________________
ભક્તિના વીસ દોહરા
પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર.
૧૨૧
- શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૧
-
પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી, સ્વચ્છંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૬
હે પ્રભુ ! આત્મજ્ઞાની સદ્ગુરુ એ તારું રૂપ જ છે, એમ નિશંકપણે માનું. કેમ કે, એ બધા ‘સત્’ ની જાતના છે. આત્મજ્ઞાની સદ્ગુરુ એ પણ સત્ની જાત છે, પરમાત્મા એ પણ સત્ની જાત છે. એમ શંકા વગર હું માનું અને તેમને શરણે રહું. પરમકૃપાળુદેવ કહે છે કે, સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે; અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૫૪
સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ આવવી કઠણ છે, પણ આવે છે ત્યારે જ કામ થાય છે. તેને જ્ઞાનીઓએ પ૨મ ધર્મ કહ્યો છે. જે વ્યવહારથી છે અને તે નિશ્ચયધર્મનું કારણ બને છે અને એ બુદ્ધિ ૫૨મ દૈન્યત્વને સૂચવે છે એટલે પરમ વિનયને સૂચવે છે, દાસત્વપણું સૂચવે છે. પ્રભુશ્રી પરમકૃપાળુદેવને પત્રો લખતા ત્યારે પત્રના અંતે લખતાં - તમારી દાસીની દાસીની દાસીની દાસી. આવા પરમ દૈન્યત્વવાળા જીવને સત્પુરુષનો બોધ પરિણામ પામે છે અને આત્મકલ્યાણ સાધી લે છે.
જેથી સર્વ પ્રાણી વિષે પોતાનું દાસત્વ મનાય છે અને પરમ જોગ્યતાની પ્રાપ્તિ હોય છે. — શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૫૪
હું બધાયનો દાસ છું. દાસત્વભાવથી અહંકાર નષ્ટ થઈ જાય છે. જુઓ ! શુષ્ક જ્ઞાનમાર્ગવાળા અક્કડ હોય છે. એમનામાં દાસત્વબુદ્ધિ આવવી બહુ કઠણ છે અને એ દાસત્વભાવ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી જ્ઞાનનું સમ્યક્ પ્રકારે પરિણમન થઈ શકે નહીં; જેથી સર્વ પ્રાણી વિષે દાસત્વ ભાવ – બધાયમાં આત્મબુદ્ધિ આવે નહીં. પરમકૃપાળુદેવે કહ્યું છે, સર્વાત્મમાં સમદષ્ટિ ઘો આ વચનને હૃદયે લખો.
– શ્રી મોક્ષમાળા – શિક્ષાપાઠ - ૬૭