________________
૨૯૨
ક્ષમાપના
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.
–શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૮ નિશ્ચયના ડોઝ હોય છે ઘણા ઊંચા એટલે આપણને નિશ્ચયાભાસમાં ઘુસી જતા વાર લાગતી નથી. કેમ કે, મિથ્યાત્વના કારણે નિશ્ચયની પકડ અને આગ્રહ રાખ્યો તથા સાપેક્ષતા ચૂકી ગયો, એટલે તે નિશ્ચયાભાસમાં ગયા વગર રહેતો નથી.
જે મન, વચન, કાયાની ક્રિયાથી અને જે ભાવોથી આસ્રવ થાય છે એ બધા આગ્નવો પણ હેય છે. જે ભાવથી તીર્થકર નામકર્મનો બંધ પડે છે, આસ્રવ થાય છે એ પણ હેય છે. ઉત્કૃષ્ટ પુણ્યથી તીર્થંકર નામકર્મનો બંધ છે. જે આસ્રવ જ છે, અને આસ્રવ માત્ર હેય છે અને આપણા જ્ઞાનમાં જોય તો છે જ. બંધ પણ હેય છે. જે ભાવથી કર્મોનો બંધ થાય એ ભાવ પણ હેય છે.
જે જે કારણ બંધનાં, તેહ બંધનો પંથ; તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૯૯ બંધના કારણો છેદાય નહીં ત્યાં સુધી આત્માનું કલ્યાણ થઈ શકતું નથી. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ - આ પાંચ કારણ મુખ્યપણે બંધના કહ્યા છે. હવે આ પાંચેયની અંદર ચોવીસ કલાક અજ્ઞાનીઓની પ્રવૃત્તિ ચાલતી હોય છે. ભલે એમ બોલે કે “કેમ છે!”, પણ ચોવીસ કલાક ઉપાદેય” ની જેમ ચાલતું હોય છે. એક પોપટને એના માલિકે કહ્યું કે ‘બિલ્લી આવે તો ઉડ જાના.' આ એને ગોખાવી દીધું અને પચ્ચીસ વખત એનું રિવીઝન કરાવ્યું કે મેં તને શું શીખવ્યું? તો કહે “બિલ્લી આવે તો ઊડ જાના.' એકવાર પોપટ બહાર દાણા ખાવા બેઠો છે અને બિલાડી આવીને જોઈ રહી છે, બિલાડીને જોઈ પેલો તરત પોપટિયું જ્ઞાન' બોલવા માંડ્યો, ‘બિલ્લી આવે તો ઊડ જાના.” જ્યાં સુધી બિલાડીએ પકડ્યો નહીં ત્યાં સુધી બોલતો રહ્યો. એમ આસ્રવ-બંધ થયા પછી કહે કે સાહેબ! આ બંધના કારણ હતા. પછી શું કામનું? પહેલાં જાણવાનું હતું કે આ આગ્નવ-બંધના કારણ છે, આમાંથી આપણે અટકવાનું છે. તો નવ તત્ત્વનું ફક્ત જ્ઞાન કંઈ આગ્નવ-બંધને અટકાવતું નથી, પણ સ્વસંવેદન જ્ઞાન, આત્મજ્ઞાન તેને અટકાવે છે.