________________
પ૨૯
છ પદનો પત્ર
સમતા ચેતનપતિકો ઈરવિધ કહે, નિજઘર મેં આવો; આતમ ઉચ્છ સુધારસ પીઓ, સુખ આનંદઘન પાઓ. ચેતને. પર પરચે ધામધૂમ સગાઈ, નિજ પરચે સુખ પાવો. ચેતન.
– શ્રી આનંદઘનજી મહારાજ કોઈ અદૂભુત અને અલૌકિક દશાની અંદરમાં અનુભવેલી વાત, અપ્રમત્ત દશામાં અનુભવેલી વાત છે. સમતા નામની ચેતન રાજાની સ્ત્રી છે. સમતા નામની સ્ત્રી પોતાના ચેતન પતિને કહે છે કે હે પતિદેવ! અનાદિકાળથી તમે બહારને બહાર ભટકો છો; પરભાવમાં ને પરભાવમાં વહ્યા છો. હવે થોડો સમય પણ સ્વભાવમાં આવીને નિજઘરમાં આવો. હે આત્મદેવ! તમે શ્વાસે શ્વાસે સુધારસ એટલે અતીન્દ્રિય આનંદનું પાન કરો અને આનંદઘન પાઓ તો તમે સાચા સુખી થશો. સમતાભાવમાં આવ્યા વગર તમે શાંતિ કે સુખનો અનુભવ કરવા માંગશો તો ત્રણ કાળમાં નહીંથાય. મોક્ષનું મહાન હથિયાર સમતા છે. જે સમતાભાવમાં, વીતરાગતામાં રમ્યા એ જિંદગી જીવી ગયા, એ તરીને નીકળી ગયા અને જે સમતાભાવમાં રમતા ના શીખ્યા અને યેન-કેન પ્રકારે પણ ચૂકી ગયા તો એ બધા આ પરિભ્રમણમાં જોવા મળે છે. જે જે જીવો કષાયને આધીન થઈને વર્તી ગયા, કષાયને મોળા ના પાડ્યા, કષાયને ક્ષીણ ના કર્યા એ જીવો આ સંસારમાં અનેક પ્રકારના દુઃખોમાં જોવામાં આવે છે અને જેણે ક્ષીણ કરી સંપૂર્ણ વીતરાગતા પ્રગટ કરી એ સીમંધર ભગવાન અને એ બધા સિદ્ધ ભગવંતો અત્યારે અનંતસુખમાં બિરાજમાન છે. એક સમય માટે આકુળતા-વ્યાકુળતા નથી. જ્ઞાની કહે છે કે ગમે તેમ કરીને પણ કષાયને મોળા પાડો. ધર્મઆ છે. હવે અહીં રોજ ભગવાનની પૂજા કરે, ટીલા-ટપકાં કરે, સામાયિક કરે ને પ્રતિક્રમણ કરે અને ઘેર જાય એટલે એ જ વલણ અને એ જ લાકડી. જીભ ચાલુ હોય અને એ જ કષાય ! તો એ ધર્મ સમજ્યો નથી. બાકી તો કહે મને આટલા બધા શાસ્ત્રો આવડે છે અને હું આમ કરું છું ને તેમ કરું છું. ભાઈ, બધી વાત સાચી, પણ અંદરમાં કષાયભાવ કેટલા મોળા પડ્યા છે? કેમ કે ફળ તો દશાનું છે. દશાને અનુરૂપ કેવા ભાવ થાય છે? આચાર્યશ્રી કુંદકુંદદેવે શ્રી નિયમસારમાં કહ્યું છે,
સૌ ભૂતમાં સમતા મને, કો' સાથ વેર મને નહીં;
આશા ખરેખર છોડીને, પ્રાપ્તિ કરું છું સમાધિની. વિશ્વના તમામ આત્માઓ પ્રત્યે મને સમતાભાવ છે. કોઈ તરફ મને કષાયનો ભાવ, કોઈનું અહિત થાય એવો ભાવ અંદરમાં નથી. બધાય આત્માઓનું કલ્યાણ થાય. મને જે દુશ્મન