________________
છ પદનો પત્ર
૪૫૩
ચૈતન્યતા:- સ્પષ્ટ પ્રકાશપણું, અનંત અનંત કોટી તેજસ્વી દીપક, મણિ, ચંદ્ર, સૂર્યાદિની કાંતિ જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી, અર્થાત્ તે સર્વ પોતે પોતાને જણાવા અથવા જાણવા યોગ્ય નથી. જે પદાર્થના પ્રકાશને વિષે ચૈતન્યપણાથી તે પદાર્થો જાણ્યા જાય છે, તે પદાર્થો પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાસે છે, તે પદાર્થ જે કોઈ છે તે જીવ છે. અર્થાત તે લક્ષણ પ્રગટપણે સ્પષ્ટ પ્રકાશમાન, અચળ એવું નિરાબાધ પ્રકાશમાન ચૈતન્ય, તે જીવનું તે જીવપ્રત્યે ઉપયોગ વાળતાં પ્રગટ દેખાય છે. જુઓ ! આ જીવ કેવી રીતે દેખાય છે, તે બતાવ્યું છે કે જીવ પ્રત્યે જીવનો ઉપયોગ વાળતાં જીવ પ્રગટ દેખાય છે. ખ્યાલ આવે છે? જીવ પ્રત્યે કોને વાળવાનો છે? ઉપયોગ દ્વારા દેખાય છે. કેવી રીતે દેખાય છે? સ્વસંવેદનતાથી અનુભવમાં આવે છે. એનું નામ દેખવું છે. જે જીવનું તે જીવ પ્રત્યે ઉપયોગ વાળતાં પ્રગટ દેખાય છે. એ જે લક્ષણો કહ્યા તે ફરી ફરી વિચારી જીવ નિરાબાધપણે જાણ્યો જાય છે. આ લક્ષણો કહ્યા છે. તે લક્ષણો જે તમે ફરી ફરી વિચારશો, ફરી ફરી એટલે વારંવાર. ફરી ફરી વિચારી જીવ નિરાબાધપણે જાણ્યો જાય છે. એટલે અનુભવમાં આવે છે. જે જાણવાથી જીવ જાણ્યો જાય છે તે લક્ષણો તે પ્રકારે તીર્થંકર આદિએ કહ્યા છે. આ લક્ષણો તીર્થંકર ભગવાને આપણને કહ્યા છે. તો આ લક્ષણોનો ફરી ફરી વિચાર કરો. વિચાર કરી અને અંદરમાં ભેદવિજ્ઞાન કરો. ભેદવિજ્ઞાનથી બીજા દ્રવ્યોને ઉપયોગમાં છૂટા પાડો અને એ જ ઉપયોગ દ્વારા તમારા સ્વ-જીવદ્રવ્યને અંદરમાં ગ્રહણ કરો. આ જ ભેદવિજ્ઞાનનો પુરુષાર્થ અને પ્રક્રિયા છે. આ જ પ્રક્રિયાથી સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ચારિત્રની પ્રાપ્તિ થાય છે અને આ જ પ્રક્રિયા છેક મોક્ષ સુધી કામ આવે છે. તો આ પ્રમાણે પહેલું જે જીવ પદ છે તેની સાબિતી વિચારી કે “આત્મા છે.” હવે બીજા પદનો વિચાર કરીએ છીએ..
બીજું પદ - “આત્મા નિત્ય છે.” ઘટપટઆદિ પદાર્થો અમુક કાળવર્તી છે. આત્મા ત્રિકાળવર્તી છે. ઘટપટાદિ સંયોગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે; કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવયોગ્ય થતા નથી. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતનસત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે, કેમ કે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય, તેનો કોઈને વિષે લય પણ હોય નહીં.
હવે આત્માનું નિત્યપણું સદ્દગુરુ સાબિત કરે છે. નિત્યપણું એટલે શાશ્વતપણું, ત્રણે કાળમાં હોવાપણું. પહેલાં ન હતું અને વર્તમાનમાં થઈ ગયું અને હવે અનંતકાળ સુધી રહેશે