SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તિના વીસ દોહરા પાપ છીપાયા ના છીપે, છીપે તો મહાભાગ; દાબી ડૂબી ના રહે, રૂઈ લપેટી આગ. પુણ્ય છીન જબ હોત હૈ, ઉદય હોત હૈ પાપ; દાઝે વન કી લાકરી, પ્રજલે આપોઆપ. ૧૧૯ — બૃહદ્ આલોચના જીવ અનાદિકાળથી ભિખારી જેવો છે, માટે હવે આત્મા પ્રાપ્ત કરવાની સામગ્રી મળી તો ચેતી જવું. અભિમાન મૂકીને પુરુષાર્થ ન કરે તો સાધનો મળ્યા છે તે વૃથા જાય. વળી, અભિમાન કરે કે અમે તો આટલો ધર્મ કરીએ છીએ, અમને તો જૈનધર્મ, જ્ઞાનીપુરુષ આ બધું મળ્યું છે અને જેવો જોઈએ તેવો પુરુષાર્થ ના કરે અને આળસમાં તેમજ પ્રમાદમાં સમય વીતાવી દે તો આ બધી મળેલી સામગ્રી, સાધનો, નિમિત્તો એ બધા નકામા જાય. જેમ ઊંચેથી પડેલો વધુ પછડાય તેમ સંસારમાં દીર્ઘકાળ રખડનાર વધારે પછડાય અને વધારે વાગે. બસ એવું આ સંસારમાં છે.
SR No.023251
Book TitleDhyey Siddhi
Original Sutra AuthorN/A
AuthorGokulbhai C Shah
PublisherSahajatmaswarup Paramguru Trust
Publication Year
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy