________________
છ પદનો પત્ર
૬૦૯
સ્વરૂપ સમજી એ જ ભાવના હોય કે હવે કેવળજ્ઞાન સિવાય દુનિયાનો બીજો કોઈ પદાર્થ મારા માટે કામનો નથી.
મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે. દરેક આત્મામાં કેવળજ્ઞાન પડેલું છે અને જે મુખ્ય નય, પરમશુદ્ઘનિશ્ચયનય છે, તે એમ કહે છે કે જે આત્મજ્ઞાન પ્રગટ થયું તે સૂર્ય પ્રગટ થયો. તેમ આ કેવળજ્ઞાનનો પ્રકાશ ધીમે ધીમે ઉદય થઈ રહ્યો છે. એટલે તેને વર્તી રહ્યું છે. તેના અનુભવમાં આવી રહ્યું છે કે અત્યારે ભલે થોડું ચાખે. જેમ તમે કેરી લેવા જાવ કે તરબૂચ લેવા જાવ તો પહેલાં તમને ચખાડે છે. એક કેરી ચાખવાથી બધી કેરીનો સ્વાદ ખ્યાલમાં આવી જાય છે.
તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો, તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો ! નમસ્કાર હો !! એક સત્પુરુષ મળ્યા તો છેક અવ્યાબાધ સુધીનું સુખ પ્રગટ થાય છે. અનંત સંસારનું પરિભ્રમણ એક સત્પુરુષના આશ્રયે તૂટે છે. એટલે આપણે મંગલાચરણમાં બોલીએ છીએ કે,
અહો સત્પુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ !
કેવા છે ?
સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શનમાત્રથી પણ નિર્દોષ, અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપપ્રતીતિ, અપ્રમત્ત સંયમ, અને પૂર્ણ વીતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત; - છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી, અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ! ત્રિકાળ જયવંત વર્તો !
- શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૮૭૫ અનંત અવ્યાબાધ સુખ સુધી પહોંચાડી દે છે. આ કોના પ્રસાદથી થયું ? સદ્ગુરુ અથવા સત્પુરુષના પ્રતાપથી. તો તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ, અભેદ ભક્તિએ, પરાભક્તિએ, નિષ્કામભક્તિએ નમસ્કાર હો ! નમસ્કાર હો !
મંદિરમાં જઈએ તો કંઈક માંગીએ. કંઈક માનતાઓ માનીએ, કંઈક બાધાઓ રાખીએ
- આ બધી સકામ ભક્તિ છે. મારો છોકરો પાસ થશે તો હુમજ કે શંખેશ્વર જઈ પદ્માવતીને
-
ચૂંદડી ચડાવીશ. થશે તો ! એટલે પદ્માવતી પણ સમજે છે કે આ ભક્ત પરાભક્તિવાળો નથી અને પેલા છોકરાનો ઉદય એવો નાપાસ થવાનો છે. એટલે જ પાસ થશે તો. ‘તો’ શબ્દ આવ્યો છે. બસ, આવું આપણે ભિખારીપણું રાખી સકામભક્તિ કરીએ છીએ.