________________
૫૦૯
છ પદનો પત્ર રીતે જ્ઞાની મહેમાન થઈને ઘરમાં રહેતા હોય છે. હવે ઘરમાં તો કેટલાય પ્રસંગો આવે; કોઈ જન્મ ને કોઈ મરે, ઘડીકમાં પણ્યનો ઉદય આવે અને ઘડીકમાં પાપનો ઉદય આવે અને અનેક પ્રકારના વિચિત્ર ઉદય આવે. હવે એ બધાયમાં આ મારી વસ્તુ નથી, આ કર્મના ઉદયના ફળ છે, આનાથી હું ન્યારો છું એવું જ્ઞાન સમયે સમયે કામ કરતું હોય છે. એટલે આટલા બધા વિચિત્ર ઉદયની વચ્ચે પણ જ્ઞાનીઓ અંદરમાં શાંતિથી અને સમભાવથી રહેતા હોય છે.
આખી જિંદગી સુધી ઘરમાંથી ના નીકળી શકે તો પણ કષાય નથી કરતા. કેમ કે, આ કષાયનું તો ફળ આવ્યું છે. આ છોડવું છે. આ કષાય અનંત પરિભ્રમણનું મૂળ થાય છે અને કષાય થવાનું કારણ પણ અંદરમાં અજ્ઞાન છે. આ કષાયભાવનું ફળ શું આવશે એ ન જાણવું, એનું નામ અજ્ઞાન છે. “પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું” એ અજ્ઞાન છે અને પરના નિમિત્તે જે અંદરમાં રાગ-દ્વેષના ભાવ, ઈષ્ટ-અનિષ્ટપણાના ભાવ થવા એ કષાયભાવ છે અને એ જ કષાયભાવથી સ્થિતિ અને અનુભાગનો બંધ પડે છે અને એ બંધ આ જીવને અનેક પ્રકારના વિચિત્ર ઉદયમાં ખેંચી જાય છે, એના ફળ આપે છે. માટે શ્રીમાનું આનંદઘનજીએ કહ્યું કે,
રાગ દોષ જગ બંધ કરત હૈ, ઈનકો નાશ કરેંગે; ' મર્યો અનંત કાલર્તિ પ્રાણી, સો હમ કાલ હરેંગે. અબ હમ અમર ભયે ના મરેંગે.
– શ્રી આનંદઘનજી આખું જગત બંધાણું હોય તો રાગ-દ્વેષથી બંધાણું છે અને જેટલા જીવો છૂટ્યા છે એ વીતરાગ પરિણામથી છૂટ્યા છે. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય જેટલા જીવો બંધમાં પરિણમી રહ્યા છે એ રાગ-દ્વેષના કારણે અને જે જે જીવો મોક્ષે ગયા છે એ વીતરાગભાવે પરિણમ્યા છે. એનું ફળ એમને મળ્યું છે. સિદ્ધાંત દરેક જીવ માટે સરખા છે. મહાવીરસ્વામીના કુટુંબીઓને બંધ ના થાય અને બીજાને થાય એવું નથી. આ કર્મસિદ્ધાંત કોઈ વાડા, જાતિ, મનુષ્ય કે તિર્યચનો કોઈ ભેદભાવ રાખતું નથી. દરેકને પરિણામ અનુસાર બંધ થાય છે.
મુમુક્ષુ જીવ પુરુષાર્થ કરે તો બંધ ઓછો થાય કે નહીં? સાહેબ : થાય. સાચા દેવ-ગુરુ-ધર્મનો અંતરમાં સ્વીકાર ન થવો એ જ અનંતાનુબંધી કષાય છે