________________
૧૮૧
શું સાધન બાકી રહ્યું ?
જિજ્ઞાસુ એટલે આત્મજ્ઞાન પ્રાપ્ત થવાની યોગ્યતાવાળો. એટલે તેનામાં મુમુક્ષુના બધા લક્ષણો આવી જાય છે. હવે, આત્માને ઉપયોગ દ્વારા પકડવાનો છે. આત્મા અને ઉપયોગ વચ્ચે કોઈ અંતર નથી. બેઉ એક જ જગ્યાએ, એક ક્ષેત્રમાં રહેલા છે. એક ક્ષેત્રમાં રહ્યા હોવા છતાં અનાદિકાળથી આજ દિન સુધી આપણને આત્મા પ્રગટ્યો નહીં, આ એક મોટું આશ્ચર્ય છે. તો, સંગુરુનો જ્યારે બોધ પ્રાપ્ત થાય છે, તેને અનુરૂપ સાધના કરે છે અને પોતાની પાત્રતા પ્રગટ
કરે તો,
પલમેં પ્રગટે મુખ આગલસે, જબ સદ્ગુરુચર્ન સુપ્રેમ બસે. પાત્ર જીવને એક પળમાં પ્રગટ થઈ જાય છે. સમજે તો સહજમાં કાર્ય થઈ જાય છે. અજ્ઞાન ભાવથી જીવ મોક્ષમાર્ગમાં ભલે દોડે છે, પણ તે ઊલટો વધારે ને વધારે મોક્ષમાર્ગથી દૂર થતો જાય છે. એ કાર્ય સિદ્ધ કરી શકતો નથી. તો, ગુરુગમ અને આજ્ઞાંકિતપણું જોઈએ. જ્ઞાની દિવસ કહે તો દિવસ ને રાત કહે તો રાત. જેમ શિષ્ય ગુરને ચકાસે છે તેમ ગુરુ પણ શિષ્યને ચકાસતા હોય છે. એવું નથી કે શિષ્ય કરતાં ગુરુની ચકાસણી વધારે ઊંચી હોય છે. માટે, પહેલાં સાચું શિષ્યત્વ લાવવાનું છે. અત્યારે ગુરુ થવા બધાય તૈયાર છે, પણ શિષ્ય થવા કોઈ તૈયાર નથી. હવેનો સમય એવો આવશે કે શિષ્ય કરતાં ગુરુની સંખ્યા વધી જશે. કારણ કે, દરેકને ગુરુ થવું છે, મોટું થયું છે. હા, યોગ્યતા હશે તો સહજમાં થશો ને નહીં હોય તો ગમે તેટલું મથશો તો પણ નહીં થઈ શકો. યોગ્યતા વગર ન થાય.