------------------------------------------------------------------------- ________________ ૬૨૬ ત્રણ મંત્રની માળા આપણા ભાવ વિશુદ્ધ થાય, કષાયની મંદતાવાળા થાય અને આત્મતત્ત્વના વિચારમાં રહ્યા કરે, જ્ઞાનીઓના વિચારમાં, જ્ઞાનીઓના વચનોમાં કે કોઈને કોઈ મંત્રોમાં ઉપયોગ રહ્યા કરે તેવો પુરુષાર્થ કરવો. આત્મસિદ્ધિની એક ગાથા તમે હજાર વાર બોલશો તોય મહાલાભ છે. એકની એક ગાથા તમે હજાર વાર બોલશો તોય મહાલાભ છે. એકની એક ગાથા બોલશો તો ઊંડાણમાં પ્રવેશ થશે, એનું રહસ્ય અને મર્મ સમજાશે અને તેનાથી આત્માના ઉપયોગની શુદ્ધિ થશે અને પરંપરાએ શુદ્ધિ તમને આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવી, ચાર ગતિના દુઃખોમાંથી મુક્ત કરાવશે. આ આત્મસિદ્ધિ કંઈ જેવું તેવું શાસ્ત્ર નથી, હજારો શાસ્ત્રોનો સરવાળો, બધાય આગમોનો સાર એમાં આવી જાય છે. પરમકૃપાળુદેવે કહ્યું છે, દર્શન પટે સમાય છે, આ સ્થાનક માંહી; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ના કાંઈ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર આ આત્મસિદ્ધિનો સાર એ સહજાત્મસ્વરૂપ પરમગુરુ છે. આ સહજાત્મસ્વરૂપ એ આત્મસિદ્ધિ શાસ્ત્ર છે. એ જગ્યા કરો, એક પૈસાનો ખર્ચો નથી. પરમકૃપાળુદેવે કહ્યું છે, અતિ નિર્ભરતા વણ દામ ગ્રહો, ભજીને ભગવંત ભવંત લો. – શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૧૫ કોઈ પૈસો આપવાનો નથી, કોઈ ટિકિટ કઢાવવાની નથી. ઘેર બેસીને ધર્મ કરો, ઘરમાં ના ફાવે તો કોઈ ગાર્ડનમાં બેસીને કરો, છેવટે ભીંત સામે મોઢું રાખીને પણ કરો, પણ સમયનો સદુપયોગ કરશો તો જ તમે મનુષ્યભવની બાજી જીતી શકશો, બાકી આ વેવાઈ આવ્યા ને આ મિત્રો આવ્યા ને આ ધંધાના વેપારીઓ આવ્યા, આમને મળવા ગયા ને તેમને મળવા ગયા - આ આ બધામાં સમય પૂરો થઈ જશે. અત્યારે તમને એટલા પુણ્યનો ઉદય છે કે ખાવા-પીવાની તમારે કોઈ તકલીફ નથી, એકેક ફ્લેટ વેચો તો પાંચ-પાંચ, દસ-દસ કરોડ આવે એવા છે. એ દસ કરોડ મૂકીને ઈડરમાં શાંતિથી બેસી જાઓ અને આનંદથી ધર્મની આરાધના કરો. રોજ સ્વામિવાત્સલ્ય કરી શકશો ! એનાથી મોટું પુણ્ય બાંધશો અને આ ફલેટમાં રહીને, પૈસા ભેગા કરીને આજીવિકા ચલાવવા માટે કેટલાય પાપ બાંધશો ત્યારે પાપી પેટ ભરી શકશો, તે પણ ડૉક્ટર છૂટ આપે એટલું જ. ડૉક્ટર અડધી વેઢમી ખાવાની જ છૂટ આપશે. એ પણ ગોળવાળી, ખાંડવાળી તો નહીં ! આવી સ્થિતિ આપણી છે! જુઓ ! સમય કાલ પૂરો થઈ જશે. એક ભજનમાં આવે છે કે Page #650 -------------------------------------------------------------------------- ________________ ત્રણ મંત્રની માળા ૬૨૭ રજકણ તારા રઝળશે, જેમ રઝળતી રેત; હજી બાજી છે હાથમાં, ચેત ચેત નર ચેત. રહ્યા ના રાણા રાજિયા, સુરનર મુનિ સમેત; કાળા કેશ મટી ગયા, ચેત ચેત નર ચેત. આ એક મંત્રના માસ્ટર થઈ જાઓ. એક મંત્રને પકડી લો અને બધાય વિકલ્પોને ત્યાગી, એકાગ્રતાથી, શાંતભાવે તમે સાધના કરો. આનાથી મહાન પુણ્ય બાંધશો, જે તમને પરંપરાએ સાચા દેવ-ગુરુ-શાસ્ત્રને મેળવી આપશે અને આત્મજ્ઞાનનું તથા મોક્ષનું કારણ થશે. મંત્ર-સ્મરણમાં વગર પૈસે દાન નહીં આપો તોય મહાન પુણ્ય છે. આડાઅવળા આંટા મારીને જે સમય પૂરો કરો છો તેમજ અહીંતહીં ભટકો છો અને મોબાઈલમાં કલાકો બગાડો છો, તો હવે મનુષ્યભવના સમયની કિંમત સમજો. પરમકૃપાળુદેવે તો ત્યાં સુધી કહ્યું છે કે, ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ આપી દો તો પણ મનુષ્યભવનો એક સમય ના મળે તેટલો તે કિંમતી છે; પણ જો આત્માર્થમાં કાઢ્યો તો, નહીં તો આ દેહની અંદરમાં રહેલા આત્માને અનંતવાર ધિક્કાર છે. ખૂબ કમાયા, પણ પરિગ્રહના પોટલા ભેગાં કરીને અધોગતિમાં જવાનું છે. પરિગ્રહ એ ચારે બાજુથી આત્માને ગ્રહી લે છે. બધા પાપમાં પરિગ્રહ એ મોટું પાપ છે. ન્યાયથી કમાઈએ તો પણ પરિગ્રહ એ પાપ જ છે. માટે બને તેટલો પરિગ્રહ ઘટાડી તમારી જરૂરિયાત પૂરતું રાખો. સંસારદશામાં છો તો થોડી જરૂર તો પડશે; એટલે થોડું રાખો, બાકીની દોડધામ હવે મૂકી દો. બહુ ધંધા કર્યા અને બહુ ગુલાંટો મારી અને હજી કરશો તોય અંતે, ખંખેરીને હાથ ખાલી, ઓચિંતાનું જાવું ચાલી; કરે માથાફોડી ખાલી રે, ઓ પામર પ્રાણી. ચેતે તો ચેતાવું તૂને રે હો પામર પ્રાણી. પણ પછી દુકાન મૂકીને જો બગીચામાં બેસીને ગપ્પા માર્યા તો તો એનું એ જ થયું. ઉલમાંથી ચૂલમાં પડ્યો. કંદોઈની દુકાનમાં એક સાપ હતો. તે ચૂલાની અંદરમાં ઘૂસી ગયેલો. તેમાં પહેલેથી જ લાકડાં ગોઠવી રાખેલા. કંદોઈએ સવારમાં આવીને લાકડા સળગાવ્યા અને ઉપર તેલની કડાઈ મૂકી. થોડી ગરમી તો સહન કરી પણ પછી થોડી ગરમી વધારે થઈ એટલે એને એમ થયું કે આમાં તો આપણે બળી જઈશું, એટલે ત્યાંથી નીકળ્યો તો ગરમ થઈ ગયેલા તેલમાં પડ્યો. તેવી જ રીતે તમે ધંધામાંથી છૂટ્યા તો પાછા બીજી વિકથાઓ અને ગપ્પામાં સમય વેડફી નાંખો એ યોગ્ય નથી. સમયનો સદુપયોગ કરતાં શીખો. એક પળ વ્યર્થ જાય તો Page #651 -------------------------------------------------------------------------- ________________ ૬૨૮ ત્રણ મંત્રની માળા એક ભવ હારી જાય એવા કર્મ બંધાય છે તેમજ અશાંતિ અને આકુળતા-વ્યાકુળતા ઉત્પન્ન થાય છે, ચાર ગતિમાં રખડવું પડે છે, અનેક દુઃખ સહન કરવો પડે છે. મંત્રજાપમાં તમારો ઉપયોગ રહે એ પ્રકારની ભાવના રાખો. પરમગુરુ પરમાત્મા જેવો જ હું સહજાત્મસ્વરૂપી આત્મા છું એવો લક્ષ રાખવો. પાંચેય પરમગુરુ પણ સહજાત્મસ્વરૂપ જ છે. ઘનઘાતકર્મ વિહીન ને, ચોત્રીશ અતિશય યુક્ત છે; કૈવલ્યજ્ઞાનાદિક પરમગુણ યુક્ત શ્રી અર્વત છે. છે અષ્ટ કર્મ વિનષ્ટ, અષ્ટ મહાગુણે સંયુક્ત છે; શાશ્વત, પરમને લોક-અગ્ર બિરાજમાન શ્રી સિદ્ધ છે. પરિપૂર્ણ પંચાચારમાં, વળી ધીર ગુણગંભીર છે; પંચેગિજના દર્પદલને દક્ષ શ્રી આચાર્ય છે. રત્નત્રય સંયુક્ત ને, નિ:કાંક્ષ ભાવથી યુક્ત છે; જિનવર કથિત અથર્મોપદેશે શૂર શ્રી ઉવજઝાય છે. નિગ્રંથ છે નિર્મોહ છે, વ્યાપારથી પ્રવિમુક્ત છે; ચઉવિધ આરાધન વિષે નિત્યાનુરક્ત શ્રી સાધુ છે. – શ્રી નિયમસાર - ગાથા - ૭૧ થી૭૫ સહજાત્મસ્વરૂપ પરમગુરુ મંત્રમાં સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ બધી આરાધનાઓ આવી જાય છે. અનાદિ કાળના કુસંસ્કારો પડેલા છે, મોહનીય કર્મ ગાઢ બાંધીને આવ્યા છીએ, એવા અંતરાય કર્મો પણ બાંધેલા છે, એના ઉદય પણ ચાલે છે અને આ કાર્ય આપણે કરવું છે તો એમાં ઘણા વખતની મહેનત હોય છતાં પણ ઘણાને કાર્યની સિદ્ધિ જલ્દી થતી નથી અને ઘણાને અલ્પ મહેનતમાં પણ કાર્યની સિદ્ધિ થઈ જાય છે. વર્તમાન પુરુષાર્થ કેવો છે? અને અંતરંગ કર્મના ઉદય કેવા છે? બાહ્ય નિમિત્તો કેવા છે? એ બધું જોવાય છે. દર્શનમોહનો અનુભાગ ઘટ્યા વગર ઉપયોગ સ્વરૂપસ્થ થઈ શકતો નથી અને તેના માટે પણ આ મંત્રની સાધના છે. આત્મા સિવાય બીજા કોઈમાં “સ્વ” ની માન્યતા થાય તો એ પરિભ્રમણનું કારણ છે, દુઃખનું કારણ છે. સ્વ અને પરનો યથાર્થ વિવેક આપણને હોવો જોઈએ તેમજ “સ્વ” ના આશ્રયે કલ્યાણ છે એનો દઢ નિર્ણય હોવો જોઈએ અને પછી “સ્વ કેવું છે? એ કેમ બંધાણું છે? અને કેમ મુક્ત થાય? Page #652 -------------------------------------------------------------------------- ________________ ૬૨૯ ત્રણ મંત્રની માળા આ વિધિ જ્ઞાનીઓ પાસેથી સમજીને પછી આપણે પ્રયોગ કરવાનો છે. અઘરું કામ નથી. અઘરું કામ તો તમે જે વર્તમાનમાં કરો છો તે છે. તમે એ કરો છો કે જે ભગવાન પણ ન કરી શકે ! ભગવાન વિભાવ ન કરી શકે અને તમે ચોવીસ કલાક કરો છો. અનિત્યમાંથી સુખ મેળવવા માટે પ્રયત્ન કરો છો ! ભગવાન નથી મેળવી શક્યા, તમે મેળવો તો ધન્યવાદ ! શ્રી દૌલતરામજીએ કહ્યું છે, લાખ બાત કી બાત, યહૈ નિશ્ચય ઉર લાઓ, તોરિ સકલ જગ દંદ-ફંદ, નિજ આતમ ધ્યાઓ. - શ્રી છહ ઢાળા - ચોથી ઢાળ ઊંઘમાં પણ ‘સહજાત્મસ્વરૂપ' ચાલવું જોઈએ. એટલો મંત્રાકાર ઉપયોગ આખો દિવસ રહેશે તો સ્વપ્ન પણ એના આવશે. કાપડનો એક વ્યાપારી હતો. તે ધોતીકોટાનો સ્પેશ્યાલિસ્ટ હતો. તે રીટેલમાં વેચતો. કોઈ એક જોટો લઈ જાય તો કોઈ એક છૂટું ધોતિયું લઈ જાય. આખો દિવસ એને ધોતિયા વેચવાનું જ કામ. દુનિયામાં જ્યાં જ્યાં સારામાં સારા ધોતિયાઓ મળતા હોય ત્યાંથી તે લઈ આવે. આખો દિવસ ધોતિયાની લે-વેચમાં જ એનો ઉપયોગ રહ્યા કરે. ચોવીસ કલાક જે કંઈ ક્રિયા કરે એમાં ધોતિયાની લે-વેચના જ એને ‘ભાવ' આવે. એક વખત તેને સ્વપ્નામાં એક ગ્રાહક આવ્યો. ગ્રાહકે પૂછ્યું કે “ભાઈ ! આ ધોતી-જોટાની કિંમત શું છે?' તે કહે, “પાંચસો રૂપિયા.” ગ્રાહક કહે, “જો ચારસોમાં આપો તો હું લઈ લઉં.” તે કહે, “ભાઈ ! આ દુકાનમાં કોઈ દિવસ બે ભાવ થતા નથી. પાંચસોમાં એક રૂપિયો પણ ઓછો નહીં.' ગ્રાહકને થયું કે આ વ્યાપારી પ્રામાણિક તો છે. એટલે તેણે કહ્યું, “આ જોટામાંથી બે ધોતી ફાડીને આપી દો.” વેપારીએ ઊંઘમાં ને ઊંઘમાં પોતાનું જ ધોતિયું ફાડ્યું! આવી તન્મયતા મંત્રમાં હોવી જોઈએ. સહજાત્મસ્વરૂપ પરમગુરુનું સ્વપ્ન આવે અને એ મંત્રના માધ્યમથી તમને ભગવાનના અને ગુરુના દર્શન થાય અને ઊંઘમાં પણ તમે આ બોલ્યા કરો. એક વખત રુક્મિણીએ શ્રીકૃષ્ણ મહારાજને પૂછ્યું કે અમે તમારી રાણીઓ છીએ, છતાં તમને અમારા કરતાં અર્જુન પ્રત્યે કેમ પ્રેમ વધારે છે? આથી શ્રીકૃષ્ણ મહારાજ રાણીઓને અર્જુનના મહેલમાં લઈ જાય છે. અર્જુન તે વખતે સૂતેલો હોય છે. શ્રીકૃષ્ણ રાણીઓને કહે છે કે અર્જુનના કેશ પાસે તમારા કાન લઈ જાઓ. રાણીઓએ તે પ્રમાણે કર્યું, તો અર્જુનના Page #653 -------------------------------------------------------------------------- ________________ ૬૩૦ ત્રણ મંત્રની માળા કેશમાંથી કૃષ્ણ, કૃષ્ણ એવો અવાજ આવતો હતો. શ્રીકૃષ્ણ મહારાજ બોલ્યા કે હવે ખ્યાલ આવ્યો કે કેમ હું અર્જુનને આટલો પ્રેમ કરું છું ! જુઓ ! ઊંઘમાં પણ તેને મારું જ રટણ છે. મંત્રે મંત્રો સ્મરણ કરતો કાળ કાઢું હવે આ. હવે શું ક૨વા સમય વેડફો છો ? જગતનો કયો પદાર્થ તમને શાંતિ અને સુખ આપશે ? મંત્રના માધ્યમથી આત્માની પ્રાપ્તિ થશે તો અનંત શાંતિની પ્રાપ્તિ થશે; એવી ઊંચામાં ઊંચી વસ્તુ તમને વગર પૈસે મળે છે, પણ તમને એની જે પારમાર્થિક કિંમત સમજાવી જોઈએ એ સમજાતી નથી. એટલે ઉપયોગને જ્યાં ત્યાં વિકલ્પોમાં ભમાવો છો. મુખ્ય સાધના ઉપયોગની છે કે તમે ઉપયોગને ક્યાં રમાડો છો ? અને તમારો ઉપર્ટીંગ કેટલો વિશુદ્ધ છે ? ઉપયોગ રાગ, દ્વેષ, મોહમય પરિણામોથી જેટલો રહિત હશે તેટલો વિશુદ્ધ, તેટલી શાંતિ. ધંધાની, કુટુંબની, વ્યવહારની કે સંસારની ખટપટોના કારણે તમારો ઉપયોગ અશાંત રહે છે. આપણને એમ થાય છે કે સંસારમાં બેઠા છીએ તો બધું કરવું પડે. ધર્મ પણ કરીએ અને આ પણ કરીએ ! તો સમજવું કે હજુ જેવી જોઈએ તેવી છૂટવાની તીવ્ર તાલાવેલી થઈ નથી. એક જનાબાઈ નામે મહાન ભક્તાત્મા હતા. તેઓ ગાય-ભેંસના ગોબર લઈ આવે અને એમાંથી છાણાં થેપે. એ છાણાં વેચતા અને પોતાનું ગુજરાન ચલાવતા. એ કોઈ પણ કામ કરતા હોય – ચાલતા હોય, રસોઈ બનાવતા હોય, ઘરનું કામ કરતા હોય કે છાણાં થેપતા હોય - ચોવીસ કલાક રામનામનો જાપ કરતા. રામ નામ મેં આલસી, ભોજન મેં હુશિયાર; તુલસી ઐસે જીવકું, વારંવાર ધિક્કાર. એમના છાણાં તમે કાનમાં લગાડો તો એમાંથી રામનો અવાજ આવે. એ માજીની બાજુમાં કોઈ એક ભાઈનું ઝૂંપડું હતું. તે પણ છાણાં થેપીને વેચવાનો ધંધો કરતો. બંનેનો ધંધો એક. એ માણસ રાત પડે એટલે માજીના છાણાંના ઢગલામાંથી પાંચ-પચ્ચીસ છાણાં ચોરીને એના ઢગલામાં નાખી દેતો. માજીના ભક્તોએ જોયું કે આ રોજ આ રીતે છાણાં લઈ જાય છે પણ માજી કશું બોલતા નથી, હવે આ બંધ કરાવવું પડશે - એમ વિચારીને રાજાને ફરિયાદ કરી. રાજાએ પૂછ્યું કે, ‘ભાઈ ! તમારી પાસે કંઈ સાક્ષી છે ?’ તો તેમણે કહ્યું, ‘એવું તો કંઈ છે નહીં.’ પછી જનાબાઈને પૂછ્યું, ‘તમારા છાણા પેલા ઢગલામાં પડ્યા હોય તો તમે ઓળખી શકો ?’ જનાબાઈએ કહ્યું, ‘હા ઓળખી શકું. મારું એક છાણું પણ ના ઓળખાય એવું નથી. Page #654 -------------------------------------------------------------------------- ________________ ત્રણ મંત્રની માળા. ૬૩૧ જુઓ ! મારો ઢગલો છે ત્યાં કાન લગાડશો તો રામ-રામનો અવાજ આવશે !' રાજાએ એ ઢગલામાં પડેલાં થોડા છાણા ઉપર કાન લગાડ્યા. તો એ બધાયમાંથી રામ-રામનો અવાજ આવ્યો. રાજા ચોંકી ગયો ! “ઓહો ! મારા રાજમાં આવા ભક્તો છે કે જેના છાણામાંથી રામરામનો અવાજ આવે છે !” પછી બાજુના પડોશીનો ઢગલો ચેક કર્યો તો એમાંથી પચ્ચીસેક છાણાં રામ-રામના અવાજવાળા નીકળ્યા, બાકી બધા રામ વગરના! એટલે રાજાએ તે માણસને પકડ્યો અને લાલ આંખ કરી એટલે તેણે તરત કબૂલી લીધું. તેને સજા કરી, પણ માજી વચમાં પડ્યા અને કહ્યું કે, “જુઓ ! મારો પરભવનો લેણિયાત હતો એટલે લઈ ગયો, મેં દેવું ચૂકવી દીધું. એને જવા દો. એને સજા કરશો નહીં.' કહેવાનો મતલબ એ કે જનાબાઈને રામનામનો જાપ ચોવીસ કલાક ચાલતો.. જાપ પોતાના કલ્યાણ માટે કરવાના છે. તે સિવાય જગતની જે કંઈ પ્રવૃત્તિઓમાં તમે ઉપયોગ રાખો છો તેનાથી જે નુક્સાન થાય છે તે પોતાને જ થાય છે. ધંધાના, દુનિયાના, સગાંવહાલાંના કે મિત્રોના જે કંઈ વિકલ્પો કરો છો તે બધા અશુભ છે. ઉપયોગ ફેરવવાની રમત આપણે શીખ્યા નથી. આ મંત્રના માધ્યમથી શીખવાની છે. ગમે તે થાય, ગમે ત્યાં બેઠા હો, ચાલતા હો, ગમે તે ક્રિયા થતી હોય પણ અંદરમાં મંત્ર ચાલવો જોઈએ. બહેનો! કાલથી પ્રયોગ કરો અને અઠવાડિયા પછી તમે જે રોટલી બનાવો તેમાંથી સહજાત્મસ્વરૂપ પરમગુરુનો , અવાજ આવવો જોઈએ. એ અવાજ આવે તો તમારો જાપ સાચો. રોમેરોમ એ થવું જોઈએ. તમારે તમારું સ્મરણ કરવાનું છે, તમારે તમારો આશ્રય કરવાનો છે, તમારે તમારા આશ્રય દ્વારા તમારા પોતાના ઘરમાં જવાનું છે. જે કરી શકીએ તેમ છે તે તમે કરતા નથી અને પરમાં તમે ફેરફાર કરવા નીકળ્યા છો. ખરેખર તો, પરમાં કંઈ કરી શકતા નથી અને સ્વમાં કંઈ કરવાનું નથી. “સ્વ” તો અનાદિકાળથી અનંતકાળ સુધી જેવું છે એવું ને એવું જ છે. માત્ર તેને જોવાનું છે. એમાં કંઈ ફેરફાર કરવાના નથી. આત્માના ત્રિકાળી ધ્રુવ સ્વભાવની અંદર કોઈ ફેરફાર થઈ શકે નહીં. એ તો જેવો છે તેવો અનાદિકાળથી અનંતકાળ સુધી રહેવાનો. આ ઉપયોગની રમત છે. ઉપયોગને સ્વરૂપમાં એકત્રિત કરવા, કેન્દ્રિત કરવા, એકાગ્ર કરવા માટે આ મંત્રજાપ એ માધ્યમ છે. તો, પરમગુરુ પરમાત્મા જેવો જ હું સહજાત્મસ્વરૂપ છું. “સહજાત્મસ્વરૂપ તે જ હું, સહજાત્મસ્વરૂપ તે જ હું, સહજાત્મસ્વરૂપ તે જ હું એમ ઉપયોગ અંતર્મુખ વાળતાં આત્માનું જે અંદરમાં અસ્તિત્વ છે તે અસ્તિત્વ નજરાય તો તમારો બેડો પાર. મંત્રના માધ્યમથી અસ્તિત્વ નજરાવું જોઈએ કે હું તો આ છું; આ સિવાય હું કશું નથી અને આ Page #655 -------------------------------------------------------------------------- ________________ ૬૩૨ ત્રણ મંત્રની માળા સિવાય કશું મારું નથી. હું માત્ર સહજાત્મસ્વરૂપી આત્મા જ છું. “આત્યંતર પરિણામ અવલોકન નોંધ માં પરમકૃપાળુદેવે મૂક્યું છે, માત્ર એકાંત આત્મવૃત્તિ, હું માત્ર આત્મા છું, આત્મા જ છું. માત્ર આત્મા.” વારંવારનો દઢ અભ્યાસ થવો જોઈએ. બહેનો દોરડાથી કૂવાનું પાણી ખેંચે છે ત્યારે એ દોરડાથી કૂવાના કાંઠાના પથ્થરો પણ ઘસાય છે અને તેમાં ખાડા પડી જાય છે, જ્યારે તમારામાં આટલા મંત્રો ગણાય તોય ખાડા નથી પડતા! તમે કાળમીંઢ પથ્થરથી પણ જોરદાર છો ! કેમ ખાડો ના પડે? તમે થોડું ચાલો તો એટલું અંતર કેમ ના કપાય? ખાવ તો એટલી ભૂખ ઓછી કેમ ના થાય? અવશ્ય થાય. મંત્ર એક સાધન છે, સ્વરૂપ અનુસંધાન કરવા માટેનું એક માધ્યમ છે. આત્મા