________________
૧૨૦
ભક્તિના વીસ દોહરા
( ગાથા - ૨૦) પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ;
સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરી દે જ. બધાય દોષોને દૂર કરવાનો ઉપાય સદ્ગુરુનું શરણ છે. પરમકૃપાળુદેવ કહે છે,
માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૮ માટે પરમાત્માને ફરી ફરી નમસ્કાર કરી અને વારંવાર એ જ માગું છું તે શું? કે સદ્ગુરુમાં દઢ શ્રદ્ધા. ભગવાનને વારંવાર નમસ્કાર કરીને તેમની પાસે એ જ પ્રાર્થના કરું છું કે મને સદેવ-ગુરુ-ધર્મમાં દઢ શ્રદ્ધા રહે. વીતરાગ દેવ, નિગ્રંથગુરુ અને તેમના દ્વારા પ્રરૂપાયેલો રત્નત્રય ધર્મ, વસ્તુ સ્વભાવમય ધર્મ, અહિંસામય ધર્મ અને દસ લક્ષણમય ધર્મ તેમજ તેમના દ્વારા રચાયેલા સતુશાસ્ત્રોમાં મને દઢ શ્રદ્ધા રહો. બીજો મનમંદિર આણુ નહીં, એ અમ કુલવટ રીત જિનેશ્વર. નિગ્રંથગુરુ, વીતરાગ ભગવાન સિવાય કોઈ દેવ-દેવીઓને વંદન-નમસ્કાર નહીં, કોઈની પૂજા કે આરતી નહીં.
આનંદ કે કંદ જાકો, પૂજત સુરદ વૃંદ;
ઐસો જિનરાજ છોડ, ઓર કો ન થ્થાઈએ. નિગ્રંથગુરુ એટલે
આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વ વાણી પરમકૃત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય.
- શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૦ આવા સદેવ-ગુરુ-ધર્મમાં મારી દઢ શ્રદ્ધા રહો. વળી, સદ્ગુરુ-સંતમાં અને હે પ્રભુ! તારામાં ભેદ માનું નહીં. સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ. એ બધા તારા સ્વરૂપ છે. ભગવાન પહેલા સંત હતા, પછી સદગુરુ થયા, પછી ભગવાન થયા. માટે સંત અને સદ્ગુરુ એ ભગવાનનું જ સ્વરૂપ છે. સ્વરૂપને પ્રાપ્ત થયેલા પુરુષોમાં કોઈ ભેદ છે નહીં. અંતરંગદષ્ટિથી જોતાં કોઈ ભેદ નથી. બાહ્ય દૃષ્ટિમાં અથવા વ્યવહારથી બધા ભેદ છે. એ ભેદ હું માનું નહીં. સદ્દગુરુ એ તો સાક્ષાત્ જીવતા જાગતા “સમયસાર છે.