________________
દુર્લભ એવો મનુષ્યદેહ
૫૫
પારસમણિ તો લોઢાનું સોનું કરે, પણ પારસમણિ ન કરે. જ્યારે સત્પુરુષ જીવને પોતાના સમાન બનાવી દે છે. એ જીવ સત્પુરુષ થઈ જાય છે અને સત્પુરુષ પછી પ૨માત્મા થઈ જાય છે. પરમકૃપાળુદેવે કહ્યું છે કે,
બીજું કાંઈ શોધ મા. માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વર્તો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.
સત્પુરુષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે; શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે.
· શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક - ૭૬ સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે.
આ દેહ સાથે આત્માને સંયોગ છે. આપણું બાહ્ય શરીર તે નોકર્મ છે, આત્મા સાથે લાગેલા કર્મો એ કાર્મણ શરીર છે અને જેના કારણે શરીરમાં કાંતિ રહે છે તે તૈજસ શરીર છે.
આ દરેક શરીરનો આત્મા સાથે સંયોગ સંબંધ છે. જેનો સંયોગ છે તેનો વિયોગ નિશ્ચયે છે. કારણ કે, જ્યાં સુધી આયુષ્ય કર્મ છે ત્યાં સુધી આપણે શરીરમાં રહેવાનું છે. આયુષ્ય કર્મના પાછા સોપક્રમ અને નિરુપક્રમ એમ બે ભેદ પડે છે. સોપક્રમ એટલે શિથિલતાથી ભોગવાઈ જાય. ૧૦૦ વર્ષનું આયુષ્ય બાંધ્યું હોય તે ૧૦ વર્ષમાં ખલાસ થઈ જાય. આયુષ્ય કર્મના બધા નિષેકો એક સાથે ખરી જાય. કર્મભૂમિના મનુષ્યનું આયુષ્ય સોપક્રમ હોય છે. એ અકાળે પણ જતો રહે છે. આ દેહને છોડીને અવશ્ય જવાનું છે. પૂર્વે અનંતવાર દેહના પ્રસંગો નિવૃત્ત થયા છે. જે કોઈ દેહ ધારણ કરે છે તેને તેનો ત્યાગ કરવો જ પડે છે. દેહત્યાગ કર્યા પછી નવો દેહ મળે પણ ખરો અને ન પણ મળે. એવું નથી કે મળે જ. કેમ કે, કેવળજ્ઞાનીને દેહ મળતો નથી. પણ કેવળજ્ઞાનીને પણ દેહ છોડવો તો પડે જ છે. કેવળજ્ઞાનીને પણ દેહ અમર નથી, તો આપણો હોય ? ગમે તેટલું ખવડાવો, ગમે તેટલી કસરત કરો, ગમે તેટલું નવડાવો – ધોવડાવો, ગમે તેટલી કાળજી રાખો, ગમે તેટલી દેવદેવીઓની માનતા કરો પણ,
મારા બધા વૈદ્યો હકીમોને અહીં બોલાવજો, મારો જનાજો એ જ વૈદ્યોના ખભે ઉપડાવો;