________________
સાધન બાકી રહ્યું ?
વહ સાધન બાર અનંત કિયો.
આત્માના આશ્રય વગરના બધાંય સાધનો અનંતવા૨ કર્યા, પણ કાર્ય ના થયું. હવે બીજા સાધન ના કરો અને એક આત્માનો આશ્રય કરી લો તો બધાંય સાધનો એમાં સમાવિષ્ટ થઈ જાય છે. શ્રીમદે એમના જ્ઞાનનો નિચોડ કાઢીને કેટલું ઊંડાણ આપ્યું છે ! કેટલાંય ભવોની સાધના અને કેટલાંય કેવળજ્ઞાનીનો બોધ એમણે સંગ્રહિત કરી, પોતાના અનુભવની સરાળ ઉપર ચડાવી આ અર્ક આપણને આપ્યો છે ! અને ચેતવ્યા છે કે જો જો, આવી ભૂલ આ ભવમાં ના કરતા અને ક્યાંય ભરાઈ ના જતા. કલ્યાણ માત્ર સ્વરૂપના આશ્રયે જ છે અને અંતર્મુખ ઉપયોગ કરશો તો સ્વરૂપનો આશ્રય થશે. બહારના જ્યાં સુધી સંકલ્પ-વિકલ્પો હશે ત્યાં સુધી તમે નિર્વિકલ્પ નહીં થાવ અને સ્વરૂપનું નિરીક્ષણ કરતાં કરતાં તમે નિર્વિકલ્પ થશો. માટે ઉપયોગને વારંવાર અંતર્મુખ કરો. પરમકૃપાળુદેવે ‘અંતિમ સંદેશ’ માં કહ્યું છે,
ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર.
૧૪૫
શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૫૪-૨/૨ - ‘અંતિમ સંદેશ’
“ધર્મ’” એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોધનથી મળવાની નથી. અપૂર્વ અંતર્સંશોધનથી તે પ્રાપ્ત થાય છે. તે અંતસંશોધન કોઈક મહાભાગ્ય સદ્ગુરુ અનુગ્રહે પામે છે. શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૪૭ આત્મા એ અપૂર્વ વસ્તુ છે, તે અંતસંશોધન વગર પ્રાપ્ત નહીં થાય. તો, સ્વબોધમાં પણ ગુરુગમ નહીં હોવાના કારણે ભૂલ ચાલી આવી. જીવે પોતાની કલ્પના કરી એમ અહીં કહેલું છે. ત્યારપછી મન-વચન-કાયાની પ્રવૃત્તિને વશ કરવા ઉગ્ર કષ્ટ આપનારા અનેક ઉપાયો, હઠયોગના પ્રયોગો કર્યા. પણ ભલભલાના હાથમાં મન તો આવતું નથી. પરમકૃપાળુદેવે તો લખ્યું છે કે, ‘મનને જેમ ધારીએ છીએ તેમ વાળીએ છીએ, એટલે પ્રવૃત્તિમાં રહી શક્યા છીએ. જણાવવા જેવું તો અમારું મન છે કે જે અમારા સ્વરૂપ પ્રત્યે અખંડપણે સ્થિર થયું છે. નાગ જેમ મોરલી ઉપર સ્થિર થાય તેમ.' આ જ્ઞાન છે. જ્ઞાનની લગામ દ્વારા મનને કંટ્રોલ કરી, સ્થંભિત કરી ધારેલી દિશામાં વાળી શકાય છે. જેમ ઘોડાને લગામથી કંટ્રોલમાં કરી ધારેલી દિશામાં દોડાવી શકો છો, તેમ મનને જ્ઞાનીના બોધથી કંટ્રોલ કરી ધારેલી દિશામાં લઈ જઈ શકાય છે.
-