________________
૩૬૮
ક્ષમાપના
જ્યારે દોષ દેખાય ત્યારે એ કેમ છેદાય એ વિચારવું અને એ તમારાથી જ છેદાશે, બીજાથી નહીં. કેમ કે, પોતાના દોષો પોતાનાથી જ છેદાય, બીજાથી નહીં. બીજા તમને પ્રેરણા કરે, નિમિત્ત થાય, પણ છેદવાનું કાર્ય તો જેનામાં દોષ છે એણે પોતે જ કરવું પડે છે. સત્તામાં જે કર્મ પડ્યા છે એ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે જીવ તેને આધીન થઈને વર્તે છે, ને તેવા તેવા પ્રકારે દોષોમાં પ્રવર્તે છે. નિમિત્ત મળ્યે દોષ ઊભા થાય. અંતરંગ નિમિત્ત અને બાહ્ય નિમિત્ત એમ બંને નિમિત્ત છે. ક્રોધ થાય એવા કર્મનો ઉદય આવે તો એને ક્રોધ થવાનો, કેમ કે કર્મના ઉદયને આધીન થઈને વર્જ્યો છે. જો કે, કર્મના ઉદયે ક્રોધ નથી કરાવ્યો, પણ પોતાની નબળાઈ અને અજ્ઞાનતાના કારણે કર્યો છે એટલે પોતાનો વાંક છે, કર્મનો કે બીજાનો વાંક નહીં. કોઈપણ પ્રકારના આપણા વર્તનમાં બીજા માત્ર નિમિત્ત છે, કારણ છે. એમના દ્વારા આપણા કંઈ દોષો થયા નથી કે ગુણો પણ થયા નથી.
તારે દોષે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે.
તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું, પોતે પોતાને ભૂલી જવું.
―
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૧૦૮
તું તને યાદ રાખીશ અને જીવીશ તો તારા દોષો ઘણા ઘટી જશે અને ક્રમે ક્રમે નાશ થઈ જશે. નિમિત્ત મળ્યે દોષ ઊભા થાય. જેવા જેવા નિમિત્તોના સંગમાં રહે તેવા તેવા નિમિત્તાધીન થઈને એને અનુરૂપ નૈમિત્તિક પરિણામ જીવના થઈ જાય છે. જે કારણને લઈને આત્માની આરાધના થતી નથી. આત્માની આરાધના તો રત્નત્રયના પરિણામથી થાય. શુભાશુભ ભાવ દ્વારા આત્માની આરાધના ન થાય. સમજવું અઘરું છે. આરાધનાથી મુક્ત થવાય, એમ કહે છે. તો કઈ આરાધનાથી મુક્તિ મળે ? રત્નત્રયની આરાધનાથી. તો, રત્નત્રયની આરાધના નથી કરતો એ મોટો અપરાધ છે. વ્યવહાર ધર્મની આરાધનાથી કંઈનિશ્ચયથી દોષો ટળી જતા નથી. પરમાર્થ દષ્ટિથી વ્યવહાર આરાધના પણ દોષ જ છે કેમ કે એનાથી આસવ-બંધ ચાલે છે. તો જે ભાવથી, ક્રિયાથી આસવ-બંધ થાય એ બધા દોષો જ છે, પણ મોટા દોષોથી બચવા નાના દોષ કરવા જરૂરી છે, એટલે ભક્તિ, સ્વાધ્યાય, સત્સંગ, જે કાંઈ ધર્મની ક્રિયાઓ કરો તે અપેક્ષાએ સારું છે જ, પણ એમાં રાજી થઈ જવા જેવું નથી કે મેં આઠ કલાક ભક્તિ કરી કે સ્વાધ્યાય કર્યો કે સામાયિક કરી કે પ્રતિક્રમણ કર્યું કે તપ કર્યું કે, જે કાંઈ કર્યું એમાં રાજી થવા જેવું નથી. કેમ કે, એ બધી સ્વભાવની ક્રિયાઓ નથી, અને જે સ્વાભાવિક ધર્મ નથી તે અપરાધ છે, અપરાધયુક્ત સાધના છે. એટલે નવકારમંત્રની માળાઓ ફેરવીને રાજી થવાનું નથી. માળા એટલા માટે