________________
૫૮૦
છ પદનો પત્ર આશાતના થાય છે. એકનું બહુમાન એ બધાંયનું બહુમાન છે. એકનું બહુમાન થાય અને બીજા તરફ બહુમાન ના આવે તો તત્ત્વદૃષ્ટિથી સત્પરુષને ઓળખવાની આપણી ખામી કહેવાય. કેમ કે, એ બધી સતની જાત છે. જેને સની જાત તરફ આદર હોય તેને બધાંય તરફ સમાન આદર હોય. તેના પરમ ઉપકારી જે હોય તેના તરફ ભલે ઉપકારની અપેક્ષાએ, વિશેષ હોય, પણ એનો અર્થ એવો નથી કે બીજા સપુરુષો તરફ તેને અનાદર કે અરુચિ હોય. જો અનાદર કે અરુચિ થાય તો એ જીવની આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની યોગ્યતા નષ્ટ થઈ જાય છે.
કોઈપણ સપુરુષ પ્રત્યે અનાદર થવો એ જ તો અનંતાનુબંધી કષાય છે. ઉપકારની દૃષ્ટિએ તો ભલે એક પુરુષની મુખ્યતા રાખે, પણ બીજાં સપુરુષો પ્રત્યે પણ અંતરમાં બહુમાન વિનય, આદરસત્કાર, અહોભાવ રહેવો જોઈએ. એના તરફ બીજી કોઈ દૃષ્ટિથી, ધૃણાદષ્ટિથી, સામાન્યદૃષ્ટિથી જોઈએ, આદરભાવના રાખીએ તો તેટલી આપણી પાત્રતામાં ન્યૂનતા કહેવાય.
ચરણારવિંદ એટલે શું? ચરણના અનેક અર્થ થાય છે, ચરણ એટલે પગ, ચરણ એટલે આચરણ, ચરણ એટલે આજ્ઞા અને ચરણારવિંદ એટલે જ્ઞાનીની આજ્ઞાનું સ્થાપન પોતાના હૃદયમાં કરવું તે. સત્પરુષની આજ્ઞા અનુસાર આપણું વર્તન ના હોય, તેની વિરુદ્ધ હોય, તો એ ચરણારવિંદ હૃદયને વિષે સ્થાપ્યા કહેવાય નહીં. જીવ એમ કહે કે હું સપુરુષને માનું છું અને પછી તેમની આજ્ઞા ઉપર પગ મૂકીને ચાલતા હોય એ તો એ ચરણારવિંદ હૃદયમાં સ્થાપ્યા કહેવાય નહીં. બહારમાં ભલે માનતા હોય, અંદરમાંથી પણ એમની આજ્ઞા ઉઠાવવાની એટલી જ તાલાવેલી રહેવી જોઈએ.
પરમકૃપાળુદેવે શ્રી આત્મસિદ્ધિ ગ્રંથ વાંચવાની આજ્ઞા શ્રી લઘુરાજસ્વામીને આપી હતી, પણ શ્રી દેવકરણજી મુનિને નહોતી આપી. હવે ક્ષયોપશમ જ્ઞાન તો દેવકરણજીનું વધારે હતું. એમની સભામાં બે હજાર માણસો આવે અને પીનડ્રોપ સાયલન્સ. એવો એમની વાણીનો યોગ હતો, પણ સમર્પણતા અને આજ્ઞાપાલન જેવું પ્રભુશ્રીનું હતું એવું એમનું નહોતું. ચરણારવિંદનું સ્થાપન, આજ્ઞાનું માહાત્મ, પરમકૃપાળુદેવ પ્રત્યેનો અહોભાવ, આદરભાવ, સમર્પણતાયુક્ત ભાવ, આજ્ઞાંકિતપણું એ જેવું પ્રભુશ્રીમાં હતું તેવું દેવકરણજીમાં નહોતું. એટલે એમને અટકાવીને આ બોધ આપ્યો. જુઓ! પત્રાંક ૭૧૯ માં કહ્યું છે,
“એકાંતમાં અવગાહવાને અર્થે ‘આત્મસિદ્ધિશાસ્ત્ર આ જોડે મોકલ્યું છે. તે હાલ શ્રી લલ્લુજીએ અવગાહવા યોગ્ય છે.