મંત્રમાં નથી, આત્માત આત્મામાં જ છે. પણ મંત્ર દ્વારા આત્માનું ભાન લાવવાનું છે કે હું તો આ છું. જગતનું કાર્ય કરવું એ મારું કાર્ય છે જ નહીં. પૈસા કમાવા એ કંઈ આત્માનું કાર્ય નથી, ઘર ચલાવવું એ કંઈ આત્માનું કાર્ય નથી, સંસારની પ્રવૃત્તિઓ કરવી એ કંઈ આત્માનું કાર્ય નથી, અનેક પ્રકારના વિભાવો કરવા એ કંઈ આત્માનું કાર્ય નથી. આત્માનો ઉપયોગ આત્માકાર થાય અને આત્માના અતીન્દ્રિય આનંદની અનુભૂતિ થાય એ આત્માનું કાર્ય છે. આ કાર્ય આપણે મંત્રના માધ્યમથી ધીમે ધીમે સાધ્ય કરી શકીએ છીએ. જ્ઞાનીઓએ આપેલા મંત્રોમાં પૂરી શક્તિ હોય છે. માટે પ્રવૃત્તિમાં સ્મરણ તથા નિવૃત્તિમાં ચિંતન અને ધ્યાન કરવું. જેટલી વધારે નિવૃત્તિ લઈ શકો તેટલી લેવી. તે પણ આત્મકલ્યાણ માટે, ભલે તમારે અબજોના વ્યાપારો હોય, ઘણી પેઢીઓ ચાલતી હોય, એ બધા કંઈ આત્માના કલ્યાણકારી સાધન નથી. આરંભપરિગ્રહના કાર્યો તે પાપના જ કાર્યો છે. તેનાથી પાપાગ્નવ અને પાપનો જ બંધ થાય છે. એ બંધનું ફળ દુઃખ અને જન્મ-જરા-મરણના ફેરા છે, એ આપણે સમજતાં નથી. સત્સંગમાં આવીએ અને થોડો સમય આ સાંભળીએ એટલે સારું લાગે, પણ અહીંથી બહાર જઈએ એટલે વળી પાછું એ સંસારપ્રવૃત્તિમાં આપણો ઉપયોગ ચાલુ થઈ જાય છે. એટલા માટે દઢ સંસ્કાર પડે એવા સત્સંગ અને સપુરુષોના સંગમાં વારંવાર રહીએ તો સત્યનો રંગ ચઢે. સત્ય એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર. સમ્યકજ્ઞાન-દર્શન-ચારિત્રનો રંગ ચઢાવે તેનું નામ સત્સંગ છે. કેવળજ્ઞાન અપાવે ત્યાં સુધી કાર્યકારી થાય એવો આ મંત્ર પરમકૃપાળુદેવે આપણને આપ્યો છે. તો થોડી નિવૃત્તિ લઈ એ મંત્રનો જાપ કરવા જેવો છે; ભલે તમારો ધંધો સારો ચાલે છે, બજારમાં તમારું નામ સારું છે. અનાદિકાળના એ પ્રકારના આરંભ-પરિગ્રહના કુસંસ્કારો પડેલા છે એટલે જલ્દી છૂટવા અઘરા છે, છતાં કઠણ કામ હોવા છતાંય કઠણ નથી. જેને Page #656 -------------------------------------------------------------------------- ________________ ત્રણ મંત્રની માળા. ૬૩૩ આત્માનું કલ્યાણ કરવું છે એને આખી પૃથ્વી છોડવી પડે તોય કંઈ બહુ મોટું નુક્સાન નથી. આત્મા છૂટી જાય તો મોટું નુક્સાન છે, એ ગણિત આપણને બેસતું નથી. સમજાતું નથી કે આનાથી કેટલું નુક્સાન છે! એક સમયનો વિભાવ કેટલું નુક્સાન કરાવે છે અને એમાંય આ બધા વિભાવો તો અશુભ પ્રકારના છે. મોટાભાગના સંસારી અજ્ઞાની જીવોના વિભાવો અશુભ ભાવમય હોય છે, પાપભાવમય હોય છે. તમને એની ખબર પડે કે ના પડે પણ મોટાભાગના જીવોને આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા – એ ચારેય પાપની સંજ્ઞાઓ હોય છે. જગતના મોટાભાગના જીવોના પરિણામ આ ચાર સંજ્ઞાઓના જ ચાલતા હોય છે અને ખબર પણ નથી પડતી કે આનાથી મારું અહિત થાય છે. વિભાવ દ્વારા, અશુભ ભાવ દ્વારા આપણને આનંદ આવે છે, પણ એ આત્માનું એટલે કે સમ્યફજ્ઞાન-દર્શન-ચારિત્રનું ખૂન છે. માટે વારંવાર પરમકૃપાળુદેવે આપેલા ત્રણ મંત્રમાં ઉપયોગને રમાડો. આમ તો એક મંત્ર પણ બહુ છે, પણ આપણી યોગ્યતા નથી કે એક જ મંત્રમાં મનને સ્થિર રાખી શકીએ, એટલે આપણને ત્રણ મંત્રો આપ્યા અને તેમની ઓળખાણ આપી. પરમગુરૂ નિગ્રંથ સર્વજ્ઞદેવ. પરમગુરુ કેવા છે? તો કે, “નિગ્રંથ સર્વજ્ઞ દેવ.' પાંચે પરમગુરુ નિગ્રંથ છે, અરિહંત અને સિદ્ધ ભગવાન સર્વજ્ઞ છે, પૂર્ણ જ્ઞાની છે તથા એ પાંચેય પદ આત્માના પદ છે. પાંચેય પરમગુરુ આત્મસ્વરૂપે છે, સહજાત્મસ્વરૂપ છે અને હું પણ સહજાત્મસ્વરૂપી છું. પરમકૃપાળુદેવે કહ્યું છે, જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહિ કાંઈ; - લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૫૪ આમાં બધાય તીર્થો આવી જાય છે, શાસ્ત્રો આવી જાય છે, અને સર્વ પ્રકારની સાધનાનો પણ સમાવેશ થઈ જાય છે. સામાયિક લઈને બેસો શાંતિથી. અત્યારે તો મોટી ઉંમરના માજીઓ કે કાકાઓએ નિયમ લીધો હોય એટલે સામાયિકમાં બેસે, પણ એવી રીતે બેસે કે ટી.વી. દેખાય, ઘરના બારણામાંથી કોઈ આવતું હોય તો એ પણ દેખાય અને ઘરમાં નોકરો શું કામ કરે છે ત્યાં પણ નજર રહે - થ્રી ઈન વન ! કૃપાળુદેવના શતાવધાન હતા, આના ત્રણ અવધાન સાથે ચાલે ! ખરેખર તો, બાજુમાંથી સાપ નીકળી જાય તો પણ ખબર ના પડે એવી એકાગ્રતા જોઈએ. આજુબાજુ શું ચાલે છે? કેટલા વાગ્યા છે? બહુ ઠંડી છે, બહુ ગરમી છે – આમાં ઉપયોગ લગાડશો તો મંત્રમાં ઉપયોગ સ્થિર નહીં થાય. આ પ્રમાણે મંત્રના માધ્યમથી આપણે ઉપયોગને ઘર ભેગો કરવાનો છે. Page #657 -------------------------------------------------------------------------- ________________ ત્રણ મંત્રની માળા તો, પરમગુરુ કેવા છે ? નિગ્રંથ અને સર્વજ્ઞદેવ. નિગ્રંથ એટલે ચોવીસ પ્રકારના પરિગ્રહોથી રહિત છે. દસ પ્રકારના બાહ્ય પરિગ્રહ છે અને ચૌદ પ્રકારના અત્યંતર પરિગ્રહ છે, આ સર્વ પ્રકારના પરિગ્રહથી રહિત હોય તે પૂર્ણ નિગ્રંથ કહેવાય અને અંશે નિગ્રંથ કોને કહેવાય ? તો કે જેણે મિથ્યાત્વની ગ્રંથિને છેદી છે તે અંગે નિગ્રંથ છે. સદ્ગુરુ અને ભગવાન આવા નિગ્રંથ છે. એમનો આપેલો આ મંત્ર છે - ‘પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞ દેવ.’ ઉપયોગની વિશુદ્ધિ થશે, જેટલો લસોટાય તેટલો લસોટો – શ્વાસેશ્વાસે અને જીવો ત્યાં સુધી. એવા સંસ્કાર નાંખો કે પરભવમાં પણ તમે જ્યાં જાવ ત્યાં નાની ઉંમરમાં ઘોડિયામાં સુવાડીને તમારી મા હિંચોળતી હોય ત્યારે તમે રડવાની જગ્યાએ ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્ર બોલતા હોય, આટલો એ મંત્રને અંદરમાં વણી લો. જુઓ ! મોકો મળ્યો છે, ચૂકશો નહીં અને આ ગયા પછી અનંતકાળમાં આ મનુષ્યનો જન્મ, જિનેન્દ્રનો ધર્મ અને જ્ઞાનીઓએ આપેલો મંત્ર એ પ્રાપ્ત થવા પરમ દુર્લભ છે. આ મળ્યું છે તો હવે તમામ કાર્યો ગૌણ કરી નાખો. તમને અત્યારે લાગશે કે આટલી બેઠી આવક છે, મારે કાંઈ કરવાનું નથી અને છતાંય ? હા, એમાંય રોકાવા જેવું નથી. એ બધા અશાંતિના બીજ છે અને વિકલ્પોની ફેક્ટરી છે. ચૌદ પ્રકારના પરિગ્રહો છે - એક મિથ્યાત્વ, ચાર કષાય અને નવ નોકષાય. આ ચૌદ પ્રકારના અત્યંતર જે વિકલ્પો થાય છે એ ગ્રંથ-ગાંઠ છે એને છેદવાની છે. ક્રોધ, માન, માયા, લોભ એટલે રાગ-દ્વેષમાં બધા સમાવેશ પામી જાય છે. સાધના એટલે શું ? ગમે તેવા ઉદયો કે નિમિત્તો આવે તેમાં રાગ-દ્વેષ, મોહના ભાવો થવા દેવા નહીં. જેટલા અંશે ઘટાડી શકાય તેટલા અંશે ઘટાડવાં. આ જ સાધના છે. સમતાભાવની સાધના છે. આત્માનું રક્ષણ કરનારો એક માત્ર પોતાનો વીતરાગભાવ છે, એ સિવાય આ આત્માનું કોઈ રક્ષણ બહારમાં કરી શકે નહીં. ૬૩૪ ચત્તારિ શરણં પવામિ, અરિહંતે શરણ પવામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહૂ સરણું પવજ્જામિ, કેવલી પત્રતં ધમ્મ શરણં પવજ્જામિ. આ ચાર વ્યવહા૨થી શરણ છે. સાચું શરણ પોતાના વીતરાગભાવમાં છે. સાચી સમજણ આવશે તો એ વીતરાગભાવ ટકશે અને એની વૃદ્ધિ થશે તથા ક્રમે કરીને તમે સંપૂર્ણ વીતરાગ થશો. વીતરાગતા એ જ ધર્મ છે. તમે ભલે ગમે તેટલા ત્યાગી હો, પંડિત હો કે સાધક હો પણ જો કષાયને આધીન થઈ જતા હો તો તમારી બધી સાધના ધોવાઈ જાય છે, એનો કોઈ અર્થ રહેતો નથી. Page #658 -------------------------------------------------------------------------- ________________ ત્રણ મંત્રની માળા ૬૩૫ શીતલદાસજી મહારાજ હતા, એ સત્સંગ બહુ સારો કરે. એટલે આખું ગામ અને આજુબાજુના ગામડાઓની ભીડ થવા માંડી. પછી એમાં અમુક ગુરુના ભક્તો પણ ગયા. એટલે એમના વખાણ કરવા માંડ્યા, ‘ઓહોહો ! આમનો તો શું સત્સંગ છે ! આજુબાજુના હજારો લોકો આવે છે. આમના જેવો સત્સંગ અને બોધ કોઈનો નહીં.’ એના ગુરુએ કહ્યું, ‘આટલું કરજો, જેથી એ શીતલદાસ છે કે નહીં એ ખબર પડશે. એકની એક વાત તમે પાંચદસ વખત પૂછજો. એમનું નામ જ પૂછજો કે સાહેબ ! તમે આટલા વર્ષથી સત્સંગ કરાવો છો પણ તમારું નામ ભૂલી ગયા છીએ.' પેલો ભક્તોએ શીતલદાસજીને એમનું નામ પૂછ્યું તો મહારાજ કહે, ‘કોઈને કહેવું હોય તો કહેજો કે શીતલદાસજી મહારાજ છે.’ વળી, એક-બે મિનિટ થઈ અને પાછું પેલાએ ફરીથી પૂછ્યું કે સાહેબ ! તમારું નામ'હું ભૂલી ગયો. તમે તો મને કહ્યું પણ મારી યાદશક્તિ જરા ઓછી છે. તો કહે, ‘શીતલદાસ.’ સહેજ ટ્યૂન મોટો થઈ ગયો. ગુરુની આજ્ઞા એટલે એને પાંચ-દસ વખત તો પૂછવાનું હતું. તો, ત્રીજી વખત પૂછ્યું કે મહારાજ ! તમે તો મને બરાબર કહ્યું પણ હું પાછો તમારું નામ ભૂલી ગયો. એટલે એમણે કહ્યું, ‘શીતલદાસ.’ થોડો અવાજ વધ્યો. થોડીવાર થઈને પછી ફરીને પૂછ્યું. જવાબ મળ્યો, ‘શીતલદાસ.’ ભક્તોએ જોયું કે હવે વધારે એને પૂછવામાં આવશે તો ચિપીયો ખખડાવશે અને મારી દેશે. આમ, એ શીતલદાસમાંથી અગ્નિદાસ થઈ ગયા. જુઓ ! આ સાધકની ચકાસણી છે. ગમે તેવા ઉદય આવે, નિમિત્તો આવે, સંયોગો આવે, શાતા હોય કે અશાતા હોય કે મરણ હોય, લાભ હોય કે અલાભ હોય, જન્મ હોય કે મરણ હોય, અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય, ઈષ્ટનો વિયોગ થતો હોય, અનિષ્ટનો સંયોગ થતો હોય એમાં તમે શીતલદાસ રહો છો કે અગ્નિદાસ થઈ જાઓ છો ? આ પ્રેક્ટિકલ સાધના છે. પરમગુરુ કેવા છે ? ‘પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ.’ સર્વજ્ઞ, વીતરાગ, કેવળજ્ઞાની ભગવાન છે. જે અઢાર દોષથી રહિત સદેવ છે એ પરમગુરુ છે. અઢાર દોષમાંનો એકપણ દોષ હોય તો એ સદેવ નથી. વીતરાગદેવ સિવાય બીજા કોઈ પૂજ્ય નથી, વંદન કરવા યોગ્ય નથી, ભક્તિ કરવા યોગ્ય નથી કે એમનો આશ્રય કરવા યોગ્ય નથી. એમની સાથે ફક્ત ‘જય જિનેન્દ્ર’ નો વ્યવહાર રાખવો. અસદેવને સવ માનવા, અસદ્ગુરુને સદ્ગુરુ માનવા, અસદ્ધર્મને સદ્ધર્મ માનવો – આ બધી મૂઢતાઓ છે. દેવમૂઢતા, ગુરુમૂઢતા અને ધર્મમૂઢતા. આરંભ-પરિગ્રહધારીઓને ગુરુ માનવા એ ગુરુમૂઢતા છે. આરંભ-પરિગ્રહધારી નિગ્રંથગુરુ હોઈ શકે નહીં. નિગ્રંથગુરુ અનાદિકાળથી વીતરાગ પરિપાટીમાં જૈન પરિપાટીમાં, રત્નત્રયધારી ભાવલિંગી મુનિઓ અને Page #659 -------------------------------------------------------------------------- ________________ ૬૩૬ ત્રણ મંત્રની માળા એમાં મુખ્ય આચાર્ય ભગવંતો છે. આ ગુરુની ગાદી એમના માટે છે. હવે એના ઉપર કોઈ અનઅધિકારી જીવ ચઢી જાય તો એ પોતાને મોટું નુક્સાન કરે છે. ભલે મોહનીય કર્મના ઉદયમાં એને ભાન નથી કે આનાથી શું શું નુક્સાન થાય છે, પણ પરમકૃપાળુદેવે તો એને લાલ લાઈટ બતાવી છે કે – અસદ્દગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઈ; મહામોહનીય કર્મથી, બૂડે ભવજળ માંહી. – શ્રી આત્મસિદ્ધિશાસ-ગાથા - ૨૧ પરમગુરુ તરીકે કોને રાખવાના? તો કે, મુખ્યતો અરિહંત ભગવાન. સિદ્ધ ભગવાનને તો આપણે જોઈ શકતા નથી, પણ એ સર્વોત્કૃષ્ટ શુદ્ધાત્મા છે. એમની હયાતી ન હોય ત્યારે આચાર્ય ભગવંત ઉપાધ્યાય અને સાધુ ભગવાન પણ પરમગુરુમાં આવે છે. આ પરંપરા છે. જે મહાવ્રતધારી છે, સમિતિ અને ગુપ્તિથી યુક્ત છે, મૂળગુણોનું પાલન કરે છે, પ્રમત્ત-અપ્રમત્ત દશામાં વર્તી રહ્યા છે, અંતરંગમાં ત્રણ કષાયોનો અભાવ છે, યથાજાતરૂપધર છે તે પરમગુરુમાં આવે. આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વવાણી પરમૠત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૦ આવા પરમગુરુ છે. જૈનદર્શન ગુણાનુરાગી છે, દષ્ટિરાગી નથી. આવા ગુણો કોઈને પણ પ્રગટ થયા હોય તે બધાય વંદનીય અને પૂજનીય છે. આવા ગુણો વગરના ગમે તે હોય, બહારમાં સાધુ હોય કે શ્રાવક હોય, પણ આવી દશા અને ગુણ નથી તો તે પૂજય નથી. અસંયમી પૂજય નથી, અજ્ઞાની કોઈ પૂજ્ય નથી. વ્યવહારથી ઠીક છે કે કોઈ વડીલ હોય, વિદ્વાન હોય એમનો આપણે યોગ્ય વિનય કરવાનો છે, પણ એમને એ નિર્ગથગર, પરમગુરના ખાનામાં બેસાડી શકાય નહીં. મોક્ષમાર્ગમાં ગુરુ તો આ રત્નત્રયધારી મુનિ છે, કોઈ શ્રાવક નથી. કોઈ શ્રાવકને નિગ્રંથગુરુ તરીકે કોઈ માને અને બેસાડે એ પોતાની ભૂલ છે. એ ઉપકારી ગુરુ હોઈ શકે, શિક્ષાગુરુ હોઈ શકે, દીક્ષાગુરુ હોઈ શકે, પણ નિગ્રંથગુરુ નહીં. કાનજીસ્વામીને શ્રી હુકમચંદજી ભારિલે એક પ્રશ્ન પૂછેલો. તે વખતે તેઓ જૈન ગેઝેટના તંત્રી હતા. સોનગઢમાં પહેલીવાર આવેલા. બધા કાનજીસ્વામીને ગુરુદેવ કહે. હુકમચંદજી Page #660 -------------------------------------------------------------------------- ________________ ત્રણ મંત્રની માળા ૬૩૭ શરૂઆતથી તર્કશાળી ખૂબ હતા. તેમણે કહ્યું કે એક બાજુ તમે એમ કહો છો કે ગુરુ મહાવ્રતધારી, સમિતિવાળા અને પ્રમત્ત-અપ્રમત્ત દશાવાળા, નિગ્રંથ, રત્નત્રયધારી, નગ્ન દિગંબર હોય અને તમે તો વસ્ત્ર પહેરો છો, તો તમે નિગ્રંથગુરુ ખરા કે નહીં ? તો કાનજીસ્વામીએ કહ્યું કે, જે મોક્ષમાર્ગમાં નિગ્રંથગુરુ છે એમાં હું નહીં. બાહ્ય-અત્યંતર મુનિ જે ‘અપૂર્વ અવસ૨' માં મૂક્યા છે તે નિગ્રંથગુરુ છે. હું અમુક ગુણસ્થાનકમાં છું અને એ પ્રમાણે હું મારું જીવન જીવું છું અને બીજાને તત્ત્વનો યથાર્થ બોધ આપું છું. એટલે બહુ બહુ તો શિક્ષાગુરુ, ઉપકારી ગુરુ કહે તો વાંધો નહીં, નિગ્રંથગુરુમાં હું નહીં. એ વાત એમણે ‘જૈન ગેઝેટ’ માં લખીને બહાર પાડેલી છે. જો આનું નામ નીડરતા કહેવાય. અજ્ઞાની જીવને કોઈ જેટલા ઊંચા ગુરુ માને તેટલી તેમને અંદરમાં મીઠાશ વેદાય. પરમકૃપાળુદેવે પત્રાંક - ૭૦૮ માં એમ કહ્યું કે, ‘હું તમારો ગુરુ અને તમે મ!રા શિષ્ય આવો ભાવ હજી સુધી મેં ક્યાંય પ્રદર્શિત નથી કર્યો.’ વિચાર કરો, આટલી જ્ઞાનદશા, એકાવતારી પુરુષ છતાં નિગ્રંથ પરિપાટીને કેટલી જાળવી રાખી ! એમણે જોયું કે અત્યારે હું ગુરુ તરીકે ધુસીશ તો લોકો મને માનશે તો એમાં બહુ વાંધો નથી, પણ મારી પાછળ પરંપરાની અંદર આ પરિપાટી તૂટીને ગૃહસ્થોને, શ્રાવકોને ગુરુ માનશે. આપણને દેવ, ગુરુ, ધર્મનો નિર્ણય કરાવ્યો. આ પણ એક વ્યવહાર સમકિત છે. દંઢ નિર્ણય હોવો જોઈએ. ઊંઘમાં પણ ફરવો જોઈએ નહીં અને શાસ્ત્રસંમત હોવો જોઈએ. દરેક જ્ઞાનીઓએ માન્ય કરેલું હોવું જોઈએ, આપણી કલ્પનાથી ને સ્વચ્છંદથી કે મતથી નહીં. સિદ્ધાંત શું કહે છે ? આગમ શું કહે છે ? પૂર્વના આચાર્ય ભગવંતો શું કહે છે ? વર્તમાનના જ્ઞાનીઓ શું કહે છે ? ત્રણે કાળના જ્ઞાનીઓનો એક જ મત આવશે અને એક કાળના અનેક અજ્ઞાનીઓના જુદા જુદા મત આવશે. પુણ્યનો ઉદય અને કોઈને હજા૨ માનનારા હોય, કોઈને લાખ માનનારા હોય તો એથી શું થઈ ગયું ? પુણ્યનો ઉદય એ અલગ વસ્તુ છે. તો, ‘પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ’ મંત્ર આપ્યો, એટલે આપણને દેવ, ગુરુ, ધર્મનો નિર્ણય કરાવ્યો. આ વ્યવહાર સમકિત છે. જો આ મંત્રમાં કેટલો મર્મ સમાયેલો છે કે આવા વીતરાગ દેવ અઢાર દોષથી રહિત હોય તે સાચા દેવ, એના સિવાય બીજા કોઈ સન્દેવમાં આવે નહીં. આનંદ કે કંદ જાકો, પૂજત સુવિંદ વૃંદ, ઐસો જિનરાજ છોડ, ઓર કો ન ધ્યાઈએ. - શ્રી હરખચંદજી કૃત શ્રી ઋષભજિન સ્તવન Page #661 -------------------------------------------------------------------------- ________________ ૬૩૮ ત્રણ મંત્રની માળા “શ્રી મોક્ષમાળા' ના શિક્ષાપાઠ -૧૩ માં મૂક્યું છે કે કોઈ બ્રહ્માને, કોઈ વિષ્ણુને, કોઈ શંકરને, કોઈ પયગંબરને, કોઈ ભવાનીને, કોઈ દેવીને માને છે તો એમને માનીએ તો મોક્ષ મળે? તો શ્રીમદ્ કહ્યું કે, તેઓ જ મોક્ષ નથી પામ્યા તો બીજાને ક્યાંથી પમાડી શકવાના છે! ઘણા લોકો તો બધાય ભગવાન સરખા, બધાય ગુરુ સરખા, બધાય ધર્મ સરખા માને છે. આ દેવમૂઢતા, ગુરુમૂઢતા અને ધર્મમૂઢતા છે. પંચમકાળમાં આવી ગરબડો બહુ થશે. ચાલુ છે અને હજી ઘણી થશે. આપણે ઓથેન્ટિક વસ્તુ પકડી રાખવી. બજારમાં કોઈ વસ્તુ તમે ખરીદી કરવા જાવ તો બ્રાન્ડવાળી વસ્તુ લો છો, ભલે થોડા પૈસા વધારે આપવા પડે પણ એમાં છેતરાવાનો ભય છે નહીં. હું એક વખત નેપકીન લેવા નીકળ્યો. મેં નક્કી કર્યું કે બોમ્બે ડાઈંગના જ લેવા છે. હું નીકળ્યો. તો, ત્રણ દરવાજા આગળ બધી નેપકીનની ત્રણ-ચાર લારીઓ હતી અને હંમેશાં નકલ અસલ કરતાં પણ વધારે સારું દેખાય એવું હોય. એટલે આમના નેપકીન એટલા બધા કલરમાં ને એટલા બધા સરસ આકર્ષણવાળા. મેં કહ્યું કે “ભાઈ ! આની શું કિંમત છે?” તો કહે, “સાહેબ! પંદર-પંદર રૂપિયા.' તો મેં કહ્યું, ‘ત્યાં ત્રીસ-ત્રીસ રૂપિયા લે છે, ને તારા પંદર રૂપિયા !' મને કહે, “સાહેબ! તમે કોઈ દિવસ ખરીદી કરવા નીકળ્યા લાગતા નથી. જુઓ! અમારે દુકાનનું ભાડું નહીં, નોકરનો પગાર નહીં અને ઈન્કમટેક્ષ – સેલટેક્સ ભરવાના નહીં. બીજા પંદર રૂપિયા આના છે, બાકી માલ તો આટલો પંદર રૂપિયાનો જ છે. એટલે મને વાત બેસી ગઈ અને મેં થોડા નેપકીન ખરીદી લીધા ને ઘરે ગયો. નવા નેપકીને ધોયા વગર તો વાપરીએ નહીં, એટલે મેં એ બધા નેપકીનોને ધોવા નાખ્યા. મારા કપડાં પલાળ્યા હતા, એની જોડે એનેય પલાળ્યા. પછી કપડાં ધોવાવાળો આવ્યો, તો મને કહે કે “સાહેબ! આ તમે શું કર્યું ? આ નવા નેપકીન આમાં ના નંખાય, આ તો કલરવાળા છે, હવે આના કલરના ડાઘા તે તમારા ઝભ્ભા-લેંઘા ઉપર ચોંટ્યા છે. આ રંગના ડાઘા નહીં નીકળે.” હવે એ પંદર રૂપિયાના નેપકીન પાછળ મેં આ પાંચસો રૂપિયાની ઝભ્ભાની – લેંઘાની જોડી ખલાસ કરી નાખી. ધોવે ને રોવે, આ સસ્તો માલ એટલે હંમેશાં મોક્ષમાર્ગમાં “પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ' સર્વજ્ઞ, વીતરાગ સિવાય કોઈ સદેવ નહીં અને “આત્મજ્ઞાન સમદર્શિતા' તેમાં જે ગુણો ને લક્ષણ બતાવ્યા છે તે સદ્દગુરુ અને તેમના દ્વારા પ્રરૂપાયેલો રત્નત્રયધર્મ અથવા અહિંસામય ધર્મ અથવા વસ્તુસ્વભાવમય ધર્મ અથવા દસલક્ષણમય ધર્મ તે સાચો ધર્મ, સાચા દેવ, સાચા ગુરુ અને સાચા ધર્મની શ્રદ્ધા તમારી મજબૂત હશે તો તમે વહેલા-મોડા પણ ઘરભેગા થઈ જશો. આમાં Page #662 -------------------------------------------------------------------------- ________________ ત્રણ મંત્રની માળા ૬૩૯ બાંધછોડ નહીં. નહીં તો ધોવે ને રોવે, એના જેવું થાય. આપણે ભવોભવ ભૂલ ખાધી છે આ દેવ-ગુરુ-ધર્મના ખાનામાં. અનંત ભવથી ભૂલ કરતાં આવ્યા છીએ. આ બીજો મંત્ર એટલા માટે આપ્યો કે તમારું ગૃહિત મિથ્યાત્વ જાય. પહેલો મંત્ર એટલા માટે આપ્યો કે તમને તમારા સ્વરૂપની પ્રાપ્તિ થાય, સહજાત્મસ્વરૂપનો આશ્રય કરો તો તમને તમારા સ્વરૂપની પ્રાપ્તિ થાય અને ત્રીજો મંત્ર આપણને આપ્યો - ‘આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે’ આત્મા કેવો છે ? હું એક શુદ્ધ સદા અરૂપી, જ્ઞાન દર્શનમય ખરે; કંઈ અન્ય તે મારું જરી, પરમાણુમાત્ર નથી ખરે ! મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે; બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શાશ્વત, જ્ઞાનદર્શન સ્વરૂપી, સચિદાનંદ સ્વરૂપી આત્મા છું. એ આતમભાવના ભાવતાં એટલે આત્મધ્યાનને ધ્યાવતાં જીવ કેવળજ્ઞાન લહે છે. આતમભાવના ભાવતાં, એ ચારિત્રનો પુરુષાર્થ છે, શુક્લધ્યાનનો પુરુષાર્થ છે અને શુક્લધ્યાનની શ્રેણીમાં કેવળજ્ઞાન પ્રગટ થાય છે. આ ત્રણ મંત્રોની એક સાંકળ છે. આતમભાવના ભાવતાં જીવ લહે આતમજ્ઞાન રે અને આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે. ભાવના ભાવો એટલે વારંવાર તેને સ્મરણમાં લાવો, એનું ચિંતવન કરો, એનું નિદિધ્યાસન કરો, એનું અનુપ્રેક્ષણ કરો, એ ભાવમાં વારંવાર તમારા ઉપયોગને રમાડો તો એ ભાવ પણ તમારા એ મંત્રથી રંગાઈ જશે અને એ રંગાયેલો ભાવ – ઉપયોગ સ્વરૂપની અંદરમાં સ્થિત થઈ જશે. વારંવાર આત્માની ભાવના ભાવો: બહુ ઉત્તમ મંત્ર છે. જેટલા જીવોએ કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી છે એ આત્મધ્યાન અને આત્મસમાધિ મારફત જ કરી છે. આત્મભાવના ભાવતાં એટલે આત્મસમાધિ અને આત્મધ્યાનનો, રત્નત્રયના અભેદ પરિણામનો ઉત્કૃષ્ટ પ્રયોગ. બીજું કામ પણ શું કરવાનું છે ? આવ્યા હતા ખાલી હાથે અને જશો પણ ખાલી હાથે. સિકંદરે કહ્યું છે ને કે - મારા મરણ વખતે બધી મિલકત અહીં પધરાવો, મારી નનામી સાથ કબ્રસ્તાનમાં પણ લાવજો; જે બાહુબળથી મેળવ્યું તે ભોગવી પણ ના શક્યો. Page #663 -------------------------------------------------------------------------- ________________ ૬૪૦ ત્રણ મંત્રની માળા તમે જે મેળવ્યું હોય તેને આત્મા ભોગવી શકતો ય નથી ! પાંચ ઈન્દ્રિયના ભોગને આત્મા ભોગવી શકતો, નથી પણ એમાં ભોગવાઈ જાય છે. આત્મા બાહ્ય સુખોને ભોગવી શકતો નથી, પણ વિકલ્પ દ્વારા એ અંદરમાં પોતે ભોગવાઈ જાય છે. માટે - ઘડી ઘડી પલ પલ સદા, પ્રભુ સુમિરન કો ચાવ; નરભવ સફલો જો કરે, દાન શીલ તપ ભાવ. – શ્રી બૃહદ્ આલોચના ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે જિનવર પૂજીએ, ભાવે કેવળજ્ઞાન. ભાવ” બગડવા ન દેવાં એનું નામ સાધના. ગમે તેવા ઉદયો હોય, નિમિત્તો હોય, સંયોગો હોય એમાં આપણા ભાવોની વિશુદ્ધિ બીજાના નિમિત્તે બગાડવાની જરૂર નથી. જેનું બગડ્યું હશે એનું નુક્સાન એને છે, તમને નથી. તો, બીજાના નિમિત્તે કેમ “ભાવ” બગાડો છો? એ ભાવ બગાડવાથી તમારું બગડે છે કે બીજાનું બગડે છે એ તો વિચારો. છોકરો સ્કૂલેથી મોડો આવ્યો એટલે તમારા “ભાવ” બગડી ગયા અને કષાયમાં આવીને તમે તેને ત્રણ-ચાર લાફા મારી દીધા. કષાયથી નુક્સાન તમને થયું કે છોકરાને થયું? છોકરાને જે નુક્સાન થયું રડવાથી કે આર્તધ્યાન કરવાથી એ એના દ્વારા એને થયું અને તમારા “ભાવ” દ્વારા તમારું નુક્સાન તમને થયું. બીજાના ભાવથી બીજાને નુક્સાન કે લાભ થાય. મારા ભાવથી બીજાને નુક્સાન કે લાભ થાય નહીં. હું સ્વાધ્યાય આપું તો સ્વાધ્યાયની અંદરમાં તેટલો મારો ઉપયોગ જાગૃત છે એટલો લાભ મને થાય છે અને સ્વાધ્યાયની અંદરમાં ઉપયોગ જાગૃત ન રાખું તેનું નુક્સાન પણ મને થાય છે. એવી રીતે તમે એકાગ્રતાથી સાંભળો તો તમને તમારા સાંભળવાથી જે પરિણામ થયા તેનાથી લાભ છે અને ના સાંભળો અને અહીં બેઠા બેઠા દુનિયામાં આંટા મારી આવો તો એનું નુક્સાન તમને છે. ભર નિદ્રા ભર્યો, સંધી ઘેય ઘણો, સંતના શબ્દ સુણી કાં ન જાગે ? ન જાગતાં નરસૈયા' લાજ છે અતિ ઘણી, જન્મોજનમ તારી ખાંત ભાંજે. સમરને શ્રી હરિ મેલ મમતા પરી, જોને વિચારીને મૂળ તારું; તું અલ્યા કોણ ને, કોને વળગી રહ્યો? વગર સમજે કહે, મારું મારું. –ભક્તકવિશ્રી નરસિંહ મહેતા Page #664 -------------------------------------------------------------------------- ________________ ત્રણ મંત્રની માળા ૬૪૧ શેનો અંતરાય નડે છે એ કહ્યું, ધન તણું ધ્યાન તું અહોનિશ આદરે, એ જ તાહરે અંતરાય મોટી; પાસે છે પિયુ અલ્યા, તેને નવ પરખિયો, હાથથી બાજી ગઈ, થયો રે ખોટી. સમરને. ‘મંત્ર મૂલં ગુરુર્વાક્ય.’ ગુરુનું વાક્ય એ મંત્ર છે અને આ તો ગુરુએ મંત્ર આપ્યો છે. ગુરુનું વાક્ય મંત્રતુલ્ય છે. પ્રભુશ્રીએ કહ્યું કે, કૃપાળુદેવે તો મને આખો આત્મા હાથમાં આપી દીધો છે. એમ આપણને પણ આપી દીધો છે, પણ આપણને એનું જે પારમાર્થિક માહાત્મ્ય સમજાવું જોઈએ તે સમજાતું નથી. એટલે દુનિયાના કાર્યોમાં ઉપયોગને બહા૨માં ભટકાવ્યા જ કરીએ છીએ. હવે ક્યારે એને શાંતિ મળે ? ગમે ત્યાં જાવ, શાંતિ આત્મામાં છે. અનંત શાંતિ છે. અનંતકાળ સુધી એ શાંતિને ભોગવશો તો પણ એનો સ્ટોક ખૂટે એવો નથી એવી શાંતિ છે. તેના માટે કોઈ પૈસો ખર્ચવાની જરૂર નથી, ક્યાંય દોડધામ કરવાની ય જરૂર નથી. અતિ નિર્જરતા વણ દામ ગ્રહો, ભજીને ભગવંત ભવંત લહો. — શ્રી મોક્ષમાળા – શિક્ષાપાઠ – ૧૫ આ પ્રમાણે આ ત્રણ મંત્રો પરમકૃપાળુદેવે આપણને આપ્યા છે. તો તેને આત્મસાત્ કરી મનુષ્યભવ સફળ કરો તો તમે સાચા ડાહ્યા કહેવાઓ અને સાચા વાણિયા કહેવાઓ. નહીં તો તમે બધા નકલી વાણિયાઓ છો. અણી વખતે વા ની જેમ ફરી જાય એનું નામ વાણિયા ! ખ્યાલ આવે છે ? છેલ્લી ઘડી આવે ને કંઈક એવી ઘુસ મારીને ફરી જાય. અલ્યા ! એમાં નુક્સાન કોને છે ? તે એક વસ્તુને પકડી નહીં ને ફરી ગયો તો નુક્સાન કોને છે ? તને જ પ્રભુ. પરમકૃપાળુદેવે કહ્યું છે કે, ‘પોતે પોતાનો વૈરી, આ તે કેવી ખરી વાત.' જુઓ ! આપણા દુશ્મન આપણે જ છીએ. આપણે ઉપયોગને ભટકાવીએ છીએ એ જ આપણું સ્વરૂપનું દુશ્મનપણું છે. તો પરમકૃપાળુદેવે કહ્યું છે કે, “ઉપયોગ એ જ સાધના છે.” કયો ઉપયોગ ? અશુભોપયોગ એ સાધના છે ? શુભોપયોગ એ સાધના છે? કે શુદ્ધોપયોગ એ સાધના છે ? તમે સાધના શું કરો છો ? શુદ્ધોપયોગ વગરની શેની સાધના ? અને લોકો કહે છે કે આ મોટા સાધક, આટલા વર્ષના મુમુક્ષુ છે !! ‘મુમુક્ષુતા’ તે છે કે સર્વ પ્રકારની મોહાસક્તિથી મુંઝાઈ એક ‘મોક્ષ’ ને વિષે જ યત્ન કરવો અને ‘તીવ્ર મુમુક્ષુતા' એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. – શ્રીમદ્ રાજચંદ્ર – પત્રાંક - ૨૫૪ Page #665 -------------------------------------------------------------------------- ________________ દુર્લભ એવો મનુષ્ય દેહ શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત -પત્રાંક- ૬૯૨ મુંબઈ, બીજા જેઠ વદ, ૧૯૫૨ દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં, પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મજરામરણાદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરુષનો આશ્રય જ જીવને જન્મજરામરણાદિનો નાશ કરી શકે. કેમ કે તે યથાસંભવ ઉપાય છે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચયે છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવતે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. તમે તથા શ્રી મુનિ પ્રસંગોપાત્ત ખુશાલદાસ પ્રત્યે જવાનું રાખશો, બ્રહ્મચર્ય, અપરિગ્રહાદિ યથાશક્તિ ધારણ કરવાની તેમને સંભાવના દેખાય તો મુનિએ તેમ કરવામાં પ્રતિબંધ નથી. શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રીપુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય. Page #666 -------------------------------------------------------------------------- ________________ દુર્લભ એવો મનુષ્યદેહ ૬૪૩ દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં. પરમકૃપાળુદેવે બહુ અગત્યની વાત કરી છે કે અનેક વાર આપણને મનુષ્યભવ તો મળ્યો. એ અનંત ભવમાં અનંતવાર જ્ઞાનીઓનો યોગ પણ થયો. બહારમાં તપ-ત્યાગ અને શાસ્ત્રજ્ઞાન પણ ખૂબ કર્યા. ધર્મની ક્રિયાઓ પણ ઘણી કરી. “યમ-નિયમ” માં બતાવ્યું છે કે ઘણી સાધના કરી છતાં આત્માની પ્રાપ્તિ ન થઈ. આત્માની પ્રાપ્તિ ન થાય તો મનુષ્યભવ સફળ કહેવાય નહીં. સફળતા રત્નત્રયની અભેદતાના કારણે છે. આપણે બોલીએ છીએ કે, સફળ થયો ભવ મારો તો કૃપાળુદેવ, પામી શરણ તમારું હો કૃપાળુદેવ. સમ્યક્દર્શન જ્ઞાન રમણતા, ત્રિવિધ કર્મની ટાળી મમતા; સહજાનંદ કર્યું પ્યારું હો કૃપાળુદેવ. સફળ. રત્નત્રયની અભેદતા જેને પ્રગટ થાય તેનો મનુષ્યભવ સફળ થયો કહેવાય; બાકીના ગમે તેટલા મોટા ધર્માત્મા કહેવાતા હોય, પણ જો તેમણે સમ્યગદર્શન પ્રાપ્ત નથી કર્યું તો તેમનો ભવ નિષ્ફળ કહેવાય. કેમ કે, એમના ભવની પરંપરાનો અંત આવ્યો નહીં. ભવની પરંપરાનો અંત આવે તો મનુષ્યભવ સફળ થાય. મનુષ્યદેહ કેવો છે? તો કહે દુર્લભ. ખરેખર, દુર્લભ જ છે. કારણ કે, ચાર ગતિમાં સૌથી ઓછી સંખ્યા મનુષ્યની છે અને સંયમની આરાધના, ધ્યાન, તપશ્ચર્યા, પરમ અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન આ બધા જ્ઞાન મનુષ્યભવ વગર કોઈને પ્રાપ્ત થતા નથી. સંયમનું ધારણ મનુષ્યભવ વગર થઈ શકતું નથી. રત્નત્રયની અભેદતા પ્રાપ્ત થવી એ કઠિન છે. માટે મનુષ્યભવની દુર્લભતા છે. તો આવો મનુષ્યભવ આપણને અનંતવાર મળ્યો. અનંતવાર આપણે સાધુ થયા, અનેક પ્રકારની ધર્મની ક્રિયાઓ કરી તો પણ સફળપણું ન થયું. આ ભવનો વિચાર કરો તો આ ભવમાં પણ જયાં સુધી આત્માનો અનુભવ ન થાય ત્યાં સુધી એ મનુષ્યભવ સફળ કહેવાય નહીં. ભલે આત્મજ્ઞાનનું બીજ વાવીને જાઓ તોય ઘણું છે. હવે આ ભવ નિષ્ફળ ન જાય એ જાગૃતિ આપણે રાખવાની છે. વારંવાર બોલવાથી નિષ્ફળપણું મટી જતું નથી, કામ કરવાથી નિષ્ફળપણું મટે છે. વારંવાર બોલી જઈએ, સાંભળી જઈએ, વાંચી જઈએ અને બીજાને કહી દઈએ, એના વિશે લખી નાખીએ, ગમે તે કરીએ, પણ સફળતા તો ગ્રંથિભેદ વગર શક્ય નથી. ચોર્યાસી Page #667 -------------------------------------------------------------------------- ________________ ૬૪૪ દુર્લભ એવો મનુષ્યદેહ લાખ યોનિમાં દુર્લભમાં દુર્લભ અવતાર હોય તો તે મનુષ્યનો છે. એ અનંતભવમાં કોઈકવાર જ મળે છે. પરમકૃપાળુદેવે ‘બાર ભાવના’માં લખ્યું છે કે અનંતકાળમાં જિનેન્દ્રનો ધર્મ અને મનુષ્યનો જન્મ પ્રાપ્ત થવો પરમ દુર્લભ છે. તે પણ અનંતવાર મળ્યો તો પણ જે મોહનીયની ગાંઠ તોડવાની હતી એ તોડવા પ્રત્યે દષ્ટિ દીધી નહીં, એની અગત્યતા પરમાર્થ દૃષ્ટિથી સમજ્યો નહીં. ધર્મના નામે બાહ્ય પ્રવૃત્તિઓ – શુભ પ્રવૃત્તિઓમાં અટકી ગયો અને સ્વભાવનો આશ્રય ચૂકી ગયો. પરમકૃપાળુદેવે કહ્યું છે, સ્વભાવની સિદ્ધિ કરે, ધર્મ તે જ અનુકૂળ. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૭૯-૨ - આથી, જ્યારે સમ્યગ્દર્શન થાય, ગ્રંથિભેદ થાય ત્યારે માનવભવ સફળ થાય. ભલે કેવળજ્ઞાન પછી થશે, પણ સમ્યગ્દર્શન થતાં એની શરૂઆત થઈ ગઈ. એના માટે તત્ત્વનો અભ્યાસ, વૈરાગ્યનું બળ, કષાયની મંદતા, દેવ-ગુરુ-ધર્મની આશ્રયભક્તિ વગેરે અનેક નિમિત્ત કારણો છે, તેમાં જીવને સાચી રુચિ અને આશ્રય થાય તો જ તે કાર્યકારી બને છે. રુચિ છે એ પણ એક પ્રકારનું સમ્યક્ત્વ છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની સાચી રુચિ થવી તે પણ વ્યવહાર સમ્યગ્દર્શનનો એક પ્રકાર છે. પરમકૃપાળુદેવે કહ્યું છે, ભગવત્ તીર્થંકરના નિગ્રંથ, નિથિનીઓ, શ્રાવક તથા શ્રાવિકાઓ કંઈ સર્વને જીવાજીવનું જ્ઞાન હતું તેથી તેને સકિત કહ્યું છે એવો સિદ્ધાંતનો અભિપ્રાય નથી. તેમાંથી કંઈક જીવોને તીર્થંકર સાચા પુરુષ છે, સાચા મોક્ષમાર્ગના ઉપદેષ્ટા છે, જેમ તે કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે એવી પ્રતીતિથી, એવી રુચિથી, શ્રી તીર્થંકરના આશ્રયથી, અને નિશ્ચયથી સમકિત કહ્યું છે. એવી રુચિ અને એવા આશ્રયનો તથા આજ્ઞાનો નિશ્ચય છે તે પણ એક પ્રકારે જીવાજીવના જ્ઞાનસ્વરૂપ છે. પુરુષ સાચા છે અને તેની પ્રતીતિ પણ સાચી આવી છે કે જેમ આ પરમકૃપાળુ કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે, તેમ જ મોક્ષમાર્ગ હોય, તે પુરુષનાં લક્ષણાદિ પણ વીતરાગપણાની સિદ્ધિ કરે છે, જે વીતરાગ હોય તે પુરુષ યથાર્થવક્તા હોય, અને તે જ પુરુષની પ્રતીતિએ મોક્ષમાર્ગ સ્વીકારવા યોગ્ય હોય એવી સુવિચારણા તે પણ એક પ્રકારનું ગૌણતાએ જીવાજીવનું જ જ્ઞાન છે. તે પ્રતીતિથી, તે રુચિથી અને તે આશ્રયથી પછી સ્પષ્ટ વિસ્તારસહિત જીવાજીવનું જ્ઞાન અનુક્રમે થાય છે. તથારૂપ પુરુષની આજ્ઞા ઉપાસવાથી રાગદ્વેષનો ક્ષય થઈ વીતરાગ દશા થાય છે. — શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૭૭૧ Page #668 -------------------------------------------------------------------------- ________________ દુર્લભ એવો મનુષ્યદેહ ૬૪૫ કંઈ પણ સફળપણું થયું નહીં; એટલે થોડું પણ ન થયું એમ કહે છે. અનંતવાર જીવ ગ્રંથિભેદ સુધી આવીને પાછો વળી ગયો છે, એમ કહે છે. મિથ્યાત્વની ગ્રંથિ તોડવા માટે છેક નજીક સુધી ઘણી વખત આવી