________________
૨૮
ભક્તિના વીસ દોહરા
ગાથા - ૫)
હું પામર શું કરી શકું?” એવો નથી વિવેક
ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. જીવ નીચેની ભૂમિકામાં હોય છે ત્યારે નિમિત્તાધીન હોય છે. જીવ નિર્બળ છે અને કર્મ બળવાન છે એટલે અજ્ઞાની જીવો કર્મને વશ થઈને વર્તે છે. હે પ્રભુહું વિષય - કષાયને આધીન છું. માટે પામર એવો હું શું કરવા સમર્થ છું? પરમકૃપાળુદેવે કહ્યું કે એક તણખલાના બે કટકા કરવાની પણ અમારી શક્તિ નથી. તો, હું તો શું કરી શકું? હું પામર પરમાં શું કરી શકું? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કોઈ પણ કાર્ય કે ક્રિયા કરી શકે નહીં. પરમાં કરવા હું પામર છું અને સ્વમાં કરવા હું સમર્થ છું. પણ નીચેની ભૂમિકામાં જીવ હોય છે ત્યારે જીવ કર્માધીન, નિમિત્તાધીન હોય છે; ત્યારે એને પોતાનું પામરપણું સમજાય છે કે અત્યારે હું પામર છું. કેમકે, હજી મારી જે આત્મિક શક્તિઓ પ્રગટ થવી જોઈએ અને આત્માનું જે બળ ઉપડવું જોઈએ, તે મારી નિર્બળતાને કારણે ઉપડતું નથી અને તેમાં નિમિત્ત તરીકે કર્મનો ઉદય છે. સિદ્ધાંતમાં તો કોઈ પર બીજા પરનું કાંઈ કરી શકે નહીં. એટલે બધાય પરપદાર્થો બીજા પરમાં કરવા માટે પામર છે, આવું પોતાનું પામરપણું સમજાય તેને વ્યવહાર વિવેક કહેવાય છે.
વિવેક એટલે સ્વ અને પરનો ભેદ થવો. સ્વની ઓળખાણ થવી એનું નામ વિવેક છે. જાનો ને ચેતનનો વિવેક થવો – એ વિવેક મારામાં હજી પ્રગટ થયો નથી. હજી મારામાં સારું શું અને ખોટું શું એ જાણવાની યોગ્યતા આવી નથી. જ્ઞાની પુરુષો તે જાણે છે. આવો એને સાચો વિચાર જાગે તો સતપુરુષાર્થ આવે. પરંતુ જીવ વિવેકશૂન્ય છે એટલે હિત શું અને અહિત શું એનો વિવેક જગતના અજ્ઞાની જીવોને નથી. તેને ૨૪ કલાક “હું પરમાં આમ કરી નાખું', “મેં આમ કરી નાખ્યું, “બીજાએ પરનું આમ કર્યું એવું પરનું કર્તુત્વપણું અજ્ઞાનતાના કારણે આવે છે. આમ, પરમાં કરવા માટે જીવો પામર છે. પરની કોઈ ક્રિયા આ આત્મા કરી શકતો નથી. આવો વિવેક હજી જીવમાં આવ્યો નથી. એટલે જીવ પરનો કર્તા - ભોક્તા બને છે. જ્યારે જ્ઞાનીઓનો બોધ સાંભળે, સમજે, શ્રદ્ધે ત્યારે તેને કંઈક અંશે વિવેક જાગૃત થતો જાય. જોકે, સાચો વિવેક તો આત્મજ્ઞાન થયા પછી આવે છે. હિતમાં પ્રવૃત્તિ અને અહિતની નિવૃત્તિ - આવા સત્પરુષાર્થનું નામ વિવેક છે. જેમાં જીવ કરી શકે છે તેમાં પુરુષાર્થ નથી કરતો અને જેમાં કંઈ કરી શકતો નથી ત્યાં પોતાની બધી શક્તિ લગાડે છે. પરની કંઈક ક્રિયા કરવાની કે આવું