________________
૧૫૨
શું સાધન બાકી રહ્યું ?
( ગાથા - ૩
સબ શાસ્ત્રનકે નય ધારિ હિયે, મત મંડન ખંડન ભેદ લિયે;
વહ સાધન બાર અનંતકિયો, તદપિ કછુ હાથ હજુ નપર્યો. આ જીવે પૂર્વે અજ્ઞાન અવસ્થામાં કેવી કેવી બળવાન સાધના કરી, છતાં પણ તેને આત્માની પ્રાપ્તિ ન થઈ, આત્માનો સાક્ષાત્કાર ન થયો, પરિભ્રમણનો અંત ન આવ્યો અને જન્મ, જરા, મરણના દુઃખોનો પણ અંત ન આવ્યો. આત્મજ્ઞાન વગરની સર્વસાધના મોક્ષમાર્ગમાં નિષ્ફળ જાય છે. તેનાથી ફક્ત પુણ્ય બંધાય છે. શાસ્ત્રોનો અભ્યાસ પણ આ જીવે પૂર્વે અનાદિકાળમાં અનંત વાર કર્યો છે. નવ નવ પૂર્વ સુધી આ જીવ ભણ્યો છે. આ આપણી જ વાત છે હોં.
જો હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં; એ પૂર્વ સર્વ કહ્યાં વિશેષ, જીવ કરવા નિર્મળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. નહિ ગ્રંથમાંથી જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિ કવિચાતુરી, નહિ મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિ ભાષા ઠરી; નહિ અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો.
- શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૬૭ - ગાથા - ૧, ૨ ચરણાનુયોગ, કરણાનુયોગ, દ્રવ્યાનુયોગ, ધર્મકથાનુયોગ - આ ચારે અનુયોગોનો આ જીવે અનંતવાર અભ્યાસ કર્યો છે. ચૌદ પૂર્વઅંશે ન્યૂન જાણ્યા હોય ત્યાં સુધી કર્યો છે, છતાં પણ પરિભ્રમણનો, દુઃખોનો અંત આવ્યો નથી. જન્મ-મરણના ચક્કરમાં આ જીવ અનાદિકાળથી અજ્ઞાનતાના કારણે ફસાયેલો છે. શાસ્ત્ર વાંચીને પણ જીવને અહંકાર આવે છે, શાસ્ત્ર સંભળાવીને પણ જીવને અહંકાર આવે છે, શાસ્ત્રના આધારે જીવ અનેક પ્રકારના ખંડન-મંડન પણ કરી છે નાંખે છે, કલુપતા આવી જાય છે. સ્યાદ્વાદ દષ્ટિ ચૂકી જાય છે, એટલે એકાંત વસ્તુને પકડી જીવ મૂળમાર્ગમાંથી ખસી જાય છે. નયના ચક્રમાં જેને ગુરુગમ નથી તે ફસાઈ જાય છે. નિશ્ચય અને વ્યવહાર એમ મુખ્ય બે નય છે. તેના ઘણા પેટા પ્રકાર છે. આ દરેક નયને પણ ધારણ