ગયો. તેને સત્સમાગમ કે સત્પુરુષનો આશ્રય હોય ને બળ વાપરે તો ઘડીકમાં કામ કાઢી જાય, એટલી યોગ્યતાવાળો જીવ પણ આવા નિમિત્તના અભાવમાં અથવા ઉપાદાનની નબળાઈના કારણે ગ્રંથિભેદ સુધી આવીને પણ અનંતવાર પાછો વળી ગયો છે. પરમકૃપાળુદેવે કહ્યું છે, અનાદિકાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા, અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર, ‘સત્’ મળ્યા નથી, ‘સત્’ સુછ્યું નથી, અને ‘સત્’ શ્રધ્યું નથી, અને એ મળ્યો, એ સુણ્યે, અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૧૬૬ જે ભવ ગયા તે ગયા, હવે એ કાંઈ પાછા આવવાના નથી, પણ હવે આ ભવ સફળ થાય એ આપણું ધ્યેય, લક્ષ અને તેને અનુરૂપ પુરુષાર્થ જોઈએ. વર્તમાનમાં જે મનુષ્યભવ છે તેનો સદુપયોગ કેમ થાય; તેનું આયોજન, તેનું લક્ષ, તેનું ધ્યેય રાખીને જો આપણે જીવન જીવીએ તો જ આ મનુષ્યભવની સફળતા પ્રાપ્ત થાય. આ મનુષ્યદેહ થોડા સમય માટે આપણને મળ્યો છે. એમાંથી ઘણો ભાગ તો નીકળી ગયો છે. થોડો ભાગ બાકી છે. એ થોડા ભાગમાંય હજી સંસારના આયોજનો એટલા બધા છે કે એમાંથી સમય કાઢીને આ કાર્ય કરવામાં લાગવું. એવું કોઈ વીરલા જીવો કે જેને તીવ્ર રુચિ છે, તીવ્ર તાલાવેલી છે, તીવ્ર જિજ્ઞાસા છે અને નિકટભવી જીવ છે તેને જ સૂઝે છે. બાકી સાંભળે છે ઘણા, ‘હા’ પાડે છે ઘણા, પણ તેના માટે જે સમય આપવો જોઈએ, જે પુરુષાર્થ કરવો જોઈએ, જે હેય-ઉપાદેયનો વિવેક ક૨વો જોઈએ તે કરનારા જીવો વીરલા હોય છે. વીરલા જાણે તત્ત્વને, વીરલા શ્રદ્ધે કોઈ; વીરલા ધારે તત્ત્વને, વીરલા પામે કોઈ. ત્રણેય કાળમાં વીરલા જીવો કોઈક જ હોય છે. એમાંય આ પંચમકાળ છે. ચારે બાજુ વિષય, કષાય, આરંભ, પરિગ્રહ અને ધર્મના નામે બાહ્ય પ્રવૃત્તિઓ એટલી બધી છે કે એમાં અંતર્મુખતાનો માર્ગ હાથમાં આવવો, અંતર્મુખ થવું અને આત્માનું કાર્ય થાય એવી પાત્રતા લાવવી Page #669 -------------------------------------------------------------------------- ________________ ૬૪૬ દુર્લભ એવો મનુષ્યદેહ એ કામ કોઈ મહત્વરુષોના યોગે જ બની શકે. આ કાળના જીવોને -અજ્ઞાનીઓને એકલો સ્વયંનો પુરુષાર્થ કામ નથી આવતો. શક્તિ છે, પણ એ શક્તિ પ્રગટ થવા માટે જે નિમિત્ત જોઈએ તે નિમિત્તની પણ જરૂર પડે છે. કોઈ એક માણસ શક્તિવાળો તો ઘણો છે. તેને દસ ફૂટનો લાંબો ખાડો કૂદવાનો છે. જીતે તો એક લાખ રૂપિયાનું ઈનામ છે. પણ ખાડો ઊંડો છે. જો ન કૂદી શકે તો જે કંઈ નુક્સાન થાય એની જવાબદારી તેની પોતાની છે. હવે તેનામાં શક્તિ તો છે, પણ કૂદવાની હિંમત નથી. જોકે તેણે ઘણી વખત દસ-દસ, પંદર-પંદર ફૂટના કૂદકા મારેલા છે. એટલે તેના માટે આ કંઈ મોટી વાત નથી, પણ ખાડો ઊંડો છે એટલે સહેજ ચૂકજાય ને પડી જાય તો મોત થઈ જાય. એટલે તેની હિંમત ચાલે નહીં. એક ભાઈ હિંમતવાળા હતા. તે આને ઓળખતા હતા. તેમને થયું કે આનામાં શક્તિ તો છે, કૂદી શકે એવું છે, પણ તેની પાસે હિંમત નથી. હિંમતનું બળ મળે તો આ કામ થઈ જાય એવું છે, લાખ રૂપિયા મેળવી શકે એવો છે. આથી તેણે પેલા માણસને કહ્યું કે, તારી પાસે શક્તિ છે તો કેમ કૂદતો નથી? લાખ રૂપિયા તને મળવાના છે. તો તે કહે કે શક્તિ છે, પણ મારી હિંમત ચાલતી નથી. કદાચ પડી જાઉં તો મારું મરણ થઈ શકે, મને વાગી શકે કે ફેક્યર થઈ શકે છે. ઈનામ તો બાજુમાં રહ્યું અને લાખો રૂપિયાના ખર્ચામાં ઉતરી જઉં. એટલે પેલા ભાઈએ હિંમત આપતાં કહ્યું કે જો કંઈ નુક્સાન થાય તો મારી જવાબદારી. મારી પાસે મંત્રની શક્તિ છે. એ મંત્ર હું બોલીશ તો તારામાં શક્તિ નહીં હોય તોય તું કૂદી જઈશ, એટલી મંત્રમાં તાકાત છે. કેમ કે, સિદ્ધ કરેલો મંત્ર છે. એટલે પેલાને વિશ્વાસ આવ્યો કે એ મંત્ર બોલશે તો ચોક્કસ હું કૂદી જઈશ. પછી એને શ્રદ્ધા થઈ. એણે નક્કી કરીને કહ્યું કે તમે મંત્ર બોલજો, હું લાંબેથી દોડીને આવીશ ને પછી કૂદકો મારીશ. પેલા ભાઈએ કહ્યું કે હું થોડીવાર મંત્ર બોલું પછી આંગળી ઊંચી કરું એટલે તારે દોડવાનું. પેલા માણસે ૐ... ૩ૐ... કર્યું. એટલે એને થયું કે ૐકારનો મંત્ર તો બોલે છે. પછી આંગળી ઊંચી કરી એટલે પેલો પચીસ ફૂટ છેટેથી દોડતો દોડતો આવીને દસ ફૂટનો ખાડો કૂદી ગયો અને તેને એક લાખ રૂપિયા મળી ગયા. તેવી જ રીતે મોક્ષમાર્ગમાં મોક્ષ પ્રાપ્ત કરી શકે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે એવી શક્તિ દરેકમાં છે. જો જ્ઞાનીનો યોગ મળી જાય, સાચી શ્રદ્ધા થઈ જાય અને તેમની આજ્ઞાને અનુરૂપ જો તત્ત્વની શ્રદ્ધા કરે, અંતર્મુખતાની સાધના કરે, પુરુષાર્થ કરે તો તે જીવ કામ કાઢી શકે. જો કે, જીવને અનંતવાર જ્ઞાની મળ્યા પણ જ્ઞાની ઉપર શ્રદ્ધા ન હોવાના કારણે અને જ્ઞાનીઓની આજ્ઞા Page #670 -------------------------------------------------------------------------- ________________ ૬૪૭ દુર્લભ એવો મનુષ્યદેહ ન માનવાના કારણે ઉપાદાનની યોગ્યતા હોવા છતાં પણ તે કાર્યની સિદ્ધિ કરી શક્યો નહીં. - દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં. એટલે સમ્યગ્દર્શન પ્રગટ થયું નહીં. સફળપણું એટલે રત્નત્રય. રત્નત્રયની પ્રગટતા થઈ નહીં. રત્નત્રયની પ્રગટતા થાય તો સફળ અને રત્નત્રયની પ્રગટતા ન થાય તો ગમે તેટલું કર્યું, ગમે તેટલું મળ્યું એ બધું નિષ્ફળ. પરમકૃપાળુદેવે કહ્યું છે, બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તોયે અરે ! ભવચક્રનો આંટો નહિ એક્કે ટળ્યો. – શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૬૭ આંટો ઓછો થાય તો સફળપણું અને એકેય આંટો ઓછો ન થાય તો સફળપણું નહીં. માટે બેચાર કલાક સાધના કરી ગયા, સામાયિક-પૂજા-ભક્તિ-સ્વાધ્યાય કરી ગયા, ધર્મની બીજી કોઈ ક્રિયાઓ કરી ગયા એટલે આપણે આપણી જાતને કૃતકૃત્ય માની લઈએ છીએ. પણ જ્યાં સુધી મિથ્યાત્વ મોળું પડ્યું નથી, ખર્યું નથી, ગ્રંથિભેદ થયો નથી ત્યાં સુધી તેના ઉપર મોક્ષમાર્ગનો સિક્કો નથી. ભલે, જેણે દેવ-ગુરુ-ધર્મમાં ને આત્મામાં દઢતા કરી છે, સાચી શ્રદ્ધા કરી છે તેનું કાર્ય વહેલું મોડું થશે ખરું, પરંતુ તે આ ભવની સફળતા ના કહેવાય. તમારી દશ લાખની એફ.ડી. છે, જે બે દિવસ પછી પાકે છે, વીસ લાખ તમારા હાથમાં આવશે પણ અત્યારે એ કાગળિયું છે, એફ.ડી. નહીં. ભલે તમારા હાથમાં અત્યારે પૈસા નથી. પણ ભરોસો છે, વિશ્વાસ છે, શ્રદ્ધા છે કે આ જ એફ.ડી. બે દિવસ પછી મને વીસ લાખ આપવાની છે. એમ મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ બનીછે-એક જ્ઞાની પુરુષની અને એક જ્ઞાનીપુરુષના સાચા આશ્રયવાનની. જે સાચો આશ્રયવાન થયો છે તેને એફ.ડી. પડી છે અને થોડા સમયમાં પાકવાની છે તેવી સ્થિતિવાળો છે. હવે આ મનુષ્યભવની સાર્થકતા ક્યારે કહેવાય એ કહે છે. પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા, કયો મનુષ્ય દેહ કૃતાર્થ છે? કે જે મનુષ્ય દેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા. તે પણ બાહ્યદૃષ્ટિથી નહીં, મોક્ષમાર્ગની દૃષ્ટિથી કે આ મોક્ષગામી પુરુષ છે. આ પરમકૃપાળુદેવ એકાવતારી પુરુષ છે. આ પ્રમાણે તેમની ઓળખાણ કરી. શ્રીમાન્ આનંદઘનજી કહે છે, Page #671 -------------------------------------------------------------------------- ________________ ૬૪૮ દુર્લભ એવો મનુષ્યદેહ સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે,દરિશણ શુદ્ધતા તેહ પામે; જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી, કર્મ ઝીંપી વસે મુક્તિ ધામે. જ્ઞાનીઓને ઓળખવા, ઓળખાયા પછી એમનો બોધ મળવો, બોધ મળ્યા પછી એમાં શ્રદ્ધા થવી, શ્રદ્ધા થયા પછી એમનો આશ્રય થવો અને આશ્રય થયા પછી જે કાર્યની સિદ્ધિ ભેદવિજ્ઞાન દ્વારા કરવાની છે તે ભેદવિજ્ઞાન થવું એ ઉત્તરોત્તર દુર્લભ છે. એક જ્ઞાનીને ઓળખ્યા, એમને જીવ વળગી પડ્યો અને એમનું ધાકડેધાકડ સ્વીકાર્યું તો આ મનુષ્યભવ સફળ. તમે જેમ જ્ઞાનીની પરીક્ષા કરો છો, તેમ જ્ઞાની પણ તમારી પરીક્ષા કરતા હોય છે. એમ ના સમજશો કે જ્ઞાની પરીક્ષા નથી કરતા. તમને ખ્યાલ પણ ન આવે એવી રીતે એમની પરીક્ષાઓ ચાલતી હોય છે. તેઓ જુએ કે હજી આની પરિપક્વતા બરાબર થઈ નથી. એટલે તેને જે ભૂમિકામાં હોય તે ભૂમિકાને અનુરૂપ જ બોધ આપે છે. કારણ કે, એટલો જ બોધ કાર્યકારી થાય એવું છે, એથી વિશેષ કાર્યકારી થાય નહીં. ગમે તેટલું આપો તો પણ યોગ્યતા – પાત્રતાથી વિશેષ તેને હજમ કરી, કાર્યની સિદ્ધિ કરી શકે નહીં. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન. શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૩૪ - પહેલા જ્ઞાનીને શોધો, તેમને તત્ત્વદૃષ્ટિથી ઓળખો. તેઓ મોક્ષગામી જીવ છે એ દૃષ્ટિથી તેમને ઓળખો અને પછી તેમનો આશ્રય કરો. બહારમાં તેમને પણ વિચિત્ર ઉદય હોઈ શકે છે. બાહ્ય દૃષ્ટિથી ઓળખવા જશો તો જ્ઞાનીની સાચી ઓળખાણ નહીં થાય. જ્ઞાનીની ઓળખાણ પરમાર્થ દષ્ટિથી થાય તો તે પરમાર્થહેતુનું કારણ બને. કયા મનુષ્યદેહને કૃતાર્થ કહ્યો છે ? તો કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાનીપુરુષને ઓળખ્યા તે મનુષ્યદેહ કૃતાર્થ કહેવાય. મળ્યા એટલે કૃતાર્થતા નથી, પણ ઓળખ્યા એટલે કૃતાર્થતા છે. મળ્યા તો અનેકને, પણ કૃતાર્થતા પ્રાપ્ત કરનારા જીવો તો આંગળીના વેઢે ગણી શકાય તેટલા માંડ હોય છે. આ તો પંચમકાળ છે. એટલે જ્ઞાનીપુરુષને જો સ્વરૂપદૃષ્ટિથી ઓળખ્યા, તત્ત્વદૃષ્ટિથી ઓળખ્યા, મોક્ષગામી – મોક્ષમાર્ગી છે તે દૃષ્ટિથી ઓળખ્યા; તો સત્પુરુષના આત્માનું, તેમના ગુણોનું, તેમની દશાનું જીવને પારમાર્થિક માહાત્મ્ય આવે. અપ્રમત્ત યોગીશ્વર શ્રી કુંદકુંદાચાર્ય દેવ કહે છે, Page #672 -------------------------------------------------------------------------- ________________ ૬૪૯ દુર્લભ એવો મનુષ્યદેહ જે જાણતો અહંતને, દ્રવ્યત્વ ગુણ પર્યયપણે; તે જાણતો નિજ આત્માને, તસુ મોહ પામે લય ખરે. - શ્રી પ્રવચનસાર - ગાથા - ૮૦ જે જાણતો જ્ઞાનીને દ્રવ્યત્વ ગુણ પર્યય પણે; તે જાણતો નિજ આત્મને તસુ મોહ પામે લય ખરે. પરમાત્મા એ મહાજ્ઞાની છે. એ મળી જાય તો ઉત્તમ છે. પણ ના મળે અને આત્મજ્ઞાની મળે તો પણ આપણા માટે ઘણું છે. કારણ કે, વીરલા જીવો સમ્યફદષ્ટિપણું પામે એવો આ કાળ છે. કેમ કે દેવ-ગુરુ-ધર્મની શુદ્ધિ અને તત્ત્વની યથાર્થતા પ્રાપ્ત થવી એ મહા મહા દુર્લભ છે. શ્રીમાન્ આનંદઘનજી કહે છે, દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કિમ રહે, કિમ રહે શુદ્ધ શ્રદ્ધાન આણો; શુદ્ધ શ્રદ્ધાન વિણ સર્વ કિરિયા કરી, છાર પર લીપણું તે જાણો. ધાર તરવારની. – શ્રી અનંતનાથજિન સ્તવન સદેવ-ગુરુ-ધર્મની શુદ્ધ શ્રદ્ધા કરવાથી પોતાના આત્માની શુદ્ધ શ્રદ્ધા પ્રગટ થાય છે. એ શ્રદ્ધા પરમ દુર્લભ છે. સમ્યકજ્ઞાન દુર્લભ નથી, સમ્યફચારિત્રદુર્લભ નથી પણ સમ્યગ્ગદર્શન દુર્લભ છે. તે થયા પછી જ્ઞાન અને ચારિત્ર તો હસ્તકમલવત્ છે. જ્ઞાની પુરુષોની અત્યંતર દશાને ઓળખવી. બહારમાં એમના ઉદય વિચિત્ર હોઈ શકે છે. ભરત મહારાજા છ ખંડના અધિપતિ હતા. પરમકૃપાળુદેવ હીરાનો વેપાર કરતા હતા. તેઓ એકાવતારી મોક્ષમાર્ગી પુરુષ છે એવી શ્રદ્ધા કોને થાય? મોટાભાગના લોકોને તે સમયે શ્રદ્ધા ન થઈ, ત્યાગીઓને પણ ન થઈ. પણ એથી ઊલટું અજ્ઞાની ત્યાગીઓ ઉપર મોટા ભાગના લોકોને શ્રદ્ધા થઈ! શ્રી સમતભદ્ર આચાર્યએ “શ્રી રત્નકરંડ શ્રાવકાચાર' માં કહ્યું છે કે મોદી મુનિ કરતાં નિર્મોહી ગૃહસ્થ શ્રેષ્ઠ છે; કેમ કે એ મોક્ષમાર્ગી છે, જ્યારે પેલા મોક્ષમાર્ગી નથી. ભલે તેઓ બહારમાં ઊંચું ચારિત્ર ધરાવે છે, શાસ્ત્રજ્ઞાન છે, બધી ક્રિયાઓ કરે છે; જે સારું છે, પણ જેમને આત્મજ્ઞાન નથી તેમને સાચું મુનિપણું નથી. પરમકૃપાળુદેવે કહ્યું છે, આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૩૪ Page #673 -------------------------------------------------------------------------- ________________ દુર્લભ એવો મનુષ્યદેહ ગૃહસ્થદશામાં આત્મજ્ઞાનીને નમસ્કાર કરવા એ વધારે લાભકારક છે કે અજ્ઞાની મુનિઓને નમસ્કાર કરવા વધારે લાભકારક છે? જીવ રૂઢિમાં આવીને અજ્ઞાની ગુરુઓને નમસ્કાર, વંદન, પૂજન બધું ક૨શે. પણ જે આવા ગૃહસ્થ જ્ઞાની છે તેમને ઓળખી, તેમનો આશ્રય કરે એવી યોગ્યતાવાળા આ કાળમાં અલ્પ હોય છે. ત્રણે કાળમાં અલ્પ હોય છે, એમાં આ કાળમાં વિશેષ. ૬૫૦ એક બાજુ ચાંદીના ૧૦૦ સિક્કા ખણખણતા હોય અને બીજી બાજુ ૧૦ કેરેટનો હીરો હોય, કે જેની કિંમત કરોડ રૂપિયા છે; તો અજ્ઞાની જીવોને ચાંદીના સિક્કાનું આકર્ષણ થશે. તેવી જ રીતે જ્ઞાની પ્રત્યે આદરભાવ ન આવે અને અજ્ઞાનીઓ પ્રત્યે આદરભાવ થાય તો આ પણ એક પ્રકારનો અનંતાનુબંધી કષાય છે. જીવ રૂઢિવાદને એટલો દૃઢપણે પકડીને બેઠો છે કે એના કારણે તે અનંતાનુબંધી કષાયને દૃઢ કરે છે. જો કે તે બહા૨માં વ્રત-નિયમ બધું પાળે છે, શાસ્ત્રો વાંચે છે, ધર્મની બધી ક્રિયાઓ કરે છે, છતાં એ મિથ્યાત્વને ગાઢું કરે છે. કેમ કે, કોઈપણ મોક્ષમાર્ગી જીવ પ્રત્યેનો અનાદર એ મહાનુક્સાનકારક છે. અજ્ઞાની જીવ રૂઢિવાદના કારણે સત્ય વસ્તુ સમજી શકતો નથી. કેમ કે, એની યોગ્યતા એ જ પ્રકારની છે. એવા જીવોનો મનુષ્યભવ નિષ્ફળ જાય છે. કેમ કે, તેણે જ્ઞાનીને ઓળખ્યા નથી. બહારમાં ગમે તેટલા તપત્યાગ હોય, પણ આત્મજ્ઞાન ન હોય તો એની મોક્ષમાર્ગમાં કોઈ કિંમત નથી. બહારમાં ભલે કોઈ તપ-ત્યાગ ન હોય, પણ આત્મજ્ઞાન હોય તો તે મોક્ષગામી જીવ છે. એવા મોક્ષમાર્ગી જીવનો આશ્રય કરવાથી જીવ કલ્યાણ કરી શકે છે. તત્ત્વનો અર્થ પણ જીવ મરોડી મરોડીને અંદરમાં સ્વીકારે છે, પણ જેમ છે તેમ સ્વીકારતો નથી. પોતાને અનુકૂળ આવે તે રીતે અને મન ફાવે તેમ અર્થઘટન કરે છે. પોતે જ પોતાની જાળમાં ફસાય છે. એક લાખ અજ્ઞાની સાધુ કરતાં એક અવિરતિ સમ્યષ્ટિ ઉત્તમ છે. એક લાખ આત્મજ્ઞાન વગરના સાધુ કરતાં એક આત્મજ્ઞાની ગૃહસ્થ શ્રેષ્ઠ છે. તેનો અર્થ એવો નથી કે આત્મજ્ઞાની મુનિ શ્રેષ્ઠ નથી, તે તો ગૃહસ્થ આત્મજ્ઞાની કરતાં પણ શ્રેષ્ઠ છે. આત્મજ્ઞાન સહિત મુનિપણું હોય તે તો સોનામાં સુગંધ સમાન છે. તે આત્મજ્ઞાની મુનિઓનો આત્મજ્ઞાની શ્રાવકો પણ નમસ્કાર-વંદન કરીને આશ્રય કરે છે. માટે પરમકૃપાળુદેવે કહ્યું છે, જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. · શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૮ - Page #674 -------------------------------------------------------------------------- ________________ દુર્લભ એવો મનુષ્યદેહ તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો, જ્ઞાનીપુરુષને પહેલા ઓળખો, પછી તેમનો આશ્રય કરો. જ્ઞાનીની ઓળખાણ થઈ પણ આશ્રય ન થાય તો પણ વિશેષ લાભ થતો નથી. આશ્રય એટલે આજ્ઞાંકિતપણું. એ મહાભાગ્યનો આશ્રય ક૨વો એટલે તેમની આજ્ઞાનું આરાધન કરવું. પરમકૃપાળુદેવે ‘વીસ દોહરા' માં કહ્યું છે, સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યાં અનેક; પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક. ત્યારે, સહુ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય, સત્ સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય ? — શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૬૫ - ૧૬, ૧૭ જ્ઞાનીઓ કેવા છે ? મહાભાગ્યવાન છે. આત્મજ્ઞાન થયું હોય એ મહાભાગ્ય અને આત્મજ્ઞાન ન થયું હોય એ મહા અભાગ્ય. એ મહાભાગ્યનો આશ્રય એટલે, ૬૫૧ તનસે, મનસે, ધનસે, સબસે, ગુરુદેવ કી આન સ્વઆત્મ બસે; તબ કારંજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાવહિ પ્રેમ થનો. વહ સત્ય સુધા દરશાવહિંગે, ચતુરાંગુલ હૈ દગ સે મિલહે; ૨સ દેવ નિરંજન કો પિવહી, ગહિ જોગ જુગોજુગ સો જીવહી. તો શું થાય ? પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બસે; વહ કેવલ કો બીજ ગ્યાનિ કહે, નિજકો અનુભૌ બતલાઈ દિયે. આશ્રય થવો બહુ દુર્લભ છે. આ વ્યવહારથી આશ્રય છે. નિશ્ચયથી આશ્રય તો પોતાના સ્વરૂપનો છે. મહાત્માનો આશ્રય એટલે આજ્ઞાંકિતપણે રહેવું. સત્પુરુષની આજ્ઞા એ જ ધર્મ છે, એ જ તપ છે. એ આજ્ઞાનું માહાત્મ્ય પરમાર્થ દષ્ટિથી આપણને આવવું જોઈએ. એક વખત પર્યુષણ પર્વના દિવસોમાં ઈડરના ઘંટિયા પહાડ ઉપર રામજીબાપા અને તેમના ભક્તો આવેલા. રામજી બાપાએ એ બધાની ચકાસણી કરી કે આ બધામાંથી આજ્ઞાંકિત Page #675 -------------------------------------------------------------------------- ________________ ૬૫૨ દુર્લભ એવો મનુષ્યદેહ કેટલા છે? પ્રવચન ચાલતું હતું અને તેમણે કહ્યું કે આ ડુંગરા ઉપરથી ભૂસકો મારીને ઉતરી જાવ. આટલું કહ્યું ને બધા ઊભા થઈને દોડ્યા અને આપણે હોઈએ તો? કિનારે આવીને ઊભા રહીએ. આગળ ન જઈએ. જુઓ ! આ આજ્ઞાંકિતપણું ! પુરુષની એક પણ આજ્ઞાનું સમ્યફ પ્રકારે આરાધન થાય તો તેનો યાવતુ મોક્ષ થાય એમ શાસ્ત્રો અને પરમકૃપાળુદેવ બંને કહે છે. એટલે તેનો અર્થ એવો થયો કે આપણે અનાદિકાળથી આજ દિન સુધી એક પણ આજ્ઞાને સમ્યફ પ્રકારે આરાધી નથી. એ મહાભાગ્યનો આશ્રય કરવાથી શું થાય એ હવે કહે છે, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. પોતાના મિથ્યા આગ્રહ, હઠાગ્રહ, કદાગ્રહ, મતાગ્રહ એ બધા જીવને નડે છે. આ બધા આગ્રહ જીવને ગ્રહી લે છે. એ બધાથી જ્ઞાની તેને મુક્ત કરાવે છે અને કહે છે કે હવે આગ્રહને છોડો. જે વસ્તુ જીવને નડતી હતી એ તેને છોડાવી દીધી. હવે તે કામ કાઢી જશે. અન્ય દર્શનવાળાને એમના મતનાં જે જે આગ્રહ હોયતે છૂટી જાય છે. જૈનદર્શનવાળા પણ જૈનાભાસમાં રમતા હોય તો તેમનું એ જૈનાભાસપણું પણ છૂટી જાય છે. કારણ કે, જૈનાભાસપણું પણ મિથ્યાગ્રહ છે. પુરુષના આશ્રયનો આ મોટો લાભ છે કે પરમાર્થ માર્ગની વિપરીતતા, તત્ત્વશ્રદ્ધાનની વિપરીતતા, જ્ઞાનની વિપરીતતા, ચારિત્રની વિપરીતતા; જે જીવના ખ્યાલમાં નહોતી અને તેને જ એ મોક્ષમાર્ગ માનતો હતો તે હવે નીકળી જાય છે. જે નડતરરૂપ હતું એ નીકળી ગયું એટલે હવે તેનું કામ થઈ જવાનું. જેમ આપણે ભગવાનને પ્રક્ષાલ કરીએ ત્યારે પાણી કુંડીમાં જાય નહીં અને અંદર ભરાઈ રહે છે, તેનું કારણ અંદર જે નળી છે તેમાં કંઈક કચરો ભરાઈ ગયો હોય છે. એ કચરો જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધી આ નળીમાંથી પાણી આગળ જવાનું નથી. ત્યારે નળીની અંદર એક સોયો નાખીએ તો કચરો નીકળી જાય. એટલે પાણી નીકળી શકે અને પીઠિકા સ્વચ્છ થઈ જાય. એવી જ રીતે અમુક પ્રકારનો કચરો આપણામાં ભરાઈ ગયો હોય છે. ઘણી વખત તો સળિયો મારો તો પણ નથી નીકળતો. જીવમાં જો યોગ્યતા હોય તો નીકળી જાય છે. નથી નીકળતો એમ પણ નથી. ઘણાનાં નીકળ્યા છે, ઘણાના નથી પણ નીકળ્યા. જેની યોગ્યતા હતી એના નીકળ્યા છે, જેની યોગ્યતા નહોતી તેના નથી પણ નીકળ્યા. Page #676 -------------------------------------------------------------------------- ________________ દુર્લભ એવો મનુષ્યદેહ ૬૫૩ મોક્ષમાર્ગમાં જીવને તત્ત્વની સાચી સમજણ ગુરુ દ્વારા મળે છે, એટલે આગ્રહમાં મંદતા થાય છે. એવા જ્ઞાનીપુરુષના આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. આવા જ્ઞાનીપુરુષના આશ્રયે દેહ છૂટે તો સમાધિમરણ થાય. શ્રી સોભાગભાઈનો દેહ પરમકૃપાળુદેવના આશ્રયપૂર્વક છૂટ્યો અને ડુંગરશીભાઈનો પણ દેહ એમના આશ્રયે છૂટ્યો છે. આશ્રય એટલે બોધ. એમને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. મનુષ્યદેહની ખરી સાર્થકતા ત્યારે છે. જ્ઞાનીપુરુષના આશ્રય વગર દેહ છૂટે એ સાર્થક નથી. ભલે મનુષ્યભવ મળ્યો, નવકારમંત્ર બોલતા બોલતા દેહ છોડ્યો, પણ સાર્થક નથી. દેહાધ્યાસ છૂટીને દેહત્યાગ થાય એનું નામ સાર્થકતા કહેવાય. દેહાધ્યાસ છૂટે તો સાર્થકતા અને દેહાધ્યાસ ન છૂટે તો સાર્થકતા નથી. એવા પુરુષના આશ્રયે – એવા રત્નત્રયધારી પુરુષના આશ્રયે - સપુરુષના આશ્રયે - સદ્ગુરુના આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે, ભલે એ દૂરના ક્ષેત્રમાં હોય. એવું નથી કે આશ્રય હોય તો એમની પાસે જ હોય. એમની આજ્ઞાનું આરાધન કરે છે એ જ એમનો આશ્રય છે. એવા પુરુષના આશ્રયથી દેહ છૂટ્યો તો હવે વધારે દેહ ધારણ નહીં કરે. આમ, તેમનું જીવન પણ સાર્થક અને મરણ પણ સાર્થક, એમ જ્ઞાની પુરુષ કહે છે. જન્મજરામરણાદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરુષનો આશ્રય જ જીવને જન્મજરામરણાદિનો નાશ કરી શકે, કેમ કે તે યથાસંભવ ઉપાય છે. જેને આત્મજ્ઞાન થયું, એના જન્મ-મરણના ફેરા મટી ગયા. હવે એ નજીકના ભવે મોક્ષે જવાના. જ્ઞાની પુરુષો માટે નિકટભવી હોય છે. તેમને આત્મજ્ઞાન થયું, એમને હવે અનંત સંસાર રહેતો નથી. અનુભવજ્ઞાન -સ્વસંવેદન જ્ઞાન - સમ્યફજ્ઞાન તેમના વિષે વર્તે છે. બીજા હજારો પંડિતો હોય કે ત્યાગીઓ હોય પણ જેમને સમ્યગુદર્શન નથી તેમને જન્મ-જરામરણને નાશ કરવાવાળું જ્ઞાન નથી. તેમના આશ્રયે દેહ છૂટે એ સાર્થક નથી. આવું જ્ઞાન જેમને વર્તે છે તેમના આશ્રયે દેહ છૂટે એ જ સાર્થક છે. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહીં જોય. બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં, તે માને ગુરુ સત્ય; અથવા નિજકુળ ધર્મના, તે ગુરુમાં જ મમત્વ. - શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૩૪, ૨૪ Page #677 -------------------------------------------------------------------------- ________________ દુર્લભ એવો મનુષ્યદેહ જન્મજરામરણાદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, એટલે જે આત્મજ્ઞાની પુરુષ છે તે પુરુષને આશ્રયે જીવ જન્મ મરણાદિનો નાશ કરી શકે, કેમ કે તે યથાસંભવ ઉપાય છે. એવા પુરુષ અનંતવાર મળ્યા, પણ આશ્રય એકેય વાર કર્યો નથી. મળવું એ અલગ વસ્તુ છે અને આશ્રય થવો એ અલગ વસ્તુ છે. મળ્યા અનંતવા૨, પણ જીવની પાત્રતા નહીં હોવાના કારણે તેમનો આશ્રય એકેય વાર કર્યો નથી. અનાદિની આ ભૂલ રહી ગઈ છે. આશ્રય કરવો એટલે આજ્ઞાનું આરાધન કરવું, તેમનું કહેલું ધાકડેધાકડ માનવું. તેમના બોધને આપણી કલ્પના અનુસાર માનીએ, પણ તેમના કહેલા આશય પ્રમાણે ન માનીએ તો તે આશ્રય ન કહેવાય અને તો જન્મ જરા મરણનો નાશ પણ ન થાય. આત્મજ્ઞાન વગર જન્મ જરા મરણનો નાશ થાય નહીં અને આત્મજ્ઞાન આત્મજ્ઞાનીના આશ્રય કર્યા વગર થાય નહીં. માટે તે આશ્રય જરૂરી છે. ૬૫૪ મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ બેની છે - એક જ્ઞાનીપુરુષની અને એક જ્ઞાનીપુરુષના સાચા આશ્રયવાનની. આ ભવમાં પ્રત્યક્ષ ન હોય તો પરોક્ષનો આશ્રય કરવો. પણ આશ્રય હંમેશાં જ્ઞાનીનો હોય, અજ્ઞાનીનો કે સંસારી જીવોનો કે મિથ્યાર્દષ્ટિનો ન હોય. કર્મક્ષેત્રમાં કદાચ સંસારીનો આશ્રય હોઈ શકે, કેમ કે ત્યાં મોક્ષનું પ્રયોજન નથી. જ્યારે અહીં તો મોક્ષનું પ્રયોજન છે. મોક્ષના પ્રયોજનમાં મોક્ષમાર્ગને પ્રાપ્ત પુરુષનો આશ્રય જ જીવને મોક્ષમાર્ગમાં લઈ જાય છે. મોક્ષમાર્ગસ્ય નેતારું ભેત્તારું કર્મભુભૃતામ્ । જ્ઞાતારું વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણ લબ્બે II - શ્રી તત્ત્વાર્થસૂત્રનું મંગલાચરણ કોઈ માબાપનો આશ્રય કરે, કોઈ સ્ત્રીનો આશ્રય કરે, કોઈ દીકરાઓનો આશ્રય કરે કે. દુનિયાના બીજા જીવોનો આશ્રય કરે, પણ એના જન્મ-જરા-મરણના ફેરા ટળે નહીં. જ્યારે બીજી બાજુ જ્ઞાનીનો સાચો આશ્રય કર્યો હોય તો એનું કાર્ય ન થાય એમ બને નહીં. એક બાજુ પારસમણિ હોય, બીજી બાજુ લોખંડ હોય, એને એનો સ્પર્શ થાય તો એ લોખંડનું સોનું થયા વગર રહે નહીં. પારસમણિ ઔર સંતમે, બડો અંતરો જાન; વો લોહા કંચન કરે, વો કરે આપ સમાન. Page #678 -------------------------------------------------------------------------- ________________ દુર્લભ એવો મનુષ્યદેહ ૫૫ પારસમણિ તો લોઢાનું સોનું કરે, પણ પારસમણિ ન કરે. જ્યારે સત્પુરુષ જીવને પોતાના સમાન બનાવી દે છે. એ જીવ સત્પુરુષ થઈ જાય છે અને સત્પુરુષ પછી પ૨માત્મા થઈ જાય છે. પરમકૃપાળુદેવે કહ્યું છે કે, બીજું કાંઈ શોધ મા. માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વર્તો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. સત્પુરુષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે; શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. · શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક - ૭૬ સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. આ દેહ સાથે આત્માને સંયોગ છે. આપણું બાહ્ય શરીર તે નોકર્મ છે, આત્મા સાથે લાગેલા કર્મો એ કાર્મણ શરીર છે અને જેના કારણે શરીરમાં કાંતિ રહે છે તે તૈજસ શરીર છે. આ દરેક શરીરનો આત્મા સાથે સંયોગ સંબંધ છે. જેનો સંયોગ છે તેનો વિયોગ નિશ્ચયે છે. કારણ કે, જ્યાં સુધી આયુષ્ય કર્મ છે ત્યાં સુધી આપણે શરીરમાં રહેવાનું છે. આયુષ્ય કર્મના પાછા સોપક્રમ અને નિરુપક્રમ એમ બે ભેદ પડે છે. સોપક્રમ એટલે શિથિલતાથી ભોગવાઈ જાય. ૧૦૦ વર્ષનું આયુષ્ય બાંધ્યું હોય તે ૧૦ વર્ષમાં ખલાસ થઈ જાય. આયુષ્ય કર્મના બધા નિષેકો એક સાથે ખરી જાય. કર્મભૂમિના મનુષ્યનું આયુષ્ય સોપક્રમ હોય છે. એ અકાળે પણ જતો રહે છે. આ દેહને છોડીને અવશ્ય જવાનું છે. પૂર્વે અનંતવાર દેહના પ્રસંગો નિવૃત્ત થયા છે. જે કોઈ દેહ ધારણ કરે છે તેને તેનો ત્યાગ કરવો જ પડે છે. દેહત્યાગ કર્યા પછી નવો દેહ મળે પણ ખરો અને ન પણ મળે. એવું નથી કે મળે જ. કેમ કે, કેવળજ્ઞાનીને દેહ મળતો નથી. પણ કેવળજ્ઞાનીને પણ દેહ છોડવો તો પડે જ છે. કેવળજ્ઞાનીને પણ દેહ અમર નથી, તો આપણો હોય ? ગમે તેટલું ખવડાવો, ગમે તેટલી કસરત કરો, ગમે તેટલું નવડાવો – ધોવડાવો, ગમે તેટલી કાળજી રાખો, ગમે તેટલી દેવદેવીઓની માનતા કરો પણ, મારા બધા વૈદ્યો હકીમોને અહીં બોલાવજો, મારો જનાજો એ જ વૈદ્યોના ખભે ઉપડાવો; Page #679 -------------------------------------------------------------------------- ________________ ૬૫૬ દુર્લભ એવો મનુષ્યદેહ દર્દીઓના દર્દને દફનાવનારું કોણ છે ? દોરી તૂટી આયુષ્યની તો સાંધનારું કોણ છે? જેમ દીવો સળગતો હોય અને તેલની એક એક બુંદ બળતી જાય અને તેલ ખલાસ થઈ જાય એટલે દીવો ઓલવાઈ જવાનો. પછી દીવો બળે નહીં. એવી રીતે આયુષ્ય કર્મના નિષેકો જ્યાં સુધી છે ત્યાં સુધી દેહ રહે છે અને આયુષ્ય કર્મના નિષેકો સોપક્રમથી કે નિરૂપક્રમથી ભોગવાઈ જાય અને સ્ટોક પૂરો થઈ જાય એટલે દેહ છોડવો પડે છે. જ્યાં સુધી મોક્ષ ન થાય સુધી નવા નવા દેહ તો મળ્યા જ કરવાના છે. માટે, દેહાત્મબુદ્ધિ છોડો, દેહાધ્યાસ તોડો તો નવા દેહ મળવાનું બંધ થાય. આ દેહ પ્રત્યેનો મોહ, દેહ પ્રત્યેની આસક્તિ, દેહમાં “હું પણું એ નવા દેહને ઉત્પન્ન થવાનું બીજ છે. આપણે જગતના બહારના કેટલાયે ચેતન-અચેતન પદાર્થોમાં એકત્વ સંબંધ બાંધીને બેઠા છીએ. તે અને દેહ સાથેના એકત્વપણાને છોડવાનું છે. લોકો ભલે ગમે તેટલો ધર્મ કરતા હોય, ગમે તેટલી ધર્મની ક્રિયાઓ કરતા હોય પણ જયાં સુધી પર સાથેનું એકત્વપણું છૂટ્યું નથી ત્યાં સુધી કોઈ પણ જીવ સાચી શાંતિનો કે મોક્ષનો અધિકારી બની શકતો નથી. હે મુનિઓ ! દહાડો પવાડો કરી, બાળી ઝૂડી, સ્નાન સૂતક કરી, ક્લેવર ફેંકીને ચાલ્યા જાવ એમ જ્ઞાની પુરુષો કહે છે. કલેવર ફેંકીને ચાલ્યા જાવ એટલે દેહાધ્યાસ છોડીને ચાલ્યા જાવ. ક્યાં સુધી દેહાધ્યાસ રાખશો? અને દેહાધ્યાસ રાખશો તો પણ દેહતમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનો નથી. એ કર્મના ઉદય પ્રમાણે ચાલવાનો છે. જે ચીજ તમારી નથી એમાં મોહ કરશો, રાગ કરશો, એત્વબુદ્ધિ કરશો તો દુઃખી થશો, રખડશો. માટે સાચો ધર્મ તો દેહાત્મબુદ્ધિ છોડવી, દેહાધ્યાસ છૂટવો તે છે. ધર્મની ગમે તેટલી ક્રિયાઓ કરો પણ દેહાત્મબુદ્ધિ ન છૂટી તો એ બધી ધર્મની ક્રિયાઓ સંસારના હેતુભૂત થાય છે, મોક્ષના હેતુભૂત બની શકતી નથી. કલ્પનાથી ગમે તે માની લો એ ન ચાલે. વાસ્તવિક દશાનું ફળ છે, માન્યતાનું ફળ નથી. હું એમ માની લઉં કે હું જ્ઞાની થઈ ગયો છું, હવે મને કંઈ વાંધો નથી, મારા કષાય ઘણા ઘટી ગયા છે, મારે સંસારનો રસ પણ ઉડી ગયો છે. એ તો પ્રભુ! તારે અત્યારે તીવ્ર ઉદય નથી ને મંદ છે એટલે ઠીક છે, પણ જ્યાં પાછા નિમિત્તો મળે છે અને ઉદય આવે છે એટલે ભલભલા અગિયારમા ગુણસ્થાનકવાળા પણ પહેલા ગુણસ્થાનકમાં આવી જાય છે. બીજાની તો વાત જ ક્યાં છે ! માટે, છેક કેવળજ્ઞાન થાય ત્યાં સુધી જાગૃતિપૂર્વક જીવન જીવવાનું છે. ક્ષણે-ક્ષણે, કાર્ય-કાર્યો, પ્રસંગે-પ્રસંગે આત્માની જાગૃતિપૂર્વક જીવન જીવે એ જ મનુષ્યભવને સાચો સફળ કરી શકે. Page #680 -------------------------------------------------------------------------- ________________ દુર્લભ એવો મનુષ્યદેહ ૬૫૭ કેમકે, ગમે ત્યારે ઉદય કે નિમિત્ત આવે ત્યારે જીવ ગોથું ખાઈ જાય છે. છેક સુધી બરાબર ચાલતો હોય, બાર મહિના સુધી કંઈ ન થયું હોય, વર્ષો સુધી તપશ્ચર્યાઓ કરી હોય, ધ્યાન કર્યા હોય અને જ્યાં કંઈક એવા નિમિત્ત આવે છે ત્યાં હજારો વર્ષની સાધના બે ઘડીના ક્રોધની અંદરમાં કે કષાયની અંદર જીવ ગુમાવી નાખે છે. એવા કંઈક દાખલાઓ શાસ્ત્રોમાં છે. જેમ કે, દ્વિપાયન મુનિ કે જેમણે ઘણા વર્ષોની સાધના થોડા જ સમયમાં ધોઈ નાંખી. કષાયભાવ અંતરંગમાં વિશેષ જોર ન કરી જાય એની, વિષયોનો ભાવ વિશેષ જોર ન કરી જાય એની, જગતના કોઈપણ પદાર્થમાં આકર્ષણ ન થઈ જાય એની ખૂબ જાગૃતિ રાખવાની છે. અજ્ઞાની જીવ તમારા પ્રત્યે રાગ કરશે, મોહ ક૨શે; પણ તમે એના પ્રત્યે રાગ કે મોહ કરવા જશો તો માર ખાઈ જશો. કાળા કપડાવાળાને કોલસાની કોટડીમાં શું નુક્સાન છે ? સફેદ કપડાવાળાને જાળવવું પડે છે. દા.ત. બહેને કહ્યું હતું કે તમે ઘેર આવજો, હું ચાર દહાડા અહીં છું જ. પણ આપણે ચાર કલાક પણ બગાડવાની શું જરૂર છે ? આપણે થોડું મળી લીધું તો બહુ થઈ ગયું. એમને રાગ હોય એવો રાગ આપણે ક૨વા જઈએ તો માર ખાઈ જઈએ. એમને હોય, એ એમની ભૂમિકા છે, પણ આપણી ભૂમિકામાં એવો રાગ કરવાનો હોય નહીં. સહજપણે મળીએ ત્યારે ઠીક છે, પણ છૂટા પડીએ એટલે ઝભ્ભો ખંખેરીને રવાના. આત્મા ઉપર દુનિયાની કોઈ રજ મોહની કે રાગની લાગવી ન જોઈએ. અંદરથી છૂટા રહેવું. અહો ! સમદષ્ટિ આતમા, કરે કુટુંબ પ્રતિપાળ; અંતર્ગત ન્યારો રહે, જ્યું ધાવ ખિલાવે બાળ. જ્ઞાની અંદરમાં ન્યારા રહે. એ રાગમાં લપટાય નહીં. લપટાય તો જ્ઞાની શેના? કષાયમાં લપટાઈ જાય તો જ્ઞાની શેના ? ભૂમિકા અનુસાર એમના કષાય તૂટી જ જાય. માટે રાગ કરવો નહીં અને ક૨વો તો સત્પુરુષ અથવા સન્દેવ-ગુરુ-ધર્મ ઉપર કરવો. દ્વેષ કરવો નહીં અને ક૨વો તો કુશીલ ઉ૫૨ ક૨વો, ખોટા ભાવ ઉપર કરવો, ઊંધા આચરણ ઉપર કરવો એમ પરમકૃપાળુદેવે કીધું છે. અંતરમાં એકત્વબુદ્ધિ હશે તો જ્યારે સંયોગનો વિયોગ થશે ત્યારે બહુ દુ:ખદાયક થશે. સંયોગી દેહમાં એકત્વબુદ્ધિ નહીં હોય તો તમે હસતા હસતા સમાધિમરણ કરીને, દેહત્યાગ કરીને ક્લેવર ફેંકીને નીકળી જશો. છેલ્લાં સમયે બહુ ધ્યાન રાખવાનું છે. બીમાર હોઈએ અને Page #681 -------------------------------------------------------------------------- ________________ ૬૫૮ ન દુર્લભ એવો મનુષ્યદેહ નક્કી હોય કે હવે જવાનું જ છે એટલે આંખ બંધ જ રાખવાની. કોઈને જોવાનું જ નહીં કે કોણ આવ્યું છે ! લોકોને પણ ખોટું ન લાગે, કારણ કે એ તો બીમાર છે એટલે આંખ ન ઉઘાડે. શ્રી સહજાનંદજી વર્ણી એમ કહેતા કે તમે આંખ બંધ કરી એટલે દુનિયા સાથે કટ થઈ ગયા. જગતના બધા કનેક્શન છૂટી જાય. કારણ કે આંખ દ્વારા આત્મામાં રાગ-દ્વેષ-મોહના વિકારો પ્રવેશે છે. એટલે વર્ણીજી મહારાજ તો મોટા ભાગે આંખ બંધ કરીને અથવા નાસાગ્ર દૃષ્ટિ રાખીને જ બેઠા હોય અને આખો દિવસ કાં તો લખવામાં, કાં તો ચિંતન-મનન-ધ્યાનમાં સમય પસાર કરતા. એટલે આવા મહાપુરુષોની સાથે રહેવા મળે, કે એમના જીવનચરિત્રો વાંચીએ એટલે એ પ્રકારની પ્રેરણા મળે કે સર્વસંગ મહા આશ્રવરૂપ છે. માટે હવે કોઈની સાથે બહુ સંબંધ વધારવા જેવા નથી. ઠીક છે, જેની સાથે થઈ ગયા છે તે થઈ ગયા છે, પણ હવે એને જેટલા શક્ય હોય તેટલા કટ ઓફ કરી, આત્માના કલ્યાણમાં લાગવું. એવું આયોજન કરતાં શીખવાનું છે. સમયનો સદુપયોગ થાય, સમય વેડફાઈ ન જાય એની સમયે સમયે જાગૃતિ રાખવાની છે. કોઈને મળવામાં કે પછી ગપ્પા મારવામાં આખો દિવસ કાઢવો નહીં. બહુ મળ્યા બધાને, બહુ ગપ્પા માર્યા અત્યાર સુધી, પણ હવે નહીં. કોઈ કહે કે સ્કૂલના જૂના મિત્રો મળ્યા હતા, એટલે આખી રાત ગપ્પા માર્યા; પણ હવે એવું કરવું નહીં. કારણ કે દેશકથા, રાજકથા, સ્ત્રીકથા, ભોજનકથા - આ બધી વિકથાઓ છે, એ પાપાસ્રવ છે. એવી કથાઓમાં આપણો ઉપયોગ લાંબો સમય સુધી ના જતો રહે એનું પણ ધ્યાન રાખવું. કદાચ એવું વાતાવરણ થાય તો તરત તેને કટ કરીને બીજી વાતો ઉપર બધાને ચડાવી દેવા. કોઈના સમાધિમરણ વખતે આપણે જવાનું થાય અને સામેવાળી વ્યક્તિનું ચિત્ત પૂર્વના કોઈ સ્મરણમાં જતું રહે, એ બહુ આકુળ-વ્યાકુળ થઈ જાય તો આપણે તેના ચિત્તને બીજે વાળવાનો પ્રયત્ન કરવો. પૂર્વે કરેલ સત્સંગ અથવા તીર્થયાત્રાઓ યાદ કરાવવી કે તમને ખબર છે આપણે પાલિતાણા ગયા હતા ત્યારે તમે કેવી રીતે જાત્રા કરી હતી ? ને ક્યાં સત્સંગ કર્યો હતો ? તમને ખ્યાલ છે ? એટલે તેનું ચિત્ત ડાયવર્ટ થશે. જેમ પરમકૃપાળુદેવે શ્રી ટોકરશીભાઈનું ચિત્ત ડાયવર્ટ કરાવીને લેશ્યા ફેરવી નાંખી હતી અને સમાધિમરણ કરાવ્યું હતું. કષાય અનુરંજિત યોગના પરિણામ તેનું નામ લેશ્યા છે. જીવને ખ્યાલ ન આવે તે રીતે જ્ઞાની તેની લેશ્યાને ફેરવી નાંખે છે અને જીવની ગાડી પાટા પર ચડી જાય છે. સામે અજ્ઞાની મળી જાય ત્યારે બહુ જાગૃતિ રાખવી પડે છે. કેમ કે, એની બધી વાતો અજ્ઞાનમય હોય, સંસારની મોહ-માયા હોય. તેની સાથે આપણે કંઈ Page #682 -------------------------------------------------------------------------- ________________ ૬૫૯ દુર્લભ એવો મનુષ્યદેહ લેવા દેવા કે નિસ્બત છે નહીં. તો એની વાત સાંભળવામાં સમય શા માટે વેડફવા દેવો? જરૂર શું છે? અને એક ભવની સગાઈ છે. અહીંથી ગયા પછી કોણ કોનું છે? કોણ યાદ રાખે છે? આપણને આગળના ભવોનું કંઈ યાદ નથી, તો પછી આ ભવનું આવતા ભવમાં ક્યાંથી યાદ હશે? અત્યારે જે કર્યું છે એ બધું આવતા ભવમાં પાછા ભૂલી જવાના છીએ. ત્યાં નવા સંયોગ સંબંધ થશે ને એના વિકલ્પો ચાલશે. આવી રીતે અનાદિકાળથી જે જે સંયોગોમાં આવ્યો છે, તે તે સંયોગોના વિકલ્પોમાં જ મોટાભાગના અજ્ઞાની જીવોનું જીવન પૂરું થઈ જાય છે. ( તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચયે છે. ] સંયોગ છે તેનો વિયોગ થવાનો, થવાનો ને થવાનો. તમારે અત્યારે અમદાવાદનો સંયોગ છે, પણ કાલે તેનો વિયોગ થશે અને મુંબઈના સંયોગનો વિયોગ તો ખરો કે નહીં? મુંબઈ પણ ક્યાં સુધી રહેવાનું? એ પણ સંયોગ છે. એનો પણ વિયોગ થવાનો. એક માત્ર સિદ્ધલોકમાં અસંયોગી અવસ્થા છે, જ્યાં કોઈ સંયોગ નથી. કર્મના સંયોગ નથી ને દેહના પણ સંયોગ નથી. માત્ર એક લોકાગ્રે એમનો આત્મા જઈને બિરાજમાન થયો છે અને કોઈ કર્મ પણ એવું નથી કે જેના કારણે એમને આઘુંપાછું થવું પડે. એવી અદ્ભુત સ્થિરતા થઈ ગઈ છે. અનાદિકાળથી ઉદય અનુસાર ઈષ્ટઅનિષ્ટના સંયોગવિયોગ ચાલ્યા જ કરે છે. એમાં લેપાવા જેવું નથી. જે સંયોગ છે, તે જવાના છે. કાં તો એ જશે અને કાં તો આપણે જવાનાં, છૂટા પડવાનું છે. ક્યાં સુધી ભેગા રહેવાનું છે? સંયોગ વિયોગમાં હરખ શોક ન થાય એણે જ્ઞાન પચાવ્યું કહેવાય. ઈષ્ટ કે અનિષ્ટના સંયોગ કે વિયોગમાં ભાવમાં વિષમતા ન આવે એણે જ્ઞાનને પચાવ્યું કહેવાય. અને જો આવે તો એનું જ્ઞાન ગેરહાજર કહેવાય. પરમકૃપાળુદેવે કહ્યું છે, અવિષમભાવ વિના અમને પણ અબંધપણા માટે બીજો કોઈ અધિકાર નથી. મૌનપણું ભજવા યોગ્ય માર્ગ છે. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૮૨૩ જ્ઞાની કહે છે કે અવિષમ ઉપયોગ વગર અમને પણ અબંધપણા માટે કોઈ અધિકાર નથી. અમારા પરિણામ વિષમ થાય તો અમને પણ પરિણામ અનુસાર બંધ પડે છે. કોઈ પણ જીવ હોય, એના જેવા પરિણામ હોય એને અનુરૂપ એને બંધ પડવાનો. શુભ હોય તો શુભ, અશુભ હોય તો અશુભ. સમયે સમયે કર્મબંધ ચાલે છે અને આપણે ગાફેલ છીએ. સત્સંગમાં બેસીએ ત્યાં સુધી થોડી જાગૃતિ રહે. બાકી ધર્મની કોઈપણ ક્રિયાઓ કરીએ છીએ એમાં પણ Page #683 -------------------------------------------------------------------------- ________________ ૬૬૦ દુર્લભ એવો મનુષ્યદેહ કંઈ જાગૃતિ તો નથી. બસ, રૂઢિપૂર્વક થાય છે. જે કંઈ સંયોગ વિયોગ આવે એની નોંધ લેવા જેવું નથી. જાય તો જવા દો, રહે તો રહેવા દો, થાય તો થવા દો, ન થાય તો ન થવા દો, જીવે તો જીવવા દો, જેમ બને એમ બનવા દો. તમે એની સાથે જોડાવ નહીં, ઇનવોલ્વ થાવ નહીં. જેમ થવું હોય તેમ થવા ઘો. બીજાના દુઃખે દુઃખી અને બીજાના સુખે સુખી – એ તો અજ્ઞાનીની કહેવત છે. પણ, બીજાના સુખમાં પણ જ્ઞાતાદૃષ્ટા અને બીજાના દુઃખમાં પણ જ્ઞાતાદેષ્ટા - એ જ્ઞાનીઓની કહેવત છે. પરમકૃપાળુદેવે કહ્યું છે, જગતને, જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ. – શ્રીમદ્ રાજચંદ્ર – પત્રાંક - ૧૬૫ જગતની લીલા એટલે ચૌદ રાજલોકમાં જે ચોર્યાશી લાખ યોનિના જીવો છે તેમનું ઉદયને અનુરૂપ વર્તન છે. શ્રીમાન્ આનંદઘનજી કહે છે, કોઈ લહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આશ; દોષ રહિતને લીલા વિ ઘટે રે, લીલા દોષ વિલાસ. - શ્રી ઋષભજિન સ્તવન આપણે તો એક નાનું નાટક જોવા માટે પણ પૈસા ખર્ચવા પડે છે, જ્યારે જ્ઞાની જગતની સમસ્ત લીલાને બેઠા બેઠા મફતમાં જુએ છે. એટલે આપણે શુભાશુભ ભાવોની ટિકિટ ખર્ચીએ છીએ. ઘડીકમાં હસીએ, ઘડીકમાં રાજી થઈ જઈએ, ઘડીકમાં પાછા કષાય આવી જાય, ઘડીકમાં અનેક પ્રકારના વિચિત્ર ભાવો આવી જાય છે. અજ્ઞાની જીવ ગાફેલ રહે છે. ગમે તેટલો તે પ્રયત્ન કરે તો થોડો સમય સામાન્ય જાગૃતિ રહે છે, બાકી મોટેભાગે તો અજાગૃતિમાં જ રહે છે. અજ્ઞાની જીવ લાંબા સમય સુધી જાગૃતિમાં ટકી શકતો નથી અને એ જાગૃતિ પણ બાહ્ય વ્યવહારની છે. નિશ્ચય જાગૃતિ તો ઉપયોગમાં આત્મા પકડાયેલો રહે એ છે. પરમકૃપાળુદેવે કહ્યું છે, હે જીવ ! આ ક્લેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા ! જાગૃત થા !! નહીં તો રત્નચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ ! હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. · શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૫૦૫ ગમે ત્યારે આ દેહ છૂટવાનો છે. તો એવી તૈયારી સહિત રહો કે હાલ દેહ છૂટે તોય. વાંધો નથી ને લાંબો ચાલે તોય વાંધો નથી. એવી જાગૃતિ રાખો બસ. પરમકૃપાળુદેવે કહ્યું છે, Page #684 -------------------------------------------------------------------------- ________________ ૬૬૧ દુર્લભ એવો મનુષ્યદેહ નહિ તૃષ્ણા જીવ્યા તણી, મરણયોગ નહિ ક્ષોભ; મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જિતલોભ. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૫૪ -૧/૧૧ જ્ઞાનીને જીવવાની તૃષ્ણા નથી અને મરણમાં ભય નથી, ક્ષોભ નથી કે ચંચળતા નથી. મોક્ષમાર્ગના મહાપાત્ર જીવ મુનિઓ છે. મરણની આકરી ઘાટી આખરે આવવાની છે ને, આ રૂપાળી દેહને આખરે બાળવાની છે. આ દેહ છે એ મસાણની માટી છે એમ કહે છે. મડદાને શણગાર શું હોય? મર્દ છે એને વળી શણગારવાનું શું? તેનો ગમે ત્યારે વિયોગ થાય તો પણ જ્ઞાનીઓ તૈયાર હોય છે. જેવી રીતે બોર્ડર ઉપર મિલીટરી ૨૪ કલાક એલર્ટ હોય છે, તેવી રીતે જ્ઞાની પણ ૨૪ કલાક એલર્ટ રહે છે. કેમ કે, દુશ્મનો ગમે ત્યાંથી ઘૂસી શકે છે. વાડ તોડીને પણ ઘૂસી જાય એટલે જાગૃતિ રાખવી, વાડ બાંધેલી હોય તો પણ જાગૃતિ રાખવી પડે. તમે ગમે તેટલું ધ્યાન રાખો તો પણ દુશ્મનો ઘૂસી જાય છે અને આત્માને નુક્સાન કરી નાંખે છે. તમારે અહીંથી મુંબઈ જવું છે અને રીઝર્વેશન નથી અને દસ વાગ્યાનો ગુજરાત મેલ છે. તો તમે નવ-સવા નવ વાગ્યે સ્ટેશન ઉપર પહોંચી જવાના. રીઝર્વેશનવાળા છેક છેલ્લી ઘડીએ આવે તોપણ એને વાંધો નથી. તમને વાંધો આવે. કોઈ ખાલી ડબ્બામાં જગ્યા મળી જાય એ માટે તમારે છેક સુધી પ્રયત્ન રહેવાનો. એમ મોક્ષમાર્ગમાં રીઝર્વેશનવાળાને કોઈ ચિંતા નથી. જો કે, અહીં તો જેને રીઝર્વેશન નથી એને પણ ચિંતા નથી ! જો જ્ઞાની કહે કે કરી લે, નહીં તો પછી હેરાન થઈ જઈશ; તો જીવ કહે છે કે પડશે એવી દેવાશે. તમે શું કામ અમારી ચિંતા કરો છો? અમે અમારી ચિંતા નથી કરતા ને તમે અમારી ચિંતા શું કામ કરો છો !! પછી નરકમાં એવી દેવાય છે કે જોનાર, સાંભળનાર કે બચાવનાર કોઈ હોતું નથી. એકલાને જ ભોગવવું પડે છે. આજ દિન સુધી જેટલા કર્મ બાંધ્યા એના ફળ એકલાએ જ ભોગવ્યા છે. કોઈએ સહાય કરી નથી. ઘરવાળા હોય કે બહારવાળા હોય કે કોઈ પણ હોય. પરમકૃપાળુદેવે કહ્યું છે, શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ના શકાય; એ ભોગવે એક સ્વ આત્મ પોતે, એકત્વ એથી નયસુજ્ઞ ગોતે. – શ્રીમદ્ રાજચંદ્ર - પૃ. ૪૦ - એકત્વ ભાવના Page #685 -------------------------------------------------------------------------- ________________ ૬૬૨ દુર્લભ એવો મનુષ્યદેહ જો જાગત હૈ સો પાવત હૈ, જો સોવત હૈ સો ખોવત હૈ; જો ખોવત હૈ સો ધોવત હૈ, જો ધોવત હૈ સો રોવત હૈ. વિયોગની ચિંતા ન કરો પણ જ્ઞાનીના આશ્રયપૂર્વક વિયોગ થાય એવું આયોજન કરો. મૃત્યુથી તો કોઈ જ્ઞાની પણ બચાવી શકવાના નથી કે કોઈ ડૉક્ટરો પણ બચાવી શકવાના નથી કે કોઈ દેવ-દાનવ કે મંત્ર-તંત્ર પણ બચાવી શકવાના નથી. મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય; વીતરાગ વાણી વિના, અવર ન કોઈ ઉપાય. વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસ મૂળ; ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ. – શ્રીમદ્ રાજચંદ્ર - આંક - ૧૫, પૃ. ૩૧ — નિશ્ચયથી પોતાના આત્માના આશ્રયપૂર્વક દેહ છૂટે અને વ્યવહારથી સન્દેવ-ગુરુધર્મના આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે. એવું આયોજન અત્યારથી જ કરવાનું છે. વારંવાર એવા ભાવ કરવાના. જો એવી દૃઢતા હશે તો તમે ગમે ત્યાંથી એ આશ્રય કરી લેશો. કદાચ આશ્રય ન મેળવી શકો તો પણ ભાવ કર્યા છે એ આશ્રય જ છે. તમે એ પ્રકારના ભાવ વારંવાર કર્યા છે, એ પણ એક પ્રકારનો આશ્રય જ છે. પ્રત્યક્ષ આશ્રય મળી જાય તો તો બલિહારી, પણ ના મળે તો પરોક્ષ રીતે તમે આશ્રયમાં તો છો જ. મરણના મુખ્ય પાંચ પ્રકાર છે ઃ ૧. બાલ બાલ મરણ – જે અજ્ઞાની જીવોનું હોય. ૨. બાલ મરણ – જે ચતુર્થ ગુણસ્થાનવર્તી અવિરત સમ્યક્દષ્ટિનું હોય. ૩. બાલ પંડિત મરણ - જે પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવકોનું હોય. = ૪. પંડિત મરણ – જે મુનિઓનું હોય. ૫. પંડિત પંડિત મરણ – જે તેમા ગુણસ્થાનવર્તી કેવળજ્ઞાનીનું હોય. કેવું મરણ છે એ તમે જોઈ લો. આ તો કૃપાળુદેવના વાક્યને સમજ્યા વગર ઊંધા અર્થઘટન કરી નાખે છે કે સોભાગભાઈએ મોટા મુનિઓને પણ દુર્લભ એવા આશ્રયપૂર્વક દેહ છોડ્યો એટલે મુનિઓની અવહેલના થઈ? અરે ! ભાઈ, મુનિઓની વાત ક્યાં છે? મુનિઓના Page #686 -------------------------------------------------------------------------- ________________ દુર્લભ એવો મનુષ્યદેહ ૬૬૩ મરણનો તમને ખ્યાલેય શું છે કે રત્નત્રયધારી મુનિ કેવા હોય ? એમને પંડિત મરણ હોય. કોઈ શ્રાવકને પંડિત મરણ ન હોય. શ્રાવક હોય તો બાલ પંડિત મરણ હોય. જેને મરવાનો જ ખ્યાલ નથી કે કેવી રીતે મરવું એને જીવવું કેવી રીતે એનો શું ખ્યાલ હોય ? ખ્યાલ આવે છે ? આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. આ આશ્રયનું ફળ છે. આશ્રયવાન જીવ કાં તો એ જ ભવે સ્વસ્વરૂપમાં સ્થિત થઈને મોક્ષે જાય અથવા પાંચ-સાત ભવમાં તો મોક્ષે જતો જ રહે. આઠ ભવ તો બહુ થઈ ગયા, વમી ન જાય તો. સ્વરૂપમાં અખંડપણે સ્થિતિ કરે એનું નામ કેવળજ્ઞાન, વારંવાર કરે એનું નામ મુનિ અને ક્વચિત્ ક્વચિત્ કરે એનું શ્રાવક. ગમે તેટલો સંયમ પાળે, ત્યાગ કરે, સાધના કરે, શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કરે પણ કાર્ય તો સ્વસ્વરૂપમાં સ્થિતિ થાય ત્યારે જ થવાનું. સંયમના હેતુથી યોગપ્રવર્ત્તના, સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન જો; તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો. અપૂર્વ. ૫ — શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૭૩૮ - ‘અપૂર્વ અવસર’ આશ્રયનું ફળ સમાધિમરણ છે. તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ જીવ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે છે. બધી સાધના સ્વસ્વરૂપમાં સ્થિતિ કરવા માટે છે. સર્વ પ્રકારની સાધના સ્વસ્વરૂપસ્થ થવા માટે છે, આત્માના લક્ષપૂર્વક જીવ જો સાધના કરતો હશે તો તે અવશ્ય સ્વસ્વરૂપમાં સ્થિતિ કરી લેવાનો. આત્મજ્ઞાન જ એનું લક્ષ – ધ્યેય હશે, અને એ જ પ્રમાણે તેની જાગૃતિ હશે તો કોઈપણ બાહ્ય સાધનામાં અટકશે નહીં. આયુષ્યકર્મ સમાપ્ત થાય એટલે દરેકનો દેહ છૂટી જાય છે. તેનો વિયોગ થવાનો નિશ્ચય છે. માટે વ્યવહારથી જ્ઞાનીપુરુષનો આશ્રય અને નિશ્ચયથી પોતાના સ્વરૂપનો આશ્રય કરવો. એ આશ્ચયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે. તેનો મનુષ્યભવ સફળ છે. આત્માના કે આત્મજ્ઞાની નિગ્રંથગુરુના આશ્રય વગર દેહ છૂટે અને કદાચ શુભ મરણ થાય, ગતિ સારી થાય પણ જન્મ-મરણના ફેરા ટળે નહીં. તેના મનુષ્યજન્મની સાર્થકતા કહેવાય નહીં. માટે વ્યવહારથી દેવ-ગુરુ-ધર્મનો અને નિશ્ચયથી પોતાના આત્માનો આશ્રય જરૂરી છે. મરણ વખતે આ જ Page #687 -------------------------------------------------------------------------- ________________ ૬૬૪ દુર્લભ એવો મનુષ્યદેહ શરણું હોય છે. જેમનું સમાધિમરણ - ઉત્તમ મરણ થાય છે તેમને બહારમાં દેવ-ગુરુ-ધર્મનું શરણું હોય છે, નવકારમંત્ર કે એવા ઉત્તમ મંત્રોનું શરણું હોય છે. સ્મરણ હોય છે અને આત્માનું બળ જો વધી જાય તો તે પોતાના આત્માનું શરણું લઈને દેહત્યાગ કરે છે. જેવી જેની ભૂમિકા, યોગ્યતા. જો આશ્રયપૂર્વક દેહ છૂટે એટલે કે આત્માના ભાનપૂર્વક દેહ છૂટે તો જીવ તે જ ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે, અખંડપણે કેવળજ્ઞાન પ્રગટ કરે. કેમ કે, આત્મજ્ઞાન એ કેવળજ્ઞાનનું બીજ છે. આત્મજ્ઞાન પામ્યો એ વહેલો કે મોડો નિયમથી કેવળજ્ઞાન પામવાનો છે. આ કાળમાં કામ કરનારા જીવો તો થોડાક કાળમાં જ આ સંસારમાંથી નીકળી જાય છે. કેમ કે, ઘણો પ્રયત્ન - પુરુષાર્થ થાય ત્યારે આ કાળમાં આત્માનુભૂતિ શક્ય બને છે. જીવની ઘણી યોગ્યતા જોઈએ છે. પૂર્વનું આરાધન પણ જોઈએ છે તથા વર્તમાનનો પુરુષાર્થ પણ જોઈએ છે તેમજ વીતરાગીદેવ-નિગ્રંથ ગુરુ-એમનો પ્રરૂપેલો ધર્મ અને સાસ્ત્રનો