SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૨ ત્રણ મંત્રની માળા સિવાય કશું મારું નથી. હું માત્ર સહજાત્મસ્વરૂપી આત્મા જ છું. “આત્યંતર પરિણામ અવલોકન નોંધ માં પરમકૃપાળુદેવે મૂક્યું છે, માત્ર એકાંત આત્મવૃત્તિ, હું માત્ર આત્મા છું, આત્મા જ છું. માત્ર આત્મા.” વારંવારનો દઢ અભ્યાસ થવો જોઈએ. બહેનો દોરડાથી કૂવાનું પાણી ખેંચે છે ત્યારે એ દોરડાથી કૂવાના કાંઠાના પથ્થરો પણ ઘસાય છે અને તેમાં ખાડા પડી જાય છે, જ્યારે તમારામાં આટલા મંત્રો ગણાય તોય ખાડા નથી પડતા! તમે કાળમીંઢ પથ્થરથી પણ જોરદાર છો ! કેમ ખાડો ના પડે? તમે થોડું ચાલો તો એટલું અંતર કેમ ના કપાય? ખાવ તો એટલી ભૂખ ઓછી કેમ ના થાય? અવશ્ય થાય. મંત્ર એક સાધન છે, સ્વરૂપ અનુસંધાન કરવા માટેનું એક માધ્યમ છે. આત્મા મંત્રમાં નથી, આત્માત આત્મામાં જ છે. પણ મંત્ર દ્વારા આત્માનું ભાન લાવવાનું છે કે હું તો આ છું. જગતનું કાર્ય કરવું એ મારું કાર્ય છે જ નહીં. પૈસા કમાવા એ કંઈ આત્માનું કાર્ય નથી, ઘર ચલાવવું એ કંઈ આત્માનું કાર્ય નથી, સંસારની પ્રવૃત્તિઓ કરવી એ કંઈ આત્માનું કાર્ય નથી, અનેક પ્રકારના વિભાવો કરવા એ કંઈ આત્માનું કાર્ય નથી. આત્માનો ઉપયોગ આત્માકાર થાય અને આત્માના અતીન્દ્રિય આનંદની અનુભૂતિ થાય એ આત્માનું કાર્ય છે. આ કાર્ય આપણે મંત્રના માધ્યમથી ધીમે ધીમે સાધ્ય કરી શકીએ છીએ. જ્ઞાનીઓએ આપેલા મંત્રોમાં પૂરી શક્તિ હોય છે. માટે પ્રવૃત્તિમાં સ્મરણ તથા નિવૃત્તિમાં ચિંતન અને ધ્યાન કરવું. જેટલી વધારે નિવૃત્તિ લઈ શકો તેટલી લેવી. તે પણ આત્મકલ્યાણ માટે, ભલે તમારે અબજોના વ્યાપારો હોય, ઘણી પેઢીઓ ચાલતી હોય, એ બધા કંઈ આત્માના કલ્યાણકારી સાધન નથી. આરંભપરિગ્રહના કાર્યો તે પાપના જ કાર્યો છે. તેનાથી પાપાગ્નવ અને પાપનો જ બંધ થાય છે. એ બંધનું ફળ દુઃખ અને જન્મ-જરા-મરણના ફેરા છે, એ આપણે સમજતાં નથી. સત્સંગમાં આવીએ અને થોડો સમય આ સાંભળીએ એટલે સારું લાગે, પણ અહીંથી બહાર જઈએ એટલે વળી પાછું એ સંસારપ્રવૃત્તિમાં આપણો ઉપયોગ ચાલુ થઈ જાય છે. એટલા માટે દઢ સંસ્કાર પડે એવા સત્સંગ અને સપુરુષોના સંગમાં વારંવાર રહીએ તો સત્યનો રંગ ચઢે. સત્ય એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર. સમ્યકજ્ઞાન-દર્શન-ચારિત્રનો રંગ ચઢાવે તેનું નામ સત્સંગ છે. કેવળજ્ઞાન અપાવે ત્યાં સુધી કાર્યકારી થાય એવો આ મંત્ર પરમકૃપાળુદેવે આપણને આપ્યો છે. તો થોડી નિવૃત્તિ લઈ એ મંત્રનો જાપ કરવા જેવો છે; ભલે તમારો ધંધો સારો ચાલે છે, બજારમાં તમારું નામ સારું છે. અનાદિકાળના એ પ્રકારના આરંભ-પરિગ્રહના કુસંસ્કારો પડેલા છે એટલે જલ્દી છૂટવા અઘરા છે, છતાં કઠણ કામ હોવા છતાંય કઠણ નથી. જેને
SR No.023251
Book TitleDhyey Siddhi
Original Sutra AuthorN/A
AuthorGokulbhai C Shah
PublisherSahajatmaswarup Paramguru Trust
Publication Year
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy