________________
ગાથા - ૨
શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજરૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ ?
ભક્તિના વીસ દોહરા
શુદ્ધ ભાવ મુજમાં નથી એ પહેલો દોષ છે. અજ્ઞાની જીવોના ભાવ અશુદ્ધ છે. અશુદ્ધ ભાવ એટલે શુભાશુભ ભાવ. શુદ્ધ ભાવ એટલે સમ્યક્ જ્ઞાન-દર્શન-ચારિત્રમય શુદ્ધોપયોગ. અશુભ ઉપયોગમાં પાપમય પરિણામ હોય છે, માટે પાપ બંધાય છે. શુભ ઉપયોગમાં પુણ્યમય પરિણામ હોય છે માટે પુણ્ય બંધાય છે. આ બન્ને ઉપયોગ પરનો આશ્રય કરવાથી થાય છે અને શુદ્ધ ઉપયોગ પોતાના સ્વરૂપનો આશ્રય કરવાથી થાય છે. ભગવાનની, ગુરુની આજ્ઞા માની જે સર્વ પ્રકારના ૫૨દ્રવ્યનો આશ્રય છોડીને માત્ર પોતાના સ્વદ્રવ્યનો, સ્વરૂપનો આશ્રય કરે છે તેનો ઉપયોગ શુદ્ધ થાય છે. એવો શુદ્ઘ ઉપયોગ મારામાં નથી એમ ભક્ત પ્રભુ પાસે પ્રાર્થના કરે છે. દોષ કાઢવા અને તેનો પ્રતિપક્ષી ગુણ પ્રગટ કરવા ભક્ત ભગવાનને પ્રાર્થના કરીને પોકાર કરે છે કે હે ભગવાન ! મારામાં શુદ્ધ ભાવ નથી. સાધક જીવો ચોવીસ કલાક અનેક પ્રકારની સાધના કરે છે. સ્વાધ્યાય કરે છે, તપ કરે છે, ભક્તિ કરે છે, ત્યાગ કરે છે, જાપ કરે છે, સામાયિક કરે છે, પ્રતિક્રમણ કરે છે, ધર્મની અનેક ક્રિયા કરે છે; પરંતુ ઉપયોગને બહિર્મુખ રાખીને કરે છે. અંતર્મુખ ઉપયોગથી એ ક્રિયાઓ થતી નથી. એટલે એ બધાય ભાવો, સાધનો બંધના કારણ થાય છે, મુક્તિના કારણ થતા નથી. કારણ કે, શુદ્ધભાવ વગર મુક્તિ નથી. અનાદિ કાળથી અનંત વાર આપણે શુભાશુભ ભાવ કર્યા છતાં પરિભ્રમણનો અંત આવ્યો નહીં. પરમકૃપાળુદેવે કહ્યું છે,
વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ.
· શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા – ૯૦
—
શુભ અને અશુભ બન્ને ભાવ છેદવાના છે, પણ પહેલાં આપણે અશુભ ભાવને કાઢીને શુભ ભાવ લાવવાનો છે. ભક્તિ, સત્સંગ, પરમાત્માની પ્રાર્થના, સ્વાધ્યાય, ત્યાગ, તપ, જપ વગેરે કોઈ પણ પ્રકા૨ની ધર્મની ક્રિયા દ્વારા આપણે પહેલાં અશુભ ભાવને કાઢવાના છે. કોઈને પણ અશુભ ભાવમાંથી સીધેસીધો શુદ્ધ ભાવ થતો નથી. તો પહેલાં અશુભને કાઢી શુભભાવમાં આવવું અને અંદરમાં સમજવું કે આ પણ મારો સ્વભાવ-ભાવ નથી, આ પણ આસવ-બંધનું