પણ આશ્રય જોઈએ છે અને જરૂરી છે. સ્વસ્વરૂપમાં સ્થિતિ થવી એ જ સાધના છે. મૂળ સાધના - નિશ્ચય સાધના તો આટલી જ છે. બધાય વ્યવહાર સાધન સ્વસ્થિતિ થવાની પ્રેરણા માટે છે. ત્યાગ હોય, તપ હોય, શાસ્ત્રજ્ઞાન હોય, ભક્તિ હોય, ધર્મની કોઈ ક્રિયાઓ હોય, પ્રતિક્રમણ હોય, સામાયિક હોય - એ વ્યવહાર સાધના છે. એનું ધ્યેય, એનું લક્ષ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરવી તે છે. એ સાધના કરતાં કરતાં સ્વરૂપમાં સ્થિતિ કરે તો તેનું બાહ્ય સાધન સફળતામાં નિમિત્ત કહેવાય. નહીં તો નિમિત્ત પણ કહેવાતું નથી. તમે તથા શ્રી મુનિ પ્રસંગોપાત્ત ખુશાલદાસ પ્રત્યે જવાનું રાખશો, બ્રહ્મચર્ય, અપરિગ્રહાદિ યથાશક્તિ ધારણ કરવાની તેમને સંભાવના દેખાય તો મુનિએ તેમ કરવામાં પ્રતિબંધ નથી. બ્રહ્મચર્ય, પરિગ્રહનો ત્યાગ – આ બધા આત્મહિત સાધવા માટે બળવાન સાધનો છે. આપણને સંસારમાં આરંભ-પરિગ્રહ કરવો પડે છે અને કરીએ છીએ પણ એ અનર્થના હેતુ તો છે. જ્ઞાની પણ કરે છે, પરંતુ તેઓ જાગૃતિપૂર્વક કરે છે, તાદાત્મ થતા નથી એટલે એમને અલ્પ બંધ પડે છે. જેટલા અંતરંગ કષાયનો અભાવ હોય એટલો બંધ મોળો પડે છે. બ્રહ્મચર્ય અને યથાશક્તિ પરિગ્રહ પરિમાણ કરવાની ખુશાલદાસની સંભાવના દેખાય, યોગ્યતા દેખાય, તેમના એવા ભાવ હોય, તેમને એ લેવાની ઇચ્છા હોય, તો પછી મુનિઓએ તેમ કરવામાં દોષ નથી એટલે તેમ કરવું. ઉપલક્ષથી તેમાં પાંચ અણુવ્રત આવી ગયા. બ્રહ્મચર્ય Page #688 -------------------------------------------------------------------------- ________________ ૬૬૫ દુર્લભ એવો મનુષ્યદેહ અને અપરિગ્રહમાં બાકીના ત્રણ અહિંસા, અચૌર્ય અને સત્ય અણુવ્રત પણ આવી ગયા. જેટલા શ્રાવકના વ્રત અંગીકાર કર્યા એ પ્રમાણે તેમને અપ્રત્યાખ્યાનાવરણીય કષાયની મંદતા થાય, એટલી તેમની સંવર-નિર્જરાની શક્તિ વધે, ધ્યાનની યોગ્યતા વધે; જો યથાર્થ હોય તો. જો કે, આપણે અનંતવાર મુનિ થયા તો પણ રખડ્યા અને ધર્મનો અહં કર્યો કે હું ધર્મ કરું છું, મારે વ્રત છે, આમને કંઈ નથી. પણ મોક્ષમાર્ગમાં વ્રતનું માહાત્મ પછી છે, પ્રથમ સમ્યગદર્શનનું માહાત્મ છે. વ્રત એના સાચા છે કે જેને સમ્યગદર્શન હોય, આત્માનુભૂતિ હોય. સદેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધાને સમ્યકત્વ કહ્યું છે. પણ જીવે એ વ્યવહાર સમ્યગદર્શનને રૂઢિથી માન્યું છે, તત્ત્વદષ્ટિથી ઓળખીને માન્યું નથી. સ્વસ્વરૂપમાં સ્થિતિ થવી એ સાધના છે. એ સાધનાની પરાકાષ્ઠા છે. એના માટે બધી વ્યવહાર સાધના છે. આપણી ભૂમિકા જોઈને કરવાનું છે. આપણી યોગ્યતા હોય તો શક્તિને ગોપવવાની નથી અને શક્તિથી બહાર કરવાનું નથી. બંનેનું બેલેન્સ રાખવાનું છે. જો શક્તિ ગોપવીને કરીએ તો કામ નહીં થાય અને શક્તિ ન હોય ને વ્રત લઈ લીધા તો વ્રતભંગના કે બીજા અનેક પ્રકારના દોષ આવશે. શક્તિ હોય તો ઉત્તમ છે. ન હોય તો જેટલી શક્તિ હોય તેટલા લઈને પણ આગળ વધવું. દરેકની શક્તિ, યોગ્યતા, પુરુષાર્થ એકસરખા નથી હોતા. બીજાનું જોઈને અંધ અનુકરણ ન કરવું, પણ આપણી શક્તિ તપાસીને કરવું. કેમ કે વ્રત લીધા પછી એમાં શિથિલતા આવે કે તૂટી જાય કે મોળાશપણું થાય, યથાયોગ્ય પાલન ન થઈ શકે એ મોટું નુક્સાન છે. પોતાની શક્તિ દેખીને કરવું. બીજા કરે છે માટે કરવું એમ નહીં. કીજે શક્તિ પ્રમાણ, શક્તિ બિના સરધા ધરે, ઘાનત સરધાવાન, અજર અમર પદ ભોગવે. - શ્રી ઘાનતરાયજી કૃત દેવ-શાસ્ત્ર-ગુરુ પૂજા | શ્રી સદ્દગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. | નિગ્રંથ માર્ગ બાહ્યાંતર છે. કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. નિગ્રંથ એટલે ગ્રંથિને તોડવી. ૧૦ પ્રકારના બાહ્ય પરિગ્રહ અને ૧૪ પ્રકારના આત્યંતર પરિગ્રહરૂપ ગ્રંથિને તોડીને નિગ્રંથ થવાનું છે. એનું નામ બાહ્યાંતર નિગ્રંથતા. Page #689 -------------------------------------------------------------------------- ________________ ૬૬૬ દુર્લભ એવો મનુષ્યદેહ - બાહ્યાંતર નિગ્રંથ ધર્મનો સદાય આશ્રય રહો. પોતાની શક્તિ તથા ભૂમિકા અનુસાર નિર્ગથતાનો આશ્રય નિરંતર કરવો. તે પણ શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથ માર્ગનો, તમારી કલ્પનાનો નહીં. સદ્દગુરુદેવ શ્રી કુંદકુંદાચાર્ય ભગવાને શ્રી પ્રવચનસાર, શ્રી અષ્ટપાહુડમાં નિગ્રંથમાર્ગનું જે વર્ણન કર્યું છે એ પ્રકારનું યથાજાતરૂપધર મુનિપણું એ બાહ્ય નિગ્રંથપણું છે. તાણાવાણો પણ શરીર ઉપર હોતો નથી. એક લંગોટ હોય તો પણ એ શ્રાવક છે, મુનિ નથી. આ અનાદિની નિગ્રંથ પરિપાટી છે. સદૂગુરુનો કહેલો માર્ગ એ પરિપાટીથી વિરુદ્ધ નથી. બાકીનો પોતાની કલ્પનામાંથી અથવા કલ્પિત શાસ્ત્રોમાંથી શોધેલો માર્ગ છે કે જે શાસ્ત્રોમાં ઘાલમેલ કરવામાં આવી છે, એટલે કે વસ્ત્રધારીને સાધુ બતાવવામાં વ્યા છે. વસ્ત્ર એ પણ પરિગ્રહ છે. દેહમાં અહ-મમત્વપણું હોય તો દેહ પણ પરિગ્રહ છે. એવું નથી કે વસ્ત્ર પરિગ્રહ છે અને દેહ નથી. જેમાં જેમાં મૂછ એટલે કે આસક્તિ છે એ બધો પરિગ્રહ છે. અજ્ઞાની ભલે ગમે તેટલો ઊંચામાં ઊંચો ત્યાગ કરે તો નવ રૈવેયક સુધી જાય. નિગ્રંથપણું યથાર્થ પાળી શક્યા નથી માટે ત્યાં ગયા. હંમેશાં નિગ્રંથમાર્ગનું ચિંતવન કરવું, મનન કરવું. શાસ્ત્રના આધારથી, ભગવાનની વાણીના આધારથી અથવા પ્રાચીન આચાર્યોજે રત્નત્રયધારી થઈ ગયા એમના બોધના આધારે નિગ્રંથમાર્ગ જાણવો. “શ્રી અષ્ટપાહુડીમાં શીલપાહુડ અને ભાવપાહડ મહત્ત્વના છે. તેમાં દ્રવ્યલિંગી મુનિ અને ભાવલિંગી મુનિની યોગ્યતા વિષે ઘણી સૂક્ષ્મતાથી વર્ણન કરવામાં આવ્યું છે. તે વાંચશો તો તમને ખ્યાલ આવશે કે નિગ્રંથમાર્ગ યથાર્થ પાળનારા કેટલા છે? નિગ્રંથમાર્ગ ઉત્તમ છે, પણ યથાર્થપણે પળાયતો. મિથ્યાત્વ સહિતનું નિગ્રંથપણું મોક્ષમાર્ગમાં કાર્યકારી નથી. ઠીક છે, સામાન્ય દેવલોકમાં જાય; કારણ કે પાપ છોડ્યા છે. મુનિપણું પાળીને જીવ દેવલોકમાં પણ અનંતવાર ગયો અને દેવલોકમાંથી નીચેની ભૂમિકામાં પણ અનંતવાર આવી ગયો. દેવલોકમાંથી એકેન્દ્રિય સુધી પહોંચી જાય છે. માટે તે સાચો મોક્ષમાર્ગ નથી. નિગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. બાહ્યાંતર નિગ્રંથ જે છે તે મુનિનો સાચો મોક્ષમાર્ગ છે. એટલે નિગ્રંથમાર્ગનું ચિંતવન કરવું. આચાર્ય-ઉપાધ્યાય-સાધુ ભગવાનના સ્વરૂપનું ચિંતવન કરવું. એમના ગુણોનું ચિંતવન કરવું. એમની દશાનું ચિંતવન કરવું અને શ્રદ્ધામાં યથાર્થ દઢતા રાખવી કે મોક્ષમાર્ગ બાહ્યઅત્યંતર આવો હોય ને વર્તમાનમાં ભૂમિકા અનુસાર એમાંથી જેટલું અંગીકાર થઈ શકે તેટલું કરવું.બાકીનાની શ્રદ્ધા રાખી અનુમોદના કરવી. જે એવું પાલન કરતા હોય એમની અનુમોદના કરવી. બાહ્ય નિગ્રંથપણું બહારમાં દશ પ્રકારના પરિગ્રહનો ત્યાગ તથા અંતરંગ નિગ્રંથપણું Page #690 -------------------------------------------------------------------------- ________________ દુર્લભ એવો મનુષ્યદેહ ૬૬૭ એટલે મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય, અપ્રત્યાખ્યાનાવરણીય કષાય તથા પ્રત્યાખ્યાનાવરણીયનો અભાવ અને મંદ સંજ્વલન કષાયનો ઉદય તથા નવ નોકષાયનો ત્યાગ. આવા મુનિ કેવા હોય ? અંતર્મુહૂર્તમાં આત્માની અનુભૂતિ કરતા હોય છે. તો જ તેમનું છઠ્ઠું - સાતમું ગુણસ્થાનક ટકે છે. એવી અનુભૂતિ ન હોય અને કાલ્પનિક અનુભૂતિ માની લીધી હોય તો તે કાર્યકારી નથી, લાભકારી નથી. માન્યતાનું ફળ નથી, પણ દશાનું ફળ છે. વળી, આ પડતો કાળ છે. છઠ્ઠા – સાતમા ગુણસ્થાનકમાં વર્તતા મુનિઓ બહુ જ વીરલા હોય છે. પણ અત્યારે તો આપણે શ્રદ્ધા કરવાની છે કે સાચા મુનિ આવા હોય અને તેનું વર્ણન જોવું હોય તો પરમકૃપાળુદેવ રચિત ‘અપૂર્વ અવસ૨' માં જોઈ લેવાનું કે નિગ્રંથ માર્ગ બાહ્યાંતર કેવો હોય ? તે ગુરુ મેરે મન બસો, જે ભવજલધિ જિહાજ; આપ તિરહિ પર તારહિ, ઐસે શ્રી ઋષિરાજ. તે ગુરુ મેરે મન બસો. તેમાં મુનિનું સુંદર વર્ણન આવે છે કે ઉનાળામાં કેવી રીતે તપશ્ચર્યા કરે છે, કેવા મહાવ્રત પાળે છે, કેવા દશ લક્ષણ ધર્મનું પાલન કરે છે, કેવું ધ્યાન કરે છે વગેરે. તે ગુરુચરણ જહાં ધરે, જગમેં તીરથ તેહ; સો રજ મમ મસ્તક ચહો, ભૂધર માંગે એહ. તે ગુરુ મેરે મન બસો. વળી, પરમકૃપાળુદેવે મુનિઓનું અદ્ભુત વર્ણન કર્યું છે કે, શાંતિકે સાગર અરુ, નીતિ કે નાગર નેક, દયાકે આગર જ્ઞાન, ધ્યાન કે નિધાન હો; શુદ્ધ બુદ્ધિ બ્રહ્મચારી, મુખબાની પૂર્ણ પ્યારી, સબનકે હિતકારી ધર્મ કે ઉદ્યાન હો; રાગ દ્વેષ સે રહિત, પરમ પુનિત નિત્ય, ગુનસે ખચિત ચિત્ત, સજ્જન સમાન હો; રાયચંદ્ર ધૈર્યપાલ, ધર્મઢાલ ક્રોધકાલ, મુનિ તુમ આગે મેરે, પ્રનામ અમાન હો. · શ્રીમદ્ રાજચંદ્ર Page #691 -------------------------------------------------------------------------- ________________ ૬૬૮ દુર્લભ એવો મનુષ્યદેહ સાચા મુનિ આવા હોય. આ કાળમાં એવા મુનિના દર્શન કરવા મળે તે પણ મહાભાગ્ય. અત્યારે સાધુઓમાં કીર્તિસ્તંભ બનાવવાનો ક્રેઝ વધી ગયો છે. શિષ્ય પોતાના ગુરુના કીર્તિસ્તંભ ગામોગામ સ્થપાય એની પ્રેરણા કરતા હોય છે. આગળના મુનિઓ જુઓ ! કુંદકુંદાચાર્યના કેટલા કીર્તિસ્તંભ છે? અમૃતચંદ્રાચાર્યના કેટલા કીર્તિસ્તંભ છે? પૂજયપાદ સ્વામીના કેટલા કીર્તિસ્તંભ છે? એ વખતે એવી હોડ નહોતી, જ્યારે આ પંચમકાળની દેન છે કે એવી હોડ ચાલી છે! કોઈ શિષ્યને ભાવ આવે ને કરે એ એની ભક્તિ છે, પણ ગુરુએ એવી પ્રેરણા ન કરવી. ગુરુ શિષ્યને કહે ને શિષ્ય પરિચિત શ્રાવકોને કહે અને પછી ઊભું કરાવવું એ માર્ગને અનુરૂપ નથી. ઘણા મૂક કેવળીઓ થઈ ગયા છે. કેવળજ્ઞાન લઈને મોક્ષે ગયા તો પણ કોઈએ જાણ્યું પણ નથી કે આ કેવળી હતા ! આટલી બધી છુપી સાધના કરી છે એમણે. જ્યાં આડંબર કે દેખાવ કે પૂજાવાની ભાવના થાય છે ત્યાં પછી મુનિપણાની દશાની વૃદ્ધિ અટકી જાય છે. ભક્તને ભાવ આવે ને કરાવે એ સારું છે. તેટલી ગુરુની ભક્તિ થાય એટલી ઓછી છે. એમની સોનાની મૂર્તિ કરો તોય ઓછી છે, પણ એ શિષ્ય પોતાના ભાવથી કરે, પણ ગુરુએ પ્રેરણા ન કરવી. જો આવી પરંપરા ચાલુ થઈ જાય તો માર્ગને આડા સ્તંભ થઈ જાય છે. શ્રી અષ્ટપાહુડ માં તો રત્નત્રયધારી સિવાયના મુનિઓને નમસ્કાર પણ કરવા નહીં, એમ લખ્યું છે. ખબર ન હોય ત્યાં સુધી કરો. પણ ખબર પડી જાય કે આ બરાબર નથી, આમનું જે આચરણ છે એ આગમને અનુરૂપ નથી, શ્રદ્ધાની વિપરીતતા છે, તો પછી તેઓ વંદન કરવા યોગ્ય પણ નથી. સમ્યક્દષ્ટિ આત્માઓ છે તે સત્ય તારવીને, સ્વીકાર કરીને પોતાનું કામ કાઢી લે છે. તેઓ વાદવિવાદમાં પડતા નથી. મુનિપંથવાળાની જેટલી વાત આગમને અનુરૂપ છે એ સ્વીકારી લે છે અને કાનજીસ્વામીના પંથવાળાની જે વાત છે તત્ત્વની યોગ્યતાવાળી એ પણ સ્વીકારી લે છે. બંને અમુક અંશે સાચા છે. હંમેશાં દશાનું ફળ આવે છે, માન્યતાનું ફળ નથી આવતું અને ખોટાની માન્યતા સાચા માનીને કરી એનું નામ જ મિથ્યાત્વ છે. અવિરતિ સમ્યફદષ્ટિ કે દેશવિરતિ શ્રાવક મોટા કે મિથ્યાત્વી મુનિ મોટા? કોણ મોટું? જે આત્મજ્ઞાની છે તે ઊંચા છે, કારણકે તે મોક્ષમાર્ગ છે. પેલા મોક્ષમાર્ગી નથી છતાંય એમને વંદન કરવાના, એમના લખેલા પુસ્તકો વાંચવાના ને જ્ઞાનીઓના લખેલા વાંચવાના નહીં, એમના પ્રત્યે બહુમાન રાખવાનું નહીં એ સંપ્રદાયવાદ છે. જ્ઞાનીઓનો અનાદર થાય એ મોટું નુક્સાન છે. Page #692 -------------------------------------------------------------------------- ________________ ૬૬૯ દુર્લભ એવો મનુષ્યદેહ કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિગ્રંથનો પંથ ભવઅંતનો ઉપાય છે. - શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૦૨ માયા માન મનોજ મોહમમતા મિથ્યાત મોડી મુનિ, ધોરી ધર્મ ધરેલ ધ્યાન ધરથી ધારેલ પૈર્યે ધૂની; છે સંતોષ સુશીલ સૌમ્ય સમતા, ને શીયળે ચંડના નીતિ રાય દયા ક્ષમાધર મુનિ, કોટિ કરું વંદના. – શ્રીમદ્ રાજચંદ્રજી મોટા મોટા જ્ઞાની પુરુષો પણ આવી દશાવાળા મુનિને વંદન કરે છે. જે ન કરે એ અભાગિયો છે અને ખોટાને સાચા માને એ પણ અભાગિયો છે. બંને અભાગિયા છે. જયારે જીવ વિવેક ચૂકી જાય છે અને દૃષ્ટિરાગમાં ઘૂસી જાય છે ત્યારે આવા અનેક દોષો આત્મામાં દાખલ થઈ જાય છે. વિવેકદષ્ટિ ચૂકી જાય અને દષ્ટિરાગ થઈ જાય ત્યારે આવા અનેક પ્રકારના દૂષણો પ્રવેશે છે અને તેની પક્કડ એટલી બધી મજબૂત હોય છે કે એને કોઈપણ જીવ ગમે તેટલું કહે તો પણ એ ફરવાનો નહીં, સમજવાનો નહીં. જેવું જેનું ભવિતવ્ય, પણ તત્ત્વનું બેલેન્સ આપણે ક્યારેય ચૂકવું નહીં અને આગમથી આઘાપાછા થવું નહીં. આગમમાં શું કીધું છે એને આગળ રાખીને વાત કરવી. “શ્રી અષ્ટપાહુડ એ આગમ છે. એમાં શું લખ્યું છે એ એક વખત શાંતિથી વાંચો. પછી વિવેક આવશે કે કોની સાથે કેટલો અને કેવો વ્યવહાર રાખવો. એની ટીકા પણ શ્રી જયચંદજી છાવડાએ બહુ સરસ કરી છે એ વાંચશો તો સ્વયં ખ્યાલ આવશે. આ બાહ્યાંતર નિગ્રંથ મોક્ષમાર્ગ છે. નિગ્રંથમાર્ગ એટલે મૂળ માર્ગ. મુખ્યપણે મુનિઓનો અને ગૌણપણે આત્મજ્ઞાની શ્રાવકોનો માર્ગ. ગુરુ કેવા હોવા જોઈએ? નિગ્રંથ હોવા જોઈએ. નિગ્રંથ ગુરુ એટલે રત્નત્રયધારી મુનિ. સગ્રંથને નિગ્રંથ માનવા એ પણ તત્ત્વથી વિપરીત દૃષ્ટિ છે. સગ્રંથ એટલે પરિગ્રહધારી. એમને નિગ્રંથ માનવા એ મિથ્યાત્વ છે. અવિરત સમ્યક્દષ્ટિને માત્ર મિથ્યાત્વની ગ્રંથિ છેદાઈ છે, બાકી અનંતાનુબંધી સિવાયના બીજા જે કષાયો છે એ મોજૂદ છે, નોકષાયો મોજૂદ છે, બહારના પરિગ્રહો મોજૂદ છે. એ નિગ્રંથ કોટિમાં આવતા નથી, એ સગ્રંથ કહેવાય છે. આત્મજ્ઞાની શ્રાવક હોય એ પણ સગ્રંથ કહેવાય. નિગ્રંથમાં ફક્ત મુનિ જ આવે. Page #693 -------------------------------------------------------------------------- ________________ દુર્લભ એવો મનુષ્યદેહ નિગ્રંથનો પંથ એટલે આવા મુનિઓનો પંથ ભવઅંતનો ઉપાય છે. જેમ છે તેમ દૃષ્ટિમાં સ્વીકાર કરવું, શ્રદ્ધામાં સ્વીકાર કરવું. એટલે મોહીમુનિની વાત નથી, નિગ્રંથ મુનિની વાત છે. જેને આત્મજ્ઞાન નથી એને અત્યંતર નિગ્રંથપણું તો છે જ નહીં, પણ બાહ્ય નિગ્રંથપણું પણ સાચું નથી. તો કોણે કહેલો નિગ્રંથમાર્ગ ? શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. હવે આ નિગ્રંથ માર્ગનો જે આશ્રય કરે એ નિગ્રંથ થયા વગર રહે નહીં. ૬૭૦ સ્વામી ગુણ ઓળખી, સ્વામીને જે ભજે, દરિશણ શુદ્ધતા તેહ પામે; જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી, કર્મ ઝીંપી વસે મુક્તિધામે. શ્રી આનંદઘનજી મહારાજ બસ, આ માર્ગ છે, જે અનાદિકાળથી ચાલ્યો આંવે છે અને અનંતકાળ સુધી ચાલવાનો છે. જે જે આ માર્ગ સમજતા જાય છે તે તે પોતાનું કામ કરીને ઘરભેગા થઈ જાય છે. આ નિગ્રંથમાર્ગ છે. પરિગ્રહની ગાંઠો છે એને છેદે એનું નામ નિગ્રંથ. દશ પ્રકારના બાહ્ય પરિગ્રહ છે, ચૌદ પ્રકારના અત્યંતર પરિગ્રહ છે. આ બધી ગાંઠો જેણે છેદી નાંખી એ નિગ્રંથ કહેવાય. તો એ નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. સદાય એટલે હંમેશાં. નિગ્રંથમાર્ગની સાચી શ્રદ્ધા સદ્ગુરુના બોધ અનુસાર કરવી એ પણ વ્યવહાર સમકિત છે. તીર્થંકરના નિગ્રંથનિગ્રંથિનીઓ, શ્રાવક-શ્રાવિકાઓ સર્વને કંઈ જીવ-અજીવનું જ્ઞાન હતું માટે સમ્યક્ત્વ કહ્યું છે એમ નથી, પણ આ પુરુષ સાચા છે, આ કહે છે એ જ મોક્ષમાર્ગ છે એની પ્રતીતિથી, એ નિશ્ચયથી, એવા આશ્રયથી અને એવી રુચિથી એને સમ્યક્ત્વ કહેવામાં આવ્યું છે. સાચાને સાચા જાણી અને સાચી શ્રદ્ધા કરવી. એ પણ ઓઘસંજ્ઞાએ નહીં, પણ પોતાની મૌલિક યોગ્યતા લાવીને શ્રદ્ધા કરવી. બીજા કહે છે માટે સાચા એવું નહીં. બધાય મહાવીર સ્વામી ભગવાનને સાચા માને છે એટલે હું માનું છું એમ નહીં. મહાવીર સ્વામી ભગવાન કેમ સાચા છે ? એમના ગુણો જે છે સર્વજ્ઞતા, વીતરાગતા, અખંડપણે સ્વરૂપસ્થતા, અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત વીર્ય આ બધા જે ગુણો પ્રગટ થયા છે એ ગુણોને હું વંદન કરું છું, એ દશાને હું વંદન કરું છું, એમના સ્વરૂપને હું વંદન કરું છું, એ પણ ઓળખીને. મોક્ષમાર્ગસ્ય નેતારું ભેત્તાર કર્મ ભુભૃતાત્ 1 જ્ઞાતારું વિશ્વ તત્ત્વાનામ્ વંદે તદ્ગુણ લબ્ધયે ॥ - શ્રી તત્ત્વાર્થ સૂત્રનું મંગલાચરણ — Page #694 -------------------------------------------------------------------------- ________________ દુર્લભ એવો મનુષ્યદેહ ૬૭૧ કોઈ એમ કહે કે હું ૧૩ મા ગુણસ્થાનકમાં આવી ગયો છું, તો વિચારવું કે ૧૩ મા ગુણસ્થાનકે પરમ ઔદારિક શરીર થઈ જાય છે, જ્યારે તારું શરી૨ ૫૨મ ઔદારિક નથી થયું. શરીરમાંથી સાત મલિન ધાતુઓનો નાશ થઈ જાય એ કેવળજ્ઞાનનો અતિશય છે. પાંચ હાથ કાયા ઉપર જતી રહે છે. જ્યારે તું તો હજી જમીન ઉપર છો. તારી માન્યતા ગમે તે હોય, પણ સદ્ગુરુના કહેવા પ્રમાણે જે નિગ્રંથપણું છે એ પ્રમાણે હોવું જોઈએ. કેવળજ્ઞાનના બાહ્ય લક્ષણો પણ નથી, તો અંદરમાં તો ક્યાંથી હોય ? એવું અંદરમાં હોય તો તને આવો વિકલ્પ આવે જ નહીં. કેમ કે કેવળજ્ઞાન હોય તો અખંડપણે નિર્વિકલ્પપણું હોય. તને આટલા બધા વિકલ્પ કેમ આવે છે કે હું બારમા ગુણસ્થાનકે છું ! અરે ! બારમા ગુણસ્થાને આટલા વિકલ્પ હોય જ નહીં. ત્યાં તો મોહનીય કર્મનો અભાવ છે. આવા અજ્ઞાનીને માનનાર પણ લાખો માણસો છે. જુઓ! આ પંચમકાળમાં મિથ્યાત્વ કેવું ગાઢું હોય છે ! અત્યારે નિગ્રંથ માર્ગમાં માનનારા માંડ થોડા છે અને એમાંય ઓળખીને માનનારા તો એક ટકોય નહીં હોય. આ તો ઓઘસંજ્ઞાએ જીવ જે દર્શનમાં છે એ દર્શનને માને છે. સાચું જૈનદર્શન શું છે એ માનવાવાળા તો કોઈ વીરલા સમ્યક્દષ્ટિ જીવો કે જેઓ એમના આશ્રયવાન હોય છે, બાકીના બધા જૈનો જૈનાભાસી છે. જૈનો પણ જૈનાભાસમાં આવી જાય છે એ બહુ અગત્યની વાત જ્ઞાનીપુરુષોએ કહી છે. શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિથ માર્ગનો સદાય આશ્રય રહો. પહેલા સદ્ગુરુ કોને કહેવાય એ નક્કી કરો, તે પછી એમના કહેલા માર્ગને નક્કી કરો, તે પછી એ નિગ્રંથમાર્ગનો આશ્રય કરો. સાચો આશ્રય હશે તો તમારું અવશ્ય કલ્યાણ થશે. ધર્મ જિનેશ્વર ગાઉં રંગશું ભંગ મ પડશો હો પ્રીત જિનેસર, બીજો મન મંદિર આણું નહીં, એ અમ કુલવટ રીત જિનેસર. - શ્રી આનંદઘનજી મહારાજકૃત ધર્મનાથજિન સ્તવન સ્વપ્નામાં પણ સદેવ-ગુરુ-ધર્મ સિવાય બીજા અસદેવ-અસદ્ગુરુ અને અધર્મની ભજના-આશ્રય ન થાય. એટલી દૃઢતા કરવાની છે. વર્તમાનમાં મળે ન મળે એ અલગ વસ્તુ છે, પણ એમનું સ્વરૂપ-એમના ગુણો આવા હોય, એમની દશા આવી હોય એટલો તો દૃઢ નિર્ણય જોઈએ - બહારમાં ને અંદરમાં. જ્યારે ઉત્તમ મુમુક્ષુતા આવે અને પાત્રતા થાય ત્યારે એવો દૃઢ નિર્ણય થાય, બીજી રીતે ન થાય. Page #695 -------------------------------------------------------------------------- ________________ ૬૭૨ દુર્લભ એવો મનુષ્યદેહ હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈપણ મારાં નથી. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય. હું એટલે આત્મા. હું દેહાદિ સ્વરૂપ નથી. દેહથી હું જુદો છું. ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા -૪૯, ૫૦ દેહ સાથે આત્માનો નિશ્ચયથી સંબંધ નથી. બન્નેની જાત જ જુદી છે. એક જડ છે ને એક ચેતન છે. બંને પરસ્પરના સંયોગમાં છે. સંયોગી પદાર્થમાં એકત્વબુદ્ધિ કરવી એનું નામ મિથ્યાત્વ. દેહને પોતાનો માનવો એ મિથ્યાત્વ છે. આત્મા સિવાય અન્ય કોઈને પણ પોતાના માનવા એ મિથ્યાત્વ છે. ભગવાન પણ મારા નથી. ભગવાન ભગવાનના છે, હું મારો છું, એમ ઘરનાકુટુંબના લોકો પણ મારા નથી. એ એમના કર્મો ભોગવવા માટે આ દેહ સ્વરૂપે આ ઘરમાં દાખલ થયા છે. જેમ હું દાખલ થયો છું એમ એ પણ દાખલ થયા છે અને આ ધુતારાની ટોળકી એકબીજાને ધુતતી રહે છે. “શ્રી નિયમસાર' માં પરિવારજનોને ધુતારાની ટોળકી કહી છે. આપણે એમ માનીએ કે ઘરવાળા બધાય ધુતારા છે, હું ધુતારો નથી પણ તું પણ એનો સભ્ય જ છો. તું બીજાને ધુતે છે, બીજા તને ધુતે છે. બંને અજ્ઞાનથી ધુતારા છે. પહેલાં આટલું દૃઢ કરવાનું કે હું દેહાદિ સ્વરૂપ નથી પણ હું માત્ર આત્મા છું. આત્મા સિવાય હું કશું નથી ને આત્મા સિવાય કશું મારું નથી એવી દઢતા રાખવી. દેહાદિમાં આત્મા સિવાયનું બધુંય આવી ગયું. ચૌદ રાજલોકના તમામ આત્માઓ અને બાકીના પાંચ દ્રવ્યો એ મારા નથી અને હું તેમનો નથી. હવે જેમાં જેમાં મારાપણું માન્યું, જેમાં જેમાં એત્વપણું કર્યું, જેમાં જેમાં મોહ કર્યો અને એના નિમિત્તે રાગ-દ્વેષ કર્યા તો એ જીવ બંધાવાનો. ભલે પછી આત્માની માળા આખો દિવસ ફેરવતો હોય કે હું આત્મા છું... હું આત્મા છું. હું આત્મા છું. કારણ કે માન્યતાનું ફળ છે. શ્રદ્ધાની વિપરીતતા હોય તો એને અનુરૂપ ફળ થવાનું છે. Page #696 -------------------------------------------------------------------------- ________________ દુર્લભ એવો મનુષ્યદેહ ૬૭૩ હું નોકર્મ, દ્રવ્યકર્મ કે ભાવકર્મરૂપ નથી. હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપી આત્મા છું. એ સિવાય હું કશું નથી, એ સિવાય કશું મારું નથી. આટલી દેઢતા હશે કે મારું કશું નથી તો તમારો મોહ ક્યાંય નહીં થાય. મારાપણાની બુદ્ધિ છૂટી જાય તો તમને જે મોહ થાય છે એ નહીં થાય. તમારી ફરજ બજાવશો. જેમ નર્સ હોસ્પિટલમાં સેવા કરે છે પણ આ મારા નથી એમ માને છે. સેવા કરે છે તે ફક્ત પૈસાના કારણે. દર્દી મરી જાય તો પણ એને દુઃખ ન થાય કેમ કે મારાપણું નથી. કોઈપણ પદાર્થનો વિયોગ થાય અને દુઃખ થાય તો સમજવું કે આપણું એની સાથેનું મારાપણું અંદરમાંથી છૂટેલું નહોતું. આટલા બધા મરી જાય છે, કોઈના માટે દુઃખ નથી થતું ને આના માટે કેમ ? એકના માટે જ થયું ? વૈરાગ્ય થવો જોઈએ એને બદલે દુ:ખ કેમ થયું ? એ બતાવે છે કે તે ‘મારાપણું’ કરેલું છે. ઈષ્ટના વિયોગમાં કે અનિષ્ટના સંયોગમાં જે અનેક પ્રકારના વિચિત્ર વિકલ્પો થાય છે એ બતાવે છે કે જીવે એમાં મારાપણું કરેલું છે. ત્રણે કાળ હું માત્ર આત્મા જ છું, ને આત્મા જ રહેવાનો છું. અનાદિકાળથી હું જેવો હતો એવો જ હતો, અત્યારે પણ એ જ પ્રકારે છું અને ભાવિ અનંતકાળ જશે ને સિગ્નલોકમાં જઈશ તો પણ હું જેવા સ્વરૂપે છું એવા સ્વરૂપે જ રહેવાનો છું. સિદ્ધલોકમાં જવાથી કંઈ મારું સ્વરૂપ બદલાઈ નથી જવાનું કે ચાર ગતિમાં રખડીશ તો પણ મારું સ્વરૂપ બદલાઈ જવાનું નથી. ત્રણે કાળમાં હું એક સ્વરૂપ છું. માટે ત્રણે કાળમાં મોક્ષનો માર્ગ પણ એક સ્વરૂપ છે. એક હોય ત્રણ કાળમાં, પરમાથનો પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા – ૩૬ — ત્રણે કાળમાં એક જ માર્ગ - સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગ: । ત્રણે કાળમાં, ત્રણે લોકમાં તમામ જીવો માટે આ એક જ પ્રકારનો મોક્ષમાર્ગ છે. કોઈ શોર્ટકટ નથી, કોઈ લોંગ કટ નથી કે કોઈ બીજા કટ નથી. માત્ર સ્વરૂપના આશ્રયે જ એ ત્રણેની અભેદતા પ્રગટ થાય, પરના આશ્રયે નહીં. એ નિમિત્ત છે અને તે આ સત્ય સમજવા માટે છે. એના બદલે જીવે નિમિત્તને જ પોતાનું માન્યું ને પોતે પોતાને ભૂલી ગયો. આ મોટું નુક્સાન છે. દેહ રૂપે પોતાને માન્યો તો દેહાત્મબુદ્ધિ રહેવાની, દેહાધ્યાસ રહેવાનો. એટલે તમે દેહને સાચવવાના, દેહને દુઃખ ન પડે એવો પ્રયત્ન કરવાના, એના નિમિત્તે રાગ-દ્વેષ કરવાના અને બંધાવાના. આ સીધી વાત છે, સાદી વાત છે. પહેલાં દેહમાંથી ‘હું’ પણાનો ત્યાગ કરો કે આ દેહ તે હું નથી. ઘરમાં દાખલ થયા પહેલા નક્કી કરો કે આ ઘર મારું નથી, પછી ભલે રહો Page #697 -------------------------------------------------------------------------- ________________ ૬૭૪ દુર્લભ એવો મનુષ્યદેહ એનો વાંધો નથી. હવે મહેમાન થઈને રહેશો, માલિક થઈને નહીં રહો. જેમ કોઈ મહેમાન આવે એ બે દિવસના મહેમાન છે, તો હું થોડા વરસનો મહેમાન છું; પણ હુંય મહેમાન જ છું. આ ઘર કંઈ કાયમ માટે રહેવાનું નથી. તે કોઈ પણ પરને પોતાનું માનવું એ મોટો ગુનો છે. એ પરદ્રવ્ય હોય કે પરભાવ હોય કે પરપદાર્થ હોય-ગમે તે હોય, પોતાનું માનવાનું નહીં. એટલે અંદરમાં જે આત્મીયતાનો સંબંધ છે, જે એકત્વબુદ્ધિ થઈને સંબંધ થાય છે, જે અંદરમાં ગાઢપણું થઈ જાય છે તે નહીં થાય. પગની નીચે કેળાની છાલ આવી ને લપસી ગયો, પણ એકદમ ખ્યાલ આવી ગયો કે હવે પડ્યા. પડવાનો ખ્યાલ આવતા હવે કેવી રીતે બચવું અને હાથ ક્યાં રાખું તો ક્યાં ઓછું વાગે એ તરત જ ધ્યાનમાં આવશે અને ધ્યાન વગર એમ ને એમ પડી જશો તો વધારે વાગશે. ધ્યાન ન રાખ્યું ત્યારે તો પડ્યા. પણ હવે જ્યાં સુધી નથી પડ્યા ત્યાં સુધી એટલું તો ધ્યાન રાખો કે ક્યાં પડવું ને કેવી રીતે પડવું ને શું પ્રોટેક્શન રાખવું? સહેજ હાથ આમ રાખી દેશો તો ઓછું વાગશે અને હાથ લઈ લો તો ફેક્યર થઈ જશે. હું દેહાદિ સ્વરૂપ નથી. આત્મા સિવાય હું અન્ય સ્વરૂપે નથી. હું માત્ર ચૈતન્યસ્વરૂપે જ છું. અને દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈ પણ મારા નથી. દેહ પણ મારો નથી, તો પછી સ્ત્રી, પુત્ર તો મારા હોય જ ક્યાંથી? બોલીએ છીએ છતાંય મારા માનીએ છીએ, તો સ્વાનુભવ સહિત અંદરથી એનો ભેદ નહીં પડે ત્યાં સુધી મારાપણું છૂટવાનું નહીં. મારાપણું ખરેખર ત્યારે છૂટે કે જયારે સ્વાનુભવ થાય. ત્યાં સુધી પોતાની શ્રદ્ધાની દઢતા કરતો જાય તો ક્યારેક સાચું ભેદજ્ઞાન થશે. ભેદજ્ઞાન એટલે સ્વ ને પરને જુદાં પાડવાં. તે પછી પરને ઉપયોગમાંથી છોડીને સ્વને પકડીને બેસી જવું એ ભેદજ્ઞાનની સિદ્ધિ છે. પછી ત્યાં એવો વિકલ્પ પણ નથી કે હું આત્મા છું ને આ દેહ મારો નથી. એ પહેલાની ભૂમિકામાં હતું પણ હવે તો આત્માકાર ઉપયોગ છે એટલે મન શાંત થઈ ગયું છે, ઈન્દ્રિયો શાંત થઈ ગઈ છે, શરીર સ્થિર થઈ ગયું છે. ઉપયોગ આત્મામાં એકાકાર થઈ ગયો છે. આ ભેદજ્ઞાનની સિદ્ધિ છે. દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈપણ મારા નથી. ચૌદ રાજલોકમાં એક પરમાણુ પણ. મારું નથી. અણુ માત્ર પણ રાગાદિનો, સભાવે વર્તે જેહને; તે સર્વ આગમધર ભલે પણ જાણતો નહિ આત્મને. Page #698 -------------------------------------------------------------------------- ________________ ૬૭ દુર્લભ એવો મનુષ્યદેહ અણુમાત્ર પણ નહીં. કોઈ કહે કે સાહેબ, મને છોકરાના છોકરા પ્રત્યે થોડો મોહ છે. એક આને સાચવી લઉં ને સાહેબ, પછી મારે કોઈને સાચવવાના નહીં. અરે બાપા! એ જ તારે સાચવવાનું છે. એકમાં રાગ હશે તો ગાઢ રાગ હશે, ઓછો નહીં હોય. રાગ જ મારી નાખે છે. અને રાગ થવાનું કારણ અજ્ઞાન છે. જ્ઞાનીનો રાગ છે તે અનંત સંસારનું કારણ નથી. એમને ચારિત્રમોહ કૃત રાગ છે ને અજ્ઞાનીને જે રાગ છે એ શ્રદ્ધાકૃત અને ચારિત્રકૂત બને છે. એ રાગ જીવને મારી નાખે છે. કોઈ પણ મારાં નથી. બસ, ઉપરોક્ત ગાથાને વારંવાર ચિંતવનમાં – ધ્યાનમાં લો. હું દેહાદિ સ્વરૂપ નથી. દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈ પણ મારાં નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું એમ આત્મભાવના કરતાં રાગ-દ્વેષનો ક્ષય થાય. આ મારા નથી એ નાસ્તિથી સમજવું અને અસ્તિથી હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું. એટલે આત્મા સિવાય હું કશું નથી ને આત્મા સિવાય કશું મારું નથી. ત્રિકાળ મારું સ્વરૂપ જ મારું સ્વ છે. એ સિવાય મારું કોઈ સ્વ છે નહીં અને મારો અનાદિકાળથી અનંતકાળ સુધી સ્વમાં જ નિવાસ છે અને સ્વમાં નિવાસ એ જ હું છું. એટલે, પરથી ખસ અને સ્વમાં વસ. આત્મા સિવાય જ્યાં જ્યાં ઉપયોગમાં એકત્વબુદ્ધિ કરી નાંખી છે ત્યાંથી ખસ અને એ ઉપયોગને સ્વની અંદરમાં લાવી અને સ્વમાં સ્થિર થઈ જા. એ સ્વમાં વસ. આટલો જ મોક્ષમાર્ગ છે. આ નહીં સમજવાના કારણે ૪૫ આગમોની ને દ્વાદશાંગની રચના થઈ છે. આટલું સમજે તો, પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બસે; વહ કેવલ કો બીજ ગ્લાનિ કહે, નિજકો અનુભવ બદલાઈદીયે. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૬૫ યોગીન્દ્ર દેવ આચાર્યએ “શ્રી યોગસાર'માં આ જ વાત મૂકી છે. જેણે આત્મા જાણ્યો, તેણે સર્વ જાણું. જબ જાન્યો નિજ રૂપકો, તબ જાન્યો સબ લોક; નહિ જાન્યો નિજ રૂપકો, સબ જાન્યો સો ફોક. – શ્રીમદ્ રાજચંદ્રજી . Page #699 -------------------------------------------------------------------------- ________________ ૬૭૬ દુર્લભ એવો મનુષ્યદેહ એક આત્માને જાણો તો આખો લોકાલોક જણાઈ જશે. પછી તમને લોકાલોક જાણવાની ઇચ્છા પણ નહીં રહે. અત્યારે ભલે ઇચ્છા છે કે આમ કરું ને તેમ કરું, પણ પછી ઇચ્છા પણ નહીં રહે. એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય. એટલે આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે. આત્માની ભાવના એટલે શુક્લધ્યાન. કેવળજ્ઞાન ક્યારે થાય? શુક્લધ્યાન હોય ત્યારે તો આ પ્રમાણે આત્મભાવના કરતાં ધર્મધ્યાનથી શુક્લધ્યાનમાં અને શુક્લધ્યાનમાંથી ધ્યાનાતીત અવસ્થા પ્રાપ્ત થાય છે. ધ્યાન એ પણ આત્માનો સ્વભાવ નથી. સિદ્ધ ભગવાન વગર ધ્યાને પણ સ્વરૂપમાં સ્થિર છે અને તમારે ધ્યાન કરવું પડે છે. આ બધાય ધ્યાન છૂટશે ત્યારે સિદ્ધ અવસ્થા પ્રગટ થશે. શુક્લધ્યાન છૂટ્યા પછી સિદ્ધ અવસ્થા થાય છે. એટલે સિદ્ધને શુક્લ ધ્યાન નથી કહેવાતું. રાગ-દ્વેષ થવાનું કારણ દર્શનમોહ હતું. દર્શનમોહ અને ચારિત્રમોહ નષ્ટ થઈ ગયો, તો હવે એ અખંડપણે આત્મભાવનામાં, આત્મધ્યાનમાં, આત્મસમાધિમાં રહેવાનો છે. આત્મભાવના ચોથા ગુણસ્થાનકથી શરૂ થાય છે અને ચૌદમા ગુણસ્થાનકમાં એની પૂર્ણતા થઈ જાય છે. આ પ્રમાણે અહીં જ્ઞાની પુરુષોએ આપણને બોધ આપ્યો છે. આપણે એ પ્રમાણે શ્રદ્ધા રાખીને ભૂમિકા અનુસાર વર્તવાનું છે અને બાકીની શ્રદ્ધા રાખવાની છે. Page #700 -------------------------------------------------------------------------- ________________ આ જીવ અત્યંત માયાના આવરણે દિશામૂઢ થયો છે, અને તે યોગે કરી તેની પરમાર્થદ્રષ્ટિ ઉદય પ્રકાશતી નથી. અપરમાર્થને વિષે પરમાર્થનો દ્રઢાગ્રહ થયો છે; અને તેથી બોધ પ્રાપ્ત થવાના યોગે પણ તેમાં બોધ પ્રવેશ થાય એવો ભાવ ફુરતો નથી, એ આદિ જીવની વિષમ દશા કહી, પ્રભુ પ્રત્યે દીનત્વ કહ્યું છે કે “હે નાથ ! હવે મારી કોઈ ગતિ (માર્ગ) મને દેખાતી નથી. કેમકે સર્વસ્વ લૂંટાયા જેવો યોગ મેં ક્યું છે, અને સહજ ઐશ્વર્ય છતાં, પ્રયત્ન ચેં છો, તે ઐશ્વર્યથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે, તે તે યોગથી મારી નિવૃત્તિ કર, અને તે નિવૃત્તિનો સર્વોત્તમ સદુપાય એવો જે સદ્ગુરુ પ્રત્યેનો શરણભાવ તે ઉત્પન્ન થાય, એવી કૃપા કર.' એવા ભાવના વીશ દોહરા કે જેમાં પ્રથમ વાક્ય “હે પ્રભુ ! હે પ્રભુ ! શું કહું ? દીનાનાથ યાળ' છે, તે દોહરા તમને સ્મરણમાં હશે. તે દોહરાની વિશેષ અનપેક્ષા થાય તેમ કરશો તો વિશેષ ગુણાવૃત્તિનો હેતુ છે. ' બીજા આઠ કોટક છંદ તે સાથે અનપેક્ષા કરવા યોગ્ય છે, કે જેમાં આ જીવને શું આચરવું બાકી છે, અને જે જે પરમાર્થને નામે આચરણ ક્ય તે અત્યાર સુધી વૃથા થયા, ને તે આચરણને વિષે મિથ્યાગ્રહ છે તે નિવૃત કરવાનો બોધ કહ્યો છે, તે પણ અનપેક્ષા કરતાં જીવને પુરુષાર્થ વિશેષનો હેતુ છે. - શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - 534.'